Rojnishi Lakhavi Shu sari Aadat ke Khoti books and stories free download online pdf in Gujarati

રોજનીશી લખવી શું સારી આદત કે ખોટી


રોજનીશી લખવી શું સારી આદત કે ખોટી ???

સ્વાતિ શાહ

"રોજનીશી " આમ જોઈએ તો રોજનીશી શબ્દ જ બધું કહી દે છે . રોજનીશી લખવા માં ઘણાં લોકો આખા દિવસ ની વિગત લખતાં હોય છે ને ઘણાં લોકો દિવસ દરમ્યાન બનેલી સારી ઘટના અને ખરાબ ઘટના ની નોંધ રાખતાં હોય છે . વળી કેટલાક તો રોજે મનમાં ઉદભવેલા વિચાર ને શબ્દ રૂપ આપી નોંધ રાખતાં .

રોજનીશી લખવી એ પણ એક કળા છે. આખા દિવસ ની વિગત જેને લખવા ની ટેવ હોય તે તો શું ખાધું વગેરે ની પણ નોંધ રાખતાં હોય છે , એવું લખવાથી ડાયટ પર નજર રહે સાથે સાથે નિત્ય ક્રિયા પર પણ નજર રહે . રોજનીશી એ જાણે તમને તમારા પ્રતિબિંબ સાથે જોડાવા માટે અને તમારા લાગણીઓ રેકોર્ડ કરે છે. ખાસ કરીને મજબૂત લાગણીઓ. ઊંચુ અને નીચુ, ચરમસીમાઓ નો ખ્યાલ રહે . આમ તો ઘણા મહાન કે વિદ્વાન લોકોની પણ રોજનીશી પ્રકાશિત થઇ છે .

હા, રોજનીશી લખવા માટે પોતાની જાત સાથે એકદમ વફાદાર રહી ને નોંધ કરવી જરૂરી બને છે . રવિશંકર મહારાજ તો કહે છે કે ,"તમારે રોજનીશી લખવી જોઈએ. કેટલો વખત કામમાં ગાળ્યો અને કેટલો વખત આળસમાં ગયો એનો તમારે હિસાબ રાખવો જોઈએ. ચોવીસ કલાકમાં એક મિનિટ પણ નકામી ન જવી જોઈએ. " રોજનીશી માં દિવસ દરમ્યાન કરેલી પ્રવૃત્તિ અને ઉદભવતી લાગણીને આવરી લેવી જોઈએ ."

કોઈકે બહુ સુંદર કહ્યું છે ," તમે ખાસ કરીને એ વિશે વિચારતા નથી કે 'કેવી રીતે' એ બન્યું, જ્યારે એક રોજનીશી લેખન માત્ર લખવા ખાતર નહિ પણ તેના દ્વારા તમારા ધ્યાનમાં આવે છે -. કે દિવસ દરમિયાન થયું, કંઈક કે જે તમારા જીવન ની સુખી ક્ષણો, ઉદાસી ક્ષણો, મુશ્કેલીઓ, રેન્ડમ વિચારો, કંઇ ચાલી રહ્યું છે અને આ બધાં વિચારો તમે શું નોંધી રહ્યાં છો? લાગણીઓ ને પ્રવાહ દો અને લખો . નિયમો સાથે જાતે પ્રતિબંધિત થયા વગર ખુલ્લા દિલે તે અભિવ્યક્ત પોતાની ભાષા માં કરો ."


રોજનીશી તે અંગત છે . તેમાં વસ્તુઓ ક્રમમાં હોવા અંગે ચિંતા કરવાની જરૂર નથી હોતી . શબ્દો સિમિત કરી રોજનીશી લખવી જરૂરી નથી . લેખન સમાપ્ત કરી અને પછી વાંચો. કોઈ શું કહેશે ? એમ નહિ પણ તમારી પ્રાથમિકતાઓ કઈ છે અને તે શું મહત્વ ધરાવે છે ? તમે આપોઆપ વસ્તુઓ જે મહત્વ વિવિધ ક્રમમાં તમારા મન દ્વારા ચલાવવામાં પર ધ્યાન કેન્દ્રિત થઇ જશે . રોજનીશી લેખન વિશે શ્રેષ્ઠ વસ્તુ છે: તે તમને અસર કરે છે અને દરેક પ્રવેશ સાથે પોતે પોતાનાં આત્મા વિશે થોડું વધુ જાણવા મળશે .

કોઈકે કહ્યું છે કે ‘મનને હળવું કરવા માટે હૈયાની વાત બીજાને કહેવી અને જો સંભાળનાર ન હોય તો લખવી .’ આમ ઘણાં લોકો મન હળવું કરવાં નોંધ કહીએ તો નોંધ અને મનનો ઉભરો કહીએ તે રોજે લખતાં હોય છે . તમને થશે કે રોજ એવો ઉભરો થોડો આવે , ના એ એક્પ્રકારે મનમાં આવતાં વિચાર ની નોંધ રાખતાં હોય જેને રોજનીશી કહી શકાય .કોઈએ કહ્યું છે ને કે –

“કોણ સુણે , કોને કહું ,સુણે સમજે ના ,

કહેવું સુણવું , સમજવું હવે મનમાં ને મનમાં .”


વિદ્વાન લોકો કહી ગયાં છે કે ,"રોજનીશી માં સત્ય લખો. જો સત્ય એ છે કે તમે ખરાબ કૃત્ય કર્યું હોય તો તે પણ લખો. જો સત્ય એ છે કે તમે સારું અનુભવી રહ્યાં છો તો તે પણ લખો. આમ લખવાથી જાત સાથે રહેવા ઉપરાંત પોતાની ભૂલ રીપીટ ના થાય તેની સતર્કતા જાગ્રત થાય છે ."


રોજનીશી દિવસ ,તારીખ વાર સાથે ઘણા ને લખતાં જોયા છે , અને ઘણી વ્યક્તિ એક જ લયમાં લખે છે જાણે કોઈ વાર્તા લખતા હોય . એકભાઈ તો એવાં મળ્યાં કે જે રોજનીશી પણ જમા ઉધાર ના ખાતા ની જેમ લખે , સારા કાર્ય જમા ના ખાના માં ને થયેલી ભૂલ ઉધાર ના ખાતા માં લખે . મને પ્રશ્ન થયો એટલે મેં એમને પુછ્યું ," રોજનીશી આમ કેમ લખો છો ? " તો તેઓ તુરંત બોલી ઉઠ્યા કે ," આ રોજનીશી એ મારાં જીવન ની ખાતાવહી છે . જે ફરી ફરી ને વાંચવા ની હું આદત પાડું છું જેથી મને જીવનમાં મારી કરેલી ભૂલ ફરી ના થાય તેની સભાનતા જાગૃત થાય ."


ઘણાં લોકો રોજનીશી લખવાં ખાતર લખતાં હોય છે , બસ એક આદત . તેને ફરી ક્યારે પણ ઉઘાડી ને વાંચતા નથી હોતાં .

ઘણી વ્યક્તિ રોજનીશી માં હકારાત્મક વાતો જ લખવા માં માનતા હોય છે , તેઓ ઘણી વાસ્તવિક વાતો જે નકારાત્મક હોય છે તેને પોતાની રોજનીશી માં લખવાનું યોગ્ય નથી માનતા .

મારા શાળાકીય જીવન દરમ્યાન રોજનીશી લખવા નો ઘણી વખત વિચાર આવતો પણ એક દિવસ ના રહેવાતા રોજનીશી લખવી શરુ કરી . બીજા જ દિવસે મારી સખી સાથે કંઈ અણબનાવ બન્યો હશે તે પણ મારી રોજ ની ક્રિયા લખવાનાં ભાગ રૂપે લખી લીધો . પછી તો રોજનીશી લખવી એ નિત્યક્રમ બન્યો . પણ રોજ લખવા બેસતા પહેલા આગળ નાં ત્રણ ચાર પાના વાંચવાની ટેવ પડી .સખી સાથે નો અણબનાવ ભુલાઈ ગયો હતો અને બેઉ વચ્ચે ત્યારબાદ ગાઢ મિત્રતા થઇ પણ રોજનીશી નાં આગલાં પાના વાંચવા ની ટેવ ને લીધે તે બનાવ ફરી જાગૃત થયો ને મન ખાટું થઇ ગયું. મારી માતા મારી આ રોજનીશી લખવા બાબતે નારાજ હતી , તેથી તેમને તો ચાન્સ મળ્યો મારી આ ટેવ છોડવાનો ....

ઘણાં લોકો રોજનીશી લખવા નાં વિરોધી હોય છે . તેઓ એમ માનતા હોય છે કે રોજનીશી લખવાથી જૂની વાતો કે ઘટના કે પછી સંબંધ જે ભૂલવા જેવાં હોય તે વાંચવા થી પાછા તાજા થાય છે અને દુઃખ નો અનુભવ તાજો થાય છે . આપણે લખેલ સારા કાર્ય અને થયેલ ભૂલ જો લખેલી સામે આવે તો તેમાંથી ફરી ભૂલ ના થાય અને કરેલાં સારા કાર્ય ઉદાહરણ રૂપે લઇ જીવન આગળ સારું વિતાવી શકાય , તે માટે લખેલ રોજનીશી અગત્યનો ભાગ ભજવે છે .સાથે સાથે કરેલાં સત્ત્કર્મ પર અહમ નું પડળ ના ચઢે તેમાટે સજાગતા રાખવી જરૂરી થાય છે.

એકભાઈ રોજ સારા કાર્ય કર્યાં હોય તેની રોજનીશીમાં વિશિષ્ટ નોંધ રાખે અને રાતે સુતાં તે વાંચી પાછા ગર્વ અનુભવે . તો તેમ કરનાર માટે રોજનીશી હાનિકર્તા થાય .

જો લખેલ રોજનીશી વાંચી પોતાની થયેલી ભૂલ ફરી ના થાય અને જે સારું કાર્ય કર્યું હોય અને તેના પ્રોત્સાહન રૂપે સદ્કાર્ય કરવા નું વધે તો ખરો લાભ રોજનીશી લખવા નો થયો ગણાય .

સ્વાતિ શાહ

9429893871.