Ninabhabhi na Upvas books and stories free download online pdf in Gujarati

નીનાભાભીનાં ઉપવાસો

નીનાભાભીનાં ઉપવાસો

આમ તો નીનાભાભી સાથે વાતો ફોન ઉપર જ થાય.કદાચ વીસેક વર્ષ પહેલા તેમની દીકરીનાં જન્મદિનની ઉજવણીમાં ભેગા થયેલા તે આ વખતે ફોન કરીને મળવા આવ્યા..ત્યારે સ્વભાવગત જ મારા મોંમાંથી નીકળી ગયુ

“ભાભી! તમે તો છો તેવાજ છો ને!”

“ લ્યો દીયરજી તમે પહેલા એવાં નીકળ્યા જેને મારું વધેલું ૨૦ પાઉંડ વજન ના દેખાયુ.”

“ ખરેખર ભાભી? મને તો ખરેખર આપણી તૃપ્તિનાં ૬ વર્ષની પાર્ટી વખતે જેવાં હતા તેવાં જ દેખાવ છો. મને યાદ છે તમે પીલા કલરનું રેશમી પંજાબી પહેર્યું હતું.. અને મેંગોનોં એવોજ સરસ શીખંડ બનાવ્યો હતો.. મને તે વખતે તે બહું જ ભાવ્યો હતો”..મેં વિગતે કેફિયત આપી

“ એ બધીજ વાત સાચી પણ તમને આજે જે આંખે જે દેખાયુ તે સાવ જ ખોટૂં..” નીનાભાભી એ તેમના સદા બહાર હાસ્ય સાથે જાણે માઇકમાં એનાઉન્સ કરતા બોલ્યા...પછી સહેજ શાંત થતા બોલ્યા મારો ઇન્સ્યોરન્સ કંપની વાળો ૨૦ રતલ ઘટાડવા ૨૫૦ ડોલરનો મને વીડીયો મોકલીને વધેલા વજન નાં ગેર ફાયદા સમજાવતા ૧૨ વીડીયો મોકલ્યા છે અને પછી શરુ કરી છે ઉપવાસ્ની તપસ્ચર્યા...જે જોઇને આવતા મહિનાની વીસમી તારીખે વીસ રતલ વજન ઘટી જવું જોઇએ..”

“ વાઉ! ભાભી તમે તો વટ પાડી દેશો”

“ વટ બટ તો ઠીક પણ આ તૃપ્તિની સાસુ જોડે સ્પર્ધા છે.. એમના માટે લીધેલા કપડા તેમને આવી જાય તેથી તેઓ શરીર ઘટાડે છે જ્યારે મારા જાન્યુઆરીમાં સીવડાવેલા કપડા આજે તો મને ચઢતા પણ નથી તેથી વીસેક પાઉંડ ઘટાડવાનો પ્રોગ્રામ લીધો છે.”

“ભાભી ભલે પણ ચા લેશો કે આઇસ્ક્રીમ?” મંદાએ વિવેક કર્યો

“ એ તો રામાયણ થઈ છે દિવસમાં જેને છ વાર જમવા જોઇએ તેને ડોક્ટરે ના કહી બહું કકડીને ભુખ લાગવા દેવાની અને દિવસમાં બે જ વાર ખાવાનું અને તે પણ પેટ ભરીને ઓડકાર આવે તેવું તો નહીં જ. વળી કેલેરી કાઉંટ તો કડક બે થી ત્રણ હજારનો કાઉંટ ઘટાડીને બારસો કરવો તે કંઇ સહેલ વાત તો નથીને?”

પણ ચા કે આઇસક્રીમ ખાવાનું થોડૂં છે?”

“ હા પણ પછી શરીરને છેલ્લા બે મહીનાથી કેળવ્યુ છે તે ટેવ બદલાઇ જાયને?”

“ ભારે કરી ભાભી તમે તો.હવે વેવાણ સાથે શરીર ઉતારવાની સ્પર્ધામાં અમરા ભાઇએ તમારે માટે જે ખાવાનાં ભંડારો ભર્યા છે તેને ખાલી થવા દેતાં જ નથી.”

ક્ષણેક મારી તરફ નજર કરતા બોલ્યા...” દીયરજી હવે તો આબરુનો સવાલ છે. કાંતો આ પાર કે પેલી પાર..

“ભાભી આ સુખનું વધેલું શરીર છે ભુખ્યા રહીને ઉતરી તો જશે પણ તૃપ્તિનાં લગ્ન પછી પારણે ડબલ ઝડપે વધી જશે તો?” દેરાણી મંદા ટહુકી

“ એવુ તો વીડીયોમાં કશું બતાવતા નથી એટલે પારણા નિર્જળા કરીશું શરીર વધે જ ના.”

“ પણ ભાભી પારણું તો એક જ દિવસ પણ પછી છ વખત ખાશો તો નક્કી જ બે અઠવાડીયામાં જ્યાં હતા ત્યાં આવી જશો..’હું ભાભીની મશ્કરી કરવા નહીં પણ મને ચિંતા થતી હોય તેમ ઠાવકાઇ થી બોલ્યો”

“ દીયેરજી વાત તો તમારી સાચી છે પણ આ બળ્યુ મોહન થાળ અને મગજની લાડૂડી ખાધા વિના ચાલતું નથી એટલે જમવાનું પતે એટલે પ્રસાદ છે એમ કહીને આરોગી લઉં છું. શું કરું?

મંદાએ ફરી વિવેક કર્યો “ ભાભી તમારા ભાઇ દેશી રાજભોગ આઇસક્રીમ લાવ્યા છે. થોડોક પ્રસાદ સમજીને ન્યાય આપ્જો હું લાવું છું” કહીને સોફા ઉપરથી ઉભા થવા ગઈ અને નીનાભાભીએ હાથ પકડીને બેસાડી દીધી..

” ના રાજભોગ છે તે તો બે પ્લેટ ખાધા વિના મોં ભીનું ય ના થાય. અને તું આગ્રહ કરે છે તો મારાથી ખવાઇ પણ જાય..પેલો ઇન્સ્યોરન્સનો પ્રોગ્રામ તો એજ કહે છે ગમે તેટલા પ્રલોભનો આવે પણ ૨૦ પાઉંડ વજન ઉતારવાનું છે તે નિર્ણય તુટ્વો ના જ જોઇએ..એટલે તું લાવ જ નહીં. લાવીશ તો ખવાઇ જશે..”

એમની ચકળ અવકળ થતી આંખોમાં તે લલચાઇ તો ગયા છે તેમ દેખાતું તો હતું જ..ત્યાં તેમના પતિદેવ અમિત બોલ્યા..”નીના.. તારે ખાવું હોય તો ખાઇ લે ને કંઇ મંદાને કે આસિતને ખોટુ નહીં લાગે.”.. પછી મંદા સામે જોઇને બોલ્યા “ હા તું તારે લાવને ..રાજભોગનાં નામથી મને પણ તલપ લાગી છે.”

નીનાભાભી અમિત ઉપર ગુસ્સે થતા બોલ્યા “હા. મને વેવાણ સામે નીચા પાડવાનો સારો રસ્તો તમે લો છો.. લાજો જરા...અને તમારે પણ આઇસક્રીમ નથી ખાવાનો ડાયાબીટીસ વધી જશે..સમજ્યા?”

મને લાગ્યું કે મંદાનાં રાજભોગને કારણે પતિ પત્ની વચ્ચે જંગ છેડાઇ જશે...અમિત જરા લાડમાં બોલ્યો.. મંદા એક જ પ્લેટ લાવ અમે બંને જરા મોં ભીનુ કરી લઇશું. પણ પ્લેટ જરા મોટી લાવજે હંકે આંખ મારતા અમિતે ટ્રીક કરી.

નીના તરત જ બોલી “ હા મંદા તારા જેઠજી એ તને જે આંખ મારી ને તે મને વાગી હં કે.’

આસિત કહે “ જો એક વાત સમજ તું આખો ડબ્બો લાવજે અને બે પ્લેટ જુદી લાવજે જેને જેટલું ખાવું હશે તે ખાશે...

મંદા અંદર ગઇ અને વાતોનાં તડાકા પાછા ચાલુ થયા..

“આ વખતે ભારત ગયા ત્યારે એક જબરી નવાઇ થઇ” નીનાભાભીએ નવો મુદ્દો કાઢ્યો.

“અમે ગોવાની ટુરમાં હતા અને નવસારી પાસે ફ્રુટની લારીમાં અમે હનુમાન ફળ જોયું.”

મારાથી ના રહેવાયુ એટલે જરા હસ્યો અને ભાભી બોલ્યા “તમને નવાઇ લાગીને?

“હા.. હવે ટાઢાપહોરની હાંકવાની શરુઆત કરી..સીતાફળ હોય.. રામ ફળ પણ હોય.. પણ હનુમાન ફળ?’”

“ હા હનુમાન ફળ હોય.. સીતાફળ ની સાઈઝ આટલી હોય કહીને એક હાથનો ખોબો બતાવ્યો.. રામફળ તેના જેવું જ પણ થોડું મોટું હોય જ્યારે હનુમાન ફળ બેઉ હાથ પહોળા કરીને બતાવ્યું..”

હવે સ્તબ્ધ થવાનો વારો મારો હતો ત્યાં અમિત બોલ્યો “ફણસ ને હનુમાન ફળ કહે છે” ઘરમાં સૌ હસી રહ્યા હતા ..નીના ઝંખવાતી ફરી બોલી ફણસ નહીં હનુમાન ફળ..અને મારી સહેલી કહે આનું સેવન કરવાથી શરીર ઉતરે.” અને હાસ્યનો ગુબ્બારો ફરી ઉઠ્યો.

મંદા આઇઅસ્ક્રીમનો ડબ્બો અને બે મોટા કાચનાં વાટકા અને ચમચી લઇને રૂમમાં આવી.

મંદાનું પીયર બારડોલી તેથી તેને ખબર હશે તેમ માની ને ડુબતાને તરણુ મળે તેમ ઝડપ મારીને મંદાને કહ્યું “ આ જોને આસિત મારી મશ્કરી કરેછે હનુમાન ફળને ફણસ કહે હ્છે તું જ કહે હનુમાન ફળ તેં ખાધા છે ને?”

મંદાને માથે ધર્મ સંકટ આવ્યુ તે કહે “ હા સીતાફળ કરતા બમણા કદનું અને એક્દમ મીઠી પેશીઓ વાળુ ફળ હોય છે.અને વાંદરાઓ તેના ઉપર જ જીવતા હોય છે...મંદાએ હળ્વે રહીને કહી દિધું કે તે માણસ નો ખોરાક નથી.

અમિત જરા ગંભિર થઇને બોલ્યો.” નીના ચાલ તું જીતી અને હું હાર્યો..આપણે રાજ્ભોગને માન આપીયે? તું ડબલ ખાજે જીતની ખુશીમાં ખાજે અને હું અડધો ખાઇશ હાર્યાની સજામાં...

“ ના હોં મારે અડધો કપ ખાવાનો અને તમારે બીલકુલજ નહીં”

“ ભાભી પછી તમારો કેલેરી કાઉંટ?”

“ હવે જીત્યાની ખુશી તો મનાવવી જ પડેને...?”

“અને મારે પણ સજા તો ભોગવવી પડેને?”

બધા હસતા હતા અમારા લવાણામાં પછી તો લે ને મારા સમ કહીને એકમેકને ખવડાવતા ભાઇ અને ભાભી રાજ્ભોગ ને આરોગવા બેઠા ત્યારે પાઉંડ રાજ્ભોગ પુરો થઇ ગયો હતો અને ભાભી સહેજ ખચકાતા બોલ્યા અમીતેં મારા ઉપવાસો તોડાવી નાખ્યા.એટલે હારીને તે જીત્યો પણ મઝા આવી..