Khilavo baremas vasant books and stories free download online pdf in Gujarati

ખીલવો બારેમાસ વસંત...

ખીલવો બારેમાસ વસંત...

હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


ખીલવો બારેમાસ વસંત...

કિશનમામા ઘરમાં આવ્યા ત્યારે જોયું તો ઘરનું વાતાવરણ તંગ હતું. બધાનામોઢા ભારમાં હતા, જાણે શું એય થઇ ગયું હશે... કિશનમામાને બોલાવ્યા હતા બહેન સુનીતાએ જ. સુનીતાએ જ ફોન કર્યો હતો કે, ’ભાઇ તમે આવો મારૂં તો મગજ જ કામકરતું નથી, આ યશ અને યસ્વી સવાર-સાંજ જગડ્યા કરે છે. નાની નાની વાતમાંએકબીજાને વડકા લે છે. આમ તો બંનેનો સ્વભાવ શાંત છે. બંનેની સંમતિ પછી જ લગ્નકર્યા છે. તોય શું થાય છે...?’ કિશને કહ્યું કે, ચિંતા ના કર બહેન. હું આવું છું. તું કંઇબોલતી નહીં, કાલ સવારે હું પહોંચી જઇશ, એટલે મામા પહોંચી જ ગયા.

કિશનમામા બહું જ મોટા બિઝનેસમેન હતા. સર્વત્ર એનો કારોબાર ફેલાયેલોહતો. એમણે એક સરસ કામ કર્યું હતું. દરેક શહેરમાં એના ભાણીયા-ભત્રીજાને જબ્રાન્ચ હેડ બનાવ્યા હતા. ઘરના છોકરાઓ જ વ્યવસાય સંભાળે અને કમાય. દરેકનોનફામાં ભાગ અને પગાર. બધાં જ બાળકો ખુશ હતા અને વ્યવસાય બહુ જ સરસચલાવતા હતા. બધી જ શાખાઓ અઢળક નફો કરતી હતી પણ ગયા વરસોનીસરખામણીમાં છેલ્લા બે વર્ષમાં પ્રમાણ થોડું ઘટ્યું હતું. મામાને વિચાર તો આવતો જહતો કે આટલો કાબેલ છોકરો કેમ આમ ઢીલો પડ્યો છે. બાકી યશના સ્વભાવ, સૌ સાથેસારા સંબંધો, સ્પષ્ટ વહેવાર, દરેક વ્યાપારીને સાચવે, અવારનવાર મિલન સમારંભકરે, સારો વ્યવસાય કરનારને એવોર્ડ આપે, આ બધો ખર્ચો મામા મંજુર કરતા હતા અનેએમને એ પણ ભરોસો હતો કે, આ ખર્ચામાં કોઇ જ ગોટાળા નહીં હોય. પણ છેલ્લાઘણાં વખતથી આવા કોઇ ખર્ચા એ કરતો ન હતો. એટલે મામાએ વિચાર તો કરેલો જ કે એકવાર યશની ઓફીસની મુલાકાત લેવી જ પડશે. ઓફીસ નફો તો કરે જ છે, પણ ઓછો કરે છે, કંઇક તકલીફ છે.

આ જ દરમ્યાન બહેનનો ફોન આવ્યો અને મામા હાજર થયા. મામા આવ્યા,નાનો ભાણીયો તૈયાર થઇ ક્લીનીક પર જવાની તૈયારીમાં હતો, એ શહેરનો સુપ્રસિધ્ધનિષ્ણાત ડોક્ટર હતો. એ મામાને મળ્યો, થોડીવાર બેઠો, પછી કહ્યું કે, મામા હુંનીકળું...? બપોરે મળીએ, સાથે જમીશું. મારી રાહ જોજો, એ જવા ઉભો થયો અનેએની પત્ની શોભા દરવાજા સુધી ગઇ અને પતિને પ્રેમથી આવજો કહ્યું, અને સમજાવ્યુંકે મામા આવ્યા છે મોડું નહિં કરતાં. અને પતિદેવ નીકળ્યા એનું નામ જ દેવ. એટલ પતિ દેવ, માં બધું જ આવી ગયું. દેવ ગયો એટલે શોભા મલકાતી આવી અને મામાનેપૂછ્યું કે, બોલો મામા નાસ્તો કરશો...? મામા આ બધું જ જોઇ બહુ જ ખુશ થયા. કેવુંસુંદર યુગલ છે...? થોડીવારમાં યશની પત્ની યસ્વી આવી, મામાએ જોયું, કેટલી મુરઝાઇગઇ છે...? એણે આવીને મામાને ચરણ સ્પર્શ કર્યા. એને કહ્યું, મામા થોડીવારમાં આવુંહોં... નિશાંતને સ્કૂલ બસ આવશે એમાં મૂકી આવું, અને એ ગઇ. મામા વિચારવામાંડ્યા કે, આ લોકોને શું તકલીફ હશે...? યસ્વીનો ચહેરો મુરઝાયેલો છે, આંખોની આસપાસ પણ કેટલા કુંડાળા છે...? એનો ચહેરો જોઇ લાગે કે, જીવનમાં કંઇક ખૂંટે છે.મામાએ બહેનને કહ્યું, હું જરા નાહી-ધોઇ લઉં, પછી બેસીએ. યશ ક્યાં છે...? તોબહેન કહે, તૈયાર થતો હશે, હમણાં આવશે. તમે નહાવા-ધોવાનું પતાવો.

મામા તૈયાર થઇ ડાઇનીંગ ટેબલ પર બેઠાં, અને બહેન સરિતા સાથે વાતેવળગ્યા. એમણે પૂછ્યું બહેન શું છે...? તો સરિતા કહે, ’ભાઇ, ખબર નહીં દેવ અનેશોભાનું જીવન તો બહું જ સરસ ચાલે છે, હમણાં બે દિવસ પહેલાં જ એ બંને પરદેશજઇને આવ્યા. દેવને કંઇક મેડીકલ કોન્ફરન્સ હતી એટલે દેવ કહે માં હું શોભાને સાથેલઇ જાઉં...? આમ તો મારી વ્યસ્તતામાં એને સમય નથી આપી શકતો, તો આમ મારીસાથે રહે, અને આ યશને તો ધંધામાં સમય નથી મળતો. હમણાં જશે પછી રાત્રે નવ-દશ જે સમય થાય તે... અને એટલો થાકેલો હોય કે, જમીને સૂઈ જાય. એ આવે ત્યારેયસ્વી દીકરા નિશાંતને ઊંઘાડવામાં સૂઈ જાય. સવારે યસ્વી વહેલી ઉઠી નિશાંતને તૈયારકરે, અને એનામાં જ પડી હોય. પછી મોડો મોડો યશ ઉઠે, નાહી-ધોઇ તૈયાર થઇ નીચેઆવે. ચા-નાસ્તો કરે, અને સાડા નવે તો જતો રહે. તારા બનેવી તો સવારે વહેલાનાહી-ધોઇ ચાલવા જાય પછી મંદિરે જાય, છોકરાંઓ જાય પછી આવે. પછી હું મારી બેવહુ અને તારા બનેવી ચાર જણા જમીએ. બંને વહુને બહુ જ બને, બહેનોની જેમ જરહે, બંને એકબીજાથી વાત દિલ ખોલીને કરે...’ મામા આ બધું જ સાંભળી રહ્યા હતા.એ જ વખતે યશ તૈયાર થઇ નીચે આવ્યો. પ્રેમથી મામાને પગે લાગ્યો અને નાસ્તો કરવાબેઠો. મામાએ પૂછ્યું કેવું ચાલે છે...? તો યશ કહે, બહુ જ સરસ. તમે ઓફીસે આવો આપણે ઘણી વાતો કરવી છે. તો મામા કહે, ઓફીસે હું કાલે આવીશ. આજે ઘરમાં જછું, બહેન-બનેવી સાથે જ. ઓફીસે કાલે મળીશું. તું તારૂં કામ કર. સાંજે વહેલો આવજેઆપણે બધાં બહાર જઇશું.

આ પછી યશ નીકળ્યો, મામાએ જોયું કે, યસ્વી બહાર આવજો કરવા નઆવી, મામા તો બધું જ જોઇ રહ્યા હતા. બંને દીકરાઓ ગયા, અને થોડીવાર પછીકાંતીલાલ આવ્યા, અને સાળાને જોઇ બોલ્યા, અરે કિશન તું અચાનક...? બહુ વખતે...?તારો ભાણીયો ધંધો તો બરાબર ચલાવે છે ને...? પણ મને એવું લાગે છે કે, લગ્ન સંસાર બરાબર નથી ચલાવતો. તો કાંતીલાલ કહે, હવે એ તો એ પતિ-પત્નીનો પ્રશ્ન છે. એમાંહું ને તું શું કરીએ...? તો મામા કિશન કહે, આપણી જવાબદારી એમને પરણાવીદેવાથી પૂરી થઇ નથી જતી. એમને બાળક થાય એટલે ખુશ થઇ જવાથી વાત પતી નથીજતી. બનેવીલાલ બહું જ જોવું પડે, કાંતીલાલ કંઇજ સમજ્યા નહીં, પણ યસ્વી મામાનીસામે જ જોઇ રહી હતી, અને આંખો આંસુથી છલકાઇ ગઇ હતી. પણ કોઇને જણાવા નદીધું, મામાની ચાલાક નજરે આ જોઇ લીધું અને બધું જ સમજી ગયા.

બધા જ શાંતિથી બે કલાક બેઠા. રસોઇ થઇ ગઇ, વળી પાછી વહુઓ આવીનેબેઠી, એક વાગે નાનો દીકરો દેવ આવ્યો, અને બધાં જ જમવા બેઠાં. કિશનમામા કહે,યશનું શું...? તો યસ્વી કહે એમને તો ટીફીન પહોંચાડી દીધું. તો મામા કહે, અરે એનીઓફીસ તો ઘરથી એકદમ નજીક છે. આ દેવનું ક્લીનીક તો દૂર છે. તો દેવ આવે ને એના આવે...? ત્યારે દેવ બોલ્યો : ’મામા મારૂં ક્લીનીક એક વાગે બંધ થાય. પછી મારેત્રણ વાગ્યે બીજી હોસ્પિટલમાં સેવા આપવા જવાનું હોય. એ પતાવી સાડા પાંચે હુંમારા ક્લીનીક પર આવું, રાત્રે સાડા આઠે ઘેર. એકથી ત્રણ હું ઘેર. ભાઇને તો સતતકામ રહે...’ તો મામા કહે, આ મારા વાળ ધોળા એમને એમ નથી થયા. હું આજે પણબપોરે ઘરે જમવા જાઉં છું, તારી મામીને લઇ ફરવા જાઉં છું, ધારીયે તો બધું જ થાય,પણ હશે એની જેવી કાર્યપધ્ધતિ. પણ મારે કંઇક ગોઠવવું પડશે.બપોરે બધાં જ આરામ કરવા ગયા. ત્રણ વાગ્યે દેવ ગયો, એટલે એની પત્ની શોભાએકલી પડી. મામાએ કહ્યું, બેટા તું થોડીવાર મારી સાથે બેસીસ...? આપણે અંદરરુમમાં બેસીએ, યસ્વી સૂતી છે ને...? તો શોભાએ હાં પાડી, બધાને એમ હતું મામાસુતા છે, શોભા એના રુમમાં હશે, પણ શોભા મામાના રુમમાં ગઇ, મામાએ બારણુંબંધ કરી દીધું અને કહ્યું કે, ’બેટા આજ સવારથી હું જે જોઇ રહ્યો છું એ જોઇ મને ઘણાંપ્રશ્નો મનમાં આવે છે, અને મને લાગે છે કે, એનો જવાબ માત્ર તું આપી શકીશ...’શોભા તો ધ્યાનથી સાંભળી જ રહી હતી. એણે અસમંજસમાં જ કહ્યું કે, ’બોલો મામાઆટલા સરસ સંસારમાં તમને શું પ્રશ્ન થયા...?’ તો મામા કહે, ’બેટા, મને બહેનસરિતાએ ફોન કર્યો કે, યશ અને યસ્વીનું લગ્નજીવન બરાબર નથી ચાલતું, એટલે જઆવ્યો છું. મારે ધંધાનું કોઇ જ કામ નથી. અને મેં સવારે તને અને દેવને જોયા પછી યશઅને યસ્વીને જોયા. ત્યારે ખ્યાલ તો આવ્યો કે, કંઇક તકલીફ છે. તને તો યસ્વી બધું જકહે છે...’ શોભા આખી વાત સમજી ગઇ અને મામાની બરાબર સામે આવીને બેઠી.

ત્યારપછી શોભા કહે, વાત સાચી છે. મામા એ લોકો શાંતિથી મળી જ નથીશકતા. થોડી ક્ષણો પણ પ્રેમથી વાતો નથી કરી શકતા. પતિ-પત્ની વચ્ચે ક્યાંક તોપ્રેમની પળો હોવી જોઇએ ને...? આ ઘણાં વખતથી ચાલે છે, ભાભી મને કહેતા હોય છે, અમે નામના જ પતી પત્ની છીએ, હું એમ નથી કહેતી કે, શરીર સુખ જ આનંદ છે.પણ પ્રેમભરી વાતો, હળવી મસ્તી મજાક, આત્મિયતા કોઇને કોઇ રીતે છલકવી જોઇએ.મામા આના કારણે અંતર વધતું જાય છે. બંને એકબીજાને સમર્પિત છે, પણ અંતર ઘણુંછે. દેવ ગમે તેમ મારા માટે સમય કાઢે છે. મને બહાર સાથે લઇ જાય છે, બહારગામલઇ જાય છે, યશભાઇ પણ ટૂરમાં જાય છે, ડીલરમીટમાં જાય છે પણ ભાભીને નથી લઇજતાં. ભાભીને પણ કંઇક અરમાન હોય, પતિ સાથે પ્રેમની પળો માણવી હોય. એ નથાય તો શું થાય...? મામા મેં વાચ્યું છે, પતિ-પત્નીના તણાવભર્યા જીવનમાં આ જબધું ભાગ ભજવે છે...? ધન-દોલત, સુખ, સાહ્યબી બધું જ હોય પણ જો પતિ-પત્નીનુંજીવન આત્મિયતાસભર ન હોય તો અર્થ શું...? મામાએ હળવું સ્મિત વેર્યું અને બધીવાત સમજી ગયા. પછી કહ્યું, મને બધાં જ પ્રશ્નોના જવાબ મળી ગયા, હવે હું મારીબહેનનો ભાર હળવો કરીશ, અને મામા બહાર ફરવા ગયા.

બીજે દિવસે સવારે મામાએ બધાં બેઠાં હતા ત્યારે જ કહ્યું કે, ’બહેન હું અહીંદસ દિવસ રોકાવાનો છું. અને યશ તું યસ્વીને લઇ સીંગાપુર જા, મેં ટિકિટની અને બાકીબધી વ્યવસ્થા કરી છે. ત્યાં આપણો વેપારી છે, એને મળવાનું છે, ઓ.કે...? અહીંનુંકામ હું જોઇ લઇશ. કોઇ દલીલ નહીં આ મારો હુકમ છે. તમારો દીકરો નિશાંત દાદા-દાદી અને કાકી પાસે રહેશે. જાઓ... આ જ્યારે મામાએ કહ્યું ત્યારે યસ્વીના ચહેરાપરની ખુશી અનહદ હતી. એ ઉભી થઇ રસોડામાં જતી રહી અને પાછળ જ શોભાગઇ, યસ્વી રોતી હતી, શોભાએ યસ્વીને બાથમાં લઇ લીધી અને કહ્યું, તમારી લાગણીસમજાય છે, ત્યારે યસ્વી બોલી, મામાએ કેટલો સરસ નિર્ણય લીધો...? યશને પણઆનંદ તો થયો જ.

યશ અને યસ્વી ત્રણ જ દિવસમાં નીકળી ગયા. બધાએ ખુશી ખુશી વિદાયઆપી, યશ અને યસ્વી દસ દિવસ એકબીજામાં એટલા બધા ખોવાઇ ગયા કે જેની કોઇસીમા નહીં... આમ તો ત્યાં પહોંચીને વેપારીને મળ્યા, પણ વેપારીએ કહ્યું કામ કંઇનથી, તમારા માટે બધી વ્યવસ્થા મારે કરવાની હતી, જે કરી છે. તમે બધુ ભૂલી આનંદ કરો.

આ યાત્રા એમના જીવનની યાદગાર યાત્રા બની ગઇ. બંને એકબીજામાં એટલાબધા ઓતપ્રોત થઇ ગયા કે એટલી હદ સુધી કે દસ દિવસને બદલે બીજા પાંચ દિવસરોકાયા, પણ એટલા દિવસમાં એક ક્ષણ પણ છૂટા નહોતા પડ્યા.

બંને ફરીને ઘેર પાછા આવ્યા ત્યારે એમના ચહેરા જોવા જેવા હતા. યસ્વી તો ખીલી ઉઠી હતી. અને યશના ચહેરા પર ખુશી છલકતી હતી. એ લોકોનો અરસપરસવહેવાર જ બદલાઇ ગયો હતો. બધાં જ આ જોઇ ખૂશ થઇ ગયા હતા. શોભાએ મામા સામે જોયું અને મામાએ ઇશારો કર્યો, જોયું ને...? આ સારું લગ્ન જીવન...

બીજા દિવસે યશ તૈયાર થયો, અને એ પહેલાં યસ્વી બેગ લઇ નીચે ઉતરી.પ્રેમથી નાસ્તો કરાવ્યો, ગાડી સુધી મૂકવા ગઇ અને બોલી, એક વાગે રાહ જોઇશ. જમવા આવી જજો, અને કોઇ જૂવે નહીં એમ એણે યસ્વીને ફ્લાઇંગ કીસ આપી. જેબધાએ જોયું, યસ્વી હસતી હસતી પાછી આવી, અને મામાને પગે લાગી. સરિતાએભાઇને કહ્યું, તે સરસ કામ કર્યું, મામા કહે, બધાએ સમજવું જોઇએ. લગ્નજીવન એમાત્ર સામાજીક જીવન નથી, પળે પળની આત્મીયતા જોઇએ, સહવાસ જોઇએ. ઘણાંનાજીવનમાં આ જ ખૂટે છે.’ એ દંપતીઓએ પણ સમજવું જોઇએ અને માતા-પિતાએ પણસમજવું જોઇએ. બધા યુગલને વિનંતી છે કે, પ્રેમનું સુખ એ જ આત્મ સુખ છે. અરસપરસસમય આપો, જો લગ્નજીવનમાં બારે માસ વસંત હશે તો જીવન રસ્તે સફળતાના ફૂલો ખીલશે, જીવન મહેકતું રહેશે.