Mera Dost books and stories free download online pdf in Gujarati

મેરા દોસ્ત

''મેરા દોસ્ત”

પૃથ્વી પર સૌ પ્રથમ મનુષ્ય તો નહિ પરંતુ આદિમાનવની ઉત્પત્તીની વાતોથી આપણે સૌ જાણકાર છીએ. આદિમાનવે અગનની શોધ કરી. સમયની સાથે પરિવર્તન આવ્યું. ધીમે ધીમે આદિમાનવની રીત-ભાત, જીવન જીવવાની રીતમાં ફેરફાર થયો. યુધ્ધમાં આદિમાનવ તીર-કામઠાંનો ઉપયોગ કરતાં થયા. પરિવર્તનની હવા પુરા જોશ સાથે વહેતી હતી. ધીમે ધીમે તીર-કામઠામાંથી શોધ આગળ વધી અને વીજળીનો ઉપયોગ કરતો થયો.

વીજળી દ્વારા પરિવર્તનની આંધી એવી તો ફુંકાણી કે, દિવસે દિવસે પ્રગતીમાં વધારો થતો ગયો. વરાળયંત્રનો સહારો લઈ માણસ પચાસથી સો વ્યકિતનું કામ એક સ્વીચના સહારાથી પૂર્ણ કરવા લાગ્યો. ધીમે ધીમે માણસની મગજની દોડ ઘણી આગળ નીકળી ગઈ છે. બોમ્બ એટલે કે વિસ્ફોટ કરીને મોટા-મોટા ડુંગરને દુર કરીને સમતળ જમીન બનાવે છે તો સમતળ-જમીનમાં ઉંડી ખાઈ બનાવી શકે છે.

પ્રગતીની હરણફાળ હજુ પુર્ણ થઈ નથી. પરંતુ બમણાં જોશ સાથે આગળ વધી રહી છે. હજારો માઈલ દુર હોવા છતાં તે અણુશકિતને મેળવીને તેનો ઉપયોગ કરી રહ્યો છે. તમે વિચારો જોઈએ. અગ્િનનો સૂક્ષમ કણ પણ દાવાનળની જેમ આગ લગાડવા માટે પુરતો છે તો પછી આ સૂક્ષમ અતિસૂક્ષમ કણની આટલી અજબ-ગજબની તાકાતથી તો આપણે અજાણ નથી. આ બધી ભૌતિક શકિતઓ છે.

જે આપણને ભૌતિક પદાર્થોમાંથી મળે છે તેની અસર ભૌતિક જગતમાં છે તે પણ મર્યાદાની અંદર જ રહેલ છે, તેથી પણ વધારે તાકાતવાન છે આપણું મન. આપણું મન ભૌતિક સરખામણીમાં વધારેમાં વધારે પડતું સૂક્ષમ છે, તેથી મનની શકિત તો અલાઉદીનના ચીરાગ કરતાં પણ વધારે છે. ભૌતિક શકિત કરતાં પણ વધારે શકિતશાળી છે મનની તાકાત. તમે તૈલીપતી, હિલિંગ, રેકી વિશે કયારેક તો જરૂર સાંભળેલ હશે જ ? આ બધું શું છે ? મનથી થતાં કાયર્ો.

આદિમાનવ પાસે તનને ઢાંકવા માટે નથી હોતા કપડાં, રહી વાત શિક્ષાણની, તેમનાથી તો તે જોજનો દુર, છતા પણ પોતાની જરૂરીયાતના દરેક રસ્તાઓ તેઓ ખુદ બનાવતા. મુસીબત જ હંમેશા પરિવર્તન લાવે છે.

દરેક માણસના જીવનમાં દરેક આવડત પાછળ કોઈ એવો બનાવ બન્યો હોય છે જે તેમના જીવનમાં એક એવો ટનિઁગ પોઈન્ટ લાવે છે કે, કાંઈક નવુ કરી દુનિયાને બતાવી દે છે કે, જોઈ લો, મારી તાકાત ને કે મને નબળા સમજવા માટે નો વિચાર પણ તમારા માટે ભુલ ભરેલો છે.

મે પોતે અનુભવેલ એક અનુભવ તમને જણાવું....

''માતૃભારતી.કોમ'' એપ્લીકેશનની મને જાણકારી જે વ્યકિતએ આપેલી તેનો તો હું પુરા મનથી ધન્યવાદ માનું છું. પરંતુ મે બીજી એક ફ્રેન્ડને માહિતી આપી, કારણ કે તેમને નોકરીની વધારે જરૂરીયાત હતી. મે તેમને માહિતી તો આપી. પરંતું.... તેમના માટે લખવું અશકય હતું. તેનું કહેવું હતું કે, મે તો કયારેય લખ્યું જ નથી, અરે શાળામાં નિબંધ લખવાનો આવતો તો પણ બાજુમાંથી કોપી કરેલ છે ??? અરે, લખવું એ તો મારા માટે લોખંડના ચણા ચાવવા જેવી વાત છે.

મેં તો તેમને ફકત આશ્વાસનના બે વાકયો જ કહ્યા કે, જો ભુખ લાગે તો માણસ માંગતા શીખી જાય છે. માંગીને પણ ન મળે તો માણસ લુંટવાની કોશીષ કરે છે. તને તો કામ આપીને રૂપીયા મેળવવાનું એડ્રેસ મળ્યું છે. જો તારી જરૂરીયાત રૂપીયા છે તો તારી પેન જરૂર દોડશે.

મને ખબર ન હતી કે તે ખરેખર શું લખશે ? કેવું લખશે ? લખશે કે નહીં ? પરંતુ એક વાત પાકી હતી કે તેની જરૂરીયાત રૂપીયા હતી, એટલે એ જરૂર કાંઈક એવું કામ કરશે જે તેના માટે ફાયદારૂપ જ રહેશે. તે ફકત માનસીક રીતે ભાંગી ગઈ હતી. હિંમત અને હોંસલો તો તેમનામાં ખુબ ઉભરાય રહ્યો હતો. દોડવાની તાકાત પણ તેમના દેખાઈ રહી હતી. ફકત પછડાટ લાગ્યા પછી ઉભું થવા માટે કોઈ રસ્તો કદાચ મળતો ન હતો, અથવા તો માનસીક ટેન્સનને હિસાબે જ સામે રહેલો રસ્તો તેમને દેખાય રહ્યો ન હતો.

પરંતુ ખાસ વાત તો એ હતી કે તેમને તેમના અંધારામાંથી બહાર લઈ આવવા માટે ફકત એક જ પ્રકાશની જરૂર હતી જે પ્રકાશ એટલે..... ''માતૃભારતી.કોમ'' મારે તો ફકત તેમની આંગળી પકડવાની જરૂર હતી. પ્રકાશની દિશામાં ધ્યાન દોરવાનું હતું.

મેં આંગળી પકડીને ''માતૃભારતી.કોમે'' તેમના જીવનમાં એવો તો પ્રકાશ ફેલાવી દીધો કે, આજ તે રોજના એક નહિ પરંતુ બે કયારેક તો ત્રણ - ત્રણ આટર્ીકલ તે પણ ખુબ સરસ ટોપીક ઉપર લખે છે. ધાર્મિક આધ્યાત્મીક, શૈક્ષાણીક દરેક પ્રકારના આર્ટીકલ લખે છે તેમજ વાંચવાનો પાગલ જેવો શોખ લાગ્યો છે રાઈટર તો બની જ ગઈ છે પરંતુ હવે તો વર્લ્ડ બેસ્ટ રાઈટર બનવા કોશીષ કરી રહી છે. ભગવાન તેમની ઈચ્છા જરૂર પુરી કરે... ખરેખર, ખુબ જ સરસ લખે છે. તેમજ તેમના ચહેરા ઉપરથી અંધકાર ગાયબ થઈ ગયેલો જોઈ શકાય છે. એક આત્મવિશ્વાસથી ભરપુર હસતાં - ખીલતાં ફુલ જેવી પાછી ચહેકતી અને મહેકતી હું તેમને જોઉ છું.

વધારે ખુશીની વાત એ છે કે, તેમને લખતાં આવડી ગયું, એટલે તે અભણ ન હતી. મારો કહેવાનો મતલબ એ છે કે, તેમને આર્ટીકલ લખતાં આવડી ગયા. જે કામ વિશે તેમણે પોતાના જીવનમાં કયારેય વિચાર સ્ફુયર્ો પણ ન હતો. તે કામ તે ખુબ જ સરળતાથી કરી રહી છે, અને તે પણ કોઈપણ પ્રકારના ટેન્શન વગર, તેમને જીવનમાં કંઈક નવું કર્યાનો આનંદ, ઉત્સાહ દેખાય રહ્યો છે. તે ખુશ છે પણ એ વાત પર કે, તેમને આર્ટીકલ લખતાં આવડી ગયા. જે કામ કયારેય કર્યું જ ન હોય એ કાર્યમાં જયારે સફળતા મેળવો તો પછી તમે આસમાને જરૂર ઉડી શકો છો. તમે આને શું કહો છો. મનની તાકાતનો આ જીવતો જાગતો અનુભવ છે.

તેમણે પોતાના મનના એક ખુણામાં રહેલ તાકાતનો સદ્દઉપયોગ કર્યો, પછી કારણ કોઈપણ કેમ ન હોય ? પરંતુ તેમણે તે કાર્યમાં સફળતા મેળવી. તેમનો આત્મવિશ્વાસ ફરી જાગ્યો કે, આ કાર્ય તો હું સરળતાથી કરી શકીશ. ખરેખર તો તે કામ એનું હતું જ નહીં. કારણ કે જે વ્યકિતએ કયારેય પેન હાથમાં લઈને લખવા વિશે વિચાર્યું પણ ન હોય, અરે તેમની સાત પેઢીમાં કોઈને ભુલથી પુસ્તક વાંચવાનો શોખ પણ જન્મ્યો ન હોય તે પેઢીની વ્યકિત કાંઈક લખે તેણે વાતને માનવી તે ખરેખર દિવસે તારા ગણ્યા જેવી વાત છે.

પરંતુ, મનની તાકાતનો હજુ અનુભવ બહુ ઓછા લોકોએ કર્યો છે. સારી જગ્યાએ સારી રીતે અને મન દઈને કરવામાં આવેલ કોઈપણ કાર્યમાં જયારે તમે સફળતા મેળવો છો તે છે તમારા મનની પુરી હાજરી એટલે કે મનની તાકાત, અને જીવનમાં કયારેય ન કરેલ કાર્યની તમારી શરૂઆતમાં જો તમને સફળતા મળવાની શરૂઆત થઈ ગઈ તો સમજો કે આ તમારા મનની તાકાત ની જીત છે. તમે હવે દુનિયાના કોઈપણ કાર્ય કરી શકવા સક્ષામ છો, બસ તમારે ફકત એક વાર હિંમત કરીને આગળ વધવાની છે.

જો આગળ વધવાનો વિચાર કરી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમને તમારા મનની તાકાતથી અલગ કરી શકશે નહિ, જયાં સુધી તમારા મનમાં કોઈ કાર્ય કરવા માટેનો વિચારની ગાંઠ વાળી લીધી છે ત્યાં સુધી તો ભગવાનેય તમને તે કાર્યથી દુર કરી શકતો નથી.

આ વાત આટલા દાવા સાથે કહી શકું તેનું કારણ પણ મારી નજર સામે જ છે. તેનો ખુશીઓથી ચહેકતો ચહેરો હું જોઈ શકું છું. તેનાથી વધારે ખુશીની વાત એ છે કે તેમના અવાજમાં પણ ખુશીનો અહેસાસનો તમે અનુભવ કરી શકો, તેમના બોલવામાં આત્મ- વિશ્વાસની ઝલક તમે બે ધડક જોઈ શકો છો. કારણ કે તેમણે સફળતાની સીડી ચડવાની શરૂઆત કરી દીધી છે. હવે તે કયારેક પાછું વાળીને જોવાનું વિચાર કરશે નહિ. કારણ કે તેમને હવે રસ્તો મળી ગયો, મંઝીલ સામે દેખાય રહી છે ત્યાં સુધી પહોંચવા માટે મહેનત કરી રહી છે.

મેં તો ફકત આંગળી ચીંધી બાકીનું કાર્ય તો ''માતૃભારતી.કોમે'' કર્યું તેમના જીવનમાં એવો તો પ્રકાશ ફેલાવી દીધો છે જે તેમના આર્ટીકલમાં જોઈ શકાય છે.

પપ્પાનો દીકરો છું

રાજકોટમાં મને યાદ છે ત્યારથી રહુ છું. કેટલાય વ્યકિતઓના મુખેથી સાંભળેલ છે કે, રાજકોટ બહુ જ નાનુ સીટી છે એટલે કે, રાજકોટની ચારેબાજુ નો વિસ્તાર દસ-દસ કિલોમીટરનો છે. ખરેખર કહેનારની વાત તો સો એ સો ટકા સાચી જ છે. પરંતુ એટલું પણ નાનું નથી કે, તમે કોઈ ગામડું કહી શકો ? રાજકોટની આજુબાજુના ગામોના માણસો માટે તો રાજકોટ એટલે એવું તો રંગીલું શહેર છે કે, રાજકોટની કમાણી રાજકોટમાં જ સમાય જાય છે, છતાં પણ માણસોને રાજકોટ શહેરમાં રહેવાનો અનેરો આનંદ આવે છે. ગામડાઓના મોટા મોટા મકાનો છોડીને સૌને રાજકોટ શહેરમાં રહેવું છે.

રાજકોટમાં આમ તો, બધાં ધર્મના માણસો વસવાટ કરી રહ્યા છે, એટલે કે હિન્દુ, મુસ્લીમ, ખિ્રસ્તી, ઈસાઈ, તેમજ દરેક ધર્મના તહેવારો ધામ-ધુમ સાથે ઉજવવામાં આવે છે. નાતાલ, મોહરમ, જમાષ્ટમી તેમજ દરેક ધર્મના તહેવારો પોત-પોતાના નિયમ મુજબ અને ખુબ ધામ-ધુમ સાથે ઉજવવામાં આવે છે. દરેક તહેવારોમાં બધાં ધમર્ોના લોકો એકબીજાની સાથે હળીમળીને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ઉજવાય છે.

અમુક એરીયામાં તો હિન્દુઓ અને મુસલમાનોના ઘર વચ્ચે એટલો ઘરોબો જોવા મળે છે કે, એકબીજાને ત્યાં લગ્ન પ્રસંગે પણ આમંત્રણ આપવામાં આવે છે. મુસલમાનોની ઘેર જમવા આવેલ હિન્દુઓનું જમણવાર એક દિવસ અગાઉ અને સ્પેશીયલ શાકાહારી બનાવવામાં આવે છે. આથી વિશેષ્ા એકતાની શું મીશાલ હોય શકે. હિન્દુઓના નવરાત્રીઓના તહેવારમાં મુસીલીમ બાળાઓ પણ મન મુકીને ગરબા લેતી હોય છે. બધાંય એકસાથે હળીમળીને એકબીજાના રંગે રંગાયેલ છે.

પરંતુ કયારેક પરીસ્થિતિ અને સંજોગો એવા ઉભા થઈ જાય છે કે, ઈચ્છતા ન હોવા છતાં પણ, કોઈપણ પ્રકારના વાક ગુના વગર માણસ મુસીબતમાં આવી જતા હોય છે. આવી જ કાંઈક મુસીબતનો ભોગ એક દિવસ કોઈપણ કારણ વગર બની ગઈ. આમ પણ મુસીબત ને કોઈ આમંત્રણ આપતું નથી, અને મુસીબત તો હંમેશા કોઈને જણાવ્યા વગર જ આવે છે.

રોજની જેમ તે દિવસે પણ હું લાઈબે્રરીએ ગઈ. આજ લાઈબે્રરીમાં પણ જે પુસ્તક માટે ગઈ તે હતું નહીં. આમ પણ લાઈબે્રરીમાં જાવ ત્યારે એક સાથે ચાર બુકના ઓપ્શનની તૈયારી સાથે જ જાવ છું. કારણ કે વારં વારં નો અનુભવ છે કે, જે પુસ્તક જોય તે કોઈક બીજા પાસે હોય છે. આજ પણ આવી જ પરિસ્િથતિ હતી પુસ્તક ગોતવામાં જ કલાક પસાર થઈ ગયો. કારણ કે મારે જે પુસ્તક જોયતું હતું તે, તેની જગ્યા ને બદલે કોઈએ અલગ જ ખાનામાં ગોઠવી દીધું. પુસ્તક લઈને બહાર તો નીકળી ગઈ. રેસકોષ્ામાં માણસોની બહુ ઓછી અવર જવર થોડી અજુકતું લાગ્યું, કારણ કે આ એક એવી જગ્યા છે કે, અહીંયા તો હંમેશાને માટે માણસોની ચલહ - પલહ રહેતી. મોટા નહીં તો, યુવાધનથી તો હંમેશા ઉભરાયેલ જ રહેતું.

થોડી આગળ જતંા જ રોડ પણ માણસો પણ નહિવત. આટલી સવાર સવારમાં, આમ તો સવાર ન જ કહેવાય. કારણ કે દસ - સાડા દસનો સમય હતો અને આ સમયે દુકાનો પણ બંધ મને કાંઈક ઠીક ન લાગ્યું. પરંતુ આગળ જતાં સ્વામીનારાયણના મંદિર પાસે પણ માણસોની એટલી તો ભીડ જામેલ હતી. માણસોની ભીડ સાથે કોઈ મોટા મોટા અવાજે ઝગડો કરી રહ્યું હતું. પરંતુ આ ભીડથી આગળ જતાં જ એક મોટી ઉંમરના ભાઈ મારી ગાડી સાથે ભટકાતાં રહી ગયા. મારી સામે નજર પડતાં જ બોલ્યાં, અરે ઝડપી ઘરનો રસ્તો પકડો હુલ્લડ ફાટયું છે.

સાચી વાત કહુ તો આજ સુધી મને આ હુલ્લડ શબ્દનો અર્થ સમજાયો ન હતો. પરંતુ, તેમના બોલવાની ઝડપ પરથી એટલો તો ખ્યાલ આવી જ ગયો કે, કંઈક અજુગતુ બન્યું છે. ત્યાંથી આગળ અમીન માર્ગ સુધી તો પહોંચી પણ ન હતી ત્યાં તો એક બાળક રોડની સાઈડમાં એવી રીતે પડયો હતો જાણે કોઈ કાપડની ઢીંગલી કોઈએ ફેકી દીધી હોય તેમ, ગાડીને સાઈડમાં પાર્ક કરીને જોયું તો, ભીડનો શીકાર બનેલો હતો.

કપાળ પરથી લોહી નીકળી રહ્યું હતું. ગોઠણ અને કોણી છોલાય ગઈ હતી. બે ભાન અવસ્થામાં પડયો હતો. આવવા જવા વાળાને કોઈને કાંઈ ફર્ક પડતો ન હતો. આ કોનું બાળક છે ? જીવે છે કે મૃત્યુ પામ્યું છે ? કોઈ મતલબ નહિ. થેલામાંથી પાણીમાં રહેલ બોટલમાંથી પાણીની છાલક મારતાં એટલી બધી ગભરાટ સાથે હાથ - પગ પછાળતો ચીસાચીસ કરવા લાગ્યો મને ના મારો..... મને ના મારો..... તેના માથા પર પે્રમથી હાથ મુકતાં ધીમે ધીમે આંખો ખોલી. આંખો ખોલતાં જ મને એવી રીતે ભેટી પડયો કે, જાણે વરસોથી અલગ થઈ ગયા પછી એક બાળક પોતાની માતાને ભેટતો હોય તેમ, એક જ બબડાટ સાથે મને બચાવી લો, તે મને મારી નાંખશે.... તે મને મારી નાંખશે...... તેને શાંત કયર્ો ને પાણી પીધું જ હતું. ત્યાં તો....

એક સાથે ઘોંઘાટ કરતું ટોળું હાથમાં મશાલની જેમ સળગતા લાકડાં લઈને આવી રહ્યું હતું. હું કાંઈ વિચારું તે પહેલાં તે બાળકે મને એટલા જોશ સાથે ખીચી કે, બેઠી જ ઢસડાઈ પડી, હું બાજુમાં આવેલ મકાનના ફળીયામાં દીવાલની ઓથે બેસી તો ગઈ પરંતુ ટોળુ તો હજુ પણ પસાર થયું ન હતું. મેં દીવાલની ઉપરથી જોવા માટે સહેજ ઉભા થવા કોશીષ્ા કરુ તે પહેલાં તો તે બાળકે મારો હાથ ખેંચીને હેઠી પાડી દીધી. તેમના ચહેરા પર ભયંકર ડર દેખાય રહ્યો હતો. હુ જેવી નીચે બેઠી કે, તરત જ ઘોંઘાટ સાથે ટોળું નÒક આવતું સંભળાયું. ધીમે ધીમે ટોેળું તો પસાર થઈ ગયું. મારે પણ ઘરે જવું હતું. પરંતુ આ બાળકનું શું ?

તે તો મને દીવાલ સમÒને મારી ઓથે એવી રીતે બેઠેલ હતો કે, અહીંથી હલવું મારા માટે અશકય હતું. મેં ધીમા અવાજે નામ પુછયું ? કયાં રહે છે ? પરંતુ મારા કોઈ સવાલનો જવાબ ન મળ્યો. મારા થેલામાંથી સેવ - મમરાનો ડબરો ખોલીને આપ્યો. થોડી વાર તો એમ જ જોતો રહ્યો જાણે કોઈ બોમ્બ જોયો હોય તેમ. ફરી મારી સામે જોતાં એક સાથે બે હાથે ખાવા લાગ્યો. તેમને ખાતો જોઈને મને અચરજ થયું. જાણે વષ્ાર્ોની ભુખ ભાંગી રહ્યો હોય. આખો ડબ્બો પુરો થતાં મારી તરફ લંબાવ્યો. પાણીની બોટલ આપતાં પાણી પણ એ જ રીતે એટલું ઝડપી પીધું કે, એક ઉબકા સાથે મોંઢા સાથે નાકમાંથી પણ પાણી બહાર નીકળ્યું.

બહારનો ઘોંઘાટ કંઈક શાંત થતાં પુછયું તું કયાં રહે છે ? તો થોડો ધ્રુજી ગયો. જાણે મે તેની દુખતી રગ પર હાથ મુકયો હોય. ધીમા અવાજે બોલ્યો. મુસ્લીમ એરીયામા. કયાં આવ્યો એ ? તારા મમ્મી પપ્પા શું કરે છે ? મુસલમાન છો ? મારી સામે એક નજરે જોઈ રહ્યો. તેમની આંખો આસુંથી ઉભરાય રહી હતી. ધીમા અને ઘોઘરા અવાજે બોલ્યો, મમ્મી - પપ્પા સાથે બુટ લેવા ગયો તો.... આટલું બોલતાં તો જાણે સામે કોઈ ભુત જોઈ લીધું હોય તેમ આંખોના ડોળા ફાડીને જોતાં બોલ્યો, અચાનક એક મોટુ ટોળું હાથમાં સળગતા લાકડાં સાથે આવ્યંુ અને મારા મમ્મી - પપ્પાને આટલું બોલતાં તો મારા ખોળામાં માથું મુકીને મન મુકીને રડી પડયો. મારી પણ હવે કાંઈ પુછવાની હિંમત ન હતી. અમારી આવી જીણી ખુસપુસ સાંભળીને જે ફળીયામાં બેઠાં હતા ત્યાં કોઈ વૃધ્ધે દરવાજો ખોલીને અમને અંદર આવવા માટે ઈસારો કર્યો.

અમે ધીમે રહીને બંને તેમના ઘરમાં ચાલ્યા ગયા. હવે અમે સંપુર્ણ રીતે સુરક્ષીત હતા. ઘરે તો ફોન કરીને જાણ કરી દીધી. પરંતું સવાલ આ બાળકનો હતો. તે વૃધ્ધ બોલ્યા, તમને બંનેને દરવાજાની તીરાડમાંથી જોઈ રહ્યો હતો. પરંતુ બહાર ટોળું હોવાથી દરવાજો ખોલવાની હિંમત ન કરી. વૃધ્ધ બાળકને પોતાના ખોળામાં બેસાડતાં બોલ્યા બેટા, આગળ શું થયું ? તું અહીં સુધી કેમ પહોંચ્યો ? જો તું મને જણાવીશ તો હુ તારા મમ્મી - પપ્પા પાસે તને લઈ જઈશ. બાળક ભીની આંખો બોલ્યો, તે લોકોએ મારી મારા મમ્મી - પપ્પા ને આગ લગાડી દીધી, અને મને....વારંવારં પુછી રહ્યા હતાં કે, હિન્દુ છો કે મુસલમાન ? ફરી હીંબકા ભરતાં ચુપ થઈ ગયો.... તેમના અવાજમાં જે દુ:ખ હતું, તેના કરતાં વધારે ઝંઝાવાત તેમના મનમાં ભરાયેલ હતો.

વૃધ્ધે પ્રેમભર્યો હાથ બાળકના માથા પર મૂકયો, બાળક આગળ બોલ્યો ? હું બહુ ગભરાય ગયો હતો. હું બસ એટલું જ બોલ્યો કે, 'પપ્પાનો દી..ક..રો.. છું' આટલું બોલી રડી પડયો.

તમે જ વિચારો હિન્દુ -મુસલમાન વષોથી એકબીજાની સાથે હળી મળીને રહીએ છીએ. પરંતુ અમુક લોકોના મનમાં ભરાયેલ રોષનો ભોગ કેટલા માસુમ પરિવારો બનતાં હશે ???