Kevo Nirnay books and stories free download online pdf in Gujarati

કેવો નિણૅય

15 કેવો નિર્યણ ?

રહસ્યકથા -એ .સી .પી .સૂજ્મસિંગ શ્રેણીનો પંદરમો મણકો ...

ધીમો વરસાદ આવી રહ્યો હતો અને સૂજ્મ સવારની ચાની ચુસ્કી લેતો બાલ્કનીનાં હિંચકા પર બેસી રંગીન ફૂલોની પાંદડીઓ પર સરકતા પાણીનાં ટીપા જોઈ રહ્યો હતો .કુદરતની આટલી સુંદર રચનાઓ અને એમાં પણ સૌથી અનેરી રચના એટલે મનુષ્ય ......કવિતાની પંક્તિઓ વાંચેલી તે યાદ આવી ગઈ .માનવ સંબંધોમાં એટલો તણાવ આવી ગયો છે, તે ગુનાઓનાં વધતા જતા આંકડાઓ જોઈ આવી રહ્યો હતો .કિનલને ફોન જોડી આજનું શિડ્યુલ પૂછવા જતો હતો ત્યાં તો રિંગ વાગી ,જોયું તો ઓફિસથી ગિરિરાજનો ફોન હતો.
સર,ગઈકાલ રાત્રે જે કંમ્પ્લેઇન આવી હતી એની થોડી વિગત જણાવું
સર,'વાયોલેટ એથ્લીટ ગ્રુપ'નું નામ તો તમે સાંભળ્યુંજ હશે .એની પ્રિમાઇસિસ માંથી ગઈકાલે રાત્રે એક મેમ્બર શલાકા જયસ્વાલ બહાર નીકળી તે સીસીટીવી માં દેખાય છે પણ એની કાર હજુ બહાર જ છે અને એની રૂમ પાર્ટનર ફ્રેન્ડ ની કંમ્પ્લેઇન છે કે એ એના રૂમમાં આવી નથી .એની રુમ પાર્ટનર નજીકનાં શહેરમાં રહેતી એની સિસ્ટરને ત્યાં ગઈ હતી એટલે સવારે આવી પણ એને નહિ જોતાં ફોન જોડ્યો .પણ ફોન સ્વિચ ઓફ આવે છે .શલાકા જયસ્વાલ એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર હતી અને બીજા શહેરમાં થી ત્રણ વર્ષથી આવી હતી .વર્કિંગ વુમન હોસ્ટેલનાં કેમેરામાં એ ગઈકાલ રાતની એન્ટ્રીમાં દેખાતી નથી .અને નવરાત્રીનો સમય એટલે ઘણા મેમ્બર મોડા આવતા હોય તેથી કોઈનું ધ્યાન નહોતું ગયું .અમે થોડી તપાસ કરી લીધી છે હોસ્ટેલ પર જઈને અને અમે વાયોલેટ સેન્ટર પર જઈએ છે તો તમે ત્યાં પહોંચો.'
'ઓકે ,
વાયોલેટ એથ્લેટ સેંટર એટલે શહેર નું એકદમ જાણીતું નામ અને ગોલ્ડ મેડલ જીતનાર કુમારમ મેનન નામનાં ખેલાડીની યાદમાં એના દીકરા વલ્કમ મેનને શરુ કરેલું સેન્ટર .શલાકા જયસ્વાલ સ્પોર્ટ્સની ટ્રેનિંગ માટે અહીં આવતી હતી.વલ્કમને મળી સુજમસિંગે શલાકા વિષે પૂછ્યું ,
'હા ...હા ...શલાકા તો બહુ સ્પોર્ટી છોકરી હતી .એના વર્ક સાથે સાથે એ સ્પોર્ટમાં પણ એટલી જ સિન્સીયર હતી .હું તો મોડે સુધી અહીં જ હોઉં છું .પણ બધા વિષે બહુ ડીટેલ ખબર નહોતી .હું હજી અનમેરીડ છું ,ઘણીવાર ફ્રેન્ડ્સ સાથે અહીં જ પાર્ટી કરી લઉં છું .9-30 સુધીજ મેમ્બર્સ અલાઉ છે .પણ બહાર આમ ગાડી પડી રહી હોય તો પણ એટલો મોટો મોલ છે કે વોચમેન ને પણ એવો આઈડીયા નહિ આવ્યો હોય .'
'તમે ગઈકાલ રાત્રે પાર્ટી કરી હતી ?આંખો એકદમ સૂજેલી અને અસ્વસ્થ લાગો છો .'
'હા સર મને ગઈકાલે શલાકાનાં ગુમ થવાની ખબર પડી ને મને ઊંઘ પણ નહોતી આવી .'
'કેમ કઈ ખાસ સોફ્ટ કોર્નર ?'
અને વલ્કમ ચૂપ રહ્યો .
'ઓકે ,તપાસ કરવામાં તમારી મદદ ની જરૂર પડશે .'
ઓફિસ માં બેસી ચર્ચા કરતા ગિરિરાજ 'સર ,મેં એક મહિલા પોલીસને નવા મેમ્બર તરીકે સેંટર પર તપાસ માટે લગાવી દીધા છે અને વુમન હોસ્ટેલનાં વોચમેન પાસે જાણવા મળ્યું છે કે વલ્કમ ઘણીવાર હોસ્ટેલ પર આવતો અને એની ફ્રેન્ડ લવલીન પણ કોઈ કોઈ વાર શલાકા સાથે બહાર જતી .પણ શલાકા મેડમનું વલ્કમ સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાત જાણવા મળી છે .લવલીન હજુ ભણે છે એન્જીનીરીંગનાં લાસ્ટ યરમાં અને નજીકનાં શહેરમાંથી જ આવી છે.બંને વચ્ચે ઘણી દોસ્તી છે.શલાકાની કંપનીમાં આમ જનરલ એની ઇમ્પ્રેસન સારી છે પણ એ એનાં એક કલીગે એની સાથે મિસબિહેવ કરી હતી એ માટે એણે બોસને કંમ્પ્લેઇન કરી હતી.એની પણ બધી વિગતો જાણી લીધી છે .'
એટલામાં ઇન્સ્પેક્ટર સારિકાનો ફોન આવ્યો .'સર ,મને નવું એવું પણ જાણવા મળ્યું છે કે લવલીન પણ વલ્કમથી અેટ્રેકટ હતી અને ઘણીવાર ફોન કરી વાતો પણ કરતી હતી .વલ્કમ કદાચ બંને સાથે ......ગેમ રમતો હોય એવું બને અને હજુ કોઈ જગ્યાએથી લાશ મળી હોય એવા ખબર આવ્યા નથી .એવું પણ બને કે એણે કોઈ જગ્યાએ લઇ જઈ પુરી રાખી હોય.સર , વલ્કમનાં રૂમમાં તપાસ કરતા ઘણું વાંધાજનક મટીરીઅલ અને લેપટોપમાંથી સેક્સ વિડિઓ વગેરે જોતા હોય ...પણ એ બધું કોમન છે ,સર મારે ખાસ લવલીન એનાં શહેરમાં ગયેલી ત્યાંની વિગત જાણવા માટે ત્યાંના એજન્ટનો કોન્ટેક્ટ નંબર જોઈતો હતો.'
'ઓકે ,નંબર વોટ્સઅપ કરીએ છે ,તમારી રીતે સમજાવી દેજો અને જરૂર લાગે તો આજે જ પહોંચી જઇયે .'
બે-ત્રણ કલાક પછી ત્યાંથી મેસૅજ આવ્યો અને ઇન્સ.સારિકા ,' લવલીન એની પોતાની કાર લઇ ને દિલ્હીથી ગઈ હતી ને આવતી વખતે ટ્રેનમાં આવી હતી .એનાં ઘરે બે દિવસ રહી હતી.અને લવલીન વલ્કમને આ દુઃખમાં હમણાં નજીક રહી એકદમ સહારો આપી રહી છે યુનિવર્સીટી પણ નથી જતી.'
ત્રીજા દિવસે રૂરલ પોલીસમાંથી કોઈ યુવતીની લાશ મળી હોવાનાં ન્યુઝ આવ્યા અને સૂજ્મસિંગ ટિમ સાથે પહોંચી ગયો અને ફેમિલી ને ફ્રેન્ડ્સને બતાવી ઓળખ કરતાં શલાકા જયસ્વાલની જ લાશ હતી.અને વલ્કમ તો એકદમ પાગલ ની જેમ રડવા માંડ્યો.છેલ્લે એની સાથે ઝગડો પણ કર્યો હતો એણે ગયા વીકમાં ,પણ આવી કોઈ ઘટના .....?અને લવલીન ...... ખુબ રડતા રડતા બધા સવાલોનાં જવાબ આપી રહી હતી.
શલાકાનાં માથામાં કોઈ ભારી પાઇપ કે એવી વસ્તુથી મારવામાં આવ્યું હતું .પર્સ પણ નજીક્માંથી જ મળ્યું હતું .અને એમાં ફોન સ્વિચ ઓફ કરેલો પડ્યો હતો .કોઈ બળાત્કારનાં કે એવા રિપોર્ટ નહોતા .પણ આ જગ્યા સુધી એ કોની સાથે અને કેમ ગઈ હશે તે એક મોટો પ્રશ્ન હતો .વાયોલેટ સેન્ટર જે મોલમાં આવેલું હતું. એ મોલ આમતો શહેરથી દૂર હતો અને ત્યાંથી બીજા શહેરો તરફ જતા હાઇવે પણ હતા. અને હોસ્ટેલ તો શહેરમાં આવેલી હતી .કાર બગડી પણ નહોતી કે કોઈ બીજાની સાથે કે ઓટો -ટેક્ષીમાં ગઈ હોય .એનો અર્થ કોઈ જાણીતું જ હતું .
અને સૂજ્મસિંગ ટીમે તપાસ વધુ સઘન બનાવી.એક ફ્રેન્ડને પૂછતાં એવું કહ્યું કે પાર્ટી રાખેલી પણ તે દિવસે વલ્કમે પાર્ટી કેન્સલ કરી હતી .વલ્કમને પૂછતાં એણે કહ્યું સર ,શલાકા એટલી બધી મારે માટે પઝેસિવ હતી કે વારંવાર મને ફોન કરી ઈન્કવાયરી કરતી અને લવલીન માટેનો એનો શક વધતો જ જતો હતો .લવલીનને એણે થપ્પડ મારી હતી અને મારાથી દૂર રહેવા જણાવ્યું હતું ઘણા સમયથી અમારી દોસ્તીમાં ટેન્શન વધી ગયું હતું .'
'તમે શલાકા સાથેના સંબંધમાં સિરિયસ હતા કે આમજ બંને સાથે ?'
'હા ,લવલીન મારા પર ખુબ મરતી હતી અને છુપી રીતે એ મારી નજીક આવવા પ્રયત્ન કરતી રહેતી.મારી લવલીન સાથે પણ ખાસ દોસ્તી થઇ ગઇ હતી.'
'વલ્કમ ,તારી કાર શહેરની બહાર એ રાત્રે ગઈ હતી એવા ફૂટેજ છે .તું જાતે લઇ ગયેલો કે કોઈ બીજું તારી કાર લઇ ગયેલું ?'
'સર હું તો ક્યાંય ગયો જ નથી .'
અને એટલાંમાં સખત માર ખાઈને ગુનો કબૂલ કરેલા ડા્ઇવરને અંદર બોલાવ્યો અને એને જોઈ વલ્કમ એકદમ ભાંગી પડ્યો .
'સર ,મારો શલાકાને મારી નાખવાનો ઈરાદો નહોતો.છેલ્લી ઘડીએ પાટીૅ કેન્સલ કરી એની સાથેનાં એનાં ઝગડા બાદ મેં એને બહાર કોઈ રિસોર્ટમાં લઇ જઈ ખુશ કરવા માટેનો પ્રોગ્રામ ઘડ્યો .અને એની કાર મૂકી દઈ મારી કારમાં અમે ડ્રાઇવરને લઇ નીકળયાં . રસ્તામાં પણ એનો ગુસ્સો શાંત નહિ થયો અને સખત ઝગડો કરવા માંડી .સર ટેન્શનમાં મારું ડ્રિન્ક પણ બહુ વધી ગયેલું અને મારાથી સહન નહિ થયું ને મેં એને માર્યું ,અને એણે વિન્ડો ખોલી ચીસો પાડવા માંડી .સર ,એ કોઈ પણ રીતે જાહેર તમાશો કરી મને જલ્દી કોઈ ડિસિશન માટે તૈયાર કરવા માંગતી હતી અને એનું માથું જોરથી અફાળ્યું એટલે એ બેહોશ થઇ ગઈ અને અમે શહેરથી ખાસા દૂર આવી ગયા હતાં .પછી મેં મારા ડા્ઇવરની મદદ લઇ એને રસ્તાની બાજુમાં લઇ જઈ કારની ડિકીમાં પડેલા લોખંડનાં પાઇપ વડે મારી નાખી . ઝાડનાં પાંદડાઓ નાંખી ઢાંકી દીધી.અને ઘરે જવાને બદલે ફરી ઓફિસમાં જ મોડે સુધી બેસી રહ્યો .'
સૂજ્મસિંગ ,આખી ઘટના સાંભળી ......શું બોલવું વિચારતો રહ્યો .ઉપરીને રિપોર્ટ આપીને માનવ સંબંધોનાં તાણાવાણા કેવા ગુંથાયા છે અને ક્રોધમાં થતા પ્રહારો .......વિષે વિચારતાં કિનલને ફોન જોડ્યો

મનીષા જોબન દેસાઈ