Robots attack - 4 books and stories free download online pdf in Gujarati

રોબોટ્સ એટેક - 4

રોબોટ્સ એટેક

ચેપ્ટર 4

ટીવીમાં ન્યુઝ આવી રહ્યા હતા કે કેટલાક લોકો દ્વારા એક પાવરહાઉસમાં ઘુસીને લુંટ કરીને ચાલ્યા ગયા....આ ઘટનામાં કોઇ નાગરીકને કોઇ નુકશાન નથી થયુ.....આ હેડલાઇન જોઇને ડૉ.વિષ્નુને આશ્ચર્યમાં પડી ગયા! કોઇને જો લુટ જ કરવી હોય તો તે બેંક કે કોઇ માલદારના ઘરે લુંટ કરે પણ પાવરહાઉસમાંથી એમને શુ મળવાનુ? પોલીસનુ માનવુ હતુ કે આ પાવર બનાવતી કોઇ હરીફ કંપનીની સાજીશ હોઇ શકે છે. પણ ડૉ.વિષ્નુ તર્કના સહારે ચાલવા વાળા ન હતા અને પોલીસનો તર્ક તેમના ગળે ઉતરતો ન હતો.તેમને આમાં કંઇક તો ગડબડ લાગતી હતી.તેમને ટીવી પર સિસીટીવી કેમરામાં બતાવવામાં આવેલા ફુટેજને ધ્યાનથી જોયુ લુંટ કરવા આવેલા જો માણસો હોય તો તેમના ચહેરા અને વર્તણુકમાં ગભરાટ દેખાઇ આવે પરંતુ આમાં એવુ કઇજ ન હતુ.તેથી તેમને સીધો શાકાલ પર શક ગયો હતો.જો શાકાલે આ પાવરહાઉસનો કંઇક ખોટો ઉપયોગ કરીને તો કંઇ નહી કર્યુ હોયને? પણ પોલીસ તપાસમાં હજુ સુધી ક્યાંય પણ કોઇ રોબોટ્સના હોવાનો ઉલ્લેખ થયો ન હતો.છતા પણ તેમને એની તપાસ કરવાની ઇચ્છા હતી તેથી તે તરત જ સામાન પેક કરીને ત્યાં જવા માટે નીકળ્યા. ઘટના સ્થળ તેમના શહેરથી દુર બીજા શહેરમાં હતુ.તેઓ તરત જ ફ્લાઇટ પકડીને સીધા ઘટના સ્થળ પર પહોચી ગયા.ત્યાં પહોંચીને પોલીસ કમિશનરની મદદથી તેમને તપાસ કરવાની પરવાનગી મેળવી લીધી.તેમને આખા પાવરહાઉસની દરેક જગ્યાએ તપાસ કરવાની શરુ કરી.હજી પણ પોલીસ તપાસ ચાલતી હોવાથી ત્યાં પોલીસ દ્વારા જગ્યા શીલ કરવામાં આવી હતી.ઘટના સમયે જેવુ હતુ બધુ તેમનુ તેમ રાખવામાં આવ્યુ હતુ.પોલીસપાર્ટી બસ પોતાનો રિપોર્ટ તૈયાર કરીને તે જગ્યા તેમના માલિકને સુપરત કરવાની તૈયારીમાં જ હતા,ત્યાંજ ડૉ.વિષ્નુ ત્યાં પહોચી ગયા અને તેમને તેમની રીતે તપાસ કરવી શરુ કરી દીધી હતી.તેમને કમિશનર સાહેબ જોડે વાત કરી લીધી હતી એટલે તેમને કોઇએ કંઇ પુછ્યુ નહી.બધી જગ્યાએ તેમને જોઇ લીધુ પણ રોબોટ વિશે કોઇ સુરાગ તેમને મળ્યો નહી.હવે ખાલી કંટ્રોલરુમને ચેક કરવાનો બાકી હતો,ત્યાં જઇને તે જગ્યાને બારીકાઇથી જોવાનુ તેમને ચાલુ કર્યુ.ત્યાં ઉભેલા એક કર્મચારીને બોલાવીને તેને પુછ્યુ કે આખા પાવરહાઉસનો આઉટપુટ ક્યાથી જાય છે?તે કર્મચારી તેમને એક પેનલ પાસે લઇ ગયો અને કહ્યુ કે,આ પેનલ દ્વારા આખા પાવરહાઉસનો આઉટપુટ બહાર સબસ્ટેશનમાં જાય છે.તેમને એ પેનલને પાછળથી ખોલીને જોયુ તો તેના વાયરોને ખોલીને ફરીથી હાલમાં જ લગાવ્યા હોય તેવુ લાગતુ હતુ તેમને પેલા કર્મચારીને પુછ્યુ કે આ પેનલનુ મેઇન્ટેનન્સ હમણા કરવામાં આવ્યુ છે? તો તેને કહ્યુ કે ના સાહેબ આ પેનલ તો વર્ષમાં એક જ વાર શટડાઉન વખતે ખોલવામાં આવે છે,અને એ પેનલમાં કોઇ પ્રોબલેમ પણ ઘણા સમયથી નથી આવ્યો,તો તેને ખોલવાની તો કોઇ જરુર જ નથી પડી.બસ આજ એ સુરાગ હતો જેને ડૉ.વિષ્નુ શોધી રહ્યા હતા.હવે તેમને પુરો વિશ્વાસ આવી ગયો કે આ કામ શાકાલનુ જ છે અને તેને આ પાવરહાઉસનો ઉપયોગ કંઇક ગડબડ કરવા માટે કર્યો છે.પણ તેને પાવરહાઉસમાં આવીને શુ કર્યુ અને કંઇ કર્યુ તો તેનુ કંઇ રિએક્શન હજુ સુધી કેમ કંઇ આવ્યુ નહી? ઘણા સવાલો હજુ તેમની સામે ઉભા જ હતા.હવે તેમને ખબર હતી કે શાકાલ કંઇક તો ગડબડ કરશે જ,પણ એ શુ કરવાનો છે તેના વિશે તેમની પાસે કંઇ જ માહિતી ન હતી.શાકાલ આગળ શુ કરવાનો છે તે જાણ્યા વગર તે પણ કશુ જ કરી શકે તેમ ન હતા.ફરી એકવાર શાકાલની જીત થઇ હતી.તે તેના કામમાં સફળ થયો હતો અને ડૉ,વિષ્નુને ફરી એકવાર તેના આગળના મુવની રાહ જોયા વગર છુટકો ન હતો.પણ હવે પછી જે થશે તે પછી ડૉ.વિષ્નુ તેને રોકી શકશે કે કેમ તે એક રહસ્ય જ હતુ.

* આ તરફ શાકાલે એક મોટી જીત મેળવી હતી.હવે તે દુનિયાના તમામ રોબોટ્સનો સ્વામી હતો તેને બસ એક હુકમ કરવાનો હતો અને આખી રોબોટ સેના તૈયાર થઇને તેના કદમોમાં આવી જવાની હતી.પણ તે સમય અને યોગ્ય મોકો જોઇને તેની ચાલો ચાલતો હતો.હવે તેને પોતાના સામ્રાજ્યની શરુઆત ક્યાંથી કરવી અને તેને કઇ રીતે ફેલાવવુ તે નક્કી કરવાનુ હતુ.તે માટે તેને દુનિયાના કોઇ એક મોટા શહેરને ટાર્ગેટ બનાવવાનુ નક્કી કર્યુ.કારણકે શહેરોમાં રોબોટ્સનો વપરાશ ખુબ જ વધારે હતો અને મોટા શહેરોમાં તો દરેક ઘરમાં રોબોટ્સ આવી ચુક્યા હતા તે માટે તેને ખુબ જ વિચારીને પુરતુ પ્લાનિંગ કર્યા પછી એ માટે તેને પસંદ કર્યુ દુનિયાનુ સૌથી મોટુ શહેર ન્યુયોર્ક.ન્યુયોર્કની પસંદગી પાછળનુ કારણ હતુ એક દુનિયાનુ સૌથી મોટી આબાદી વાળુ શહેર તો હતુ જ પણ સાથે સાથે દુનિયાના સૌથી તાકતવર દેશનુ શહેર હતુ.તેથી તેના પર જો પહેલા જ ઝટકામાં સત્તા સ્થાપી દે,તો આખી દુનિયામાં તેનો ખોફ આસાનીથી ફેલાઇ જવાનો હતો.તે માટે સૌથી પહેલા તે ન્યુયોર્ક પહોચી ગયો.તેને માટે હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવુ એકદમ આસાન હતુ.કારણ કે તેને એક નવા ચહેરા સાથે નવી ઓળખ બનાવી લીધી હતી.તે માટે તેને એક ખુબજ અમીર બિઝનેસમેનને મારીને તેના ચહેરાનુ માસ્ક બનાવીને પહેરીને તેની જગ્યાએ ગોઠવાઇ ગયો હતો. તેના નામનો ઉપયોગ કરીને તે ન્યુયોર્ક પહોચી ગયો.ત્યાં પહોચીને તેને શહેરની સૌથી ઉંચી અને આલિશાન બિલ્ડીંગ પસંદ કરીને તેને તેનુ હેડક્વાટર બનાવવાનુ નક્કી કર્યુ.અને પછી શરુ થઇ એક ભયંકર લડાઇ જેના ડંકા આખી દુનિયામાં ગુંજી ઉઠ્યા. સૌથી પહેલા તેને તેના કમાંડ નીચેના ન્યુયોર્ક સીટીના તમામ રોબોટ્સને આખા ન્યુયોર્ક શહેર પર કબજો જમાવી લેવા માટેનો આદેશ કર્યો.જે શરણાગતી સ્વીકારે તેને જીવતો છોડીને ગુલામ બનાવવાનો,અને જે વિરોધ કરે તેને જાનથી મારી નાખવાનો હુકમ આપી દીધો.ફક્ત એક જ કલાકમાં આખા શહેરમાં અફરાતફરી મચી ગઇ.આખુ શહેર શાકાલના કબજામાં આવી ગયુ.પોલીસ કે ત્યાંનુ તંત્ર કંઇ વિચારે કે કરે તે પહેલા તેઓ શાકાલના ગુલામ બની ચુક્યા હતા.શાકાલે ત્યાંના તંત્રને કંઇ જ કરવાનો મોકો જ ના આપ્યો.હવે શહેરના એક એક વ્યક્તિ પર શાકાલની નજર હતી.મોટાપાયે લોકોના મોત પણ થયા હતા,અને કેટલાય લોકો આ ખુની ખેલમાં ઘવાયા હતા.પણ આ ખુની ખેલ હવે રોકાવાનો ન હતો.આ તો બસ શરુઆત હતી.દુનિયાના સૌથી મોટા શહેર પર રોબોટ્સ એટેક થયો છે અને આખુ શહેર રોબોટના કબજામાં આવી ગયુ છે.તે સમાચાર આગની ઝડપે આખી દુનિયામાં ફેલાઇ ગયા.જેવા એ સમાચાર પ્રસારિત થયા કે તરત જ શાકાલે સમગ્ર કોમ્યુનિકેશન સિસ્ટમને હેક કરીને એક સંદેશ સમગ્ર દુનિયામાં પ્રસારિત કર્યો.શાકાલ હવે એક નવા ચહેરા સાથે દુનિયા સામે આવી રહ્યો હતો.એક એવો ચહેરો જે દુનિયાનો કોઇ પણ માણસ ભુલી શકે તેમ ન હતો,ડર અને ખોફનો એક નવો ચહેરો તેમની સામે આવી રહ્યો હતો.

મારા પ્યારા દુનિયાવાસીઓ તમે જોઇ જ ચુક્યા હશો કે ફ્ક્ત એક જ કલાકમાં દુનિયાના સૌથી મોટા શહેરની શુ હાલત થઇ છે.હવે જો તમે ઇચ્છતા હોય કે તમારા શહેરની હાલત પણ એના જેવી ના થાય તો તમારે ફક્ત તમારી જાતને સરેંડર કરવાની રહેશે.મારા સાથીઓ તમારી આસપાસ જ છે જો તમે કોઇ એવુ પગલુ ભર્યુ જે મારા માટે નુકશાનકારક હશે,તો પછી તમારા નુકશાન,સાથે સાથે તમારા શહેર,દેશના નુકશાન માટે તમે જ જવાબદાર હશો.ટુંક સમયમાં જ મારા સાથીઓ તમારા સુધી પહોંચી જશે.પછી તે તમારી ઉપર છે કે મારા ગુલામ બનીને જીવતા રહેવુ કે મોતની પસંદગી કરવી.

* આ તરફ જ્યારે ન્યુયોર્ક પર હુમલો થયો તે વખતે જ ડૉ.વિષ્નુ સમજી ગયા કે આ સિલસિલો હવે રોકાવાનો નથી.તે જ વખતે તેમને તેમના શહેરમાં જેટલા લોકો સુધી તેમનો સંદેશ પહોચાડી શકાયો તેમના સુધી સંદેશ પહોચાડ્યો કે જેમની પાસે રોબોટ હોય તે બધા રોબોટ્સને ડેસ્ટ્રોય કરી નાખે,અથવા રોબોટ્સની પહોચથી દુરના વિસ્તારમાં ચાલ્યા જાઓ.જે લોકો સુધી તેમનો સંદેશ પહોચી શક્યો તે તેમની સલાહ પ્રમાણે યા તો રોબોટ્સને ડેસ્ટ્રોય કરીને,અથવા ના થઇ શક્યુ તો શહેરની બહાર તરફ તેમની પહોંચથી દુર જવા લાગ્યા.ડૉ.વિષ્નુ પણ તેમના પરિવાર સાથે શહેરની બહાર નીકળી ગયા.

શહેરથી બહાર નીકળીને પણ તે બધા પુરી રીતે સુરક્ષિત ન હતા.તેથી ડૉ.વિષ્નુ એ બધાને લઇને જંગલ તરફની વાટ પકડી.કારણ કે હવે તેમને શહેર કરતા જંગલ વધારે સુરક્ષિત લાગતુ હતુ.કારણ કે હવે પરિસ્થિતી બદલાઇ ચુકી હતી,હવે શહેરના જાનવર જંગલના જાનવર કરતા પણ વધારે ખતરનાક બની ચુક્યા હતા.તેથી તેમને રહેવાની બીજી સુરક્ષિત જગ્યા મળી જાય ત્યાં સુધી જંગલમાં જ રહેવુ મુનાસીબ માન્યુ હતુ.આખી રાત ભટક્યા પછી વહેલી સવારે તેઓ જંગલમાં પહોચ્યા હતા.પણ જંગલમાં રહેવુ પણ આસાન ન હતુ.કારણ કે તે પહેલાથી ત્યાં રહેનાર જાનવરોનુ નિવાસ્થાન હતુ.તેમનાથી સુરક્ષિત અંતર રાખીને નદીના કિનારાથી થોડા દુર પર એક સાફ જ્ગ્યા શોધીને તેમના બધાનાં ત્યાં રહેવા માટે પસંદ કરી.પણ લોકોની સંખ્યા ઘણી વધારે હતી એટલે એક જગ્યામાં બધાને સમાવવા મુશ્કેલ હતુ.તેથી ડૉ.વિષ્નુએ તેમના મિત્ર અને પ્રોફેસનથી મિલીટરી મેન મેજર રવિકાન્તને અડધા લોકોને લઇને જંગલની અંદર બીજી તરફ કોઇ સુરક્ષિત જગ્યા શોધીને ત્યાં લઇ જવા માટે કહ્યુ.ડૉ.વિષ્નુના સંદેશના લીધે આટલી સંખ્યામાં લોકો બચી શક્યા હતા.એટલે તેમના માટે તો ડૉ.વિષ્નુ જ તેમના તારણહાર હતા.તેથી જ તે લોકો ડૉ.વિષ્નુનો પડ્યો બોલ માનતા હતા.તેથી જ જ્યારે ડૉ.વિષ્નુએ અડધા લોકોને મેજરની સાથે જવા માટે કહ્યુ,ત્યારે કોઇએ કંઇજ સવાલ વગર તેમની વાત સ્વીકારી લીધી.

અડધા લોકો જંગલની બીજી તરફ ગયા હતા.ડૉ.વિષ્નુ ત્યાં રહેલા લોકોને લઇને બધાનાં અહિંયા રહેવા માટેની વ્યવસ્થા કરવામાં લાગી ગયા હતા.અહિંયા આવી તો ગયા હતા પણ અહિં રહેવા માટેના અને જીવવા માટેના તમામ સ્ત્રોતોની નવેસરથી શોધ કરીને નવી શરુઆત કરવાની હતી.હવે લોકોને આલિશાન મકાનોના બદલે ઝુંપડામાં રહેવાની આદત કેળવવાની હતી.પણ માણસના સ્વાભાવમાં પરિસ્થિતી પ્રામાણે ઢળી જવાનો અદભુત ગુણ રહેલો છે.અને સાથે સાથે મુશ્કેલ પરિસ્થિતીમાં તેમનામાં પડેલો માનવતાનો ગુણ વધારે સહજતાથી બહાર આવી જાય છે.હવે સંજોગો જ એવા હતા કે એવુ કર્યા સિવાય તેમની પાસે બીજો કોઇ જ રસ્તો ન હતો.તેથી બધા લોકો પોતપોતાની રીતે જંગલમાંથી લાકડા કાપીને તેમાંથી પોતાના માટે ટેમ્પરરી ઝુંપડા બનાવવાના કામમાં લાગી ગયા.વ્રુક્ષોના લાકડામાંથી અને પાદડામાંથી શરુઆતના તબ્ક્કામાં તેમને રહેવા માટે ઝુંપડાઓ બનાવ્યા.જંગલ ખુબ જ વિશાળ હતુ ત્યાં ખાવાપીવાની અને રહેવા માટેની તેમની પ્રાથમિક જરુરીયાતો આરામથી પુરી થઇ ગઇ.તેઓ જાનવરોના ઇલાકાથી દુર જ રહેતા હતા,તેથી તેમનાથી પણ તેમને કોઇ જ ખતરો ન હતો.ક્યારેક રાતમાં કોઇ ભુલ્યુ ભટક્યુ જાનવર એ તરફ આવી જતુ તો તેનાથી બચવા માટે તેમને આગનો સહારો લીધો હતો.આગની મશાલો રહેવાની ચારે દિશાઓમાં ગોઠવીને વધારાની સુરક્ષા માટે બધા વારાફરતી ચોકી પહેરો કરવા માટે જાગતા રહેતા હતા.આમ જંગલમાં તેમના દિવસો વીતી રહ્યા હતા.

જંગલની બીજી તરફ મેજરે પણ તેમની સાથે આવેલા લોકો માટે તેમનો સહયોગ લઇને આ જ પ્રકારની બધી વ્યવસ્થા કરી દીધી હતી.ધીમે ધીમે લોકોમાં મેજર પ્રત્યે પણ ડૉ.વિષ્નુ જેટલી જ આસ્થા જન્મી હતી.ડૉ.વિષ્નુ પછી કોઇ બીજા પર તે એટલો જ ભરોસો કરી શક્યા હતા તો તે મેજર જ હતા.મેજર પણ તેમને બધાને તેમના પોતાના ગણીને જ સારસંભાળ રાખતા હતા.સ્વભાવે થોડા કડક અને શિસ્ત મિજાજી મેજર બાળકો સાથે બાળક જેવા બની જતા હતા.મેજર વર્મા ખરેખર ખુબજ ઇંટરેસ્ટીંગ વ્યક્તિ હતા.તેમને તેમના જીવનના ઘણા વર્ષો દેશ અને લોકોની રક્ષા માટે આપી દીધા હતા.તેમનામાં નાનપણથી જ દેશ માટે અને લોકો માટે કંઇક કરવાની ઇચ્છા અને જુનુન હતુ.તેના જ પરિણામે તેમને મિલીટરીમાં જવા માટે જ્યારે તક મળી તો તેમને તે તકને અવસરમાં બદલી દીધી અને દેશસેવાનું બિડુ ઝડપી લીધુ.દેશની સેવામાં તેમને તેમની જીંદગીના ત્રીસ વર્ષ આપી દીધા.હજુ પણ તે લોકો માટે જ જીવી રહ્યા હતા.કારણ કે જેને લોકોની સેવાનુ જુનુન હોય છે તે ક્યારેય રિટાયર નથી થતો એટલે જ રિટાયર થયા પછી પણ તેમનુ જોશ અને જુસ્સો તો એજ હતા.તેમના માટે તેમના પરિવારની પહેલા દેશ અને દેશના લોકોની રક્ષા હતી.એટલા માટે જ તેમને જાણતા દરેક વ્યક્તિને તેમના પ્રત્યે ખુબ જ માન અને આદર હતો.આટલા થોડા જ સમયમાં તેમની સાથે રહેતા લોકોમાં પણ તે લોકપ્રિય અને આદરને પાત્ર બની ગયા હતા.જંગલના અલગ અલગ વિસ્તારમાં રહેતા હોવા છતા મેજર અને ડૉ.વિષ્નુએ એકબીજાનો સંપર્ક જાળવી રાખ્યો હતો.

હવે શુ થશે? શુ ડો.વિષ્નુ અને મેજર તથા તેમની સાથે રહેલા લોકો શાકાલથી બચી શકશે? દુનિયાના સૌથી પાવરફુલ દેશના સૌથી મોટા શહેર પર કબજો જમાવી ચુકેલો શાકાલ હવે આગળ શુ કરશે? તે માટે જરુરથી વાંચજો રોબોટ્સ એટેકનુ આગળનુ ચેપ્ટર.