Vansh Gujarati Kathakadi - 3 books and stories free download online pdf in Gujarati

વંશ - ગુજરાતી કથાકડી - 3

કથાકડી : ૩

લેખકો માટે નિયમો :

૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે. 3.
વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ઓછામાં ઓછી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા
જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની
રહેશે
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .
















કડી : ૩



મીના ફાટી આંખે આશુતોષને તાકી રહી સુહાગરાતનાં શણગારેલા પલંગની લીલીનાં ફુલોની લહેરાતી સેરો વચ્ચે બેઠેલી વીસ વર્ષની યુવતી મીના ઓરડામા અનેક અરમાનો લઇને આવી હતી....પથારીમાં પાથરેલ ગુલાબની પંખુડીઓ જેવી મીના આશુતોષની સામે શુન્યમનસ્ક નજરે જોઇ રહી એને સમજ નહોતી પડતી શું કરવુ? શું બોલવું? અચાનક એનો બધો થનગનાટ તરવરાટ થંભી ગયો...આશુતોષના ઓરડામાં પ્રવેશ વખતે ઉભા થયેલા રુંવા મનનાં ગુલાબી વમળો અચાનક કલર બદલી વેરવિખેર દીશામાં વહેવા લાગ્યા.....મીના આવા આંચકા માટે તૈયાર નહોતી એ આંખ મેળવી શકી નહી લીલીની એક સેર પકડી નીચુ જોઇને બેસી રહી."
મીના હું સમજુ છુ તું કેટલાય અરમાનો લઇને મને પરણી છો તારો કોઇ દોષ નથી મને સમજવા કોશીષ કરજે, કોશીષ કરજે મારી સ્થીતીને સમજવા માટે પતિ પત્નીનાં સંબંધો સમજણના સહારે જ ટકેલા હોય છે મેં તારા કરતા વધુ દુનિયા જોઇ છે તારી સ્થીતી હું સમજી શકુ છુ પણ મારી મજબુરી છે"
આશુતોષે મીનાની હડપચી પકડીને એના ચહેરા ને સામે કર્યો આશુતોષના સ્પર્શથી મીનાને અજબ જણજણાટી થઇ પણ નવોઢા જેવી નહી એની સમજ બહારની પરીસ્થીતી હતી આગળ શું થશે એની કલ્પના પણ એ નહોતી કરી શકતી એણે આશુતોષની આંખમા જોયુ."
મીના હું કોઇ યુવતીની જીંદગી બરબાદ નહોતો કરવા માંગતો એટલે જ આટલા વર્ષ લગ્ન ન કર્યા પણ બધાના દબાણને વશ થઇને લગ્ન કરવા પડ્યા દશ વર્ષ પહેલા એક ખુબજ પ્રખર જ્યોતીષીને મારા જન્માક્ષર બતાવેલા એમની ઉપર મને સંપુર્ણ વિશ્વાસ છે. તેઓએ જે કહ્યુ તે બધુ મારા જીવનમા બનતુ રહ્યુ છે, એમનુ ન માનવાનું મારી પાસે કોઇ કારણ નથી એમણે મને કહ્યુ હતુ તું લગ્ન કરીને શરીર સંબંધ બાંધીશ તો તારી પત્નીનું 6 મહીના માં મ્રૃત્યુ થશે. મેં એમને નીવારણ પુછ્યુ એમણે કહ્યુ બે વર્ષ સુધી પત્ની સાથે શરીર સંબંધ નહી બાંધવાનો પછી લાઇફમા કશો પ્રોબલેમ નહી આવે. મીના સમજવા કોશીષ કરજે મને ખબર હતી મારી આ વાત કોઇ માનશે નહી પણ મને એમની વાત પર પુરો વિશ્વાસ છે. આ મારી માન્યતા અંધશ્રધ્ધા જે કહે તે છે અને તેને હું વળગી રહેવા માંગુ છુ."

આશુતોષ એકી શ્વાસે બોલી ગયો બોલતા બોલતા એની ધડકન વધી રહી હતી,
એના હાથ ધ્રુજતા હતા જે મીના એની હડપચી પર અનુભવી રહી હતી
ઓરડામાં સ્તબ્ધતા છવાઇ ગઈ નાઇટ લેમ્પના પ્રકાશ માં રાત સ્થીર થઇ ગઇ હતી. મીનાના ગળામા ડુમો હતો
અચાનક આવી પડેલા આવા સંજોગોની એણે કલ્પના પણ નહોતી કરી.
બે મીનીટ શાંતિ છવાયેલી રહી
મીનાએ આશુતોષનો હાથ પોતાના હાથમા લઇ લીધો.
"મને તમારી વાત સમજાય છે મને તમારી પર પુરો વિશ્વાસ છે આપણા જીવનમા તમે કહેશો તેમજ થશે."
આશુતોષ મીનાની સામે જોતો જ રહ્યો નાઇટલેમ્પના અજવાળા નો પણ એને ભાર લાગવા માંડ્યો એણે નાઇટલેમ્પ બંધ કર્યો સંપુર્ણ અંધારુ કરી પલંગની એક કોરે પડખુ ફરી ઉંઘવાનો ડોળ કરવા લાગ્યો.....
બે આત્માઓને, બે શરીરોને આજ રાતે એક થવાનું હતુ એ બન્ને પલંગના એક એક છેડે જુદી જુદી દીશામા મોઢુ રાખી ઉઘવાનો પ્રયત્ન કરી રહ્યા હતા......વચ્ચે જગ્યા હતી, ઘણી બધી જગ્યા, એક પણ સળ વગરની મોંઘી બેડશીટ પર ની ગુલાબની પંખુડીઓ ધીમે ધીમે મીનીટે મીનીટે એનો ગુલાબી રંગ ત્યાગી રહી હતી.
બારીનાં પરદા વચ્ચેથી સુર્યના કુમળા કીરણો ઓરડામાં આવવા લાગ્યા હતા બન્નેની આંખમા ઉજાગરો હતો એકયને ઉંઘ આવી નહતી આંખો સુજી ગઈ હતી....
સુંદર યુવતી સાથે જાગેલી રાતોમાં આંખો સુજતી નથી પણ અહી સુંદર યુવતી હતી ઉજાગરો હતો અને સુજેલી ચાર આંખો હતી...
બે દીવસ પછી મીનાને રીવાજ મુજબ પીયર પગફેરો કરવા તેડી જવામા આવી એની કોલેજની સખીઓને પ્રેમથી ભેટી એ અલ્લડ છોકરીમાંથી શાંત યુવતી બની ગઇ હતી. સહેલીઓ મજાક કરવા લાગી, "સાલી મીનુડી તુંતો ચાર દીવસ માં સાવ બદલી ગઇ સાંભળ્યુ છે ફોરેન રીટર્ન માણસો પ્રેમ કરવામા એક્ષપર્ટ હોય છે. જીજુના દાંત નખના નીશાન અમને તો બતાવ", અને ખડખડાટ સમુહ હાસ્ય મીનાએ પણ મસ્તી ભર્યા જવાબો આપ્યા, "આવશે આવશે વાંદરીઓ તમારો વારો પણ આવશે ત્યારે હું પણ ખેંચીશ આમજ મજાક ઉડાવીશ. .....
ખોટે ખોટુ હસવાનું શીખવુ નથી પડતુ આવડી જતુ હોય છે સ્ત્રીઓને એ પણ શીખી જ ગઇ પતિને આપેલ વચન જ એના માટે સર્વસ્વ હતુ....
પીયરમા સખીઓ સાથે ફરી મનગમતા સ્થળોએ ગઇ ખુશ હોવાની તમામ સાબીતીઓ તેને આપવાની હતી આપી.....
એણે સ્વીકારી લીધો હતો બે વર્ષનો વનવાસ એકજ ઓરડામાં રહેવા છતા પતિ સાથેનો પતિ વગરનો વનવાસ.....
ઠાકોરસાહેબે અને બા'સાએ અઠવાડીયા પછી આશુતોષને તેડવા મોકલયો મીનાને હવે એક અઠવાડીયુ પીયરમા એકલા રહેવા નહી મળે, રીવાજ છે ઠાકુરોનો હવે પ્રસંગ સીવાય લગભગ પીયર નહી જવા મળે....

આ તરફ હવે આશુતોષ રાજકારણમાં અને જમીનદારીમાં વધુ રસ લેતો થઈ ગયો. જીલ્લાપંચાયતની ચુટણીની તૈયારી જમીનમાં ખેતીમાં આધુનીક ટેકનોલોજી ગ્રીનહાઉસ વગેરેના કામમા પડી ગયો ગ્રીનહાઉસ દ્રારા વિદેશી શાકભાજીઓ વિદેશી ફુલોની ખેતીમા ખુબ નામના મેળવી.....
જીલ્લાપંચાયતમાં એના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઠાકોર વિક્રમસિહ સામે જોરદાર વિજય મેળવ્યો. વિક્રમસિહની ડીપોજીટ ગઇ એટલો જોરદાર વિજય હતો....હવે આશુતોષ લોકોના દીલમા વસી ગયો હતો જીલ્લા પંચાયતની કારોબારીનો અધ્યક્ષ હતો ગામડાના પ્રશ્નો ચપટીમા સોલ કરતો વિકાસ ,સડક ,પાણી, પરીવહન બધાજ લોકોના પ્રશ્નો સોલ કરતો...
તેની ખ્યાતી વધવા લાગી લોકો ભાવી ધારાસભ્ય તરીકે આશુતોષને જોવા લાગ્યા એ લોકોની વધુને વધુ નજીક જવા લાગ્યો અને એટલો જ મીનાથી દૂર રહેવા પ્રયત્ન કરતો.
આશુતોષ ઘરની બહાર વધુ ખુશ રહેતો ઘરમા મીનાની આંખોમા બહુ જોઇ શકતો નહી એનો અંતરાત્મા ડંખતો રહેતો બે વર્ષ પછીની એક સાંજની ચિંતાની કલ્પના એના શરીરમાં લખલખી જતી....
માં બાપ કુટુંબને ખુશ કરવા એક સાવ નિર્દોષ કોડીલી યુવતીની જીંદગીનો એણે ભોગ લીધો હતો એ કશુ બોલી શક્તો નહોતો હું ડરપોક છુ. ડરપોક માણસો વધુ ક્રૃર હોય છે આશુતોષ મનમાં ને મનમાં પોતાની જાતને કોસતો રહેતો......
મીનાને ખુશ રાખવા તમામ બીજા પ્રયાસો કરતો સાડીઓ ડ્રેસ ઘરેણાથી આખો વોર્ડરોબ ભરી દીધો હતો....
બહાર ફરવા લઈજતો શહેરની હોટલો, રેસ્ટોરંટ, સીનેમા ઘરો.....
એ મુંબઇ ફરવા ગયો મીના ને સાથે લઇને તાઝ ના રોયલ સ્યુટ મા ઉતર્યો બધી રીતે ખુશ કરીને મીનાની ખુશી ચાહતો અને પોતાના મનના ડંખને શાંત કરવા પ્રયત્ન કરતો....
આજે મીના માટે સારામા સારી સાડી એ લાવ્યો હતો મરીનલાઇન્સનાં દરીયા કિનારે પથ્થરો પાસે ઉભા ઉભા એણે મીનાને સાડી ગીફ્ટ કરી"
મીના તું ખુશતો છેને?? સાડી જોઇને મને કહે કેવી લાગી તને","
સારી છે, બલ્કે બહુ સરસ છે, મને ગમી પણ મને મારી સાચી ખુશીતો એક વર્ષ પછી તમને સંપુર્ણ રીતે પામીને થશે આશુ આ બધુ કરવાની જરુર નથી હું સમજુ છુ તમારી મજબુરી તમારી એ શ્રધ્ધા એ તમારો મારા તરફનો પ્રેમ જ છે."
આજે એમના લગ્નની પહેલી વર્ષગાંઠ હતી ઉજવવા માટે મુંબઇ લાવ્યો હતો આશુતોષ
આશુતોષે કશો જવાબ ન આપ્યો દરીયા કીનારે ઉછળતા મોજાઓને પથ્થર સાથે ટકરાઇને તુટતા જોઇ રહ્યો.
જોત જાતામાં બે વર્ષનો સમય પસાર થઈ ગયો સમયનો સ્વભાવ છે સરકવાનો મુઠી માની રેતીની જેમ સરકતો હોય છે....
સમય સાથે સંજોગો પણ બદલાય છે હવે મીના જુની થઈ ગઈ હતી ઠાકોર કુટુંબમાં એના નીસંતાન હોવાની ચર્ચાઓ થવા લાગી હતી. પહેલા શરુશરુ મા એની પીઠ પાછળ ચર્ચા થતી એ આવતી ત્યારે બંધ થઈ જતા બધા....
પણ હવે બા'સા અને ઠાકોર સાહેબની ધીરજ ખુટી રહી હતી એમને વારસ જોઇતો હતો જે મીના જ આપી શકે એમ હતી દાદા દાદી થવાની ઉતાવળ હતી .....
હવે બા'સા ફઇબાઓ નણંદો મીનાને મોઢે પુછવા માંડયા મહેણા ટોણા ચાલુ થઈ ગયા.....પીયર તરફથી પણ કોઇ આશા નહોતી એ લોકો પણ બાળક માટે દબાણ કરવા લાગ્યા મીના કશુ બોલી શક્તી નહોતી એના સંસ્કાર એને નહોતા બોલવા દેતા.....
આ તરફ હવે આશુતોષ રાજકારણમાં જમીનદારી માં વધુ રસ લેતો થઈ ગયો જીલ્લાપંચાયતની ચુટણીની તૈયારી જમીનમાં ખેતીમાં આધુનીક ટેકનોલોજી ગ્રીનહાઉસ વગેરે ના કામમા પડી ગયો ગ્રીનહાઉસ દ્રારા વિદેશી શાક ભાજીઓ વિદેશી ફુલોની ખેતીમા ખુબ નામના મેળવી.....
જીલ્લાપંચાયતમાં એના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઠાકોર વિક્રમસિહ સામે જોરદાર વિજય મેળવયો વિક્રમસિહની ડીપોજીટ ગઇ એટલો જોરદાર વિજય હતો....હવે આશુતોષ લોકોના દીલમા વસી ગયો હતો જીલ્લા પંચાયતની કારોબારીનો અધ્યક્ષ હતો ગામડાના પ્રશ્નો ચપટીમા સોલ કરતો વિકાશ ,સડક ,પાણી, પરીવહન બધાજ લોકોના પ્રશ્નો સોલ કરતો...
તેની ખ્યાતી વધવા લાગી લોકો ભાવી ધારાસભ્ય તરીખે આશુતોષને જોવા લાગ્યા એ લોકોની વધુને વધુ નજીક જવા લાગ્યો એટલો જ મીનાથી દૂર રહેવા પ્રયત્ન કરતો
આશુતોષ ઘરની બહાર વધુ ખુશ રહેતો ઘરમા મીનાની આંખો મા બહુ જોઇ શકતો નહી એનો અંતરાત્મા ડંખતો રહેતો બે વર્ષ પછીની એક સાંજની ચિંતાની કલ્પના એના શરીર માં લખલખી જતી....
માં બાપ કુટુંબને ખુશ કરવા એક સાવ નિર્દોશ કોડીલી યુવતી ની જીંદગીનો એણે ભોગ લીધો હતો એ કશુ બોલી શક્તો નહોતો હું ડરપોક છુ ડરપોક માણસો વધુ ક્રૃર હોય છે આશુતોષ મનમાં ને મનમાં પોતાની જાતને કોશતો રહેતો......
મીનાને ખુશ રાખવા તમામ બીજા પ્રયાસો કરતો સાડીઓ ડ્રેસ ઘરેણાથી આખો વોર્ડરોબ ભરી દીધો હતો....
બહાર ફરવા લય જતો શહેરની હોટલો રેસ્ટોરંટ સીનેમા ઘરો.....
એ મુંબઇ ફરવા ગયો મીના ને સાથે લઇને તાઝ ના રોયલ સ્યુટ મા ઉતરયો બધી રીતે ખુશ કરીને મીનાની ખુશી ચાહતો અને પોતાના મનના ડંખને શાંત કરવા પ્રયત્ન કરતો....
આજે મીનામાટે સારામા સારી સાડી એ લાવ્યો હતો મરીનલાઇન્સ નાં દરીયા કિનારે પથ્થરો પાસે ઉભા ઉભા એણે મીનાને સાડી ગીફ્ટ કરી"
મીના તું ખુશ તો છેને?? સાડી જોઇને મને કહે કેવી લાગી તને""
સારી છે બલ્કે બહુ સરસ છે મને ગમી પણ મને મારી સાચી ખુશીતો એક વર્ષ પછી તમને સંપુર્ણ રીતે પામીને થશે આશુ આ બધુ કરવાની જરુર નથી હું સમજુ છુ તમારી મજબુરી તમારી એ શ્રધ્ધા એ તમારો મારા તરફનો પ્રેમ જ છે."
આજે એમના લગ્નની પહેલી વર્ષગાંઠ હતી ઉજવવા માટે મુંબઇ લાવ્યો હતો આશુતોષ.
આશુતોષે કશો જવાબ ન આપ્યો દરીયા કીનારે ઉછળતા મોજાઓને પથ્થર સાથે ટકરાઇને તુટતા જોઇ રહ્યો.
જોત જાતામાં બે વર્ષનો સમય પસાર થઈ ગયો સમય નો સ્વભાવ છે સરકવાનો મુઠી માની રેતીની જેમ સરકતો હોય છે....
સમય સાથે સંજોગો પણ બદલાય છે હવે મીના જુની થઈ ગઈ હતી ઠાકોર કુટુંબ માં એના નીસંતાન હોવાની ચર્ચાઓ થવા લાગી હતી. પહેલા શરુશરુ મા એની પીઠ પાછળ ચર્ચા થતી એ આવતી ત્યારે બંધ થઈ જતા બધા....
પણ હવે બા'સા અને ઠાકોર સાહેબની ધીરજ ખુટી રહી હતી એમને વારસ જોઇતો હતો જે મીના જ આપી શકે એમ હતી દાદા દાદી થવાની ઉતાવળ હતી .....
હવે બા'સા, ફઇબાઓ, નણંદો મીનાને મોઢે પુછવા માંડયા મહેણા ટોણા ચાલુ થઈ ગયા.....પીયર તરફથી પણ કોઇ આશા નહોતી એ લોકો પણ બાળક માટે દબાણ કરવા લાગ્યા મીના કશુ બોલી શક્તી નહોતી એના સંસ્કાર એને નહોતા બોલવા દેતા....

આશુતોષ ઘરથી દૂર રહેવાના બહાના શોધતો પંચાયતના કામના બહાને પંદર પંદર દીવસ બહાર રહેતો આ બાજુ મીનાની મુશ્કેલી વધી રહી હતી આશુતોષનું વર્તન બદલતુ જતુ હતુ એની સમજમાં નહોતુ આવતુ કશુ,નીસંતાન હોવા માટે બધા એને જ સંભળાવી રહ્યા હતા આશુતોષને કોઇ કશુ કહેતુ નહી.....
મીનાની મમ્મીએ પણ મીના ને કહ્યુ,"જીદગી આખી મોજમસ્તી ન કરવાની હોય જીંદગી મોજ માટે જ નથી અને તું ખાલી આશુતોષને નથી પરણી આખા પરીવારને પરણી છે એ લોકોનો અધીકાર છે તને પુછવાનો હવે તારે બાળક થવુ જ જોઇએ."

મીનાને અમસ્તો ઉબકો પણ આવતો તો બા'સાબ ઉત્સાહીત થઇ ઉઠતા. અને તે સાંજે જોરાવરસિંહનો મિજાજ પણ અસલ દરબારી થઇ જતો. . બત્રીસ ભોજન અને તેત્રીંસ શાકનો હુકમ રસોડાને થઇ જતો . મીનાને આ વાત બહુ ડંખતી એટલે કયારેક અપચાને કારણે ઉલટી પણ આવતી હોય એ સ્ત્રીજીવ બેચેન બની જતો. આજુબાજુ કોઇને જાણ ન થાય એ રીતે ઉલટી કરી આવતી..

બા'સા એકદીવસ મીના અને આશુતોષને માતાજી ના ભુવા પાસે લઇ ગયા નાળીયેર વધેરવામાં આવ્યા પાઠ મંડાણા જુવારના દાણા જોવામા આવ્યા ધુણીને ભુવાએ કહ્યુ,"
જા માતા કયે છે આજથી ડોઢ વરહ માં તારા દીકરાના ઘેરે શેરમાટીની ખોટ પુરાશે ને જે'દી દીકરો જન્મેને તેદી માનજયે માતાને. જા દીકરો સવા મહિનાનો થાય એટલે આવજયે ને માતાને સવામણ સાકર ધરાવજયે"
એ વાતને પણ ત્રણ ચાર મહિના વિતવા છતા કોઇ સારા સમાચાર ન આવતા હવે ઠાકોર સાહેબને ચિંતા થવા લાગી બા'સા માનવા લાગ્યા કે મીના મા કશીક તકલીફ છે.
દબાણ વધવા લાગ્યુ બે વર્ષ કયારના પુરા થઈ ગયા હતા આશુતોષ ઓરડામા આવતો કશુ બોલતો નહી પડખુ ફરીને ઉંઘી જતો મીનાની આંખમા આંખ પરોવીને વાત પણ નહોતો કરતો મીના વાત કરવા પ્રયાસ કરેતો માથુ દૂખે છે, તબીયત બરાબર નથી એવુ કહીને બહાના બનાવયે રાખતો.
મીના ખુલ્લી આંખે પથારીમા જાગતી રહેતી એ એકલી પડી ગઈ હતી એનુ પીયર એનુ સાસરીયુ બધા એની પાછળ પડ્યા હતા અને આશુતોષનું આવુ વર્તન એની સમજની બહાર હતુ....
રાત આંસુઓ સાથે પસાર થતી, એના ઓશિકાના નશીબમા ભીંજાવાનું લખ્યુ હતુ...
એક દીવસ ઠાકોર સાહેબે આશુતોષને કહ્યુ, " હમણા તારે કયાંય જવાનું નથી રાજકારણ ખેતીવાળી બધુ ભુલીજા. થોડા દીવસ, મારે તારા સંતાનનું મોઢુ જોવુ છે આજે જ ડોકટર પાસે જાવ મીનાને તું બન્ને શહેરના સારા મા સારા ડોકટર ત્રીવેદી અને ડોકટર પલાણ મેડમ સાથે મારે વાત થઈ છે. બધા જ રીપોર્ટ આજે ને આજે જ કરાવી લાવો....
આશુતોષ પાસે એમની વાત માનવા સીવાય કોઇ આરો નહોતો એણે મીનાને ગાડીમા બેસાડી ને ગાડી શહેર તરફ હંકારીગયો....
ગામની બહાર નીકળતા ગાડીનો રસ્તો બદલી ગયો ગાડી શહેર તરફ જવાને બદલે જંગલ તરફ જવા લાગી એક સુમસાન જગ્યાએ ગાડી રોડની નીચે ઉતારી આશુતોષ નીચે ઉતર્યો, મીનાને સમજમા નહોતુ આવતુ શું થાય છે, આ બધુ! આશુતોષ કેમ ગાડી જંગલ તરફ લાવ્યો એ પણ નીચે ઉતરી એ કશુ પુછવા જાય એ પહેલા આશુતોષ જોર જોરથી રડવા માંડ્યો ઝાડના થડ સાથે માથુ પછાડવા માંડ્યો.......
મીના દોડી એણે આશુતોષને બાથમા લીધો"
તમે આમ રડો નહી, શું વાત છે? મને કહો બધી બધીજ વાત મને કહો""
મીના મેં તને છેતરી છે...હા છેતરી જ છે ...મારા સ્વાર્થ ખાતર ફક્ત મારા સ્વાર્થ ખાતર...મારો ડર મીના...મારો ડર.....મારામાં હિમ્મત જ નથી...સામનો કરવાની બાપુ'સા નો બા'સાનો સમાજનો એટલે તને નિર્દોષ ને છેતરી છે મીના હું ગુનેગાર છુ તારો.....મીના મને 'ઇરેકટાઇલ ડીશફંકન' છે મને પહેલે થી ખબર હતી મારામાં સેકસ્યલ સંબંધો બાંધી શકવાની ક્ષમતા નથી. મેં તને છેતરી છે, મીના મેં તને છેતરી છે, હું તારો ગુનેહગાર છુ"

મીના ફસડાઇ ગઇ આશુતોષ નાં શર્ટનું બટન એના હાથમા હતું આંખ માં આસું હતા એ કશુ બોલી શકી નહી ખાલી મોઢામાંથી શબ્દ નીકળ્યો "આશુ"..... અને આંખમા હજી પ્રશ્નાર્થો જવાનુ નામ લેતા નહોતા, બાજુના ઝાડ પરથી પંખી ઓ ઉડી ગયા.









કડી ૪ માટેના મુદ્દાઓ :

- ઘરની ઇજજત અને પતિ પ્રત્યે સમર્પિત સ્ત્રી
- હોસ્પિટલ ગયા હતાં એવો ડોળ
- છ મહીના સુધી પરિણામ ન મળતા ફરી ભૂવાને શરણે-
માતા બનવા અક્ષમ છે ભૂવાનું કહેવુ- આશુતોષનું સજ્જડ મૌન
-
વાંઝીયણનાં મહેણા ટોણા અને માનસિક ત્રાસ-
શારિરીક અને માનસિક સુખ માટે તડપતી સ્ત્રી...
- સ્ત્રીનાં સંયમની આકરી કસોટી