Vansh Gujarati Kathakadi - 4 books and stories free download online pdf in Gujarati

વંશ - ગુજરાતી કથાકડી - 4

લેખકો માટે નિયમો :
૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે.
૭. દરેક કડી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે.
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની રહેશે.
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .



















કથા કડી : ૪

મીનાએ ઊંડો શ્વાસ લીધો આંખ મીચી ગઈ અને વિચારોનું અંધાધુધ વાવાઝોડું આખા શરીરમાં પ્રસરી ગયું અને જાણે અંધારી રાતમાં મેઘ ગાંડોતુર વરસતો હોય ને દરિયો ઘૂઘવતો હોય એવી રીતે મીનાના હ્રદયમાં ઊંડો ઘૂઘવાટ થઇ રહ્યો હતો.
મીના એક સંસ્કારી ઘરની દીકરી હતી એટલે પિતાની શાખ અને આબરુના વિચાર માત્રથી ઉમટેલું વિચારોનું વાવાજોડું, પોતાના પતિને સમર્પિત જીવનના અમુલ્ય ૨ વર્ષ કરતા પણ વધુ ગાળેલો સમય, મીનાના મમ્મીએ એને સમજાવી હતી એમ કે, “તું આખા ઘર ને પરણી છે નહિ કે આશુતોષને”. આવા બધા વિચારો કરતા મીના અચાનક આંખો ખોલીને આશુતોષ ને એક હ્રદયસ્પર્શી આલિંગન આપી બેઠી અને કહ્યું, “તમે મારા જીવનનો એક અમૂલ્ય ભાગ . ઈશ્વરે આપણને મેળવ્યા છે. ઈશ્વર ઉપર શ્રધ્ધા રાખો, તમારા નહિ, મારા નસીબમાં સંતાન સુખ નથી તમે મુંજવણ ના અનુભવશો. ઈશ્વર બધું પાર પાડશે. તમે મને અર્ધાંગીનીના રૂપ માં લઇ આવ્યા છો તો તમારું સુખ અને દુઃખ બન્નેમાં હું ભાગીદાર છું..હતી.. અને રહીશ.”
બસ આવા જ કાંઈક સંવેદના ભર્યા સંવાદોને વિરામ આપી, મીનાએ આલિંગન છોડી આંસુ લુછી ને આશુતોષને શબ્દોની હૂંફ આપતી રહી ને સમય ક્યારે નીકળી ગયો ખબર જ ન પડી. ધીમે ધીમે સાંજ થવા આવી ......બન્ને જંગલના એવા છેવાડે ઉભા; જ્યાં કોઈ ની બહુ અવર-જવર ન રહેતી. તેથી બંને શાંતિ થી વાતો કરી શક્યા.
મીના અને આસુતોષ બંને પાછા પોતાના ઘર તરફ ધીમા પગલા માંડે છે...
પોતે હોસ્પિટલમાં જઈ અને બધા રિપોર્ટ કરાવી આવ્યા છે, એવો ખોટો ડોળ કરી બા’સા અને ઠાકોર સાહેબને સાંત્વના મળી રહે તેવા સ્વરમાં બધું સમજાવીને દાકતર સાહેબ એ છ મહિનાની અવધી આપી છે અને દવા પણ આપી છે, આવું કહીને મીના પોતાના રૂમમાં ચાલી ગઈ અને આવેલ ડુમો રોકી ના શકતા દોડી અને પલંગમાં ફસડાઈ પડી. એ ડૂમો આંસુના રૂપમાં ઓશિકામાં શોષાઈ ગયો.....
આમ જ સમય ધીમે ધીમે વીતતો જતો હતો.આશુતોષ પોતાના ગામમાં નવી ટેકનોલોજી જેવી કે, ગ્રીન હાઉસ , ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ આવી બધી ઉપયોગી ટેકનોલોજી વિશેની માહિતી આપવામાં અને અને ગામના વિકાસ, સડક અને પરિવહન જેવા કામો ને લઇ ને વ્યસ્ત રહેવા લાગ્યો. અવારનવાર નજીકના શહેરમાં આવેલી જીલ્લા પંચાયતની ઓફિસમાં જવું પડતું. મીના બસ ઘરમાં થતી ગામના લોકો ની અવર જવર અને કુટુંબીઓની આવન-જાવન માં અટવાયેલી રહેતી,ઘેરાયેલી રહેતી. અવારનવાર સગવાલાઓના મહેણાં અને આક્ષેપો જેવાકે 'વાંઝણી અને અભાગી' 'અમારા ઘરે જ આવું તું ...' થતા રહેતા. આવા મેણાટોંણાની હવે એને આદત પડી ગઈ હતી. આમ કરતા ૬ મહિના વીતી ગયા પુત્રના ઘરે પારણું બંધાય એવા કોઈ અણસાર નહોતાં. બા’સા ખુબ જ ચિંતામય સ્થિતિમાં પાછા ભુવાના શરણે પહોચી ગયા ....એ મીનાને લઈને ભુવા પાસે ગયા.
ભુવાએ પોતાના ઇષ્ટદેવને વિનવી નારિયેળ ચડાવી, પાછા પાઠ મંડાણા, જુવારના દાણા નાખીને ધૂપદિપ કર્યા અને કહ્યું, “બા’સા.... દેવ એવું સૂચવે છે કે, મીના પોતે માતા બનવા અસક્ષમ છે.. આપને ત્યાં પુત્ર ને ઘેર પારણું નહિ ઝૂલે”’.....ભુવાના આવા ઉચ્ચારણથી બા’સા ના શરીરમાં કમકમાટીભરી ધ્રુજારી પ્રસરી ગઈ... અને મુખારવીન્દ ઉપર નિરાશારૂપી કાળા વાદળો છવાઈ ગયા.....મનમાં વિચારતા રહ્યા કે, 'હવે આ મીનાનું શું કરું? જે મારા વંશને આગળ વધારી શકે નહિ એવી સ્ત્રીનું મારા ઘરમાં શું કામ છે !!" મીના ચુપીસાધી બેસી રહી ...પોતાના પતિમાં પુરુષત્વની ખોટ હતી, આશુતોષ પિતા બનવા અસક્ષમ હોય આ વાતથી મીના વાકેફ હતી એટલે કશું જ બોલ્યા વગર બા’સા સાથે મીના પોતાના ઘર તરફ આવતા આવતા કઈ કેટલુય સંભળાવતા- સાંભળતા આંખોના ખૂણા પર બાજી ગયેલ અંતરની વેદના લુછતા બંને ઘરે આવી પહોંચ્યા. ઘરે આવી બા’સા એ બધી જ વાત ઠાકોર સાહેબ અને નણંદબા ને કાને ઠાલવે દીધી. આ બધું જ સાંભળતો આશુતોષ જાણે સજ્જડ મોંન ધારણ કરી ને ઉભો ઉભો સાંભળી રહ્યો હતો. ઠાકોર સાહેબના કાળજે પથ્થરનું સ્વરૂપ ધારણ કર્યું હોય એમ નિસાસા સાથે “ઠાકર કરે ઈ ઠીક” આવા શબ્દોથી વાતને અલ્પ વિરામ આપ્યો. આમ ને આમ દિવસો વિતતા ગયા અમારા કુળ ને વારસદાર આપી શકે એમ ના હોય તો ઊંડા કુવામાં ખાબકી જવાય....વાંઝણી, અભાગણી, આવા કઈ કેટલાય ના મેણા ટોણા સાંભળતા જિંદગીને મીના જેમતેમ આગળ ધપાવતી રહી.. મા-બાપ ને ત્યાંથી પણ કોઈ સધીયારો નહોતો..હવે એ લોકો પણ મીનાથી મોઢું ફેરવી લેતા હતા.. ક્યારેક સામાન્ય એવો વાસણનો ખખડાટ થતો કે કોઈ નજીવી ભૂલ માટે પણ મેણા મારવાને રાહ જોઈ ને બેઠેલા બા’સા શબ્દોની છડી લઇ ને મીના ઉપર તો તુટી જ પડતા, સાથોસાથ નણંદબા પણ સાથ પુરાવી જ દેતા, આ દિવસો દરમિયાન ઘરના સગાવહાલાના કહેવા પ્રમાણે કઈ કેટલાય વ્રત, પૂજા અને એકટાણા કરતી ગઈ.. કઈ કેટલી એ દેશી દવાઓ, ભુવા, જયોતિષીઓ વગેર પાસે લઇ જતા પણ ઈશ્વર અને મીના બંનેને હકીકતનો ખ્યાલ હતો અને બીજી બાજુ અહી આશુતોષ પોતાના કામમાં વ્યસ્ત અને બધા નો પ્રિય બનતો જતો હતો અને એમ કરીને લોકોથી અને કુટુંબીજનોથી પોતાની ખામી છુપાવવાનો મરણીયો પ્રયાસ કરતો રહેતો. આખરે એની મહેનત રંગ લાવવાને આરે હતી ...ધારાસભામાં ઉભા રહેવા માટેની ટીકીટ મળવા પાત્ર હતી ..
જયારે મીનાની જિંદગી તો અહી એવી થઇ ગઈ જાણે એક અર્ધ ખીલેલ ગુલાબની કુમળી કળી..હજુ તો ખીલવાના દિવસો આવ્યા એ પહેલા જ જાણે મુરજાઇ ગઈ હોય એમ પોતાની અંદર રહેલ એ કોમાંર્યવસ્થા ને જાણે આધેડવય માં પરિવર્તિત થતી જોઈ રહી.. સુકાઈ ગયેલ ગુલાબની પાંખડી જેમ ખરતા ખરતા પોતાના ગુલાબ ને જેમ ચોટી રહે તેવીજ રીતે મીના પોતાના પતિ આશુતોષ ને સમર્પિત જીવન પસાર કરવા લાગી અને એકલી પડી ગયેલ મીના ક્યારેક ઓરડા માં જઈ છાનું રડી લેતી તો ક્યારેક પોતાના પતિ સાથે સુખ માણતી સપના જોવામાં સરી પડતી. જાણે આસુતોષ પોતાના ભડ-મર્દ સમા કસાયેલા શરીરથી મીના ને આલિંગન આપી એ ફૂલ સી નાજુક, સુંવાળી કોમળ કાયા ને સ્પર્શી રહ્યો હોય અને પોતાના પ્રેમ અને હૂંફ થી તરબતર કરી રહ્યો હોય.
પણ હકીકતનું સ્વરૂપ તો કૈક જુદું જ હતું ને? અહિ તો તસ્વીર કૈક અલગ જ હતી; સ્વપ્નાંઓની દુનિયામાં રાચતી મીના, જેવી સ્વપ્નાના ઓરડામાંથી બહાર નીકળતી કે દુનિયા અને પરિવારજનો એ મીના ને આપેલા ઘાવ ની બળતરા અનુભવવા લાગતી જે અસહ્ય થઇ જતી. પોતાનાથી થતા બધા જ પ્રયત્નો કે જે મીના ને ખુશ રાખી શકે એવા આશુતોષ કરતો રહેતો, શહેરમાં ફરવા લઇ જતો, ફિલ્મ બતાવતો, રેસ્ટોરન્ટમાં જમવા લઇ જતો બધી જ ભૌતિક સુખ-સમૃધીઓનો કાફલો મીના માટે તૈયાર રાખતો, પણ એક સ્ત્રી ને તો પોતાના પતિ પાસેથી ફક્ત ભૌતિક કે માનસિક સુખની આશા સીવાય પણ ઘણુંઘણું જોઈતું હોય છે. લાગણીઓ, હૂફ, પ્રેમની ઝંખના હોય છે. એક પુરુષ કે જે પોતાનો પતિ, એની સાથે રહેતો હોવાં છતાં, એક સ્ત્રી હમેશા ને માટે અધુરી અને અધુરી જ રહી ..એને સંપૂર્ણ સ્ત્રીત્વ ક્યારેય આપી શક્યો નહિ...એક કોમળ કુપળ જેવી અલ્લ્ડ છોકરીમાંથી એક મઢેલ સ્ત્રી બનવાના સ્વપ્નામાં રાચતી મીના એના સંયમને સાક્ષાત ઈશ્વર પર વખાણી શકે, પરંતુ મીના જાણે ચગદાઈ ગયેલા એના અરમાનો ને સ્વપ્નમાં શોધતી રહેતી.. અને આશુતોષ એ ન આપેલ શારીરિક સુખનો તલસાટ મીના માટે એક દુસ્વપ્ન સમું બની રહ્યો.

-- સંદીપ બરછા (સેન્ડી રઘુવંશી)
























કડી ૫ માટેના મુદ્દાઓ :


૧... ઓસડીયાની આડઅસરને લીધે બીમાર મીના પિયર જાય
૨... મીના એના એક જૂના મિત્ર આયાનને મળે.. થોડો સંપર્ક બને
૩... નજીક આવેલી ચૂંટણી..બાળક ન હોવાના કારણે મોકલી એવી અફવા..મનાવી પાછી લાવે
૪... એક સ્ત્રી તરીકે શારીરિક સુખ માટેની તડપ ...સ્વપ્ન ... અડધી રાતે ન્હાવું...
૫... પોતાની ખામી અને બાળક માટેની ઈચ્છા આશુતોષ ડોકટર પાસે કબૂલ કરે ...
૬... વીર્ય લઈને આઈ યુ આઈ માટે સલાહ .