Natvar Mahetani Vartao books and stories free download online pdf in Gujarati

નટવર મહેતાનો વાર્તા વૈભવ

અનુક્રમણિકા

ક્રમાંક વાર્તાનું શિર્ષક

૧. ત્રીજો જન્મ?

૨. ગંગાબા

૩. પિતૃ કૃપા

૪. બહારે ફિરભી આતી હૈ

૫. સરપ્રાઇઝ

૬. જિંદગી એક સફર

૭. મોતનો સોદાગર

૮. આયો કહાંસે ઘનશ્યામ?

૯. સલામ નમસ્તે

૧૦. દયા મૃત્યુ

૧૧. બંટી કરે બબાલઃ ૧

૧૨. બંટી કરે બબાલઃ ૨

૧૩. લાઇફ મિક્ષ્ચર

૧૪. સવા શેર માટી

૧૫. મોસમ બદલાય છે

૧૬. ઘરઘરાટનો તરખડાટ

૧૭. ખેલ

પ્રસ્તાવના

હું નટવર મહેતા, આપની સમક્ષ મારી વાર્તાઓ લઇને આવ્યો છું. જેમ જેમ આપ આ વાર્તાઓ વાંચતા જશો એમ આપને એની વિવિધતાઓ ખ્યાલ આવશે. લાબાં સમયથી લખતો આવ્યો છું. ન્યુ જર્સીથી પ્રકાશિત થતા માસિકો જેવાં કે, ‘તિરંગા’ અને ‘ગુજરાત દર્પણ’ માં મારી વાર્તાઓ અવારનવાર પ્રકાશિત થતી આવી છે.

એ માટે એ માનસિકોના માલિકો અને પ્રકાશકોનો હું આભારી છું. કેટલીક વાર્તાઓ ખ્યાતનામ માસિક ‘અખંડ આનંદ’માં પણ પ્રકાશિત થયેલ છે.

હું મુળ રહેવાસી નવસારીનો. ખેતીવાડીનો અનુસ્નાતક. નવસારી ખાતેથી જ બી. એસસી. (ખેતીવાડી)નો અભ્યાસ પુર્ણ કરી નવસારી ખાતે જ ખેતીવાડી કોલેજમાં પ્રાધ્યાયક તરીકેની બાવીસ વરસ સેવા બજાવી જિંદગીના નવા સોપાનો સર કરવા ૧૯૯૯માં અમેરિકા મહાભિનિષ્કમણ કર્યું.

હાલે ન્યુ જર્સીના રળિયામણા એવા નાનકડા ટાઉન લેઇક હોપાટકોંગ ખાતે રહું છું. જ્યાં ન્યુ જર્સીનું મોટામાં મોટું મીઠા પાણીનું કુદરતી સરોવર છે. હાલે તો લો’રિયાલ કોસ્મેટિક્સ્‌માં પ્રોજેકટ લિડરની સેવા બજાવી રહ્યો છું.

રીડગુજરાતી. કોમ દ્‌વારા ૨૦૦૮માં યોજાયેલ આંતરરાષ્ટ્રિય ગુજરાતીવાર્તાસ્પર્ધામાં મારી વાર્તા ‘ત્રીજો જન્મ?’ને પ્રથમ ઇનામ મળેલ. આ મારામાટે બહુ મોટી પ્રોત્સાહિક ઘટના હતી. અલબત્ત, આ વાર્તામાં આવતા જરૂરી શુંગારિક વર્ણનોને કારણે રીડગુજરાતી.કોમના સંપાદક શ્રી મૃગેશભાઇઅએ રીડગુજરાતી.કોમ પર પ્રકાશિત કરી નહોતી. આ ‘ત્રીજો જન્મ?

’ વાર્તા મારા હસ્તલિખિત રૂપમાં મેં સાહિત્યરસિક વાંચકમિત્રોને એઓ તરફથી પ્રતિભાવની વિનંતી સહિત ઇમેઇલ અને ટપાલ મારફતે મોકલી. મને ઘણો જ સરસ પ્રતિભાવ, સલાહ-સુચન મળ્યા. મને થયું કે હું સારૂં લખી શકું છું.

અને મારા સર્જનો બહોળા વાંચક વર્ગ સમક્ષ રજુ કરવાની મનિષા સાથે મારા બ્લોગ ુુુ.હટ્ઠંદૃીદ્બિીંટ્ઠર્.ુઙ્ઘિિીજજ.ર્ષ્ઠદ્બ નો જન્મ તારિખ ઓક્ટોબર ૩,૨૦૦૮ ના દશેરાના શુભ દીને થયો. મહિને એક વાર્તાની યાત્રા અત્યાર સુધી તો ચાલી રહી છે.

આ ઉપરાંત આવડે એવી કવિતાઓ પણ લખું. હજુ છંદોબધ્ધ લખતા શીખી રહ્યો છું. એ માટે અલગ બ્લોગ રંંઃ//હટ્ઠંદૃીદ્બિીરંટ્ઠ.ર્ષ્ઠદ્બ બનાવેલ છે. વાંચકમિત્રો એની પણ મુલાકાત લે છે. મને એ કવિતાઓથી સંતોષ નથી.

છતાં લાગણીઓ વહી નીકળે એને શબ્દદેહ આપવાનો મારો નમ્ર પ્રયાસ છે. આત્માનંદ માટે લખવાની મારી પ્રક્રિયા ઘણા વાંચકમિત્રોને સરળતાથી માણવા મળે એ આશયથી મારી વાર્તાઓ મેં બ્લોગ પર પીડીએફ ફોરમેટમાં પણ રજુ કરેલ છે. એનો સંયુક્ત સંગ્રહ એટલે આ વિભાગ.

આપ સહુનો અને ખાસ તો વર્ડપ્રેસની ટીમનો આભાર કે જેને કારણે મારા જેવા બહુ ઓછા જાણીતા સર્જક લેખકની કૃતિઓ આજે ઇન્ટરનેટ વાપરતા અને આધુનિક વિચારસરણી ધરાવતા વિશાળ સાહિત્યરસિક વર્ગ સુધી પહોંચી રહી છે.

આ ઉપરાંત ભાઇ શ્રી વિશાલ મોણપરાનો પણ આભાર કે જેમને મને ગુજરાતી યુનિકોડ અને એમના પ્રમુખ ટાઇપ પેડની વિગતવાર સવલત સમજાવી અને ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યો.

સર્વે વાંચકમિત્રોને એટલી જ વિનંતી કે મારી વાર્તાઓ અંગે આપણા પ્રતિભાવ મને જણાવશે તો મને પ્રેરણા મળશે અને મારા સર્જનમાં સુધારો લાવવાની તક મળશે.

મારી સર્વ વાર્તાઓ કાલ્પનિક છે. મારી મૌલિક કૃતિઓ છે. એ કારણે કોઇને દુઃખ યા પીડા પહોંચાડવાનો મારો કોઇ આશય નથી. જો કોઇને મનદુઃખ થાય તો ક્ષમા પ્રાર્થું છું.

અસ્તુ.

-નટવર મહેતાના વંદન

નટવર મહેતાની વાર્તાઓ

‘ત્રીજો જન્મ?’

(વિષેશ નોંધઃ આ વાર્તા ‘ત્રીજો જન્મ?’ને રીડ ગુજરાતી. કોમ દ્ધારા ૨૦૦૮માં યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રિય વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળેલ છે.)

સ્કુલ બસમાંથી ઉતરી વિધી ઘરે આવી. ડ્રાઇવ-વેમાં મોમની કાર જોઇ એ ખુશ થઇ ગઇ. મોમ ઇસ એટ હોમ! વેલા! એણે કોલ બેલનું બટન દબાવ્યું.

-ટીંગ...... ટીંગ........ ટીંગ....... ટીંગ......

દરવાજો બંધ જ રહ્યો!!

એણે ફરી બટન દબાવ્યું.

-ટીંગ..... ટીંગ..... ટીંગ...... ટીંગ.....

મોમે દરવાજો ન ખોલ્યો. બુક બેગના આગળના નાના પાઉચમાંથી ઘરની આવી કાઢી એણે બારણું ખોલ્યું. ભારી બુક બેગ લિવિંગ રુમના સોફા પર નાંખ્યું.

“મો....ઓ....ઓ.....ઓ.....મ!!!”

એણે માટેથી બુમ પાડી.

“મો.....ઓ.....ઓ.....ઓ......મ.....!!!”

સામેથી કોઇ પ્રત્યુત્તર ન આવ્યો.

- વ્હેર ઇસ શી ?! વિધીએ વિચાર્યું. આમ તો વિધી ઘરે આવે ત્યારે એની મોમ નેહા ઘરે ન હોય. પણ આજે મોમ વ્હેલી ઘરે આવી છે એમ વિચારી એ રાજી રાજી થઇ ગઇ હતી.

“મો.....ઓ.....ઓ.....ઓ......મ.....!!!”

ચાર બેડ રુમના આખા ઘરમાં વિધી ફરી વળી. હવે એના સ્વરમાં થોડી ચિંતા પણ ભળી.

-મે બી શી ઇસ ઓન ડેક!!!

મોમને બેક યાર્ડમાં ડેક પર ઇઝી ચેરમાં બેસી કોફી પીતાં પીતાં વાંચવાની ટેવ હતી. એણે કિચનની બારીમાંથી બેક યાર્ડમાં નજર કરી. બેક યાર્ડ - ડેક ખાલી ખમ!!

-ઓ...હા!!!!

વિધી ગુંચવાઇ. એક મુંઝારો થઇ આવ્યો એના બાળ માનસમાં. ફરી એણે ઘરમાં એક આંટો માર્યો. ક્યારેક મોમ હાઇડ થઇ જતી. એ નાની હતી ત્યારે ક્લોઝેટમાં સંતાય જતી. મોમ-ડેડનાં બેડ રુમમાં વોલ્ક ઇને કલોઝેટ હતુંઃકદાચ!!

દબાતે પગલે દાદર ચઢી એ ઉપર ગઇ. માસ્ટર બેડ રુમનો દરવાજો ધીરેથી ખોલ્યો. અંદર જઇ ક્લોઝેટનો દરવાજો ખોલી મોટ્ટેથી બોલી.

“ગોટ યુ !!!”

-પણ કલોઝેટમાં કોઇ ન હતું.

હવે વિધીને રડવાનું મન થઇ આવ્યું.

-મોમની કાર ડ્રાઇવ-વેમાં છે અને એ ઘરે નથી!! કેમ?

એણે છેલ્લી વાર બુમ પાડી, “મો....ઓ.....ઓ....ઓ.....મ!!! વ્હેર આર યું?”

લિવિંગ રુમમાંથી ડ્રાઇવ-વેમાં નજર કરી એણે મોમની કાર ફરી જોઇ.

-યસ! ઇટ ઇસ હર કાર! હર લેક્સસ!!

રેફ્રિજરેટર પર કોઇ મેસેજ હશે એમ વિચારી એ કિચનમાં ગઇ. પણ ત્યાં કોઇ મેસેજ ન હતો. રેફ્રિજરેટર ખોલી હાઇસી જ્યુસનું પાઉચ લઇ સ્ટ્રો પાઉચમાં નાંખી એણે એક ઘુંટ પીધો. ઠંડા જ્યુસથી થોડી રાહત થઇ પણ મુંઝવણ ઓછી ન થઇ. છેલ્લાં થોડાંક વખતથી મોમ વરીડ હોય એમ લાગતું હતું. ડેડ - મોમ વચ્ચે કંઇક ગરબડ ચાલતી હતી. -

-સમથિંગ રીંગ ઇસ ગોઇંગ ઓન બિટવીન ધેમ !! બટ વ્હોટ ??

એ એના નાનકડા મનની બહારનું હતું. એના માટે તો એની મોમ બહુ લભ્ય હતી!! એવરી ટાઇમ અવેલેબલ હતી!! લવલી હતી !!

જ્યુસ પીતાં પીતાં એ વિચારતી હતી.

-વ્હેર શુલ્ડ શી? ?

-લેટ્‌સ કોલ હર!! બુક બેગમાંથી એણે એનો સેલ ફોન કાઢ્યો. સવારે મોમે મોકલવેલ ટેક્સ્ટ મેસેજ એણે ફરીથી વાંચ્યો.

“આઇ લવ યુ!! આઇ એમ પ્રાઉડ ટુ બી એ મધર ઓફ લવલી ડોટર લાઇફ યુ!! બેટા, નાઉ ડેઇઝ આર કમિંગ ધેટ યુ શુલ્ડ ટેઇક કેર ઓફ યોર સેલ્ફ એસ યુ આર ગ્રોઇંગ અપ!! ધ લાઇફ ઇસ ફૂલ ઓફ સરપ્રાઇઝીસ!! એન્ડ ધીસ ઇસ ધ ચાર્મ ઓફ અવર લાઇવ્સ!! એવરી ડે ઇન અવર લાઇવ્સ ઇસ અ ન્યુ ડે!! વી શુલ્ડ વેલ્કમ્ડ ઇચ એન્ડ એવરી ડે વીથ લવ, લાફટર એન્ડ હેપીનેસ!! આઇ લવ યુ!! ફોર એવર!! એન્ડ એવર!!”

નેહા વિધીને વિક ડેઇઝમાં રોજ ટેક્સ્ટ મેસેજ કરતી. સવારે સાત - સવા સાતના ગાળામાં... વિધી સ્કુલ બસમાં બેસતી ને મોમનો મેસેજ આવ્યો જ સમજવો. રોજ રોજ મેસેજમાં મોમ નવી નવી વાતો કહેતી. ક્યારેક જોક્સ, ક્યારેક પોએટ્રી, ક્યારેક કોઇક તત્વ ચિંતન !!

ટેક્સ્ટ મેસેજનો અપ્રતિમ ઉપયોગ કરતી નેહા એની બેટી વિધીને સંસ્કાર આપવાનો.... જીવનના વિવિધ પાસાઓ સમજાવવાનો!! પણ આજનો મેસેજ વાંચી વિધી વિચારતી થઇ ગઇ. મોમે લખ્યું હતું : યુ શુલ્ડ ટેઇક કેર ઓફ યોર સેલ્ફ!!

-વ્હાય ? ! એ ટેકસ્ટ મેસેજ ફરી વાર વાંચી ગઇ. એને કોઇ સમજ ન પડી. રોજ આવતાં મેસેજ કરતાં આજનો મેસેજ અલગ હતો.... અલગ લાગતો હતો!!!

સ્પિડ ડાયલનું બે નંબરનું બટન દબાવી એણે મોમને ફોન કર્યો.

-ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇસ નોટ ઇન સર્વિસ.... પ્લીસ, ચેક ધ નંબર એન્ડ ડાયલ અગેઇન !!

સામેથી નેહારના મીઠાં-મધુરા અવાજની અપેક્ષા રાખી હતી વિધીએ. એને બદલે કમ્પ્યુટરાઇઝ્‌ટ શુષ્ક મેસેજ સાંભળવા મળ્યો!!

-વ્હોટ!! વિધીના આશ્ચર્યનો પાર ન રહ્યો.

ડેડને ડાયલ કરતી ત્યારે માટે ભાગે મેઇલ બોક્ષ મેઇલ બોક્ષ મળતો ને મેસેજ મુકવો પડતો. પણ મોમ? મોમ તો દરેક વખતે મળે જ! બિઝી હોય તો કહેતીઃ દીકુ, હું પાંચ મિનિટમાં તને ફોન કરું છું ને બે મિનિટમાં તો એનો ફોન આવી જ જતો. પણ આજે?

એણે ફરી સ્પિડ ડાયલ માટેનું બટન દબાવ્યું. એ જ લાગણીવિહીન મેસેજ!!

-વ્હાય ?! વિધીને રડવાનું મન થઇ આવ્યું

-હવે ?! વ્હોટ નાઉ ?! ટીસ્યુ બોક્ષમાંથી ટિસ્યુ લઇ આંખમાં તરી આવેલ ભીનાશ લુંછી. નાક સાફ કર્યું.

“મોમ!!” ધીમેથી એ બોલી, “આઇ લવ યુ મોમ !!” દીવાલ પર લટકતી ફેમિલી તસવીર પર એક નજર નાંખી એ બોલી. હતાશ થઇને એ સોફા પર બેસી પડી. કંઇક અજુગતું બની ગયું-બની રહ્યાની એને આશંકા થઇ. એણે એના ડેડ આકાશને ફોન કર્યો. એ જાણતી હતી કે મોટે ભાગે તો ડેડનો મેઇબ બોક્ષ જ મળશે.

“યસ, વીધી!” એના આશ્ચર્ય વચ્ચે બીજી રીંગ લાગતાં જ આકાશે જવાબ આપ્યો.

“ડે....એ....ડ....?!”

“યસ......!!”

“વ્હેર ઇસ મોમ?”

“શી મસ્ટ બી એટ વર્ક!!”

“નો..!! હર લેક્સસ ઇસ હિયર!! આઇ કૉલ્ડ હર સેલ એન્ડ ઇટ ઇસ ડિસકનેક્ટડ!! આઇ મીન નોટ ઇન સર્વિસ!”

“વ્હોટ?!” આકાશ ચમક્યો.

“યસ ડેડ, મોમના સેલ મેં બે વાર ડાયલ કર્યો!!” રડી પડતાં એ બોલી.

“ઓ..ઓ..હ!!!” આકાશે નિઃશ્વાસ નાંખ્યો.

“નાઉ વ્હોટ??” વિધીએ પુછ્યું

“..........!!!” આકાશ મૌન... આકાશ પાસે ક્યાં કોઇ જવાબ હતો વિધીના પ્રશ્નો ?!

***** ***** ***** *****

બરાબર એજ સમયે ક્લિફટનથી લગભગ પચાસ માઇલ દુર બ્રિજવોટર ખાતે નેહાએ એ બેડરુમના કોન્ડોમિનિયમનો ડોર ખોલી લિવિંગ રુમમાં ગોઠવેલ સોફા પર ચડતું નાંખ્યુ. અસંખ્ય વિચારોનું વાવાઝોડું એના વિખારાયેલ મનમાં ફુંકાઇ રહ્યું હતું... એને વિચલીત બનાવી રહ્યું હતું.

એની જાણ બહાર જ નેહાની આંખમાં આંસુની સરવાણી કૂટી.

જીંદગીમાં એવાં પણ મુકામ આવશે...

સંઘરેલ આંસુ જ પીવા કામ આવશે...

થોડાં સમય પહેલાં વાંચેલ ગઝલનો શેર એને યાદ આવ્યો. સંઘરી રાખેલ આંસુનો બંધ તુટી ગયો હતો.

-કેટ કેટલાં જનમો લેવા પડશે આ એક નાનકડી જીંદગીમાં?

નેહમાં મને એને પ્રશ્ન પુછ્યો.

કહેવાય છે કે સ્ત્રી એક જીંદગીમાં બે વાર જન્મે છે. એક વાર જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે અને બીજી વાર પોતાના પતિના ઘરે પ્રવેશ ત્યારે.

-પણ જ્યારે પતિનું ઘર છોડે ત્યારે?

-ત્યારે શું થાય છે?

-ત્યારે શું થાય છે?

-ત્રીજો જન્મ?

-કે પછી......!!!

ઊંડો શ્વાસ લઇ એ સોફા પરથી ઉભી થઇ. બાથરુમમાં જઇ ઠંડા ઠંડા પાણીથી એણે મ્હોં ધોયું.

કોન્ડોમિનિયમમાં હજુ નવા નવા રંગની ગંધ ગઇ ન હતી. સેન્ટ્રલ એર-કંડિશનિંગ સિસ્ટમમાંથી ઠંડી હવા આવી રહી હતી.

-શું એણે જે પગલું ભર્યું તે યોગ્ય હતું ?!!

-શું આ એનો ત્રીજો જન્મ છે ?!!

જાત જાતના વિચારોનું દ્ધંદ્ધ યુદ્ધ એનાં મનમાં ચાલી રહ્યું હતું.... પતિના ઘરનો ઉંબર ઓળંગી દીધો હતો... હવે પાછા વળવાનો તો કોઇ સવાલ જ નહોતો.

ફરીથી એ સોફા પર બેસી પડી. આંખો બંધ કરી એણે ઊૅડા ઊંડાં શ્વાસ લેવા માંડ્યા. એક અવકાશ છવાઇ ગયો હતો... સાવ એકલી પડી ગઇ હતી એ!!

-ખરેખર શું એ એકલી પડી ગઇ છે ??

-એણે એના પેટ પર હળવેથી જમણો હાથ ફેરવ્યો લાગણીથી!!

એના ગર્ભમાં આકાર લઇ રહેલ જીવે હળવો સળવળાટ કર્યો... એનું રોમ રોમ પુલકિત થઇ ઉઠ્યું... જાણે હાજરી પુરાવી રહ્યો હતો એ નાનકડો જીવ!! એનું પ્રથમ કંપન!!

ના, એ સાવ એકલી નહોતી. એની સાથે, એની અંદર એક જીવ આકાર લઇ રહ્યો હતો !! એનું બાળક!! એનું પોતાનું બાળક!!! ભીની આંખે પણ એનાં ચેહરા પર એક સુરમયી સુરખી છવાઇ ગઇ!! એક મંદ હાસ્ય!! ક્યાં સુધી પોતાના પેટ પર હળવે હળવે હાથ ફેરવતી એ બેસી રહી.

-જીંદગી એની કેવી કસોટી લઇ રહી છે ??

નેહાએ સોફા પર જ લંબાવી આંખો બંધ કરી.

મન-દર્પણમાં જીંદગીના લેખાં-જોખાં થઇ રહ્યા હતા. કેવા મુકાય પર પહોંચી ગઇ હતી જીંદગી? બંધ આંખો આગળ જીંદગી જાણે પ્રવાસ કરી હતી અને સાક્ષી બની પસાર થતી પોતાની જીંદગીને એ જોઇ રહી...

“જો બહેન,” નેહાના નરોત્તમમામા આજે નેહાના ઘરે આવ્યા હતા નેહાના લગ્નની વાત લઇને, “છોકરો અમેરિકન સિટિઝન છે. વરસોથી અમેરિકા છે. બરાબર સેટ થઇ ગયેલ છે. સમાજમાં જાણીતું કુટુંબ છે. આપણી નેહાની ઉંમર પણ વધી રહી છે!!”

“પણ ....!!” નેહાની બા જરા ખંચકાઇને, અટકીને બોલ્યા. “છોકરો વિધુર છે એ વાત આપણે ધ્યાનમાં ન લઇએ, માની લઇએ કે એની પહેલી પત્ની કાર એક્સિડંટમાં ગુજરી ગઇ એમાં એનો કોઇ વાંક નથી.

તમારી વાત પણ સાવ સાચી કે નેહા પણ અઠ્ઠાવીસનો તો થઇ ગઇ છે. પણ છોકરાને પહેલી પત્નીથી એક છોકરી છે...!! બે કે અઢી વરસની!! સાચી વાતને?” જરા શ્વાસ લઇને એ બોલ્યાં, “મને તો એ બરાબર નથી લાગતું... મને તો.....!!”

અંદરના રૂમમાં નેહા મામા અને એની બા વચ્ચે થઇ રહેલા વાત સાંભળી રહી હતી. મામા થોડાં સમયમાં બે-ત્રણ વાર ઘરે આવી ગયા હતા. અને દર વખતે નેહાના લગ્નની વાત કાઢી દબાણ વધારી રહ્યા હતા. એમની વાત પણ સાચી હતી. છોકરીના લગ્નની સરેરાશ ઉંમર કરતાં નેહાની ઉંમર પણ વધી રહી હતી.... વધી ગઇ હતી... નાના ભાઇ મનીષે એન્જિનિયર થયા પછી એની સાથે ભણતી અમી મેનન સાથે આંતરજ્ઞાતિય પ્રેમ-લગ્ન કર્યા હતા.

નેહાને પણ છોકરાઓ જોવા તો આવ્યા હતા પણ કોઇ સાથે મેળ પડતો ન હતો. વળી બાર ગામ, પંદર ગામની સીમાઓ પણ નડતી હતી. એવું નહોતું કે એ ભણેલ નહોતી... એમ એસ યુનિવર્સિટીની એ બી. ફાર્મ થઇ હતી...

કેડિલા ફાર્માસ્યુટિકલમાં રિસર્ચ એંડ ડેવલેપમેન્ટમાં નોકરી પણ કરતી હતી. એક-બે છોકરા એને પસંદ પણ પડ્યા હતા પરંતુ એઓનું ભણતર નેહાની સમકક્ષ ન હતું કે એમનો અભ્યાસ ઓછો હતો એટલે નેહાએ એમાં રસ ન દાખવ્યો. જ્યારે બીજાઓની માંગણીઓ ભારી હતી... પહેરામણી... દાયજો... સો તોલા સોનું...

મારુતિ કે સેન્ટ્રોં કાર... ફ્લેટ... વગેરે!! લગ્ન નહિ જાણે કોઇ મલ્ટિનેશનલ કંપનીનું ટેક ઓવર ન કરવાનું હોય!! વળી મનીષે આંતરજ્ઞાતિય લગ્ન કરી નાંખ્યા ને નેહા માટે માંગા આવતા ઓછાં થઇ ગયા ને પછી ધીરે ધીરે બંધ જ થઇ ગયા. ને મનીષાના ઘરે પણ હવે તો બાળક આવવાનું હતું.

નેહાની ઉંમર પણ વધી રહી હતી. પિતા જશુભાઇની ચિંતાનો પહાડ પણ મોટો ને મોટો થઇ રહ્યો હતો. એમને પણ લાગતું હતું કે નેહાનું જલ્દી ઠેકાણુું પડી જાય તો સારું...મનીષ-અમીએ અલગ રહેવું હતું. અમી તો બીજી જ દુનિયામાંથી આવી હતી. એટલે એને તો નેહાની હાજરી ખુંચતી હતી. સાપનો ભારો બની ગઇ હતી નેહા!! એનાં પોતાના કુટુંબ માટે!! ભાઇ-ભાભી માટે... મા-બાપ માટે!! પોતાના ન જાણે કેમ પારકાં થઇ જતાં હશે???

“મા...મા...!!” નેહાએ બેઠક ખંડમાં પ્રવેશતાં કહ્યું. “મારે મળવું છે એક વાર છોકરાને!!” નેહાને પણ છૂટવું હતું અહિંથી. ક્યાં સુધી એની જીંદગીનો ભાર વહે એના મા-બાપ??

“ગુડ...ગુડ!!!” નરોત્તમમામા ખુશ થઇ ગયા. “જોયું સુમિ?” નેહાની બા તરફ ફરી એ બોલ્યા, “આપણી નેહા સમજદાર છે. અને એક વાર અમેરિકા પહોંચી જાય પછી તો જલસા જ જલસા!! અ રે!! જોજોને ત્રણ વરસમાં તો તમને બધાંને ત્યાં બોલાવી દેશો!! હું આજે જ નિડયાદ ફોન કરી દઉં છું. આકાશની મોટી બહેનને!! લગભગ એકાદ મહિનામાં આકાશ ઇન્ડિયા આવવાનો છે. નેહાનો પાસપોર્ટ તો તૈયાર છે છે ને ?” નરોત્તમમામા હંમેશ દુરનું વિચારતા હતા.

આકાશ આવ્યો. નેહાને મળ્યો. ચોંત્રિસ-પાંત્રિસનો આકશ સહેજ ટાલિયો હતો. નેહાને પસંદ નાપસંદનો સવાલ નહોતો. જો આકાશ હા પાડે તો બેસી જવું એવું નેહાએ મનોમન નક્કી કરી દીધું જ હતું. અને હા આકાશ માટે તો વીસથી માંડીને ત્રીસ વરસની કુંવારી છોકરીઓની લંગાર લાગી હતી.

પરંતુ આકાશે સહુથી પહેરલાં નેહાને મળવાનું. નરોત્તમમામાની મુત્સદ્દીગીરી પણ એમાં ભાગ ભજવી ગઇ. મામાએ ચક્કર કંઇક એવા ચલાવ્યા કે આકાશ છટકી જ ન શકે!! નેહાને આકાશે પસંદ કરી દીધી!! ખાસ તો આકાશ નેહાનું ભણતર જાણી રાજીનો રેડ થઇ ગયોઃ ધેર ઇસ લોટસ ઓફ સ્કોપ ફોર ફાર્માસિસ્ટ ઇન યુ એસ!! એ પોતે કૉલગેટમાં એનાલીટીકલ કેમિસ્ટ હતો... સિનિયર કેમિસ્ટ!! એક વિંટરમાં એની પત્ની નીનાને કાર એક્સિડંડ થયો...

ત્રણ દિવસ નીના બેહોશ રહી... એને બચાવવાના બધાં જ પ્રયોસો વ્યર્થ ગયા. ને નીના પ્રભુને પ્યારી થઇ ગઇ. ત્યારે સાવ એકલો પડી ગયો હતો આકાશ-એની બે-અઢી વરસની પુત્રી વિધી સાથે... હલી ૂઊઠ્યો હતો આકાશ... !! આકાશના મા-બાપ આણંદથી દોડી આવ્યા. ધીરે ધીરે આકાશ જિંદગીની ઘટમાળમાં ફરીથી જોડાયો... કોઇના જવાથીએ કંઇ જીદગી થોડી અટકી જાય છે?!

છેલ્લાં થોડાંક વખતથી આકાશના મા-બાપ આકાશને દબાણ કરતાં હતાં.. પુનઃ લગ્ન માટે!! એમને પરદેશમાં ગોઢતું નહોતું. દેશમાં એમની બહોળી ખેતી હતી!! ઢોર ઢાંખર હતા. જો આકાશનું ઠેકાણું પડે તો એઓ ફરી દેશા ભેગાં થાય!!

અ...ને આકાશનું ગોઠવાય ગયું નેહા સાથે!! થોડી રજાઓ લઇ આકાશ દેશ આવ્યો. ઝડપથી લગ્ન ગોઠવાયાં. કોઇ લેણ-દેણની તો કોઇ વાત જ નહોતી. વળી આકાશે જ લગ્નનો બધો ખર્ચ ઊપાડ્યે!! નાનકડી વિધી સહુને ગમી જાય એવી પ્યારી પ્યારી હતી... બધાં સાથે એ એની કાલી કાલી ગુંગ્લીશમાં વાતો કરતી રહેતી.

થોડી વાતો થઇ સમાજમાં-નેહાના લગ્ન વિશે!! પણ નેહાને કોઇની કંઇ પડી નહોતી!! સમાજને મ્હોંએ ગળણું કોણ બાંધે?? જીંદગી એણે પોતે પસંદ કરી હતી!! અ...ને...નેહા પત્નીની સાથે સાથે મા પણ બની ગઇ!!! એક વ્હાલી રૂપાળી દીકરીની!!

લગ્ન પછી એક અઠાવાડિયામાં આકાશ પાછો અમેરિકા પહોંચી ગયો. એ અમેરિકન સિટિઝન તો હતો જ... એણે નેહાની પિટિશન ફાઇલ કરી દીધી ને દોઢ વરસમાં નેહા આવી પહોંચી અમેરિકા!! એક નવી જ દુનિયામાં!! નેહા સમજદાર હતી... સંસ્કારી હતી... અહિં અમેરિકામાં નવી જીંદગીની શરૂઆત... નવો જન્મ!!! નવો અવતાર!! નેહા તૈયાર હતી!!

આકાશ ખુશ હતો... પોતાને એ ભાગ્યશાળી માનતો હતો - નેહાને મેળવીને!! નેહાના અમેરિકા આવ્યા બાદ આકાશના મા-બાપ દેશ પરત આવી ગયા. ધીરે ધીરે નેહા ટેવાવા લાગી અમેરિકાની લાઇફ-સ્ટાઇલથી!! આકાશનું ચાર બેડરૂમનું મોઢ્ઢું હાઉસ હતું!! સરસ જોબ હતી!! વિધી તો નેહા સાથે એકદમ હળી - ભળી ગઇ... મોમ...મોમ...મોમ...વીધી નેહાને છોડતી જ નહોતી...નેહા પણ વિધીને મેળવી ધન્ય ધન્ય થઇ ગઇ!!!

નેહા હોંશિયાર તો હતી જ. અમેરિકા આવવાં પહેલાં દેશમાં એણે અમેરિકા માટેની ફાર્માસિસ્ટની પરિક્ષાની માહિતી મેળવી, પુસ્તકો વાંચી, રેફ્રરંસ ભેગા કરી, ઇન્ટરનેટનો ઉપયોગ કરી પુરી તૈયારી લીધી હતી. આથી પહેલાં જ પ્રયત્નમાં એ જરૂરી એકઝામ પાસ થઇ ગઇ... અને એનું સ્ટેટનું લાયસંસ પણ આવી ગયું. કાર તો એને ચલાવતા આવડી જ ગઇ હતી. હવે એ સર્ટિફાઇડ ફાર્માસિસસ્ટ બની ગઇ...

ફાર્માસિસ્ટનું લાયસંસ આવતાની સાથે જ જોબ માટે સામેથી ફોન આવવા માંડ્યાંઃ કમ વર્ક વિથ અસ!! દેશમાં તો નોકરી માટે કેટ કેટલી લાગવગ લગાગવવી પડી હતી?! અહિં?!

એક મહિનામાં તો જોબની ચાર - ચાર ઓફર!! વોલ માર્ટ, વોલગ્રીન, રાઇટ એઇડમાંથી!!! આકાશ સાથે વિચારણા કરી નેહાએ હેકનસેક હોસ્પિટલમાં ફાર્માસિસ્ટની જોબ સ્વીકારી લીધી. સેકન્ડ શિફટમાં!! જેથી વિધીની પણ સંભાળ લઇ શકાય. નેહા બપોરે સાડા ત્રણે જોબ પર જાઇ ને થોડી વારમાં આકાશ જોબ પરથી આવી જાય. એટલે વિધીએ બેબી-સિટર પાસે, બેબી-સિટર સાથે વધુ સમય રહેવું ન પડે.

નેહાની જીંદગી સળસળાટ દોડવા લાગી!! ઘર...જોબ...આકાશ...વિધી... વિક-ડેઇઝ... વિક-એંડ... સુપર માર્કેટ...કુપન...મૉલ... શોપિંગ...નવી કાર-લેક્સસ...!!! હોસ્પિટલમાં પણ નેહા સહુની માાનીતી થઇ ગઇ!! દિલ જીતવાની કળા હતી એની પાસે!! સમય સળસળાટ દોડવા લાગ્યો...મહિને - બે મહિને દેશ ફોન કરી મા-બાપની સાથે નેહા વાતો કરી લેતી... આકાશ ખુશ હતો... વિધીખુશ હતી...નેહા ખુશ હતી... જીંદગીમાં ક્યાંય કોઇ મુંઝવણ ન હતી... ક્યાંય કોઇ કમી ન હતી!!!

-પણ ક્યાંક કંઇક ખુંટતું હતું !!

-કે પછી એ નેહાનો વ્હેમ હતો ??

વિધી આજે નેહાની સાથે સુતી હતી. કોઇ કોઇ રાત્રે, મોટે ભાગે જ્યારે નેહાને રજા હોય ત્યારે વિધી એના બેડ રૂમમાં સુવાને બદલે નેહા-આકાશની સાથે સુઇ જતી. નેહાને વળગીને!! નેહા વિધીને અસીમ પ્રેમ કરતી. ને વિધીની તો એ તારણહાર હતી!! ડેડ ક્યારેક મેડ થઇ જતાં!! પણ મોમ?? નેવર!! વીધીને એક પળ પણ ન ચાલતું નેહા વિના.

એ નેહાને છોડતી નહિં!! જ્યારે નેહા ઘરે હોય ત્યારે પુરો કબજો વિધીનો જ!! નેહાને તો ખુબ મજા પડતી... આનંદ મળતો... સંતોષ મળતો...વિધીનો નિઃસ્વાર્થ પ્રેમ મેળવી એ પાવન થઇ જતી... આકાશ કહેતો કે નેહા વિધીને બહુ પેમ્પર કરતી હતી... લાડકી કરતી હતી!!!

વિધી નેહાને વળગીને સુતી હતી. એનો જમણો પગ નેહાના પેટ પર હતો અને જમણો હાથ છાતી પર. રાત્રીનો એક વાગી ગયો હતો. આજે વીક-એંડ હોય નેહાને રજા હતી. એટલે એ આખો દિવસ ઘરે જ હતી. ઊંઘનું બાષ્પિભવન થઇ ગયું હતું. આકાશ પડખું ફરી સુઇ ગયો હતો. એના નસ્કોરાનાં ધીરા ઘરઘરાટ સિવાય બેડ રૂમમાં શાંતિ હતી.

નેહાએ વિધીનો પગ હળવેથી પોતાના શરીર પરથી હઠાવ્યો. ને એના કપાળ એક હળવેથી પોતાના શરીર પરથી હઠાવ્યો. ને એના કપાળ એક હળવી ચુમી ભરી..નિંદ્રાધીન વિધી ઊંઘમાં ધીમું ધીમું મરકતી હતી. નેહાએ વિધી તરફ નજર કરી એના કપાળ પર, વાળ પર પ્રેમથી હાથ પસવાર્યો. આકાશ તરફ એક ઉડતી નજર નાંખી નેહા છત તરફ જોવાં લાગીઃ શૂન્યમનસ્ક!!! કોરી આંખોમાં નિદ્રાંનું ક્યાંય નાંમોનિશાન નહોતું!!

-શું મા બનવું ખોટું છે?!!

-એના મને છેલ્લાં કેટલાંક સમયથી પુછવા માંડેલ પ્રશ્ન પાછો પુછ્યો.

-કેમ, તું મા નથી વિધીની ?!!

-છું જ !! ચોક્કસ છું જ!!

-પરતું...!

એ પલંગ પરથી ઉભી થઇ ગઇ. વિધીને બરાબર ઓઢાડી એ બેડરૂમની વિશાળ બારી પાસે ગઇ. બારીમાંથી આકાશમાં નજર કરી. ચંદ્રમા વાદળો સાથે સંતાકુકડી રમતો હતો. લપાતો-છુપાતો ચંદ્ર વધુ રૂપાળો લાગતો હતો...વાદળોમાં ઊલઝાતો પવન વાદળોને જુદા જુદા આકારમાં ઢાળી રહ્યો હતો.

દરેક આકારમાં નેહાને બાળકોનો આકાર દેખાતો હતો... ગોળ-મટોળ રૂપાળા બાળકો... દોડતાં બાળકો... ગબડતાં બાળકો... રડતાં બાળકો... હસતાં બાળકો... રડતાં બાળકો... બાળકો... બાળકો... બાળકો... પણ ક્યાં છે. એનું બાળક?? પોતાનું બાળક???

-નેહાને પોતાનું બાળક જોઇતું હતું.

-એના ગર્ભાશયમાં આકાર લેતું!!

-પોતાના કૂખે જન્મતું!!

-ને એમાં ખોટું પણ શું હતું ??

એણે મા બનવું હતું. લગ્નને પાંચ-છવસ થઇ ગયા હતા. શરૂઆતમાં એણે યાસ્મિન ગોળી ગળી હતી. જે લગભગ બે વરસથી બંધ કરી હતી. કોઇ કોંટ્રાસેપ્ટિવસ એણે કે આકાશે વાપર્યા ન્હોતા. આકાશને તો કોંટ્રાસેપ્ટિવસ વાપરવાનો ભારે અણગમો હતો. પણ કંઇ વાત બનતી ન હતી!! અને દર મહિને એ નિરાશ થઇ જતી. આકાશ સાથે એણે સહશયન વધારી દીધું..

કોઇ તક એ ન્હોતી છોડતી..ક્યારેક ક્યારેક તો એ આક્રમક બનતી!!! આકાશ ધન્ય થઇ જતો... ગુંગળાઇ જતો!! મુંઝાઇ જતો!! પણ મનોમન-તનોતન એ ખુશ થતો...!! મ્હોરી ઊઠતો...!! અને એક પુરુષને બીજું જોઇએ પણ શું પત્ની તરફથી?? નેહાને પણ મજા આવતી એક પુર્ણ પુરુષને વશ કરતાં!!!

સહુ સુખ હતું એનાં ચરણ-કમળમાં!! કોઇ રંજ નહોતો!! સુખથી જીવન તર-બતર હતું... પણ મન વેર-વિખેર હતું નેહાનું!!

-કોઇ પણ સ્ત્રી મા બન્યા વિના અધૂરી છે!!

-કોઇ પણ સ્ત્રીની જીંદગી અસાર્થક છે મા બન્યા વિના, પોતાના બાળકની મા બન્યા વિના!!!

નેહાએ આકાશને કોઇ વાત ન કરી પણ એણે નક્કી કહ્યું કે બસ હવે તો એને પોતાનું બાળક જોઇએ, જોઇએ, ને જોઇએજ!!!

*** *** *** ***

યુ આર એબ્સોલ્યુટલી નોર્મલ!!!” ગાયનોકોલોજીસ્ટ ડો. મારિયાએ નેહાને તપાસી કહ્યું, “નથિંગ રોંગ યુ મસ્ટ કન્સિવ...!!!” ડો. મારિયા હેકનસેક હોસ્પિટલ ખાતે જ ફર્ટિલિટી ડિપાર્ટમેન્ટના હેડ હતા. નેહાને ઓળખતા હતા, “ટ્રાય ધોઝ ડેઇઝ અરાઉન્ડ ઓવ્યુલેશન !! વી વિલ ટ્રેક ડાઉન ધ કરેક્ટ ડે એન્ડ ટ્રાય ધોઝ ડેઇઝ વિધાઉટ મિસિંગ!!”

પછી તો તબિબી શાસ્ત્રની બધી જ વિધીઓ શરૂ થઇ. બધાં જ ટેસ્ટ !!! સમય પસાર થવા લાગ્યો. નેહાની બેચેની વધતી જતી હતી. સરી જતો સમય નેહાને પકડવાનો પ્રયત્ન કરતી હતી પણ લાગતું હતું કે એ હારી રહી હતી!! અને એ હારવા માંગતી ન્હોતી.

“કુલ ડાઉન... નેહા!! સમટાઉમ ઇટ ટેઇક્સ ટાઇમ.” ડો. મારિયા નેહાને ધીરજ બંધાવતા હતા, “આઇ હેવ સીન કેઇસિસ વીચ ટુક યર્સ ... વિધાઉટ એની રિઝન..!!! એંજોય યોર લાઇફ...સ્ટ્રેસ ફ્રી સેક્સ!!! ડોંટ વરીસ રિલેક્સ..!! એવરિથીંગ વીલ બી ઓ કે!! યોર ઓલ રિપોર્ટસ આર વેરી નોરમલ!! જસ્ટ વી હેવ ટુ વેઇટ !! વેઇટ ફોર એ મોમેન્ટ વીચ વીલ મેઇક યુ અ મધર!! લવલી મધર, માય ડિયર!!” ડો. મારિયાએ નેહાના ખભા પર હાથ મુકી હસતાં... હસતાં... કહ્યું, “વી નીડ ટુ ચેક યોર હબી!!”

“બટ મે...મ, હી ઇસ ઓલરેડી ફાધર ફ્રોમ હીસ ફર્સ્ટ વાઇફ!!”

“ધેટ્‌સ ટુ!!” શ્વાસ લઇ ડો. મારિયા બોલ્યા, “વન મોર ટેસ્ટ વી વીલ પરફોર્મ!! એકિટવિટી ઇવાલ્યુએશન ઓફ સ્પર્મ ઇન યોર બોડી આફટર યુ ગેટ ઇન!! હાઉ ઇટ ટ્રાવેલ ટુ ટ્યુબ!!! ટુ ધ ફાઇનલ ડેસ્ટિનેશન!!!”

એ ટેસ્ટ પણ થયો...

-અને પરિણામ આવ્યું સાવ ચોંકાવનારું!!!

-વ્હાય ?? વ્હાય.....??

-શુક્રાણુવિહિન....!!!

-ધેર વોઝ નો સ્પર્મ !! વજાનયલ ફલ્યુડ હેવિંગ નો સ્પર્મ!! નોટ અ સિંગલ!!! ડેડ ઓર સરવાઇલ !! નથ્થિંગ !! શૂન્ય !! ના... ડા...!!!

-વ્હાય....?? નેહા સહમી ગઇ

-આકાશ તો પિતા છે!! વિધીનો!!!

-તો પછી?

-વિધી આકાશની છોકરી નથી કે પછી .....?

-ઓહ! ઓહ!!!

નેહા મુંઝાઇ... ગુંચવાઇ... વલોવાય ગઇ....

સમયને પસાર થતો કોણ અટકાવી શકે ?!!!

નેહાએ મા બનાવાની મનીષા આકાશને આછી આછી જણાવી હતી ત્યાહરે આકાશે કહ્યું હતું કે, તું મોમ તો છે જ ને વિધીની?!! જોને, વિધી તો ભૂલી પણ ગઇ છે કે, એની ખરી મધર તો નીના છે!! યુ આર એ ગ્રેટ મોમ, ડાર્લિંગ!!!!

નેહાએ આકાશને જરા પણ જાણ થવા ન દીધી કે, માતા બનવાના પ્રયત્નમાં એ કેટલી આગળ વધી હતી અને એવા મુકામ પર પહોંચી ગઇ હતી કે જ્યાંથી પાછા વળવાનો કોઇ રસ્તો જ ન્હોતો!! જીંદગીના એ મુકામનું કોઇ સરનામું ન્હોતું!!!!

*** *** *** ***

ડિસેમ્બર મહિનો બેસી ગયો હતો.

સહુ ખુશ હતા.. ફેસ્ટિવલ મુડ !!! સર્વ જગ્યાએ માનવ મહેરામણ ઊમટ્યો હતો... મૉલમાં ગિરદી વધી રહી હતી... વિધીએ લિસ્ટ બનાવી એની મોમને આપી દીધું હતું... એને જોઇતી ગિફ્ટનું!! આકાશ ખુબ ખુશ હતો. ત્રણ દિવસની એને રજા હતી. બીજી બે રજા મુકી દેતાં આંખું વીક રજા મળી જતી હતી... !! બસ, ઘરે પડી રહી થાક ઊતારવો હતો.. ખૂબ ખૂભ ઊંઘવું હતું!! મોંઘામાના ઉચ્ચ ગુણવત્તાના થોડાં વાઇન એણે ક્યારના લાવી બેઝમેંટમાં મૂકી રાખ્યા હતા..

એક ઠંડ્ડી રાત્રીએ વિધીને એના બેડરૂમમાં સુવડાવી નેહા આકાશના પડખામાં સમાઇ... આકાશના ગરમા ગરમ હોઠો પર એણે એના નરમ નરમ હોઠો ચાંપ્યા.. આકાશના શ્વાસમાં વાઇનની માદક સુગંધ હતી...

-શું કરી રહી હતી એ?!

-કઇ રમત માંડી હતી નેહાએ ?!

નેહાના મને ડંખીલો પ્રશ્ન પૂછ્યો... નેહા અચાનક અળગી થઇ ગઇ આકાશથી. એના શ્વાસોશ્વાસ વધી ગયા... ઝડપી થયા... હ્ય્દયના ધબકારા... ધક... ધક... ધક... કાનમાં સંભળાઇ રહ્યા હતા...

-શું કરવું...? શું કહેવું આકાશને...??

“વોટ હેપન્ડ ડાર્લિંગ?” આકાશે નેહાના કાંપતા હોઠો પર હળવેથી આંગળી ફેરવી. પછી એના રેશમી વાળો સાથે રમવા લાગ્યો... મૌન મૌન નેહા પોતાના દિલની ધડકન સાંંભળતી રહ.!!!

હોઠ પરથી ફરતો ફરતો આકાશનો હાથ નેહાના શરીર પર ધીરે ધીરેનીચે ઉતરી રહ્યો હતો!! એ હાથ નેહાએ અટકાવી દીધો! પકડી લીધો!! સહેજ વિચારી એ હાથને એણે પોતાના પેટ પર મુક્યો ને ધીરેથી કહ્યું, “આઇ એમ પ્રેગ્નન્ટ!!!”

અટકી જ ગયો આકાશનો હાથ નેહાના પેટ પર જ !!!

સાવ થીજ જ ગયો!!! હાથ પણ ને આકાશ પણ !!! ચાર પાંચ મિનિટ મોટ!! ત્યારબાદ, હળવેકથી આકાશે હાથ હઠાવ્યો. પલંગ પર એ બેઠો થયો. શૂન્યમનસ્ક બેડ પર જ બેસી રહ્યો.. નેહા પથરાઇ હતી પથારીમાં!! બેઠાં થઇ પીઠ પાછળથી આકાશના બન્ને ખભાઓ પર બે હાથ મુકી આકાશને સહેજે વળગીને નેહાએ એની ગરદન પર હળવું ચુંબન કર્યું... હવે એને મજા આવવા લાગી!! જે રીતે આકાશ સહમી ગયો એ એની અપેક્ષા મુજબનું જ હતું!!

નેહાને હડસેલી આકાશ ઉભો થઇ ગયો સહેજ ચમકીને!!

“આર યુ નોટ હેપ્પી!!” નાઇટ લેમ્પના મંદ મંદ ઊજાસમાં પણ આકાશની મુંઝવણ એના ચહેેરા પર સ્પષ્ટ દેખતી હતી.

“..................” આકાશ મૌન... શું કહે આકાશ?? ઉઠીને એ લિવીંગ રૂમમાં જતો રહ્યો. વાઇનનો જે થોડો નશો હતો તે ઉતરી ગયો..ઊંઘ ઉડી ગઇ એની...!!

-તો વાત એમ હતી!!

-બટ હાઉ? આકાશ વિચારતો થઇ ગયો..લિવીંગ રૂમમાં સોફા પર બેસી આકાશ વિચારવા લાગ્યોઃ હાઉ ધીસ હેપંડ?? એનું ગળું સુકાયું. તરસ લાગી પણ એ બેસી જ રહ્યો. બુધ્ધિ બહેર મારી ગઇ એની!!

-કેવા મુકામ લાવી દીધો એને નેહાએ ??

-કે પછી એણે નેહાને.??

નેહા ઊંઘી ગઇ હતી ઘસઘસાટ !! આકાશની ઊંઘ ઉડાડીને!!

ક્યાંય સુધી આકાશ સોફા પર જ બેસી રહ્યો. વિચારમગ્ન!! લાંબા સમય પછી એ ઊભો થયો અને બારી પાસે ગયો.

બહાર નજર કરી તો જોયુઃ મોસમનો પહેલો સ્નો પડવાની શરૂઆત થઇ હતી.. આકાશમાંથી જાણે પિંજાયેલ રૂ વરસી રહ્યું હતું.. બાગમાં રોપેલ નાના નાના છોડવાઓની કોમળ ડાળીઓ પર સ્નો થીજી રહ્યો હતો.. આકાશની જીંદગીની જેમ જ!!!

હવે.. ???

આકાશ ફરી બેડ રૂમમાં ગયો..નેહા પર એક ઉડતી નજર નાંખી એ લિવીંગ રૂમમાં આવ્યો... રિકલાયનર સોફા પર જ લંબાવી એણે આંખો બંધ કરી...નિંદ્રારાણી તો રિસાઇ હતી અને હવે તો જીંદગી પણ રિસાવા લાગી હતી...

પછી તો ધીરે ધીરે અંતર વધવા લાગ્યું આકાશ અને નેહા વચ્ચે...

નેહાને થોડાં થોડાં આનંદની સાથે અંદર અંદર રંજ પણ થતો હતોઃ આકાશને આમ તડપાવવાનો સતાવવાનો!!

-આકાશને શું હક્ક હતો નેહા સાથે આવી રમત રમવાનો...???

ખુશ ખુશાલ રહેતો આકાશ ગમગીન રહેવા લાગ્યો... જગજીતસિંગની ગઝલ ગણગણતો આકાશ મૌન મૌન રહેવા લાગ્યો. રોજ સમયસર આવી જતો આકાશ જોબ પરથી મોડો આવવા લાગ્યો.. આવીને એ વ્હિસ્કીની બોટલ ખોલી બેસતો... જામ પર જામ ખલી થવા લાગ્યા.. નેહા તો સેકન્ડ શિફ્ટમાં કામ કરતી હોય કામે ગઇ હોય... વિધીને સમજ ન પડતા કે ડેડ કેમ આવું કરે છે. ?? ડેડ કેમ મોમ સાથે વાત નથી કરતાં...?! મારી સાથે વાત નથી કરતાં..?!

. જોક નથી કરતાં... ?! ડેડ મોમ કેમ સાથે નથી સુતાં...?! ડેડ લિવીંગ રૂમમાં કે ગેસ્ટ રૂમમાં સૂઇ જાય છે...!! મોમ ખુશ ખુશ રહે છે !! ખુબ ખુબ હસે છે !! ખોટું ખોટું હસે છે !! ખૂબ ખાય છે !! ને ડેડ સેડ સેડ !!! વ્હાય ? વ્હાય ? ? ?

નેહાની મુંઝવણ વધી રહી હતી.. જે ખેલ શરૂ કર્યો હતો આકાશે એનો અંત શું આવશે ? એક મૂંઝવણ અંદર અંદર કોરી રહી હતી એને!! એક તો આવી જીંદગીને કારણે માનસિક અમુંઝવણને પ્રેગ્નંસીંને કારણે...મોર્નિંક સિકનેસ... ઉબકા આવતા... ખાવાનું મન થાય ને ખાય ન શકાય!! ઊલટીઓ થઇ જતી.... કોઇ પ્રેમથી પીઠ પર હાથ પસવારી પાણીનો પ્યાલો ધરે એવી ઇચ્છા નથી... પરંતુ આકાશ પાસેથી એવી અપેક્ષા રાખવી વ્યર્થ હતી..

. એણે તો સાવ અબોલાં લઇ લીધા હતા... !! રમતાં રમતાં બાળક રિસાઇ જાય ને કહી દે જા, નથી રમતો!!! બસ, આકાશે વગર કહ્યે જ કહી દીધું હતુંઃ જા, નથી રમવું!! પણ અંચઇ કરી હતી કોણે? આકાશે કે નેહાએ?? પરંતુ આ રમત ન્હોતી... જીંદગી હતી... જીંદગી જીંદગી જ રહે છે... આકાશ-નેહાએ જીંદગીને રમત બનાવી દીધી હતી...

- હવે ???

આકાશનું પીવાનું વધી ગયું હતું.. અનિયમિતતા વધી રહી હતી. દાઢી વધી ગઇ હતી...એની આંખોની નીચે કુંડાળા વધુ ઘાટા થવા લાગ્યા...વિધી નેહાની સાથે વાતો કરતી રહેતી... એ ક્યારેક ડેડ વિશે પણ પુંછતીઃ મોમ, ડેડ કેમ સેડ છે?? શું કહે નેહા વિધીને.?? નેહાએ વિધીને સાચવવાની હતી. વિધી નેહાના જીવનનું અંગ બની ગઇ હતી...ભલેને એના અંગમાંથી જન્મી ન્હોતી...પરંતુ, આકાશ સાથે રહેવું આકરું લાગતું હતું !! આકાશ સાથે, આકાશ જેવાં માણસ સાથે રહી પણ કેમ શકાય ??!!

“આકાશ !!” એક શનિવારે સવારે નેહાએ આકાશને કોફી આપતાં કહ્યું, “તેં આજકાલ વધારે પીવાં માંડ્યું છે !!”

“..................!!” આકાશ ક્યાં કંઇ બોલતો હતો???

“ના................!!” કોફીનો ઘુંટ ભરી આકાસે નેહાથી નજર ચુકવી કહ્યું, “એવું કંઇ નથી..!!”

“ખરેખર??” નેહાએ આકાશની નજર સાથે નજર મેળવવાનો પ્રયત્ન કરતાં તીક્ષ્ણ સવાલ પુછ્યો., “ખા, કસમ વિધીની!!”

“એમાં તું વિધીને ન લાવ !!!”

“કેમ તારી દીકરી છે એટલે ??”

“....................!!” મૌન રહી આકાશે નેહાના પેટ પર વિચિત્ર રીતે નજર કરી!! જે હવે સહેજ ઊંચું દેખાતું હતું. વળી નેહાએ પણ પેટ પર જ હાથ મુક્યા હતા..

“....ને આ તારૂં બાળક નથી....!!” નેહાએ કહી દીધું.... સીધે સીધું જ કહી દીધું. “મિ. આકાશ, આસક યોરસેલ્ફ !!! કેમ સીધે સીધું મને પુછતો નથી કે કોનું બાળક છે મારા ઉદરમાં...?!” ઊંડો શ્વાસ લઇ એ બોલી, “વિધી તારી દીકરી છે તો આ મારૂં બાળક છે!! મારૂં પોતાનું!!

મેં તો વિધીના મધર બનવાનો પુરો પ્રયત્ન કર્યો... મિસ્ટર આકાશ, નાવ ઇટ ઇસ યોર ટર્ન..!! હવે તારો વારો છે મારા બાળકના ફાધર બનવાનો..!! અને દુનિયા આખી જાણે છે કે હુંવિધીની સ્ટેપ મધર છું...!! સાવકી માં છું !!પણ તું અને હું જ જાણીએ છીએ કે તું મારા બાળકનો સ્ટેપ ફાધર છે!!”

“.....................!!” આકાશ મૌન.

“ઘણું અઘરૂં છે ને આકાશ સાવકા બાપ બનવાનું? પણ હું તો હસતાં હસતાં બની હતી સાવકી મા !! સ્ટેપ મધર વિધીની..!! મેં એને સાચો પ્યાર કર્યો છે.. મારી દીકરી છે એ..કદાચ, તારા કરતાં પણ વધારે એ મારી નજીક છે..!!

એ તો તું પણ જાણે છે... અને આકાશ, જો વિધી ન હોત તો હું તને ક્યારની ય છોડીને જતી રહી હોત..પણ ...!!”નેહાએ ઊંડો નિઃશ્વાસ નાંખ્યો.., “એ તો વિધીનો પ્યાર છે જેણે મને જકડી રાખી છે આ ઘરમાં!! બાકી મારો દમ ઘુંટાય છે તારા ઘરમાં!! તારી સાથે જીવતાં!! તારા જેવાં જુઠ્ઠાં માણસ સાથે......!” સહેજ ક્રોધિત થઇ ગઇ નેહા..

“એમ આઇ લાયક ??!!”

“પુછ તારી જાતને....!!!” આકાશની છાતી પર ઇંડેક્ષ ફિંગર મુકતાં નેહા મક્કમતાથી બોલી.., “આસ્ક યોરસેલ્ફ...!! તારે સ્ત્રી જોઇતી હતી..!! તારી વાસના સંતોષવા... તારા ઘરને સાચવવા... તારી બાળકી સાચવવા...

તને ખવડાવવા...તારા માટે રાંધવા...!!!! અ...અ રે...!!! એ માટે મારી જીંદગી બગાડવાની શી જરૂર હતી...?? ઘૃણા આવે છે મને...! મારી જાત પર કે, મે તારૂં પડખું સેવ્યું...તારી વાસના સંતોષી... મારા શરીરને મેં અભડાવ્યું!!!”

“.............તો... આ શું છે તારા પેટમાં...?” આકાશે જરા મોટો અવાજ કરી નેહાના પેટ તરફ અંગુલિનિર્દેશ કરતાં પુછ્યું...

“ના....., આ પાપ નથી!! મારી કૂખમાં આકાર લેતું બાળક મારું છે!! મારું પોતાનું!! તું માની રહ્યો છે એવું કંઇ જ નથી...!!! અ...ને, મારા પર એવો શક કરે તે પહેલાં પુછ તારી જાતને...તારા આત્માને... જોતારો આત્મા જીવતો હોય તો હજુ...!!” ગુસ્સા પર માંડ કાબુ રાખતાં નેહા મક્કમતાપુર્વક બોલી...,

“આસ્ક યોર સૉઉલ !! તેં શું કર્યું મારી સાથે લગ્ન પહેલાં??!! આઇ નો એવરિથિંગ!!! મને બુધ્ધી જ ખબર છે... તને તો ખબર જ છે કે, હું હોસ્પિટલમાં કામ કરું છું...! મધર બનવા માટે જરૂરી મેં બધાં જ ટેસ્ટ કરાવ્યા...ને...મને જાણવા મળ્યું કે, તારા સ્પર્મમાં ખામી છે... અ...રે!!! સ્પર્ધ જ નથી....!!!

એટલે મને તો પહેલાં શખ થયો કે તારામાં કોઇ જન્મજાત ખામી છે અને નીના-તારી પહેલી પત્ની તને કોઇનું બાળક પધરાવી સ્વર્ગે સિધાવી ગઇ...! અને તું વિધીને તારૂં બાળક માની રહ્યો છે...!! પરતું, મારે મારી શક દુર કરવો હતો..!!” શ્વાસ લેવા નેહા અટકી..., “હા, હું બેચેન થઇ ગઇ..!!

મારે મારો શક દુર કરવો જ રહ્યો. તને યાદ છે ગયા વરસે મેં તને મારી જ હોસ્પિટલમાં તારા બ્લડ વર્ક કરાવવા વિનંતિ કરી હતી?? ખાસ આગ્રહ કર્યો હતો..?? એમાં એક કારણ હતું..ધેર વોઝ અ રિઝન..!! આઇ વોંટેડ ટુંમેઇક સ્યોર કે વિધી તારી જ છોકરી છે!! તારૂં જ સંતાન છે...!! ત્યારે તારા બ્લડ વર્ક, લિપિડ પ્રોફાઇલ વગેરે સાથે તારો અને વિધીનો ડીએનએ મેચિંગ ટેસ્ટ પણ કરાવ્યો હતો...!! એંડ આઇ વોઝ શોક્ડ !!! વિધી તો તારી જ છોકરી નીકળી... !!

તારી જ દીકરી નીકળી!! તો પછી તું સ્પર્મલેસ ??? વ્હાય ?! વ્યાય ?! મારી તો ઊંઘ ઉડી ગઇ... મારૂં જીવવાનું હરામ થઇ ગયું. તને તો જરા પણ જાણ ન થઇ - મારી એ અસીમ બેચેનીની...!! મારે તો મા બનવું હતું.. મારા પોતાના બાળકની મા...!! મેં મારૂં ઇનવેસ્ટિગેશન ચાલું કર્યું...મેં તારા હેલ્થ ઇન્સ્યુરન્સ એટના પાસેથી માહિતી મેળવી!!! તારા દશ વરસના મેડિકલ રેકર્ડસ્‌ મેળવવ્યા... કમ્પ્યુટરના થોડાં બટનો દબાવતાં ને પાંચ-પંદર ફોન કરતાં મને એ જાણવા મળ્યું કે જે તું છુપાવતો હતો મારાથી...!!!”

- ઠરી જ ગયો આકાશ નેહાની વાત સાંભળીને!!!

“મારી સાથે બીજાં લગ્ન કરવાં પહેલાં તેં વેઝેકટોમી કરાવી હતી...!! નસબંધી !! નસબંધી !! વંધ્યત્વનું ઓપરેશન !! આઇ નો ડેઇટ ઓફ યોર સર્જરી!! આઇ નો યોર સર્જીકલ સેંટ !! ઇવન આઇ નો યોર સર્જન નેઇમ..!! આઇ નો એ..વ..રી..થિં..ગ..!!” નેહાની આંખમાં આસું ધસી આવ્યા, “શા માટે તેં મને છેતરી...?? શા માટે ??

હું એવું બીજ મારી ફળદ્રુપ કુખમાં વાવતી રહી કે જે કદી ઉઘવાનું જ ન્હોતું!! એવું બીજ કે જેમાં જીવ જ નથી...!!” ડૂસકે ડુસકે રડી પડી નેહા, “હું મને જ દોષી માનતી રહી મારી વાંઝણી કૂખ માટે...!! જ્યારે તેં તો મને પત્ની બનાવતાં પહેલાં જ વાંઝણી બનાવી દીધી હતી..!!. મારી કૂખ ઉઝાજી દીધી હતી...!! એક સ્ત્રીનો મા બનવાનો જન્મસિધ્ધ અધિકાર તેં છીનવી લીધો!!!”

માંડ ડૂસકૂં રોકી શ્વાસ લેતાં નેહા બોલી... “વ્હાય...? વ્હાય.....? વ્હાય ? આકાશ, શા માટે તેં મને છેતરી...? મારો શો દોષ ? તું તારી દિકરી, વિધીને સાવકી મા આપવા રાજી હતો. પરંતુ, સાવકા ભાઇ-ભાડું આપવા માંગતો ન્હોતો..!! આપવા માંગતો નથી...!!

તારા પામર મનમાં એવો ડર છે હતો, ને છે કે જો બીજાં લગ્નથી બાળક થશે તો બીજી પત્ની એના પોતાના બાળકને ચાહવા લાગશે ને વિધીને કોરાણે મુકી દેશે...વિધીને ઇગ્નોર કરશે.... બરાબરને....?? લ્યાનત છે તને... ધિક્કાર છે તારી એવી હલકી વિચાર સરણીને...!!! તું શું સમજે એક સ્ત્રીત્વને....? તું શું જાણે માતૃત્વને....? માના પ્રેમને...?” નેહા ફરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી, “યુ પ્લેઇડ વિથ માય મધરહુડ !!! માય ફિલિંગ્સ !! માય લવ અ...રે! નામ આકાશ રાખવાથી કંઇ મહાન નથી થઇ જવાતું !! આકાશ...!! આ...કા...શ..!!! શા માટે તેં આવું કર્યું?”

રડતાં રડતાં નેહા ડાયનિંગ ટેબલની ખુરશી પર ફસડાય પડી.. નેપકિન હોલ્ડરમાંથી પેપર નેપકિન લઇ આંખમાં આવેલ આસું કર્યા..., “આકાશ શા માટે?? તને શું હક હતો મારા માતૃત્વને છિનવી લેવાનો..?? શું ગુજર્યું હશે મારા પર વિચાર કર. જ્યારે મેં જાણ્યું કે તેં મને છેતરી છે!! તેં ડિફરન્ટેક્ટોમી કરાવી છે !! એર !!

લગ્ન પહેલાં જો તેં મને કહ્યું હોત તો પણ હું તારી સાથે જ લગ્ન કરત...!!” ખુરશી પરથી બેઠાં થઇ નેહાએ મુર્તિમંત સ્ત્બ્ધ ઉભેલ આકાશના ખભા પર બંન્ને હાથો મુક્યા, “ના... આકાશ, ના...તેં તો જીંદગીની ઇમારતના પાયામાં જ અસત્યની ઇંટો મુકી..!!” ના, આકાશ ના!!

મારે મારા બાળકને તારૂં નામ નથી આપવું.! અને મિસ્ટર આકાશ, ફોર યોર કાઇંન્ડ ઇન્ફોર્મેશન કે આ બાળકનો બાપ તું નથી એ તો ચોક્કસ જ છે પરન્તુ, કોણ છે એ મને પણ ખબર નથી.!!!” આકાશની આંખ સાથે નીડરતાથી નજર મેળવી નેહા બોલી., “હા, આજના સાયન્સ એઇજમાં મા બનવા કોઇ પુરુષનું પડખું સેવવું જરૂરી પણ નથી...!! આઇ ડિડ નોટ સ્લીપ વીથ એનીવન્‌..!!!

ધીસ ઇસ એ રિઝલ્ટ ઓફ આર્ટિફિશ્યલ ઇન્સેમિનેશન...!! વિર્યદાન!! સ્પર્મ બેંકમાંથી મેં સ્પર્મ મેળવ્યું - જેનો હાઇ આઇ ક્યુ હોય એવા હેલ્ધી હેન્ડસમ ગુડ લુકિંગ હિન્દુ ઇન્ડિયન ડીનરનું !! આ ત્રણ-ચાર મહિના તને તડાપવવા બદલ આઇ એમ સોરી...!! પણ મારે તારા મ્હોંએથી વાત સાંભળવી હતી..!! પણ તું શાનો બોલે...?? તું કેવી રીતે તારા જખમ બતાવે કે જે તેં ખુદને પહોંચાડ્યા છે... ?? મને તારી દયા ઓ છે આકાશ..!!!

ં. એક નારીને ઓળખવામાં તું થાપ ખાય ગયો...નારીને ઓળખવા માટે તો તું સો જન્મો લે તો પણ એના પ્રેમને, એની ભીની ભીની લાગણીઓને જાણી ન શકે...! માણી ન શકે !! નારીના નારિત્વને પામી ન શકે... અનુભવી ન શકે...!! અને દરેક સ્ત્રી એક માતા છે!!

સ્ત્રીત્વ કરતાં માતૃત્વ મહાન છે.. માનો પ્રેમ તો મહાન જ છે... માનો પ્રેમ તો કદી ન બુઝાતા દિવાની એક જ્યોત જેવો છે.. એક જ્યોતમાંથી બીજી જ્યોત સળગાવો તો પહેલી જ્યોતનો પ્રકાશ રતીભાર પણ ઓછો નથી થતો.... જરાય નથી ઘટતો...માનો પ્રેમ એ માનો પ્રેમ જ રહે છે...! પછી એ સગી હોય કે સાવકી મેં વિધીને માારા સગાં બાળક જેટલો જ પ્રેમ આપ્યો છે.

એ તો તું પણ જાણે છે.. એ તો વિધીનો પ્રેમ જ આજ સુધી અહિં રાખવા માટે કારણભુત છે. મેં જેટલો પ્રેમ વિધીને આપ્યો છે એટલો પ્રેમ તો હું મારા આ આવનારા બાળકને પણ આપી શકીશ કે કેમ એનો મને શક છે!!” નેહાનો અવાજ ફરી ભીંજાયો... એની આંખના સરોવરો ફરી છલકાયા, “એ જ રીતે મને વિશ્વાસ નથી તારા પર!! અને કેવી રીતે કરૂં વિશ્વાસ તારા પર?? તું જ મને કહે..!!” નેહાએ આકાશની નજર સાથે નજર મેળવવાનો પ્રયત્ન કર્યો.. પણ આકાશના ગુન્હાહિત માનસે નજર ન મેળવી., “ના, આકાશ, ના!!

મારે મારૂં બાળક તારા પર નથી ઠોકવું.. બળજબરીથી મારા બાળકનો બાપ નથી બનાવવો તને..!!” શ્વાસ લઇ નેહા બોલી, “મારે તારા પૈસા પણ નથી જોઇતા..હા, જ્યારથી મને ખબર પડી તારી સર્જરીની ત્યારથી મેં મારી સેલેરી આપણા જોઇન્ટ એકાઉન્ટમાં ડિપોઝીટ નથી કરાવી..જમા નથી કરાવી...એ તારી જાણ ખાતર !! બાકી બધા પૈસા તારા જ છે...

કાર તારી છે... ઘર તારૂં છે... તારો એક પણ પૈસો મારે ન જોઇએ.!!! તારા પૈસા લઇને મારે તને તક નથી આપવી મારા બાળક માટે દાવો કરવાની!! હા, વીધીને મેં એવી રીતે ઉછેરી છે કે એ પોતાને ધીરે ધીરે સંભાળી લેશે... કદાચ, તને પણ સંભાળી લેશે. સાચવી લેશે... હું વિધીને મિસ કરીશ!!” પોતાના રૂદન પર મક્કમતાથી કાબુ મેળવી એ બોલી. “હું તને મુક્ત કરૂ છું આકાશ... !!મારા બાળકથી...!! મારા પ્યારથી...!! જા આકાશ જા, યુ આર ફ્રી...!!!”

જીંદગીમાં એવા પણ મુકામ આવશે.....

કોણ જાણે કોઇ ક્યારે કામ આવશે......

સોફા પર જ આંખ મળી ગઇ હતી નેહાની.. એ ઉભી થઇ. ના, પોતે જ પોતાના તારણહાર બનવાનું છે.!! પોતે જ મા બનવાનું છે. !! ને પોતે જ બાપ બનવાનું છે!! રેફ્રિજરેટરમાં રાખેલ ગેલનમાંથી દૂધ કાઢી એણે દૂધનો ગ્લાસ ભર્યો.. મ્હોંએ માંડ્યો.. કેબિનેટમાંથી મલ્ટિવાઇટામિન્સ, ફોલિક એસિડ, કેલ્શિયમની પિલ્સ કાઢી ગળી.. પોતાનાં પેટ પર જમણા હાથની હથેળી પ્રેમથી પસવારી એ બોલીઃ ડોન્ટ વરી માય ચાઇલ્ડ, યોર મધર ઇસ વેરી સ્ટ્રોંગ!!

ફોન લઇ ઇડિયા ફોન લગાવી પોતાના મા-બાપ સાથે વાતો કરવાની શરૂઆત કરી..એઓને કોઇને કોઇ પણ ખબર ન્હોતી કે કેવાં કે કેવાં કેવાં સંજોગોમાંથી એની જીંદગી પસાર થઇ રહી હતી...એ કોઇને જાણ કરવા માંગતી પણ ન્હોતી કે કેવાં સંજોગોમાંથી એની ફોન જોડ્યો.. લાંબી... લાંબી વાતો કરી એ નિંદ્રાધિન થઇ.. એના ગર્ભજળમાં આકાર લઇ રહેલ બાળકનો વિચાર કરતાં કરતાં.........!!!

(સમાપ્ત)

ગંગાબા

‘હલ્લા....!! અ...મી...!! ઇસ યોર મધર ઇન લૉ એટ યોર હોમ...??” અમીના સેલફોન પર ગીતા મેનનનો ફોન આવ્યો.

‘નો.....!!કેમ...??!’

‘શી ઇસ નોટ હીયર...!’ લગભગ રડી પડતાં ગીતા બોલી, ‘વ્હેર ઇસ શી...??!’

હવે ડરવાનો વારો હતો અમીનો... અમીના સીત્તેરક વરસના સાસુ ગંગાબા ગીતાની છોકરીનું છેલ્લા ચારેક વરસથી બેબી-સિટીંગ કરતાં હતા. એ ગુમ થયા હતા ગીતાના ઘરેથી... સાવ અચાનક જ!!!

‘વ્હોટ?’ અમીના હ્ય્દયના ધબકારા વધી ગયા.

‘હા, હું જોબ પરથી ઘરે આવી ત્યારે શી વોઝ મિસિંગ...!! કોઇ બીજી જ વુમન મારે ઘરે હતી અને એને તારી સાસુએ એક વીક માટે હાયર કરી છે...એન્ડ શી ઇસ નોટ હિઅર...!! વ્હોટ ઇસ ધીસ ??’ જરાક ગુસ્સે થઇ જતાં ગીતા બોલી.

‘આઇ એમ સોરી!!..’ એક ઊંડો શ્વાસ લઇ અમી બોલી, ‘આઇ એમ કન્ફ્યુઝડ !! મારી સાસુએ અમને કંઇ જ કહ્યું નથી... લેટ મી ડોક ટુ માય હસબંડ... આઇ વીલ કોલ યુ લેટર...!!’

અમીએ તરત એના પતિ આકાશને ફોન જોડ્યો... ગુસ્સાથી એનું માથું ફાટફાટ થતું હતું.

‘હ...લ્લો... આકાશ... !! યોર સ્ટુપિડ મોમ રેન અવે...!! તારી ગંગાબા ભાગી ગઇ....!!!’

‘વ્હો...ઓ.... ઓ.... ઓ...ટ !!’ આકાશ પણ ચમક્યો. ‘વ્હોટ ડીડ યુ સે...??’

‘સ્ટુપિડ ઓલ્ડ લેડી!!!..’ ગુસ્સાથી અમી ચીખી.. ‘ત્યાં લિકર સ્ટોર પર બેસી તું વ્હો ઓ ઓ ટ.... વ્હો ઓ ઓ ટ ..ન કર...!! હવે એને શોધવી પડશે...!! કોણ જાણે...ક્યાં...’ અમીએ વાક્ય અડધેથી કાપી ફોન પણ કાપી નાંખ્યો...

આકાશ અમી ઘરે ભેગાં થયા. બન્નેની મુંઝવણનો કોઇ પાર ન્હોતો. અમીનો ક્રોધ જ્વાળામુખીની માફક ફાટ્યો હતો. એ ધમ ધમ કરતી અંદરના ઓરડામાંથી બહાર આવતા બોલી, ‘હર પાસપોર્ટ ઇસ મિસિંગ....!!’ કપાળે ગુસ્સાથી હાથ ઠપકારતા ઠપકારતા એ બોલી, ‘ઓહ ગોઓઓડ...!! તારી બા પોતે તો ચેનથી જીવતી નથી ને મને જીવવા નથી દેવાની....!!’

‘તો...શું કર્યું હશે... ડોસલીએ.....!!?? વી શુલ્ડ ઇનફોર્મ પોલિસ!!..’

‘પો...લિ...સ...?’ આકાશ વધુ મુંઝાયો, ‘લેટ મી થિન્ક...!’

એક ઓરડામાંથી બીજા ઓરડામાં થોડાં આંટા માર્યા આકાશે.. પછી થોડું વિચારી એણે હળવેકથી ફોન ઉંચક્યો ને પોલિસને ફોન ડાયલ કર્યો....

*******

ગંગાબા !!

અહિં એડિસન,ન્યુ જર્સી આવ્યાને કેટલાં વરસો થઇ ગયા ગંગાબાને ??

જૂઓને, વિશાલનો જન્મ થવાનો હતો ત્યારે એમના પુત્ર આકાશનો પત્ર આવેલ...ફોન આવેલ...

-બા, તમો આવો અમેરિકા. હવે દેશમાં છે પણ કોણ ? બાપુજી પણ નથી... અમને તમારી ફિકર થયા રાખે...તમે દેશમાં આટલે દુર દુર...!! તમને કંઇ થયું તો કોણ...?? અમને તમારી ચિંતા થયા કરે એના કરતાં તો હવે અહિં આવી જ જાઓ...

ઘણો વિચાર કરી ગંગાબાએ હા પાડી હતી...અમેરિકા આવવા માટે!!

એમનો એકનો પુત્ર હતો આકાશ. પેટે પાટા બાંધીને ઉછેર્યો હતો એને.. ભણાવ્યો.. એંજીનિયર બનાવ્યો... અમી અમેરિકાથી આવી હતી.. અમેરિકન સિટિઝન હતી. એનું માંગુ આવ્યું, આકાશ માટે...અમેરિકા જવાની અમુલ્ય તક !!અમી સાથે ધામધૂમથી પરાણાવ્યો આકાશને..એ અમેરિકા ઊડી ગયો... આકાશ એકનું એક સંતાન હતો ગંગાબાનો..

આકાશ જ્યારે નવ-દશ વરસનો હતો ત્યારે એના પિતા હરકિશનભાઇને સ્કૂટરનો અકસ્માત થયો...અને આકાશે છત્ર-છાયા ગુમાવી પિતાની...ગંગાબા યુવાન વયે વિધવા થયા.. હરકિશનભાઇ દેના બેંકમાં નોકરી કરતા હતા. ગંગાબાને પ્યુનની નોકરી મળી બેંકમાં..એઓ ફકત ફાયનલ પાસ હતા. સાત ચોપડી જ ભણેલ હતા.

કેટ કટેલી મુશ્કેલીઓ વેઠી આકાશને હેતથી ઊછેર્યો હતો ! પિતાની જરાય ખોટ પડવા દીધી ન્હોતી હતી એને જ્યારે આકાશ અમેરિકા ગયો ત્યારે સાવ એકલા પડી ગયા હતા ગંગાબા. પરન્તુ એઓ ઘણા આઘાત પચવાતા આવ્યા હતા જિંદગીભર.. એ એકલતાની તો શી વિસાત.. વળી એ તો એમના પુત્રની પ્રગતિ હતી..

આકાશના અમેરિકાથી પત્રો આવતા. પૈસા આવતા..એ લખતો કે બા હવે તો બેંકની પ્યનની નોકરી છોડી દો.. પરન્તુ ગંગાબા એમ તે શી રીતે માને..?! વળી આ નોકરી સાથે તો એક નાતો હતો એમનો..!! એક અતુટ સબંધ.. એમના પ્રાણપ્યારા સ્વર્ગસ્થ પતિની આગવી દેન હતી એ...!!

આકાશે ધીરે ધીરે અમેરિકા ખાતે ખાસ્સી પ્રગતિ કરી. એ નિયમિત પૈસા મોકલાવતો..દેશમાં ગંગાબાને ફોન પણ લઇ આપ્યો. મહિને બેમહિને એના ફોન આવતા. મોટે ભાગે તો આકાશ જ વાતો કરતો.. અમી ખાસ વાત ન કરતી. આકાશ ખુશ હતો... સુખી હતો... ગંગાબાને એનો આનંદ હતો..

છેલ્લા થોડાં સમયથી આકાશના ફોન વધી ગયા... આગ્રહ વધી ગયો હતોઃ બા, તમો ત્યાં એકલા...સાવ એકલા...!! અમે રહ્યા તમારાથી માઇલો દુર...તમો અહિં આવો ને આવી જ જાઓ....વિ મિસ યુ!!..

-અને ગંગાબા આવી પહોંચ્યા અહિં ન્યુ જર્સી...એડિસન ખાતે... !!

આકાશ અમી બન્ને એમને લેવા આવ્યા હતા જે એફ કે પર...વરસો પછી પોતાના એકના એક લાડકવાયાને ભેટીને મન મુકીને રડ્યા હતા ગંગાબા...!! આનંદથી... ખોયેલ દીકરાને જાણે પાછો આપ્યો હતો કાનુડાએ...પ્રભુ, તું મહાન છે...!! મનોમન ગંગાબાએ પ્રભુનો આભાર માન્યો!!

આકાશની આલિશાન કારમાં બેસી ઘરે આવ્યા.. મોઢ્ઢું હાઉસ હતું એમના બેટાનું...ચાર બેડરૂમનું મોટો હૉલ....ડાયનિંગ રૂમ...વિશાળ કિચન...!!આવું સરસ ઘર નિહાળીને ગંગાબાને સવા-શેર લોહી ચઢ્યું.પોતાની મહેનત ફળી હતી. એમની તપશ્ચર્યા સફળ થઇ હતી... આકાશ આજે આ જગ્યાએ પહોંચ્યો...!!

‘જો બા, આ તારો રૂમ છે... અહિં તારા બાથરૂમ-સંડાસ... આપણા ગામજેવું નથી એ તો તને ખબર જ છે... અહિં કમોડ છે...! શરૂઆતમાં તકલીફ પડશે..અહિં પાણી નથી સાફ કરવા..આ ટિસ્યુ...બાથરૂમ ટિસ્યુ...એનાંથી લુંછી નાંખવાનું...!!’ આકાશે ગંગાબાને સમજાવ્યા, ‘તને કદાચ અત્યારે ઊંઘ ન આવશે...તારું શરીર અત્યારે દેશના સમયે ચાલે છે...ત્યાં અત્યારે દિવસ ઊગ્યો એટલે...! પછી ટેવાય જવાશે...તને કંઇ તકલીફ ન પડેશે..સવારે ઊઠે ત્યારે તું ઘરમાં એકલી જ હોઇશ..!!’

‘કે...એ...એ...મ...?’

‘બા, આ અમેરિકા છે !! હું અને અમી બન્ને કામ પર ગયા હોઇશું. હું સવારે છવાગે નીકળી જાઉ છું...અ...ને અમી સાડા છએ...!!’

અને પછી તો ગંગાબા ટેવાવા માંડ્યા...પેપર ટિસ્યુથી...ફ્રોઝન ફુડથી.... ઠંડીથી...હીટથી...માણસોથી...

અર્મી ગર્ભવતી હતી. વિશાલનો જન્મ થયો. ગંગાબા રાજીના રેડ થઇ ગયા. અમી કંઇ ખાસ ખુશહોય એમ લાગતું ન્હોતું...આમેય અમીનું મ્હોં હંમેશ ચઢેલ જ રહેતું...એ ગંગાબા સાથે ખપ પુરતી જ વાત કરતી...આકાશ સમજાવતોઃ પ્રેગ્નન્સીને કારણે...ડિલવરીને કારણે...જોબને કારણે...બા, બાકી અમીના મનમાં કંઇ નથી...!

-પરંતુ કંઇક હતું... જરૂર કંઇક હતું અમીના મનમાં !!

પંદર દિવસના વિશાલને ગંગાબાના સહારે મુકી અમી ફરી ચઢી ગઇ. ગંગાબાએ કાળજી લેવા માંડી વિશાલની.

-કેમ છે વિશાલ એણે દૂધ પીધું

-દૂધની બોટલ બરાબર બોઇલ્ડ કરજો... સ્ટરીલાઇઝ કરજો...

અમીના ફોન આવતા. અમી કદી એમને બા ન કહેતી... કોઇ પણ જાતના સંબોધન વિના વાત કરતાં શીખવું હોય તો અમી પાસે જવું...!!!

-આજે તુવરના દાણા-વેંગણનું શાક બનાવજો...!!

-આજે ભીંડાના રવૈયા...!!

-આજે તો રસાવાળી ચિકન ને રાઇસ...!!

-આજે મારી બહેન આવવાની છે તો એના માટે પચાસેક રોટલી બનાવી રાખજો..

ગંગાબા સમજી ગયા... ત્યાં દેશમાં એમની પટાવાળીની નોકરી હતીઃ અગિયારથી છની...!! જ્યારે અહિં... ચોવિસ કલાકની...!! ત્યાં પગાર મળતો... અહિં રહેવાનું-ખાવાનું અને ઉપરથી એક ખુલી કેદ..!! ક્યાંય બહાર ન નીકળાય..એકલા ન નીકળાય..કાયેરક, શનિ-રવિ આકાશ મંદિરે લઇ જતો... પણ એમાં ય એની ભક્તિ કરતાં તો ભુખ જ વધારે હતી...આરતીમાં એક ડોલર ચઢાવી ત્રણ જણા સાંજે મહાપ્રસાદી લઇને, જમીને જ ઘરે આવતાં !!..

ત્યારે ગંગાબાને રસોઇ ન બનાવવી પડતી.. બાકી દરરોજ કંઇને કંઇ રસોઇ કરવાની...આખા હાઉસમાં વેક્યુમ કરવાનું..બાથરૂમો સાફ કરવાના...દર બે દિવસે લોન્ડ્રી કરવાની..વિશાલની કાળજી રાખવાની..રાત્રે વિશાલ રડે વિશાલ રડે તો ઊઠવાનું..ડાયપર બદલાવવાનું..દૂધ પીવડાવવાનું...અમી તો જાણે વિશાલની જણીને સાવ વિસરી જ ગઇ હતી..ગંગાબા માટે હંમેશ કંઇ ને કંઇ કામ...કામ...કામ...ને કામ હોય જ...!!

- ઓહ...! ઓહ !!ઓહ !!!ગંગાબા ગુંગળાતા...ગુંચવાતા...મુંઝાતા...ક્યારેક, ઓશીકામાં મ્હોં છુપાવી રડી પડતાં...

આકાશ અને અમી કામ કરી મોડી સાંજે ઘરે આવતા...

આકાશ ક્યારેક વાતો કરતો...

-કેમ છે બા ?

-કેમ છે વિશાલ બહુ રડતો તો નથીને..?! તને હેરાન તો નથી કરતોને..?!

-તારી તબિયત તો સારી રહેતી છેને...? વાયટામિનની ગોળી સમયસર ગળતી છેને...?

ટૂંકા સવાલો કરી, સંવાદો કરી આકાશ પોતાના રૂમમાં ભરાય જતો... કે પછી કમ્પ્યુટર પર બેસી જતો... કેટીવી ચાલુ કરી બેસતો... અમી તો ઘરમાં હાજર હોય તો પણ ન હોવા બરાબર હતી... કે પછી અમી માટે ગંગાબાની હાજરી હોવા છતાં ય ન્હોતી..ફક્ત એક વ્યકિત બની ગયા હતા ગંગાબા અમી માટે...એક બેબીસિટર એના પુત્ર માટે...!! બસ બાકી કંઇ નહિ!

અહિં કોઇને પણ સમય ન્હોતો એમના માટે...કોઇને પણ સમય ન્હોતો કોઇના માટે...સહુની પોતપોતાની એક નાકકડી દુનિયા હતી...જાણે એક કવચ કે જેમાં સહુ પુરાયેલ હતા...નરી એકલતા, વસમી વિવશતા વેઠતા હતા ગંગાબા ! પણ વિશા હતો એમની સાથે..એમના માટે..એઓ નાનકડા વિશાલ સાથે વાતો કરતા રહેતા...વિશાલ હસતો કાલુ કાલુ !! ત્યારે ગંગાબાના હ્ય્દયમાં બટ મોગરા ખીલી ઊઠતા..વિશાલને લઇને એઓ ફરતાં રહેતાં...

એક કમરામાંથી બીજા કમરામાં !વિશાલે પા...પા... પગલી માંડી ત્યારે એક માત્ર સાક્ષી હતા ગંગાબા એના પહેલાં કદમના !!જ્યારે એ પહેલો સ્પષ્ટ શબ્દ બોલ્યો...બા...ત્યારે ગંગાબાના હૈયામાં હેલી ઊઠી હતી.. વિશાલને પણન ચાલતુ ગંગાબા વિના ગંગાબાની હુંકાળી ગોદમાં એની દુનિયા હતી.. એક એ જ સમજતો હતો ગંગાબાને...કે પછી એને સમજતા હતા ગંગાબા...!!!

-કેટલો સમય પસાર થઇ ગયો...!!

-જાણે એક યુગ...!!

વિશાલ હવે તો મોટો થઇ ગયો હતો...અમેરિકાના કાયદા પ્રમાણે હવે એ એકલો રહી શકે એટલો મોટ્ટો...!! ભણવામાં એ ખુબ જ હોંશિયાર હતો. ગંગાબા વિના હજુ ય એને જરા પણ ન ચાલતું !! પરતું એની મમ્મી અમીને એ પસંદ ન્હોતુંઃ ગંગાબાની સાવ ખોટી વળગણ !!હી શુલ્ડ બી ગ્રોન અપ !!..અમી વિચારતી.

‘જો આકાશ !’ અમી આકાશને કહેતી.. ‘વી હેવ ટુ ડુ અબાઊટ ધીસ...!’

‘અબાઉટ વ્હોટ ?!’

‘યોર મોમ...!! ઇટ ઇસ ટુ મચ...!!’

‘વ્હોટ ટુ મચ...??’

‘એ વિશાલને મોટો જ થવા નથી દેતી...!’ અમી ચિંત્તાતુર અવાજે બોલી, ‘....અને વિશાલ પણ આખ્ખો વખત બા...બા...બા...કર્યા રાખે છે...!! સાવ માવાડિયો બનાવી મુક્યો છે તારી ગંગાબાએ...!!’

‘બાએ મોટો કર્યો છે એને...’

‘સો વ્હોટ...?’ અમી સહેજ ચીઢાયને બોલી, ‘....તેથી શું આખા....ખ્ખી જીંદગી એને ગળે વળગાડીને ફર્યા કરવાનો..?!’

‘શું બાને ઇન્ડિયા મોકલી દેવી છે...?’ આકાશે અમીને બાહોમાં લેતાં તરફ પ્રશ્નાર્થ નજરે પુછ્યું ‘ડુ યુ વોન્ટ ટુ સેન્ડ હર બેક...?’

‘લેટ મિ થિંક...!!’ કંઇક વિચારી અમી બોલ, ‘આઇ વીલ ફાઇન્ડ આઉટ સમ વે...! આઇ નો હાઉ ટુ ટેકલ વિથ યોર મોમ...!!’ પડખું ફરીને અમી સૂઇ ગઇ.

********

બીજા રૂમમાં ગંગાબાના ખોળામાં માથું રાખી વિશાલ ઊંધી ગયો હતો. શ્રવણની કથા સાંભળતા સાંભળતા...ગંગાબાને કારણે એ ઓળખતો હતો સહુનેઃ શ્રવણને-ધ્રુવને, રામને-રાવણને, શબરીને-શુર્પખાને, કુષ્ણને-કંસને, યશોદાને-દેવકીને, રાધાને-ગોપીને, શિવને-પાર્વતીને, ગણેશને-કાર્તિકેયને, યુધિષ્ઠીરને-દુર્યોધનને માનવને-દાનવને...!!

ગંગાબાને કારણે એ એનું નામ લખી શકતો હતો ગુજરાતીમાં... ગંગાબા એને કહેતા અને કાનો આ... ને આકાશ હસતો, ને કહેતો : બા કા’ નો તો રાધાનો ને ગોપીનો...!!

ને ગંગાબા હસી પડતા એની એ મીઠી મજાક પર...! વિશાલના ક્રુ કટ વાળામાં ગંગાબા હળવે હળવે હાથ ફેરવતા હતા. વિશાલ ઘસઘસાટ ઊંઘી ગયો હતો...ખોળામાંથી કાળજીપુર્વક એનું માથું તકિયા પર મુકી ગંગાબાએ એના કપાળ પર એક ચુમી ભરી... જો વિશાલ ન હોત તો કદાચ ગંગાબા પાગલ થઇ ગયા હોત !!

.હવે ગંગાબાને થાક લાગતો હતો જિંદગીનો...અહિં રહે કે દેશ રહે કોઇ ફરક પડતો ન્હોતો...! અહિં દીકરો સાથે હતો પરન્તુ પાસે ન્હોતો.. વહુ આગળ .દીકરાનું કંઇ ચાલતું ન્હોતું !!ને વહુનું મન કળવું એ અભિમન્યુનો આઠમો કોઠો જીતવા જેવું હતું!!

‘દીકરા..!! મારે દેશ જવું છે...!’ એક દિવસે ગંગાબાએ આકાશને કહ્યું, ‘અહિં આવ્યાને કેટલા વરસો થઇ ગયા..!!’

‘કેમ બા આવું કહે છે..?!’ આકાશ બોલ્યો.. ‘તું ત્યાં એકલી!એટલે દુ...રે...! ત્યાં તું માંદી સાજી થાય તો તારી કાળજી કોણ રાખે...? સારવાર કોણ કરે...? અહિં તો તારી બધી જ સારવાર થઇ શકે...!!’

ગંગાબા અમેરિકન સિટિઝન થઇ ગયા હતા.. મેડીકેર - મેડીકેઇડ હતું એટલે કોઇ ફિકર ન્હોતી ગંગાબાની માંદગીની...સારવારની...!! વળી વાસ્તવમાં ગંગાબાએ પોતાની તંદુરસ્તીને જાળવી હતી... નિયમિત જીવન, સાદી રહેણીકરણી અને સંતોષી જીવને કારણે માંદગીને અને ગંગાબાને જોજનોનું અંતર રહેતું હતું..

.ક્યારેક શરદી-ઊધરસ થઇ આવતા તો ગંગાબા ઉપવાસ કરી નાંખતા... મસાલાવાળી ચા પીતા અને બે-ત્રણ દિવસમાં તો પાછા સારા સાજા સમા થઇ જતા. ગંગાબાને સારવારની જરૂર પડતી ન્હોતી...

સારવારને હું શું કરું...? મારે તો પ્યાર જોઇએ... તમારો પ્યાર...!!

પણ ગંગાબા ગુંગળતા હતા. ફક્ત વિશાલ વાતો કરતો રહેતો...સ્કૂલની...ટીવીની...હેરી પોટરની...સ્પાઇડરમેનની...બેઝબોલની...એના ફ્રેન્ડસની...અને ક્યારેક છોકરીઓની પણ...ગંગાબાને જાણે જીવવાનું એક કારણ હતો વિશાલ.

એમનો એકનો એક પૌત્ર...પ્યારો પૌત્ર...!! સ્કુલેથી આવીને વિશાલ સીધો ગંગાબાને જ શોધતો...એની મોમ અમી સાથે તો એ બહુ ઓછી વાતો કરતો....અને અમી પાસે પણ ક્યાં સમય હતો વિશાલ માટે ?!

આકાશે લિકર સ્ટોર ખરીદ્યો...એટલે નોકરી પછી એ સીધો લિકર સ્ટોર પર જતો...ક્યારેક તો રાત્રે અગિયાર વાગ્યે એ ઘરે આવતો...ત્યારે સહુ તો પોઢી ગયા હોય... ફક્ત ગંગાબા જાગતા હોય...એ આકાશને પ્રેમથી જમાડતા...ગમે તો ય એમનું લોહી હતો આકાશ !!સાચું જ કહ્યું છે ને કે, છોરું કછોરું થાય માવતર કંઇ કમાવતર થાય...?!!

********

‘જો આકાશ આઇ ગોટ વર્ક ફોર યોર મોમ...!! આમ પણ એને હવે ઘરે આઆ...ખ્ખો...દિવસ કંઇ કરવાનું રહેતું નથી !! બસ વિશાલને લાડકો કર્યા રાખે છે...!!’ અમીએ એક ઠંડી રાત્રીએ આકાશના પડખામાં ભરાતા કહ્યું. અને પછી એના હોઠો પર એક ચુંબન કર્યું. અમીને બધા જ શસ્ત્રો સજાવતા આવડતું. હતું....અજમાવતા આવડતું હતું...

‘આઇ ડીડી નોટ અંડરસ્ટેન્ડ !!બા માટે કામ ?!’ આકાશે અમીને આઘોષમાં લેતાં કહ્યું. ‘ડીડ યું થિંક અબાઉટ હર એઇજ...??શી ઇસ મોર ધેન સિકસ્ટી સિક્સે...!!’

‘સો વ્હોટ...??શી ઇસ હેલ્ધી..વેરી હેલ્ધી!!.’

‘લિસન ડાર્લિંગ...!! ઇટ વીલ લુક બેડ...!!!’

પણ એમ શાની માને અમી ??

એક સાંજે અમી સાથે એક યુવતી આવી ગીતા મેનન !! ગીતા અમી સાથે જ કામ કરતી હતી...! એની મેનેજર હતી...

‘જુઓ, આ છે ગીતા....’ અમીએ ગંગાબાને ગીતાની ઓળખાણ કરવાતા કહ્યું, ‘ગીતા મારી સાથે જ કામ કરે છે....’

‘હલ્લો...!!’ ગીતાએ ગંગાબા તરફ નિહાળી કહ્યું...ગંગાબાએ ગીતાને નમસ્કાર કર્યા ને પછી પોતાના રૂમમાં જતાં રહ્યા.

‘વીલ ડુ!!’ ગીતાએ અમી તરફ જોઇ હસીને કહ્યું, ‘હું કાલે સાંજે આવીશ...ગેટ હર રેડી...આઇ વીલ પે યુ થ્રી હંડ્રેડ ડોલર પર વીક !!’

‘ડોંટ વરી !!શી વીલ બી રેડી!!’ રાજી થતાં અમી બોલી, ‘બટ વિક એન્ડમાં તો તારે એને મારા ઘરે ડ્રોપ કરવા પડશે....ડ્રોપ હર ફ્રાઇડે ઇવનીંગ અને સન્ડે ઇવનીંગ પીક હર અપ...!! વીક એન્ડ ફોર મી....!!’

‘ડી...લ...!?’

ગીતા મેનનને ત્રણ મહિનાની પુત્રી..એની બેબી-સિટર દેશ જતી રહી હતી અને એટલે એને તકલીફ પડતી હતી છોકરી સાચવવા માટે !!ગીતાનો પતિ ડોક્ટર હતો. પુત્રી માટે બેબી-સિટરની એને તાતી જરૂરિયાત હતી..એણે અમીને વાત કરી અ...ને અમીને તો ઘર બેઠાં ગંગા મળી ગઇ ગંગાબા માટે...!!

ગંગાબાને પુછવાની જરૂર પણ ન લાવી અમીને... અમીએ ત્રણ જોડી કપડાં ભરી ગંગાબાની નાનકડી બેગ પણ તૈયાર કરી દીધી..

‘જુઓ..., ગીતાને જરૂર છે તમારી...! આમ પણ તમે જ કહો છો કે, તમને એકલા એકલા ગમતું નથી.. ગીતાની છોકરી પણ સચવાશે અને તમારો સમય પણ સારી રીતે પસાર થશે... વળી ગીતાનો હસબંડ ડોક્ટર છે.. એટલે માંદે-સાજે તમને કામ આવશે..!!’

‘પણ અહિં વિશાલ ...??’

‘વિશાલ તો હવે મો...ટ્ટો થઇ ગયો છે...!! આવતા મહીને તો એનું હાઇસ્કૂલ ગ્રેજ્યુએશન પણ છે... પછી તો એ બહાર ભણવા જવાનો છે... લોયરનું...વકીલનું વોશિંગ્ટન ડીસી...હાર્વર્ડમાં..મોટી યુનિવર્સિટીમાં...!! તમે એને લેલે-પોપો કરીને બહુ લાડકો કરી દીધો છે...!!’ અમી પાસે દરેક પ્રશ્નોના ઉત્તરો હતા...

- હું ક્યાં તમને નડું છું...?! ક્યાં તમને ભારી પડુ છું...?! રાંધુ છું...ઘર સાફ કરૂં છું...લોન્ડ્રી કરું છું..!!! પણ ગંગાબા કંઇ જ બોલી ન શક્યા...સહેજે વિચારી ધીમેથી ઊંડો શ્વાસ લઇ એ બોલ્યા, ‘આકાશને પુછ્યું...?!’

‘એમાં આકાશને શું પુછવાનું !?’ સહેજ ચિઢાયને....ક્રુધ્ધ થઇને અમી બોલી...એમાં આકાશને શો વાંધો હોવાનો...??અને...ગીતા દરેક વિક એન્ડમાં તો તમને મુકી જ જવાની છે અહિં...!!’

- તારી ઘરે કામ કરવા માટે..ગંગાબાએ નિઃસાસો નાંખ્યો : કામવાળી છું...!! તમારા બધાની !!. ગંગાબા કંઇ બોલી ન શક્યા...બોલવાનો કંઇ અર્થ પણ ક્યા હતો..??ગંગાબાને રડવાનું મન થઇ આવ્યું...

સાંજે જ્યારે વિશાલ સ્કુલેથી આવ્યો ત્યારે વિશાલને ભેટી ગંગાબા ખુબ જ રડ્યા...

‘વોટ હેપન્ડ બા...?’ વિશાલે ગંગાબાને પાણી આપતાં કહ્યું...

‘કંઇ નહિં બેટા !!..તું તારા મા-બાપ જેવો ન થઇ જતો...!!’ ગંગાબા બબડીને રહી ગયા.

‘આઇ પ્રોમિસ યુ બા!’ વિશાલને કંઇ સમજ ન પડી. બાને આમ રડતા એણે પહેલી વાર જોઇ એથી એના તરૂણ માનસમાં જાત જાતના સવાલો ઉઠીને સમી જતા હતા : ધેર મસ્ટ બી સમથિંગ વીચ હર્ટ બા વેરી મચ..એન્ડ મોમ-ડેડ આર રિસ્પોન્સીબલ ફોર હર ટીયર !!..એણે ગંગાબાને પાછું પુછ્યું, ‘ટેલ મી બા!! મને ન કહે, શું થયું...??’

‘કંઇ નહિ બેટા ચાલ, ચા-પુરી ખાય લે...!!’ ગંગાબાએ પોતાના આસું આંખમાં જ થીજાવી દીધા. વિશાલને ટોસ્ટ-બ્રેડ કરતાં પુરી વધારે ભાવતી...પીઝા કરતાં ખાખરા સારા લાગતા...ડોનટ કરતા જલેબી વધારે પસંદ પડતી...ને મોમ કરતા બા વધારે વહાલી લાગતી..

ગીતા મેનન આવીને ગંગાબાને લઇ ગઇ...ગંગાબાને આસું પીવાની ટેવ હતી વરસોથીઃ જાણે હજુ ય કેટલા આસું મને પીવડાવાનો છે તુ મારા પ્રભુ....!!! ગંગાબાએ એમના ગિરધર ગોપાલને મનોમન યાદ કર્યો...જાણે એ પણ હવે તો બહેરો થઇ ગયો લાગે છે...!!

પછી તો ઘટમાળ ચાલુ થઇ...

ગીતા-અમી...અમી-ગીતા..!!

હવે તો દર શનિવારે મંદિરે જવાનું પણ બંધ થઇ ગયું...ચાર પાંચ ચહેરા જ જોવા મળતા એમને...ગીતાની છોકરી મોટી થવા લાગી...ગંગાબાના નિર્મળ પ્રેમના સિંચનથી...પ્રેમનું ઝરણું કદી ક્યાં સુકાય છે...?! એ તો વહેતું જ રહે છે...એક દિલથી બીજા દિલ તરફ...એક અવરિત પ્રવાહ જેમાં આ દુનિયા હજુ ય તરી રહી છે...અને ટકી રહી છે...!!

વિકએન્ડમાં ગંગાબા ઘરે આવતા...એમના દિકરાના ઘરે...આખઆ વિકનું રાંધતા..અમી બધું ફ્રોઝન કરી દેતી...નાસ્તો બનાવી જતાં...આખા ઘરમાં વેક્યુમ કરતાં..લોન્ડ્રી કરી જતાં...કપડાં ઘડી કરી સહુ-સહુના ક્લોઝેટમાં ગોઠવી જતાં... બાથરૂમો સાફ કરી જતાં...

સિઝન સારી હોય ને તો વળી બાગકામ પણ કરી જતાં...વિકએન્ડમાં ઊલટું વધારે કામ કરવું પડતું..થાકીને લોથ-પોથ થઇ જતા...આકાશના ઘરે આવતા તોય એમનુ દિલ ન લાગતું... વિશાલની ખોટ બહુ લાગતી..વિશાલ તો પહોંચી ગયો હતો... વોશિંગ્ટન ડીસી હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે વકીલાતનું ભણવા... વકીલ બનવા...

ભણવામાં તો એ પહેલેથી જ હોંશિયાર હતો...એને ફેડરલ એઇડસમાંતી સ્કોલરશિપ પણ મળી હતી... વિકમમાં બે-ત્રણ વાર એ ગીતા મેનનની ઘરે ફોન કરી ગંગાબા સાથે લાંબી લાંબી વાતો કરતો ત્યારે ગંગાબાને પોતે જીવતાં હોય એમ લાગતું બાકી તો એઓ શ્વાસ-ઉચ્છવાસના સરવાળા બાદબાકી જ કરતા હતાને...!!

વિશાલ હવે તો વકીલ થઇ પણ થઇ ગયો હતો... એનું સ્ટેટનું વકીલાતનું લાયસંસ પણ આવી ગયું હતું...બહુ જ ખુશ હતો એ...એની ખુશી એ હંમેશ ગંગાબા સાથે વહેંચેતો...માણતો...!! એની સાથે એના એપાર્ટમેન્ટ પર હવે તો કોઇ છોકરી પણ રહેતી હતી...જાનકી...!! આમ તો એનું નામ જુલિયા હતું...પણ વિશાલ એને જાનકી જ કહેતો...!! જાનકી વિશાલ સાથે જ ભણતી હતી..મા-બાપ વિના ઊછરી હતી એ...!!

જાનકીની વાત એણે કોઇને પણ કરી ન્હોતી...ફકત ગંગાબાને જ કરી હતી...એ વોશિંગ્ટન જ રહેતો... ભાગ્યે જ અહિં એડિસન, ન્યુ જર્સી આવતો...એના મોમ-ડેડ આકાશ-અમી સાથે જરાય ફાવતું ન્હોતુ... ખાસ સંબધો પણ ન્હોતા રહ્યા... સબંધ જો રહ્યો હતો તો એક માત્ર ગંગાબા સાથે...!!

********

પોલિસે તપાસ શરૂ કરી ગંગાબાની...!!

કોઇ પણ એરપોર્ટ પરથી કોઇ પણ એર-લાઇનમાં એઓ ચેક-ઇન થયા ન્હોતા...

હોસ્પિટલોમાં પણ એમનાં જેવું કોઇ ન્હોતું...ક્યાં કોઇ ડેડ-બોડી પણ મળી ન્હોતી... આકાશ - અમીની મુંઝવણનો કોઇ પાર ન્હોતો... સહુ સગા-વ્હાલાને ત્યાં પણ એઓએ સીધી આડકતરી રીતે તપાસ કરી....પરિણામ શૂન્ય...!!

શું થયું હશે...?? અકે અઠવાડિયું પસાર થઇ ગયું!!!

ચિંત્તાતુર આકાશ ઘરે આવ્યો...મેઇલ બોક્ષમાંથી મેઇલ લીધી...આકાશ અમીના નામ સર્ટિફાઇ. મેઇલ હતી...જે એઓની સહિ વિના ડિલીવર ન થાય એટલે મેઇલ મેન-ટપાલી નિયમાનુસાર પિન્ક સ્લિપ મુકી ગયોહતો મેઇલ બોક્ષમાં...!! આકાશ પોષ્ટ ઓફિસ પર જઇ સહિ કરી સર્ટિફાઇડ મેઇલ લઇ આવ્યો...

ઘરે આવી આકાશે એ પત્ર ખોલ્યો...

હક્કો-બક્કો જ રહી ગયો આકાશ...!!

માથે હાથ ધરી એ સોફા પર ફસડાય પડ્યો...સહેજ ચક્કર જેવા આવી ગયા એને...!!!

લોયરની નોટિસ હતી એ...!!

એટર્ની એટ લૉ...વિશાલ અમીનની...!! વિશાલ અમીનના લેટર હેડ પર...!! પોતાના વકીલ પુત્ર.ના લેટર હેડ પર...!!

-નોટિસ ઇન ફેવર ઓફ ગંગાબા !!..ઇન ફેવર ઓફ ગંગા હરકિશન અમીન...!!!

-ટેન મિલિયન ડોલરનો સ્યુ કર્યો હતો...!!

-દાવો માંડ્યો હતો ગંગાબાએ એમના પુત્ર આકાશ અમીન પર...!! પુત્રવધૂ અમી અમીન પર...!! વકીલ પૌત્ર વિશાલ અમીન મારફતે...!!

-ટેન મિલિયન ડોલર...!!

-પચ્ચીસ-છવ્વીસ વરસથી ગંગાબાએ કરેલ સેવાઓ માટે...રસોઇ...હાઉસકિપિંગ...હાઉસ ક્લિનીંગ...લોન્ડ્રી...કુકિંગ...અબાઉટઓલ બેબી-સિટિંગ ઓફ ગ્રાન્ડ સન...!!

વિશાલે ગંગાબાનો હાથ પકડ્યો હતો કે, જે હાથે એને ચાલતા શિખવાડ્યું હતું...! જે હાથ એના વાળમાં વહાલથી ફર્યો હતો...! જે હાથે એનાં આસુંઓને પ્રેમથી લુંછ્યા હતા...! જે હાથે આંગળી પકડી એને લખતાં શિખવાડ્યું હતું...! જેના હાથોમાં એની દુનિયા હતી...! એનું સુનહરું બાળપણ પસાર થયું હતું...!

જે હાથમાં હેતની અમીટ રેખાઓ હતી જે કદી કોઇએ જોઇ ન્હોતી.. એ જોઇ હતી વિશાલે...લાગણીઓનો મહાસાગર હતો જેના હૈયામાં એની જ લાગણીઓ સાથે ખિલવાડ થયો હતો... એમના જ એકના એક પુત્ર-પુત્રવધૂ મારફત...

-ટેન મિલિયન ડોલર...!!

નોટિસમાં સુસ્પષ્ટ હતું..એટર્ની વિશાલ પાસે પળેપળનો હિસાબ હતો : ગંગાબાના હેતની સાથે થયેલ રમતનો...વહાલની સાથે થયેલ છળકપટનો...મોરલ એબ્યુસિંગનો...લાગણી સાથે થયેલ ક્રુર વહેવારનો... વર્તણુંકનો...!! ગંગાબાએ આપેલ પ્રેમનો...ગંગાબાના માતૃત્વનો...મમતાનો...!!

ગંગાબા વિશાલ સાથે હતા...જાનકી સાથે હતા.

આજે આકાશ-અમીએ બાની સાથે સાથે પુત્ર પણ ખોયો હતો...!!

(સમાપ્ત)

પિતૃકૃપા

-વસુદેવ સુતમ્‌ દેવમ્‌...

હરિભાઇનું ધ્યાન આજે પુજામાં લાગતું ન્હોતું...પ્રાર્થનાની સ્થિર થવાને બદલે મન વધુ વિચલિત થઇ રહ્યું હતું...ચંચળ મનની અસ્થિરતાથી એ થોડાં વ્યાકુળ થઇ ગયા હતા.. મ્હોંમાંથી યંત્રવત્‌ શ્લોકની સરવાણી અસ્ખલિત વહેતી હતી... એઓ વિષાદ યોગમાંથી પસાર થઇ રહ્યા હતા. સર્વ મિથ્યા લાગી રહ્યા હતું. મન બેચેન હતું. વેર-વિખેર થઇ ગયું હતું. કેટલાય સમયથી કુરૂક્ષેત્ર બની ગયું હતું...એઓ ખુદ લડી રહ્યા હતા પોતાની સાથે જ!!

પોતે જ સારથિ હતા અને પોતે જ પાર્થ હતા...

નાહી-ધોય દરરોજ અડધો કલાક પ્રભુ ભક્તિ કરવી એ હરિભાઇનો નિત્ય ક્રમ હતો. પરંતુ ભક્તિ પ્રત્યેની આસક્તિમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો હતો...ઉંમર વધે એમ સામાન્યતઃ ભક્તિ વધે... પણ અહિં ઊલટો ક્રમ બની રહ્યો હતો...એવું ન્હોતું કે એમને પ્રભુમાં શ્રધ્ધા ન્હોતી...પ્રભુમાં એમને અખૂટ શ્રધ્ધા હતી... વિશ્વાસ હતો...

પ્રાર્થના તો જીવનનું અમૃત છે એવું એઓ માનતા હતા...અન્યથા શરણ્‌મ નાસ્તિ....ત્વમેકમ્‌ શરણમ્‌ મમ...એમના જીભના ટેરવે રમતું રહેતું...રામનું નામ એમના હૈયે ને હોઠે ને હોઠે રહેતું... પણ લાગતું હતું કે એ નામ પણ હવે કોઇ કામ આપતું ન્હોતું...આરામ આપતું ન્હોતું...

એક સામાન્ય કલાર્ક તરીકે ઇન્કમ ટેક્ષ વિભાગમાં હરિભાઇએ નોકરીની શરૂઆત કરી હતી. મેટ્રિક પાસ થયા બાદ નાની-મોટી નોકરી કરતાં કરતાં ઇન્કમ ટેક્ષ ખાતાનું ઇન્ટરવ્યુ આવ્યું હતું અને આજે એઓ ઇન્કમટેક્ષ ઓફિસરનો માતબર હોદ્દો શોભાવતા હતા...હરિભાઇ પોતાની નોકરી, પોતાના હોદ્દા વિશે વાત કરતાં અચકાતા...! ક્ષોભ અનુભવતા હતા.!!

હોદ્દાનો એક રુતબો હતો... માનુ હતું પણ હરિભાઇને એ હોદ્દો હવે એક બાણશય્યા સમાન લાગતો હતો...હરિભાઇના ક્ષોભ અંગે આપે એવું ધારી લીધું ને કે હરિભાઇને ઉપરની બે નંબરી આવકનેે કારણે ક્ષોભ થતો હશે...!!

-ના...એવું હરગિસ નથી... હા, આપણી આ ધારણા સાવ ખોટી છે...!!!

પરંતુ, એમનો એક દોષ અવશ્ય હતો...એઓ એક નખશિખ પ્રમાણિક સંનિષ્ઠ અને ચોખ્ખા કર્મચારી હતા...!!! અને આજના આ કળિયુગમાં એ જ એમનો સહુથી મોટો અવગુણ હતો.. સહકર્મચારીઓ એમને ઘાસની ગંજી પર બેઠેલ શ્વાન કહેતાઃ પોતે તો ખાતો નથી અને બીજાને પણ ખાવા નથી દેતો...!! પરંતુ હરિભાઇનો કોઇની પડી ન્હોતી... ઑનેસ્ટી જ એમની બેસ્ટ પોલિસિ હતી...!!

-શું આપ્યું હતું પ્રમાણિકતાએ?!

વિષ્ણુ સહસ નામાવલિનું રટણ કરતા કરતા એમના વિચારો અટકતા ન્હોતા.

-કેટકેટલી બદલીઓ થઇ ગઇ ?? અરે !! મળવાપાત્ર પ્રમોશન પણ કેટલું મોડું મળ્યું હતું!! કોઇ પણ કારણવિના ફક્ત કરચોર વેપારીઓ, બિલ્ડરો, ચાર્ટડ-એકાઉંટન્ટ અને ટેક્ષ કન્સલ્ટન્ટની ખોટી ચઢાવણીને કારણે લાંચિયા ઉપરી અધિકારીઓએ એમના સી. આર રિપોર્ટ બગાડ્યા હતા.

-અરે!! પેલા ઇન્કમ ટેક્ષ કમિશનર અડવાણીએ તો એમની સામે ખાતાકિય તપાસનો મોરચો પણ માંડ્યો હતો!! પરંતુ, પોતે શુધ્ધ હતા!! સો ટચના સોનાની માફક એઓ ઉજ્જવળ બનીને બહાર નીકળ્યા હતા... કોઇ દાગ લાગ્યો ન્હોતો એમના દામન પર...!!

પરંતુ, હવે એ ખુદની જ કસોટીમાંથી ઊણા ઉતરી રહ્યા હતા...! નિષ્ફળ જઇ રહ્યા હતા...!! હારી રહ્યા હતા....!!

રિટાયર થવાને હવે ચાર-પાંચ જ વરસ બાકી રહ્યા હતા....

-આટલા વરસની નોકરી બાદ શું હતું એમની પાસે.??

-ને પોતાનું ઘર...! ન તગડું બેંક બેલેંસ... !!

-અરે!! પ્રોવિડંડ ફંડમાં પણ ઉપાડને કારણે તળિયું આવી ગયું હતું...!!!

-જ્યારે એમના સહ કર્મચારીઓ કેવા તાગડ-ધિન્ના કરતા હતા...!!?

-પેલો ત્રિવેદ...? એમનાંથી પાંચ-છ વરસ જુનિયર...છતાં શહેરમાં બે બે તો ફ્લેટ...!! જમીનના બેનામી પ્લોટ...ભાઇના નામે કાર રાખી પોતે ફેરવે...અને સ્કુટરોની તો લંગાર....!!

-કેવી રીતે....? કેવી રીતે....?? લોકો કેવી રીતે લાંચ લેતા હશે....?? એમના આત્માને કંઇ દુઃખ ન થતું હોય....?!

-ત્રિવેદી કહેતો : હરિલાલ કદી માંગવું નથી પડ્યું....!! ફક્ત ના નહિ પાડવાની.... ના પાડતા શિખવું નહિં...નન્નો ન ભણવાનો....!! અને લક્ષ્મી માતા ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ચોખ્ખુંં રાખવાનું....સાફ રાખવાનું....!!

-શું છે આપણી ઘરે...?? એમના પુત્ર મનુના શબ્દો એમના કાનમાં ગુંજ્યા રાખતા...

-મનુનો પણ શો દોષ....?

-પિતાજીએ જો ધાર્યું હોત તો આજે આપણી ઘરે બધું જ હોત....!! પ્રમાણિક હોવું કંઇ ખોટું નથી. પણ પ્રમાણિકતાનું આવું ખોટું વળગણ....?? પ્રમાણિકતાની જળો જાણે કુટુંબને ચુસી રહી હતી...મનું હંમેશ એની માતા શાંતાબેન પાસે પિતાજીની ફરિયાદ કર્યા રાખતો એની હરિભાઇને જાણ હતી.

-મોટી પુત્રી મધુના લગ્ન પ્રસંગે કેવી ખરાબ પરિસ્થિતિ ઊભી થઇ હતી...?!

ભુતકાળની ગર્તામાં ડુબી રહ્યા હતા હરિભાઇ...

પ્રોવિડંડના પૈસા આવતા ખાસો સમય નીકળી ગયો હતો... લગ્નની તિથિ નજીક આવી રહી હતી... મધુને કન્યાદાનમાં આપવા માટેના ઘરેણાં તો પત્નીના જુના ઘરેણા તોડાવી બનાવ્યા.... પણ બીજા ખર્ચનું શું...?!

પ્રોવિડંડના પૈસા પોતાના જ હતા...પોતાની કપાત હતી તે પણ લેવા માટે કેટલા ધમપછાડા કરવા પડ્યા...!! એ તો વેવાઇ ઘણા જ સારા હતા, સમજુ હતા... એમણે પચાસ હજાર રૂપિયા આપ્યા ને પ્રસંગ સુખરૂપ પત્યો.... પ્રોવિડંડના પૈસા આવી જતા વેવાઇને પૈસા પરત કર્યા હતા...

હરિભાઇ માનતા હતા પ્રભુ મદદ પહોંચતી કરે જ છે.... જે રીતે નરસિંહ મહેતાની હુંડી સ્વિકારી હતી એમ પ્રભુ પોતાના ભક્તોને વહારે ધાય છે.... પરંતુ, હવે એઓ પ્રભુની મદદની ચાતક નજરે રાહ જોઇ રહ્યા હતા... એમની હૂંડી કોણ સ્વિકારશે? મોટો પ્રશ્ન હતો એમનો...એમનો એકનો એક પુત્ર મનુ છેલ્લા બે વરસથી સાવ બેકાર બેઠો હતો... સાયકોલોજી સાથે એમ.એ થયો હતો એ...!!

નોકરીઓ માટે કેટકેટલીઓ અરજીઓ કરી હતી એણે....?! કેટલાંય ઇન્ટરવ્યુ આપ્યા હતા... પણ એની નોકરીનું કંઇ ઠેકાણું પડતું ન હતું...હરિભાઇ ફક્ત એક ઇશારો કરે તો તુરંત ક્યાંક નોકરી મળી જ જાય....પણ હરિભાઇને ઇશારો કરતાં ક્યાં આવડતું હતું....??

હરિભાઇ ખુદને પણ થતું હતું કે એમણે કંઇ કરવું જોઇએ મનુ માટે...!! મનુ પણ ખુબ જ નિરાશ ગયો હતો.. ઘરે પણ એ અનિયમિત આવતો... આખો દિવસ ક્યાંક કોઇ મિત્રોને ત્યાં રહેતો... અને મોડી સાંજે તો ક્યારેક રાત્રે મોડો ઘરે આવતો... આખો દિવસ ક્યાંક કોઇ મિત્રોને ત્યાં રહેતો...

અને મોડી સાંજે તો ક્યારેક રાત્રે મોડો ઘરે આવતો...’છોડી દો તમારા ખોટા નિતિ-નિયમો...’ મનુની બાએ એમને કહ્યું, ‘અરે...મનુની ઊંમરે તો તમે એક છોકરીના બાપ બની ગાય હતા...!! હવે મનુને ઠેકાણે પાડવો પડશે..એને નોકરીએ લગાડવો પડશે....’

‘હં....’ હરિભાઇએ ધીમેથી ઊંહકારો ભણ્યો.., ‘પણ હું શું કરું....?’

‘તમે કોઇને કહી શકો...કેટ કેટલો ઓળખાણ છે તમારી...!! બધા જ કહે છે કે વાંક તમારો જ છે...!! અને આમાં ક્યાં કોઇની પાસે પૈસા લેવાના છે...?! ફક્ત વાત જ કરવાની છે....મનુની નોકરી માટે....!!’

‘પૈસાનો સવાલ નથી...’ હરિભાઇએ ધીમેથી શ્વાસ લઇ કહ્યું, ‘આજ સુધી.....!’

હરિભાઇની વાત વચ્ચેથી તોડી લેતા મનુની બાએ ક્રોધિત થતાં કહ્યું... ‘આજ સુધી....!!આજ સુધી....!!’ નિઃશ્વાસ નાંખી એ બોલી, ‘શું થયું આજ સુધી...?? અરે...!! પ્રમાણિકતાનું પૂંછડું પકડી તમે વૈતરણિ તો તરી જશો...પણ સંસારમાં ડૂબી જ જશો...!! જીવતે જીવ ડૂબી જ જશો એનો કેમ ખ્યાલ નથી આવતો તમને...?

તમારે ગમે તેમ કરીને મનુને ઠેકાણે પાડવો પડશે...એક જ તો છોકરો છે આપણો...આપણે એના માટે ઘર તો નથી મુકી જવાના...કવાર્ટર તો નોકરી છે ત્યાં સુધી...!! પછી શું...?? ક્યાં રહીશું આપણે...?? ક્યાં રહેશે એ...?? કદી વિચાર કર્યો છે તમે...??

ને હવે તમને રિટાયર થવાનો વાર પણ ક્યાં છે...?! દિવસો તો પાણીની માફક વહી રહ્યા છે...હવે હાથ પર ધર્યે બેસી રહેશો તો રસ્તે રઝળવાનો વારો આવશે...હું તો આગળ વિચારી પણ નથી શકતી...!’

રાત્રે મનુનો વિચાર કરતાં કરતાં, મનુની બાનો વિચાર કરતાં કરતાં હરિભાઇને ઊંઘ ન આવી...આમે ય ઊંઘ પ્રવાસી પક્ષીઓની માફક કોઇ દુર દેશ ઉડી ગઇ હતી...

ઘડિયાળમાં મધરાતના બેના ટકોરા પડ્યા... પલંગ નીચે મુકેલ તાંબાના લોટામાંથી હરિભાઇએ બે ઘુંટ પાણી પીધું... શરીરમાં જરા અસુખ જેવું લાગતું હતું...પરસેવે શરીર તરબોળ થઇ ગયું...એઓ ગાયત્રી મંત્ર બોલવા લાગ્ય...ઓ..મ ભુર્ભવઃ સ્વઃ.......

-કેમ આજે આમ થાય છે...?? મંત્ર મ્હોંએથી યંત્રવત રટાતો હતો... પણ મન કંઇક જુદું જ વિચારતું હતું...

-કેમ આજે આમ થાય છે?? મનુને કઇ રીતે ઠેકાણે પાડવો એની ચિંતા વિસરી હરિભાઇ પોતાની તબિયત વિશે વિચારવા લાગ્યા... છાતીમાં સણકા મારી રહ્યા હતા.. જાણે હ્ય્દય નીચોવાય રહ્યું હતું...

-મનુની બાને જગાડુ...?!

એમણે મનુની બા તરફ નજર કરી..

-ના, એની ઊંઘ શા માટે અમસ્તી બગાડવી...!?

-ઓ ઓ ઓ...હ...!!! હરિભાઇએ પથારીમાંથી ઉભા થવાની કોશિષ કરી...પણ પીડથી ઊંહકારો નીકળી ગયો...

-આ તો આમ જ મરી જવાશે...

એમને મોતનો વિચાર એક વાર આવી ગયો...

-ઓ ઓ ઓ હ....!! મારા મનુનુ શું થશે....?

હરિભાઇ કોકડું વળી ગયા...કપડાં પરસેવે રેબઝેબ થઇ ગયા....

-શું આ એટૅંક...!!

-તો....!!??

-હરે....એ....એ!! રા આ આ આ....મ....!!

છેક મળસ્ગકે હરિભાઇની આંખ મળી. સવારે છના ટકોરે ઉઠી જનારા હરિભાઇને શાંતાબેને સાત વાગ્યે ઉઠાડ્યા, ‘કેમ આજે કંઇ બહુ ઊંધ્યા....!!’

-ઓ....ઓ....હ....હરિભાઇને રાતની પીડા યાદ આવી. શરીર કળતું હોય એમ લાગ્યું.... એ હળવેક થી બોલ્યા, ‘રાત્રે ઊંઘ મોડેથી આવી હતી....!!’

‘આજે મનુનો શિક્ષકનો ઇન્ટરવ્યું છે...!’ મનુની બાએ હરિભાઇને ચાનો કપ આપતા કહ્યું, ‘મનુ તો હજુ ઊંઘે છે. ઇન્ટરવ્યુ આપતા જવાની પણ એ તો ના પાડે છે. એ પણ શું કરે...!!’

‘હં....!’ હરિભાઇએ ચાનો ઘુંટ ભરતા કહ્યું.

‘સ્કૂલના શિક્ષકનું તો એ ભણ્યો પણ નથી...કહેતો હતો કે બી એડ થયેલ હોય તો પણ નોકરી માટે બે-અઢી લાખ રૂપિયા તો ઉપરથી આપવા પડે સ્કૂલના ટ્રસ્ટીઓને...!!ને શિક્ષણ અધિકારીને ખવડાવવા પડે....!!’

‘જમાનો બહુ ખરાબ છે...’ હરિભાઇએ ચાનો કપ પુરો કરતા કહ્યું, ‘હું મનું માટે બહુ જ જલ્દી કંઇક વ્યવસ્થા કરીશ...એને સમજાવજે...મારી સાથે તો એ વાત પણ ક્યાં વધારે કરે છે...?’

‘બે-અઢી વરસ થઇ ગયા ઘર બેઠાં...! તમે કહ્યા રાખો છો પણ કરતાં કંઇનથી...એ તો કહેતો છે કે એના કરતા તો ભણ્યો જ ન હોત તો સારું...!! કઇંક રિક્ષા કે એવું ચલાવીને કમાણી તો કરી શકતે...’

હરિભાઇ મૌન જ રહ્યા... શરીર કળતું હતું...બેચેની લાગતી હતી...

- રાતના એટૅંકની વાત મનુની બાને કરૂં કે ન કરૂં...હરિભાઇ અવઢવમાં જ રહ્યા...

સ્નાનાદિથી પરવારી હરિભાઇ પ્રાર્થના માટે બેઠાઃ વસુદેવ સુતમ્‌ દેવમ્‌....

* * * * * * * *

દિવસો તો પાણીના પ્રવાહની જેમ પસાર થયા...મનુની બેકારી કાયમ રહી ને હરિભાઇની બેચેની વધતી જતી હતી...

- એમનો સ્વભાવ એઓ કેમ બદલી શકે....!! આટલા વરસોથી પાળી રહેલ પોતાના વ્રતને તે એ કેમ કરીને તોડે...?

એમાં એમની તબિયત અચાનક ઓફિસમાં હતાને જ બગડી...! પોતાની પીડા એ લાખ કોશિષ કરવા છતાં ય છુપાવી ન શકયા. સહકર્મચારીઓ ઓફિસની જીપમાં જ એમના કહેવાથી એમને ઘરે ઉતારી ગયા..

‘શું થયું...??’ શાતાંબેન ચિંતામાં પડી ગયા.

‘કંઇ નથી થયું...!!’ હરિભાઇ માંડ બોલ્યા, ‘તું જરા મસાલાવાળી ચા બનાવ...! આ તો રાત્રે બરાબર ઊંઘ નથી આવતી એટલે...!!’ હરિભાઇએ વાત ઉડાવી પથારીમાં પડતું મુક્યું...

પીડાથી હરિભાઇ તુટી રહ્યા હતા... પણ મનમાં તો આનંદ છવાયો હતોઃ હવે તો મોત આવે તો સારૂ !!! મંગલ મંદિર ખોલો... દયામય.... મંગલ મંદિર ખોલો...!!!! હવે અંતિમ પ્રવાસની તૈયારી થઇ ચુકી છે....!!

‘સાભળો છો...?’ ચાનો કપ અને બામની આટલી બાટલી લઇ શાંતાબેન પલંગ પર બેઠાં, ‘લો, ચા પી લો... પછી બાામ લગાવી આપું.... કોણ જાણે મનુ પણ સવારનો ક્યાં ગયો છે...!? દાક્તરને બોલાવી...’

‘ના....ના....એવું કંઇ જરૂરી નથી...’ હરિભાઇ પીડા દબાવી બોલ્યા... રકાબીમાં ઠારેલસ ચા પીતા ન ફાવતા સીધી કપમાંથી જ ચા પીવી પડી... સ્વગતઃ બબડ્યા...દાક્તર આવશે ને નકામી દવાઓ આપશે ને આ જિંદગીનો ભાર વધારશે... આ જિંદગી હવે વ્યર્થ લંબાવવી નથી...!! એમણે ગમે તેમ કરી શાંતાબેનને દાકતર ન બોલાવવા માટે મનાવી લીધા...

તબિયત વધુ બગડવા છતાં હરિભાઇને અંદર અંદર આનંદ થતો હતો... શરીર કળતું હતું પણ મનડું મરકતું હતું...મૃત્યુ તો મહાપર્વ છે...એક સનાતન યાત્રા...જન્મથી શરૂ કરેલ દરેક પ્રવાસ મૃત્યુની સમીપે જઇને પુર્ણતાને પામે છે... કેટલું જીવ્યા એ અગત્યનું કયાં છે...?? કેવું જીવ્યા એ અગત્યનું છે...!! અને પોતે પોતાની રીતે જીવ્યા.... પ્રમાણિકતાના માર્ગે ચાલ્યા... આ પ્રવાસ કેડી એમણે પોતે કંડારી હતી...!! ઘણું જીવી લીધું પોતાની રીતે...!! હવે ભલે આવતુ મૃત્યુ...!!

‘જો બેટા...’ એક સાંજે નોકરી પરથી ઘરે આવ્યા બાદ હરિભાઇએ મનુને પોતાની પાસે બેસાડ્યો, ‘તારા માટે હું વ્યસ્થા કરી રહ્યો છું કોઇ સારી નોકરી માટે...!! થોડાં દિવસોમાં જ ખબર પડી જશે...!

તને મારા સ્વભાવની તો ખબર છે...એ કારણેે આપણે અને ખાસ કરીને તારે ઘણું સહન કરવું પડ્યું... પણ જો દીકરા, પૈસા-સંપત્તિ એ કંઇ બધું જ નથી..સર્વસ્વ નથી...! અને તારા માટે હું કંઇ વધારે મુકી પણ નથી જવાનો....’ હરિભાઇની આંખ ભરાઇ આવી અને એમનો અવાજ ભીનો થઇ ગયો...એ કંઇ વધુ બોલી ન શક્યા...

મનુ વિચારતો થઇ ગયો... પિતાજીને થતું દુઃખ સમજી ન શકે એટલો એ નાદાન ન હતો...

પિતાજીની તબિયતની એણે પણ ચિંતા થતી હતી... બાએ પણ એને એ માટે વાત કરી હતી... પિતાશ્રીને કોઇ સારા દાક્તરને બતાવવાનું એણે નક્કી કર્યુંઃ પિતાજી આ રીતે તો કદી વાત કરતા ન્હોતા...

શહેરના સારામાં સારા ગણાતા ડો. દેસાઇની મનુએ એપોઇંટમેંટ નક્કી કરી અને જીદ કરીને એ હરિભાઇને એમને ત્યાં લઇ ગયો. ડૉ. દેસાઇ પણ હરિભાઇને ઓળખતા હતા. એમણે હરિભાઇને બરાબર તપાસ્યા. બ્લડ યુરિન...કાર્ડિયોગ્રામ... બ્લડ પ્રેશર...કૉલોસ્ટીરોલ...!!!

‘નથિંગ ટુ વરી...!’ રિપોર્ટ તપાસી ડોક્ટર બોલ્યા, ‘એવ્રિથીંગ ઇસ ઓલરાઇટ એન્ડ પરફેક્ટ!! યુ આર એબસોલ્યુટલી નોરમલ... હિમોગ્લોબિન સહેજ બોર્ડર પર છે...બટ ઇટ ઇસ નોટ એ ક્રોઝ....! તમને કોઇ વાંધો નથી... એંજોય યૌર સેલ્ફ... ખાઓ પીઓ ને ખુશ રહો..!!’ હસતા હસતા ડૉ. દેસાઇએ હરિભાઇને કહ્યું.

તો પછી પેલો દુઃખાવો....!! પણ હરિભાઇ કંઇ બોલી ન શક્યા...

‘પણ ડોક્ટર...!’ મનુથી ન રહેવાય, ‘પિતાજીને એકવાર બહુ ગભરાટ થઇ આવ્યો હતો...!! ઓફિસે જ છાતીમાં દુઃખી આવ્યું હતું...ગભરાટ થઇ આવ્યો હતો...!!

‘તે કદાચ ગેસ્ટ્રીક પેઇન હશે...કોઇ વાર ગેસને કારણે એવું જ પેઇન થાય...કદાચ, મસ્ક્યુલર પેઇન પણ હોય શકે...કોઇ વજન ઊંચકી લીધું હોય ને મસલ્સ ખેંચાય ગયેલ હોય ત્યારે ખબર ન પડે પાછળથી ક્યારેક અચાનક દુઃખાવો થાય...

એમનો ઇસીજી...ઇકેજી નોરમલ છે..હાર્ટ ઇસ પરફેક્ટ...! બીપી નોરમલ છે... માટે ચિંતા કરવા જેવું કંઇ નથી... આ થોડી દવા લખી આપું છું...ખાસ તો વાયટામિન જ છે.... ફેરસની ટેબલેટસ્‌ છે...ને બી કોમ્પલેક્ષ છે.... અને એકડાયજેસ્ટિવ છે....

આમ જોવા જાવ તો એની પણ ખાસ જરૂર તો નથી પણ યુ સી...!! અમે રહ્યા ડોક્ટર એટલે કંઇક તો લખી આપવું જ પડે...!!’ પ્રિસ્કિપસન લખતા લખતા ડૉ. દેસાઇ હસીને બોલ્યા, ‘નહિંતર પછી ડોક્ટરની વેલ્યુ શી રહે...સમજી ગયાને તમો...?’

‘હું તને કહેતો ન હતો...?!’ હસવાનો અભિનય કરતા હરિભાઇએ મનુને કહ્યું, ‘મને નખમાંય રોગ નથી...!’

પરંતુ એઓ અંદર અંદર સહમી ગયા...સળગી રહેલા રૂની માફક એ અંદર અંદર સળગી ઊઠ્યા...એમને કોઇ જ રોગ ન હોવાને કારણે આનંદ થવાને બદલે દુઃખના દાવાનળામાં સળગી રહ્યા હરિભાઇ...!!

-ઓ ઓ હ...!! આ શું કરવા બેઠો છે તું ઓ... પ્રભુ...!!

હરિભાઇ કંઇ સમજી શકતા ન હતા..

બહુ ઊંચે ઊંચે ઊડતા હતા અ...ને ડૉ. દેસાઇએ એમના નિદાન મારફતે એમને ભોંય ભેગા પટકી દીધા...!!

-કેટલુંય વિચારી દીધું હતું એમણે...?!

-પોતે પ્રભુને પ્યારા થઇ જશે..ચાલુ નોકરીએ મરણ થાય તો ખાતાના નિયમોનુસાર મનુને ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેંટમાં જ નોકરી મળી જાય...!!

-મનુની બેકારી ટળે અને પોતાનું જીવ્યું ફળે...પણ...

-ઓહ પ્રભુ....!! તું પણ ખરો છે....!!!

-હાય રે....નસીબ...!! ન માંગે દોડતું આવે...ન વિશ્વાસે કદી રહેજે...!!

* * * * * * * *

‘જો...તોઓઓ મનુ...!!’ મનુની બા શાંતાબેને મનુને ઊઠાડ્યો, ‘તારા પિતાજીને કંઇ થયું કે શું...!!! કેટલુંય ઊઠાડ્યા પણ જોને...!!’

મનુ ઝબકીને જાગી ગયો...બાના અવાજની કંપારી મનુને પણ ધ્રુજાવી ગઇ...

એ ઝડપથી પિતાજીની પથારી પાસે ગયો...એમને ઢંઢોળ્યા...જગડ્યા...બુમો પાડી...પણ પિતાજીનું નિશ્ચેત શરીર તે કંઇ જવાબ આપે....?!

મોટેથી પોક મુકાઇ ગઇ મનુથી, ‘પિ...તા...આ...આ જી......!!!’

હરિભાઇ હરિના મારગે ચાલી નીકળ્યા હતા.. ફેમીલી ડોક્ટરને બોલાવ્યાઃ કંઇ નથી....હાર્ટ બેસી ગયું હોય એમ લાગે....!! ક્યારેક ઊંઘમાં જ એવું થાય...!!!

સગા-વ્હાલા, સ્ટાફ મિત્રો, વેપારીઓ..ચાર્ટડ એકાઉંટન્ટ...ટેક્ષ કન્સલટન્ટ સ્મશાનયાત્રા...સહનાભુતિના શબ્દો....ક્રિયાકર્મ....બારમું-તેરમું...બેસણું....મનુએ ભારે હૈયે પતાવ્યું...

‘જો મનુ...! તારા ફાધર ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં એક પ્રમાણિક સંનિષ્ઠ એમ્પ્લોઇ હતા....’ હરિભાઇના ઊપરી અધિકારી પુરોહિત સાહેબ એમના સાથી કર્મચારીઓ સાથે ખરખરે આવ્યા હતા, ‘આજના કાળિયુગમાં એમના જેવા ઑનેસ્ટ રહેવું એ પાણીમાં ડૂબકી મારી કોરા રહેવા જેવું કામ હતું... પણ એ કોરા જ રહ્યા...!! એઓ અજોડ હતા...!!

બેજોડ હતા....!!’ પુરોહિત સાહેબે હરિભાઇના વખાણ કરતાં કહ્યું, ‘એમના આમ અચાનક ચાલ્યા જવાથી તમારા કુટુંબ પર પણ મુશ્કેલીઓ આવી પડી...તારી પાસે પણ કંઇ કામ નથી...અમારી સિમ્પથી તમારી સાથે જ છે...જો, આ અમારા યુનિયનનો શોકદર્શક ઠરાવ છે...

અને આ અમારા ડિપાર્ટમેન્ટમાં તારી જોબ માટેની એપ્લિકેશન છે....’ પુરોહિત સાહેબે ટાઇપ કરેલ ત્રણ કાગળો ફાઇલમાંથી કાઢી મનુને આપ્યા, ‘અહિં તારી સિગ્નેચર કર....!! નિયમ મુજબ અને યુનિયનની સાથે થયેલ સમજુતી પ્રમાણે તને તમારા ડિપાર્ટમેન્ટમાં જોબ મળી જવી જોઇએ....આઇ વીલ ટ્રાય માય બેસ્ટ ફોર યુ...’

અ....ને સ્વર્ગસ્થ પિતાની પચ્ચીસ વરસની સંનિષ્ઠ સેવાને ધ્યાનમાં લઇ નિયમાનુસાર ઇન્ટરવ્યુમાં સફળ થવાની શરતે મનુને ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી ગઇ...

દિવસો પસાર થતાં દુઃખ નામક ઝેરી રસાયણની સાંદ્રતા ઓછી થતી જાય છે... ઘટતી જાય છે... ઇન્ટરવ્યુમાં મનુ સફળ થઇ ગયો... પુરોહિત સાહેબની સહાનુભૂતિ પણ કામ આવી..ને મનુ કાયમી બની ગયો ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેંટમાં....ફાઇલોના ઢગલામાં ઘેરાયો....

‘અરે...!! મનુભાઇ...!!’ રોયલ કેમિસ્ટનો સેલ્સમેન એમના ઇન્કમ ટેક્ષના કામે ઓફિસે આવ્યો હતો... ‘કેમ છો....!!? તમે તો હરિભાઇ સાહેબના છોકરાને....??’

‘હા....!!’ ફાઇલોના કાગળોમાંથી નજર હટાવી મનુએ એના તરફ નજર કરી....

‘બહુ જ સારા હતા હરિભાઇ....!! એમના જેવા ઓફિસર કોઇ ન મળે આજના જમાનામાં...!! હંમેશ સાચ્ચી જ સલાહ આપતા...અમારા શેઠ મહેશભાઇનો ગુંચવાયેલ ગયેલ કેસ એમણે જ ઊકેલ્યો હતો....એમને તો હાઇ બીપી હતુંને....??!!’

‘ના....!!’ મનુએ સાશ્ચર્ય પુછ્યું, ‘કેમ પુછવું પડ્યું...?’

‘એ...તો એમણે અમારા મેડિકલ સ્ટોર પરથી છએક મહિના પહેલાં હાઇ બીપી માટે ગોળીઓ લીધી હતી...! એ તો પ્રિસ્કિપ્શન પણ ભુલી ગયેલ...અરે...!! દવાનું નામ પણ એમને ખાસ યાદ ન્હોતું...મેં જ એમને ગોળીઓ આપેલ એટલે બરાબર યાદ રહી ગયું છે મને....!!’

‘એ...એ...એ......મ...!!’ મનુના આશ્ચર્યનો ગુણાકાર થતો હતો, ‘પિતાજીએ કદાચ...કોઇ બીજા માટે....!!’

‘બની શકે...પણ બિલ તો એમણે એમના નામનું જ બનાવેલ....!! રસીદ મેં જ ફાડેલ....! મહેશભાઇએ તો એના પૈસા લેવા ચોખ્ખી ના જ પાડેલ....પણ હરિભાઇ એમ શાના માને....? નવ પત્તા લીધેલ....મેં દશ આપવા કહેલ તો એમણે ના કહેલ....ત્રણ મહિના ચાલે એટલે ગોળીઓ લીધી હતી...તમારી ઘરે કદાચ બચી પણ હશે....!!’

વિચારતો થઇ ગયો મનુ....

-હાઇ બ્લડ પ્રેસર....??!! પિતાજીને....હાઇ બીપી....??!!’

-ડૉ. દેસાઇએ તો છાતી ઠોકીને કહ્યું હતુંઃ કંઇ નથી....

-તો પછી દવા...હાઇ બી...પીની...?? ત્રણ મહિના ચાલે એટલી...એવું હોય તો બા તો વાત કરેજને....?? પિતાજી બાને તો દરેક વાત કરે જ....ને બાએ મને તો એ વાત કરી જ હોય....

-હાઇ બીપી....!!

-હાઇ બીપી....હાઇ બ્લડ પ્રેસર મટાડવાની દવા....!!

-એ દવા પ્રેશર ઓછું કરે...બ્લડ પ્રેસર ઘટાડે....પ્રેસર લો કરે...!!

-ત્રણેક મહિના ચાલે એટલી ગોળીઓ...નવ પત્તા...નેવું ગોળીઓ...!!

-સારો માણસ આટલી ગોળીઓ એક સામટી ગળે....તો બ્લડ પ્રેસર એકદમ લો થઇ જાય...ઓછું થઇ...ઘટી જાય...અને હાર્ટ બેસી જાય...!! કોઇને કંઇ ખબરે ય ન પડે...!! કંઇક સમીકરણો મંડતા હતા મનુના મનમાં ને આપોઆપ ઉકેલાતા હતા...

-ઓહ....!! તો પિતાજીએ....

સમજી ગયો મનુ...પિતાજીએ કહ્યું હતુંઃ હું તારા માટે કંઇક વ્યવસ્થા કરૂં છું...

-આવી વ્યસ્થા કરી તમે મારે...માટે...??

-ઓ.....હ......!! પિ.....તા.....જી.....!!!

મનુની આંખ આસુંઓથી છલકાય ગઇ....પિતાજીનો પ્રેમાળ ચહેરો મનદર્પણ પર પ્રતિબિંબિત થઇ ગયો....ડૂસકે ડુસકે રડ્યો છે મનુ...હજુ સુધી રડતો જ રહ્યો છે...રડતો જ રહ્યો છે...રડતો જ રહ્યો છે...રડતો જ રહ્યો છે....

(સમાપ્ત)

બહારે ફિર ભી આતી હૈ.....

‘ઇટ્‌સ મી...હની....!!’ એક ડૂસકું.... ‘પ્લીસ, પીક અપ.....!! પ્લીઇઇઇઇસ....!!’ ઊંડો નિઃશ્વાસ... ‘અહિં બધું જ સળઘી રહ્યું છે...!! આગ...આગ....ફાયર.....!! ઓહ ગોડ!! ઓહ ભગવાન....!! કદાચ, આપણે હવે કદી મળી નથી શકવાના....ગોડ નોઝ....!!! પ્લીઇઇઇઇસ, ટેઇક કેર ઓફ યોર સેલ્ફ !! એન્ડ સોની.... આઇ લવ યુ....યુ......!!’

આ છેલ્લાં શબ્દો હતા મોનાના... જે મિહિરના વોઇસ મેઇલમાં સેવ થયા. મિહિર બોર્ડની મિટિંગમાં હતો.. એની ચેમ્બરમાં એનો સેલફોન ઓફ હતો..બંધ હતો...બૅયર ફાર્માસ્યુટિકલ્સમાં મિહિર બાયો મેડિસિન ડિપાર્ટમેન્ટનો ડાયરેક્ટર હતો..

‘આઇ એમ સોરી ટુ સે મેમ્બર્સ !!’ બૅયરના સી. ઇ. ઓ. મિસ્ટર એરિક હેન્ડરસને ઊંડો શ્વાસ લઇ કહ્યું.., ‘વી હેવ ટુ સ્ટોપ ધ મિટીંગ.. !’ છેલ્લાં બે કલાકથી મિટિંગ ચાલી રહી હતી ને હજુ બીજા બે કલાક ચાલે એમ હતી...ફ્યુચર સ્ટ્રેટજી ઓફ રિસર્ચ ઇન બાયો મેડિસન પર આ બહુ જ અગત્યની મિટિંગ હતી..

કંપનીની જીવાદોરી સમાન રિસર્ચની મિટીંગ અને આમ અધવચ્ચે એ બંધ કરવાની વાતથી બોર્ડના સહુ સભ્યો સાશ્ચર્ય ડૉ. એરિક તરફ જોવા લાગ્યા..

‘વી આર અન્ડર અટેક!!’ ઊંડો શ્વાસ લઇ એ બોલ્યા, ‘વી આર અંડર એટક! અમેરિકા પર હુમલો થયો છે. આઇ એમ સોરી ટુ સે બટ વર્લ્ડ ટ્રેડ સેંટર ઇસ અંડર અટેક!! એન્જડ બોથ ધી ટાવરર્સ આર કોલેપ્સ્ડ !!!’

‘વ્હો....ઓ....ઓ....ઓ....ટ ??’ મિહિર પોતાની ખુરશી પરથી ઊછળીને ઉભો થઇ ગયો..

‘ય....સ....!!’

દોડતો એ પોતાની ચેમ્બરમાં ગયો ને સેલ ફોનનો વોઇસ મેઇલ સાંભળ્યો...

‘આ....આ....ઇ....ઇ....લવ યુ!!’ છેલ્લાં શબ્દો હતા મોનાના...

એક શૂન્યવકાશ છવાય ગયો મિહિરના મગજમાં...

‘મો ઓ ઓ ઓ ના આ આ આ!!! મો..............ના આ આ!!’ એનાથી ચિસ પડાય ગઇ..

‘મોના.... આ....!’ એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મોના, એની પત્ની વર્લ્ડ ટ્રેઇડ સેન્ટરમાં આવેલ મેરિલ લિંચમાં ચિફ એકાઉન્ટન્ટનું કામ કરતી હતી.

‘ઓ...હ ગોડ...! ઓ...હ ગોડ...!!’ મિહિર સાથે જ કામ કરતો મેક એની પાછળ જ દોડતો એની ઓફિસમાં આવ્યો હતો. એણે આક્રંદ કરતાં-તરફડતા મિહિરને પોતાની બાથમાં લઇ લીધો. એની આંખો પણ ભીની થઇ ગઇ હતી..’પ્લી ઇઇઇઇ સ, કન્ટ્રોલ યોરસેલ્ફ મિહિર...!!!’

મિહિરની ચેમ્બર હવે ઘણા બધા સાથી કર્મચારીઓથી ભરાય ગઇ...સહુના ચહેરા પર રોષ હતો...આક્રોશ હતો....ક્રોધ હતો....!!

એટલાંમાં જ મિહિરનો સેલ-ફોન રણક્યો....

ડૂસકું રોકી...આસું ખાળી ધ્રુજતાં હાથે એણે ફ્લિપ ફોન ખોલ્યોઃ ‘હ...લ્લો....!!!’

‘ડે એ એ એ એ ડ....!!’ સામેના છેડે એની પુત્રી સોની હતી...એ પણ રડતી જ હતી...બન્ને બાપ દીકરી મૌન રહી જાણે હજારો શબ્દો કહી રહ્યા હતા એક બીજાને....!!

‘ડે....ડ !!’ સોની રડતાં રડતાં માંડ બોલી, ‘આઇ ટોલ્ક્રડ ટુ હર!! મેં મોમ સાથે વાત કરી...એણે તમને પણ કોલ કરેલ પણ યુ વેર બીઝી ઇન ધ મિટિંગ... મોમને પણ ખબર હતી કે તમારે રિસર્ચ બોર્ડની મિટિંગ છે....’

‘ઓ...હ...!!’

‘હું આવું છું! એએએમ કમિંગ...ટુ યોર ઓફિસ....!’ સોની રટ્‌ગર્સ યુનિવર્સિટી ખાતે મેડિકલ સાયંસનો અભ્યાસ કરતી હતી...

‘વોટ શુલ્ડ આઇ ડુ?’ પેપર ટિસ્યુથી નાક સાફ કરતાં સહુ તરફ જોઇ મિહિરે પૂછ્યું. સહુ જાણી ચુક્યા હતા કે આ પ્રશ્નનો જવાબ આપવો અતિ મુશ્કેલ હતો...લગભગ અશક્ય હતો હાલના સંજોગોમાં..

-હવે શું ???

ન્યુયોર્ક જતાં બધાં જ રસ્તા બંધ થઇ ગયા હતા... આખું અમેરિકા સ્તબ્ધ બની ગયું ! આખી દુનિયા ડઘાય ગઇ.. અમેરિકાનું સહુથી ગૌરવવંત્તુ ટ્રેડ સેન્ટર પળભરમાં ધૂળનો ઢગલો થઇ ગયું!! ગ્રાઉન્ડ ઝીરોઓ...ઓ...ઓ!!!

‘આઇ વોંટ ટુ ગો ધેર!! મારી મોનાને કંઇ જ નથી થયું! કંઇ જ નથી થવાનું, શી મસ્ટ બી ઓકે!! શી વીલ બી ઓકે!!’ રડતાં રડતાં મિહિર બોલતો હતો, ‘શી શુલ્ડ બી ઓકે...સમબડી ટેલ મી હુ ડીડ ધીસ? વ્હાઇ ધે ડીડી ધીસ ? વ્હાઇ...વ્હાઇ...વ્હાઇ...??’

કોઇ પાસે ક્યાં કંઇ પણ જવાબ હતો.

‘આઇ એમ રિયલી વેરી સોરી, મિસ્ટર મિહિર...વિ ઓલ આર વેરી સોરી.’ ડૉ. એરિકે મિહિરની પીઠ પર ધીરે ધીરે હાથ પસવારતા પસવારતા કહ્યું, ‘આઇ અમિજિએટલી ટ્રાયર ટુ કોન્ટેકટ હોય લાઇન...બટ હી ઇસ નાવ વેરી બીઝી... !’ ડૉ. એરિકે મિહિરને સાંત્વના આપતા કહ્યું.

વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સાઉથ બ્લોકના જે માળે વિમાન ઝીંકાયું હતું તેના બરાબર ઉપરના માળે જ મોના કામ કરતી હતી.

મોના...!મોના...!!મોના...!!!મોના...!!!!

આજથી છવ્વીસ-સત્તાવીસ વરસ પહેલાં મિહિર મોનાને મુમ્બઇ ખાતે મળ્યો હતો. મોના આવી હતી એના મા-બાપ સાથે ભારત દર્શન માટે. અને પછી એમણે મોનાના લગ્ન માટે વિચાર કર્યો હતો...એ મોનાને અને મોના એને પસંદ પડ્યા હતા. બન્ને એક કોમન મિત્રની લગ્નની પાર્ટીમાં ભેગા થયા..

મિહિર સીધો સાદો, સ્વપ્નશીલ આંખો વાળો, થોડો ખોવાયેલો ખોવાયેલો યુવાન હતો!! જ્યારે મોના પોલિશ્ડ, પણ ઉછળતી વહેતી નદી જેવી તરવરતી યુવતી હતી. જે સેવેલા સ્વપ્નોને આકાલ કરવાની ક્ષમતા ધરાવતી હતી. મોનાને મિહિરની સાદાઇ પસંદ પડી ગઇ. અમેરિકાના દેશી યુવાનોમાં ખાસ જોવા મળતી ઉછાંછળા વત્તિ મિહિરમાં જરાય ન હતી.

એ સિધો સાદો હતો. સરળ હતો. આ જ સરળતા પસંદ આવી ગઇ મોનાને!! મિહિરને બાય-ટેકનોલોજીમાં ખાસ રસ હતો.બોમ્બે યુનિવર્સિટીનો એ સ્કોલર હતો. એણે જીનેટિક એન્જીનિયરમાં ઘણી જ સિધ્ધીઓ મેળવી હતી. કેંસર. પાર્કિનસંસ, એઇડ્‌સ જેવા અસાધ્ય રોગોનો સામનો કરવો હોય તો જીનેટિક એન્જીનિયરિંગ જેવાં વિજ્ઞાન વગર કોઇ આરો નથી; ઓવારો નથી એવું મિહિર માનતો હતો.. ઘણો જ વિચાર કર્યા બાદ મોનાએ એને લગ્ન માટે તૈયાર થયો હતો.

એનું કોઇ સગુ-વ્હાલું અમેરિકામાં ન્હોતું. અહિં અમેરિકા આવ્યા બાદ મોનાએ એને અપનાવી લીધો. ધીરે ધીરે એનો ડર મોનાએ દુર કર્યો. એનામાં આત્મવિશ્વાસની જ્યોત જગાવી. મિહિર માટે મોના હરદમ લભ્ય રહેતી. કારણે કે, મોના સુશીલ, સંસ્કારી હતી. નિર્દભ હતી.. સાલસ હતી..ભલે એ અહિં અમેરિકામાં જન્મી હતી, ઉછરી હતી પણ એનાં સંસ્કારી ભારતિય હતા ! દેશી હતા.!

મોનાઅએ મિહિરને ઘડ્યો.. ડ્રાયવિંગ શિખવ્યું. કાર લઇ આપી... જાણે એ કાદવનો નિરાકાર પિંડ હતો તેમાંથી એક નયનરમ્ય અપાવ્યું. એની ફિ માટે મોના બે-બે જોબ કરતી. એ બાયો-ટેકનોલોજીમાં પી એચડી થયો. મિહિર માટે મોના પ્રેરણામુર્તિ હતી. પ્રેમની દેવી હતી.. અને ઓવરઓલ એની પત્ની હતી..

-ઓ...હ...મોના...!! મોના....!! તું ક્યાં છે...??

-એર !! તું તો મારા હૈયમાં છે!! મારી રગ રગમાં છે.!! મારા ઉરના હર ધબકારમાં છે!!

સોની દોડતી મિહિરની ચેમ્બરમાં ધસી આવી. રડતી-કકડતી.. બાપ-દિકરી બન્ને એક બીજાને ભેટીને રડવા લાગ્યા. ડૂસકે!! ડૂસકે !! સમય જાણે સહમી ગયો. કાળ વિકરાળ બની ગયો. ચેમ્બરમાંથી એક પછી એક કર્મચારીઓ ધીરે ધીરે સરકી ગયા...બન્નેને એકાંત આપવા.

શોકની એક ઘેરી કાલિમા છવાય ગઇ હતી સહુના ચહેરા પર.

થોડા સમય પછી માંડ પોતાના રૂદન પર કાબુ મેળવતા સોની બોલી, ‘ડેડ, આઇ વોન્ટ ટુ ગો ટુ ન્યુ યોર્ક.! આ...ઇ...!’ એ ફરી રડી પડી.

સોનીની જમણી હથેળી પોતાના બન્ને પંજામાં પ્રેમથી થપથપાવતા મિહિર ભીના અવાજે શાંત સ્વરે બોલ્યો, ‘ત્યાં જઇને શું મળશે આપણને. ?? તારી ઓમ ??ઓહ ગોડ....!!

થોડો સમય મૌન મૌન બન્ને એક બીજાને સાંત્વના આપતા રહ્યા.. હવે શું કરવં એ વિશે બન્ને અજાણ હતા.. મુંઝાયેલ હતા.

હળવેકથી મિહિરનો આસિસ્ટટ્‌ન્ટ મૅંક પાણીની બે બોટલો લઇને ચેમ્બરમાં આવ્યો.. બન્નેએ એમાંથી એક બે ઘુંટ પાણી પીધું.

-મિસ્ટિર મિહિર, હાઉ કેન આઇ હેલ્પ યુ.. . ?? મૅંકે મિહિર તરફ પુછ્યું..

શૂન્યમાં તાકતો હોય તેમ મિહિર મૅંક તરફ નિહાળી રહ્યો. એની આંખો માં રતાશ છવાઇ ગઇ હતી.. પણ આસુંઓ સુકાય ગયા હતા.. આસુંનું સ્થાન એક ઘેરી હતાશાએ લઇ લીધું.. અસીમ નિરાશાએ લઇ લીધું...

જાણે મિહિર પળભરમાં જ બદલાય ગયો!! એનું અકળ મૌન સહુને અકળાવતું હતુ.. ‘લેટ્‌સ ગો ટુ યોર હોમ!! આઇ વિલ ડ્રાઇવ!! ગિવ યોર કાર કીઝ..ર્‌સમબડી વિલ ડ્રોપ યોર કાર્સ!’

મૅક સમજતો હતો. બન્ને માટે આવી વિચલિત માનસિક પરિસ્થિતીમાં ડ્રાઇવ કરવું અઘરું હતું. બન્ને મૅક સાથે સહમત થયા.. ઘરે આવ્યા. આખે આખું ઘર ખાવા આવતું હોય એમ લાગ્યું ! જાણે પુછતું હતું ક્યાં છે મોના?? મારી મોના....???

ઊંડો શ્વાસ લઇ મિહિરે ટીવી ચાલુ કર્યું. દરેક ચેનલ પર વર્લ્ડ ટ્રેડ સેન્ટરના જ સમાચારો આવતા હતા. લા...ઇ...વ...! મિહિરની લાગણીઓ જાણે સાવ થીજી ગઇ !! એ કંઇ વિચારી શકતો ન હતો..બાઘો બાઘો થઇ ગયો હતો..સોનીએ હોટ લાઇનના ફોન નંબરો નોંધી લઇ એ નંબરો ડાયલ કરવા માંડ્યા. થોડાં સમય પછી લાઇન મળી એટલે એણે ભારે હૈયે મોનાની માહિતી નોંધવી..

મોનાના મમ્મી - પપ્પા ઇંડિયા ગયા હતા. એમનો ફોન આવ્યો. એઓ અહિં આવવા નીકળી ગયા હતા. મિહિરના મોટા ભાઇનો પણ ઇંડિયાથી બે વાર ફોન આવી ગાય એઓ પણ આવવાની કોશિષ કરી રહ્યા હતા.. સાંજના સાત - સાડા સાત થયા. નજીકના મિત્રો સગા-વ્હાલા મિહિરના ઘરે આવ્યા. સોનીનો બોય ફ્રેન્ડ ક્રિસ પણ આવી ગયો.

સહુ સહમી ગયા હતા.. આ અમાનવિયતાની પરાકાષ્ટા હતી. માનવ જ દાનવ બન્યો હતો એને હજારો નિર્દોષ જીંદગી આંતકવાદની આગમાં હોમાય ગઇ હતી...!! જાત જાતની અફવાઓ ફેલાઇ હતી...ટીવી ચેનલોએ પણ સહુ મનોરંજન પ્રોગ્રામો,જાહેરાતો બંધ કરી દીધી હતી...ફક્ત વર્લ્ડ ટ્રેડ સેંટર અને પેંટાગોન પરના હુમલાના જ સમાચાર આવતા હતા. આખું અમેરિકા શોકમગ્ન થઇ ગયું હતું...સ્વંય શોકની ઘેરી કાલિમા છવાઇ ગઇ હતી આખા અમેરિકામાં.. આખી દુનિયામાં...

ટાકો-બેલમાંથી ક્રિસ બધા માટે ખાવાનું લઇ આવ્યો. ક્રિસ સોની સાથે જ રટગર્સમાં જ મેડિકલ સાયંસનું ભણતો હતો. એકદમ સાલસ, હળવો અને રમુજી હતો..કોઇએ કંઇ ખાસ ખાધું નહિ.. અને ખવાય પણ કઇ રીતે આવા સંજોગોમાં

‘સોની...!!’ ક્રિસ અને સોની સોનીના રૂમમાં મળ્યા...ક્રિસને ભેટીને સોની ફરીથી ખુબ રડી.. એણે એક વાર ન્યુયોર્ક જવું હતું..

‘આઇ વોન્ટ ટુ ગો પ્લી...ઇઇઇલ !!’ રડતાં રડતાં એ બોલતી હતી, ‘પ્લીસ, ટેઇક મી ધેર...!!’ ક્રિસે એને રડવા દીધી..એની પીઠ પસરાવતા પસવારતા એણે એને સાંત્વના આપતા કહ્યું, ‘વી વીલ ગો...!! આઇ વીલ કમ વિથ યુ ટુમોરો...ડિયર!!’ પછી એની હડ્‌પચી પકડી એનો ચહેરો ઊૅચો કરી કહ્યું, ‘બટ પ્લીસ, કંટ્રોલ યોરસેલ્ફ !! વી શુલ્ડ થિંક એબાઉટ ડેડ... છેલ્લાં ચાર કલાકથી એખો એક પણ શબ્દ નથી બોલ્યા..રડ્યા નથી... ઇવને હી ડીડ નોટ બ્લિન્ક....!!’

‘હી ઇસ શોક્ડ !!’

‘આઇ નો બાટ!!’ ક્રિસ શબ્દો ગોઠવતો હોય એમ બોલ્યો... ‘હી શુલ્ડ એકસપ્રેસ હીસ ફિલિંગ્સ... ઇટ ઇસ વેરી ઇમ્પોર્ટન્ટ!!’

* * * * * * * *

બીજે દિવસે ક્રિસે બધી તપાસ કરી. ઘણું જ મુશ્કેલ હતું ન્યુયોર્ક જવાનું. હડસન પરના બ્રિજ, ટનલો સહુ પર સિક્યુરિટી વધારી દેવામાં આવી હતી. ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકાયો હતો. માસ ટ્રાંસિટ સર્વિસ બહુ જ ઓછી હતી.

લોઅર મેનહટન વિસ્તાર આખે આખો પોલિસના કબ્જામાં હતો. સોનીએ ફક્ત એક વાર વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે જવું હતું. મિહિર મૌન થઇ ગયો હતો. એની તો જાણે વિચારશક્તિ જ જાણે કુંઠિત થઇ ગઇ હતી!! મોના જે કંપનીમાં કામ કરતી હતી એમાંથી વહેલી સવારે ફોન આવ્યો.

એઓએ ન્યુયોર્કમાં કંટ્રોલ યુનિટ ઉભું કર્યું હતું. હોટ લાઇન સ્થાપી હતીઃ એમના આહત થયેલ, અસર પામેલ કર્મચારીઓ માટે. એમનો ક્રિસે સંપર્ક કર્યો. એમણે તરત જ વ્યવસ્થા કરી.. પરમિટ મેળવી અને મિલો મોકલાવી. ક્રિસ અને સોની આવી પહોંચ્યા ગ્રાઉન્ડ ઝિરોની નજદિક..

એકસો દશ માળનું ગૌરવવતું વર્લ્ડ ટ્રેડ સેન્ટર કાટમાળના ડુંગરમાં ફેરવાય ગયું હતું! ક્યાંક ક્યાંકથી ધુમાડા નીકળતા હતા. ક્યાંક હજુ ય આગ લપકારા મારતી હતી! ફાયર એન્જીનો એકધારૂં પાણી છાંટતા હતા..

.આખા ય વિસ્તારમાં આતંકવાદની એક અગમ્ય દુર્ગંધ છવાઇ ગઇ હતી. આખા અમેરિકામાંથી સેવાધારી યુવક યુવતીઓ પાવડા, તગારા, ટમ્બલર વગેરે લઇ ઉમટી પડ્યા હતા. એઓના ટોળાને વ્યવસ્થિત કરવામાં આવી રહ્યા હતા..

કાટમાળના આ મહાકાય પર્વતને ઉલેચવા માટે હાલે મશિનરી નિ વાપરવાનો નિર્ણ. લેવાયો હતો કે જેથી કાટમાળ નીચે કોઇ દબાયું તો અઓને બચાવી શકાય.. એટલે સાથી હાથ બઢાના સાથી રે....ની પુકાર ઊઠી હતી અને એનો જબરો પ્રતિસાદ મળ્યો હતો!!

સોની અવાક થઇ ગઇ.. કાટમાળના ઢગલામાં હજારો જિંદગી ધરબાઇ ગઇ હતી અને એમાં એની પ્રેમાળ મોમ હતી.. મોના હતી..!! મોમનો લાવણ્યમય મધુરો ચહેરો તરી આવ્યો મન દર્પણ પર!! કાટમાળથી ખાસે દુર એઓને ઉભાં રાખવામાં આવ્યા..

એ મોનાનો ફોટો સાથે લઇ આવી હતી. સાથે સાથે મોનોએ ઘરના ગાર્ડનમાં પ્રેમથી ઉછારેલ ગુલાબના છોડ પરથી ગુલાબના દશ-પંદર પુષ્પો પણ એ લઇ આવી હતી. સોનીએ ગ્રાઉન્ડ ઝિરોની જેટલું જઇ શકાય એટલું નજદિક જઇ વોલ્કવે-ફુટપાથની ફરસ પોતાની હથેળીથી શક્ય હોય એટલી સાફ કરી મોનાનો ફોટો મુક્યો.

બાજુમાં ગુલાબના પુષ્પો પ્રેમથી મુક્યા. નીચે નમીને જે કંઇ ધૂળ-રાખ હાથમાં આવી એની ચપડી ભરી એણે પોતાના કપાળે આદર પુર્વક લગાડી અને શાંત ચિત્તે આંખો બંધ કરી બે હાથ જોડી એ ઊભી રહી.. ક્રિસ પણ એને અનુસર્યો..

થોડી શાંત પળો એમ જ ધીમેથી પસાર થઇ. પવનની એક હળવી લહેર આવી એના વાળની લટને સહેલાવી ગઇ!! જાણે ન આવી હોય !! મોમે એના વાળમાં હાથ ન ફેરવ્યો હોય!! હળવો મલકાટ ફરી આવ્યો એના મ્લાન મુખ પર!! આંખમાં ભીનાશ તરી આવી...

-મો ઓ ઓ ઓ ઓ મ !!! સોનીના મ્હોંમાંથી સ્વગત શબ્દો સરી ગયા...

સોનીઅએ હળવેકથી આંખો ખોલી. જોયું તો એની સાથે સાથે લગભગ પચાસ-સાંઠ સ્ત્રી-પુરુષો બે હાથ જોડીને તો કેટલાંક નતમસ્તક એની આસપાસ ઉભા હતા...!! શ્વેત-શ્યામ, ઘઉંવર્ણા, રંગીન !! એક અદભુત દ્રશ્ય રચાયું હતું એ !! એઓની કોઇ જ્ઞાતિ ન્હોતી...!! ન તો એઓ હિન્દુ હતા !! ન મુસ્લિમ !! ન ઇશાઇ !!બસ, માનવો હતા એ સહુ !!

સોનીની આંખો ભરાય આવી...ના, એ સાવ એકલી ન્હોતી...!!

સાંઠેક વરસની એક ગોરી પ્રોઢ્ઢા ધીમે પગલે એની પાસે આવી. એના ગુલાબી ચહેરા પર એક અનુકંપા હતી.. અજંપો હતો...આક્રોશ હતો...છતાં, એક ભવ્ય શાતા પણ હતી..! એણે સોનીને પ્રેમથી બાથમાં લઇ લીધી.. સોનીને પરમ શાંતિનો અનુભવ થયો... ત્રણેક મિનિટ ચાલ્યું હશે એ આલિંગન..જેણે સોનીને નિર્મળ પ્રેમના પ્રવાહમાં વહેડાવી!!!

‘થેંક્યુ...યુ...યુ...!!’ સોનીએ પ્રોઢ્ઢાનો હાથ પોતાના હાથમાં લઇ કહ્યું, ‘માય...મો...ઓ..મ !!’

પ્રોઢ્ઢાએ એના પર્સમાંથી એક તસવીર કાઢી. એ એક યુવાનનો ફોટો હતો.. હસતો થનગનતો યુવાન !! ફાયર ફાયટરના યુનિફોર્મમાં !!!

‘માય સન કાર્લોસ...’ ધીમા સ્વરે વૃધ્ધા બોલી..

‘ઓ...હ...!!’

‘હી વોઝ ઓન્લિ ટ્‌વેન્ટિફાઇવ !!’ વૃધ્ધા શાંત સ્વરે બોલતી હતી, ‘હી વોઝ વેરી એનરેજેટીક. બની ફની, કૂલ ઓફ હ્યુમાનીટી.. !! લાસ્ટ મન્થ હી જોઇન્ટ એસ એફાયર ફાયટર એક બુકલિન ફાયર સ્ટેશન!! એંજિન ટેન...!!’ ફોટામાં કાર્લોસને એક મધુરું ચુંબન કરતીં એ બોલી. એની રાખોડી આંખોમાંથી નર્યું માવતર નિતરતું હતું.. ધીરેથી એણે બીજી તસવીર સોનીને આપી.. ‘કાર્લોસ વાઇફ જેઇન...!!એન્ડ હિસ સન કાર્લોસ જુનિયર...!!’

એ તસવીર નીહાળી રૂવાંટા ઊભા થઇ ગયા સોનાના !!!

તસવીર કોઇ હોસ્પિટલમાં લેવાઇ હતી... કાર્લોસ અને જેઇનની વચ્ચે તરત જન્મેલ ફુલ ગુલાબી કાર્લોસ જુનિયર હતો... બન્ને મા-બાપના ચહેરા પર હાસ્ય હતું. નવા નવા મા-બાપ બનવાનો અવર્ણિય આનંદ હતો !!!

‘ઓ ઓ ઓ હ....!!’ સોનીથી ભારેખમ નિઃશ્વાસ નંખાય ગયો... ‘આઇ એમ વેરી વેરી સોરી...!’ એણે વૃધ્ધાના બન્ને હાથો ફરી પોતાના હાથમાં લઇ લાગાણીથી દબાવ્યા...

‘વ્હા...આ...આ...ઇઇઇ ?’ વૃધ્ધાએ સોનીની નજર સાથે નજર મેળવતાં કહ્યું, ‘વ્હાઇ વી હેવ ટુ બી સોરી...?’ સોનીના હાથમાંથી તસવીર લઇ પોતાના પર્સમાં મુકી. સયંત પણ સહેજ ઊંચા અવાજે એ બોલી...,

‘માય સન સેક્રિફાઇડ હીસ લાઇફ ટુ સેવ ધ પિપલ!! આઇ એમ વેરી પ્રાઉડ ઓફ હિમ...!’ એની પારદર્શિય રાખોડી આંખોમાં તરી આવેલ ભિનાશ એણે લુંછી, ‘આઇ વીલ નોટ ક્રાય...!’ એ લગભગ રડી પડી.... પણ પછી તુંરત પોતાના રૂદન પર કાબુ મેળવતાં એ બોલી... ‘આઇ કેને નોટ બી એન્ડ લાઇક ધીસ!! વી શુલ્ડ થિંક ઓફ ફ્યુચર!! વી કેન પ્રે....!! પ્રે ટુ ઓલમાઇટી ગોડ!!! જીસસ!! અલ્લાહ!! હરે રામા-હરે ક્રિશ્ના...!!!

પ્રે ફોર પીસ!!! પીસ ઓફ માઇન્ડ!! પીસ ઓફ ધેર સૉઉલ. હુ આર સ્લિપીંગ હિયર વીથ લોટસ્‌ ઓફ હોપ્સ.....! લોટસ્‌ ઓફ લવ !!’ એણે કાટમાળના ડુંગર તરફ ફરી આંખો બધ કરી, છાતી, બન્ને ખભાએ અને આંખોની વચ્ચે કપાળમાં મધ્યમાં પોતાનો જમણો હાથ લગાડી ક્રોસની સંજ્ઞા કરી કહ્યું, આ મે એ એ એ એ ન !!’

‘થેંક્સ સન...!’

પોલિસે સહુને ત્યાંથી નીકળવાની વિનંતી કરી... ટીવી રિપોર્ટર-કેમેરામેનના ટોળાંથી બચવા ત્રણે બહાર રોડ પર આવ્યા... ત્યાંથી દશમા બ્લોક પર સહુની કાર પાર્ક કરેલ હોય ત્યાં એઓ આવ્યા..મૌન મૌન !! મૌન પર જો પડઘાતું હતું!!

પાર્કિંગ લોટમાં સોની-ક્રિસની લિમો પહેલી આવી એટલે સોનીએ વૃધ્ધાને આલિંગન આપ્યું... વૃધ્ધાએ સોનીના જમણા ગાલ પર હળવું ચુંબન કર્યુઃ ‘ગોડ બ્લેસ યુ!!’

‘થેન્ક યુ મે....મ!!!’ સોનીએ ફરી વૃધ્ધાને ભેટી પડતાં સુધારીને ભાવવશ કહ્યું, ‘થેન્ક યુ, મો...ઓ....મ!!’

લિમોના ટ્રાઇવરે નમ્રતાપુર્વક કારનો પાછળનો જમણો ડોર ખોલ્યો..સોની અને ક્રિસ ધીરેથી કારમાં ગોઠવાયાં. કાર નીકળી એમના ઘરે આવવા જર્સી સીટી તરફ.

સોનીએ ક્રિસના વિશાળ ખભા પર પોતાનું માથું ઝુકાવ્યું અને આંખો બંધ કરી. એ જાણતી હતી કે એની મોમ હવે ફરી કદી આવવાની ન્હોતી...!! પણ એણે એકવાર ગ્રાઉન્ડ ઝીરો પર આવવું હતું !! અહિં આવવાથી એક અકળ વિશ્રાંતી મળી એના બેચેન દિલને...!! હવે પછીની જીંગદી જીવવાનો રાહ દર્શાવી ગઇ હતી એ અજાણી પ્રોઢ્ઢા !!

* * * * * * * *

ભારેખમ દિવસો પસાર થવા લાગ્યા. સગા-વ્હાલં-મિત્રો સહુ પોત-પોતાના કામે લાગી ગયા. મિહિરના ભાઇને વિસા ન મળ્યા. મોનાના મા-બાપ લગભગ એક મિહનો મિહિરા ઘરે રહ્યા. કરવી પડે તેવી વિધી, સારણ-તારણ વગેરે મોનાની આત્માની શાંતિ માટે કરવામાં આવી. સહુને ખબર તો હતી જ કે હવે મોના ફરી કદી આવવાની ન્હોતી..

કોઇ ખોટી અભિલાષા રાખવી પણ વ્યર્થ હતી. મિહિરે જાણે પોતાની જાતને સંકોરી દીધી!! એફ. બી. આઇના માણસો આવીને મોનાની કાંસકી, ટુથ બ્રશ વગેરેના નમુના લઇ ગયા. સોનીનું બ્લડ સેમ્પલ લઇ ગયા. ડી એન એ મેચિંગ માટે!!

સોની ડોર્મ કરતી હતી. રટગર્સના કેમ્પસ પર જ રહેતી હતી. એ જ એનાઅભ્યાસ માટે ઉપયોગી હતું. એનો અભ્યાસ ઘણો જ અઘરો હતો.. એ આવતી, વિક-એન્ડમાં ને ફરી પાછી એ પહોંચી જતી ન્યુ બુન્સવીક.

એણે એની જાતને પરોવી દીધી હતી અભ્યાસમાં, મોમનું સપનું સાકાર કરવાનું હતુંઃ એણે. પોતાની હોસ્પિટલ ખોલવાની હતી. પોતાનું ફર્ટિલિટી સેન્ટર ખોલવાનું હતું!! મોના ફર્ટિલિટી સેન્ટર!! અએ ગાયનેકોલોજીસ્ટનું ભણતી હતી. ઓબ્સ્ટ્રેટિશયનનું ભણતી હતી... !

મિહિરે પણ ધીરે ધીરે પોતાની જાતને જીવનની ઘટમાળમાં ફરી જોતરવાની કોષિશ કરવા માંડી. જ્યારે એ જોબપર જતો ત્યારે એનું મન થોડું રોકાયેલ રહેતું પણ જ્યારે એ ઘરે આવતો ત્યારે ગમગીન થઇ જતો.. આકરી એકલતા અનુભવતો..

એનું જીવન સાવ બદલાય ચુક્યું હતું !! પળે પળ એનો ખ્યાલ રાખનારી... ખ્યાલ કરનારી મોના હવે એને નરી એકલતાના એક દંડિયા મહેલમાં પુરીને સ્વર્ગે સિધાવી ગઇ હતી. એના અંગનો એક અગત્યનો હિસ્સો એ ગુમાવી ચુક્યો હતો...

મોનાની યાદ અસહ્ય બની જતી.. એકલતા અસહ્ય બની જતી... યાદોંના વનમાં એ ભટકતો અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો ખોજતો!! ને એ ખોજતા ખોજતા એ ખુદ ખોવાઇ જતો... જાણે એ પોતાને જ ઓળખતો ન હતો.. જ્યારે જ્યારે ્‌અરિસામાં પોતાને જોતો ત્યારે એને એવું લાગતું કે એનું જ પ્રતિબિંબ તાકી તારીને એને જોયા કરે છે!! જાણે પુછતું ન હોયઃ કોણ છે તું ???

કોઇ પીડા થતી ન હતી એને.. એક દિવસ સવારે દાઢી કરતાં બ્લેડ વાગી ગઇ.. ચીરો પડી ગયો ગાલ પર..!. લાલ ચટક લોહી વહેવા લાગ્યું એમાંથી!! એ જોતો જ રહ્યો એ વહેતા પોતાના લોહીને...!! ટપ... ટપ... ટપ... લોહી ટપકતું રહ્યું બેસિનમાં !! ચાર-પાંચ મિનિટ પછી જાણે એને એકદમ ભાન આવ્યું હોય એમ એણે એના પર ઠંડુ પાણી છાંટ્યું. કેબિનેટમાંથી બેન્ડેજ કાઢી લગાવી..!!

- લાવ, આજે તારી દાઢી હું બનાવી દઉં !! આમ પણ તું દાઢી કરતાં કરતાં જાણે ઘાસ કાપતો હોય તેમ લોન-મોવર જેવું જ ચલાવે છે.. અને બાય ગોડ, તારી દાઢી જંગલી ઘાસ કરતાં પણ કંઇ જાય એવી નથી!! કેટલી ખરબચડી છે એ??

એક રવિવારે મોનાએ જીદ કરીને એની દાઢી બનાવી આપી હતી... ત્યારે એ જરા પણ ઘાયલ ન્હોતો થયો...બાકી એકાદ કાપો તો પડ્યો જ સમજવો.. પછી તો મોના એના માટે ઇલેક્ટ્રિકલ રેઝર લઇ આવી હતી...બ્રાઉનનું એ રેઝર પણ છેલ્લાં કેટલાંક સમયથી બગડી ગયું હતું.. ને મિહિર એના ટપકતાં લોહીને જોઇ રહ્યો..!!

-મોના...મોના...મોના....!! પણ મોના ક્યાંય ન્હોતી!!!

કહેવાય છે કે સમય બધાં ઝખ્મોનો મલમ છે ! પણ મિહિરનો તો સમય જ થંભી ગયો હતો પછી તો ઝખમો શીદને રૂઝાય?

નાઇવ વન વન!!

પ્રથમ વરસી આવી..!!

ગ્રાઉન્ડ ઝીરો પર એક એનિવર્સરી સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું! મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા!! મિહિરને-સોનીને પણ આમંત્રણ આવ્યું.... પણ એ ન ગયો.... સોનીએ તો નક્કિ કર્યું જ હતું કે ગ્રાઉન્ડ ઝીરો પર બની શકે ત્યાં સુધી જીંદગીમાં ક્યારેય એક કદમ ન મુકવું.

મિહિર અલિપ્ત બનતો જતો હતો!!

પોતાનાથી... સમાજથી... સોનીથી...મોનાથી...સર્વથી !! કોઇ વાતમાં એને રસ પડતો ન્હોતો.. કલાકો સુધી મટકું માર્યા વિના એ દીવલોને તાકતો રહેતો !! એક કોશેટામાં પુરાઇ ગયો હતો મિહિર!! કોશેટાનું એ કવચ વધુ ને વધુ મજબુત થતું જતું હતું... સુષુપ્ત થઇ રહ્યો હતો મિહિર!!

સોનીને પણ એના ડેડની ચિંતા થતી હતી.. એવું ન્હોતું કે મિહિર પ્રયત્નો ન્હોતા કર્યા પાછા નોર્મલ થવા માટે... પણ એ એના મન પર નો કાબુ ગુમાવી ચુક્યો હતો....! ક્યારેક પ્રાર્થના, ક્યારેક મેડિટેશન, તો ક્યારેક સંગિત સાંભળવામાં એ પોતાની જાતને રોકવાની કોશિષ કરતો..

-તુમ યે કૈસે જુદા હો ગયે...હર તરફ હર જગહ હો ગયે....!!

જગજીતસિંગની ગઝલ ગુંજતી ત્યારે એ ફરી વધુ ગમગીન થઇ જતો... એકલો એકલો રડી પડતો...!! રાતભર પડખાં ફેરવતો રહેતો...!! બે.. બે.. એમ્બિયન ગળતો પણ નિંદ્રાને ને એના નયનોને જોજનો દુરનું અંતર રહેતું.. ઊંઘની ગોળીની પણ કોઇ અસર ન થતી...!!

એણે એની જાતને પોતાના કામમાં જોતરી દીધી. એના સીધા માર્ગદર્શન હેઠળ મહા ભયંકર અસાધ્ય રોગ એઇડ્‌સના નિયંત્રણ અને ઉપાય પર કામગીરી ચાલતી હતી. જીનોટાઇપીક એન્ટિરેટ્રોવાઇરલ પર ત્થા રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્ટેઝ પર પુરજોશમાં સંશોધન ચાલતું હતું ! એચઆઇવીના વાયરલ ડિએનએને અલગ કરી એમાં મ્યુટેશનથી એન્ટિબોડિઝ બનાવવાની શક્યતા હતી. સુપર ઇમ્યુન માઇક્રો ક્રોમોસોમ પર પણ સંશોધન ચાલતું હતું.

ઇમ્યુનોજીસિટી પર પણ અખતરાોના સારા પરિણામો મળી રહ્યા હતા. જો એ સફળ થાય તો અઇડ્‌સ અસાધ્ય રોગ રહેવાનો ન્હોતો. એ દાનવને નાથવાના બધા જ હથિયારો સજાવી બેઠો હતો મિહિર !! પણ એ પોતાની જાતથી હારી રહ્યો હતો.. એને આ કક્ષાએ લાવનારી એને ઘડનારી.. એની પ્રેરણામૂર્તિ જ એને છેહ દઇ ગઇ હતી....

તું નથી રહી આજ મુજ સાથ સનમ

હવે આ જીવવાને ક્યાં કોઇ કારણ છે...

સળગતી યાદો ને ખોખલા ખયાલો

બધાનો ઉકેલ બસ હવે તો મરણ છે...

મિહિરને મરી જવાનું મન થતું હતું.. આ જીવન આકરું; અકારું લાગતું હતું!! આત્મહત્યાના વિચારો એના મનના જવાળામુખીમાં ઊકળતા લાવાની માફક ઊકળતા... ઊછળતા હતા... ખદબદતા હતા... જ્યારે પણ એ ઊૅઘી જતો ત્યારે ઝબકીને જાગી જતો... ઘરની દીવાલો એના પર ધસી પડતી હોય એવું સંપનું આવતું... કાશ, એ સચ્ચાઇ હોય. રહ પણ ના, એ તો સપનું જ હતું!! સપનું જ સપનું રહતેું હોય છે.!! એ પથારીમાં પડખાં ફેરવતો રહેતો...દિગંતમાં જોતો રહેતો એ...!!

સોનીને પણ ચિંત્તા થતી હતી એના ડેડની...એનો અભ્યાસ પણ તન તોડ અને મન જોડ મહેનત માંગી લેતો હતો... સમય મળ્યે એ દોડી આવતી મિહિર પાસે... ત્યારે મિહિરને થોડું સારૂં લાગતું... પણ પછી આવી પડતી નરી એકલતા વધુ આકરી લાગતી... અકારી લાગતી... અકારી લાગતી!!

સમયને રોક્યો રોકાતો નથી...

હવે તો મિહિરને સરસ રસોઇ બનાવતા આવડી ગઇ. છતાં પણ મોટે ભાગે એ કમ્પનીના કાફેટેરિયામાં જ ખાય લેતો... સહકર્મચારીઓ એને એઓના ઘરે બોલાવતા પણ એ એઓને ત્યાં જવાનું ટાળતો... એ સમજતો હતો કે આવું અલિપ્ત રહીને આખું જીવન જીવી નથી શકાવાનું પણ....

એક રાત્રીએ માંડ માડ એ સુતો... સુવા માટે પ્રયત્નો કરવા પડતા.. ઊંઘિની દવાની આડ અસરની કારણે દિવસે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હોય તેમ એને લાગતું. એક વાર પોતાના ખોટા નિર્ણયને કારણે એને અફસોસ પણ થયો. મોનાને આમ યાદ કર્યા રાખવાથી કંઇ એ પાછી આવવાની ન્હોતી.

સાથી કર્મચારીઓએ એને ફરી કોઇ સ્ત્રી સાથે સંબંધ બાંધવા માટે આડકતરી રીતે - સીધી રીતે સુચનો પણ કર્યા ત્યારે એણે મ્લાન હસીને એ વાત ટાળી દીધી !!! એ મધરાતે એ ઝબકીને જાગી ગયો... ઘરમાં જાણે કોઇ ચાલતું હોય એવો ભાસ થયો...!! એને પરસેવો વળી આવ્યો...!! આવું કદી ય ન્હોતું થયું...!!

જાત જાતના વિચારો આવી ગયા એને!!! ધીરેથી ઉઠીને ચાર બેડ રૂમમાં એ એક આંટો મારી આવ્યો.. રેફ્રિજરેટરમાંથી પાણી લઇ પાણી પીધું.લિવિંગ રૂમમાં આવી સાઇડ સ્ટેંડિગ લેમ્પની લાઇટ સળગાવી એણે રિકલાયનર પર જ લંબાવ્યું. એણે જેમ બને તેમ જલ્દી કોઇ સાઇક્રિયાટિસ્ટને મળવાનું નક્કી કર્યું!!

નિંદ્રા તો વેરણ થઇ ગઇ હતી આજે...

-મોનાને નથી યાદ કરવી...હ...વે...!!

-શા માટે યાદ કરવી જોઇએ...હ...વે...?!

પોતાની જાત સાથે એ વાત કરવા લાગ્યો..

-શા માટે છોડી ગઇ મને તું આમ તડપતો એકલો છોડીને...??

એણે દીવાલ પર લટકતી મોનાની તસવીર તરફ એક નજર કરી!!

તસવીરમાં મોના લિયોનાર્દોની મોનાલિસાની માફક જ મરકતી હતી... મારકણું...!!

મિહિર ક્યાંય સુધી એકધારું જોતો રહ્યો એ તસવીર તરફ....! એના પર સુખડનો હાર પહેરાવેલ હતો !!!

તારી તસવીરને હાર ચઢી ગયો....

જિંદગી મારીનો ભાર વધી ગયો...

એ ઉભો થયો રિક્લાયનર પરથી... ગરાજમાં જઇ સ્ટેપ સ્ટૂલ લઇ આવ્યો.. દીવાલ પરથી એણે મોનની તસવીર ધીરેથી ઉતારી.. એના પર ચઢાવેલ સુખડના હારમાંથી ચાર વરસ પછી હજુ ય સુવાસ આવતી હતી..!!

-આવી જ સુવાસ મોના કેશમાંથી આવતી!!

હળવેકથી એણે તસવીરની મોનાના ગાલ પર હાથ ફેરવ્યો... તસવીર ચહેરાની નજીક લાવી એના હોઠો પર મધુરુ ચુંબન કર્યુ !! થોડી વાર સુધી એ તસવીરને બે હાથોમાં પકડી તાકી રહ્યો.. એનું પોતાનું પ્રતિબિંબ પણ તસવીરના કાચમાં પડતું હતું!! જાણે એ મને મોના એક થઇ ગયા ફરી એ ઉપર આવ્યો... દીવાલ તરફ એક નજર કરી.... દીવાલ ખાલી ખાલી લાગતી હતી...

ના, આખી દીવાલ જ જાણે મોનાની તસવીર બની ગઇ હતી...!!

બે હાથ પહોળ કરી દીવાલને ભેટી એ રડી પડ્યો !!

ઘરની ભીંતો પરથી તો કોઇ પણ તસવીર ઉતારી શકાય પણ દિલની દીવાલો પર લાગેલ છબીને તે કોણ ઉતારે....??

* * * * * * * *

માર્ચ મહિનો બેસી ગયો હતો... આ વરસે વિન્ટર થોડો આકરો હતો. પણ હવે બહાર ઋતુ કોઇ મસ્ત યૌવનાની માફક ફળીવળી હતી આ અવનિ પર અને એના એક સ્પર્શે વૃક્ષોને નવપલ્લિત કરી દીધા હતા. પુસ્પોથી લચી પડ્યા હતા એ સહુ...

સોનીનો અભ્યાસ પુર્ણતાને આરે હતો... એક વરસની થકવી નાંખનારી રેસિડન્સી પણ પુરી થઇ ગઇ હતી... સતત દબાણ હેઠળ કઇ રીતે કામ કરવું, કેવી રીતે દર્દીઓને સંભાળવા વગેરે અગત્યના પાસાંઓ વિશે પ્રત્યક્ષ અનુભવ્યું એણે ....હવે તો બસ આરામ કરવો છે સ્પ્રિંગ બ્રેકમાં...!! એ એના રૂમમાં સુતી હતી..

ધીરેથી મિહિર એના રૂમમાં આવ્યો..સોનીના કપાળ પર પ્રેમથી ચુમી કરી...! એમ કરવા જતાં સોની જાગી ગઇ...એણે મિહિરના બન્નેહાથ પકડી બળ પુર્વક એને પલંગ પર બેસાડી દીધો. એના ખોળામાં નાની બાળકીની માફક માથું મુકી દીધું,

‘આઇ લવ યુ, ડેડ !!’

મૌન મૌન મિહિર એના સુંવાળાં વાળમાં આંગળા ફેરવવા લાગ્યો...

-કેટલી મોટ્ટી થઇ ગઇ મારી દીકરી...?! મિહિરે મનોમન વિચાર્યું.

સોની આંખ મીંચી ફરી શાંતિથી સુઇ ગઇ હતી..છેલ્લાં દશ દિવસ સોની ઘરે આવી એટલે ઘર ઘર જેવું લાગતું હતું. બાકી તો કોણ થોડી દીવાલો ને એક છતને ઘર કહે?! મિહિરે ધીરે ધીરે પોતાની જાત પર કાબુ મેળવવા માંડ્યો હતો..

સાયક્રિયાટિસ્ટની સાથો થોડી સિટિંગ પછી એણે પોતાના મનને મનાવી લીધું હતું...મનાવી લેવાની કોષિશ કરી હતી... છતાં પણ મોના એના મનના કોઇક અજાણ્યા ખુણામાં સંતાય રહેતી....તે ક્યારેક અચાનક અંતઃકરણના દ્ધારે આવી છપ્પો મારી ને પાછી સંતાય જતી !!

આજે શનિવાર હતો. મોટે ભાગે તો મિહિર વિકએન્ડમાં પણ કામ પર જતો રહેતો પણ જ્યારે સોની ઘરે આવતી ત્યારે એ જોબ પરથી પણસમયસર આવી જતો અને વિક એન્ડમાં પણ ઘરે જ રહેતો. સોની પણ એના ડેડની લાગણી સમજતી હતી. એનો અભ્યાસ જ એવો હતો કે જે ઘણો જ સમય અને મહેનત માંગી લેતો.

એ એના અભ્યાસ સાથે કોઇ બાંધ છોડ કરવા માંગતી ન્હોતી અને એટલે જ એના કલાસમાં-એના ગ્રુપમાં દસમાં ક્રમે રહી હતી.. એને ત્રણ તો સ્કોલરશિપ મળી હતી. અમેરિકાની બેસ્ટ હોસ્પિટાલોમાંથી ેએના પર જોબની ઓફરો આવવા માંડી હતી. પણ એણે તો પોતાનું જ ફર્ટિલિટી સેંટર ખોલવું હતું કે જે એની મોમની ખાસ અભિલષા હતી.

મિહિરના ખોળામાં માથું રાખી સોની સુઇ ગઇ હતી એના નિર્દોષ ચહેરામાં આછો આછો મોનાનો આભાસ થતો હતો.

-મને હવે તારા તરફથી કંઇ પણ ન જોઇએ.!! બસ,. તેં મને સારી જિંદગીની એક અણમોલ ભેટ ધરી દીધી છે આ સોનીના રૂપમાં!! તેં મને અસીમ પ્રેમ આપ્યો છે.. તેં મને મારી જાત કરતાં પણ મને વધુ ચાહી છે અને મને વિશ્વાસ છે કે તું મને આમ જ ભવોભવ ચાહતો રહેશે !! હંમેશને માટે...!! ક્યારેક તો લાગે છે કે હું તારા આ પ્યારમાં પાગલ ન થઇ જાઉં, મરી ન જાઉં તો સારુ!!!

મોના ફરી છપ્પો મારી ગઇ મિહિરના મનદર્પણ પર!!

મિહિર મ્લાન હસ્યો ને બરાબર એ જ સમયે સોનીનો આઇ ફોને મધુરો રણકાર કર્યો.

‘વ્હાય આર યુ લાફિંગ ડેડ?’ સોનીએ લાગણીથી મિહિરને જકડતાં પુછ્યું.

‘ન...થિં...ગ...!!’ પછી ફોન તરફ ઇશારો કરી કહ્યું, ‘જો, શું કહે છે તારો ક્રિષ્ણા....?! આટલું સરસ નામ છે તેનું ક્રિસ કરી નાંખ્યુ!!’

સોનીએ આઇ ફોન પોતાના હાથમાં લીધો... ક્રિસનો જ ટેક્સ્ટ મેસેજ હતો એ વાંચી ને એણે ફોન ડેડને આપ્યો, ‘હી વોન્ટ ટુ ટેઇક યુ ફોર ડીનર ટુડે!!’

‘મી....ઇ...ઇ...ઇ...ઇ...?’ ફોનમાંનો મેસેજ વાંચી મિહિર જરા ગુસ્સે થવાનો અભિનય કરતાં બોલ્યો, ‘ઇફ હી ગોના આસ્ક ફોર યુ આઇ વિલ ડિનાય!! એ જો મને મસ્કા મારવા માટે ખવડાવવા લઇ જવાનો હોય તો એને કહી દે જે કે મારી ના છે...!!’

‘વ્હાય ડોન્ટ યુ ટેલ યોરસેલ્ફ?’ સોનીએ હસીને કહ્યું. પછી ફોન સાથે થોડું રમી ફોનમાં મેસેજ ટાઇપ કરી, સેન્ડ કરી મિહિરના વાળ ખોળી નાંખતા એણે કહ્યું, મેં એને પાંચ વાગે આવવા કહ્યું છે. ધેન ટોલ્ક ટુ હિમ...મેન ટુ મેન!!’

‘ચાલ મારી મા!! મારે ઘણા કામ છે, તું ને તારા આ ક્રિસની વાતમાં તો દશ વાગી ગયા!!’

‘ડેડ, મેઇક મી એ પૅન કેઇક....!!’

‘ઓ કે....!!ધેન યુ વિલ હેલ્પ મી ઇન ગાર્ડન..!!’

‘ઓ કે!!’

પછી તો બન્ને બાપ દીકરી ગાર્ડનમાં બરાબર કામે લાગ્યા. સોની હોમ ડીપોમાંથી ફલાવરીંગ પ્લાંટસ્‌ લાવેલ તે બાગમાં રોપ્યા. બાગમાં જરૂરિ સાફ સફાઇ કરી બાગને બહારને આવકરવા લાયક બનાવી દીધો. બાગકામ લગભગ પુરૂં થવાં આવ્યું નેક્રિસે મર્સિડીસ ડ્રાઇવ-વેમાં પાર્ક કરી...આમ તો એ મિની કુપર વાપરતો હતો પણ આજે એ એના ડેડની સિલ્વર મર્સિડીસ લઇને આવ્યો હતો!!

‘કામ પત્યું ત્યારે આવ્યો.!!’ સોનીએ પાઇપમાંથી એના પર પાણી છાંટતા કહ્યું.

‘બી કેરફુલ!!’ એના હાથમાં સુટ કવરોને બચાવતા એ મોટેથી બોલ્યો. પછી મિહિર તરફ જોઇ કહ્યું, ‘હાઇ ડેડ !’

‘હાઇ ક્રિસ!! હાઉ યુ ડુઇંગ?’ માટીવાળા હાથ સાફ કરી એણે ક્રિસ સાથે હાથ મેળવ્યા...

સોનીએ જીભ કાઢી ક્રિસને ચાળા પાળી કહ્યું, ‘ડોન્ટ બટરીંગ ડેડ!!’

‘ઓ....ઓ....ઓ યુ શટ અપ!!’

ત્રણે બેકયાર્ડમાંથી થઇ ઘરમાં ગયા. ક્રિસે સાથે લાવેલ થ્રી પીસ સુટ મિહિરને આપતાં કહ્યું, ‘ડેડ, ધીસ ઇસ ફોર યુ!!. ફ્રોમ મી...!! પ્લીસ, વેઅર ધીસ ફોર ટુનાઇટ ડીનર...!!’

‘વા...ઉ!!’ મિહિરે આંખો પહોળી કરતાં કૈંક પ્રશ્નાર્થ નજરે સોની તરફ જોયું...

અરમાનીનો મોંઘામાનો ડિઝાયનર સુટ હતો. બ્લેક કલરનો.! સાથે ટરકોઇશ કલરનું પ્યોર કોટનનું શર્ટ પણ હતું.

‘ઇટ ઇસ રિયલી માર્વેલસ...!!’ સુટ જોઇ, શર્ટ જોઇ મિહિર બોલ્યો.

‘ડુ યુ લાઇક ઇટ....?!’

‘અફકોર્સ !!’ મિહિરે સુટ પાછો કવરમાં વ્યવસ્થિત મુકતાં કહ્યું, ‘યુ શુલ્ડ નોટ બ્રિંગ ધીસ.. એની વે...! થેંક્સ...ક્રિસ !!’

‘યુ વેરી વેલકમ્ડ !!’

ત્રણે સાથે બપોરનું હળવું લંચ લીધું વેજીટેબલ સેન્ડવિચ ખાધી. ક્રિસનો ડોક્ટરીનો અભ્યાસ પણ પુરો થઇ ગયો હતો. એ ગેસ્ટ્રોલોજીસ્ટ બન્યો હતો.. પેટ રોગનો નિષ્ણાત..!! એની પ્રેક્ટિસ પણ ધમધોકાર ચાલતી હતી !

સોની અને ક્રિસ સોનીના રૂમમાં ગયા. કંઇ ગુસપુસ કરતાં કરતાં....

મિહિરની થોડી નવાઇ તો લાગી ક્રિસની વર્તણુકથી... પણ સોની ક્રિસને વરસોથી જાણતી હતી અને એને સોની પર પુરો વિશ્વાસ હતો.

બરાબર પાંચ વાગ્યે મિહિરના રૂમના દરવાજે સોનીને હળવેકથી ટકોરો માર્યો... ‘ડે...ડ...!!’

મિહિરે અંદરથી કહ્યું, ‘ઇટ ઇસ ઓપન..!! કમઓન !!’

‘ડેડ ગેટ રેડી...!! વરરાજા તો તૈયાર પણ થઇ ગયો છે...!!’ સોનીએ હસતાં હસતાં કહ્યું, ‘હવે એને ના ન પાડશો..!’

‘તું પણ બરાબર તૈયાર થઇ છે ને...!’ તને એ પસંદ તો છે ને...કે પછી...?’

‘ડે...એ...ડ..!!’ શરમાઇને સોની બોલી., ‘ગેટ રેડી, વી આર ગેટીંગ લેઇટ..!’

આછા ગુલાબી રંગની પ્યોર સિલ્કની સાડી અને ક્રેપ સિલ્કના બ્લાઉઝમાં સોની બહુ જ રૂપાળી લાગતી હતી. ઘણા સમય પછી એણે સાડી પહેરી હતી... મિહિર એનો ઉત્સાહ જોતો જ રહી ગયો!! એ ઝડપથી તૈયાર થયો. એના આશ્ચર્ય વચ્ચે ક્રિસે લાવેલ સુટ-શર્ટ એને બરોબર માપોમાપ આવી ગયાં આમ તો એ ઘણી વાર સુટ પહેરતો પણ આજે જાણે એ પહેલી વાર સુટ પહેરી રહ્યો હોય એવો રોમાંચ થઇ રહ્યો હતો એને...

કદી ય ટરકોઇશ કલરનું શર્ટ પહેર્યુ ન્હોતુ. પણ બ્લેક કલરના સુટ સાથે ટરકોઇશ શર્ટનું કોમ્બિનેશન કંઇક અનેરું લાગતું હતું. ધ્યાનકર્ષક લાગતું હતું... ટાઇનો નોડ બરાબર ફીટ કરતાં એણે પોતાની જાતને આદમ કદ અરીસામાં નિહાળી એ બહાર આવ્યો.

‘ઓ.....!! ડે....ડ !!!’ સોની મિહિરને લગભગ ભેટી પડતાં બોલી.... ‘યુ લુક હેન્ડસમ...!!’

‘નોટ લાઇક ક્રિસ...!!’

‘ફરગેટ હિમ હી ઇસ નથિંગ અંગૈસ્ટ યુ...!! એમ આઇ રાઇટ ?’ક્રિસ તરફ ફરી સોની બોલી. ક્રિસ પણ તૈયાર થઇ ગયો હતો. એણે પણ બ્લેક સુટ જ પહેર્યો હતો ને ગુલાબી શર્ટ બરાબર સોનીની સાડીના કલર જેવું જ પહેર્યું હતું....

એ પણ ખુબ જ ભવ્ય લાગતો હતો. એ પણ બરાબર તૈયાર થયો હતો. ઝડપથી ચાલી ક્રિસે મર્સિડિઝનો પાછળનો દરવાજો ખોલ્યો એટલે ઝડપથી ચાલીને સોની પહેલાં બેસી ગઇ થેન્કુ યુ!! જરા ખંચકાયને મિહિર પણ એની સાથે પાછળ જ બેઠો.

‘મેમસા’બ!!’ નમ્રતાપુર્વક અદબથી દરવાજો બંધ કરી ક્રિસ બોલ્યો, ‘કહાં સવારી લેનેહી હૈ...?’

એના આ અભિનયથી મિહિર મનોમન મરકતો હતો. એણે સોની પરફ નિહાળી આંખો પહોળી કરી આશ્ચર્યથી...!!

‘કુછ એસી પ્લેસિસ... વ્હોટ ઇસ કૉલ્ડ, જગા પર લઇ લો, ફોર ખાના...!! સારા... મિન અચ્છા ડિનર મિલે.!! અચ્છા ખાના ખિલાયા તો સા’બ તુમકો મોટ્ટી બોક્ષિસ દેગા...!! ક્યું સાબ...? ગાંડા-ઘેલા હિન્દીને કારણે પોતાના હાસ્ય પર માંડ કાબુ રાખતાં સોની બોલી.

‘બોક્સિસ...??!! બોક્સિસ કો મૈ ક્યા કરૂંગા ??’ મોઢ્ઢેથી હસી પડતાં ક્રિસ બોલ્યો. ‘એ...રે!! એ..એ...એ ડબ્બુ ડ્રાયવર!! એટલા ભી માલુમ નથી તુમેરેકો....?! બોક્શિસ એટલે કે ગિફ્ટ ક્યા સમજા?!’ જરા ગુસ્સે થવાનો કરી સોની બોલી.

‘જી મેમસા’બ...!’ ક્રિસ સ્ટિયરીંગ પાછળ ગોઠવાયો. કાર હળવેકથી ડ્રાઇ-વે માંથી બહાર કાઢી. કાર સડસડાટ દોડવા લાગી. પાછળ સોની મિહિરનો હાથ પ્રેમથી પકડીને બેસી હતી. મિહિરના મનમાં સેંકડો સવાલો સાગરમાં આવતા મોજાંની જેમ આવીને સમી જતાં હતાં.

થોડી વારમાં મર્સિડિઝ એક મોટી મહેલ જેવી ઇમારત આગળ આવીને ઉભી રહી. મિહિરે જોયું તો એ હોટલ શેરેટન હતી...પાર્સીપેની શેરેટન!!

ક્રિસે ઉતરીને ચાવી વેલૅ પાર્કિંગ માટે આપી... પોર્ચમાંથી એણે મિહિર અને સોનીને દોર્યા... ‘કમ ધીસ સાઇડ પ્લીસ...!!’

ત્રણે એક મોટા બંધ દરવાજા આગળ ઉભા રહ્યા... સોની અને ક્રિસ બન્ને મિહિરની આસપાસ ઉભા હતા. ક્રિસે હવેકથી દરવાજો ખોલ્યો અને મિહિરને સહેજ અંદરની તરફ જવા કહ્યું. મિહિરે અંદરના ઝાંખા અજવાળા વાળા મોટા ઓરડામાં પગ મુક્યો.. પગ મુકતાંની સાથે જ ઓરડો જળહળાં થઇ ગયો. મોટ્ટેથી સંગિત ગુંજ્યું.

ડીજે એ મિહિરને આવકારતું મોટેથી મ્યુઝિક વગાડ્યું!!

‘સ.....ર.....પ્રા આ આ આ આ ઇ ઝ....!!!હેપ્પી બર્થ ડે ટુ મિહિર!!! હેપ્પી ગોલ્ડન જ્યુબિલિ...!!!’ શેરેટનના ગ્રાન્ડ બોલ રૂમમાં ભેગા થયેલ બસો માણસોના ટોળાંએ મોટ્ટેથી પુકાર કર્યો...

મિહિર તો હક્કો-બક્કો જ રહી ગયોઃ ઓ....ઓ....ઓ....!! તો વાત આમ છે....!!

સહુ એને ઘેરી વર્યા હતા.. એતો સાવ ભુલી જ ગયો હતો કે સોમવારે એનો જન્મદિન છે. પચાસમો..!! સોની-ક્રિસે એને જરાય ગંધ ન આવવા દીધી. એ પ્રેમથી સહેજ આભારવશ સોનીને અને ક્રિસને બન્ને હાથોમાં લઇ ભેટી પડ્યો... ‘થેંક યુ....!! નોટી કપલ.. આઇ લાઇક ઇટ..!! આઇ એમ રિયલી સપ્રાઇઝડ !!’

પછી તો એ વારા ફરતી બધાને મળવા લાગ્યો.. બધા એને મળવા લાગ્યા. સોની-ક્રિસે બહુ કાળજીથી સહુને આમંત્ર્યા હતા. બૅંયરનો રિસર્ચનો સ્ટાફ, મોનાના મિત્રો, સોની-ક્રિસના મિત્રો.. મિહિરના અભ્યાસના સાથીઓ...

એના ડોક્ટેરેટના ગાઇડ ડૉ. એડ પોવૅલ પણ આવ્યા હતા. વરસો બાદ એમને મળીને તો એ ભાવ વિભોર થઇ ગયો. એ હવે જરા વધુ વૃધ્ધ લાગતા હતા. એમને હવે વોકિંગ સ્ટીકની જરૂર પડતી હતી. ડૉ. એરિક તો ખરા જ એની પત્ની સહિત...!! અલબત્ત મોટાભાગે સહુ સજોડે જ આવ્યા હતા.

ડીજેએ હળવે અવાજે મધુરુ ભારતિય સંગીત વગાડવા માંડ્યું હતું. ગણવેશધારી બેરા-સ્ટુઅર્ડ જાતજાતના વેજ-નોનવેજ એપેટાઇઝર - લઇને ફરવા માંડ્યા.. ઓપન બારમાંથી પીણાંઓ પીવાવા માંડ્યા. મોજમસ્તીનો માહોલ છવાય ગયો. સોની-ક્રિસ પણ સહુને રૂબરૂ

મળીને આવકારતા હતા. મોનાના ગયા પછી પ્રથમવાર મિહિર કોઇ પાર્ટિમાં સામેલ થયો હતો. બાકી દર ક્રિસમસે તો એની કમ્પની તરફથી બે બે વાર પાર્ટી ફંકશનો થતાં પણ એ એમાં સામેલ ન થતો. હા, જ્યારે મોના હતી ત્યારે તો એ એક વાર બેસ્ટ ડ્રેસ્ટ કપલનું ઇનામ પણ જીત્યો હતો..મોનાને કારણે !!

એ બહુ ચિવટાઇથી તૈયાર થતી અને એનું સાડીનું કલેકશન અનેરૂં હતું સાડી પહેરવાની એની સુઝ અનોખી હતી. ત્યારે એણે મિહિરને જોધપુરી સુટ પહેરવ્યો હતો. એ કોઇ નવાબ સમો લાગતો હતો. હવે તો એ બધુ ખ્વાબ જેવું લાગતું હતું.

ગ્રાન્ડ બોલરૂમમાં વચ્ચે વુડન ડાન્સિગ ફ્લોર હતો અને એની આજુબાજુ પચ્ચીસ રાઉન્ડ ટેબલો સજાવીને સુંદર રીતે ગોઠવવામાં આવ્યા હતા. એના પર સેંટર પીસમાં પુષ્પોના મોટા ગુચ્છ ધીમે ધીમે કેન્ડલ સળગી રહી હતી. મિહિરને એ વાતની નવાઇ લાગતી હતી કે આટલા બધાં માણસોને આ પાર્ટીની ખબર હતી છતાં પણ એને કોઇએ જરાય જાણ ન થવા દીધી!!

‘ડે...ડ!!!’ સોની એની પાસે હળવેથી સરકી.. એની સાથે એક યુવતી હતી. સહેજ ઊંચી, પાતળી, આકર્ષક, સહેજ તામ્રવર્ણી એની કાયાને એણે ટર્કોઇશ રંગની સિલ્કની સાડી બહુ જ કાળજીથી સજાવી હતી.... ‘ડે....ડે... મિટ મિસ માયા...!!’

‘હા....આ...ઇઇઇ!!’ માયાએ હસ્તધુનન માટે એનો પાતળો જમણો હાથ લંબાવ્યો. એનાં કાંડાં પરની કાચની બંગડીઓએ મધુર રણકાર કર્યો. એની સ્લીવલેસ બ્લાઇઝને કારણે એનો હાથ જરા વધુ લાંબો લાગતો હતો, ‘હે...પ્પી બર્થડે!!!’

સહેજે ખંચકાયને, કંઇક ચમકીને મિહિરે માયા સાથે હાથ મેળવ્યો, ‘હા....ય!!’

‘ડેડ, મિસ માયા ઇસ ક્રિયા આન્ટ!’ સોનીએ ઓળખાણ કરાવતા કહ્યુ..

‘નાઇસ ટુ મિટ યુ....!!’ માયાએ મિહિરનો હાથ પકડી જ રાખ્યો હતો. મિહિરને જરા મીઠી મુંઝવણ થઇ આવી. એણે હળવેકથી એનો હાથ છોડાવ્યો. માયાની અફીણી આંખોમાં એક અજીબ ચુંબકીય આકર્ષક હતું. તમે જો એક વાર એના તરફ જોઇ રહો તો બસ જોતાં જ રહી જાઓ....!!

મેકે આવીને મિહિરના હાથમાં વાઇનનો જામ પકડાવી દીધો. નહિંતર મિહિર માયાને જ તાકતો રહ્યો હોત!! મિહિરને લાગ્યું કે માયાએ પહેરેલી સાડીનો કલર એણે ક્યાંક જોયો છે!!

લે....ડી....અ એન્ડ જેં....ટ....લ...મે....ન...., આઇઇઇઇએએ એમ ડીજે શ્યાઆઆમ....!!’ ડીજે શ્યામે એના ઘેરા અવાજે એનાઉન્સ કર્યું. ‘આઇ એમ સ્યોર યુ ગાઇઝ હેવિંગ ફન...વી હેવ સમ સ્પિચીસ.. સમ પર્ફોરમંસીસ!!! એંડ સમ સ્પેશ્યલ એનાઉંસીસ....’ એનો અવાજથી આખો હોલ ગુંજી રહ્યો હતો ‘એ...

.ન્ડ ધેન ધ ડાન્સ ફલોર વીલ બી ઓપન!!’ મધ્યના વુડન ફ્લોર પર શ્યામ ફરી વળ્યો હતો... ‘આઇ વોન્ટ યુ મેઇક એ બી..ઇ..ઇ..ઇ..ગ નોઇસ વિથ મી ટુ વિશ એ વેરી વેરી હે..એ..એ..એ..એ..પ્પી..ઇ..ઇ..ઇ.. બર્થડે ટુ મિહિર...મિસ્ટર મિહિર!!!’

‘હે..એ..એ..એ..એ...પ્પી..ઇ..ઇ...ઇ બર્થ ડે ટુ મિહિર!!!’ સહુએ એની મોટ્ટેથી પોકાર કર્યો...

‘થેંક યુ...થેંક યુ...થેંક યુ!! યુ ઓલ આર... ગ્રેટ...સુપર્બ!!!!!’ આઆઆઇઇઇમ સ્યોર વી વિલ હેવ લોટ ઓફ ફન ટઉઉડે...!!’ યુ ઓલ આર...ગ્રેટ....સુપર્બ!!!!! આઆઆઇઇઇમ સ્યોર વી વિલ હે વ બોય...!! યેસ...., બો ઓ ઓ ય...મિ. મિહિર પ્લીસ, કમ ટુ ટેઇક પ્લેઇસ ઓન ડાયસ...આઇ ઓલ્સો રિક્વેસ્ટ એવરીબડી ટુ ટેઇક યોર સીટ્‌સ પ્લીસ..!’

સોની મિહિરનો જમણો હાથ પ્રેમથી પકડી એને સ્ટેજ પર દોડી લાવી. ત્યાં ફક્તિ એક જ સિંહાસન ગોઠવવામાં આવેલ હતું. મિહિર સહેજ સંકોચથી એના પર ગોઠવાયો.

‘થેંક યુ મિસ સોની...!! થેક્સ સ...ર...!!!’ મિહિર તથા સોની તરફ નિહાળી શ્યામે એમને આભાર માન્યો, ‘થેંક યુ ઓલ વન્સ અગેઇન...!! આઇ જસ્ટ વોન્ટ ટુ રિમાઇઇઇન્ડ યુ ઓલ ધેટ ઓલ ધેટ ધ બાર ઇસ ઓપન એન્ડ વીલ બી ઓપન થ્રુ આઉટ ધ ફન્કશન...!! સો પ્લીસ હેલ્પ યોરસેલ્ફ!!!’

બીજું માઇક્રોફોન એણે સોનીના હાથમાં પકડાવ્યું, ‘લેડિસ એન્ડ જેન્ટલમેન, પ્લીસ વેલકમ મિસ સોની....

‘વે....લ...!’ ઊૅડો શ્વાસ લઇ સોનીએ શરૂઆત કરી.. ‘આઇ એમ વેરી વેરી થેંકફુલ ટુ યુ ઓલ....!! આઇ સમ વર્ડસ !!!’ સોનીએ આખા હોલમાં નજર ફેરવી મિહિર તરફ પ્રેમથી એક નજર કરી... એ બે ત્રણ ડગલા ચાલી મિહિરની નજીક ગઇ. ‘બટ આઇ વીલ સે સમ વર્ડસ ફોર માય ડિયર ડે...એ....એ...ડ!!’ એ સહેજ અટકી...

‘ડેડ...યુ આર ધ બેસ્ટ ડેડ ઇન ધ વર્લ્ડ...!!ઇન ધ યુનિવર્સ...!! યુ આર સન !!’

ધ સન....! વિચ ઇસ ગિવિંગ લાઇટ ટુ ફેરવી એ બોલી, ‘યુ એન્લાઇટ ધ એનર્જી ઇન માય લાઇફ...યુ સ્ટેન્ડ વિથ મી ઓલવેઝ...આઇ કેન નોટ ઇમેજીન માયસેલ્ફ વિધાઊટ યુ...!! બટ ધીસ ઇસ ધ ફેક્ટ...!!’ એ હસીને બોલી.. ક્રિસ એની જગા પરથી ઉભો થઇ સોની પાસે જઇ એના જમણા હાથનો પંજો પકડી એની પાસે ઉભો રહ્યો. ‘આઇ ફીલ વેરી લકી એન્ડ પ્રાઉડ ટુ બી યોર ડોટર...!!

વી નો અવર પાસ્ટ ફ્યુ યર્સ પાસ્ટ થૃ એ ગ્રેઇટ સોરો !! યસ, આઇ એમ ઓલસો મિસિંગ માય લવલી મોમ એસ યુ..!’ એ સહેજ અટકી, ‘વી કેન નોટ ફરગેટ હર...!! નોબડી કેન ફરગેટ હર!! બટ નોબડી કેન પાસ ધ હોલ લાઇફ ઓન ધ મેમરીસ્‌....!! યાદોના સહારે જીવન જીવી સકાતું નથી...!’ એ મિહિર તરફ હેતથી નિહાળી બોલી... ‘યોદાના સહારે જીવાતું ધ લાઇફ...!

યુ ટીચ મી હાઇ ટુ ડ્રીમ એન્ડ એચીવ ઇટ... વોટ એવર આઇ એમ, આઇ એમ બીકોઝ ઓફ યુ...!! વી બિલીવ ઇન રિકાર્નિશન એન્ડ આઇ પ્રે ટુ ઓલમાઇટી ગોડ ધેટ યુ વિલ બી ઓલવેઝ માય ડેડ...માય બિલવ્ઠ ડેડ...!!’ એની આંખ ભરાઇ આવી.. ‘!!’ મિહિર ઉભો થયો ને સોનીને ભેટી પડ્યો...બન્નેને સહુએ તાળીઓથી વધાવી લીધા. સહુ પોતાની ખુરશી પરથી ઉભા થઇ ગયા હતા.

‘વા આ આ આ આ ઉ!!’ ડીજે શ્યામે સોનીના હાથમાંથી માઇક્રોફોન લઇ લેતા કહ્યું, ‘વ્હોટ એ લવલી સ્પિચ ફ્રોમ એ લવલી ડોટર ટુ એ ગ્રેઇટ ફાધર...!! ઇસન્ટ.....??!!’ શ્યામે સહુને ફરી પાછા પોતાના મોહપાશમાં લેવાની શરૂઆત કરી, ‘એ ગ્રેઇઇઇટ...સ્પિચ...!!’

સોની તરફ એ બોલ્યો... ‘થેંક્સ ડોકટર સોની....!! ના....ઉ લેટ્‌સી, હું ઇસ રેડી આફ્ટર એન અનફર્ગેટેબલ સ્પિચ....?’ એણે એના હાથમાંના નાના ઇન્ડેક્ષ કાર્ડ પર ઉડતી નજર કરી, ‘મે આઇ રિક્વેસ્ટ મિ.મેક...!’

મેકે એક નાનકડી સ્પિચ આપીઃ કેવી રીતે મિહિર પોતાના કામનું આયોજન કરે. સહુને સાથે રાખી ઇનવોલ્વ કરે... એચિવેબલ ટાર્ગેટ સેટ કરી એચિવ કરે; એરિકની મિમિક્રી કરી બધાને હસાવે... જ્યારે... જ્યારે... રિસર્ચમાં નિષ્ફળતા મળે ત્યારે સહુનો ઉત્સાહ કેવી રીતે વધારે..વગેરે વગરે વિગતવાર કહી સમાપન કરતાં કહ્યું, ‘એસ ડો. સોની સેઇડ... આઇ વિલ ઓલ્સો લાઇક ટુ સે.. ડિયર બોસ, ડિયર ડૉ. મિહિર.. યુ આર ધ બેસ્ટ બોસ. એન્ડ વી વીશ યુ એસ એ બોસ... ઇન ઓલ અવર લાઇવ્સ...!!’

સહુએ મેકને પણ તાળીઓથી વધાવી લીધો... પછી વારો આવ્યો બૅયરના સીઇઓ ડો એરિકનો...

‘ડિય ફ્રેંડસ..., એન્ડ ધ સન...મિ. મિહિર...!’ સહેજ હસીને એ બોલ્યા...., ‘ધેટ્‌સ વાઇ યુ આર સો બ્રાઇટ....! આઇ કેન ટોલ્ક એબાઉટ હિમ ઓલ નાઇટ... બટ ડીજે રિક્વેસ્ટ મી ટુ ગીવ એ શોર્ટ સ્પિચ...!’ ડીજે તરફ ફરી એ બોલ્યા, ‘હિ માઇટ નોટ એવર ધેટ એમ બોસ ઓફ મિહિર!!’ જરા ગુસ્સે થવાનો ખોટ્ટો અભિનય કરતાં એ બોલ્યા... ‘બિગ બોસ....!’

ડીજેએ જમણા હાથે કાનની બે બુટ વારાફરતી અડતાં માફી માંગવાનો અભિનય કર્યો.. આખા હોલમાં હાસ્યની લહેરખી ફરી વળી...

‘ધેટ્‌સ ગુડ....!!’ જાણે એરિકે શ્યામને માફ કરી દીધો.. ‘વી આર વેરી થેંકફુલ ટુ લવલી લેડી ડો સોની...હેન્ડસમ ડો. ક્રિસ હુ ઓરગોનાઇઝ્‌ડ સચ એ ગુડ પાર્ટી... એન્ડ ઇન્વાઇટીંગ અસ...!! વ્હેન માય લવલી વાઇફ કેઇમ ટુ નો અબાઉટ ધીસ એન્ડ શી આસકડ મી વ્હોટ ગિફ્ટ શુલ્ડ વી ટેઇક ફોર મિહિર એન્ડ આઇ ટોલ્ડ હર નથિંગ !!

બિકોઝ વી વેર સ્ટ્રિકટલી ટોલ્ડ નોટ ટુ બ્રિંગ એની ગિફ્ટ!! બિલવ મી શી વોસ ધ હેપીએસ્ટ વુમન ઓન ધ અર્થ. એટ ધેટજ ટાઇમ!!!’ સહુ જોરથી હસી પડ્યા, ‘સો આઇ એમ હિયર ફોર યુ વિધાઉટ એની ગિફ્ટ મિ. મિહિર!!!’ મિહિર તરફ ફરી એ બોલ્યા, ‘બટ આઇ વિલ લાઇક ટુ કેઇક યુનિક ઓપો ર્ચ્યુનિટિ ટુ એનાઉન્સ હિયર!!’ એક રહસ્ય ઉભું કરવા જ એ અટક્યા, ‘સો, યુ ઓલ રેડી ફોર એન ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ....??’

‘યયય સસ!!’ ટોળાએ પોકાર કર્યો...

‘ઇટ ઇસ સેઇડ ધેટ મેન્સ લાઇફ બીગિન્સ એટ ફોર્ટી....!! હુ સેઇડ ધીસ...?? ધે આર રોંગ... ફ્રોમ ટુડે ઇટ ઇસ કરેકટેડ એસ લાઇફ બીગિન્સ એટ ફિક્ટી !! એમ આઇ રોન્ગ...??’’

એમણે માઇક્રોફોન મેદની તરફ કર્યું... સહુએ અવાજ કર્યો, ‘નો ઓ ઓ ઓ!!!’ ‘ધેટ્‌સ રાઇટ...!! સો ફ્રોમ ટુ....ડે, લાઇફ બીગિન્સ એટ ફિક્ટી....!! મેન્સ લાઇફ બીગિન્સ એટ ફિક્ટી!! એન્ડ મિહિર વિલ સ્ટાર્ડ હીસ ફ્રોમ ડાયરેક્ટર ટુ વીપી.....!!’ એ અટક્યા, ‘કોન્ગ્રેચ્યુલેશન ટુ મિહિર!!’ ડો એરિકે મિહિર પાસે જઇ એની સાથે હાથ મેળવ્યા, ‘યુ ડિઝર્વ ઇટ...!!’

સહુએ તાળઈ પાડી એને અભિનંદન આપ્યા..

મિહિર તો માની જ ન શક્યો! ડો. એરિકની જાહેરાત એવા સમયે અચાનક આવી પડી કે એ માની જ ન શકતો હતો.. કે એ વીપી બની ગયો હતો... વાઇસ પ્રેસિડેન્ડ બની ચુક્યો હતો, ‘થેંક યુ સર...!! થેંક યુ એરિક... ડો એરિક...!!’

‘યુ વેરી વેલકમ્ડ મિ. વાઇસ પ્રેસિડન્ડ !! યુ વર્ધ ઇટ..!!’ ડો એરિકે લાંબા સમય સુધી મિહિર સાથે હસ્તધુનન ચાલુ રાખતાં કહ્યું.. ‘થેંકસ ટુ ઓલ ફોર ગિવિંગ મી એ ચાંસ સ્પિક....’

‘ઓ ઓ ઓ કે... ગાઇઝ....!!’ ડીજે શ્યામનો અવાજ ફરી ગુંજ્યો.. ‘સો ધીસ વોઝ અ રિયલ સરપ્રાઇઝ...!! કોંગ્રેટ....!! મિ. મિહિર!!’ શ્યામે મિહિર તરફ ફરી કહ્યું, ‘ના.આ.આ...ઉ વી વિલ હેવ એ ગ્રેઇટ પર્ફોરમન્સ ઓફ ડો લક્ષ્મી સુબ્રમણિયમ...!! શી ઇસ ફિઝિશિયન એન્ડ હર પેસન ઇસ ભારતિય નાટ્યમ !!

શી ઇસ ઓલ્સો પ્રેસિડેન્ડ ઓફ નુપુર ડાન્સ એકેડેમી ઓફ ન્યુ જર્સી...શી ઇસ ફ્રેન્ડ ઓફ ડો. સોની!! પ્લીસ, વેલકમ ડો લક્ષમી એન્ડ હર ગ્રુપ... ધે આર પર્ફોમિંગ રાસ લીલા ઓફ રાધા.ક્રિશ્ના !!’

સહુ ડો લક્ષ્મી અને એમના ગ્રુપ દ્ધારા રજુ કરવામાં આવેલ ભારતિય નાટ્યમથી પ્રભાવિત થઇ ગયા. સહુે મિહિરને થોડાં શબ્દો બોલવા માટે ખુબ આગ્રહ કર્યો...પણ મિહિર કંઇ પણ બોલી ન શક્યો... ફક્ત. સહુનો આભાર માની એની આંખો ભરાય આવી એનું હૈયું ભરાય આવ્યું. એ કંઇ બોલી ન શક્યો!!

સોનીએ ડીજે શ્યામ સાથે કંઇક મસલત કરી.

એણે સંગીતના સુરો બદલ્યા. હળવુપં ક્લાસિકલ સંગીત રેલાવા લાગ્યું.. એ સંગીતનો અવાજ એણે સહેજે મોટો કર્યો.... ‘સો લાઇફ બિગિન્સ એટ ફિફટી....!!’ એણે ડો એરિક તરફ માનથી નજર કરી કહ્યું, ‘એન્ડ લેટસ વેલકમ ન્યુ લાઇફ ઓફ અવર મિહિર વિથ અ ડાંસ....!! ડાંસ વિથ હિસ લવલી ડોટર સોની...!!’

સોની બે હાથ પકડી મિહિરને ડાન્સ ફ્લોર લઇ આવી.. મિહિરનો જમણો હાથ પોતાના જમણા હાથમાં લઇ મિહિરના ડાબા ખભા પર ડાબો હાથ મુકી પ્રેમથી મિહિર સાથે સંગીતના તાલે ધીમે ધીમે બન્ને ઝુમવા લાગ્યા..મિહિરે પ્રેમથી સોનીના કપાળ પર એક ચુંબન કર્યું, ‘થેંક્સ ડિયર...!!’ એના આંખો ભરાય આવી..

..સોની પોતાના પિતાને હેતથી વળગીને એના પિતૃત્વને પામી રહી હતી.. સહુ બન્નેને ઝુમતા જોઇ રહ્યા. થોડાં સમય પછી એ નૃત્યમાં ક્રિસ જોડાયો મિસ માયા સાથે...!!

ચારે નૃત્યના લયે ઝુમતા ઝુમતા જોઇ રહ્યા. થોડાં સમય પછી એ નૃત્યમાં ક્રિસ જોડાયો મિસ માયા સાથે...!! ચારે નૃત્યના લયે ઝુમતા ઝુમતા નજીદીક આવ્યા ત્યારે સોની હળવેકથી ક્રિસ પાસે સરકી ગઇ એટલે સ્વાભાવિક માયા મિહિરની બાહોંમાં આવી ગઇ.

બધુ એક પળમાં સાવ સહજ અચાનક બની ગયું.. મિહિરને થોડો સકોચ થયો પણ માયા હળવી થઇ સંગીતના તાલે એની સાથે કદમ મેળવી રહી હતી. માયાના માદક સાનિધ્યથી એના શરીરમાં એક મધુરું કંપન ફરી વળ્યું. જાણે પારિજાત ખીલી ઉઠ્યાા રોમ રોમમાં !! માયાની પીઠ પાછળ એનો ડાબો હાથ હતો અને જમણા હાથમાં માયાનો પાતળો જમણો હાથ કે જે માયાએ જરા જોરથી પકડ્યો હતો. કેટલાં વરસો પછી...

, લગભગ પાંચેક વરસ બાદ મિહિર કોઇ સ્ત્રી...અતિ સૌંદર્યવાન સ્ત્રીની આટલી નિકટતા માણી રહ્યો હતો... માયાએ એના સહેજ ફાંચરા ચહેરા પરના પરવાળા જેવાં ઓષ્ઠદ્ધચ પર હળવા ગુલાબી રંગની લિપસ્ટીક લગાવી હતી એ કારણે એ હોય તેના કરતાં વધુ ભરાવદાર લાગતા હતા...

સુરેખ કપાળ પર બરાબર વચમાં સજાવેલ કાળા રંગની બિંદી એના ચહેરાને ચાર ચાંદ લગાવતી હતી. એના ડાબા ગાલ પર હડપચી નજીક નાનકડો તલ એના રૂપની ચોકી કરતો હતો.

એની પાતળી પણ સુડોળ કમનિય કાયા સગીતના તાલે ઝુમતી હતી એથી એક લચક ઉઠતી હતી એના તનમાં.. મિહિરે માયાના ચહેરા પર એક નજર કરી. જાણે એની ચોરી પકડી પાડી હોય એમ માયાએ પણ એ જ સમયે મિહિર તરફ સહેજ ઉપર નિહાળીને મોહક હાસ્ય કર્યુ.. એના આછા કથ્થઇ રંગની મૃગનયની આંખોમાં અજીબ આકર્ષણ હતું.. માયાના રતામણા ચહેરા પર શરમની એક સુરખી ફરી ને સમી ગઇ..

.મિહિરના તનમનમાં પણ અસંખ્ય સ્પંદનો ઉઠીને સમી જતા હતા.. આજુબાજુનાં વાતાવરણથી એ થોડો પળો જાણે એ સાવ અલિપ્ત થઇ ગયો. માયાના દેહમાંથી મોગરાની મીઠી મહેક આવી રહી હતી.. મિહિરને યાદ આવ્યું કે સોનીએ ઉતાવળ કરતાં ઘરેથી નીકળતા પહેલાં એ પર્ફ્યુમ છાંટવાનું તો સાવ ભુલી જ ગયો હોત.. નૃત્ય કરતાં થતાં હલન ચલનથી એનો ડાબો હાથ માયાની માંસલ પણ સુડોળ પાતળી પીઠ પર એની લીસી ત્વચાને સીધે સીધો સ્પર્શી જતો હતો...

મિહિરને લાગ્યું કે એ પોતાના પરનો કાબુ ખોઇ રહ્યો છે... એક ઐહિક પુરુષ સહજ વાંચ્છના એના મનના કોઇ ખુણામાં સળવળી ને એનાથી એની જાણ બહાર જ માયાને પોતાની વધુ નિકટ લાવવા માયાની પીઠ પાછળના ડાબા હાથથી દબાણ વધારાઇ ગયું. માયા હવે લગભગ એને ચીપકીને સરળતાથી તાલ મેળવી રહી હતી. હવે બીજા યુગલો પણ ડાન્સ ફ્લોર પર જોડાયા...માયાની સાડીનો રંગ ક્યાંક જોયો છે એવું મિહિરને લાગ્યું.

એ ટર્કોઇશ કલરને કારણે માયાની તામ્રવર્ણી ત્વચા વધુ ખીલી ઉઠતી હતી..એણે એજ કલરનો આછો આઇ શેડો લગાવ્યો હતો જે એની અફીણી આંખોનો નશો ઓર વધારતો હતો.. મિહિરને અચાનક યાદ આવ્યું કે બરાબર આજ કલર એના શર્ટનો પણ હતો...!!

-કેવો જોગાનુજોગ!!

ના એ જોગાનુજોગ ન હતો...!!

ટર્કોઇશ કલરની સિલ્કની એ અપ્રતિમ સાડી સોનીએ માયાને ભેટ આપી હતી જેમ ક્રિસે મિહિરને સુટ-શર્ટ ભેટમાં આપેલ એમ જ!!

મિહિરે માંડ પોતાની જાત પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો..માયાના માદક મોહપાશમાંથી એ પાછો વર્તમાનમાં આવ્યો... થોડી પળોની યાદગાર સફરનું સંમોહન હજુ એના મનમાં છવાયેલ હતું... એણે માયાને ઘણા પ્રશ્નો પુછવાં હતાં... એ કોણ છે... ક્યાં રહે છે... શું કરે છે...કોની સાથે રહે છે..

નૃત્ય કરતાં કરતાં એણે માયાના આકર્ષક ચહેરા પરથીનજર હટાવી આજુબાજુ નજર કરી... ફ્લોર હવે છલકાય ગયો હતો... સંગીતના સુરો હવે એને સંભળાઇ રહ્યા હતા!! થોડે દુર ક્રિસના ખભા પર માથું રાખી આંખો બંધ કરી સોની પણ ઝુમી રહી હતી..

-મેઇડ ફોર ઇચ અધર....!! એમને જોઇ મિહિરે વિચાર્યું...

લગભગ એજ ક્ષણે સોનીએ ખોલી ક્રિસની નજરે નજર મેળવી મિહિર-માયા તરફ નીહાળી સહેજ ઉંચા થઇ ધીમેથી ક્રિસના કાનમાં કહ્યું, ‘ધે આર મેઇડ ફોર ઇચ અધર...!!વોટ ડુ યુ સે, ડાર્લિંગ....?!’

‘ય...સ...ધે આર...!’ ક્રિસ પણ ગણગણ્યો, ‘ડેડ લુક વેરી હેપ્પી ટુડે...!! આઇ વોન્ટ હી શુલ્ડ રિમેઇન સેઇમ હેપ્પી એવરી ડે...! એવરી ટાઇમ...!! ફોર એવર....!!’ સોનીના ગાલ પર ચુંબન કરતાં ક્રિસ બોલ્યો...

સંગીતના સુરો બદલાયા... એની ઝડપ વધી... એટલે મિહિર-માયા હળવેકથી ફ્લોર પરથી બહાર નીકળ્યા ને હોલમાં ગોઠવેલાં રાઉન્ડ ટેબલથી ફરતે ગોઠવેલ ખુરશી પર બેઠાં.

માયા ક્રિસની માસી થતી હતી. એની મોમની સગી બહેન !!

એ કોસ્મેટિક કેમિકલ સાયન્સમાં ડોક્ટરેટ થઇ હતી ને સૌંદર્ય પ્રસાધન બનાવતી, દુનિયાની અગ્રગણ્ય કંપની લોરિયાલના સ્કિન કેર ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતી. ત્રણ બેડરૂમના એના કોન્ડોમિનિયમમાં એ એકલી જ રહેતી હતી.. એક ઇટાલિયન પુરુષ ચાર્લી સાથે એના સબંધો બંધાયા હતા..

જે ત્રણેક વરસ ચાલ્યા હતા અને એક દિવસે માયાએ ચાર્લીને એના પોતાના જ બેડરૂમમાં અન્ય સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા રંગે હાથ પકડી પાડ્યો હતો.. ને માયા વિફરી હતી. એજ ઘડીએ એણે ચાર્લીને લાત મારી બોક્સર પહેરેલી હાલતમાં જ ઘરમાંથી તગેડી મુક્યો હતો !! જે પહેરાં પુરુષ પર એણે દિલો-જાન ન્યોછાવર કર્યા એ ચાર્લી કળા કરી ગયો એથી પુરુષો પ્રત્યે તિરસ્કારના થોર માયાના મનમાં ઊગી નીકળ્યા હતા. એ પુરુષો પ્રત્યે, પુરુષો સાથે સખ્તાઇથી વર્તતી...!!

એના કામમાં એણે એની જાતને જોતરી દીધી હતી ને એનો બદલો પણ મળ્યો હતો એને... એના નામે પંદર-સોળ જેટલી પેટન્ટો બોલતી હતી... એન્ટિરિન્કલ ફેઇસ ક્રિમથી માંડીને સન સ્ક્રીન લોશન સુધીની !! લોરિયાલમાં એનું નામ બોલાતું હતું માનથી...! શાનથી...!! વળી એને કામ લેતાં પણ સરસ આવડતું હતું..

કામ કરતાં કરતાં કામ લેવાના ગુણને કારણે એ ઝડપથી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ બની હતી... એની સાથે કામ કરતાં સાયંટિસ્ટો પણ એનાથી ડરતાં... વરસમાં ત્રણ-ચાર વાર એ કંપનીના હેડ કવાટર પેરિસની મુલાકાત લેતી. હાલે એ સૌંદર્ય પ્રસાધનો બનાવવા વિવિધ વનસ્પતિના અર્કના ઉપયોગ પર રિસર્ચ કરી રહી હતી.. પિસ્તાલીસની આસપાસની હતી પણ માંડ ત્રીસ-પાંત્રીસની લાગતી હતી એ...!!

ડાંસ ફલોર પર નૃત્ય હવે બદલાયું હતું.. સંગીતનો તાલ બદલયો હતો. પાશ્ચાત્ય સગીતના સુરે ઝુમી રહ્યા હતા...ભોજનના ટેબલો સજાવી દેવામાં આવ્યા.. જાત જાતની આઇટમો જમવામાં હતી.. ઇટાલિયન પાસ્તા...

લઝાનિયા.. ચિકન આલ્ફ્રેડો... એગપ્લાન્ટ પારમાઝાન.... મેક્સિકન બરીતો... પીત્ઝા... ભારતિય મલાઇ કોફતા.... દમ આલુ.. પનીર ટીક્કા મસાલા... વગેરે વગેરે જાત જાતની મનપસંદ વાનગીઓ હતી જમવામાં..

મિહિરના ટેબલ પર મિહિરની સાથે સાથે સોની, ક્રિસ, માયા, ડો. એરિક અને એમના પત્ની, મિહિરના ડોક્ટરેટ વખતના ગાઇડ ડો. એડ પોવૅલ, ડો. લક્ષ્મી સુબ્રમણિયમ અને એના ઇજનેર પતિ બેઠાં હતા.

એઓ એમનો ભારતિય નાટ્યમ કરતી વખતે પહેરેલો ડ્રેસ બદલી આવ્યા હતા અને સુંદર કાંજીવરમ સાડી પહેરી સાવ બદલાય ગયા હતા. દરેક ટેબલ કરતાં એમનું ટેબલ જરા મોટું હતું.... બેસવાની વ્યસ્થા માટે પણ ક્રિસ-સોનીએ ખુબ જ ધ્યાન રાખ્યું હતું. ક્રિસના માતા-પિતા ક્રુઝ પર ગયા હતા... જ્યારે મોનાના મા-બાપ દેશ ગયા હતા.

‘ના...ઉ!! ડિનર ઇસ સર્વ...! સો પ્લીસ, ગેટ સમ એનરજી એન્ડ બાર ઇસ ઓપન સો પ્લીસ ગેટ સમ સ્પિરિટ....!’

શ્યામે સહુને ડીનર લેવા માટે સુચન કર્યું, ‘ડાંસ ફ્લોર વિલ ગેટ મોર ચાર્મ એન્ડ સ્પિડ આફ્ટર એ ડિનર....!!’ શ્યામે સંગીતના સુરો ધીમા કર્યા. રસિયાઓએ ડાંસ ફ્લોર ધબકતો રાખ્યો એ દરમ્યાન ડિનર પત્યું. માયા મિહિર સાથે હસી હસીને વાતો કરતી હતી. મિહિરને હજુ ય થોડો સંકોચ થતો હતો. સાડા અગિયાર-પોણા બાારે ધીમે ધીમે સહુ વિખેરાવા લાગ્યા. બારના ટકોરે શ્યામે સંગીત બંધ કર્યું.

મિહિરને ગુડ નાઇટ કહી સહુ છુટા પડવા લાગ્યા. સહુથી છેલ્લે મિહિર, ક્રિસ, સોની અને માયા રહી ગયા. માયા પોતાની કાર લઇને આવી હતી. એટલે એ થોડી વહેલી નીકળી. વળતી વખતે પણ ક્રિસે જ મર્સિડિઝ ચલાવી ને સોની પાછળ મિહિર સાથે જ બેઠી.

‘આઇ એમ વેરી વેરી થેંકફુલ ટુ યુ....!! બોથ ઓફ યુ. મને તો તમે જરાય જાણ ન થવા દીધી !!’

‘ડુ યુ હેવ ફન, ડેડ??’ સોનીએ મિહિરનો હાથ પોતાના હાથમાં લઇ પ્રેમથી પસવારતા પુછ્યું.

‘ઓફ કોર્સ...!!’

થોડી વારમાં ઘર આવી ગયું. બન્નેને ઉતારી ક્રિસ બારોબાર પોતાના ઘરે જવા નીકળી ગયો.

મિહિરની રાત્રી થોડી ધીમી પસાર થઇ. ઊંઘ તો આવી પણ માયા અને મોના વચ્ચેની ખેંચાતાણ એની જાણ બહાર એના મનમાં ચાલતી રહી. મોના ક્યાંય ન્હોતી તો ય જાણે વિશ્વ વ્યાપી હતી! સર્વ સ્થળે હતી...!! જ્યારે માયાએ મિહિરના સુષુપ્ત મનનનો કબ્જો લઇ લીધો હતો!!

મિહિર માંડ માંડ સુતો હતો એટલે સવારે ઉઠવામાં એ સોની કરતા મોડો પડ્યો. સોની તો જોગીંગ કરીને આવી ગઇ હતી અને બેકયાર્ડમાં સ્ટ્રેય આઉટ કરી રહી હતી. કોફીનો મગ મિહિર ડેક પર આવ્યો, ‘ગુડ મોર્નિંગ ડિયર...!!’

‘ગુડ મોર્નિંગ, ડેડ!!’ સોનીએ મિહિરને વ્હાલ કરતાં કહ્યું, ‘વ્હોટ ઇસ યોર સ્કેડ્યુલ ટુડે ડેડ ?’

‘એટ યોર સરવિસ, ડિયર...!!’ મિહિરે સોનીના કપાળ પર પ્રેમથી ચુમી ભરી.

‘ધેટ્‌સ ગુડ!! આજે આપણે બીઝી રહેવાના છીએ...’

‘એ વાત પછી...’ મિહિરે કોફીનો ઘુંટ પીતા કહ્યું, ‘મારે તારી સાથે થોડી વાતો કરવી છે...!’

‘મારી સાથે ?? ઇન વોટ મેટર...??’ પ્રશ્નાર્થ નજરે સોની મિહિર તરફ જોઇ રહી.

‘એબાઉટ ક્રિસ....!’ મિહિર સોની તરફ જોઇ બોલ્યો, ‘યુ શુલ્ડ....બોથ ઓફ યુ શુલ્ડ ડિસાઇડ એબાઉટ યોર રિલેશન....!’

‘રિલેશન....?!’

‘વ્હેન યુ આર ગોઇંગ ટુ મેરી....??’

‘ડે...એ...એ...એ...એ...ડ!! વી વીલ...!’ સોની સહેજ હસીને બોલી, ‘ઇવન હી ડીડ નોટ પ્રયોઝ મી...!!’

‘વોટ ડુ યુ મીન નોટ પ્રપોઝડ યુ...?’

‘ઓ...કે...!’ ઊંડો શ્વાસ લઇ એ બોલી, ‘ડેડ, ડોન્ટ વરી એબાઉટ મી એન્ડ હીમ....એ કહેતો હતો કે એને કોઇ કામ છે! મો....ઢ્ઢું કામ, સમ બિગ એસાઇનમેન્ટ!! એ એ પુરૂં કરવા માગે છે... પ્રયોગ કરવા પહેલાં... પછી જ એ તૈયાર થશે...!’

‘તારા સિવાય બીજું મોઢ્ઢું કામ શું હોય એને...? તારા ફાર્ટિલીટી સેન્ટર વિશે તો એ ચિંતા નથી કરતોને...?!’

‘નો...ડેડ...,’ સહેજ અટકીને એ બોલી, ‘બાય ધ વે...! આજે આપણે બે-ત્રણ સાઇટસ્‌ જોવાનું છે.. એસ્ટેટ એજંટનો મેસેજ હતો. ક્લિફટનમાં મેઇન એવન્યુ પર એક નવી જ બિલ્ડીંગ બની રહી છે તે એ જોવા લઇ જવાનો છે... મેં ને ક્રિસે તો એક-બે વાર જોઇ છે. તમે નથી.. ક્રિસને તો ગમી ગઈ છે... એ તો એનો બીજુ લોકેશન ત્યાં ખોલવા પણ તૈયાર થઇ ગયો છે.!!’

‘કેટલા વાગે આપણે જવાનું છે....?’

‘એજન્ટના મેસેજ આવશે પણ આફટરનુન મે બી અબાઉટ ટુ....!’

‘હાઉ વો ડુઇંગ વીથ ફાયનાન્સ??’ મિહિરે પુછ્યું.

‘ડેડ, યુ ડોન્ટ વરી !! બધું જ બરાબર છે. મોમના રેમ્યુનરેશનના મની આવી ગયા તે કામ આવશે...’

મોનાના અકાળ આકસ્મિક અવસાનને કારણે સારું એવું વળતર મળે એમ હતું. પરંતુ, મિહિરે આઘાતવસ કોઇ રસ લીધો ન્હોતો.. પણ સોની અને ક્રિસે બાજી હાથમાં લઇ લીધી હતી અને એ માટે એમણે પુરો પ્રયત્ન કર્યો. મોના જે કમ્પનીમાં કામ કરતી હતી એઓએ પણ પુરો સાથ સહકાર અને માર્ગદર્શન આપ્યું.

એ માટે એમણે એક એજન્સીની નિમણુક કરી હતી. સરકારની સરંક્ષણની નિષ્ઠાળજી સાબિત થતાં થતાં રહી ગઇ છતાં સારું એવું વળથર મળ્યું હતું. આ ઉપરાંત મોનાના લાઇફ ઇન્સ્યુરન્સના પણ અલગ પૈસા આવ્યા.

ન્યુયોર્ક સ્ટેટ ગવર્નમેંટ તરફથી પણ મળવાપાત્ર વળતર મળ્યું. ડબલ્યુટીસી ઓથોરીટી સાથે તો હજુ ય કેસ ચાલતો હતો... આમ બધું મળીને સાત થી સાડાસાત મિલિયન ડોલર આવ્યા હતા. પહેલાં તો મોનાને નામે ડોનેશન કરી દેવાનો વિચાર આવ્યો પણ ત્યારબાદ એ પૈસા સોનીને ‘મોના ફર્ટિલીટી સેંટર’

ખોલવામાં ઉપયોગી થઇ પડશે એંમ વિચારી એ પૈસા બરાબર સાચવીને રોક્યા એટલે એમાં પાછો વધારો થયો. એટલે સોનીએ પોતાનું જ સેંટર ખોલવાનું નક્કી જ કરી દીધું. એ માટે એણે સારામાં સારા ઓબસ્ટ્રિશયન ડોકટરોની પેનલ બનાવી હતી અને એના ગ્રુપમાં જોડાવા માટે સારો સાથ - સહકાર મળ્યો. સોનીને આત્મવિશ્વાસ હતો કે એને

મોમ મોનાના આશિર્વાદ એની સાથે હતા એટલે એના આ ભગીરથ કાર્યમાં એ જરૂર સફળ થશે. એણે અને ક્રિસે નક્કી પણ કર્યું હતું કે એક વખત સેંટર બરાબર શરૂ થઇ જાય પછી દર વરસે મોનાની યાદમાં ડોનશન કરવું!!

બપોરે એ બન્ને લોકેશન જોઇ આવ્યા. મિહિરને પણ જગ્યા પસંદ પડી ગઇ. જગ્યા જોઇ એણે આખું બિલ્ડિંગ જ ખરીદી લેવાની સલાહ આપી.

સોની અને ક્રિસ પણ એવું જ વિચારતા હતા. રવિવાર તો ઝડપથી પસાર થઇ ગયો. સોમવારે સોની થોડી વિધી બાકી હોય તે કરવા માટે રટગર્સ પર ગઇ એક વિક માટે. એ ડોક્ટરી તો પાસ થઇ ગઇ હતી પણ થોડું પેપર વર્ક અને ગાઇડંસ માટે જવું જરૂરી હતું. થોડી ઔપચારિક વિધી બાકી હતી તે પતાવવી જરૂરી હતી.

* * * * * * * *

સમયની નદી ને કોઇ રોકી નથી શકતું... વહેવું અને વહેડાવવું એ કાળની પ્રક્રિયા છે જે સદિયોથી નિરંતર ચાલતી આવી છે. આપણે ક્યારેક એમાં વહેતા હોઇએ છીએ તો ક્યારેક એમાં ઘસડાતા હોઇએ છીએ... મોનાના ગયા બાદ મિહિર વહેવા કરતાં ક્યાંક વધુ ઘસડાતો હતો સમયના પ્રવાહમાં... માનવ હતો એ... !!

મોના એના મનના સામ્રાજ્યની રાણી હતી એક વાર.. એના જીવનના મોટા ભાગના નિર્ણયો લીધાં હતા મોનાએ... સોની એના કામમાં ડૂબી ગઇ હતી.. હેકનસેક હોસ્પિટલમાં એણે પાર્ટ ટાઇમ જોબ સ્વિકારી હતી અને સાથે સાથે એ એના ફર્ટિલીટી સેંટરની સ્થાપનાનું કાર્ય પણ સફળતાથી-સફળતાથી કરતી હતી. ડોક્ટરોની પેનલ નક્કી કરી એઓની સાથે ડિલ કરવાનું હતું.... જુદી જુદી હેલ્થ ઇન્સ્યુરન્સ કમ્પનીઓ સાથે વાતચીત ચાલુ હતીઃ

એમના પ્રોવાઇડર તરીકે જોડાવા માટે....! ફર્ટિલીટી સેંટર માટે અતિ ઉત્તમ સાધનો લેવાના હતા... અત્યાધુનિક સાધનો ખરીદવાના હતા... કેટલાંક મેન્યુફેક્ચરરો સાધનો લીઝ પર આપવા તૈયાર હતા... તો કેટલાંક ફક્ત વેચાતા જ આપે એમ હતા...

જુદા જુદા મેડિકલ ટેકનિશયનો, લેબ ટેકનિશયનો, રેડિયો લોજીસ્ટો પણ હાયર કરવાના હતા. સોનીની આદત હતી મોના જેવી!! જે કંઇ કરવું તે વ્યવસ્થિત કરવું... ઉત્તમ કરવું... અને સફળતાાપૂર્વક.... એવી જ ટેવ હતી મિહિરની પણ!! એટલે જ એના કદમો સફળતાને ચુમતા હતા.. સાથીઓનો હાથ મળ્યો હતો... મહાભયંકર અસાધ્ય રોગ એઇડસને નાથવાની દવાની શોધ પુર્ણતાને આરે હતી...!!

દુનિયાભરમાં લેવાયેલ ક્લિનકલ ટ્રાયલસના પરિણામો ખુબ જ પ્રોત્સાહક આવ્યા હતા. એઇડસના વાયરસની સક્રિયતા એણે શોધેલ એન્ટીવાયરલ ફ્લ્યુડથી અટકી જતી હતી જે આજ સુધીની તબીબી જગતમાં સહુથી મોટી સફળતા હતી... સહુ ખુશ હતા એની આ સફળતાથી...

મિહિરનું નામ મેડિકલ રિસર્ચના નોબલ પ્રાઇઝ માટે બૅયરે પસંદ કરીને મિહિરને આશ્ચર્ય આપ્યું. ડો.એરિકે તો મિહિરને જ પ્રાઇઝ મળે એ માટે લોબિઇંગ પણ અત્યારતી જ મિહિરની જાણ બહાર ચાલુ કરી દીધું હતું... મિહિરના આનંદનો કોઇ પાર ન હતો..

કાશ, અત્યારે મોના હોત તો કેટલો આનંદ થા. એને !! મિહિર માટે તો નોબલ પ્રાઇઝ માટે નોમિનેટ થવું એ જ જાણે ઇનામ મળવા જેવું હતું... આ વાતની કોઇને જાણ ન્હોતી... સોનીને જ્યારે એણે વાત કરી તો એ એના બધાં કામ પડતાં મુકીને દોડી આવી..

‘વ્હોટ એ ગ્રેઇટ ન્યુસ ડેડ!!’ સોની તો ઝુમી ઊઠી આનંદની મારી... ‘યુ આર ગ્રેઇડ ડેડ.... આ તો સેલિબ્રેઇટ કરવું જોઇએ....!!’

‘ઇટ ઇસ જસ્ટ નોમિનેશન!!’ મિહિર હસીને બોલ્યો.... ‘મને ક્યાં પ્રાઇઝ મળી ગયું છે??’

‘ડેડ, યુ વીલ ગેટ ઇટ!!’

એટલામાં ફોન રણક્યો. કોલર આઇડીમાં નજર કર્યા વિના જ સોનીએ ઊંચક્યો, ‘હ...લો ઓ ઓ!!’

‘..............!’

‘ઓહ!! વોટ અ સરપ્રાઇઝ!!’ સોનીએ આંખો નચાવી મિહિર તરફ નજર કરી માઉથપીસ પર હાથ રાખી ધીમેથી મિહિરને કહ્યું.... ‘મા....આ....આ....યા....!!’ પછી ફોનમાં કહ્યું... ‘પ્લીસ ટોક ટુ હિમ....!’ સોનીએ ફોનનું રિસિવર મિહિરને આપ્યું. થોડુંક અચકાયને મિહિરે વાચ ચાલુ કરી, ‘હા....આ....ય....!’ માયાનો ફોન આમ આવશે એવી એને કલ્પના ન્હોતી.

‘કોંગ્રેચ્યુલેશન....!!’ માયાનો રણકાર ફોનમાં મિહિરે વાત મીઠો-મધુરો લાગ્યો..

‘ઇટ ઇસ ટુ અરલી...મિસ માયા....!’

‘ક્રિસે મને કહ્યું કે યુ આર નોમિનેટેડ ફોર નોબલ પ્રાઇઝ....!’ ઇટ ઇસ પ્રાઉડ ટુ બી ઇવન નોમિનેટેડ પોર સચ અ બિગ પ્રાઇઝ....!!’ સહેજ અટકીને માયા બોલી, ‘વ્હેર ઇસ ધ પાર્ટી...? ક્રિસ પણ અહિં જ બેઠો છે....’

‘પા....આ....ર્ટી....??’ મિહિરે પ્રશ્ન કર્યો.

સોનીએ રિસીવર મિહિરના હાથમાંથી લઇ લીધું. ‘કમ ઓવર પ્લીસ. નાઉ....!!’ મિહિરના હાથના ઇશારાથી ના...ના...ના...કહેવા લાગ્યો....પણ સોની કેમ કંઇ માને??

ને થોડી વારમાં તો ક્રિસ અને માયા આવી પહોંચ્યા મિહિરના ઘરે...!!

આ પણ ક્રિસ-સોનીની એક ચાલ જ હતી. માયા-મિહિરને ભેગા કરવાની!!

એઓ તક શોધતા હતા માયા મિહિરને ભેગા કરવા માટે અને નોબલ પ્રાઇઝ નોમિનેશનની માહિતિ મળતાં જ બન્ને પોત-પોતાના અગત્યના કામો મુકીને દોડી આવ્યા હતા...ક્રિસ માયાની ઘરે તો સોની પોતાની ઘરે...! ને સોનીને ખબર જ હતી કે માયાનો ફોન આવશે...એને ક્રિસ પર વિશ્વાસ હતો... કે એ એવી રજુઆત કરશે કે માયા ઇન્કાર જ ન કરી શકે...

સહુ બેક યાર્ડમા, ડેક પર ગયા. નેવી બ્લ્યુ ડેનિમની કેપ્રી અને આછા આકાશી રંગના ચીકન ભરત કરેલ કોટન ટોપમાં માયા બહુ આકર્ષક લાગતી હતી.. છેલ્લાં થોડા દિવસોમાં સોનીએ મિહિરને માયા વિશે ઘણી માહિતી આપી હતી એટલે મિહિર માયા વિશે ઘણુ જાણી ચુક્યો હતો.

હવે એ માયા સાથે બરાબર ખુલીને વાત કરી શકતો હતો. ક્રિસે ગ્રીલ ચાલુ કરી બાર્બેક્યુની તૈયારી કરવા માંડી. સોની મક્કાઇ દોડા, વેજીટેબલ બર્ગર, કેપ્સીકમ-રેડ પેપર-ગ્રીન પેપર વગેરે લઇ આવી તે એણે ગ્રીલ પર સેકાવા મુક્યું...

ક્રિસ અને સોની ખુશ હતા. એ બન્ને ઇશારાથી વાતો કરતા હતા. સોનીએ ઓલિવ ગાર્ડન રેસ્ટોરાં પર ફોન કરી ઇટાલિયન ફુડ ઓર્ડર કરી દીધું. મિહિરની બર્થડે પાર્ટીના ફોટાઓનું આલબમ લઇ સોની ડેક પર આવી અને માયાને એ જોવા આપ્યું.

માયા રસપૂર્વક ફોટાઓ જોવા લાગી. એના અને મિહિરના ફોટાઓ બહુ જ જીવંત લાગતા હતા. આખો આલબમ બહુ જ વ્યવસ્થિત સજાવેલ હતો સોનીએ.. અને લગભગ બે કે ત્રણ પાના ઉથલાવતાં ક્યાંક મિહિર તો ક્યાંક માયાના ફોટાઓ હતા..

જાણે કે માયા છવાઇ ગઇ હતી... સોની માયાની નજર પારખી શખતી હતી. માયાની નજર વાંચી શકતી હતી. માયાની અફીણી આંખોમાં મિહિર પ્રત્યે ઉગી રહેલ આકર્ષણની વેલ પાંગરતી એ નિહાળી રહી હતી..

. બસ, હવે એને એવી રીતે ઊછેરવાની હતી કે મિહિર અને માયા એક થઇ જાય... અઘરૂં હતું એ પણ અશક્ય ન્હોતું. મિહિર-એના ડેડ મોનાની યાદોના ડુંગર પરથી ઊતરે અને માયાની માયાજાળ-પ્રેમજાળમાં લપેટાઇ...

‘માયા તમે અહિં આવતા-જતાં રહો તો ડેડને પણ કંપની રહે...!! અમે બન્ને તો અમારા પેશંટો, ક્લિનિક, પ્રિસ્કિપ્શન, ફર્ટિલીટી સેંટરમાંથી જ ઊંચા નથી આવતા..!! ઇટ્‌સ ઓલ હેકટીક....!’

‘સ્યોર...!’ માયા મિહિર તરફ નિહાળી બોલી, ‘ઇફ યોર ડેડ ડોન્ટ માઇન્ડ...!’

‘નો....નો...આઇ ડોન્ટ માઇન્ડ....!’ મિહિર સહેજ અચકાઇને બોલ્યો.

ધીરે ધીરે મિહિર-માયાની મુલાકાતો વધતી ગઇ... માયા બહુ જ ધીરજવાન હતી.. સમજુ હતી..એને મિહિર ગમવા લાગ્યો હતો. મોનાની બધી જ વાતો એણે બહુ જ રસપુર્વક સાંભળી...એ જોઇ શકી હતી કે મિહિર મોનાને પોતાની જાત કરતાં ય વધુ ચાહતો હતો... મોનાની વાતો કરતાં કરતાં ભીની થઇ જતી મિહિરની આંખોની ભીનાશમાં માયા પણ ભીંજાય હતી..

. માયાને લાગતું હતું કે મિહિરને મોના પાસેથી મેળવવો અઘરો હતો... પણ એને ય અઘરાં જ કામો કરવાની આદત જો હતી... મિહિરે પોતાની આસપાસ ચણી દીધેલ અદ્‌શ્ય દિવાલમા દરવાજો શોધવાજો શોધવાનો હતો માયાએ!!

સોનીના ફર્ટિલીટી સેંટરનું કાર્ય સંપુર્ણ થવા આવ્યું હતું..ઓપનીંગ સેરેમનીના આમંત્રણ કાર્ડ લઇને એ માયાને ત્યાં આવી હતી..ક્રિસ આવવાનો હતો પણ એક મેડિકલ ઇમર્જંસી ઊભી થતાં એ ન આવી શક્યો અને સોની એકલી જ આવી હતી..

‘સો ફાયનલી ડે ઇસ હીયર....!’ સોનીએ માયાને ઇન્વીટેશન કાર્ડ આપી કહ્યું... ‘આફટર એ લોંગ વેઇટીંગ વી આર રેડી....!’

‘વા...આ...આ...ઉ...!! વોટ અ લવલી કાર્ડ...! વેરી નાઇસ લે-આઉટ....!’ માયાએ એન્વેલપમાંથી કાર્ડ બહાર કાઢી જોતાં કહ્યું.... છ પાનાની નાની પત્રિકા હતી જેમાં ‘મોના ફર્ટિલીટી સેન્ટર’ની મોટા ભાગની માહિતી ખુબીપુર્વક સમાવી લેવામાં આવી હતી.

‘થેંક્સ્‌! તમને કાર્ડ ગમ્યો.? આઇડિયા ક્રિસનો જ છે..!’

‘વેલ ! ક્રિસો તો ક્રિસ જ છે...!’ માયાએ ક્રિસના વખાણ કરતાં કહ્યું. એ સોફા પરથી ઉભી થઇ, ‘ક્યાં છે ક્રિસ?! હશે એના કોઇ પેટના પેશન્ટ સાથે...!! બરાબરને....??’ પછી સોની તરફ ફરી એણે પુછ્યું, ‘વોટ વીલ યુ લાઇક ટુ હેવ....?’

સોનીએ માયા તરફ નજર કરી... હળવેકથી પુછ્યું, ‘મને જે જોઇએ તે આપશો, મિસ માયા...??’

‘અફકોર્સ....ડિયર....’

એના સિંગલ સોફા પરથી સોની હળવેકથી ઉભી થઇ. માયાની નજીક ગઇ. એના પગ પાસે ફ્લોર પર જ બેસી ગઇ. માયા કંઇ સમજે તે પહેલાં માયાના બન્ને હાથના પંજા પોતાના બન્ને હાથોમાં પ્રેમથી પકડી લઇ એ ધીમેથી બોલી, ‘આઇ વોન્ટ યુ!! મને તો તમો જ જોઇએ....!! વિલ યુ પ્લીસ મેરી માય ફાધર...? માય ડેડ....??’

યાચક નજરે એ માયા તરફ જોતી રહી, ‘વીલ યુ બી માય મોમ...?’ એનાથી માયાના પંજાની આંગળીઓ પર દબાણ વધારાઇ ગયું.

થોડીવાર તો માયા અવાચક જ બની ગઇ. એ પણ સોની તરફ જોતી જ રહી...સોની ફ્લોર પર ઘુંટણીએ બેસી પડી હતી. માયાએ નમીની સોનીના બન્ને બાહુઓ પકડી હળવેકથી એને ઉભી કરી. સોની ધુજતી હતી...કાંપતી હતી...માયાએ પોતાના પગના પંજા પર ઉભા થઇ એનાથી ઊંચી સોનીના કપાળ પર ચુમી ભરી.

સોની એની આંખ બંધ કરી ગઇ હતી..માયાના મુદુ હોઠોના કપાળ પરના નરમ સ્પર્શ એને રોમાંચિત કરી દીધી... એક પળ તો એને મોમ મોનાની યાદ આવી ગઇ!!

-મોમ પણ આમ જ ચુમી ભરતી કપાળે !!

‘આઇ વીલ બી વેરી હેપ્પી ટુ હેવ અ ડોટર લાઇક યુ...!! માય ડિયર....!!’ માયાએ સોનીને સ્નેહથી બાથમાં લેતાં કહ્યું...

સોનીને સહેજ અસમંજસ થઇ આવીઃ શું કહેવા માંગતી હતી માયા...?!

એણે માયાની ફરતે બન્ને હાથો વિંટાળી જ રાખ્યા..

‘આઇ એમ યોર ડોટર...મોમ....!!’ એ ધીમેથી ગણગણી...એની આંખ ભીની થઇ ગઇ. ‘બટ આઇ વીલ લાઇક ટુ નો યોર આન્સર !! વિલ યુ મે....’

એના હોઠો પર હાથ મુકી એને બોલતાં અટકાવી સહેજ શરમાઇને માયા બોલી, ‘યય...સ....ડિયરક...યયસ...!!’

‘થેંકસ, મો ઓ ઓ ઓ મ....!’ એ જોરથી માયાને ભેટી પડી... એની આંખોમાંથી એણી જાણ બહાર જ શ્રાવણ-ભાદરવો વેહવા લાગ્યો... આ આંસુનો સ્વાદ આજ અવશ્ય ખારો ન્હોતો!!

માયાની આંખો પણ ભરાઇ તો આવી જ.. એની એ ભીનાશમાં કુમાશ હતી... કમળના પુષ્પ પરની પાંદડીઓ પર જેમ ઓસબિન્દુ મોતીની માફખ ચમકે એમ એની આંખોમાં અટકેલ બિન્દુઓમાં એક ચમક હતી પ્રેમની ચમક... સ્નેહની દમક હતી...

પછીની વાત છે ટૂંકી!! મિહિર માંડ માંડ માન્યો... સોનીએ-ક્રિસે એને થોડો સમય આપવો પડ્યો... એને જ્યારે ખાતરી થઇ કે માયા પર કોઇ દબાણ નથી અને માયાનો એ પોતાનો નિર્ણય છે ત્યારે એ રાજી થયો...

માયાએ પણ એની રાહ જોઇ ધીરજ રાખી.. અને ધીરજના ફળ તો મીઠાં જ હોય!! મિહિર અને માયા એક થયા... મિહિરના જીવનમાં છવાયેલ પાનખર બહાર બનીને ફરી મોહરી ઉઠી...!!

(સમાપ્ત)

સરપ્રાઇઝ

‘હેલ્લો... કોણ ?!’ કૉલર-આઇડી માં નંબર ન પડતાં મે પૂછ્યું.

‘હું નીલ....અંકલ !’ સામેથી ઘેરો અવાજ આવ્યો. એ નીલનો ફોન હતો.

‘ઓહ ! ની...ઇ....ઇ....લ !! આફટર અ લૉંગ ટાઇમ !’ મેં કહ્યું.

‘સોરી.... અંકલ ! યુ નો અવર લાઇવ્સ...’

‘યા...યા...!’ સોફા પર પગ લંબાવી મેં આરામથી બેસતાં કહ્યું, ‘તારી જૉબ કેમ છે ? આઇ.બી.એમ કે બીજે ક્યાંક ?’

‘આઇ.બી.એમ ? ઇટ્‌સ કુઉઉળ !!’ નીલે હસતાં હસતાં કહ્યું. નિલ સૉફ્ટવેર ઍંન્જિનિયર હતો. એણે આગળ વાત કરતાં કહ્યું, ‘યુ નો અંકલ, આજકાલ જૉબ માર્કેટ ડાઉન છે. પણ અત્યારે તો જોબ છે. બાકી કહેવાય છે ને કે... યુ કેન નોટ રિલાય ઓન થ્રી ડબ્લ્યુઝ ઇન યુ.એસ ! વર્ક... વેધર.... ઍન્ડ...!’

‘વુમન....!!’ હસતાં હસકતાં મેં એનું વાક્ય પૂરું કર્યું. નીલ મારા મિત્ર કરસનનો દૂરનો ભત્રીજો હતો. કરસને જ એને દેશથી અમેરિકા બોલાવ્યો હતો....ભણાવ્યો હતો... પરણાવ્યો હતો... અને ઠેકાણે પણ પાડ્યો હતો. ‘અંકલ, હાઉ ઇઝ રાધા આન્ટી ?’

‘એઝ યુઝઅલ, શી ઇઝ બીઝી ઇન કિચન....’

‘અંકલ કેકે અંકલની બર્થ ડે છે...યુ નો ?’ એને વાત વાતમાં ‘યુ...નો’ બોલવાની આદત હતી.

‘યસ, આઇ નો.’

‘તો એમના માટે સરપ્રાઇઝ બર્થ-ડે પાર્ટી એરેન્જ કરવાની છે. એમને ફિફટી થવાના. યુ નો. ગોલ્ડન જ્યુબિલી ! તમારે, આન્ટીએ અને સોનીએ તો ખાસ આવવાનું જ છે. યુ નો ! આ સરપ્રાઇઝ પાર્ટી છે.’

‘યસ !’

‘એટલે જ ઇન્વીટેશન કાર્ડ કે એવું કંઇ નથી. ખાસ રિલેટિવ્ઝ, ફ્રેન્ડ્‌ઝ અને અંકલનું ક્લોઝ સર્કલ છે. એબાઉટ ૧૫૦ થઇ જશે.’ એ અટક્યો અને ઉમેર્યું, ‘આઇ નીડ યોર હેલ્પ. પ્રોગ્રામની આઉટ લાઇન અને ગેસ્ટ લીસ્ટ તમને ઇ-મેઇલ કરું છું. પ્લીઝ, ચેક ઇટ. તમારે કંઇ ચેઇન્જ કરવું હોય, એડ કરવું હોય... જસ્ટ ડુ ઇટ... યુ નો, કેકે અંકલની સહુથી ક્લોઝ હોય તો તમો જ છો !’

કેકે એટલે કરસન ! કરસન કડછી ! મારો લંગોટિયો સીધો સાદો ભોળિયો કરસન કડછી... હું અને કરસન વરસો પહેલા દેશમાં એક જ સ્કુલમાં સાથે ભણ્યા હતા. એક જ આસને ભોંય પર બેસતા હતા.

કરસન, મોહન કડછીનો એકનો એક પુત્ર... અમારી ગામમાં ખેતીવાડી હતી. બે માળનું ઘર હતું, જ્યારે કરસન, બ્રાહ્મણ ફળિયામાં એક ખોરડામાં એના પિતા મોહનકાકા સાથે રહેતો હતો.

મોહનકાકા રસોઇયા હતા. સમાજમાં લગ્ન પ્રસંગ હોય કે મરણનું જમણ હોય, મોહનકાકાની રસોઇ વગર પ્રસંગ અધૂરો ગણાતો. એમની દાળ એટલી સ્વાદિષ્ટ બનતી કે બધા એમને કડછી કહેતા અને પછી એ એમની અટક બની ગઇ !

કરસન પણ એમની સાથે મદદે જતો. એ જમાનામાં લાપસી, રીંગણ બટાકાનું શાક અને દાળભાતનું જમણ લગ્ન! પ્રસંગે સર્વમાન્ય ગણાતું. મોહનકાકાની દાળનો સ્વાદ આટલા વરસે પણ મારા મોઢામાં પાણી લાવી દેતો હતો !!

કરસન પણ પિતાની સાથે સાથે રસોઇ બનાવતા શીખી ગયો. અમે બંને હાઇસ્કુલ સાથે ભણ્યા. ભણવામાં એ સામાન્ય હતો. નિર્દોષ, ભોળિયો અને કોઇ ખોટી લાગણી નહીં, કોઇ ખોટી માંગણી નહીં.

સમયના રોજ બદલાતા જતા ચોકઠામાં ગોઠવાઇ જવાનું જો શીખવું હોય તો કરસન પાસે જ શીખવું પડે. હાઇસ્કુલ પછી હું સુરત ‘ગાંધી એન્જિન્યરિંગ કૉલેજ’ માં ઇજનેરીનું ભણવા લાગ્યો અને કરસન પિતાની સાથે ખાનદાની ધંધામાં જોડાયો અને ધીરે ધીરે રાંધવાની કળામાં પાવરધો બની ગયો.

મોહનકાકાની તબિયત નરમ-ગરમ રહેતી પણ કરસને એમની સાથે રહી યુવાન વયે જ એમની બધી કળા આત્મસાત્‌ કરી લીધી. હું આ દરમિયાન ગાંધી કૉલેજમાં ભણી ઇલેકટ્રીકલ એન્જિનિયર બની ગયો અને કરસન અવ્વલ રસોઇયો !! મને સુરત મ્યુનિસિપાલીટીમાં નોકરી મળી ગઇ અને કરસન લગ્નની સિઝનમાં બીઝી લાગ્યો. એના જીવનમાં પણ તકલીફો રહેતી પરંતુ એ

જિંદગી જેવી હતી એવી અપનાવતા શીખી ગયો હતો. જિંદગી વિશે કદી કોઇ કડવી વાત, ફરિયાદ એના મોંએથી નીકળી ન હતી. થોડા સમય બાદ તો મોહનકાકા સંપૂર્ણ નિવૃત્ત થઇ ગયા હતા. કરસનની આર્થિક પરિસ્થિતિ નબળી રહેતી, પણ એ હરદમ હસતો રહેતો. હું એની પરિસ્થિતિ સમજતો અને મારાથી બનતી મદદ કરતો. અરે ! મારા પહેરેલા કપડાં એને આવી રહેતા અને એ પણ એ રાજીખુશીથી પહેરતો !

જિંદગીનું ચગડોળ નિરંતર ફરતું રહેતું હોય છે. નજીકના ગામના એક અંબુ પટેલ અમેરિકાથી એમના કુટુંબ સાથે દરેક શિયાળામાં આવતા. પટેલ ફળિયામાં એમનું મહેલ જેવું ઘર હતું.

અમેરિકામાં એમનો ઇલેકટ્રોનિક્સ આઇટમનો એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો બહોળો બિઝનેસ હતો અને ગામમાં ખેતી. ગામમાં એમણે રાધા-કૃષ્ણનું ખૂબ મોટું મંદિર બંધાવ્યું હતું અને મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વખતે બહુ મોટો જમણવાર રાખેલો.

એ જમણવારમાં પણ રસોઇ તો કરસમનની જ ! અંબુભાઇએ એ વખતે કરસનના હાથની દાળે પહેલીવાર ચાખી અને આંગળા ચાટતા રહી ગયા. એમને પોતાના ગામના ઘર માટે આવા જ કોઇ માણસની જરૂર હતી.

તેથી એમણે કરસનને પોતાના ઘરે રાખી લીધો. કરસન તો બટાકા જેવો હતો !! ગમે તે શાકમાં ગમે તે રીતે વાપરી શકો ! થોડા સમયમાં તો ઘરના માણસની જેમ અંબુભાઇના કુટુંબનો જ સભ્ય બની ગયો.

અંબુભાઇએ બે-ત્રણ વાર દેશ-પરદેશ કર્યું પણ અમેરિકા આવ્યા બાદ એમને કરસનની દાળ યાદ બહુ આવતી. કરસનની દાળ વિનાનું જમણ એમને અધુરું લાગવા માંડ્યું. એક વખતે જ્યારે તેઓ દેશ આવ્યા ત્યારે તેમણે કરસનને અમેરિકા આવવા માટે કહ્યું.

કરસનને શો વાંધો હોય ? મોહનકાકા તો સ્વર્ગ સિધાવી ચુક્યા હતા. વળી એ જમાનામાં આજની જેમ ઇમિગ્રેશન-વીઝા-પાસપોર્ટની લમણાઝીંક પણ ન હતી. થોડા જ સમયમાં તો કરસન ગામથી માયામીમાં આવી ગયો...

આ સમય દરમિયાન હું પણ મારી પત્ની રાધાની પાછળ પાછળ અમેરિકા આવ્યો. રાધા અમેરિકાની સિટિઝન હતી એટલે જલ્દી આવી શકાયું. કરસનના આવ્યા બાદ લગભગ છ-એક મહિને હું અહીં ન્યુજર્સી આવ્યો. અમારે રોજ ફોન પર વાતો થવા માંડી.

કરસનને અંબુભાઇને જીતી લીધા હતાં. રસોઇકળામાં તો એ પાવરધો હતો જ. ટીવી જોઇ, પુસ્તકો વાંચી કરસન રોજ નવી નવી વાનગીઓ બનાવવામાં પારંગત બની ગયો. અંબુભાઇએ પણ એને મોકળું મેદાન પૂરું પાડ્યું.

કહેવાય છે કે દિલ જીતવાનો રસ્તો પેટમાંથી પસાર થાય છે ! અંબુ પટેલે કરસનની કળા પારખી. એ તો પોતે ડૉલરના ડુંગરા પર બેઠા હતા જ, ધન ક્યાં રોકવું એ પ્રશન હતો ! આ બધાનું પરિણામ એ આવ્યું કે એક દિવસ કરસન કડછીની આગેવાની હેઠળ માયામીમા એશિયન રેસ્ટોરાં, ‘કડછી’નું ઉદ્‌ઘાટન માયામીના મેયરે કર્યું. રેસ્ટોરાં માટે ‘કડછી’ નામ પણ અંબુભાઇએ પસંદ કર્યું.

ખાવાના શોખીનો તો ક્યાં ન હોય ? વળી, માયાની બહુ મોટું ટુરિસ્ટ પલેસ. કરસનની ‘કડછી’ ધમધોકાર ચાલવા માંડી. અંબુભાઇની ધંધાકીય સૂઝ અને કરસનની મહેનતથી સ્વાદનો સપ્તરંગી સાગર અમેરિકામાં ફેલાઇ ગયો. કરસન પછી ‘કેકે’ તરીખે ઓળખાવા લાગ્યો.

રેસ્ટોરાંનું ધ્યાન રાખવા છતાં સવારસાંજ અંબુભાઇના ઘરની રસોઇ પણ એ જાતે જ બનાવતો. એની વિનમ્રતા, ભલમનસાઇ અને પ્રમાણિકાતામાં વધારો થતો ગયો. અંબુભાઇએ તેની ભલમનસાઇની કદર કરીને એને ‘કડછી’ રેસ્ટોરાંમાં પાર્ટનર બનાવી લીધો. માયામીમાં કરસન માટે સરસ મજાનું ત્રણ બેડરૂમનું હાઉસ ખરીદ્યું. એને પરણાવ્યો અને સેટલ કર્યો.

પછી તો ‘કડછી’ બ્રાન્ડ નેઇમ બની ગયું. ‘કડછી’ ચેઇન રેસ્ટોરાં અમેરિકામાં ફેલાવા લાગી... ન્યુયોર્ક, શિકાગો, વોશિંગ્ટન, બોસ્ટ, એલ.એ - ‘કડછી’ની શાખાઓ ખુલતી ગઇ. કેકે વ્યસ્ત રહેવા લાગ્યો પણ તેમ છતાં મારી સાથે દિવસમાં એક વાર વાત કર્યા વિના એ સુતો નહિ. રાત્રે-મધરાત્રે એનો ફોન આવે જ અને ન આવે તો હું કરું. અમારી મિત્રતા પણ મજબૂત થતી ગઇ.

અંબુભાઇ સ્વર્ગે સિધાવ્યા ત્યારે બોર બોર આંસુએ મારા ખભા પર માથું રાખી નાના બાળકની જેમ રડ્યો હતો. કેકે હવે રેસ્ટોરામાં સર્વેસર્વા હતો. પ્રોફિટની રકમમાંથી ભાગીદારીના પૈસા તે અંબુભાઇના સંતાનોને આપી દેતો.

વળી, એમના સંતાનોને તો પોતાના ધંધામાંથી સમય ન હતો એટલે ‘કડછી’ ની પૂરેપૂરી માલિકી કેકે ને જે સોપી દીધી. કેકેએ દેશમાંથી પોતાના અનેક સગાવહાલા, મિત્રો, રસોઇયાઓને બોલાવ્યા સાથે રાખ્યા, ભણાવ્યા અને ઠેકાણે પાડ્યા.

કેકેની પત્ની પણ સંસ્કારી હતી. તેને દરેક પગલે સાથ આપતી. એનો પુત્ર શ્યામ પણ હોટલનું ભણ્યો અને માયા નામની સુશીલ કન્યા સાથે પરણ્યો.

તેઓ શિકાગોમાં રહેવા લાગ્યા. કેકેની પુત્રી પાયલ સોફટવેર ઇજનેર બની ન્યુયોર્ક સેટલ થઇ હતી. માયામીથી બિઝનેસ ચલાવવો અઘરો લાગતા કેકે દશ-બાર વર્ષ પહેલા એડિસન, ન્યુજર્સી સેટલ થયો.

અને આમ એ જીવનમાં સતત પ્રગતિ કરવા લાગ્યો. આવો મારો પરમમિત્ર કેકે, પચાસનો થઇ ગયો હતો, લાખો ડોલરનો માલિક છતાં કોઇ અભિયાન નહિં, કોઇ દેખાડો નહિ, બીજા માટે જીવતો, દાન કરતો, બધાની તકલીફો સમજતો. ખૂબ સાદુ અને સરળ જીવન જીવતો.

હવે આવા કેકેને સરપ્રાઇઝ પાર્ટી આપવાની હતી ! ન જાણે શું હશે એનો પ્રતિભાવ. એના ભત્રિજા નીલની ઇમેઇલ મેં જોઇ. ખૂભ ધ્યાનપૂર્વક મહેમાનોનું લીસ્ટ બનાવેલું. અહીંના ‘રોયલ આલ્બર્ટ પેલેસ’નો ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ બુક કરાવ્યો હતો. અનેક વાનગીઓનું તો મેનુ !!

નીલની પુત્રી આ પોગ્રામમાં ભરતનાટ્યમ કરવાની હતી અને ખૂબ મોજમજાના કાર્યક્રમનું આપોયજન કરવામાં આવ્યું હતું. મારા માટે તો આ પાર્ટી સૌથી અગત્યની હતી કારણ કે મારા જીગરી દોસ્ત કેકેની સરપ્રાઇઝ પાર્ટી હતી !

મારી જવાબદારી સહુથી વિચિત્ર હતી. મારે કેકેને અને એની પત્ની શાંતાને પાર્ટીમાં લઇ આવવાના હતા અને એ પણ એમને જરાય જાણ ન થાય એ રીતે ! એનો પ્લાન મારે વિચારવાનો હતો. મેં અને રાધાએ નક્કી કર્યું કે અમારી એનિવર્સરીની વાત ઉપજાવી કાઢીને કેકેને પાર્ટીમાં લઇ જઇશું. મને ખાત્રી હતી કે કેકે કદી ના નહીં પાડે અને તેથી મેં કેકેને ફોન જોડ્યો.

‘હલ્લો કેકે’ મેં કેકેને ફોન કર્યો.

‘બોલ...તુ કેમ છે ?’ સામે કેકે બોલ્યો.

‘બસ જલસા છે. તુ કહે....’

‘અમારે તો કડછીમાંથી ઊંચા આવીને તો ને....ઘણા વખતથી મળવું છે પણ મળાતું નથી.’

‘તેં તો મારા મોંની વાત છીનવી લીધી. લિસન કેકે, આવતા સન્ડે આપણે મળીએ છીએ. કોઇ બહાના નહીં. અને માત્ર તું, ભાભી, હું અને રાધા - બસ ચાર જ જણ કારણ કે મારી મેરેજ એનીવર્સરી છે. બરાબર છના ટકોરે હું તને હાઉસ પર લેવા આવીશ.’ મેં વાત બનાવી અને કેકેની સંમતી લઇ લીધી.

રવિવારે હું અને કરસન નીકળીએ એટલે મારે નીલને મેસેજ આપી દેવાનો હતો. મેં આલિશાન લિમોઝીન કાર ભાડે કરી. નીલે એના મિત્રને અમારી ગાડીનો પીછો કરવા મુક્યો હતો. બરાબર છ ને પાંચે ગાડી કેકેના બારણામાં ઊભી રહી. કેકે અને શાંતાભાભી તૈયાર જ હતા. સાટીનના સુરવાલમાં કેકે માંડ ચાલીસનો લાગતો હતો !

‘અરે બહુ પૈસા વધી પડ્યા છે તારી પાસે ?’ કેકે લિમોઝીન જોઇને બોલ્યો.

‘યાર મારી મેરેજ અનિવર્સરી છે. આટલા વરસોથી અમેરિકામાં છીએ. પણ આલિશાન કારમાં કદી બેઠા નથી. ચલ જલ્દી કર, ભાડુ વધી જશે.’

‘યસ યસ’ કહી એ અને શાંતાભાભી ઝડપથી ગોઠવાયા. મેં નીલને મેસેજ આપી દીધો અને વીસ મિનિટમાં તો અમે ‘રોયલ આલ્બર્ટ પેલેસ’ પર પહોંચ્યા.

‘અલ્યા, આલ્બર્ટમાં જ ખાવું હતું તો આપણે ઘેર શું ખોટું હતું ?’ કેકે બોલ્યો.

‘જસ્ટ ચેઇન્જ !’ મેં એની સાથે નજર મેળવ્યા વિના જ કહ્યું. મારું દિલ ધક ધક થતું હતું. રાધા એનો ચુડીદાર દુપટ્ટો સરખો કરતી હતી. શાંતાભાભી બહાર નીકળ્યા. મેં ડ્રાઇવરને પચાસની નોટ ટીપમાં આપી તો કેકેની આંખ આશ્ચર્યથી પહોળી થઇ ગઇ !’

‘આલ્બર્ટ પેલેસ’ વાળા જો કેકેને ઓળખી જાય તો લોચા પડી જાય તેથી મેં એને અને શાંતાભાભીને ઝડપથી ગ્રાન્ડ સેન્ટ્રલ હૉલ તરફ દોર્યા. હોલમાં દોઢસો જેટલા માણસો ટાંકણી પડે તો તેન અવાજ પણ સંભળાય એવી શાંતિથી અંધારામાં બેઠા હતા.

મેં હૉલનો મેઇન ગેઇટ ખોલ્યો અને ધીરેથી કેકેને અંદર ધકેલ્યો. ‘સ....ર...પ્રા...ઇ...ઝ !!’ હોલમાં સહુ એક સાથે પોકારી ઊઠ્યા. હોલ ઝળહળા થઇ ગયો. ‘હે...પ્પી...બર્થ...ડે...ટુ...કે...કે....’

આશ્ચર્યથી હક્કો-બક્કો થઇ ગયો કેકે.... એના ડોળા ચકળવકળ થવા લાગ્યા. આંખ ભીની થઇ... ‘ઓહ...નો!!’ એ બધા તરફ જોવા લાગ્યો... ચક્રકારે સહુએ એને ઘેરી લીધો હતો. હું એની એકદમ નજીક હતો. એ મારા તરફ ઢળ્યો. મેં એને સંભાળી લીધો.. એનો હાછ છાતી પર ભિંસાયો...

મને-અમને કોઇને કશી સમજ ન પડી.

‘કે....કે....?!....કે....કે?!!’ બધાએ એને ઘેરી લીધો. પણ, કેકે બધાને છોડીને જતો રહ્યો હતો.. એને માસિવ હાર્ટ એટેક આવ્યો હતો. અમો કંઇ પણ કરી ન શક્યા. અમને બધાને સરપ્રાઇઝ આપી ગયો, કેકે !

(સમાપ્ત)

જીંદગી-એક સફળ.....

ધીરુભાઇ એર ઇંડિયાની ફલાઇટ એઆઇ ૧૪૪ના બિઝનેશ કલાસમાં ચેક-ઇન થયા. એમનો મોટો પુત્ર મોહન કે જે મેકના હુલામણા નામે ઓળખાતો હતો એ અને એની પત્ની સીતા એમને નુવાર્કના લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુકવા આવ્યા હતા.

‘ડે...ડ, ટેઇક કેર....!!’ મેકે ધીરૂભાઇ સાથે હસ્તધુનન કરતાં કહ્યું, ‘વી આર વેરી સોરી... અમે કોઇ તમારી સાથે આવી નથી શકતા... યુ નો અવર સિચ્યુએશન....!!!!’

‘ડોંટ વરી સન....!! તારી ઓમ છે ને મારી સાથે...?!’ મ્લાન હસીને ધીરૂભાઇ બોલ્યા.

‘ડે...એ....એ...ડ....!’ ધીરૂભાઇને ભેટી પડતા મેક ભાવુક થઇ ગયો... ‘હવે મોમ ક્યાંથી આવવાની....?’

સહુને બા....ય....કહી ધીરૂભાઇ ડંબો વિમાનમાં દાખલ થયા.

‘લેટ મી હેલ્પ યુ સર...’ બિઝનેસ કલાસની એરહોસ્ટસે ધીરૂભાઇના હાથમાંથી હળવેકથી હેંડબેગ લઇ ઓવર હેડ લગેજ સ્ટોરેજમાં મુકી...

‘ટેઇક કેર....!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘અંદર ઘણો જ કિંમતી સામાન છે!’

‘આઇ વીલ....’ હસીને એરહોસ્ટેસ બોલી.

ધીરૂભાઇએ લિવાઇઝના નેવી બ્લ્યુ જીન્સ પર વાદળી કોટન શર્ટ અને બ્લ્યુ બ્લેઝર પહેરેલ હતું તે બ્લેઝર કાઢી એરહોસ્ટેસને સોંપ્યુ.

બોર્ડિંગ કાર્ડ પર સિટ નંબર ફરી તપાસી એ પોતાની પહોળી લેધર ચેર પર ગોઠવાયા. ટેઇક ઓફ થવાને હજુ દોઢેક કલાકની વાર હતી.

‘ડુ યુ નીડ એનીથિંગ સર...?’

‘નોટ નાઉ...’ બેક-રેસ્ટ પુશ કરી આરામથી બેસતાં ધીરૂભાઇએ આંખો બંધ કરી...

અઢાર કલાકનો પ્રવાસ હતોઃ નુવાર્કથી મુંબઇનો...વાયા પેરિસ....

-કેટલાંય વખતથી દેશ જવાનું વિચારતા હતા...!! કાંતા સાથે....

-અને આજે....??

-આજે પણ કાંતા તો સાથે જ છે ને....??

-અસ્થિ સ્વરૂપે....!!

-ઓહ....કાંતા...!!! એમનાથી ઑવરહેડ સ્ટોરેજ તરફ એક નજર થઇ ગઇ. એમાં મુકેલ સેમ્સોનાઇટ બેગમાં હતી....કાંતા....!!! અસ્થિ સ્વરૂપે....!! ઓમ શાંતિ....ઓમ....લખેલ સરસ રીતે પેક કરેલ બોક્ષમાં સમાઇ હતી કાંતા....!!

એક નિઃશ્વાસ નંખાય ગયો એમનાથી... જવું હતું તો કાંતા સાથે દેશમાં ચારધામથી યાત્રાએ.... એની ખાસ ઇચ્છા હતી... દુનિયાના ઘણા દેશો ફરી લીધ હતા... આખું અમેરિકા....યુરોપ....ઓસ્ટ્રેલિયા...આફ્રિકા....બસ, ઘણા લાંબા સમયથી દેશ જવાયું ન્હોતું.

ધીરૂભાઇ આજથી બેતાલીસ-તેતાલીસ વરસ પહેલાં અહિં યુએસ આવ્યા હતા અને આજે એઓ છાસઠના થયા.

-કેટલો લાંબો સમય થઇ ગયો...??!!

છાસઠ વરસની ઉમર એમના શરીર પરથી લાગતી ન્હોતી.એકવડું પોણા છ ફૂટનું ચુસ્ત કદ...એમણે શરીરને બરાબર જાળવ્યું હતું...બસ, એક ચશ્મા હતા....નખમાં ય રોગ ન્હોતો...હા, વાળ જરૂર ઓછા થઇ ગયા હતા.... પણ માંડ પચાસના લાગતા હતા..

‘વી આર રેડી ટુ ટેઇક ઓફ...’ પાઇલટ કેપ્ટન સિન્હાાનો ઘેરો અવાજ પીએ સિસ્ટમમાં ગુંજ્યો, ‘પ્લીસ ફાસન યોર સીટ બેલ્ટ....!!’

-હિયર વી ગો કાંતા!! ધીરૂભાઇ સ્વગત બબડ્યા...સીટ બેલ્ટ બાંધી બેક રેસ્ટ એમણે યથા સ્થાને ગોઠવ્યું.

જમ્બો વિમાન ટરમેક પરથી ધીમેથી બેક-અપ થયું...રનવે પર ગોઠવાયું, દોડ લગાવી પલકવારમાં હવામાં અધ્ધર થયું... થોડાં સમયમાં તો ત્રીસ-બત્રીસ હજાર ફુટની નિર્ધારીત ઊંચાઇએ પહોંચી ગયું...!!

સીટ બેલ્ટની સાઇન ઑફ થઇ.

ચપળ એર હોસ્ટેસ એમની પાસે આવી, ‘વોટ વીલ યુ લાઇક ટુ ડ્રીંક...??’

‘બ્લેક લેબલ ઓન ધી રોક્સ....!!!’

ચળકતા ક્રિસ્ટલ ગ્લાસમાં આઇસ ક્યુબ ભરી, બ્લેક લેબલ વ્હિસ્કીથી ગ્લાસ ભરી એર હોસ્ટેસ બીજાં પ્રવાસીઓની સરભરામાં પરોવાઇ...

વ્હિસ્કીનો ઘુંટ ચુસતા ચુસતા ધીરેથી ગળા નીચે ઉતારી ધીરૂભાઇએ આજુ-બાજુ સહ પ્રવાસીઓ તરફ નજર કરી.

-સહુ કેટકેટલાં પાસે હતા..!! છતાં પણ પોતે પોતાના કોચલમાં પુરાયેલ હતા... ટોળામાં જાણે સહુ એકલવાયા...!!! અને હવે તો ધીરૂભાઇ પણ સાવ એકલવાયા જ થઇ ગયા હતાને ?? નવેક મહિના પહેલાં મધ્યરાત્રિએ કાંતાને અચાનક હાર્ટ-એટેક આવ્યો. પોતે તો ભર ઊંઘમાં હતા...નિંદ્રાદેવીનું એમને વરદાન હતું.

કાંતાને જેમ તેમ કરીને ઢંઢોળ્યા. જાગ્યા...નાઇન વન વન....પાંચ મિનિટમાં તો એમ્બ્યલંસ આવી ગઇ... પણ કાંતાનુ હ્ય્દય બે-ત્રણ મિનિટ માટે ધબકવાનું ચુકી ગયું. ઇએમએસ વાળાએ વાળાએ જંપ આપ્યો..શોક આપ્યો ને..

.હ્ય્દય ફરી ધબકવા તો માંડ્યું પરતું, કાંતા ફરી ધબકતી ન થઇ... ફેફસામાં પાણી ભરાય ગયું... વળી મગજને લોહી ન મળતાં મગજમાં ક્લોટ થઇ ગયો...ફેફસાએ જવાબ આપી દીધો... રેસ્પિરેર્ટર-લાઇફ સર્પોટ પર મુકી દેવાઇ.... જિંદગીમાં પુર્ણવિરામ પહેલાં કોમા આવે એ ત્યારે ધીરૂભાઇએ જાણ્યું...દશ દિવસ બાદ નિર્ણય લેવાનો હતો.

-શું કરવું.....??

પણ કાંતાએ એ પ્રશ્ન જ ઉભો ન થવા દીધો..

પોતે જ હરિના મારગે ચાલી નીકળી...ધીરૂભાઇને સાવ એકલા મુકીને....

દશ દિવસ એ બેહોશ રહી...ધીરૂભાઇ કાંંતા પાસે બેસી રહેતા એ આશામાં કે ક્યારેક તો આંખ ખોલે...કંઇક બોલે...એની આખરી ઇચ્છા કહે છે...પણ...!!!

કાંતા ધાર્મિક હતી. એની ખાસ ઇચ્છા હતી કે એક વાર દેશમાં ચારધામની યાત્રા કરવી...ધીરૂભાઇને એવું પસંદ ન હતું. મંદિરોની લાંબી લાઇનો...મંદિરોની ગંદકી....ઘેરી વળતા પંડાઓ...ખોટા ખોટા શ્લોક બોલતાં બ્રાહ્મણો....એમને પસંદ ન હતા. એઓ નાસ્તિક ન્હોતા. પરંતુ, ધર્મની એમની વ્યાખ્યા સાવ અલગ હતી...માનવ ધર્મ !! ધર્મ માટે મંદિરના પગથિયા ચઢવા જરૂરી ન્હોતા એમના માટે.....

લો’રિયાલ કોસ્મેટિકમાં સિનિયર કેમિસ્ટથી શરૂ કરેલ ત્રીસ વરસની કારકિર્દિને અંતે રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટના વાઇસ પ્રેસિડેંટ તરીકે ધીરૂભાઇ રિટાર્યડ થયા. હવે તો બસ કાંતા સાથે આખી દુનિયા ફરવી એવા એઓના અરમાન હતા.

રિટાયર્ડ થયાના બીજા અઠવાડિયે તો ત્રણ આઠવાડિયાની ક્રુઝ-દરિયાઇ મુસાફરીએ જવાનું નક્કી જ હતું... પણ પ્રભુને કંઇ જુદું જ મંજુર હતું. કાંતા સ્વર્ગના કદી ય પાછા ન ફરનારા પ્રવાસે ચાલી નીકળી એકલી... ધિરુભાઇને એકલા મુકીને....!

ધીરૂભાઇને બે પુત્રો હતા...મોહન - મેક કે જે ન્યુ જર્સી ખાતે ફાઇઝર ફાર્માસ્યુટિકલ્સમાં ક્લિનીકલ ટ્રાયલ્સનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતો. જ્યારે નાનો નીક કેલિફોર્નિયા ખાતે માઇક્રોસોફટમાં પ્રોડેક્ટ ડેવલપમેન્ટનો પ્રેસિડેંટ હતો...

બંને પરણીને ઠરી-ઠામ થઇ ગયા હતાઃ મેક સીતાને અને નીક ઇટાલિયન છોકરી મારિયાને...!! બંનેને ધીરૂભાઇ ખુબ જ ભણાવ્યા હતા.. બંન્નેના પોતાના આલિશાન ઘરો હતા... બાળકો હતા.. કાંતાના અવસાન બાદ બંને એ ધિરૂભાઇને એઓના ઘરે આવી સાથે રહેવા કહ્યું...એરે...!!

મારિયાએ તો ઘણો જ આગ્રહ કર્યો... પણ શરૂઆતમાં તો સહુને નમ્રતાથી ના પાડી અને પોતે એકલા જ જીવવાનું નક્કી કર્યું. એઓ માનતા હતાઃ શરૂઆતમાં તો સહુને સારું લાગે પણ સમય જતા પોતાનાનો પણ સ્વજનને બોજ લાગવા માંડે...અતિ નિકટતા આકરી લાગે...નડતર લાગે....એના કરતાં દુર રહીને વધુ પ્રેમ પામતો જ સારો....!!!

પૈસાનો તો એમને કોઇ સવાલ જ ન્હોતો. રિટાયર્ડ થયા ત્યારે પણ સારા એવા પૈસા મળ્યા... સ્ટોક ઓપ્શન....સ્ટોક માર્કેટમાં પણ એમણે સારૂં રોકાણ કરેલ હતું....પેન્શન અને સોશિયલ સિક્યુરિટીના પણ પૈસા આવતા હતા... છોકરાઓને તો એમના પૈસાની કોઇ જરૂર ન્હોતી... એઓ પોતે જ ખુબ કમાતા હતા !!

કાંતાના સવર્ગવાસ પછીના શરૂઆતના દિવસો તો ઝડપથી પસાર થયા. પણ પછી ધીરે ધીરે ધીરૂભાઇને એકલતા સતાવવા લાગી. પળ કલાક જેવી અને દિવસ યુગ જેવો લાગતો... થોડાં સમય પહેલાં ખુબ જ પ્રવૃત્ત હતા.

પોતાના કામને કારણે-વાઇસ પ્રેસિડેંટ ઓફ આર એંડ ડીના કારણે...દિવસની બેત્રણ તો મિટિંગો હોય....બસો અઢીસો ઇમેઇલ...વિડિયો કોન્ફરંસ... વરસમાં ચાર-પાંચ વાર તો હેડ્રકવાર્ટર ફ્રાંસ-પેરિસના આંટા થતા! દર વખતે કાંતા તો સાથે જ હોય...!!પણ હવે એઓ સાવ એકલા થઇ ગયા હતા..

નિયમિત કસરત, યોગાસન, પ્રાણાયમ - મેડિટેશન મારફતે તન-મન તંદુરસ્ત રાખ્યું હતું. પણ કાંતા વિના જાણે હવે બધું ય નકામું હતું... એના સરળ અહવાસ વિના એઓ મુંઝરાતા, મુંઝાતા, અકળાતા છટપટતા હતા... ખરે સમયે જ કાંતા છેહ દઇ ગઇ...!!

આવી અસીમ એકલતા આમ વેંઢારવી પડશે એવી કલ્પના તો સ્વપ્નેય ન્હોતી...!! પોતાના પુત્રો સાથે રહેવા જવું ન્હોતું... ટીવી, કોમ્યુટર, ઇન્ટરનેટથી પણ સમય કપાતો ન્હોતો. કાંતા સાવ છેતરી ગઇ હતી... એના વિના જીવન જાણે એક સજા લાગતી હતી... જીવવું આકરૂં લાગતું હતું !!!

ફ્લાઇટમાં ડીનર સર્વ થયું...ડીનર પત્યા બાદ ધીરુભાઇએ લૅપટોપ ચાલુ કર્યું... ઇમેઇલ ચેક કરી... મારિયાની ઇમેઇલ હતી... મારિયા નાની પુત્રવધુ રોજ એકાદ ઇમેઈલ તો કરતી જ! એને છેલ્લી ઇમેઇલમાં ધીરૂભાઇએ પુછ્યું હતું કે ઇંડિયાથી એના માટે શું લાવવું?? એણે જવાબ આપ્યો હતોઃ સરપ્રાઇઝ મિ!!!

એના આ જવાબથી ધીરૂભાઇ હસી પડ્યા...બીજી ઇમેઇલ નવસારીથી હોટલ સૌરસના મેનેજરની હતી...એમના રિઝર્વેશનનું કન્ફરમેશન અંગે હતી... મુંબઇના સહાર એરપોર્ટ પર એરકંડિશન કાર એમને લેવા આવનાર હતી તેનો રજીસ્ટ્રેશન નંબર અને ડ્રાયવરનું નામ હતું. છેલ્લાં કેટલાંય વરસોથી એઓ પહેલાં વેચી દીધેલ... એ ઘર જોવું હતું...

ગામ જોવું હતું.... જે મહોલ્લામાં વરસો પહેલાં ક્રિકેટ રમેલ એ મહોલ્લાની ધૂળ કપાળે ચઢાવવી હતી..!! શક્ય હોય, બને તો જે ઘરમાં એમનું બાળપણ વિત્યું હતું... જે ઘરમાં યુવાનીમાં પ્રથમ ડગ માંડ્યો હતો એ ઘરમાં એક ડગ માંડવો હતો...!!

જ્યારે ધીરૂભાઇએ અમેરિકા જવાનું નક્કી કર્યું અને ઘરમાં જણાવ્યું ત્યારે એમના પિતા હરિભાઇ ખુબ જ નારાજ થયા હતા. એમની માએ તો રડવાનું ચાલુ કરી દીધું. ધીરૂભાઇ એમનું એકનું એક સંતાન હતા. એઓ એમને આમ અમેરિકા મોકલવા રાજી જ ન્હોતા. ધીરૂભાઇએ એમ કે બા-બાપુજી તો માની જશે...સમજી જશે...!!

પરતું હરિભાઇ ન માન્યા તે ન જ માન્યા....!! ધીરૂભાઇએ માતા-પિતાને અમેરિકા બોલાવવા માટે ય ઘણા પ્રયત્નો કર્યા. પણ હરિભાઇ શાના માને....?? પછી તો હરિભાઇએ ધીરે ધીરે પુત્ર પર લખવાનું ય બંધ કરી દીધું અને ધીરૂભાઇને પણ લખી નાંખ્યુ કે આપણા સબંધ આટલે જ થી અટકી જાય તો સારૂં !! તારે અમારી સાથે સબંધ રાખવા હોય તો દેશ આવીને રહે અમારી સાથે....!!! પિતાએ જાણે જાકારો જ આપી દીધો...!!! ધીરૂભાઇ ઘણું કરગર્યા!! કાલાવાલા કર્યા...!!

પણ હરિભાઇ એક ના બે ન થયા તે ન જ થયા અને ધીરૂભાઇ અમેરિકા છોડીને દેશ આવી ન શક્યા....!! ધીરૂભાઇને મા-બાપને નારાજ કર્યાનો ઘણો જ વસવસો રહી ગયો હતો... એમાના મા-બાપનું ઘડપણ એઓ સાચવી ન શક્યા...એમની સેવા-ચાકરી ન કરી શક્યા...એમની અંતિમ ક્ષણે એઓ હાજર ન રહી શક્યા...!! મા-પિતાએ જે ઘરમાં છેલ્લો દમ તોડ્યો એ ઘરમાં જઇને રડવું હતું...!! માત-પિતાને નામે વૃધ્ધાશ્રમમાં દાન કરી, થાય એવું તર્પણ કરવું હતું...

મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પ્લેન હળવેકથી ઊતર્યું....ગ્રીન ચેનલમાંથી ધીરૂભાઇ આસાનીથી ક્સટમ ક્લિયર કરી બહાર આવી ગયા... બિઝનેસ કલાસની મુસાફરીને કારણે એમને પુરતો આરામ

મળ્યો હતો એટલે તરો-તાજા લાગતા હતા... મુંબઇની મધ્યરાત્રીની હવામાં જાન્યુઆરી મહિનાની માદક ઠંડક હતી... એરાઇવલની લોંજમાં ડ્રાઇવર એમના નામનું પ્લેકાર્ડ લઇને ઉભો હતો તેના તરફ હાથ હલાવી ઇશારો કરી ધીરૂભાઇએ હાસ્ય કર્યું.!!!!

‘ધીરૂભાઇ....??’ ડ્રાઇવરે પુચ્છ્યું. એ પચ્ચીસેક વરસનો યુવાન હતો, ‘માયસેલ્ફ ઇસ સતિશ. સર!! હાઇ ડુ યુ ડુ....??’

‘ફાઇન!! થેન્ક યુ!!’

ધીરૂભાઇના હાથમાંથી બેગની ટ્રોલી સતિશે પોતે લઇ લીધી, ‘હાઉ વોઝ યોર ફ્લાઇટ....?’

‘વેરી ગુડ...!’ ધીરૂભાઇએ હસીને કહ્યું, ‘સતિશ, મને ગુજરાતી આવડે છે અને આપણે ગુજરાતીમાં જ વાત કરીશું.....’

‘ઓકે....!!’ હસી પડતાં સતિશ બોલ્યો, ‘આપણે ચારેક કલાકમાં નવસારી પહોંચી જઇશું... તમો આરામ કરજો... તમારે તો અત્યારે અમેરિકાના ટાઇમ મુજબ દિવસ ચાલે છે..બરાબરને...??’

‘હં !!!’

સતીશે વ્હાઇટ હુંડાઇ સોનાટાનો પાછળનો દરવાજો સલુકાઇથી ખોલ્યો.. ધીરૂભાઇએ વિચાર્યુંઃ નાઇસ કાર...!!!

સતીશે સામાન ડિકિમાં ગોઠવ્યો. કુલરમાંથી મિનરલ વોટરની એક બોટલ કાઢી. પાછળ આવેલ બોટલ હોલ્ડરમાં ગોઠવી...

‘નીકળીશું....?’

‘યસ....સ..તિ...શ...!!’ ધીરૂભાઇ હસીને બોલ્યા...

‘રસ્તે એક-બે ચેકપોષ્ટ આવશે...પાસપોર્ટ તૈયાર રાખશો...ઉપરનું બીજું બધું હું સંભાળી લઇશ.... એમનો ભાવ નક્કી જ છે... પાસપોર્ટ દીઠ પાંચસો....!!’

‘પાંચસો...??’

‘હા, પોલિસને આપવા પડે....લાંચ....!!’

ધીરૂભાઇ હસી પડયા.... ‘પોલિસને પાંચસોનો ચાંદલો કરવાનો એમ કહેને....!!’

મુંબઇના અંધેરી પરાને પસાર કરી સોનાટા હાઇવે નંબર આંઠ પર આવી ગઇ.. રસ્તામાં કોઇ તકલીફ ન પડી...વહેલી સવારે તો નવસારી પહોંચી ગયા. હોટલ સૌરસનો રૂમ પણ સરસ હતો.. ચેક-ઇન થયા પછી મેનેજર પણ રૂબરૂ આવીને મળી ગયો...

શાવર લઇ ધીરૂભાઇ હળવા થયા..રૂમ સર્વિસથી કોફી મંગાવી કોફી પીધી...કફની-સુરવાલ પહેરી એ નીચે ફૉઇઅરમાં ગયા.

‘ગુડ મોર્નિંગ સર...!!’ મેનેજરે હસીને કહ્યું, ‘યુ શુલ્ડ ટેઇક રેસ્ટ...!!!’

‘ઇટ્‌સ ઓકે...!! આઇ એમ ફાઇન...!! મારે તમારી પાસેથી થોડી વિગતો મેળવવી છે.... મારે અહિં ખાસ કોઇ રિલેટિવ્સ, સગા-સબંધી નથી..ને મારે થોડાં કામો વ્યવ્સ્થિત રીતે પતાવવાના છે... સમયનો સવાલ નથી.. આઇ હેવ ઓપન ટિકિટ....!!! મારે જે કંઇ કરવું છે તે વ્યવસ્થિત કરવું છે....!!’

‘જેમ કે...??’

‘એક તો મારે હરદ્ધાર જવું છે.... અસ્થિ વિસર્જન માટે....બીજું, મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે...!! ત્યારબાદ, જો મન થાય તો દેશમાં ફરીશ.....!!’ સહેજ અટકીને એ બોલ્યા, ‘અ...ને અફકોર્સ !! આજે જ બપોરે, લંચ બાદ મારે જલાલપોર જવું છે... સતિશ ઇસ ગુડ....!! જો એની સાથે...!!’

‘એ આવશે... એના મોબાઇલ પર રિંગ કરી દઉં છું... અમારા એન. આઇ. આર મેહમાનો માટે અમે એને રિઝર્વ જ રાખ્યે છીએ...એ ભણેલ છે...એ સ્પેશ્યલ છે.....!!’

‘મને પણ એનો નંબર આપો...હું પણ મારા સેલમાં એંટર કરી દઉં....!!!’

સતિશનો નંબર મોબાઇલમાં એંટર કરી ધીરૂભાઇએ અમેરિકા મેક-નીકને ફોન કરી દીધા પોતે સુખરૂપ નવસારી પહોંચી ગયા છે એમ જણાવી દીધું.

‘તમારા હરદ્ધાર અને ભારત દર્શન માટે ઓમ ટ્રાવેલના મેનેજરને સાંજે બોલાવીશ...ધે આર વેરી ગુડ...!! ધે વીલ મેનેજ એવરીથિંગ....!!’

‘ગુ.....ડ....!!’

‘સતિશને ત્રણ વાગ્યાનું જણાવી દઉ??’ મેનેજરે પુચ્છ્યું...

બપોરે હળવું લંચ લઇ ધીરૂભાઇએ વામકુક્ષી કરી... જેટ-લેગની કોઇ ખાસ અસર લાગતી ન્હોતી... બપોરે ત્રણ વાગ્યે સતિશ તાજો-માજો થઇ હાજર થઇ ગયો.

‘આપણે જલાલપોર જવાનું છે....!! કેટલું રોકાવું પડે તે કંઇ ખબર નથી....!! જલાલપોર મારૂં વતન છે... મારી જન્મભુમિ....!!પણ વરસોથી જઇ શકાયું નથી...બસ, એક આંટો મારવો છે....કોઇ ઓળખીતું-પારખીતું મળવાના તો કોઇ ચાંસ નથી... તારે કોઇ એપોઇંટમેન્ટ તો નથીને....??’

‘ના...ના... મેનેજરે મને તમારા માટે જ રિઝર્વડ રાખ્યો છે....!!’

લગભગ સાડા-ત્રણ વાગ્યે તો જલાલપોર પહોંચી પણ ગયા... રસ્તો તો એ જ હતો... રસ્તાની આજુબાજુ મકાનોની હારમાળામાં વચ્ચે વચ્ચે ચાર-પાંચ માળના એપાર્ટમેન્ટ ઊગી નીકળ્યા હતા.

‘ક્યાં લેવાની છે...??’

વાણિયાવાડમાં પોતાના જુના ઘરના આંગણામાં રસ્તાની બાજુ પર ધીરૂભાઇએ કાર ઉભી રખાવી... કારની પાછળ ધૂળનું એક નાનકડું વાદળ ઊઠીને સમી ગયું..

કારની બારીમાંથી બહાર નજર કરી તો જોયું કે એમના જુના ઘરની જગ્યાએ બે માળનું મકાન ઉભું થઇ ગયું હતું...એમનું જુનું ઘર તો એક માળનું બેઠા ઘાટનું હતું...થોડો વિચાર કરી કારનો દરવાજો હળવેકથી ખોલી ધીરૂભાઇ કારની બહાર આવ્યા.. એક ઊંડો શ્વાસ લઇ વતનની તાજી હવા ફેફસામાં ભરી એમણે આંખો બંધ કરી....

બાપુજીની યાદથી હૈયું ભરાય આવ્યું. રિમલેસ ચશ્મા કાઢી, પેપર ટિસ્યુથી આંખમાં તરી આવેલ ભિનાશ લુંછી ચશ્મા પાછા પહેરી મહોલ્લામાં એક નજર દોડાવી....થોડે દુર આવેલ દેરાસરના શિખર પર ધજા મંદ મંદ ફરકતી હતી...મહોલ્લામાં પણ બીજાં ત્રણ ચાર કાચા મકાનોની જગ્યાને મોટાં પાકા મકાનો બની ગયા હતો...ધુળિયા રસ્તાની જગ્યાને આલ્સ્ફાટનો રોડ થઇ ગયો હતો...

-હવે ??

-પોતાનું ઘર પારકાનું મકાન બની ગયું હતું...!!

થોડો વિચાર કરી એઓ ઓટલાના ચાર પગથિયાં ચઢ્યા. એટલામાં જ ઘરમાંથી એક યુવાન બહાર આવ્યો.

‘આ...વો...!!’ ધીરૂભાઇના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંગણામાં ઉભેલ સોનાટા જોઇ યુવાને એમને આવકાર આપ્યો...

‘થેં...ક્સ...!!!’ ચંપલ ઓટલા પર બહાર કાઢી ધીરૂભાઇ સહેજ ખંચકાયને બેઠક ખંડમાં દાખલ થયા.

‘અહિં હીંચકો હતો....!!’ એમનાથી સહજ બોલાય ગયું.

‘આપની ઓળખાણ ન પડી...અંકલ....!!!’

‘ઓ....હ....!! આઇ અમ સોરી...!!’ ધીરૂભાઇએ પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘માયસેલ્ફ ધીરૂભાઇ.....!!’ બેઠકખંડમાં મુકેલ લાકડાાના સોફા પર બેસતા ધીરૂભાઇ બોલ્યા, ‘તમો મને ઓળખતા નથી....હું ન્યુજર્સી અમેરિકાથી આવું છું...!! જરા અટકીને એ બોલ્યા તમને તકલીફ આપવા બદલ સોરી....!!! મારાથી રહેવાયું નહિં !! વરસો પહેલાં આ અમારું ઘર હતું....ડુ યુ નો....વોટ આઇ મીન ટુ સે....!!!’

‘ઓ....હો...!!! તો તમે અહિં રહેતા હતા....!!!’ યુવાને સાશ્ચર્ય કહ્યું...

‘હા!! વરસો પહેલાં.....!!!’

એટલામાં એક સ્ત્રી અંદરથી ગ્લાસમાં પાણી લઇ આવી ધીરૂભાઇને પાણી આપ્યું. ‘થેં...ક્સ...!!’ બે ઘુંટ પી ધીરૂભાઇ અટક્યા, ‘મીઠા કૂવાાનું....??’

‘હં....!!’ સ્ત્રી હસીને બોલી, ‘પણ હવે તો નળ આવી ગયા છે...મીઠા કૂવાનું જ પાણી મોટર મારફતે આવે છે...!!’

‘ઓ...હ....!! ગુડ...ગુડ....!!’ ધીરૂભાઇએ ગ્લાસ ખાલી કરી ધીમેથી બાજુથી ટિપાઇ પર મુક્યો, ‘તમો અહિં કેટલા વખતથી રહો છો....?? તમો જ ઘરના માલિક છો કે પછી ભાડે....!!’

‘અમો ઘણા વખતથી છીએ....!! મારા પપ્પાનો નવસારીમાં હીરાનો બિઝનેશ છે...!! અમે જુનું તોડી નવું ઘર બંધાવ્યું હતું...!!’

‘એ તો લાગે જ છે....!!! અમારૂં જુનું ઘર તો એક જ માળનું હતું....!!! મારી એક રિક્વેસ્ટ છે....વિનંતી છે.....!! જો તમને કોઇ વાંધો ન હોય તો મારે આ ઘરમાં એક આંટો મારવો છે...ઇફ યુ ડોન્ટ માઇન્ડ.....!!’

‘અ....રે....!!! અમને શું વાંધો હોય...?? આવો...અંદર આવો....’ સ્ત્રીએ રાજી થતાં કહ્યું... ‘તમે ચા-કોફી શું લેશો....??’

‘બ...સ...., કંઇ નહિ.....!! તમે મને ઘરમાં દાખલ થવા દીધો એ જ વધારે છે !! આમ અચાનક આવીને મેં તમને મુંઝવણમાં તો નથી મુક્યાને....??’

‘ના....રે....!’ યુવાને ધીરૂભાઈને ઘરમાં દોરતા કહ્યું, ‘આવો અંદર આવો....!’

ધીરૂભાઇ બેઠક-ખંડમાંથી અંદરના ઓરડામાં ગયા...

-અહિં બાનો ખાટલો રહેતો....!!

જાણે પ્રદક્ષિણા ફરતાં હોય તેમ ધીરૂભાઇએ ત્યાં એક આંટો માર્યો....બાનો હેતાળ ચહેરો મન-દર્પણ પર ઉપસી આવ્યો....એમની આંખ એમની જાણ બહાર ફરી ભીની થઇ ગઇ....!!

રસોડું પાછળ પેજારીમાં રહેતું ત્યાં માર્બલનું રસોડું થઇ ગયું હતું...ત્યારે વાડામાં એક નાળિયેરીનું વૃક્ષ હતું....આજે એ વાડામાં પથ્થરો જડાય ગયા હતા..ત્યારે લાકડાનો દાદર હતો, હવે પથ્થરનો...!! એ દાદર ચઢી ધીરૂભાઇ ઉપરના માળે ગયા... એમની પાછળ પાછળ યુવાન અને સ્ત્રી સાશ્ચર્ય દોરવાતા હતા...ઉપર આગળનો ઓરડો હવે તો ખાસો મોટ્ટો લાગતો હતો....

-આ જ ઓરડામાં બાપુજીનો પલંગ રહેતો....

-કદાચ!!! બાપુજીએ છેલ્લાં શ્વાસ અહિં જ લીધા હશે...!

-ઓહ...બાપુજી....!! મને માફ....કરજો...!!!

પિતાને યાદ કરતા આવેલ હીબકું ધીરૂભાઇએ માંડ માંડ રોક્યું...

થોડાં ડગલા ચાલીને એઓ બારી પાસે ગયા. બારીમાંથી બહાર મહોલ્લામાં નજર કરી.

-આ રહ્યું સામે જમુભાઇ ફોજદારનું ઘર...! આ પેલો હસુ વાણિયાનો બંગલો....!! ને આ રહી પાનાચંદકાકાની હવેલી....!!

ધીરૂભાઇની નજર પાનાકાકાની હવેલી પર આવીને જાણે અટકી જ ગઇ...હવેલી હજુ એવી ને એવી જ હતી...સમય જાણે અટકી ગયો હતો એ હવેલી માટે....!! ઊંચા ઓટલા પર ધૂળના થરના થર બાઝી ગયા હતા...દિવાલ પર પોપડા ઊખડી ગયા હતા અને પિપડાનું ઝાડ ઊગી ગયું હતું...

-કેવી ભવ્ય જાહોજલાલી હતી એ હવેલીની !!!

એમની નજર હવેલીની બંધ બારીઓ પર પડી ને ત્યાં જ ચોંટી ગઇ !!

-વરસો પહેલાં એ બારીઓ ખુલ્લી રહેતી!!!

-એમાંથી એક નજર કાયમ એમને તાકી રહેતી... એમને માટે તડપતી રહેતી... તરસતી રહેતી...

-ઓહ...!

-સરલા... સરળ સરલા....!!! મુઘ્ધ...મનોહર....મધુરી.... સરલા....!!!

જાણે હજુ ય એ બંધ બારીઓમાંથી સરલા તાકી રહી હોય એવું આજેય અનુભવ્યું ધીરૂભાઇએ !!

-સ...ર....લા....!

સરલાની યાદનું બીજ મનની માટીમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઇ ગયું હતું તે એકદમ જાણે સ્કુરિત થઇ ગયું...

પોતાના શરીર પરના રોમ રોમમાં એક આછું કંપન અનુભવ્યું ધીરૂભાઇએ....!!!

બે હાથો વડે બારીની બારસાખ પકડી લીધી.. ધીરૂભાઇએ....!

એમની વ્યાકુળ થઇ ગયેલ નજર હવેલીની એ બંધ બારીઓ પરથી હટતી જ ન્હોતી....!

‘આ પાનાકાકાની હવેલી કેમ બંધ છે....?’ હવેલીની બારીઓ પરથી નજર માંડ હટાવી એ બોલ્યા.

‘અમને કંઇ ખબર નથી... એમની એક છોકરી થોડા સમય રહી હતી પણ હાલે ક્યાં છે એની અમને કંઇ ખબર નથી...!!’

‘સ....ર....લા....!’ એક એક શબ્દ છુટો પાડી એ બોલ્યા.

‘હા, એવુું જ કંઇ નામ હતું પણ એ બાઇ કોઇ સાથે બહુ ખાસ વાત ન્હોતી કરતી...અને હવે તો એ હવેલી પણ પડું પડું થઇ રહી છે...!!’

ધીરૂભાઇએ ફરી વાર એ બંધ બારીઓ પર એક નજર કરી : કાશ...!!હવાના ઝોકાંથી એ બારીઓ ખુલી જાય છે.

એક ઊંડો નિઃશ્વાસ નાંખી માંડ એ બારીઓથી દુર ખસી દાદર ઉતરી એઓ નીચેના બેઠકખંડમાં આવ્યા.

‘થેંક યુ વેરી મચ....!! આપનો ખુબ ખુબ આભાર....!!! હું હવે નીકળીશ.....!! મેં તમારો ઘણો સમય લીધો.....!!’

ઓટલા પરથી ચંપલ પહેરી ધીરૂભાઇ કારમાં ગોઠવાયા... અહિંથી જાણે નીકળવાનું એમને મન થતું જ ન્હોતું... ન જાણે કેમ વતનની હવાથી મન પ્રફુલ્લિત થવાને બદલે ગમગીન થઇ ગયું !!

-સ....ર...લા....!!!

સરલાએ આચાનક મન પર કબજો જમાવી દીધો...

આજ સુદી કદી ય સરલાના વિચારો આવી રીતે આવ્યા ન્હોતા...!!

-સ....ર.....લા....!!!

યુવાનીમાં ડગ માંડતી સરલાના મનમાં ધીરૂભાઇ વસી ગયા હતા. ધીરૂભાઇ કરતાં પાંચ-છ વરસ નાની હતી એ...સહેજ ભીને વાન...નમણી...નાજુક....યુવાનીના સૌંદર્યથી શૃંગારિત સરલા...!!એના કપાળમાં દેરાસરના કેસરનું નાનકડું તિલક એને વધુ આકર્ષક બનાવતું!! એના મોહક સૌંદર્ય અને તીરછી નજરોથી કોઇ પણ યુવાન ઘાયલ થઇ જાય એવી સુંદર સરલા....!!

પણ ધીરૂભાઇ ઘાયલ ન થયા તે ન જ થયા...!! ધીરૂભાઇએ તો ગમેતેમ કરીને પરદેશ જવાનું ધ્યેય રાખ્યું હતું... અને એ હાંસલ કરવામાં એમને કોઇ અવરોધ જોઇ તો ન્હોતો....કોઇ અંતરાય એમને રોકી શકે એમ ન્હોતો....!!

સરલા ધીરૂભાઇની દિવાની હતી...!! એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર....!! એ ધીરૂભાઇને દિલો જાનથી ચાહતી...ખુબ જ પ્રેમ કરતી...!!

ધીરૂભાઇ એને સમજાવતાઃ હું તારા નસીબમાં નથી સરલા....

સરલાએ હસીને કહેલુંઃ ધીરેન, ભલે તું મારા નસીબમાં નથી...પણ હું તારા નસીબમાં જરૂર છું...!!! તારૂં નસીહજાગશે ને તું મારી પાસે આવવા ભાગશે.....!!!

-ઓહ સરલા!! મારૂં નસીબ તો જાગી ગયું છે. પણ તું છે ક્યાં.....??? બસ એક વાર મળવું છે તને....!

‘તમે કંઇ કહ્યું સ....ર...??’ સતીશે ધીરૂભાઇને પુછ્યું....ધીરૂભાઇના મનના વિચારો એમની ધ્યાન બહાર જ એમના હોઠો પર આવી ગયા એની ખુદ એમને ય જાણ ન થઇ.

‘ઓહ...!!! નો...નો...!!’ ધીરૂભાઇને જામે વર્તમાનમાં આવવું જ ન્હોતું.

કેમેસ્ટ્રીમાં એમ એસસી થયા બાદ ધીરૂભાઇએ અમેરિકન કંપનીઓમાં નોકરી માટે અરજીઓ કરી... એમના એક પ્રોફેસર અમેરિકા સ્થાયી થયા હતા એમનો પણ સંપર્ક કર્યો... અને એક કંપની તરફથી એઓ પસંદ થઇ ગયા...એ કંપનીએ એમ્પ્લોયમેંટ વાઇચર મોકલતા એમને યુએસ કોન્સુલેટ જનરલે અમેરિકાના વિઝા આપ્યા...

ને ધીરૂભાઇ પોતાના ધ્યેયમાં સફળ થયા. એમના પિતાશ્રીનો તો ઘણો જ વિરોધ હતો...પરંતુ ધીરૂભાઇની જીદ આગળ કોઇનું કંઇ પણ ન ચાલ્યું તો બિચારી સરલાના પ્યારની દિવાલ તો એમને કેવી રીતે રોકી શકે.....??

સરલા મળવા આવી હતી ધીરૂભાઇ અમેરિકા તેની આગલી રીતે...

રડી રડીને એની આંખોમાં જાસુદ ઊગી ગયા હતા.

‘મેં તને કહ્યું હતું સરલા...’ ધીરૂભાઇ પતરાની પેટીમાં પોતાના કપડાં-સામાન મુકી રહ્યા હતા, ‘મને તું પ્યાર ન કર...પ્રેમ ન કર...!! ભૂલી જા મને...!! અને સાચુ કહું તો તું મને થોડાં જ વખતમાં ભૂલી પણ જશે....!!’

સરલા એ ડૂસકું ભર્યું, ‘ધી...રે...ન...!! પોતાના આંસુ માંડ માંડ ખાળી રડતા ભીના અવાજે એ બોલી, ‘ધી....રે....ન...હું તારી રાહ જોઇશ....!!!’

‘એવી ભુલ તો કરતી જ નહિં....!!’ હસીને ધીરૂભાઇ બોલ્યા, ‘એને બદલે કોઇ સારૂં ઘર ને સારો વર જોઇને પરણી જજે....!!’

‘ધી...રે...ન...!’ સરલાના આંખમાં સરોવરો સહેજ વધુ છલકાયા, ‘લે...., આ....’ સાથે લાવેલ એક બંધ પરબીડિયું-કવર એણે ધીરૂભાઇને આપ્યું, ‘લે....!! આ, ત્યાં અમેરિકા જઇને વાંચજે....!!’ પછી એ દોડીને ઘરની બહાર જતી રહી...બસ...ફરી કદી ય ન મળી...!!

ધીરૂભાઇને ઘણા કામો હતા...ને સમય ઓછો હતો... નારાજ મા-બાપને રાજી કરવાના હતા...સામાન પેક કરવાનો હતો...વહેલી સવારે વિરમગામ પેસેંજર પકડી મુંબઇ જવાનું હતું... એમણે સરલાએ આપેલ કવર કપડાં સાથે બેગમાં મુકી દીધું...

અમેરિકા આવ્યા બાદ લગભગ બે-ત્રણ અઠવાડિયા પછી એ પત્ર એમને હાથે ચઢ્યો...પત્ર ખોલ્યો...ધીરૂભાઇએ વાંચ્યો....

-આપણા રસ્તાઓ હવે સાવ જુદા થઇ ગયા

હતા તમો મારા સનમ, હવે ખુદા થઇ ગયા.

પત્ર લખ્યો હતો સરલાએ....પ્રેમ-પત્ર....!! પત્રના શબ્દે શબ્દે નિતરતો હતો નર્યો પ્રેમ....!!’

હસી પડ્યા ધીરૂભાઇઃ ગાંડી...!! મને, એક નાચીઝને, ખુદા બનાવી દીધો....!!પગલી..!!

‘ઓ....પ્રભુ.....!’ ધીરૂભાઇથી મોટેથી બોલાય ગયું. એક નિઃશ્વાસ નંખાય ગયો એમનાથી...

‘સ....ર...!! તમને કં....ઇ થાય છે...?? આર યુ ઓકે....!!’ સતીશને ચિંત્તા થઇ આવી.. એણે કારની ઝડપ ઓછી કરી.

‘ના...ના... આઇ એમ ફાઇન....!! આ તો પુરાણી યાદોએ મને વિહ્નળ બનાવી દીધો....!! આઇ એમ ઓકે....!!!’

સૌરસ હોટલ આવી ગઇ..સતીશને પાંચ હજાર રૂપિયા આપી પોતાના રૂમમાં ગયા. જાણે પોતે માઇલોની મેરેથોન દોડી આવ્યા હોય એમ એમને લાગતું હતું....ખાસ તો સરલાએ જે રીતે એમના મન પર કબજો જમાવી દીધો એનાથી એઓ વિચલિત થઇ ગયા...એ વિશે એમને ખુદને નવાઇ લાગતી હતી...

-સરલાનો પ્યાર એક તરફી હતો...!! સાવ યૌવન સહજ આકર્ષણ!!

-કે પછી ધીરૂભાઇ પણ અંદર અંદર સરલાને ચાહતા હતા કે શું...?? એમના મને એમને તીક્ષ્ણ સવાલ પુછ્યો...!!

-ના, એવું નથી...

-તો પછી આટલા વરસ પછી સરલા કેમ આમ યાદ આવવા લાગી...?? સતાવવા લાગી...??

-એક વાર બસ એક વાળ મળવું છે એ...ને...!!

-ક્યાં શોધવી હવે એને....??

સાથે લાવેલ બ્લેક લેબલ ની બોટલમાંથી અડધો ગ્લાસ વ્હિસ્કી ભરી, ગ્લાસ આઇસ ક્યુબથી ભરી દીધો...રૂમના ખૂણામાં મુકેલ સોફા પર બેસી એક ઘુંટ ભર્યો...એમને વરસોથી સાંજે નિયમિત બે પેગ વ્હિસ્કી પીવાની આદત હતી..

-ફરગેટ હર....!! હવે તો કોણ જાણે ક્યં હશે એ....??!! કોક વેપારી વાણિયાને પરણીને ઠરી-ઠામ થઇ ગઇ હશે...!!

એટલામાં ફોન રણક્યો...સૌરસના મેનેજરનો જ ફોન હતો...ઓમ ટ્રાવેલનો મેનેજર આવી ગયો હતો...એમને બન્નેને ઉપર રૂમમાં આવવાનું જણાવતા બન્ને ધીરૂભાઇના રૂમમાં આવ્યા. હાય..હલ્લો થયું...ધીરૂભાઇએ વ્હિસ્કીની ઓફળ કરી હસીને કહ્યું, ‘આઇ હેવ પરમિટ...લિકર પરમિટ...!! માટે ડરતા નહિ...આઇ નો...!! ગુજરાત ડ્રાય સ્ટેટ છે...!!!’

બન્નેએ નમ્રતાપૂર્વક ના પાડી...

ઓમ ટ્રાવેલ્સના મેનેજરને ધીરૂભાઇએ પોતાાના પ્રવાસની માહિતી આપી...ત્રણ-ચાર દિવસમાં આઇટેનરી સાથે એર અને કાર મારફતે પ્રવાસની પુરી માહિતી સહિત ફરી મળવા અંગે જણાવ્યું.

‘સર...!’ સૌરસના મેનેજરે પુછ્યું, ‘આપ કંઇ વૃધ્ધાશ્રમ અંગે કહેતા હતા...!!’

‘હા...., મારે થોડાં વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે. વ્યવસ્થિત ચાલતા આશ્રમમાં બહુ હો-હા કર્યા વિના દાન કરવું છે...!! પણ એ પહેલાં, મારે જાતે એ વૃધ્ધાશ્રમોની મુલાકાત લેવી છે..એની પ્રવૃત્તિઓ વિશે જાણવું છે....!!’

‘સ...મ...જી ગયો....!! અહિં વલસાડ નજીક તિથલ ‘ખાતે દીકરાનું ઘર’ કરીને એક આશ્રમ છેલ્લા કેટલાંક વરસોથી ચાલે છે મને એની ખાસ માહિતી ન્હોતી. પણ આપના ગયા બાદ તપાસ કરાવી તો મને થયું કે....’

‘તો પછે ત્યાં...થી જ શરૂઆત કરીએ...!’ હસીને ધીરૂભાઇએ કહ્યું, ‘શુભસ્ય શીઘ્રમ....!! કાલે સવારે તિથલ જઇશ... અગાઉથી જાણ કરવાની કે દાનની વાત કરવાની નથી...નહિતર ખરી હકીકત જાણવા ન મળે....!!’

‘બ..રા...બ...ર...!!!’ મેનેજરે સમજી જતાં કહ્યું.... ‘સવારે કેટલા વાગે નીકળવું છે...?? તિથલ પહોંચતા કલાક-સવા કલાક થાય....’

‘તો પછી અહિંથી સાત સવા સાતે સતીશ સાથે નીકળીશું... તો નવેક વાતે તો ત્યાં....!’

બીજો પેગ પી ડિનર લઇ ધીરૂભાઇ નિંદ્રાધિન થયા.

કોઇ દિવસ નહિ ને આજે સપનામાં પણ સરલા આવી !! આજ સુધી કદી ય સરલાનું સ્વપ્ન આવ્યું ન્હોતું...સદાય પ્રફુલિત ઉઠનારા ધીરૂભાઇનું મન સવારે ઊઠ્યા ત્યારે બેચેન હતું !! હોટલની હેલ્થ કલબમાં અડધો કલાક વર્ક આઉટ કરી આવ્યા. શાવર લઇ ડબલ ઑમલેટ-બ્રેટ, ઓરેંજ જ્યુસનો નાસ્તો કરી તૈયાર થયાને સતીશે બારણે ટકોરા માર્યા.

‘ગુડ મોર્નિંગ સર.....!! મને મેનેજરે કહ્યું કે તિથલ જવાનું છે....કો...ઇ આશ્રમમાં....?’

‘હા....તને સરનામું આપ્યું....??’

‘હા...., કંઇ લેવાનું છે સાથે....? મિનરલ વોટર તો ગાડીમાં છે જ....’

‘બ....સ, તો ચાલો....!’

જાન્યુઆરી મહિનાનો સુરડ પુર્વાકાશમાં ઘુંટણિયા કરી રહ્યો હતો...

સવા કલાકના પ્રવાસ બાદ તિથલના દરિયા કિનારાથી થોડે દુર, એક કમ્પાઉન્ડની બહાર સતીશે હળવેકથી કાર ઉભી રાખી...

‘અંદર લેવી છે....?’ કમ્પાઉન્ડનો મોટો દરવાજો બંધ હોય સતીસે પુછ્યું.

‘ના....ના..., તું બહાર જ રાખ...! તારે અહિં કશે ફરવું હોય..., સાઇબાબાના દર્શન-બર્શન કરવા હોય તો કરી આવ...મને કદાચ વાર લાગે....!! તારો સેલ નંબર તો મારી પાસે જ છે એટલે મને કાર જોઇશે ત્યારે રિંગ કરીશ....!!’ કારમાંથી ઉતરી ધીરૂભાઇએ કહ્યું

મોટા દરવાજાની બાજુમાં આવેલ નાનો ઝાંપો ખોલી ધીરૂભાઇ અંદર દાખલ થયા. બેઠા ઘાટનું પચ્ચીસેક ઓરડાનું, ત્રણેક એકરમાં પથરાયેલ મકાન હતું. કમ્પાઉંડમાં મકાન તરફ જતાં રસ્તાની બન્ને તરફ નાળિયરી આસોપાલવના વૃક્ષોની હારમાળા હતી..

.દરિયા પરથી ફુંકાય રહેલ પવનમાં નાળિયેરી પાન હલવાને કારણે લય બધ્ધ સુરિલો અવાજ થતો હતો...પંખીઓને મધુરો કલરવ વાતાવરણમાં સંગિત રેલાવી રહ્યો હતો. ધીરૂભાઇએ શાલ બરાબર ઓઢી...આજે ઠંડક વધારે હતી...થોડાં વૃધ્ધો કંમ્પાઉંડમાં ગોઢવેલા બાકડાં પર, તો કેટલાંક આરામ ખુરશીમાં બેસી તડકામાં શરીર તપાવી રહ્યા હતા..

તો કેટલાંક વડીલો સળઘઈ રહેલ તાપણાની આજુબાજુ બેસી ઠંડી ઉડાડી રહ્યા હતા.. અંદર ક્યાંક વાગી રહેલ ભજનની મધુરી સુરાવલિ સંભળાઇ રહી હતી : અબ તો આવો ગિરધારી...લાજ રાખો હમારી....!!

થોડું વિચારી ધીરૂભાઇ વૃધ્ધોના ટોળાં પાસે ગયા....

‘જે શ્રી કૃષ્ણ....!!’

‘જે...જે...ભાઇ....!’ એક બોખાં વડીલે સહેજ હસીને પુછ્યું, ‘આવો...આવો...!! દાખલ થવા આવ્યા એકલા ?! છોકરો ઉતારીને જતો પણ રહ્યો....?!’ વૃધ્ધે કારને જતી જોઇ હતી, ‘અંદર પણ ન આવ્યો....!! જમાનો બહુ ખરાબ આવી ગયો ભાઇ....!!’

ધીરૂભાઇને એમના બાપુજીની તીવ્ર યાદ આવી ગઇ...

‘ચા....લો....!! ચા....લો....!! દાદા....!!’ અંદરથી એક બાર-તેર વરસનો છોકરો સ્ટિલની થોડી તાસકોમાં નાસ્તો લઇ ઝડપથી આવ્યો, ‘આજે....તો મહારાજે શીરો બનાવ્યો છે....!! ટેસ્ટી....!! ગરમાગરમ.....!! તમારે ચાવવાની જરૂર જ નહિ....!! ગળા નીચે ઉતરી જાય સીધો સળસળાટ....!!’

અચાનક છોકરાની નજર ધીરૂભાઇ પર પડી ને અજાણ્યાને જોઇ એ ચમક્યો, ‘ત....મે....?? કોને મળવું છે....??’

‘મારે મેનેજરને મળવું છે....!! જો....હોય તો....’

‘આવો..., તમે ઓફિસમાં બેસો,....’ ધીરૂભાઇને એક ઓરડા તરફ દોરતાં એ બોલ્યો., ‘અહિં બેસો...હું મોટાબેનને મોકલું છું....’

છોકરાની પાછળ પાછળ ધીરૂભાઇ એક ઓરડામાં બનાવવામાં આવેલ ઓફિસમાં ગયા. એક મોટાં ટેબલની આગળ ત્રણ ખુરશી અને ખુરશી મુકેલ હતી.. ટેબલ પર ખાદીનો ટેબલકલોથ પાથરેલ હતો. બારી પર સહેજ ઝાંખા પડી ગયેલ

ખાદીનાં પડદા લટકતા હતા... દિવાલ પર બંધ પડી ગયેલ ઘડિયાળમાં સમય જાણે થીજી ગયો હતો..દિવાલ પર ગાંધી, જવાહર અને સરદાર પટેલની તસ્વીર લટકતી હતી. ધીરૂભાઇ ટેબલ આગળની એક ખુરશી પર હળવેકથી ગોઠવાયાં...

‘હું બા-બહેનને મોકલાવું છું.....!! તમે બેસો....!’ કહી છોકરો બહાર દોડી ગયો...

થોડાં સમય પછી એક બહેન ઓફિસમાં આવ્યા...એમણે ગુલાબી કોટન સાડી પહેરી હતી...

‘ન.....મ....સ્તે.....!! હું અહિં ઓફિસનું તથા દેખ-ભાળનુંં કામ કરૂં છું...!’ બહેને બે હાથ જોડી નમ્રતાપુર્વક નમસ્કાર કરતા કહ્યું...

ઉભા થઇ ધીરૂભાઇએ બે હાથો જોડ્યાં...અ....ને...એમના હાથ જોડેલ જ રહી ગયા...!!

ધીરૂભાઇને લાગ્યું કે, એમનું હ્ય્દય એક વાર ધબકવાનું ચુકી ગયું અને પછી બમણા જોરથી ધબકવા લાગ્યું...ધક...ધક...ધક...ધક...ધક...!!!

‘બે...સો....!’ ટેબલ પાછળ ગોઠવાયેલ ખુરશીમાં સાડીનો પાલવ બરાબર વિંટાળી ગોઠવાયા...એમને ઠંડી લાગી રહી હોય એમ લાગતું હતું....

ધબ દઇને ખુરશી પર બેસી પડ્યા ધીરૂભાઇ....!!

એમણે ઓઢેલ કાશ્મિરી શાલ પણ ખભા પરથી સરી ગએ. સ્વ્યમ પર જાણે કોઇ કાબુ જ ન્હોતો રહ્યો ધીરૂભાઇનો....!!!

‘બો...લો શું કામ પડ્યું...? આશ્રમનું...?!’ ટેબલ પરના કેટલાંક અસ્ત-વ્યસ્ત પત્રો વ્યવસ્થિત કરતાં એ બહેન બોલ્યા, ‘આપને આશ્રમનું....? કોઇને આશ્રમમાં મુકવા હોય તો....’

‘.............!!’ ધીરૂભાઇ અવાક.....નિઃશબ્દ....!! શબ્દો જાણે હવા થઇ ગયા...!!

‘હાલે અહિં જગ્યા નથી...! હાલે બાવીસ વૃધ્ધો અને પંદર માજીઓ છે....!! જે પણ વધારે છે...!!’

-એ જ ર...ણ...કા...ર....!!! એ જે વિંધી નાંખનારી કાતિલ નશીલી નજર....!! ઘંઉવર્ણા ચહેરા પર થોડી કરચલીઓ જરૂર પડી ગઇ છે....!! પણ એ કરચલીઓ ચહેરાની આભામાં વધારો કરી રહી છે....!! કપાળમાં એ જ ટ્રેડમાર્ક સમું દેરાસરના કેસરનું તિલક....! એ જ છે....!! એ જ છે....!!!’

-સરલા જ છે....!! એમનું મન કહેતું હતું....સરલા જ છે...!! ઓહ....!! પણ એ અહિં ક્યાંથી...!?

-શું એણે મને ઓળખ્યો હશે....!?

-પણ ક્યાંથી ઓળખે...?! ત્યારે તો મને કાળ દેવાનંદ સ્ટાઇલના ઘુંઘરાળા વાળ હતા અને હ...વે ટાલ.....!!

ધીરૂભાઇ શબ્દ્‌શઃ ધ્રુજતા હતા... ઉત્તેજનાથી....! કોઇ અગમ્ય આવેશથી.....!! શબ્દો મળતા ન્હોતા એમને.....!!

પોતાના જ હ્ય્દયના ધબકાર કાનમાં સંભળાય રહ્યા હતા... ધક...ધક...ધક...!!!

જીભ લોચા વાળતી હતી...

‘પા...પા...આ...આ...ણી મળશે પીવા માટે....?!’ સામે ટેબલ પર મિનરલ વોટરની બોટલ હોવા છતાં ધિરૂભાઇએ પાણી માંગ્યુ.

આટલી ઠંડીમાં ય એમને પરસેવો વળી ગયો... જે મનમાં હતી... સ્વપ્નમાં હતી તે આજે સામે હતી...

‘ચો....ક્ક...સ....!!’ થોડી નવાઇ સાથે બહેન ઉઠીને બહાર ગયા. ઓટલા પર મુકેલ માટલામાંથી ગ્લાસમાં પાણી ભરી, જાતે લઇ આવી ધીરૂભાઇને આપ્યું.

-તો મને નથી ઓળખ્યો....!!

-અને ઓળખે પણ કેવી રીતે....??

-પણ એ અહિં ક્યાંથી...!? વૃધ્ધાશ્રમમાં....!?

પ્રશ્નોની ધાણી ધીરૂભાઇના મનમાં ફુટી રહી હતી... જમણા કાન પાછળ પરસેવાનો રેલો ધીમેથી ઉતરી રહ્યો હતો....શરીર પાણી પાણી થઇ ગયું હતું.....

‘આપને કંઇ થાય છે....?’

‘ના....ના....!! આઇ એમ ઓકે.....!!’ એકી ઘુંટે ગ્લાસ ખાલી કરી ધીરૂભાઇ બોલ્યા...એઓ હાંફતા હતા...શ્વાસ માટે જાણે વલમાં મારતા હતા...

‘અહિં આશ્રમમાં અઠવાડિયામાં બે વાર ડોક્ટર આવે છે....!! આ...જે....!!’

‘વેઇટ અ મિનિટ.....!!’ બહેનને વચ્ચેથી અટકાવતા મોટેથી ધીરૂભાઇએ અચાનક કહ્યું, ‘વેઇટ એ મિનિટ....!!’ પણ પછી શું કહેવું-કરવું એ સમજ ન પડતા એઓ સાવ મૌન થઇ ગયા....!

‘બો....બો....!’ એમના મોટ્ટા અવાજને કારણે બહેન પણ સહેજ ચમક્યા!

ખુરશી પરથી ધીરૂભાઇ ધ્રુજતાં ધ્રુજતાં ઉભા થયા. હાથ પર સરકી ગયેલ શાલ હળવેકથી ખુરશીના હાથા પર મુકી ત્રણેક ડગલા પાછળ હટીને બારણાની વચ્ચે ટટાર ઉભા રહી ધીમેથી સયંત અવાજે બોલ્યા, ‘મને ન ઓળખ્યો...સરલા....!! તા....રા....ધીરેનને.....?’

હવે ચમકવાનો વારો હતો સરલાનો.....

‘ધી....રે....એ...એ...ન...?? ઓ પ્રભુ.....!! તું.....??’

સરલા ચમકી...ઝડપથી એ ખુરશી પરથી ઉભી થઇ. ધીરૂભાઇ કંઇ સમજે તે પહેલાં તો એણે આગળ વધીને નમીને ધીરૂભાઇના ચરણસ્પર્શ કર્યા, ‘પ્ર...ભુ આવ્યા મારે આંગણે ને હું પામર એને જ ન ઓળખી શકી...!!’ સરલાની આંખમાંથી શ્રાવણ - ભાદરવો વહેવા લાગ્યો... ધ્રૂસકે ચઢી એ ધીરૂભાઇને એકદમ ભેટી પડી...!! ધીરૂભાઇના નયનો પણ છલકાયા....સહેજ સંકોચથી ધીરૂભાઇઅએ સરલાની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો...

સમય જાણે થંભી ગયો.

ડૂસકાં ભરતી સરલા ખુરશી પર ફસકાઇ ગઇ... ધીરૂભાઇ એની બાજુની ખુરશી પર બેસી ગયા...હજુ ય એ માની જ શકતા ન હતા કે એઓ સરલા સાથે બેઠાં છે....! સરલા પાસે બેઠાં છે...!!

‘ધી....રે....એ.....ન....!!! ધી....રે...એ....ન....!!’ ધીરૂભાઇની આંખમાં આંખ પરોવી રડતાં રડતાં હસી પડતાં સરલા બોલી, ‘મને ખાતરી હતી...!! શ્રધ્ધા હતી, તું આવશે....જરૂર આવશે...!!’ રડતાં રડતાં હસી રહેલ સરલા દિવ્ય લાગતી હતી...ભવ્ય લાગતી હતી... અદ્ધુત લાગતી હતી... પ્યારી પ્યારી લાગતી હતી...!! હર્ષાશ્રુથી ભીંજાયેલ સરલા અદ્ધિતિય લાગતી હતી...

‘પ...ણ...તું અહિં....?! વૃધ્ધાશ્રમમાં.....??’ એના જમણા હાથનો પંજો પોતાના બન્ને હાથોમાં પંપાળતા પંપાળતા ધીરૂભાઇએ ઉત્સુકતાથી પુછ્યું, ‘તારૂં ફેમિલિ.....??’

‘આ જ મારૂં ફેમિલિ.....!! પણ તારી વાત કર મને.....!! કેમ કરીને તેં મને શોધી કાઢી....??’

‘અ...રે...ભા...ઇ!! હું તો આવ્યો હતો વૃધ્ધાશ્રમમાં દાન કરવા માટે....!!’ સહેજ અટકીને ધીરૂભાઇ બોલ્યા, ‘એમ જોવા જઇએ તો બાપુજીએ જ મેળવ્યા છે આપણને....!! એમની સ્મૃતિમાં, એમના નામે મારે દાન કરવું છે...હું બે જ દિવસ પહેલાં આવ્યો અમેરિકાથી.....!!’

‘એ...ક...લો...?’ સરલાએ એકદમ પુછ્યું

‘હા...એકલો...! સાવ એકલો...!!’ ધીરૂભાઇએ સાવ શબ્દ પર ભાર દેતાં કહ્યું, ‘પ...ણ....!’ સહજ વિચારી એ અટકી ગયા....

‘કેમ અટકી ગયો....?!’

‘મારી વાત...??’ સરલા અટકી ને સહેજ મરકતા બોલી, ‘મારી વાત તો તારી આગળ આવીને અટકી જાય છે ધીરેન...!! મેં તો તારી રાહ જોઇ જિંદગીભર....!! અ....ને...જો, તું આજે મારે આંગણે આવીને ઊભો છે...!’

‘શું વા....ત કરે છે...?!!’ ધીરૂભાઇ માની જ ન શક્યા...

‘મેં તને કહ્યું હતું ને કે હું તારી રાહ જોઇશ....!! અ....ને....મેં જોઇ તારી રાહ....!!’

સાવ અવાચક જ રહી ગયા ધીરૂભાઇ....!!

-આવો ભવ્ય ત્યાગ....!! આ....વો અમર પ્રેમ....!!!

‘તું તો જતો રહ્યો હતો અમેરિકા મને પાછળ સાવ એકલી મુકીને....!! તરફડતી છોડી ગયો હતો મને...!! પહેલાં તો મને થયું કે કેમ જીવાશે તારી વિના....!! પણ પછી મને રાહ મળી ગયો...જીંદગીનો....!!’ પ્રેમભરી નજરે ધીરૂભાઇ તરફ જોતાં સરલા બોલી, ‘રસ્તો મળી ગયો જીંદગીનો....!! તારી યાદ...!! તારી મધુરી યાદ મારા જિવનનું એક અવિભાજ્ય અંગ બની ગઇ...!! જ્યાં જોઉં હું ત્યાં તને જ જોતી...!! શું કામ શોધું હું તને આસપાસમાં.....??

તું તો વસ્યો હતો મારા શ્વાસે શ્વાસમાં.....!! મીરાંએ માધવને ચાહ્યો છે એના કરતાં વધુ તીવ્રતાથી મેં તને ચાહ્યો છે....!! મીરાંએ તો વિષનો પ્યાલો પીધો હતો...જ્યારે મેં તો તારા અમર પ્રેમનો પ્યાલો પીધો....!! પ્રેમ કરીને તને હું તો થઇ ગઇ પાવન....!!’ એક શ્વાસ લેવા સરલા અટકી...પણ એની નજર ધીરૂભાઇ પરથી જરાય હટતી ન્હોતી...એણે વાતનું અનુસંધાન કરતાં કહ્યું.... ‘પ્રેમ કરીને તને હું તો થઇ ગઇ પાવન...!!

વસ્યો દિલમાં મારા, સાજન મારો મનભાવન....!! મનોરોગીની કક્ષાએ જઇને મેં તને મહોબ્બત કરી છે...માણ્યો છે તને....!! તારી સાથે સવંનન કર્યું છે....તારી સાથે એકલી એકલી વાતો કરતી...લડતી, ઝગડતી રહી છું....!! પેટી ભરીને પ્રેમપત્રો લખ્યા છે તને....

કાવ્યો રચ્યા છે તારા અમરપ્રેમના....!!’ ડૂસકું ભરવા સરલા અટકી.... ધીરૂભાઇ સ્તબ્ધ બની જાણે કોઇ દિવ્ય વાણી સાંભળી રહ્યા હતા.... ‘મોટાભાઇએ તો બહુ આગ્રહ કર્યો....! સમજાવી કે પરણી જા....!’ સરલા પોતાના પિતા પાનાચંદકાકાને મોટાભાઇ કહેતી હતી, ‘પણ મારી જીદ મેં ન છોડી તે ન જ છોડી....!!

ને તું જ કહે કેમ કરીને પરણું હું પારકાને જ્યારે મનથી વરી ચુકેલ હું તને....?! કેમ કરીને છેતરું મને અને અન્યને....?!’ સરલાની આંખો વહેતી હતી, ‘પછી તો મને નોકરી મળી ગઇ ગામની સ્કૂલમાં શિક્ષિકાની. મોટાભાઇના સ્વર્ગવાસ પછી તો હું સાવ એકલી થઇ ગઇ...!! મોટાભાઇએ ખુબ જ જીદ કરી હતી, મને પરણાવવા માટે...!!તારી યાદનો એક મજબુત સહારો હતો...!!

એક તરાપો હતો ઝંઝાવાત ભર્યા જીવનસાગર તરી જવાનો... પણ ક્યારેક થઇ આવતું કે દિક્ષા લઇ લઉં....!! છોડી દઉં આ સંસાર....ને થઇ જાઉં સાધ્વી.....!!’ સરલા સ્થાનકવાસી જૈન હતી, ‘વિરકત થઇ જાઉં સંસારથી...!! પણ એ મારૂં તપ ન્હોતું...એ તો એક બહુ સરળ ઉપાય હતો... ભાગી છુટવાનો...!! ને મેં તો તારા અમર પ્રેમની દિક્ષા લીધેલ તે કઇ રીતે લઉં હું બીજીવાર દિક્ષા...?!’

‘ઓ....હ સરલા...!!’ ધીરૂભાઇ ઉભા થયા અને નમીને ખુરશી પર બેઠેલ સરલાના લલાટે એક પ્રેમાળ ચુંબન કર્યું...!!

સરલા યંત્રવત ખુરશી પરથી ઉભી થઇ....પોતાના પગના પંજા પર ઊંચી થઇ ધીરૂભાઇને પાગલની જેમ ચુમવા લાગી. એમના કપાળ પર...ગાલ પર...આંખ પર...હોઠ પર....ગરદન પર...!! પાવન પ્રેમ....!! નર્યો સાત્વિક પ્રેમ નિતરતો હતો...!! સરલાના બધા બંધનો તુટી ગયા.... પાવક પ્રેમની સરિતા બન્ને કિનારે વહેવા લાગી....!!

ચુંબનો કરતાં કરતાં સરલા ક્યારેક હસતી હતી...તો ક્યારેક રડતી હતી...!! સાંઠ વરસની સરલા જાણે સોળ વરસની મુગ્ધા બની ગઇ !! ષોડથી બની ગઇ...!! હાંફતી હાંફતી સરલા પાછી ખુરશીમાં ફસડાય પડી...

‘ઓ...હ સરલા....!!! ઓ....હ સરલા...!!!’ એક અસીમ પસ્તાવાની આગમાં સળગવા લાગ્યા ધીરૂભાઇ... સરલાના બન્ને હાથના પંજાઓ પોતાના હાથોમાં પ્રેમથી જકડી ધીરૂભાઇ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા...માંડ હીબકું ખાળી આક્રંદ રોકી એ બોલ્યા, ‘તારે મને સહજ જાણ તો કરવી હતી પગલી....!! હું મુરખ તારા પ્યારને સમજી ન શક્યો...!! મને માફ કર સરલા....!!’

ધીરૂભાઇએ પહેરેલ ચશ્મા કાઢી ટેબલ પર મુકી પોતાના પાલવથી ધીરૂભાઇના આંસુઓ સ્નેહથી લુંછતા સરલા સહજ મરકીને બોલી, ‘તારો કોઇ દોષ નથી ધીરેન !! તેં તો મને વાહરહી જ હતી.. પણ હું જ તારા પર વારી ગઇ હતી....!! રોજ તારા માટે મહાવીરસ્વામીને પ્રાર્થના કરતી...!! વિનવતી કે હે વર્ધમાન, મારા ધીરેનને એના જીવનમાં સફળતા આપજે....!!

એના ચરણકમળમાં સુખના સુમનો પાથરજે....!! તારો કોઇ જ દોષ નથી....!! બસ, મારા નસીબમાં એ જ લખેલ હતું !! મોટાભાઇના ચાલી ગયા પછી મે હવેલી વેચી દીધી....સ્કૂલમાં હું મુખ્ય શિક્ષિકા બની ગઇ હતી એમાંથી રિટાયર્ડ થઇ....અહિં આશ્રમમાં માણસની-વ્યવસ્થાપકની જરૂર હતી...ટ્રસ્ટીઓ મને ઓળખતા હતા....ને અહિં આવી ગઇ...સહુ વડીલોની સેવા માટે....!! બસ, મારી યુવાનીમાં તારો એટલો જ સાથ હતો... સહવાસ હતો... પણ....

‘પણ....!!’ ધીરૂભાઇએ સરલાની વાતનું અનુસંધાન કરતાં કહ્યું, ‘હવે હું તને લેવા આવ્યો છું....મારી સાથે તારે આવવાનું જ છે...!!

અ...ને જો તું ન આવી શકે તો, મને મારા આશ્રમમાં સ્થાન આપી દે....!!’ ગળગળા થઇ જતાં ધીરૂભાઇ સરલાના હાથના બન્ને પંજાઓ પકડી સરલાના પગ પાસે ફરસ પર જ બેસી પડ્યા. જાણે ભીખ ન માંગતા હોય....!!

ખુરશી પર બેઠાં બેઠાં જ સરલાએ એમના બન્ને હાથો પોતાની ભીની ભીની આંખોએ અંજલિ લેતી હોય એમ અડાડ્યા, ‘ધીરેન....ધીરેન....ધીરેન.....!!’ સરલા ફરીથી રડી પડી...

યાચક નજરે ધીરૂભાઇના આતુરતાથી સરલાને જોતા હતા... ધ્રુજતા હતા....

સરલાએ ધીરૂભાઇના બન્ને હાથ જોરથી પકડી રાખ્યા હતા તે એના હ્ય્દયે લગાવી સહેજ હસીને સરલા બોલી, ‘તારૂં સ્થાન તો અહિંયા છે...!! મારા ઉરમાં...મારા હ્ય્દયમાં છે...!!’ એની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી, ‘મારા પ્રાણનાથ, મેં તો તારે નામ મારી જીંદગી કરી છે.

.. આખી જીંદગી મેં તારી બંદગી કરી છે...ધીરેન, હવે...’ એ સહજ અટકી, ‘હવે તો જીંદગીની આ સફરમાં તારે ડગલે મારે મારૂં ડગલું ભરવું....ને તારી સાથે જ જીવવું ને તારી સાથે જ મરવું.....!!’

‘મરવાની વાત ન કર...સરલા!! હવે જ તો શરૂ થાય છે...આપણી જીંદગીની ખરી સફર....!!’ સરલાને ખભાથી પકડી બે હાથો વડે ઉભી કરતાં ધીરૂભાઇ આભાર પુર્વક હેતથી ભેટી પડ્યા..

પછીની વાત તો છે...બહું ટૂંકી !!!

સરલાએ વૃધ્ધાશ્રમ છોડ્યો... ધીરૂભાઇ સાથે ચારધામથી યાત્રા કરી...ભારે હૈયે બન્નેએ કાંતાની અસ્થિનું ગંગાના પવિત્ર જળમાં વિસર્જન કર્યું....સરલાનો એક્સપ્રેસ પાસપોર્ટ તૈયાર થયો...એને સરળતાથી અમેરિકાના વિઝિટર વિસા મળી ગયા...ધીરૂભાઇએ મારિયાને ઇમેઇલ કરીઃ ગેટ રેડી ફોર સરપ્રાઇઝ...! ધ બીગ સરપ્રાઇઝ....!!!

વૃધ્ધાશ્રમમાં બાપુજીના નામે પચાસ લાખનું દાન કરી ધીરૂભાઇ અને સરલા આજે નુવાર્કના લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાની તૈયારી કરતા હતા...

(સમાપ્ત.....)

મોતનો સોદાગર

બપોરનો ત્રણનો સમય છે.

અંધેરીની હવામાં ભેજ છે. બાફ છે. પરસેવાથી શરીર ભીનું થયા રાખે અને પરેસેવો શરીર પર ચોંટી રહે એવો માહોલ છે અંધેરી ઇસ્ટમાં આવેલ કાઉંટન હેડ બારમાં એક ઊંચો ગોરો દાઢીવાળા શખ્સ પ્રવેશે છે. એના જમણા હાથમાં એક ઓવરનાઇટ બેગ છે. બારમાં પ્રવેશ્યા બાદ પણ એ પોતાના ડાર્ક ગોગલ્સ ઉતારતો નથી.

નેવી બ્લ્યુ જિંસ પર ગુલાબી શોર્ટ સ્લિવ ટીશર્ટ પહેરેલ એ વ્યક્તિ રહસ્યમય લાગે છે. બારનો મુખ્ય હૉલ સાવ ખાલી છે. હૉલમાં ઉડતી નજર કરી એ ખૂણાનું અંતિમ ટેબલ પસંદ કરી બેસે છે. એરકન્ડિશનના ધીમા ઘરઘરાટ સિવાય હૉલમાં સંપૂર્ણ શાંતિનું સામ્રાજ્ય છે. સાવ સુષુપ્ત વ્યવસ્થામાં હૉલ ઢબુરાઇ ગયો છે. એક વેઇટર એની પાસે ધીમેથી જાય છે. બિયરનો ઓર્ડર અપાઇ છે.

હૉલમાં ફરી એક નજર દોડાવી એ પોતાના કાંડા ઘડિયાળ તરફ નજર કરે છે. એની વિવશતા પરથી જાણ થાય છે કે એ કોઇની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. વેઇટર સલૂકાઇથી ગ્લાસમાં બિયર ભરી ‘એંજોય સર’ કહી પાછો સરકી જાય છે. ગ્લાસ તરફ એક નજર કરી પેલો શખ્સ બિયરનો ઘુંટ ચુસે છે. બિયરની કડવી ઠંડક પણ એની વિવશતા દુર કવા અસમર્થ છે. ફરી એ પોતાના ઘડિયાળ પર એક ઉડતી નજર કરે છે. અને ફરી બિયરનો ગ્લાસ મોંએ માંડે છે.

લગભગ દશેક મિનિટ પછી બીજો યુવાન પ્રવેશે છે. એની ચાલમાં એક નફિકરાઇ છે. એ સીધો પેલા શખ્સ પાસે જાય છે. ધીમેથી કંઇ ગણગણી ખુરશી ખેંચી વિશ્વાસથી ટટ્ટાર બેસે છે.

‘બિયર...??’

‘યસ પ્લીસ!!’

વેઇટર આવી બીજો ગ્લાસ ભરી જાય છે. પ્રથમ આવનાર શખ્સ ટેબલ પર બેગ મુકી બેગ ખોલે છે. અંદરથી થોડાં ફોટાંઓ કાઢે છે અને બીજા કાગળિયાં પેલા શખ્સને આપે છે. બેગ પાછી ફરસ પર મુકી, ગ્લાસ હટાવી, ટેબલ પર જગ્યા કરી એ એક નકશો પાથરે છે. નકશા પર આંગળી મુકી કંઇ સમજાવે છે. સ્થળ બતાવે છે. બેગ ખોલી બતાવે છે. બેગ રૂપિયાની નોટોની ઠોકડીની છલોછલ ભરેલ છે. મહાત્મા ગાંધી છાપ હજાર હજારની નોટો બેગમાંથી ડોકિયું કરી રહી છે.

પ્રથમ આવનાર શખ્સ ઉભો થાય છે. ખાસ પ્રતિક્રિયા બતાવ્યા વિના એ ઝડપથી હોટલની બહાર નીકળે છે. બિયરનો ગ્લાસ પુરો કરી થોડાં સમય પછી બીજો યુવાન પણ ઊભો થાય છે. વેઇટરને બિલ ચુકવી, ટીપ આપી હાથમાં બેગ લઇ વેઇટર તરફ હસીને એ બારની બહાર નીકળે છે. એ યુવાન એક ધંધાદારી કાતિલ છે. પૈસા લઇ કોઇની

જિંદગી ટુંકાવી નાંખવાનો વ્યવસાય છે એનો. જેમાં એ કેટલાંય સફળતાના સોપાનો એ સર કરી ચુક્યો છે. અને આજે એણે આ બીજું એસાઇનમેંટ મેળવ્યું. કોઇની જિંદગીની હસ્તરેખાનો અંત એના હસ્તે આણવાનો ઠેકો લીધો આજે એણે...મોતનો સોદાગર છે એ!!

*** *** *** ***

સુરજ શાહે પોતાની કાર હોંડા સિટી સુરજ મહલના પોર્ચમાં હળવેકથી ઊભી રાખી. સુરજ શાહ ચાલીસેક વરસના ઊંચા ગોરા આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા પુરુષ હતા. સુરત શહેરમાં એમની પેઢી સુરજ ડાયમંડ્‌સના નામેે ચાલી રહી હતી. જેમાં પાંચ હજારથી ય વધુ કારિગરો,

હીરાના નિષ્ણાતો કામ કરતા હતા. છેલ્લાં પંદરેક વરસમાં સુરજ ડાયમંડ્‌સ ગુજરાતની અવ્વલ નંબરની હીરાની પેઢી બની ગઇ હતી. અને દેશની અગ્રગણ્ય હીરાની એક્સપોર્ટ - ઇમ્પોર્ટ કંપનીઓમાંની એક હતી.

એનો સર્વ યશ ફક્ત શાહને મળે એ સ્વાભાવિક હતું. એમની કોઠાસુઝ, સાહસિક અને શાંત સ્વભાવને કારણે સુરજ ડાયમંડ્‌સનો સિતારો સાતેય આસમાનમાં ચમકતો હતો. હાલમાં આંતરરાષ્ટ્રિય હીરા બજારમાં કાતિલ મંદિનું ઠંડુ મોજું ફરી વળ્યું હતું. પણ બજારમાં વાયકા એવી હતી કે સુરજ શાહને મંદીની ઠંડી કદી ઠરાવી ન શકે.

*** *** *** ***

હરિભાઇ ઝવેરી.

સુરજ શાહના સાળા, સપનાના મોટાભાઈ સુરજ ડાયમંડ્‌સમાં એક અગત્યની વ્યક્તિ હતા. એમની ચકોર નજરમાંથી એક એક હીરો પસાર થતો. એમની તેજ નજર હીરાની રફ નિહાળી પારખી જતી કે એમાંથી કેવો પાણીદાર હીરો ઝળકશે !! સુરજની સાથે સપનાના લગ્ન બાદ ચારેય વરસ બાદ હરિભાઇ સુરજ ડાયમંડ્‌સમાં જોડાયા હતા. કેટલાંક ખોટાં નિર્ણયોને કારણે અને આંધળા સાહસને લઇને હરિભાઇએ એમની હીરાની દલાલીમાં ટોપી ફેરવી હતી.

ધંધામાં ઉલાળિયું કર્યું હતું. લોકોની લાખોની ઉઘરાણીનું ચુકવણું સરળ સ્વાભાવના નાના બનેવી સુરજ શાહે એકી બોલે કરી દીધું હતું. હરિભાઇ મ્હોમાં તરણું લઇ સુરજને શરણે આવ્યા. સુરજે એમને આશરો આપ્યો હતો. પણ એણે બહુ જ સાહજિકતાથી હરિભાઇને સુરજ ડાયમંડ્‌સના અગત્યના આર્થિક વ્યવહારની દુર રાખ્યા હતા. હરિભાઇને દર મહિને એમનો પગાર મળી જતો. હરિભાઇને ફરિયાદ કરવાની કોઇ તક ન મળતી. પગાર સિવાય બહેન સપના તરફથી પણ હરિભાઇને અવારનવાર આર્થિક સહાય મળી રહેતી.

હરિભાઇથી એક અંતર જાળવી રાખવામાં સુરજ શાહ સફળ રહ્યા હતા. એક અદૃશ્ય, અભેદ્ય મજબુત જાળ હરિભાઇની આસપાસ ફેલાયેલ રહેતી. એમાંથી હરિભાઇથી છટકી શકાય એમ ન્હોતું. પોતાના ખોટાં નિર્ણયોને કારણે હરિભાઇએ સુરજના ઓશિયાળા થવું પડ્યું એ એમને જરાય પસંદ ન્હોતું. એઓ પોતાના નસીબને દોષ દેતા હતા. જો એમનો પોતાનો કારોબાર હોત તો સુરજ ડાયમંડ્‌સ કરતાં ય એનો વ્યાપાર વધારે હોત એમ એઓ માનતા હતા.

છેલ્લાં થોડાંક સમયથી સુરજ એમનું અપમાન કરતો હતો. ક્યારેક ટોણા મારતો. ક્યારેક ગુસ્સે પણ થઇ જતો. હરિભાઇ માટે એ બહુ અપમાનજનક હતું. આઘાતજનક હતું. હરિભાઇ અંદર અંદર સહમી રહેતા. વળી હરિભાઇની પુત્રી માધવી ઉમરલાયક થઇ ગઇ હતી. લગ્ન લાયક થઇ ગઇ હતી. પણ સમાજમાં હરિભાઇની કોઇ શાન ન્હોતી. એમની કોઇ આન ન્હોતી. સમાજમાં એ બનેવીના એક પાલતુ કર્મચારી તરીકે ઓળખાતા હતા. આ કારણે ય માધવીનો હાથ પકડવા કોઇ તૈયાર થતું ન્હોતું. હરિભાઇએ પોતાની ખોવાયેલ શાન પાછી મેળવવી હતી.

એમણે પોતાનો ધંધો શરૂ કરવો હતો. સુરજથી અલગ થઇ પોતાાનું કહી શકાય એવું કંઇક શરૂ કરવું હતું. ગમે તેમ કરીને સુરજના સંકજામાંથી છટકવું હતું. પણ કઇ રીતે ?! એમની પાસે ન તો નગદ નારાયણ હતા. ને તો ઇજ્જત હતી. પાસે પૈસો હોય તો કોઇ પણ પૂજે. કોઇ પણ પુછે. એમના માટે કોઇ પણ માર્ગે પૈસા કરવા અત્યંત આવશ્યક હતા. સુરજ ડાયમંડ્‌સમાં ધાપ મારવી હતી. અને પછી એ જ પૈસો સુરજને બતાવી દેવું હતું. સુરજથી અલગ થઇ જવું હતું. પણ કઇ રીતે? એક વાર સુરજ આથમે તો બીજાનો પ્રકાશ પથરાઇ શકે.

*** *** *** ***

સપના શાહ.

સુરજ શાહની પત્ની.

પોતાને સર્વ સુખોના મહાસાગર વચ્ચે આવેલ નાનકડાં ટાપુ પર એકલી અટુલી પડી ગયેલ મહેસુસ કરી રહી હતી. સુરજ સાથેના લગ્ન પછીના તરતના સુખના દિવસો પ્રવાસી પંખાઓની માફક દુર દેશ ઉડી ગયા હતા. હવે રહી ગઇ હઇ હતી એક નરી એકલતા!! વસમી વિવશત!! એક પુત્ર હતો અસીમ. જે એને ખુબ જ પ્યારો હતો. પરંતુ સુરજે અસીમને નવસારી ખાતે આવેલ તપોવન સંસ્કારધામમાં મુકી દીધો હતો. એટલે અસીમ ત્યાં જ રહેતો.

ભણતો. ફક્ત વેકેશનમાં જ સુરત આવતો. ધીમે ધીમે એ જાણે એનાથી દુર થઇ રહ્યો હતો. તપોવનમાં અસીમને મુકવાનો નિર્ણય પણ સુરજનો જ હતો. સુરજ જ બધા નિર્ણયો લેતો. સપનાએ તો ફક્ત એનો અમલ કરવાનો રહેતો. સપનાને હવે લાગતું હતું કે સુરજના જીવનમાં એનું સ્થાન પગ લુંછણિયા જેવું અને જેટલુંં હતું. હા, સપના પાસે બધાં જ ભૌતિક સુખો હતા..

.ઘરેણા...સાડીઓ...નોકરોની ફોજ...ક્રેડિટ કાર્ડ....!! એના અંતરમાં ઊછરી રહેલા અંજપાને શાતા આપવા એ શોપિંગ કરતી..કારમાં અહિંતહિં ફરતી રહેતી. એકલતાને ઓગાળવા કિટ્ટી પાર્ટીઓ યોજતી...કિટ્ટી પાર્ટીઓમાં જતી... સુરજને એના હિરાના બિઝનેસમાંથી સપના માટે સમય ન હતો. સપના પોતાના આવા જીવનથી ઉબાઇ ગઇ હતી.

સુરજ ક્યારેક સપના સાથે ખુબ વાત કરતો. મીઠ્ઠી મીઠ્ઠી. ત્યારે સપનાને નવાઇ લાગતી. પણ મોટે ભાગે સુરજ એને અવગણતો હોય એમ જ લાગતું. સપાનાને એવી પણ આછી આછી જાણ થઇ હતી કે સુરજના જીવનમાં બીજી કોઇ યુવતી-છોકરી પ્રવેશી હતી!! સપનાને એવું લાગતું હતું કે એને ડિપ્રેશન આવી જશે. ્‌એ હારી જશે..તનથી અને મનથી..! ના, એ હારવા માંગતી ન્હોતી.

આ કારણે એણે હેલ્થ કલબમાં જવાનું શરૂ કર્યું. તનમનથી તાજા થવા એણે ‘શેઇપ અપ હેલ્થ ક્લબ’ની મેમ્બરશીપ મેળવી. ત્યાં એની ઓળખાણ થઇ બબલું ગુપ્તા સાથે !! બબલુ યોગા ઇન્સટ્રક્ટર હતો. યોગા અને મેડિટેશનમાં એની નિપુણતા હતી. બબલુ બહુ જ ટુંક સમયમાં સપનાના જીવનમાં છવાય ગયો. એના સુકા સુકા જીવનમાં ફરી બહાર બની છવાય ગયો. લગ્નના આટ આટલા વરસોમાં સુરજ જે એને ન આપી શક્યો હતો તે બબલુએ થોડાં કલાકોમાં આપી દીધું. બબલુના સ્પર્શમાત્રથી સપનાના શરીરમાં સિતાર રણકી ઉઠતી.

મન ઝંકૃત થઇ જતું. સપના જાણે બબલુને શરણે આવી ગઇ. બબલુએ સપનાની ઠરી ગયેલ વાસનાને સળગાવી દીધી. બુઝાવા લાગેલ આગને હવા આપી દીધી. સપના કંઇ બબલુના જીવનમાં આવેલ પહેલી સ્ત્રી ન્હોતી. પરંતુ પહેલી સહુથી વધુ અમીર સ્ત્રી જરૂર હતી કે જે એના પર ન્યોછાવર થઇ ગઇ હતી. બબલુ સર્વ કામકલાઓમાં પાવરધો હતો. એ કારણે એકલવાયી ધનિક યુવતી, સ્ત્રીઓ એની ફરતે વિંટળાતી રહેતી.

બબલુ મોટે ભાગે સાયકલ પર ફરતો રહેતો. પણ હવે એ કારના ખ્વાબ જોતો થઇ ગયો હતો. કારણ કે, સપનાએ એને કાર લઇ આપવાનું પ્રોમિસ કર્યું હતું ! સપનાને બબલુ ક્યારેક તડપાવતો, તરસાવતો, ટટળાવતો ત્યારે સપના રડી પડતી. બબલુ ગુપ્તા હવે સપના શાહના જીવનનું અવિભાજ્ય અંગ બની ગયો હતો. બબલુ વિના એ એના જીવનની કલ્પના કરી શકતી ન્હોતી. બબલુ સાથે જિંદગીભર કાયમ માટે રહેવા એ કંઇ પણ કરવા તૈયાર હતી. કંઇ પણ!! અને બબલુ પણ સપના માટે કંઇ પણ કરવા તત્પર હતો. કંઇ પણ!!

*** *** *** ***

મોહિની.

મોહિની, બસ નામ જ પુરતું છે એના વર્ણન માટે!

મોહિની આપ્ટે. સુરજ શાહના જીવનમાં પ્રવેશેલ બીજી સ્ત્રી. પાંચેક વરસ પહેલાં મિસ મુંબઇની સ્પર્ધા વખતે સુરજ શાહ એક નિર્ણાયક હતા. અને ત્યારે જ મોહિનીની નશીલી નજરોમાં સુરજ શાહ વસી ગયા હતા. મોહિની ત્યારે મિસ મુંબઇની સ્પર્ધામાં રનર્સ અપ બની હતી. મોહિનીએ ધીરે ધીરે સુરજ શાહ સાથે ખુબ કુશળતાપૂર્વક સંબધ વધાર્યાત હતા. એની સુંદરતા અને માદકતના મોહપાશમાં સુરજ શાહ જકાડાય ગયા હતા. સુરજને અવારનવાર ધંધાર્થે મુંબઇ આવવાનું થતું.

ઓબેરોય ટ્રાઇડન્ટના દશમાં માળે આવેલ સ્યુટમાં એઓ ઉતરતા ત્યારે મોહિની ત્યાં હાજર થઇ જતી. સપના જે આપવા અસમર્થ હતી એ આપવામાં મોહિની સમર્થ હતી. નિપુણ હતી. એની માદક બાહોંમાં સુરજને શાતા મળતી.

રાહત મળતી. સુરજ સાથે મોહિની ત્રણ વાર એન્ટવર્પ અને બે વાર સ્વિટ્‌ઝરલેંડ પણ જઇ આવી હતી. સુરજ શાહ એવું માનતા હતા કે મોહિની સાથેના પોતાના સુંવાળા સબંધો ગુપ્ત રાખવામાં એઓ સફળ થયા છે. પણ છેક એવું ન્હોતું. આગ હોૅય તો ધુમાડો તો થાય જ ! આગ કદાચ છુપાવી શકાય છે. ધુમાડો આસાનીથી છુપાવી શકાતો નથી. મોહિની બહુ કાબેલ હતી. સુરજ પાસેથી ઘણા નાણા, જરઝવેરાત, હીરા અને અન્ય મદદ મેળવી ચુકી હતી. મોહીનીને એમ લાગી રહ્યું હતું કે સુરજ શાહ હવે ખાલી થઇ રહ્યા હતા. ખાલી થઇ ગયા હતા.

આમ પણ મોહિની એક પુરૂષના પિંજરામાં પરાય એવું પંખી ન્હોતું !! મોહિનીના તનમનના પતંગિયાઓએ ફડફડાટ કરવા માંડ્યો હતો. મોહિની સાથેની અંગત પળોની ઉત્તેજનાભરી ઊજવણી દરમ્યાન એક વાર સુરજ શાહ બોલી ગયા હતા કે, સવારે ઉગતો સુરજ જેમ સાંજે આથમી જાય છે તેમ આ સુરજ પણ આથમી જવાનો છે. બેબી, ડાયમંડ્‌સ આર નોટ ઓલવેઝ ફોર એવર!! ત્યારે મોહિની ચોંકી ગઇ હતી.

સુરજ જો આથમી જાય તો ?! સુરજ શાહ વિના એનું શું થશે?! સુરજના પૈસા વિના એ કેવી રીતે અને કઇ રીતે જીવશે ?! સુરજને લુંટાઇ એટલો લુંટી લેવો જરૂરી હતો. જે એણે બહુ સારી રીતે શરૂ કરી દીધું હતું!! ક્ષિતિજે આથમવવા આવેલ સુરજ ડૂબે તે પહેલાં જેટલો પ્રકાશ સંઘરાય એટલો સંઘરવો જ રહ્યો. ડૂબતા સુરજની રાહ ન જોવાય. સુરજ જો ડૂબે તો છવાય અંધકાર!! મેળવાય એટલી મેળવી લો રોશની એની ને પછી ડૂબાડી દો સુરજને...!!

*** *** *** ***

સુરત શહેરના મશહુર હીરા ઉદ્યોગપતિ સુરજ શાહની કરપીણ હત્યા.

શહેરના...રાજ્યના...દેશના સર્વ સમાચારપત્રોના પ્રથમ પાના પર હેડલાઇન હતી. સુરત શહેરમાં, રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. સમાચારનો ટુંકસાર આ મુજબ હતોઃ ગુજરાત હીરા ઉદ્યોગના રાજા ગણાતા સુરજ શાહ પોતાની સિલ્વર હોંડા સીટી કારમાં નિત્યક્રમ મુજબ બપોરે દોઢ વાગ્યે પોતાની ઓફિસેથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે ઉધના દરવાજાના ટ્રાફિક સર્કલ પાસે એમના પર પોઇંટ બ્લેંક રેંજથી ત્રણ ગોળીઓ છોડવામાં આવી હતી.

એઓ તત્કાર મરણને શરણ થયા હતા. મોટર સાયકલ સવાર બે હુમલાખોર ખૂની હુમલો કરી પલાયન થવામાં સફળ રહ્યા હતા. સુરત શહેરમાં દહેશતનું વાતાવરણ ફેલાઇ ગયું હતું. શહેરના જાંબાઝ પોલિસ કમિશનર શ્રી કુલદીપ નાયરે ઝડપથી હુમલાખોરને પકડી પાડવાની બાંહેધારી આપી હતી.

*** *** *** ***

ગુજરાત પોલિસના બહાદુર, હોંશિયાર ઇન્સપેક્ટર અનંત મહેતાને સુરજ શાહ ખુન કેસની તપાસ સોંપવામાં આવી. સુરત એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ ડીપો, હાઇવે દરેક જગ્યાએ તુંરત વોચ ગોઠવી દેવામાં આવી. શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયો. કોઇ કાબેલ ધંધાદારી ખૂનીનું આ કામ હતું એ સ્વયં સ્પષ્ટ હતું.

થોડાં સમય પહેલાં આ જ રીતે મુંબઇ ખાતે ટેક્સટાઇલ ટાઇકૂન શ્રી ખટાઉની હત્યા થયેલ. એ જ મૉડસ ઓપરેંડીથી સુરજની હત્યા કરવામાં આવી હતી. મુંબઇ સ્થિત ડી ગેંગ કે અરૂણ અવળી ગેંગના શાર્પ શુટરોની માહિતી તાત્કાલિક મેળવવામાં આવી, શકમંદોના ફોટોગ્રાફસ મેળવવામાં આવ્યા. ઉધના દરવાજાની આસપાસના વિસ્તારના ફેરિયાઓ, રિક્ષાવાળાઓ,

દુકાનદારની ઊલટતપાસ અને ચકાસણી કરવામાં આવી...અને બે પૈકી એક યુવકની ઓળખ તો મળી પણ ગઇ. એ હતો સુરતનો જ ઇકબાલ ગોલી. આ કાર્યવાહીમાં અઠવાડિયાનો સમય નીકળી ગયો. સમાચાર પત્રો, ન્યુઝ ચેનલોએ એમની ટેવ મુજબ કાગારોળ મચાવી દીધી. રાજ્ય ગૃહપ્રધાનનું દબાણ પણ વધી ગયું. મુખ્ય પ્રધાનશ્રીએ પણ સીધો રસ લઇ સુરજ શાહ ખુન કેસનો જલ્દીથી નિવેડો લાવવા દબાણ વધાર્યું.

એ તો સાવ સ્પષ્ટ હતું કે ખૂની ધંધાદારી હતો કે જેને આ કામનો અંજામ લાવવા પૈસા આપવામાં હતા અથવા તો પછી કોઇ મોટી ગેંગનું કામ હતું કે જેણે સુરજ શાહ પાસેથી ખંડણીના પૈસા માંગ્યા હશે, પ્રોટેક્સન મનીની માગણી કરવામાં આવી હશે અને સુરજે એનો પ્રતિભાવ ન આપતા એનું કામ તમામ કરવામાં આવ્યું. સવાલ એ હતો કે સુરજને ક્યારેય ધમકી આપવામાં આવી હતી કે કેમ?! ખંડણીની ઊઘરાણી કરવામાં આવી હતી કે કેમ?!

સુરજે કદીએ પોલિસમાં એ અંગે ફરિયાદ કરી ન્હોતી!! પોલિસમાં એનો કોઇ જ રેકર્ડ ન્હોતો. એના છેલ્લા છ મહિનાના મોબાઇલ ફોનની રેકર્ડની પ્રિંટ આઉટ મેળવવામાં આવી પણ કોઇ અજાણ્યા નંબરો એમાં ન્હોતા. મોટે ભાગે એના હીરા ઉદ્યોગ વર્તુળ અને સંગા સબંધીઓના નંબરો જ રેકર્ડમાં હતા.

તો પછી કોણ....?? સુરજને કોની સાથે દુશ્મની હતી?? સુરજ શાહ બહુ સીધા સાદા, સરળ ઇન્શાન હતા. કોઇની સાથે એમણે ઊંચે સાદે વાત કરી હોય એવું બન્યું ન્હોતું. કોણ હતું કે જે સુરજને ડૂબાડી દેવા માંગતું હતું કોણે એનો આવો અસ્ત ચાહતું હતું??

કોણ...? કોણ....? કોણ....??

ઇ. અનંતે સુરજના દરેક કુટુંબીજનો, સુરજ ડાયમંડ્‌સના મોટા ભાગના કર્મચારીઓ, સુરજની નજીકના વર્તુળના વ્યકિતઓની માહિતી ફટાફટ એકત્ર કરી. સુરજ શાહ ખૂનકેસ બહુ જ હાઇ પ્રોફાઇલ કેસ બની ગયો હતો. ચારે તરફથી દબાણ આવી રહ્યું હતું. ઇ. અનંતે એકત્ર કરેલ સર્વ માહિતી કમ્પ્યુટરમાં સંગ્રહ કરી દીધી.

ખરો ખૂની કોણ?

ખૂન કરનાર કે કરાવનાર?

આ કેસમાં કોઇ ગેંગ સંડોવાય હોય એવું પણ હોય અથવા તો પછી કોઇએ સુરજના ખૂનનો કોંટ્રાક્ટ ખૂનીને આપ્યો હોય...સુરજના ખૂનની સુપારી આપી હોય.... જો એમ હોય તો સુપારી આપનાર છે કોણ...?? ઇ.

અનંતની રાતની નિંદ્રા અને દિવસનું ચેન ખોવાય ગયું. જ્યારે સુરજની આસપાસના માણસોની માહિતી મેળવવામાં આવી અને એનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ત્યારબાદ ચિત્ર વધુ અસ્પષ્ટ બન્યું. સુરજ શાહના ઘરમાં જ ઘણા સાપ દૂધ પી રહ્યા હતા. જે સુરજને ડસવા તૈયાર હતા. તત્પર હતા. ઇ. અનંતે નજીકના જ શકમંદ ઘાતકીઓની યાદી બનાવી.

બબલુ ગુપ્તા : સપનાનો અંગત મિત્ર. સપનાએ એની સાથેની મિત્રતાની વાત છુપાવી હતી. એની ઊલટતપાસ દરમ્યાન એ ઘણી જ સાવચેત રહી હતી કે બબલની વાત, બબલુ સાથેના એના સુંવાળા સંબધોની કહાણી પોલીસ સુધી ન પહોૅચે. પરંતુ. સપના બબલુને ક્યાં, ક્યારે અને કેવી રીતે મળતી હતી એની સર્વ માહિતી ઇ

.અનંત પાસે પહોંચી ચુકી હતી. પહોંચતી હતી. ડુમ્મસ ખાતે આવેલ એક ફાર્મહાઉસ ખાતે બન્ને મળતા હતા. અરે! જે દિવસ ખુન થયું એ જ સવારે પણ બન્નેની મુલાકાત એ ફાર્મ હાઉસમાં થઇ હતી અને બન્નેએ લગભગ ત્રણ કલાક સાથે વિતાવ્યા હતા.

શા માટે??

પ્લાનિંગ માટે??

જ્યારે સપનાને એ પુછવામાં આવેલ કે, ખૂન થયાના સમયે એ ક્યાં હતી ત્યારે એણે કહેલ કે એ શેઇપ અપ હેલ્થકલબમાં સોનાબાથ લઇ રહી હતી. પરંતુ, એ દિવસે હેલ્થ સલબનું સોનાબાથનું થર્મોસ્ટેટ બગડી ગયેલ હતું એટલે સોનાબાથ યુનિટ બંધ હતું. એ વાતથી સપના અજાણ હતી. સપનાએ બબલુ સાથેના આડા સંબધો છુપાવવા માટે જે પ્રયત્નો કર્યા એ કારણે બબલુ પર શક વધુ જતો હતો. બબલુ ગુપ્તા એક પ્લેબોય હતો.

કે જે યોગવિદ્યામમાં પાવરધો હતો પણ સાથોસાથ કામકલામાં પણ પ્રવીણ હતો. દેખાવડો હતો. એની આવકનો ખાસ કોઇ સ્ત્રોત ન હોવા છતાં એ મસ્તીથી રહેતો હતો. રાજાશાહી ભોગવતો હતો. એ બધું જ બહુ શંકાસ્પદ હતું. બબલુ વિશે વધુ ઊંડી તપાસ કરતા ઇ. અનંત પણ ચોંકી ગયા હતા.

શહેરની કહેવાતી હાઇ સોસાયટી મહિલાઓ માટે બબલુ શૈયાસાથી હતો. એમની અતૃપ્ત વાસનાને એ સંતોષતો. અને કદાચ ત્યારબાદ એમને એ બ્લેકમેઇલ કરતો હોય એવું પણ બની શકે!! છેલ્લાં કેટલાંક વખતથી એ સપનાનો સાથ હતો.

સપનાએ એને ઘણી જ આર્થિક મદદ કરી હતી. સપના એને ફાર્મહાઉસમાં મળતી હતી. સપનાએ સંબધો છુપાવ્યા હતા. કદાચ, સુરજ શાહને સપના-બબલુના આડા સંબધોની જાણ થઇ ગઇ હોય અને એનો એણે વિરોધ કરતાં બબલુએ કે સપનાએ કે બન્નેએ મળીને સુરજ શાહનો કાંટો કાઢી નાંખ્યો હોય!!

સપના એને માટે કંઇ પણ કરવા તૈયાર હતી. તો બબલુ પણ સપના માટે કંઇ પણ કરી શકે. કંઇ પણ....!! અલબત્ત, બબલુની ઊલટતપાસ કે સીધેસીધી ઇન્કવાયરી ઇ. અનંતે કરી ન્હોતી. અને એ કરવા માંગતા પણ ન્હોતા. એઓ બબલુ ગુપ્તાને ગાફેલ રાખવા માંગતા હતા. અને બબલુ એટલે સાવ નિચંત હતો. એ નચિંતતામાં એ કંઇ ભુલ કરી બેસે એની રાહ જોવાની હતી ઇ. અનંતે...બાકી, બબલુ કેટલી વાર શ્વાસ લેતો હતો એની માહિતી પણ હવે એમને મળતી હતી.

હરિભાઇ ઝવેરી : સુરજ શાહના મોટા સાળા. ખંધા. કાબેલ. મુસ્તદ્દી. વેપારી માણસ. જિંદગીમાં હારી ગયેલ હુંશિયાર વ્યક્તિ કે જીતવા૩ માટે હંમેશ તત્પર હતા. સહેલાયથી હાર ન માનનાર!! હરિભાઇની ઊલટતપાસ વખતે બહુ તોળી તોળીને બોલ્યા હતા એઓ. ધંધામાં થોડી તકલીફ હતી. પણ એ કોને ન હોય આજના વૈશ્વિક મંદીના દોરમાં?!

એંટવર્પમાં બે પેઢીઓ ઊઠી ગઇ હતી. રશિયાના ઓર્ડરો કેન્સલ થયા હતા. નાણા સલવાઇ ગયા હતા. સુરજ ડાયમંડ્‌સને એથી થોડો ફટકો પડ્યો હતો. સાઉથ આફ્રિકામાં હડતાળને કારણે કાચા માલની ખોટ પડી હતી.

ડિબિયર્સે પણ રફના ભાવ વધારી દીધી હતી. ડિબિયર્સ સાથે સુરજે શિંગડા ભેરવ્યા હતા. એમના ભાવવધારાનો એણે વિરોધ કર્યો હતો અને ડાયમંડ એઓસિયેશનને પણ એ ભાવ વધારો ન આપવા માટે દબાણ કર્યું હતું. ડાયમંડ એસોસિયેશનમાં સુરજ શાહનો શબ્દ કાયોદો ગણાતો. એટલે ડિબિયર્સે પણ કદાચ સુરજની ગેઇમ કરી નાંખી હોય!!

આ તો હરિભાઇએ સુચવ્યું હતું. પણ હરિભાઇએ પોતાના ઇરાદાઓ વિશે બધું જ છુપાવ્યું હતું. એઓ પોતાના બિઝનેસ અંગે વિચારતા હતા. ત્રણ વેપારીઓ પાસે એમણે એ માટે નાણા ઉછીના લીધા હતા. એને સુરજે ભારે વિરોધ કર્યો હતો. સુરજે એમને કાઢી મુકવાની ધમકી પણ આપી હતી! આ વાત એમણે છુપાવી કે જે ઇ. અનંતને અન્ય સ્રોત મારફતે જાણવા મળી.

જો તક મળે તો હરિભાઇ ડંસ દેવાનું ન ચુકે એવા સાપ હતા. એવી સર્પ કે જે કૂંફાડો માર્યા વિના જ ડંસે. એના એક ડંસથી આવે જિંદગીનો અંત!! હરિભાઇ ઝવેરી એવા ધૂર્ત વ્યકિત હતા કે એમની ખંધાઇ પકડવી મુશ્કેલ હતી. એક વાર ધંધામાં હારેલ વ્યક્તિ!! હવે બીજી વાર હારવા માંગતા ન હતા.... કોઇ પણ રીતે જીતવું હતું એમને....!! કોઇ પણ....!!

મોહિની : મોહિની આપ્ટે. સુરજ શાહની શૈયાસંગિની. સુરજ શાહના ખૂન થવાની રાત્રે મોહિની સુરત અવી ગઇ હતી. કેમ? મોહિની અને સુરજના સબંધોની માહિતી મુંબઇ પોલિસે પુરી પાડી હતી. સુરજના ખૂન બાદ મોહિનીએ પોતાના સર્વ કાર્યક્રમો રદ કરી નાંખ્યા હતા. ફેશન પરેડ, પાર્ટીઓ, જાહેરાતના શુટિંગ રદ કરી એ સીધી સુરત દોડી આવી હતી. મોહિનીની માહિતી મેળવી ઇ. અનંત ચોંકી ગયા હતા. આ કેસ ખુબ જ ગુંચવણી વાળો બની ગયો હતો. મોહિનીના મુંબઇ અંડરવર્લ્ડ સાથે પણ ગાઢ સંપર્કો જાણવા મળ્યા.

શેટ્ટી ગેંગના શરદ શેટ્ટી સાથે પણ એના સુંવાળા સંબધો હતા. શરદ શેટ્ટી મલેશિયાથી એની ગેંગ ઓપરેટ કરતો હતો. મોહિની પણ કંઇ ઓછી માયા ન્હોતી. એના મોહપાશમાંથી છુટવા માટે સુરજે કોશિષ કરી હોય અને મોહિનીએ...!! કે પછી શરદ શેટ્ટીએ એના અને સુરજ શાહના સબંધનો વિરોધ હોય અને મલેશિયા બેઠાં એણે સુરજને ડુબાડી દીધો હોય....!!

સપના : સુરજ શાહની પત્ની. રહસ્યમયી સપના. શાંત. ઊંડુ પાણી. ઘણા રહસ્યો પોતાનામાં દાટી સાવ મૌન થઇ ગઇ હતી એ. જાણે એને બહુ જ આઘાત લાગ્યો હોય એવું નાટક કરી રહી હતી. બે-ત્રણ દિવસો તો એ હોસ્પિટાલમાં પણ રહી આવી. એને ડિપ્રેશનનો ભારે એટેક આવ્યો હતો એવું અનેના ડોક્ટરો કહેતા હતા.

કોઇ પણ પ્રશ્નનો ઉત્તર એ આપતી ન્હોતી. બહુ જ મોટી અભિનેત્રી હતી એ ઊલટતપાસ દરમ્યાન શુન્યમનસ્ક રીતે ઇ. અનંત તરફ તાકતી રહેતી. માંડ કંઇ બોલી હતી એ! કેમ....?? ઇ. અનંત માટે એક પહેલી બનીને ઉભી રહી ગઇ હતી સપના. સપનાની સર્વ વર્તણુક ગેરમાર્ગે દોરનારી હતી. એ સુરજ શાહના સંકજામાંથી છુટવા માંગતી હતી... બબલુ સાથે એના ગાઢ સબંધો હતા... કદાચ, સુરજને પતાવી દીદો હતો બન્નેએ સાથે મળીને ને પોતાનો રાહ આસાન કરી દીધો હતો!!

*** *** *** ***

ઇંસપેક્ટર અનંત મહેતા કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકતા ન્હોતા. સમાચારપત્રોએ માથે માછલા ધોવાનું જ બાકી રાખ્યું હતું. સુરજ ખૂનકેસ સીબીઆઇને સોંપવાનું દબાણ ચારે તરફથી વધી રહ્યું હતું. હાયર ઑથોરિટીને જવાબ આપતાં નાકે દમ આવી ગયો હતો.

કોકડું ખરેખર ગુંચવાયું હતું.

સુરજનું ખૂન માટે સુપારી અપાઇ હતી. જીવતો સુરજ કોને નડતો હતો??

સુરજના મરવાથી કોને ફાયદો થવાનો હતો??

સુરજ ડાયમંડ્‌સના એકાઉંટની સર્વ માહિતી મેળવી ઇ. અનંતે. દરેક કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, ફ્લોપ ડિસ્ક એમણે જપ્ત કરી. એના વિશ્લેષણ માટે સોફ્ટવેર એન્જિનિયરો અને એકાઉન્ટન્ટની ખાસ પેનલ બનાવવામાં આવી. જે પરિણામો મળ્યા એ વધુ ચોંકાવનારા હતા. અનો સાર એ હતો કે, સુરજ ડાયમંડ્‌સ એક મોટ્ટો પરોપોટો હતો. આકર્ષક પરપોટો.

કે જે ગમે ત્યારે કૂટવાનો હતો. કદાચ, કૂટી ગયો હતો. અને બે-ત્રણ એંટ્રીઓ એવી હતી કે જેનો કોઇ છેડો ન્હોતો. સુરજે નાણાનો સર્વ વ્યવહાર ફક્ત પોતાના હાથમાં રાખ્યો હતો. પોતાના નામે જ રાખ્યો હતો. પણ સર્વ સંપત્તિમાં કંઇ પણ એના નામે ન્હોતું!! એનો પોશ બંગલો, કારનો કાફલો, દરેક સંપત્તિ એના પુત્ર અસીમના નામે હતું. અલબત્ત, અસીમ હાલે સગીર વયનો હતો.

પરંતુ, એના માટે એક ટ્રસ્ટની રચના કરી હતી. ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓમાં એણે ખાસ ચુનંદી વ્યક્તિઓની નિમણૂક કરી હતી. એક હતા એડવોકેટ પેસ્તન પાતરાવાલા. બીજા જૈન સ્વામી હરિપ્રસાદજી અને ત્રીજા હતા તપોવન સંસ્કારધામના આચાર્યા શ્રીમતી મહાશ્વેતાદેવી. પેસ્તન પાતરાવાલા કાબેલ એડવોકેટ હતા. એટર્ની જર્નલ હતા. જે સુરજ શાહના ખૂન પછી સક્રીય થયા હતા.

સુરજ શાહને માથે કરોડોનું દેવું હતું. જે એના અકાળ મોતને કારણે હવા થઇ ગયું હતું!! કારણકે, સુરજે પોતાના નામે કંઇ જ રાખ્યું ન્હોતું. ફક્ત કરોડોના દેવા સિવાય!! એને નાણા ધિરનાર ઠુંઠા આસુંઓએ રડવાના હતા. એની શાખ બજારમાં એવી હતી કે એને નાણા ધિરનારાઓએ એને વિશ્વાસે બેફામ નાણા ધિર્યા હતા!!

કે જે હવે ઓગળી ગયા હતા. હવે એના નાણા ધિરનારમાંથી કોઇને કદાચ પડી ગઇ હશે કે કેમ? જો એમ હોય તો એણે પણ નાણા મેળવવા પણ સુરજને પતાવી દીધો હોય! સુરજના નાણા ન સહિ... પણ જાન તો લઇ શકાયને...?? ઇ.અનંતે એ મોરયે પણ તપાસ ચાલુ કરી. બ્રોકરોની માહિતી મેળવી એમાના બે મુખ્ય લેણદાર, ભાનુ ભણશાળી અને રમેશ બોમ્બે પર વોચ વધારી દીધી. એમના સેલ ફોન અને લેંડ લાઇન ટેઇપ કરવાનો આદેશ આપી દીધો. પોતાના નાણા મેળવવા એઓ ગમે તે કક્ષાએ જઇ શકે એવા ખંધા હતા બન્ને!!

આશ્ચર્યની વાત એ હતી કે સપના નામે પણ કંઇ ન હતું!! ન સંપત્તિ! ન દેવું!! સપનાને એક પણ પાઇ મળવાની ન્હોતી. એ કારણે જ એને ભારે આઘાત લાગ્યો હતો!! સપના ક્યાંયની રહી ન્હોતી. વળી બીજી અગત્યની માહિતી એ મળી સુરજે એનો પોતાનો દશ કરોડનો વિમો ઉતરાવ્યો હતો લંડનની લોઇડ્‌સ લાઇફ ઇંસ્યુરન્સ ખાતે.

જેના ત્રણ પ્રિમયમ ભરાય ગયા હતા. જીવન વિમાની એ પોલિસીમાં નોમીની તરીકે એક જ નામ હતું અસીમનું!! એના એકના એક પુત્રનું!! વિમાના મળનારા એ નાણા પણ અસીમ ટ્રસ્ટમાં જમા થવાના હતા. સુરજે બનાવેલ વિલ પેસ્તનજી પાસે હતું. અને એક માત્ર પુત્રને વિમાના નાણા મળે એમ સ્પષ્ટતા પુર્વક જણાવેલ હતું. અસીમ જ્યાં સુધી વયસ્ક ન થાય ત્યાં સુધી સુરજના ત્રણ વિશ્વાસુ ટ્રસ્ટીઓ ટ્રસ્ટનો કારભાર કરનારા હતા. પેસ્તનજીએ લંડન લોઇડ્‌સ ઇંસ્યુરન્સનો સંપર્ક કરી, ફેક્સ, ફોન મારફત સુરજના ખૂનના સમાચાર, ડેથ સર્ટિફિકેટ, પોલિસ રેકર્ડસની સર્વ માહિતી મોકલાવી વિમાના નાણાના ક્લેઇમની કાર્યવાહી ચાલુ કરી દીધી.

એઓ પોતાની કામગીરીમાં બહુ જ ચાલાક હતા. ઝડપી હતા. પોતાના ક્લાયંટનું હિત એમની કામગીરીનો ધર્મ હતો. લોઇડ્‌સ લાઇફ ઇન્સ્યુન્સના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી કલાઇવ લોઇડ ખુદ લંડનથી ભારત આવવા નીકળી ચુક્યા હતા.

આમ સુરજ ખૂનકેસ ઘણો ગૂંચવાય ગયો હતો.

*** *** *** ***

ઇકબાલ ગોલીની ઊલટતપાસ કરતાં કોઇ સીધી માહિતી તો ન મળી. એ સુરતની ગલી ગલીનો જાણકાર હતો અને મોટરસાયકલ ચલાવવામાં ચપળ હતો એટલે એને ફક્ત મોટરસાયકલ ચલાવવા માટે જ રોકવામાં આવેલ. જે એણે ચોરેલ હતી. એણે સવારે ઉધના દરવાજાની મુલાકાત લીધી હતી અને એક-બે વાર રિહર્સલ કરેલ. એની અને ગોળી ચલાવનાર યુવકની મુલાકાત ખૂન થવાના એક કલાક પહેલાં જ થઇ હતી. બન્ને વચ્ચે કોઇ ખાસ વાત થઇ ન્હોતી.

એ ખૂનીનું નામ પણ જાણતો ન્હોતો!! ફ્કત ‘ભાઇજાન’ તરીકે સંબોધન કર્યું હતું! એને આ મોટરસાયકલ ચલાવવા માટે દશ હજાર રૂપિયા આપવામાં આવેલ. ઇકબાલે આપેલ વર્ણન પરથી ચિત્રકાર પાસે ચિત્રો બનાવવામાં આવ્યા. કમ્પ્યુટર ગ્રાફિક્સથી પણ ચિત્રો રચવામાં આવ્યા. એ ચિત્ર અરૂણ અવળીના શાર્પસુટર મુન્નાભાઇને એકદમ મળતું આવતું હતું. મુન્નો અગાઇ પણ ઘણી સુપારી ફોડી ચુક્યો હતો.

લોકોના અને પ્રતિસ્પર્ધી ગેંગના માણસોને એણે સ્વર્ગ કે નરકના રસ્તો પકડાવી દીધો હતો. પરંતુ, છેલ્લા પાંચેક વરસથી એ નિષ્ક્રિય હતો અને મલેશિયા કે સિંગાપુર તરફ અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો એવું જાણવા મળ્યું સુરજ શાહની ગેઇમ કરવા એને ખાસ બોલાવવામાં આવ્યો હોય એમ લાગતું હતું. દેશમાં મુન્નાભાઇ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો.

મુંબઇ પોલિસ અને મહારાષ્ટ્ર પોલિસની સઘન તપાસની મુન્નાને સહાર એરપોર્ટ પર દબોચી લેવામાં આવ્યો. મુન્નાને ટ્રાન્સફર વોરંટથી સુરત લાવવામાં આવ્યો. એની ધરપકડ થવાથી ઇ. અનંતના જીવમાં જીવ આવ્યો. હવે તો એને સુપારી આપનારની માહિતી તો પળવારમાં ઓકાવી શકાય. મુન્નાને થર્ડ ગેઇમ એણે જ બજાવી હતી.

એણે એ પણ જણાવ્યું કે જિન્સ, ગુલાબી ટીશર્ટ ગોગલ્સ પહેરેલ ઊંચા દાઢી વાળા શખ્સે એને અંધેરી ઇસ્ટ ખાતે આવેલ ફાઉંટન હેડ બારમાં દશ પેટી કેશ, સુરતના ઉધના દરવાજાના નકશાઓ. સુરજના ફોટાઓ, સુરજની કારનો ફોટાઓ અને કારનો નંબર, સુરજના ટાઇમિંગની સચોટ માહિતી આપી હતી. ચોક્કસ તારીખે સમયે જ ગોળી છોડવા સુધીનો ફુલ પ્રુફ પ્લાન મુન્નાભાઇને આપવામાં આવેલ!!!

ઇકબાલ અને મુન્નાની મુલાકાત કરાવવામાં આવી. ઇકબાલે મુન્નાની ઓળખ પાકી કરી દીધી. મુન્નો એમએ થયેલ ભણેલ-ગણેલ પોલિશ્ડ ગુન્હેગાર હતો. ફકત ઇકબાલ ગોલીને કારણે એ પકડાઇ ગયો હતો. થયું એવું કે ઇકબાલે હૈદરાબાદ તરફ છ મહિના માટે અંડરગ્રાઉન્ડ થઇ જવાનું હતું. પણ તે પહેલાં જ એ પકડાઇ ગયો હતો. અને એણે વટાણા વેરી દીધા હતા અને મુન્નો મલેશિયા ન જઇ શક્યો.

ઇ. અનંતે અને એના કાબેલ સહકર્મચારીઓએ મુન્નાના રિમાંડ મેળવ્યા. મુન્નો એક સ્માર્ટ ગુન્હેગાર હતો. આજ સુધીમાં એ ફક્ત બે જ વાર પકડાયો હતો અને પુરાવાના અભો છટકી ગયો હતો. પણ આ વખતે બચવું મુશ્કેલ લાગતું હતું એને!!

ઇ. અનંતે સુરજ શાહ ખૂનકેસના શકમંદોના ફોટાઓ, વિડિયો વગેરે મુન્નાને બતાવ્યા. વારંવાર બતાવ્યા કે જેથી મુન્નો એને સુપારી આપનારને ઓળખી શકે. સુરજ ડાયમંડ્‌સના દરેક કર્મચારીઓના ફોટાઓ પણ બતાવવામાં આવ્યા. બબલુ ગુપ્તાને જાણ ન થાય એ રીતે પ્રત્યક્ષ બતાવવામાં આવ્યો.

પરંતુ, મુન્નાએ એને કદી પણ ન મળ્યાની વાર જ દોહરાવી. હરિભાઇની મુલાકાત પણ પરોક્ષ રીતે કરાવવામાં આવી. પણ મુન્નનો પોતાની વાતને વળગી જ રહ્યોઃ એમાંથી કોઇને પણ અએ મળ્યો ન્હોતો. મોહિનીના ગ્રુપના ફોટાઓ, વિડીઓ વગેરે પણ મુન્નાને બતાવવામાં આવ્યું. પણ પરિણામ શુન્ય....!! ભાનું ભણશાળી અને રમેશ બોમ્બેને પણ એ ન્હોતો....!!

સુુપારી આપનાર તો અજાણ્યો જ રહ્યો !!

પડદા પાછળ જ રહ્યો....રહસ્યમય જ રહ્યો...

ઇ.અનંતની મુઝવણ વધી. મુન્નાની ધરપકડ બાદ તો કેસ ઊકેલાવાને બદલે વધુ ગુંચવાય ગયો...!

*** *** *** ***

લંડનથી લોઇડ્‌સ ઇન્સ્યુન્સના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી કલાઇવ લોઇડ સુરત આવી ગયા હતા. હોલિડે ઇન ખાતે એ ઉતર્યા હતા. એમણે પેસ્તન પાતરાવાલા સાથે મુલાકાત કરી. કેસની ચર્ચા કરી. પેસ્તનજીએ ઇ.અનંતને ફોન કર્યો અને ત્રણેની મિટિંગ હોલિડે ઇન ખાતે યોજાઇ. કલાઇવ લોઇડે સુરજ શાહ ખૂનકેસની અતઃથી ઇતિ સુધીની માહિતી મેળવી.

વિગતો મેળવી. ચર્ચાઓ કરી. પેસ્તનજીએ સુરજ શાહના વિમાના પૈસા જલ્દી મળે એ માટે આગ્રહ રાખ્યો. મોટી રકમનો સવાલ હતો. કલાઇવ કંઇ કાચું કાપવા માંગતા ન્હોતા. ક્લાઇવે ગોળી ચલાવનાર મુન્નાભાઇ સાથે એક વાર એકાંતમાં રૂબરૂ મળવાની ખાસ વિનંતી કરી. મેજીસ્ટ્રેઇટની મંજુરી મેળવવામાં આવી. પોલિસ કમિશ્નર શ્રી કુલદીપ નાયરે પણ એમને પરવાનગી આપી.

સવારે આઠ વાગે મોર્નિંગ વોક લેવા નિકળ્યા હોય એમ મિ. કલાઇવ અઠવાગેટ પોલિસ સ્ટેશને આવી પહોંચ્યા જ્યાં મુન્નાને લાવવામાં આવેલ હતો. એકાંત માટે આગ્રહ જાળવી રાખવાને કારણે હિન્દી ટ્રાન્સલેટર મોકલવાની ઇ. અનંતની ખાસ ઇચ્છા હોવા છતાં માંડી વાળવું પડ્યું.

મિ. ક્લાઇવની તલાશી લેવામાં આવી મેટલ ડિરેક્ટરથી !! કલાઇવે મજાક પણ કરી કે, તમારા કેદીને હું કંઇ ભગાડી જવાનો નથી!! પણ મુન્નાને જો કંઇ થઇ જાય તો!! ઇ. અનંતની તો કારકિર્દી તો રોળાઇ જાયને....?!

મુન્ના સાથે ક્લાઇવની મુલાકાત કલાક કરતાં વધુ ચાલી. મુન્નો અંગ્રેજી ઘણી જ સારી રીતે સમજતો હતો અંગ્રેજીમાં એ બરાબર વાતચીત કરી શકતો હતો. વચ્ચે મિ. ક્લાઇવે ઓરડીમાંથી બહાર આ વી બે કપ કોફી મંગાવવાની વિનંતી કરી. કોફીના કપ પણ એ જાતે જ લઇને જ અંદર ગયા. કોફી પીધા પછી દસેક મિનિટમાં મિ. ક્લાઇવ હસતા હસતા બહાર આવ્યા.

‘થેંક્સ ઓફિસર!!’ ઇન્સ્પેકટર અનંત સાથે હસ્તધૂનન કરતાં ક્લાઇવ બોલ્યા, ‘’આઇ ગોટ ઇટ....!! યોર મુન્નાભાઇ ઇસ વેરી કોઓપોરેટીવ....!! આઇ નો હુ ઇસ બહાઇંડ ધ સીન....!!’

‘વ્હો....ઓ...ઓ....ટ...?’ ઇ. અનંત ચમક્યાઃ આ ધોળિયો શું બકે છે??!!

‘ઇટ વોઝ નોટ એ મર્ડર....!’

‘વ્હો...ઓ...ઓ...ટ....!’ ઇ. અનંત ગુંચવાયા, ‘વ્હોટ ડીડ યુ સે...???’

‘ય....સ....!! ધેર વોઝ એ કંડિશન ઇન લાઇફ ઇન્સ્યુરન્સ પોલિસિ!! નો મની વુલ્ડ પેઇડ ઇફ મિસ્ટર સુરજ શાહ કમિટેડ સ્યુસાઇડ....!!’

‘........................!!’ ઇ. અનંત મૌન

‘ઇટ ઇસ ક્લિચર !! ઇટ વોઝ એ સ્યુસાઇડ ઓફ મિસ્ટર સુરજ શાહ!! એ પરફેક્ટ સ્યુસાઇડ....!!’

‘વ્હો...ઓ...ઓ...ટ...! સ્યુસાઇડ?? નો....વે.....!! ઇટ ઇસ અ મર્ડર....!!! ક્લિચર કટ મર્ડર ફ્રોમ ધ પોઇન્ટ બ્લેંક શુટિંગ....!!!’

‘નો માય ડિયર ઓફિસર.....!’ કલાઇવે એમના જીન્સના પાછળના ગજવામાંથી કેટલાંક ફોટાઓ કાઢ્યા. એ સુરજ શાહના ફોટાઓ હતા. એના પર એમણે કમ્પ્યુટર ગ્રાફિક્સથી દાઢી ઉગાડી હતી, જુદી જુદી સ્ટાઇલની દાઢી. બે ફોટાઓ પર દાઢીની સાથે સાથે ગોગલ્સ પણ પહેરાવ્યા હતા. એમનો એક ફોટો એમણે ઇ. અનંતને આપ્યો, ‘મુન્ના સેઇડ ધીસ મેન મેટ હિમ એક ફાઉન્ટન હેડ બાર એન્ડ ગેવ કોન્ટ્રાકટ !!! સ્માર્ટ ગાય....!!!’

‘ઓહ...નો....!!’ ઇ. અનંત ચમક્યાઃ તો વાત આમ હતી. સુરજ શાહે પોતે જ બનાવટી દાઢી લગાવી, ગોગલ્સ પહેરી પોતાનું જ કરવા માટે સુપારી આપી હતી મુન્નાને : ઓ..હ ગોડ...!! એમણે જ બધી ફુલપ્રુફ માહિતી આપી, પોતાના જ ખૂન માટે...!! એમના સિવાય આટલી સચોટ માહિતી મુન્નાને બીજું આપી પણ કોણ શકે....!!!

- પણ શા માટે....??!!

- ફક્ત સુરજ શાહ એકલા જ જાણતા હતા કે, સુરજ ડાયમંડ્‌સનો પરપોટો કૂટી જવાનો છે!! દેવાળુ ફુકવાનું છે!! એમની ભારેનામોશી થનાર છે...!! બદનામી થવાની છે....!! બદનામી થવા કરતાં એણે મોતને વ્હાલું કર્યું!!! પણ એમાં એમણે એક ચાલ ચાલી!! પોતાનો જિંદગીનો મોટ્ટી રકમનો વીમો ઉતાર્યો!! પણ એમાં શરત હતી કે આત્મહત્યા કરે તો વીમાના પૈસા ન મળે. એમણે ગહેરી ચાલ ચાલી....!!

પોતાની આત્મહત્યાને ખૂનમાં ફેરવી નાંખવાની!! પોતાનું જ ખૂન કરવા માટે સુપારી આપી!! પોતાના મોતને પણ નફાકારક બનાવવાનું સચોટ આયોજન કર્યું. અસીમના નામે ટ્રસ્ટ બનાવી બધી જ સંપતિ એ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી. વિમાના પૈસા પણ એ ટ્રસ્ટમાં જમા થાય એવું આયોજન કરી પોતાના લાડકવાયા પુત્રનું ભવિષ્ય ન બગડે એની તકેદારી રાખી...!!

- ઓ...હ...! ઇન્સ્પેક્ટર અનંત મહેતાના ચાલાક મગજમાં ફટાફટ સમીકરણો ઊકેલાય ગયા. સુરજ શાહ સોદાગર હતા. એમાના જ મોતનો પણ સોદો કર્યો સુરજ શાહે!! મોતનો સોદાગર!!!

‘વ્હો....ટ આર યુ થિંકિંગ...ઓ...ફિ...સ...ર...??’ મિ. ક્લાઇવે ઇન્સ્પેક્ટર અનંત મહેતાના પહોળા ખભા પર બન્ને હાથો મુકી ઢંઢોળ્યા.....

(સમાપ્ત)

આયો કહાંસે ઘનશ્યામ...??

ઘનુ ઘનચક્કર બજેટ ઇન મોટેલના એ રૂમમાં દાખલ થયો ને એને લાગ્યું કે એને ઊલટી થઇ જશે!! એક ઊબકો તો આવી જ ગયો! ઊબકાનો ઉછાળો રોકી, દોડીને એ ઝડપથી બાથરૂમમાં ગયો તો પડતાં પડતાં માંડ બચ્યો. બાથરૂમની હાલત નિહાળી એને ચક્કર આવી ગયા. આખા બાથરૂમની ફરસ પર પાણી જ પાણી હતું.

-ઓ ભગવાન!! એનાંથી એક ભારેખમ નિઃસાસો નંખાય ગયો.

હજુ તો આ આજે બીજો જ રૂમ હતો. ધનુ મોટેલમાં હાઉસકિપિંગનું કામ કરતો હતો. મોટલના રૂમ સાફસુથરા કરી નવા મહેમાનો તૈયાર કરતો! બાથરૂમમાંથી એ ફરી રૂમમાં આવ્યો. જુગુપ્સિત દુર્ગંધથી રૂમ છાક મારતો હતો!

કારપેટ પર એક મસમોટો ધાબો પડ્યો હતો! કદાચ, ત્યાં કોઇએ ઊલટી કરી હતી. ખુરશી ટેબલ પર ચઢાવી દીધી હતી. દીવાલ પર જડેલ મોટા અરીસા પર લાલ લિપ્સટીક વડે બિભત્સ ચિતરામણ કરેલ હતું. અંગ્રેજીમાં ગંદી ગંદી ગાળો ચિતરેલ હતી.

-મારા બેટા આ ધોળિયાઓ...!! જેટલાં ઊજળા દેખાય બહારથી એટલાં જ મેલા અંદરથી...! નામ બડે ઓર દર્શન ખોટે....!!

ઘન્યાએ મનોમન ગાળો દીધી. એણે રૂમમાં એક નજર કરી સાફ-સવારે એને મેનેજર ફિલિક્સ વીસ રૂમના નંબરો આપી ગયો હતો. જે એણે બાર વાગ્યા પહેલાં સાફ કરીને તૈયાર કરી દેવાના હતા..!! અ...ને આ એક રૂમ સાફ કરતાં જ એના બાર વાગી જવાના હતા.

- ક્યાં આવી પડ્યો અહિં આ અમેરિકામાં....!?

દરરોજ હળ પળ સતાવતો સવાલ એના મનમાં ખદબદ્યો. ફલોર પરથી બોક્ષસ્પ્રિંગ અને મેટ્રેસ ઉંચકી એણે પલંગ પર ગોઠવી. મેેટ્રેસમાં વચ્ચોવચ મોટો ધાબો હતો. સા...એ પેશાબ કર્યો હોય એમ લાગે છે....! એણે એ ધાબો ફરી તપાસ્યો.

ને ઇંટરકોમથી મેનેજરને ફોન કરી નવી મેટ્રેસ માટે વાત કરી. બ્લેન્કેટ અને ચાદરોના ડુચા વાળી એણે એની કાર્ટ પર ફેંક્યા. રૂમની બારીઓ ખોલી નાંખી જેથી દુર્ગંધ થોડી ઓછી થાય. દીવાલ પર જડેલ મસમોટા અરીસા પર એણે નજર કરી. ચિતરામણની પાછળ સંતાયને એનું પ્રતિબિંબ એને નિહાળી રહ્યું હતું. જાણે એને કહેતું હતુંઃ ઘનું ઘનચક્કર!!

ચઢ જા બેટા શૂલી પર....! બહુ અમેરિકા અમેરિકા કરતો હતો ને.....??લે, લેતા જા....!એનું પ્રતિબિંબ જાણે એને ઓળખવાની ના પાડતું હતું.

આયનાઓએ ઓળખવાની ના પાડી છે

ન જાણે કોણે મને બુરી નજર લગાડી છે.

કઇ રીતે બુઝાવું હું આ આગ કોઇ તો કહો

જે ખુદ મેં જ મારા જીવનમાં લગાડી છે.

ઘનુ ઘનચક્કરને ઘણા વખત પહેલાં ક્યાંક વાંચેલ ગઝલના શેર યાદ આવી ગયા. કેટલો બદલાય ગયો હતો એ આટલા દશ-બાર વરસોમાં!!

ઘનુને રડવાનું મન થઇ આવ્યું. આંખમાં તરી આવેલ ભીનાશને ખાળી એણે અરીસા પર વિંડેક્ષનો સ્પ્રે કર્યો. આવા તો કેટલાંય આસુંઅઓના સરવરિયા એણે સંતાડ્યા હતા એની સ્વપ્નિલ આંખોમાં કે જેનાં સરોવરના સરોવર અએ છલકાવી શક્યો હોત....!

- આવડો મોટ્ટો અરીસો આ દીવાલ પર લગાવવાની શી જરૂર હશે?

અરીસા પર પેપર નેપકિનના રોલમાંથી થોડાં નેપકિન અલગ કરી એણે ગંદી ચિતરામણો સાફ કરવાની શરૂઆત કરી. પરંતુ, એ એમ જલ્દી સાફ થાય એમ લાગતું ન્હોતું. એ સાફ કરતાં એનો દમ નીકળી ગયો. ટેબલ પર વ્હિસ્કીની ખાલી બાટલી અને એક સિરિંજ પડી હતીઃ મારા બેટા ચરસીઓ...!! ઘનુ મનોમન સતત ગાળો દેતો હતો.

કારપેટ પર પડેલ ધાભા પર એણે કારપેટ ક્લિનરનો ઘણો સ્પ્રે કર્યો. પછી હાથ મોજાં પહેરી એ ધાબાને સાફ કર્યો. મેનેજરે નવી મેટ્રેસ મોકલી હતી તે પલંગ પર વ્યવસ્થિત ગોઠવી. નવી ચાદરો પાથરી, બ્લેંકેટ બિછાવી પલંગ તૈયાર કર્યો.

મોપથી બાથરૂમનના ફ્લોર પરથી પાણી સાફ કરી બાથટબ, કમોડ સાફ કરી નવા સાબુ-શેમ્પુ અને ટુવાલનો સેટ વ્યવસ્થિત મુક્યા અને બાથરૂમમાં ડિઓડરંટનો સ્પ્રે કરી બાથરૂમ બંધ કર્યો.

આખા રૂમમાં વેક્યુમ ફેરવી એની ટેવ મુજબ છેક છેલ્લે એ ડસ્ટબીન પાસે આવ્યો અને તેમાંથી કચરો બહાર કાઢ્યો. થોડાં કાગળિયા હતા. ચિપ્સની એક ખાલી બેગ હતી એ...ને લોટરીની એક ટિકિટ હતી. કંઇક વિચારી લોટરીની ટિકિટ એણે એના જીન્સના પાછલા ગજવામાં ખોસી! અન્ય કચરો ગાર્બેજ બેગમાં ભરી રૂમમાં એક નજર દોડાવી દરવાજો બંધ કરતાં પહેલાં ફરી ડિઓડરંટનો સ્પ્રે કર્યો અને જરા જોરથી દરવાજો બંધ કર્યો.

- આપણા દરેક રૂમ દર વખતે એકદમ સાફ-સુથરા હોવા જોઇએ! એકદમ નવા જેવા! મારે કસ્ટમરની કોઇ ફરિયાદ આવવી ન જોઇએ. મેનેજર ફિલિક્સ રોજ એને એકની એક સુચના આપતો હતો. સનીભાઇ ફિલિક્સનું જ સાંભળતા. સનીભાઇ...

.સુનિલ શાહ.... મોટેલના માલિક હતા. દેશી હતા. પણ મેનેજર એમણે ધોળિયા જ રાખ્યા હતા. ડેસ્ક ક્લાર્ક પણ મોટે ભાગે ધોળિયા જ!! એ કહેતા કે, ડેસ્ક ક્લાર્ક દેશી હોય તો કસ્ટમર ઓછા આવે...!! દેશી તો અંદર જ સારા....હાઉસકિપિંગ માટે....!!

- આપણા જ માણસો આપણું શોષણ કરે....!!

બપોરે બે વાગ્યે ઘનું એના રૂમ પર આવ્યો ત્યારે થાકીને લોથપોથ થઇ ગયો હતો. મોટેલના મકાન એક ખુણામાં સનીભાઇએ એક રૂમ એને ફાળવી આપ્યો હતો. જે એનું ઘર હતું છેલ્લાં થોડાંક વરસોથી. રૂમમાાં રાખેલ નાનકડું રેફ્રિજરેટર ખોલી ગઇ કાલે લાવેલ પિઝાની સ્લાઇસ ઇલિક્ટ્રિક ઓવનમાં ગરમ કરવા મુકી. એ ઓવન પણ હવે તો બરાબર કામ કરતું ન્હોતું. એ બરાબર ગરમ થયું કે નહિં એ તપાસી જોયું. પેટમાં બિલાડા બોલતા હતા. માથું ભારે થઇ ગયું હતું.

-શું કામ હતું અહિં આમ દુઃખી થવા આવવાનું!?

એને મનોમન વાતો કરવાની ટેવ પડી ગઇ હતી. સાવ એકલો થઇ ગયો હત ઘનું. એની સાથે જો કોઇ હતું તો એક એનું મન કે જે હંમેશ એને ટપારતું રહેતું!! ઠપકો આપતું રહેતું.

પિઝા ગરમ થાય ત્યાં સુધીમાં શાવર લેવાઇ જશે એમ વિચારી એ બાથરૂમમાં ભરાયો. ગરમ હુંકાળા પાણીના ફુવારા નીચે સાવ નિર્લેપતાથી એણે એના શરીરને ભીંજાવા દીધું... પણ અંદરથી એ સાવ કોરો હતો...એની લાગણીઓ કોરી હતી..

..માંગણીઓ કોરી હતી! ક્યાં સુધી એ શાવર લેતો રહ્યો. બાથરૂમની બહાર આવ્યો ત્યારે એને એકદમ પિઝા યાદ આવી ગયા. ટુવાલ સહિત એ દોડીને ઓવન પાસે ગયો. પિઝાનો એ ટુકડો બળી ગયો હતો. જલ્દી જલ્દી ટ્રેમાંથી એ ટુકડો લેતાં એ દાઝયો.

-ઓ....પ્રભુ....!!

દીવાલ પર લટકતાં કેલેંડરમાં સ્વામીબાપજી મરકતા હતા. એમના તરફ ઘનુથી રોષભાવે જોવાય ગયું.

-આ બધું આપના પ્રતાપે....બા...પ...જી!!!

પ્રમુખસ્વામીજીના ફોટા સાથે એ વાતો કરવા લાગ્યો.

-આપ આમ શું જોયા રાખો છો....??

-ક્યાં વહી ગયા આપના આશીર્વચનો....!?

પિઝાના ટુકડાનો બચી ગયેલ ભાગ આરોઘી ઉપર એક કેમ પેપ્સીનું પી એ પલંગ પર આડો પડ્યો. ક્યારે આંખો મિંચાય ગઇ એ જાણ પણ ન થઇ અને એ પહોંચી ગયો બીજી જ દુનિયામાં...

જય સ્વામીનારાયણ....નારાયણ...નારાયણ...નારાયણ....જય સ્વામીનારાયણ....!!!

એને અવાજો સંભળાવા લાગ્યા. ધૂનો ગુંજવા લાગી... એ પહોૅચી ગયો હતો ઉત્તરસંડા...!! સ્વામિનારાયણ સત્સંગ સભા થતી. સ્વામીનારાયણ મંદિરમાં. સાધુ-સંતો આવતા. ઉપદેશો આપતા. સ્વામિનારાયણ પ્રભુનો મહિમા સમજાવતા. ને સુખડી કે ક્યારેક મહાપ્રસાદી રૂપે ભોજન કરી સહુ છુટા પડતા. ઘનુએ આ સત્સંગ સભામાં જવા માંડ્યું. એથી એના માતા-પિતાને પહેલાં તો થોડી નવાઇ લાગી. ઘનું એમનું એકનો એક સંતાન હતો.

ઘનશ્યામ પિતા ચતુરભાઇ કહ્યું, ‘હવે તો તું બીએ પણ થઇ ગયો. નોકરી કંઇ એમ મળવાની નથી. એનાં કરતાં તો તું દુકાને આવીને બેસ તો મને પણ થોડી રાહત રહે.’

ચતુરભાઇની બીડીની દુકાન હતી અને એની સાથે સાથે જ બીડી બનાવવાનું નાનકડું કારખાનું હતું. ચતુર બકોર છાપ બીડીની ખેડા અને આજુબાજુના જીલ્લાઓમાં ભારે માંગ રહેતી. સિઝનમાં ચતુરભાઇ જથ્થાંધ તમાકુ ખરીદી લેતા. ટીમરૂના પાન જંગલ ખાતાની હરાજીમાં જઇ ખરીદતા. એમનો બીડીનો ધંધો દિનપ્રતિદિન વધતો જતો હતો. એમને મદદની ખાસ જરૂર હતી.

પરંતુ, ઘનુને એ ધંધામાં જરાય રસ ન્હોતો. ક્યાં આખી જિંદગી તમાકુની ગંધ સહેવી ?! ખેતરે ફરી જોઇ સુંઘી તપાસી તમાકુ ખરીદવો...!! ક્યાં એનો ભુકો કરવો અને એના પર મોલાસિસ-ગોળ અને પોશડોડાંનું પાણી છાંટી બીડી માટે કસદાર તમાકુ બનાવવો...!! પિતા બહુ દબાણ કરતાં ત્યારે એ કોક વાર દુકાને-કારખાને જતો....!

પરતું એનું મન બેચેન બની જતું. તમાકુની ગંધ એનાથી સહન ન થતી. ઘનુને લાગતું કે એના નસીબમાં તો પરદેશ જવાનું જ લખાયું છે!! ગમે તેમ કરીને બસ એક વાર અમેરિકા પહોંચવું જોઇએ....!! અમેરિકા પહોંચી જઇએ તો પછી બસ જલસા જ જલસા....!!

-પણ અમેરિકા જવું કઇ રીતે

-એમ તો ઘણા રસ્તા હતા અમેરિકા જવા માટે...!

-કોઇ છોકરી સાથે...અમેરિકન સિટિઝન કે ગ્રિન કાર્ડ હોલ્ડર છોકરી સાથે લગ્ન કરીને...!!

-પરંતુ એ રસ્તો ઘનુ માટે નકામો હતો. કારણકે, અમેરિકાથી આવતી છોકરીઓ ડોક્ટર, એંજીનિયર, સોફ્ટવેર-કમ્પ્યુટર નિષ્ણાત કે પછી ફાર્માસિસ્ટ શોધતી...ને પછી જ પરણતી...! ભલેને એ દેશથી ગયેલ હોય અને દશમી ફેઇલ હોય...!!

ઘનુ તો બાપડો બીએ થયેલ....!! બીએ વિથ ઇંગ્લિશ...!! અને ઇંગ્લિશ તો અમેરિકામાં બાળક જન્મે ત્યારથી જ બોલે...!!

-બીજો રસ્તો હતો અમેરિકામાં એને કોઇ નોકરી આપે...!એચ-૧ વિઝા!! પણ એના માટે પણ કોઇ ઊચ્ચ ડિગ્રી જોઇએ....!! એનું એવું કોઇ ભણતર ન્હોતું કે એેને એચ-૧ વિઝા મળે....!!

-એનો એક મિત્ર કાંતિ અમેરિકા પહોંચી ગયો હતો!! એક અજીબ રસ્તે...! એ એક ગરબા મંડળમાં ગરબા ગવડાવતો હતો...! એનો અવાજ મધુરો હતો અને થોડું શાસ્ત્રિય સંગીત પણ જાણતો હતો. એ એક ઓરક્રેસ્ટામાં જોડાયો હતો....નવરંગ ઓરક્રેસ્ટા.....!! અમેરિકા નવરાત્રિમાં ગરબાના પ્રોગામો લઇને એઓ ગયા હતા ને મારો બેટો કાં...તિ ત્યાં જ રહી પડ્યો હતો...!! કાંતિ કબુતર બની ઊડી ગયો હતો અમેરિકા....!

! આજની ઘડી ને કાલનો દી....!!! ચાર વરસ થઇ ગયા હતા. કાંતિ અમેરિકાથી પાછો ન આવ્યો...મજા પડી ગઇ હશે મારા બેટાને....!! પણ ઘનુને તો ન ગરબા આવડતા હતા કે ન શાસ્ત્રિય સંગીત....!!

-બીજો રસ્તો હતો. એમાં થોડું જોખમ હતું. ટ્રાવેલ એજંટને પંદર-વીસ લાખ રૂપિયા આપતા એ મેક્સિકો કે બીજે કશે લઇ જતો અને પછી રાત્રે અમેરિકાથી બોર્ડર પાર કરાવી દેતો. એક વાર અમેરિકા ગરી ગાય પછી તમે છુટ્ટા અને એજંટ પણ છુટ્ટો!!! પણ પંદર-વીસ લાખ કાઢવા ક્યાંથી...! ચતુરભાઇ એટલા પૈસા આપવા રાજી ન્હોતા. એમણે તો ઘનશ્યામને ધંધામં જોતરી દેવો હતો...! જામેલો ધંધો હતો....! ચાલુ ગાડીએ બેસી જવાનું હતું.

-પણ ઘનુ એમ કંઇ માને...??

-એક ઝનુન સવાર થયું હતું એના મગજ પર....ગમેતેમ કરી બસ અમેરિકા જવાનું..!!!

બાપુજી દબાણ કરતા હતા ધંધામાં જોડાવા માટે....! માતા શાંતાબેન પણ સમજાવતા હતા. પણ એઓને કોણ સમજાવે કે ઘનુના ઇરાદા શું હતા....!!!

એટલામાં આશાનું આછું આછું એક કિરણ દેખાયું ઘનુને...!! એ કિરણનો માર્ગ પકડી રાખતાં અમેરિકાનો દરવાજો ખુલવાની એક તક હતી....ખુલ જા સિમસિમ....!! પરંતુ એમાં ખુબ જ સાવચેતી રાખવી પડે એમ હતી. કોઇને જરાય એના ઇરાદાની જાણ થવી ન જોઇએ....! નહિતર સિમસિમમા દરવાજા સદાને માટે વસાય જાય...!!

-એ મારગ હતો હરીનો મારગ!!

-કહેવાયું છે ને કે હરિનો મારગ છે શૂરાનો નહિં કાયરનું કામ જોને....!!

-ના, ઘનુ ઘનચક્કર કાયર ન્હોતો....!!

ઘનુએ જવા માંડ્યું સત્સંગ સભાઓમાં....!! પ્રાર્થના કરવા માંડી ભગવાન સ્વામીનારાયણની....!! સેવા કરવા માંડી સાધુઓની....સ્વામીઓની...સંતોની....!!

-જય સ્વામીનારાયણ...નારાયણ... નારાયણ...નારાયણ... જય સ્વામીનારાય....!!!

કંઠી પહેરી લીધી. માથે તિલક લગાવવા માંડ્યું....વાળ ટુકાવી નાંખ્યા. એનો મોટા ભાગનો સમય મંદિરમાં પસાર થવા લાગ્યો. એણે શિક્ષાપત્રીનું પઠન કરવા માંડ્યું. વચનામૃતનું પાન કરવા માંડ્યું. વહેલી સવારે...મળસ્કે...મળસ્કે એ ઉઠી જતો....!! કિર્તન-આરાધનામાં જવા લાગ્યો....સત્સંગી બની ગયો....!!

અ...ને એક શુભમુર્હતમાં ભગવા પહેરી લીધા એણે...!! થઇ ગયો એ સાધુ ઘનશ્યામદાસ....!! ગુરુ હરિચરણદાસનો શિષ્ય બની ગયો...!! આ પહેલું કદમ હતું એનું અમેરિકા જવા માટેનું...!! ચતુરભાઇએ બહુ રોક્યો...માતા શાંતાબેન તો રડી રડીને કરગરીને રહી ગયા....!!!

ઘનુ....ઘનશ્યામ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સમર્પિત થઇ ગયો...!! ભગવા રંગે રંગાય ગયો...!!એણે ગૃહત્યાગ કર્યો...!! હરિને મારગે હાલી નીકળ્યો ઘનુ ઘનચક્કર ઘનશ્યામદાસ બનીને....!!

ગામેગામ ફરવા લાગ્યો એ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રચાર માટે....પ્રસાર માટે...!! ગ્રામસભાઓ, ગૃહસભાઓ ગજાવવા માંડી સાધુ ઘનશ્યામદાસજીએ!! ગુરુકુલમાં પ્રવચનો આપવા માંડ્યા...સ્વામીનારાયણ ભગવાનની જય હો... જય હો...જય હો....!! જય જય જય સ્વામીનારાયણ.... નારાયણ....નારાયણ..!!!

અંગ્રેજીમાં તો એ પાવરધો હતો જ. સેવા એ મનતી કરતો ગુરુની. ગુરુ વિના જ્ઞાન નહિં ! ગુર ુને પ્રસન્ન રાખવાના હતા. પ્રમુખ સ્વામીજી મહારાજ સાથે ગુરુ હરિચરણદાસજીને સીધા સબંધો હતા. એમના ુપ્રિય હતા એ...! અને એમને પ્રિય હતા સાધુ ઘનશ્યામદાસ!! પ્રમુખસ્વામી મહારાજને સ્વામીનારાયણ મંદિરો બાંધવાનું મહાત્મય સમજાયું હતું....!!

દેશ દેશાવરમાં....! એક ઝુંબેશ ઉપાડી હતી એમણે....!! દુનાયામાં એક આધ્યાત્મિક ચળવળ શરૂ કરી હતી એમણે....!! આધ્યાત્મિક આંદોલનના પ્રણેતા હતા એ...!!

....અને એ આંદોલનની એક લહેરના રૂપમાં દરખાસ્ત આવી હ્યુસ્ટન ટેક્સાસથી....!! અને ત્યાં આલિશાન સ્વામીનારાયણ મંદિર બાંધવા માટે જગ્યા લેવાઇ ગઇ હતી....વિશાળ, વિસથી પચ્ચીસ એકરમાં પચ્ચીસ હજાર સ્કવેરફુટનું અસલી ઇટાલિયન આરસપહાણનું પંચશિખરી સ્વામીનારાયણ મંદિર બનવાનું હતું. આ એક તક હતી સાધુ ઘનશ્યામદાસજી માટે અમેરિકા જવા માટેની....!!

‘બાપજી...!’ ગુરુના ચરણ દબાવતા દબાવતા સાધુ ઘનશ્યામજીએ કહ્યું, ‘દાદા સ્વામીએ હ્યુસ્ટન મંદિર માટે મોટે પાયે ઝુંબેશ ઉપાડી છે....!’

‘દાદા સ્વામી તો દિવ્ય પુરુષ છે...!! દિવ્યચક્ષુ છે....!! દીર્ઘદુષ્ટા છે એઓ....!! બહુ આગળાનું નિહાળી રહ્યા છે કે જ્યાં મારા-તારા જેવા પામર માનવની દુષ્ટિ પણ ન પહોંચે ત્યાનું નિહાળે છે એઓ....!!’ ગુરુજએ ગૌરવથી સહેજ અટકીને કહ્યું, ‘પરદેશમાં જ્યારે સંસ્કૃતિનો દુષ્કાળ પડશે...પશ્ચિમમાં વિકૃતિ માઝા મુકશે...

વિકારનો થશે...ત્યારે સહુ ધર્મને શરણે આવશે..!! અને ત્યારે સ્વામીનારાયણ સંપ્રદાયનો વ્યાપ વધશે..!! એક સ્પિરિચ્યુલ રિવોલ્યુશન થશે....!! આધ્યાત્મિક ક્રાંતિ થશે....!! દેશદેશાવર ભગવાન સ્વામીનારાયણની જય જય થશે...!! ગુણાતિતાનંદ સ્વામીને યાદ કરાશે...!! અક્ષરબ્રહ્મનો વ્યાપ થશે...!!

જે રીતે ભગતજી મહારાજે દેશમાં ગામેગામ ફરીને અક્ષર પુરુષોત્તમ જ પરબ્રહ્મ છે ની ચળવળ ઉપાડી હતી અને શાસ્ત્રીજી મહારાજે જે રીતે બોચાસણવાસી અક્ષર પુરશોત્તમ સ્વામીનારાયણ સંસ્થાનો દેશમાં પાયો નાંખ્યો એ રીતે યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામીજીએ દુનિયાભરમાં બોચાસણવાસી અક્ષર પુરશોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસારની મહાઝુંબેશ ઉપાડી છે...!! બહુ દિર્ઘ દ્રષ્ટા છે બાપજી તો....!!’

ઘનશ્યામદાસજીએ ગુરુચરણને વંદન કરતા કહ્યું. ‘મહારાજ! મારે આપના આશિર્વાદ જોઇએ છે. આપના અને બાપજીના....!!’ ઘનશ્યામદાસજી સહજ અટક્યા. ગુરુ સાશ્ચર્ય એમના તરફ જોતા હતા. ‘આપની પ્રાંગણમાં...પાયામાં!’

‘ઘનશ્યામ...!! ઘનશ્યામ.....!! તો પછી મારી સેવા કોણ કરશે!?’ ગુરુ હરિચરણદાસજીએ ઘનશ્યામદાસના બોડાં માથા પર પ્રેમથી હાથ પસવારતા કહ્યું, ‘ભક્તિ તો અહિં પણ થાય...!!’

‘બાપજી ક્ષમા કરશો મને...!!’ થુંક ગળી ઘનશ્યામદાસજીએ કહ્યું, ‘જો હું વધુ બોલતો હોઉં તો...!! પણ મારે મારા અંગ્રેજીના જ્ઞાનનો સદુપયોગ કરવો છે. એ પશ્ચિમિ અંગ્રેજી સંસ્કૃતિ ધરવતા દેશમાં....!! ત્યાંની કુમળી ઉછરતી પેઢીને એમની ભાષામાં જ સ્વામીનારાયણ સંપ્રદાયનું મહાત્મય સમજાવવું છે અંગ્રેજીમાં!! જ્ઞાનયજ્ઞની સાથે સાથે શ્રમયજ્ઞ પણ કરવો છે...જો આપના આશિર્વચનો મળે તો...!!’

‘અતિ ઉત્તમ છે તારા વિચારો....!!’ હસીને ગુરુજીએ કહ્યું. એઓ એના તરફ પ્રેમથી જોતા રહ્યા. જાણે એને નાણી રહ્યા ન હોય! સાધુ ઘનશ્યામદાસનું ધર્મનું જ્ઞાન, નમ્રતા, તપસ્યા, એની સેવાભાવના અને એની સંમોહક વકૃત્વશક્તિથી એઓ પરિચિત હતા. એનો પ્રવાસ જરૂર સંપ્રદાયને ઉપયોગી થશે એમ એમણે વિચારી કહ્યું, ‘વત્સ..., તારા પાસપોર્ટ માટે હું ભગવાનજીને વાત કરીશ....!!’

ભગવાનજીભાઇ સંસારી સત્સંગી હતી કે જેઓ સંપ્રદાય માટે પાસપોર્ટ, વિસા, ઇમિગ્રેશનનું કામ સેવાભાવથી કરતા હતા. પછી તો સાધુ ઘનશ્યામજીનો પાસપોર્ટ ફટાફટ તૈયાર થયો. દશ સાધુ અને બે ગુરુસ્વામીઓના ગ્રુપ વિસા માટે અમેરિકન કોન્સ્યુલેટને અરજી કરવામાં આવી. સ્વામીનારાયણ સંપ્રદાયનું નામ હતું. પ્રમુખસ્વામીજીના આશિર્વાદ તો સાથે જ હતા ને.... ઘનશ્યામદાસજીને પણ વિસા મળી ગયા અમેરિકાન!! એક વરસ માટે....!! સમુહ અને ગુરુજી સાથે સાથે ઘનશ્યામદાસજી પણ આવી પહોંચ્યા હ્યુસ્ટન....!!

ઘનશ્યામદાસદજી તો અમેરિકાની વિશાળતા જોઇને દંગ જ રહી ગયા. પહોળા સાફસુથરા રસ્તાઓ પવનવેગે દોડતી કારોની હારો....મોટાં મોટાં બગીચા ધરાવતા મહેલ જેવાં બંગલાઓ...!! ગોરી-ચિકણી ત્વચા ધરાવતી લલનાઓ....!! જય સ્વામીનારાયણ!!

ઘનશ્યામદાસજી પોતાના પ્રથમ ધ્યેયમાં સફળ થઇ ગયા હતા. કોઇને જરાય શક ન આવવો જોઇએ.....!! શક ન પડવો જોઇએ....!! હવે દરેક કદમ સાચવી સાચવીને મુકવાનું હતું. કાચની સપાટી પર ચાલવા જે રીતે કદમ મુકવું પડે એમ....!!

મંદિર બાંધવાનું કામ પુરજોશમાં ચાલુ થઇ ગયું હતું. મંદિરની નજીક જ એમનો ઉતારો હતો. ઘનશ્યામદાસજી સવારે વહેલા ઉઠી જતાં. સેવા-આરાધના પછી એઓ વિક ડેઇઝમાં શ્રમયજ્ઞ કરતાં. પથ્થરો ઉંચકતા...!! રેતી ધોતા...!!

દેશથી આવેલા કારીગરોને મદદ કરતા ને વિકએંડમાં સત્સંગીઓના ટોળાં આવતા. એમના સંતાનોને અંગ્રેજીમાં સ્વામીનારાયણ સંપ્રદાયનું જ્ઞાન આપતા. સત્સંગીઓ સ્વામી-સાધુઓને અહોભાવથી નિહાળી રહેતા. અઓને ઘરે પધરાવતા. ગૃહ સત્સંગ થતો. ધર્મનુ-સંપ્રદાયનું મહાત્મય સમજાવવા, પ્રચાર કરવા પ્રવાસો થતા. ઓસ્ટિન....ડલાસ..

..તો એક વાર ટેનેસી અને ન્યુ જર્સી પણ ગુરુજી સાથે જઇ આવ્યા ઘનશ્યામદાસજી!! ધીરે ધીરે અઓ સંપર્કો વધારતા હતા. ટેલિફોન નંબરો મેળવતા હતા. પછી તો સમય મળ્યે એ નંબરો ડાયલ કરવા માંડ્યા!! વાતો થતી....!

પણ એમનાથી કહેવાય કઇ રીતે કે એઓ શા માટે આવ્યા છે અહિં અમેરિકા....!! વળી દરેક સાધુના પાસપોર્ટ હતા ગુરુજી પાસે....!એ મેળવવા કઇ રીતે....!! સમય તો સરકી રહ્યો હતો હાથમાંથી સરી જતી રેતી કરતાં પણ વધુ ઝડપે!! હવે ધર્મનો....સંપ્રદાયનો ભાર લાગવા માંડ્યો હતો...! ભગવા પહેરવા સહેલાં હતા પણ આમ ઉતારવા કઇ રીતે....! દિક્ષાની એક પુરી પ્રક્રિયા હતી....!! પણ સંસારી બનવાની કોઇ પધ્ધતિ ન્હોતી....!!

ભારત પાછા આવવાની તારીખ નજીક આવી રહી હતી. સાધુ ઘનશ્યામદાસજીની મુંઝવણ વધી રહી હતી....!! એક-બે સત્સંગીઓ સાથે સારો મનમેળાપ થઇ ગયો હતો. એમના લિકર સ્ટોર હતા. ગેસ સ્ટેશનો હતા. ગ્રોસરી સ્ટોર હતા.... પણ એ બધા હ્યુસ્ટનની આજુબાજુ રહેતા હતા અને ભગવા ઉતાર્યા પછી તો હ્યુસ્ટનની આજુબાજુ તો રહેવાય જ નહિ.....!!

-તો પછી....

સાધુ ઘનશ્યામદાસજી ભારે વિમાસણમાં હતા....કિનારે આવીને વહાણ ડૂબી ન જાય તે જોવાનું હતું. એઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા હતા તે ધ્યેય આટલી આકરી તપસ્યા બાદ મેળવ્યું હતું એ ખોઇ નાંખવાનો ડર લાગવા માંડ્યો હતો એમને....! ધરમ પ્રત્યે એમને લગાવ હતો પણ ધરમ કરતાં ધ્યેય મહાન હતો. એ ધ્યેય હતો અમેરિકા ટકી જવાનો!!

એક વિકએંડમાં ગુરુજી કેલિફોર્નિયા ગયા હતા ધર્મસભામાં. ત્યારે એ રાત્રીએ ઘનશ્યામદાસજીએ ગુરુના ઓરડામાં તપાસ કરી પાસુપોર્ટ માટે....આખો ઓરડો ખુંદી નાંખ્યો પણ પાસપોર્ટ ન મળ્યો એ ન જ મળ્યો....!!

-હવે....?? એ ડોલસા પાસે પાસપોર્ટ માંગવો કઇ રીતે....??

ઘનશ્યામદાસજીના વિચારો બદલાય રહ્યા હતા...!! જો એની પાસે પાસપોર્ટ માંગે તો એને શક તો પડવાનો જ!! અનેપછી તો નજર બંધી લાગી જાય ઘનશ્યામદાસજી પર!! નિંયત્રણો લદાઇ જાય....!!

-ઓ પ્ર....ભુ.....!! તું કોઇ રસ્તો બતાવ....!!

પણ પ્રભુજીએ તો કોઇ રસ્તો ન બતાવ્યો તે ન જ બતાવ્યો....!!

દિવસો ઓછા થઇ રહ્યા હતા...!! સંપ્રદાયના માણસો બદલાવાવા હતા....!! નવા સાધુ-સંતો દેશથી આવવાના હતા....!! મંદિરના કારીગરો આવવાના હતા. એની તૈયારી ચાલુ થઇ ગઇ. સ્વામી બાપા કહેતા કે બધું આયોજન મુજબ જ થવું જોઇએ....!! કંઇ પણ કાયદાની મર્યાદાની બહાર જઇને કરવાનું ન્હોતું....!! વળવા પ્રવાસની તૈયારી શરૂ થઇ ગઇ હતી....!! અ....ને....સાધુ ઘનશ્યામદાસજી તો પાછા વળવા માંગતા ન્હોતા. એમના પામર મનની મુંઝવણ વધતી જતી હતી....!!

અ....ને....

એક રાત્રે જ્યારે સહુ પોઢી ગયા હતા ત્યારે.... સાધુ ઘનશ્યામદાસજીએ ભગવા ત્યાગ્યા...!! અએક ભક્તમિત્ર પાસે મંગાવી રાખેલ જીન્સ-ટી શર્ટ પહેરી લીધાં...!! છેલ્લાં થોડાંક સમયથી દાન-પેટીનો હવાલો એમની પાસે હતો એટલે દાન માટે મળતી રકમમાંથી થોડાં ડોલર એમણે અલગ રાખવા માંડેલ એટલે સાથે સત્તરસો ડોલર હતા રોકડા....!! બસ એ જ મુડી હતી...!!

બંધાઇ જવા આવેલ મંદિરની એક છેલ્લી પરિક્રમા કરી ઝડપથી એ મધ્યરાત્રીએ સાધુ ઘનશ્યામદાસજીએ ફરી ઘનશ્યામ...ઘનુ ઘનચક્કર બનવા મહાભિનિષ્ક્રમણ કર્યું!! ભગવાન બુધ્ધના મહાભિનિષ્ક્રમણ કરતાં અવળું ભિનિષ્ક્રમણ!! સાધુત્વથી સંસારી બનવાનું.....!!

એક સાવ નવી જ દુનિયામાં કદમ માંડવાનું...!! પોતાના ધ્યેયને હાંસલ કરવાનું....!! બાપજી કહેતા ને કે મનને મારીને જીવે એ જીવતર ન કહેવાય!!

બે માઇલ દુર બસ ડીપો હતો...ત્યાં ગ્રેહાઉન્ડ બસ સર્વિસની બસ ઉભી જ હતી..ઘનુ ઘનચક્કર બેસી ગયો એ બસમાં. એ પણ જાણ ન હતી એને કે એ બસ ક્યાં જઇ રહી છે!! એ બસ જતી હતી ન્યુ જર્સી!! હ્યુસ્ટનથી ખાસે દુ....ર...!! બસ દોડવા માંડી આલ્સફાટના લીસા સપાટ રસ્તા પર....!! ઘનુનું દિલ ધડકતું હતું...!! શું થશે...???

ન મારી કોઇ મંઝિલ, ન કોઇ રસ્તો

નથી શખ્સ કોઇ હવે મને ઓળખતો.

બસ નીકલી પડોય છું હું અહિં ક્યાંક

કોણ જાણે કેવો હશે જિંદગીનો તખતો!

સંતનો અંચળો ઉતરી જતાં એનામાં જીવી રહેલ કવિ જાગી ગયો. ઘનુના મનની દશા ડામાડોળ હતી. રસ્તામાં બસ કોઇક જગ્યાએ ઉભી રહી. એણે બહાર નજર કરી...સામે જ ‘બજેટ ઇન’ મોટેલનું બોર્ડ જોયું.... ડ્રાયવરને કહી એ ઉતરી પડ્યો. ગામના નામની ય ખબર ન્હોતી અને હોય તો ય શું ફરક પડવાનો હતો અને એની જિંદગીમાં!!??

બસની બહારનીકળી કોલ્ડ ડ્રિંકના સ્ટોલ પર એણે શહેરનું નામ પુછ્યું. તો એ હતું રૉનક....!! વર્જિનિયા સ્ટેટમાં આવેલ....!! રળિયામણુ રૉનક....!!

મોટેલના ડેસ્ક પર બુલેટપ્રુફ કાચની પાછળ એક ક્લર્ક ઊંઘરેટો ઊંઘરેટો બેઠો હતો.

‘આઇ નીડ વન રૂમ...!!’ ઘનુ ઘનચક્કરે ક્લર્ક તરફ નિહાળી કહ્યું, ‘ગુજરાતી લાગો છો...!?’

‘હા....!’ સહેજ ચિઢાઇને એ બોલ્યો, ‘કેટલા દિવસ માટે રોકાવું છે...?’

‘જિંદગીભર..!!’ ઘનુએ સહજ હસીને કહ્યું, ‘ક્યાંક કામ મળી જાય તો...!!’

‘કા....મ....?? વ્હોટ ડુ યુ મિન.....!’

‘કા...મ એટલે કા...મ...!! યુ નો વર્ક....!! આઇ એમ લુકિંગ ફોર વર્ક....!!’ ઘનશ્યામે હસીને કહ્યું.

‘ક....દા...ચ..વળી પણ જાય....!! હું પણ તમારા જેવો જ છું!! આઇ એમ ઓલ્સો એ વર્કર....!! નોકર છું!! બે દિવસ પછી સનીભાઇ આવશે ! સુનિલ શાહ....! સહુ એમને સનીભાઇ કહે છે. મોટેલ એમની છે. એમની સાથે વાત કરવી પડશે....!!’

‘બે દિવસ સુધી રૂમ મળશે....?!’

‘મળે, પણ એક દિવસના એંસી ડોલર..!! પણ તમે આપણા વાલા છો એટલે સાંઠ લઇશ....!!’

ઘનુ ઘનચક્કર તો રોકાય ગયો....!!

બે દિવસ પછી સનીભાઇ આવ્યા. ડરતો ડરતો એ સનીભાઇને મળ્યો.

‘હો....., તો તમને કા...મ જોઇએ છે...!’ સનીભાઇ પચાસેક વરસના, બટકા, ટાલિયા સહેજ ફાંદ વાળા ખંધા માણસ હતા.

‘જો....મોટેલમાં...!’

‘પેપર છે....??’

‘..............!!’ ઘનશ્યામ મૌન.

‘...તો...ઓ...ઓ...પેપર નથી...!!’ ઊંડો શ્વાસ લઇ સનીભાઇ બોલ્યા, ‘બરાબરને....?? સોરી...!! હું ઇલિગલ કંઇ કરતો નથી!! નોટ ફોર દેશીસ....! નો....વે...., દેશી માટે તો નહિ જ....!!’

‘પ્લિ...ઇ...ઇ...સ....!! આઇ વીલ નોટ ગીવ યુ ચાંસ ફોર એની કમ્પલેઇન.....!!’ ઘનુએ વિનંતી કરતા કહ્યું, ‘અહિં મારૂં કોઇ જ નથી...!! આ તો આપણા દેશી ભાઇને ડેસ્ક પર બેઠેલાં જોઇ રોકાય ગયો. ને એમણે આપને મળવાનું કહ્યું....!!’

‘પ....ણ....!!’

‘પ્લિ...ઇ...ઇ...સ...!!’ ગળગળા થઇ ઘનુ ઘનચક્કરે સનીભાઇના હાથ પકડી લીધાં, ‘બસ, થોડો સમય...! મહિનો બે મહિના....કામ આપી દો....!! પછી હું મારૂં ફોડી લઇશ....!!’

‘ચરોતરના લાગો છો....?’

‘હા....!’

‘ચરોતરનું પા...ણી...!’ સનીભાઇ એમની ટેવ મુજબ શ્વાસ લેવા માટે રોકાયા....સેલ ફોન પર કોઇ સાથે થોડી વાતો કરી. પછી કહ્યું, ‘ઓ...ઓ...કે...!! આઇ ડોંટ વોંટ એની કમ્પલેઇન...! ડુ યુ અન્ડરસ્ટેન્ડ...?! અધરવાઇજ આઇ વિલ કિક યુ આઇટ ઇમિડિએટલી....!!’

‘ય...સ....સર....!!’ ઘનશ્યામે આભારપુર્વક સનીભાઇનો હાથ પકડી લીધો.

ને ઘનશ્યામને કામ મળી ગયું... આશરે મળી ગયો...!! સાધુ ઘનશ્યામદાસજી ફરી બની ગયા ઘનુ ઘનચક્કર!! હાઇસકિપર....!! રૂમો સાફ કરવાના....!! હા, રહેવા માટે એક દશ બાય બારની એક રૂમ મળી હતી તે એનું ઘર હતું...! પણ ફક્ત રહેવા માટે જ! રસોઇ-પાણી માટે નહિ!! એક રૂમ સાપ કરવાનો શરૂઆતમાં મળતો ફક્ત દોઢ ડોલર...!!

ક્યારેક પાંચ તો ક્યારેક પચ્ચીસ-ત્રીસ રૂમ મળતા...!! ડોલર જમા થતા હતા... પણ જે રીતે થવા જોઇએ તે રીતે તો નહિં જ...! એને ફક્ત દોઢ ડોલર મળતો કારણ કે એની પાસે પેપર ન્હોતા...એ ઇલિગલ એલિયન હતો...ગેરકાયદે વસતો વસાહતી...!! એની કોઇ આઇડેન્ટટી ન્હોતી !! એની પાસે સોશ્યલ સિક્યુરિટી નંબર ન્હોતો....!! હતો તો એ ઘનશ્યામ.....!! બટ હી ઇસ નોબડી....!! એની કોઇ ઓળખ ન્હોતી...!!

ધીરે ધીરે ઘનુએ પોતાની જાતને સંભાળી લીધી. પરંતુ છેક આવી જીંદગી માટે એ ઉત્તરસંડાથી અહિં આવ્યો ન્હોતો....ભગવા પહેર્યા ને ઉતાર્યા ન્હોતા....!!

-તો....!!

ઘનુ પાસે કોઇ જવાબ ન્હોતો. અભિમન્યુ એનો કોઠો વિંધી શક્યો ન્હોતો. ઘનુ ઘનચક્કરનું આ આઠમું ચક્કર હતું કે જેનો કોઇ દરવાજો એને જડતો ન્હોતો...!!

‘સનીભાઇ મને ડેસ્ક પર....!!’

‘નો....વે....!! હું દેશીને ડેસ્ક પર રાખતો જ નથી...! ને તું તો પાછો ઇલિગલ દેશી!! ઇલિગલ ઇન્ડિયન....!’ સનીભાઇ શ્વાસ લેવાં અટક્યા, ‘અ...રે...! તને મેં કામ પર રાખીને કેટલું મોટું ડોખમ ઊઠાવ્યું છે તે તને ખબર નથી. શું સમજ્યો....!? હાઊસકિપિંગ કરવું હોય તો કર નહિતર ચાલતી પકડ....ગેટ ધ હેલ આઉટ ફ્રોમ હિયર....!!બાકી ડેસ્ક કલર્કના સપના તો જોઇશ જ નહિ....!!’

-શું કરે ઘનશ્યામ....શું કહે ઘનશ્યામ....!?

દિવસો વિતવા લાગ્યા. હ્યુસ્ટન ખાતે ખુબ જ શોધખોળ થઇ એની. સર્વે સત્સંગીઓને જાણ કરી દેવામાં આવી કે સાધુ ઘનશ્યામદાસ સાથે કોઇએ પણ સબંધ ન રાખવો. ગુરુજ હરિચરણદાસનો ગુસ્સો ફાટીને સાતમાં આસમાને પહોંચી ગયો હતો.

એમના પ્રિય શિષ્યે જ એમને દગો દીધો હતો. પીઠ પાછળ ખંજર ખોસ્યુ હતું!! સરકારી તપાસ ન થાય એની ય તકેદારી રાખવાની હતી. નહિંતર સંપ્રદાયની આબરૂનું લિલામ થાય એટલે તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ....! ભવિષ્યમાં આવું ન થાય એની ય કાળજી રાખવાની હતી.

ઘનુ ઘનચક્કર રૂમો કરતો...!! જાણે દુનિયાભરની ગંદકી એને સાફ કરવાની આવતી હતી. થાકીને લોથપોથ થઇ જતો. ક્યારેક માંદો પડતો....! ટાયલેનોલ કે એડવીલની ટિકડીઓ ગળતો... એક વાર ફ્લ્યુની સિઝનમાં એને જબરદસ્ત તાવ ચઢ્યો...૧૦૩...માંડ ઊતર્યો. સનીભાઇએ થેરાફ્લ્યુના પડીકા લાવી આપ્યા તે પીધાં એણે....!

જાણે ઝેર તો પીધાં જાણી જાણી!! બહુ નબળાઇ આવી ગઇ હતી... એક અઠવાડિયા સુધી કામ ન થયું....!! મહેનત કરીને બચાવેલ બધા જ ડોલર વપરાઇ ગયા...!! રાંધતા તો એને આવડતું ન્હોતું. ડોલર મેન્યુની સેંડવિચોના ડૂચા મારી પેપ્સી કે કોકનું ટીન પી એ પેટ ભરતો. સંપ્રદાય યાદ આવતો. એના પકવાનો યાદ આવતા..લાડુ...મગજ...કાજુ કતરી...!!દાળ-ભાત...!!

ક્યારેક પુજાતો હતો એ હવે દર દરની ઠોકરો ખાતો હતો...!! જુવાનીની જ્વાળા તન-બદનમાં સળગતી...!? કોણ સાથે દિલ ખોલીને વાતો કરવાનું મન થતું...!! પણ કોણ એની વાતો સાંભળે....!? કોણ એને સમજે....!? કોણ બહેલાવે....!?

ફોન કાર્ડ લાવી મહિને બે મહિને એ ફોન કરતો ઉત્તરસંડા....

‘દીકરા..!!’ બા કાયમ કહેતી, બા કાયમ કહેતી, ‘તારા માટે મેં છોકરીઓ જોઇ રાખી છે. તું આવે તો....’

‘બા...!! હું આવીશ...એક વખત.....’

બાના હાથમાંથી પિતા ચતુરભાઇ ફોન ખુંચવી લીધો, ‘ધન્યા....!! તેં ભગવા ઉતારી દીધા....!?’ પિતાના ગુસ્સાનો આટલો દુરથી પણ એને અહેસાસ થતો હતો, ‘કેવી કેવી વાતો આવે છે તારા માટે....!?’

‘બાપુજી..., મેં કંઇ ખોટું નથી કર્યું...! મને જે યોગ્ય લાગ્યું તે કર્યું....!! મારે આવવું હતું અહિં અમેરિકા...!! એ એક રસ્તો હતો જેના પર હું ચાલ્યો. જ્યાં સુધી સંપ્રદાયમાં રહ્યો ત્યાં સુધી વફાદાર રહ્યો છું....!! હ....વે....’

‘હ...વે...એ...એ... તું આવી રહે અહિં!’ ચતુરભાઇ એની વાત કાપી ગુસ્સે થઇ બોલ્યા, ‘મારી આખેં મોતિયા આવી ગયા છે. ધંધો સંભાળવા પણ તારી જરૂર છે. છોડ બધી માયા....!! જે થયું તે થયું!! પારકા દેશમાં તું આટલે દુર સાવ એકલો....!! અહિં અમે ઝુરીએ છીએ તારા વિના....!!’ ગમેતેમ પણ ઘનુ ઘનચક્કર એમનું એકનું એક સંતાન હતો....!!

‘બાપુજી એક વાર મને અહિં બરાબર સેટ થઇ જવા દો...!! પ...છી હું ચોક્કસ આવીશ...!!’

-પણ કેવી રીતે...?? ઘનુના મને એને તીક્ષ્ણ સવાલ પુછ્યો...કેવી રીતે સેટ થવાશે અહિં....?

-સહુ સારાવાના થશે....! એ એના મનને બહેલાવતો...સહેલાવતો...ટપારતો....!!

પણે કોઇ જ રાહ જડતો ન્હોતો એને. એણે પોતાની ઓળખ મેળવવી જરૂરી હતી. કોઇપણ રીતે લિગલ થવું જરૂરી હતું....! એકવાર લાયસંસ મળી જાય, સોશ્યલ સિક્યુરીટી નંબર મળે તો કંઇક રસ્તો મળે....!! પાસપોર્ટ મેળવવો જરૂરી હતો...!! એકવાર હિમંત કરી એણે ગુરુજી હરિચરમદાસજીને ફોન જોડ્યો કે જેઓ હ્યુસ્ટન રોકાય ગયા હતા, ‘બા...પ...જી...!! જય સ્વામિનારાયમ...!!’

‘કોણ ઘનશ્યામ....!?’ ઊૅડો ભારે શ્વાસ લઇ ગુરુજીએ સાધુત્વને ન શોભે તેવી એક ગાળ દીધી, ‘....તુ....?? તા...રી હિંમત કેવી રીતે થઇ મને ફોન કરવાની...સા...નીચ્ચ....!!’

‘મને ક્ષમા કરજો...બાપજી...!!’

‘ક્ષમા ને તે પણ તને.....!? તારા નામના તો અમે અગ્નિસંસ્કાર કરી નાંખ્યા છે!! ને તારા નામનું નાહીં નાંખ્યું ઠંડા પાણીએ....!!’

‘બા...પ...જી...!! મારો પાસપોર્ટ...!??’

‘સળગાવી દીધો છે...!! બાળી નાંખ્યો છે તારો પાસપોર્ટ અને તારા નામનો રેડ એલર્ટ બહાર પાડી દીધો છે...ઘન્યા....!!ઘનચક્કર....!! હું પણ જોઇશ તું કેવી રીતે જીવે તે...!! લાંછન લગાવ્યું છે તેં મને ને સંપ્રદાયને....!! તને તો નરકમાં પણ સ્થાન મળશે કે કેમ....!! તારૂં તો ધનોતપનોત નીકળી જશે. સમજ્યો....?? જો ફરી ફોન કર્યો છે અહિં તો શું પાતાળમાંથી શોધીને પણ ફાંસીએ લટકાવી દ...ઇ...શ...તને!!’ ને ગુરુજીએ ગુસ્સે થઇ ફોન કાપી નાંખ્યો.

સ્તબ્ધ થઇ ગયો ઘનુ!!! શ્રાપ આપ્યો હતો ગુરુજીએ....!!

-હવે....??

-એક માત્ર એની ઓળખ હતી એનો ઇન્ડિયન પાસપોર્ટ....!! એ પણ હવે બળી ચુક્યો હતો..! એના નામે રેડ એલર્ટ જાહેર કરાયો હતો....!!

-નાઉ, હી ઇસ નોબડી....! કોઇ પણ ન્હોતો એ...! ક્યાંયનો પણ ન રહ્યો ઘનુ ઘનચક્કર...!! ખરે જ ઘનચક્કર બની ગયો એ....!!

મોટ્ટેથી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો ઘનશ્યામ....!! નયનમાં વરસોથી સંઘરી રાખેલા આંસુઓના સરોવરોના સરોવરો છલકાય ગયા...!! બંધનો તૂટી ગયા....!! એ આંસુઓ લુંછવા કોઇ જ ન્હોતું આજે ઘનુ સાથે...!! સાવ એકલો પડી ગયો હતો ઘનુ!!

ટ્રી...ઇ...ન... ટ્રી...ઇ...ન... ટ્રી...ઇ...ન...

ફોનની અવિરત રીંગ વાગતા ઘનુ એકદમ ઝબકીને જાગી ગયો...!! એની આંખો ભીની ભીની હતી....! ગાલ પર આંસુઓના ઝરણાં વહી નીકળ્યા હતા...!! કેટલાંય સ્વપ્નાઓ એ આંસુઓમાં ધોવાય ગયા હતા. તકિયાના ગલેફ ભીનાં થઇ ગયા હતા!! એને અહેસાસ થયો કે એ ઊંઘમાં ય રડતો હતો ધ્રુસ્કે ધ્રુસ્કે....!! ને અર્ધ જાગૃત અવસ્થામાં ય ડૂસકાં ચાલુ જ હતા...!

ટ્રીન...ઇ...ન... ટ્રી...ઇ...ન... ટ્રી...ઇ...ન...

નાક સાફ કરી આંખમાં આવેલ આસું લુંછી રૂદન રોકી એણે રિસિવર ઉપાડ્યું

‘હ...લ્લો...ઓ....ઓ !!’

‘એ...ઇ...મે...ન...!! કમ ઓન....!! વ્હોટ આર યુ ડુઇન....!!’ સામે છેડે મારિયા હતી.

મારિયા એની સાથે મોટેલમાં જ કામ કરતી હતી. આજે લોન્ડ્રી ડે હતો! દર શુક્રવારે લોન્ડ્રી કરવાની હોય એણે મારિયાને મદદ કરવાની હતી. એને એ કામ માટે કલાકના બે ડોલર મળતા. મારિયા સ્પેનિશ હતી જે મોટેલમાં દશેક વરસથી કામ કરતી હતી. રમતિયાળ હતી. સુંદર હતી. યુવાન હતી. ઘનુને એ બહુ ગમતી...!

મનોમન એ મારિયાને ઘણી વાર માણી ચુક્યો હતો. ક્યારેક તક મળતી તો એ મારિયાને સ્પર્શી પણ લેતો....!! ક્યારેક એના સુવાંળા ગુલાબી ગાલો પર ચુંબનો કરતો!! એના બદનમાં ઉઠતી યુવાનીની આગનો નજરોથી સંતોષતો....!!

‘ઓ...હ...!! મારિયા ડાર્લિંગ....!! આઇ એમ કમિંગ....!!’

પલંગ પરથી ઘનુ ઉભો થયો. બાથરૂમમાં જઇ એણે મ્હોં ધોંયું... ઊંઘમાં ય રડી રડીને એની આંખોમાં ગુલાલ અંજાય ગયો હતો...!! એ પોતાના પ્રતિબિંબને નિહાળતો જ રહ્યો...!! ક્યાં સુધી આમ રડવાનું લખાયું છે...!? જાગતા ઊંઘતા હવે તો રહ્યું બાકી રહ્યું છે રડવાનું...ન જાણે હજુ કેટલું ય દુઃખ બાકી રહ્યું છે પડવાનું....!?

ભીની આંખે પણ એના ચહેરા પર આછું હાસ્ય કરી વળ્યું...! હારે-થાકેલ ઘસડાતાં પગલે લોન્ડ્રી રૂમમાં ગયો. મારિયાના ગાલ પર એક ચુંબન કરી એણે ચાદર, તકિયાના ગલેફ, ટુવાલ વગેરે અલહગ કરી વોશિંગ મશીનમાં નાંખી લોકોની ગંદકી ધોવાની શરૂઆત કરી.

લોન્ડ્રી કરી મારિયાને ગુડબાય કિસ કરી લગભગ રાત્રે આઠ વાગ્યે એ એના રૂમ પર આવ્યો. જીન્સ કાઢી પાયજામો ચઢાવી રેડી ટુ ઇટ નુડલનું ટીન કાપી એણે બાઉલમાં ઠાલવ્યું અને બાઉલ માઇક્રોવેવમાં બે મિનિટ માટે મુક્યું.

-શું જીવન છે આ....!?

-સંપ્રદાય છોડવાની સજા તો નથીને...આ....!!

એનાથી એક નજર પ્રમુખ સ્વામીજીના ફોટા પર નંખાઇ ગઇ... એ મ્લાન હસ્યો. પણ એ હાસ્યમાં દર્દ હતું...!! પીડા હતી....!! અ...ને...એક અજાણ્યો સંતાપ હતો....!!

ગમેતેમ કરીને એક વાર કાયદેસરનું થવું જરૂરી હતું....!! એક વાર લિગલ સ્ટેટસ મળી જાય તો....!!

-તો કંઇ બાત બને....

-પણ કેવી રીતે.....??

-સપ્ટેમ્બરના આંતકવાદી હુમલા પછી તો ગેરકાયદે વસાહતીઓ માટે અહિં જીવવાનું કઠિન થઇ ગયું હતું. એ કારણે એને કોઇ સાથ-સહકાર પણ આપતું ન્હોતું. દેશીઓ, ભારતિય તો વાત કરતાં ય અચકાતા. એક તુચ્છ નજરે જોતાં એને...! સનીભાઇને ય ગરજ હતી કારણે કે એ સાવ ઓછા પૈસે કામ કરતો હતો મોટલમાં એટલે એમને ય ફાયદો હતો. બાકી સનીભાઇ તો...!!

મોટેલ છોડી દેવી હતી પણ જો મોટેલ છોડે તો માથેથી છાપરું જતું રહે....!! ગમેતેમ એ એક આશરો હતો....! ડેસ્ક પર કામ ન કરવાને કારણે એને લોકો સાથે સંપર્ક પણ સાવ ઓછો થતો...!

સાવ એકલો પડી ગયો હતો બિચારો ઘનુ...ઘનશ્યામ...!! રાતોની રાતો એ જાગતો રહેતો!! દીવાલોને તાકતો રહેતો....!! ક્યારેક તો એને લાગતું કે એ એક જીવતી લાશ બની ગયો છે...!! અને પોાતના ખભે પોતાની જ લાશ લઇને એ ફર્યા રાખે છે...!! ક્યારે થશે એનો છુટકારો...!!

પી...ઇ...ઇ...પ...!! પી....ઇ....ઇ....પ....!! પી....ઇ...ઇ...પ...!!

બે મિનિટ થઇ જતાં માઇક્રોવેવે અવાજ કર્યો. એમાંથી બાઉલ બહાર કાઢી કાંટા વડે થોડી નુડલ ચાખી... જીવવા માટે ખાવું પણ પડતું હોય છે! સાવ ફીક્કી હતી એ નુડલ એની નુડલ એની બાકી રહી ગયેલ જિંદગી જેવી જ!! એમાં થોડો મરીનો ભુકો. ઉમેરી, પલંગ બેસી એણે રિમોટથી નાનકડું ટીવી ચાલુ કર્યું. સનીભાઇએ ટીવી આપેલ પણ એમાં માંડ ચઉદ ચેનલો આવતી કે જે સાવ મફતમાં ટેલિકાસ્ટ થતી હતી....!! મોટે ભાગે ન્યુઝ ચેનલ અને વેધર ચેનલો...!! ક્યારેક એ ટીવી જોતો. ખાસ કરીને સાંજે સુવા પહેલાં....!

ચાંપલી ટીવી એનાઉંસર ચીપી ચીપીને બોલતી હતી. વેધર, ટ્રાફિક રિપોર્ટ બાદ...એ જરા ઉત્સાહિત થઇ બોલી, ‘ના...ઉ...! ધ રિઝલ્ટ ઓફ મેગામિલિયન ડ્રો...!! વા....ઉ...!! ધેર ઇસ ઓન્લી વન લકી નંબર હેસ વોન ધ મેગા મિલિયન જેકપોટ ઓફ ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર....!! ધ લકી નંબર આર....’

ઘનુને લોટરીની પેલી ટિકિટ એકદમ યાદ આવી કે જે એણે આજે સવારે ગંદી રૂમ સાફ કરતી વખતે કચરાપેટીમાંથી ઉપાડી હતી અને જીન્સનાં પાછળના ગજવામાં ખોસી હતી. દોડીને એ ઉભો થયો. બાથરૂમના બારણા પાછળ ખીંટી પર લટકાવેલ પેન્ટના ગજવામાંથી એણે ચુંથાયેલ ટિકિટ કાઢી. એનાઉંસર બોલતી હતી, ‘ધ લકી નંબર આર ૨૫ ૪૭ ૫૨ ૦૧ ૫૮ એન્ડ મેગા બોલ નંબર ઇસ ૧૩!! વીચ વોન ધ... ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર....!! આઇ રિપીટ ધ નંબર....!!’

ઘનુ ઘનચક્કરે એના નંબરો...જોયા...!!

-૨૫ ૪૭ ૫૨ ૦૧ ૫૮....૧૩....

-ઓ...હ....! માય ગો...ઓ....ડ...!! ઘનુને લાગ્યું કે એ કોઇ સપનું જોઇ રહ્યો છે....!!

-ઓ...ઓ...ઓ....!! એણે આંખો ચોળી... એ જ નંબરો હતા...!!

-ઓ...ઓ...ઓ...!! ઘનુ માની જ શકતો ન હતો....!! એને લાગ્યું કે, એ પા....ગ...લ થઇ જશે...!!

એ ક્યારેક ટીવી તરફ જોતો હતો તો ક્યારેક લોટરીની ટિકિટ તરફ....!!

‘હા....હા....હા....હા....હા...!!’ એ મોટ્ટેથી હસી પડ્યો....આનંદથી કુદકા મારવા લાગ્યો...ટીવી પર આવતી એનાઉંસના હોઠો સાથે હોઠ મેળવી એને એક ચુંબન કર્યું!! કેલેંડરમાં મરકતા પ્રમુખસ્વામીના ફોટાને ભેટીને એ મોટ્ટેથી પોક મુકીને રડી પડ્યોઃ બા...આ...આ...પ...જી...ઇ...ઇ...ઇ...!! ઓ...ઓ...ઓ...બા...પ...જી...ઇ...ઇ...ઇ...!

-ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર.....!!

-ઓ માય ગો....ડ....!! ઓ....પ્રભુ....!! ઓ સ્વામીનારાયણ ભગવાન....!!

એ માની જ શકતો ન હતો કે ઠાલી અમસ્તી જ ઉપાડેલ લોટરીની એ ટિકિટે એને કરોડપતિ બનાવી દીધો હતો. રૂમમાં કુદકા મારી એ મોટ્ટે મોટ્ટેથી ગાવા લાગ્યો...

-જય સ્વામીનારાયણ.... નારાયણ... નારાયણ.... નારાયણ... સ્વામીનારાયણ..!!

એની આંખો વહેતી હતી...આનંદના આસું હતા એ કે જેમાં ભારોભાર ગમગીની છુપાવેલ હતી.ત આનંદના આ અતિરેકને વહેંચવા એની પાસે પોતાનું કોઇ ન હતું...અરે...!! પારકું ય કોઇ ન્હોતું...!!

ગંધાતી કચરાટોપલીમાંથી ઉપાડેલ લોટરીના કાગળના એ ટુકડાને ઘનુ ચુંબનો પર ચુંબનો કરવા માંડ્યો...!! એમ કરતાં એના પર એનું થુંક લાગ્યું જે એણે જલ્દી જલ્દી સાફ કરી નાંખ્યું!! રાત્રે દશ વાગે ફરી સમાચાર આવ્યા અને એને ખાતરી થઇ ગઇ કે એ કરોડપતિ બની ચુક્યો હતો...!! એનું હ્ય્દય ધડક ધડક થતું હતું... જાણે ઉછાળા મારતું હતું....!! હ્ય્દયના પિંજરામાં સ્પતરંગી પતંગિયાઓ ઉડવા લાગ્યા!!

હવે...!!??

લોટરીને ટિકિટ એણે બરાબર સાચવીને શિક્ષાપત્રીની ચોપડીમાં મુકી અને એ શિક્ષાપત્રી એણે તકિયા નીચે સંતાડી. કેટલાં લાં...બા સમય બાદ એ શિક્ષાપત્રીને અડક્યો હતો! શું કરવું એને કંઇ સમજ પડતી ન્હોતી.

એણે એના ટેબલમાં ફોન કાર્ડ માટે તપાસ કરી. ખાના ફંફોળ્યા. પણ ફોન કાર્ડ ન મળ્યો. ઝડપથી દોડીને કનવિનિયન સ્ટોરમાંથી એ ફોન કાર્ડ લઇ આવ્યો અને ઉત્તરસંડા પિતાશ્રી ચતુરભાઇને ફોન જોડ્યો...

ઉત્તરસંડામાાં સવાર પડી હતી. ચતુરભાઇ ધંધે જવાની તૈયારી કરતા હતા.

‘બા...પુ...જી...ઇ...ઇ...!’ ઘનુથી વાત થતી ન્હોતી.

‘બો....લ....!! કો....ણ....? ઘનશ્યામ.....?!’ ચતુરાભાઇને ચિંત્તા થઇ, ‘બો....લ...તો....કેમ નથી..?!!’

-શું કહેવું બાપુજીને...? સહેજ શ્વાસ લઇને એ બોલ્યો, ‘બાપુજી, તમે મારી ચિંત્તા છોડો...!!મેં હાલે જ મોટેલ ખરીદી છે!’ લોટરીની વાત કહેતાં એનો જીવ ન ચાલ્યો, ‘હવે તમારે બધાએ અહિં આવી રહેવાનું છે. તમારે-બાએ, બન્નેએ...!!’ ડૂંસકુ દબાવી એ બોલ્યો, ‘તમે તૈયારી કરો...!! હું જલ્દીથી ટિકિટ, એર-ટિકિટ મોકલાવું છું !! બીડીનું કારખાનું કાઢી નાંખો...!!’ અટકીને બોલ્યો, ‘કાઢી નાંખવાની તૈયારી કરવા માંડો....!!’

‘શું વા...ત કરે છે...!!’ ચતુરભાઇને વિશ્વાસ પડતો ન્હોતો, ‘તેં ફરી પાછા કંઇ આડા-અવળા ધંધા તો ચાલુ નથી કર્યાને....?!’

‘ના....બાપુજી ના...!! તમે વિશ્વાસ રાખો તમારા સપુત પર....!!

‘માંડીને વાત કર....!’ જે રીતે ઘનુએ ભગવા પહેર્યા હતા અને ઉતાર્યા હતા એટલે એમને સંશય થાય એ વ્યાજબી જ હતું...

‘માંડીને જ વા...ત કરૂં છું!!’ ઘનુએ પ્રિયતમાના ગાલ પર હાથ ફેરવતો હોય પ્રેમથી લોટરીના કાગળિયા પર હાથ ફેરવતાં કહ્યું, ‘બાપુજી, હવે તમારો ઘનશ્યામ બો...સ બની ગયો છે....બો...સ!! માનો કે ભગવાન સ્વામીનારાયણની કૃપા થઇ છે આપણા પર....!!’

‘તું પહેલાં અહિં આ...વ...!!’ ઘનુ શું કહેતો હતો, કહેવા માંગતો હતો એ એમને સમજમાં આવતું ન્હોતું, ‘પછી બધી વાત....!!’

‘આવીશ....!! બાપુજી, જરૂરથી આવીશ..!! મારૂં, આપણું...પોતાનું નાનકડું..વિમાન લઇને આવીશ...!! ઉડીને આ...વી...શ...!!’

-મારો બેટો ગાંડો થઇ ગયો લાગે છે...! વિચારી ચતુરભાઇએ ફોન ઘનશ્યાામની બાને આપ્યો.

‘દીકરા....તું કે...મ છે...?’ એ રડી પડ્યા

સામે છેડે ઘનુ ઘનચક્કર પણ રડી પડ્યો...બન્ને છેડે બસ ધ્રૂસકાં જ સંભળાતા હતા.

-યુ હેવ વન મિનિટ લે...ફટ...!! ફોન કાર્ડની મિનિટ પુરી થઇ ગઇ હતી...

‘બા...આ....આ...ઓ...બા...!! તું અહિં આ...વ...! મને તાઆઆઅરી જરૂર છે...બા...ઓ...!! બા...આ...આ...આ.!!’ મિનિટ પુરી થઇ ગઇ...ક્યાં સુધી લોટરીની એ ટિકિટ હાથમાં પકડી ઘનુ રડતો જ રહ્યો...!! માંડ માંડ મળસ્કે ચાર વાગ્યે એની આંખો મળી....!!

મેનેજર ફિલિક્સે જોર જોરથી બારણું ઠોક્યું. ખખડાવ્યું ત્યારે સવારે સાત વાગ્યે જ એની આંખો ખુલી, કમઓન ઘનુ...વ્હોટ ધ હેલ યુ ડુઇન....!!’ જરા ગુસ્સે થઇ એણે ખાલી થયેલ રૂમનું લિસ્ટ ઘનુને પકડાવ્યું, ‘વ્હોટ હેપન મેન....? યુ લુક સિક!!’

શુન્યમનસ્ક ઘનુ એને જોતો રહ્યોઃ સાલાને એક દિવસ આમ જ હું ઠપકારીશ....!! રૂમનું લિસ્ટ પકડાવીશ...! મારા બેટાને ત્યારે ખબર પડશે.!!

‘કમ ઓ...ન, યુ આર ગેટીંગ લેઇટ....!’ આજે શહેરમાં બેઇઝબોલની મોટી મેચ હોવાને કારણે મોટેલમાં ઘસારો રહેવાનો હોય ફિલિક્સને ઉતાવળ હતી. ઘનુએ રૂમોના લિસ્ટ તરફ નજર કરી.

કુલ સત્તાવિસ રૂમો સાફ કરવાના હતા. ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર મિલિયન ડોલર હજુ મળ્યાં ક્યાં હતા!? એ લોટરી હજુ એક કાગળનો એક ટુકડો જ હતો...!! અને એ હજુ ઘનુ ઘનચક્કર જ હતો...!!

-એણે આજ સુધી કદીય લોટરી ખરીદી ન્હોતી. એવા વધારાના પૈસા જ ક્યાં હતા...!!

-હવે આ પૈસા કઇ રીતે મેળવવા...??

કપડાં બદલી એ બહાર નીકળ્યો. વાતાવરણ ખુશનુમા હતું. મેકડોનાલ્ડમાં સેંડવિચ ખાધી. પછી એ લોટરી વેચતી એક દુકાન પર ગયો. એક લોટરી લીધી. દુકાનદાર ભારે વાતોડિયો હતો. એની પાસે લોટરી જીતે તો એ ઇનામ કેવી રીતે મેળવાય એ અંગે માહિતી મેળવી. નાની રકમ હોય તો સોની અંદર તો તો લોટરીના ડિલરો જ પૈસા આપી દે....!

પણ મોટ્ટું ઇનામ હોય લાઇક એ મેગામિલિયન તો તો પછી સ્ટેટ લોટરી કમિશન એ ઇનામનો ચેક ટેક્સ કાપીને આપે...!! એ માટે ફંકશન થાય!! ન્યુઝ પેપરમાં ફોટાઓ આવે...!! ટીવી પર પણ મેગા મિલિયન વિનરના ઇન્ટરવ્યુ-મુલાકાત આવે....!! અ...ને એ ચેક બેંક એકાઉન્ટમાં જમા કરાવવો પડે....!

‘બે...સ્ટ લક...!’ લોટરીના એ દુકાનદારે હસીને કહ્યું, ‘યુ આર ફર્સ્ટ ટાઇમ બાયર....!! આઇ નો યુ વિલ કમ નેક્સટ ટાઇમ....!!’

- તો...!! બેંકમાં ખાતું હોવું જરૂરી હતું....! ચેક-ઇન કે પછી સેવિંગ્સ....! અને મારા બેટાઓ પછી જ પૈસા આપે...!! ઘનુ ગુંચવાયો!! બરાબરનો ગુંચવાયો. એનું તો બેંકમાં કોઇ એકાઉન્ટ ન્હોતું. ખાતું ન્હોતું. હવે આ બેંક એકાઉન્ટ કવી રીતે ખોલાવવું...!? એને માટે તો આડી જોઇએ...!!

ઓળખપત્ર જોઇએ કે જેમાં એનો ફોટો હોય!! ગ્રીન કાર્ડ જોઇએ....!! સોશ્યલ સિક્યુરીટી નંબર જોઇએ...!! અરે...!! વર્ક પરમિટ હોય તો ય ભયો ભયો...!! વિઝા પેપર હોય તો પણ ચાલે...! ઇંડિયન પાસપોર્ટ હોય તો પણ કદાચ ચાલી જાય.....!!

-પણ એ..તો બળી ચુકેલ હતો...!! ગુરુજીએ ઇંડિયન પાસપોર્ટ તો બાળી મુકેલ...!! પાછું કહ્યું હતું કે તારા નામનો તો રેડ એલર્ટ બહાર પાડેલ છે..!! રેડ એલર્ટ એટલું શું...!? એ ડોસલાંએ ભારે કરી હતી.

-હ...વે...!? ઘનુને રડી પડવાનું મન થઇ આવ્યું. લાખો ડોલરની હુંડી લખી હતી ઉપરવાળા ઘનશ્યામે પણ ઘનુ ઘનચક્કર માટે તો એ હજુ ય કાગળનો એક ટુકડો જ હતો...!! એની આંખો ભરાય આવી...!! લોટરીના એ કાગળને એક ચુંબન કરી એણે ફરી પાછો શિક્ષાપત્રીમાં સાચવીને મુક્યો.

ટીવી પર મેગા મિલિયન ઇનામ માટે કોઇએ દાવેદારી નોંધાવી નથીના સમાચાર વારંવાર આવતા હતા. એક વરસ સુધી એ ઇનામના પૈસા અનામત રાખવામાં આવશે એવી માહિતી મળી. ત્યારબાદ, સ્ટેટ ફંડમાં એ ફરી જમા થઇ જાય! તો હજુ એક વરસ છે..!! ઘનુએ વિચાર્યું...!!

-આટલા દશ-બાર વરસોમાં કંઇ ન થયું તો એક વરસમાં શું થશે...!? સમયને કોણ રોકી શકે!? બાંધી શકે....!?

-લિગલ સ્ટેટ્‌સ હોય તો જ બેન્ક એકાઉન્ટ ખોલાવી શકાય....!

-સનીભાઇને વાત કરૂં...!?

-ના..ના..!! મારો બેટો સનિયો....તો...મારા ડોલર લઇને...મ...ને...જ લાત મારી દે!! શિયાળ કરતાં ય વધુ લુચ્ચો છે એ તો....!!

-હ...વે એક જ રસ્તો બચ્યો હતો...!

-કોઇ અમેરિકન સિટિઝન છોકરી-સ્ત્રી સાથે લગ્ન કરે તો....!! એક વાર લગ્ન થઇ જાય તો આપોઆપ લિગલ સ્ટેટસ મળી જાય અને ગ્રીનકાર્ડ માટે, સોશ્યલ સિક્યુરિટી નંબર માટે એપ્લાય થવાય...!! ઘનુએ વિચારવા માંડ્યું. પણ એમ કોની સાથે પરણી જવાય...!? કોઇ દેશી છોકરીને તો એ ઓળખતોય ન્હોતો....!!

-આટલા બધાં પૈસા છે...!! કોઇ પણ પરણવા તૈયાર થાય...! એક વાર પરણી જવાનું...! લિગલ થઇ જવાય પછી દહીંનો ઘોડો પાણી પીતો રમતો ભમતો છુ..ઊ...ઊ...ટ્ટો...!!

-પણ આ કંઇ રમત ન્હોતી....!! આજ સુદી એ જે કંઇ રમ્યો હતો એ એમાં મોટેભાગે હાર્યો જ હતો...!! મોટે ભાગે એણે જ દાવ આપ્યો હતો...!! દાવ લીધો ન્હોતો....!! હવે દાવ લેવાનો વારો હતો. અને એ હારવા માંગતો ન્હોતો...!! પરંતુ એને કોઇ રસ્તો દેખાતો ન્હોતો. એ રાતોની જાગતો રહેતો.

જ્યારે ઊંગ આવી જતી ત્યારે બિહામણા સપનાઓ આવતા. પણ આજે આવેલ સ્વપ્ન જરા અલગ હતું...!! સપનામાં આવી હતી મા...રિ...યા....!! સ્વપ્ન સંવનનથી એ મધરાતે જાગી ગયો. સવાર સુધી વિચારતા એણે નક્કી કરી લીધું હતું....!!

-ય...સ....!! મારિયા...!! કુંવારી હતી...! પહેલાં એનો કોઇ બોયફ્રેન્ડ હતો...પણ એની સાથે તો બ્રેકઅપ થઇ ગયેલ...!! આમ પણ મારિયા એને ગમતી હતી. એ સિટિઝન હતી. અમેરિકન...!! બોર્ન સિટિઝન...!! મારિયાને જ પટાવવી પડશે. દાઢી કરતાં કરતાં એણે વિચાર્યું. એક વાર નક્કી થઇ ગયા પચી ેએને થોડી રાહત થઇ. મારિયા એની સાથે હસીને વાત કરતી હતી. એ...રે...! થોડા છુટછાટ પણ લેવા દેતી...!

એણે ધીરે ધીરે મારિયાને પલોટવા માંડી!! જે કંઇ થોડાં ડોલર બચેલ હતા તેમાંથી એનાં માટે મોંઘુ પર્ફ્યુમ લઇ આવ્યો..! મારિયાને નવી ભેટો આપવા માંડી. મારિયાની આસપાસ એ ફરતો રહેતો...! મારિયાને રૂમ બનાવવા લાગતો...! કામમાં મદદદ કરવા લાગ્યો....!

મારિયા પીગળી રહી હોય એને એને લાગ્યું. અ..ને એક દિવસ મારિયાને એ એના રૂમ પર ખેંચી લાવ્યો...!! ઘનુએ પહેલેથી રૂમમાં સુગંધીદાર કેંડલ સળગાવેલ એટલે રૂમ મઘમઘતો હતો...!! મારિયાને એણે આઘોષમાં લીધી...!! એના ફુલ સમા ગાલ પર ગરમ ગરમ હોઠથી એક ચુંબન કરી મારિયાના બંન્ને બાહુઓ પકડી રાખ્યા એણે થોડીવાર....!! મારિયા એના તરફ જરા નવાઇથી જોતી રહી.

‘મા...રિ....યા....ડાર્લિંગ....!! આઇ લવ યુ...!!’ એણે મારિયા સાથે નજર મેળવી કહ્યું....

સાંભળીને મારિયા જોરથી હસી પડી, ‘આર યુ ઓકે....!? ઘનુ....!’

‘આઇ રિયલી લવ યુ...!! મારિયા....!!’ ઘનુએ એના હાથના પંજા પર દબાણ વધાર્યું.

‘હા...હા....હા...હા...!!’ મારિયા ખડખડાટ હસી પડી...માંડ હસવાનું ખાળી બોલી, ‘ઘન યુ આર ફની....!! ડુ યુ વોંટ ટુ સ્લિપ વિથ મી...!?’

-મા...રા...બેટા આ ધોળિયાઓ...!! એ સિવાય બીજું કંઇ વિચારતા નથી. ઘનુએ વિચાર્યું પછી એ બોલ્યો, ‘નો...ઓ...ઓ!! આઇ વોંટ ટુ મેરી યુ....!!’

‘................!!’ મારિયા મૌન થઇ સહેજ વિચારી બોલી, ‘વ્હોટ વીલ આઇ ગેટ ઇફ આઇ મેરી યુ...??’

ઘનુને વિચારતો રાખી મારિયા રૂમમાંથી જતી રહી. એ રાત ઘનુ બિચારો જરા ઊંઘી ન શક્યો. આખી રાત વિચારતો જ રહ્યો. તો વાત એટલી સહેલી ન હતી. મારિયાના એ સવાલે એને વધુ વિચારતો કરી નાંખ્યો : વ્હોટ વીલ આઇ ગેટ ઇફ આઇ મેરી યુ....!! હવે બાજી ખુલ્લી કરવી જ પડશે!! વહેલી સવારે એણે નિર્ણય અજાણ્યો અજંપો એના મનમાં ઊગી નીકળ્યો.

-કોઇ રાહ બતાવો બાપજી!! પ્રમુખસ્વામીજીના ફોટા સાથે એ વાત કરવા લાગ્યો. પણ સ્વામીજી તો ્‌એમની ટેવ મુજબ મરકતા જ રહ્યા. જય સ્વામીનારાયણ...!!

થોડાં દિવસો એમ જ પસાર થયા. એક સાંજે આગ્રહ કરી એ ફરી મારિયાને એના રૂમ પર લઇ આવ્યો. ટુંકા બ્લેક સ્કર્ટ અને આછા પીળાં રંગના સહેજ ખુલતાં ગળાના કોટન ટોપને કારણે મારિયા ખુબ જ આકર્ષક લાગતી હતી.

અગાઉથી લાવી રાખેલ વાઇનમાંથી એણે રૂપાળા ગ્લાસમાં વાઇન ભરી મારિયાને એ ગ્લાસ એ આપ્યો અને પોતાના માટે પણ ગ્લાસ ભર્યો. મારિયા સાશ્ચર્ય એની તરફ જોઇ રહી હતી. વાઇન ચુસકી ભરી ઘનુ બોલ્યો, ‘મારિયા....! યુ નો આઇ નીડ પેપર...!! આઇ ડેસ્પીરેટલી નીડ ટુ બી એ લિગલ. તને ખબર છે. મારે એ માટે હવે સોશ્યલ સિક્યુરિટી નંબર મેળવવો ખુબ જ જરૂરી છે.’

‘તો....!! સો વ્હોટ.....!!’ વાઇનની ચુસકી ભરી મારિયા બોલી, ‘નાઇસ વાઇન....!!’

‘થેં...ક્સ...!!’ ઘનુએ વિચારી સીદા મુદ્દા પર જ આવવાનું નક્કી કર્યું, ‘હું તારી સાથે લગ્ન કરું તો મને સિટિઝનશીપ મળવાનો માર્ગ ખુલે!! નોટ ઓન્લી ધીસ...! એક્ચ્યુલી આઇ રિયલી લવ યુ!! આઇ વીલ મેઇક યુ હેપી...!!’ વાઇન પીવા એ અટક્યો. ઊંડો શ્વાસ લઇ એ બોલ્યો, ‘તે પુછ્યું હતું ને કે, મારી સાથે લગ્ન કરે તો તને શું મળે!! લેટ અસ મેઇક એ ડિલ..!! યુ વિલ ગેટ....!! વિચારવા માટે એ ફરી અટક્યો, ‘આઇ વિલ ગીવ યુ મિલિયન ડોલર ઇફ યુ વિલ મેરી મી એંડ આઇ વિલ ગેટ ધ પેપર...લિગલ સ્ટેટસ...!!’

‘વ્હો...ઓ...ઓ...ટ...!?’ મારિયા ચમકી, ‘મિલિયન ડોલર....!! વા...ઉ....!! ડુ યુ ટુ રોબ ધ બેંક....!! શું તું કોઇ બેન્ક લુંટવાનો છે...!! કઇ બેંક છે તારી નજરમાં....!?’ હસતાં હસતાં મારિયા બોલી.

ઘનુ ય મરક્યો. પોતાની જગ્યાએથી એ ઉભો થયો. ટેબલના ખાનામાં મુકેલ ન્યુઝપેપર કાઢી એણે એ મારિયાને આપ્યું કે, જેમાં લોટરીના મેગામિલિયન ઇનામના ડ્રોના નંબરો અને ઇનામની માહિતી, સમાચાર વગેરે છપાયેલ હતી ત્યો ઘનુએ લાલ પેન વડે મોટ્ટું કુંડાળું કરી નિશાની કરી હતી. મારિયાએ એ પેપરમાં નજર કરી અને ઘનુ ઘનચક્કર તરફ પ્રશ્નાર્થ નજરે જોયું, ‘વ્હો....ટ....!?’

‘ય....સ....!! મારિયા ડાર્લિંગ, આઇ એમ ધ વિનર...!! વિનર ઓફ મે....ગા...મિ....લિ...ય...ન....!!’ એક એક શબ્દ છુટો પાડી ગર્વથી ઘનુ બોલ્યો.

‘વ્હો...ઓ...ઓ...ટ...!! નો...વે...!! આઇ કાંટ બિલિવ....!! તો પછી તું કેમ એ ઇનામ લઇ નથી આવતો....!? એ પૈસા લઇ નથી આવતો....!?’ મારિયા માની જ ન શકી, ‘ડોંટ મે...ઇ...ક મીી કૂલ....!!’

‘વ્હા....ય...!! બિ....કો...ઝ...’ મારિયાના ખાલી થયેલ ગ્લાસમાં વાઇન ભરી એના હાથમાંથી પેપર લેતાં એક ઊંડો શ્વાસ લઇ મારિયાની એકદમ નજીક પલંગ ઘનુ બેઠો.... મારિયાનો હાથ પોતાના હાથમાં લઇ પ્રેમથી પસવારતાં પસવારતાં એ થોડો સમય બેસી રહ્યો... મારિયાના માદક દેહમાંથી એણે છાંટેલ પર્ફ્યુમની સુગંધ એને બેચેન કરી રહી હતી.

મારિયા નકારમાં હજુ ય એની પાતળી મોહક ગરદન વારંવાર હલાવી રહી હતી કે જેનો અર્થ થતો હતો કે એ માનવી ન્હોતી ઘનુની વાત....!! એ બોલી, ‘ગેટ ધ મની મેન...એન્ડ ગેટ ધ હેલ આઉટ ફ્રોમ હિયર...!!’

‘ઇટ ઇસ નોટ ઇઝી...ડિયર....!! આઇ નીડ અ બેંક એકાઉન્ટ ફોર ધ ડેમ બિ....ગ મની..!! સહેજ નિરાશ થઇ એ બોલ્યો, ‘એ...ન્ડ...આઇ ડુ નોટ હેવ એકાઉન્ટ....!! બિકોઝ આઇ એમ નોટ લિગલ....!!’

મારિયા એની તરફ જોતી રહી જ...!! પણ હજુ ય એ માનવા તૈયાર ન્હોતી...!! એણે કહ્યું, ‘નો આઇ ડોન્ટ બિલિવ....!! યુ વોંટ ટુ મેરી મી...એટલાં માટે તું મને ઊલ્લુ બનાવે છે...!! નો....!!’

‘બિલિવ મી...!!’ પલંગ પર સહેજ નમીને ઘનુએ જીન્સના પાછળના ડાબા ગજવામાંથી એનું વોલૅટ કાઢ્યું અને એમાંથી હળવેકથી લોટરીની ટિકિટ કાઢી મારિયાને આપી....!! મારિયાએ ટિકિટ હાથમાં લીધી...ઘનુએ ફરી એને પેપર આપ્યું....!

મારિયાએ નંબરો સરખાવ્યાં...પેપરમાં અને લોટરી પરનાં નંબરો મારિયાએ એને ચુંબનો પર ચુંબનો કરવા માંડ્યા..!! ઘનુના સુકા સુકા પ્યાસા હોઠો સાથે મારિયાના મૃદુ હોઠો ચંપાય ગયા! મારિયા જાણ ઘનુ પર સવાર થઇ ગઇ...!! ઘનુના હાથ મારિયાના મૃદુ માંસલ અંગો પર ફરી વળ્યાં...!! ક્યારેક શરીર પણ વસ્ત્રોનો ભાર લાગે છે તે એ બન્ને યુવાન હૈયાંઓએ ત્યારે મહેસુસ કર્યું...!!

મારિયાના લિસ્સા શરીર પરથી વસ્ત્રવિહિન ઘનુ જલ્દીથી એકદમ ઉભો થયો...!! પલંગ પર નિર્વસ્ત્ર ફેલાયેલ મારિયા કોઇ જળપરી સમાન ભાસતી હતી...!! મારિયાએ એનું ટિશર્ટ કાઢીનાંખેલ તે ફરસ પરથી લઇ ઘનુએ ઝડપથી પ્રમુખસ્વામીના કેલેન્ડર પર લટકાવી પ્રમુખ્વામીના ફોટાને એણે ઢાંક્યો અને પછી એ મારિયાના સળગતા શરીર પર છવાય ગયો...!! આગથી ઘી પીગળે તેમ બન્નેના શરીર એકાકાર થઇ ગયા...!!

ચાંદનીમાં નહાતાં ચંડોળની જેમ બન્નેએ મન મુકીને, દિલ ખોલીને શરીર સુખ માણ્યું...!! દરિયો એક તરસનો છલકાય ગયો એ રૂમમાં!! તપસ્યો હતો તોય મન મુકીને અને દિલ ખોલીને વરસ્યો હતો ઘનુ!! યુગોથી તરસતા ઘનુ માટે તો એ જિંદગીમાં પ્રથવારા જ હતું...!! તે રાત્રીએ મારિયા ઘનુના રૂમ પર જ રોકાય ગઇ અને એ આખી રાત બન્ને એકબીજાને વળગીને વારંવાર એકાકાર થઇને વિતાવી...!! નિરાકાર થઇને વિતાવી...!!

હવે મારિયાની ઘનુને જોવાની દુષ્ટિ બદલાયગઇ હતી.. બન્ને પોતપોતાના ફાળવેલ રૂમો સાથે જ બનાવતા. પોતાની કામગીરી સાથે કરતાં. વારંવાર એ ઘનુના રૂમ પર રાતવાસો કરતી કે પછી ઘનુ એના એક બેડરૂમના એપાર્ટમેન્ટ પર રાતો વિતાવતો. સિટિ હોલ પરના મેરેજ રજીસ્ટ્રાર પાસેથી બન્ને મેરેજ રજીસ્ટર ફોર્મ લઇ આવ્યા. મારિયા પોતાના પૈસામાંથી ઘનુ માટે સરસ ડિઝાયનર સ્યુટ લાઇ આવી..!! બન્ને માટે એ વેડિંગ રિંગ પણ એ જ લઇ આવી....!!

ઘનુના આગ્રહથી હનિમૂન માટે બન્નેએ પ્રથમ ઇન્ડિયા જવાનું અને ત્યારબાદ વર્લ્ડટુર કરવનું નક્કી કર્યું!! ઘનુના આગ્રહથી જ મારિયાએ લોટરી અને લગ્નની વાત સહુ કોઇથી ગોપિત રાખી હતી...!! જ્યાં સુધી ઘનુના પેપર મંજુર ન થાય ત્યાં સુધી લગ્ન બાદ પણ લોટરીની વાત પણ ગુપ્ત રાખવી એવો ઘનુનો નિર્ણય હતો!!

મારિયાના મા-બાપ અને મોટાં ભાગના સગા-વ્હાલાંઓ પુર્ટો રિકો રહેતાં હતાં ત્યાંથી આવે પછી એમની હાજરીમાં બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ઘનુ બિચારાના તો કોઇ સગાં-વ્હાલા અહિં ન્હોતા...!!ઘનુએ ઉત્તરસંડા આ વિશે જરા સરખી જાણ થવા ન દીધી કારણ કે એના માત-પિતાને સરપ્રાઇઝ આપવા માંગતો હતો. ચોંકવી દેવા હતા એમને...! ગોરી વહુ અને મોટ્ટી કારમાં જઇને...!

ઘનુને હવે લગ્નની અધીરાઇ હતી. સમય ઝડપથી પસાર થઇ રહ્યો હતો. એ થોડો બેચેન હતો. પરંતુ આવતે અઠવાડિયે મારિયાના મા-બાપ આવવાના હતા. અને લગ્નની તારીખ નક્કી થઇ ગઇ હતી એથી એ ખુશ હતો. એ શુક્રવારે, ઘનુની જીદને કારણે, ના...ના કરી, ઘનુને કરગરાવી મારિયા ઘનુના રૂમ પર જ રોકાય ગઇ હતી.

એને મારિયાએ દિવાનો બનાવી દીધો હતો. મારિયા એના જીવનમાં બહાર બની છવાય ગઇ હતી. સુકા સુકા સહરાના રણમાં મલ્હાર બની વરસી હતી એ...!! એવાં જ એક પ્રેમાળ ઝાપટાંથી ભીંજાયને, તરબતર થઇને મારિયાને ચીપકીને એ ઘસઘસાટ સુતો હતો.!! એટલાંમાં એના રૂમનું બારણું કોઇએ જોર જોરથી ખટખટાવ્યું!! એ ઝબકીને જાગી ગયો...!! મારિયાનો ગોરો પગ એના શરીર પર હતો...! પહેલાં તો એને લાગ્યું કે એને ભ્રમ થયો છે...!!’

‘ઓ...પ...ન..ધ ડો....ઓ...ઓ...ર...!!’ કોઇએ બહારથી બુમ પાડી...

ઘનુએ આંખો ચોળી....!! કાચની બારીમાંથી લાલ-ભુરો પ્રકાશ એના રૂમમાં પડતો હતો....!! પોલિસ કાર-ક્રુઝરની ઇમરજંસી લાઇટનો પ્રકાશ હતો એ....!!

-કોઇએ લફરૂં કર્યું લાગે છે અને પોલિસ આવી લાગે છે...!! મોટેલમાં ધમાલ થતી તો ક્યારેક પોલિસને બોલાવવી પડતી..!! ઘનુએ ટેબલ પર મુકેલ ઘડિયાળમાં જોયું. રાત્રીના બે વાગ્યા હતા.

‘ઓ...પ...ન...ધ ડોર...!!’ ફરી એના જ રૂમનું બારણું ખટખટ્યું, ‘પો...લિ...સ...!!’

નિંદ્રાધિન મારિયાનો માંસલ પગ શરીર પરથી હઠાવી સહેજ ચિઢાયને પલંગ પરથી ઘનુ ઊભો થયો. ફ્લોર પર પડેલ બોક્સર પહેરી પોતાની નિર્વસ્ત્રતા દુર કરી એણે સહેજ બારણું ખોલ્યું....અને બારણું ખુલતાંની સાથે ત્રણ પોલિસ ઓફિસરો તિવ્ર પ્રકાશ રેલાવતી ટોર્ચ લઇ એકદમ દાખલ થયા, ‘ડો...ન્ટ...મુ...વ...!!’

એક પોલિસ ઓફિસરે એના તરફ રિવોલ્વર તાકી હતી તો બીજાએ એની આંખો પર ટોર્ચની રોશનીનો શેરડો તાકી એને આંજી નાંખ્યો...અને ત્રીજા પોલિસ ઓફિસરે ઝડપથી ઘનુ કંઇ સમજે તે પહેલાં તો એનાં બન્ને હાથ શરીરની પાછળ લઇ જઇ હાથકડી પહેરાવી દીધી!! એક ક્ષણમાં જાણે આમ થઇ ગયું...!! વાયરલેસ પર પોલિસે કહ્યું, ‘સબજેક્ટ ઇસ અંડર કંટ્રોલ....!!’ ત્યારબાદ, બીજા પોલીસે રૂમની મુખ્ય લાઇટ સળગાવી...!! ઘનુ ઘનચક્કર થર થર ધ્રુજતો હતો...!!

ઘસઘસાટ ઊંઘતી મારિયાનેત્રીજા પોલિસે એના કૂલા પર ઠપકારતાં કહ્યું, ‘વે...ઇ...ક અપ યુ બીચ...!!’ મારિયા ઘસઘસાટ ઊંઘતી એકદમ ઝબકીને જાગી ગઇ ને પલંગ પર ચમકીને બેઠી થઇ ગઇ...!! એ એકદમ નિર્વસ્ત્ર હતી..!! ઝડપથી એણે બ્લેંકેટ ખેંચી પોતાના વક્ષસ્થળોને ઢાંક્યા...!!

‘વો...વો....વો...!!’ મારિયાને નિહાળી એક ઓફિસરે સહેજ આશ્ચર્યથી બુમ પાડી...!!

બ્લેંકેટ ખેંચી પોતાના શરીર પર જેમતેમ ઓઢી દોડીને મારિયા બાથરૂમમાં ભરાય ગઇ...અને બાથરૂમમાંથી રોબ પહેરી બે હાથો વડે એને સરખો કરતી થોડી વાર પછી બહાર આવી...!! ઘનુ હજુ ય બોક્સરભેર થર થર ધ્રૂજતો ઊભો હતો...એને સમજ પડતી ન હતી કે આ શું થઇ રહ્યું છે....!!

‘હુ આ....ર....યુ....ઊ....??’ એક ઓફિસરે ઘનુને ખુરશી આપી બેસવાનો ઇશારો કરી એની એકદમ નજીક ઊભાં રહી પુછ્યું, ‘વ્હોટ ઇસ યોર ને...ઇ...મ...!?’

‘ઘનુ....!! ઘનશ્યામ પટેલ....!!’ થુંક ગળી ખુરશી પર ઉભડક બેસતાં ઘનુ બોલ્યો. હાથકડી પહેરેલ પાછળ કરી દેવાયેલ હાથોને કારણે એને બેસતાં ફાવતું ન્હોતું....

‘વ્હે...ર...ઇ...સ યોર લાયસંસ....!?’

-શું બોલે ઘનુ....!!??

‘વ્હોટ ઇસ હિસ ફોલ્ટ....!?’ મારિયાએ સહેજ ગુસ્સાથી પુછ્યું, ‘વ્હોટ ડીડ હી રો...ન્ગ....!!’

‘યુ શટ અપ હૉ...ઑ..ઑ...ર...!!’ પોલિસે ઓફિસરે મારિયાને ગુસ્સે થઇ કહ્યું, ‘આઇ એમ નોટ આસ્કિંગ યુ....!!’ બીજા બે પોલિસોએ ઘનુના એ નાનકડાં રૂમની, બાથરૂમની ઝડપથી તલાશી લીધી.

‘ડુ યુ અંડરસ્ટેન્ડ ઇંગ્લિશ, સ...ર...!?’ ઘનુના માથા પર ઝંળુબતો પોલિસ સહેજ ચિઢાયને બોલ્યો, ચ‘વ્હે....ર...ઇ...સ યોર લાયસંસ.....!!’

‘ય....સ....!! ય....સ....સર....!!’ ઘનુ ધીમેથી બોલ્યો, ‘આઇ ડુ નોટ હેવ લાયસંસ.....!!’

‘ય....સ....!! ય....સ...સર....!!’ ઘનુ ધીમેથી બોલ્યો, ‘આઇ ડુ નોટ હેવ લાયસંસ....!!’

‘એની આઇડી....??’

‘............!!’ ઘનુ મૌન....હોઠ સિવાય ગયા એનાં.....

‘પાસપોર્ટ....!?’

‘લી...ઇઇઇ...વ...હિમ્‌...!’ મારિયાએ ફરી ઘનુની વહારે આવવાનો પ્રયત્ન કર્યો.

બીજાં પોલિસે મારિયાનો હાથ પકડી ખેંચીને અંગ્રેજીમાં ભદ્દી ગાળ દઇ જોર કરી પલંગ પર બેસાડી દીધી, ‘સીટ ડા...ઉ...ઉ...ન...!! ઇફ યુ સ્પિક અ વર્ડ, આઇ વીલ એરેસ્ટ યુ....!’ એણે મારિયાને ધમકી આપી.

‘ઇ....ન્ડિ...ઇ...ઇ...ય...ન....!??’ ઘનુની પાસે ઉભેલ પોલિસે ઘનુને પુચ્છયું....

હકારમાં ઘનુને એની ગરદન નિરાશ થઇને હલાવી....

‘યુ...ઉ...!! બ્લડી...ઇ...ન્ડિ....ય....ન...!! વ્હેર ઇસ યોર પાસપોર્ટ...વીસા....ગ્રીન કાર્ડ....એની પેપર....!??’

‘...........’ ઘનુ નીચું જોઇ ગયો.....!!

પેલા ઓફિસરે ઘનુનને હડપચીથી એની નીચો થઇ ગયેલ ચહેરો ઉપર કરી પોતાનો આઇ ડી કાર્ડ ઘનુને બતાવ્યો, ‘આઇ એમ ઇન્સ્પેક્ટર વિલિયમ આમૉસ...!! હોમલેંડ સિક્યુરીટી ઓફ યુએસ....! આઇ એમ એરેસ્ટિંગ યુ મિસ્ટર પટેલ ફોર ઇમ્પ્રોપર રેસિડેન્સી ઓફ યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકા અંડર હોમલેંડ સિક્યુરિટી એક્ટ ઓફ યુએસ....!!’

એ દરમ્યાન અન્ય ઓફિસરે મારિયાનું લાયસન્સ તપાસી વોર્નિંગ આપી એના ઘરે જવાનો આદેશ આપ્યો. બીજા પોલિસ ઓફિસરે ઘનુને જમણા હાથનું બાવડું પકડી ઉભો કરી એના ફરતે બ્લેંકેટ વિંટાળ્યું બહાર લાવી ઘનુને પકડી ધીરેથી એનું માથું નમાવી ‘ટેઇક કેર’ કહી પોલિસ કારમાં પાછળ બેસાડી દીધો...ઘનુ સ્તબ્ધ બની ગયો હતો... જાણે કોઇ દુઃસ્વપ્ન જોઇ રહ્યો ન હોય....!!

એની ધરપકડ થઇ ચુકી હતી...!! ત્રણેય પોલિસ ઓફિસરોએ બહાર ઉભાં રહી થોડી વાત-ચીત કરી. એકે સિગરેટ સળગાવી. થોડી પળો બરાબર કપડાં પહેરી મારિયા પણ બહાર આવી. ઇન્સ્પેક્ટર વિલિયમે મારિયા પાસે જઇ એની સાથે થોડી ગુસપુસ કરી....તદાચ, ફરી ચેતવણી આપી...!!

એ ઘનુએ પોલિસ કારમાંથી નિહાળ્યું. ઘનુએ પણ મારિયા સાથે વાત કરવી હતી પરંતુ, એ કંઇ બોલી ન શક્યો. મારિયાએ એની કાર શરૂ કરી. બે પોલિસ કારમાંથી એક કાર મારિયાની કારની પાછળ પાછળ ગઇ અને ઘનુને લઇ અન્ય બે પોલિસો સહિત કાર પોલિસ સ્ટેશને ગઇ. આ બધી ધમાલમાં એ લોટરીની પેલી ટિકિટ લેવાનું તો ભુલી જ ગયો કે જે એને શિક્ષાપત્રીમાં મુકી મેટ્રેસ નીચે સંતાડેલ હતી!!

-ખેલ ખતમ!! ઘનુને રડવાનું મન થતું હતું પણ એ એટલો સ્તબ્ધ થઇ ગયો હતો કે એની લાગણીઓ જાણે થીજી જ ગઇ. પોલિસ સ્ટેશને એને કાળજીપુર્વક ઉતારવામાં આવ્યો. ઇ. વિલિયમ એની સાથે જ કદમ મેળવીને ચાલતો હતો. એક બીજાં પોલિસ અધિકારી સાથે ઇ. વિલિયમે થોડી વાત કરી. અને એ પોલિસ ઘનુ માટે ટ્રેક સુટ લઇ આવ્યો.

જે ઘનુએ પહેર્યો. ઇ. વિલિયમે થોડાં કાગળો તૈયાર કર્યા અને ઘનુની એના પર સહિ લીધી. એના હાથના દરેક આંગળીઓની છાપ લઇ એને જુદા જુદા એંગલે ઉભો રાખી પોલિસે ફોટોગ્રાફર એની આંખની કિકિનો પણ ફોટો પાડ્યો. ઘનુ જાણે લાગણીઓથી પર થઇ ગયો. જાણે એક યંત્ર બની ગયો હતો એ!!

ઇ. વિલિયમે એને એક નાનકડી કોટડીમાં પુર્યો અને પુછ્યું, ‘ડુ યુ નીડ એનીથિંગ મિ. પટેલ?

ઘનશ્યામે થોડી વાર નિર્લેપ ભાવે વિલિયમ તરફ જોયા રાખ્યું પછી હળવેથી એ બોલ્યો, ‘વોટર...!!’

‘અફકોર્સ...!’ ઇ. વિલિયમ હસીને કહ્યું, ‘મિ.પટેલ, યુ વીલ બી પ્રોસિક્યુટેડ ઓન મન્ડે...!! તમને મંડે કોર્ટમાં જજ સામે હાજર કરવામાં આવશે...!! આજે શુક્રવાર છે. શુક્રવારની રાત છે. ફિલ કમ્ફર્ટબેલ!! આઇ વીલ સિ યુ ઇન કોર્ટ...!!’ પાણીની બોટલ આપતાં વિલિયમે કહ્યું, ‘ગુ...ડ નાઇટ મિસ્ટર પટેલ....!!’

ઘનુએ પાણીનો એક ઘુંટ ભર્યો. જે એને ઝેર જેવો લાગ્યો....એ બે દિવસો ઘનુએ કોટડીમાં સાવ નિર્લેપતાથી વિતાવ્યા. સોમવારે એને રૉનક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. પબ્લિક પ્રોસિક્યુટરે એને સમજાવ્યો કે ગુન્હો કબુલી લેવા સિવાય કોઇ ઉપાય નથી કારણ કે, ઘનુ પાસે કંઇ જ ન્હોતું કે જે એને કેસ લડવામાં મદદરૂપ થાય ઇ.વિલિયમ પણ પ્રોસિક્યુટર સાથેની મિટિંગમાં હાજર રહેલા પણ એમણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન્હોતો.

ડરતાં ડરતાં ઘનુએ કહ્યું, ‘મારે એક બે ફોન કરવા છે ઇફ આઇ વિલ બેઇલ....!! આઇ નીડ ટુ ટોલ્ક....!! પ્લિસ, બિફોર ગો ટુ જજ...!’

રૂમમાં પડેલ ફોન તરફ પબ્લિક પ્રોફિક્યુટરે ઇશારો કર્યો. એણે સનીભાઇને ફોન જોડયો એમના સેલ ફોન પર, ‘હ...લ્લો....!! સનીભાઇ...!!હું ઘનશ્યામ....!!’

‘હુ....?? કોણ ઘનશ્યામ....?? આઇ ડોંટ નો એની ઘનશ્યામ....!! યુ ગેટ રોંગ નંબર...!!’ સનીભાઇએ તરત જ ફોન કાપી નાંખ્યો....!! ઘનશ્યામ તો કાપે લોહી પણ ન નીકળે એવો હક્કો બક્કો થઇ ગયો સનીભાઇએ તો હાથ ઊંચા કરી દીધાઃ સા...સનિયો....!!

એ ધ્રુજી ઉઠ્યો....એના હાથ કાંપવા લાગ્યા. સહેજ વિચારી એણે મારિયાનો સેલ નંબર ડાયલ કર્યો, ‘મારિયા...!!’

‘ઓ....ઘનુ ડાર્લિંગ!! હાઉ આર યુ...!?’ મારિયાએ ચિંત્તાતુર અવાજે પુચ્છ્યું, ‘વ્હેર આર યુ...ડિ...ય...ર..?’

‘આઇ એમ હિયર ઇન કોર્ટ....!! મારિયા પ્લીસ હેલ્પ મી...!!’ ઘનુની આંખો ભીની થઇ આવી...

‘આ...ઇ...વીલ...!!’ મારિયા પણ રડતી હોય અવું ઘનુને લાગ્યું, ‘આઇ વિલ ગેટ યુ આઉટ...!! યુ શુલ્ડ ગેટ બે...ઇ...લ...!!’ પછી એ અટકીને બોલી, ‘એ અટકીને બોલી, ‘ધે ફાયર મી ફ્રોમ મોટેલ....!!’

‘મા...રિ....યા...!?’

‘સ્ટોપ નાઉ, મિસ્ટર પટેલ...!’ ઇ. વિલિયમે ફોન પર આંગળી રાખી એની વાત વચ્ચેથી જ અટકાવી દીધી...એટલે ઘનુ મારિયાને લોટરી અંગે કંઇ વાત કરી ન શક્યો...!! એક વાર, બસ એક વાર મારિયાને મળવું જરૂરી હતું....પણ હવે તો દરેક દરવાજા વારાફરતી બંધ થઇ રહ્યા હતા એનાં પર તાળા લાગી રહ્યા હતા અને તાળાની કોઇ ચાવીઓ ન્હોતી ઘનુ ઘનચક્કર પાસે...!!

જડ્‌જ સામે એણે ગેરકાયદેસર યુએસમાં રહેવાનો ગુન્હો કબુલી લીધો. એ સિવાય છુટકો ય ક્યાં હતો!! જડ્‌જે આદેશ આપ્યોઃ ડિપોર્ટેશન ટુ ધી ઓરિજિન કન્ટ્રી એ...એસ....પી...!! નો બેઇલ....!!

જડ્‌જનો આદેશ સાંભળી ઘનુનું લોહી થીજી ગયું. એની આંખો છલકાય ગઇ...!!

-તારૂં તો ધનોતપનોત નીકળી જશે....!! ગુરુજીએ શ્રાપ આપ્યો હતો....!! એને ગુરુજીની તીવ્ર યાદ આવી ગઇ...!!

ઇંસ્પેક્ટર વિલિયમે એના ડિપોર્ટેશેન પેપર ઝડપથી તૈયાર કર્યા. ઇન્ડિયન કોંસ્યુલેટ જનરલને પણ જાણ કરવામાં આવી. એનો પ્રોવિઝનલ પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. ને બિચારા ઘનશ્યામ ઊર્ફે આપણા ઘનુ ઘનચક્કરને મુંબઇ જઇ રહેલ કોન્ટિનેંટલ એરલાઇનની ફલાઇટમાં બેસાડી દેવામાં આવ્યો. ઇ. વિલિયમ પોતે એને ડિપોર્ટ કરવા માટે આવ્યા હતા અને ઘનુ માટે સીધી એંટ્રીની તથા કસ્ટમ ક્લિયરન્સનીએ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઘનુ જાણે જીવતી લાશ બની ગયો. વિમાન મુસાફરોથી ઉભરાય ગયું હતું. ટરમેક પરથી વિમાન પાછળ હટ્યું...રનવે પર ગોઠવાયું....!! ઘનુની આંખો છલકાય રહી હતી...!! વિમાને પોતાનું સર્વ બળ વાપરીને દોટ લગાવી પલકવારમાં એ અદ્ધર થયું ને આકાશમાં નિર્ધારિત ઊંચાઇએ પહોંચી ગયું!! સીટ બેલ્ટની સાઇન બેકરેસ્ટમાં ખોસેલ ન્યુઝ પેપર યંત્રવત્‌ ખેંચ્યું. ખોલ્યું. વાચ્યું. પ્રથમ પાના પર જ સમાચાર હતા.

મેગા મિલિયન જેકપોટ વિનર અનવેઇલ્ડ...!!

ઘનુ ઘનચક્કર ચમક્યો....!!

મિસ મારિયા રોડ્રિગસ એન્ડ હર ક્રિયાંસે એકબીઆઇ ઇન્સ્પેક્ટર વિલિયમ આમૉંસ આર ધ વિનર ઓફ મેગામિલિયન જેકપોટ ઓફ ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલર....!!

સમાચારની નીચે મારિયાનો, ઇ. વિલિયમનો અને મારિયાના કુટુંબીજનોનો ખુશખુશાલ ફોટો હતો અને મારિયાના હાથમાં ટુ હંડ્રેડ ટેન મિલિયન ડોલરના ચેકની મોટ્ટી પ્રતિકૃતિ હતી....!!

-ઓ...ઓ...ઓ...!! ઘનુના હાથમાં પેપર ધ્રુજવા લાગ્યુંઃ મારિયા...યુ...યુ...ટુ...!??

હા...હા...હા...હા...હા...હા...!! ઘનુ ઘનચક્કર પાગલની માફક જોરથી જોરથી મોટ્ટેથી હસવા લાગ્યો...અને પછી હસતા હસતા ડૂસકાં ભરી રડી પડ્યો....!! રડતો જ રહ્યો...રડતો જ રહ્યો... રડતો જ રહ્યો!! હજુ ય રડી જ રહ્યો છે...ઘનુ ઘનચક્કર!!

(સમાપ્ત)

સલામ નમસ્તે....

બાબુભાઇ ત્રિભોવનદાસ કાપડિયા...

આ નામ જ પુરતું એમની ઓળખ માટે !વલસાડના મોટાં બઝારમાં કાપડનો આલીશાન શોરૂમ છે એમના નામે. એમાં આખી દુનિયાના ખ્યાતનામ મિલના કાપડ તમને મળે. અરે !!તમે નામ તો લો એ કાપડ મળે...!! પચાસ રૂપિયે મિટરની માંડીને પંદર હજાર રૂપિયે મિટર સુધીનું...!! આમ તો બાબુભાઇની કહાણી લાંબી છે.

પીઠ પર કાપડની ગાંસડી લઇ વલસાડની આજુબાજુ આવેલ આદિવાસી ગામડાઓમાં ફેરી ફરી ‘ફે....એ...એ...ન્સી કાપડ તરેવા આ આ આ...ર’ ની બુમો પાડી ગળું બેસી જતું. એમની પીઠ પર પડેલ આંટણો હજુ ય એમના એમ છે.

પરંતુ હવે એ દિવસો ગયા...!! એમની પ્રમાણિકતા મહેનત અને આહસિક સ્વભાવે રંગ રાખ્યો....સગાં-વ્હાલા મિત્રો પાસેથી ઓછીના-પાછીના કરીને એક નાનકડી દુકાન ખોલી હતી એક ઓટલા પર આજથી પચ્ચીસેક વરસ પહેલાં જે આજે બાબુભાઇ ત્રિભોવનદાસ કાપડિયાના નામે ચાલતા ભભકાદાર શોરૂમમાં પાંગરી હતી !! જાણે તણખલામાંથી વટવૃક્ષ બન્યું.

આજે બાબુભાઇના જીવને થોડો ઉચાટ છે. કારણ કે, એમની મોટી દીકરી વસુંધરાને જોવા માટે નવસારીથી છોકરો આવવાનો હતો. વારંવાર એઓ ઘડિયાળમાં જોતા હતા. સાથે મોટાં છોકરા કશ્યપને મોકલાવ્યો હતો. એને મોબાઇલ પર બે વાર રિંગ કરી સલાહ-સુચનો આપ્યા. અઢીનો ફાસ્ટ રાબેતા મુજબ દોઢ કલાક લેઇટ હતો!!

‘તમે શાંતિ રાખો!!’ એમના ધર્મપત્ની કાંતાબેને એમને કહ્યું, ‘એ તો આવશે સમય થશે ત્યારે. તમારા આમ હાયવોયથી કોઇ થોડું વહેલું આવી જવાનું છે.’

‘શું આવશે.....!! સા.... આ રેલ્વેવાળાના પણ કોઇ ઠેકાણા નથી.’ બાબુભાઇ બેઠકખંડમાંથી રસોડામાં ગયા, ‘તેં નાસ્તો-પાણી તો બરાબર મંગાવી રાખેલા છે ને....?!’

‘હા...ભાઇ...હા...!! શાંતિબુવનનુંં ભુસું, ભાવનગરીના પેંડા, નોવલ્ટીની બિસ્કિટ...બ...ધું જ છે...! તમે ખોટી ચિંતા ન કરો..!!’

‘જો છોકરો સારો હોય તો બેસી જવું છે....!’

‘વસુને પણ પસંદ પડવો જોઇને?!’ એમને યાદ દેવડાવતાં હોય એમ કાંતાાબેને ધીમેથી કહ્યું.

‘આમાં એની પસંદ-નાપસંદનો સવાલ જ નથી ! એ લોકો હા પાડે એ જ બસ છે. આજે આવું સારૂં ઘર અને આવો છોકરો આજના જમાનામાં ક્યાં મળે છે !! છોકરાના ફાધર સમાજમાં આગળ પડતાં છે. ઇન્કમ ટેક્ષ ઓફિસર હતા એ !!રિટાયર થઇ ગયા તો ય એમના નામના સિક્કા પડે છે હજુય ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેંટમાં...!! આપણી સાથે મેળ પડે એવું ફેમિલિ....!! છોકરો પાછો બેંકમાં ઓફિસર....!! કાયમી નોકરી...!! બાંધ્યો પગાર....!! પાછો ઘરમાં નાનો....!! બધા ભાઇ બહેનો ઠેકાણે પડી ગયેલાં....!!’

કાંતાબેનને લાગ્યું કે હવે આગળ બોલવા જેવું ન્હોતું. આમેય બાબુભાઇનો સ્વભાવ એમનું ધાર્યું કરવાનો જ હતો. એમનો બોલ એટલે જાણે કાળે કાયદો...!! એમનો સ્વભાવ બધાથી અલાયદો...!!

‘પ...ણ!!...’ આ તો દીકરીની આખી જિંદગીનો સવાલ છે એમ કરી એ આગળ બોલવા તો ગયા પરંતુ એમની વાત વચ્ચેથી તોડી લેતાં બાબુભાઉ જરા ક્રોધિત થઇ બોલ્યા, ‘બેસ...બેસ, હવે આમાં તને કંઇ સમજ ન પડે...!!’ આ બાબુભાઇનો મુદ્રાલેખ હતો.

અંદર પોતાના રૂમમાં તૈયાર થતી વસુ મમ્મી પપ્પાની વાતચીત સાંભળતી હતી. હજુ તો એ કોલેજમાં હતી છેલ્લા વરસમાં...!! એને કંઇ હમણા પરણવું ન્હોતું...!! એની ઉંમર પણ ક્યાં હતી...પણ પપ્પાને જાણે પરણાવી દેવાની ઉતાવળ હતી...અને એ જાણતી હતી કે એનાંથી ના પડાવાની ન્હોતી. પપ્પા જે કહે તે જ ઘરમાં થતું હતું.

મને કમને એ તૈયાર થતી હતી. એક એવોય વિચાર એના મનમાં આવી ગયો કે એવું કંઇ કરવું જોઇએ કે છોકરો જ એને પસંદ ન કરે...!! ના પાડી દે...!! પણ કેવી રીતે...!! એ નખશીખ સુંદર દેખાવડી હતી...પહેલી જ નજરે કોઇને પણ પસંદ પડી જાય!!..

‘મ...મ્મી!!..’ કાંતાાબેન વસુના રૂમમાં એને તૈયાર થતી હતી એ જોવા આવ્યા એટલે વસુ બોલી, ‘મ..મ્મી...!! આ પપ્પા જો ને...!!’ વસુની આંખ ભીની થઇ ગઇ.

‘તું એક વાર છોકરાને જો તો ખરી...!! આપણે ક્યા આજેને આજે તારા લગ્ન કરી નાંખવાના છીએ...!?’ કાંતાબેને વસુને સમજાવતા કહ્યું. પરતું એઓ પણ જાણતા હતા કે ધાર્યું તો બાબુભાાઇનું જ થશે...!

‘તું નક્કામી ચિંતા કરે છે દીદી....!!’ વસુને તૈયાર થતી નિહાળી રહેલ એની નાની બહેન ઇંદુ બોલી, ‘તને લગ્ન કરવામાં વાંધો શું છે...!’

‘બે...સ...!! ચાંપલી....!!’ વસુએ એના ડોળા મોટાં કરતાં કહ્યું, ‘તું બહાર જા અહિંથી હમણાને હમણા નહિંતર મારા હાથની એક પડશે....!’ વસુએ તમાચો મારવાનો ઇશારો કરતાં કહ્યું.

એટલામાં જ બાબુભાઇ વસુના રૂમમાં આવ્યા, ‘કશ્યપનો ફોન આવી ગયો છે. એ લોકો આવી ગયા છે. બે જ જણા છે. છોકરો નિખિલ અને એની બા ગંગાબેન....!! તું તૈયાર તો છે ને...?’ વસુ તરફ નજર કરતાં એ બોલ્યા, ‘....અ...ને આવું દિવેલ પીધેલાંં જેવું ડાચું ન કર...!!’

થોડી જ વારમાં આંગણામાં ઝેન આવીને ઉભી રહી. કશ્યપે એની ટેવ મુજબ ધીમેથી હોર્ન વગાડ્યો. બાબુભાઇ અને કાંતાબેન આગળના બેઠક ખંડમાં ગયા.

‘આ...વો...આ....વો...!!’

કશ્યપની પાછળ પાછળ એક ઊંચો યુવાન અને બેઠી દડીની આધેડ સ્ત્રી આવ્યા.

‘આવો ગંગાબેન...! કેમ છો નિખિલા....?’

‘સરસ....!! તમને રાહ જોવડાવી....!!’ પેંટના ગજવામાંથી રૂમાલ કાઢી ચશ્મા સાફ કરતાં નિખિલે કહ્યું, ‘ગાડી લેઇટ થઇ ગઇ...! નવસારી તો રાઇટ ટાઇમ હતી પણ પછી અમલસાડમાં નાંખી !’ નિખિલ પાતળો ઊંચો ગોરો યુવાન હતો. સહેજ નાના ચહેરા પર એનું નાક ધ્યાન ખેંચતું હતું. એ ખામી સંતાડવા જાણે એના પર ઘોડાના ડાબલા જેવાં મોટાં ચશ્મા ગોઠવી દીધા હોય એમ લાગતું હતું !!

સર્વે બેઠકખંડમાં સોફામાં ગોઠવાયા.

‘આજે ગરમી જરા વધારે છે.....!!’ શું વાતો કરવી...ક્યાંથી શરૂઆત કરવી એની બાબુભાઇને સમજ પડી.

‘એની સિઝન છે...!’ લાંબા નાક પરતી ઉતરી આવતા ચશ્મા જમણા હાથની પહેલી આંગળી વડે સરખાં ગોઠવતા મ્લાન હસીને નિખિલ બોલ્યો.

‘પ...પ્પા...!!’ બાબુભાઇ તરફ નિહાળી કશ્યપ બોલ્યો, ‘હું જાઉં શોરૂમ પર...!! ઘરાકી છે અને મહેતાજી આજે વહેલાં જવાના છે....!’ કશ્યપ વિસેક વરસનો તરવરિયો યુવાન હતો. આગળ ભણીને પણ શોરૂમ જ સાચવવાનો છે એમ માનીને બાબુભાઇએ કશ્યપને હાયર સેકંડરી પછી શોરૂમમાં જ જોતતરી દીધો હતો. કશ્યપ બિચારાએ તો આગળ ભણવું હતું. કોલેજ કરવી હતી !!પણ બાબુભાઇ આગળ ક્યાં કોઇનું કંઇ ચાલે !!

‘સારૂં !!પણ પાછી ગાડી જોઇશે....!!’

‘અમે તો રિક્ષામાં નીકળી જઇશું!!’ નિખિલ બોલ્યો.

‘અ....રે....!! એમ કંઇ હોય....!!’ બાબુભાઇ બોલ્યા, ‘કશ્યપ, તું એમ કર....!! મહેતાજી સાથે ગાડી પાછી મોકલી આપ...!’

કશ્યપ ઝડપથી અંદર વસુના રૂમમાં ગયો, ‘સરસ છે....!! ચાલશે!!..’ વસુને કહી એ જ ઝડપથી બહાર નીકળી ગયો.

‘હમણા લગ્નની સિઝન છે... એટલે ઘરાકી વધુ રહે....!! તમે જોયોને આપણો શોરૂમ.....??’ જરા ગૌરવથી બાબુભાઇ પુછ્યું.

‘હા, આવતી વખતે કશ્યપે બતાવ્યો....!! મોકાની જગ્યાએ છે....!!’

રસોડામાં પાણીના ગ્લાસ ભરતાં ભરતાં વસુ વિચારતી હતીઃ કોણ જાણે શું થશે....!! એની જિંદગીમાં આ પહેલો જ પ્રસંગ હતો છોકરો જોવાનો...!! એણે એક ઊંડો નિઃસાસો નાંખ્યો!!.

‘દીદી...!! છોકરો તો સારો છે....પણ....’ ચાંપલી ઇન્દુએ ડીસમાંથી પેંડો લઇ મ્હોમાં મુકતા કહ્યું... ‘પ...ણ...!!’

‘પ....ણ શું !!’ વસુને જિજ્ઞાસા થઇ

‘સાવ પાતળો છે...!! લં...બુ....ઉ....સ....!!’ હાથ ઊંચો કરી ઊંચાય બતાવતા ઇન્દુએ કહ્યું.... ‘ને નાક લાં...બ્બુ છે...!! કાકડી જેવું.....!!’

‘તને ગમ્યો...??’

‘એં એં....!’ ઇન્દુએ હાથના ઇશારાથી પોતાની અવઢવ બતાવી....!! એ કહેવા માંગતી હતીઃ ફિફ્ટી ફિફ્ટી....!!

‘વસુ....’ કાંતાબેન રસોડામાં આવ્યા, ‘ચાલ દીકરા, પાણી લઇ જા એ લોકો માટે....!’

સર્વિંગ ટ્રેમાં ચાર ગ્લાસ મુકી વસુ બેઠકખંડમાં આવી. એણે જ્યોર્જેટની ગુલાબી સાડી પહેરી હતી. જેનાં પર ફુલપાનની કાળી સુંદર બોર્ડર હતી..આમ તો સાડી પહેરવાનો જરાય વિચાર ન્હોતો...પ....ણ...! ટ્રે સાઇડની ટિપોય પર મુકી એમાંથી ગ્લાસ ઉપાડી નિખિલને આપતા નિખિલ તરફ એણે એક નજર કરી.

નિખિલ તો તાકી તાકીને એને જ જોઇ રહ્યો હતો!.. અને એ જ કરવા તો એ આવ્યો હતોઃ છોકરી જોવા....!! બીજો ગ્લાસ ગંગાબેનને આપ્યો. અને પછી ઝડપથી રસોડામાં પહોંચી ગઇ. એનું દિલ જોર જોરથી ધક ધક કરતું હતું.

-હવે....!! વસુને એની સખી ગુલશનની યાદ આવી ગઇ. ગુલ કહેતી હતી કે, તારો નંબર લાગી જવાનો...!! ગુલ એની સાથે કોલેજમાં જ અભ્યાસ કરતી હતી. પારસણ હતી...! રમુજી હતી...!!

સર્વિંગ ટ્રેમાં વિવિધ નાસ્તાની ડીશો લઇ એ ફરીથી બેઠકખંડમાં આવી. રૂમની મધ્યમાં ગોઠવેલ ચોરસ ટેબલ પર બધી ડીશો એણે વ્યવસ્થિત ગોઠવી ચોરી ચોરી એ નિખિલને જોઇ લેતી હતી. નાકની દાંડી પર ચશ્મા બરાબર ગોઠવી નિખિલ પણ એને જ તાકી રહ્યો હતો.

‘ચા....કે...કોફી...!?’ વસુએ નિખિલ તરફ નિહાળી પુછ્યું.

‘કંઇ...પ....ણ....!!’ પછી એની માતા તરફ જોઇ એ બોલ્યો, ‘ચા ચાલશે...!’ જાણે માતાની આજ્ઞા ન લેતો હોય....!

વસુ ફરી રસોડામાં આવી.

-આનો કોઇ ફ્રેન્ડ ન હશે કે એની મા સાથે દોડી આવ્યો...!! ગેસ પર ચા મુકી એ પોતાના રૂમમાં જઇ પોતાની જાતને અરીસામાં નિરખી આવીઃ બધું બરાબર હતું !!

બેટક ખંડમાં બાબુભાઇ નિખિલ સાથે વાતો કરી રહ્યા હતા, ‘બેંકમાં તમે ક્યા ડિપાર્ટમેંટમાં કામ કરો છો?’

‘હું લોનનું કરૂં છું....!! હાઉસિંગ લોન!!’ ડીશમાંથી ચવાણુનો ફાંકો મારતાં એ બોલ્યો, ‘અમારે ટાર્ગેટ કરતાં વધારે કામ થાય છે. આજે તો ઇંટરેસ્ટ રેઇટ પણ ઓછા છે અને લોકો હવે ઘર બાંધવા લેવા માટે લોન લેતા થઇ ગયા છે.’ ટેવ મુજબ એણે નાક પર ચશ્મા ઠેકાણે કર્યા.

‘હં....!!’પછી તો ભાત ભાતની વાતો થઇ. બાબુભાઇએ એમની વાતો દોહરાવીઃ કાપડને ફેરીથી લઇને વિમલ...દિગ્જામ...રેમંડથી માંડીને લોર્ડસ એન્ડ ટેઇલર સુધીની વાત...

‘તમારે વસુ સાથે....!’ બાબુભાઇએ નિખિલને કહ્યું એવું હોય તો અંદરના રૂમમાં...

‘ના...ના...એવું કંઇ જરૂરી નથી !!ઇટ્‌સ ઓકે....!!’

‘તો પણ....!’ બાબુભાઇએ આગ્રહ કર્યો.

‘ના....ના....!!’ પોતાની માતા ગંગાબેન તરફ જોઇ નિખિલ બોલ્યો, ‘આમ પણ હવે અમો નીકળીએ....! સયાજીનો ટાઇમ પણ થઇ ગયો છે.

‘જમીને જવાનું હતું...!’ કાંતાબેને ગંગાબેનને કહ્યું.

‘ના...ના...અને જુઓને જમવા કરતાં તો વધારે નાસ્તો કરી લીધો છે !!અમે હવે નીકળીએ!!’ ઉભાં થતાં ગંગાબેન બોલ્યા. નિખિલ પણ ઉભો થઇ ગયો.

બાબુભાઇએ કાંતાબેન તરફ ઇશારો કરી અંદરથી વસુને બોલાવવા કહ્યું. એટલામાં નિખિલ અને ગંગાબેન ઘરની બહાર નીકળી ગયા. એમની પાછળ પાછળ બાબુભાઇ પણ ઝોનની ચાવી લઇ બહાર આવ્યા.

‘તમે તો ન જ માનવાના....!! ચાલો, તમને સ્ટેશને ઉતારી દઉં...!!’

‘અમે રિક્ષામાં જતાં રહીશું...!’

‘અ...રે...!! એમ તે કંઇ હોય...!! ઘરની ગાડી છે...!! હું તમને ઉતારી દઉં....!!’ ઝેનનો દરવાજો ખોલી એ બોલ્યા. નિખિલ-ગંગાબેન ઝડપથી ગાડીમાં ગોઠવાયા. બન્નેએ બાબુભાઇ સ્ટેશને ઉતારી આવ્યા.

***** ***** ***** *****

અઠવાડિયા પછી નવસારીથી ફોન આવ્યોઃ નિખિલને વસુ પસંદ પડી હતી!!

બાબુભાઇ ખુશ હતા. હવે બધું ઝડપથી પતાવી દેવું પડશે. ધરમના કામમા ઢીલ ન થાય...!! સગાં-વ્હાલાને ફોન થયા...!! એકાદ-બે ફેરાં નવસારીના થયા. એ...ને શુભમુહર્ત જોઇ સગાંસંબંધીઓ અને મિત્રમંડળની હાજરીમાં સાકરપળાની આપલે થઇ !!ગોળ ધાણા વહેંચાયા...નિખિલ-વસુના વેવિશાળ થઇ ગયા અને વસુના ગ્રેજ્યુએટ થયા પછી લગ્નનું આયોજન કરવાનું નક્કી થયું!!

***** ***** ***** *****

વસુના મનને અજંપ હતો. વેવિશાળ પછી હકથી બે-ત્રણ વાર નિખિલ વલસાડ આવી ગયો.

નિખિલ...નિખિલ...નિખિલ....નિખિલ....!!

વસુએ કરેલ પતિની પરિકલ્પનામાં નિખિલ ક્યાંય ગોઠવાતો ન્હોતો.

-આની સાથે જીવન કેમ વિતાવાશે...!!

સળવળતી હતી વસુ....છટપટતી હતી....!! જ્યારે નિખિલ આવતો ત્યારે એ હસતું મ્હોં રાખી એની સાથે હરતી-ફરતી. તિથલના દરિયે પણ જઇ આવી. સાંઇબાબાના મંદિરે પણ જઇ આવી !!..પરંતુ બળતા રૂની માફક અંદર અંદર એ બળતી હતી જે બહારથી કોઇને દેખાતું ન્હોતું. બાબુભાઇ ખુશ હતા.

કાંતાબેન પણ સમજતા હતા કે બધું રાગે પડી ગયું છે. નિખિલ તો વસુને મેળવીને ધન્ય ધન્ય થઇ ગયો હતો!! વસુને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો. નિખિલ પર ગુસ્સો આવતો હતો. પપ્પા પર ગુસ્સો આવતો હતો આખી દુનિયા પર ગુસ્સો આવતો હતો !!

જ્યારે નિખિલ એના ચહેરા પર પોતાનો ગોરો ઝુકાવી ઝુકાવી વાતો કરતો ત્યારે જાણે બગલો માછલી પકડવા તરાપ મારતો હોય એવું મહેસુસ થતું વસુને....!! એ જલ બિન મછલીની જેમ તરફડતી હતી...!! વળી વાત વાતમાં એની બા તો આવી જ જાય....!! બા આમ કરે ને બા તેમ કરે...!! બાને આવું બહુ હતી...!!

વળી વાત વાતમાં એની બા તો આવી જ જાય...!! કોઇ તારી વાત કર...!! તારા શોખની વાત કર....!! તારા દોસ્તની વાત કર...!! આ શું....!! બા...બા...બા..બોલું હું તો અક્ષર પહેલો બા...બા...બા..ની કવિતા જ ગાયા કરે છે....!! પણ શું થાય...!! બા...બા...બા...ની કવિતા એણે સાંભળવી જ પડતી અને ભવિષ્યમાં ગાવી પણ પડશે....!!

***** **** ***** *****!!

‘કેમ અલી....!! મજા આવે છે તારા માટીડા સાથે...!?’ કોલેજના કોમન રૂમમાં એની ખાસ સખી ગુલશન સાથે વસુ બેઠી હતી, ‘કેમ આવી વાસી કમરક જેવી કરમાઇ ચાલી ??’ અનાં ટીખળી સ્વભાવ મુજબ એ હસતી હતી, ‘તારો લંબુ તને બહુ યાદ આવતો લાગે...!!’

‘ગુ....લ્લુ....!!’ ભારેખમ નિઃસાસો નાંખી વસુ બોલી, ‘તને આમાં સમજ ન પડે...!!’

‘તો...ઓ...પછી તું પાડ !!તને તારા રિતિક રોશને શું સમજ પાડી...!! કંઇ સાધન બાધન વાપરજે...!! નહિંતર લગન પહેલાં જ ઊંવા ઊંવા આવી જશે...!!’ હસીને ગુલુ બોલી.

‘ચુપ કર...!! બક બક ન કર....!! એવું કંઇ નથી...!!’ વસુની આંખમાં પાણી આવી ગયા. હસવાને બદલે ગમગીન થઇ ગઇ વસુ...!! એને આમ ગમગીન થઇ જતાં ગુલ પણ હસતાં હસતાં એકદમ અટકી ગઇ....!! એને લાગ્યું કે દાળમાં જરૂર કંઇ કાળું છે....!! વસુનો હાથ પ્રેમથી પકડી ગુલ બોલી, ‘શું વાત છે...!! મને ન કહેવસ....!!’ વસુની આંખમાં આંખ પરોવી એ બોલી.

વસુએ એનું દિલ ખોલી નાંખ્યું. એ જ તો એક હતી. એના દિલની વાત સમજવા વાળી...!! સાંભળનારી...!! બાકી બધા તો નિખિલ...નિખિલનો જાપ જપતા હતા...!!! સો વાતનો એક જ સાર હતોઃ વસુને નિખિલ જરાય પસંદ ન્હોતો....!! દીઠો ગમતો ન્હોતો...!! રડી પડી વસુ....!!

‘તો પછી ના પાડી દે....!! આમ ઠુંઠા આસુંએ રડવાથી કંઇ વળવાનું નથી. ગાંડી છે તું તો....!! સાવ પા...ગ...લ...!!’

‘મારી વાત કોણ સાંભળે....?? તને તો ખબર છે ને મારા પપ્પા....!! એ ક્યાં કોઇનું સાંભળે છે....!? માને છે....!?’ વસુએ ધીમેથી ડૂસકું ભર્યું, ‘એ તો મને મારી જ નાં...ખે...!!’

‘તો પછી મરી જા....!’ ચિઢાયને ગુલશન બોલી, ‘તમો માટીડાથી બીઢા કરો તો પછી એવું જ થવાનું....!’

એટલામાં જ બેલ પડ્યો એટલે બન્ને પોત પોતાના ક્લાસમાં ગયા....!!

***** ***** ***** *****

કાંતાબેન બાબુભાઇની રાહ જોઇ રહ્યા હતા. બાબુભાઇનો જમવાનો સમય થઇ ગયો હતો. જમતી વખતે એમને ગરમા-ગરમ કુલકાં રોટલી જોઇતી હતી. તવા પરથી સીધી થાળીમાં....!! એ બાર સાડાબારે ઘરે જમવા આવતા. જમ્યા પછી હીંચકા પર જ એકાદ કલાક વામકુક્ષી ફરમાવતા...!! પણ આજે એમને મોડું થઇ ગયું...!!

કદાચ દુકાને ઘરાકી વધારે હશે....!! એ આવ્યા ત્યારે થોડાં ખિન્ન હોય એમ લાગ્યું એટલે સમય વર્તે સાવધાન સમજી કાંતાબેન મૌન રહ્યા....!! કાંતાબેને થાળી પીસરી.

‘ટ....પા...આ...આ....લ....!’ ટપાલી ટપાલ નાંખી ગયો.

કાંતાબેન આગળ જઇને ટપાલ લઇ આવ્યા. બે-ત્રણ પત્રો અને એક બંધ પરબિડીયું હતું. જમતા જમતા બાબુભાઇ એકદમ ઉભા થઇ ગયા અને કાંતાબેનના હાથમાંથી એ પરબિડીયું છીનવી લીધું. એ ખોલી અંદરનો પત્ર ઝડપથી બહાર કાઢ્યો અને વાંચ્યો.

‘સા....એ...એ...એ...જ...!!’ બાબુભાઇ ગુસ્સે થઇ બોલ્યા...

‘શું છે....!!’ કાંતાબેન ડઘાય ગયા.

‘કોઇ આપણી પાછળ પડેલ છે....!’ પત્ર પર ઝડપથી ફરી નજર દોડાવી એ બોલ્યા, ‘કોઇ ફાચરું મારવા માંગે છે...!!’

‘શું ફાચરું....!!’ કાંતાબેનને કંઇ સમજ ન પડી.

‘લે વાંચ...!!’ પત્ર કાંતાબેનને આપતા એ બોલ્યા, ‘આવો જ કાગળ આજે દુકાને પણ આવેલ છે!!’

‘શ્રીમાન બાબુભાઇ,’ કાંતાબેને પત્ર વાંચવા માંડ્યો..... ‘તમને ચેતવવા માટે આ કાગળ લખેલ છે. તમારી છોકરીનું તમે જે ચોકઠું ગોઠવ્યું છે તે છોકરા નિખિલનું એની બેંકમાં જ કામ કરતી કેશિયર ભાવના ભાવસાર સાથે ચક્કર ચાલે છે. બન્ને બહુ આગળ વધી ગયેલ છે. તમે ચેતી જાઓ તો સારૂં !ચેતતા નર સદા સુખી....લિખતિંગ આપનો શુભચિંતક.’ કાંતાબેને પત્ર વાંચ્યો અને એમને ચિંતા થઇ આવી..., ‘હવે....!?’

‘હવે શું....કંઇ નહિં....!! નાંખી દે...., કચરા ટોપલીમાં એ કાગળ...!!’ ગુસ્સાને માંડ માંડ કાબુમાં રાખ્યો બાબુભાઇએ....

ગરમા ગરમ રોટલી ભાણામાં આપતા કાંતાબેન બોલ્યા, ‘કોણ હશે...!!’

બાબુભાઇને કોળિયો ગળે ઉતરતો ન્હોતો.

‘આપણે તપાસ તો કરવી જ પડશે...!’ ગ્લાસમાં છાસ ભરતાં કાંતાબેન બોલ્યા, ‘એમને એમ તો કો....ઇ....’ એમને વાત ન કરતી. એ પા....છી...’

‘ના...’ એમના વાત વચ્ચેથી કાપતા એ બોલિયા, ‘વસુને તો વાત કરવી જ પડશે. કોઇ બીજા મારફતે એને ખબર તો પડશે તો ઓડનું ચોડ થઇ જશે !! એનાં કરતાં આપણે જ કરીશું... હું એને સમજાવીશ....!!’

‘હું તપાસ કરાવું છું !!’ જમતા જમતા અડધેથી બાબુભાઇ ઉભા થઇ ગયા.

‘અ....રે...રે...!! જમવાનું તો પુરુ કરો...!!’

‘ખાક જમવાનું....!!’ ફોન કરીને એમણે મ્હેતાજીને દુકાનેથી ઘરે બોલાવી લીધા. મહેતાજી વરસોથી દુકાનમાં કામ કરતા હતા. દુકાનના ચોપડા ઉપરાંત સ્ટોક, ઓર્ડર, નફો-તોટો, એક નંબર-બે નંબરનું ઉપરનું-અંદરનું, બધું જ એ સંભાળતા હતા. બહુ જ વિશ્વાસુ હતા.

‘બો...લો, ભાઇ કેમ આમ અચાનક તેડાવ્યો....!?’ બાબુભાઇની બાજુમાં હીંચકા ગોઠવાતા મ્હેતાજી બોલ્યા, ‘કંઇ અરજંટ કામ આવી પડ્યું....!!’

‘હં....અં...અં...!!’ ગુસ્સે માંડ દબાવી ઊંડો શ્વાસ લઇ બાબુભાઇ બોલ્યા.

કાંતાબેને મ્હેતાજીને પાણીનો ગ્લાસ આપ્યો.

‘મ્હેતા....!! ગાડી લઇને તારે હમણા જ નવાસીર જવાનું છે. દુનિયા તળાવ પર સ્ટેટ બેંકમાં....!!’

‘આપણું કો....ઇ...ખાતુ...!!’ મ્હેતાજીને નવાઇ લાગી.

બાબુભાઇ હસી પડ્યા, ‘અરે મ્હેતા....!! ત્યાં આપણે બહુ મોટ્ટું ખાતું ખોલાવી નાંખેલ છે. તને કંઇ ખબર નથી. તુ મારી વાત સાંભળ શાંતિથી. વચ્ચે ડબડબ ન કર..!! તું ત્યાં જા હમણાં જ ને તપાસ કર...કે...ત્યાં કોઇ ભાવના ભાવસાર કામ કરે છે કે કેમ...કેશિયર....!! સમજ્યો....??’

મ્હેતાજીને હજુ ય કંઇ ગડ બેસતી ન્હોતી... ‘ભા...વ...ના...ભા....વ...સા....ર ??’

‘હા..., ભાવના ભાવસાર !! અને એ કેવી છે એની માહિતી લઇ આવ અને જો સમજ કોઇને પણ જાણ થવી ન જોઇએ...શું સમજ્યો...!? જોઇએ તો તું અહિં જમી લે...!! અને જમીને ગાડી લઇને નીકળ....!!’

‘મેં તો મારૂં ટિફિન ખાઇ લીધું છે...હું નીકળું...!!’

મ્હેતાજી નીકળી ગયા. પંખાની સ્પિડ વધારવાનું કહી કાંતાબેનને કહી બાબુભાઇએ હીંચકા પર જ લંબાવ્યું અને આંખો બંધ કરી. એમનો નિયમ હતો બપોરે વામકુક્ષીનો...!!

કોલેજથી વસુ આવી ગઇ. ટીવી ચાલુ કરી ધીમો અવાજ રાખી એ જમવા બેઠો. દરરોજ બપોરે આવતી સિરીયલો જોવાની એને મજા આવતી. જમ્યા પછી આડી-આવળી વાતો કરી કાંતાબેને વસુને પુછ્યું, ‘નિખિલકુમારનો ફોન નથી આવતો તારા પર...?!’

‘બે-ત્રણ દિવસથી નથી....કે...મ...?!’

‘એ આવવાના છે આ શનિવારે...?’ મોટેભાગે શનિવારે નિખિલ વલસાડ આવતો.

‘મને શું ખબર....!! એ ક્યાં ફોન કરીને આવે છે...?!

‘જો, વધુ...દીકરા....!! એમણે કદી તને કંઇ વાત કરી છે કોઇ ભાવનાની...?!’

‘ભા....વ...ના....!!’ હવે વસુને કંટાળો આવવા માંડ્યો આવ્યો....’મમ્મી...મને સિરીયલ જોવા દે....!! તું ડિસ્ટર્બ ન કર...!!’

‘જો....સાંભળ !! આજે એક કાગળ આવેલ છે....નનામો...!! ઘરે અને દુકાને....!! એમાં....!!’

‘શું છે એમાં....?!’ હવે વસુએ કાંતાબેન તરફ ધ્યાન આપ્યું.

‘એમાં લખેલ છે કે નિખિલકુમારનું ભાવના ભાવસાર નામની કોઇ છોકરી સાથે ચક્કર ચાલે છે. કાગળ નનામો છે પણ....!!’

‘મને કાગળ આપ...!!’ વસુએ ટીવી બંધ કર્યું, ‘મમ્મી, ક્યાં છે એ કાગળ...?’

વસુએ કાગલ લીધો...વાંચ્યો..ઘડી વાળી પાછો આપી દીધો...!!

‘હ....વે....?’ એને અંદર અંદર આનંદ થયોઃ નિખિલનું કોઇ લફરું હોય તો સારૂં !!! અને જાન છુટે...!! પણ એ માવળિયો કંઇ લફરું કરે એવું લાગતું તો નથી!!..

‘આપણે બ...ધી તપાસ તો કરાવી હતી પણ આ નવો ફણગો ફુટ્યો...!!’ સહેજ ચિંતાતુર થઇને કાંતાબેન બોલ્યા.

‘મ...મ્મી...ઇ...!’ વસુએ પણ એની ચિંતા પ્રદર્શિત કરી, ‘મને તો બહુ બીક લાગે છે!’

‘તા....રે...બીવાની જરૂર નથી...પણ તું....’ સહેજ અટકીને થુંક ગળીને કાંતાબેન બોલ્યા, ‘તું એની સાથે બહુ આગળ તો વધી નથી ગયેલને....?! તું સમજે છે ને કે શું કહેવા માંગુ છું...!! એની સાથે...’

‘મ...મ્મી...!!’ વસુ ચિઢાયને બોલી...,’ એવું કંઇ નથી થયું....!!’

‘તો સા....રૂં....!!’ કાંતાબેનને રાહત થઇ, ‘જો....દીકરા હમણા સહેજ કાળજી રાખજે...!! એને બહુ ભાવ ન આપતી...!! તારા પપ્પા તપાસ કરાવે છે...ત્યાંં સુધી કોઇને કંઇ પણ કહીશ નહિં...!!’

‘પ...ણ મમ્મી મને તો બહુ બીક લાગે છે...!!’

‘તને તારા પપ્પા પર વિશ્વાસ છે ને...!? એ કંઇ કાચું ન કાપે....!! શું સમજી...!? માટે તું તારે ચિંતા ન કર....!! સહુ સારાવાના થશે...!!’

સાંજે મહેતાજી સમાચાર લઇને આવી ગયા. હા ભાવના ભાવસાર કેશિયર હતી. ચબરાક હતી ભાવનાને એ જોઇ આવ્યા....!! સુંદર હતી...દેખાવડી હતી...!! એની પાસેથી એઓ હજારના છુટા કરાવી આવ્યા હતા....!!!

***** ***** ***** *****

બાબુભાઇ બરાબર ગુંચવાય ગયા.

શું કરવું કંઇ સમજ પડતી ન્હોતી...!! પોતાની જાત પરથી જાણે વિશ્વાસ ઉઠી ગયો...!!

ત્રણ દિવસ પછી બીજો પત્ર આવ્યો...!! પહેલી વારની જેમ જ...દુકાને પણ અને ઘરે પણ...!!

શ્રી માન બાબુભાઇ,

મારો એક પત્ર આપને મળ્યો હશે. નિખિલ અને ભાવના ભાવસાર હોળી-ધૂળેટીની રજાઓમાં આઠથી દશ માર્ચ દરમ્યાન સાપુતારા લેકવ્યુ હોટલમાં રૂમ નંબર દશમાં રંગરેલિયા કરી આવ્યા છે...!! હોળી ઉજવી આવ્યા છે...!! લીલા-લ્હેર કરી આવ્યા છે. એ આપની જાણ ખાતર...!! જો માણસ સમયસર ન ચેતે તો પછી એના પર એની ફેમિલ પર ઘણી વિતે...!! ચેતતા નર સદા સુખી...!!

આપનો સદાનો શુભ ચિંતક.

-તો વાત ઘણી આગળ વધી ગયેલ લાગે છે...!! બાબુભાઇએ વિચાર્યું. છતાં નનામાં કાગળ પર ભરોસો પણ કેવી રીતે કરાય...!? એના પર વિશ્વાસ કેમ કરીને થાય...!?

-આ તપાસ તો કરવી જ પડશે...!!

-જો સાપુતારાવાળી વાત સાચી નીકળે તો...!!

-વિવાહ ફો...ક...!! ગધેડાની ડોકે સોનાની ઘંટડી ન બંધાય....!!

એમણે તપાસ કરવા માંડીઃ એ તારીખો દરમ્યાન હોળી-ધૂળેટી હતી...!! નિખિલ વલસાડ આવ્યો ન્હોતો....!! ત્રણ દિવસની રજા હતી. અરે !!.. એક દિવસની રજા હોય...શનિ-રવિની તો પણ એ વલસાડ દોડી આવતો...! ત્યારે હોળી-ધૂળેટીની રજા હોવા છતાં એ વલસાડ કેમ ન આવ્યો...!?

એમણે બન્ને કાગળ સરખાવી જોયા...!! બન્ને નવસારીથે જ પોષ્ટ થયેલ હતા...!! બન્નેના અક્ષરો મળતા આવતા હતા....! કોઇએ અક્ષરો બદલવાની કોશિષ કર્યા વિના બન્ને પત્રો લખેલ હતા....!!

-કોણ હશે....!?

-કદાચ ભાવના ભાવસાર...જ પત્ર લખતી હશે...!!

-હવે આ સાપુતારાની વાત કેવી રીતે ચકાસવી...!?

-નિખિલને જ સીદી પુછી લેવી...!?

-ના...ના...એ કંઇ થોડું કહેવાનો કે એને ને ભાવનાને લફરૂં છે....!!

-તો...??

-પોલિસ...??હા, પોલિસની મદદ જો મળે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે!!..

-મહેશ માંજરેકર...!! ઇન્સ્પેક્ટર....મહેશ માંજરેકર...!! એ બાબુભાઇને બરાબર ઓળખતા હતા...!! એમના કાયમી ઘરાક....!! યુનિફોર્મનું કાપડ પણ એમની દુકાનેથી જ જતું....!! એમને દાણો દાબી જોવામાં શું વાંધો છે...!? એમણે ફોન કરી જાણી લીધું કે ઇ. મહેશ માંજરેકર ઘરે જમવા જ ગયા હતા. એમણે ફોન કરી એમને મળવાનું નક્કી કર્યું....એ તુરત ઇંસ્પેક્ટરને ઘરે ગયા...!! મળ્યા....!! એમને માહિતગાર કર્યા....!!

સમજાવ્યા....!! લેકવ્યુ હોટલ... માર્ચ આઠમી દશ...રૂમ નંબર દશ....!! ઇન્સ્પેકટરે તરત એમના ચક્રો ગતિમાન કર્યા...!! ફોનના ચકરડા ગુમાવ્યા....વાયરલેસ થયા...!! મોબાઇલ ફોન થયા....!!

-અને સાંજે તો માહિતી આવી પણ ગઇ....

-પત્રની વાત સાચી હતી !!

-નિખિલના નામે જ રૂમ બુક કરવામાં આવી હતી. તારીખ-રૂમ નંબર સાવ મળતા હતા...!! સરનામું નવસારીનું જ હતું પણ ખોટું લખાવેલ હતું...!! હિમંત તો જુઓ....મારા બે....ટાની....!!

-મને....!! બા...બુ...ભા....ઇ....કા...પ...ડિ....યાને બનાવવા નીકળ્યો હતો...!?

-બચ્ચુ, શૂન્યમાંથી સર્જન કર્યું છે આ બાબુબાઇએ....!! એમને એમ કંઇ નથી થયું એ....!!

સાંજેને સાંજે બાબુભાઇએ નવસારી નિખિલના પિતાને ફોન કરી કહી દીધું :અમને આ સબંધ મંજુર નથી.....!! વિવાહ ફો...ક...!! બોલ્યું ચાલ્યું મા...ફ...!! સલામ-નમસ્તે....!! તમો તમારા રસ્તે...અમો અમારા રસ્તે...!! તમે વસુને ચઢાવેલ ઘરેણા મેં કુરિયર કરી દીધાં છે !!તમને કાલે મળી જશે !..અમારા તમારે મોકલવા હોય તો મોકલજો....!!

બિચારી વસુના માથા પરથી તો ભાર જ ઉતરી ગયો...!!

હા...શ...!! સાવ હળવી થઇ ગઇ એ...!!

***** ***** ***** *****

‘કેમ...અલી...!! આજે તો કંઇ બહુ ખુશ લાગે છે....ને!!..’ ગુલશન મળી વસુને કોલેજના કોમન રૂમમાં, ‘વસુ, કેમ થાય છે આજે બહુ હસુ હસુ...!! તારો લંબુસ આજે મરવા પડવાનો કે શું...!?’

સલામ-નમસ્તેનું ગીત ગાતી એકદમ અટકીને બોલી, ‘ગુ...ઉ...ઉ...લ્લુ ડાર્લિંગ....!! હવે ભુલી જા એ બગલાને....!! એ લંબુસને....લાં....બા નાક વાળાવને....!!’

‘કેમ...કેમ....!? કંઇ થયું કે શું....?? કે પછી કંઇ ચક્કર ચાલે છે...સા...નું....!?’

-હવે ચમકવાનો વારો હતો વસુનો...!! એણે નિખિલના ચક્કરની વાત કોઇને કરી ન હતી...તો પછી આ ગુલશન શું બટાકા બાફતી હતી...!!

‘તને કોણે કહ્યું...?’

‘ખોદાયજીએ....!’ ઝડપથી ઉભા થઇ જતાં ગુલ બોલી.

‘બે...સ...ગુલ...!’ ગુસ્સાથી એના બન્ને ખભા પર બે હાથ મુકી ખુરશી પર બળપુર્વક બેસાડતાં વસુ બોલી, ‘તને કોણે કહ્યું....કે...!’

‘....કે...તા...રો...ભાવિ ભરથાર...પતંગિયું છે....!! ભાવિ ભરથાર ભમરો છે....!! ભાવના ભાવસારની પાછળ પાછળ ભમતો ભમરો....!!’

‘ગુ...ઉ....ઉ....લ્લુ....!’ વસુની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ : આ ગુલતો બધ્ધું જ જાણતી લાગે....!!

‘અ...રે...!! ગાં...ડી...!!’ હસતા હસતા ગુલ બોલી, ‘અરે...પગલી...!! તારો ગાં...ડિ...યો !!.. આજે એ રડતો હશે તારા નામનું!’ હસવાનું માંડ માંડ રોકી એ બોલી, ‘બિ....ચ્ચા...રો...!! કૂટાઇ મર્યો...!! અ....ને...સાંભળ હું જ તારી શુભચિંતક છું....!!’ ગુલ વસુના કાનમાં ધીમેથી બોલી, ‘એમ તે કાનમાં ધીમેથી બોલી, ‘એમ તે કંઇ અણગમતા માટીડા સાથે અદરાય જવાય....!?’

‘તું....??’ વસુને વિશ્વાસ પડતો ન્હોતો...

‘હા...હું...!’ વસુને હાથ પકડી એને પ્રેમથી બેસાડતા ગુલશન મરકીને બોલી, ‘મેં જોઓયું કે તું ના પાડી શકવાની નથી અને તારા પપ્પાજી તને ભેરવી જે દેવાના હતા...!! મેં માકા જમશેદને તારી વાત કરી. તમો વાનિયા દિલ કરતાં દોલતનું વધારે વિચારો...!!’ જમશેદ ગુલનો મંગેતર હતો. એ નવસારી જ રહેતો હતો, ‘મારે તને ગમેતેમ કરીને બચાવવી હતી. અમે બન્ને એક દિવસે નવસારી સ્ટેટ બેંક પર ગયા.

ત્યાં ભાવના ભાવસારને જોઇ...!! ભાવનાને ભેરવીને નિખિલનો શિકાર કરવાનો મને વિચાર આવ્યો. મેં એ જમશેદને જણાવ્યો તો એને પણ પસંદ પડી ગયો....!!’ ધીમું હસતા હસતા ગુલ બોલી, ‘ભાવનાને તો બિચારીને કંઇ ખબર નથી...!! અમે તો ભાવનાને ઓળખતા પણ નથી...!! પછી જમશેદે તારા બાવા...

આઇ મીન તારા પપ્પાજીને કાગજ લખ્યા..હું લખું તો તું તો મારા અક્ષરો ઓળખી જાય...!! દુકાને અને ઘરે લખવા માટે મેં જ કીઢેલું કે જેથી કાગજ મલે ને મલે જ....!! પછી હું અને જમશેદ હોળીની રજામાં સાપુતારા ગયા...!!

તારા બબુચક નિખિલના નામે રૂમ રાખ્યો લેકવ્યુ હોટલમાં ને....મજા કરી ત્રણ દિવસ....!! તારા પપ્પાજીએ બધી તપાસ કરાવી ને પછી તો તારી જાન છુટી....!! જા....!! મજા....કર....થાય એટલી....!! ભુલી જા એ બિચારા લંબુસને....!!ને જલસા કર બિંદાસ થઇને...!! જિંદગીમાં એમ તે કંઇ ભેરવાઇ જવાઇ અણગમતા માટીડા સાથે....?! ને સમજ ગાં...ડી...!! હવે જે કંઇ કરશ તે સમજી વિચારીને કરશ!! ને....જો...જે...પાછી કોઇની આગળ ભસી ન મરશ કે...!!’

આબારવશ જોઇ જ રહી વસુ એની નટખટ સખીને...!!

(સમાપ્ત)

દય મૃત્યુ

હર્ષદરાયે રિમોટનું બટન દબાવ્યું અને હળવા બી...પના દબાયેલ અવાજ સાથે એમની બ્લેક મર્સિડીઝના દરવાજા અનલોક થયા. એઓ હળવેથી કારની કુસાંદે લેધર સીટમાં સ્ટિયરીંગની પાછળ રૂઆબથી ગોઠવાયા. ધીમી ઘરઘરાટી સાથે કાર સ્ટાર્ટ થઇ.

પંદર પંદર પંક્ચરો વાળી સાયકલ નસવાડીના ધૂળિયા ઊબડ-ખાબડ રસ્તા પર માંડ ચલાવી શકનાર એક વખતનો હસિયો આજે હર્ષદરાય બની ન્યુ જર્સીના ઇંટરસ્ટેટ હાઇવે રૂટ એઇઠી પર પચ્ચોતેર હજાર ડોલરની મર્સિડીઝમાં સરસરાટ સરક્તો હતો. નસવાડીના એ રસ્તાઓ યાદ આવી જતા ત્યારે એમના ચહેરા પર મર્માળુ સ્મિત રમતું. કેટલાંક ગણતરીપુર્વકના જોખમો ખેડીને આજે એઓ આ મુકામે પહોંચ્યા હતા...અને ડોલરના દરિયામાં નહાતા હતા.

એમણે કારના વેધર કંટ્રોલ યુનિટ તરફ નજર કરી અને જી પી એસ પર કારનું લોકેશન જોઇ લીધું. સ્ટિયરીંગ વ્હિલ પર આવેલ બટનને સ્પર્શી એમણે કારની હાઇ ફાઇ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી. અને કારમાં જગજીતસીંગની ગઝલ મધુરા સુરે ગુજંવા લાગીઃ વો કાગઝકી કશ્તિ....વો....બારિશકા પાની...ગઝલના શબ્દોએ...સુરોએ...હર્ષદરાયને પહોંચાડી દીધા નસવાડી...!

-આ વરસાદ ક્યારે અટકશે...?! પંદર-સોળ વરસનો હસિયો સાંબેલાધાર વરસતા વરસાદને જોઇને વિચારતો હતો. રામ મંદિરના ચોગાનમાં આવેલ ભાંગ્યાતુટ્યા ખોરડાનાં છાપરામાંથી ચારે-તરફથી પાણી ગળતું.

હતું. હસિયાના બાપુજી રામમંદિરમાં પુજારી હતા. પૂજા-પાઠ કરવાતા હતા. મંદિરના દાન-દક્ષિણા પર બે જીવ નભતા હતા. હસિયાની મા એ બિચારો સમજણો થાય તો પહેલાં જ કોગળિયાંમાં સ્વર્ગે સિધાવી ચુકી હતી. નજીકના બ્રાહમણવાડમાં રહેતા વિધવા દયાકાકી હસિયાની કાળજી રાખતા હતા...માની ખોટી પુરી પાડતા

-આ વરસાદ બંધ થાય તો દયાકાકીને ઘરે જઇ શકાય ને....ચા-રોટલો ખાય શકાય....! ભુખ્યો હસિયો વિચારતો હતો...

મર્સિડીઝ સિત્તેર માઇલની ઝડપે સરસરાટ સરકતી હતી. સાવ અચાનક જ આગળનો પેસંજર બાજુનો જમણી તરફની બારીનો કાચ ઉતરી ગયો અને હવાનો સુસવાટો એકદમ કારમાં ધસી આવ્યો. મર્સિડીઝમાં પાવર વિંડો હતી. બટન દબાવતાં જ બારીના કાચ ઉપર નીચે થતાં. હર્ષદરાય થડકી ગયા. એમને આશ્ચર્ય થયું....!!

એમણે જમણી બારીના કાચ ઉતારવા માટે કોઇ બટન દબાવ્યું ન્હોતું....! અરે...!! ડ્રાવયર તરફના દરવાજા પર આવેલ પાવર વિંડો લોકનું બટન પણ લોક જ હતું...!! એટલે કોઇ ખોલવા માંગે તો પણ કોઇ પણ બારીના કાચ ખોલી ન શકે. અને એમના સિવાય કારમાં કોઇ ન્હોતું... તો... આ કાચ કેવી રીતે ઉતરી ગયો...!?

કાર લીધાને તો હજુ એકાદ વરસ જ થયું...! માંડ સાતેક હજાર માઇલ ચાલી હતી એ...!! તો પછી..!? કારમાં પ્રથમવાર જ કોઇ તકલીફ ઉભી થઇ હતી. અને હવે એમનાથી કોઇ તકલીફ સહન થતી ન્હોતી આ જીવનમાં....!! ડ્રાઇવર તરફે આવેલ ડાબા દરવાજા પરનુ બટન દબાવી એમણે ઉતરી ગયેલ જમણી તરફનો આગળની બારીનો કાચ ફરી ચઢાવી દીધો.

-ડિલરને બતાવવી પડશે! એમણે વિચાર્યું.

અમેરિકા આવ્યાને હર્ષદરાયને ત્રીસેક વરસ થઇ ગયા. એમની ગણતરીના બધાં જ પાસા સવળા પડ્યા હતા... સવળા પડતા હતા...!! જાણે શકુનિના પાસા...!! મર્સિડીઝ ક્રુઝ કંટ્રોલ પર સરકી રહી હતી. ધીમે સુરે જગજીતસિંગની ગઝલ ગુંજતી હતી! હજુ બીજા સો-સવાસો માઇલ જવાનું હતું.

ફિલાડેલ્ફિયાની મોટલ માટે મેનેજર હાયર કરવાનો હતો.. એમની સાત મોટેલ હતી...! ચાર કન્વિનિયન સ્ટોર...ત્રણ લિકર સ્ટોર અને....છ ગેસ સ્ટેશનો તો અલગ...!! જાણે એક નાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એમણે... આ સામ્રાજ્ય દયાની મહેરબાનીથી હતું...! દયાશંકર એમના સસરાશ્રી....!!

ન જાણે કેમ કારમાં કાચના આમ અચાનક ઉતરી જવાથી હર્ષદરાય બેચેન બની ગયા...! એમણે ફરી એ કાચ પર એક ઉડતી નજર કરી...! બાજુની પેસેંજર સીટ પર પણ એક નજર નંખાય ગઇ...! પછી રસ્તા પર સીધી નજર કરી...! કોણ જાણે કેમ આજે ફિલાડેલ્ફિયા ય વધુ દુર લાગતું હતું...

-હવે નીકે બધું સંભાળી લેવું જોઇએ... નીક એમનો એેકનો એક પુત્ર હતો જેને હર્ષદરાયના બિઝનેસમાં કોઇ રસ ન્હોતો...! એ સોફ્ટવેર એન્જિનિયર હતો. એનાં કમ્પ્યુટરના પ્રોગ્રામિંગ...અને સોફ્ટવેર વચ્ચે એ ઘેરાયેલ રહેતો...ધૂની હતો... ત્રણ તો ગર્લફ્રેન્ડ બદલી ચુક્યો હતો...અને પરણવાનું નામ લેતો ન્હોતો...! હર્ષદરાયના વિચારોની ગતિએ જ કાર ચાલતી હતી અને...સ...ડ...સ...ડા....ટ, સાવ અચાાનક પેસેંજર બાજુનો કાચ ફરીથી ઉતરી ગયો અને હવાનો એક સુસવાટો ધસી આવ્યો મર્સિડીઝમાં!! સાવ પ્રતિક્ષિપ્તક્રિયાને કારણે એમનાથી એકદમ બ્રેક મરાય ગઇ. પાછળ આવી રહેલ કારોના ડ્રાઇવરોએ પણ એ કારણે બ્રેક મારવી પડી...!!

એટલે એમમે હોર્ન માર્યા...! ગાળો દીધી.... પાંચ લેઇનના ઇંટરસ્ટેટ હાઇવે પર હર્ષદરાય વચલી લેઇનમાં હંકારી રહ્યા હતા...માંડ બચી ગયા...!!નહિંતર આજે ભયંકર અકસ્માત થાત...!! જમણી બાજુ તરફ જવાનો સિગ્નલ દર્શાવી એમણે મર્સિડીઝ છેક જમણી લેઇનમાં લીધી અને ઝડપ જરા ઓછી કરી... જમણી લેઇન આમેય ધીમી ગતિના વાહનો માટે હોય છે. હર્ષદરાયને પોતાના હ્યદયના ધબકારા કાનમાં સંભળાતા હતા...!! કારની ગતિ હવે પચાસ માઇલની થઇ ગઇ હતી....અને...કારમાં છીંકણીની વાસ છવાય ગઇ હતી...તમાકુની તિવ્ર દુર્ગંધ...તપખીરની બદબુ છાક મારવા લાગી...!!

-આ વા....!? આ દુર્ગંધ...!?

-અરે !! આ તો દયાકાકી...!!

-દયાકાકીને દર દશ-પંદર મિનિટે તપખીર સુંઘવાની ટેવ હતી..!

-આ ગંધ અહિં ક્યાંથી...?! હર્ષદરાયનું મગજ ફાટફાટ થવા લાગ્યુંઃ દયાકાકીને મર્યાને તો કેટલાય વરસોના વહાણાં વાય ગયા...!!

-મર્યાને કે માર્યાને...?! એક સણસણતો સવાલ હર્ષદરાયના આત્માએ પુછ્યો...

દયાકાકી એકલા જીવ હતા. નિઃસંતાન, વિધવા....!! જુવાન વયે જ એમના પતિ સાપ કરડવાને કારણે રામશરણ થયા હતા....! હસિયાને જ પોતાનો દીકરો ગણી ઉચ્છેર્યો હતો. પ્રેમ કર્યો હતો...! હસિયો પણ દયાકાકી પુરી પાડતા....!! એનો પડ્યો બોલ જાણે એ ઝીલતા...!! એક દિવસ દયાકાકી લપસી પડ્યા..... થાપાનું હાડકું ભાંગી ગયું....!

દાક્તરોએ પ્રયત્ન કર્યા પણ કારગર ન નીવડ્યા....! સાવ અપંગ થઇ ગયા...બિલકુલ પથારીવશ...!! એમની સર્વ જવાબદારી આવી પડી સોળ-સત્તર વરસના હસિયા પર... ગામલોકોએ ખાવાપીવાની વ્યસ્થા તો કરી પણ દયાકાકીની ચાકરી તો હસિયાએ જ કરવી પડતી...! એના બાપુજી પણ કહેતા હતા કે દયાકાકીએ તને મોટો કરેલ....!

તારી મા જેવા....!! હવે આપણી ફરજ થઇ પડે કે એમની સેવા-ચાકરી કરીએ.... દયાકાકીનો સ્વભાવ પણ માંદગી અને પરવશતાને કારણે ચીઢ્યો થઇ ગયો હતો...!! ચાર-પાંચ મહિનામાં તો હસિયો કંટાળી ગયો...!! તપખીર...ઝાડો-પેશાબ... માંદગીની દુર્ગંધ....!!! એને ઊબકા આવતા....!! દયાકાકીની પીઠ પર ચાંદીઓ પડી ગઇ...દયાકાકી પણ હવે તો મોત ઇચ્છતા હતા...!!

-પ્રભુ!! હવે તો ઉપાડી લે....!! દયાકાકી ભગવાનને વિનવતા. પણ પ્રભુ ક્યાં એમ કોઇનું સાંભળે છે...?!

-અ....ને હસિયાએ નિર્ણય લઇ લીધો...!!

-દયાકાકીને છુટકારો આપવાનો....! મુક્તિ આપવાનો....! હવે દયાકાકીએ શા માટે લાંબુ જીવવું જોઇએ...?! સિત્તેર ઉપરના તો થઇ ગયા...!! આવું સાવ પરવશ જીવન જીવવાનો અર્થ પણ શો....?!

જશુભાઇના ખેતરેથી કપાસની જીવાત મારવા માટે લાવેલ જંતુનાશક પાવડર કોઇને પણ જાણ ન થાય તેમ હસિયો લઇ આવ્યો.... કાતિલ જેર....કાર્બારિલ....!! સેવિન....!! સફેદ પાવડર...!! સફેદ દૂધ....!! સફેદ ખાંડ...!! હસિયાએ એક રાત્રે દયાકાકીને પ્રેમથી પીવડાવી દીધું....!!

‘દીકરા...હસુ..., બચુ...!!’ દયાકાકીએ કહ્યું, ‘મારો પોતાનો દીકરો હોત તો પણ આટલી સેવા ન કરતે એટલી તેં મારી સેવા કઇ છે....!!’ દૂધ પીતા પીતા એ અટક્યા, ‘હવે હું કેટલા દા’ડા જીવવાની...!! ગામના પાંચ માણસોને...તલાટીને ને સરપંચને મેં કહી દીધું છે મારા પછી આ માંરૂ ઘર તને જ આપી જવાની.... તું એમાં રે’જે....!! તારા બાપ સાથે....!!’ દયાકાકીએ દૂધનો છેલ્લો મોટ્ટો ઘુંટડો ભર્યો, ‘...આ...આજે દૂધમાં ખાંડ બો વધારે છે દી....ક....રા..!!’

-અને એ છેલ્લું દૂધ છે....!! હસિયો મનમાં ને મનમાં મરક્તો હતો...! દૂધ પીવડાવ્યા બાદ આફી રાત હસિયો દયાકાકીની પથારી પાસે બેસી રહ્યો....!! દયાકાકીએ જ્યારે પ્રાણ છોડ્યા ત્યારે થોડું તરફડ્યા હતા...

મ્હોંમાં ફીણ આવી ગયા હતા...!! હસિયાનો જમણો હાથ કાંડાની ઉપરથી દયાકાકીએ એટલા જોરથી બળપૂર્વક પકડ્યો હતો કે હાથ પર સોળ ઉપસી આવ્યા હતા...!! એમના દેહ પાસેથી એ પકડ છોડાવતા હસિયાને ઘણી મુશ્કેલી પડી હતી...!! પોતાના જમણા હાથ પર અત્યારે પણ એ સજ્જડ પક્કડ હર્ષદરાયે અનુભવી....!!

-ઓ...હ...!! નો....!!

-વ્હા....ઇ....ના...ઉ....!? મર્સિડીઝની શીતળતામાં પણ એમને પરસેવો વળી ગયો....!! તપખીરની દુર્ગધ મર્સિડીઝમાં છવાય ગઇ હતી....!!

-લેટ્‌સ ટેઇક અ બ્રેક....

હાઇવે પણ જે આવી તે પહેલી એક્ઝિટ લઇ એમણે ડંકીનડોનટના પાર્કિંગ લોટમાં સર્સિડીઝ હળવેથી પાર્ક કરી. જમણા હાથના કાંડાની ઉપર હાથના ભાગે લાલ-ચોળ સોળ ઉપસી આવ્યા હતા. દયાકાકીના આંગળાની છાપ જામે છપાઇ ગઇ હતી...!! એમણે એક ઊંડો શ્વાસ લઇ ગોલ્ડન રોલેક્સ કાંડા ઘડિયાળ પર નજર નાંખી. બપોરના બે વાગ્યા હતા. ચાર વાગ્યે મેનેજરના ઇન્ટર્વ્યુ હતા...!! એઓ ડંકીનડોનટના રેસ્ટરૂમમાં ગયા...

.જમણા હાથ પર અચાનક અત્યારે ઉપસી આવેલ સોળ પર ઠંડા પાણીની ધાર કરી...હાથ બરાબર ધોયા...!! રેસ્ટરૂમની એકલતાથી એઓ થોડાં ડરી ગયા...ઝડપથી બહાર આવી ગયા...!! એમનુ હ્ય્દય બમણા જોરથી ધબકતું હતું....!! ધક....ધક....ધક...ધક....!!

-સમથિંગ ઇસ રોંગ....!!

એમણે લાર્જ બ્લેક કોફીનો ઓર્ડર આપ્યો....થોડો વિચાર કરી એઓ ડંકીનડોનટમાં ગોઠવેલ ખુરશી પર બેઠા. એક ઘુંટ કોફી પીધી. કોફીના કડવા સ્વાદથી શરીરમાં એક તાજગી આવી ગઇ...

-બધો મારો મનનો વ્હેમ છે...! પોતાના હાથ પર ઉપસી આવેલ સોળ તરફ નજર કરી એમણે પોતાના મનને બહેલાવવા માંડ્યું. મોટેલ પર ફોન જોડી કહી દીધુંઃ આઇ વીલ લિટલ લેઇટ. ડોન્ટ કેંસલ ધ ઇન્ટર્વ્યુ!! કોફી પીતા પીતા થોડાં ઊંડા શ્વાસો લીધા...બાજુમાં બેઠેલ ધોળિયાઓ સાતે વેધર...યાંકી...બેઇઝ બોલની થોડી વાતો કરી....!!

-એવરીથિંગ ઇસ ઓકે....!! અંદર બેઠાં બેઠાં જ એમણે મર્સિડીઝ તરફ નજર કરી.

-કૂલ ડાઉન....! મનોમન સાંત્વના આપી....! નથિંગ ઇસ રોંગ...! આઇ ડીડ નોટ ડુ એનીથિંગ રોંગ....! શી વેઝ વેરી ઓલ્ડ.... ઘણી જ ડોશી હતી...! મરવાના વાંકે જીવતી હતી બિચારી ઘરડી ડોશી...! આમેય એ મરવાની તો હતી જ ને...? થોડી વ્હેલી મરી તો શું થયુ....?

-ઇટ વોઝ એ મર્સિકિલિંગ....! એન્ડ નથ્થિંગ વોઝ રોંગ ઇન ઇટ...!

-દયા મૃત્યુ...!!!

-મેં તો દયાકાકીને મુક્તિ આપી હતી બદતર જીવનથી...માંદગીથી...!

ખુરશીમાંથી ઉભા થતા થતા એમણે કોફીનો છેલ્લો ઘુંટ ભર્યો...અ...ને.એકદમ ગળ્યો-ગળચટ્ટો સ્વાદ એમના મ્હોમાં છવાય ગયો...!

-ઓ...ઓ...હ...નો....!! ધબ્બ દઇને એમનાથી ફરી ખુરશીમાં બેસી પડાયું...! એઓ કોફીમાં કદીય ખાંડ નાંખતા ન્હોતા...! આખા ગ્લાસની કોફી સાવ કડવી હતી....! અને છેક છેલ્લો ઘૂંટ એકદમ ગળચટ્ટો....!! દયાકાકીને પીવડાવેલ છેલ્લાં દૂધ જેટલો જ ગળચટ્ટો....!!

-કે....મ....!?

-ડોશી કેમ આજે આમ મગજ પર સવાર થઇ ગઇ....?!

હર્ષદરાયને કપાળે પરસેવાના બુંદ બાઝી ગયા....!

‘આર યુ ઓકે....!!’ બાજુમાં ઉભેલ એક અંગ્રેજ યુવતિએ પુચ્છ્યું, ‘યુ લુક સિક, સ...ર!!

‘ના...નો...!! આઇ એમ ઓક....આઇ એમ ફાઇન...થેંકસ્‌....!!’ ફરી ઊંડો શ્વાસ લઇ એઓ ઝડપથી ઉભા થયા...! કોફીના ખાલી થઇ ગયેલ પેપર ગ્લાસમાં અંદર નજર કરી. એ ગ્લાસમાં ક્યાંય ખાંડના અવશેષો ન્હોતા...તો પછી એ આટલી મીઠી કેમ લાગી... ?! કે...મ...!! કોઇ જવાબ ન્હોતો હર્ષદરાય પાસે....!

કોફીનો ખાલી ગાસ ગાર્બેજકેનમાં નાંખી એઓ ઝડપથી બહાર આવી ગયા. રિમોટથી જ અનલોક કરી મર્સિડીઝમાં ગોઠવાયા...હળવેકથી પાર્કિંગ લોટમાંથી હંકારી રેમ્પ લઇ ફરીથી હાઇવે પર આવી ગયા. સિત્તેર માઇલની ઝડપ પલકવારમાં પકડી લીધી. જમણી બાજુના કાચ પર એક નજર નંખાય ગઇ...! એ કાચ બંધ જ હતો....પણ કારમાં હજુ ય તપખીરની આછી આછી વાસ હતી....!!

-એવરીથિંગ ઇસ કૂલ...! કૂલ ડાઉન...હેન્રી, એમને માયાની યાદ આવી ગઇ... માયા એમની પત્ની...! માયાને વાત વાતમાં કૂલ ડાઉન...!! સ્ટે કૂલ કહેવાની આદત હતી...! માયાએ જ હસિયાને હેન્રી બનાવી દીધો હતો...!

વરસો પહેલાં દયાશંકર એમની એકની એક પુત્રી માયાને લઇને નસવાડી આવ્યા હતા...દર બે-ત્રણ વરસે શિયાળામાં એઓ ગામ આવતા. મહિનો-માસ રોકાતા...! નસવાડી ખાતે એમનો વાડી-વજીફો, જમીનદારી હતી. એ વખતે દયાશંકર સાથે એમની એકની એક યુવાન પુત્રી માયા પણ આવી હતી. હર્ષદરાય ફરી ભુતકાળની યાદમાં ડૂબ્યાઃ માયાને નિહાળી હસિયો સડક થઇ ગયો. એની સુંદરતા પર...એના લાવણ્યમય યૌવન પર એ ફિદાં થઇ ગયો....હસિયાની આંખમાં કોમળ મૃદુતાપૂર્ણ સુંદરતા વસી ગઇ. હસિયો બાવીસ વરસનો તરવરિયો યુવાન હતો...

કોલેજના છેલ્લા વરસમાં હતો. દયાકાકીને સ્વર્ગે પહોંચાડ્યા બાદ એ અને એના પિતા રામ મંદિરનું કોરડું છોડી દયાકાકીના પાકા મકાનમાં રહેવા આવી ગયા હતા. હસિયાની નજરમાંથી માયા હટતી ન્હોતી...એની રાતની નિંદ્રા ને દિવસનું ચેન ચોરી ગઇ માયા...!!

-ગમેતેમ કરીને આ માયાને મેળવવી જોઇએ....!! એકવાર માયા મળે તો પછી અમેરિકાના દરવાજા પણ ખૂલે....!!

-પણ કેવી રીતે...?! કેવી રીતે....?!

માયા અલ્લડ હતી...ચંચળ હતી...યુવાનીથી તસતસતી હતી...! અને સહુથી મોટો ગુણ એનો હતો કે કરોડપતિ દયાશંકરની એકની એક પુત્રી હતી...એકનું એક સંતાન...! હસિયો માયાની દરેક પ્રવૃત્તિ પર દૂરથી ધ્યાન રાખવા લાગ્યો... માયા રોજ સવારે ઘોડાગાડીમાં ફરવા નીકળતી હતી...! દયાશંકરની ખેતીવાડી હતી. એઓ ઘોડાગાડી પણ રાખતા...માયા જાતે જ ગાડી હંકારતી...!! એને એમાં મજા પડતી...

રોજની જેમ એક સવારે માયા ઘોડાગાડીમાં ફરવા નીકળી હતી. રવાલ ચાલે ઘોડો ગાડી ખેંચતો હતો. ગાડી નદીના પુલ પરથી પસાર થતી હતી....! અ...ને અચાનક ઘોડો ભડક્યો...!! બરાબર ભડક્યો....!! ગાડી સહીત પુલ પરથી નદીમાં ખાબક્યો...! ગાડીમાં માયા હતી...ગાડી સહિત એ પણ જઇ પડી નદીમાં...! નદીમાં પુનમની ભરતીને કારણે પાણી વધારે હતું. માયા પાણી નદિમાં ડુબવા લાગી. ‘હે...લ્પ...હે...લ્પ....!!

બચાવો...બચાવો....!!’ની બુમરાણ મચાવી દીધી માયાએ...!! અ...ને કોઇ દેવદૂતની માફકા હસિયો પ્રગટ્યો પાણીમાં...ડૂબતી માયાને ખબે નાંખી તરતો તરતો એ કિનારે આવ્યો...!! કિનારે ગામલોક ભેગા થઇ ગયા હતા...!! પોતાના જીવના જોખમે હસિયાએ માયાને બચાવી...મરતા બચાવી...!! હસિયાની ગામમાં વાહ વાહ થઇ એમ આમ માયા હસિયાના પ્રેમમાં પડી...!!

-પ્રેમમાં પડી કે પાડી...?!

હર્ષદરાયે લેઇન બદલી અને કારની ઝડપ વધારી.... પણ એ ઝડપ કરતાં ય એમનું મન વધારે ઝડપે દોડતું હતું ભુતકાળના પથરીલા રાહ પર કે જ્યાં એમણે જાત જાતની ચાલો ચાલી હતી.

-ઘોડો કેમ ભડક્યો હતો...?!

-પ્લાનિંગ....! સોલિડ પ્લાનિંગ....! દિવાલી પર ભેટમાં મળેલ ફટાકડાઓમાંથી એક સુતળી બોેંબ સાચવી રાખ્યો હતો... જે મોટ્ટા ધડાકાભેર ફાટતો હતો....ફૂટતો હતો....!! ઘોડો અવાજથી ભડકતો હતો અને એની હસિયાને જાણ હતી... જેવો ઘોડ નદી પરના પુલની વચ્ચે આવ્યો અને ધડાકો થયો...!! ઘોડો ભડક્યો...બરાબર ભડક્યો!! ગાડી સહિત નદિમાં ખાબક્યો..માયા ગાડીમાં હતી...કદાચ માયાને કંઇ પણ થઇ જાત...પણ કંઇ ન થયું એને....!! શકુનિના પાસા કદી અવળા પડે....!?

આમ માયા હસિયાના પ્રેમમાં પડી...એના પર વારી ગઇ...! ને એણે હસિયાને બનાવ્યો હેન્રી...!! દયાશંકરની સખત નામરજી હોવા છતાં માયાના લગ્ન હસિયા સાથે થયા....! એકની એક દીકરીની જીદ આગળ દયાશંકરનું કંઇ ન ચાલ્યું તે ન જ ચાલ્યું....! અને હસિયો માયાની પાછળ પાછળ આવી પહોંચ્યો અમેરિકા...! પરંતુ અહિં અમેરિકા આવ્યા બાદ હસિયાની હાલત ન સુધરી....!! બધો કારોબાર દયાશંકરના હાથમાં જ હતો...!!

હર્ષદરાયના હાથમાં એક પેની પાણ સીધેસીધી આવતી ન્હોતી...!! હર્ષદરાયની હાલત એક મેનેજરથી વધુ કંઇ ન્હોતી અને ડોસો દયાશંકર વાતવાતમાં ટોકતો રહેતો....! અપમાન કરતો...! સલાહ- સૂચનો આપ્યા કરતો...! પોતાની આપબડાઇ હાંકતો...! અને વાતે વાતે હર્ષદરાયની ભૂલો કાઢતો...એ હર્ષદરાયને ધિક્કારતો હતો....!!

વિચારમાં ને વિચારમાં ફિલાડેલ્ફિયા ક્યારે આવી ગયું એની જાણ પણ ન થઇ હર્ષદરાયને. પોતાની રિઝર્વડ પાર્કિંગ પ્લેસ પર મર્સિડીઝ પાર્ક કરી એઓ મોટેલમાં પ્રવેશ્યા. હાય હેન્રી...હલ્લો સર...હાઉ યુ ડુઇંગ...હાય બોસ...

ની આપલે થઇ...! હર્ષદરાય પોતાના ખાસ અંગત સ્યુટમાં ગયા... ફ્રેશ થયા... કાંડાની ઉપર હાથ પર ઉપસી આવેલ સોળ થોડાં ઝાંખા પડી ગયા હતા.... પરંતુ, હજુ ય કોઇ અદ્રશ્ય પકડ અનુભવી રહ્યા હતા અને એ કારણે બેચેન બની ગયા હતા એઓ.

મોટેલ મેનેજર માટે બે ઉમેદવારો હતા. અગાઉ એઓના ફોનથી ઇન્ટર્વ્યુ તો લેવાય જ ગયા હતા. પર્સનલ ઇન્ટર્વ્યુ માટે એઓને આજે અહિં બોલાવ્યા હતા. બન્ને માસ્ટર ઇન હોટલ મેનેજમેન્ટ થયેલ હતા. બન્નેને પસંદ કરી દીધા. આમેય હ્યુસ્ટન ખાતે નવી મોટલનું ડીલ થઇ જાય એમ હતું એટલે એકને ત્યાં બેસાડી દઇશ એમ એમણે વિચાર્યું.

રાતોરાત મર્સિડીઝને ડિલરને ત્યાં મોકલી ચેકઅપ માટે જણાવી દીધું. પોતાના ખાસ માણસને એ માટે તાકીદ કરી અને પાવરવિંડો માટે બરાબર ચેક કરવા જણાવ્યું અને એઓ ફરી પાછા એમના સ્યુટમાં આવ્યા. આવીને શાવર લીધો...

દયાકાકીના વિચારો...એમનો પ્રાણ ત્યાગતી વખતનો તરફડાટ આંખ આગળથી જાણે ખસતો ન્હોતો... આટ આટલા વરસો સુધી એઓને દયાકાકીની આ રીતે યાદ આવી ન્હોતી... અને આજે જાણે કે દયાકાકી એઓનો પીછો કરી રહ્યા હતા...! એમને લાગ્યું કે એમના રૂમમાં એમની સાથે કોઇ છે...!! કો...ણ...??

-ના, કોઇ નથી....! બધો મનનો વ્હેમ છે...! અને દયાકાકીને માટે મેં જે કર્યું તે યોગ્ય જ હતું...! બહુ હેરાન થતી હતી બિચારી ડોશી...!! અરે...!! પીઠ પર ચાંદીઓ પડી ગઇ હતી...ચામડી ઉતરી ગઇ હતી...!

એવાં જીવન કરતાં તો મોત સારું...!! એમણે તો એમના શરીરને છુટકારો આપ્યો હતો...! પીડાથી મુક્ત કર્યા હતા...!! આત્માનો ઉધ્ધાર કર્યો હતો...!! નો ધેર વોઝ નથ્થિંગ રોંગ...

નાઇટ ગાઉન પહેરી દીવાલ પાસે બનાવેલ નાનકડા બાર પાસે જઇ એમને બ્લ્યુ લેબલ વ્હિસ્કીનો લાર્જ પેગ બનાવ્યો અને ગ્લાસને આઇસ ક્યુબથી ભરી દઇ હલાવ્યો. બરફના ચોસલા કાચ સાથે અથડાતા એક મધુરો રણકાર થયો. ઇંટરકોમ પરથી ચિકન સલાડ માટે ઓર્ડર કરતાં એમનો ખાસ માણસ ચિકન સલાડ આપી ગયો એને ન્યાય આપતા આપતા એમણે વ્હિસ્કીના બે પેગ ગટગટાવ્યા. એરકંડિશનર પર લો ટેમ્પરેચર કરી એમણે પલંગ પર લંબાવ્યું..

.વ્હિસ્કીનો નશો જરૂર થયો હતો પણ જાણે નયનોને ને નિંદ્રાને નસવાડીથી ન્યુ જર્સી જેટલું દુરનું અંતર થઇ ગયું હતું!! નસવાડી અને ન્યુ જર્સીની સરખામણી થઇ જતાં એઓ મુસ્કારાયા... ક્યાંય સુધી પડખાં ફેરવવા છતાં ઊંઘ ન આવી. એઓ પલંગ પરથી ઊભા થયા...!

આજ સુધી એમને ઊંઘ ન આવી હોય એવું કદીય બન્યું ન્હોતું. નિંદ્રાદેવીનું એમને વરદાન હતું તો પછી આજે કેમ આંખમાં ઊજાગરા અંજાય ગયા...?! રાતના સાડાબાર વાગી ગયા હતા...! એઓએ મેડિસીન કેબિનેટમાં નજર દોડાવી સ્લિપીંગ પિલ્સ ખોળી!! એમના આશ્ચર્ય વચ્ચે ઊંઘની ગોળી મળી પણ ગઇ...!! ઓહ માયા....!!

થેંક યુ, માયા એમની કેટલી કાળજી રાખતી હતી....! મેડિસીન કિટ એમની દરેક મોટેલના દરેક અંગત સ્યુટમાં રાખવાનો ખાસ આગ્રહ હતો માયાનો અને એમાં દરેક દવાઓ રહે એની એ પુરતી કાળજી રાખતી. શું માયાને ખભર હશે કે એમને ય કદી સ્લિપીંગ પીલની જરૂર પડશે....? બે ગોળીઓ એક સામટી ગળી લઇ એમણે પોતાની જાતને કહ્યું....કૂલ હેન્રી....!! કૂલ...!! અને એઓ ગોળીની અસર તળે નિંદ્રાના શરણે થયા...

સવારે ઉઠ્યા ત્યારે એ તાજામાજા થઇ ગયા હતા. મોટેલના જીમમાં જઇ વર્ક આઉટ કરી આવ્યા...! એઓ પોતાના શરીરની ખુબ જ કાળજી રાખતા હતા...!! મોટેલમાં એક આંટો મારી આવ્યા...! મેનેજર સાથે બિઝનેસની થોડી વાતો કરી એઓ ફરી પોતાની મર્સિડીઝમાં ગોઠવાય ગયા...! ડોઓડરંટની સુગંધથી કાર મઘમઘતી હતી...!!

ક્યાંય તપખીરની દુઃર્ગંધ આવતી નહતી...!! તો એ ખરેખર મનનો વ્હેમ જ હતો. એમણે મનને મનાવ્યું. પાવર વિંડોમાં પણ કોઇ તકલીફ ન્હોતી...એવરીથિંગ ઇસ કૂ...ઉ...ઉ..લ...!!

હાઇવે પર દોડતી કારોની વણજારમાં હર્ષદરાયની મર્સિડીઝ પણ જોડાઇ ગઇ. પીક અવરના ટ્રાફિકથી હાઇવે છલકાય ગયો હતો. આજનો કાર્યક્રમ એમણે યાદ કરી લીધો. બધું જ એમના મગજમાં હતું. ક્યારેય એમને ઓર્ગેનાઇઝર,

સેક્રેટરી કે પર્સનલ આસિસ્ટંટની એમને જરૂર પડી ન્હોતી... પડતી ન્હોતી...!! પોતે જ પોતાના ઘડવૈયા હતા. સ્વનિર્ભર...!! પોતાની જાત પર એઓને ઘણુ જ ગૌરવ હતું...!! આત્માભિમાન હતું....!! પોતે કદીય હાર્યા ન્હોતા...!! હારવાની એમને આદત ન્હોતી અને જીતવાનું એમને વ્યસન હતું....!!

કારના સ્ટિયરીંગ વ્હિલ પર આવેલ ઓડિયો સિસ્ટમના બટનને સ્પર્શી એમણે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી...એમના પ્યારા જગજીતસિંગનો રણકતો સ્વર રેલાવા લાગ્યોઃ તુમ ઇતના જો મુસ્કુરા રહે હો...ક્યા ગમ હે જો છુ....ઊ...ઊ.

..પા રહે હો...ઓ...ઓ....!! હર્ષદરાય ખરેખર મુસ્કુરાય ઊઠ્યા...એમની માનીતી ગઝલે એમને ડોલાવી દીધા...! એમના ઓડીઓ સિસ્ટમના દરેક સ્લોટ ફક્ત જગજીતસિંગ અને ચિત્રાસિંગની ગઝલની સીડીથી જ લોડેડ રહેતા... અન્ય કોઇ ગાયકને અન્ય કોઇ પ્રકારની સીડીને માટે કોઇ અવકાશ ન્હોતો.

-મધુકર શ્યામ હમારે ચોર....!! મ...ધુ...ક...ર શ્યા...આ...આ....મ હ...મા...રે...ચોર....!!

કારમાં એકદમ સાયગલનો રોતલ અવાજ ગુંજવા લાગતા હર્ષદરાય ચમક્યાંઃ વોટ ધ હે....લ...!! આશ્ચર્યથી એઓ ચોંકી ઊઠ્યા...આ સાયગલ ક્યાં વચ્ચે ઘુસી ગયો...?! અરે...!! સાયગલની બધી સીડી ગાર્બેજ કર્યાને તો વરસો થઇ ગયા...!! એમણે મ્યુઝિક સિસ્ટમ બંધ કરવા માટે બટન દબાવ્યું પણ એ બંધ ન થયું અને સાયગલનો અવાજ સરાઉંડ સિસ્ટમના સ્પિકર પર ગુંજતો જ રહ્યોઃ મધુકર શ્યામ હમારે ચોર....!! મ...ધુ....ક....ર શ્યા...આ...આ...મ હ..મા...રે...ચોર....!! શ્યા...આ...આ...મ હ...મા...રે...ચો ઓ...ઓ...ર....

ક્યુબન સિગારની માદક ગંધ ધીમે ધીમે મર્સિડીઝમાં છવાઇ ગઇ....!!

-આ તો ડોસલો....!! દયાશંકર....!! ઓ...હ...!!

ડરના માર્યા એમને પરસેવો વળી ગયો. પરસેવે રેબઝેબ થઇ ગયા...!! કારના એરકંડિશનની વેંટમાંથી આછો આછો ધુમાડો કારમાં પ્રવેશવા લાગ્યો...!! સિગારનો ધુમાડો....! ક્યુબન તમાકુની તીવ્ર ગંધમાં વધારો થયો....!! હર્ષદરાયે માંડ માંડ પોતાના પર કાબુ રાખ્યો હતો...!! કારનું સ્ટિયરીંગ સજ્જડ પકડી રાખ્યું હતું...!

શું થઇ રહ્યું છે એમને કંઇ સમજ પડતી ન્હોતી...!! એમના સસરા દયાશંકરને સિગાર પીવાની ટેવ હતી...!! આદત હતી...!! ચર્ચિલની માફક એમને સિગાર વિના કલ્પવા અશક્ય હતા અને સાયગલના ગિતોના એઓ દિવાના હતા...!!

-આ અહિં ક્યાંથી...?!

ડર-ક્રોધની મિશ્રિત લાગણીથી ધ્રુજી ઉઠ્યા હતા હર્ષદરાય...!! હાઇવે ટ્રાફિકથી ભરચક હતો... જરાક ચુક થઇ તો ગયા કામથી....! હર્ષદરાયને ઉધરસ આવી ગઇ...ખાંસીનો હુમલો એમણે માંડ માંડ ખાળ્યો...!! સિગારનો-તમાકુનો ધુમાડો એમનાથી જરાય સહન થતો ન્હોતો...!! એમણે ડ્રાયવર તરફના દરવાજા પર આવેલ બટનો દબાવી બારીના કાચ ખોલવાના પ્રયત્નો કર્યા...એમની આંગળીઓ...એમના હાથ ધ્રુજતા હતા...કાચ ન ખૂલ્યા...!

એમણે સનરૂક ખોલવા માટે બટન દબાવ્યું...! એ પણ ન ખુલ્યું...!! ઓ....હ...!! એમણે બન્ને તરફના મિટર પર નજર દોડાવી...!! સાઇડ પર લઇ કાર રોકી દેવી હતી...! પણ ટ્રાફિક એટલો હતો કે લેઇન બદલી જ ન શકાય...!! છતાં એમણે જમણી તરફની લેઇનમાં જવા માટે સિગ્નલ આપ્યો...કે જેથી જગ્યા મળે લેઇન બદલી શકાય...!! તો સિગ્નલ જ ન ચાલ્યો...!!

-વ્હોટ...ધ...!! અંગ્રેજીમાં એક ગાળ સરી ગઇ એમાના મ્હોંમાંથીઃ વ્હોટ ઇસ ગોઇંગ ઓન....!? ભારે મુઝવણમાં મુકાય ગયા હર્ષદરાય...એટલામાં જ એમનો સેલફોન રણક્યો....!! એના આમ અચાનક રણકવાથી એઓ ચમક્યા....!! આ એમનો પર્સનલ નંબર હતો... ખાસ અંગત માણસોને જ આ નંબરની ખબર હતી.

..ડાબા હાથે માંડ સ્યિયરીંગ પર કાબુ રાખી જમણા હાથે એમણે એમનો આઇફોન ઉઠાવ્યો... આઇફોનના સ્કિન પર નજર નાંખી તો એઓ શબ્દશઃ ધ્રુજી ઉઠ્યા...!! ડરી ગયા....!! સહમી ગયા....!! સ્ક્રિન પર હતા દયાશંકર...!! મુછાળા...ભરાવદાર ચહેરાવાળા....મ્હોંમાં સિગાર વાળા...સિગારનો ધુમાડો છોડતા દયાશંકર....!! અને એ ધુમાડો કારના એરકંડિશનની વેંટમાંથી ધીરે ધીરે કારમાં દાખલ થઇ રહ્યો હતો...!!

-ઓ...હ...!

આઇ ફોન સતત રણકતો હતો...! એમણે એ ફોન થોડાં સમય માટે રણકવા જ દીધો...! કદાચ ડિવાઇસમાં કંઇ ગરબડ છે...! એમણે વિચાર્યું અને રોડ પર સીધી નજર રાખી...પણ આઇ ફોન રણકતો જ રહ્યો વિવિધ રિંગટોનમાં...! સહેજ વિચાર કરીને હર્ષદરાયે ફોન ઉપાડ્યો...ડરતા ડરતા બોલ્યા, ‘હ...લ્લો....!!’

‘કે...મ...?! હ...સિ...યા....!!’ ફોનમાંથી દયાશંકરનો ઘોઘરો અવાજ સીધો હર્ષદરાયના મગજમાં ઉતરી ગયો, ‘કે...મ ફોન નથી ઉપાડતો...ડફોળ...!!’ દયાશંકર ઘણીવાર હર્ષદરાયને ડફોળના સંબોધનથી જ બોલાવતા...ખાસ કરીને ફોન પર...

‘ત્‌...ત્‌...ત...મે...મે...?!’ હર્ષદરાયનું મગજ ફાટફાટ થવા લાગ્યું...

‘હા...હું...! નાલાયક...!’ દયાશંકર ફોનમાં ઘુરકતા હતા અને હવે તો મર્સિડીઝના કોન્સેલના મધ્યમાં આવેલ બિલ્ટઇન જીપીએસના સાડા છ ઇંચના સ્ક્રિન પર પણ દયાશંકરનું જીવંત ચિત્ર આવી ગયું હતું....!! રોડના નકશાઓ ગાયબ થઇ ગયા હતા...!!

‘ત્‌....ત્‌...ત...મે...મે...એ...?!’ હર્ષદરાય માંડ માંડ બોલી શકતા હતા. એક તો કાર સિત્તેરની ઝડપે ભરચક ટ્રાફિકમાં દોડી રહી હતી અને એમાં આ...ડોસો...અહિં...આ...મ..ક્યાંથી ફુટી નીકળ્યો....?! ્‌એમને કંઇ મસજ પડતી ન્હોતી.

‘ત્‌...ત્‌...ફ્‌...ફ્‌...ન કર...!! બાસ્ટર્ડ...!! તારા દા’ડા ભરાય ગયા છે...સા...!! યાદ કર શું કર્યું હતું તે મારી સાથે....!!’

‘મેં...મેં...મેં... શું કરેલ...?! તમને તો એક્સિડન્ડ થયેલ...!!’

‘એ...ક્સિ...ડન્ડ...! માય ફૂટ....!! યુ બુટ્‌સ !!’ડોસો બરાબરનો ગર્જ્યો, ‘યુ કિલ્ડ મી...!! યાદ કર યુ ફુલ !! ...યુ...કિ...લ...ર..!!’

ભુતકાળમાં સરક્યા હર્ષદરાય...એમણે દયાશંકરની રોલ્સરોયસ કારની બ્રેક સિસ્ટમનો બરાબર અભ્યાસ કર્યો. અમેરિકન એશિયન હોટલ ઓનર એસોસિયેશનનું એન્યુઅલ કન્વેનશન હતું એ દિવસે...દયાશંકર એસોસિયેશન પ્રેસિડેંટ હતા... કન્વેનશનમાં આમ તો બન્ને જનાર હતા રોલ્સ લઇને...પણ હર્ષદરાયની તબિયત અચાનક બગડી હતી...એમને સ્ટમક વાયરસનો ચેપ લાગતા દયાશંકર એકલા જ રોલ્સ લઇને નીકળ્યા...!

અને એમને ભયંકર એક્સિડન્ડ થયો હતો...! રોલ્સની બ્રેક એકદમ ફેઇલ થઇ હતી અને એંસી માઇલની ઝડપે દોડતી રોલ્સરોયસ ધીમી ગતિએ જઇ રહેલ વિશાળ ટ્રકની પાછળ જોરથી ટકરાઇ...! ટ્રકની નીચે આખી રોલ્સ દયાશંકર સહિત ઘુસી ગઇ હતી...અને પછી સો ફૂટ જેટલી ઘસડાય પણ હતી. હર્ષદરાયની કરામતે કામ કરી દીધું હતું..

. બ્રેક ઓઇલમાં કરેલ નાનકડી ભેળસેળ એક મોટ્ટા અકસ્માતમાં પરિણમી હતી...!ડોસો હટ્ટો હટ્ટો હતો...એકદમ તંદુરસ્ત...! એમ કંઇ એ મરવાનો ન્હોતો...! ડોસો મરે તો હર્ષદરાયનું ગ્રહણ છુટે...!!

-પણ આટલા ભયંકર અકસ્માતમાં પણ દયાશંકર બચી ગયા...!!

હાઇવે પર હેલિકોપ્ટર ઉતર્યું હતું. ઘાયલ દયાશંકરને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હર્ષદરાયને-માયાને જાણ કરવામાં આવી...બન્ને દોડ્યા...માયા ભાંગી પડી હતી. હર્ષદરાય દયાશંકરને હાડોહાડ ધિક્કારતા હતા એની માયાને એમણે જરા જાણ થવા દીધી ન્હોતી.

‘બહુ જ ઝડપથી સારવાર મળી ગઇ છે.’ હર્ષદરાયે માયાને સાંત્વના આપી, ‘ડેડને કંઇ થવાનું નથી...! ડાર્લિંગ, બી કરેજિયસ....! ડોંટ વરી...!! વિ વિલ કોલ બેસ્ટ ડોક્ટર ઓફ ધ વર્લ્ડ...!’ પરંતુ મનોમન એઓ વિચારતા હતાઃ સા...બુઢ્ઢો ખુસ્સડ!! આટલા મોટ્ટા એક્સિડન્ડમાં પણ બચી ગયો...!! શકુનિના પાસા પહેલીવાર થાપ ખાય ગયા...!!

બે દિવસ બાદ અમેરિકાના બેસ્ટ ન્યુરો સર્જન ડો. ડેવિડે દયાશંકરને તપાસ્યા. મગજમાં બ્લડ ક્લોટ હતો...મલ્ટિપલ ફ્રેકચર તો ખરા જ... પરંતુ એ કલોટ દુર કરવો ખુબ જ જરૂરી હતો. એ જો દુર થાય તો બચી જવાના ચાંસ હતા...કદાચ, ડાબુ અંગ લકવો મારી જાય...પેરેલિટિક થઇ જાય પણ જીવી જવાના પુરા ચાંસ હતા એટલે બ્રેઇન સર્જરી કરવાનું નક્કી થયું...!

‘ડેડી વિલ બી ઓલરાઇટ....!’ હર્ષદરાય માયાને સધિયારો આપતા હતા. પણ વિચારતા હતાઃ હી શુલ્ડ ડાય...! હી મસ્ટ ડાય...! જો જીવશે તો મને જિંદગીભર હેરાન કરશે. અને પોતે પણ હેરાન થશે લકવાને કારણે...પરવશતાને કારણે...!!મર્સિકિલિંગ...!! યસ મર્સિકિલિંગ...!! દયામૃત્યુ....!! અને જુઓ તો વિચિત્રતા...દયાશંકર....અને દયામૃત્યુ...દયાકાકીની માફક...!! દયા દયા દયા....! કેટલાં દયાળુ હતા હર્ષદરાય!!

-કેવી રીતે દયાશંકરને મુક્તિ આપવી...?!

હર્ષદરાય વિચવારવા લાગ્યા. એમણે હોસ્પિટલમાં લાંબો સમય વિતાવવા માંડ્યો. માયાને લાગ્યું કે, હેન્રી ડેડની કેટલી ટેઇક કેર કરે છે...! પણ એનો પ્રાણપ્યારો હેન્રી એના ડેડના પ્રાણ લેવાના પ્રયત્નો કરતો હતો એની એની જરાય જાણ ન્હોતી...!

દયાશંકરની દેખભાળ માટે ચોવીસ કલાક એની નર્સની વ્યવસ્થા હતી હોસ્પિટાલમાં! પરંતુ, હર્ષદરાયને ધ્યાનમાં આવ્યું કે જ્યારે નર્સની શિફ્ટ બદલાતી હતી ત્યારે થોડો સમય દયાશંકર એમના સ્પેશ્યલ રૂમમાં એકલા પડતા...પણ એ સમય બહુ ઓછો હતો...ફક્ત થોડી મિનિટો...! હવે એ કંઇ કાચું કાપવા માંગતા ન્હોતા.

એક રાત્રે નર્સ નાદિયાનો બોયફ્રેન્ડ એને મળવા આવ્યો હતો. આમેય દયાશંકર કોમામાં હતા...બેહોશ હતા...!! અને હર્ષદરાય તો રૂમમાં બેઠાં જ હતા ને...! નાદિયાને કહ્યું, ‘હેન્રી, આઇ વીલ બી બેક ઇન ફાઇવ મિનિટ્‌સ...!! યુ નો માય બોય ઇસ ઇન લિટલ હરી...!!’

-અને એ પાંચ મિનિટ દયાશંકર માટે જીવલેણ નીકળી...જેવો નાદિયાએ રૂમ છોડ્યો એટલે એક મિનિટ પછી હર્ષદરાયે સ્પેશ્યલ રૂમનું બારણું ઝડપથી બંધ કર્યું. ઓક્સિજનનો સપ્લાય રોકી દીધો અને દયાશંકરના ચહેરા પર સુંવાળો તકિયો બે હાથો વડે જોરથી દબાવી દીધો...!! એક મિનિટ...બે મિનિટ...ત્રણ મિનિટ...!!

બિચારા દયાશંકર આમે ય મલ્ટિપલ ફ્રેક્ચરોથી ઘવાયેલ જ હતા...! કોમામાં હતા...!શ્વાસ લેવાની ય તકલીફ હતી..ને ઓક્સિજન સપ્લાય પણ બંધ હતો ! સહેજ તરફડીને એમણે મુક્તિ...દેહ ત્યાગ્યો...! એમના શરીર સાથે જોડાયેલ મોનિટરના સ્ક્રિન પર એક સીધી રેખા ખેંચાય ગઇ...મૃત્યુરેખા...!

ત્વરાથી હર્ષદરાયે તકિયો ફરી મૃત દયાશંકરના માથા નીચે સરખો ગોઠવી દીધો. દયાશંકરને બરાબર ઓઢાડી ઓક્સિજનનો સપ્લાય ચાલુ કરી દીધો...! પાંચ મિનિટનું કહીને ગયેલ નર્સ નાદિયા પંદર મિનિટ બાદ આવી ત્યારે હર્ષદરાય-હેન્રી રડતા હતા...ડૂસકાં ભરતા હતા...ભીની આંખે ખુશીના ડૂસકાં...!!

‘ડામિસ...!! ધ્યાન રાખ ડ્રાયવિંગ પર...!!’ ફોનમાં દયાશંકર ગર્જ્યા...

-ઓ...હ...!!

આજુબાજુની કારો હોર્ન મારી રહી હતી. સાવ જડ્‌વત બની ગયા હર્ષદરાય!! આઇફોન હજુ ય હાથમાં જ હતો અને હવે એ ડાઝતો પણ હતો. એ ફોનમાં કરગર્યા, ‘આઇ એમ સોરી...વે...રિ સોરી...!!’ એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયા ડરના માર્યા...!

‘વ્હોટ સો...રી...?!’ દયાશંકર ફોનમાં ફરી ગર્જ્યા, ‘ તું આટલું લાંબુ જુવ્યો એ જ અમારી મહેરબાની હતી...!’ ફોનમાં પાછળથી જાણે સહેજ દુરથી કોઇનો ખુ...ખુ...ખુ...હસવાનો અવાજ આવ્યો...! અ...રે...!! આ તો દયાકાકીનો અવાજ...!!

‘મને સાફ કરો...હું તમારો જમાઇ છું...!’ સહેજ અટકીને એ બોલ્યા, ‘તમારી ડોટરનો...હસબંડ....’

‘સો વ્હોટ...??’ દયાશંકર સહેજ ખંધુ હસીને બોલ્યા, ‘......ને હવે તો માયાને પણ તારા બધાં જ કારસ્તાનની જાણ થઇ ગઇ છે...!! શી હેઇટ્‌સ યુ...!! ડુ યુ નો....?!’

‘એને કંઇ જ ખબર નથી...!’ હર્ષદરાય સાશ્ચર્ય બોલ્યા..

‘એને બધ્ધી જ ખબર છે...! અમે એને જાણ કરી છે...! તારો પાપનો ઘડો ભરાય ગયો છે હસિયા...!! છલોછલ છલકાય ગયો તારી છલનાનો ઘડો...!’

હર્ષદરાયે મર્સિડીઝની ઝડપ વધી રહી એ અનુભવ્યું....!! આજુબાજુનો ટ્રાફિક સાવ ઓછો થઇ ગયો હતો...એરકન્ડિશનિંગની વેંટમાંથી સિગારના ધુમાડાના ગોટેગોટા કારમાં આવવા લાગ્યા...!! હર્ષદરાય ગુંગળાઇ રહ્યા હતા...!!

ઉધરસનો ભારે હુમલો આવ્યો એમને....!! એક હાથે ઇમર્જન્સી બ્રેક પણ ખેંચવા માંડી... પણ કાર ધીમું પડવાનું નામ લેતી ન્હોતી...એકસોવીસ માઇલ...બ્રેક લાગતી ન્હોતી...!! મર્સિડીઝની બરાબર આગળ જ એક ભારેખમ ટ્રેઇલર ટ્રક સાંઠ માઇલની મંથર ગતિએ જઇ રહી હતી...!

‘ઓહ...નો...!!પ્લી...ઇ...ઇ...સ...!! પ્લી...ઇ...ઇ...સ...!! હે...લ્પ...!! હે...લ્પ...!!’ હર્ષદરાય ફોનમાં કરગરતાં હતાં...

ભયંકર ધડાકા સાથે એમની મર્સિડીઝ ટ્રક-ટ્રેઇલર સાથે અથડાઇ...!મર્સિડીઝના ટુકડે-ટુકડા થઇ ગયા..હર્ષદરાયનું શરીર ક્ષત-વિક્ષત થઇ ગયું. સિગાર તપખીરની મિશ્રીત ગંધ હાઇવે પર છવાય ગઇ...!! હાઇવે પર ભર બપ્પોરે ઘુમ્મસ છવાય ગયું...!! સિગારના ઘુમાડાનું....!! એ દિવસે એ આત્માની સદગતિ થઇ...એમને મોક્ષ મળ્યો...જ્યારે એક અનાત્મકની અવગતિ થઇ...!!

(સમાપ્ત)

બંટી કરે બબાલ(ભાગઃ ૧)

આજનો દિવસ જ મારા માટે ખરાબ ઊગ્યો હતો. એક તો સવારે ઉઠવામાં મોડું થયું. હજુ તો શાવર લેવાનો બાકી હતો ને રાઇડ આવી ગઇ. પેંટ પર જલ્દી જલ્દી શર્ટ ચઢાની બહાર આવી ગયો ને ઉતાવળમાં લંચ બેગ લેવાની પણ ભુલાય ગઇ.

‘નટુભાઇ...!! આવું રોજને રોજ આપણને નો હાલે....!!’ રાઇડ આપતો હતો એ મનુ માવાણી મ્હોમાં માણિકચંદ વાગોળતા વાગોળતા બોલ્યો, ‘તમે તો ભઇસાબ રોજ રોજ બહુ હોર્ન મરાવો છો ને રાહ જોવડાવો છો!’ બારીનો કાચ ઉતારી એણે રોડ પર પિચકારી મારી.

‘સો...રી...! હોં મનુભાઇ!!’ હું વાનમાં અંદરની સીટ પર ગોઢવાતા બોલ્યો.

‘હવે જો આવું પાછું થાસે તો પછે તમે બીજી રાઇડ ગોતી લે’જો! મારે તમે કંઇ એકલા જ નથી. આ પાંચ પાંડવોને પણ સાચવવાના છે. એમને જોબ પર મોડું થાય તો એમનો ધોળિયો બોસ તો અડધા કલાકનો પગાર કાપી લે છે...!!’ મનુએ પાછળ ફરી વાનમાં બેઠેલ પાંચેય તરફ નજર કરી હસીને કહ્યું, એ પાંચમાંના બે જણ તો હજુ ય ઝોકાં ખાતા હતા. મને ય ઊંઘ તો આવતી જ હતી.

હું અહિં ગાર્ડન સ્ટેટ ન્યુટ્રીશનલ ઇનકોર્પોરેશનમાં કામ કરું છું. જોબ પર આખો દિવસ પાવડર રૂમમાં કામ કરી કરીને થાકી ગયો...કંટળી ગયો...બળ્યું અમેરિકા...!! હવે શું થાય ધોબીનો કૂતરો ન ઘાટનો...ને ન ઘરનો...!! સાંજે ફરી એ જ મનુ માણિકચંદની રાઇડમાં ઘરે આવ્યો. આજે શુક્રવાર એટલે મન્યાને રાઇડના વીસ ડોલર આપ્યા. મારો બેટો મન્યો...! અમેરિકામાં પણ માણિકચંદ ખાઇને ફાવે ત્યારે રોડ પર પિચકારી મારવાની મજા લે છે!!

ઘરે આવ્યો ત્યારે જ ખ્યાલ આવ્યો કે સવારે ઉતાવળમાં ઘરની ચાવી લેવાનું તો ભુલી જ ગયેલ. હવે....?? પછી યાદ આવ્યું કે મારી ભારેખમ ભાર્યાનો આજે ડે-ઓફ એટલે એ ઘરે જ છે. મેં ઘરના કોલબેલનું બટન દબાવ્યું...

-હા...ઉ...હા...ઉ... હા...ઉ...કા...ઉ...!!

મારા ઘરમાંથી કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો.

-મારૂં બેટું આ તો ગજબ થઇ ગયું!! આ કોલબેલ કોણે બદલ્યો?!

મેં ફરી બટન દબાવ્યું...

-હા...ઉ...હા...ઉ... હા...ઉ...હા...ઉ...!! મારા ઘરમાંથી કૂતરાના ભસવાની પાછળ પાછળ એક સ્ત્રીનો ઘોઘરો અસંમજસ અવાજ પણ સંભળાયો. એ મારી મધુનો જ હતો.

મારી જિજ્ઞાસાનો ફુગ્ગો મોટોને મોટો થવા લાગ્યો. બારણામાં લગાવેલ દૂરબીનમાંથી મેં ઘરમાં જોવાનો પ્રયાસ કર્યોઃ આ તે શી ગરબડ છે?! એક તો એ દૂરબીન થોડી ઉંચાઇએ હતું અને હું રહ્યો માંડ ચાર ફુટ બે ઇંચ..!! અંદર શું થઇ રહ્યું છે એ જોવા માટે બારણાને ચિપકીને પગના પંજા પર ઊંચૈા થઇ મેં ફરી અંદર જોવાનો

મરણિયો પ્રયાસ કર્યો ને મધુએ ધડામ કરતું અચાનક બારણું ખોલી નાંખ્યું અને હું મધુના ચરણકમળમાં ફ્લોર પર ફેલાઇ ગયો. સાષ્ટાંગ દંડવત્‌!! ધડામ કરતો ચટ્ટોપાટ ઓન ધ ફ્લોર...!! મારી આ અજબ પ્રક્રિયા નિહાળી એક નાનકડું પ્રાણી હાઉ...હાઇ...કાંઉ...કાંઉ...વાંઊ...વાંઊ.. જેવાં વિચિત્ર અવાજો કરતું અંદરના બેડરૂમમાં જતું રહ્યું. મારા ચહેરા પર નાક સહુથી આગળ પડતું

છે એટલે અઢી ઇંચનું નાક પહેલાં ફ્લોર પર ટિચાયું અને પાછળ પાછળ મારા નાનકડા કપાળે સાથે આપ્યો. નાકમાંથી લોહીનું ઝરણું વહેવા લાગ્યું અને ગેસ પર ફુલકા રોટલી ફુલે એમ કપાળ પર ટેકરો ફુટી નીકળ્યો...બે મિનિટ પછી મને ભાન આવ્યું કે હું મારા જ ઘરના લિવિંગ રૂમમાં મોટા કાચબાની માફક પેટ પર તરફડતો હતો !!

‘આ શું છે...!?’ મધુ બરાડી, ‘આ શું છે....!? આવું તે કંઇ થાય...!?’ એના અવાજમાં ભારોભાર ગુસ્સો હતો. મારા તરફ ધ્યાન આપવાને બદલે મને ટેકો આપી ઉભો કરવાને બદલે એ પેલા પ્રાણીની પાછળ હાથણીની માફક ધસી ગઇ!

સંસાર અસાર છે...ને આ સંસારમાં મારૂં કોઇ નથી એમ માની હું જ જાતે પોતે મારા પોતાના પગ પર જેમ તેમ ઉભો થયો અને મધુ હાથમાં નાનકડા પ્રાણીને તેડીને હસતી હસતી લિવિંગ રૂમમાં આવી.

‘ન..ટુ...!! તેં તો બિચારા બંટીને ગભરાવી મુક્યો...!! યુ સ્કેર હિમ...!!’

બંટી મારા તરફ જોઇ જોઇને જોરથી જોરથી ભસવા લાગ્યો...

-હા..ઉ...હા...ઉ... હા...ઉ...હા...ઉ...!!

મને પણ એના તરફ જોઇને જોરથી ભસવાનું મન થઇ આવ્યું... પણ પછી યાદ આવ્યું કે મને તો ભસતા આવડતું જ નથી. મારે ભસવાની જરૂર નથી. મારે તો બરાડો પાડવાનો છેઃ ‘...ચુ...ઉ...ઉ...ઊ...ઊ...પ...!!’ મેં અદનાન સામીની જેમ મોટેથી બુમ પાડવાનો પ્રયાસ કર્યો પણ છેલ્લાં કેટલાંક સમયથી મોટેથી વાત કરવાની આદત છુટી ગયેલ એટલે હિમેશ રેશમિયા જેવો તીણો સુર નાકમાંથી નીકળ્યો...

‘નો...નો...નો...બંટી...!! ડોન્ટ વરી...!! ઇટ્‌સ ઓકે...!! ઓકે...!!’ મધુએ સાચવીને બંટીને ફ્લોર પર મુકતા મુકતા કહ્યું. ‘નટુ, તું શું આવા ચિત્ર-વિચિત્ર ચાળા અને અજીબો-ગરીબ અવાજ કરે છે....!?’

ફ્લોર પર બંટી મધુની બાજુમાં ઉભો રહી મારા તરફ આશંક નજરે નિહાળી રહ્યો હતો અને ધીરે ધીરે ઘુરકતો હતો કે પછી મધુ શ્વાસ લેતી હતી એનો ઘુરકાટ હતો મને કંઇ સમજ પડતી ન્હોતી !!

‘આ શું છે...?!’ મારી પીડા દબાવી મેં ગુસ્સે થવાનો પ્રયત્ન કરતા કહ્યું.

‘બં...ટી...!! છને ક્યુટ...!?’ મધુએ મારા તરફ તુચ્છ નજર કરતાં રૂઆબથી કહ્યું.

માંડ માંડ એક ફુટ બાય સવા ફુટનું ચાર પગનું સફેદ વાળવાળું જનાવર બંટી નામનો કૂતરો હતો. એ તો બરાબર...પણ મારા ઘરમાં એ શું કરતો હતો?? ને શા માટે ભસતો હતો..?? એના કપાળ પર એટલા બધાં વાળ હતા કે એની આંખ મને દેખાતી ન્હોતી. નહિતર હું એની આંખમાં આંખ પરોવી એને ભસ્મ કરી દેત...!! વાળ પાછળ આંખો સંતાડી બંટી પણ કદાચ એવાં જ વિચારો કરતો હોય એમ મને લાગ્યું.

‘આ બંટી હવેથી આપણા ઘરે જ રહેશે...!!’

‘શું...ઉં...ઉં...ઉં...?!’ મારાથી એકદમ મોટેથી પુછાય ગયું. ને માંડ માંડ શાંત પડેલ બંટી પાછો મારા તરફ નિહાળી ફરી હા...ઉ...હા...ઉ...હા...ઉ...કરવા લાગ્યો.

‘તું ભાઇસા’બ સખણો રહેશે...?!’ મધુએ મારા પર ફરી ગુસ્સે થતાં કહ્યું...પછી એણે બંટીને પ્રેમથી ઉંચકી લીધો, ‘નો...દીકુ...નો....બકા...ઇટ્‌સ ઓકે...!! ઇટ્‌સ ઓકે....!!’

‘પણ આ...???’

મારી વાત અધડેથી કાપતા મધુ બોલી.... ‘....આ બંટી મને મારી ફ્રેન્ડ ફ્લોરાએ ગિફ્ટમાં આપ્યો છે!’ બંટી પર વ્હાલથી હાથ ફેરવતા એ બોલી, ‘હાઉ ક્યુટ હી,!! પેટ સ્ટોરમાં લેવા જાવો તો થાઉઝંડ ડોલરમાં પણ આવો ક્યુટ બંટી ન મળે!’

‘પણ તારે મને કહેવું તો જોઇતું હતું...!’

‘હું તને સરપ્રાઇઝ આપવા માંગતી હતી...!’

-અરે....! તારાથી મોટી બીજી સરપ્રાઇઝ શી હોય શકે દુનિયામાં...!? પણ હું કંઇ ન બોલી શક્યો.

વાળ પાછળ ચુંચી આંખે બંટી મને જોઇ રહ્યો હતો. ને મુંઝાઇ મુંઝાઇને હું એને....!! થોડો વખત આમ જ અમારી નૈનસે નૈન મિલાઓની રમત ચાલી...!

ટ્રીન...ટ્રીન...ટ્રીન.. ..એટલામાં ફોનની રિંગ વાગી.

‘હ...લ્લો...!’ મેં ફોન ઉપાડ્યો.

‘મિ ફ્લોરા...!’ સામે છેડે મધુની ફ્લોરા હતી, ‘કોમૉ એસતાસ...!’ ફ્લોરા સ્પેનિશ હતી.

‘વેઇટ, આઇ વીલ ગિવ ટુ મદુ!’ મેં મધુને બુમ પાડી, ‘મ...અ...ધુ..ઉઉઉ...!’ ને મારા કરતાં બંટીએ મોટેથી બુમો પાડવા માંડીઃ હા..ઉ...હા...ઉ...હા...ઉઉઉ!!!!

‘હ...લો ફ્લોરા...!’ મધુએ ફોન લીધો, ‘હાઉ આર યુ...?’

‘...........’

‘યસ...યસ...બંટી ઇસ ફાઇન...!! નો...નો...! હિ ઇસ ઓકે વિથ બંટી...! યા...યા...!! હિ લવ્સ બંટી...!!’

‘...........’

‘યુ મીસ બંટી...!’

‘............’

‘ડુ યુ વોન્ટ ટુ ટોક વીથ બંટી....? આઇ વિલ ગીવ ટુ બંટી....!!’

-તો ફ્લોરા બંટીની મા હતી...

‘કમ ઓન બંટી!! ટોક ટુ ફ્લોરા...!!’ બંટીને પ્રેમથી ઉંચકીને મધુએ કોડલેસ ફોનનું રિસિવર બંટીના મ્હોં-કાન પાસે ધર્યું.

‘............’

-હા...ઉ...હા...ઉ... હા...ઉ...હા...ઉ...!!

બંટીએ ફ્લોરા સાથે વાત શરૂ કરી દીધી. બંટી કોણ જાણે કેવી રીતે એને નાનકડા શરીરમાંથી આવડો મોટ્ટો અવાજ કાઢી શકતો હશેઃ હા...ઉ...હા...ઉ... હા...ઉ...હા...ઉ...!! મધુના હાથમાંથી બંટીએ છટકવાની કોશિષ કરી.

કદાચ, એ ફોનમાં ઘુસી ફ્લોરા પાસે જવા માંગતો હતો!! એને સાચવવા જતાં મધુએ ફોનનો હેંડસેટ પાડી નાંખ્યો. ફ્લોરા પર પડતાની સાથે જ એના સ્પેરપાર્ટ છુટા પડી ગયા. એ તુટી ગયો. ચાલો.!! ફોનનો ખર્ચો વધાર્યો..!! મેં ક્ષત-વિક્ષિત થઇ ગયેલ રિસીવરની લાશના અંગ ઉપાંગો ભેગાં કરી ફરી જોડવાના વ્યર્થ પ્રયાસો કરવા માંડ્યા.

બંટી હજુ મારા તરફ સાશંક નજરે નિહાળી રહ્યો હતો. મને એના પર ખુબ જ ગુસ્સો આવતો હતો. એક તો આવતાની સાથે જ એણે મારા જ ઘરમાં મને ભોંય ભેગો કરી દીધો હતો. બંટીની પાછળ કોઇ ચોક્કસ જગ્યાએ જોરદાર લાત મારવાની મને તીવ્ર ઇચ્છા થઇ આવી...! ધીરેથી ચાલીને હું એની પાછળ બરાબર ઉભો રહ્યો. પણ એ ફરી ગયો.

મેં ઝડપથી મારી પોઝિશન બદલી. મારી સર્વ તાકાત એકત્ર કરી સોકર-ફુટબોલનો ખેલાડી પેનલ્ટી કિક મારે એવાં ધ્યાનથી, જમણા પગથી, જોર કરી મેં લાત ઝીંકી જ દીધી...પણ હાય રે નસીબ...! ચપળ બંટી ત્વરાથી ખસી ગયો...! અને મારો પગ લિવીંગ રૂમમાં વચ્ચે મુકેલ ભારેખમ કોફી ટેબલના મજબુત પાયા સાથે જોરથી અથડાયો...!

‘ઓય... ઓય... ઓય... ઓય....’ અસહ્ય પીડાને કારણે મારાથી રાડ પડાય ગઇ. એક પગે હું ભાંગડા કરવા લાગ્યો. બંટીએ પણ એનો બેસુરો સુર મારા સુરમાં મેળવ્યો... હા...ઉ...હા...ઉ... હા...ઉ...હા...ઉ...!!

‘વોટ હે...પં...ડ દીકુ...!?’ અંદરથી મારી ભાર્યા દોડતી દોડતી આવી. હું રાજી થયો. પણ એ તો ગઇ સીધી બંટી પાસે...!! મારા જમણા પગનો અંગુઠો સુજી ગયો.

સા...એ બીજી વાર મને ઘાયલ કરી નાંખ્યો. બંટી આજે તો મને છેતરી જ ગયો. હવે હું પગથી માથા સુધી ઘાયલ થઇ ચુક્યો હતો. પીડાનો માર્યો કરાંઝતો હું સોફા પર બેસી પડ્યો. દર્દને કારણે મારાથી ઊંહકારા નીકળી જતા હતા. અને બંટી ઝુલ્ફા પાછળ એના નયનો સંતાડીને મારા તરપ વિજયી નજરે નિહાળી રહ્યો હતો.

હું આખો દિવસનો થાકેલ હતો. વળી બે બે વારનો ઘાયલ!! આપને મારી પીડાની શી ખબર! ઘાયલકી ઘાયલ જાને!! સોફા પર જ બેઠાં બેઠાં મેં મારી આંખો બંધ કરી. અને મને સરસ મજાનું ઝોકું આવી જ ગયું.

-અ હા...હા...હા...હા...!! કેટલું સારું લાગી રહ્યું હતું...!!

મારા દુઃખતા અગુંઠા પર કોઇ ઠંડુ પાણી રેડી રહ્યું હતું...! મારી પીડામાં મેં રાહત થતી મહેસુસ કરી...!! કોઇ મારા પગ પખાળી રહ્યું હતું!! લગ્ન વખતે મારી સાસુએ મારા પગ ધોયા હતા... પખાળ્યા હતા... ત્યારબાદ કોઇએ પણ પાદ પ્રક્ષાલન કર્યું ન્હોતું!! જરા વધુ ભીનું ભીનું લાગતા મારી આંખો એકદમ ખુલી ગઇ...!

હું ચમકીને એકદમ જાગી ગયો અને મને નરી વાસ્તવિકતાનું ભાન થયુંઃ સા...બંટી એનો પાછલો પગ મારા ઘાયલ પગ પર ઊંચો કરી ગયો હતો...!! એના પેશાબ વડે મને પવિત્ર કરી ગયો હતો...!! એક તો અગુંઠાની પીડા...અને ઉપરથી બંટીના પેશાબની પિચકારી...!!

‘મ...ધુ...ઉ...ઉ...ઊ!!’ મેં મોટ્ટેથી બુમ પાડી. ક્રોધથી મારો અવાજ ફાટી ગયો ‘જો...ઓ...ઓ...!! તારા બંટીએ શું કર્યું...!? સા...એ મારા પર પેશાબ કર્યો...!!’

‘હા...હા...હા...!!’ હસતા હસતા મધુ લોટપોટ થઇ ગઇ. એને નિહાળી બંટી પણ એની પૂંછડી પટપટાવવા લાગ્યો અને ખુશ થતો થતો મારા તરપ જોવા લાગ્યો...! બંટી ખુશ હુઆ...!!

‘યુ નો નટુ....!’ મધુએ એના હાસ્ય પર માંડ કાબુ મેળવતા મેળવતા કહ્યું, ‘બંટી વોંટ ટુ ડુ ફ્રેંડશિપ વિથ યુ...! હિ લવ્સ યુ....!!’

‘તો...ઓ...ઓ...!? સો વો...ઓ...ટ...!?’ હું ચિઢાયને બોલ્યો, ‘હું શું કરું એમાં....!?’

‘દોસ્તી કરી લે એની સાથે...!!’ બંટી તરફ એક પ્રેમાળ નજર કરી મધુ રસોડામાં જતી રહી. પાછલ પાછળ એનો પ્યારો-દુલારો બંટી પણ એને પગલે પગલે રસોડામાં ગયો. જતાં પહેલાં મારા તરફ ધુરકિયું કરવાનો એ ન ચુક્યો...!!

ઘાયલ તૈમુરલંગની માફક લંગડાતો લંગડાતો હું બાથરૂમ તરફ ગયો. બંટીએ ભીનો કરેલ મારો પેંટ મેં કાઢી નાંખ્યો. આ બંટીનું મારે કંઇ કરવું પડશે. પરંતુ, હું જાણતો હતો કે મારાથી કંઇ થઇ શકવાનું ન્હોતું!! આ બલા એમ કંઇ સીધે સીધી ટળવાની ન્હોતી. વળી મારા ઘરમાં મધુ આગળ મારૂં કંઇ જ ચાલતું ન્હોતું.

મારા ઘરમાં એનો શબ્દ એટલે કે જાણે સોનિયા ગાંધીનો આદેશ...!! વળી એમાં એને બંટીનો સાથ મળ્યો. બાથરૂમના અરિસામાં હું મને નિહાળી જ રહ્યો...! મારા સપાટ કપાળ પર એક નાનકડો ટાપુ ઉગી નીકળ્યો હતો. મારૂં સુંદર નાક વંકાઇને વાંકુ થઇ ગયું હતું. શું હાલ બેહાલ થઇ ગયો હતો હું...!?

મને યાદ આવ્યું કે મારે શાવર લેવાનો તો બાકી જ છે. બંટીની બબાલમાં એ તો હું ભુલી જ ગયેલ. શાવર કર્ટન હઠાવી હું બાથ-ટબમાં પ્રવેશ્યો. મારા શાવર જેલની જગ્યાએ કોઇ ભળતી જ બોટલ હતી. મેં એ હાથમાં લીધી. ડોગ શેમ્પુ ફોર વ્હાઇટ ડોગ...!! મારા શવાર જેલની જગ્યાએ ડોગ શેમ્પુની બોટલ ગોઠવાઇ ગઇ હતી!! શાવર જેલ વિના જ ફક્ત પાણીથી શાવર લઇ જલ્દીથી ટુવાલ વિંટાળી હું બાથરૂમની બહાર આવ્યો.

હજુ તો બાથરૂમની બહાર પગ જ મુક્યો ને ક્યાંકથી અચાનક બંટી કૂટી નીકળ્યો...ને...મારા ટુવાલનો છેડો એનાં નાનકડા મ્હોમાં પકડી જોરથી ખેંચ્યો....ને...! ટુવાલ લઇને ઝડપથી બંટી ક્યાંક અલોપ થઇ ગયો. ને હું સાવ દિંગાબરાવસ્થામાં બુમો પાડવા લાગ્યો, ‘હે...એ...એ...ઇ...ઇ...ઇ...!! હે...એ...એ...ઇ...ઇ...ઇ...!!’

‘શું છે પાછું...?’ ધમ ધમ પગ પછાડતી મધુ કિચનમાંથી બહાર આવી. ને મને સાવ દિંગાબરાવસ્થામાં જોઇને જોરથી ચીખી, ‘ન...ટિ...યા...યા...યા...!! આ શું છે....!? તને કંઇ શરમ-બરમ છે કે નહિં....!! શેઇમ ઓન યુ...!! બંટીના દેખતાં બધાં કપડાં કાઢી નાંખ્યા....!!’

‘અ...રે...!! મારી માડી...!!’ મેં મારા ખાસ ખાસ અંગો સંતાડવાનો પ્રયાસ કરતા કહ્યું, ‘તારો બેટો બંટી મારો ટુવાલ ખેંચીને ભાગી ગયો...!!’

એટલમાં જ બંટી પાછો અમે પેસેજમાં ઉભા હતા ત્યાં મ્હોંમાં ટુવાલ લઇ એનું પરાક્રમ બતાવવા આવ્યો. એને નિહાળી મધુ બોલી, ‘...તે...ભાગે જ ને...!! એનો ટુવાલ તેં જો વાપરેલ....!! તને તારો ટુવાલ વાપરતા શું થાય...!?’

ભુલથી બાથરૂમમાં મુકેલ બંટીનો ટુવાલ વિંટાળી લીધેલ!! અરે...!! એ જ ટુવાલથી ઓ મેં મારૂં ગુલબદન લુંછેલ....!! હવે પાછો શાવર લેવો પડશે...!! પણ વોટર બિલ વધારે આવશે એમ વિચારી મેં બીજી વાર નહાવાનું માંડી વાળ્યું. હવે વળી બંટી પણ રોજ રોજ શાવર લેશે તો વોટરબિલ તો આમ પણ વધવાનું જ છેને...!! જલ્દી જલ્દી મારા રૂમમાં જઇ ક્લોઝેટમાંથી મારા કપડાં લઇ ઝડપથી પહેરી લીધાં....!! આમ કરવાથી હું પણ બંટીની માફક જ હાંફવા લાગ્યો...! ફક્ત મારી જીભ જ લટકતી ન્હોતી...!!

જેમ તેમ બે છેડા બેગા કરી, બે-બે સેન્ટ બચાવી..! કુપનો કાપી-કાપી, કુપનોનું લાવી, સવારનું સાંજે અને સાંજનું બચાવેલ સવારે ખાઇ ખાઇને તાણી-તુસીને મેં આ દોઢ બેડરૂમનું હાઉસ લીધેલ...! ટીશર્ટ પહેરતાં હાથ ઊંચા કરીએ તો છતને હાથ સ્પર્શી જાય એટલી ઊંચી તો એની છત હતી!

બેડરૂમમાં ક્વિન સાઇઝનો બેડરૂમનું સેટ મુકતા બેડની આજુ-બાજુ માંડ દોઢ બે ફૂટની જગ્યા રહેતી હતી. મોટે ભાગે તો હું લિવિંગ રૂમમાં જ સુતો! મારા માટે મધુની બાજુમાં જગ્યા ન્હોતી રહેતી. વળી જ્યારે એ ઊંઘી જાય ત્યારે જાત જાતના સુરો એના નાક કાન ગળામાંથી નીકળતા હોવાથી મારી ઊંઘ ઉડી જતી. હવે એમાં આ બંટીનો ઘુરકાટ ભળવાનો...!!

- શું થશે હવે. મારૂં....!?

હું લિવિંગ રૂમમાં આવ્યો તો જોયું તો બંટી મહાશયે સોફા પર આસન જમાવ્યું હતું અને એઓશ્રી ટીવી પર ડિઝની ચેનલ નિહાળી રહ્યા હતા. ટીવી સ્ક્રિન પર પ્લુટના પરાક્રમો નિહાળો ભવિષ્યમાં ઓશું ધમાલ મચાવવી તેનુંં આયોજન કરી રહ્યા હતા. મેં રિમોટ કંટ્રોલ વડે ટીવી ચેનલ બદલી.

-હા...ઉ...હા...ઉ... હા...ઉ...હા...ઉ...!! કિચન તરફ નિહાળી બંટીએ ફરિયાદ કરી.

‘અરે ભલા માણસ...!! વોટ રોંગ વિથ યુ...?!’ કિચનમાંથી જીભ લટકાવતી લટકાવતી ધમ ધમ કરતી મધુ બહાર આવી. મારા હાથમાંથી રિમોટ કંટ્રોલ છીનવી ફરી ડિઝની ચેનલ મુકી, ‘એને રોજ બેથી ત્રણ કલાક ટીવી જોવાની આદત છે. અંડરસ્ટેંડ....?!’ મારા તરફ એની ઝીણી ઝીણી આંખોના મોટાં મોટાં ડોળા તગતગાવતા મધુ ઘુરકી, ‘ઓ...ઓ...કે...!!’ પછી બંટી પર હાથ પસવારી બોલી, ‘ગુડ બોય... લ...વ...યુ...!!’

-મારો બેટો બંટી!! હવે મારે ટીવી પણ ન જોવાનું...!!

બંટીને ટીવી જોતો મુકી હું હળવેથી રસોડામાં ગયો. મધુ ભારે રસથી કુકિંગ બુકમાં જોઇ જોઇને કોઇ નવી જ વાનગી બનાવી રહી હતી!! ગેસના સ્ટવ પર મોટાં તપેલામાં કંઇ ઉકળી રહ્યું હતું. મેં તપેલી પરનું ઢાંકણ હળવેકથી હટાવી તપેલામાં નજર કરી તો હું ચોંકી ગયો. તપેલાંમાં મધુ કોઇ પ્રાણી બાફી રહી હતી!!

‘કીપ ઇટ ક્લોઝ....!’ મારા પર નજર પડતાં જ મધુ બરાડી...

‘આ શું છે...?!’ મેં ધીમેથી પુચ્છ્યું.

‘લો...બ...સ્ટ...ર...!!’ મધુએ એક એક અક્ષર છુટો પાડી મને સમજાવતા કહ્યું.

‘લોબસ્ટર....?!’ મારા આશ્ચર્યનો પાર ન રહ્યો.

‘હા...! લોબસ્ટર....!!’ ચોપડીનું પાનું ઉથલાવી મધુ બોલી, ‘બંટીને લોબસ્ટર બહુ જ ભાવે છે. એટલે મેં....’

‘કેટલા મોંઘા આવે છે લો....ઓ....ઓ...બસ્ટર....??!’ મારી જીભ લોચા વાળવા લાગી.

‘આઇ નો!! ચાલિસ ડોલરનો એક...પણ વિકમાં હવે એક બે વાર તો લાવવા જ પડશે...!! બિચારા બંટી માટે...!!’

‘વિકમાં એ...એ...ક બે...વાર...?!’ મારી આંખોએ પહોળી થઇ ગઇ. સહેજ વધુ પહોળી થાત તો મારા બન્ને ડોળાં ઉછળીને લોબસ્ટરના તપેલામાં જ પડતે!! માંડ મારી જાત પર કાબુ રાખતા હું બોલ્યો, ‘બંટીના એકવારના ખાવામાં તો આપણું વિકનું ખાવાનું થઇ જાય...!’ મારાથી ગણતરી થઇ ગઇ.

‘સો વોટ...?! આવો ક્યુટ બંટી પણ ક્યાં એમને એમ ફ્રી મળવાનો છે ?? સાવ મફતમાં....!!’

‘તને ખબર તો છે ને કે મને સી ફુડની એલર્જી છે તે....?’ મેં બીજ દલીલ કરી.

‘તારા માટે તો મેં ખીચડી ભાજી ક્યારની બનાવી નાંખી છે. પણ મને હમણા બંટી માટે આ ડીશ બનાવી લેવા દે...! હજુ દશ મિનિટ માટે બોઇલ્ડ કરી પછી ફિફટી ગ્રામ બટર લગાવી પોમા પાંચ મિનિટ મેરીનેટ થવા દેવાનું છે....!’

મધુની વાત સાંભળી મારી તો ભુખ જ મરી ગઇ. આ બંટીની બબાલમાંથી કેમ છુટવું...! મને કંઇ સમજ પડતી ન્હોતી. પગમાં સેંડલ લગાવી હું ઘરની બહાર નીકળ્યો. માર ઘરની નજીકમાં એક નાનકડો પાર્ક છે ત્યાં હું કોઇ કોઇ વાર વોક લેવા જાઉં છું.

-થિંક પોઝિટિવ...!!બી પોઝિટિવ...! મેં માર મરકર મનને ટપાર્યું. હું પાર્ક તરફ અસમંજસ ચાલે ચાલી નીકળ્યો. ઓગષ્ટ મહિનાની ખુશનુમા સાંજ હતી. પાર્કમાં ઘણા આમ તેમ ટહેલતા હતા. પ્લે પ્લેઇસમાં થોડાં બાળકો રમતા હતા અને રમવા અવાજો વધુ કરતા હતા. કેટલાંક માણસો પોતાના કૂતરાને લઇને ફરવા આવ્યા હતા તો કેટલાંક કૂતરા માણસોને ફરાવવા આવ્યા હતા...!!

હું મારી વિંટબણના વિચારોના વમળમાં અટવાતો અટવાતો ખોવાયેલ ખોવાયેલ ચાલી રહ્યો હતો. એટલાંમાં કૂતરાના સામુહિક ભસવાના અવાજોએ મને વર્તમાનમાં લાવી દીધો. મોટે ભાગના શ્વાસનો મારા તરફ નિહાળી સમુહમાં ભસી રહ્યા હતા. આ પણ બંટીના જ સગા-વ્હાલાઓ લાગતા હતા. એક જાડી

હિંડબાછાપ કાળી હબસણનો કદરૂપો કાળિયો કૂતરો તો મારી નજદીક આવવા ભારે જોર લગાવી રહ્યો હતો. અને જાડી જોર કરી એ બુલડોગને મારાથી દુર કરવાના સર્વ પ્રયાસ કરતી કૂતરા કરતાં વધારે હાંફી રહી હતી.

લોહચુંબક તરફ જેમ ટાંકણીઓ ખેંચાય આવે એમ નાના-મોટાં, જાડાં-પાતળા, કાળા-ધોળાં સર્વે કુતરાંઓ મારા તરફ આકર્ષાય રહ્યા હતા. એક નાનકડું પુડલ તો છેક મારી પાસે આવી મને સંઘીને ડરીને દુર જઇને જોર જોરથી ભસવાનો પ્રયત્ન કરતું હતું પણ એના મ્હોંમાંથી અવાજ જ નીકળતો ન્હોતો. કૂતરાં સાથે આવેલ નર-નારીઓ કૂતરા કરતાં વધુ કૃધ્ધ નજરે મને નિહાળી રહ્યા હતા.

‘ઓ...ઓ મને...ગો હોમ...! ટેઇક એ શાવર...!!’ હિપોપોટેસની મોટીબેન હોય એવી એ હબસણે હાથણી જેવાં અવાજે મને જોરથી કહ્યું, ‘યુ સ્ટિંક...!!’

-હવે મને બત્તી થઇ...! બંટીના ટુવાલથી મેં મારૂં શરીર લુંછેલ એટલે બંટીની ગંધથી હું તરબતર થઇ ગયો હતો. સર્વ કૂતરાઓને પણ એ અચંબો થયો કે આ માણસના શરીરમા૪ંથી અદ્દલ કૂતરાની ગંધ કેવી રીતે આવે...! માણસના સ્વરૂપમાં શ્વાન...!! દરેક કૂતરાંને એ સંશોધનમાં ઊંડો રસ પડ્યો હતો.

..ને બધાનાં મ્હોંમાંથી લાળ ટપકતી હતી. જલ્ધી જલ્દી લંગડાતો લંગડાતો હું મારા ઘર તરફ ભાગ્યો. મારા ઘાયલ શરીરની પીડા પણ હું ક્ષણભર તો વિસરી ગયો. ઘરનું બારણું અંદરથી બંધ હતું. મેં કોલબેલ વગાડ્યો.

-હા...ઉ...હા...ઉ... હા...ઉ... હા...ઉ...!! બંટી ભસવા લાગ્યો.

થોડીવાર રહીને મારી રંભાએ ગુસ્સાથી બારણું ખોલ્યું, ‘તને ચાવી લઇ જતાં શું ગોદો વાગે છે?? બિચારા બંટીની માંડ માંડ આંખો મળી હતી. તેં એની ઊંઘ ઉડાડી દીધી.’ બંટી પર હાથ પસવારતા એ બોલી, ‘એક તો એના માટે નવી સવી જગ્યા. માંડ એને ઊંઘ આવી ને એમાં ધીમે ધીમે થપકારતાં એ ક્લિસનનું ગીત એના બેસુરા રાગે ગાવા લાગી, ‘માય મિલ્ક શેઇક બ્રિંગ્સ ઓલ ધી બોયસ ઇન ધ યા...યા...યા...ર્ડ...!!’ નવી જ લાવેલ સુંવાળી બ્લેંકેટ પર બંટી મહોદયે લંબાવ્યું હતું અને સુવાનો પ્રયત્ન કરતા હતા.

-ઓ...હ...ગો...ડ...!! મારાથી એક ઊંડો નિઃસાસો નંખાઇ ગયો. અને એ સિવાય બીજું હું કરી પણ શું શકું....!? બંટીનો સુવરાવી મધુ મારી પાસે આવી, ‘ભાણું કરું છું તારૂં...જમી લે...!’

‘તું પણ જમવાનીને...?’

‘મેં તો બંટીને કંપની આપી !! એને મેં રાંધેલ બટરસ્કોચ લોબસ્ટર ખુબ જ ભાવ્યા. મોટો લોબસ્ટર આખે આખો પટ પટ ખાઇ ગયો. હી વોસ સો હે...પી...!!’

-બટ આઇ એમ વેરી અનહેપ્પી...! પણ મારાથી કંઇ બોલી ન શકાયું. ઠરી ગયેલ ખીચડી અને બેસ્વાદ ભાજીના લુસ લુસ કોળિયા મેં જેમ તેમ ગળે ઉતાર્યો. મારે સામ દામ દંડ ભેદથી...રાહુલ, સોનિયા-મનમોહનની નિતીથી પગલાં ભરવા જરૂરી હતાઃ આ બંટીની બબાલથી બચવા...બંટીની બબાલથી છુટવા...!!

‘જો ડા...આ...ર્લિં...ગ...!!’ ડાર્લિંગ શબ્દને મેં થાય એટલો સુંવાળો કરતાં કહ્યું, ‘તું સમજ...!!ડિયર...!!’ જમ્યા પછી બધાં વાસણા સાફ કરવાની શરૂઆત કરતાં કહ્યું, ‘તું સમજ જરા. આ બંટી આપણને ના પોસાય...!’

‘કેમ ન પોસાય....?!’ મારૂં બરાબર સાફ કરેલ તપેલું સિંકમાં પાછું મુકતા મધુ બોલી, ‘આ તપેલું બે વાર સાફ કર! એમાં બંટી માટે રસોઇ બનાવવાની છે.’ રોજ બધાં વાસણો સાફ કરવાની કામગીરી મારે જ શિરે હતી.

‘એનો ખર્ચો કેટલો...?’

‘ખર્ચો શાનો....?! એવું લાગે તો વિકમાં બે વાર તું ઓવરટાઇમ કરજે...!’

‘પણ બંધ ઘરમાં બંટી રહેશે તો ગંધાશે...!’ પછા એના તરફ ફરી હું એને સમજાવતા બોલ્યો, ‘હાલે તો સમર છે એટલે વિંડો ખુલી રહે પણ વિંટરમાં...બારીઓ બંધ રહેશે તો ગંધાશે...!!’

‘એ તો પછી ટેવ પડી જશે...!! મને તારી પડી જ ગઇ છે ને....?!’ ધીમે ધીમે મરકતા મધુ બોલી, ‘મેં કદી ફરિયાદ કરી છે એની...?!’

‘પણ...’ મેં વિનવણીનું મોણ નાંખતા કહ્યું, ‘એની કેટલી કાળજી રાખવી પડશે...!’

‘આઇ નો...! વિ વિલ મેનેજ...! યુ નો આખા અમેરિકામાં દરેક ઘરે કોઇને પ્રાણી પાળેલ હોય છે...!’

-આપણી ઘરે એક તું છે એ કંઇ ઓછું છે...?! પણ મારે વધુ ભડકો સળગાવવો ન્હોતો. હું મૌન મૌન વાસણો સાફ કરતો રહ્યો. મધુએ એની બંટીની વકિલાત આગળ વધારતા કહ્યું, ‘ગઇ કાલે સીએનએન પર પેલો આપણો ઇંડિયન ડોક્ટર સંજય ગુપ્તા પણ કહેતો હતો કે પાળેલ પ્રાણી પર હાથ પસવારીએ તો આપણું બ્લડ પ્રેશર વગર દવાએ પણ કાબુમાં રહે!’

-પણ મારૂં તો બે કલાકમાં બમણું થઇ ગયું એનું શું...?!

‘પ્રાણીઓ આપણી લાગણી સમજે...! નિર્દોષ પ્રાણી આપણને જીવવાનું બળ પુરૂં પાડે. એની કોઇ ખોટી માંગણીઓ નહિં...!!’

-બસ લંચને ડિનરમાં લોબસ્ટર જોઇએ...!

‘....અને વિચાર તો કર...! આપણે ક્યાં બંટી માટે એક સેંટનો પણ ખર્ચ કરવો પડ્યો...??! સાવ મફતમાં મળ્યો છે બ્યુટિફુલ બંટી..!!’

-મફતમાં મળેલ મોન્સ્ટર...!

‘સમજ જરા...!’ એની વાતો વડે એ મને આંજી દેવાનો પ્રયત્ન કરતી હતી, ‘વળી બંટી ઘરમાં હોય તો મોંઘી દાટ સિક્યુરીટી સિસ્ટમ લગાવવાની જરૂર જ નહિં...!’

-આવડું અમસ્તું કૂતરૂં શું સિક્યુરિટી કરવાનું...?! એને જ ચોર પહેલાં ઉપાડી જશે...!

હજુ વધુ ફાયદાઓ ગણાવે એ પહેલાં જ એનો બેટો બંટી ધીમેથી રસોડામાં પ્રવેશ્યો. આળસ મરડી પણછની જેમ એનું શરીર તાણ્યું. મારા તરફ એક ઉડતી નજર કરી રોફથી એ મધુ પાસે ગયો.

‘ઉઠી ગયો બકા...?!’ મધુએ એને ઉંચકી લીધો. પછી એના હોઠોં સાથે હોઠ મેળવી જોરદાર ફ્રેન્ચ કિસ કરી!! બંટીએ પણ એની લાંબી લાંબી પાતળી પાતળી સુંવાળી જીભ મધુના કાચ પેપર જેવા ખરબચડાં ગાલો પર ફેરવી!! પણ એનાં મ્હોંમાં જરૂર કોઇ વિચિત્ર સ્વાદ આવી જતા જોરથી છીંક ખાધી...!!

- ઇં...છી...છી...ઇં...ઇં...

‘બ્લેસ યુ...!’ મધુએ ફરી બન્ને હાથથી જોરથી પકડી એનું મ્હોં પાસે લાવી પ્યારી પપ્પી કરી, ‘ડુ યુ વોંટ ટુ ગો આઉટ...?! યુ વોંટ ટુ ગો આઉટ...?!’

-આંઉ...આઉં...આંઉ...આઉં...આઉં...ઊ...ઊ...કરતો બંટી પૂંછડું પટપટાવવા લાગ્યો. મધુે એને નીચે ઉતાર્યો. ગળામાં સુંવાળો પટો બાંધ્યો. એની સાથે પાતળી દોરી હતી તેનો છેડો પકડી બારણું ખોલી બંટીને બહાર દોર્યો. પછી મારા તરફ નિહાળી બંટીને કહ્યું, ‘સે...ગુડ બાય ટુ નટુ...!!’

પણ બંટી તો મને છેક અવગણી બહાર દોડી ગયો. કદાચ, લોબસ્ટરનું એનાં પેટમાં ભારે દબાણ હશે. મધુ પણ એની પાછળ પાછળ ઘસડાતા પગે ઘસડાઇ...! બન્નેના જવાથી મારા ઘરમાં જરા શાંતિ થઇ. પણ મારી મુંઝવણ તમને શી રીતે સમજાવું...એ તો બંટી જેવી બલા સાથે પનારો પડે તો જ તમને ખ્યાલ આવે.

દુઃખતા પગના અંગુઠા પર બેનગે એકસ્ટ્રા સ્ટ્રેંથ ઓઇંટમેંટનું માલિસ કરતાં કરતાં મેં ટીવીની ચેનલો બદલવા માંડી. ટીવી પર પણ બધે જ કૂતરાં-બિલાડાના કાર્યક્રમો આવી રહ્યા હતા....!! મારૂં બસ ચાલે તો આખી અવનિ શ્વાન વિહોણી કરી નાંખુ...!!દશ પંદર મિનિટ પછી બંટી અને બલા બન્ને ઘરે પાછા આવ્યા.

બંટી હળવો થઇ ગયો હોય એમ મને લાગ્યું મધુએ બાંધેલ પટ્ટો છોડ્યો એટલે એ સીધો એનાં નવા નવા બ્લેંકેટ પર જઇને ચાર ટાંટિયા છત તરફ ઊંચા કરી સુવાની કોશિષ કરવા લાગ્યો. મધુએ પણ બકાસુરની માફક મોટ્ટેથી બગાસું ખાધું...! જાત જાતના ચિત્ર-વિચિત્ર અવાજો કર્યા....! એ પણ બેડરૂમમાં ગઇ અને એના નાક, કાન ગળાનાં વાંજિયો સજાવી, સુર મેળવી નસકોરાં વગાડવાનો પ્રયાસ કરવા લાગી અને થોડી જ વારમાં એનો ઘોરવાનો ઘરઘરાટ આખા ઘરમાં ગુંજવા લાગ્યો...!! (આ ઘરઘરાટ વિશે આપને ક્યારેક વધુ કહીશ)

આખી દુનિયામાં હું જએક કમનશીબ જાગતો હતો. નવ-સવા નવ થવા આવ્યા હતા. મારી તો જિંદગીભરની ઊંઘ ઉડી ગઇ હતી. મેં ફરી ટીવીના રિમોટ સાથે રમવા માંડ્યું. સીએનએન પર લેરી કિંગ લાઇવમાં ઓ. જે. સિમ્પસન ઇન્ટરવ્યુ આપી રહ્યો હતો. ઓજેએ એની પત્નીને પતાવી દીધી હતી...!! પોતાની પત્નીનું ઠંડે કલેજે ખૂન કર્યું હતું...! બધાં એ જાણતા હતા...ખૂન કર્યા પછી ટીવી પર એને ભાગતા લાઇવ બતાવેલ...!!

છતાં પણ એ નિર્દોષ છૂટી ગયો હતો...!! પછી તો એણે એના પરથી પુસ્તક પણ લખી નાંખ્યુંઃ “ઇફ આઇ ડીડ ઇટ...!!” એવો ઓજે આજે લેરી કિંગ લાઇવમાં વાત કરી રહ્યો હતો. અને લેરી ઓજે પાસેથી પોતાની નવી સવી પત્નીને મારવાનું શીખી રહ્યો હતો. મને પણ રસ પડ્યો...!

કદાચ, મને ઓજેમાંથી પ્રેરણા મળે તો બંટી અને બલા બન્નેને બતાવી દઉં... પતાવી દઉં....!! લેરી પણ ઓજેથી અંજાય ગયો હતો. પ્રોગ્રામ જોતાં જોતાં સોફા પર ધીરે ધીરે મેં પણ લંબાવી દીધું અને ક્યારે ઊંઘી ગયો એની મને જાણ પણ ન થઇ. સોફામાંથી હું સીધો સીએનએન પર લેરી કિંગ સામે ગોઠવાય ગયો.

‘સો...ઓ...નાતુ...!’ લેરીએ એના ઘોઘરા અવાજે મારી સાથે વાત શરૂ કરી, ‘હાઉ યુ ડુઇંગ...!! હાઇ આર યુ...!?’

‘યુ સી લેરી...!! આઇ એમ નોટ નાતુ...!! આઇ એમ નટુ...નટુ...!!’

‘ઓ.કે...!! નાટુ....! હાઉ યુ ડીડ ધીસ...?!’

‘સિમ્પલ...! વેરી સિમ્પલ....!!’

‘યુ કિલ્ડ યોર વાઇફ્સ ડોગ...!??’

‘યય...સ્સ...! આઇ કિલ્ડ બંટી...! બંટી વોઝ એ સમાર્ટ ડોગ...!! સાલ્લા કુત્તા....!!’

‘વ્હોટ ડીડ યુ સે...!?’ લેરી એના ચશ્મા સરખાં કરતાં ગુંચવાયો...

‘કુત્તા...! કુ...ઉ...ત્તા...આ...!!કુત્તા...!! યુ નો ડોગ....!?’ મેં એને સમજણ પાડતાં કહ્યું ‘આઇ રોટ ધીસ બુક ફોર ઓલ હસબંડ્‌સ ઇન ધ યુનિવર્સ...!’ મારા હાથમાનું પુસ્તક મેં ટીવી કેમેરા સામે ધર્યું બુકનું શિર્ષક હતુંઃ આઇ કિલ્ડ માઇ વાએફ્સ ડોગ...!!

‘ઇંટરેસ્ટીંગ...!!’ લેરી બોલ્યો.

‘ડુ હેવ અ ડોગ...??’ મેં લેરીને પુચ્છ્યું.

ચશ્મા પાછળથી ડાઘિયા કૂતરાની માફક નજર ફેરવી મને જોવા લાગ્યો. પછા ઊંડો શ્વાસ લઇ એ બોલ્યો, ‘યુ સિ નાતુ...! આઇ એમ યોર હોસ્ટ...! આઇ વીલ આસ્ક ક્વેશ્ચન...! યુ કેને ગીવ ઓન્લી આન્સરસ્‌...!!’

‘ઓ...કે...!! ઓ...કે...!! ડોંટ વરી લેરી...! ટેઇક માયા કાર્ડ....!’ ગજવામાંથી બિઝનેસ કાર્ડ કાઢી મેં લેરીને આપ્યો, ‘માય કોંટેક્ટસ્‌...માય વન એઇટ હંડ્રેડ નંબરસ્‌... આર ઓન માય કાર્ડ...! માય વેબસાઇટ્‌સ...માય ફેન ક્લબ...માય પર્સનલ બ્લોગસ્‌!! ઓલ આર લિસ્ટેડ ઓન માય કાર્ડ...!! વ્હેનએવર યુ નિડ માય હેલ્પ આઇ વિલ બી ધેર...!! વ્હેનએવર યુ નિડ ટુ કિલ યોર ડોગ ઓર યોર વાઇફ્સ ડોગ...ગીવ મી એ રિંગ...!! આઇ વીલ ગિવ યુ ટેન પર્સેન્ટ ડિસ્કાઉન્ટ...!!’

લેરીએ કાર્ડ લઇ એના જેકેટમાં મુક્યો, ‘થેંક્સ્‌... નાતુ...!!’ ત્યારબાદ એના સવાલોના કાર્ડ પર નજર કરી સવાલ શોધી એ બોલ્યો, ‘ટેલ મી!! હાઉ ડીડ યુ કિલ બંટી??’

‘માણિકચંદ...!! આઇ ગેવ હિમ માણિકચંદ...!!’

‘માણિકચંદ...!? વ્હોટ ધીસ માનિકચંદ...!?’

‘ઇટ ઇસ ગુટખા...!! ફેમસ ગુટખા...!! ઊંચે લોગ કી ઊંચી પસંદ... માણિકચંદ...!! એ ફેમસ ગુટખા ઓફ અવર ગ્રેટ ઇન્ડિયા...!! આઇ ગેવ બંટી માણિકચંદ ઇન લોબસ્ટર ને ખેલ ખતમ...!!’

‘વા...ઉ...ઉ...!!’

‘ઇટ ઇસ ચીપ...!! ટુ ડોલર અ પાઉચ...!!’

‘ઇન લોબસ્ટર...!??’ લેરીને નવાઇ લાગતી હતી, ‘ડિડ યુ ગિવ ઇન લોબસ્ટર...!?’ લોબસ્ટરનું નામ લેતાં જ લેરીના મ્હોમાં પાણી આવતું હોય એમ લાગ્યું, ‘ડિડ યુ ટેસ્ટ લોબસ્ટર...?? ડિડ યુ લાઇક ઇટ...??’

‘ઓ...ઓ...ગો...ઓ...ડ...!! ઇટ્‌સ ગુડ...! આઇ લવ ઇટ...!! જ્યુસી લોબસ્ટર...!!’ મારા મ્હોંમાં પણ પાણી આવી જ ગયું. અને લાળ ટપકવા માંડી....! મારી જીભ હું મારા હોઠ પર ફેરવવા માંડ્યો...! ધીમે ધીમે મારી જીભ એકદમ લાંબી થઇ ગઇ અને મને લાગ્યું કે હું જ મારા ગાલ પણ ચાટવા લાગ્યો છું... ચમકીને એકદમ હું જાગી ગયો...! લેરી કિંગ તો ટીવીમાં ઘુસી ગયો હતો...! પરંતુ, બંટી મારી છાતી પર ચઢી બેઠો હતો અને નિદ્રાવસ્થામાં મારા મ્હોંમાંથી ટપકી રહેલ સાવને એ ટેસ્ટથી ચાટી રહ્યો હતો...મારા ચહેરાને...મારા સુંવાળા ગાલને ચાટી રહ્યો હતો એ...! લપક...! લપક...!! લપક...!!!

‘હટ્ટ....હટ...હટ...!! સા...હજુ જીવતો છે...!’

હું એકદમ ચમકીને સોફા પરથી ઉભો થઇ ગયો...! મારા પરથી બંટી ફરસ પર કુદી પડ્યો... અને દોડીને એની મુલાયમ પથારી પર જઇ ચુપચાપ સુઇ ગયો...!!

બાથરૂમમાં જઇ હું મારૂં મ્હોં ધોઇ આવ્યો...! પણ મારા મ્હોં પરની ચિકાશ ઓછી ન થઇ...! મધુ તો ઘરર્‌...ઘરર્‌...ઘોરી રહી હતી એટલે મેં સોફા પર જ લંબાવ્યું...ધીરે ધીરે મારી આંખલડીઓ મિંચાઇ અને હું નિંદ્રાદેવીને શરણે પહોંચી ગયો....!!

(હવે વાંચો બંટી કરે બબાલ બાગઃ બે)

બંટી કરે બબાલ....(ભાગ ૨)

ઇન્સ્ટોલમેન્ટમાં આવેલ ટૂકડે ટૂકડે લીધેલ ઊંઘને કારણે સવારે ઉઠ્યો ત્યારે હું બેચેન હતો. કપાળ પરનું ગૂમડું પણ દુઃખનું હતું ને પગનો ઘાયલ અંગૂઠો કપાળને સાથ આપતો હતો. આમ માથાથી પગ સુધી બધે જ દુખાવો દુખાવો હતો મને...! આમ તો આજે શનિવાર...! વહેલાં ઊઠવાની કોઇ જરૂરિયાત નહિ...! અહિં યુએસએમાં શનિવાર એટલે...શાંતિનો દિવસ...!! ભલે તમારો શનિ ગમે એટલો નબળો હોય તો ય શનિવાર તો ઊજળો...સબળો...!! મારે પણ મોડે સુધી ઊંઘવું તો હતું જ...પણ બંટીના કૂંઇઇ...કૂંઉઉ...કૂંઇ...કૂંઇ..

.કૂંઇઇ અવાજે મને સુવા ન જ દીધો...!મેં ઘડિયાળમાં નજર કરી તો સવારના સાત વાગવાની તૈયારી હતી. મારી ઊંઘ તો ઉડાડી જ દીધી બંટીએ...!! એ જાત જાતના અવાજ કરતો હતો...! મને એની ભાષામાં કંઇ સમજ પડતી ન્હોતી...!! અને બંટીની નવી બા એટલે કે મારી દ્ધિતીયા... ભાર્યા...મધુ તો કુંભકર્ણ સાથે ઓલમ્પિક જીતવા ઊતરી હોય એમ ઘર...ર...ર...ર..ઘોરી રહી હતી...!! અને આ તરફ બંટીની બેચેની વધી રહી હતી...!!

કૂંઇઇ...કૂંઉઉ...કૂંઇ...કૂંઇ...કૂંઇઇ....!!

મને ખ્યાલ આવ્યો કે હવે મારે જ બંટીને બહાર લઇ જવો પડશે નહીંતર...બંટી ઘરમાં જ એની નાની અને મોટી બન્ને ઉત્સર્ગ ક્રિયાઓ પતાવી દેશે...!! મને મારા સ્વર્ગસ્ત નયનસુખ નટખટિયાની શીખ યાદ આવી! લિવિંગ રૂમની દીવાલ પર ટીંગાડેલ એમની તસવીર પર મારી નજર પડી પણ એમની નજર ક્યાં પડતી હતી એની કોઇને ખબર ન્હોતી પડતી!!

એઓશ્રી જ્યારે જીવિત હતા ત્યારે પણ એ એક રહસ્ય જ રહેલ કારણ કે, એઓ ક્યાં નિહાળી રહ્યા એ કોઇને ખબર જ ન પડવા દેતા...કહીં પે નિંગાહે કહીં પે નિશાના...!! એટલે જ તો એમનું નામ હતું નયનસુખ...હા, તો નયનસુખજીએ મને સલાહ આપેલ કે, હે નટવરલાલ, અમેરિકામાં તમારે જો સુખી થવું હોય તો તમારે ત્રણ વસ્તુ શીખવી પડશે. ચાલશે..

.ફાવશે અને ભાવશે...!! ફક્ત આ શીખ જ એમણે મને દહેજમાં આપી હતી અને મને એમની ભેંસ જેવી બેટી મારા ગળે વળગાડી હતી...સોરી..સોરી...મને એમની બેટીના ગળે ઘંટની જેમ બાંધ્યો હતો...! વળી ઉપનિષદમાં પણ કહેલ જ છે ને કે, તમને જો કોઇ પરિસ્થિતિ કોઇ વ્યક્તિ અનૂકુળ ન હોય તો તમે જે તે પરિસ્થિતિને અનુકુળ થઇ જાઓ...અનુકુળ થઇ જાઓ તો કદી દુઃખી ન થશો...!! મારે હવે અનુરૂપ થવાનું હતું...બંટીને અનુરૂપ!!

મેં બંટી તરફ એક નજર કરીને એક આળસ ખાધી. બંટી મારી પાસે આવી ગયો હતો...અને બહાર જવા માટે એ અધીર થઇ રહ્યો હતો...!! પગમાં સ્લીપર ચઢાવી બંટીના ગળામાં સુવાડો ગાળિયો ભેરવી એના પર હાથ પસવાર્યો...બિચારું જનાવર...!!

એની દોરી પકડી હું ઘરની બહાર યા હોમ કરીને પડ્યો. ફતેહ મળે કે ન મળે!! એ મારા કરતાં આગળ દોડી ગયો. પણ પાછી ઘરની ચાવી લેવાનું હું ભુલી જ ગયેલ એટલે દરવાજો લોક કરતાં પહેલાં ચાવી લીધી અને બંટી એના પેટમાંથી જે પદાર્થ કાઢશે તે મારે એકત્ર કરી લેવો પડશે એટલે એ માટે એક પ્લાસ્ટિકની કોથળી પણ મારા પાયજામાના ગજવામાં ખોસી...!!

અમેરિકાના સ્વતંત્ર આકાશ પર ન્યુ જર્સી ખાતે સુંદર સવાર ઊગી હતી. ભુરૂં બુરૂં આકાશ, મંદ મંદ વાતો સુવાળો સમીર... જાણે કુદરતી એરકંડિશનર ચાલુ હતું...!! બહાર નીકળી મેં બંટીની દોરી વધારે ઢીલી કરી અને એને વધુ ફરવા માટે, એ જે મહાન ક્રિયાઓ માટે બહાર પડ્યો હતો તે માટે મેં એને અભિપ્રેરિત કર્યો.

એના નાનકડાંં પગો પર નાના પગલે આજુબાજુ દોડી સૂંઘી નવી સવી જગ્યાથી પરિચિત થવા એ અથાક પ્રયત્ન કરી રહ્યો હતો...!!

‘ડુ ઇટ...! ડુ ઇટ...!! ડુ ઇટ...!!!’ હું એને પ્રોત્સાહન આપી રહ્યો હતો. પરંતુ મારા ડુ...ડુ...ડુની એના પર કોઇ ખાસ અસર થતી ન્હોતી!! ટહેલતા ટહેલતા અમો બન્ને પાર્કમાં આવી પહોંચ્યા. સવારની શાંતિમાં પાર્ક બહુ રમણિય લાગી રહ્યો હતો. પાર્કમાં થોડા ડોસા-ડોસીઓ ચાલવા આવ્યા હતા પરંતુ ચાલવા કરતા એઓ રોમાંસ વધારે કરી રહ્યા હતા...!!! મારા બેટા બુઢ્ઢાઓ...!! વાયગ્રાની નવી ઓલાદ..!

બંટીએ હજુ ન તો એકી કરી હતી ન બેકી...!! એને પણ મારી માફક જ બંધકોષની તકલીફ હોવી જોઇએ...!! કંટાળીને હું પાર્કમાં વચ્ચે ગોઠવેલ બાંકડા પર બેસી પડ્યો.

બંટીની દોરી વધુ લંબાવી એને જરા સ્વતંત્રતા આપી કે એ આજુબાજુ ફરી શકે...! પરંતુ...એ પણ મારા પગ પાસે એની જીભ લટકાવતો બેસી પડ્યો ને મારા તરફ પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યો.. જાણે મને પુછતો હતો કે, શું વિચાર છે? મેં અગાઇ કહ્યું એમ સુંદર મજાની સવાર હતી. વાતાવરણમાં મીઠી મીઠી થંડક હતી. મારો શો વાંક...!? મારી આંખ ક્યારે મળી ગઇ એની મને ખબર જ ન પડી...!!

કોઇ મારા ખભા પર ટપલી મારી રહ્યું હતું.

‘એ...ઇ..ઇ મિસ્ટર...!!’

માંડ માંડ મેં મારી જાતને નિંદ્રાદેવીના સુંવાળા પાલવ તળેથી હળવેથી બહાર કાઢી મારા નાનકડા મગજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો.

‘સુ...વા...દેને...!!’ હું બબડ્યો.

‘વેઇક અપ સ...ર...!’ અવાજ જરા મોટો થયો. મારા કાનના દરવાજો કોઇ દસ્તક દેતું હતું, ‘સ...ર...!! વેઇક અપ...સ...ર...!’

ઝબકીને હું જાગી ગયો. પહેલાં તો મને ખ્યાલ જ ન આવ્યો કે હું ક્યાં છું...!! પાર્કના બાંકડા પર હું કેમ સુતો છું ?! શું મને મધુએ લાત મારી ઘરમાંથી બહાર કાઢી મુક્યો !? હું હોમલેસ કેવી રીતે થઇ ગયો?!

‘હાઉ આર યુ સ...ર...?’ સામે છ ફૂટ્યો કદાવર ધોળિયો પોલીસ ઇન્સ્પેક્ટર કાળો યુનિફોર્મ પહેરી કમર પર બન્ને હાથ રાખી બન્ને પગો પહોળા કરી ઉભો હતો.

‘હું...ઉં...અહિં...!?’ હજીય હું નિંદ્રાદેવીના વશીકરણ હેઠળ જ હતો. બન્ને હાથોએ મેં મારી આંખો ચોળી. હવે હું બાંકડા પર બેઠો થઇ ગયો હતો.

‘ઇસ ધીસ યોર ડોગ...!?’ ધોળિયો પોલીસ જરા મોટેથી બોલ્યો.

‘નો, ધીસ ઇસ નોટ માય ગોડ....!!’ સવારે અજાણી જગ્યાએ આવેલ ઊંઘના એટેકને કારણે મારી થોડી ઘણી જે બુધ્ધી હતી તે બહેર મારી ગઇ હતી.

‘નોટ ગોડ...! મિસ્ટર, આઇ એમ આસ્કિંગ એબાઉટ ડોગ...ડી...ઓ...જી ડોગ...!!’ પોલીસ મને સમજાવતો હોય એમ ધીમેથી બોલ્યો. મારા પગ પાસે સફેદ સહેજ મોટું સસલાં જેવું જનાવર બેઠું હતું. મને એકદમ બત્તી થઇ. છત્રીસ કોઠે દિવા થઇ ગયા...!! અરે...!! આ તો બંટી છે...!!

‘યય...યસ...!! ઓફિસર ધીસ ઇસ માય ડોગ.’ બંટી પણ મારા તરફ નિહાળી ધીમું ધીમું મરકતો હોય એમ મને લાગ્યું!

‘ગુ...ડ...!! સો ઇટ ઇસ યોર ડોગ...!?’ પોલીસ ઓફિસરને હજુ પણ શંકા હતી.

‘યસ્‌...યસ...બંટી..હિસ નેઇ ઇસ બંટી...!’ પછી બંટી તરફ જોઇ મેં પ્રેમથી બુમ પાડી, ‘બં...ટી...ઇ...ઇ...!!’ ને બંટી પણ મને સાશ્ચર્ય જોવા લાગ્યો.

‘સર...! યુ સી ધોસ ફ્લેગ્સ...!’ પોલીસ ઓફિસરે પાર્કમાં લોન પર ઘાસ પર થોડે થોડે અંતરે વાંસની નાનકડી લાકડી ઉપર લગાવેલ નાનકડી પીળી ધજા ધરાવતી પાંચ-છ ઝંડીઓ બતાવી. મેં એ જોઇ...! પોલીસ ઊંડો શ્વાસ લઇ બોલ્યો, ‘યોર ડોગ બંટી પુપ્ઠ એવરી પ્લેઇસીસ ઇન ધ પાર્ક...!’

હું ઊંઘતો હતો ત્યારે બંટીએ એ સર્વ જગ્યાએ બેકી કરી હતી.

‘ઇટ ઇસ એ સ્ટેટ લો...! ધેટ યુ હેવ ટુ સ્કુપ યોર ડોગ્સ પુપ...! એકોર્ડિંગ ટુ હેલ્થ કૉડ સેક્સન વન સિક્સટિન સબ સેક્સન થ્રી...!’

-માર્યા ઠાર...! આ બંંટીએ તો ભારે બબાલ કરી નાંખી હતી.

‘ડુ યુ કમ એવરીડે હિયર ટુ વોક યોર ડોગ...?!’ ઇંસ્પેક્ટર તીવ્ર નજર કરી મારા પર અને ધીમા પણ મક્કમ અવાજે મને પુચ્છ્યું.

‘નો...નો...! સર...! આઇ કમ ફર્સ્ટ ટાઇમ ને લાસ્ટ ટાઇમ...!’ મારી જીભ ત...ત...પ...પ થવા લાગી...

‘યુ નો સર...! વી વોટ લોટ ઓફ કમ્પલેઇંટ્‌સ એબાઉટ પુપીંગ ઓફ ડોગ્સ ઓવર ઓલ ઇન ધીસ પાર્ક...!’

-તો વાત આમ હતી...! કોઇના કૂતરાનું રોજનું કારસ્તાન આજે બિચારા બંટીના નામે ચઢી ગયું! છીંડે ચઢ્યો તે કૂતરો...બંટી...! પોલીસ ઓફિસરે એના ખભા પર લગાવેલ વાયરલેસ માઇક્રોફોનમાં વાત કરી. એ કઇંક બેકઅપનું કહી રહ્યો હતો. સવારે સવારે બંટીને વેળાસર વહેલો બહાર લાવવાની બબાલમાં હું ખુદ પેશાબ કરવાનું ભુલી જ ગયેલ. મને એમ કે પાંચેક મિનિટમાં તો બંટીને ફેરવીને પાછો આવી જઇશ!! અ.

..ને હવે મારું મુત્રાશય વધુ ભાર સહન કરી શકે એવી સ્થિતિમાં રહ્યું ન્હોતું! અચાનક આવેલ ઊંઘ હવે સંપૂર્ણ ઉડી ગઇ હતી. અને પોલીસ મને જમ જેવો લાગતો હતો. હજુ હું બાંકડા પર જ બિરાજમાન હતો ને પોલિસ બે પગ પહોળા કરી મારી બરાબર સામે ઉભો રહી ઘુરકતો હતો. જો થોડી વધુ વાર થઇ તો પાયજામો ભીનો થઇ જાય એવી ગંભીર પરિસ્થિતિ આકાર લઇ રહી હતી!

-લાગી...લા...ગી...લા..આ...ગી...ઇ...ઇ...ઇ...ઇ! હિમેશ રેશમિયાએ ગાયેલ ગાયન ગાતા ઓફિસરના બે પગો વચ્ચે થઇને રેસ્ટરૂમ તરફ દોડી જવાનું એકદમ મન થઇ આવ્યું. મેં માંડ માંડ મારી જાત પર કાબુ રાખ્યો હતો.

‘વ્હોટ આર યુ થિકિંગ સર...?!’ મારા ચહેરા પરની જાત જાતની ચિતરામણો થતી નિહાળી પોલીસને વધારેને વધારે શંકા થતી હતી. જ્યારે મને લઘુશંકા લાગી હતી...અને હવે તો કદાચ ગુરૂશંકા પણ...!! એટલામાં જ સાયરન વગાડતી લાલ ભુરી લાઇટો ઝબકાવતી બીજી કાળી પોલીસ કાર પણ બાગના પાર્કિંગ લોટમાં આવીને પહેલાંથી ઉભેલ સફેદ પોલિસકારની બાજુમાં ઉભી રહી. એમાંથી એક શ્યામ જાડીયો પહાડ જેવો પોલીસ ધીરેથી ઉતર્યો. પહોળો ચાલતો ધીમે ધીમે ડગલા ભરતો એ અમારી નજદીક આવ્યો. એ નાનો હશે ત્યારે એની મા એને સાઇઝ કરતાં વધુ મોટું ડાયપર પહેરાવતી હશે એટલે એને પહોળા પહોળા ચાલવાની ટેવ પડી ગઇ હોય એમ

લાગતું હતું! કદાચ, અત્યારે પણ એણે ડાયપર પહેરલ હોય એમ લાગતું હતું!! એ વધુ કાળો હતો કે એનો યુનિફોર્મ એ કહેવું મુશ્કેલ હતું! એના ડાલમથ્થા જેવાં માથા પર એક પણ વાળ ન્હોતો. એની ચકચકતી ટાલ પર અસ્ત્રો ફેરવી એ સીધો અહિં આવી પહોંચ્યો હોય એમ લાગી રહ્યું હતું! એની ટાલ પર સુર્યના કિરણો પડતા હતા એથી વધુ

ચમકતી હતી. મારા કરતાં ય અઢી ફુટ હશે એ કાળિયો કૉપ...! મારી એકદમ નજદીક આવી કે પહોળા પગ કરી ઉભો રહ્યો. એની જમણી આંખ એકદમ ઝીણી હતી. અને એનો બદલો લેવા જાણે ડાબી આંખનો ડોળો મોટ્ટો થઇ ગયો હતો અને સો વોટના દુધિયા બલ્બની જેમ ચમકતો હતો. કાળા મેસ જેવા આખઆ ચહેરા પર ફક્ત એ ડોળો જ નજર ખેંચતો હતો.

‘વો...ટ ઇસ ગોઇંગ ઓન...!?’ કમરપટા પર લટકાવેલ ગન, બેટરી અને અન્ય જાતજાતની ચીજો સાથે લટકાવેલ હાથકડી સરખી કરતાં ઘોઘરા અવાજે એ બોલ્યો. જાણે ઓસામા બિન લાદેનને પકડ્યો હોય અને ઓબામાં એમને બન્નેને પ્રમોશનનું પડીકું પકડાવી દેવાનો હોય એમ બન્ને પોસરાતા હતા. દશ-બાર વરસથી અમેરિકામાં છું પણ મારે પહેલી વાર કોઇ પોલીસ સાથે પનારો પડ્યો!! એ પણ એક નહિં રહ્યો બબ્બે...ગોરા ઔર કાલા...!!

બંટી તો લોન પર ગુજરાતી સાતડાના આકારમાં પડ્યો!! એ પણ એક નહિં હતો. પાર્કમાં હવે ઘણા માણસો વર્તુળાકારે અમારી ફરતે ટોળે વળ્યા હતા અને એ વર્તુળના કેન્દ્રમાં હતાઃ હું અને બંટી...!!

‘વ્હો...ટ ઇસ યોર નેઇમ...!? સ...ર...!!’ કાળિયા ઓફિસરે મારા જમણા ખભા પર એનો હાથ મુક્યો પાંચ મણના પંજાથી મારો ખભોો ત્રીસ અંશના ખૂણે ઝુકી ગયો.

‘નટુ...!!’ પેશાબ કરવાની તીવ્ર ઇચ્છા માંડ દબાવી ધીમા અવાજે હું બોલ્યો. મારો અવાજ એટલો ધીમો હતો કે એના ચિમળાયેલ નાનકડા કાન સુધી ન પહોંચ્યો. એના આવડા મોટાં ડબલ સાઇઝના માથા પર કાન આટલા નાના કેમ રહી ગયા હશે...!

‘વ્હો...ઓ...ટ...?!’

‘નટુ...ઉ...ઉ..!’ મેં મારો અવાજ મોટો કરી કહ્યું, ‘ઓફિસર, આઇ નીડ ટુ યુઝ બાથરૂમ...!! કેન આઇ...!?’

‘અફકોર્સ...!! બટ ફ્યુ ક્વેશ્ચન ફર્સ્ટ....!!’

‘સર...પ્લીઝ...!!’ પહેલાં ધોળિયા તરફ અને પછી શ્યામસુંદર તરફ મેં વિનવણી કરી.

ધોળિયાએ કંઇક કહ્યું અને કાળિયાએ મારો જમણો હાથ બાવડાથી પકડી મને લગભગ ઉંચકી જ લીધો. પછી મને મારા પગ પર ઉભો કરી દીધો. એણે મારા ગજવા તપાસ્યા....બન્ને હાથ ઊંચા કરાવી મારી બન્ને બાજુ એના પહોળાં પંજાઓ ફેરવી માથાથી પગ સુધી તલાશી લીધી. એમને એમ કે મારી પાસે કોઇ ગન છે...!! પણ મારી બીજી જ ગન ફૂટવાની તૈયારીમાં હતી!

‘ઓ...કે...લેટ્‌સ ગો ટુ રેસ્ટરૂમ....!!’

-હા...શ...!! બંદૂકમાંથી છુટતી ગોળીની માફક લંગડાતો લંગડાતો હું રેસ્ટરૂમ તરફ દોડ્યો.

‘હે...ઇ...ઇ...ઇ...ઇ...ઇ...!!’ કરતો શ્યામસુંદર પણ મારી પાછળ પાછળ લાંબા ડગલા ભરતો આવ્યો અને કૂં...ઇ... કૂં...ઇ... કૂં...ઇ...કરતો બંટી પણ એના નાના ડગલે દોડ્યો. રેસ્ટરૂમમાં એ પોલીસ બરાબર મારી પાછળ જ ઉભો રહ્યો હતો!! તે પણ પોલીસના પહેરા હેઠળ. દબાણ એટલું વધારે હતું કે પેશાબ શરૂ કરતાં પણ મને વાર થઇ અને પુરો કરતા પણ...!!

‘વોટ આર યુ ડુ...ઇં...ઇં...ઇંગ...મે...ન...!?’

-સા...શાંતિથી પેશાબ પણ નથી કરવા દેતો...! આંખો બંધ કરી બરાબર ધ્યના લગાવી મેં મારી ઉત્સર્ગક્રિયા પુુરી કરી...હા...આ...આ..શ...! પેશાબ કરવામાં પણ આટલી મજા હોય તેની પણ આજે મને પ્રથમવાર જાણ થઇ...!

એ પતાવ્યા બાદ હું પાછો વળ્યો ત્યારે મને ખ્યાલ જ નહિં કે બંટી પણ અમારી પાછળ પાછળ જ આવેલ તે મારા પગમાં ભેરવાયો ને હું ગબડ્યો...! બધું પલકવારમા૪ં થઇ ગયું! હું કેમ પડ્યો એ તો મને પછી ખ્યાલમાં આવ્યું. રેસ્ટરૂમાના ગંદા ફ્લોર પર હું તરફડીને પડ્યો!! બંટીને પણ થોડું ઘણું વાગ્યું હશે એટલે કૂં...ઇ...કૂં...ઇ...કૂં...ઇ.

..કરતો રેસ્ટરૂમની બહાર દોડી ગયો. બંટીએ મને બીજી વાર ભોંય ચાટતો કરી દીધો હતો!! કાળિયા ઓફિસરે બે હાથો વડે મને અળસિયાની જેમ ઊંચક્યો અને જોર કરી મને ફરી મારા પગ પર ઉભો કરી દીધો.

‘વ્હોટ રોંગ વિથ યુ? આર યુ ડ્રંક....!?’ ચહેરા પરનો ડાબી આંખનો સો વોટનો બલ્બ બસ્સો વોટ કરતાં ય વધુ ટગટગાવતા એ બોલ્યો. એ મને પીધેલો માનતો હતો.

‘નો...!!’ મારી પીડા દબાવતા મેં કહ્યું.

મારો જમણો હાથ કોણી ઉપરથી જોર કરી પકડી લગભગ ઘસડતો એ મને રેસ્ટરૂમમાંથી બહાર લઇ આવ્યો. બીજો ઓફિસર બહાર અમારી રાહ જોતો ઉભો હતો. બંટી એની બાજમાં ઉભો ઉભો બધું જોઇ રહ્યો હતો અને હવે શું કરવું એનુૂં પ્લાનિંગ કરી રહ્યો હતો.

‘સ....ર...!’ ધોળિયો ઓફિસર મારી પાસે આવ્યો, ‘લેટ્‌સ સ્ટાર્ટ ઓલ ઓવર...! ઇસ ધીસ યોર ડોગ...!?’

‘ય...સ...!!’

‘યુ નો હી પુપ્ઠ ઓલ ઓવર ઇન ધ પાર્ક....!’ ધોળિયાએ કાળિયાને ઇશારો કર્યો એટલે એ બધું નાનકડી નોટમાં ટપકાવવા લાગ્યો, ‘વ્હેન યુ વેર સ્લિપીંગ ઇન ધ પાર્ક...! ધીસ ઇસ હિસ પુપ...!’ પ્લાસ્ટિકની એક થેલી બતાવતા એ બોલ્યો.

‘આઇ એમ સોરી સ...ર...!!’

‘ધેર ઇસ અ સ્ટેટ લૉ...! સ્કુપ ધ પુપ...!ડુ યુ નો...?’

‘યસ...સર....!’

કાળિયો એના ખભા પરના માઇક્રોફોનમાં કંઇ બોલી રહ્યો હતો.

‘વ્હેર ઇસ યોર લાયસંસ ફોર ડોગ...?’

‘લાયસંસ ફોર ડોગ...!!??’

‘ય...સ...!યુ મસ્ટ ગેટ લાયસંસ ફોર ડોગ ફ્રોમ સ્ટેટ અંડર હેલ્થ કૉડ સેકશન વન સિકસ્ટી વન સબ સેક્સન ફોર...!’

‘ડુ યુ હેવ લાયસંસ...??’

‘યસ સર...! આઇ ડુ...!’

‘નોટ ડ્રાયવિંગ લાયસંસ....!!’ ધોળિયો ચિઢાયો, ‘આઇ એમ નોટ ટોકિંગ એબાઉટ ડ્રાયવિંગ લાયસંસ...!! આઇ એમ આસ્કિંગ એબાઉટ ડોગ લાયસંસ...!!’

‘નો સર...!’ મેં નીચી નજરે કહ્યું.

‘વન...ડે...!! યુ સી ઓફિસર માઇ વાઇફ ફ્રેન્ડ ફ્લોરા ગેવ ગિફ્ટ ધીસ ડોગ ટુ માય વાઇફ યસ્ટરડે...!!’

‘આર યુ મેરિડ...?’ એને એ પણ શંકા પડી.

‘ય...સ...!’

‘વ્હોટ ઇસ યોર નેઇમ....?’

‘નટુ...’ સહેજ અટકીને હું બોલ્યો, ‘નટવર મહેતા...’

‘ઇન્ડિયન...?’ કલ્લુએ અચાનક પુચ્છ્યું.

‘યસ, આઇ એમ ઇંડિયન એંડ પ્રાઉડ ટુ બિ એન ઇંડિયન...!!’

‘હે...મેન...!! કામ ડાઉન...!! કામ ડાઉન...! યુ નો ધેટ યુ આર ઇન ટ્રબલ. બિગ ટ્રબલ.’

હું ઢીલો થઇ ગયો...શાંત થઇ ગયો.

‘કેન યુ વોક ઓન ધીસ લાઇન..!?’ પાર્કિંગ લોટમાં કાર પાર્ક માટે દોરેલ સફેદ પટ્ટાને બતાવી કાળિયો બોલ્યો.

‘યસ...! આઇ એમ નોટ ડ્રંક...!’ હું જાણતો હતો કે પીધેલાની પહેલા કસોટી સીધી ચાલ છે અને હું ક્યાં પીધેલ હતો !? પણ હું એ ભુલી ગયેલ કે, હું પગથી માથા સુધી ઘવાયેલ હતો. વલી પાંચ મિનિટ પહેલા જ બંટીએ મને ગબડાવ્યો હતો ત્યારબાદ મને લાંબુ ચાલવાની કોઇ તક મળી જ ન્હોતી.

એણે બતાવેલ ધોળા પટા પર હું વળી સહેજ ઝડપથી ચાલવા ગયો પણ જમણા પગના સુજી ગયેલ અંગુઠાએ મને દગો દીધો અને રેસ્ટરૂમમાં ગબડ્યો હતો ત્યારે મારા ડાબા ઘુંટણ પણ માર લાગેલ એટલે મારા કદમો ડગમગ્યા. હું ચાલવાની કોઇ તક મળી જ ન્હોતી. એણે બતાવેલ ધોળા લથડ્યો.

‘વે...ઇ...ઇ...ટ સર...!’ લાઇન વોકમાં હું નપાસ થયો. મારો જમણો હાથ પકજડી મારૂં નાનકડું મસ્તક એના ડાબા હથે નમાવી જોર કરી કાળિયાએ મને એની પોલિસકારમાં પાછળ બેસાડી દીધો! મારૂં બધું જ જોર.

.સર્વ શક્તિ જાણે નિચોવાય ગઇ. હું પોલિસકારમાં...!? મારો ગુન્હો શો હતો....!? મારે મોટેથી પુછવું હતું...પણ હું કંઇ બોલી ન શક્યો...બંટી મને ક્યાંય ન દેખાયો. કાળિયો ઓફિસર ડ્રાઇવિંગ સીટ પર ગોઠવાયો.

‘આર યુ એરેસ્ટિંગ મી...!?’ મેં ડરતા ડરતા ધીમેથી પુચ્છ્યું.

‘વ્હોટ ડુ યુ થિંક...!?’ ડાબો બલ્બ તગતગાવતા સહેજ હસીને એ બોલ્યો. એનું ચાલે તો ડાબો ડોળો બહાર કાઢી એ મારૂં એનલાઉંટર જ કરી નાંખે! ધોળિયો પોલિસ મારી બાજુમાં બેઠો. એના હાથમાં બંટી હતો. જે એણે બહુ કાળજીપુર્વક ઉંચક્યો હતો. એના હાથમાંથી બંટી છીનવી લઇ એની ગળચી દબાવી દેવાની મને તીવ્ર ઇચ્છા થઇ આવી. મને એ સમજ પડતી ન્હોતી કે એ બન્ને શું કરવા માંગતા હતા.

‘ઓ...કે...! મિ. નત્વર...!’ બે ગોરા ઓર કાલા ઓફિસરો મને સ્વર્ગ કે નરકે લઇ જવા માટે આવેલ યમદૂત જેવા લાગતા હતા. બંટી તો ધોળિયાના ખોળામાં આરામથી સુઇ ગયો હતો.

‘ડુ યુ હેવ આઇડી વિથ યુ....!?’

‘નો ઓફિસર! યુ સિ. આઇ જસ્ટ કેઇમ ટુ વોક માય ડોગ!! આઇ લીવ નિયર બાય!’

‘વ્હોટ ઇસ યોર ફોન નંબર? હોમ ફોન નંબર ?’

મેં એને મારા ઘરનો ફોન નંબર કહ્યો.

પોલિસ ફ્રુઝરના કમ્પ્યુટરમાં એ સર્વ માહિતી એન્ટર કરી રહ્યો હતો.

‘સોશ્યલ સિક્યુરીટી નંબર....?’

હું મૌન રહ્યો.

‘ડુ યુ હેવ સોશ્યલ સિક્યુરીટી નંબર...?’

‘ય્‌...સ...!’ થોડી વાર મૌન રહી હું પ્રશ્નસુચક એની તરફ જોતો રહ્યો.

‘લુક મિસ્ટર...!’ ધોળિયાએ મોગામ્બોની માફક બંટી પર હાથ પેરવતા ફેરવતા કહ્યું, ‘એસ પર હોમલેન્ડ સિક્યુરીટી એક્ટ યુ મસ્ટ હેવ યોર આઇડી વિથ યુ. યુ આર બ્રેકિંગ ટુ મેની લોઝ એટ અ ટાઇમ!! ઇફ યુ ડુ નોટ વોંટ ટુ કોઓપરેટ વિથ અસ ઇટ ઇસ ઓકે વીથ અસ. બટ ઇફ યુ વિલ કોઓપરેટ વિથ અસ ઇટ ઇસ ગુડ ફોર યુ એન્ડ અસ...! ઇસ ધેટ ક્લિયર?’

‘ઓ...કે...!’ મેં એને મારો સિક્યુરીટી નંબર કહ્યો. કાળિયો ઓફિસર મારી માહિતી કોમ્પ્યુટરમાં દાખલ કરી રહ્યો હતો. આ પોલિસ કમ્પ્યુટર એવી એવી અજીબ ચીજ છે કે એમાં અમેરિકામાં રહેતા કોઇ પણ માણસનો સિક્યુરીટી નંબર દાખલ કરીએ ને થોડાં બટનો દબાવતા જે તે વ્યક્તિની રકમ કુંડળી પલકવારમાં સ્ક્રિન પર આવી જાય.

‘યોર એડ્રેસ પ્લીસ...?’ થોડી મિનિટો પછી કાળિયો બોલ્યો. મેં એને મારૂં એડ્રેસ આપ્યું.

કમ્પ્યુટરમાં બધી માહિતી એન્ટર કરી વાયરલેસ પર એણે થોડી સુચના આપી. વાતો કરી. મને પોલિસ કારમાં જ રાખી મારી બાજુમાં બંટીને સુવડાવી બન્ને બહાર નીકળ્યા. ધોળિયો એની કારમાં ગયો. થોડી જ વારમાંં બીજી પોલિસ જીપકાર આવી. એ કાર જોઇને મને ખ્યાલ આવ્યો કે એ પેટ પોલિસની કાર હતી.

પ્રાણીઓની પોલિસ...! એમાંથી એક ચાર ફુટ બે ઇંચની ગોળી ટુંકા વાળ વાળી યુવતી ચપળતાપુર્વક કૂદીને ઉચકી. ધોળિયાએ મારી કારનો દરવાજો ખોલ્યો. ઊંઘતા બંટીને ઉંચક્યો. મારા તરફ નિહાળી કહ્યું, ‘સોરી મિસ્ટર નાતુ...! વિ કેન નોટ ગીવ ધીસ ડોગ ટુ યુ ટુડે!!’

- હા...આ...શ...! મને એક બહુ મોટી નિરાંત થઇ ગઇ. ગઇ કાલ સાંજથી બંટી નામનો નાનકડો પહાડ મારા માથે ઉંચકીને ફર્યા કરતો હતો તે એકદમ ઉતરી ગયો. બલા ટળી...!

‘વી વિલ કીપ એટ એનિમલ સેન્ટર...!’ એણે બંટીને પેલી ત્રીજી કારમાં આવેલ ફુટડીને સોંપ્યો.

-બાય...બાય...બંટી!! મને બંટી પર એકવાર, છેલ્લી વાર હાથ ફેરવવાનું મન થઇ આવ્યું. હજુ હું પોલિસ કારમાં જ હતો. મને જાત જાતના વિચારો આવતા હતા. મારૂં શું થશે...? ઘરેથી નીકળ્યાને પણ ચાર-પાંચ કલાક થઇ ગયા! મારી છપ્પરપગી શું વિચારતી હશે? ઘરનો ફોન તો તુટી ગયો હતો. અમારી પાસે એક જ ફોન હતો. મધુએ મને શોધવાની કોશિષ કરી હશે...!? મારી પાસે કે એની પાસે સેલ ફોન પણ ન્હોતો.

એના પૈસા જ કોની પાસે છે? શું મારી ધરપકડ થઇ છે? મને કસ્ટડીમાં પુરી દેશે...!? આજે શનિવાર હતો....! મારે કેટલાં દિવસ કસ્ટડીમાં રહેવું પડશે...? મને બેઇલ ક્યારે મળશે...? મધુ મને કેવી રીતે છોડાવશે...!? સા...બંટી...! મને બંટી પર ભારે ગુસ્સો આવતો હતો.

ત્રણે પોલિસે બહાર ઉભા રહી ઘણી ચર્ચાઓ કરી. કારમાં બેસી હું હવે કંટાળી ગયો હતો. બંટીને લઇને એનિમલ પોલિસની કાર જતી રહી હતી. બન્ને ગોરા ઓર કાલા મારી પાસે આવ્યા. ગોરા પાસે ત્રણ કાગળો હતા.

‘વિ વીલ ડ્રોપ યુ એડ યોર હોમ...!’

-હા...આ...આ...શ...! તો મારી ધરપકડ નથી કરી એઓએ...અને કેવી રીતે કરે...!”

‘ધીસ ઇસ યોર ટિકિટસ્‌....!!’ એણે ત્રણ અડધિયા મને આપ્યા.

-ઓહ ગોડ...!! માર્યા ઠાર...!! એ ત્રણ અડધિયા ટિકિટ હતી!! દંડની ટિકિટ...જિંદગી પ્રથમવાર ટિકિટો મળી...!! એ પણ એક નહિ..! ત્રણ...ત્રણ...કુલ્લે નવસો ડોલરનો દંડ ઠોક્યો હતો!! હેવિંગ ડોગ વિધાઉટ લાયસંસ...!! નોટ સ્કુપિંગ ધ ડોગ પુપ...અને...મિસબિહેવિયર માટે...!

ક્યારે પોલિસકાર મારા ઘરના બારણામાં આવીને ઉભી રહી તેની મને ખબર પણ ન થઇ! જતાં જતાં મારો બેટો બંટી નવસો ડોલરનો ચાંદલો ચોંટાડી ગયો હતો...!! હું સાવ નંખાય ગયો. મારા આખા મહિના પગાર કરતાં પણ વધારે...!! આ મોંઘવારીના, મંદીના જમાનામાં મારા તન, મન, ધનની પત્તર ખાંડી ગયો હતો બંટી...!!

‘હેવ એ ગુડ ડે સર...!’ કહી પોલિસ મને ઉતારી ગયો પણ મારો તો ભવ બગાડતો ગયો. યંત્રવત્‌ ચાવી વડે મેં મારા ઘરનું બારણું ખોલ્યું. લિવિંગરૂમના સોફા પર હું ફસડાય પડ્યો! હું સાવ નિચોવાય ગયો હતો.

‘ક્યાં મરવા પડ્યો હતો...!?’ મને જોઇ મધુ હાંફતા હાંફતા અંદરના ઓરડામાંથી ધસી આવી. એણે એના મ્હોં પર હળદળનો લેપ લગાવ્યો હતો એટલે એ વિફરેલ વાઘણ જેવી વધુ લાગતી હતી, ‘ક્યાં મુકી આવ્યો મારા બંટીને....??’

‘ખબરદા...આ...ર...!!’ હું બરાડ્યો...ખરેખર ખુબ મોટ્ટેથી બરાડ્યો...!! મારા ઘરની પાતળી પેપર જેવી દિવાલો મારા બરડાથી ધ્રુજી ઉઠી. દિવાલ પર લગાવેલ સ્વર્ગસ્થ સસરાથી તસવીર પણ પડી ગઇ એનો કાચ ખણ્ણણ કરતો તુટી ગયો.

‘ખ...બ...ર...દા...આ...ર...!!’ હું બીજી વાર જોરથી બરાડ્યો. મધુના કાનમાં પણ ધાક પડી ગઇ છતાં એ સહેલાયથી મારી ખાલ છોડે એમ ન્હોતી.

‘ક્યાં છે બંટી ?’

‘બંટી...બંટી...બંટી...બંટી...બંટી...!!’ હું બરાડ્યો...બંટીના નામની ઘંટી મારા મગજમાં વાગ્યા લાગી હતી. ભલે મારૂં મગજ નાનું હતું પણ હવે એ જાણે કુલીને મોટુંને મોટું થઇ રહ્યું હતું!! અને હવે એ ફાટી પડશે એમ લાગતું હતું!! હું મારા જ કાબુમાં ન્હોતો રહ્યો...!

‘બંટી... બંટી... બંટી...અહિં આવ આપું તને તારો બંટી...!’ હું સોફા પરથી જેમતેમ ઉભો થયો. મધુ ‘ગુસ્સે થતી મારી પાસે આવી!! ઘુરકતી આવી

‘ક્યાં છે બં...ટી...?’

‘આ...લે...!!’ સટાક કરતો સણસણતો એક તમાચો મેં મધુના જમણા ગાલ પર ઝીંકી જ દીધો. જાણે ધરતીકંપ થઇ ગયો...!! ‘ખબરદાર!! જો બીજી વાર બંટીનું નામ મારા ઘરમાં લીધું છે તો...!! બંટીને તો મેં લાત નતી મારી પણ તને તારી પાછળ ચોક્કસ જગ્યાએ લાત મારી ઘરની બહાર તગેડી મુકીશ...સમજી...!?’ બાર બાર વરસથી સંગ્રહી રાખેલ જ્વાળામુખી ફાટી પડ્યો...

‘બં...ટી...ઇ...ઇ...ઇ...ઇ...!!’ નામની મોટ્ટેથી પોક મુકી મધુ બેડરૂમમાં દોડી ગઇ.

છેલ્લાં પંદર-વીસ ક્લાકથી જે પરિસ્થિતિમાંથી હું પસાર થઇ રહ્યો હતો એણે મને સાવ નિચોવી દીધો હતો. મારા માથામાં શૂન્યવકાશ છવાયો...!! પાવર ઑફ...!! ટોટલ બ્લેક આઉટ....!! સોફા પર ફસડાયને હું પડ્યો ને બેહોશ થઇ ગયો...!! હજુ પણ બેહોશ છું...!! અરે...!! કોઇક તો લાવો મને ભાનમાં...!! અરે...ભા...આ...ઇ...!! એ ભાઇ...!! કોઇક તો છાંટો પાણી...ભાઇ..એ..ભાઇ...!! એ..બાઇ...!! એ..ભાઇ...!! એ....

(સમાપ્ત)

લાઇફ મિક્ષ્ચર...

‘વ્હાય ડોંટ યુ વર્ક ફ્રીલાંસ?’ હું અને નંદુ રામાણી મારા હાઉસના બેકયાર્ડમાં બેસીને ગટગટાવી રહ્યા હતા. ગ્રીલ પર ચિકન સેકાઇ રહી હતી. હું અહિં ન્યુ જર્સી ખાતે આવેલ મહારાણા કેમિકલ્સમાં છલ્લા દશેક વરસથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સર્વિસ કરતો હતો અને હાલે હું આરએન્ડડીનો ચિફ સિઇઓ હતો. નંદુ રામાણી સાથે મારી ઓળખાણ મહારાણા કેમિકલ્સને કારણે જ થઇ હતી. એ મારા કેમેસ્ટ્રીના જ્ઞાનથી પ્રભાવિત થઇ ગયો હતો.

એની વાતમાં ય દમ તો હતો જ!! મારી આવડત અને પહેલને કારણે જ મહારાણા કેમિકલ્સની ઉત્તરોત્તર પ્રગતિ થઇ હતી અને સ્ટોક ટુંક સમયમાં સોનાની લગડી બની ગયા હતા.

નંદુ સાથે મારે એક કોંફરંસ દરમ્યાન મુલાકાત થઇ હતી અને પછી એ પાકી દોસ્તીમાં પરિવર્તિત થઇ હતી.

‘જો વાસુ, તું કેમિકલ એન્જિનિયર છે. તારામાં આવડત છે. યુ હેવ ગટ્‌સ. અને એનો ગેરલાભ તારા દેશી શેઠિયાઓ લઇ રહ્યા છે. આજથી વિસ વરસ પહેલાં એ શું હતું?! નથ્થિંગ...! ધે વેર સપોસ્ડ ટુ બી બેંકરપ્ટ...!! ન્યુ જર્સીમાં પણ એનું કંઇ નામ ન્હોતું...અ..ને આજે સ્ટેટસમાં વન ઓફ ધી બેસ્ટ કેમિકલ ફર્મ ગણાય છે. બિકોઝ ઓફ યુ...!!’

‘મને એનો લાભ પણ મળે છે ને...?!’ મેં બિયરનો સિપ લેતાં કહ્યું, ‘થ્રી હંડ્રેડ થાઉઝંડ્‌સ સેલેરી ્‌અને સ્ટોક ઓપ્શન...!! આ હાઉસ રહેવા માટે અને કંપની કાર...!!’

‘યહી તો મારા ખા ગયો ઇન્ડિયા...!!’આ નંદુનો તકિયા કલમ હતો. ન જાણે ક્યા હિન્દી મુવીમાંથી એણે ઉઠાવ્યો હતો, ‘તારી કેટલીય ફોર્મ્યુલા એટલી એડવાંસ છે કે યુ કેન મેઇક મિલિયન્સ ઓફ ડોલર...!!’

‘તું સપના વેચવાનું ચાલુ કર...!!’ ચિકન લેગ્સમાંથી બાઇટ ભરતા મેં હસીને કહ્યું. ‘...અને તું તારી ફોર્મ્યુલા વેચ...સમજ્યો...?’ કુલરમાંથી બિયરનું કેન લઇ એની ઠંડક માણતા એ ગંભીર રહી બોલ્યો.

‘યાર...!! નોકરીનું એવું છે ને કે એની માયા થઇ જાય...’

‘પંખીને પિંજરની થઇ જાય એવી...! પરંતુ, તું એકવાર પિંજરામાંથી બહાર નીકળ...પછી જો કે આકાશ કેટલું વિશાળ છે.’

-અને મેં મહારાણા કેમિકલ્સમાંથી રાજીનામું મુક્યું ! શેઠિયા લોક દોડતા થઇ ગયા. બોર્ડસમાં લેવાની લાલચ આપી. સેલેરીમાં રેઇઝ...!! સ્ટોક ઓપ્શનમાં વધારો...!! નવું હાઉસ... જાત જાતની લોભામણી લાલચ આપી...પણ હું ટસનો મસ ન થયો તે ન જ થયો! મહારામા કેમિકલ્સે આપેલ હાઉસ

મેં એક વિક પહેલાં જ ખાલી કરી દીધું હતું અને એડિસન ખાતે ચાર બેડરરૂમનું નવું હાઉસ લીધું હતું. એનું ડીલ પણ નંદુએ જ પતાવેલ.

‘યુ લુક અપસેટ...!’ ઉષ્માએ મારા ગળામાં એની સુંવાળી બાંહોનો હાર પહેરવાતા કહ્યું. ‘યુ નો ડાર્લિંગ...! આઇ ક્વિટ મહારાણા કેમિકલ્સ...!! આઇ એમ ફ્રી નાઉ...!! આઇ હેવ બિગ ચેલેંજ એહેડ...બટ આઇ એમ સ્યોર...આઇ વીલ ગેટ ગ્રેટ સક્સેસ...!’

‘સ્યોર...હની...નો હાઉટ્‌સ એબાઉટ ઇટ...!!’ મને એક ગાઢ ચુંબન કરતાં ઉષ્મા બોલી. ત્રણ વરસના મધુરા રોમાંસ અને ડેટિંગ પછી અમારો પ્રેમ પરિયણમાં પરિવર્તિત થયો હતો અને પ્રેમનું બીજ ઉષ્માના ઉદરમાં પાંગરી રહ્યું હતું.

‘આ કર્ટન કેવા લાગ્યા તને...?!’

‘ઓ...હ!! સોરી ડિયર...!! આ નોકરી છોડવાની રામાયણમાં આપણા નવા હાઉસની સજાવટ મારી નજરમાંથી સરકી ગઇ.’

‘ઇટ્‌સ ઓકે...!! પણ ભવિષ્યમાં તું મને ભુલી ન જતો નહિંતર તારી નજરમાંથી હું સરકી ન જાઉં ક્યાંક!!’

‘હાઉ કેન આઇ...??’ ઉષ્માને એક દીર્ધ ચુંબન આપતા મેેં કહ્યું, તું જ તો મારું સર્વસ્વ છે..!!’

***** ***** ***** *****

મારા પ્રથમ સાહસની શરૂઆત બહુ જ સારી થઇ. સિંથેટીક કાપડ માટે તડકામાં વિવિધ કલર બદલે એવી ડાઇની ફોર્મ્યુલા મેં ડેવલેપ કરી અને એ મેં એક મોટા ટેક્ષટાઇલના ગ્રુપને વેચી. એની સારી એવી ઇંકમ થઇ. મારા હાઉસની બહાર આવેલ આઉટહાઉસમાં મેં મારી નાનકડી લેબોરેટરી બનાવી હતી. એમાં હું પ્રયોગો કરતો.

નવી નવી ફોર્મ્યુલા બનાવતો. હવે મારા પર કોઇ નિંયત્રણ ન્હોતું અને મારા મૌલિક અખતરાઓ કરવાની મને મજા પડતી. ધીરે ધીરે કેમિકલ્સ કલ્સનટંટ તરીકે મારી નામના થવા લાગી. એક એંટિએજીંગ ફેઇસક્રીમની ફોર્મ્યુલા દુનિયાની સહુથી મોટી કોસ્મેટિક કંપની આપી અને એમાંથી મને રોયલ્ટી સહિત સારા એવા પૈસા મળ્યા. ડોલર પાછો ઘરમાં ઠલવાવા માંડ્યો. મોટી કેમિકલ્સ ફર્મ્સ, રિફાઇનરીઓ, પેટ્રો-કેમિકલ્સને સારા કેમિકલ એડવાઇઝરની હંમેશ જરૂર રહે છે. એનો

મેં લાભ ઉઠાવ્યો. શિકાગો, બોસ્ટન, એલએ, લંડન, પેરિસ, ટોકિયો શાંગહાઇ, દિલ્હી, મુંબઇ દેશ પરદેશમાં ટૂંક સમયમાં મેં તારી શાખ જમાવી તો મને જોબ પર ઓફર કરી...પણ ના, મારે હવે પિંજરે પુરાવું ન્હોતું...!

મુક્ત બની મહાલવું હતું...!! જિંદગી સુખોથી તરબતર થવા માંડી. નવી મર્સિડીઝ લઇ લીધી. ડોલરના ડુંગરો થવા લાગ્યા. ઉષ્માએ જ્યારે રવિનો જન્મ આપ્યો ત્યારે તો સર્વ સુખોની જાણે પરાકાષ્ટા આવી ગઇ. નંદુએ મોટી પાર્ટી આપી રવિના જન્મ પર...!! મારા સાહસ અનેે સફળતામાં નંદુ રામાણીના સાથ-સહકારે મને ઘણો જ આધાર આપ્યો. થોડું અઘરૂં હતું આમ સાવ નવી જ ક્ષિતિજે વિહરવાનું...!!

પણ નંદુએ મને ઘણો જ સપોર્ટ કર્યો. મહારાણા કેમિકલ્સના શેઠિયાઓ મારી વિરૂધ્ધ ઘણો જ પ્રચાર કરેલ પણ નંદુના કનેક્સનોને કારણે એઓએ હાર માનવી પડી અને મારી સાથે સુલેહ કરવી પડી. મારી સલાહ માટે મને કરગરવું પડ્યું!!

નંદુ રામાણીએ જ મને ફ્રિલાંસર બનવા માટે મોટિવેઇટ કર્યો હતો. એનો આભારનો ભાર કોઇ પણ રીતે ઓછો કરવાનો હું પ્રયત્ન કરતો રહેતો. આજે સવારે જ હું સ્વિટ્‌ઝરલેંડથી આવ્યો હતો. સ્વિસ ઓર્ગેનિક ઇંકોર્પોરેશન સાથે મારે ત્રણ વરસનો કોૅટ્રેક્ટ હતો એટલે મહિને એક વાર મારે ત્યાં દશ પંદર દિવસ જવું પડતું. જ્યારે પરદેશ હોઉં ત્યારે ઘરે તો એક વાર ફોન કરૂં જ!! ક્યાં એ ઘરે આવે અથવા તો પબ-૯૯માં અને બન્ને ભેગા થઇએ..!

‘ધીસ ફોર યુ!’ નંદુ સાંજે ઘરે આવ્યો ત્યારે રોલેક્સ ગોલ્ડ વોચ એને આપતા મેં કહ્યું. ‘વા...આ...ઊ...!!’ આશ્ચર્યથી એનું મ્હોં પહોળું થઇ ગયું, ‘ફેંટાસ્ટિક...!! સિમ્પલી સુપર્બ...!!’

‘ઇટ ઇસ રિયલ ગોલ્ડ...! કસ્ટમ મેઇડ...! મારી લાસ્ટ વિઝિટે વખતે મેં ઓર્ડર કરેલ...!’ ‘નંદુજી...’ રવિને તેડીને ઉષ્મા સામેના સોફા પર ગોઠવાઇ, ‘વાસુને હું કહું છું હવે નંદુજી માટે પણ કોઇ પરફેક્ટ ટેન છોકરી શોધી કાઢવી જોઇએ....!’

‘ઓહ...ઉષ્મા..!! આઇ ડોંટ વોટં ટુ મેરી...!! તમને મારી સ્વતંત્રતા શું નડે છે...?!’ ‘શું વાત કરે છે યા...ર...! ઉષ્માને મળવા પહેલાં હું પણ આવું જ વિચારતો હતો. પરંતુ, કોઇ ગુલપરી મળી જશે ને ત્યારે તારા બધા ચક્કરો બંધ થઇ જશે!!! અને લફરાં સદનમાં તાળું લાગી જશે.’

‘યહી તો મારા ખા ગયા ઇંડિયા...! આપણા કિસ્મતમાં ઉષ્માજી જેવી વાઇફ ક્યાં...?!’ ‘હવે તમે બન્ને ભેગા મળી મારી ફિરકી લેવાનું બંધ કરશો...’ વોકરમાં રવિે બેસાડતા ઉષ્મા બોલી. ચિવાશ રિગલ વ્હિસ્કીના બે પેગ લગાવી થોડી વાર બેસી થોડી બિઝનેસ, થોડી ઇકોનોમીની અને થોડી આડીતેડી વાતો કરી નંદુ રામાણી ગયો.

‘નંદુની વાત એકદમ સાચી છે!’ ઉષ્માને આલિંગનમાં લેતાં મેં કહ્યું, ‘આઇ એમ રિયલી લકી...!!’

‘બસ બસ હવે મસ્કાબાજી બંધ....!’ મને એની સ્નેહ ભીંસમાં લેતા ઉષ્મા બોલી, ‘તું જ્યારે મહિના બે મહિના માટે બહાર રહે ત્યારે મારી શી વલે થતી હશે તારા વિના!!! એ તો સારૂં છે કે આ રવિ છે ન...હિં...ત...ર...!!’

‘આ રવિને બહુ મોડે સુધી જાગવાની ટેવ પડી ગઇ છે ને કંઇ...?!’ ઉષ્માને પથારીમાં ખેંચતા મેં કહ્યું.

‘અ...રે...રવિબાબાની રાત પડે ત્યારે સવાર ઊગે...!! આજે કંઇ એ થોડો વ્હોલો સુતો...એ પણ ડેડીની જરૂરિયાત સમજેને...?!’ ઉષ્માએ એના નરમ નરમ હોઠો મારા પ્યાસા ગરમ હોઠો પર ચાંપ્યા ત્યારે ઘડિયાળમાં રાત્રિનો એક વાગી રહ્યો હતો.

બે દિવસ તો ઝપાટાભેર વિતી ગયા. એડિસન, ન્યુ જર્સી ખાતે તો જાણે હું મહેમાન હોઉં એમ મને લાગતું! મારે એલએ જવાનું હતું. એલએ ફોન કરી પાર્ટી સાથે મારી મુલાકાત કન્ફર્મ કરી. મેરિયટ પર ફોન કરી મોટલનું બુકિંગ કરાવી દીધું. ત્રણ દિવસ એલએ માથઝીંક કરી રાતની ફ્લાઇટમાં એક દિવસ વહેલો હું નુવાર્ક લિબર્ટી ઇંટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યો. લિમો કરી ઘરે પહોંચ્યો.

‘તું....?!!’ મને ઘરમાં એક દિવસ વહેલો દાખલ થતો નિહાળી ઉષ્મા એકદમ ચોંકી.

‘કે...મ...?? વ્હાય...!! હું એક દિવસ વહેલો આવી ન શકું?!’ મેં મારી બેગ ફગાવી ઉષ્માને બાથ ભરી.

‘ના...ના...વ્હાય નોટ....?!’ થુંક ગળતા મારી બાંબોમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરતા એ બોલી, ‘તારી તબિયત તો બરાબર છે ને....?!’

‘આઇ એમ ઓલરાઇટ !! કમ્પલિટલી ફીટ...!!’ શર્ટના બટનો કાઢતા મેં કહ્યું, ‘ફ્લાઇટ બે ક્લાક લેઇટ થઇ અને બોર થઇ ગયો....!!’

‘તારે મને રિંગ તો કરવી જોઇતી હતી...!!’

‘આઇ વોંટ ટુ સરપ્રાઇઝ યુ...!!’

શાવર લઇ નાઇટગાઉન પહેલી હું મારા નાનકડા બાર પાસે ગયો. બ્લ્યુ લેબલનો પતિયાલા પેગ બનાવ્યો. ચિવાશ રિગલની અક બોટલ પડી હતી. મને લાગ્યું કે એમાંથી થોડું પ્રવાહી ઓછું થયું હતું!! કોઇએ વ્હિસ્કી પીધી હોય એમ લાગતું હતું!!

-કોણ આવ્યું હશે...?!

મેં બોટલ ફરી નિહાળી. હું કેમિસ્ટ છું. બોટલમાંના પ્રવાહીને આંખથી માપી લઉં છું! બોટલમાંતી વ્હિસ્કી જરૂર ઓછી થઇ હતી. કેમ ઓછી થઇ હતી...?!

‘ઉષ્મા...’ મારા ગ્લાસમાંથી ચુસકી ભરતા મેં ઉષ્મા તરફ નિહાળી પુછ્યું, ‘રવિ ક્યાં છે ?!

‘નેઇબરને ત્યાં....!!’ શ્વાસ લઇ એ બોલી, ‘નેઇબરની ડોટર જુલિયા સાથે બહુ ભળી ગયો છે. બન્નેને બહુ ફાવે...’

‘કોઇ આવ્યું હતું આપણે ત્યાં....?’

‘ના...!!’

-તો ઉષ્મા કંઇ છુપાવે છે...!! એક અગમ્ય બેચેની મારા મનને ઘેરી વળી... રવિ પડેશમાંથી રમીને આવી ગયો. મને નિહાળી લગભગ દોડતો મારી પાસે પા...આ..પા...કરતો દોડી આવ્યો. હવે બરાબર ચાલતા શિખી ગયો હતો. રવિને જોતાં જ મારો બધો થાક અંજપ દુર થઇ ગયો. રવિ સાથે હું રમવા લાગ્યો. મારી સાથે રમીને બાર વાગ્યે એ માંડ સુતો...!! મારી જિંદગીની સહુથી સુખી ક્ષણો રવિ સાથે જ પસાર થતી. અલબત્ત, આવી અમુલ્ય ક્ષણો બહુ જ ઓછી ફાળવી શકતો...!!

બે પેગ પીવા છતાં મારી નિંદ્રા વેરણ થઇ હતી અને આંખમાં ઊજાગરો અંજાય ગયો.

-ચિવાશની બોટલમાંથી વ્હિસ્કી જરૂર ઓછી થઇ હતી.

-કેમ ઓછી થઇ હતી...? કોણે પીધી...? ઉષ્મા તો પીતી નથી...!! ક્યારેક, પાર્ટીમાં એ વાઇન પીએ... પણ વ્હિસ્કી....??

-મારા આમ એક દિવસ વહેલાં આવવાથી ઉષ્મા શા માટે ચોંકી ગઇ...?!

-કે એ પછી મારો વ્હેમ છે...!!

મેં ઉષ્મા તરફ નજર કરી. નાઇટલેમ્પના આછા બ્લ્યુ કલરના ઉજાસમાં વિનસની સુતેલ મૂર્તિ જેવી સૌંદર્યવાન ભાસતી હતી એ...!!

-શું આ ચુંબકિય સૌંદર્ય પાછળ કંઇ કપટ તો નથી છુંપાયુંને...?!

-કેમ આજે ખાવા વિચારો આવે છે...??

હું પડખું ફીરને સુતો...પણ આ વિચારોએ પડખું ન ફેરવ્યું. બેડરૂમમાંથી હું લિવિંગ રૂમમાં આવ્યો...મારા કદમો બાર પાસે મને અનાયાસ લઇ ગયા. અવાજ ન થાય એ રીતે મેં ચિવાશ રિગલની બોટલ બહાર કાઢી. બોટલમાં વ્હિસ્કીના સુવર્ણ રંગની સપાટી જ્યાં હતી ત્યાં બોટલના લેબલ પર નખ વડે હળવી નિશાની કોતરી જેથી વ્હિસ્કી ઓછી થાય તો કોઇને પણ ખબર પડ્યા વિના મને તો ખબર પડે જ...!! ન જાણે કેમ મારા મારા મનમાં શંકાના સુંવાળા સાપોલિયા રમવા લાગ્યા.

***** ***** ***** *****

લંડનની એક મહિનાની મારી બિઝનેસ ટુર પતાવી વિસ દિવસે હું ઘરે આવ્યો. આ વખતે લંડનની ટુર બહુ સફળ રહી હતી. લંડનથી જ્યારે જ્યારે મેં ઉષ્માને ફોન કર્યો ત્યારે એ મને ફોન પર મળી હતી. ઘરે આવવાની સાથે ઉષ્માના ગરમ ગરમ ચુંબનોએ મને નવડાવી દીધો. સવારે ઉઠીને મેં નંદુને ફોન જોડ્યો. પણ એ ન મળ્યો. સેલ પર પણ વોઇસમેઇલ આવી ગયો. મેં વિચાર્યું. હી મસ્ટ બી બીઝી!!

હિથરો પરથી વેટ-૬૯ વ્હિસ્કીની પ્રિમિયમ રિલિઝ લીધેલ તે મુકવા માટે મેં બારની કેબિનેટ ખોલી. અને મારી નજર ચિવાશની બોટલ પર ચોંટી ગઇ. વ્હિસ્કીનું પ્રવાહી ઓછું થયું હતું!! જરૂર ઓછું થયું હતું!! નખથી મેં જે નિશાની કરેલ એ કરતાં વ્હિસ્કી ઓછી થઇ હતી...!!

યસ્‌...! સમથિંગ ઇસ રોંગ...!! રિયલી રોંગ...!!

-મારે ઘરમાં ધ્યના આપવું જોઇએ...!!

-શું ઉષ્માએ મારી ગેરહાજરીમાં પીવાનું ચાલું કર્યું છે...

-ના...!! એવું હોય તો એ છુપાવે તો નહિં જ...

-આમે ય એ મને ક્યારેક કંપની આપતી તો હતી. તો પછી...??

-કે પછી નંદુ...??

-તો ઉષ્મા છુપાવે શા માટે...??

-કે પછી મારી ગેરહાજરીમાં નંદુ મારી પુર્તતા કરે છે...?!

આ વિચારો પણ કેવા હોય છે. એના પર ક્યાં કોઇનો કાબુ હોય છે...?! વાળ પર લાગેલ પાણી ખંખેરતો હોઉં એમ બે-ત્રણ વાર માથું હલાવ્યું પણ વિચારો થોડાં એમ ખંખેરાય જાય...?? મેં સીધી આડકતરી રીતે ઉષ્માને પુછી જોયું પણ એણે મગનું નામ મરી ન પાડ્યું...

-નંદુ...! નંદુ....!! નંદુ...!!!

નંદુ પરની મારી શંકા વધતી જતી હતી...!

-નંદુ ક્યાં ડાર્ટ બિયર પીએ ક્યાં ચિવાશ...!

-હા...યાર...!! મેં મારા મનને સ્વગત્‌ કહ્યું ચિવાશ જ તો એની ફેરવિટ બ્રાંડ છે...!

-ઓ...હ...!! નો....!!

-ઓ...હ...!! યસ...!! હું મનોમન વાતો કરવા લાગ્યો...

-હું લાંબો સમય ઘરથી દુર રહું અને ઉષ્માની જિસ્માની પ્યાસ નંદુ છિપાવે છે...!!

-ના...ઉષ્માનો કોઇ દોષ નથી...! નંદુ છે જ એવો...! એની વાતમાં કોઇ પણ આવી જાય...!

-આઇ મસ્ટ કંફર્મ...!

મારા શંકાના સાપોલિયા મોટાને મોટા થવા લાગ્યા...!! હું છટપટતો હતો...! સળવળતો હતો...! ઉષ્માની વર્તણુંક પહેલાં જેવી જ સામાન્ય હતી...! સ્માર્ટ વુમન...! નંદુ દુર ભાગતો હોય એમ લાગતું હતું!! બે-ત્રણ વાર અમારી મુલાકાત થઇ...! પબમાં બેઠાં...! ખુબ જ બિયર પીધો...પીવડાવ્યો...!

પણ નંદુએ કોઇ ઇશારો ન આપ્યો...તે ન જ આપ્યો...! મારી શંકાને સમર્થન મળવું ખુબ જ જરૂરી હતું....! કદાચ, હું ખોટો પણ હોઉં...! શંકાશીલ માણસ અંધ હોય છે...!! અંધ બની જાય છે...!!

-પણ ના હું અંધ ન્હોતો...! મારી શંકાને સમર્થન મળી ગયું...! દોઢ મહિના માટે જ્યારે હું યુરોપની ટુર પર હતો ત્યારે નંદુ ત્રણ વાર મારી ઘરે ગયો હતો...!! રાત્રે દશ પછી એ મારે ઘરે જતો...! મારી ગેરહાજરીમાં...!! રાત્રે...!! અ...ને મોડી રાત્રે કે પછી વહેલી સવારે એ એ ઘરેથી નીકળી જતો...! આ માટે મેં એક ખાનગી ડિટેક્ટીવ...જાસુસને એસાઇનમેંટ આપેલ...! અને મારી શંકાને સમર્થન મળી ગયું...!

-ઓ...હ...!! કાશ મારી શંકા ખોટી હોત...!! કા...શ...!!

-અ...રે...! ઉષ્માએ સહેજ સંકેત કર્યો હતો તો બન્નેની રાહો પર ગુલાબ પાથરી દેત....!!

-એ બન્નેએ મને ધરાર છેતર્યો....! એમના વાસનાકાંડમાં મારા પવિત્ર પ્રેમની બલિ ચઢી ચુકી હતી...! વાસાનાએ પ્રેમને પરાજીત કરી દીધો...!! હું વેરાગ્નિમાં બળવા લાગ્યો...!! પરંતુ, એ આગ મેં મારી અદર જ સમાવી દીધી...!! ઉષ્માનો કોઇ દોષ ન્હોતો...!! એ મને પ્રેમ કરે છે...!! હજુ ય પ્રેમ કરે છે...!! એ તો નંદુએ અને ફસાવી છે...!! લલચાવી છે...પોતાનો શિકાર બનાવી છે...!! એણે મારી ઉષ્માને છીનવી લીધી...!! હું એની જિંદગી છીનવી લઇશ...!!

-નંદુ રામાણી...!! તારા એવા તો રામ રમાડી દઇશ....કે રામને પણ જાણ ન થાય...!! આઇ વિલ કીલ યુ...!!

નંદુને ખતમ કરી દેવાની તીવ્ર ઇચ્છા મારા મનને ઘેરી વળી...! યસ..., હિ મસ્ટ ડાઇ...!! હિ મસ્ટ...!!

-હા...ઉ...!! હાઉ કેન હિ ડાય...?!

કોંટ્રેક્ટ કિલિંગ...!!

-નો...! એમાં તો જોખમ...! ઇટ ઇસ રિસ્કી...!

-તો...??

-યસ...! લાઇફ મિક્ષ્ચરકત...!! કેમેસ્ટ્રીની મારી વિદ્યા જ મને કામે આવી...! ટોક્સિકોલોજી...!! મારી લેબમાં ત્રણ ચાર સ્લો પોઇઝન ભેગા કરી મેં બનાવ્યું લાઇફ મિક્ષ્ચર...!!રંગ ગંધ સ્વાદ રહિત લાઇફ મિક્ષ્ચર..!! વેદનારહિત મૃત્યુલોકના ચિરંતર પ્રવાસી બનવાનો અકસીર કીમિયો...! પેઇનલેસ ડેથ...!! શરીરમાં ગયા બાદ દશેક ક્લાક પછી પોઇઝન એની કરામત બતાવી શરીરમાં ડિકોમ્પોઝ થઇ જાય એટલે ઓટોપ્સીમાં...પોસ્ટમોર્ટમમાં કંઇ પણ ન આવે....! અને મોત સાવ કુદરતી લાગે...!!

નેચરલ ડેથ...!! યસ...!!

મેં મારી વર્તણુંકમાં, રીત-ભાતમાં કોઇ ફેરફાર ન થવા દીધો....! સાવ સામાન્ય રહ્યો હું!! એઓને કંઇ પણ જાણ ન થવા દીધી કે હું બધું જ જાણી ચુક્યો છું.

મારી સિંગાપોર-હોંગકોંગના વીસ દિવસના પ્રવાસની આગલી રાત્રે ચુપકીદીથી ચિવાશની બોટલમાં માફકસરનું લાઇફ મિક્ષ્ચર મિશ્ર કરી દીધું. બે-ત્રણ પેગ ગટગટાવ્યા ને દશેક ક્લાક પછી રામ બોલો ભાઇ રામ...!! સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ એકદમ રેગ્યુલર હતી. મારી મર્સિડીઝમાં ઉષ્મા અને રવિ મને એરપોર્ટ મુકવા આવ્યા હતા.

‘ડાર્લિંગ...!’ મેં ઉષ્માને ચુંબન કરતાં કહ્યુંં, ‘ધીસ ઇસ માય લાસ્ટ ટ્રીપ ટુ ફાર ઇસ્ટ...! આઇ વોંટ ટુ વાઇંડ અપ! સો આઇ વિલ બી વેરી બિઝી, અને ટાઇમ ડિફરન્સ પણ નડશે.’

‘ઓ...હ હની...!! આઇ વિલ મિસ યુ...!!’ એની આંંખમાં ઝળઝળિયા આવ્યાં.

-ઓહ...!! હવે તો બંધ કર આ નાટક...!! અને જલ્દી બોલાવ તારા શૈયાસાથીને જેથી નિકાલ આવે વાતનો અને તું ય છુટે એનાથી અને હું પણ...! પણ હું મુંગો જ રહ્યો. રવિને એક ચુંબન કરી હું ઝડથી ચેક-ઇન થયો.

‘બા...ય...!’ ટિસ્યુ વડે નાક સાફ કરતા ઉષ્મા બોલી.

એક અઠવાડિયું સિંગાપુર રોકાઇ હું હોંગકોંગ આવ્યો. હોંગકોંગમાં મારે કંઇ ખાસ કામ ન્હોતું. બસ, મારા જુના સંપર્કોને મળવા લાગ્યો. મારે ફક્ત એક ફોનની રાહ હતી. નંદુના મોતના સમાચાર આપતા ફોનની...!! મારો જીવ ઊંચો-નીચો થતો હતો.

એક સાંજે નો-ડિસ્ટર્બની સાઇન ડોર પર લટકાવી મારી હોટલના રૂમમાં બિયર ગટગટાવતો બેઠો હતો. બહાર વાતાવરણમાં બાફ હતો. દરિયાની ખારી હવાનો ઊકળાટ હતો. હજુ સુધી ફોન ન આવ્યો એટલે મને બેચેની થતી હતી. શું લાઇફ મિક્ષ્ચરની ફોર્મ્યુલા ફેઇલ થઇ ગઇ...!! ના...! એ મારી ફોર્મ્યુલા હતી...ફેઇલ તો કેવી રીતે થાય...?!

બે દિવસ એમ જ પસાર થઇ ગયા...! મેં જ્યારે જ્યારે ઉષ્માને ફોન કર્યા ત્યારે એ ફોન પર મળી હતી. અને રિંગ વાગી મારા સેલ ફોનની...! મારી પાસે ઇંટરનેશનલ રોમિંગ ફ્રી સેલ ફોન હતો...! મેં જોયું કે ઘરનો જ નંબર હતો...!

-ય...સ...! ઇટ વર્ક્સ...! મેં ધ્રુજતા હાથે ગ્રીન બટન દબાવ્યું. મારા મનમાં એક અજાણ્યો અંજપો ઉગી નીકળ્યો. ધીરેથી મેં કહ્યું, ‘હ...લો...!’

‘..............!’ સામેથી કોઇ અવાજ ન આવ્યો...પણ એક ડૂસકું સંભાળાળ્યું.

‘હ...લ્લો...! ઉષ્મા...?!’

‘હલો...!!’ સામેથી નંદુ રામાણીનો અવાજ આવ્યો...

-ડેમ ઇટ...! સાલો હજુ જીવતો છે...!

‘..................??’ ગુસ્સાથી મારું મગજ ફાટ ફાટ થવા લાગ્યું. મારા શબ્દો હવા થઇ ગયા.

‘હ...લ્લો...!’ નંદુનો અવાજ પણ કાંપતો હોય એવું મને લાગ્યું... ‘ય...સ...! નંદુ...આઇ એમ હિયરીંગ...!’ ઊંડો શ્વાસ લઇ હું બોલ્યો, ‘નંદુ લાઇનમાં ગરબડ હોય એમ લાગે છે...!’

‘લિસન વાસુ...! વિ નીડ યુ અરજંટ....!’

હું ચમક્યો...! ‘વ્હાઇ...??’ મારાથી લગભગ રાડ પડાય ગઇ...

સામે છેડે એક ઊંડો નિશ્વાસ...

‘વ્હોટ હેપંડ....??’

‘લિસન...’ થોડી પળ અટકી નંદુ બોલ્યો, ‘તું હમણાં જ નીકળી શકશે...?!’

‘કે...મ...?!’ પળભરમાં મને હજારો વિચાર આવી ગયા,‘ઉષ્મા ઓલરાઇટ છે ને...??’

‘શી ઇસ ઓકે....’ અટકીને હળવેથી નંદુ બોલ્યો, ‘રવિ...’

‘શું થયું રવિને...?! શું થયું મારા રવિને...?!’

‘..................!!’ સામે છેડે એક ગહેરી ખામોશી...

‘પ્લીસ...! કોઇક તો બોલો...!’ હવે હું રીતસરનો ધ્રૂજવા લાગ્યો. એરકંડિશન્ડ રૂમમાં પણ મારે કપાળે પરસેવાના બુંદ બાઝી ગયા.

‘લિ...સ...ન...!’ કોઇ નાના બાળકને સમજાવતો હોય એમ નંદુ બોલતો હતો, ‘બિ કરેજીયસ...! રવિ ઇસ નો મોર...!’

મારા હાથમાંથી ફોન પડી ગયો. હોટલનો રૂમ ગોળ ગોળ ફરતો હોય એમ લાગ્યું. મને વિશ્વાસ જ પડતો ન્હોતો.

‘હ...લ્લો...! હ...લ્લો...વાસુ...?? ડીડ યુ હિયર મી...??હલ્લો...!!’ નીચે પડેલ ફોનમાંથી સતત નંદુનો અવાજ આવી રહ્યો હતો.

ધ્રૂજતા હાથે મેં ફોન ઉપાડ્યો અને કાંપતા સ્વરે કહ્યું, ‘યસ...આઇ એમ કમિંગ.... રડી પડતા હું બોલ્યો.... ‘આઇ એમ ક...મિં....ગ....!!’

-ઓ...હ...ગોડ...!! હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. આ શું થઇ ગયું...મારો રવિ...! માકા કલેજાનો ટુકડો....! ઓ રવિ...! ઓ...ગો...ડ...!!

લગભગ બે કલાક સુધી હું રડતો જ રહ્યો. રડતો જ રહ્યો. થોડાં સમય બાદ ડેસ્ક પર ફોન કરી મારા માટે કોઇ પણ ફ્લાઇટમાં વ્યવસ્થા કરવા માટે જણાવ્યું અને મને ત્રણ કલાક પછીની ફ્લાઇટમાં જગ્યા મળી ગઇ. અઢાર ક્લાકની લાંબી મુસાફરી પછી હું જેએફકે પર ઉતર્યો. મારી હોટલે માર ઘરે મેસેજ આપી દીધેલ એટલે મને રિસિવ કરવા નંદુ એરપોર્ટ પર આવ્યો હો.

રડતા રડતા હું એને ભેટીપડ્યો.

‘આઇ એમ સોરી...!!’ મારા વાંસા પર હાથ ફેરવતા ફેરવતા ભીના અવાજે એ બોલ્યો. એને ભેટતા મારો જીવ તો ન ચાલ્યો...! પણ એવા સમયે ક્યાં કોઇનો લાગણી પર કાબુ હોય છે...! બીજા દિવસે ભારે હૈયે અને ભીની આંખોએ રવિની ફ્યુનરલ પતાવી. રાત્રે સુતો ત્યારે તો રવિ એકદમ સાજોસમો હતો. પણ સવારે ઊઠ્યો ત્યારે...!

ઊંઘમાં જ...પ્રભુને પ્યારો થઇ ગયો....! પોલિસને ફોન કરેલ અને હોસ્પિટલે પણ લઇ ગયેલ...! ઓટોપ્સીમાં રિઝન ઓફ ડેથ લખ્યું હતું...અનયુઝઅલ એસ.આઇ.ડી. એસ....! સડન ઇનફન્ટ ડેથ સિન્ડ્રોમ...! સામાન્ય રીતે એ એક વરસથી નાના બાળકોમાં જોવા મળે પણ ક્યારેક થોડી મોટી ઉંમરના બાળકો પણ કોઇ પણ કારણ વિના નિંદ્રાવસ્થામાં જ પ્રભુને પ્યારા થઇ જાય જેમ રવિ થઇ ગયો.

-ઓહ...! મારો રવિ તો સાજો સારો હતો...! એકદમ તંદુરસ્ત....! ફુલગુલાબી...!

-શા માટે રવિ...?!

મારા માથામાં સણકા મારતા હતા. રવિનો માસુમ ચહેરો નજર સામેથી ખસતો ન્હોતો. ઉષ્માને મેં સ્લિપીંગ પિલ્સ આપેલ એટલે એ નિંદ્રાધિન થઇ ગઇ હતી. મને ઊંઘ આવતી ન્હોતી. ધીરેથી ઉઠીને હું લિવિંગ રૂમમાં ગયો. દીવાલ પર હસતા રવિની મોટી તસવીર લટકતી હતી...જાણે હમણા એ તસવીરમાંથી કૂદી પડશે અને કાલી કાલી બોલીમાં બોલી ઉઠશે...પા...પા...! પા...પા...!!

-પણ ના, તસવીર તે કંઇ બોલે....?!

એની તસવીરને હું ક્યાં સુધી તાકતો જ રહ્યો.

-સમથિંગ ઇસ રોંગ...! મારો અંતરાત્મા મને કહેતો હતો.

ઘસડાતા ડગલે ધીરેથી હું બાર પાસે ગયો. એક પતિયાલા પેગ પી હું મારા ગમને દુર કરવા માંગતો હતો. બારમાં ગોઠવેલ એક માત્ર ચિવાશની બોટલ પર મારી નજર પડી અને ત્યાં જ ચોંટી ગઇ...! હા, ચિવાશની બોટલ જાણે કંઇ બોલતી હતી. વ્હિસ્કી થોડી ઓછી જરૂર થઇ હતી પણ નંદુ રામાણી જીવતો હતો...! વ્હાઇ...?! વ્હાઇ...?! વ્હાઇ....?!

-શું મારી ફોર્મ્યુલા ફેઇલ થઇ...?!

-ના, એ કદી ફેઇલ ન જ થાય...! નેવર...!

-તો...?

-તો...?!!શું આ ઝેરી ચિવાશે મારા રવિનો...!!

-ઓહ નો...!

હું વિચારમાં પડી ગયો. મેં ફરી બોટલ તરફ નજર કરી. મારા કપાળે પરસેવાના બુંદ બાઝી ગયા. પરસેવાનો એક રેલો મારા જમણા કાનની પાછળ ધીરેથી ઉતરવા લાગ્યો. ગળું સુકાયું. બળતરા થઇ આવી. ધીરે ધીરે સમીકરણો ઉકેલાવા લાગ્યા. રવિને મોડે સુધી જાગવાની ટેવ હતી. રાત્રે તો જાણે એનો દિવસ ઉગતો.

અને મોટે ભાગે રાત્રે જ નંદુડો મરવા પડતો. દશ વાગ્યા પછી!! નંદુ જ્યારે આવે ત્યારે રવિનેેે વહેલો સુવડાવી દેતા ચિવાશ પીવડાવવામાં આવતી હશે...! હશે શું...?! એમ્‌ જ પીવડાવી દીધી હશે જેથી બન્નેને શૈયાસુખ માણવામાં અડચણ ન પડે. યસ....! અને લાઇફ મિક્ષ્ચર ઓટોપ્સીમાં ન આવે એટલે કોઝ ઓફ ડેથ દર્શાવ્યુંઃ સડન ઇનફન્ટ ડેથ સિન્ડ્રોમ...!

-ઓહ...! મારા પ્રાણપ્યારા રવિના મોત માટે હું જ...

-મારા રવિની હત્યા મેં જ કરી હતી... રવિનું ખૂન માર આ હાથોથી થયું...!

જોરથી દીવાલ પર હું મુક્કીઓ મારવા લાગ્યો...! રવિની તસવીરનો ભેટીને હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. મને માફ કરી દે ર...વિ...બેટા...!! પ્લિ...સ...!!

-હવે શું રહ્યું છે આ જીવનમાં...?!

લાઇફ મિક્ષ્ચર વાળી ચવાશની બોટલ કાઢીમેં બાર ડેસ્ક પર મુકી. થોડો સમય હું એને તાકતો રહ્યો. ગ્લાસ લઇ ગ્લાસ ભર્યો. વ્હાઇ શૂલ્ડ આઇ લિવ....?! મેં રવિની તસવીર તરફ નજર કરી કહ્યું, ‘આઇ એમ કમિંગ ટુ મિટ યુ માય બોય...!’

-ના...!! મારી અંદરથી એક અવાજ આવ્યો. મારા અંતરાત્માનો...!

-યસ્‌...! ગ્લાસમાંથી વ્હિસ્કી મેં બેસિનમાં ધોળી દીધી. હું ગુન્હેગાર અવશ્ય હતો. પણ જો હું જ ન રહું તો એમનો તો ગુલશન ખીલી ઊઠે. એમને તો મોજા હી મોજા થઇ જાય...!

-ના, હું એમ તો હાર માનવાનો નથી. એમને સબક શિખવ્યા વિના...!

થોડાં ભારેખમ મહિનાઓ એમ જ પસાર થયા. ઉષ્મા થીજી ગઇ હતી. નંદુ સહમી ગયો હતો. હું તુટી ગયો હતો. રોજ રોજ જાણે મરતો હતો. શ્વાસ લેના ભિ સજા લગતા હૈ અબ તો મરના ભી રવાં લગતા હૈ...! પરંતુ, મોત કંઇ એમ થોડું આવે...?! ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહ્યો ન્હોતો. ખુદ પર પણ...!! આ જિવનમાં, આવા જીવવામાં કોઇ રસ રહ્યો ન્હોતો. ફક્ત એક તકની રાહ હતી.

-અને નંદુના વિવાહ નક્કી થયા. એની જ્ઞાતિની રેખા લાલવાણી સાથે એ ફરતો હતો. અને રેખાએ એને મનાવી લીધો હતો લગ્ન કરવા માટે...! બિચારી રેખા...!! નંદુને ન ઓળખી શકી...!! હું પણ ક્યાં ઓળખી શક્યો હતો...નંદુ રામાણીને...?? ઉષ્માને અને મને ખુદને...?? એના વિવાહમાં હાજરી આપવા અમને ઇન્વીટેશન આપવાી નંદુ આવ્યો હતો. આમ તો એ રેખા સાથે જ આવવાનો હતો. પણ રેખા એલએ ગઇ હતે અને એની ફલાઇટ કેંસલ થતા બીજે દિવસે આવવાની હતી એટલે એ સાંજે એકલો જ આવ્યો.

‘ગુડ ન્યુઝ...વેરી ગુડ ન્યુઝ...!! આઇ એમ વેરી હેપ્પી આફ્ટર એ લોંગ ટાઇમ...!!’ નંદુને ભેટી પડતા હું બોલ્યો, ‘બસ, એકવાર તું મંડાઇ જા...! કેમ ઉષ્મા ડાર્લિંગ....?? હવે તો તારી બરાબર કંપની જામશે...!! રેખા રામાણી સાથે...! શી ઇસ સો લકી ટુ ગેટ નંદુ...!! આ જ વાત પર સેલિબ્રેશન થઇ જાય....! એક-દો જામ; રેખા રામાણી કે નામ...!! નંદુ રામાણી કે નામ...!!’ બાર પાસે જઇ ચિવાશની બોટલ લેતાં કહ્યું.

‘નો...નો...!! મારે હજુ...’

‘હોય...કંઇ...?! ‘બાર પાસેની હાઇ પેર મેં નંદુને બળપૂર્વક બેસાડ્યો, ‘ઉષ્મા, પ્લિસ બ્રિંગ ધ આઇસ...! મંચિગસ્‌...! સમ કેશ્યુસ્‌...!! ચિઝ...!!’ ત્રણ ગ્લાસમાં વ્હિસ્કીનું સુવર્ણ પ્રવાહી ભરતાં કહ્યું, ‘આજે ઘણા દિવસ પછી... આફ્ટર અ લોં...ગ ટાઇમ...ઉષ્મા પણ આપણને કંપની આપશે...કેમ ખરુંને ઉષ્મા...?!’

લાઇફ મિક્ષ્ચરવાળી ચિવાસના મેં ત્રણ લાર્જ પેગ બનાવ્યા..

‘ઉષ્મા, તું પેપ્સી સાથે ટ્રાય કર...!’ ગ્લાસમાં ટીનમાંથી પેપ્સી ભરી ઉષ્માને ગ્લાસ આપતા મેં કહ્યું. ‘હું તો ઓન ધ રોક્સ જ લઇશ...’ મારા જામને બરફના ક્યુબથી ભરી દીધો, ‘અ...ને...વરરાજા...!! તમે તો દર વખતની માફક નીટ જ લેશો બરાબરને...?!’ નંદુને મેં એનો જામ પકડાવી દીધો....

‘ચિ...ય...ર્સ....!!’ મેં અને ઉષ્માએ અમારા જામ નંદુના જામ સાથે ટકરાવ્યા એનો રણકાર રૂમમાં ફરી વળ્યો..! રવિની તસવીર પર મેં એક ઉડતી તરફ નજર કરી... અને અમે ત્રણેએ લાઇફ મિક્ષ્ચર પીવાની શરૂઆત કરી...!!

(સમાપ્ત)

સવા શેર માટી

તૃષ્ણાએ એની નવી કાર ‘ડિઝાયર’નું ગિયર બદલ્યું. ‘ડિઝાયરક’ આવ્યાને ત્રણ જ દિવસ થયા હતા. તિમિરનો આગ્રહ હતો કે તૃષ્ણાએ હવે ‘જિઝાયર’માં જ ફરવું. તિમિરને તો એની જુની ‘ઝેન’ જ અનુકુળ આવતી.

તૃષ્ણાનો નિત્યક્રમ હતો સાંજે પાર્થ રિસોર્ટના સ્વિમીંગપુલમાં અડધો-પોણો કલાક સ્વિમીંગ કરવું. અને પછી રમીની થોડી બાજી કે ટેનિસના સેટ રમવા.

નવસારીના દુધિયા તળાવના વળાંક પાસે તૃષ્ણાએ કાર ધીમી કરી. આમેય આજકાલ ટ્રાફિક ઘણો જ વધી ગયો હતો. બહુ સાચવીને ડ્રાઇવિંગ કરવું પડતું હતું. વિંડસ્ક્રિનમાંથી એની નજર દુધિયા તળાવની પાળ પર કતારબંધ ગોઠવેલ નયનરમ્ય મૂર્તિઓ પર પડી. માટીમાંથી બનાવેલ જાતજાતની આકર્ષક મૂર્તિઓ પાળ પર ગોઠવેલ હતી.

-ગઇકાલે તો અહિં કંઇ ન્હોતું... વિચારી તૃષ્ણાએ કારને પાળની સહેજ નજીક લીધી, ઊભી રાખી, બારીનો કાચ ઉતારી કારમાંથી જ મૂર્તિઓ નિહાળવા લાગી. ચોમાસામાં પડેલ સારા વરસાદને કારણે તળાવ છલકાય રહ્યું હતું. પવનને કારણે એની જળરાશીમાં ધીમી ધીમી લહેરો ઊઠતી હતી અને શમી જતી હતી. તૃષ્ણાના મનની માફક જ સ્તો...! છેલ્લા કેટલાંય સમયથી એનું ડહોળાઇ ગયું હતું. એક ટીસ ઊઠતી હતી મનમાં...એક ડિઝાયર...!! ગાડી શરૂ કરતા એનાથી મ્લાન હસાય ગયું...

-ડિઝાયર એટલે શું...?! ‘ડિઝાયર’તો એના હાથમાં હતી...!!

-ના...!! એ તો એક રમકડું હતી એની કાર...!!

-એની ડિઝાયર તો અલગ હતી...

-એક અભિલાષા હતી કે જે એ કદી ય પુરી થવાની ન્હોતી... એક અમર મનીષા...!! જે એ કદી ય પુરી શકવાની ન્હોતી...!! એક વાંછના જે અધૂરી રહેવા માટે જ સર્જાઇ હતી...!!

-ઓહ...! શા માટે મારે આમ વિચારવું જોઇએ...?! એક મોટરસાયકલ સવારને બચાવતા એણે હોર્ન માર્યોઃ લોકોમાં ટ્રાફિક સેન્સ ક્યારે આવશે...?! એના વિચારનો પણ ગિયર બદલાયો...

-તૃષ્ણા...! તૃષ્ણા શાહ...! ચારેય વરસના મનોહર પ્રણય બાદ એનો અને તિમિરનો સુનહરો સંબંધ પ્રેમલગ્નમાં પરાવર્તિત થયો હતો. તિમિર અને એ કોમર્સ કૉલેજમાં સાથે ભણતા હતા. તિમિર સ્કોર હતો. ભણવામાં સદા અગ્રેસર...! જ્યારે તૃષ્ણા અભ્યાસમાં ઠીક ઠીક પણ ઉતર પ્રવૃત્તિ... વક્તૃત્વ...અભિનય..

.સામાજિક સેવાકાર્યોમાંં સદા અગ્રેસર...!! તિમિરનું ધ્યેય હતું ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાનું અને આજે એ હતો દક્ષિણ ગુજરાતમાં એક અવ્વલ નંબરનો ચાર્ટડ એકાઉન્ટન્ટ, ધીકતી પ્રેક્ટિસ હતી. લાખોની આવક હતી. લગ્ન થયા પછીના ચારેક વરસ તો ચાર પળની માફક સરકી ગયા હતા. પરંતુ, પછીથી એક એક પળ જાણે એક યુગ બની સમાન બની હતી....બનતી રહી હતી...!

-તૃષ્ણા...! એક તરસ....!!

તૃષ્ણાના વિચારો અટકતા ન્હોતા.

-શું નામ પાડ્યું ફોઇબાએ...?! તૃષ્ણા...!! એને એનું નામ બહુ જ ગમતું... પસંદ હતું...

-પણ હવે...?

-એક તરસનો દરિયો તરીને જીવન પાર કરવાનું હતું...! એવી તરસ કે જેનો કોઇ ઉપાય ન્હોતો...! એક તરસ ઉછેરીને એ જીવી રહી હતી....! પોતાના માતૃત્વની તરસ...!! સ્ત્રીત્વની તરસ...!!

‘આઇ એમ સોરી...!’ એક ઊંડો શ્વાસ લઇ ડો.કાપડિયા બોલ્યા હતા...ડો કાપડિયા ગાયનોકોલોજીસ્ટ હતા....સ્ત્રીરોગના નિષ્ણાત...!! તૃષ્ણાની માવજત ચાલતી હતી અને એના ટેસ્ટ, અલ્ટ્રાસાઉંડસ્‌, એમઆરઆઇ, વગેરેના સર્વ રિપોર્ટસ્‌-રિઝલ્ટસ્‌ આવી ગયા હતા.

‘આઇ એમ સોરી...’ બોલ્યા પછી ડોક્ટરે જે કંઇ ભારેખમ મેડિકલ ટર્મિનોલોજીમાં વાતો કરી એ શબ્દો જાણે તૃષ્ણાને સંભળાયા જ ન્હોતા...પણ એક વાતની પાક્કી સમજ પડી ગઇ કે એ કદી ય મા બની શકવાની ન્હોતી.

‘પ...ણ ડૉક્ટર...’ તિમિરે દલીલ કરી, ‘મેડિકલ સાયન્સ આટલું આગળ વધી ગયું છે. ઇન વિટ્રો...ટેસ્ટ ટ્યુબ બેબી...સેરોગેટ્‌સ મધર કોઇ પણ ટેકનિક તો હશેને....! આમ તે કંઇ...સા...વ...??’

‘સોરી...તિમિર...! સમટાઇમ સાયન્સ કેન નોટ હેલ્પ...! નો હોપ...! શી કેન નોટ બી એ મધર બાય હરસેલ્ફ...! શી હેસ...’

તૃષ્ણાને બન્ને હાથો વડે કાન ઢાંકી દેવાનું મન થઇ આવ્યું. આંખમાં આંસુનું ઝરણ આવીને જાણ અટકી ગયું. ડૉક્ટરની હાજરીમાં તો એ રડી ન શકી. પણ પછી ક્લિનિક પરથી ઘરે આવતા એ સતત રડતી રહી હતી. તિમિરે એને રડવા દીધી...! ક્યારેક અશ્રુનો જ સહારો કાફી હોય છે દુઃખના દરિયાને તરવા...! અને બસ ત્યારથી હસતા ચહેરે અંદર અંદર એ રડતી રહી હતી...!

તિમિરે ગણી જ શાંતિ રાખી સમજપુર્વક તૃષ્ણાને સાચવી લીધી. તૃષ્ણાને સંભાળી લીધી. છતાં ય તૃષ્ણા ક્યારેક બેચેન બની જતી. એક અધુરી ઓરત સમજવા લાગતી પોતાને ત્યારે એ ગમગીન બની જતી. હતાશાની એક ગર્તામાં ડૂબકી મારી જતી.

‘ડાર્લિંગ...! એ એક હકીકત છે. એમાં તારો કોઇ દોષ નથી. શું મારો પ્યાર કંઇ ઓછો છે તારા માટે....?? કદી ય નહિં, મારો અને તારો પ્યાર એક શાશ્ચત સત્ય છે. જો આપણે રાજી થઇ જે કંઇ છે એ સ્વીકારી લઇશું તો સુખી થશું...! બાળક, આપણું બાળક હોવું જ જોઇએ એવું કોણે કહ્યું...?!

હા, હોય તો સારું પણ નથી તો પણ શું થઇ ગયું...?!’ તિમિરે એને સમજાવતો. બહેલાવતો. બન્ને બે સપ્તાહ માટે સ્વિટ્‌ઝરલેન્ડના પ્રવાસે ઊપડી ગયા હતા. મૌન રહેતી તૃષ્ણા હસવાનો પ્રયત્ન કરતી પણ દિલ ખોલીને હસી શકતી ન્હોતી.

‘મેં શું ગુન્હો કરેલ કે મને આ સજા મળી...?’ રુદનને હ્ય્દયમાં દબાવી તૃષ્ણા બોલી ‘અ...ને મારે લીધે...આમ અધૂરાં બનીને જીવવાનું...?’

એના હોઠ પર હાથ મુકી એને ચુપ કરતા તિમિર બોલ્યો, ‘કોણે કહ્યું તું અધૂરી છે? તું તો અધુરી છે.’ તિમિરે એને એક પ્રગાઢ ચુંબન કરી રહ્યું, ‘તું જેવી છે તેવી મારી છે. તારા દિવ્ય પ્યારની આગળ બાળક હોવું ન હોવું કોઇઇ ફેર નથી પડતો. ઊલટું મને મારા પ્યારામાં પૂરો હિસ્સો મળશે!! હંડ્રેડ પરસેંટ લવ...! ટુ લવ...! બસ, આ વાત તું મનમાંથી કાઢી નાંખ. હું જાણું છું. ઘણું જ અઘરું છે. આમ બોલતા જેટલું સહેલું નથી. પણ પ્રયત્ન કર...! અને જો તને બાળક જોઇતું જ હોય તો વી કેન ઍડપ્ટ અ ચાઇલ્ડ...!’

‘ના...!તિમિર..! એડ્‌પ્ટશનની વાત ન કર...! મારે કોઇનું...અજાણ્યું બાળક દત્તક લઇને મારું નામ નથી આપવું. મારું મન એ નહિં માને.. ન જાણે કેમ..,પણ ના. કોઇ ત્રાહિતના બાળકને મારું-તારું નામ આપવા માટે મારો જીવ મને ના પાડે છે. આઇ ડોંટ નો વ્હાઇ બટ આઇ કેન નોટ ઍડપ્ટ ધ સ્ટ્રેંઇજ ચાઇલ્ડ...!

મને ભગવાને કદાચ સજા કરી છે... કદાચ, ક્યાંક એ જ નિરમાયું હશે મારા જીવનમાં પણ મારે લીધીે તું સંતાનવિહોણો રહે એ મને માફક ન આવે...! હું જાણે તને કોઇ સજા કરી રહી હોય એવું મને લાગે છે.

‘બ....સ...! પત્યું તારું....??!’ સહેજ ખિન્ન થઇ તિમિર બોલ્યો.

‘તું બીજા લગ્ન કરી લે...!’ એકી શ્વાસે તૃષ્ણા બોલી ગઇ.

‘લો બોલી પડ્યા... તું બીજા લગ્ન કરી લે...!’ તૃષ્ણાને ચાળા પાડતો હોય એમ તિમિર બોલ્યો, ‘કેટલી આસાનીથી તું બોલી ગઇ...?? બીજા લગ્ન કરી લે...! વ્હાઇ...?? એ જરા ગુસ્સે થઇ ગયો, ‘વ્હાઇ??? તૃષ્ણા, શું મારા પ્યારમાં તને કોઇ ઊણપ લાગે છે....?! વ્હાઇ...?! તૃષ્ણા વ્હાઇ...?!’

તૃષ્ણાએ તિમિરને પોતાના બાહોંમાં લઇ લીધો, ‘એવું નથી ડિયર....! તારા પ્યારના સહારે તો ગમે ેતેવું અધુરૂં જીવન ય મધુરું બની જાય...! મને માફ કર. મારો ઇરાદો તને કે તારા પ્યારને ઉતારી પાડવાનો જરાય નથી. પણ...’

‘પણ શું...?!’ તિમિરે તૃષ્ણાને ચુંબન કરતાં કહ્યું, ‘હવે જો આ વાત ફરી કરી છે ને તો જોઇ લેજે...!’

બસ એ દિવસ પછી તૃષ્ણા-તિમિરે પોતાના સંતાનવિહોણા જીવન માટે અજંપો કરવાનું ધીરે ધીરે ઓછું કરી દીધું. તિમિર તો આમે ય એના ક્લાયંટ્‌સને કારણે વ્યસ્ત રહેતો તૃષ્ણાએ પોતાની જાતને વિવિધ પ્રવૃત્તિઓમાં, ક્લબોમાં, સામાજિક સેવાઓમાં પ્રવૃત્ત કરી દીધી. આનંદમય રહેવાના દરેક નુસખા એણે અપનાવ્યા. લાયોનેસ ક્લબ, રોટરી ક્લબ વગેરેની એ સભ્ય બની ગઇ.

-પણ હાય રે સ્ત્રીત્વ...! દરેક સ્ત્રીના લોહીમાં સદાય વહેતા માતૃત્વના અમી ઝરણને એ કઇ રીતે, કેવી રીતે અલગ કરે એ?! એક શારડી એની ભીતર હંમેશ ચાલતી રહેતી જે એને કોરી રહી હતી.

બે-ત્રમ દિવસ બાદ સ્વિમીંગમાં જતા પહેલાં તૃષ્ણાએ એની કાર દુધિયા તળાવની પાળ નજદીક ઊભી રાખી. એ પેલી હારબંધ ગોઠવેલી માટીની મૂર્તિઓ પાસે ગઇ. સરસ માટીકામ કરેલ નયનરમ્ય કલાકૃતિઓ હતી. આવી કળા બહુ ઓછી જોવા મળતી હોય છે. મોટેભાગે એ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવેલ હતી. મૂર્તિઓથી થોડે દૂર વડના વિશાળ વૃક્ષ નીચે વાંસ, ઘાસ અને પ્લાસ્ટિક-પોલિથીલીનની મદદ વડે એક કામચલાઉ ઝૂંપડી બનાવવામાં આવેલ એમાં એ વણજારાનું કુટુંબ રહેતું હોય એમ તૃષ્ણાને લાગ્યું.

‘આઓ બુન...!’ મોટી ઘરાકીની આશાએ ઝૂંપડીમાંથી બહાર નીકળી વણજારણે તૃષ્ણાને ઉમળકાભેર આવકારી, આમ કરવામાં અડચણરૂપ એના ત્રણેક વરસના બાળકને એણે કેડેથી જમીન પર ઉતાર્યો.

‘આ નટરાજ પાંચ હોના...!! આ ગનપતિ બાપા ખાલી ચારહોના છે. ઇન્યાનની દેવી હો ચારહોની...!’ વણજારણ ઉત્સાહપૂર્વક વારાફરતી એક એક પ્રતિમાં ઊંચકી ઊંચકી તૃષ્ણા સામે ધરી એની કિંમત બોલતી હતી. પરંતુ તૃષ્ણાને કોઇ મૂર્તિ પસંદ ન આવી.

‘કેમ બુન...?’ વણજારણે આંખે આડો હાથ દઇ જિજ્ઞાસાથી પૂચ્છ્યું, ‘કંઇ બી ની ગયમું?’

તૃષ્ણા મૌન રહી. મૂર્તિ પરથી ફરતી ફરતી એની નજર વણજારણના બાળક પર પડી. તગડું ગોળ-મટોળ બાળક જમીન પર બેસી માટી ખાઇ રહ્યું હતું.

‘મા...આ...રા...રોયા..માટી ખાય સે...!’ વણજારણે દોડીને બાળકને તેડી લીધું, ‘માટી ખાય સે...મુઓ તો...!’ બાળકના મ્હોમાં આંગળાં નાંખી એ માટી કાઢવા લાગી. બાળક મોટેથી ભેંકડો તાણી રડવા લાગ્યું. બાળકના રુદનને સાંભળતા જ એક હલચલ મચી ગઇ તૃષ્ણાના મનમાં...! છાતીમાં જાણે એક ટીસ ઊઠી આવી...! એક ન સમજાય એવો વલોપાત થઇ આવ્યો એના મનમાં...

ઝડપથી ચાલીનેે તૃષ્ણા કરામાં બેસી ગઇ અને પુરપાટ દોડાવી મૂકી.

-ઓહ...!

તૃષ્ણાનો રોજનો રસ્તો હતો. દુધિયા તળાવના એ વળાંક પાસે એની કાર સહજ ધીમી થઇ જતી. એની નજર પાળ પર ફરી વળતી. હજુ ય મૂર્તિયો ગોઠવેલ હતી. હા, એની સંખ્યામાં વધારો-ઘટાડો થતો રહેતો હતો. ચારેક દિવસ બાદ ફરી તૃષ્ણા એ મૂર્તિઓ નિહાળવા માટે એની કારમાંથી ઊતરી. આજે તો એકાદ મૂર્તિ લેવી એવો એણે મનોમન નિર્ણય કર્યો હતો. વણજારણ એને ઓળખી ગઇ. દોડીને આવી. પણ આ વખતે એ કંઇ ન બોલી. નિર્લેપભાવે તૃષ્ણા મૂર્તિઓને જોવા લાગી. પણ એની નજર તો વણજારણના પેલા બાળકને શોધતી હતી.

‘આ બધી મૂર્તિઓ તમે જાતે બનાવો...?!’ તૃષ્ણાએ વાતની શરૂઆત કરતાં કહ્યું.

‘હો...તો...! મારો મરદ બનાવે, હું રંગ લગાવું. અમે તો બુન ગામે ગામ જઇએ...! હુરતમાં પણ...બાઇ એની વાળીઓ...કપાળ પર ગાલ પર નાના-મોટાં છૂંદાવેલ છૂંદણાઓ...તૃષ્ણાની નજર વણજારણના પેટ પર પડી. એના ઉદરમાં પણ એક મૂર્તિ ઘડાઇ રહી હતી. જીવંત મૂર્તિ...! ફાટેલ સાડલા વડે વણજારણે પેટ ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો.

તૃષ્ણાના ચહેરા પર એક મ્લાન સ્મિત ફરી વળ્યું.

‘મને જેવી જોઇએ એવી મૂર્તિ આમાં નથી!!’ સન ગ્લાસિસ પહેરતાં તૃષ્ણા બોલી.

વણજારણ સહેજે નિરાશ થઇ ગઇ, ‘તમુને કેવી જોઇએ સે...??’ કંઇક આશા સાથે એણે કહ્યું, ‘મારો મરદ ઘડી દેહે.’ કામચલાઉ બાંધેલ ઝુંપડીમાંથી વણજારણનો છોકરો ડગુ-મગુ ચાલતો બહાર આવ્યો અને વણજારણના સાડલાનો છેડો પકડીને ઊભો રહેવા ગયો પણ પડી ગયો એટલે વણજારણે એને કેડે તેડી લીધો.

‘મને જોઇએ એવી તારો હસબન્ડ...આઇ મીન તારો ધણી ઘડી દેશે...?!’ બાળકને નિહાળતા જ તૃષ્ણાની નજર એના પરથી હટતી ન્હોતી. બાળક પણ એની માના સાડલાનો છેડો મ્હોંમાં નાંખી ચાવતા ચાવતા તૃષ્ણાને જોઇ રહ્યો હતો.

‘હો...વ્વે...! એના આંગળાંમાં તો જાદુ સે...જાદુ...!’ ગૌરવપુર્વક વણજારણ બોલી.

‘...તો પછી મને તારા આ છોકરા જેવી મૂર્તિ ઘડી દે....!!’ તૃષ્ણાથી અનાયાસ બોલાય ગયું. એ પણ એની આ માગણીએ કારણે સહજ ચમકી ગઇ.

‘હારૂ....! એના જેવી જ અદ્દલ મૂૂર્તિ ઘડી દેહે...! પણ બુન...’ અચકાતા અચકાતા વણજારણ બોલી, ‘પૈહા જાજા થહે...! એનું બીબું નથીને...?!’

‘પૈસાની તું ફિકર ના કર...!’ પાકીટમાંથી સો સોની દશ નોટ કાઢી તૃષ્ણાએ વણજારણ તરફ ધરતાં કહાં ‘આ લે..., હમણાં રાખ!! હજાર છે. બીજા મૂર્તિ બની જાય પછી આપીશ. મને ગમવી જોઇએ...! તારો આ ટેણિયો ઘૂંટણિયા કરોત હોય એવી મૂર્તિ ઘડવા કેહેજે તારા હસબંડને...!! આઇ મીન તારા મરદને..!!’

પૈસા લેતા વણજારણ બોલી, ‘ઇમાં તમારે કેવું નો પડે. અદ્દલ આના જેવી જ ઘડી દેહે!’ ધંધો થવાથી વણજારણના મ્હોં પર તેજ છવાયું હોય એમ લાગ્યું તૃષ્ણાને, ‘પાંચ છ દાડા પછી બુન તમે મારા આ બબલા જેવી જ મુરતિ લઇ જજો...!’

એક સપ્દતાહ પછી એક સાંજે તૃષ્ણા દુધિયા તળાવ પરથી પસાર થતી હતી ત્યારે એનીનજર રોજની જેમ તળાવની પાળ પર ફરી વળી. એ ચમકી ગઇ...! વણાજારાનું પેલું પરિવાર...પેલી તૂટેલ-ફૂટલે ઝૂંપડી...પેલી કતારબંધ આકર્ષક મૂર્તિઓ...કંઇ જ ન્હોતું ત્યાં...! ખાલી-ખમ....! ક્યાં ગયા ગયા એઓ રાતોરાત....??! છેતરાવાની લાગણી થઇ આવી એને...! એણે સહેજ ગુસ્સાથી તળાવની પાર પાસે કાર ઊભી રાખી એ કારની બહાર નીકળી.

એણે જોયું તો સહેજ દૂર એક મૂર્તિ જેવું ગોઠવેલ કંઇક લાગતુંં હતું. એ વણજારણના છોકરાની મૂર્તિ હતી. એ એની નજીક ગઇ. એણે કહેલ તેવી જ અદ્દલ!! પરંતુ, ક્યાંય કોઇ દેખાતું ન્હોતું! નો તો બોલકી વણજારણ...! ન બાળક...! ન મૂર્તિઓ...!

તળાવના રોડની સામે પાર વિસ્તરેલી ઝુંપડપટ્ટીમાંથી એક સ્ત્રીને બહાર નીકળતી રોડ ક્રોસ કરી તૃષ્ણા સ્ત્રી પાસે ગઇ અને પૂછ્યું, ‘આ મૂર્તિઓ બનાવવાવાળા ક્યાં ગયા...?!’

‘અ...રે...! શું વાત કરૂં બેન...?!તમને ખબર નથી??’ પેલી સ્ત્રીએ વિસ્મયથી કહ્યું, ‘આજે સવારે જ એમનો અઢી-ત્રણ વરસનો છોકરો આ તળાવના પાણીમાં ડુબી ગયો એટલે એ લોકો જતા રહ્યા....! એ ઔરત શું છાતી ફાડીને રડતી હતી બેન...!! કોણ જાણે આ તળાવ કેટલાનો ભોગ લેશે..?!’

સ્તબ્ધ થઇ ગઇ તૃષ્ણા...!!

સાવ અવાક્‌...!!

તળાવની પાળ પર પડેલ સવા શેર માટીની એ બાળમૂર્તિ જાણે એને પોકારી રહી હતી...!

લગભગ દોડતી એ કારમાં બેસી ગઇ. સ્ટિયરીંગ પર માથું મૂકી એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી... રડતી જ રહી... રડતી જ રહી... રડતી જ રહી...

(સમાપ્ત)

મોસમ બદલાય છે...

સાંજે કામ પરથી આવી ડ્રાઇવ વેમાં કાર પાર્ક કરી બહાર નીકળી માનસીએ કારનું રિમોટ દબાવ્યું. હળવા ‘બીપ’ના અવાજ સાથે કાર લોક થઇ. ઘરનો દરવાજો ખોલી એ એના ઘરમાં દાખલ થઇ. હવે થાક લાગતો હતો. કામનો... જિંદગીનો... એકલતાનો...થાક...!!

કિચેઇન હોલ્ડર પર ચાવી લટકાવતા દીવાલ પર લટકતી આકાશની તસવીર પર એનાથી અનાયાસ જ એક નજર નંખાય ગઇ.

શું કામ આવ્યો તું આમ મારી તકદીરમાં?

કેમ હવે પુરાઇ ગયો આમ આ તસવીરમાં??

એનાથી એક ભારેખમ નિસાસો નંખ્યા ગયો...તસવીરમાં હસતો આકાશ તે કંઇ બોલે...!?

કોફી મશીન ચાલુ કરી કિચનની બારીમાંથી એણે બેક યાર્ડમાં એક નજર કરી. બેક યાર્ડમાં તપ કરી રહેલ મૅપલ વૃક્ષોના પર્ણો હવે રંગબેરંગી બની રહ્યા હતા. વૃક્ષોએ ભગવા પહેરવાની શરૂઆત કરી દીધી હતી!! ઓક્ટોબર મહિનો શરૂ થઇ ગયો હતો અને પાનખરની શરૂઆત થઇ ગઇ હતી.

-આ ઋતુઓ ફણ કેટલી રંગીન હોય છે...! પાનખર પછી આવે વસંત...!

-એના જીવનમાં ય છવાઇ હતી એક વાર વસંત અને હવે તો બસ રહી ગઇ છે પાનખર આમ અનંત...!!

કોફીનો મોટો કપ ભરી બેકયાર્ડમાં ડેક પર ગોઠવેલ હીંચકા પર બેસી કપ બરાબર પકડી માનસીએ હીંચકાને એક હળવો હડસેલો આપ્યો અને હીંચકો હળવે હળવે ઝૂલવા લાગ્યો. શુક્રવારનો સૂરજ પણ પુરા દિવસની દડમજલ પછી થાકીને પશ્ચિમાકાશે ધીરે ધીરે ઢળી રહ્યો હતો. હવામાં ઠંડક હતી. કડવી કોફીનો એક ધૂંટ પીવાથી માનસીના શરીરમાં સહેજ તાજગી આવી.

-ક્યાં સુધી જીવવી પડશે આવી જિંદગી!?

પવનની એક લહેર આવતા કેસરી રંગના પર્ણો ખર્ચા અને એને હવામાં તરતા તરતા જમીન પર પડતા માનસી નિહાળી રહી. આ જ પર્ણોની માફક એ પણ ઊડીને આવી હતી અહિં ન્યુ જર્સી... વાયરો એવો વાયો હતો કે છેક નવસારીથી સીધી ન્યુ જર્સી સુધી ઉડાવી લાવ્યો હતો એને.

નવસારી...નવલું નવસારી...એનું વતન...એનું જન્મસ્થળ...!! જેનાથી એ કદી ય વિખૂટી પડી નહોતી...પડી શકવાની નહોતી. માનસીએ હીંચકાને ફરી હડસેલ્યો અને ત્રણેક દાયકાનો ધક્કો લાગ્યો એના મનને પણ... એ પહોંચી ગઇ નવસારી...

‘ક્વાઇટ પ્લીસ...’ બી પી બારિયા સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડો. ઉપાધ્યાય એસ.વાય. બીએસસીના ક્લાસને શાંત પાડવાની કોશિષ કરી રહ્યા હતા, ‘પ્લીસ લિસન...!! જુઓ... આવતા સોમવારે આપણે ખેતીવાડી કોલેજના પ્લાંટ પેથોલોજી ડિપાર્ટમેંટની વિઝિટ લેવાના છીએ...!’

‘ખેતીવાડી કોલેજ...?? બજરંગ કોલેજ...!? કેમ સર...!?’

‘જુઓ....’ પ્રો. ઉપાધ્યાયને વાત વાતમાં જુઓ બોલાવાની આદત હતી, ‘ત્યાં પ્લાંટ પેથોલોજી ડિપાર્ટમેન્ટનો દિલ્હી તરફથી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ભેટ મળેલ છે. એ જોવા માટે અને એના વિવિધ ઉપયોગો સમજવા માટે મેં ત્યાંના પ્રોફેસર જોશીની ખાસ મંજુરી લીધી છે. એવા માઇક્રોસ્કોપ આખા ગુજરાતમાં માત્ર બે-ત્રણ જ છે. અને જુઓ તમારા પ્રેક્ટિકલ્સ માટે આપણે જે માઇક્રોસ્કોપ વાપરી રહ્યા છે એના કરતા આ માઇક્રોસ્કોપ બે-ત્રણ જનરેશન આગળ છે.’

એસ.વાયમાં જ ભણતી માનસીને પણ ખેતીવાડી કોલેજ જોવાની ઘણા સમયથી ઇચ્છા હતી. નવસારીમાં જ ખેતીવાડી કોલેજ હતી. એની ખાસ બસ શહેરમાંથી પસાર થતી એ જોતી. એના મિત્ર વર્તુળમાં સહુ એને બજરંગ કોલેજ કહેતા કારણ કે, એમાં છોકરીઓને પ્રવેશ ન્હોતો...એકલા છોકરાઓ જ ભણતા હતા...!! ઘરે આવી એણે એના પપ્પા મનહરભાઇને વાત કરી. મનહરભાઇ સ્ટેટ બેંકમાં ઓફિસર હતા. એમણે જ આગ્રહ કરીને માનસીને સાયન્સ કોલેજમાં એડમિશન લેવડાવ્યું હતું.

‘દીદી મારાથી અવાય...?’ નાનો ભાઇ રસપુર્વક વાતો સાંભળતો હતો એ એકદમ બોલી પડ્યો.

‘મનિષ...., આ તો અમને કોલેજમાંથી લઇ જવાના છે. તું....?? તને કેવી રીતે લઇ જવાય...?! અમે બધા સીટી બસમાં જવાના છીએ...! તું પપ્પા સાથે જજે...!! પપ્પા તને લઇ જશે...!!’ માનસીએ મનહરભાઇ તરફ જોતાં કહ્યું. નવમીમા ભણતો મનિષ એની ટેવ મુજબ રિસાયને ઘરની બહાર નીકળી ગયો અને મનહરભાઇએ કહ્યું, ‘એને એ જ કોલેજમાં એડમિશન અપાવી દઇશું...!!’

‘હજુ તો એને એસ એસ સી પાસ તો થવા દો...’ માનસીની મમ્મી ગીતાબેને માનસી અને મનહરભાઇ તરફ નિહાળી કહ્યું....

એ સોમવાર આવી પહોંચ્યો.

પ્રો. ઉપાધ્યાયની આગેવાની હેઠળ વીસ વિદ્યાર્થીઓ એક ચાર રસ્તા પર નવા બંધાય રહેલ ખેતીવાડી કોલેજના મકાને પહોંચ્યા. વિશાળ જગ્યામાં પુરજોશમાં બાંધકામ ચાલી રહ્યું હતું. થોડી પુછપરછ બાદ એમને પેથોલોજી ડિપાર્ટમેન્ટની જગ્યા મળી.

એ વિભાગમાં બાંધકામ પુર્ણ થઇ ગયેલ હતું. નવી નક્કોર એરકન્ડિશન્ડ પ્લાંટ પેથોલોજીની સ્વચ્છ લેબોરેટરીમાં દાખલ થતા જ સહુ અચંબિત થઇ ગયા. જાણે કોઇ આંતરરાષ્ટ્રીય...કોઇ બીજા જ દેશની લેબમાં પહોંચી ગયા હોય એવું સહુએ અનુભવ્યું!!

‘વેલકમ...!! આ લેબમાં આપ સહુનું સ્વાગત છે.’ એક ઊંચા દેખાવડા યુવકે સહુને આવકારતા કહ્યું, ‘મારૂં નામ છે અમર...અમર ઓઝા...!! ડો. જોશીસાહેબ કોલેજના કામ અંગે આનંદ ગયા છે. પરંતુ, એમણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે આપની વિઝિટ અંગે મને વાત કરેલ છે. હું અહિં ડોક્ટરેટનું આઇ મીન પી એચડીની સ્ટડી કરું છું અને દિલ્હી જઇ મેં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની ટ્રેઇનિંગ લીધેલ છે...!!’

એક ખેચાણ હતું અમર ઓઝાની જબાનમાં...એક અજીબ આકર્ષણ હતું એના મોહક વ્યક્તિત્વમાં એક સંમોહન હતું એની કથ્થઇ રંગની ગહેરી આંખોમાં. માનસી તો બસ જોતી જ રહી ગઇ અમરને...!! આ હતી અમર સાથેની માનસીની પહેલી મુલાકાત...!! અમરે શું સમજાવ્યું...શું કહ્યું...માઇક્રોસ્કોપ વિશે એ માનસીને કંઇ જ યાદ ન રહ્યું... એ તો બસ જોતી જ રહી...અમરને!! એની દરેક અદાઓને...! એના વ્યક્તિત્વને મહેસુસ કરતી રહી માનસી...એને તો ફક્ત યાદ રહી ગયો અમર...!!

ખેતીવાડી કોલેજ પરથી ઘરે આવતા એની સખી અવનિ એની ટેવ મુજબ જાતજાતની વાતો કરતી રહી. એસવાયના એ ક્લાસમાં બે જે છોકરીઓ હતી...માનસી અને અવનિ...! બન્ને વચ્ચે સારી નિકટા હતી. પરંતુ અવનિ શી વાતો કરી રહી છે એમાં માનસીનું કોઇ જ ધ્યાન ન હતું. ઘરે આવી એ એના રૂમમાં ગઇ.

મનગમતી કોઇ અનોખી જ બેચેની થઇ રહી હતી એને. ઠંડા પાણીથી મ્હોં ધોઇ એણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. ઉપાધ્યાય સરે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશે ત્રીસ માર્કનું એમાઇનમેન્ટ આપ્યું હતું એ લખી નાંખવાના ઇરાદા સાથે નોટ ખોલીને એ બેઠી...!

પણ ક્યાંથી શરૂઆત કરવી કંઇ સમજ પડતી ન્હોતી. ખુલ્લી નોટના સફેદ પાનાઓ તરફ એ થોડી ક્ષણ તાકતી રહી...પેન ઉપાડી થોડી વાર બાદ એણે એક શબ્દ લખ્યો...અમર...! અમર ઓઝા...! બસ, અમરનું નામ એ ચિતરતી રહી...! એની જાણ બહાર કેટલી ય વાર એ નામ એ પાનાઓ પર લખાતું રહ્યું...!! એની મનની કોરી પાટી પર કોતરાયેલ એ નામ સીધે સીદું નોટના નિર્જીવ પાનાઓ પર ઉતરીને જાણે એ પાનાઓને સજીવ કરી રહ્યું હતું!!

અમર...અમર...અમર...

આખી રાત તડપતી રહી માનસી...! આંખો મિંચાય ને અમરનો રૂપાળો ચહેરો દેખાય...! એ વિચારતી રહી...! મનોમન અમર સાથે વાતો કરતી રહી. ઊંઘમાંથી ય ઝબકીને એ બે-ત્રણ વાર જાગી ગઇ! જાણે કોઇ એના વાળમાં હાથ પસવારી રહ્યું ન હોય...એના રેશમી વાળો સાથે કોઇ રમત રમી રહ્યું હોયું એવું લાગ્યુંં એને...! એના પરવાળા જેવા મૃદુ હોઠો પર ધીરે ધીરે આંગળી ફેરવી રહ્યું હોય એવું મહેસૂસ કર્યું માનસીએ...!!

પણ ના કોઇ ન્હોતું...!! હસીને એણે તકિયામાં મ્હોં છુપાવી દીધું...! ત્રૂટક ત્રૂટક ઊંઘ આવેલ હોવા છતાં સવારે ઉઠી ત્યારે એણે અદમ્ય તાજગી અનુભવી. એક એવી તાજગી કે જે એણે કદી ય અનુભવી નહોતી...! પ્રેમની તાજગી...!! નોટ ખોલી એણે લખ્યુંઃ જેને એક વાર મળ્યા પછી કેમ વારે વારે આવ્યા કરે એના જ વિચાર. શું એને જ તો અમસ્તા આ લોકો નથી કહેતાને પ્યાર ?

હા, અમર સાથે પ્યાર થઇ ગયો હતો એને...પ્રથમ દષ્ટિએ થતો પ્યાર...! એવો પ્યાર કે જેનો કોઇ પર્યાય ન્હોતો...! એને એ પણ વિચારે ય ન્હોતા આવતા કે અમર કોણ છે...? ક્યાંનો છે...? એકલો હશે કે પછી એ પણ કોઇ સાથે પ્યાર કરતો હશે...? એને અપનાવશે કે નહિ...!? પરંતુ, એને અંદર અંદર ખાતરી હતી કે અમર એના માટે જ સર્જાયો છે...! ફક્ત માનસી માટે...!!

‘મ...મ્મી...’ ગીતાબેનને ગળે લાડથી વળગતા માનસી બોલી, ‘હું લ્યુના લઇ જાઉં અઆજે કોલેજ...!? માટે બપોરે એકસ્ટ્રા પ્રેક્ટિકલ્સ છે...ને સાંજે કદાચ મોડું પણ થઇ જાય...’ આમ તો ઘરેથી એ ક્યારેક ચાલતી કે ક્યારેક સાયકલ પર કોલેજ જતી. એના પપ્પા મનહરભાઇ એના માટે નવું મૉપેડ લ્યુના લાવ્યા હતા. પરંતુ એ બહુ ઓછું ચલાવતી.

‘આજે...!? આજે તો તારે પ્રેક્ટિકલ્સ નથી !!’ ગીતાબેનને માનસીનું ટાઇમ ટેબલ બરાબર યાદ હતું.

‘કહ્યું...?! થૂંક ગળીને માનસી બોલી... ‘એક્સ્ટ્રા પ્રેક્ટિકલ્સ છે...!’ પછી એણે વિચાર્યુંઃ પ્યારમાં માણસ કેટલી આસાનીથી જૂઠું બોલતા શીખી જાય છે!! શ્વાસ લઇ એ બોલી, ‘મમ્મી પ્લી...ઇ...સ...! પપ્પા મારા માટે જ તો લ્યુના લાવ્યા છે ને...!?’

‘સા...રું...!! બાપા... લઇ જજે...! આ તારા પપ્પાને કેટલી ય ના પાડી હતી...તો ય ન માન્યા...સાચવીને ચલાવજે...! આજકાલ ટ્રાફિક વધી ગયો છે.’

‘થેંક્યુ મ...મ્મી....!’

‘રિઝર્વમાં તો નથીને...!? પેટ્રોલ જોઇ લેજે...! અને આ લે..’ પચાસ રૂપિયા આપતા ગીતાબેને કહ્યું, ‘ન હોય કે ઓછું હોય તો પુરાવી લેજે...રસ્તામાં તકલીફ ન પડે...!’

પછી તો એ લ્યુના અશાબાગથી સીધું ઉપડ્યું હતું બી પી બારિયા સાયન્સ કોલેજ જવાને બદલે એરૂ ચાર રસ્તે! એગ્રિકલ્ચર કોલેજ પર...! ગઇકાલે જ એ આવેલ એટલે એને અમરની લેબની જગ્યા બરાબર યાદ રહી ગઇ હતી. દિલ ધક ધક ધડકતું હતું...

-શું કહેશે એ અમરને...!? એ તો એણે કંઇક વિચાર્યું જ ન્હોતું.

-આ રીતે આમ સાવ અચાનક અહિં આવીને એણે કોઇ તો ભૂલ તો નથી કરી નાંખીને...?? અમરની લેબ તરફ જતા એ સતત વિચારતી હતી.

-એને એકાએક જોઇને શું હશે અમરના પ્રતિભાવ...!!

લેબની બહાર એ થોડી વાર અટકીઃ જાઉં કે ન જાઉં...!?

અંદરથી જાણે એક ધક્કો આવ્યો અને એ સીધી લેબમાં દાખલ થઇ જ ગઇ. એની પાછળ ઑટમૅટિક બંધ થતો દરવાજો બંધ થઇ ગયો...’

‘ત...મે...!?’ લેબમાં ફ્લાસ્ક વગેરે ગ્લાસવેર સાફ કરતો લેબબોય એને નિહાળી ચમક્યો, ‘કોનું કામ છે બેન...!?’

‘અમર...અમર ઓઝાનું...!’ એ ઝડપથી બોલી ગઇ... ‘છે...??’

‘અમરભાઇ તો આજે નથી આવવાના...! કાલે રાત્રે મોડે સુધી કામ કરેલ...અને એમની ફાયનલ એકઝામ આવે છે એટલે કહી ગયા છે કે વાંચવાનું છે...!! તમે કોણ...!?’

‘...તો એ આજે નહિં જ આવે...!?’ માનસીએ નિરાશ થઇને ફરી ખાતરી કરી.

‘ના...!’

માનસી મૌન થઇ ગઇ. શું કરવું એને કંઇ સમજ ન પડી. બસ, એક વાર અમરને મળવું જરૂરી હતું...! એક વાર...! હતાશ થઇ એ લેબની બહાર નીકળી ગઇ. એની આંખ ભીની થઇ ગઇ.

-શું કામ આજે અમર ન આવ્યો...!? આજે તો એણે આવવું જ જોઇતું હતું...! કેટલી આશાઓ સાથે, અરમાનો સાથે એ અહિં આવી હતી...! કેમ ન આવ્યો આજે...!? ના, મારે મળવું જ છે એ વાર એને... પછી ભલે ને... એ આગળ વિચારી ન શકી... એને મળવા પહેલાં શા માટે આગળ વિચારવું જોઇએ...!?

સહેજ વિચાર કરીને એ ફરિ લેબમાં ગઇ, ‘ક્યાં મળશે એ...!? મારે એમનું ખાસ કામ છે...!?

‘અમરભાઇ તો હોસ્ટેલ પર હોવા જોઇએ...! પણ એમનું કંઇ કહેવાય નહિ...!’

‘હોસ્ટેલ અહિં કેમ્પસ પર જ છે...?’

‘ના...! એ તો દરજીવાડી...! આશાનગર નવસારી...!’

‘દરજીવાડી ?? આશાનગર...?? ત્યાં તો લગ્ન થાય ત્યાં...!!’ માનસીને આશ્ચર્ય થયું.

‘અહિં હોસ્ટેલનું મકાન બંધાય રહ્યું છે એટલે બધા પીજી વિદ્યાર્થીઓ ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી છે! ત્યાં કંઇ છાત્રાલય છે. એમાં રૂમ નંબર ન...વ...’ કંઇ યાદ કરીને એ લેબબોય બોલ્યો... ‘હા...નવ નંબર અમરભાઇનો રૂમ છે...!’

-શું કરવું...?? લેબની બહાર નીકળી માનસી વિચારવા લાગી. એણે ઘડિયાળમાં જોયું. દશ વાગવાની તૈયારી હતી.

-કોઇ અજાણ્યાની હોસ્ટેલ પર એમ જવાય...??

-અમર ક્યાં અજાણ્યો છે...?? એણે લ્યુનાની કિક મારી. એક જ કિકે સ્ટાર્ટ થઇ જતા લ્યુનાને એકથી વધુ કિક મારવી પડી.

-આજે અમરને નહિ મળાય તો કદી ય ન મળાય...!

-અને જુઓ તો ખરા એ તો સાવ નજદીક જ રહે છે.

લ્યુના જાણે આપોઆપ જ અમરની હોસ્ટેલ તરફ એને લઇ ગયું. માનસીને લાગ્યું કે, એનો એના મન પર કોઇ કાબુ રહ્યો ન્હોતો... શા માટે?? શા માટે...??

દરજી છાત્રાલયના એ કમ્પાઉન્ડમાં એણે લ્યુનાને પાર્ક કર્યું. એ મકાનમાં એ સમયે કોઇ ખાસ ચહલ પહલ ન્હોતી કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજ ગયા હતા. છાત્રાલયના એ વિશાળ મકાનમાં માનસી દાખલ થઇ. કોઇએ એને રોકી નહિ! મકાનમાં બે હારમાં કતારબંધ ઓરડાઓ હતા. ઘણી વખત આ મકાનની પાસેથી એ પસાર થઇ હતી પણ કદીય અંદર જવાનો પ્રસંગ બન્યો ન્હોતો. બંધ રૂમના દરવાજા પર રૂમ નંબરો લખ્યા હતા એ એણે વાંચ્યા માંડ્યા...૫...૬...૭...૮.... અને ૯...! મકાનના ખુણાના નવ નંબરની રૂમ સામે આવીને એ ઉભી રહી ગઇ. અંદરથી બંધ હતો એ રૂમ...! ધીમા અવાજે અંદર વાગતા શરણાઇ કે એવા કોઇ વાંજિત્રનો મંદ અવાજ બહાર આવી રહ્યો હતો.

-તો એ અંદર જ છે...! વિચારી માનસીએ દરવાજે હળવેથી બે-ત્રણ ટકોરા માર્યા...!

‘ખુલ્લો જ છે...!!આવી જાઓ...!!’ અંદરથી અમરનો સંમોહક અવાજ આવ્યો...

માનસીએ હળવેકથી દરવાજો ખોલ્યો...

બારણા તરફ પીઠ રાખીને ટેબલની સામે ખુરશી પર બેઠેલો અમર એ જ સમયે બારણા તરફ ફર્યો અને માનસીને નિહાળી સહેજ ચમક્યો, ‘ત...મે...!?’

માનસી હજુ દરવાજામાં જ અસંમજસ ઉભી હતી.

ઝડપથી ઉભા થઇ અમરે શર્ટ પહેરી એના સ્નાયુબધ્ધ શરીરને ઢાંક્યું...

માનસીનું દિલ ધડક ધડક થતું હતું. સામે જ અમર ઉભો હતો. પરંતુ એને નિહાળી એ જાણે સાવ શૂન્યમનસ્ક થઇ ગઇ...!!

‘હા...!!’ ઊંડો શ્વાસ છાતીમાં ભરી એ બોલી, ‘હું...’ પણ એને જાણે કે શબ્દો મળતા નહોતા.

‘આ...વો...! માનસી દેસાઇ...!!’ એની એકદમ નજદીક આવી અમરે એનો જમણો હાથ પકડી એને દોરી અને હળવેકથી ખુરશી પર બેસાડી.

માનસીએ રૂમમાં એક નજર દોડાવી. ક્યાંક સળગી રહેલ સુખડની અગરબત્તીથી રૂમ મહેકતો હતો. દીવાલ પર ભગવાન શ્રીકૃષ્ણનીકલાત્મક છબી લટકી રહી હતી. સાફસુથરા એ રૂમમાં વેરવિખેર પુસ્તકો પડ્યા હતા. અમર એને એકધારી નજરે નિહાળી રહ્યો હતો...!

‘સોરી...!’

‘કંઇ પણ ન કહો...!’ સાવ ધીરેથી અમર બોલ્યો... ‘કંઇ જ નહિ...! બસ, આજ આપણા મૌનને બોલવા દો...! એ મૌનને સાંભળવા દો...!!’ માનસીના હાથના બે પંજાઓ પ્રીતીથી પકડી ખુરસીની સાવ પાસે ફરસ પર અમર બેસી પડ્યો...!

બન્ને વચ્ચે એક તારામૈત્રક રચાયું...! સાચે જ કહેવાય છે કે મૌન એ પ્યારની પરિભાષા છે. કેસેટ પર બિસ્મિલાખાં સાહેબનો માલકોશ ગુંજી રહ્યો હતો...! બન્ને યુવાન હૈયાઓએ મહેસુસ કર્યું કે ધરતી પર સ્વર્ગ છે તો બસ અહિં જ છે. અહિં જ છે. અહિં જ છે...!!

એટલામાં કેસેટ પુરી થઇ. ઓટો સ્ટોપ થતું કેસેટ પ્લેયર ‘ખટાક’ના અવાજ સાથે બંધ થયું એ સ્વર્ગમાંથી એ બે હૈયા ફરી ધરતી પર આવ્યા.

હળવેકથી માનસીએ એનો હાથ છોડાવ્યો. હવે શરમના શેરડાએ માનસીના સુંદર ચહેરાને રક્તવર્ણો કરી દીધો...! સ્ત્રીસહજ લજ્જાથી એના મૃગનયની નયનો ઢળ્યા. જમણા પગના અંગુઠાથી એ ફરસ કોતરવા લાગી.

‘મને ખાતરી હતી કે તમો જરૂરથી આવશો...!’ ફરસ પરથી ઉભા થઇ અમર પલંગ પર બેઠો, ‘તમને મળવાની મને પણ એટલી ઉત્સુકતા હતી કે આજે સવારે હું તમને મળવા તમારી સાયન્સ કોલેજ પર પણ ગયો હતો!! પરંતુ તમે મને ન્હોતા આવ્યા. અને મને તમારા ઘરનું સરનામું ખબર ન્હોતું.!!’

‘સા...ચ્ચે જ...!?’ માનસીને ય નવાઇ લાગી...! પણ તમને મારા નામની કેવી રીતે ખબર પડી...!?’

હસી પડતા અમર બોલ્યો... ‘પોતાની જનરલ પર કોઇ અન્યનું નામ થોડું લખવાનું છે માનસી...!? એ દિવસે આપ જ્યારે આવ્યા હતા ત્યારે આપની જનરલના પુંઠા પર આપણા મરોડદાર અક્ષરોએ આપનું લખેલ નામ અત્યારે પણ હું જોઇ રહ્યો છું...!’ અમર જ્યારે હસતો હોય ત્યારે જાણે મધુર ઘંટડીઓ રણકતી હોય એમ લાગ્યું માનસીને...!!

‘પણ તમે એ કહો કે તમે કેવી રીતે આ નાચીઝની ઝુંપડી આઇ મીન રૂમ ખોળી કાઢી...!?’

‘આ શું આપ...આપ ને તમે...તમે...લગાવી રહ્યો છે...!’ માનસી સીધી તુંકારા પર આવી ગઇ, ‘જાણે કે કોઇ રાજા-મહારાજા અને રજવાડાની કૃત્રિમ જબાનમાં વાત કરતા હોય એવું અતડું લાગે છે...!! સમજ્યો...!?’

અને આમ એક અનંત પ્રેમકહાણીની શરૂઆત થઇ...માનસી-અમરની પ્રેમ કહાણી...!! અમર-માનસીની પ્રેમ કહાણી...!!

અટકી ગયેલ હીંચકાને એક વધુ હીંચ આપી બાવન વરસની માનસી ફરી બાવીસની બની ગઇ.

પછી તો શાંત વહેતી પુર્ણાને સથવારે...દાંડીના દરિયામાં ડુબતા કેસરી સૂર્યના સંગાથે...એક હજાર એકરમાં ફેલાયેલ વિશાળ કૃષિ કેમ્પસમાં ઊછેરવામાં આવેલ કૃત્રિમ વનના વિવિધ વૃક્ષોની સાક્ષીએ...નવ નંબરના એ રૂમમાં વાગતી શરણાઇ, સંતુર અને બંસરીની ઘૂનો સુંગધિત અગરબત્તીઓની સુવાસની હાજરીમાં બે યુવાન હૈયાંઓ મળતા રહ્યા. એમના મંગળ પ્યારમાં પવિત્રતા હતી. પાવનતા હતી. સચ્ચાઇ હતી...!

બન્ને એકબીજાને ઓળખતા રહ્યા. અમર એના માતાપિતાનું એકનું એક સંતાન હતો. એના પિતા ભાર્ગવ ઓઝા ગુજરાત રાજ્ય વન વિભાગમાં સરકારી અધિકારી હતા અને હાલે આહવા રેંજના આસિસ્ટંટ કમિશ્નર ઓફ ફોરેસ્ટ હતા. લાંંચ રૂશ્વતથી ખદબદતા જંગલ ખાતામાં એમની છાપ એક સંનિષ્ઠ કડક કડપવાળા વિવિધ જંગલોમાં પસાર થયું હતું. વૃક્ષો પ્રત્યે અમરને અજીબ લગાવ હતો.

ગુજરાતના કોઇપણ વૃક્ષ વિશે એ કલાકો સુધી બોલી શકતો! એ વૃક્ષોને એક પગે તપ કરતા ઋષિમુનિ કહેતો. એના રૂમના બારણે એણે એક સુત્ર ટિંગાડ્યું હતુંઃ વૃક્ષમ્‌ શરણમ્‌ ગચ્છામિ...!! એ કહેતો કે આ બારણાને બનાવવા માટે કેટલાય વૃક્ષોના ખૂન કરવામાં આવ્યા હશે...?? એ કહેતો કે એ વૃક્ષો સાથે વાતો કરી શકતો!! છાત્રાલયના પ્રાંગણમાં ઊછેરવામાં આવેલ આસોપાલવના વૃક્ષના થડને ધબ્બો મારી એ પુછતો,

‘કેમ છે દોસ્ત, આજે વરસાદની હેલીમાં નહાવાની મજા પડીને....?! મને પણ પડી...!!’ વૃક્ષો માટેના સ્નેહને કારણે જ એગ્રિકલ્ચરમાં અભ્યાસ કરવાનું એણે નક્કી કર્યું હતું. વૃક્ષો પણ માંદા પડે!! એને પણ રોગ થાય એ હકીકત હતી એટલે જ એણે વનસ્પતિ રોગશાસ્ત્ર જેવો અઘરો વિષય પસંદ કર્યો હતો. કે જેથી વૃક્ષદેવતાની સેવા-સારવાર કરી શકાય...!!

ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે એને અમાપ લાગણી હતી. એ એના ભગવાન નહિ પણ સખા હતા. સુદામાં જેવો સખાભાવ હતો એને માધવ સાથે! શ્રીમદ્‌ ભગવદ્રીતા એને કંઠસ્થ નહિ, મનસ્થ હતી!! જિવન પ્રત્યે ેએનો અભિગમ હંમેશ હકારાત્મક રહ્યો હતો. એક પોઝિટિવ એનર્જિનો અનુભવ થતો માનસીને જ્યારે એ અમરની સાથે હોય. એની યાદશક્તિ અગાઢ હતી.

મોટેભાગે એક વાર વાંચીને એને કંઇ પણ યાદ રહી જતું. વાંચવાની એક અલગ રીત હતી! વાંચનને એ મનન કહેતો. એ કહેતો આંખથી નહિ મનથી વાંચો...ચોક્કસ યાદ રહી જશે!! રમત-ગમતનો પણ એને એટલો જ શોખ. ક્રિકેટથી માંડીને ગિલ્લી-દંડા સુધીનો. ગેરી સોબર્સ અને ગાવસ્કર એના માનીતા ખેલાડી. અરે!! એક વાર તો એણે કોલેજમાં ગિલ્લી દંડા અને સાત ઠીકરીની સ્પર્ધા યોજી હતી..

.અને સહુ વિદ્યાર્થીઓને એ એમના બચપણમાં દોરી ગયો હતો. શતરંજનો અચ્છો ખેલાડી. એને હરાવવો મુશ્કેલ. માનસીને શતરંજ એણે જ શીખવી હતી. માનસી સાથે રમતા રમતા એકાદ એવી ચાલ એ જાણી જોઇને ચાલતો કે માનસી જીતી જાય અને માનસીના એ વિજ્યાનંદને માણીને એ એના જીવનની એ પળોને ધન્ય બનાવતો.

માનસી માટે એની પાસે હંમેશ ક્યારેક સરપ્રાઇઝ રહેતું...!!

એ યાદ કરીને માનસીના ચહેરા પર અત્યારે પણ હળવું હાસ્ય ફરી વળ્યું. અમરે એને કહ્યું હતુંઃ આજે ત્રણેક વાગે એકસ્ટ્રા ટ્યુટોરિયલના બહાને રૂમ પર આવજે. બહાના પણ એ જ બતાવતો! બરાબર ત્રણ વાગે એ અમરના રૂમ પર આવી ગઇ.

‘બોલ શું છે...?!’ અમરનું નાક મચડતા માનસી બોલી.

‘છોડ...મારી બલા, તુટી જશે...આમે ય લાંબુ જ છે અને તું ખેંચી ખેંચી ને વધારે લાંબુ કરી નાંખશે!’ નાક છોડાવતા એ બોલ્યો, ‘બેસ અહિં...!!’ બળ કરી એણે માનસીને ટેબલ સામે ખુરશી પર બેસાડી દીધી. ટેબલ એકદમ સાફ સુથરૂં હતું. રોજની જેમ એના પર આજે અમરના પુસ્તકો પણ ન્હોતા. પાણીનો ગ્લાસ ભરી ટેબલ પર માનસીની જમણી તરફ મુક્યો અમરે. ટેબલનું ખાનું ખોલી એમાંથી એક ફુલસ્કેપ નોટબુક અને ત્રણ કાગળો કાઢી એણે માનસી સમક્ષ ધર્યા.

માનસી ખરેખર ચોંકી ગઇ. એ માઇક્રોબાયોલોજી વનની પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું!! સો માર્કનું અમરના સુઘડ હસ્તાક્ષરે લખાયેલ પ્રશ્નપત્ર !!

‘આ શું છે...!?’

‘એકસ્ટ્રા ટ્યુટોરિયલ...!’ આનાકાની કરતી રહી. પરંતુ છેવટે અમરે એને મનાવી જ લીધી, ‘તું અભ્યાસમાં પાછળ પડે એ મને કેમ ગમે...!? મારે તને સેન્ટરમાં ફર્સ્ટ જોવી છે. પ્લીસ...! નો ચિટીંગ...તને જેવું આવડે તેવું આવડે તેવું લખજે...!!’ એમ કહી અમર એનું પુસ્તક લઇ વાંચવા બેસી ગયો. અને માનસીએ પરીક્ષા આપી.

એ પેપર અમરે તપાસ્યા અને એના જવાબ પરથી માાનસી માટે એણે એક અભ્યાસક્રમ નક્કી કર્યો...! ધ્યાન દઇને એ માનસીને દરેક વિષયો અઠવાડિયામાં બે દિવસ ભણાવતો...! ક્યાં શું ભુલ થાય છે એ સમજાવતો...એને કેવી રીતે ટાળી શકાય એ બતાવતો. અને એનું સુંદર પરિણામ પણ આવ્યું. એસ.વાયમાં માનસીના એક્યાંસી ટકા આવ્યા અને ફાયનલ યરમાં એ પંચ્યાસી ટકા સાથે સેંટરમાં પ્રથમ આવી.

-ઓ અમર!! તું મારી કેટલી કાળજી રાખતો..!? અને જોને, તારા વિના શો હાલ થઇ ગયો છે મારો...!? માનસીની ભીની થયેલ આંખની જવનિકા પાછળ સંતાયેલ અમરને માનસી આજે અહિં ન્યુ જર્સી ખાતે પણ મહેસુસ કરતી રહી.

એ ફક્ત અભ્યાસમાં જ નિપુણ ન્હોતો. દોઢસો દંડ અને બેસો બેઠક એ એકી વખતે કરી શકતો. પાંચેક માઇલ દોડવું એને માટે રમત વાત હતી. ક્યારેક તો એ છાત્રાલયથી કોલેજ દોડતો જતો. અઘરામાં અઘરા યોગાસનો એ આસાનીથી કરી શકતો. એના એકવડા મજબુત શરીર પર ક્યાંય ચરબીનો અંશ ન્હોતો. જ્યારે યોગાસનો એ શિખવતી વખતે સ્પર્શતો ત્યારે ક્યારેય માનસીને એના સ્પર્શમાં દાહકતા ન લાગતી. એક ઉષ્મા અનુભવતી માનસી.

-કેટલો ક્યાલ રાખતો હતો એ મારો...!?

-ક્યાં છે અમર તું...?? ફક્ત એક વાર મારે તને મળવું છે...!! તારા મજબુત વિશાળ ખભા મારૂં શિર ઢાળી, આંખો મીંચી તારૂં સાનિધ્ય માણવું છે મારે...!!

અમરે આપેલ આશ્ચર્યો એને વારે વારે યાદ આવતા હતા.

એક વાર તો એણે ખરૂં કર્યું હતું!!

એન.એસ.એસ અન્વયે સેવા કાર્યોના બહાને અમરે એને છાત્રાલય પર બોલાવી હતી. એ જ્યારે છાત્રાલય પર પહોંચી ત્યારે એક રિક્ષામાં અમર એની જ રાહ જોઇ રહ્યો હતો, ‘બહુ મોડું કરી નાંખ્યુ..!! ચાલ, બેસી જા...!!’

માનસી એને કદી કોઇ સવાલ ન પુછતી. એની આજ્ઞા ચઢાવી એ રિક્ષામાં બેસી ગઇ. પછી એ રિક્ષા પહોંચી હતી શાક માર્કેટ...!! ત્યાંથી અમરે એક કરંડિયો સફરજન અને એક કરંડિયો સંતરા ખરીદ્યા...!!

‘આટલા બધા...!?’ માનસીને નવાઇ લાગી.

‘અરે...!! જોજેને, આ તો ઓછા પડશે..!!’

‘પણ...’

‘કોઇ સવાલ નહિ...’ હસીને અમરે કહ્યું, ‘સેવા માટે આવી છે ને તું...!? સેવામાં સવાલ નહિં...! એન.એસ.એસ એટલે રાષ્ટ્રિય સેવા...!! સમજી...!!’ અમરે એના માથા પર હળવેથી ટપલી મારી, ‘પગલી...!!’

અને એ રિક્ષા લીધી પહોંચી હતી મફતલાલ સિવિલ હોસ્પિટલે...!

‘અને એ રિક્ષા સીધી ટોપલા ઉતારવા લાગ...!!’ બન્નેએ ટોપલા ઉતાર્યા. અમર માનસીને જનરલ વોર્ડ તરફ દોરી ગયો. ત્યાં સારવાર લેતા દરેક દર્દીને એણે એક સફરજન કે એક સંતરું આપવાની શરૂઆત કરી...! વળી કેટલાક દર્દીને તો એ નામથી પણ ઓળખતો હતો...!! એમની ખબર પુછતો અમર કોઇ ફરિસ્તા સમ ભાસતો હતો..

. તો કોઇકને સાથે લાવેલ ચપ્પુ વડે સફરજન સમારી ટુકડા કરી પ્રેમથી ખવડાવતો કે કોઇને કપાલે પ્રેમથી હાથ પસવારી હાલ પુછતો અમર કોઇ દેવદૂત જેવો લાગતો હતો. સ્ત્રી વોર્ડમાં એણે માનસી પાસે ફળ વહેંચાવ્યા..એ વહેંચતા માનસીને જે અનુભૂતિ થઇ એ સાવ અકલ્પનિય હતી...! અવિસ્મરણીય હતી...

સિવિલ હોસ્પિટલેથી છાત્રાલયે આવતા માનસી સાવ ચુપ થઇ ગઇ હતી.

‘કેમ બોલતી બંધ થઇ ગઇ...!?’

‘તું કોણ છે અમર...?! તારા એવા કેટલા રૂપ છે...કે જેનાથી હું હજુ ય અજાણ છું...!?’ અહોભાવની લાગણીથી માનસી અમરને જોઇ રહી.

‘હું કોઇ નથી...જેવો છું, તેવો તારો છું!!’ પછી એ હસીને એ ગાવા લાગ્યો, ‘જેવો તેવો પણ હું તારો, હાથ પકડ માનસી મારો...!!’

‘આના પૈસા ક્યાંથી આવ્યા તારી પાસે...??’

‘કેમ? શું લાગે છે તને ?? મેં ક્યાંક હાથ માર્યો છે...!?’

‘ના...! પણ મારે એ જાણવું ન જોઇએ...?? તારી દરેક વાત મારે જાણવી ન જોઇએ...??’

‘અવશ્ય...દેવી...’ માનસીનો જમણો હાથ પસવારતા પસવારતા એ બોલ્યો...’ એ સરકારના પૈસા છે...!’

‘હા, જો તને તો ખબર જ છે ને કે મને બે બે સ્કોલરશિપ મળે છે...! એટલે સરકાર તરફથી મહિને દોઢ હજાર રૂપિયા આવે... મારી ફિસ્‌, હોસ્ટેલ, મેસના પૈસા તો મારા પપ્પા જ મને આપે મેં એમને કહ્યું કે મને સ્કોલરશિપના પૈસા મળે છે તો ફોરેસ્ટ કમિશ્નર ઓઝા સાહેબ કહે એ પૈસા તો તારા....

તારે જેમ વાપરવા હોય એમ વાપરવાના...બસ, ખોટે માર્ગે ન વાપરતો... અને આ માર્ગે વાપરૂં છું હું. આ તો કંઇ નથી!! એ તો રાત્રે તું ન આવી શકે એટલે હોસ્પિટલે બોલાવી બાકી આજે રાત્રે વીસ બ્લેન્કેટ પણ વહેંચવાના છે...! દુધિયા તળાવને સામે પાર આવેલ પેલા ભિક્ષુકગૃહમાં! જો ને, ઠંડી કેવી વધી રહી છે!?’

માનસી માઇક્રોબાયોલોજી સાથે બીએસસી થઇ ગઇ...નવસારી સેંટરમાં એનો પ્રથમ ક્રમ આવ્યો હતો. માનસીને ખુશીની સાથે સાથે રંજ પણ થઇ ગયું હતું...! હવે કોલેજ જવાનું બંધ થઇ ગયું હતું...એટલે અમર સાથેના સંબધ એ એના માતાપિતાથી છુપાવવામાં અત્યાર સુધી સફળ રહી હતી. એક માત્ર સાહેલી

અવનિને એ સબંધની જાણ હતી. એને થતું કે પપ્પાને કહી દઉં અમર વિશે...પણ એ એના પપ્પાનો સ્વભાવ જાણતી હતી...એ કદી ય આ સબંધને મંજુર ન રાખે...! પપ્પાને તો કદાચ મનાવી પણ શકાય પણ મમ્મી તો ક્યાં મારી નાંખે ક્યાં મરી જાય...!

- તો હવે??

માનસીને મુંઝારો થવા લાગ્યો હતો...! અમર સાથેના સંબધોનો કોઇ છેડો મળતો ન્હોતો...!

અવનિ સાથે પિક્ચર જોવા જવાની છું નું બહાનું બતાવી એ અમરના રૂમ પર આવી હતી.

અમરે એનો હાથ પકડી લીધો... પ્રેમથી હળવું આલિંગન આપતા કહ્યું... ‘સનમ, તને મળવાનું જો કોઇ મને બહાનું મળે તો જાણે જિંદગીની આ બાજીમાં હુકમનું પાનું મળે...!!’

‘વાહ!!...તો હવે કવિ પણ બની ગયો..!! બસ, એ જ બાકી હતું...!!’

‘ઇશ્કને હમકો નિકમ્મા બના દિયા વર્ના હમ ભી આદમી થે કામકે...!’ હસતા હસતા અમર બોલ્યો ‘કેમ આવવાનું થયું મહોતરમા...!!’

‘અ...મ...ર...!’ ભીનો અવાજ કરતા માનસી બોલી, ‘મને અહિંથી કહીં દુર લઇ જા...!’

‘માનસી....!!’ અમર પણ ગંભીર થઇ ગયો, ‘તું તારે ઘરે વાત કર..તારા પપ્પાને-મમ્મીને સમજાવ...એક વાર એક વાર એઓ હા પાડે તો હું આવીને એમને મળીશ...! તારા હાથની, તારા સાથની માંગણી કરીશ...!’ અમરના માતા-પિતાને તો કોઇ વાંધો જ ન્હોતો.

‘પણ અમર...!!’

‘સહુ સારાવાના થશે...! ધીરજ રાખ...!! લિસન, બે ગુડ ન્યુસ છે...!! એક તો મારી થિસિસ સબમીટ થઇ ગઇ છે...અ...ને...’ થૂંક ગળી એ અટકી ગયો...એ જાણતો હતો કે એ સમાાચાર સાંભળીને માનસી વધુ વ્યગ્ર થઇ જશે...

‘બોલને...’

‘ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દેહરાદુનથી મારો ઇન્ટર્વ્યુ કોલ આવે છે...રિસર્ચ સાયન્ટિસ્ટનો...!!’

માનસીએ એક ઊંડો શ્વાસ લીધો...! હળવેકથી પુછ્યું, ‘ક્યારે છે... ઇન્ટર્વ્યુ....!?’

‘એક મહિના પછી...!!’

‘તું જરૂર સિલેક્ટ થઇ જશે...મને ખાતરી છે...!!’

‘જોઇએ, શું થાય છે...!!’

‘તું મને દહેરાદુન લઇ જજે...!! લઇ જઇશને...!? લગભગ રડી પડતા માનસી બોલી.

‘માનસી...માનસી...માનસી...’ અમરે માનસીના સુંવાળી કેશરાશિ સાથે રમત કરતા કહ્યું, ‘એમાં કોઇ શક છે...!? જો, હવે સમય થઇ ગયો છે સાંજ પણ પડી ગઇ છે તું જા..ઘરે...!! હિંમત રાખ. અને સાંભળ ઓઝાસાહેબને ઘણા વખતથી નથી મળ્યો એટલે આવતી કાલે સવારની બસમાં આહવા જવાનો છું.’ એ એના પિતાને ઓઝાસાહેબ જ કહેતો અને માતાને બાસાહેબ, ‘પંદરેક દિવસ તો રહેવું પડશે. બાસાહેબ તો મને આવવા જ નથી દેવાના...અને એ તો તને જોવા માટે પણ ખુબ જ આતુર છે...! પણ હાલે તો તું ઘરે જા...!’

‘તું પણ મને કાઢી મુકવા માંગે છે...!’ માનસી અમરની વધુ નજદીક ખસી... ‘જા નથી જવાની...!!’

થોડો સમય અમર સાથે વિતાવી માનસી કમને એનાથી છુટી પડી ઘરે આવી...! ઘરની બહાર સફેદ એમ્બેસેડર ઉભેલ હતી.

-તો ગુંણવતકાકા આવ્યા લાગે...! માનસીએ કારને ઓળખતી હતી. ગુંણવતરાય નાયક ગડત રહેતા હતા. માનસીના પિતા મનહરભાઇના ખાસ મિત્ર. બહુ પહોંચેલ માણસ હતા એ! નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ હતા. દિલ્હી સુધી એમની પહોંચ હતી. એમને ડ્રાયવર સોમો બહાર ઓટલા પર બેસી પંચાયતના પ્રમુખ હતા. દિલ્હી સુધી એમની પહોંચ હતી. એમનો ડ્રાયવર સોમો બહાર ઓટલા પર બેસી બીડી પી રહ્યો હતો...

‘સોમાકાકા, હવે તો બીડી છોડી દો. ફેફસા ખવાય જશે...’ ઘરે કમ્પાઉન્ડમાં લ્યુના પાર્ક કરતા એણે હસીને ડ્રાયવરને કહ્યું અને એ ઘરમાં દાખલ થઇ.

‘કેમ છો...ગુણવંતકાકા...!? મારી શેરડી લાવ્યા...!?’ માનસીએ ગુણવંતરાય તરફ જોઇ હકથી ચીકુ પણ...! બેસ, અહિં.’ એમણે સોફા પર એમની બાજુમાં ઠપકારતા કહ્યું... ‘તો....હવે પાર્ટી ક્યારે આપે છે...!? નવસારી સેંટરમાં ફર્સ્ટ આવી છે ને મારી દીકરી....!! તમારે મને કહેવું હતું ને પેપરમાં તારા ફોટા સાથે આપણે સમાચાર ચમકાવતે...! હજુ પણ કંઇ વહી નથી ગયું. મના, તું મને એના ફોટાઓ આપી દે. આ તો આપણા અનાવિલા સમાજનું ગૌરવ...!’ મનહરભાઇ તરપ જોતા એમણે કહ્યું.

માનસી એમની બાજુમાં બેસવું જ પડ્યું...પેલો યુવક એને જ તાકી રહ્યો હતો એટલે માનસીને થોડી બેચેની થતી હતી, ‘ના કાકા, મને એ બધું ન ગમે...!!’ માનસીએ કહ્યું, ‘અને એમાં મેં શી ધાડ મારી કે પેપમાં આવે...!?’

‘કેમ નહિ...!? અને પેપરમાં આવે તો જ પછી તારા માટે સારા સારા છોકરાની વાત આવેને...!?’ હસીને ગુણવંતરાય બોલ્યા...ત્યારબાદ અચાનક યાદ આવ્યું હોય એમ કહ્યું, ‘અ...રે જો ને, તને ઓળખાણ કરાવવાની તો ભુલી જ ગયો...! આ છે આકાશ...!! મારા ભાઇનો છોકરો...મારો એકનો એક ભત્રિજો...પેલું શું કહે નેફ્યુ...બરાબરને...!? એ ન્યુ જર્સીથી આવ્યો છે અહિં ફરવા માટે...!’

‘હા...ય...!’ આકાશે એની સાથે શેક-હેંડ કરવા હાથ લંબાવ્યો એટલે સ્વાભાવિક માનસી એ હસ્તધુનન કરવું જ પડ્યું.

‘અ...રે...! ગીતાભાભી, આમ જ બેસીને વાતોના વડા ખાવાના છે કે પછી...?’ ગુણવંતરાયે ગીતાબેન તરફ ફરી કહ્યું... ‘આ અમારા આકાશને તમારા હાથના વડા તો ચખાડો...!!’

પછી તો જાતની વાતો થઇ...! કોંગ્રેસ...રાજકારણ...પાકિસ્તાન...શેરડીના ભાવ...મોંઘવારી...અમેરિકા...કછોલી..ગંગેશ્વર મહાદેવ...!!

વાત બદલી ગુણવંતરાય બોલ્યા, ‘તો...માનસી તને તો હવે રજા જ રજા...ચાલ, ગડત મારી સાથે...બે-ચાર અઠવાડિયા રહી જા...! આ આકાશને પણ કંપની રહેશે...!! શું કહે છે મના...!?’

‘મને શું વાંધો હોય...!?’

‘ના...ના...હમણા નહિં...!’ માનસીને લાગ્યું કે એ ફસાય રહી છે... ‘હું હમણા નહિ આવું...!!’

‘તો...ઓ હમણા નહિં ક્યારે આવવાની...??હોડીની પાંચમે...!?’ હસી પડતા ગુણવંતરાય બોલ્યા. ગુણવંતરાયે જાળ વધુ કસી.

માનસી ઉઠીને અંદરના રૂમમાં જતી રહી. એની પાછળ પાછળ એની મમ્મી પણ આવી. એને જોઇ એ ધીમેથી બોલી, ‘મમ્મી, મારે નથી જવું ગડત હમણા..! બસ... નથી જવું...!’

‘ઓક...ઓકે...એને કહે આ ગુણિયાકાકા કંઇ એટલા નગુણા નથી કે તને ઉંચકીને લઇ જાય... પણ બહાર તો આવ... બેટા...!! મને વાત કર. હવે તું હવે આગળ શું કરવાની છે? કંઇ નોકરી-બોકરી કરવાની હોય તો કહેજે...! આ ગુણિયાકાકા શાના માટે છે...એક અવાજ કરજે...!’

હસવાનો પ્રયાસ કરતી માનસી ફરી બહાર આવી, મનહરભાઇ અને ગીતાબેને ઘણો આગ્રહ કર્યો જમવા માટે...!!

‘બીજી વાર આવીશું...!! આ આકાશને થોડાં કપડા લેવા છે, કંઇ કફની સુરવાલ એવું તે અપાવીને ગડત પહોંચી જાઉં. પાછું કાલે ગાંધીનગર જવાનું છે. આ રાજકારણ તો ભાઇ મારો જીવ લઇને રહેશે...!!’

‘તે છોડી દોને...!!’ હસીને માનસી બોલી.

બે-ત્રણ દિવસો એમ જ પસાર થયા. એ દરમિયાન માનસીની ઘરે ટેલિફોનનું પ્રથમ કનેક્સન આવી ગયું. માનસીની અકળામણનો કોઇ પાર ન્હોતો. અમર પણ આહવા ગયો હતો. આખો દિવસ ટીવી જોવાનો પણ કંટાળો આવતો.

એક સવારે એ ઉઠી ત્યારે મમ્મી રસોડામાં બરાબર કામે લાગી હતી. કામવાળી પણ સવારે વહેલી આવી ગઇ હતી. એ ઉઠી એટલે તરત એની મમ્મીએ કહ્યું, ‘ચાલ દીકરા... આજે તારે મને રસોઇમાં મદદ કરવાની છે...!!’

‘કેમ.....!?’

‘અ...રે !! તું કાલે સુઇ ગઇ પછી તારા ગુણિયાકાકાનો ફોન હતો...! એ અને એમના ભાઇ-ભાભી આજે જમવા આવવાના છે. તે ના થોડી પડાય...!?’

એઓ આવ્યા..એમની સાથે ગુણવંતરાય તો ખરા જ...! અને આકાશ પણ...!!

માનસીને હવે થોડો થોડો ડર લાગવા લાગ્યો હતો...! એને સમજ પડવા માંડી હતી કે આકાશ સાથે એના લગ્નની વાત ચાલી રહી છે અને એને કોઇ કંઇ કહેતું ન્હોતું! પપ્પાને અમેરિકાનું-પરદેશનું ઘેલું હતું. વારે વારે કહ્યા કરતા કે એક વાર અમેરિકા-લંડન પહોંચી જવાય તો પછી બસ જલસા જ જલસા...!!

-પપ્પા એને અમેરિકા જવાની નિસરણી બનાવી તો નથી રહ્યાને...!? એક પછી એક સમીકરણો ઉકલી રહ્યા હતા. એને ગભરાટ થઇ આવ્યો હતો...હવે...!?

એક સાંજે પપ્પા બેંક પરથી ઘરે આવ્યા ત્યારે ખુશખુશાલ હતા. રેવાકાકીના પેંડા લઇ આવ્યા હતા. એક પેંડો એમણે માનસીના મ્હોંમાં ખોસ્યો, ‘...માનસી...માનસી, તેં તો જંગ જીતી લીધો...!! આકાશને તું બહુ ગમી ગઇ છે...!! એઓ આવતીકાલે પહેરામણી લઇને આવવાના છે...!!’ પછી તો મનહરભાઇ નાચતા નાચતા ગાવા લાગ્યા, ‘ડમ ડમ ડિગા ડિગા મોસમ ભિગા ભિગા...મેરી દીકરી તો ચલી અમેરિકા...અમેરિકા!’

માનસીના પગ તળેથી તો ધરતી જ સરકી ગઇ...!! પેંડાનો સ્વાદ જાણે સાવ કડવો થઇ ગયો..! ઝેર જેવો...!! એને થૂંકી નાંખવાનું મન થઇ આવ્યું.

‘મારે નથી જવું અમેરિકા...!’ ક્રોધથી એ ઊંચા અવાજે બોલી...!! પણ મોટ્ટે મોટ્ટેથી ગીત ગાઇ રહેલ મનહરભાઇના કાને તો જાણે એ અવાજે પહોંચ્યો જ નહિ...! એના રૂમમાં જઇ માનસી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

-હવે...! ના, આમ તે કંઇ હોય...?? અ...રે!! મને તો કોઇ પુછો...!

જમવા માટે મમ્મી એને બોલાવવા આવી ત્યારે એ મમ્મીને ભેટીને રડી પડી.

‘અરે...ગાંડી, રડે છે શા માટે...!? આતો કેટલા સારા સમાચાર છે!! જોને તારા પપ્પા તો જાણે પાગલ જ થઇ ગયા છે...!’

-એ તો ખરેખર પાગલ જ છે...! સ્વગત વિચારી એ બોલી, ‘મમ્મી મારે લગન નથી કરવા. પ્લીસ...!! તુ સમજ...!!’

‘આજે નહિ તો કાલે લગ્ન તો કરવા પડવાના છે ને...!! આ ોત ગુણવંતભાઇનું ફેમિલી, આપણું એકદમ જાણીતું...આકાશ એકનો એક છે. એક જ બેન છે. એ પણ પરણી ગયેલ. આકાશ પાછો અમેરિકન સિટિઝન છે એટલે તને સાથે જ લઇ જવાય એવા પેપર પણ લઇને જ એ લોકો આવેલ છે. ગુણિયાકાકાનો માણસ તારા પાસપોર્ટ માટે કાલે આવવાનો છે. ને કાગળિયા લઇને એ જાતે દિલ્હી જવાનો છે. દિલ્હીમાં એમના કનેક્સનોને લીધે પાસપોર્ટ પણ એક-બે અઠવાડિયામાં આવી જશે એમ કહેતા હતા.’ જાળ માનસીની ફરતે વિંટળાઇ રહી હતી.

પહેરામણી પહેરાવાય ગઇ. લગ્નનું શુભ મુહર્ત જોવાઇ ગયું. ખરીદી ચાલુ થઇ ગઇ. મેન્યુ નક્કી થઇ ગયું... રસોઇઆ નક્કી થઇ ગયા...!

માનસી બે-ત્રણ વાર છાત્રાલય પર જઇ આવી. અમર આહવાથી આવ્યો ન્હોતો. એનો ફોન નંબર શોધી એણે ફોન કરવાનો પ્રયત્ન કર્યો. પણ લાઇન જ ન મળી...

- મમ્મીને કહી દઉં...!??

-ના...જો મમ્મીને કહીશ તો તો મારા પર પહેરો લાગી જાય...! એક વાર અમર આવે તો એની સાથે સીધી દહેરાદુન પહોંચી જવાય પછી છોને...! માનસી વિચારતી હતી. અને અમર આવી ગયો. લગ્નની ખરીદીને બહાને એ નિકળી પડી. સીધી પહોંચી અમરના રૂમ પર...!!

‘અ...મ...ર...!!’ અમરને ભેટીને એ રડી પડી... અમરને પહેલાં તો કંઇ સમજ ન પડી.

‘જો હું આવી ગયો ને...? શા માટે રડે છે ? ચાલ, પાણી પીલે...ને વાત કર...!’

‘શું વાત કરૂં અમર...!? હવે વાત કવા જેવું કંઇ રહ્યું નથી...વાતો કરતા રહીશું તો આપણે અલગ થઇ જઇશું!! ચાલ, આજે જ આપણે ભાગી જઇએ...દહેરાદુન...આહવા...વધઇ...સુબિર... કોઇપણ જંગલમાં તું જ્યાં કહે ત્યાં આવવા હું તૈયાર છું...અત્યારે જ... અત્યારે ને અત્યારે જ...!’ રૂદન પર માંડ કાબુ લાવતા માનસી બોલી.

‘પણ શું થયું એ તો વાત કર...!’

માનસીએ અમરને બધી વાત કરી. કોકડું ખરેખર ગૂંંચવાયું હતું...

‘માનસી...ઓ મારી માનસી. હું તને ખોવા નથી માંગતો...તું તો મારો જીવ છે..આત્મા છે. તારા મમ્મી-પપ્પાને વાત કર આપણા પ્યારની. સમજાવ એમને.’

‘અ...રે...!! શું સમજાવું એઓને...? મારા પપ્પાને તો અત્યારથી જ અમેરિકા દેખાવા લાગ્યું છે!! મારો બલિ આપીને એમણે અમેરિકા જવું છે. ધિક્કાર આવે છે મને મારા પપ્પા પર...આઇ હેઇટ હીમ...!! આઇ હેઇટ માય મોમ...!!’

‘ના, માનસી એવું ન થાય...! આપણા જન્મદાતા છે એઓ...!! તું એકવાર પ્રયાસ કર...!’ અમરે માનસીને સમજાવતા કહ્યું. માનસીના અશ્રુઓ રોક્યા રોકાતા ન્હોતા.

‘ચાલ, ભાગી જઇએ...પ્લીસ...ચાલને...બાસાહેબ તો મને અપનાવી જ લેશે...તું જ કહેતો હતો...!! કહેતો હતોને...!?’

‘માનસી, માનસી તું સમજ...આમા બાસાહેબનો કે ઓઝાસાહેબનો સવાલ નથી. સવાલ તારા મમ્મી-પપ્પાનો છે.’

‘તો...?’

‘ધારોકે આપણે ભાગી જઇએ...હમણા જ...!! પછીના પરિણામોનો વિચાર કર્યો છે તેં!?’

‘શું થશે...??’

‘તારા મમ્મી પપ્પાનો વિચાર કર...!’

‘એમણે મારો વિચાર કર્યો છે કદી...??’

‘એઓ શું કરશે એ વિચાર કર...’

‘.........’ મૌન થઇ ગઇ માનસીઃ મમ્મી તો મરી જ જાય...! કે પછી પાગલ થઇ જાય...!

‘તેં જે કહેલ કે તારી મમ્મી તો મરી જાય...!’ ચિંત્તાતુર અવાજે અમર બોલ્યો...

‘તો છો મરી જાય...!’ ગુસ્સે થઇ માનસી બોલી.

‘...ને એની ચિતાની રાખ પર તું તારો સંસાર સજાવવા માંગે છે...!?’ ધીમેથી અમર બોલ્યો, ‘ના, માનસી...ના... આ રસ્તો નથી. આપણા મા-બાપની આહુતિ આપીને આપણો પ્રણયબાગ નથી ખિલવવો...!’

‘...તો પછી હું મરી જાઉં...!’ માનસી બોલી, ‘હું જ મારી જાઉં તો ન રહેગા બાંસ ન...’

‘બસ...માનસી બસ...!’ અમરે એના હોઠો પર હાથ મુકી દીધો, ‘મરવાની વાત ન કર..!! મોત ે કંઇ ઉકેલ નથી..અંત છે...!!’

‘...તો ઊકેલ બતાવ...!!’

‘ઉભી થા, પ્લીસ...!!’ અમરે બે હાથ પકડી માનસીને ધીરેથી ઉભી કરી. એનો જમણો હાથ પકડી અમરે પોતાના માથા પર મુક્યો... એની આંખમાં પણ ઓછી આછી ભિનાશ તરતી હતી, ‘માનસી, ખા કમસ, તારા અમરની...કે કદી ય મરવાની વાત ન કરીશ...!!’ અમરના માથા પર હાથ મુકી માનસી બોલી, ‘હું કસમ ખાઉં છું...કે...’

‘....કદી ય આત્મહત્યા ન કરીશ...એનો વિચાર પણ ન કરીશ...!’

માનસી એ રડતા રડતા દોહરાવ્યું, ‘...કદી ય આત્મહત્યા ન કરીશ...એનો વિચાર પણ ન કરીશ...!’ અને અમરને જોરથી ભેટી એની વિશાળ છાતીમાં મ્હોં સંતાડી રડી પડી...અમરે પણ એને આલિંગનમાં ભીંસી દીધી...એની આંખોમાંથી પણ અશ્રુધારા વહી નીકળી... ક્યાંય સુધી બન્ને આલિંગનમાં જકડાયેલ જ રહ્યા...!! બન્ને એ સમજી ગયા હતા કે, રસ્તા હવે સર્વ બંધ થઇ રહ્યા હતા અને અલગ એમને કરવાના પ્રબંધ થઇ ગયા હતા...!!

-ઓ અમર...ઓ અમર!! એ કસમ જો એ દિવસે તેં ન આપી હોત તો...તો...આજે તારી આ પુજારણ માનસી આમ જીવતી જ ન હોત...તેં તો મારો જીવ બાંધી લીધેલ...!! ક્યાં છે તું? છે ક્યાં!? અરે..જો, તારો જીવ તો

મારા જીવમાં ભળી ગયો છે...!! તને છોડી નથી આવી હું...મારી ભેળા લઇને આવી છું તને...મારી રગ રગમાં તું સમાય ગયો છે...!! મારા અણુએ અણુમાં તારો વાસ છે..સહવાસ છે...!! માનસીએ ટિસ્યુથી નાક સાફ કર્યું એની આંખમાંથી ધારાઓ વહી નીકળી હતી...!

અમરની અલગ પડીને માનસી ઘરે આવી... આંસુઓના સરોવરને એણે માંડ માંડ બંધ બાંધ્યો હતો. ઘરમાં લગ્નની ધમાલ ચાલતી હતી. ધીરે ધીરે નજદીકના સગા-વ્હાલા આવી રહ્યા હતા. બીજે દિવસે એણે એની મમ્મીને એના ઓરડામાં બોલાવી બારણું બંધ કર્યું.

‘શું છે...!? સવારે સવારે!! આજે તો સોનીને ત્યાં પણ જવાનું છે. નાનાલાલ ચોક્સીને ત્યાં...’ માતાને પુત્રીના લગ્નનો ભારે ઉમળકો હતો. ગીતાબેન જાણે પાંચ વરસ નાના થઇ ગયા હતા.

‘મ...મ્મી...! મારે આ લગ્ન નથી કરવા...!!’ મમ્મીનો હાથ પકડી રુદન પર કાબુ રાખી એણે કહ્યું... ‘મારે નથી પરણવું...’

‘કે...મ?? શું વાધો છે આકાશમાં!? કેવો હેન્ડસમ દેખાય છે !!’

‘એમ નથી...! મમ્મી...હું કોઇને ચાહું છું...!!’

જાણે વીજળી પડી ગીતાબેન પર...!!

‘શું બોલી...?? ફરી બોલતો...!!’ માનસીને ચાળા પાડતા એઓ બોલ્યા, ‘બોલી પડ્યા હું કોઇને ચાહું છું...!!’

‘હા, મમ્મી હું અમરને ચાહું છું...’ માનસીએ હિંમત કરી કહી જ દીધું, ‘મમ્મી, હું અમરને ચાહું છું...’

‘મરી ગયો તારો એ અમર-ફમર...!! ખબરદાર! બીજી વાર જો એનું નામ લીધું છે આ ઘરમાં તો...! ભવાડા કરવા તને કોલેજે મોકલાવતા હતા...!?’ ગીતાબેનની આંખમાંથી તણખા ઝર્યા અને જબાનમાંથી અંગારા...એમણે એમના અવાજને સંયત રાખવાની કોશિષ કરી હતી કે જેથી અવાજ ઓરડાની બહાર નહિ જાય.

‘મ...મ્મી...ઇ...ઇ...’ રડી પડતા માનસી મમ્મીને ભેટીને બોલી, ‘એક વાર એને મળી તો જો...પ્લીસ...!!’

‘અમને મારી નાંખવા છે તારે...!? સમાજમાં નાક કપાવવું છે અમારું...!? શું સમજે તું પ્યારને...!? અમે તને પ્યાર કર્યો તે ખોટો...!? ભણી-ગણી મોટી કરી તે આ માટે...!? તેં જો કંઇ આડું અવળું કર્યું છે ને તો તારી આ માનું મરેલું મ્હોં જોવા પણ આ ઘરમાં પગ ન મુકીશ..!’ ગીતાબેન પણ રડી પડ્યા,

‘આ જ બાકી હતું સાંભળવાનું તારા મ્હોંએથી...?? તારા પપ્પા તને દીકરો મારો, દીકરો મારો કરે એને દીકરાએ તો....’ ગીતાબેનના શબ્દો રુદનમાં વહી ગયા.

બે હાથો વડે માનસીના બાવડાથી પકડી એક રોષભારી નજરે નિહાળી ગીતાબેને કહ્યું, ‘આજ પછી તારે એકલા ઘરની બહાર જવાનું બંધ...સમજી...!? બહુ છુટ આપી રાખી છે તને તારા પપ્પાએ...!! ને બીજી વાર પ્યાર-ફ્યારની વાત કાઢી છે ને તો મારાથી બૂરું કોઇ ન હશે એ બરાબર સમજી લેજે...!’ ધક્કો મારી માનસીને એની પથારીમાં હડસેલી જુસ્સાથી ગીતાબેન જોરથી દરવાજો બંધ કરી રૂમની બહાર નીકળી ગયા.

પથારીમાં ફસડાયને માનસી રડતી રહી એના ભાગ્યને...!

મમ્મીએ એના પર નજર રાખવાની બરાબર વ્યવસ્થા કરી દીધી. કોઇને કોઇ તો સાથે હોય, હોય ને હોય જ. લગ્નની સર્વે તૈયારીઓ થઇ ગઇ હતી. સોસાયટીમાં મોટો મંડપ બંધાય રહ્યો હતો. હાથમાં મહેંદી મુકાય ગઇ...અને આવતી કાલથી પીઠીની વિધી હતી. માનસીનું હાસ્ય વિલાય ગયું હતું. મમ્મી કહેતીઃ જરા હસતું મોઢું રાખ...! પપ્પા પણ કહેતા કે હસ દીકરા...પરંતુ કેવી રીતે હસી શકે માનસી...??

સેવ મુહુર્તને આગલે દિવસે, લગ્નના ત્રણ દિવસ પહેલાં માનસીએ એની મમ્મીને એક ખૂણામાં બોલાવી, ‘હું અત્યારે અમરને મળવા જાઉં છું!!’ એના અવાજની મક્કમતા એ મમ્મીને ડરાવી દીધી, ‘હું કંઇ એની સાથે ભાગી નથી જવાી...!!સમજી...!? જો ભાગી જ જવાની હોત તો કે’દીની ભાગી ગઇ હોત તારી આ ફાની દુનિયાથી દુર એની સાથે!’ પોતાનામાં આવેલ હિમંતથી માનસીને ખુદને નવાઇ લાગતી હતી, ‘તારા પર, આ ઘર પર એનો ઉપકાર છે..

.કે આ મંડપ આમ સજી રહ્યો છે અને લગ્નના મંગલ ગીતો ગવાય છે નહિંતર આજે મારા નામના મરસિયા ગવાઇ રહ્યા હોત...!’ માનસી હવે અટકે એમ ન્હોતી આજે, ‘મારી સાથે કોઇને મોકલવાની જરૂર નથી. તારે જે બહાનું બતાવવું હોય તે બતાવજે તારા સગલાઓને...સમજી...?? બે-ત્રણ કલાકમાં તો પાછી આવી જઇશ. રિક્ષા કરીને જવાની છું અને રિક્ષામાં પાછી આવીશ.

..જરૂરથી પાછી આવીશ અને તેં જે મારી આ ચિતા સળગાવી ને છે એના પર હસતા હસતા ચઢી જઇશ...!!’ કમ્પાઉંડનો દરવાજો ખોલી માનસી સળસળાટ બહાર નીકળી ગઇ અને મમ્મી એને જતી જોઇ જ રહ્યા...સાવ અવાક્‌ બનીને...

એ સીધી પહોંચી હતી અમરના રૂમ પર.

વેકેશન હોય છાત્રાલય લગભગ ખાલી થઇ ગયું હતું. અમરના રૂમના બારણા દર વખતની જેમ અમસ્તા જ બંધ હતા અને અંદરથી આવતો શિવકુમાર શર્માના સંતુરનો મીઠો મીઠો અવાજ કેવડાની સુવાસને વધુ માદક બનાવતો હતો. માનસીના મનમાં જાતજાત વિચારોનું તુમુલ યુધ્ધ ચાલી રહ્યું હતું. એણે ચુપકીદીથી બારણું ખોલ્યું..

.ઇન્ટર્વ્યુ માટે અમર માર્કશિટ વગેરે ફાઇલ કરી રહ્યો હતો. એની પીઠ બારણા તરફ હતી...! કદીય અંદરથી બંધ ન કરાતા એ બારણાને આજે માનસીએ ધીરેથી બંધ કર્યું. અમર એની તરફ ફર્યો...માનસીના શ્વાસોની ઝડપ વધી. એણે એની નીલરંગી સાડીનો છેડો એના સુકોમળ તન ઉપરથી ઉતર્યો અને ફરસ પર પડવા દીધો...!! માનસીએ એની કંચુકીના બટનો હળવેકથી ખોલ્યા...!!

માનસીના ભારે શ્વાસ હવે લયબદ્ધ રીતે એના ઉન્નત ઉરોજને ઊંચાનીચા કરતા હતા...!! નીલરંગી સાડીમાં લપેટાયેલ અર્ધ અનાવૃત માનસી કોઇ જળપરી સમ ભાસતી હતી...!! માનસીએ આંખો બંધ કરી દીધી હતી...!!

સાગરને મળવા જતી સરિતાનો તલસલાટ એના શરીરને હળવે હળવે કંપાવી રહ્યો હતો. એના સહેજ સુકા પ્યાસા અઘરો ખુલી ગયા હતા...!! અમરના હોઠ પોતાના શેઠને સ્પર્શે એની રાહ જોતી...અમરમાં સમાય જવાની અદમ્ય તૃષ્ણા સાથે આંખો બંધ કરીને અમરને ઇજન આપી એના માટે પલવલતી ઉભી હતી.. સમય જાણે થંભી ગયો હતો.

અમર ધીમેથી એના સ્થાન પરથી ઉભો થયો અને નાના નાના ડગલા ભરી એ માનસી પાસે ગયો. ફરસ પર પડેલ સાડીનો પાલવ એણે ઋજુતાથી માનસીના શરીરની ફરતે લપેટ્યો..એના શ્વાસો પણ તેજ તો થયા જ હતા. માનસીના કપાળે એણે એક ચુંબન કર્યું.

હળવેકથી માનસીના કાનમાં કહ્યું, ‘માનસી...મારી માનુ..., જાગ..વ્હાલી...!!’ માનસીના મહેંદી ભરેલ હાથોની હથેળીમાં એણે ચુંબનો કરતા કહ્યું, ‘આ મહેંદીના પવિત્ર રંગમાં દાગ લગાવી મારે તને અપવિત્ર નથી કરવી...આપણા પાવન પ્રેમને વાસનાનું કલંક નથી લગાવવાનું આપણે...! આપણે પ્રેમ કર્યો છે...કરતા રહીશું...ભવોભવ...! મનના અગાઢમિલન સમક્ષ તનનું ક્ષણિક મિલન સાવ ક્ષુલ્લક છે...!

હું જાણું છું કે તારો અને મારો પ્યાર એ કંઇ ઊછળતા મોજા જેવો ઊન્માદ નથી. એ તો એક શાંત, નિતાંન, સતત ખળ ખળ વહેતા ઝરણા જેવી સચ્ચાઇ છે. એક સનાતન સત્ય છે આપણો પ્રેમ.’ ડૂસકું રોકી બોલ્યો, ‘જો, તારા મહેંદી ભરેલ હાથ મારા હાથમાં આવ્યા ને હું ય રંગીન બની ગયો...!’ એ મહેંદીથી મઘમઘતી હથેળીઓમાં ચુમીઓ ભરતા ભરતા અમર હસતા હસતા ડુસકે ડૂસકે રડી પડ્યો...!! એની આંખોના એ પવિત્ર આંસુઓમાં ક્યાંય ખારાશ ન્હોતી.

અમરની ખાદીની કફની બે મુઠ્ઠીમાં પકડી માનસી ફરસ પર ફસડાય પડી. એમ કરતાં અમરની કફની ફાટી ગઇ...માનસીનો આવેગ સમી ગયો...શાંત થઇ ગયો...એ હીબકાંઓ ભરવા લાગી. ઉભી થઇ એની સમક્ષ ઉબેલ અમરને ચહેરા પર...હોઠ પર...આંખ પર...ગાલ પર...ગરદન પર ચુંબનો પર ચુંબનો કરવા લાગી. એના નર્યા સ્નેહની હેલીમાં અમર તરબતર થઇ ગયો.

‘મને માફ કરી દે...!’ અમરને એકદમ આઘોશમાં લેતા માનસી રડી પડી. જાણે એ કદીયે એને છોડવાની જ ન હોય.

‘શા માટે તું માફી માંગે છે...?? તેં ક્યાં કોઇ ગુન્હો કર્યો છે ?? તેં તો પ્યાર કર્યો છે અને આજે એ પ્યારની પવિત્રતાની, સચ્ચાઇની કસોટી કરી છે.’ અમરે એના વાંસે પ્રેમથી ધીરે ધીરે હાથ પસવારતા કહ્યું.

‘તું મને ભુલી જ...જે...’ ફરી આંખ ભીની થઇ ગઇ માનસીની.

‘આપણા શાશ્વત પ્યારની કોઇ વિસાત નથી ને તને વિસરી જવું એ હવે મારા હાથની વાત નથી.’એની સાડી સરખી કરતા અમર બોલ્યો, ‘...અને આપણે શા માટે એક બીજાને ભુલી જઇએ !?’ માનસીના માથા પર પ્રેમથી હાથ પસવારતા, એની વિખેરાયેલ કેશરાશિને વ્યવસ્થિત કરતા અમર બોલ્યો, ‘તેં તો મને જીવવાનો મકસદ આપ્યો છે.

તેં મને બહુ આપ્યું છે. હવે એક છેલ્લું વચન આપણે સાથે લેવાનું છે. પ્રેમના દેવતા મુરલીમનોહરની સાક્ષીએ આપણે એક બીજાને વચન આપીએ કે આપણે આપણા જીવનસાથીને સુખી કરીશું...એમાં આપમા પ્યારને વચ્ચે ન લાવીશું...જીવન એ પ્રભુની મહેર છે. એ આપણે શક્ય હોય એટલી લહેરથી જીવી જઇશું...કોઇ પણ ફરિયાદ વિના...!!’

અમરે માનસીને પાણી આપ્યું, ‘ચાલ, લગ્નના ઘરે કન્યા લાંબો સમય ગેરહાજર રહે એ સારું નહિ! કેવી રીતે આવી છે? લ્યુના તો નથી લાવીને...?’ ગાલ પર વહી નીકળેલ સરવાણીને પ્યારથી લુંછી.

‘અમર...અમર...અમર...! કેવી રીતે લાવે છેે તું આટલી સ્વસ્થતા...? ક્યાંથી લાવે છે તું આટલી સ્વસ્થતા...?’ અમરને ફરી બાથમાં ભરી લેતાં માનસી ફરી ડૂસકાં ભરવા લાગી.

‘હું ય માણસ જ છું.’ નજર નીચી કરી અમર બોલ્યો, ‘સનમ, હું કોઇ સાધુ કે સંત પણ નથી...વે બેમોસમ આવું એવી વસંત પણ નથી. ચાલ, મારામાનો કાપુરુષ જાગી જાય એ પહેલાં તને ઘરે મોકલાવી દઉં અને જો, આજની રાતના દહેરાદુન એક્ષપ્રેસમાં હું પણ દહેરાદુન જનાર છું.

પછી તો રિક્ષા કરી અમર માનસીને સોસાયટીના દરવાજા સુધી મુકી આવ્યો.

છેલ્લી મુલાકાત હતી આ માનસીની અમર સાથે...એને ડૂબતી બચાવી હતી અમરે...! અમર પ્રત્યેની એની લાગણી હવે એક પૂજાના રૂપમાં ધીરે ધીરે પરાવર્તિત થઇ રહી હતી. એક દેવતાનું સ્થાપન થઇ ચુક્યું હતું એના મનમંદિરમાં...અમર કહેતો જીવન વર્તમાનમાં જીવાય છે. વર્તમાનની દરેક પળને માણો..તો ભવિષ્ય ઊજ્જવળ જ હશે.

માનસીને ધારવા કરતા વેહલી પાછી આવેલ જોઇને એની મમ્મીના જીવમાં જીવ આવ્યો. એ રાત્રીએ ગરબા-ડિસ્કો દંડિયાનો કાર્યક્રમ હતો. એમાં માનસી મુકીને નાચી. રાધાના ક્યાં કૃષ્ણ સાથે લગ્ન થયેલા...!! રાસ રમતા રમતા એણે વિચાર્યું...મીરાએ ક્યાં માધવને નિહાળ્યો હતો...!! એ તો પ્રેમ દિવાની હતી...!!

માનસી પણ પ્રેમ-દિવાની જ હતીને...!! એરી મેં તો પ્રેમદિવાની મેરા દરદ ન જાને કોઇ...!! ગાયકવૃંદ પાસે જઇ એણે મીરાનું આ ભજન ગાવાની વિનંતી કરી...! એને સહુએ આકાશ પ્રત્યેના પ્યારના રૂપમાં સમજીને વધાવી લીધું અને સહુએ એની વાહ વાહ કરી. આકાશને ડિસ્કો દાંડિયાના સ્ટેપ સમજાવતી માનસીને નિહાળી ગીતાબેને ગંગેશ્વર મહાદેવ જઇને દશહજાર બિલ્લીપત્ર ચઢાવવાની બાધા લીધી.

લગ્ન પ્રસંગ રંગેચંગે પતી ગયો. માનસીનો પાસપોર્ટ આવી ગયો. મુંબઇના બેત્રણ આંટા થયા આકાશ સાથે અમેરિકન કોંસ્યુલેટ જનરલ ખાતે. લગ્નના પુરાવા, ફોટાઓ, વિડિયો વગેરે રજુ કરાયા અને માનસીને વિઝા મળી ગયા અને માનસી આવી પહોંચી અમેરિકા. માનસીએ વર્તમાનમાં જીવવાનું શીખી લીધું હતું.

શીખવા માંડ્યું. સાવ નવી જ દુનિયા હતી અમેરિકામાં...! જિંદગીને એને નવા નવા અનુભવ કરાવવી હતી. જેવી છે તેવી જિંદગી અપનાવી લેવાનો એ પ્રયાસ કરતી હતી.

આકાશ સાથે એ પોતાની જાતને જોતરવાનો પ્રયત્ન કરતી. પણ ક્યાંક કંઇ ખુટતું હતું. ડુંગળીના પડળો એક પછી એક ખુલે એમ આકાશની વિકૃતિઓ બહાર આવી રહી હતી. એને જોઇતી વસ્તુઓ સમયસર ન મળે તો એને ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જતો. દરેક વસ્તુઓ એને હાથમાં જોઇતી. માનસીને એ પત્ની નહિં

પગની જુતી સમજતો હતો. ડ્રાયવિંગ શિખવતી વખતે જો કોઇ ભૂલ થઇ જાય તો અંગ્રેજીમાં ગંદી ગંદી ગાળો દેતો. માનસી જાણે એની દાસી હોય એમ વર્તતો આકાશ માનસીના મનમાં સ્થાન કેેવી રીતે પામી શકે...! છતાં માનસી પ્રયત્ન કરતી.

સાવ આવા જીવનની કલ્પના નો’તો કરે એણે.

અહિં અમેરિકામાં બધું જ મોટું મોટું હતું પરતું માણસોના દિલ બહુ નાના હતા. અરે!! દિલ જ ન્હોતા...!! ક્યાં જાય માનસી...?? કોને કહે એના દુઃખની વાત માનસી...?? એનું પોતાનું કહેવાય એવું કોઇ જ ન્હોતું...!

આકાશને ખુશ રાખવાનો હર પ્રયત્ન એ કરતી... પણ કોઇ અગમ્ય માનસિક વિટંબણાથી પીડાતો આકાશ એને વધારે પીડા જ આપતો..એના સુંદર શરીર પર, કોમળ અંગો પર આકાશ જ્યારે બચકા ભરતો અને પીડાથી એ ચીસ પાડતી તો આકાશ ખુશ થતો. માનસીના સંગેમરમરી શરીર પર રક્તવર્ણા ચકામાઓ ઉપસી આવતા. એને પીડા થતી અને આકાશને પોતાના પાશવી પૌરુષ પર ગર્વ થતો...! પ્રેમની એેની વ્યાખ્યા હતીઃ સેક્સ...ઉપભોગ...સંભોગ...!!

જે અક્ષત તનને લઇને એ આવી હતી એ દરરોજ ચુંથાતું હતું...!! લગભગ રોજ થતા પતિ દ્ધારા બળાત્કારનો એ ભોગ બનતી!! એની લાગણીઓની કોઇ કિમંત ન્હોતી આકાશને...!! માનસીને ઊબકા આવે એવી વિકૃત કામક્રિડાઓ કરવી પડતી. ન થાય તો ઉપરથી મણ મણની ગાળો પડતી.

રડી રડીને હવે તો આસુંઓ પણ સુકાય ગયા હતા.

આકાશના માતા-પિતા પણ આકાશને કંઇ જ કહી ન શકતા. સાસુ તરફથી પણ મ્હેંણા-ટોણા જ સાંભળવા પડતા. આકાશ એની ફરિયાદ એની મા શારદાબેન આગળ કરતો રહેતો. કહેતો કે. તારે લીધે, એની માને લીધે એણે આ ગમાર સાથે લગ્ન કર્યા છે...!! એણે તો લગ્ન જ કરવા ન્હોતા. શારદાબેનને પણ માનસીમાં ઊણપ જ દેખાતી. લેબ ટેકનિશિયનની નોકરીના બે-ત્રણ ઇંટર્વ્યુ આપતા છતાં એને નોકરી ન મળી ત્યારે એની મજાક ઉડાવતા આકાશે કહ્યું, ‘પૈસા આપીને ટોપર બની હતી કે શું...?? નવસારી સેંટરમાં તો ફર્સ્ટ આવી હતી!! અહિં ક્યાં હવા નીકળી ગઇ?’

સમય પસર થતો હતો. ઘરકામ કરીને માનસી થાકી જતી. સાસુ વાંધાવચકાઓ કાઢ્યા કરતી. સસરા સુમનભાઇનું સાસું આગળ આકાશ સમક્ષ કંઇ ઉપજતું ન્હોતું. એઓ સમયસર નોકરીએ જતા. કોઇ કંપનીમાં એંકાઉન્ટન્ટ હતા. સમયસર આવતા. મૌન મૌન જમી લેતા. ટીવી જોઇને સુઇ જતા. શનિરવિ રજાઓમાં મોટેલમાં બીજી નોકરી કરતા. એમનો કોઇ અવાજ ઘરમાં સંભળાતો ન્હોતો. પોતાના જ ઘરમાં જાણે એ મહેમાન બની રહેતા હતા.

થોડાં પ્રયત્ન બાદ માનસીને સેંટ મેરિ હોસ્પિટલમાં લેબ-ટેકનિશિયનની નોકરી મળી ગઇ..એને થયું ચાલો, હવે તો દિવસો સુધરશે...!! તો આકાશની નોકરી છુટી ગઇ. એને લે-ઑફ મળી ગયો. એ કહેતો, ‘હવે મારે કામ કરવાની શી જરૂર છે...?? ઘરમાં પગાર તો આવતો થઇ ગયોને...! ને સરકાર તરફથી અનએમ્પલોયમેંટ મળે છે.’ આખો દિવસ એ ટીવી જોયા કરતો, સુઇ રહેતો અને રાત્રે થાકીને આવેલ માનસીનું શરીર ચુંથતો.

માનસીને મરી જવાનું મન થતું...અમરને યાદ કરીને રાતોની રાતો જાગતી રહેતી. છતા તાકતી રહેતી. દિવ્યે પુરુષ છોડીને એક કાપુરુષને પડખે પડેલી માનસી ધીરે ધીરે અંદરથી મરી રહી હતી. ના, એણે મરવું ન્હોતું...અમરે કહેલુંઃ જીવન એ પ્રભુની મહેર છે. એ આપણે શક્ય હોય એટલી લહેરથી જીવી જઇશું..

.ઓ અમર, કેવી રીતે કરૂં લહેર...!? તું જ કહે કેવી રીતે...?? આંસુઓથી તકિયાના ગલેફ ભિંજાય જતા. હવે નોકરી પણ હતી અને ઘરનું બધું જ કામ માનસીએ કરવું પડતું...રસોઇ...લોંડ્રી...વેક્યુમ...અરે...બાગકામ પણ એણે કામમાં જોતરી દીધી જેણે એક પ્યાલો પાણીનો સાફ નહિ કરેલ એણે ઢગલો વાસણો સાફ કરવા પડતા.

‘ડિશ-વોશરમાં તો પાણી બહુ વપરાય જાય...’ એની સાસુ કહેતી, ‘અહિ પાણીના ય પૈસા આપવા પડે છે આ કંઇ નવસારી નથી, ન્યુ જર્સી છે...નટલી છે...!!’ એમનું ત્રણ બેડરૂમનું હતું નટલી ખાતે...!! શનિ-રવિ રજાઓમાં એની નણંદ ટપકી પડતી એને માટે અઠવાડિયાની રસોઇ બનાવવી પડતી.

એ બધું ખાવાનું પિયરથી જ લઇ જતી અને ફ્રોજન કરી દેતી. એની નણંદની પોસ્ટઓફિસમાં જોબ હતી. એને સમય ન્હોતો મળતો એમ એ કહેતી. ક્યાંય પ્યાર, સહકાર ન્હોતો અહિં અમેરિકામાં. લોકોના દિલ સાવ પોલા હતા...ખોખલા હતા...ઉપર ઉપરની ચમક હતી અહિં... સ્વાર્થી મતલબી દુનિયા હતી અહિં. ડોલર પાછળ સહુ પાગલ બની દોડતા હતા. માણસાઇનું નામોનિશાન ન્હોતું...સર્વના સુખોની વ્યાખ્યા અલગ હતી...!!

એણે નવસારી એના મમ્મી પપ્પાને જરા જાણ થવા દીધી ન હતી કે એ દોજખમાં જીવી રહી છે. ક્યારેક પપ્પાનો ફોન આવતો. એ વાતો કરતી હસી હસીને. પપ્પા પુછતા, ‘અમારી ફાઇલ ક્યારે કરવાની ?? સિટિઝન ક્યારે થવાની?’

એ કહેતી, ‘જલ્દી સિટિઝન થઇ જઇશને ફાઇલ કરીશ...!’

-ઓ પપ્પા!! તમે શું જાણો મારી હાલત...!?

અને એ દિવસ આવી પહોંચ્યો જ્યારે એને ખભર પડી કે એ મા બનાવવાની છે. એની ખુશી નો કોઇ પાર ન્હોતો.

‘આઇ એમ પ્રેગ્નનંટ...!!’ એક સાંજે આકાશનો સારો મિજાજ જોઇ એણે આકાસને ક્હું.

છેલ્લા થોડા સમયથી આકાશને દવા બનાવતી એક કંપનીમાં પેકેજીંગ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળી હતી. નિર્લેપ રહી એ બોલ્યો, ‘સો...!?’

-કેવો માણસ છે આ...!? માનસી એ વિચાર્યું. એ યુપ જ રહી. પણ એના તનબદનમાં જાણે હજારો બટમોગરા પાંગરી રહ્યા હતા. હવે એ આનંદમાં રહેવાનો પ્રયત્ન કરતી!! જિવન જીવવાનું એક કારણ મળી ગયું હતું એને...!! હોસ્પિટલની લેબમાં એની નોકરી બરાબર ચાલતી હતી અને સારી કામગીરીને કારણે એનો પગાર પણ વધ્યો હતો. એ સુપરવાઇઝર બની ગઇ હતી. આજે એની હાથમાં એના બાળકનું સોનોગ્રાફિક ચિત્ર આવ્યું. લેડી ડોક્ટર સ્ટેફનીએ કહ્યું, ‘કોંગ્રેટસ...માનસી...! યુ હેવ ક્યુટ બેબી ગર્લ લાઇક યુ...!!’

ફિલ્મમાની એ ઝાંખી બાળ પ્રતિકૃતીને માનસી જ રહી. એક બીજી માનસી આકાર લઇ રહી હતી એની અંદર... એણે એક ચુંબન કર્યું સોનોગ્રાફિની એ ફિલ્મને...!! અને હળવેથી હાથ ફેરવ્યો એના પેટ પર અને બોલી, ‘આઇ લવ યુ...માય ડોટર...!!’

ડોક્ટર પણ હસી પડ્યા. કાર ચલાવી એ ઘરે આવી. હાથમાં એ ફિલ્મનું મોટું એન્વલપ હતું. એ એણે સાચવીને લાગણીથી પકડ્યું હતું! સાસુ શારદાબેન પણ કામ પરથી આવી ગયા હતા અને ચા પી રહ્યા હતા. માનસીના હાથમાં એન્વલપ નિહાળી પુછ્યું, ‘શું છે...?’

માનસીને એમના સવાલની સમજ ન પડી...!! એણે પ્રશ્નાર્થ નજરે એમના તરફ જોયું.

‘રિઝલ્ટ શું છે....!?’

‘બેબી ગર્લ...!’ હસીને માનસીએ કહ્યું.

સાસુએ મ્હોં મચકોડ્યું. માનસીને એ ધ્યાનમાં ન આવ્યું. સાંજે આકાશ આવ્યો કામ પરથી. માનસીએ લાપસી રાંધી હતી આજે...એ ખુશ હતી. સાસુનું મ્હોં ચઢી ગયું હતું. આકાશને જમાડી એ જમવા બેસી. હવે રોજ ધીરે ધીરે ખોરાક વધારવો પડશે. એણે રોજ કરતા બે-ત્રણ કોળિયા વધારે ખાધા. વાસણ સાફ કરી બીજા દિવસે કામ પર લઇ જવા માટે ચાર ઝણાના લંચબોક્ષ તૈયાર કરી એ લિવિંગ રૂમમાં આવી. સસરા સુમનભાઇ આજે ઓવરટાઇમ કરવાના હતા એટલે રાત્રે મોડા આવવાના હતા.

આકાશ ટીવી જોતો બેઠો હતો. એ ઉભો થયો અને અંદરના એમના રૂમમાંથી પેલું એન્વલપ લાવી માનસી પર ફેંક્યું, ‘ગેટ રીડ ઓફ ઇટ...!’

‘વ્હોટ...??’ માનસી ચોંકી ગઇ. એ ધ્રુજી ઊઠી અંદરથી બહાર સુધી. વલોવાય ગઇ અંદરથી બહાર સુધી.

‘યસ..., આઇ ડોંટ વોંટ ગર્લ...!!’ પછી એ બરાડ્યો, ‘અંડરસ્ટેંડ...?? યુ બીચ...!!’

‘એપોઇંટમેંટ લઇ લેજે જલ્દીથી...’ સાસુએ કહ્યું, ‘મોડું થાય તે પહેલાં...!’

‘બા...!! તમે પણ...?’ માનસીને નવાઇ લાગી, ‘તમે પણ...?’

ઉઠીને રડતી રડતી એ એના રૂમમાં જઇ પથારીમાં પડી રડવા લાગી. આખી રાત એ રડતી રહી. સવારે ઉઠવાનું મન પણ ન થતું હતું. એના પર ગર્ભપાતનું દબાણ વધી રહ્યું હતું...પણ એ હવે મક્કમ થઇ ગઇ હતી. બહુ સહન કર્યું.

‘વોટ ડીડી યુ ડિસાઇડ...!? ક્યારે નિકાલ કરે છે...??’

‘શાનો...? આકાશ, જરા સમજ એમાં તારો પણ અંશ છે.’

‘વોટ અંશ..!? આઇ ડોંટ વોંટ...!!’ માનસીનો કાંઠલો પકડી આકાશ જોર કરી કરાંઝયો. ધક્કો મારી ગુસ્સામાં એની કારમાં બેસી ગયો. માનસી ફરસ પર ફસડાય પડી હતી... એને પણ નોકરીએ જવાનું હતું.

મ્હોં ધોય એણે પણ એના કામ પર જવા માટે કાર ચાલુ કરી. આખો દિવસ કામ કરી સાંજે જ્યારે માનસી ઘરે આવી ત્યારે વાતાવરણ તંગ હતુ. જાણે કંઇ ન થયું હોય એમ માનસી કામે લાગી. જમી પરવારી એ લિવિંગ રૂમમાં આવી. આકાશે ટીવી બંધ કરી એના તરફ વિચિત્ર નજરે જોયું અને બોલ્યો, ‘ક્યારે એપોઇંટમેન્ટ લે છે કે પછી હું લઉં...!? મોમ, તને ક્યારે ડે ઓફ છે ??’ એની મા તરફ જોઇ એણે પુછ્યું.

‘નેવર...! રાક્ષસ છે તું...!ખૂની છે...!! હું કદી એબોર્શન કરાવવાની નથી...યુ બેટર અંડરસ્ટેંડ...!!’

‘વ્હોટ કેન યુ ડુ...??વ્હોટ...??’

‘આઇ કેન ડુ એનીથિંગ ફોર માય ડોટર...!! આઇ મીન ઇટ...!’ ક્રોધને કારણે, રોષને કારણે માનસી ધ્રુજતી હતી, ‘ઇફ યુ એન્ડ યોર સ્ટુપિડ મોમ વિલ સ્પિક એબાઉટ એબોર્શન...યુ બોથ વિલ બી ઇન ધ જેલ...! આઇ વીલ કોલ ધ પોલિસ...!! એન્ડ એક્ષપ્લેઇન એવરીથિંગ...!!’ એ ફોન પાસે ગઇ અને ફોનનું રિસિવર ઉંચક્યું.

સહમી ગયો આકાશ...! ધીસ ખાય ગયા શારદાબેન...! આંખમાં આક્રોશ સાથે, હૈયામાં માતૃત્વની હિંમત સાથે હાથમાં ફોન લઇને ઉભી રહેલ માનસી રણચંડી સમ ભાસતી હતી. એના હાથમાં ફોન નહિ પણ જાણે માતાજીનું ત્રિશુળ હતું.

ફોન પકડી બન્ને તરફ માનસી થોડી વાર જોતી રહી, ‘વ્હોટ ડુ યુ વોંટ...?? ડિસાઇડ...બા, શું વિચારો છો...? જવું છે જેલમાં કે પછી મારી સેવાનો લાભ લેવો છે. બહુ સહન કર્યું પણ ખબરદાર મારી દીકરીને જો હાથ અડાડ્યો છે તો મારાથી બૂરું કોઇ નથી એ સમજી લેજો...તમે બન્ને...!’

ત્યારબાદ નેહાનો જન્મ થયો. માનસીના આનંદની કોઇ પરિસીમા ન્હોતી. નાનકડી પરી આવી હતી એના સુકા જિવનમાં બહાર બનીને...!! એ પરી આજે તો ડોક્ટર નેહા બની ગઇ હતી.

-અરે...!! કાલે તો નેહા આવવાની હતી. માનસીએ હીંચકાને ઠેલો માર્યો. નેહા સાઇક્રિયાટિસ્ટ બની હતી અને એના રિસર્ચ પેપરના પ્રેઝન્ટેશન માટે એ શિકાગો ગઇ હતી ઇન્ટરનેશનલ બ્રેઇન કોન્ફરન્સમાં. ન્યુ જર્સીમાં એક નામી યુવાન માનસ ચિકિત્સક તરીકે એની ગણના થતી હતી.

નેહાને મોટી કરતા કેટલી તકલીફ પડી હતી...!?

નેહાના જન્મ પછી આકાશે એનામાં રસ લેવાનું, એના શરીરને ચુંથવાનું ધીરે ધીરે ઓછું કરી દીધું... પણ એને એક બૂરી આદત લાગી હતી શરાબ પીવાની. રોજ વ્હિસ્કીની બાટલી ખોલી બેસતો. જામ પર જામ ખાલી થતા...!! માનસીએ પણ એની અવગણના જ કરી...! કરે જ ને...!? સમય પસાર થતો હતો. માનસીએ પપ્પા, મમ્મી, ભાઇની પીટીશન ફાઇલ કરી દીધી હતી અને એમને વિઝા મળી ગયા હતા. એઓની માનસીને રાહ હતી. પપ્પાની તમન્ના પુરી થઇ જશે તો એક એ દેવું ઉતરશે...! માનસી વિચારતી.

એક રાત્રીએ નશામાં ચુર થઇ આકાશે માનસી સાથે બળજબરી કરી. નેહા માનસી સાથે સુતેલ હતી એની ય પરવા કર્યા વિના નશામાં ધુત આકાશ માનસી પર તુટી પડ્યો...! એની પારાકાષ્ટાની ક્ષણોએ એ બોલતો હતો, ‘મેગી...!! આઇ લવ યુ...! મેગી આઇ...’ પછી નશા હેઠળ અંગ્રેજીમાં ભદ્દા બિભત્સ લવારા કરતો અમર નિંદ્રાધિન થયો...માનસીના ઊંઘ વેરણ કરીને.

-હવે આ જ બાકી રહ્યું હતું!? વિચારી માનસી પથારીમાંથી ઉભી ઇથ. અસ્તવ્યસ્ત મન સાથે એણે એના વિખેરાયેલ વસ્ત્રોને સરખા કર્યા. બે વરસની ઊંઘતી નેહાને એને પ્રેમથી ઉપાડી બાથમાં લીધી અને પથારીમાં પથરાયેલ આકાશના મ્હોં પર તિરસ્કારથી થૂંકી બીજા રૂમમાં જઇને એ સુઇ ગઇ! આકાશના જિવનમાં બીજી સ્ત્રી પ્રવેશી હતી. એટલે જ એ માનસીને હેરાન કરતો ન્હોતો. આકાશ નાનકડી ઢીંગલી જેવી નેહા સાથે ભાગ્યે જ વાતો કરતો. નેહા કાલી કાલી ભાષામાં એની સાથે વાતો કરતી તો મ્હોં ફેરવી લેતો કે અવગણતો અથવા તો નેહાને બુમ પાડીને કહેતો, ‘ટેઇક કેર ઓફ યોર સેમ્પલ...!!’

હવે આકાશ વધારે બહાર જ રહેતો. શનિરવિમાં પણ ઘરે બહુ ઓછું આવતો. સાસુ શારદાબેન નેહાને મ્હેણા-ટોણા મારતાઃ તારે લીધે આકાશ આવો થઇ ગયો. તારામાં ખામી એટલે બહાર રખડે નહિં તો શું કરે...!!

બે દિવસથી આકાશ ઘરે ન્હોતો આવ્યો. એક વાર એનો ફોન આવેલ. માનસીને પડખાં ફરતી હતી. નેહાને થોડો તાવ જેવું હતું એટલે દવા પીવડાવી સુવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. ફોનની ઘંટડી વાગી. માનસીએ ઘડિયાળમાં જોયું, અગિયાર વાગી રહ્યા હતા. રાત પડી આકશનો જ ફોન એમ કરી કંટાળા સાથે એણે ફોન ઉપાડ્યો, ‘હ...લ્લો...!’

‘............’

એના હાથમાંથી ફોન પડી ગયો. એક ડૂમો ઉભરાયને સમી ગયો એના દિલમાં.

આકાશને એક્સિડંડ થયો હતો. ટર્નપાઇક નોર્થ પર કે સાઉથમાંથી સાવ ખોટી રીતે ઘુસી ગયો હતો અને એની કાર ભારેખમ ટ્રક સાથે ધડાકાભેર અથડાય હતી. સ્થળ પર જ આકાશ મોતને ભેટ્યો હતો. સાથે માર્ગારેટ-મેગી પણ હતી...!! એને પણ વાગ્યું હતું. આકાશના લોહીમાં કાયદેસરના આલ્કોહોલ લેવલ કરતા પાંચ ગણો વધારે આલ્કોહોલ હતો. આકાશની ફ્યુનરલ પતી. એના મોત માટે પણ માનસીને જવાબદાર માનવામાં આવી. હૈયાફાટ રૂદન કરતા શારદાબેન એને કોસતા કહ્યું, ‘મારા દીકરાને ભરખી ગઇ...!!’

આકાશના ચાલ્યા જવાથી એક રાહત થઇ ગઇ માનસીને. હાથમાંથી બંગડીઓ તો એણે તોડી નાંખી પણ સહુની નવાઇ વચ્ચે સરસ મજાનો લાલ કુમકુમનો ગોળ મટોળ ચાંદલો કરવાની શરૂઆત કરી એણે! અમરના નામે રોજ સવારે એ કુમકુમ લગાવતી. સસરા તો પહેલેથી જ બોલતા ન હતા. એક રાત્રે સુતેલ સસરા સુમનભાઇ સવારે ઉઠ્યા ઉઠ્યા જ નહિ.

માનસીએ એમની દવાનો ડબ્બો તપાસ્યો. એમની દવાની કાળજી માનસી જ રાખતી હતી. બ્લડ પ્રેશર ઘટાડવાની ગોળીનો ઓવરડોઝ લઇને એમણે મોતની સોડ તાણી હતી!! એ દરમ્યાન જ નવસારીથી એના મમ્મી, પપ્પા અને મનિષ આવી ગયા. એમના માટે એણે અગાઉથી જ એપાર્ટમેન્ટ ભાડે રાખી લીધેલ એટલે એમને સીધા ત્યાં જ ઉતર્યા. એમના આવ્યેથી માનસીને ઘણી જ રાહત થઇ. સસરાના સ્વર્ગવાસથી ઘરના મોર્ટગેજના હપ્તા ભરાતા બંધ થઇ જતા ઘર ફોરક્લોઝરમાં ગયું!

સાસુ નણંદ સાથે રહેવા ગયા અને નેહા સાથે એના પપ્પાને ત્યાં એપાર્ટમેન્ટ પર રહેવા ચાલી ગઇ. આ દરમ્યાન એણે બે-ત્રણ વાર અમરને દહેરાદુન જેવા તેવા સરનામા સાથે પત્રો લખ્યા. પણ એનો કોઇ જવાબ ન આવ્યો. પપ્પા મમ્મીને એમની ભુલ સમજાય હતી. બહુ જ રડ્યા હતા બન્ને. મનહરભાઇને તો બેંકમાં તરત નોકરી મળી ગઇ. નેહાને મમ્મી સાચવતી. નાનકડી નેહાને પપ્પાની યાદ આવતી. એ પુછતી, ‘મમ્મી, પપ્પા ક્યાં છે ?’

નેહા એની ભોળી ભોળી આંખોમાં નિહાળી કહેતી, ‘તારા પપ્પા તો ભગવાનને ત્યાં ગયા છે !’

‘કે...મે...?’ નાનકદડી નેહા પાસે સવાલની ક્યાં કઇ ખોટી હતી.

શું કહે માનસી? નેહાને વહાલથી ચુંબન કરી એણે કહ્યું, ‘એ તો જે માણસ સારા હોય એમની ભગવાનને પણ જરૂર હોય છે...!!’

‘મારે પપ્પા પાસે જવું છે.’ નેહા રડતી...અને માનસીએ એના ઘરની દીવાલ પર આકાશની તસવીર ટિંગાડી. જેથી નેહાને થોડી રાહત રહે. નેહાને પપ્પાની ખોટ ન પડે. માનસીએ નક્કી કર્યું કે, નેહાને આકાશની સચ્ચાઇ વિશે કદીય જાણ ન થવા દેવી. દરેક દીકરી માટે એના પિતા એક હીરો હોય છે.

એના મમ્મી પપ્પાને પણ એણે કહી દીધું, ‘કોઇએ પણ નેહા સમક્ષ આકાશની જરાય બૂરાઇ ન કરવી. કદી પણ નહિ.’ ત્યારથી આકાશની એ તસવીર ઘરના લિવિંગ રૂમનો એક ભાગ હતી.

નેહા મોટી થતી ગઇ. એ એકદમ માનસી જેવી જ દેખાતી હતી. ફક્ત રંગ સહેજ શામળો હતો આકાશ જેવો...બાકી માનસીની પ્રતિકૃતી હતી નેહા! ભણવામાં ખુબ જ હોશિયાર...! મહેનતુ...! ચતુર...!! નેહાને માનસી એવી રીતે ઉછેરી કે એ એની મા કરતા મિત્ર વધારે હતી. પુરી સ્વતંત્રતા હતી નેહાને. પણ ક્યાંય કોઇ સ્વચ્છંદતા ન્હોતી એનામાં!

મમ્મી પપ્પા સાથે રહેવાને કારણે એનેે સમય મળવા લાગ્યો. એણે કોલેજ જવા માંડ્યું. ઇવનિંગ કોલેજ. સિંગલ મધર અને વિડો-વિધવા હોવાથી એને સરકાર તરફથી ઘણી મદદ મળી. એ સર્ટિફાઇડ પેથોલોજિસ્ટ થઇ ગઇ.

એણે નોકરી બદલી. લેબકોર્પમાં મેનેજરની નોકરી મળી અને ઘરમાં પૈસાની પણ ખાસી છુટ થઇ. મમ્મી-પપ્પા બહુ દબાણ કર્યું બીજા લગ્ન માટે. પણ માનસીએ એમને કહ્યું, ‘એક વાર નરકમાંથી હું માંડ માંડ બહાર આવી છું. હવે તમે બીજી વાર દબાણ નહિ કરતા. તમારે રસ્તે ચાલતા શું થયું એ તમે જોયું છે ને? પપ્પાને આવવું હતું અમેરિકા. મેં બોલાવ્યા. તમે આવી ગયા. પણ મારી જિંદગી હવે તમે દાખલ ના કરશો.’

બીજીવાર લગ્ન કરવાનો વિચાર પણ એ કેવી રીતે કરી શકે? એ કારણે જ એણે દેશ જવાનું ય ટાળ્યું. જો દેશ જાય તો લોકો ખોટી પિષ્ટ-પોષણ કરે. બીજી વાર માટે દબાણ કરે..ખોટી ખોટી પંચાત કરે...!! હાથે કરીને એેણે દેશવટો વ્હોરી લીધો અને એનો કોઇ અફસોસ પણ ન્હોતો થતો.

ભાઇ મનિષ સોફ્ટવેર એન્જિનિયર બન્યો. એને કેલિફોર્નિયા નોકરી મળી ગઇ. એ પણ પર પરણી ગયો અને એના બાળકોને સાચવવા મમ્મી પપ્પા એને ત્યાં રહેવા ગયા.

માનસીએ ત્રણ બેડરૂમનું હાઉસ લીધું અહિં ડોવર ખાતે. અને અત્યારે માનસી ઘરના એના સહુથી મનપસંદ સ્થળ ડેકના હીંચકે બેસી એની મનગમતી પ્રવૃત્તિમાં રમમાણ હતી. એ હતી અમરની સાથે વિતાવેલ એક એક પળને ફરીથી જીવવાની! અમરની કોઇ જ ભૌતિક-સ્થુળ વસ્તુ કે ચીજ એની પાસે ન્હોતી. ન તો એનો ફોટો હતો. ન તો એના પત્ર...કે ન કોઇ અન્ય ભેટ...!! પણ માનસી જાણે અમર સાથે જ જીવી રહી હતી.

અમર સાથે એના મનોમન સંવાદો થતા. વિચારોની આપ-લે થતી.

..શતરંજની બાજીઓ મંડાતી રમાતી... યોગાભ્યાસ થતો...અને ક્યારેક રિસામણા-મનામણા પણ થતા...અમર...અમર...અમર ક્યાંય અલગ ન હતો એનાથી...! કદી ય વિખુટો નહોતો થયો એનાથી. વર્તમાનમાં જીવી રહેલ માનસી મનોરોગીની કક્ષા વટોળી અમરની યુવાનીના વરસો સજાવ્યા હતા. શણગાર્યા હતા. વિતાવ્યા હતા. અમરને મનપસંદ રંગોની સાડીઓની ભંડાર હતો એની પાસે.

અમરના નામે રોજ સવારે કપાળે કંકુનો ચાંદલો થતો. એની યાદોએ એની રાતોને રંગીન બનાવી હતી એણે. અમર સાથે મનોમન સંવનન કર્યું હતું. માણ્યો હતો એને. એની પૂજા કરી હતી. એનો ઇશ્ક ઇબાદતની ય સીમા વટાવી ગયો હતો. એના મનમંદિરમાં સ્થાપેલ એ દેવની રોજ એ અર્ચના કરતી. એની સાધના કરતી કરતી માનસી ક્યારેક તો વર્તમાનથી ય સાવ વિખૂટી પડી જતી. સમાધિ અવસ્થામાં પહોંચી જતી.

‘મો...મ...!!’ અંધારિયા ડેક પર અચાનક નેહા ધસી આવી, ‘લાઇટ તો કર...!! અને જો તો કેટલી ઠંડી છે ને તું આ...મ...!!’ જલ્દી જલ્દી અંદરથી ક્લોઝેટમાંથી પશ્મિના સાલ લઇ આવી નેહાએ હેતથી માનસીની ફરતે વિંટાળી ડેક પરની લાઇટ સળગાવી. ડેકના ચાર ખૂણે આવેલ ચાર દુધિયા ગોળાઓએ તેજ ચાંદની જેવો પ્રકાશ રેલાવ્યો.

‘તું...?? તું તો કાલે આવવાની હતીને...?!’ માનસી વર્તમાનમાં આવી.

‘તને સપ્રાઇઝ આપવા વહેલી આવી ગઇ...!!’ નેહા એના નટખટ નયનો લડાવતા કહ્યું. માનસીને નેહાની આંખોમાં રેશમી તોફાન નીહાળ્યું...

‘સરપ્રા...ઇ...ઝ...?!’

‘યસ!! માય ડાર્લિંગ મોમ...!! આઇ હેવ એ ગેસ્ટ વિથ મી...!!’ હીંચકાની સામે ફોલ્ડિંગ ખુરશી ખોલી એણે ડેક પર આવવાનો કાચનો સ્લાઇડિંગ દરવાજો સરકાવી કહ્યું, ‘પ્લીસ, કમ ઓન ડેક...!! આઇ ડોલ્ડ યુ...માય મોમ વિલ બે ઓન ડેક...એન્ડ શી ઇસ હિયર...!!’

એ દરવાજામાંથી એક સહેજ ઊંચા યુવાને પ્રવેશ કરી નીચા નમી માનસીના ચરણસ્પર્શ કર્યા અને સામે ગોઠવેલ ખુરશીમાં એ ગોઠવાયો.

એ યુવાનને જોતાં જ માનસી સાવ ચોંકી ગઇ. માનસીને લાગ્યું કે એનું હ્ય્દય એકાદ-બે ધબકારા ચુકી ગયું. જાણે ખુલી આંખે એ કોઇ શમણું જોઇ રહી!! એજ ભાવવાહી ચહેરો...એજ વિખેરાયેલ શ્યામરંગી ઝુલ્ફાં... એ જ તેજોમય પહોળું કપાળ...કથ્થઇ રંગની મોહક ગહેરી આંખો..એ જ નાનકડા ખાડા વાળી ચિબુક... હસે ત્યારે પડતા એ નાના નાના ખંજનો... એ જ સહેજ લાંબુ પણ નકશીદાર નાક... વિશાળ ખભા... જાણે અમર એના મનમાંથી...એના વિચારોના વનમાંથી આવીને સીધો ખુરશી પર ગોઠવાય ગયો હતો...માનસીના શ્વાસો-શ્વાસની ગતી તેજ થઇ રહી હતી.

‘મોમ...મી...ટ ડોક્ટર...માનસ...!’ નેહાએ ઉત્સાહથી એ યુવકની ઓળખ કરાવતા કહ્યું.

હાથની ઇશારો કરી માનસીએ એને બોલતા અટકાવી અને જાણે અવકાશમાં નિહાળી ગેબી અવાજે એ બોલી, ‘માનસ અમર ઓઝા...ફ્રોમ દહેરાદુન...ઇંડિયા...!!’

હવે ચોંકી જવાનો વારો હતો નેહાનો...માનસનો...! બન્ને સાવ અવાક...!! સાવ સ્તબ્ધ...!!

એ બન્ને કંઇ સમજે વિચારે તે પહેલાં તો માનસી ખુરશી પરથી યંત્રવત્‌ ઉભી થઇ. એમ કરતાં એની શાલ ખભા પરથી સરકીને ડેકની ફ્લોર પર પડી. જાણે કોઇ વશીકરણ હેઠળ ડગલા ભરતી હોય એમ માનસીએ નીચા નમી ખુરશી પર બેઠેલ માનસના વિશાળ ભાલપ્રદેશ પર એક પ્રેમાળ ચુંબન કર્યું...એના માનસને...માનસીની આંખો વહેતી હતી. ચહેરા પર દિવ્ય હાસ્ય હતું. હીબકાં ભરતી માનસી ફરી હીંચકા પર ધબ્બ દઇને બેસી પડી...!

શું થઇ રહ્યું છે...શા માટે થઇ રહ્યું છે...મોમ કેમ આમ કરે છે...નેહાને કંઇ સમજ પડતી ન્હોતી.

‘મો...મ...!?’ એને માનસીની ચિંતા થઇ આવી...માનસીની એકદમ નજદીક સરકી એણે પુછ્યું, ‘મો...મ, હાઉ ડુ યુ નો હિસ લાસ્ટ નેઇમ...!?હિસ ફાધર નેઇમ....!?’

માનસીએ કોઇ જ જવાબ ન આપ્યો. એ તો પહોંચી ગઇ હતી નવસારીના છાત્રાલયના પેલા નવ નંબરના રૂમમાં કે જ્યારે એણે પહેલી વાર અમરને એકલતામાં સાવ નજદીકથી મહેસુસ કર્યો હતો. એના સ્પર્શને માણ્યો હતો. એના સામીપ્યને અનુભવ્યું હતું... એની છલકાતી આંખોમાં એ ચિત્ર તરી કહ્યું હતું. માનસી જાણે અહિં હતી જ નહિ...!! એના મ્હોં પર હાસ્ય હતું પણ આંખોમાંથી આનંદાશ્રુની હેલી વરસી રહી હતી. મનોચિકિત્સક નેહાને મોમની ચિંતા થઇ રહી હતી. જે કંઇ બની રહ્યું હતું એ એની સમજ બહારનું હતું. જ્યારે માનસને સંકોચ થઇ રહ્યો હતો.

‘મો...મ...!!’ નેહાએ માનસીને સહેજ ઢંઢોળી..એણે એના આંસુઓ લુંચ્છયા. માનસી ફરી વર્તમાનમાં આવી. હીંચકા પર નેહા એના ડાબે પડખે બેઠી હતી. માનસી રડી રહી હતી. હસતા હસતા હીબકા ભરી રહી હતી. માનસ પણ ઉભો થયો. અને માનસીની જમણે પડખે એ ગોઠવાયો...!!

‘સાચા પ્યારનો હંમેશ વિજય થાય છે! ઇતિહાસ પુનરાવર્તિત થઇ રહ્યો છે...હિસ્ટ્રી રિપીટ્‌સ...!’ માનસીએ નેહાનો પંજો પોતાના ખોળામાં લઇ હાથથી પસવારતા પસવારતા કહ્યું...એણે માનસનો પંજો પણ બીજા હાથેથી પ્રેમથી પકડ્યો અને નેહાનો હાથ એનાં હાથમાં મુકી એના પર પોતાના બન્ને પંજા મુકી એ ફરી બોલી, ‘હિસ્ટ્રી રિપીટ્‌સ ઇટસેલ્ફ!! હું નેહાની આંખોમાં પ્રેમની ઉષ્મા જોઇ રહી છું..

.પહેલાં પહેલાં પ્યારના પારિજાત ખીલતા સુંઘી રહી છું. તો માનસ, માય સન, તારા નયનોમાં પણ એના પ્રત્યેના પ્રેમ પાંગારતો નિહાળી રહી છું...!! યુ આર ફોર ઇચ અધર...ફોર એવર...એંડ એવર...! ગીવ મી એ પ્રોમિસ...!!’ માનસી ભીના અવાજે કહ્યું...

‘ઓહ...મોમ્‌...!!’ નેહાએ પર સહેજ શરમાઇને માનસીના ખભા એનું મસ્તક પ્યારથી નમાવી દીધું...માનસે પ્યારથી નેહાની હથેળી દબાવી.

‘મોમ...!! બટ આઇ કેન નોટ અંડરસ્ટેંડ...!!’ નેહા નવાઇથી બોલી, ‘હાઉ ડુ યુ નો...’

‘આઇ નો મેની થિંગ્સ એબાઉટ હિમ...!! મે બી હિ ડીડન્ટ નો...!’ હસીને માનસી બોલી, ‘એનું નામ માનસ છે કેમકે મારૂં નામ માનસી છે...! આઇ એમ માનસી...!!’ બન્નેના હાથ હજુ માનસીના હાથમાં જ હતા અને માનસી એને કસીને પક્ડયા હતા.

‘ઓહ...! આઇ ડિડ નોટ રિયાલાઇઝ!!’ નેહાને નવાઇ લાગી.

‘ઇટસ્‌ એ લોંગ ટુ સ્ટોરી માય લવલી ડોટર...!’ માનસી જાણે હજુય અગમમાં નિહાળીને જ બોલી રહી હતી, ‘મને એ પણ ખબર છે કે એના ફાધરને એ ઓઝાસાહેબ કહીને બોલાવે છે...! એમ આઇ રાઇટ્‌!?’ માનસના ગાલ પર પ્રેમથી હાથ પસવારતા કહ્યું.

‘હા...યસ...!!’ માનસ ચમક્યો...!

‘...અને મોમને...મધરને કદાચ બાસાહેબ...!!’

‘યસ્‌...યસ્‌....!!’ સહેજે અટકીને થૂંક ગળતા એ બોલ્યો, ‘પ...ણ, મેં બાસાહેબને ફોટામાં જ વધારે જોયા છે...! એની આંખમાં એક ખાલીપો છવાય ગયો.

માનસીએ ઊંડો શ્વાસ લઇ એના ફેફસાંમાં ભર્યો અને થોડી વાર રોકી રાખ્યો. માનસ ગમગીન થઇ ગયો અને પછી વિનંતી કરતો હોય એમ બોલ્યો, ‘હું તમને બાસાહેબ કહી શકું...!?’

‘વ્હાય નોટ...!? માય સન...!’ ભૂતકાળમાં નિહાળતો હોય એમ માનસ એના ઘેરા અવાજે બોલી રહ્યો હતો, ‘દહેરાદુનના જંગલોમાં ઊગેલ વરસો જુના વૃક્ષો કોઇ અગમ્ય રોગને કારણે મરી રહ્યા હતા. સરકાર ચિંતામાં હતી.

ઓઝાસાહેબના માર્ગદર્શન હેઠળ એક કમિટી બનાવી હતી એનું કારણ શોધવા. એના સેમ્પલિંગ માટે, સરવે માટે દુન વેલીના ગાઢ જંગલોમાં ત્રણ દિવસનો કેમ્પ હતો. ઓઝાસાહેબ બાસાહેબને મોટેભાગે સાથે જ લઇ જતા. બહુ પ્રેમ કરતા હતા એમને. હું તો સાથે હોઉં જ! જંગલમાં રાવટીઓ નાંખવામાં આવી હતી. ઓઝાસાહેબ અને એમની ટીમ અંદર જંગલમાં સેમ્પલિંગ માટે ગઇ હતી. અને બાસાહેબને એરૂં આભડ્યો...’

‘વ્હોટ...?’ નેહાને સમજ ન પડી.

‘સ્નેહ બાઇટ...!! સાપ કરડ્યો...ઝેરી સાપ...દોડતા જઇને ઓર્ડરલીએ ઓઝાસાહેબને જાણ કરતા એઓ તુરંત દોડી આવ્યા. બાસાહેબને પીએચસી પર લઇ જવા માટે જીપમાં સુવડાવ્યા..જીપ મારી મુકી હતી એમણે પણ...’ માનસની આંખ ભીની થઇ...અવાજ ગળગળો થઇ ગયો, ‘પ...ણ રસ્તામાં જ જીપ બગડી ગઇ. અ...ને બાસાહેબે ઓઝાસાહેબના ખોળામાં જ...!’ માનસ ચુપ થઇ ગયો.

ડેક પર એક ગમગીની છવાઇ ગઇ.

‘ઓહ સો સેડ...’ નેહા ઉઠીને માનસની બાજુમાં બેસી એને દિલાસો આપવા લાગી. માનસે જલ્દીથી સ્વસ્થતા મેળવી લીધી, ‘ત્યારથી ઓઝાસાહેબ જ મારા બાસાહેબ છે..!! કદી ય મને મધરની ખોટ પડવા નથી દીધી. હાલરડાં ગાઇને મને સુવડાવ્યો છે. વાર્તાઓ કરી છે મને. સંતાકુકડી રમ્યા છે મારી સાથે.’

-એ છે જ એવો!! માનસીએ વિચાર્યું...પછી એ બોલી, ‘ઇટ્‌સ સો કોલ્ડ...લેટ્‌સ ગો ઇનસાઇડ...’

વાતાવરણ ગમગીન થતું અટકાવવું જરૂરી હતું. સહુ ઘરમાં આવ્યા.

નેહાએ ઓલિવ ગાર્ડન પર ફોન કરી કૂડ ઓર્ડર કર્યું. બન્ને સાથે જઇને ટેઇક આઉટમાંથી ખાવાનું લઇ આવ્યા. નેહા અને માનસ એક જ ડિશમાંથી ખાઇ રહ્યા હતા. જાણે વરસોથી બન્ને એક બીજાને જાણતા ન હોય!! ડાયનિંગ ટેબલ પર એમની સામે બેસીને માનસી પાસ્તા ખાઇ રહી હતી. માનસીને એ જોઇ અમરની યાદ આવી ગઇ. એક વાર દુધિયા તળાવ પર ઉભા રહેતા ભૈયાજી પાસે એઓ આમ જ પાણીપુરી ખાઇ રહ્યા હતા.

ભૈયાજીને ઇશારો કરી અમરે માનસીને તીખી તમતમતી પાણીપુરી ખવડાવી દીધી હતી!! માનસીએ એ તિખાશ અત્યારે પણ અનુભવી અને પાસ્તા જાણે એને તીખા લાગ્યા હોય એમ એણે પાણી પીધું. એની આંખોમાં ય તિખાશની ભિનાશ તરી આવી.

‘સો માનસ...વ્હોટ ઇસ યોર સ્કેડ્યુલ...!?’ માનસીએ પાણીનો ગ્લાસ મુકી નેહાને ફોર્ક વડે પ્રેમથી પાસ્તા ખવડાવી રહેલ માનસને પૂછ્યું.

‘મોમ...!’ નેહાએ માનસને બદલે જવાબ આપ્યો. માનસીના ધ્યાનમાં એ પણ આવ્યું. ‘એણે ન્યુયોર્ક જોવું છે. એ બ્રેઇન સર્જન છે. એનું સ્ટેટ ઓફ ધ આર્ટ એવું બ્રેઇન સર્જીકલ સેન્ટર છે દેહરાદુનની બ્યુટિફુલ વેલીમાં. એટલે એમાં ઉપયોગમાં આવે એવા લેટેસ્ટ ગામા-નાઇફ ઇન્સ્ટુમેન્ટસ્‌ માટે એના મેન્યુફેક્ચરરની એપોઇંટમેન્ટ છે ટ્યુસડેએ. અ...ને...આવતા ફ્રાઇડે એની રિટર્ન ફ્લાઇટ છે કોન્ટિનેંટલ એરલાઇનની નેવાર્કથી!!’

‘નેહા, હની!!’ માનસીએ નિર્ણય કરી લીધો, ‘બુક માય ટિકીટ વિથ હીમ...એની હાઉ...એની કલાસ...!!’ હસીને બોલી, ‘અમરે...આઇ મીન ઓઝાસાહેબે મને બહુ સરપ્રાઇઝ આપી છે. હવે એનો સરપ્રાઇઝ થવાનો વારો છે. માનસ સાથે એના બાસાહેબ પણ જશે...!!’

‘ઓ... મા...આ...ય ગો...ઓ...ડ...!!’ નેહા મોટ્ટેથી હસીને આશ્ચર્યચકિત થઇ બોલી, ‘મો...મ...!! ઓ મા...ય ડિયર મોમ, યુ આર ગ્રેઇટ...!! સિમ્પલી ગ્રેઇટ !! યુ નો વોટ!? તેં તો મારા મનની વાત સાવ આસાન કરી દીધી.’ માનસીને પ્રેેમથી ગળે વળગી નેહા બોલી, ‘હું પણ અહિંની આ મની ઓરિએન્ટેડ મેડિકલ ઇન્ડ્રસ્ટ્રીથી સાવ ત્રાસી ગઇ છું!! આઇ એમ ફેડ અપ વિથ ઓલ ધીસ!! માનસ કહેતો હતો કે ત્યાં ઇંડિયામાં

મનોરોગી માટે કોઇ સારી વ્યવસ્થા નથી અને બિચારા ઘણા પાગલો સ્ટ્રીટ પર રખડે છે કે જેઓ નાનકડી કાળજીભરી સારવારથી ફરી નોર્મલ જીવન જીવતા થઇ જાય. એણે તો એવાની સારવાર-સેવા કરવા એક સંસ્થા પણ ફોર્મ કરી છે.’

‘મનમં...દિ...ર...!!’ માનસે હળવેથી કહ્યું.

‘હા, મારે એ મનમંદિરમાં સેવા કરવી છે...!! મોમ, તને હું વાત કરતા ડરતી હતી!! પણ માય ડાર્લિંગ મોમ, આઇ લવ યુ...!!’ નેહા માનસીને ફરી હેતથી બળપુર્વક ભેટી પડી. એના આનંદની, એના આશ્ચર્યની કોઇ સીમા ન્હોતી.

‘થેંક યુ...! બેટા, હું તો કંઇ નથી જ્યારે તું અમરને મળશે ત્યારે તને સમજાશે કે સાચો માણસ કોને કહેવાય...!!’

અને એ શુક્રવારે માનસી, નેહા અને માનસને લઇને નેવાર્કના લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કોન્ટિનેંટલ એરલાઇનની ફ્લાઇટ સીઓ ૪૮ હવામાં તરતી થઇ ત્યારે દુર દુર દુનની વાદીઓમાં મોસમ બદલાય રહી હતી.

(સમાપ્ત)

ઘરઘરાટનો ચકખડાટ

છેલ્લા કેટલાંક સમયથી હું ભારે તકલીફમાં છું. ન કહેવાય ન સહેવાય!!

જે કોઇ સામે મળે તે પૂછેઃ કેમ નટુભાઇ? કંઇ ભારે મૂંઝવણમાં છો ??

એ સર્વને મારી તકલીફની કેવી રીતે ખબર પડી જતી હશે. એ વિચારી મને વધારે અમૂઝણ થવા લાગે.

લાંબા સમય પછી મારા મામાના કાકાની ફોઇની માસીનો દીકરો મગન માંજરો મને અચાનક મળી ગયો, ‘અરે...નટ્યા...!! તું તો છેક જ બદલાઇ ગયો!!’ આશ્ચર્યથી એના માંજરા આંખના લખોટા મોટાં કરતાં એણે કહ્યું.

‘બદલાઇ ગયો...?’ મેં એના કરતાં ય મારા વધુ મોટા ડોળા કરવાની કોશિશ કરતા કહ્યું, ‘નહિ રે મગન! હું તો જે છું તે જ છું! તેવો જ છું.’ મારી તો આંખો દુખવા આવી ગઇ.

‘તું તું જ છે...!’ પછી એ મોટેથી હસ્યો પણ મને તો એ ભસતો હોય એમ લાગ્યું. પછી ન જાણે ક્યાંથી કંઇક વિચિત્ર અવાજ કરી અટક્યો અને ઊંડો શ્વાસ એ લઇ બોલ્યો,’ તું જરૂર થોડો બદલાયો તો જ છે. માને કે ન માને...’

‘ના...આ...યા...યા...ર...!!’

‘હા...આ...યા...યા...ર...!!’ મારી પીઠ પર જોરથી ધબ્બો મારી મને અંદરથી બહાર સુધી હચમચાવતા એ બોલ્યો, ‘કંઇક તો જરૂર છે!’ એ જક્કી બન્યો, ‘તબિયત પણ ખાસ્સી ઊતરી ગઇ છે. ડાયાં બેસી ગયા છે. દિવસે ન સુકાતો હોય એટલો રાત્રે સુકાતો હોય એમ લાગે છે!!’

-મારો બેટ્ટો મગનો...!! ખરો...!! અને કઇ રીતે મારી રાતની વાતની જાણ થઇ ગઇ...!! જરૂર કંઇ મેલી વિદ્યા તો ન જાણતો હોય ને...!!

‘કેમ ખરી વાતને...?!’ મને મૌન મૌન મુંઝાતો નિહાળી એ વધુ ખુશ થતો હયો એમ મને લાગ્યું.

એની વાત સાવ સાચી હતી. જ્યારે રાત પડે ત્યારે હું તરત જ સવારની રાહ જોવા લાગતો કે ક્યારે સવાર પડે!! ક્યારે વસમી રાત વીતે...!! પરંતુ, રાત તો રાબેતા મુજબ મંથર ગતિએ ચાલતી કોઇ ગજગામિનીની માફક પસાર થતી ને માંડ માંડ સવાર પડતી. ને પછી રાત તો આવે જ ને...!? ને ફરી મારી તકલીફ શરૂ થઇ જતી...ને વળી પાછો હું સવારની રાહ જોવા લાગતો.

તમને થતું હશે કે આ બધી શી લપ્પન-છપ્પન છે...દિવસ-રાત - રાત-દિવસ...!! તમે પણ મૂંઝાઇ ગયાને...!! તમારી આ મૂંઝવણ નિહાળી મને થોડો આનંદ થયો કે ચાલો, મારી સાથે મને થોડો આનંદ થયો. ચાલો મારી સાથે બીજું કોઇક તો છે.

ચાલો, મારી મૂંઝવણનો ફોડ પાડી જ દઉં...!! ગેટ રેડી ફોર સસ્પેન્સ..!!

ખેર...વાત એમ છે કે છેલ્લી કેટલીક રાતો, લાં...બી લાં...બી રાતો મેં જાગરણ કરીને જ વિતાવી છે!! ને દિવસે મારી પાંચશેરી ધુણાવ્યા વિના ઓફિસમાં સુવાના-ઊંઘવાને કારણે સ્પૉડિલાઇટ્‌સ થઇ જવાનો ભય મારી ગરદન પર તોળાઇ રહ્યો છે. વળી ઑફિસમાં નિદ્રાસન જમાવવાના કારણે મારા પ્રિય સાહેબશ્રીએ બે-ત્રણ વાર મેમા ફટકારી દીધા છે.

મને અનિદ્રાનો રાજરોગ નથી એ તો આપ સમજી ગયા હશો જ. વાત એમ છે કે રાત્રે ધીમે ધીમે મારા નયનદ્ધાર બિડાય અને નિદ્રારાણી આંખની અટારીએ આવી રાજ કરવાની શરૂઆત કરે ને મારા કાનમાં...નાનકડા કર્ણદ્ધારોમાં ઘરરર... ઘરરર... ઘરરર... ઘરઘરાટ ઘૂસે!! કોઇ જુનું, બે એન્જીનનું નાનકડું વિમાન તૂટી પડવા પહેલાં જેવી ઘરઘરાટી કરે તેવો જ ઘરઘરાટ મારી અર્ધાંગનાના બે એંજીનો જેવાં નસકોરામાંથી નીકળવા માંડે ઘરરર...

ઘરરર... ઘરરર....!! ફરક એટલો જ કે વિમાન તૂટી પડે ને અવાજ બંધ થાય ને થોડા પ્રવાસીઓ રામશરણ થાય ત્યારે મારી ભાર્યાના બન્ને એંજીનો વારાફરતી તો ક્યારેક એક સાથે જ હમણાં તૂટી પડશે... હમણાં તૂટી પડશે એમ કરીને સવાર સુધી જુદી જુુદી રાગરાગિણીઓમાં ઘરઘરાટ કરતા રહે છે ને મારી મહામૂલી નિદ્રા વેરણ બને અને મારી આંખમાં અંજાય જાય છે વસમો ઉજાગરો!!

-તો હવે આપ સમજી ગયા જ હશો કે મારી પ્રાણપ્રિયાને ઘોરવાની ટેવ છે ને રાત્રિના પ્રહરો પસાર થાય એમ એની ઘરઘરાટની તીવ્રતા બદલાતી રહે છે...!!

‘એ...એ..ઇ...તું બહુ ઘો...રે છે!!’ મેં એક રાત્રે એને ઉઠાડીને કહ્યું તો જવાબ મળ્યો, ‘હું તો જાગતી જ છું!! તને ઊંઘ નથી આવતી ને મને નિરાંતે સુવા નથી દેતો... સૂઇ જા, હવે છાનો માનો...’

-અ...રે...!! મારી માડી!! હું કેવી રીતે સુઉં...?!

બસ, દિવસે દિવસે, સોરી સોરી રાતે રાતે એની સુરાવલિઓ વધતી ગઇ. રાગરાગિણીઓ બદલાતી રહી. પરંતુ, એ તો માનવા તૈયાર જ નહિ!!

વાહ રે પ્રભુ, તારી કુદરત ન્યારી!! ઘોરતો ઊંઘે સોડ તાણી...

જાગતો મરું હું એ સાંભળતા, તરફડું એ સુણી સુણી...

હું ખેતીવાડી ખાતામાં નોકરી કરું છું. રાતભર જાગી જાગીને પડખાં ફેરવી ફેરવીને દિવસે ઑફિસે સૂઇ જવાની તૈયારી સાથે ઑફિસે પહોંચ્યો. પહોંચવાની સાથે જ સાહેબે મને તેડાવ્યો. માંડ માંડ ખુલ્લી આંખે ને બંધ મગજે હું સાહેબશ્રીના ટેબલની સામે ગોઠવેલ ખુરશીમાં ગોઠવાયો.

ઊંઘ નિષ્ણાત...!!’ સાહેબ બરાડ્યા...

‘શું...??’ હું ચમક્યો. મારીં ઊંઘ ઊડી ગઇ. સાહેબને બહુ જલદી જાણ ગઇ લાગે.

‘મ્હેતા...આ...આ...!’ સાહેબ બરાડ્યા, ‘નોકરીમાંથી નીકળી જવાનો વિચાર છે તમારો...?’ સાહેબ તતડ્યા.

મેં મારી આંખો માંડ માંડ ખુલ્લી રાખી ચુપકીદી સેવી.

‘આ જુ...ઓ...ઓ...મહેતા...!! તમે આ શું બાફી માર્યું છે??’ સાહેબે એક પત્ર તરફ ધબ્બો મારી કહ્યું, ‘ઘઉં નિષ્ણાત, વિજાપુર મહેસાણાને ઘઉંની જુદી જુદી જાતો વિશે તમને પત્ર લખવા કહેલ તેમાં તમે શું ચીતરી મારેલ...!? ઊંઘ નિષ્ણાત વિજાપુરને ઊંઘની જુદી જુદી જાતો વિશે પુછાવ્યું છે!!’ સાહેબ પણ મારી માફક રાતભર જાગતા રહેલ હોય એમ લાગ્યું. એ વધારે ગરમ થયા, ‘વિજાપુરથી મારા પર ઠપકો આવ્યો છે.

તમારે લીધે મારે ઠપકો સાંભળવાનો...!?’ સાહેબે આંખોમાંથી ક્રોધ, મ્હોંમાંથી થૂંક અને હાથમાંથી ઊંઘ નિષ્ણાતનો કાગળ મારા તરફ ફેંક્યો અને હાથમાં એઓ કાચનો પેપરવેઇટનો ગોળો રમાડવા લાગ્યા. નિશાના ચુકવવાવી તૈયારી સાથે ધ્રૂજતા ધ્રૂજતા મેં પત્ર મારા હાથમાં લીધો. ખરેખર...!! તમે માનશો અહિં પરંતુ ઘઉંની જગ્યાએ દરેક વાર મેં ઊંઘ જ ચીતરી મારેલ...!! હવે...?!

સાહેબે ઘણી ભલી-બૂરી સંભળાવી. સિઆર રિપોર્ટ બગાડવાની ધમકી આપી. એકાદ-બે ઇન્કિમેન્ટ અટકાવી દેશે એમ પણ બેધડક કહી દીધું.

-હવે તો હદ થઇ ગઇ!!

ગુસ્સાની ભારી બાંધી ઘરે આવ્યો અને પત્નીના માથા પર છોડી મૂકી.

‘હવે તારે આ ઘોરવાનું બંધ કરવું જ પડશે! નહિતર નોકરીમાંથી મારે હાથ ધોવાનો વારો આવશે ને આવી નોકરી ક્યાં મળશે પાછી...??’

પરંતુ એ તો હસી અને ધીમેથી મરકતા મરકતા બોલી, ‘હું ક્યાં ઘોરૂં છું??’

-ઓ...હ!! આજે તો આનો પુરાવો ઊભો જ કરવો પડશે.

રાત પડી. હું ધીરેથી એની પડખે સૂતો. એ તો રીસાઈને ફરીને સૂઇ ગઇ હતી. હું હળવેકથી ઊભો થયો અને ટેપરેકર્ડર લઇ આવ્યો. કૅસેટ મુકી તૈયાર બેઠો. થોડા સમયમાં તો રાબેતા મુજબ ઘરઘરાટ સંભળાવા લાગ્યો! મેં રેકર્ડિંગ કરવા માંડ્યું!! સંગીતના ઇતિહાસમાં આવો સાઉંડટ્રેક પ્રથમ વાર તૈયાર થઇ રહ્યો હતો. કદાચ ગ્રેમી કે છેલ્લે ફિલ્મફેર એવોર્ડ પણ મળી જાય તો નવાઇ નહિ!! જાગતી આંખે ગ્રેમીનો એવોર્ડ લેેતો હોઉં એવું સ્વપ્ન જોવા લાગ્યો.

સવાર તો બહુ મોડી પડી. હપ્તે હપ્તે લીધેલ ઊંઘને કારણે માથું રોજની જેમ ખાલી થઇ ગયું હતું! પ્રાતઃ કર્મ પતાવી, ચા પીતા પીતા મારી પત્નીને મેં એની વિરૂધ્ધ ઊભા કરેલ જડ્‌બેસલાક પુરાવાની વાત કરી! એ ચમકી ને રકાબીમાંથી મહામુલી ચા ઢોળાઇ ગઇ એના નાઇટગાઉન પર. ચાનો ડાઘો પડ્યો એ ધોવા માટે એણે સાબુની આખે આખી ગોટી વાપરી નાંખી.

‘ચા...લ, સંભળાવ...જો...ઉં...!!’

મેં કૅસેટ રિવાઇન્ડ કરી. ચાલુ કરવા પ્લેનું બટન દબાવ્યું. પરંતુ ટેપ તો ચુપચાપ જ રહ્યું..!! મૌન જ રહ્યું!! આંખોથી સંભળાતું હોય એમ ફાટે ડોળે હું ટેપ તરફ જોતો જ રહ્યો. પણ ટેપ તો રિસાયેલ છોકરાની માફક સાવ મૌન...!!

-કૅસેટમાં રાત્રે પટ્ટી જ તૂટી ગયેલ. તો પછી કઇ રેકર્ડ થાય??

-આજે તો એ જીતી ગઇ ને હું હાર્યો.

ખેર!! રાત તો પાછી આવવાની જ છે ને એ પાછી ઘોરવાની છે જ...!!

મેં સર્વે તૈયારી કરી. નવી નક્કોર સોની બ્રાન્ડની કૅસેટ લઇ આવ્યો. ટેપરેકૉર્ડરનું હેડ સાફ કરી મારું હેડ દુખતું થઇ ગયું. દિલમેં હૈ મેરે દ...ર્દે...ડિસ્કો ગીત માટે શાહરૂખે પણ આટઆટલી કાળજી રાખી ન હશે. મારા બેસુરા રાગે દર્દે ડિસ્કો થાય તો ફિયાસ્કો ગીત ગાયું અને રેકર્ડિંગ થાય છે કે કેમ તે પણ બરાબર તપાસી લીધું!!

રાત પડી. હું તૈેયાર હતો.

-પણ હાય રે નસીબ...!!

-આજે બિલકુલ ગરઘરાટી જ ન નીકળી!! મેં રાત આખી ઘરઘરાટી હમણાં સંભળાશે... હમણાં સંભળાશે કરી મેં અખંડ જાગરણ કર્યું.

‘લા...વ...! સંભળાવ...જો...ઓ...ઉં...!!’ આજે તો એ જ ઉતાવળમા હતી

-શું સંભળાવું...!?

‘હું કહેતી હતીને...?!’ તું મારા પર સાવ ખોટ્ટો આરોપ લગાવે છે. રાત પડે ને તને આડા-અવડા વિચારો આવે એનું હોળીવું નાળિયેર બનાવે મને...!!’

હું ઑફિસે ગયો.

ચાલો સારું થયું. કાઢે પાણીએ ઘરઘરાટ ગયો. હું ખૂબ ખુશ હતો. આજે તો રાત્રે નિરાંતે ઊંઘવાનું મળશે એમ માની મારા સિનિયર ક્લાર્ક ત્રિવેદીને ચા પણ પાઇ દીધી. બે-ચાર પત્રો લખ્યા. બે-ચાર ફાડ્યા. એક-બે ઝોકાં ટેવ મુજબ ખાઇ લીધાં...બપોર પડી. હું ઘરેથી ટિફિનની રાહ જોવા લાગ્યો. રોજ બપોરે બાર સાડા બારે ઘરેથી ટિફિન આવે. ટિફિનવાળો ભૈયો આવી ગયો. ટિફિન ન આવ્યું! ભૈયાએ કહ્યુંઃ બીબીજીને કહા હૈ હોટેલસે ખાના મંગવાકે ખા લેના!!

મને કંઇ સમજ ન પડી. સાથી મિત્રોના ટિફિનમાંથી થોડી થોડી પ્રસાદી લઇ પેટ પૂજા કરી. સાંજે જરા વહેલો પહોંચ્યો. બારણું ઠોક્યું. કોલબેલ દબાવી આંગળીઓ દુખી ગઇ. દશ પંદર મિનિટ પછી દેવીએ દર્શન દીધાં!

‘કેમ શું થયું...?’ મેં ચિંતાથી પૂછ્યું.

‘કંઇ નહિં...!!’ એ આંખોથી ચોળી બોલી, ‘હું ઊંઘતી હતી!!’

‘હમણાં...?!’

‘હા...!’ પોતાના છુટા વાળ એકત્ર કરી પાછળ બાંધતા એ બોલી, ‘રાત્રે બિલકુલ ઊંઘી જ નહોતી.’

-તો...વાત આમ હતી!! ગઇ રાત આખી એણે સુવાનો અભિનય કર્યો હતો...અને જાગતી જ રહી હતી...!! એટલે જ ઘરઘરાટ સંભળાયો નહોતો.

હું કપડાં બદલતો હતો ત્યાં જ એ વદી, ‘કપડાં બદલતો નહિ!! બપોરેથી જ રસોઇ બનાવી નથી. હોટેલ જમવા જવાનું છે. હું હમણાં જ તૈયાર થઇ જાઉં છું!!’ કહીને એ ઝડપથી બાથરૂમમાં ભરાઇ ગઇ.

-મારું બેટું!! આ ખરું!! આખો દિવસ ઘોરતી રહી ને હવે હોટલે ચાંદલો ચોંટાડવાનો...!

હોટલમાં જમતા જમતા એ બોલી, ‘હું કદાચ ઊંઘતા ઊંઘતા ઘોરતી હોઇશ!!’

‘ના, તું ઊંઘતા ઊંઘતા નથી ઘોરતી પણ ઘોરતાં ઘોરતાં ઊંઘે છે!’ મેં એનું વાક્ય સુધાર્યું,’...અને તું મારી ઊંઘ ઉડાડી મૂકે છે.’

‘એ બધું એક જ કહેવાય. પરંતુ એનો તો એક જ ઉપાય છે.’

‘શું??બોલ...બો...લ...!!’ હું ખૂબ ખુશ થઇ ગયો.

‘હું આજની જેમ દિવસે ઊંઘી જાઉં!’ એ મરકતા બોલી. એના રતમુડા ગાલમાં ખંજન પડ્યા એ મને ખંજર જેવા લાગ્યા. એનું વાક્ય એણે પુરું કર્યું, ‘...ને પછી આ...આ...મ નવી નવી હોટલોમાં રોજ સાંજે ખાવા જોઇએ...!!’

‘હા...આ...આ...!! ઊંઘવા સારું પેટ બગાડવાનું ને...ગજવા ખાલી કરવાના...?!’ હું ડિશમાં મૂકેલ બટર કુલ્ચાની જેમ તપી ગયો અને વાસી દાળ ફ્રાયની જેમ ઠંડી થઇ ગઇ.

ફરીથી વધુ એક વસમી રાત જાગતા સુતા પડખાં ઘસતા પસાર કરી.

બીજે દિવસે ઑફિસે ગયો. સાહેબ આજે કશે ટુરમાં હતા એટલે અમને મોજા હી મોજા જ...!! મારા ક્લાર્ક ત્રિવેદીને પત્નીના પરાક્રમની વાત કરી તો એને પણ નવાઇ લાગી, ‘અરે...મ્હેતા...!! બૈરાં તે કંઇ ઘોરે...?!’ ત્રિવેદી ઘોરવાનો જન્મસિદ્ધ અધિકાર ફક્ત પુરુષનો જ હોય એમ માનતો હતો, ‘તને કંઇ ભ્રમ થતો હશે. પુરુષો જ ઘોરે...!!’

‘ના...યા...ર...! તું નહિ માને પણ મારું બૈરું...!!’ સાહેબ ટુરમાંથી અચાનક ઑફિસમાં ઘસી આવ્યા એટલે વાત રોકી દઇ શાહમૃગની માફક અમે ફાઇલમાં માથું માર્યું!!

ફાઇલમાંથી જાણે કંઇ વાંચતો હોય એમ ત્રિવેદી ગણગણ્યો, ‘તું એમ કર...મ્હોતા...!’ ત્રિવેદી પાસે દરેક મુશ્કેલીઓનો કોઇને કોઇ ઇન્સ્ટન્ટ ઇલાજ હોય છે, ‘ઘોરે તો પડખાં ફેરવવા!!’

‘યા...ર...! એ તો હું કરું જ છું!!’ હું ચિડાયો.

‘તું સમજ્યો નહિ...!!’ ત્રિવેદીએ વધુ ચોખવટ કરી, ‘તારે એને પડખું બદલી સૂઇ જવાનું કહેવાનું સમજ્યો....?! જેવો ઘરઘરાટ ચાલુ થાય એટલે તારે કહેવાનું ડાર્લિંગ, ફરીને સૂઇ જા...!! પછી જો જે કોઇ ફરે પડે છે કે નહિ...!!’

‘ઓ...ઓ...હ...!! તો એમ કહેને...!?’ ફાઇલમાં નજર રાખી ગુસપુસ કરતા જોઇ આજુૂબાજુના સહકર્મચારીઓને નવાઇ લાગી રહી હતી, ‘યા...ર...! ત્રિવેદી!! એમ કરે તો જાગતા રહેવું પડે...!?’

‘આમ પણ તું તો જાગે જ છે ને...!!’

‘પણ રાત આખી પડખાં ફેરવ ફેરવ કરે તો એ પણ જાગતી રહે!!’

‘તે તો સારું જ છે ને...?!!’ હસતા હસતા એ બોલ્યો, ‘પછી બન્ને ચકા-ચકીએ ચાંચમાં ચાંચ છભેરવી અલક-મલકની વાતો કરવાની’

‘સા....ત્રિવેદીના બચ્ચા...!!’ હું ત્રિવેદી પર હું બરાબર તપી ગયો. સાલો મારી ફરીકી લેતો હતો. ગુસ્સામાંને ગુસ્સામાં ફાઇલમાંથી બે-ચાર કાગળિયા કાઢી, ફાડી નાંખી કચરા ટોપલીમાં પધરાવ્યા ને ફાઇલ આઉટ ગોઇંગ મેઇલની ટ્રેમાં સાહેબની સહિ માટે મૂકી. પટાવાળો પરસોત એ જ ફાઇલ સાહેબે મંગાવતા સાહેબની સહિ માટે લઇ ગયો. સાહેબે પત્ર વિનાની ફાઇલ નિહાળી તરત જ મને તેડાવ્યો ને તતડાવ્યો ‘મહેતા...આમાં છેલ્લું ટેન્ડર ક્યાં છે...!?’

‘કચરા ટોપલીમાં...!!’ મારાથી સહજ બોલાઇ ગયું.

‘શું...ઉં...ઉં...ઉં...??’ સાહેબનો અવાજ ફાટી ગયો.

‘સોરી સાહેબ...!!’મેં જલદીથી મારી ભૂલ સુધારતા કહ્યું, ‘સાહેબ, કચરા ટોપલી અને કચરા પેટી ખરીદવાનું ટેન્ડર મારા ટેબલ પર છે. ફાઇલ કરવાનું હતું ને પરસોત તમારી સહિ માટે લઇ આવ્યો.’ હું ઝડપથી સાહેબની ચેમ્બરમાંથી બહાર આવ્યો. લગભગ દોડતો કચરા ટોપલી પાસે ગયો. તો...ટોપલી સાવ ખાલી ખમ...!! ટોપલી ટેન્ડર ખાઇ ગઇ હતી.

‘અ...રે...!! ત્રિવેદી, આ ટોપલી...આ... આમ...ખા...આ...લી...!!’

‘મણી હમણાં જ બધાની ખાલી કરી બંધો કચરો લઇ બહારની કચરાપેટીમાં નાંખી આવી...’

‘અ...રે...!! યા...યા...આ...ર...!! આ તો ભારે લોચો થઇ ગયો. એમાં તો પૂંજામલ કચરામલ ટોપલીવાલાનું ટેન્ડર હતું...!! કચરા ટોપલી અને કચરાપેટીનું...!!’ મેં ત્રિવેદીને સમજાવવાની કોશિશ કરતા કહ્યું.

‘ટેન્ડર કચરા ટોપલીમાં...!?’ ત્રિવેદીનો ગોળ મટોળ ચહેરો આશ્ચર્યચિન્હ જેવો લાં...બો થઇ ગયો, ‘તને ખબર છે? એ પૂંજામલ કચરામલ તો સાહેબના સાઢુના સંબંધીના સંબંધી થાય છે! ને...એ...એ..જે ટેન્ડર તો તારે પાસ કરવાનું છે. હવે તું મરવાનો સા...!!’

હું ઑલમ્પિકમાં જોડાયો હોઉં તેમ બહાર કચરાપેટી તરફ દોડ્યો. કચરાપેટીના વસાહતીઓ કૂતરા...ડુક્કરો...ગાય-બકરાં વગેરે વગેરે...મારા તરફ શંકાશીલ નજરે જોવા લાગ્યા. એક ગર્દભરાય મને નિહાળી ભડક્યો...મારામાં એને એનો કોઇ અંશ દેખાયો હશે એટલે રાજી થઇ હોં...ઓં...ઓં...ઓં...ચી...!! હોં...ઓં...ઓં...ઓં...ચી...!!હોંચી...!! કહી મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા ગાવા લાગ્યો...!!

કૂતરાઓએ ગર્દભરાય પાસે પ્રેરણા લીધી અને એમનો સુર મેળવ્યો. જેમ તેમ ફાંફાં મારી મેં ટેન્ડર ખોળી કાઢ્યું! જો સહેજ મોડું થયું હોત તો મારે ગાયમાતાના છાણમાંથી ટેન્ડર શોધવું પડતે...!! ચોળાયેલ-ચૂંથાયેલ ટેન્ડર લઇ સાહેબની ઓફિસ તરફ દોડ્યો. સાહેબ જ્વાળામુકી બની ફાટ્યા...ગાજ્યા અને ગર્જ્યા...નોકરી ગઇ જ સમજવી...!! ઑફિસમાં મારું નવું નામ પડ્યું મ્હેતો મેમાવાળો...!!

હ...વે જો ત્રીજો મેમો મળે તો...નોકરી ગઇ જ સમજવી...!! ઑફિસમાં મારું નવું નામ પડ્યું મ્હેતો મેમાવાળો...!! ધીરે ધીરે આખી ઑફિસમાં હું એકની એક ઘોરતી પત્નીનો એકનો એક પતિ, પિડીત પતિ છું એની સર્વને જાણ થઇ ગઇ. જાણે હું ગિનિસબુકનો હરતો-ફરતો વર્લ્ડ રેકર્ડ હોઉં એમ સર્વ મને જોવા લાગ્યા.

એક બળબળતી બપોરે પટાવાળો પરસોત મારી પાસે આવ્યો. પરસોત મોટે ભાગે પીને જ આવતો!

‘મે’તા સાયેબ...!’ કાનમાં દિવસળીની સળીથી ખનન કરતા એ બોલ્યો, ‘એક ઉપાય સે...’

‘શાનો...??’

‘તમારા રોગનો...!!’

‘મને કોઇ રોગ નથી...’

‘એટલે કે તમારી બાયડીના રોગનો...!’ પરસોતે એનું વાક્ય સુધાર્યું.

-મારો બેટો પરસોત પીધેલ...મારી મશ્કરી કરે છે.

‘મે’તા સાયેબ, અકસીર ઉપાય સે...’

‘બોલ..., જલદી બોલ... મારે ઘણું કામ છે...!!’ કદાચ, કંઇ જાણતો પણ હોય એમ વિચારી મેં કહ્યું ‘મા...રી મશ્કરી તો નથી કરતોને...?’

‘સાયેબ, તમારી તે મશકેરી તે કંઇ થાય...??’ બત્રીસી પહોળી કરી તમાકુ-ચૂનો ખાઇ ખાઇને કટાઇ ગયેલ એની બત્રીસી બતાવતા એ બક્યો, ‘બોલતી ઘોરની બાધા રાખો...!!’ કાનની ખનન પ્રવૃત્તિને સહેજ અટકાવી એ બોલ્યો, ‘મારા ઘરની પાંહે બોલતા ઘોરની એક દરગાહ છે!! બહુ સત છે એનું. ત્યાં ચાદર ચઢાવવાની માનતા રાખો...!!’

માનતા માનવાથી જો બૈરીની બલા ટળતી હોય તો સારું એમ મને રસ પડ્યો, ‘શું વાત કરે છે? બોલતા ઘોરની દરગાહ...!!’

‘હો...વ્વે સાયેબ...!!’ એનું ગંધાતું મ્હોં મારા કાન પાસે લાવી બોલ્યો, ‘મારો હહરો બો ઘોરતો ઊ’તો...!! તે મેં એના હારૂ બાધા રાખેલ...!!’ સસ્પેન્સ ઊભું કરવા એ અટક્યો.

‘તે પછી શું થયું...??’ મારી જિજ્ઞાસા જાણવા જ એ અટકેલ.

‘થવાનું હું ઉતુ...?! હહરો હારો ઘોરતો જ બંધ થૈ ગીયો...’ ચપટી વાગીડ એ બોલ્યા

‘જા...જા...!!’ મને રસ પડ્યો, ‘શુંં વાત કરે છે?!’ મને તો જાણે ઉપાય મળી ગયો. હું રાજીનો રેડ થઇ ગયો.

‘હો...વ્વે..!! સાયેબ..., બાધા રાખીને તણ દાડામાં તો હહરો ધબી ગયો... પછી તો ક્યાંથી ઘોરે...?! પણ એ તો બો ઘરડો ઉતો...!! તમે બધા રાખી જ લો...! બહુ સત્‌ છે એ પીરનું...!!’

‘સા...!! પરસો...ત...પીધેલ...!! તું મારી એકની એક જુવાનજોધ બૈરીને મારી નાંખવા બેઠો છે...?! જા...તું તારું કામ કર...અને મને મારું કામ કરવા દે...! મારી ઊંઘ ન બગાડ...!!’

સાહેબ આજે રજા પર હતા એટલે હું ઊંઘવાની તૈયારી કરવા લાગ્યો. ચારેક કલાકની ખુરશી નિદ્રા લઇ ટેલિવિઝન પર આવતા ન્યુઝ રડારની માફક હું તાજો-માજો થઇ ગયો. ભારતના પનોતાં પ્રધાનોની માફક ખુરશીમાં ઊંઘવાની પવિત્ર

પ્રવૃત્તિને કારણે વારંવાર ચૂંટણીમાં ચૂંટાઇ આવે એમ હું પણ જો ચૂંટણીમાં અપક્ષ ઉભો રહું તો ચૂંટાઇ પણ આવું!! પ્રધાનોનેે ચાલુ પાર્લોમેન્ટે ખુરશીમાં ડોકું ધુણાવ્યા વિના કેવી રીતે ઊંઘવું એની ટ્રેઇનિંગ આપવી હોય તો

મારી ચોક્કસ જરૂર પડે. મારા મગજમાં જાતજાતના વિચારો ચાલવા માંડ્યા. સ્થિતપ્રજ્ઞ નિદ્રાવસ્થાને કારણે મારી ગરદન થોડી દુખવા લાગી હતી. ઘરે જતા રસ્તામાં લાઇબ્રેરી આવતી હતી. ત્યાં ગયો. ડોશીવૈદુંના ચાર-પાંચ પુસ્તકો ઊથલાવ્યા. ત્યારે માંડ માંડ પુસ્તકમાંથી ઘરઘરાટ બંધ કરવાનો નુસખો મળ્યો.

ઘરે આવ્યો. વાળું કર્યું. સુવાની ને સુતા સુતા જાગતા રહેવાની તૈયારી સાથે પત્નીના પડખે ભરાયો. પુસ્તકમાંનો નુસખો હતો. નસકોરામાં એરંડિયાના...દિવેલના...હુંફાળા દિવેલના ટીપાં મૂકવાના...!! આ મહાન કાર્ય મારે પત્નીની જાણ બહાર જ કરવું હતું. જો એને કરું તો એ થોડી કરવા દેવાની હતી...?? થોડી વારમાં મારી પત્નીએ સુરાવલિઓ છોડવા માંડી...ઘ..ર..ર..ર..! ઘ..ર..ર..ર..! ઘ..ર..ર..ર..! ઘ..ર..ર..ર..! ઘ..ર..ર..ર્‌..

હું હળવેકથી પથારીમાંથી ઊભો થયો. નાનકડી ચમચીમાં દિવેલ લીધું મીણબત્તી સળગાવી ચમચી એની જ્યોત પર ધરી દિવેલ તપાવ્યું. ચમચીમાં દિવેલમાં આંગળી બોળી તાપમાન તપાસ્યું તો દાઝયો..!!

પીડાના માર્યા મારાથી ચીસ પડાઇ ગઇ!! ધારવા કરતા દિવેલ વધુ તપી ગયું હતું ને ચમચી હાથમાંથી છટકી ગઇ ને દિવેલના છાંટણિયાં છંટાઇ ગયા ફરસ પર...!! આ બધું થઇ ગયું તો પણ મારી ભાર્યાનો ઘરઘરાટ તો ચાલુ જ રહ્યો. એ તો ઘસઘસાટ ઘોરતી જ રહી. પણ આજે તો મારે અખતરો કરવો જ હતો. દિવેલ લઇ બાટલી મેં રસોડામાં ભંડાકિયામાં મૂકી દીધેલ...!! તે લેવા માટે હું રસોડામાં ગયો.

ચમચીમાં દિવેલ લઇ ઢોળાઇ ન જાય તેની કાળજી રાખી દબાતે પગલે ધીમે ધીમે ચાલતો હું ફરી શયનકક્ષમાં આવ્યો...ને...ધડામ્‌ કરતો પડ્યો...!! જાણે પગ તળેથી ધરતી અચાનક સરકી જ ગઇ...!! હાથમાં દિવેલની ચમચી છટકીને ક્યાંક જતી રહી...થયું શું હતું કે, પહેલી વખતે અચાનક સરકી જ ગઇ...!! હાથમાં દિવેલની ચમચી છટકીને ક્યાંક જતી રહી...થયું શું હતું કે, પહેલી વખતે દિવેલના છાંટણિયાં ફરસ પર છંટાયા હતા તેણે મને દગો દીધો...દિવેલ એનો ચીકણો સ્વભાવ કંઇ છોડે...!

હું લપસ્યો...! બરાબરનો લપસ્યો...! માથું જોરથી પથ્થરની ફરસ પર પછડાયું...!! એટલે મારા ખાલી મગજમાં સ...ન...ન...ન...ન્‌...ન્‌...ન્‌...થઇ આવ્યું...!! મને લાગ્યું કે હું બેહોશ થઇ જઇશ...! પણ બેહોશ તો ન થયો...! પણ અધમુઓ તો જરૂર થઇ ગયો. દિવેલનો અખતરો કરવાના મારા હોશકોશ ઉડી ગયા. હાય...રે..નસીબ...!! મારી બૈરી તો ઘોરતી જ રહી... ઘ...ર...ર...ર...! ઘ...ર...ર...ર...! ઘ...ર...ર...ર...!

મારા શયનકક્ષની ફરસ પર ઠેર ઠેર દિવેલ છંટાયું હતું. ફરસ પર બે હાથો વચ્ચે મારી નાનકડી પાંચશેરી પકડી થોડી વાર બેસી રહ્યો. લાંબા સમય પછી હું હળવેકથી ઊભો થયો. ચાંદ પર ચાલતો પહેલો ભારતીય ચંદ્રયાત્રી હોઉં એમ ડગ માંડતો પલંગ પાસે ગયો. આ બધામાં મારી સર્વ શક્તિ હણાઇ ગઇ હતી. હું પથારીમાં પથરાયો. ને જુઓ કુદરતની કમાલની કરામત..બૈરી મારી ઘોરે ઘરઘરાટ...!!

મારું માથું ફાટફાટ થતું હતું. બેડરૂમમાં દિવેલની વાસ મધમધ થતી હતી. ગમે તેમ કરીને મારે મારી બૈરીના કાટ ખાઇ ગયેલ નસકોરાંમાં દિવેલ ઊંજવું જ હતું!! થોડા સમય પછી વેરવિખેર થયેલ મારી હિંમત એકત્ર કરી ફરી ઊભો થયો. દિવેલ હુંફાળું કરવાનું માંડી વાળી ચમચીમાં દિવેલ લઇ કાળજીથી મારી ભાર્યાના નસકોરાંના ભૂંગળાઓમાં ત્રણ-ચાર ટીપાં દિવેલના ઊંજ્યા.. મારી બૈરીએ થોડા અસમંજસ અવાજો કર્યા. હા...શ...!!

જાણે ભારતીય ચંદ્રયાન ચંદ્રની ધરા પર ઉતર્યું ખરું...!! દિવેલ પુરાયા બાદ ઘરઘરાટ ઓછો તો થઇ ગયો. લગભગ બંધ થઇ ગયો...! મારી ય આંખ લાગી ગઇ. પણ હાય રે...નસીબ...!! થોડા સમય પછી મારી ઊંઘ અચાનક ઉડી ગઇ. કંઇક વિચિત્ર અવાજ મારાં કાનમાં ઘૂસ્યો. હું ક્યાં છું એની અને તો પહેલા જાણ જ ન થઇ...!!

મેં આંખો ચોળી આજુબાજુ નજર કરી...! તો હું મારી પથારીમાં જ હતો અને પેલો અજાણ્યો અવાજ મારી એકદમ નજદીકથી જ આવતો હોય એમ મને લાગ્યું!! એકદમ મને ખ્યાલ આવ્યો અવાજ તો મારી પડખેથી જ આવી રહ્યો છે...!!

મેં પથારીમાં પહોળી થઇને પથરાયેલ મારી પત્ની તરફ નજર કરી...!! એ જ અવાજ કરી રહી હતીઃ સિ...ઇ...ઇ...ઇ...ઇ સુઊઊઊઊમ્‌...! સિ...ઇ...ઇ...ઇ...ઇ સુઊઊઊઊમ્‌...! સિ...ઇ...ઇ...ઇ...ઇ સુઊઊઊઊમ્‌...! અવાજની ફ્રિકવંસી જ બદલાઇ ગઇ હતી. દિવેલે કામ તો કર્યું જ હતું...! પણ અવાજ બંધ કરવાનું નહિ...!! અવાજને ચીકણો બનાવવાનું...! હવે મારી ભાર્યાના નસકોરાંમાંથી સિસોટી વાગતી હોય એવો અવાજ આવવા લાગ્યો... સિ...ઇ...ઇ...ઇ...ઇ સુઊઊઊઊમ્‌...! સિ...ઇ...ઇ...ઇ...ઇ સુઊઊઊઊમ્‌...!

-ઓહ ભગવાન શું થશે મારું...!?

સવારે ઊઠ્યો ત્યારે માથું ભારી ભારી થઇ ગયું હતું. માથામાં પાછળના ભાગે ગૂમડું ઊપસી આવ્યું હતું અને એમાં ભારે દર્દ થતું હતું. મારા દિવેલના અખતરામાં આવો મોટો ખતરો હશે...ખતરો થશે એની તો મને કલ્પના જ ન્હોતી...!! ખાતર પર દિવેલ કહેવત તો આપણે જાણીએ પણ આ તો જાગરણ પર દિવેલ...!!

જેમ તેમ તૈયાર થઇ, નાહી-ધોઇ, ચા-પાણી કરી હું નોકરીએ ગયો. મારે નોકરીએ જવું પડે એમ હતું નહીંતર આજે ગુલ્લી મારી દેત...! ત્રિવેદી મારા કરતાં વહેલો આવીને ડાહ્યા બાળકની માફક ત્રણ-ચાર ફાઇલો ટેબલ પર પાથરી જાણે બહુ કામ હોય એવું ત્રિઅંકી નાટક કરી રહ્યો હતો એ પરથી મને ખ્યાલ તો આવી જ ગયો કે સાહેબ આજે ઑફિસે પધારી ચુક્યા છે. મારા ટેબલની પાછળ મારી ખુરશીમાં ગોઠવાતા ્‌મેં સાહેબની ચેમ્બર તરફ ઇશારો કરી ત્રિવેદીને પૂછ્યું, ‘કેમનું છે...!’

‘ઓસામા આવી ગયો છે!’ ત્રિવેદી દરરોજ સાહેબના મિજાજ પ્રમાણે નવા નવા નામો પાડવામાં પાવરધો હતો. ફાઇલો ઉથલાવતા ઉથલાવતા એ બોલ્યો, ‘ઓસામાએ આવતાની સાથે જ પરસોતને ખખડાવ્યો છે. આજે તો એને બધા બુશ અને ઓ..બામાં જેવા લાગે છે...!!’

‘કોની બા...ને કોની મા...?!’

‘અ...રે...!! મ્હેતા...!! કોઇની બા ને કોઇની મા નહિ...!! ઓ...બામા...!! ઓબામા...!! પેલો અમેરિકાનો નવો પ્રૅસિડેન્ટ...!!’ ત્રિવેદી સહેજ મરકીને બોલ્યો, ‘મ્હેતા, આજે તો સાચવીને રહેજે...!! ને ભૂલેચુકે ઊંઘતો નહિં નહીંતર ઓસામા તને તારા પાછળના ચોક્કસ ભાગે એક જોરદાર લાત મારીને કાઢી મૂકશે...!!’ ત્રિવેદીએ મને ડરાવ્યો.

મેં પણ ત્રિવેદીની માફક જ ફાઇલો પરથી ધૂળ ઉડાડવા માંડી. મને ભારે ઊંઘ આવતી હતી. બે-ત્રણ વાર બાથારૂમ જઇ મ્હોં ધોઇ આવ્યો. પરસોત પાસે ચા મંગાવી ચા પીધી. મારા બાથરૂમના આંટાફેરાને લીધે સહકર્મચારીઓ શંકાની નજરે જોવા લાગ્યા. ચા પી પી ને જાગતા રહેવા સિવાય છૂટકો ય ન્હોતો. પરસોત પાસે વારે વારે ચા મંગાવવામાં એ જોખમ હતું કે મારા માટે હું અડધી ચા મંગાવતો પણ પરસોત પોતે મારા તરફથી, મને પૂછ્યા વિના આખે આખી બાદશાહી દર વખતે ઠઠાડી આવતો હતો!!

‘મ્હેતા...તું દાક્તરને બતાવ...!!’ ત્રિવેદીએ ફાઇલમાં ચિતરામણ કરતા કહ્યું.

‘મને કંઇ નથી થયું...!! આ તો બે-ત્રણ દિવસથી બરાબર ઊંઘવાનું નથી મળ્યું ને...’ એને હું કઇ રીતે મારા દુખતા ગૂમડાની વાત કરૂં!

‘હું તારી વાત નથી કરતો...!’ ત્રિવેદી હસીને બોલ્યો, ‘...તારી બૈરીની વાત કરૂં છું! તારી બૈરીને બતાવ ડો. બેજન બાટલીવાળાને...!!’

‘બેજન બાટલીવાળા...??’

‘હા, એ બાવાજી દાક્તર નાક-કાન-ગળાનો સ્પેશ્યાલિસ્ટ છે. બહુ જ હુંશિયાર છે. તારી બૈરી પણ નાક-ગળામાંથી જ ઘરઘરાટી બોલાવે છે ને...બતાવી જો, કદાચ કોઇ ઉપાય મળી પણ આવે...!!’

‘સારું...!’ કંઇક વિચારીને મેં એને પૂછ્યું, ‘ક્યાં છે એનું દવાખાનું ?’

ત્રિવેદીએ મને સરનામું આપ્યું. મારા ઘરે જવાના રસ્તે જ એનું દવાખાનું આવતું હતું. ચાના કપ પર કપ ગટગટાવવાથી થોડી તાજગી આવી ગઇ હતી. સાંજે ઘરેે જતી વખતે ડો. બાટલીવાળાના દવાખાને ગયો. એ માખીઓ મારતો જ બેઠો હતો. મને જોઇને એના જીવમાં જીવ આવ્યો.

‘આ...વ...ડી...ક...રા...આ...!’ ડો. બાટલીવાળાએ મને આવકાર્યો. હું એના ચહેરાને જોતો જ રહ્યો. એકદમ પારસી છાપ ચહેરો હતો લાંબું નાક...કાકડી જેવું...! ચપટા સહેજ ખરબચડા પણ ગોરા ગોરા ગાલ...!

માથે અડધી ટાલ....! અને ચીમળાયેલ કાન...!! એ બોલતો હતો ત્યારે એની લાંબો ડોકનો હાડિયો ઊંચો-નીચો અને આગળ-પાછળ થતો હતો. એના વિચિત્ર નાક, કાન અને ગળાને કારણે જ એ નાક, કાન ગળાનો દાક્તર થયો હોવો જોઇએ...! પહેલાં એણે પોતાની જાત પર જ

પ્રયોગો કર્યા હોય એમ મને લાગ્યું. જ્યારે એ નાનો હશે ત્યારે એ બહુ તોફાની હોવો જોઇએ. એની મા એની આંગળી પકડીને ચાલવાને બદલે એનું નાક પકડીને ચાલતી હોવી જોઇએ. એટલે જ એ લાંબું થઇને લટકી પડ્યું હતું. સ્કૂલમાં તોફાનને કારણે એના શિક્ષકો એના વારંવાર રહેતા હશે એટલે કાનનો વિકાસ અટકી ગયેલ હતો.

ગળાનો હાડિયો નચાવી આગળ પાછળ કરી પછી બરાબર ગોઠવી દાક્તર બાટલીવાળાએ ફરી એના તીણા અવાજે મને આવકાર્યો, ‘આ...વ...ડી...ક...રા...આ...!!’ અને એનું લાંબું નાક મારા તરફ તાક્યું! જાણે એ મને નાકથી તપાસવાનો ન હોય.

‘સું...ઉ...ઉં તકલીફ છે...ટુ...ઉ...ને...!’ હાથમાં નાનકડી ટૉર્ચ-ફ્લેશલાઇટ લઇ ડો. બાટલીવાળાએ મારા તરફ પ્રકાશ ફેંક્યો, ‘ખો...ઓ...લ!! તારું મ્હોં જોમ...ને મોત્તેથી આ...આ...આ...આ...કર...!!’

મેં મ્હોં ફાડ્યું ને આ...આ...આ...કરવાનું શરૂ કર્યું. પછી મને અચાનક જ યાદ આવ્યું કે હું ક્યાં પેશન્ટ છું. એટલે મારા મ્હોંની દાબડી ફટ્‌ દઇને બંધ કરી દીધી.

‘કેમ સું ઠયું...?’

-શું કહેવું એની મને સમજ ન પડી.

‘દાક્તર સાહેબ...’ થૂંક ગળી હું માંડ માંડ બોલ્યો.

‘ગભરાટો નહિં...ટુ દોક્ટર પાસે આયો છે!! કંઇ ફિલ્ડ માર્સલ માનેકસા પાસે નથી આપો...!! સમજ્યો...?’

‘વાત એમ છે કે...’

‘બોલની દીકરા...વાટ સું છે...? મને ન કહેસે... ટો કોને કહેસે...!’

‘હું પેશંટ નથી...!’

‘ઢ...ટ્ટે...રે...કી...ની...!!’ ડોક્ટર બાટલીવાલા નિરાશ થયા, ‘ઉં તો સમજ્યો કે ટું પેસંટ છે!’ એક ઊંડો શ્વાસ તાણી, એના દાંડી અને હાડિયાને હલાવી ફરી ગોઠવી એ બોલ્યા, ‘ટો પછી તું અહિં સુ કામ ગુંડાણો...? બોલની...’

‘એમાં એવું છે ને કે...’ હું ગૂંચવાયો...

‘સું છે ભસી મરની...!’ હવે દાક્તર કંટાળ્યા હોય એમ લાગ્યું.

‘મારી પત્નીને તકલીફ છે!’

‘ટો પછી ટારી પટ્‌નીને અહિં લાવની...!’

‘તે નથી આવી...!’

‘કેમ...? એ કેમ નઇ આવી ?!’ હવે પાછો એને રસ પડવા લાગ્યો, ‘કેમ ભારે પગે છે? આઇ મીન એ લાગ્યા. એની ટેવ મુજબ ઊંડો શ્વાસ લઇ બોલ્યા, ‘ટુને ખબર છે કે ટારી બાયડીને સું ઠયું છે. દાક્તર ટું છે કે હું...?!’

‘ના, મારે એ પહેલા જાણવું છે કે એના રોગની કોઇ દવા છે કે નહિં!!’

ડા. બાટલીવાળા ચુંચવી આંખે અને અણીદાર નાકે મારા તરફ હું કોઇ વિચિત્ર પ્રાણી હોઉં એમ જોવા લાગ્યા. એની ટેવ મુજબ ઊંડો શ્વાસ લઇ બોલ્યા, ‘ટુને ખબર છે કે ટારી બાયડીને સું ઠયું છે. દાક્તર ટું છે કે હું...?!’

‘એ તો તમે જ છો.’ મેં પણ એના કરતાં વધુ ઊંડો શ્વાસ લઇ કહ્યું, ‘મારી બૈરીનો રોગ તો બધાને સંભળાય છે!’

‘રોગ ટે કંઇ સંભળાઇ...?!’ દાક્તરનું નાક વધારે લાંબું થઇ ગયું અને થોડું લાલચોળ પણ થઇ ગયું. ‘સું કહેચ ટે કંઇ સમજાઇ એવું બોલની બાવા... કંઇ મેડ છે કે સું...??’

મારી માનસિક હાલત વિશે હવે એને શંકા થવા લાગી. બેલ મારી એણે એના કમ્પાઉંડર કમ સેક્રેટરીને તેડાવ્યો. મને થયું કે એ હવે એ મને ઊંચકીને ફેંકાવી દેશે. પરંતુ દાક્તર એમ કંઇ મને છોડે. એણે મંગાવી મને પીવા માટે આપ્યું. મને તરસ તો નહોતી લાગી છતાં આખું ગ્લાસ હું ગટગટાવી ગયો.

‘બો...લ ડીકરા...! સમજીને મને સમજાવસ...કે સું ટકલીફ છે તુને...!! ગભરાટો નહિં મારી કને બઢ્ઢાની દવા છે.’

‘સાહેબ, મને તકલીફ નથી. તકલીફ મારી પત્નીને છે. એ ઊંઘે ત્યારે બહુ ઘોરે છે.’ હું ઝડપથી બોલી જ ગયો.

‘...ટે ઊંઘે ટીઆરે જ ઘોરેને...?! જાગટા હોય ટો થોરૂં ઘોરાય...??’

-ઓ...હ...!! આ તે દાક્તર છે કે...મને ગુસ્સો આવી ગયો...પણ હું મૌન જ રહ્યો.

‘જો...ઓ...ડીકરા...!! સું નામ કીઢું તારું મહેટા..!! હા, તો મિસ્તર મહેટા..!!’ એણે કેસ પેપરમાં મારું નામ જોઇ કહ્યું, ‘ઘોરવું એ કંઇ રોગ નથી. હું પન ઘોરૂં છું!!’ અને પછી અટકીને એણે મોટ્ટું બગાસું ખાધું!! પછી ટેવ મુજબ સિસકારો બોલાવી ઊંડો શ્વાસ લીધો.

‘...પ...ણ દાક્તર સાહેબ એનો કોઇ ઉપાય તો હશેને...!!’

‘સા...ના...?!’

‘ઘોરવાનો...!!’

‘એટલે સું ટારે પન ઘોરતા સિખવું છે??!’

-ઓહ...!!

‘જો ડીકરા મહેટા...!! સમજ !! કોઇને ઘોરતા બંઢ ન કરી શકાય ને કોઇને પણ ઘોરતા સીખવી ન શકાય...!! ઇમ્પોસિબલ્‌...!! ટારામાં જન્મજાત કલા હોય ટો જ ઘોરટા આવડે...સમજ્યો...?’ દાક્તરે હિપોપોટેમસની માફક પહોળું મ્હોં કરી બગાસું ખાધું. જો હું લાંબો સમય આ દાક્તર પાસે રહીશ તો મને પણ બગાસાં પર બગાસાં આવવા લાગશે.

મને ખરેખર એક બગાસું આવી જ ગયું.

‘છતાં પણ સાહેબ મારી પત્ની ઘોરતી બંધ થાય એવું કંઇ કરવું પડશે કે જેથી મને ઊંઘ આવી જાય...!!’

‘પિયર મોકલી દે...!!’ હસીને દાક્તર બોલ્યા.

‘એટલે શું થશે?’ હું જરાક ચિડાયો.

‘એ પિયરમાં ઘોરસે...!’ હસવાનું માંડ અટકાવીને એ બોલ્યા, ‘પછી ડીકરા ટું નીરાંટે ઊંઘાય એટલું ઊંઘજે...!!’ પછી એ એકદમ અટકી ગયા. વિચાર કરી બોલ્યા, ‘એમ કર. હું ટુને ગોલી લખી આપું છું ! રોજ રાટ્રે રાટે એક ગોલી ગલવાની...!! પાનીની સાથે. સુવા પે’લ્લા!’

‘મારે ગળવાની...?!’ જાણે મેં હમણાં જ કડવી દવાની ગોળી ગળી હોય એમ મારા મ્હોંનો સ્વાદ કડવો કડવો થઇ ગયો.

‘ગોલી ગલસે ને ટુને સોજ્જી મજેની ઊંઘ આવી જશે...!! પછી છોને ટારી બૈરી ગમે એટલું ઘરઘરાટ ઘોરે...તારે ઊંઘવાનું એકદમ ઘસઘસાટ...!! સું સમજ્યો...?!’ દાક્તરે ઊંઘવાની ગોળીનું પ્રિસ્ક્રિપ્શન લખી મને આપતા કહ્યું, ‘જો’ને બા...વા...!! એક જ ગોલી ગલજે...રાટ્રે સુવા જવા પેલ્લાં. ગોલી ગલે તીયારે દારૂ ની પીવાને...! સમજ્યો...?! ચાલ જા, મજે કર...!! ને મારી ફીસના પાંચસો ઠીલા કર...!!’

‘પાં...ચ...સો...રૂ...પિ...યા...?!’ દાક્તરની દામ સાંભળીને મારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.

‘આમ ડોળા સાનો કાઢ છે...?! તું પેસ્યાલિસ્ટને ત્યાં આયો છે. દોક્ટર બાટલીવાલાને ત્યાં! સું સમજ્યો...?! કોઇ રેંજી પેંજીને ત્યાં નથી આયો...!’ ફરી દાકતરે મ્હોં પહોળું કર્યું. બગાસું ખાવા જ સ્તો.

-તો ઘોરવાની કોઇ દવા નહોતી!!

મને પણ બગાસાં આવવા લાગ્યા. બગાસાં ખાઇ ખાઇને દાક્તરે બગાસાંનું બિલ પણ મારી પાસે વસૂલ કરી લીધું હતું! દાક્તરને પાંચસોનો ચાંદલો ચોંટાડી હું બહાર આવ્યો. રાત્રે ઊંઘવા માટે આમ કંઇ ગોળીઓ ગળી ન શકાય. એવી ગોળીઓની કેટલીય આડઅસરો હોય છે. હવે...?! હું આ ઘરઘરાટના તરખડાટના ચક્રવ્યૂહમાં બરાબરનો ફસાય ગયો હતો.

રોજની જેમ આજ રાત્રે પણ જાગરણ કર્યું પત્નીના નસકોરાંનો રિયાઝ સાંભળતા સાંભળતા!! હવે કોઇ ઘડાયેલ શાસ્ત્રીય રાગોના ગાયકની માફક એની સૂરાવલિમાં પણ પરિપક્વતા આવી રહી હોય એમ મને લાગ્યું...! સવારે ઊઠ્યો ત્યારે માથું ભારે હતું અને મગજ ખાલીખમ. જેમ તેમ તૈયાર થઇ ઑફિસે ગયો.

આજે સાહેબને પણ ઊંઘ ન આવેલ હશે એટલે એ સહુ કરતાં વહેલા આવીને પોતાની ગુફા જેવી ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. એટલે સહુ પોતપોતાના ટેબલ પાછળ ગોઠવાઇને કામ કરવાનો અભિનય કરી રહ્યા હતા. ત્રિવેદીએ એની જમણી આંખ મારી મને પૂછ્યું, ‘શું કહ્યું ?! ડૉક્ટર બાટલીવાલાએ બૂચ મારી દીધો ને તારી બૈરીને...?!’

‘જવા દે તું એની વાત...!’ સાહેબની ચેમ્બર તરફ ઇશારો કરી મેં પૂછ્યું, ‘કેમનું છે...?’

‘હવે થોડા દિવસમાં સાહેબની ટુર-ટ્રાવેલિંગ વધી જશે!! સાહેબની સાળીના લગન ગોઠવાયા છે....’ ત્રિવેદી પાસે સાહેબની બધી માહિતી હોય છે.

‘સાળીના લગનને અને સાહેબની ટુરને સું લાગેવળગે..?!’

‘તને એમાં સમજ ન પડે મહેતા,’ ફાઇલ ઉથલાવતા ત્રિવેદીએ કહ્યું, ‘ટુર-ટ્રાવેલિંગના ટીએ-ડીએના પૈસા મળેને એટલે સાળીના લગ્નનો ખર્ચો નીકળી જાય...!! સમજ્યો?’

‘એ બરાબર...!’ ફાઇલો ખોલી રોજની જેમ મેં બગાસાં ખાવા માંડ્યા. દાક્તર બાટલીવાળા પાસે જઇ આવ્યા પછી મને હવે પધ્ધતિસર બગાસાં આવવા લાગ્યા હતા થોડાં થોડાં સમયના અંતરે...!! થોડીવાર પછી સાહેબની પત્નીનો ફૉન આવતા સાહેબ પત્નીની સેવામાં ગયા. એટલે મેં ફાઇલો બંધ કરી, આંખો બંધ કરી સુવાની તૈયારી કરવા માંડી અને થોડી વારમાં તો હું ખુરશીમાં ઊંઘી પણ ગયો.

‘સા...યે...બ...! ઓ મે’તા સા...યે...બ...!! ઊઠો...ઘરે જવાનો ટેમ થૈ ગીયો...!!’ સાંજે ઘરે જવના સમયે પટાવાળી પરસોતે મને જગાડ્યો.

‘ઓ...હ!! છ વાગી પણ ગયા...?!’ ઊંઘમાં સમય ક્યાં પસાર થયો એની સમજ પણ ન પડી...

‘સા...યે...બ...! આ તમારા હારૂં લાઇવો છું...!’ એક ચપટી બાટલી પરસોતે મારા ટેબલ પર મુકતાં કહ્યું... ‘ખાસ પેલ્લી ધારનો છે! મહુડાનો...! એકદમ કડક માલ...! ચોખ્ખો...ખાતરીનો...!!’

‘તેનું શું...?!’

‘સા...યે...બ...! ઘેરે જેઇને ખાવા પહેલાં બે કોચલી ગટગટાવી લેજો...! ઊંઘ હારી આવી જહે...!!’ આંખ બંધ કરી પરસોતે ઊંઘવાનો એકપાત્રી અભિનય કર્યો.

‘પ...ર...સો...ત...પીધેલ...!’ જરા ઊંચા સાદે હું બોલ્યો, ‘તું મને પણ તારા જેવો પીધેલ માને છે.?!’

‘સા...યે...બ...! આજે તમે લાખી જુઓ...! ફેર પડે કે’ની...? ભૂખ પણ હારી લાગહે...ને આ ગાલ હડેલાં ટામેટાં જેવાં થૈ ગીયા છે તે સિમલાના સફફરજન જેવા લાલ-લાલ થૈ જહે...!!’ પરસોતે બાટલી મારા તરફ સરકાવી.

ગુસ્સાથી બાટલી ઉપાડી મેં ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો તો પરસોતે બાટલી મારા હાથમાંથી છીનવી લઇ મ્હોંએ માડી પરસોતને પીતો મુકી અડધો જાગતો, અડધો ઊંઘતો ઑફિસની બહાર નીકળ્યો. બસમાં બેઠો. ઘરે આવ્યો. રોજની જેમ રાત વીતી. સવારે જરા વહેલો ઊઠી રોજની ટેવ મુજબ પડોશી ઊઠે તે પહેલાં એનું પેપર લઇ આવ્યો. અને ચા પીતા પીતા પેપરના પાના ઉથલાવવા માંડ્યા.

ઊડતા ઊડતા સમાચારો જોતાં મારી નજર એક ટચુકડી જાહેર ખબર પર પડીઃ સર્વે રોગના ઉપચાર માટે રૂબરૂ મળો. આપના દરેક પ્રશ્ન...દરેક રોગનો અકસીર ઉપાય...ખાનગી સારવાર...! રોગ સારો ન થાય તો પૈસા પાછા...! રૂબરૂ મળો અને રોગથી છુટકારો મેળવો...દાક્તર સર્વમિત્ર...સ્વામી સર્વમિત્ર...!! હોટલ અપ્સરા, રૂમ નંબર છ...!!

મેં નક્કી કરી લીધું. એક વાર સ્વામી સર્વમિત્રને મળી અજમાવી જાઉં...! ઝડપથી સમાચારો વાંચી બરાબર ઘડી કરી પડોશીનું પેપર એ ઊઠે તે પહેલાં પાછું મૂકી આવ્યો.

સાંજે ઑફિસેથી નીકળ્યા પછી સીધો હોટલ અપ્સરા પર ગયો. રૂમ નંબર છ. સ્વામી સર્વમિત્ર. બોર્ડ વાંચ્યું. એક યુવતી રૂમમાં બેઠી હતી. એની સાથે વાત કરી મેં એને જણાવ્યું કે મારે સ્વામીજીને મળવું છે. અડધો કલાક બેસાડી રાખી એ યુવતી મને અંદરના બીજા ઓરડામાં જવા માટે ઇશારો કર્યો. ધીમેથી બારણું હું અંદર હું અંદર ગયો. અંદર રહસ્યમય અંધારું હતું કે રહસ્યમય પ્રકાશ હતો મને કંઇ સમજ ન પડી. પણ અંદરના ઓરડાનું વાતાવરણ સાવ વિસ્મયજનક ડરામણું હતું. એક ખૂણામાં માનવ ખોપરી પડેલ હતી.

એની આંખોના ખુલ્લાં બાકોરાંઓમાંથી લાલ રંગનો પ્રકાશ બહાર આવી રહ્યો હતો જે એ ખોપરીને વધુ ભયાનક બનાવતો હતો. હું માનવ ખોપરીને આટલે નજદીકથી આજે પહેલી વાર નિહાળી રહ્યો હતો તો એ ખોપરી પણ મને પહેલી જ વાર જોઇ રહી હતી. બીજા ખૂણામાં ઢગલો અગરબત્તીઓ સળગી રહી હતી. એમાંથી નીકળતા ધુમાડાથી આખો ઓરડો ભરાઇ ગયો હતો. મને લાગ્યું કે મને ઉધરસનો એક હુમલો આવી જશે. માંડ માંડ મેં મારી ઉધરસને દબાવી રાખી.

‘આ...આ...ઓ...ઓ...બચ્ચે...!!’ ક્યાંથી ગહેરો અવાજ આવ્યો. દીવાલ પાસે ગોઠવેલ વ્યાઘ્રચર્મના આસાન પર સ્વામી સર્વમિત્ર બિરાજમાન હતા. એમણે એમનો ચેહેરો ગાઢ દાઢીના જંગમ જંગલ પાછળ સંતાડ્યો હતો. એમની એક આંખનો ડોળો કંઇક વધારો મોટો હતો ત્યારે બીજી આંખની બારી અડધી બંધ રહેતી હતી. એમણે મને એમની નજીક ગોઠવેલ શેતરંજીના આસન પર બેસવાનો ઇશારો કરતા ફરી કહ્યુંં, ‘આ...આ...ઓ...બચ્ચે...!!

હું સહેજ ડરીને એ આસન પર પલાંઠીવાળી ગોઠવાયો. મારું દિલ ધક ધક ધડકતું હતું. સ્વામીજીએ હાથ લાંબો કરી મારી નાડી તપાસવા માટે હાથ લંબાવ્યો એટલે સાહજિક એમના હાથમાં મારાથી મારો હાથ સોંપાઇ ગયો. પછી મને અચાનક યાદ આવ્યું કે હું ક્યાં દર્દી છું એટલે મેં મારો હાથ ખેંચી લીધો!!

‘ડરો નહિ...વત્સ...! જરના મના હૈ...!! રામ ગોપાલ વર્માજીને કહા હૈ...!!’ સ્વામીજી આંખો બંધ કરીને ઘેરા અવાજે બોલી રહ્યા હતા, ‘...ઔર હમારે ગુરૂ ગબ્બરસિંગને ભી કહા થા જો ડર ગયા સમજો મર ગયા...!!’ ગબ્બરસિંગનો ઘોઘરો અવાજ કાઢીને સ્વામીએ મને વધુ ડરાવી દીધો.

‘બા...બા...જી...!!’ મેં ધ્રૂજતા અવાજે કહ્યું, ‘મેં માંદા નહિં હું...!’

‘જાનતા હું!! મૈં સબ જાનતા હું કે તુમ નર હો...માદા નહિ હો...’

-ઓ...ફ...!!

‘લેકિન...બાલક, તુમ પૂર્ણ નર નહિ હો...!’

‘ઓ...બાબ્બાજી’ મને થોડો ગુસ્સો આવતો હતો તો થોડો ડર પણ લાગી રહ્યો હતો, ‘તુમારી પાસ સબ દુખોકી દવા હૈ ?’

‘હા...વત્સ...!! સચ કડવા હોતા હૈ..!! લેકિન હમારી પાસ સર્વ દુખોકા ઇલાજ હૈ. સબકા ઉપાય હૈ...!’ હું ઊભો થઇ ગયો હતો એટલે મને આદેશ આપતા હોય એમ એમણે આંખો ખોલી ગુસ્સાથી કહ્યું, ‘બૈઠ જાઓ પુત્ર...અપને મન કો શાંત કરો...!!’

હું ડરીને બેસી ગયો. ખોપરીના આંખના ગોખલામાં રંગ બદલાયો. આખા ઓરડામાં લાલ રંગ થયો ને ધીમે ધીમે અજવાળું વધતું હોય એમ મને લાગ્યું.

‘બૈઠ જાઓ...!’ સ્વામીજીએ ફરી આદેશ આપ્યો, ‘બતાઓ તકલીફ ક્યા હૈ...?’

‘જુઓ બાબાજી...! મેં એટલાં માટે તુમારી પાસે આવ્યા હું કી મેરી બૈરી ઊંઘતી હૈ તો બો’ત ઘોરતી હૈ...!!’ ફટાફટ મેેં મારી મુશ્કેલીઓ કહેવા માંડી, ‘બો જ ઘોરતી હૈ ઓર મેં ઊંઘના ચાહતા હું...!’ ભય-ડરને કારણે મારું હિન્દી પણ ઊલટસૂલટ થઇ રહ્યું હતું.

‘મૈંને કહાથા ની કિ તેરી તકલીફ કઠિન હૈ!! લેકિન, પુત્ર હમારી પાસ ઉસકાભી ઇલાજ હૈ. ઉપયા હૈ...!’

‘ક્યા હૈ...?!ટ

‘પહેલેં વહાં પાંચ હજારકી પ્રસાદી ચઢાઓ...!’ ખોપરી તરફ ઇશારો કરી સ્વામીજી બોલ્યા...

‘પાંચ હજાર...?!’

‘હા...પૂરે પાંચ હજાર...!! તેરી કઠિનાઇ હી કુછ ઐસી હૈ....પુત્ર!! બહુત કઠિન હૈ !! લેકિન બાબા સર્વમિત્ર કે પાસ સર્વ ઉપાય હૈ...!! ગારંટી હૈ...!! ગારંટી...!!’

‘ગૅરંટી...?!’ મેં ખાતરી કરી.

‘હા...ગારંટી...!! અગર આપ સો ન પાયે તો સુદ સમેત પૈસા વાપસ...! ક્યા સમજે...??’

એ તો સારું હતું કે આજે જ પગાર થયેલ એટલે મારી પાસે પાંચ હજાર ગજવામાં જ હતા. ખોપરી પાસે મેં પાંચ હજારની થોકડી મૂકી. ખોપરીની બાકોરામાંથી ધીમે ધીમે ધુમાડો નીકળવા લાગ્યો !!

‘આભાર વત્સ...!!’ બાવાજીએ પાંચ હજારની થોકડી તરફ નાના દોડે મોટી અને તીરછી નજર કરી કહ્યું, ‘અબ આસન પર આસાનીસે સમાધિ લગાકે બૈઠ જાઓ...!! ઓર અપને કો મુક્ત કરદો...!!’

હું ફરી સ્વામી પાસે પલાંઠી વાળી બેસી પડ્યો. સ્વામીજીએ મોરપીંછના ઝાડુ વડે મારા પર બે-ત્રણ વાર પીંછી નાંખી. મોટ્ટેથી હ...રિ...ઓ...ઓ...મ હ...રિ...ઓ...ઓ...મ...ના બે-ત્રણ વાર બરાડા પાડ્યા. પછી કંઇ અષ્ટમપષ્ટમ ભાષામાં ગણગણાટ કરવા માંડ્યો. મને એટલી વારમાં તો ઊંઘ આવવા માંડી. થોડી વાર બાદ ગુફામાંથી અવાજ આવતો હોય એમ સ્વામીનો ગહેરો અવાજ આવ્યો.

‘આંખો ખો...લો...પુત્ર...!!’

મેં હળવેકથી આંખો ખોલી. આખો ઓરડો લોબાન, ધૂપ, અગરબત્તીના ધુમાડાથી છલકાઇ ગયો હતો.

‘સમાધી ખોલો...વત્સ...!!’

-ઓ...!! તો આને સમાધિ કહેવાય..!! વિચારી મેં આખો બરાબર ખોલી.

‘અ...બ...તુમ્હારે દોનો હાથ લંબાવ્યા અને ફરી આંખો બંધ કરી. થોડી પળો શાંતિથી પસાર થઇ.

એમના આદેશ મુજબ મેં હાથ લંબાવ્યા અને ફરી આંખો બંધ કરી. થોડી પળો શાંતિથી પસાર થઇ.

‘અબ આંખે ખોલો પુત્ર...તુમ્હારી મુશ્કેલીકા હલ તુમ્હારે હાથોમેં હૈ વત્સ...!!’

મેં આંખો ખોલી જોયું તો મારા હાથોની બન્ને ખુલ્લી હથેળીમાં રૂના બે પૂમડા હતા. કોટન બોલ...!

‘યે ક્યા હૈ બાવાજી...?!’ મેં સાશ્ચર્ય પૂછ્યું.

‘બેટે, યે હૈ તુમ્હારી રૂઠી હુઇ નિંદ્રારાણીકો પ્રસન્ન કરનેકા અનુષ્ઠાન હૈ...ઉપાય હૈ...!! નિંદ્રાદેવીકો પ્રસન્ન કરને કે લિયે તુમ્હારે દોનો કર્ણદ્ધાર ઇસીસે બંધ કર દેનેકા...!! બરાબર બંધ દેનેકા...!!બાત ખતમ્‌...!!

અબ કોઇ અવાજ ઇસકો છેદ નહિ શકેગી. બસ શાંતિ હી શાંતિ...!! ચાહે કિતના હી શોર હો...ચાહે કિતના હી ઘોર હો...!! તુમ સો શકેંગે ચેનસે...!! જાઓ ફત્તેહ કરો...!! આજસે તુમ સોઓંગે રાતભર ચેનકી નિંદ્રાસે...!! શાંતમ્‌ પાપમ્‌...શાંત્મ્‌ પાપમ્‌... શાંતમ્‌ પાપમ્‌...!’

-ઓહ...ધન્ય સ્વામિ સર્વમિત્ર...!!

લાંબા થઇને મેં સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મને મારી મુશ્કેલીનો ઉપાય મળી ગયો હતો...! હાશ...!! હવે ભલેને મારી ભારેખમ ભાર્યા ગમે એટલું ઘોરે ઘરઘરાટ...!! ઘરઘરાટના તરખડાટનો હવે ખેલ ખલ્લાસ...!!

(સમાપ્ત)

ખેલ

ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મુકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સૂર મેળવી રહ્યા હતા. શિયાળાની મીઠી ઠંડી નશીલી નિશાના પડખે સમાય હતી પણ ઇ.

અનંત માટે તો નિશાની મધુરી નિંદ્રા વેરણ બની હતી અને આંખોમાં ઉજાગરાનું આંજણ અંજાઇ ગયું હતું. એમ. એસસી. થયા બાદ આઇ. પી. એસની પરીક્ષા પાસ કરી એઓ મુંબઇ પોલીસમાં આજથી બાર વરસ પહેલાં જોડાયા હતા. આ બાર વરસોમાં એમણે ઘણા વિવિધ રસપ્રદ કેસ ઉકેલ્યા હતા. અરે!! એમના નામે ત્રણ એનકાઉન્ટર પણ બોલતા હતા. પણ ત્યારે એઓ એટીએસમાં ફરજ બજાવતા હતા.

પુત્રી નેહાના જન્મ બાદ શિવાંગીના અત્યાગ્રહને કારણે એમણે એટીએસમાંથી ક્રાઇમબ્રાંચમાં ટ્રાન્સફર મેળવી હતી અને હવે અંધેરી-ઓશિવિરા વિસ્તારમાં એમની ધાક બોલતી હતી. એમના પોસ્ટીંગ બાદ આ વિસ્તારમાં ક્રાઇમ રેટમાં ઘણો જ ઘટાડો થયો હતો. સ્થાનિક ભાઇલોગ એમનાથી ડરતા. તો છુટક ટપોરીઓએ એમનો કાર્યવિસ્તાર બદલી નાંખ્યો.

આમ તો એઓ જ્યારે ઘરે આવતા ત્યારે નોકરીની ચિંતાઓ પોલિસ સ્ટેશને જ છોડી આવતા. નોકરીના શરૂઆતના વરસોમાં એ અઘરૂં હતું. પણ સમય જતા એઓ સમજી ગયા કે એમણે એવી નોકરી સ્વિકારી છે કે જેમાં કાયમી નોકરી પર હોય એવું લાગ્યા કરે. શિવાંગી સાથે લગ્ન થયા બાદ એમને ખ્યાલ આવ્યો કે જીવન જીવવાની રીત બદલવી પડશે.

એઓ જીવનમાં સંતુલન શિખ્યા શિવાંગી પાસે. પણ આ સંતુલન હમણા હમણા ખોરવાય ગયું હતું...ફક્ત એક કેસમનો કારણે...અજય ખન્ના ખૂનકેસને કારણે...!!

અજય ખન્ના ‘ખન્ના ગૃપ ઓફ ઇંડસ્ટ્રીસ’ના સર્વેસર્વે હતા. ખન્ના ગૃપનો છેલ્લા દશબાર વરસોમાં હરણફાળ વિકાસ થયો હતો. અજય ખન્ના મુળ તો લખનૌના હતા. એમની શરૂઆત થઇ હતી ભિંવડીથી એમની ખન્ના વિવિંગ પાવર લુમ્સની હારામાળાથી...!

ધીરે ધીરે એમણે ટેક્ષટાઇલથી શરૂઆત કરી અન્ય ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને આજે તો મુંબઇ અને પરા વિસ્તારમાં ખન્ના કન્સ્ટ્રકશન, ખન્ના ડાયમંડસ્‌, ખન્ના સુપર બીગ બાઝાર...વગેરે વગેરે ધંધાઓ ધમધમતા હતા. આવા ખન્ના સામ્રાજ્યના સ્વામી એવા અજય ખન્નાના કોઇએ બેહરેમીથી રામ રમાડી દીધા હતા.

‘ઇંસ્પેક્ટર અનંત...’ કમિશ્નર રિતેષ દેશમુખના શબ્દો ઇ. અનંતના મનમાં ગુંજ્યા રાખતા હતા, ‘અજય ખન્ના કેસ હવે તમને સોંપવામાં આવી રહ્યો છે. યુ સી. ઇટ અ વેરી હાઇ પ્રોફાઇલ કેસ.

કેસમાં ઘણા ગુંચવાડા ઉભા થયા. અને આઇ એમ નોટ હેપી વિથ વિજય! અજય ખન્નાની બોડી આઇ મીન સ્કેલેટનને ગટરમાંથી મળ્યાને ય એક મહિનો પુરો થવા આવવાનો. ને વ્હોટ વી હેવ...!! ફ્યુ નેઇમ્સ...એસ અ સસ્પેક્ટ...!! ધેટ્‌સ ઇટ...!! વિ આર લાઇક ઓન ધ ડેડ એન્ડ...!! હોમ મિનિસ્ટ્રીમાંથી પણ પ્રેસર વધી રહ્યું છે...અને યસ્ટરડે આઇ ટોલ્કડ ટુ સીએમ...!! હિ વોન્ટ સમ રિઝલ્ટ...!!’

સબ ઇન્સ્પેક્ટર વિજય વાઘમારે પહેલાં અજય ખન્ના કેસનું ઇન્વેસ્ટીગેશન કરતા હતા. ખન્ના ખૂન કેસ બહુ ગુંચવાય ગયો હતો ચુંથાઇ ગયો હતો. અને એક પોલીસ અધિકારીના હાથમાંથી કેસ બીજાના હાથમાં તબદીલ થવાથી એમાં ગુંચ વધી હતી. ખન્નાકેસની શરૂાઆત થઇ હતી એક કિડનૅપ કેસ તરીકે....!!

અપહરણ થયું હતું અજય ખન્નાનું આજથી દોઢેક વરસ પહેલાં. દશમી જુન ૨૦૦૭ ના રોજ એક ફોન આવ્યો. વિકી ખન્નાએ એ ફોન રિસિવ કર્યો. વિકાસ ઉર્ફે વિકી ખન્ના અજય ખન્નાનો નાનો ભાઇ...ફોન પર સીધો સાદો સંદેશોઃ અજય ખન્ના અમારા કબજામાં છે. જો જીવતા છોડાવવા હો તો દશ ખોખા એટલે દશ કરોડ રૂપિયા તૈયાર રાખો. પોલિસને જાણ કરી તો અજય ખન્નાનો જાન જશે.

હવે....!? વિકાસ ખન્ના ત્રીસેક વરસનો ફુટડો યુવાન. અજયનો એકનો એક નાનો ભાઇ. એ ડરી ગયો.

-ભાઇસાબ કો કિસીભી તરહ સે બચાના ચાહીએ!!

અજયને વિકી ભાઇસાબ કહેતો. એણે એક નાદાની એ કરી કે એણે કોઇને ય ભાઇસાબના અપહરણની વાત ન કરી. અરે! એની પ્યારી ભાભી ગરિમા ખન્નાને પણ જરા જાણ ન થવા દીધી. ભાઇસાબ કિસી કામસે દિલ્હી જાને વાલે થે... મિનિસ્ટ્રીસે કામ નિકલવાના હૈ એમ કહી ભાભીને પણ અજાણ રાખ્યા.

પૈસાનો તો કોઇ સવાલ ન્હોતો. ચારેક કલાકમાં તો પૈસાની વ્યવસ્થા કર્યા બાદ એ બીજા ફોનની રાહ જોવા માંડ્યો. પોલીસને જાણ કરી ભાઇસાબની જીંદગી એ ખતરામાં મુકવા માંગતો ન્હોતો. થોડા સમય પહેલાં જ કોલકાતામાં પણ બિઝનેસ ટાયકૂન નિર્મલ ચેટરજીનું પણ આમ જ કિડનૅપ થયેલું.

એના સગાવ્હાલાઓએ પોલીસની મદદ લીધેલ ને નિર્મલની લાશના રેલ્વેના પાટા પરથી ટૂકડે ટુક્ડા મળેલ. ના, પૈસા કરતા ભાઇસાબની જાન વ્હાલી. પોલીસ પર વિકીને વિશ્વાસ ન્હોતો. પોલીસને જાણ કરી ભાઇસાબના મોતને એ નોતરૂં મુકવા માંગતો ન્હોતો. અરે!! ગયા મહિને જ ખટાઉશેઠની પણ કોઇએ ગેમ બજાવી દીધેલ. ચાલતી ગાડીએ જ વિંધી નાંખેલ...!! મુંબઇ પોલીસને ક્યા કિયા?? કુછભી નહિં...!! આ ભાઇલોગ ક્યારે શું કરે કહેવાય નહિ...!!

-રોકડા તૈયાર હૈ...?! રાત્રે એક વાગે ફરી ઘરની લેંડલાઇન રણકી. ધ્રૂજતા અવાજે વિકીએ વાત કરી. ભાઇસાબ સાથે એક વાર વાત કરવા માટે વિનવણી પણ કરી. પણ સામેથી બે કોથળામાં રોકડા ભરી તૈયાર રાખવાનો આદેશ મળ્યો. સ્પોટ માટે દશ મિનિટમાં જણાવવામાં આવશે. બીજી કોઇ વાત ન થઇ ને ફોન તરત કટ થઇ ગયો. વિકીએ પૈસા બેગમાંથી કોથળામાં ભર્યા. ને એ કોથળાઓ એની લેન્ડરોવરમાં મુકી આવ્યો. એક પળ પણ એ ખોવા માંગતો ન્હોતો.

-મુકેશ મિલ...!! આઠમી મિનીટે ફરી ફોન આવ્યો, મુકેશ મિલ...કોલાબા..!! રાતકો ઢાઇ બજે...!! કિસીકો સાથ મત લાના...!! કિસીકોભી નહિ...!! સમજેક ક્યા...!? મિલકે કમ્પાઉન્ડ કે અંદર એક કમરા હૈ. રાઇટ સાઇડમેં...!!

ઉસકા દરવાજા નીલે રંગ કા તૂટા હુઆ હૈ...! ઉસમેં દોનો કોથલે છોડ કે પતલી ગલીસે નિકલ જાનેકા...!! મુડકે દેખના ભી નહિ...! અજય ખન્ના સુબહ આ જાયેંગે...!! સમજા ક્યા....?? જરાભી ગલતી કી તો તુમેરે ભૈયાકી ગેમ બજા ડાલેંગે...!!

વિકીએ બરાબર એમ જ કર્યું. ચુપચાપ. વરસોથી બંધ પડેલ અવાવરૂ મુકેશ મિલના સુમસામ વેરાન કમ્પાઉન્ડમાં તૂટેલ લીલા રંગના દરવાજા વાળા ઓરડામાં રૂપિયાથી ઠાંસોઠાંસ ભરેલ બે કોથળાઓ એ ધબકતે હ્યદયે મુકી આવ્યો. આખી રાત એ જાગતો રહ્યો. સવાર થઇ...!! બુપોર પડી...!! સાંજ થવા આવી...!! ને ભાઇસાબનો કોઇ પત્તો ન્હોતો...!! સેલ પર રિંગ કરી તો આઉટ ઑફ એરિયા...!! હવે...એ ગુંચવાયો...!! મુંઝાયો...!! ભાભી ગરિમાજીને વાત કરી. ભાભીએ તો તરત હૈયાફાટ રૂદન જ શરૂ કરી દીધું!! વધુ રાહ જોવી કે કેમ એની પણ વિચારણા થઇ. મિત્રો સાથે એણે મિટીંગ કરી. ભાઇસાબને એ કંઇ થવા દેવા માંગતો ન્હોતો. છેવટે પોલિસને જાણ કરવાનું નક્કી થયું.

વિકીએ ઉપરની સર્વે વાતો પોલીસને કરી.

ત્યારે અંધેરી મુખ્ય પોલિસથાણના પોલીસ ઓફિસર હતા હેમંત આમટે.

ઇન્સ્પેક્ટર આમટેએ પહેલાં તો વિકીને જ બરાબર ખખડાવ્યો. એણે પોલીસને જ પહેલાં જણાવવું જોઇતું હતું. પોલીસ પાસે જ પ્રથમ આવવું જોઇતું હતું. રાતોરાત પોલીસ સક્રિય થઇ. મુકેશ મિલ પર તુરંત ડોગ સ્કોવડ્‌ મોકલવામાં આવી. પણ દશમીએ જુને પડેલ સિઝનના પહેલાં ધોધમાર વરસાદે સર્વે નિશાનીઓ..

.ગંધ વગરે દુર કરી દીધેલ...!! કૅનલ ટીમ નિષ્ફળ ગઇ. મુકેશમિલની આજુબાજુ ફેરિયાઓ, ટેક્ષીવાળા-ટેક્ષીવાળા સર્વેને રાઉન્ડઅપ કરવામાં આવ્યા. એમની કાળજીપુર્વકની ઊલટતપાસ લેવામાં આવી. એક ટેક્ષીવાળાએ રાત્રે વિકીની લેન્ડરોવર જોયેલ એ જણાવ્યું પણ બીજ કોઇ ચહલ પહલ એના ધ્યાનમાં આવી ન્હોતી અને તોફાની વરસાદી રાતને કારણે ઘરાકી મંદી હોય એ ઘરે જતો રહેલ. આમ પણ મુકેશમિલની આસપાસ રાત્રે નિરવ શાંતિનું સામ્રાજ્ય હોય છે.

અલબત્ત, એક વાર જ્યારે એ મિલ ધમધમતી હતી ત્યારની વાત અલગ હતી કોલાબા વિસ્તારના છુટક ટપોરીઓની સામુહિક ધરપકડો કરવામાં આવી. પણ એઓએ કોઇ માહિતી ન આપી.

એ દિવસે અજય ખન્નાની ઘરે આવેલ ફોનની પ્રિંટ આઉટ મેળવવામાં આવી. એમાંથી જાણવા મળ્યું કે બે ફોન પબ્લીક ફોનબુથ પરથી થયા હતા. ત્રણે ફોનના લોકેશન અલગ. એક નવી મુંબઇમાં આવેલ મૉલમાં ગોઠવેલ પબ્લીક કોનથી. બીજો શાંતાકૃઝ એરપોર્ટના બુથ પરથી. ત્રીજો અને છેલ્લો ફોન કે જેમાં મુકેશમિલનું સ્પોટ બતાવેલ એ થોડો શંકાસ્પદ હતો.

એમાં ઇન્ટરનેશલ ફોન થયાનું જણાતું હતું પણ લોકેશન મળતું ન્હોતું. મોટેભાગે ફોન કાર્ડનો ઉપયોગ થયાની શંકા થતી હતી. અને ફોનનું ઉદ્‌ગમ સ્થાન નક્કી કરવું મુશ્કેલ હતું! ભારતિય સંચાર નિગમની વધુ મદદ લેવામાં આવી પણ એમાં કંઇ સ્પષ્ટ માહિતી મળતી ન્હોતી.

ફોનની હકીકત પરથી એવો નિષ્કર્શ નીકળતો હતો કે સ્થાનિક ગેંગની સાથે સાથે આંતરરાષ્ટ્રિય કનેકશનો જોડાયેલ હોય શકે. બે દિવસ પછી અજયની સફેદ એસ્ટીમ બોરીવલી નેશનલ પાર્કના પાર્કિંગ લોટમાંથી મળી આવી.

એની પણ બરાબર તપાસ કરવામાં આવી. પરંતુ એમાંથી કોઇ પણ દિશાસુચક પરિણામ ન મળ્યું! કારમાં એમની, વિકીની કે એમના ડ્રાયવરની જ ફિંગરપ્રિન્ટસ્‌ મળી. કોઇ અજાણી નિશાની કે ફિંગરપ્રિન્ટસ્‌ ન મળી. એ દિવસે એઓ પોતે જ ડ્રાઇવ કરેલ. ડ્રાયવર તો ગરિમા ખન્ના સાથે આખો દિવસ રોકાયેલ હતો.

એ અઠવાડિયાના અજયના દરેક પ્રોગામ, મિટિંગસ્‌, અપોઇંટમેન્ટની વિગતો એકત્ર કરવામાં આવી. અજય ખન્ના બહુ સક્રિય રહેતા હતા. એમની એક એક મિનીટનો હિસાબ મળ્યો. એ ઘરે આવવા નીકળ્યા ત્યારે જ એમનું અપહરણ કરવામાં આવ્યું હોય એમ લાગતું હતું. પણ ક્યાં થયું હોય એની જાણ થઇ શક્તી ન્હોતી. એ દિવસે અજય ભિવંડી ખાતે એમની ખન્ના પાવર લુમ્સની મુલાકાતે ગયા હતા. આખો દિવસ ત્યાં રોકાયા હતા. કંઇ યુનિયનનો મામલો હતો. ત્યાં એમની સાતસો લુમ્સ કાર્યરત હતી અને બે હજારથી વધુ કામદારો એમની ખન્નાગૃપ ઓફ બેઝિક ટેક્ષટાઇલમાં કાર્યરત હતા.

દિવસો પસાર થતા હતા.

અજય ખન્નાનો કોઇ સુરાગ મળતો ન્હોતો. પૈસા આપવા છતાં પણ એ આમ ગુમ થયા એ વધુ આશ્ચર્યજનક અને અણધાર્યું હતું. થોડા દિવસ ટીવી ચેનલ અને સમાચારપત્રોને કાગારોળ મચાવી. પોલિસને માથે માછલા ધોવામાં કંઇ બાકી ન રાખ્યું. પોલીસ પણ જાણે અંધારામાં તીર ચલાવી રહી હોય એમ

લાગતું હતું! અગાઉ કોઇએ પણ અજય ખન્ના પાસે પ્રોટેક્ષન મની કે ખંડણીની ઉઘરાણી કરી ન્હોતી. જો કરી હોય તો ખન્નાબંધુઓએ એ છુપાવી પણ હોય. કારણ કે, આવી વાતો કોઇ પોલીસને સામાન્ય રીતે જણાવતું નથી. જરૂર એવું કંઇક થયું હોવું જોઇએે કે અજય ખન્નાને ખતમ કરી દેવા સિવાય કિડનેપર પાસે કોઇ ઉપાય ન હોય.

કદાચ, એઓ કિડનેપરને ઓળખી ગયા હોય તો પણ કિડનેપરે કાંટો કાઢી નાંખ્યો હોય. અજય ખન્ના પચાસેક વરસના હટ્ટાકટ્ટા તંદુરસ્ત વ્યક્તિ હતા. એમનું અપહરણ કરવામાં આવે તો એઓ જરૂર પ્રતિકાર તો કરે જ. એમ થયું હોય અને એમાં કંઇ આડુંઅવળું થયું હોય અને એમણે જાન ખોયો હોય એવી પણ શક્યતાઓ હતી. દરેક હોસ્પિટાલને એમના ફોટાઓ મોકલવામાં આવ્યા. કોઇ લાવારિસ લાશ મળી આવે તો વિકી દોડી આવતો.

છ મહિના પસાર થઇ ગયા.

અજય ખન્નાની કોઇ માહિતી ન મળી. વિકીએ ખન્ના ગૃપનો કારોબાર ધીરેધીરે બરાબર સંભાળી લીધો. પણ પોલીસની કાર્યવાહીથી એ ખુબ ખફા હતો. ખન્ના બંધુઓની ઘણી વગ હતી રાજકારણમાં કે પછી કોઇ અન્ય કારણ હોય ઇન્સ્પેક્ટર હેમંત આમટેની બદલી થઇ ગઇ સોલાપુર...!! અને અજય ખન્ના કિડનૅપ કેસ સોંપાયો ઇ. વિજય વાઘમારેને...!!

વાઘમારે સક્રિય થયા. ખન્ના જે રીતે કિડનૅપ થયા એ પરથી વિજયને યાકુબ યેડા એન્ડ કંપની પર વધુ શક જતો હતો. યાકુબ યેડા બેંગકોકથી એેવા ઓપરેશન પાર પાડતો હતો. મોટેભાગે કિડનૅપ કરી પૈસા મેળવતો. આ ઉપરાંત એ મુંબઇના બિલ્ડરો, બાર માલિકો અને ઝવેરીઓ પાસે નિયમીત ખંડણીના પ્રોટેક્ષણ મની મેળવતો.

હવાલા મારફતે એના નાણાં બેંગકોક અને દુબઇ પહોંચતા. હમણા એવી માહિતી આવી હતી કે દુબઇની ડી-કંપની સાથે એને અણબનાવ થઇ ગયો હતો. ખાસ તો ડી-કંપની જે રીતે હવે ટેરેરિસ્ટ સાથે જોડાય હતી એ કારણે યાકુબ યેડાએ ડી-કંપનીસાથે ધીમે ધીમે સબંધો કાપી નાંખવા માંડ્યા હતા. યાકુબને પકડવો અઘરો હતો કારણ કે એ પોતે સીધો ચિત્રમાં આવતો નહિં. એની ટીમનો એક ખિલાડી હતો સુભાષ સુપારી. સાયન-કોલીવાડાનો સુભાષ સુપારી. ફાંદેબાજ...લુચ્ચો...કાતિલ...અને લોમડી જેવો ચતુર...!!

સુભાષની વગ રાજકારણમાં પણ ખરી. એના છોકરાઓને એ છ મહિના કે વરસથી વધારે અંંદર થવા દેતો નહિં. ઇ. વિજયને લાગતું હતું કે સુભાષ સુપારી ખન્નાકેસમાં સંડોવાયેલ હોવો જોુઇએ. એની સાથે બેઠક થવી જરૂરી હતી. પણ સુભાષને એમ હાથમાં આવે એમ ન્હોતો. એને સપડાવવો જરૂરી હતો.

ઇ. વિજય આ સિવાય બીજી અન્ય થિયરીઓ પર પણ વિચારતા હતા. અજય ખન્નાના અપહરણ પાછળ ઘરના કે ખન્ના ગૃપના કોઇ પણ વ્યક્તિનો પણ હાથ હોય શકે. ખન્નાની જે રીતે પ્રગતિ થઇ એ કોઇની ખુંચતી હોય અને એણે અપહરણ કરાવી પૈસા મેળવી એમનો કાંટો કાઢી નાંખ્યો હોય. ખન્ના ગૃપ ઘણુ મોટું હતું.

કોણ...? કોણ...?? કોણ...?!

અજય ખન્ના નિઃસંતાન હતા. એમના ચાલ્યા જવા બાદ સહુથી વધારે ફાયદો કોને થવાનો હતો?

-એમની પત્ની ગરિમાદેવીને...!

-ત્યારબાદ વિક્રમને...!! વિકી ખન્નાને...!!

વિકી ખન્ના કુંવારો હતો. પાર્ટી એનિમલ હતો. જ્યાં સુધી અજય ખન્ના જીવતા હતા ત્યાં સુધી તો એ ખન્ના ગૃપમાં બહુ સક્રિય ન્હોતો...!! રોજ એ ફક્ત અડધો દિવસ ખન્ના ટાવરની એની ઓફિસમાં આવતો ત્યારબાદ તો એ એના સમય ક્યાં તો પબ, બિયર બાર કે ડિસ્કોમાં અથવા તો રેવ પાર્ટીમાં જ પસાર થતો. એના આવી

પ્રવૃત્તિથી એના પ્યારા એવા ભાઇસાબ એનાથી થોડા ખફા ખફા રહેતા એવું જાણવા મળેલ. વિકી અજય ખન્નાના ગુમ થયા બાદ ગંભીર બની ગયો હતો. જાણે રાતો રાત એનું પરિવર્તન થઇ ગયું હતું. ઇ. વિજય વાઘમારેએ અજયની પર્સનલ સેક્રેટરી મિસ પિંટો સાથે ઘણી વાતો કરી. મિસ પિંટો અજયની એક એક પળનું આયોજન કરતી. ઇ.વિજયે સીધે સીધુંં મિસ પિંટોને પુછેલઃ અજય અને વિકીને કેવું બનતું? કદી વિકીએ..

‘નો...વિકી ઇસ કાઇંડ અ પ્લેબોય...!! બટ નો...!! હિ લવસ્‌ બોસ..!! વો અપને ભાઇસાબ કો ખુદાસેભી જ્યાદા ચાહતા હૈ...!!’ મિસ પિંટોએ ઇ. અજયની વાત તરત જ કાપી નાંખેલ. પણ મિસ પિંટો કંઇ પોલિસ ઓફિસર ન્હોતી. ખન્ના ગૃપની એક કર્મચારી હતી. ઇ. વિજયે મિસ પિંટો સાથે વધુ સમય પસાર કરવાનું નક્કી કર્યું. કારણ કે ખન્ના ગૃપના કોઇ કર્મચારીનું પણ આ કારસ્તાન હોઇ શકે. એ માટે મિસ પિન્ટો જેવો માહિતીનો સ્ત્રોત બીજો કોઇ હોય ન શકે.

મિસ પિંટો પાસે એક અન્ય રસપ્રદ માહિતી એ મળીને કે ખન્ના ગૃપમાં પાંચેક વરસથી યુનિયનની પ્રવૃત્તિ શરૂ થઇ હતી. એ કારણે ખન્ના ગૃપને તકલીફ પડી હતી. ગઇ દિવાળીએ તો વીસ ટકા બોનસ માટેની યુનિયનની માંગણી સંતોષવી પડી હતી. એ ઉપરાંત દર વરસે દરેક કર્મચારીઓને નિયમીત પગાર વધારાની માંગણી સાથે સાથે મેડિકલ એલાઉન્સ અને રજાઓમાં વધારાની માંગણીઓ તો ઉભી જ હતી અને ગમે ત્યારે હડતાળ તોળાઇ રહી હતી.

અપહરણ થયેલ એ દિવસે અજયની મિટિંગ યુનિયન લિડર બાબુ બિહારી સાથે હતી. બાબુ બિહારી ખન્ના વિવિંગ્સમાં સિક્યુરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. બાબુની જબાનમાં જાદુ હતું. નેતૃત્વની એક માગવી કળા હતી. મુળ ઝારખંડનો હતો. ન જાણે એ કેટલા સમયથી ભિવંડી રહેતો હતો અને જ્યારથી અજયે નાના પાયે લુમ્સની શરૂઆત કરી ત્યારથી જ એ ખન્ના ફેમિલી સાથે સંકળાયેલ.

જેમ જેમ ખન્ના બંધુઓના ધંધાનો વિકાસ થતો ગયો એમ એમ સાબુ બિહારીનો હોદ્દો પણ વધતો રહ્યો. બાબુએ પેટામાં પેસીને પગ પહોળા કર્યા હતા અને ખન્ના ઇન્ડ્રસ્ટીસમાં યુનિયનની સ્થાપના કરવામાં એ સફળ થયો હતો.

અજય ખન્નાએ એને બહુ સમજાવ્યો હતો કે યુનિયનબાજી બંધ કરે. પૈસાની, ઘરની લાલચ આપી હતી. ધમકી પણ આપી હતી! પણ બાબુ એકનો બે ન થયો. એને લિડર બનવું હતું. વળી એને દત્તા સાવંતનો સાથ હતો. દત્તા સાવંત અખિલ ભારતિય મજદુર સંગઠનના સર્વે સર્વા હતા. લાખો મજદુરો એમના નામે મરવા તત્પર રહેતા.

દત્તાએ જ બાબુ બિહારીનો હાથ પકડ્યો હતો. એને દોર્યો હતો. દત્તા સાવંત અખિલ ભારતિય મજદુર સંગઠનમાં રેલ્વે, મુંબઇ-બેસ્ટ, ટેક્ષી-રિક્ષા ડ્રાયવર એસોશિયેસન વગેરે જોડાયેલ હતા અને દત્તાએ એમાં વધારે ને વધારે યુનિયનો જોડાવાની જાણે એક ઝુંબેશ ઉપાડી હતી. એ દિવસની બાબુ બિહારી સાથેની મિટીંગમાં દત્તાજી પણ હાજર રહેવાના હતા પણ એમને અચાનક કોલકાતા જવું પડેલ એટલે એ હાજર રહી શક્યા ન્હોતા. મિટીંગમાં બાબુ સાથે ઘણી ચણભણ થઇ હતી. અને કોઇ નિર્ણય લેવાયો ન્હોતો. આમ છતાં અજય ખન્ના અને બાબુ બિહારી બન્ને આજય ખન્નાની ગાડીમાં જ મુંબઇ આવવા નીકળ્યા હતા. આ વાત મિસ પિંટોએ કહી ત્યારે ઇંસ્પેક્ટર વિજય વાઘમારેને દાળમાં કંઇક કાળું દેખાયું હતું.

‘બાબુએ રજાઓ મુકી હતી.’ મિસ પિંટોએ કમ્પ્યુટરના મોનિટર પર નજર કરી રહ્યું, ‘બાબુ કો જાના થા ધનબાદ. એની ફ્લાઇટ સાંતાક્રુઝ પરથી હતી. એટલે એ બોસ સાથે એમની ગાડીમાં જ મુંબઇ આવ્યો હતો. એ દિવસે જ અજય ખન્નાનું અપહરણ થયું હતું.’

ઇન્સ્પેક્ટર વિજય વાઘમારે એ વાત નોંધી લઇ અગિયારમી જુનની ધનબાદ જતી ફ્લાઇટના પેસેન્જરોની યાદી મેળવી. બાબુ બિહારી જેટ એરવેઇઝની સવારની છ પચાસની ફ્લાઇટ નંબર ૯ઉ૨૧૫૩ મારફત કોલકાતા ગયાનું જાણવા મળ્યું.

-તો શું બાબુ બિહારી આ ખેલનો ખેલાડી હતો? અહિં સ્થાનિક ગેંગને કામ સોંપી એ ધનબાદ પહોંચી ગયો હોય??

-રેન્સમ મની દશમી જુને મુકેશ મિલમાં છોડવામાં આવ્યા હતા. બીજે દિવસે એટલે અગિયારમીએ બાબુ બિહારી કોલકાતા ગયો હતો. સું એની સાથે પૈસા હતા?

એણે બે બેગો ચેકઇન કરી હતી.

-એ બેગમાં શું હતું?

બાબુને શોધવા માટે ચક્રો ગતિમાન થયા. કોલકાતા સુધી પગેરૂં મળતું હતું. ત્યારબાદ બાબુ હવામાં ધુમ્રસેર ભળે એમ ગાયબ થઇ ગયો હતો. એ ધનબાદ એના ઘરે પહોંચ્યો જ ન્હોતો. એના બુઢાં મા-બાપે તો બાબુને વરસોથી જોયો ન્હોતો.

ત્યાંથી બીજી માહિતી એ મળી કે બાબુનો ભાઇ સુબોધ બિહારી ઝારખંડ મુક્તિ મોરચાનો આગળ પડતો કાર્યકર હતો અને હવે નેક્સલાઇટ બની ગયો હતો. એના નામની ધાક બોલતી હતી ઝારખંડમાં. ઝારખંડ પોલીસને પણ એની તપાસ હતી. ગરીબ આદિવાસીઓમાં સુબોધ બિહારી ઘણો જ પ્રિય હતો. એ કારણે એને પોલિસ શોધી શકતી ન્હોતી. એ અમીર જમીનદારોને, વેપારીઓને લૂંટી એમાના પૈસા ગરીબોમાં વહેંચી દેતો. એટલે એ સુબોધ ‘સહાય’થી ઓળખાતો.

-તો શું બાબુ સુબોધને પૈસા પહોંચાડતો હતો એની નેક્સાલાઇટ પ્રવૃત્તિ માટે...

-સુબોધને આદિવાસીઓનો પુરો સાથ હતો. એ કારણે જ એ પકડાતો ન્હોતો. એની પાસે વફાદાર માણસોની ટોળી હતી. હથિયાર હતા. ગામડામાં આવેલ જમીનદારોને એઓ લુંટતા. એવું પણ જાણવા મળ્યું કે સુબોધે થોડા દિવસમાં જ આધુનિક હથિયારોનું મોટું કંસાઇનમેન્ટ મેળવ્યું હતું.

-એના પૈસા ક્યાંથી આવ્યા?

વિકી ખન્ના જ્યારે તક મળતી ત્યારે પોલીસની નાકામી પર ઝેર ઓકતો રહેતો. વળી એણે એના બડે ભૈયાને શ્રધ્ધાંજલિ રૂપે એક બ્લોગ શરૂ કર્યો હતો. જેના પર એણે વિજય ખન્નાની જીવન ઝરમરની સાથે સાથે એને લાગતા શંકાસ્પદ વ્યક્તિઓની છણાવટ અને પોલીસની કુથલી એ કરતો રહેતો અને એના મિત્ર વર્તુળમાંથી એને વિવિધ કોમેંટ્‌સ મળતી. એ કારણે અખબારોને અને ટીવી ચેનલોને પણ મસાલો મળી રહેતો હતો.

અજય ખન્નાના કોઇ સગડ મળતા ન્હોતા. બાબુ બિહારી સાવ ગુમ થઇ ગયો હતો.

વિકીએ એના ભાઇની કોઇપણ માહિતી માટે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું.

બાબુ બિહારીને શોધવા માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી. આકાશ પાતાળ એક કરી નાંખવામાં આવ્યા હતા. દરેક એરપોર્ટ, રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો પર અને પુરા ઝારખંડમાં બાબુ બિહારીના ફોટાઓ પહોંચાડવામાં આવ્યા. આમ મુખ્ય શકમંદ હતો બાબુ બિહારી. હવે એ સાવ અદૃષ્ય થઇ ગયો હતો. ઝારખંડની પોલીસનો સહકાર મળતો ન્હોતો. આ આખું ઓપરેશન પાર પાડવાની બાબુની ઓકાત ન્હોતી એ સ્વાભાવિક હતું.

-એને કોણે મદદ કરી?

-શું એના ભાઇ સુબોધ સહાય અને એની ટોળખી મુંબઇ આવી હતી આ કિડનૅપ માટે?

સુબોધ સહાયની પણ કોઇ માહિતી મળતી ન્હોતી. એનો ફોટાઓમાં પણ ઘણી વિવિધતાઓ જોવા મળતી હતી. વેશ પરિવર્તનમાં એ પાવરધો હતો. સ્થાનિક રાજકારણીઓનું પણ એને બેકઅપ રહેતું હતું તો પોલીસને એ બન્ને હાથોમાં રમાડતો હતો.

દિવસો પસાર થઇ રહ્યા હતા. અજય ખન્ના કિડનેપ કેસ ઘણો જ ગુંચવાય ગયો હતો. ઇ. વિજય વાઘમારેની દશા મા મને કોઠીમાંથી કાઢ જેવી થઇ ગઇ હતી. વિકી ખન્નાને પણ પોલીસની કામગીરીથી ભારે અસંતોષ હતો. હોમ ડિપાર્ટમેન્ટમાં એની વગ વધી હતી. શાસક પાર્ટીને એણે ચુંટણી ભંડોળમાં ખાસ્સુ ડોનેશન આપ્યું હતું. હોમ મિનિસ્ટરે પણ હવે સીધો ખન્ના કેસમાં સીધો રસ લેવા માંડ્યો હતો.

અને એ કારણે પોલીસની કાર્યવાહી પર પણ અસર થતી હતી. વિકીએ વિજય વાઘમારેના હાથમાંથી કેસ લઇ બીજા કોઇ કાર્યદક્ષ ઓફિસરને સોંપવા માટેનું દબાણ વધારવા માંડ્યું હતું. ઇ. વાઘમારેની તકલીફ વધી રહી હતી. વિજય ખન્નાના દુશ્મનોની એક યાદી બનાવવામાં આવી. એમાં એક નામ ધ્યાનાકર્ષક હતું રાજીવ રાહેજાનું! રાજીવ અને અજય ખન્ના એક વાર કન્સટ્રક્ટશન બિઝનેસમાં સાથે હતા. એક હાઇરાઇઝ બિલ્ડિંગના ફ્લેટના વેચાણ સમયે બન્ને વચ્ચે મનદુઃખ થયું જે એમના વિભાજનમાં પરિણમ્યું અને રાહેજાએ

‘રાહેજા ડેવલપર’ નામે અલગ કંપની શરૂ કરી. રાહેજા ખન્નાને કપરો સમય આપતા. કારણ કે એઓ ખન્નાની દરેક ચાલ સમજતા અને રાહેજા ડેવલેપરે ખન્ના કન્સ્ટ્રક્ટશનના ઘણા સોદાઓ પડાવી લીધા હતા. તો ખન્નાએ રાજીવ રાહેજાને ધંધામાં ખતમ કરી દેવાની ધમકી આપી હતી. શું એ ધમકીનો અમલ થયા એ પહેલાં જ રાહેજા ગૃપે અજયને પતાવી દીધા...? એવું પણ જાણવા મળ્યું કે બાબુ બિહારી ગુપ્ત રીતે રાજીવ રાહેજાને મળતો હતો. એમની સલાહ લેતો હતો. આ બાબુ બિહારીએ ઘણા છેડાઓ એવા છોડ્યા હતા કે જેનો અંત મળતો ન્હોતો અને હવે બાબુ બિહારી જ ગુમ થઇ ગયો હતો.

***** ***** ***** *****

એક વહેલી સવારે પોલીસને એક ફોન આવ્યો.

માહિમની ખાડી પાસે ગટર કામદારો લાંબા સમયથી બંધ એક પડેલ ગટરની સાફ સફાઇ અને સમારકામ કરતા હતા. ત્યાં એમને એક લાશ મળી આવી. લાશ શું? કહો ને કે લગભગ હાડપિંજર જ મળી આવ્યું. પોલીસ દોડી આવી. ગટરની ઊંડાઇ આશરે સાતેક ફૂટ હશે. એના સ્થળ પર ફોટાઓ લેતા પોલીસ ફોટોગ્રાફરને ઉલટી થઇ ગઇ.

એક તો અવાવરૂ ગટર અને બિહામણી, કહોવાયેલ લાશ!! સ્થળ પર જ પૉસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પોલીસે વિકીને વિકીને જાણ કરી. એ દોડી આવ્યો. એ ઓળખી ગયો કે આ એના ભાઇસાબ અજય ખન્નાની જ લાશ છે!! કારણ કે લાશના જમણા હાથની આંગળીના હાડકાં એક વિંટી હતી...!! એ વિંટી હતી એના ભાઇસાબની. અજય ખન્નાની...!! એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

‘સાલોની ક્યા હાલત કર દી મેરે ભાઇસાબકી...?! મેં ઉનકો જિંદા નહિં છોડુંગા જિસને ભી એ કિયા મેં ઉસકા જના હરામ કર દુંગા...’

પોલીસે હાડકાં એકત્ર કર્યા. અજય ખન્નાની ખોપરીમાં જમણી તરફ ઉપર એક નાનકડું કાણું હતું. વિકીએ લાશના તુરંત કબજા માટે ઘણો જ આગ્રહ કર્યો.

‘એમ લાશનો કબજો આપી ન શકાય!’ ઇન્સ્પેક્ટર વિજય વાઘમારેએ એને સમજાવ્યો. એણે ત્યાંથી જ બે-ત્રણ ફોન કર્યા. હોમ મિનિસ્ટર શિંદેનો ફોન પોલિસ કમિશ્નર પર આવ્યો. કમિશ્નર રિતેષ દેશમુખે ઇ. વિજયને ફોન કર્યો. પરન્તુ ઇ. વિજય એક ના બે ન થયા. અને ત્યારે જ વિકીએ ઇ. વિજયને ખન્ના કેસમાંથી દુર કરાવવાનો એણે નિર્ણય લઇ લીધો.

બે દિવસ પછી અજયના અવશેષો ખન્ના ફેમિલનીને સોંપવામાં આવ્યા. અંગત અંગત સગા-સબંધી અને ખાસ મિત્રોની હાજરીમાં ભારે હૈયે વિકીએ ચંદનવાડી સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપ્યો. આમ ખન્ના કિડનૅપ કેસ એક ખૂનકેસ બન્યો. ઇ.વિજયની બદલી થવાની જ હતી એ પણ જાણતા હતા અને અંંદરખાતેથી એ પણ એવું ઇચ્છતા હતા કે ખન્નાકેસથી એમનો છુટકારો થાય. અને વિજય વાઘમારે પાસેથી ખન્ના ખુનકેસ આવ્યો ઇ. અનંત કસ્બેકરના હાથમાં!

લાશ અજય ખન્નાની છે એ સાબિત થવું જરૂરિ હતું. અવશેષોની લંબાઇ પરથી તો મેળ ખાતો હતો. અજય ખન્નાની ઊંચાઇ હતી પાંચ ફુટ અગિયાર ઇંચ. તો હાડકાના એ માળખાને વ્યવસ્થિત ગોઠવતા પાંચ ફુટ નવ ઇંચથી માંડીને અગિયાર ઇંચની ધારણા થઇ શકતી હતી.

‘અમારે આપના ભાઇ અજય ખન્ના વાપરતા હોય એ ટુથ બ્રશ કે કાંસકીની જરૂર પડશે!!’ ઇ. અનંતે વિકીને દિલાસો આપી કહ્યું, ‘વિ હેવ ટુ મેચ ધ ડીએનએ ઓફ ધ ડેડ બોડી...!!

‘ઇન્સ્પેક્ટર સાહેબ...!!’ વિજયે ગંભીર થઇ જતાં કહ્યું, ‘ઇસમે કોઇ શક નહિ હૈ કી યે ભાઇસા’બકી હી બોડી હૈ. ભાઇસાબ જે રિંગ વરસોથી પહેરતા એ રિંગ પરથી...’

‘તો પણ અમારે ખાતરી તો કરવી જ પડે. પ્લિસ...!! કોઓપરેટ વિથ અસ!!’ ઇ. અનંતે વિનંતી કરતી કહ્યું.

વિકીના મ્હોં પર સ્પષ્ટ અણગમો તરી આવ્યો, ‘કેટલો સમય વિતી ગયો?! હવે તમને એ વસ્તુઓ કેવી રીતે આપવી?’

‘કંઇ પણ કાંસકો...ટુથ બ્રશ...જે અજયજી વાપરતા હતા. નહિંતર પછી તમારા બ્લડનું સેમ્પલ...!!’

‘વો મેરે સગે ભૈયા નહિં થે...!!’ વિકીએ ઇ...અનંતને અટકાવી કહ્યું, ‘હમારી મા અલગ થી...! મેરે ડેડને દુસરી શાદી કી થી...!!’ સહેજ અટકીને એ બોલ્યો, ‘આપ થોડા દિવસ રાહ જોઇ શકશો. ભાભીજી હરદ્ધાર ગયા છે. એમની પાસે કંઇ મળી આવશે...! બાકી...’

‘પોલિસ રાહ જોશે.’ ઇ. અનંતે ઉભા થતાં કહ્યું, ‘આપના ભાભીજી આવે એટલે મને રિંગ કરજો...! યુ સી. અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. બાબુ બિહારી જે રીતે ગુમ થઇ ગયો છે...’

‘બાબુને રાહેજાએ જ ગુમ કરી દીધો હશે...સંતાડ્યો છે. તમે રાજીવ રાહેજાને કેમ દબોચતા નથી?! જે દિવસે ભાઇસાબની બોડી મળી હતી એ દિવસે એણે મોટી પાર્ટી આપી હતી એની તમને જાણ છે? હી વોસ એન્જોઇંગ માય બ્રધ્રર્સ ડેથ...!’

‘મારા ધ્યાનમાં એ છે જ. અમારી નજર એના પર ચોવિસ કલાક છે. મેં એની પુરી તપાસ પણ કરી છે. પણ એની વિરૂધ્ધ કોઇ એલિબાય નથી મળતી.’

‘તો પુરાવો ઉભો કરો...! કુછ કિજીયે...! મેં તો મારા ભાઇ ખોયા છે. ભલે એ મારા સગા ભાઇ ન્હોતા. પણ એમણે મને કદી પરાયો ગણ્યો ન્હોતો.’ આંખ ભીની કરતા વિકી બોલ્યો, ‘જ્યાં સુધી બોડી મળી ન હતી ત્યાં સુધી મને થોડો થોડ વિશ્વાસ હતો...! પણ હવે...!!’

‘આઇ એમ સોરી...! પણ હવે કેસ મારા હાથમાં છે...!! આઇ વિલ ટ્રાય માય બેસ્ટ...!!’ ઇ. અનંતે વિકીના ખભા પર હાથ મુકી સાંત્વનાના સ્વરે કહ્યું.

ઇ.અનંતે બાબુનો શોધવા ભીંસ વધારી. રાજીવ રાહેજા પર દેખરેખ ચાંપતી કરી. એના ફોન, સેલ ફોન, ઇમેઇલ વગેરે પર વોચ ગોઠવી દીધી. બસ, એમણે હવે રાહ જોવાની હતી કે ક્યારે રાજીવ રાહેજા ભુલ કરે!! ક્યારે બાબુ રાજીવનો સંપર્ક કરે!!

એ સિવાય ઇ. અનંતને એક વાતની ખાસ નવાઇ લાગતી હતી કે આટલા ઓછા રેન્સમ મનીની માંગણી કેમ કરવામાં આવી?!

-ફક્ત દશ કરોડ?!

-ખન્ના બ્રધર્સ તો વધારે આપી શકે એટલા માતબર હતા...

-અરે...! રાજકોટના સોની ભાઇઓનું કિડનૅપ થયેલ એમાં પણ સિત્તેર કરોડમાં માંડવાલી થયેલ એવું જાણવા મળેલ....!

-ત્યારે આ તો છેક દશ ખોખા...!! જરૂર સ્થાનિક ગેંગનું કે નાદાન છોકરાઓનું કામ હોવાની સંભાવના વધી રહી હતી. એઓનો કોઇ રેકર્ડ ન હોવાને કારણે પોલિસ અંધારામાં ફાંફાં મારી રહી હતી.

એ દરમ્યાન વિકીએ પોલીસ સ્ટેશને આવીને એક હેર બ્રશ ઇ. અનંતને આપ્યું, ‘આ મારા ભાઇ વાપરતા હતા. ભાભીસાબે યાદગીરી રૂપે સાચવેલ છે એ!! આઇ હોપ કે અમને એ પાછું મળશે?’

‘યસ...! આઇ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ રિટર્ન યુ. આઇ એમ વેરી થેંકફુલ ફોર ધીસ...!’ ઇ. અનંત લાકડાના હાથાવાળું એ બ્રશ લેતા બોલ્યા. બ્રશ નિહાળી ઇ. અનંતને વિચાર આવ્યોઃ ધીસ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝિબીટ...!! કારણ કે, એ બ્રશ પર એક બે વાળ પણ વિંટાળાયેલ હતા. એ બ્રશ અને અજય ખન્નાના લાશ પરથી મળેલ થોડા વાળ બેંગલુરૂ મોકલવામાં આવ્યા. ડીએનએ મેપિંગ કરવામાં આવ્યું. બન્ને નમુનાઓ મળતા આવ્યા.

-તો એ લાશ ખરેખર અજય ખન્નાની જ છે...! પોલીસ પર દબાણ વધી રહ્યું હતું...ઇ. અનંતે કસ્બેકરની નિંદ્રા વેરણ બની હતી.

પુત્રી નેહાના કપાળ પર હાથ ફેરવી એની ચાદર બરાબર ઓઢાડી સહેજ નમીને ઇ.ઇનંતે ઘસઘસાટ નિંદ્રાધીન શિવાંગીના કપાળે એક ચુંબન કર્યું. થોડા અસમંજસ અવાજો કરી શિવાંગી પડખું ફરીને સુઇ ગઇ. એ કારણે ઇ. અનંતના હોઠ સહેજ ફરકી ગયા. એઓ પથારીમાંથી ઉભા થયા. બે-ત્રણ ઊંડા શ્વાસો-શ્વાસ લીધા. રેફ્રિજરેટર ખોલી પાણીની બોટલ લઇ પાણી ગટગટાવ્યું. વરંડામાં ગયા. રાત્રીના અંધકારમાં ગોરેગાંવના સ્વચ્છ આકાશના એ ટુકડામાં તારાઓ ટમટમતા હતા. ઇ. અનંતના મન પર અજય ખન્ના ખૂનકેસ પર કબ્જો જમાવી દીધો હતો. એઓ અંદર આવ્યા. કમ્પ્યુટર ચાલુ કરી ખુરશી પર ગોઠવાયા. વિકીએ શરૂ કરેલ અજય ખન્નાના બ્લોગ પર ગયા.

-આ પણ એક નવું ગતકડું છે!!

બ્લોગ પર જાત જાતની કોમેન્ટસ્‌ વાંચતા એઓ વિચારતા હતાઃ લોકો સાવ નવરા પડી ગયા લાગે છે!!

મોટે ભાગની કોમેન્ટસ્‌ પર પોલીસ ની કુથલી જ કરવામાં આવી હતી. બ્લોગ પર અજય ખન્નાની જીવન ઝરમરની સાથે સાથે એમના ઘણા ફોટાઓ પણ હતા; એકલા તો રાજકારણીઓ સાથે...ફિલ્મ એક્ટર-એક્ટ્રેસ સાથે...!! તો બાબુ બિહારીના પણ જુદા જુદા ફોટાઓ હતા અને એની શોધ કરનારને કે માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત પણ હતી.

ઇ. અનંતને ચેન પડતું ન્હોતું. એમણે અજય ખન્ના કેસની ફાઇલના પાનાઓ ઉથલાવવા માંડ્યા. ફાઇલમાં સર્વે માહિતીઓ હતી. એમણે જ પેન્સિલથી કરેલ નોંધ ફરી ફરી નિહાળી. છેલ્લે ગટરમાં પાડેલ અજય ખન્નાની લાશના ફોટાઓ એઓ જોવા લાગ્યા. પોલીસ ફોટોગ્રાફરે પાડેલ ફોટાઓ ચિતરી ચઢે એટલા વિકૃત અને બિહામણા હતા. એ ફોટાઓ જોતા જોતા એ ચમક્યા. એમનું હ્ય્દય જોરથી જોરથી ધબકવા લાગ્યું. એઓ જે નિહાળી રહ્યા હતા એ માની શકતા ન્હોતા...!!

-આજ સુધી આ કેમ કોઇના ધ્યાનમાં ન આવ્યું...!?

લાશના ફોટા નિહાળતા એઓ વિચારવા લાગ્યા. અજય ખન્નાના બ્લોગ પર ગયા. ત્યાંના ફોટાઓ જોયા...!! વારંવાર જોયા...!!

-ઓ...માય ગોડ...!! ઓ પાન્ડુરંગા...!!

-આઇ કાન્ટ બિલીવ ધીસ...!!

-આઇ ગોટ ઇટ...!!

એઓ સવાર પડવાની રાહ જોવા માંડ્યા. કમ્પ્યુટર બંધ કરી, ફાઇલમાં ફરી લાશ પર એક નજર કરતા એમના ચહેરા પર એક હાસ્ય ફરી વળ્યું!! એક હળવી રાહત થઇ એમને...!

-હવેે એક એક કદમ સાચવીને માંડવું પડશે!!

-ધે આર વેરી ક્લેવર...!!

ટ્રેક સુટ પહેરી એ રોજની જેમ પાંચ માઇલ દોડી આવ્યા. સ્નાનાદિથી પરવારી યોગાભ્યાસ કર્યા બાદ એમણે કમિશ્નર રીતેષ દેશમુકના સેલ ફોન પર ફોન કર્યો.

‘ગુડ મોર્નિંગ અનંત...!!’

‘હું આપને હેરાન તો નથી કરતોને સર...!?’

‘ના...ના...!’ હસીને એ બોલ્યા, ‘આ તો અંજલિ સાથે વોક પન નીકળ્યો છું!! યુ નો અંજલિ સાથે ચાલતા ચાલતા તારી જ વાત કરતો હતો. શું ન્યુઝ છે. એની પ્રોગ્રેસ...?!’

‘યસ...!! ઇટ લુક્સ્‌ લાઇક એ બિગ ગેઇમ...!!’

‘વૉટ...??’

‘યસ...સર...!! આઇ નિડ યોર ફુલ સપોર્ટ...!! એન્ડ ઇટ વિલ બી ઓન્લી યુ એન્ડ મિ...!! ઓન્લી....!! સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ...!!

‘અફકોર્સ...યુ વિલ ગેટ ઓલ સપોેર્ટ...!! વ્હેર ઇસ બાબુ બિહારી...??’

‘હું તમને મળું છું. દશ વાગે...!! ઇફ ઇટ ઇસ ઓકે ફોર યુ...!!’

‘વ્હાઇ દશ વાગે...? કમ સુન...તું મારે ઘરે આવ...!! અંજલિ આજે ઉપમા બનાવવાની છે. વિ વિલ હેવ બ્રેક ફાસ્ટ ટુ ગેધર...!!’

‘મારેે થોડાંક અખબારોની રેફ્રન્સ ફાઇલ જોવી છે. બીજું પણ એક ઇન્વેસ્ટીગેશન કરવાનું છે. પણ હું તમને બે-ત્રણ કલાકમાં મળું છું...!! અંજલિજીનો ઉપરમાં નેકસ્ટ ટાઇમ...!!’

બરાબર હોમ વર્ક કરીને ઇ. અનંત કમિશ્નરે મળ્યા. એમની સચોટ રજુઆતથી અને હકીકતથી કમિશ્નરશ્રી તો અચંબામાં પડી ગયા અને એક ઊંડો શ્વાસ લઇ એ બોલ્યાસ, ‘ધીસ વીલ બી વેરી ઇન્ટરેસ્ટીંગ...!! ગો એહેડ...!! ગો એહેડ...!! કિપ ઇન ટચ...!! બ્રિફ મી...!! માય ઓલ સપોર્ટ ઇસ વિથ યુ ટુ ફાઇન્ડ આઉટ ધ ટુથ...એન્ડ ઓન્લી ધ ટુથ...!!’

***** ***** ***** *****

ત્રણ મહિના જેટલો સમય પસાર થઇ ગયો... લોકો ધીરે ધીરે અજય ખન્ના કૂન કેસ ભુલવા માંડ્યા હતા ત્યાં જ આજતકના ક્રાઇમ રિપોર્ટર મનિષ દુબેના સેલ પર ટેક્સ્ટ મેસેજ અવતર્યોઃ પ્લીસ કમ ટુ ધ ન્યુઝ કોન્ફરન્સ એટ મેઇન પોલીસ સ્ટેશન એટ નાઇન...!!

એવો જ એક મેસેજ એનડી ટીવી બરખા દત્તને પણ મળ્યો. તો ઝી ન્યુઝના રમેસ મેનન શા માટે રહી જાય? સી. એન. એનની સુહાસિની હૈદર પણ ખરી જ...!! એજ રીતે મિડ ડેથી માંડીને દરેક સમાચારપત્રોના ખબરપત્રીઓને સંદેશો મળી ગયો. પોણા નવે તો કોન્ફરન્સ રૂમમાં સર્વે રિપોર્ટરો-કેમેરામેનથી છલકાય ગયો...!! સહુને આ પ્રેસ કોન્ફરન્સ અંગે ઇંતેઝારી હતી.

બરાબર સવા નવે કમિશ્નર રિતેષ દેશમુખે હસતા હસતા કોન્ફરન્સ રૂમમાં પ્રેવશ કર્યો, ‘ગુડ મોર્નિંગ એવરીવન...!! થેન્ક યુ વેરી મચ ટુ યુ ઓલ...!! યુ ઓલ આર હિયર ઇન વેરી શોર્ટ નોટિસ...!! બટ બિલીવ મી...!! ધીસ વિલ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રિફીંગ ફોર મી એન્ડ યુ...! યુ વિલ ઓલ્સો સરપ્રાઇઝડ્‌ વિથ ધ ઇનફોર્મેશન ઓફ ધી પરફેક્ટ ક્રાઇમ...!!’

‘પરફેક્ટ ક્રાઇમ...!?’

‘હા, પરફેક્ટ ક્રાઇમ...! પણ તમે તો જાણો જ છો ને કે ક્રાઇમ નેવર પેઇઝ્‌...’ હસીને કમિશ્નર બોલ્યા, ‘આજે આપ સહુને ખન્ના ખૂનકેસ વિશે ઇન્ફોર્મ કરવા બોલાવ્યા છે. ધ મિસ્ટ્રી ઇસ નાવ રિસોલ્વ્ઠ...!!’

‘ખન્ના ખૂનકેસ...!? અજય ખન્ના...!?’

‘હું ઇસ મર્ડેરર...!?’

‘કાતિલ કોન હૈ...!?’

‘ખુની કોણ આહે...!?’

‘શાંતતા... શાંતતા...!!’ જરા મોટો અવાજ કરીને હસીને કમિશ્નર બોલ્યા, ‘એ જણાવવા માટે જ તો આપને અહિં બોલાવ્યા છે!’

એટલામાં જ પોલિસ યુનિફોર્મમાં સજ્જ ઇ. અનંત કસ્બેકર ધીમેથી હૉલમાં દાખલ થયા. એમની સાથે પાછલ હાથકડી પહેરાવેલ મ્હોં પર બુરખો ચઢાયેલ એક શખ્સ પણ હતો જેને એમણે એમની બાજુમાં રાખેલ ખુરશી પર ધીમેથી બેસાડ્યો...!

કોન્ફરન્સ રૂમમાં એક શાંતિ છવાઇ ગઇ.

‘ગુડ મોર્નિંગ એવરીબડી...!!’ ઇ. અનંતે એમના પ્રભાવશાળી ઘેરા અવાજે કહ્યું.’... તો ઓનરેબલ કમિશ્નર સાહેબે કહ્યું એમ ખન્ના ખૂન કેસ મિસ્ટરી ઇસ રિસોલ્વ્ઠ...!! એન્ડ ધ મર્ડર વોઝ ડન બાય...!!’ કહીને એઓ અટક્યા.

‘...............??’

એમણે પેલા શખ્સના મ્હોં પરથી બુરખો દુર કર્યો...!!

‘મિસ્ટર અજય ખન્ના...!? ઓ માય ગોડ...!! હી ઇસ અલાઇવ...!! વો જિંદા હૈ...!?’ હોલમાં સર્વે પત્રકારો અચંબિત થઇ ગયા...! સહુ ગણગણાટ કરવા લાગ્યા...!!

‘હા...!! અજય ખન્ના જીવિત છે. આપની સમક્ષ રૂબરૂ છે...!!’

‘તો પછી ખૂની કોણ...!!’

‘ધીસ ઇસ એ વેલ પ્લાન્ડ...વેલ ફર્નિશડ્‌ ક્રાઇમ...!! એક એવો ખતરનાક ખેલ કે જેના ખેલાડી બહુ ચપળ અને ચબરાક છે...પણ એમની ચતુરાઇ એમને જ ભારે પડી ગઇ.’

‘તો પછી અજય ખન્નાનું અપહરણ કોણે કરેલ...!?’

‘અજય ખન્નાનું અપહરણ થયેલ જ ન્હોતું!! ઇટ વોઝ અ ડ્રામા... વેલ પ્લેઇડ બાય એન્ડ ડેઇઝીંગલી ડાયરેક્ટેડ બાય ખન્ના બ્રધર્સ...!!’

‘ખન્ના બ્રધર્સ ??’

‘યસ...!! બન્ને ભાઇઓ આમાં સંડોવાયેલ છે!!’

‘ઇન્સ્પેક્ટર અનંત આપને ક્યારે અને કેવી રીતે જાણ થઇ કે...’

‘અજય ખનાના જીવિત છે...?? એમનું ખૂન નથી થયેલ...??’ ઇ. અનંતે એ પત્રકારનું વાક્ય પુરૂં કર્યું...

‘યસ...અને પેલી બોડી કોની કે જેની સાથે અજય ખન્નાના ડીએનએ પણ મળતા આવ્યા અને એમનો દશ કરોડનો લાઇ ઇન્સ્યુરંસ પણ ક્લિયર થઇ ગયો હતો...!?’

‘વેલ...વેલ...વેલ...!!’ કમિશ્નર ચર્ચામાં સામેલ થતા બોલ્યા, ‘સહુ એમ જ માનતા હતા કે અજય ખન્નાનું જ ખૂન થયેલ. પણ અમારા બાહોશ ઇન્સ્પેક્ટર અનંતની એક નજરે આ કેસને ઉકેલી નાંખ્યો. હવે ઇ. અનંત આપના સવાલોના જવાબો આપશેે.’

‘આપને કઇ રીતે શક ગયો કે અજય ખન્ના જીવિત છે??’ બરખાએ પુછ્યું.

‘આ કેસે મારી ઊંઘ ઉડાડી દીધી હતી. એક રાત્રે જ્યારે હું એની ફાઇલ લઇને બેઠો હતો. એમાં ડેડબોડીના ફોટોગ્રાફ્સ્‌ પણ હતા. આ ફોટોગ્રાફ્સ્‌ અમારા ફોટાગ્રાફરે બોડી જ્યારે ગટરમાં અંદર હતી ત્યારે લીધેલ. બોડી મુવ કરવા પહેલાં.

એવા જ ડેડ બોડીના એક ફોટા પર મારી નજર પડી. એક જ ફોટો...હા ફક્ત એક જ ફોટામાં વિંટીનો ભાગ હતો. એ પણ અસ્પષ્ટ...ઝાંખો...! એમાં મેં એ જોયું કે ડેડ બોડીના જમણા હાથની લાંબી વચલી આંગળીના અડધા તૂટેલ હાડકાંની ઉપર હથેલીની જનદીક વિંટી હતી. પણ જ્યારે વિકી ખન્નાને બનાવેલ બ્લોગ પર મેં અજય ખન્નાના ફોટોગ્રાફ્સ જોયા ત્યારે દરેક ફોટાઓમાં એ મોટા હીરા વાળી ચમકતી વિંટી જમણા હાથની સહુથી નાની આંગળીની બાજુની આંગળીમાં હતી.

નહિં કે મોટી આંગળીમાં...! તો પછી લાશમાં વિંટીની આંગળી એકદમ બદલાય કેમ ગઇ?!’ અજય ખન્ના નીચી નજરે બેઠા હતા એમની તરફ હસીને એક નજર કરી ઇ. અનંતે વાતનો દોર આગળ વધાર્યો,’મને શક ગયો. મેં પોલીસ ફોટોગ્રાફર પાસે પેલો એક ફોટો કે જેમાં વિંટીનો ભાગ અસ્પષ્ટ દેખાતો હતો એ એનલાર્જ કરાવ્યા. અને એ સ્પષ્ટ થઇ ગયું કે લાશમાં આંગળી બદલાય ગઇ હતી. હા,

લાશ સાવ કહોવાય ગયેલ અને આંગળીના ઉપરના બે સાંધાના હાડકાં તો ખરી પણ ગયેલ. આમ છતાં આંગળીના મુળના હાડકાં પર વિંટી રહી ગઇ હતી. ખૂની ખૂન કરવા પહેલાં કદી લાશમાં વિંટીની પોઝિશન તો ન જ બદલે એ સ્વાભાવિક છે. મારો શક મજબુત થવા લાગ્યો. મેં ન્યુઝ પેપરના રેફ્રન્સ-જુના અંકોમાં અજય ખન્નાના ફોટાઓ પણ નિહાળ્યા. એઓ લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ પણ હતા. એમના ફોટાઓ આસાનીથી મળી ગયા.

દરેક ફોટાઓમાં વિંટી નાની આંગલીની બાજુની વેડીંગ ફિંગર પર જ હતી. એટલે વરસોથી માણસ એક હાથમાં વિંટી પહેરતો હોય તો એકાએક એનું સ્થાન ન બદલે!!’

“તો પછી ડીએનએ મેચિંગ...!! અને એ ડેડ બોડી કોની...!!”

‘હું પણ ગુંચવાયો તો હતો જ કે, ડીએનએ રિપોર્ટ ખોટો છે કે શું?! બાયોટેકનોલોજી લેબ બેંગલુરૂને ફોન જોડ્યો. એમણે એમાં કોઇ જ ભુલ થઇ શકે નહિ એમ ખાતરીપુર્વક જણાવ્યું. અમે ડેડ બોડીની એક્સરેસ્‌ લીધેલ હતા. એમાં સ્કલના પણ દરેક એંગલથી એકસરે લીધેલ એટલે એ ફિલ્મ લઇને હું અજય ખન્નાના ડેન્ટિસ્ટને મળ્યો.

એમના જડબાના એકસરે સાથે ડેન્ટિસ્ટ પાસેના એમના ડેન્ચરના એકસરેથી સરખામણી કરી ડેન્ટિસ્ટે મને કહ્યું કે આ લાશના જડબાના એક્સરે અજય ખન્નાના એમના એકસરે સાથે મેચ નથી થતા. અજયના ઉપરના જડબામાં જમણી તરફ એક દાઢ ઓછી હતી જે એ જ ડેન્ટિસ્ટે ઉખેડેલ. જ્યારે ડેડ બોડીના બધા દાંત સાબુત હતા. આમ એ નક્કી થઇ ગયું કે જેને મૃત અજય ખન્ના સમજી રહ્યા હતા એ તો કોઇ બીજીની જ બોડી હતી!!’

‘કોન થા...??’

‘કોની લાશ હતી એ...!?’

‘કહું છું...એ પણ કહું છું... પણ એ પહેલાં અમારે અજય ખન્નાને શોધવાના હતા. મેં માનનિય કમિશ્નરસાહેબને વાત કરી એમને વિશ્વાસમાં લીધા. એમણે મને ફુલ સપોર્ટ કર્યો. કોઇને પણ જરા ગંધ ન આવવા દીધી. તમને પણ ત્યારે સાવ ખોટું બ્રિફીંગ કરતા રહ્યા અને અમે બાબુ બિહારીને શોધી રહ્યા છે ના ગીતો ગાતા રહ્યા. પણ ત્યારે અમે અજય ખન્નાને માટે જાળ બિછાવતા હતા. પણ એ જાળ બિછાવતા અમારે નાકે દમ આવી ગયો

. ખન્ના બ્રધર્સના દરેક ફોન,ઇમેઇલ, સેલ ફોન પર અમારી વોચ હતી. ખાસો સમય ગયો. પણ અમને કંઇ જ જાણવા ન મળ્યું! ખન્ના ગૃપના દરેક ફોનના ટેપના ફિંડલા ના ફિંડલા અમારી પાસે છે. લગભગ દરેક ઇમેઇલ ફિલ્ટર થતી હતી. તો ય કંઇ જ માહિતી ન મળી. અજય ખન્ના ક્યાં છે એની કોઇ જ માહિતી ન મળી તે ન જ મળી. બન્ને ભાઇઓ સંપર્ક તો કરતા જ હશે. પણ કઇ રીતે...!?’ પાણી પીવા ઇ. અનંત કસ્બેકર અટક્યા એ ય રિપોર્ટરોને કઠ્યું.

‘કઇ રીતે...!? કઇ રીતે...!?’

‘એઓ એક બીજાના સંપર્કમાં રહેતા! દિવસ દરમ્યાન લગભગ દરેક કલાકે એમની વચ્ચે માહિતીની આપ-લે થતી. વિકીને ધંધાની સુઝ ન્હોતી એટલે એને સલાહ-સુચનની જરૂર પડતી. અરે!! એમના ફોટાઓ વિડીયોની પણ આપ-લે થતી.’

‘હાઉ...??’

‘એ પણ મને અચાનક જાણવા મળ્યું. વિકી ખન્નાએ અજયને શ્રધ્ધાંજલિ માટે બ્લોગ બનાવેલ એ તો આપને સહુને ખબર જ છે ને આપે એને બહુ ફુટેજ પણ આપેલ છે. આ બ્લોગ શું બલા છે એ જાણવા મેં પણ મારો એક બ્લોગ બનાવ્યો. મને કમ્પ્યુટરમાં ખાસ રસ નહિ. પણ આ બ્લોગ બનાવતા મને એ જાણવા મળ્યું કે બ્લોગ પર ડ્રાફ્ટ તરીકે

માહિતી સાચવી શકાય અને એ પબ્લિશ કરવી ન પડે. આવી રીતે ચિત્રો, વિડીયો..ફોટોગ્રાફ્સ વગેરે સ્ટોર કરી શકાય. હવે જો તમારા બ્લોગનું યુઝર્સ નેઇમ અને પાસવર્ડ તમે બીજા કોઇને આપો તો એ પણ તમારા બ્લોગ પર જઇ શકે અને ડ્રાફ્ટ વાંચી શકે, બનાવી શકે, વાંચ્યા બાદ ડિલીટ પણ કરી શકે..આમ કોઇને પણ જાણ થયા વિના, જાણ કર્યા વિના દુનિયાના

કોઇ પણ ખૂણે તમે સંપર્કમાં રહી શકો. બસ ખન્નાબંધુઓ એમ જ કર્યું...બન્ને પાસે એ બ્લોગનું યુઝર્સ નેઇમ અને પાસવર્ડ હતા અને દિવસમાં કેટલીય વાર એઓ આ રીતે માહિતીની આપ-લે કરી લેતા. અલબત્ત, આ માટે પોલીસે એમના પ્રોવાઇડરનો સંપર્ક કર્યો પણ એમણે આના-કાની કરી. અમે પ્રોફેશનલ હેકર્સની મદદ લઇ

એમના બ્લોગને દિવસો સુધી હેક કર્યો અને દરેક માહિતી મેળવી લીધી. અજય ખન્નાનું નવું નામ-સરનામું મેળવ્યું! અજય ખન્ના આજે ગુલ મુહમદના નામે ઓળખાય છે અને એમનો મુકામ છે મોરિશિયસ...!! એમણે મોરિશિયસમાં હોટલ બિઝનેસમાં ઝંપલાવ્યું છે. હું મોરિશિયસ ગયો. ત્યાંની પોલીસનો સહકાર લઇ એમની ધરપકડ કરી.’

‘તો પછી કિડનેપિંગ અને પેલી નાશ...!!’

‘કિડનેપિંગ થયું જ ન્હોતું. કિડનેપિંગનો ડ્રામા કરવામાં આવેલ. દશમી જુને એમની બાબુ બિહારી સાથે મિટિંગ હતી અને ખન્ના વિવિંગ્સમાં બાબુ બિહારીને હડતાળ ન પડાવવા માટે એઓ મનાવી ન શક્યા. જો હડતાળ પડે તો એમને કરોડોનું નુકશાન થાય એમ હતું. વળી બાબુએ અજયને બે-ચાર શબ્દો ભલા-બુરા કહ્યા કે ગમે તે હોય. સમજાવીને બાબુ બિહારીને અજય ખન્ના એમની સાથે મુંબઇ લઇ આવ્યા. બન્નેએ મળી બાબુને પતાવી દીધો.

બાબુનું શરીર કાઠું અજય ખન્ના જેવું જ હતું. અજયની વિંટી પહેરાવી બાબુને પતાવી દીધો. બાબુનું શરીર-કાઠું અજય ખન્ના જેવું જ હતું. અજયની વિંટી પહેરાવી બાબુની લાશ આગળથી જોઇ રાખેલ બંધ પડેલ ગટરમાં પધરાવી દીધી. અજય ખન્નાએ પબ્લિક બુથનો ઉપયોગ કરી પોતાના જ અપહરણના ફોન પોતાના ભાઇ વિકીને કર્યો...

‘પણ આમાં એક ફોન તો ઇન્ટરનેશનલ થયેલ...!!?’

‘હા, એ માટે એમણે ‘મેજિક જેક’ નો ઉપયોગ કરેલ!! છ મહિના પહેલા અજય ખન્ના યુએસ એ ગયેલ. ત્યાં એક ઉપકરણ મળે છે. એને મેજિક જેક કહે છે. એ એક યુએસબી પોર્ટ અને હાઇસ્પિડ ઇન્ટરનેટથી મારફત ઇન્ટરનેશનલ ફોન માટેની સસ્તી ડિવાઇસ છે. એક વાર યુએસમાં એક્ટિવેઇટ કરતા તમને યુએસએનો લોકલ ફોન નંબર મળે.

દુનિયામાં ક્યાંય પણ હાઇસ્પિડ ઇન્ટરનેટ વાળા તમારા લૅપટોપ કે ડેસ્કટોપના યુએસબી પોર્ટમાં આ મેજિક જેક કનેક્ટ કરો ને બીજે છેડે તમારા ફોનનો જેક નાંખો તો તમે ફોન કરી શકો!! વિઓઆઇપીનો આ સહુથી સાદો અને સરળ ઉપયોગ કરી એમણે ઇંટરનેશનલ ફોન થયાનો ભ્રમ ઉભો કરેલ પણ ખરેખર એ ફોન તો અંધેરીની હોટલ લિલા પરથી અજય ખન્નાના લૅપટોપ દ્ધારા મેજિક જેકથી થયેલ. અહિં પણ એમણે વધારાની સાવચેતી તો રાખેલ જ...! કેમ ખરૂં ને મિસ્ટર ખન્ના...??’

‘...........!’ અજય ખન્ના નીચું નિહાળી ગયા.

‘એમણે એ દિવસે હોટલ લિલા પરથી મેજિક જેક મારફત યુએસએ એક ઇન્ટરનેશનલ ફોન સર્વિસ પ્રોવાઇડ કરતી ફોન કાર્ડ એજન્સીને ફોન કરેલ. કારણ કે, મેજિક જેકને લીધે એમને એ ફોન લોકલ થાય અને એ એજન્સી મારફતે ઇન્ડિયા એમના ઘરે ફોન કરેલ. આમ અંધેરીથી જ અંધેરી ફોન વાયા અમેરિકા કરવામાં આવેલ.

એટલે સંચાર નિગમ એ ફોન લોકેટ કરી ન શકેલ. ફોન કરી રાત રોકાઇ અજય ખન્ના બાબુ બિહારીના નામેે જેટ એરવેઇઝની સવારની છ પચાસની ફ્લાઇટ નંબર ૯ઉ૨૧૫૩ મારફત અગિયારમીએ કોલકાતા ગયા. કોલકાતાથી ફરી દિલ્હી આવ્યા અને ત્યાંથી એર ઇન્ડિયાની ફ્લાઇટ લઇ ખોટા પાસપોર્ટ પર ગુલ મુહમદના નામે મોરિશિયસ ગયા. ત્યાં એમણે અગાઉથી જ સારા એવા પૈસા મોકલી આપેલ. હજુ દરોડા પરથી વધુ માહિતી મળશે.’ ઇ. ઇનંત કસ્બેકરે એમના બ્લેક બેરી સેલ ફોન પર આવેલ મેસેજ નિહાળી કહ્યું,

‘જે રિવોલ્વરથી બાબુની કતલ કરવામાં આવેલ એ બાવિસ કૅલિબરની કૉલ્ટ વિકી ખન્ના પાસેથી મળી આવી છે. બાય ધ વે, ગઇ કાલે આખી રાત ખન્ના બ્રધર્સના દરેક ઠિકાના પર રેડ પાડવામાં આવેલ છે અને એ કાર્યવાહી હજુ ચાલુ જ છે. વિકીની પણ ધરપકડ થઇ છે અને ગરિમાદેવી લખનૌ છે ત્યાં એમને લેવા માટે મુંબઇ પોલિસ પહોંચી ગઇ છે. ઘણા જ ગફલાઓ બહાર આવવાના બાકી છે.’

‘એક વાતની સમજ પાડશો...ડીએનએ...!??’

‘યસ...!! ડીએનએ ટેસ્ટ...!!હમ્‌....!! ધે આર સ્માર્ટ...વેરી સ્માર્ટ...!’ હસીને ઇ. અનંત કસ્બેકર બોલ્યા, ‘આખો ખેલ એવો એમણે માંડ્યો કે એમાં ક્યાં ય લુપ હોલ ન હોય એની પુરી કાળજી રાખી હતી. અહિં પણ એમની ચાલને દાદ દેવી જ પડે.

જ્યારે મેં ડીએનએ માટે અજય ખન્નાના ટુથ બ્રશ કે કાંસકી કે હેર બ્રશની માંગણી કરેલ ત્યારે વિકીએ તો વિરોધ જ કરેલ. વિંટી ભાઇસાબની જ છે. ડીએનએ ટેસ્ટીંગની કોઇ જરૂર નથી. વગેરે વગેરે...!’ હસીને ઇ. અનંત બોલ્યા, ‘...પછી એણે સમય માંગ્યો. ભાભી સાહેબ હરદ્ધાર ગયા છે નું બહાનું બતાવીને. અને તમે માનશો નહિ એ દિવસે જ

એણે એની ભાભી ગરિમાને હરદ્ધાર પણ મોકલી આપેલ. એઓને બે અઠવાડિયાનો સમય મળી જતા બન્ને બંધુએ વિચાર્યું. બ્લોગ પર ડ્રાફ્ટ દ્ધારા માહિતીની, વિચારોની આપ-લે કરી. બાબુ બિહારી એમનો નોેકરિયાત હતો. બાબુ ભિવંડી ખાતે ખન્ના વિવિંગ્સનો ચિફ સિક્યુરિટી ઓફિસર હતો. એનો યુનિફોર્મ હતો. એને એક

લોકર પણ ફાળવેલ. એ લોકરની વિકીએ તલાશી લીધી. નસીબ જોગે એમાંથી એને બાબુ બિહારીનું હેર બ્રશ મળી આવ્યું જેના પર હેર ફોલિકલની સાથે સાથે એક-બે વાળ પણ હતા. લાશ બાબુની જ હતી...હેર બ્રશ બાબુનું જ હતું...!! ડીએનએ મેચ થાય જ ને...!!

ડીએનએ મેચ થતા પોલિસે ડેન્ચર મેચિંગ ન કર્યું. જે પાછળથી મારે કરાવવું પડ્યું! એમની દરેક ચાલ કાબિલે તારિફ હતી. અરે!! અપહરણની રાત્રે વિકી ખરેખર એની લેંડરોવર લઇને રાત્રે અઢી વાગે વરસતા વરસાદમાં મુકેશ મિલ પર પણ ગયો હતો અને એ લેંડરોવરને પેલા ટેક્ષી ડ્રાયવરે પણ જોયેલ. મુકેશ મિલનું સ્થળ પણ એમણે અગાઉથી નક્કી કરેલ. આમ આ એક એવો ખતરનાક ખેલ હતો કે જેના ખેલાડીઓ અનાડી ન્હોતા...!! બહુ ચાલક હતા...!! ચતુર હતા...!!

પણ ક્રાઇમ નેવર પેઇસ...!! એક નાનકડી ભુલ...એમને ગુન્હો કબુલ કરવા માટે મજબુર કરી ગઇ. આ ખેલમાં વિજય તો છેલ્લે સત્યનો જ થયો...!!’ ઇ. અનંત કસ્બેકરે અજય ખન્નાને નિહાળી કહ્યું, ‘શું કહો, છો મિસ્ટર ખન્ના...!?’

રિયલી વેરી ઇન્ટરેસ્ટીંગ...!!’ સહુ પત્રકારો, ટીવી રિપોર્ટરસે ઇ.અનંત કસ્બેકરને ધન્યવાદ આપ્યા, ‘વિ આર વેરી પ્રાઉડ ઓફ યુ એન્ડ મુંબઇ પોલીસ...!! ધેટ્‌સ વાય મુંબઇ પોલીસ ઇસ વન ઓફ ધ બેસ્ટ પોલીસ ફોર્સ ઓફ ધી વર્લ્ડ...!!’

(સમાપ્ત)