Oh ! Nayantara - 14 books and stories free download online pdf in Gujarati

ઓહ ! નયનતારા - 14

ઓહ નયનતારા


પ્રકરણ – 14

લંડન નામની ગોરી પ્રેયસી



વિચારોમાં કયારે નિદ્રારાણીએ કબજો જમાવ્યો તે યાદ નથી. સવાર પડતાંની સાથે શરીરમાં અનોખી તાજગીનો સંચાર થાય છે. શરીર તાજા વછેરા જેવી હણહણાટી કરે છે. ઝટપટ સવારનું કાર્ય પતાવી ક્રિકેટ કીટ ખભે નાખી ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ પ્રયાણ કરું છું. રાહુલે મારી પહેલા પહોંચીને ગ્રાઉન્ટ ફરતાં રાઉન્ડ મારવાના શરૂ કરી દીધા છે. હું રાહુલ સાથે દોડમાં જોડયો અને દોડતાં દોડતાં અમારો વાર્તાલાપ શરૂ થાય છે :

'દોસ્ત,હજુ પણ મને વિશ્ર્વાસ નથી બેસતો કે શા માટે નયનતારા સાથે તારા લવને મારાથી છુપાવ્યો ? કાલે રાત્રીના બે વાગ્યા સુધી નયનતારા. બસ તારી અને તારા ફેમિલીની જ વાતો કરતી હતી. કોઈ છોકરી આટલી હદ સુધી પ્રેમ કરી શકે છે તે ખરેખર મારા માટે આશ્વર્યની વાત છે અને કહેતી હતી કે તારી પણ એના જેવી હાલત છે ! કદાચ આપણે ત્રણે સરખી ઉંમરના હોવાને કારણે મારી સાથે ખુલ્લાં મને ચર્ચા કરતી હતી અને બીજી વાત ! નયનતારાની એકઝામ નજીકમાં અને આપણી ઇંગ્લેંન્ડની ટુર પણ નજીકમાં છે, માટે બન્ને મગજ શાંત રાખી પોતપોતાના કામમાં વધારે સમય આપો તે તમારા બન્ને માટે સારી વાત છે.' રાહુલ પોતાની વાત શાંતિથી મને સમજાવતો હતો.

મે મહિનો ખતમ થયો અને કયારે સત્તાવીસ જૂનનો દિવસ નજીક આવી ગયો તે સમયની ગતિથી ફરતા ચક્રને જોતા ખબર પણ પડી નહીં. અઠ્ઠાવીસ જૂનનો દિવસ છે, સવારથી મારા ઘરમાં ચહલપહલ છે. ઇંગ્લેંન્ડની લાંબી ક્રિકેટ ટુર હોવાથી પ્રિયા મારી એક એક વસ્તુઓને યાદ કરી મારી બેગમાં ભરે છે. આજ સુધી મારે કપડાંની પસંદગી કરવાનો વખત આવ્યો નથી. કારણ કે આ જવાબદારી મારી બહેન પ્રિયાએ સંભાળી છે. ટુથબ્રશથી લઈને આફટર શેવ, રૂમાલથી લઈને ટુવાલ, શર્ટથી લઈને કોટ સુધીની એક-એક વસ્તુઓનો ખ્યાલ રાખી મારી બેગમાં સમાવી છે. આજે રવિવાર હોવાથી નયનતારા સવારના સમયે પહોંચી ગઈ છે. નયનતારાના હુકમની ભાષાઓ બદલાય ગઈ છે અને મને જાણમાં આવી ગયુ કે પ્રેમિકા અને પત્નીની હુકમની ભાષા વચ્ચે શું ભેદ હોય છે ! એટલે નયનતારાના બધા હુકમોના જવાબ ફકત 'હા' માં ફરજિયાત આપવો પડે છે.

પ્રિયા અને નયનતારા બન્નેએ સાથે મળીને મારા ઉપર સલાહનો મારો ચલાવે છે. જાણે દસ વર્ષનું બાળક હૉસ્ટેલમાં રહેવા જતું હોય ! પણ પત્ની અને બહેનના પ્રેમના કારણે આવા વિચારો કરવા નિરર્થક છે.

રાત્રીના અગિયાર વાગ્યે સૌરાષ્ટ્ર મેલમાં અમારી ટીમ મુંબઈ જવા રવાના થવાની છે. એક પછી એક મિત્રોના ફોનના જવાબ આપી હું થાકી ગયો. બપારેનું ભોજન લઈને ઉપર મારા રૂમમાં થોડો આરામ કરવા મારા બેડમાં આંખો બંધ કરીને પડયો છું.

અચાનક બારણું ખુલે છે અને મારી ભાવી પત્ની નયનતારા સ્ટોપર બંધ કરી મારી નજીક આવે છે અને મારી બાજુમાં બેસી જાય છે. ધીરે ધીરે તેની નાજુક આંગળીઓ મારા વાળમાં ફરે છે. મારી આંખો ખોલી તેની આંખોમાં જોતાં જ હુ બેચેન બનું છું. વિરહની વેદનામાં આજે કરુણાના ભાવ ભળી ગયા છે. આ બન્ને ભાવો ઓગળી જતાં અશ્રુરૂપે નયનતારાની આંખોમાંથી ટપકે છે. વિરહની વેદનાનો ભાર નયનતારાનું શરીર ઉઠાવી શકતું નથી અને નાછૂટકે તેના શરીરનો બોજ મારી શરીરને ઉઠાવવો પડે છે.

મારા થાકેલા શરીરમાં અનોખી ઊર્જા પેદા થાય છે. દુનિયાની સૌથી ખૂબસૂરત સ્ત્રીની કાયાની કલ્પના મારા દિમાગમાં છે તે ખૂબસૂરત કાયા અને મારી કાયા વચ્ચેના અંતરો વચ્ચે તસુભાર જગ્યા નથી. મખમલની મુલાયમતા જેની સામે કાંટાળી લાગે છે એ મખમલથી પણ મુલાયમ કાયાની માલિકણ નયનતારા મારી કાયાની કેદમાં છે. વિજાતીય આકર્ષણનું જલદ રસાયણ અમારા બન્નેનાં શરીરમાં પેદા થાય છે. અચાનક મારો હાથ નયનતારાના બ્લેક ઉપવસ્ત્રની કાળી પટ્ટીઓને અડે છે. નયનતારાના શરીરમાં ઝણઝણાટી થઈને એક આંચકો આવે છે. તરફડિયાં મારતી નયનતારા તેના હોઠ મારા હોઠ પર સખ્તાઈથી બીડે છે. બંનેની શ્ર્વાસોચ્છ્રવાસની પ્રક્રિયા થોડા સમય માટે રોકાઈ જાય છે. મારી સખત કસરતી છાતી સાથે નયનતારાની પુષ્ટ છાતી દબાય છે. અચાનક નયનતારા હાંફે છે અને અમારા બન્નેની શ્ર્વાસ લેવાની પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે. હજુ પણ નયનતારાની આંખો બંધ છે અને તેનાં કપડાં અસ્તવ્યસ્ત છે. આંખો ખોલી નયનતારા મારી સામે લાચારીભરી નજરે જુએ છે. પ્રેમ એ સાથીના મનની ભાષા સમજવાનો શબ્દકોષ છે, એટલે મને ખબર પડી ગઈ કે નયનતારા હજુ પણ વધુ માત્રામાં મારા શરીરની ગંધ લેવા માગે છે; જેથી હું ઈંગ્લેંન્ડમાં જેટલો સમય રહું તેટલા સમયની મારા શરીરની ગંધ તેના શરીરમાં જમા કરવા માગે છે.

આ એક કાર્ય એવું છે જયાં સ્ત્રીને પુરુષની સંપૂર્ણપણે લાચારી ભોગવવી પડે છે અને સ્ત્રીને તન અને મનથી પુરુષની ગુલામી કરવી પડે છે. આ દુનિયાનું એક માત્ર મુલાયમ સત્ય છે, જયાં સત્યની કડવાશ હવામાં ઓગળી જાય છે.

ફરીથી બે યુવાન હૈયાંઓની બંધ બારણે રમાતી ઈનડોર ગેમ શરૂ થાય છે, પણ દશાઓ બદલાય ગઈ છે. નયનતારાની કાયા મારી કાયાની નીચે દબાયેલી છે. ફરીથી નયનતારા આંખો બંધ કરે છે અને પ્રેમની ગાડીને આગળ વધવાનું ગ્રીન સિગ્નલ આપે છે. ફરીથી હોઠો સાથે હોઠોના સ્પર્શ શરૂ થાય છે. વિજાતીય આકર્ષણનાં રસાયણો અને શરીરની નસેનસમાં તીવ્ર ગતિથી દોડવાનું શરૂ કર્યુ છે. મારા શરીર સાથે જુગાર રમવામાં નયનતારા અઠંગ જુગારીની જેમ રમે છે, જેનો મને એકલાને અંદાજ છે. તરફડિયાં મારતાં બન્નેનાં શરીર પત્તાની બાજીની જેમ ચીપાય છે. કયારેક રાજાનું પત્તું ઉપર હોય છે અને કયારેક રાણીનું પત્તું ઉપર છે. શરીરનો જુગાર ફકત રાજા અને રણીનાં બે પત્તાથી રમાય છે તેની મને આજ ખબર પડી હતી.

તીવ્ર આવેગને કારણે નયનતારાની ગળાની નસો ખેંચાતી હતી. ગળાની નસો લીલા રંગનો વરસાદી માહોલ દેખાડતો હતો, જે નસોમાં સદાય મારું લોહી ભળી જવાનું છે. આવેગની ગાડીને બ્રેક મારવી લગભગ અશકય છે. નસોના વરસાદી માહોલની ખુશબો લેવા માટે મારા હોઠ નસોને સ્પર્શ કરે છે.

બપોરના પાંચ વાગ્યાનો સમય છે. ટીમના બધા સભ્યો રિલેકસ થઈને મકાનનાં મોટા દીવાનખંડમાં ભેગા થાય છે. અમારો મુંબઈવાળો મિત્ર હર્ષદ શાહ જેનું આ મકાન છે, તેના નોકર આત્મારામને બધા માટે ઠંડી બીયર પીરસવાનો હુકમ કરે છે. હર્ષદ મૂળ અમારા શહેરનો છે અને મુંબઈમાં મેટલનો મોટો બીઝનેસ છે પણ જામનગરી હોવાથી મિત્રો પાછળ છુટ્ટા હાથે પૈસા વાપરવામાં પાછું જોતો નથી. મુંબઈ માયાનગરી કહેવાય છે જે હર્ષદની અમારી પ્રત્યેની માયાથી સાબિત થાય છે. મિત્રોની મહેફિલમાં પીવાનો આનંદ પણ અનેરો હોય છે. એક પછી એક ઠંડી બીયરની બૉટલો ખાલી થાય છે. સાંજના સાત વાગ્યાનો સમય છે અને હર્ષદનો હુકમ થાય છે કે રાત્રે સાડાનવ વાગે બધા તૈયાર રહેજો બધાને તેડવા આવું છું.

થોડા સમય માટે બધા મિત્રો હર્ષદના બંગલામાં આરામની મુદ્રામાં લેટેલા પડયા છે. હું બહાર ફળિયામાં જયાં એક લાકડાની બેંચ છે ત્યાં એક પુસ્તક લઈને સમય પસાર કરું છું. થોડીવાર પછી રાહુલ મારી પાસે આવે છે અને કહે છે, 'ચાલ,સામે એસટીડી બુથ છે ત્યાં જઈને તારા ઘરે ફોન પર વાત કરી આવીએ.'

હું અને રાહુલ બન્ને વારાફરતી પોતપોતાના ઘરે ફોનમાં વાત કરીએ છીએ અને નયનતારા રાહુલના ઘરે હોવાથી થોડીવાર પૂરતી વાત થઈ શકી. થોડીવાર પૂરતી નયનતારાની વાતમાં પણ દિલમાંથી ટપકતી વેદાનાનો ચિત્કાર સાફ સંભળાતો હતો.

નયનતારાને મળ્યા પહેલાં પ્રેમમાં પડેલા માણસોને વેવલા ગણતો હતો અને મિત્રો સમક્ષ બડાઈ મારતો કે અમારા જેવા ધંધાદારી માણસોને પ્રેમ કરવા પાછળ સમય બરબાદ કરવો પોષાય નહીં અને પ્રેમ કરવો એ નવરા માણસનું કામ છે. આવી તો કેટલીય ચિત્રવિચિત્ર વાતો કરી પ્રેમમાં પડેલા માણસની મજાક ઉડાડતો હતો. પણ જયારે આપણા ઉપર વીતે ત્યારે ખબર પડે કે કેટલે વીસે સો થાય અને નયનતારાના પ્રેમમાં પડયા પછી હું વેપારી મટીને વેવલા માણસ જેવો થઈ ગયો છું, એવું મને સતત લાગતું હતું.

જિંદગીમાં પ્રથમ વખત એવું લાગે છે કે મારું દિલ સતત બીજા લોકો માટે ધડકે છે. જિંદગી જીવવાની સાચી મજા સ્ત્રીના હોઠને ચુંબન કયૉ પછી શરૂ થાય છે. રૂહ કાંપી જાય છે. આંખો સતત બીજા દસ જણાની નજરે જોવા લાગે છે. શાયદ આ જ જિંદગીની સાચી મજા છે.

સાડા નવ વાગ્યાનો સમય છે. હર્ષદ અને બન્ને ડ્રાઈવરો ત્રણ કારનો કાફલો લઈને મિત્રોને મુંબઈની મહેફિલોની મોજ માણવા આમંત્રણ આપે છે. મુંબઈની હવા સ્પર્શતા એવું લાગે છે કે અગરબત્તીની ખુશ્બૂનાં માહોલમાંથી અચાનક તાજાતરીન શરાબોની ખાટી વાસના અને નાચતા યૌવનના પરસેવાની ખુશ્બોના માહોલમાં પહોંચી ગયા હોય તેવું લાગતું હતું. મુંબઈ એક એવું શહેર છે જયાં ગુજરાતી નામનું નાળિયેર વધેરાય છે, અને ઉપરનું સખ્ત આવરણ દૂર થતા અંદર રહેલા મુલાયમ કોપરા જેવો ભીનોભીનો સફેદ રંગનો ગુજરાતી બહાર નીકળે છે. કોચલામાંથી નવું જન્મતું બચ્ચું નવી દુનિયામાં આમતેમ નજર ફેરવતું હોય તે રીતે મુંબઈ દરેક વખતની મુલાકાતમાં કોચલામાંથી નીકળતાં બચ્ચાની જેમ નવી દુનિયા લાગે છે. પહેલી વખતમાં મુંબઈ દરેક ગુજરાતીને શિખામણ આપે છે કે પૈસો એ હાથનો મેલ નથી, પૈસો એ મહેલ બનાવવાનો ખેલ છે. મુંબઈનગરી એક ફિલ્મી પ્લોટ જેવી છે, જયાં દરેક ભિખારીને હીરો બનવાનાં સપનાં આવે છે.

વિચારોના વમળમાં અમારો કાફલો એક જુહુની શાનદાર હૉટલ પાસે પહોંચે છે. નવા નવા અમીરી ખ્વાબો આંખોમાં સજાવીને રાખનાર ગુજરાતી નવલોહિયાઓ હૉટલના ગ્રાઉન્ડ ફલોરની રેસ્ટોરામાં પ્રેવશ કરે છે.

હર્ષદ એકીસાથે બે-ત્રણ વેઈટરોને બોલાવીને બધા મિત્રોને ફરમાઈશ પૂરી કરવાનો હુકમ કરે છે. ટોપ બ્રાન્ડની શરબો પીરસાય છે. રંગીનિયતનો અન્નકૂટ ભરાયો હોય તેમ અલગ પ્લેટો ગોઠવાયેલી છે. આ દ્શ્ય જોઈને મયખાના અને બૂતખાના વચ્ચેનાં રહસ્ય ખૂલી જાય છે. ધીરે ધીરે મયખાનાનું ખાસ પ્રકારનું સંગીત રેલાતું જાય છે. કદાચ તે મયખાનાનું ભકિતસંગીત હશે એવું મને લાગ્યું !

રાત્રીના સાડા અગિયાર વાગ્યાનો સમય છે. શરાબોના દોર પૂરા થયા અને અવનવાં વ્યંજનો પિરસાતાં ગયાં . હિન્દુસ્તાની અને મોગલાય બન્ને પ્રકારનાં વ્યંજનો પિરસાય છે. બધા પોતાના શોખ પ્રમાણે બન્ને પ્રકારના વ્યંજનો આરોગે છે. મુંબઈ નામની માયાવી નગરી ભિખારીથી માંડી અમીર લોકોને પોષાય તેવું ખાણું પિરસે છે. કોચ સુનિલભાઈ ટકોર કરે છે : 'બૉયઝ ! જલદી કરજો. વહેલી સવારે ઈમિગ્રેશન ઑફિસે પહોંચવાનું છે.'

બધા ખેલાડીઓનો કાફલો ચર્ચગેટ હર્ષદના બંગલે પહોંચે છે. વારાફરતી બધા ખેલાડીઓની આંખો નશાની હાલતમાં બિડાય છે. મુંબઈ નગરીની નિદ્રારાણી પણ બહુ માયાવી છે. ઝટપટ તેની માયામાં લપેટાય જવાની ઈચ્છાઓ થાય તેવી છે.

બપારે પહેલા ઈમિગ્રેશન ચેકની વિધિ પૂરી થાય છે. વિઝા તો અમારા પહેલેથી આવી ગયા હતા પણ મારા અને અમારા કેપ્ટનના મલ્ટીપર્પઝ વિઝા હતા. જે પાંચ વર્ષ સુધી ઈંગ્લેંન્ડમાં ગમે ત્યારે જેટલી વાર જવું હોય તેટલી વાર જઈ શકો છો અને એ સિવાય મારા પાસપોર્ટમાં ફ્રાન્સ, ઈંટાલી, હોલેન્ડ, સ્વીટ્રઝરલેન્ડ, જર્મની અને ટર્કીના વિઝા પણ મારા ટ્રાવેલ એજન્ટે સામેલ કરાવ્યા હતા, જે મારા પપ્પા ઇંગ્લેંન્ડ સ્થિત તેમના મિત્ર અરવિંદ પટેલના કહેવાથી આ વધારાના દેશના વિઝા લીધા હતા. તેનું કહેવું હતું કે ઈંગ્લેંન્ડના મલ્ટીપર્પઝ વિઝા હોવાથી વિક એન્ડમાં બીજા દેશમાં ફરવા જઈ શકાય અને ફરીથી ઈંગ્લેંન્ડ આવવામાં કોઈ તકલીફ ના પડે.

બપોરનું લંચ પતાવી મુંબઈમાં થોડીઘણી ખરીદી કરવા બધા ખેલાડીઓ નીકળી પડે છે. પાછા વળતા રાત્રીના લગભગ આઠ વાગે છે. હર્ષદ અને તેના બે ડ્રાઈવરો તમામ ખેલાડીઓને સહારા એરપોર્ટ મૂકવા માટે રાહ જોઈને ઊભા છે. એક પછી એક તમામ ખેલાડીઓની બેગ અને તેમની ક્રિકેટકીટ કારમાં ગોઠવાય છે.

સહારા એરપોર્ટ ટર્મિનલની ધડિયાળમાં રાત્રીના બે વાગ્યાનો સમય છે. સિકયુરિટી ચેક અને બોર્ડિગની વિધિઓ પૂરી કરી તમામ ખેલાડીઓ 'એર ઈન્ડિયા' નાં ઈંગ્લેંન્ડ જતાં પ્લેનમાં પોતપોતાની બેઠકોમાં ગોઠવાઈ જાય છે.

અમારા કેપ્ટનની અને મારી બિઝનેસ કલાસની ટિકિટ હોવાથી પ્લેનના અપર ફલોર પર પહોળી લાંબી બેઠકોમાં ગોઠવાય ગયા. બાકીના લોકોની ઈંકોનોમી કલાસની ટિકિટ હોવાથી તે તમામ લોકો નીચેની બેઠકોમાં ગોઠવાયા હતા.


મારી એકવીસ વર્ષની જિંદગીમાં લગભગ દસથી બાર વખત મુંબઈ બિઝનેસના કામ અર્થે આવવાનું થતું અને દર વખતની જેમ આ વખતે પણ મુંબઈ છોડવાનો ગમ મારા દિલમાં હતો. કદાચ મુંબઈના ભયાનક ચહેરાઓમાંથી કોઈ એક ચહેરો મને વધારે ખૂબસૂરત લાગતો હતો. મને હંમેશા મુંબઈ મારું પોતીકું લાગે છે.

એક પ્રેયસી જેવું જેને છોડવાની ઈચ્છા ભાગ્યે જ દિલમાં થાય છે. પણ મને ખબર નહોતી કે મુંબઈથી પણ ખૂબસૂરત એક ગોરી ગોરી પ્રેયસી જેનું નામ લંડન છે અને ઈંગ્લેન્ડમાં મારી વાટ જુએ છે.