Tapu bhagatna kodiya books and stories free download online pdf in Gujarati

ટપુ ભગતના કોડિયા

ટપુ ભગતના કોડિયા

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


ટપુ ભગતના કોડિયા

દિવાળી આવી અને ગઈ, થોડા દિવસની ઝાકઝમાળ, ધમાલ, ઉત્સાહ,ઉજવણી બજારમાં બે ત્રણ દિવસ ભીડ અને પછી એકદમ નિરવ શાંતિ. જાણે કાંઇ બન્યુંજ નથી. અને સંબંધોમાં ત્રણ-ચાર દિવસ અને બેસતા વર્ષના દિવસે ચહેરા પર દંભનુંમહોરૂં... બે જણા ભેગા થાય અને દેકારા કરતાં ઓ... હો... હો... આવો આવોનેબાપલા... એમકહી વળગી પડે, જોનારને તો એમ લાગે કે જુના સંબંધો પાછા મજબૂતથઇ ગયા. પણ બસ ઇ બથ છુટી નથી ને સંબંધો પાછા છૂટ્યા નથી. આવા તો કાંઇકકેટલાં હશે. પૂજન રાખે ત્યારે યાદી બનાવતા હોય, અને કોકનું નામ યાદ આવે તો બોલે’ઓલા સુધીરને બોલાવજો એને મોટો ભા કરવો પડશે.’ અને એ વડીલ આવે ત્યારે બધાભેગા મળી પગમાં પડી જાય. ઓલા વડીલ તો ગદ્‌ગદીત થઇ જાય અને મનમાં વિચારે કે આ છોકરાઉને મારૂં કેટલું માન છે. આને કહેવાય સંસ્કાર... પણ એ વડીલને ક્યાંખબર છે કે યાદી બનાવતી વખતે તમને સુવર કીધા હતા. આ તો માત્ર દંભ છે. આવાતો ઘણાં કિસ્સા હોય છે. પણ એમાં ક્યાંક એવા પણ દાખલા જોવા મળે કે છુટી ગયેલાસંબંધો પાછા કાયમ માટે સાચા હ્યદયથી જોડાઈ જાય, કોઈ દંભ ના હોય.

આ દિવાળીમાં એક સરસ ઘટના બનવા પામી. ટપુ કુંભાર સારામાં સારામાટલા બનાવે અને ગામમાં ય લોકો માટલા લેવા હોય, કુંડા લેવા હોય કે દિવાળીમાંકોડીયા લેવા હોય તો ટપુ કુંભારને જ યાદ કરે અને ત્યાંથી જ લાવે, ટપુ કુંભાર અનેએની પત્ની દેવી બંને મળીને આ કામકરે, દેવીએ તો બેઠાં બેઠાં હાથે એક નોટમાંકોડીયાની જાત જાતની ડીઝાઈન કરી હતી. અને એના પતિને કહેતી આવી, ડિઝાઈનનાકોડીયા બનાવો પછી હું એમાં રંગ પુરીશ, ટપુ કુંભાર હસતાં હસતાં કહે કે, અરે ગાંડી...સીધું સાદું કામ કરને...? લોકોને કોડીયા જોઇએ એ મળ્યા એટલે બસ. અને આ દિવડાંતો ભગવાનના નામે થાય, એમાં વળી નખરા શું...? તો દેવી કહેતી કે આપણને બેપૈસા વધારે મળે બીજું શું...? તો ટપુ ના પાડે, અને કહે એવા વધારે પૈસા નથી જોતાં,આપણને ભગવાન આમાં જ રાજી રાખે એટલે બસ. દેવીને આ ન્હોતું ગમતું.

આ બંનેને એક જ સંતાન દેવજી. એ સમજણો થયો એટલે માં ની કળા એનામાંઉતરેલી સ્પષ્ટ દેખાય. એ પણ એની માં જેવું જ ચિત્રકામ કરતો. માત્ર કોડિયા નહીંઉભી દિવડીઓ, કલાત્મક કુંડા, કોડીયા અને બાપાની હારે ઇ બનાવવા બેસતો માં એને શીખવાડે અને ઇ બનાવતો જાય. કોડિયા, માટલા, દિવડા, કુંડા લીપીને તૈયાર થઇ જાયએટલે દેવી એમાં ડિઝાઇન કરે, બધું સરસ ચાલે. દેવી પોતાના દીકરા દેવજીને કહે,’બેટા આટલી સરસ વસ્તુના તારા બાપા પૈસા ય બહુ નથી લેતા. દેવજી બાપાને કહેતોપણ ખરો કે, તમે સમજો તમારા કોડીયા, બીજા વેપારી લઇ જાય છે ને બમણાં પૈસાકમાય છે, તમને મળે ઇ કરતાં તો વેપારી વધારે કમાય. તમે મજુરી કરીને મરી જાઓ,મારી માં પોતાની કળા પૂરીને થાકી જાય અને કમાય ઇ લોકો, આ ખોટું છે. તમારે પૈસાવધારે લેવા જ જોઇએ. આટલો હોબાળો થાય તો પણ ટપુ તો પૈસા વધારે લે જ નહીં,દેવજી હવે મોટો થઇ ગયો. ભણીને પરવાર્યો. એક દિવસ ટપુએ પત્ની દેવી અને દીકરાદેવજીને કહ્યું કે, હું મોટા ભાઈને મળી આવું. એમની તબિયત બહુ ખરાબ રહે છે, એવુંસાંભળ્યું છે. બધો માલ બનાવી નાંખ્યો છે, માટલા, કુંડા, કોડિયા બધું જ. જે લેવા આવે એને પૈસા રોકડા લઇ પછી જ આપજો.’દેવજીએ કહ્યું, જરૂર બાપા એની ચિંતા ના કરો, બધું જ સંભાળી લઇશું. અને ટપુ તૈયારથઇ મોટા ભાઇને ગામ જવા નીકળ્યો. હજી ડેલીએ પહોંચ્યો ત્યાં એને એમ લાગ્યું કે દેવીઅને દીકરો દેવજી હરખાય છે કેમ...? એટલે પાછળ વળી જોયું પછી બોલ્યોઃ ’કેમહરખાઓ છો...? એમ તો બોલતા નથી કે સાચવીને જાજો, વહેલા પાછા આવજો, હુંજાણું છું અને તમને કહી દઉં, આપણે જે ભાવ લઇએ છીએ એજ લેવાનો... મારેવધારાના પૈસા ન ખપે...’ તો તરત દેવજી બોલ્યો : ’ચિંતા નો કરો બાપા, અમે વધારાનાપૈસા નહીં લઇએ.’ અને ડોક ધુણાવી ટપુ કુંભાર રવાના થયા. ટપુ કુંભારના કોડીયા તોઆખા પંથકમાં વખણાય, વેપારીઓ લેવા આવે અને અઢળક કમાય.

તહેવારના દિવસો એટલે વેપારી તો આવવાના જ, અને આવ્યા. દેવજીએઆ વખતે દોઢ પૈસા કહ્યા અને દરેક વેપારી આવીને જાય, ઇ પણ હોંશથી. કારણ કે તોય વેપારી સારૂં કમાતા હોય. ત્રણ દિવસમાં મસ્ત ધંધો માં-દીકરાએ કરી લીધો. અનેપાછું દેવજીએ એક વેપારીને કીધેલું કે, મારા મોટા બાપા માંદા છે, એટલે બાપા ત્યાં ગયા છે. અને જે છે એ આ જ માલ છે. જોતા હોય એટલા લઇ જાજો. પછી ખૂટી જશેએટલે વેપારીઓમાં વાત ફેલાઈ ગઇ કે આ વખતે ટપુ ભગત બીજો માલ નહીં બનાવે એટલે ફટાફટ લઇ જ લો. જે છે ઇ આ જ છે. એટલે વેપારીઓ માલ લઇ ગયા અનેત્રીજા દિવસે તો માલ ખલાસ. એક કોડીયું, દીવા કે કુંડા મળે જ નહીં, માટલા હતા.

ત્રીજા દિવસે ટપુ ભગત મોટા ભાઈની ખબર કાઢી પાછા આવી ગયા. ગામમાંફરતા ફરતાં જોયું કે, એના કોડીયા, દિવડીઓ બજારમાં આવી ગયા છે. પાછા એકવેપારીને પૂછ્યું કે, માલ લઇ આવ્યાને...? તો વેપારી કહે હાં, ભગત લઇ આવ્યાનેઉપડવા ય મંડ્યો. ભલે દર વખત કરતાં દોઢો ભાવ હતો પણ તોય સારૂં છે, ટપુ ભગત દોઢો ભાવ સાંભળી ચમક્યા, અને તરત મનમાં વિચાર આવ્યો કે, મારી ગેરહાજરીમાંમાં-દીકરાએ ખેલ પાડી દીધો લાગે છે. ઘેર પહોંચ્યા, ગુસ્સામાં રાતાચોળ. ડેલીમાં પગમૂક્યો, અને નજર કરી તો આખું ફળીયું ખાલી, થોડા માટલા પડ્યા હતા. ચારે બાજુનજર નાંખી, રાડ પાડી ’દેવજી... ઓ દેવજી...’ (આ ટપુ ભગત પત્નીને બોલાવવીહોય ત્યારે આમ બૂમ પાડે) એટલે દેવી બા બહાર આવ્યા. એમને જોઇ ટપુ ભગતતાડુક્યા. ’શું માંડ્યું છે, માં-દીકરાએ... ગામને લુંટવાનું છે...? દોઢા ભાવ લઇ લીધા...?મેં ના પાડી હતી ને, તો ય લુંટી લીધા...?’ એટલે દેવજી અંદરથી બહાર આવ્યો અનેબોલ્યો, અમે લૂંટી લીધા...? અરે બાપા, આટલા વરસથી આ બધા તમને લૂંટે છે, એનુંકાંઇ નહીં. મજુરી કરો તમે ને મારી માં. તમે પચીસ પૈસા કમાઓ અને ઈ બધા રૂપિયોકમાય...? આ કેવું...? અને ઇ બધાં જ રાજી હતા. કોઇ દુઃખી નહોતું, હરખાતા લઇગયા, બધું જ...? અને ટપુ ભગત વધારે ગુસ્સે થયા અને કહ્યું, અટાણે જ ઘરમાંથીનીકળી જા. તું મારા ઘરમાં નો જોઇએ... દેવજી કહે, મંજુર... જાઉં છું, મને બીજીશેરીના ઘરની ચાવી આપી દયો, હું ત્યાં રહીશ. અને બીજું તમે બનાવશો ઇ બધું હુંખરીદીશ. તમારા ભાવે જ. પછી હું વેપારીને આપીશ. તો ટપુ ભગતે ના પાડી, અનેકહી દીધું કે, ઈ નહીં થાય. તારે ને મારે કોઇ વહેવાર નહીં... દેકારો સાંભળીને પાડોશીદોડી આવ્યા.

ટપુ ભગતને સમજાવવા પ્રયત્ન કર્યો, વાત વાતમાં વાત વેપારી સુધી પ્રસરીગઇ અને વેપારીને એ પણ ખબર પડી કે, દેવજી કહે છે કે બધો માલ હું ઉપાડીશ પછીવેપારીને વેંચીશ, અને જો ટપુ ભગત માની ગયા તો આપણો નફો પાતળો થઇ જાશે.એટલે ઈ બધા વચ્ચે પડ્યા, અને ટપુ ભગતને સમજાવ્યા. ’ભગત સમજો, દિવાળીનાતહેવારમાં આવું ના કરાય. અને સાથે જ રાખો, એણે કાંઈ ખોટું નથી કર્યું. તમારી અનેદેવી બાની કળાની એણે કદર કરી છે. લોકોને ભાન કરાવ્યું છે, તમારી જે આવડત છે ઇપ્રમાણે તો તમારા ભાવ કાંઈ નથી, અમારી પાસેથી શહેરના વેપારી લઇ જાય છે અનેઅમારાથી બમણાં કમાય છે, તો સર્જનહાર કેમના કમાય...?’ અરે ભગત તમારા કોડીયાતો ’ટપુ ભગતના કોડીયા’ તરીકે પ્રખ્યાત છે. તમે દીકરાની વાત માનો ઇ બરાબર કહેછે, હજી આના કરતાં પાંચ પૈસા વધારે લ્યો, તો દેવજીની પેઢી સુખી થાશે.

ટપુ ભગતને વાત ગળે ઉતરી ગઇ અને માની ગયા, દીકરાને ગળે વળગાડીરોવા માંડ્યા, અને બોલ્યા તેં મને મારી કળાનું ભાન કરાવ્યું, હવે બનાવીશું હું, તારીમાંની કળા મુજબ અને વેપાર કરજે તું... અને ઇ દિવાળી મસ્ત ઉજવાઈ, અને દેવજીનાલગ્ને ય નક્કી થઇ ગયા. હવે તો શહેરમાં ય ’દેવજી ભગતના કોડીયા’ પ્રસિધ્ધ થઇગયા. દરેક સર્જનહાર, કલાકાર કે કલાત્મક કામ કરતાં દરેક લોકોએ સમજવું જોઇએ કે, એની કળાની કદર થાય છે, લોકો એનો લાભ ઉઠાવે છે, કમાય છે તો એ પોતે શુંકામથોડાં પૈસામાં કળા આપે...? પહેલો હક્ક એનો છે, પછી ભલે બીજા કમાય, વાત સમજવા જેવી જ છે...