Kada Vadad Gheraya books and stories free download online pdf in Gujarati

કાળા વાદળ ઘેરાયા

  • §

    આપણે જ્યારે એવું કહીએ છીએ કે ‘કાળા વાદળ ઘેરાયા’, ત્યારે આપણી અંદર એક પ્રકારની નેગેટિવિટી સાથેનું અનુસંધાન થવા લાગે છે. આપણી ન ગમતી રાજકીય પાર્ટી જીતે એટલે કહેવાય કે કાળા વાદળ ઘેરાયા, આપણને ન ગમતો વ્યક્તિ આપણો બોસ બનીને આવે ત્યારે પણ કહેવાય કે કાળા વાદળ ઘેરાયા. જ્યારે સાસુ, કે નણંદ કે પછી કોઈ સગા કે મિત્ર આવે ક્યારે પણ કાળા વાદળ ઘેરાયા.

    પરંતુ ભારતીય સંસ્કૃતિમાં કાળા વાદળ ઘેરાય એટલે શુકન માનવામાં આવે. કાળા ઉનાળામાં તરસી થયેલી ધરતી પર જ્યારે વરસાદના અમી છાંટણાં પડે ત્યારે દુષ્કાળ પછી કાળા વાદળ ઘેરાય તે શુકનવંતી ઘટના કહેવાય. કાળા વાદળને 'ઘનશ્યામ' કહેવામાં આવે છે જેના આગમનથી મોર નાચી ઊઠે છે. કાળા વાદળને જોઈને તેની ઉપમા પાછા ફરતા લડવા ગયેલા સૈનિક સાથે કે દૂર દેશાવરમાં વેપાર કરવા ગયેલા કોઈ વાલમ સાથે કે પછી દૂર ઢોર લઈને ગયેલા ગોવાળીયાઓ સાથે કરવામાં આવી છે. આનંદનો પર્યાય ગણાતા એવા હિંદુ ધર્મના આધિષ્ઠાતા દેવ એવા કૃષ્ણને પણ ઘનશ્યામ કહેવામાં આવે છે.

    ઉત્તર યુરોપમાં આવેલા દેશોમાં સૂર્યના પ્રકાશને અને ગરમીને જોઈને લોકો ખુશ થાય છે. જાણે કે ભગવાન આવ્યા. ઠંડુ વાતાવરણ, કાળા વાદળ, બરફ જાણે દાનવો જેવા ભાસે છે. ભગવાનને હંમેશા પ્રકાશ સાથે જોડવામાં આવ્યા. જેટલું પ્રકાશમાન દેખાતું તેને સારું ગણવામાં આવ્યું. પ્રકાશમાન વસ્તુઓનું વળગણ છે ક રંગભેદ સુધી વિસ્તરતું ગયું. ભગવાનને ગોરા રંગના દર્શાવ્યા અને દાનવોને કાળા રંગના. આપણે જે ધાર્મિક કલ્પનાઓ જોઈએ છે તે યુરોપમાં છે. એક વસ્તુ જાણીને આનંદ થાય કે હિન્દુઓના કાળા દેવતા કૃષ્ણ તરફ આજે પશ્ચિમના લોકો પણ આકર્ષાયા છે. આવું સાંભળીને ઘણાં હિન્દુઓ તરત જ સ્પષ્ટતા કરશે, 'કૃષ્ણ કાળા નથી પરંતુ ઘેરા નીલા રંગના છે.' આમ ઘાટી વસ્તુઓનું અનિષ્ટ સાથે જોડાણ થયું જેમાં દુઃખ, પીડા જોડાયા. આ જ કારણે મોટા ભાગની એડવર્ટાઈઝમેન્ટમાં જોવા મળતી મોડેલ્સ ગોરી હોય છે અને ત્યાં સુધી કે મોટી કંપનીઓ પણ ફેઅરનેસ ક્રિમને એવી રીતે બતાવે છે કે જાણે ગોરા થવાથી સફળ અને આનંદિત થવાતું હોય.

    ભારતમાં કવિઓ એવું માનતા કે વધુ પડતો વરસાદ એ ખરાબ છે, અતિવૃષ્ટિ છે. જેના લીધે પૂર આવે છે અને જો ઓછો વરસાદ આવે તો પણ તે ખરાબ છે કારણ કે તેના કારણે દુષ્કાળ પડે છે. આના કારણે આપણાં વેદોમાં વરસાદના દેવ એવા ઈન્દ્ર અને સૂર્ય વચ્ચે હંમેશા સ્પર્ધા જોવા મળે છે. આ સ્પર્ધા રામાયણ અને મહાભારતમાં જોઈ શકાય છે. રામાયણમાં ઈન્દ્રના પુત્ર એવા વાલી અને સૂર્યનો પુત્ર એવા સુગ્રીવ વચ્ચે લડાઈ થાય છે અને સુગ્રીવ જીતે છે. મહાભારતમાં પણ ઈન્દ્રના પુત્ર એવા અર્જુન વચ્ચે અને સૂર્યના પુત્ર એવા કર્ણ વચ્ચે લડાઈ થાય છે અને અર્જુન જીતે છે. આમ આપણાં બંને મહાકાવ્યોમાં પણ સૂર્ય અને ઈન્દ્ર વચ્ચે સંતુલન કરવામાં આવ્યું છે. યુરોપના ઘણાં ભાષાંતર કારો વેદોનું રૂપાંતર કરી રહ્યા છે પરંતુ સમજ્યા વિના તેમાં તેઓ પોતાના મંતવ્યો પણ ઉમેરી રહ્યા છે. માટે જ તેઓ કાળા વાદળમાં વ્રિત્રને જુએ છે જે ઈન્દ્ર દ્વારા હરાવવામાં આવ્યો છે. વરસાદ થાય એ માટે જ ઈન્દ્ર વ્રિત્રને હરાવે છે. તેઓ વ્રિત્રને એક સાપ તરીકે દર્શાવે છે. તેઓ વેદની આંટીઘૂંટીને સમજી શક્યા નથી અને ત્યાં સુધી કે પાછળથી જે હિંદુ ધર્મશાસ્ત્ર છે તેમાં પણ વરસાદ, સાપ અને હાથી વચ્ચે શું સંબંધ છે તે પણ તેઓ સમજી શક્યા નથી. ઈન્દ્ર, લક્ષ્મી, ગણેશ બધાં જ કાળા વાદળ સાથે, સાપ સાથે, વરસાદ સાથે અને હાથી સાથે જોડાયેલા છે. હાથી કાળો છે છતાં તેને અશુભ નથી ગણ્યો. સફેદ હાથીની પ્રસિદ્ધિ તેના રંગને કારણે પણ નથી.

    જ્યારે સાહસિક નાવિક એવા માર્કો પોલોએ ભારતમાં સૌ પ્રથમવાર પગ મૂક્યો ત્યારે તેણે જોયું કે અહીંના લોકોને કાળી ચામડીવાળા વ્યક્તિ પરત્વે વધુ અનુરાગ છે. વિષ્ણુ કાળા હતા, રામ કાળા હતા, કૃષ્ણ પણ કાળા હતા. કાળાશનો સીધો સંબંધ જમીનની ફળદ્રુપતા સાથે પણ છે. સફેદ રંગ પણ પ્રચલિત હતો. રાધા એક ચંપાના ફૂલ જેવી ગોરી હતી. શિવ પણ કપૂર જેવા ગોરા હતા. સફેદ રંગ દૂધ અને માખણ સાથે જોડાયેલો છે. પરંતુ ન તો સફેદ રંગ કાળા કરતા કે કાળો રંગ સફેદ કરતા ચડીયાતો છે. બંનેનું પોતાનું સ્થાન અને માન્યતા છે.

    ઘણીવાર ભગવાન શિવ કાળ ભૈરવ જેવા કાળા છે અને ક્યારેક ગોરાભૈરવ જેવા સફેદ છે. દેવીઓ પણ ક્યારેક કાલીનું રૂપ ધારણ કરે છે અને ક્યારેક ગૌરી. કાળાશનો સીધો સંબંધ જંગલો સાથે અને સફેદીનો સંબંધ વરસાદ સાથે છે. કાળું એટલે જંગલી અને ગોરું એટલે સંસ્કૃત. પરંતુ આમાંથી એક બીજા કરતાં ચડિયાતું નથી. બંને રંગો જીવનના ચક્રમાં જરૂરી છે. જંગલમાં વૈવિધ્ય છે, પરંતુ ખેતરોમાં વૈવિધ્ય ના હોય.જે સુરક્ષા ખેતરોમાં અનુભવી શકાય તે કદાચ જંગલોમાં ના અનુભવી શકાય. જ્યારે ખૂબ ગરમી પડે છે ત્યારે આપણે કાળા વાદળની ઝંખના કરીએ છીએ. પરંતુ વધુ પડતો વરસાદ પડે છે ત્યારે આપણે આ જ વાદળોને જાકારો આપીએ છીએ.