Robots attack - 5 books and stories free download online pdf in Gujarati

રોબોટ્સ એટેક 5

રોબોટ્સ એટેક

ચેપ્ટર 5

એક તરફ શાકાલ પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે અને તે પછીની નવી વ્યવસ્થાઓ કરવામાં લાગેલો હતો.તો આ તરફ ડૉ.વિષ્નુને એ ચિંતા હતી કે આટલા બધા લોકોને તે કઇ રીતે સંભાળી શકશે? કારણ કે હવે આ બધા જ લોકો તેમના ભરોસા પર હતા.તેમને બધાને તેમનાથી ખુબ જ આશાઓ હતી,તેમને હતુ કે ડૉક્ટર વિષ્નુ તેમને આ મુસીબતમાંથી જરુર બહાર નિકાળશે.પણ તેમને કોઇને પણ એ ખબર ન હતી કે,આ રોબોટ જે અત્યારે પુરી દુનિયા પર કબજો જમાવે દીધો છે,તેને બનાવવા વાળા ડૉ.વિષ્નુ જ છે.પણ આ જે કંઇ થઇ રહ્યુ હતુ તેના માટે તે જવાબદાર ન હતા,છતાં તે એને પોતાની જ ભુલ માનતા હતા.એટલે જ તે આ બધા લોકોને બચાવવા માટે તેમની જાન પણ આપવી પડે તો તે માટે તે તૈયાર હતા.પરંતુ અહિંયા સવાલ જાન આપવાનો ન હતો,જાન બચાવવાનો હતો.એ પણ કોઇ એક નહિ હજારોની સંખ્યામાં લોકો હતા જે ફ્ક્ત તેમના ભરોસા પર હતા.હજુ જેમ જેમ લોકોને ખબર પડતી હતી તેમ હજુ પણ લોકો તેમની તરફ મદદ માગવા માટે આવી જ રહ્યા હતા.ડૉ.વિષ્નુ બધાને આવકારતા અને કંઇક રસ્તો જરુર નિકળશે તેવુ આશ્વાસન આપતા હતા.પણ હકીકતમાં તો તેમને પણ એ સમજમાં નહોતુ આવતુ કે આટલા બધા લોકોને એકસાથે સુરક્ષીત કઇ રીતે રાખવા? બે દિવસથી તે એજ વિચારોમાં ખોવાયેલા રહેતા હતા કે જો આટલી મોટી સંખ્યામાં લોકો આ રીતે ખુલ્લી જગ્યામાં રહેશે તો,તેઓ જરુર શાકાલની નજરમાં આવી જશે.તેમને કોઇ એવી જગ્યા શોધવી પડે તેમ હતી,જે કાયમી તેમના માટે સુરક્ષીત હોય,જ્યાથી રોબોટ્સ સામે રક્ષણ મેળવી શકાય અને જરુર પડે તેમને લડાઇ પણ આપી શકાય.જંગલમાં આમ જ તેમનો સમય વીતી રહ્યો હતો.હવે તો ખાવાપીવાનો સામાન અને જરુરી ચીજવસ્તુઓ જે તે લોકો સાથે લાવ્યા હતા તે પણ ખુટી રહી હતી.

પરંતુ અત્યારે તેમની પાસે મદદનો કોઇ જ સ્ત્રોત ન હતો.તેમની પાસે હવે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કોઇ બીજો રસ્તો ન હતો.છેલ્લા બે દિવસથી ખાવાનુ પણ ખુટી રહ્યુ હતુ.બધા જેમેતેમ થોડુ થોડુ ખાઇને ચલાવી રહ્યા હતા.હવે તો ભગવાન જ કોઇ રસ્તો દેખાડે કે કોઇ અજાણી મદદ મોકલી આપે તેવી આશા પર જ તે નિર્ભર હતા.તેમને બધાને ભગવાનને પ્રાર્થના કરવા માટે કહ્યુ.કારણ કે તેમનુ માનવુ હતુ કે, જો ખરા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો પ્રાર્થનામાં એટલી શક્તિ છે કે સ્વયં ભગવાનને પણ તેનો સ્વીકાર કરવો પડે છે.બે દિવસથી બધા જ સતત પ્રાર્થના કરતા હતા કે,હે ભગવાન અમારી મદદ કર અમે તારા શરણમાં છીએ.હવે અમને તારવા કે ડુબાડવા તે તારા હાથમાં છે.આખરે ત્રીજા દિવસની સાજે બધા પ્રાર્થના કરી રહ્યા હતા,ત્યાં જ ડૉ.વિષ્નુ માટે સંદેશો લઇને એક ટીમ ત્યાં આવી પહોંચી.જે તેમના માટે ભગવાનના મોકલેલા કોઇ દુતથી કમ ના હતી.આખરે ભગવાનને તેમની પ્રાર્થના સ્વીકારવી પડી. * જ્યારે શાકાલે ન્યુયોર્ક સીટી તેના કબજામાં લઇ લીધી અને બધી જગ્યાએ તેનો ખોફનાક સંદેશો ફેલાઇ ગયો ત્યારે દુનિયાના દરેક મોટા અને સમ્રુધ્ધ દેશોના વડા તેમના અમુક વિશ્વાસુ સાથીઓને લઇને ગુપ્ત સ્થાનોમાં ચાલ્યા ગયા.કારણ કે જો તેઓ શાકાલના કે તેના સાથીઓના હાથમાં આવી જાય તો તેઓની સાથે આખા દેશની સુરક્ષા ખતરામાં આવી જાય તેમ હતી.દુનિયાના બધા જ દેશોના વડાઓએ એક નોન હેકેબલ અને ફુલપ્રુફ નેટવર્ક જે ફક્ત ઇમરજંસી પરિસ્થિતીમાં જ વાપરવામાં આવે છે,તેના દ્વારા એક વિડીયો કોંફરંસ કરી અને રોબોટ સામે લડવા માટે બધા જ દેશોએ જુની દુશ્મનાવટો ભુલી જઇને એક થઇને લડવા માટેના કરારો સાઇન કર્યા.તેના પર તાત્કાલિક કાર્યવાહી કરીને બધા જ દેશોએ મળીને એક કમીટીની રચના કરી.જે રોબોટ સામે લડાઇ આપવા માટે રચવામાં આવી.તેમાં દુનિયાના દરેક દેશના એક એક મુખ્ય પ્રતિનિધિની નિમણુક કરવામાં આવી અને તે કમિટીના પ્રેસિડેંટ અમેરિકાના મિ.જ્યોર્જને બનાવવામાં આવ્યા.દરેક દેશોના પ્રતિનિધિના અંડરમાં તેમના દેશની સેનાની કમાન હતી.આખી માનવજાતિની એ વિશાળ સેનાની મુખ્ય કમાન મિ.જ્યોર્જના હાથમાં હતી.દરેક દેશના પ્રતિનિધિએ પોતાની સેનાને એકઠી કરવા માટેના ઓર્ડર જારી કરી દીધા અને પોતાની તમામ શક્તિઓને કામે લગાડી દીધી.આ તરફ શાકાલને પણ ખબર હતી કે આવુ જ કંઇક થશે તે માટે તે પણ તેની તૈયારીમાં લાગી ગયો.તેને પણ તેના દુનિયાભરના તમામ રોબોટ્સને એકઠા કરીને તેમને યુદ્ધ માટે તૈયાર કરવામાં લાગી ગયો.પછી શરુ થઇ માનવ ઇતિહાસની સૌથી મોટી અને ખુંખાર જંગ,એક એવી જંગ જે માનવ ઇતિહાસમાં ના ક્યારેય લડાઇ હતી,ન ક્યારેય હવે પછી કદાચ લડાશે.

* હવે જે થવા જઇ રહ્યુ હતુ તેનો સાક્ષી દરેક માનવ તેને ક્યારેય ભુલી શકે તેમ ન હતો.મરતા સુધી ભુલી ના શકે તેવી ભયંકર લડાઇનો હિસ્સો તે બની ચુક્યા હતા.

સહારાના રણમાં આજે એક ઐતિહાસિક લડાઇનો પ્રારંભ થવા જઇ રહ્યો હતો.કારણ કે જે લડાઇ થવા જઇ રહી હતી તેમાં ઉભેલા માનવસમુહ અને રોબોટ્સને સમાવવા માટે એ જગ્યાનો કોઇ પર્યાય ન હતો.માનવ સમુહનો એક બીજો પણ સ્વાર્થ આ જ્ગ્યાની પસંદગી સાથે જોડાયેલો હતો.અને એ હતો લડાઇમાં ન જોડાયેલા નાગરિકોનુ રક્ષણ. યુદ્ધસ્થળ માનવ રહેણાંકોથી જેટલુ દુર હોય તેટલુ તેમના માટે સારુ હતુ. તમામ રોબોટ્સને યુદ્ધ માટેની ટેકનિકથી સજ્જ કરવા માટે શાકાલે જે સમય વ્યર્થ કર્યો હતો,એ સમયનો માનવ સમુહે પણ ભરપુર ફયદો ઉઠાવ્યો હતો.જે લોકો પહેલાથી સેનામા ન હતા અને સ્વેચ્છાએ આ લડાઇમાં જોડાવા માગતા હતા તેમને ટ્રેઇન સૈનિકોએ પુરી રીતે ટ્રેઇન કરીને લડાઇ માટે તૈયાર કરી દિધા હતા.સંખ્યાની દ્રષ્ટીએ માનવસમુહ રોબોટ્સ કરતા વધારે હતો,છતા પણ લડાઇના મોરચામાં રોબોટ્સનુ પલડુ ભારે હતુ.કારણકે તેઓ ભલે સંખ્યાની દ્રષ્ટીએ ઓછા હતા,પણ તેમની પાસે આધુનિકમાં આધુનિક કક્ષાના હથિયારો અને ટેકનિક હતા.સાથે સાથે તે રોબોટ્સ હોવાને લીધે તેમને મોત તો આવવાનુ જ ન હતુ.જો કોઇ રોબોટ યુદ્ધના મોરચે પુરી રીતે ડેસ્ટ્રોય ન થયો હોય તો તેને રીપેર કરીને યુદ્ધના મોરચે લડવા માટે ફરીથી તૈયાર કરી શકાય,જ્યારે સામે પક્ષે માનવ તરફથી જો કોઇ ઘાયલ થઇ જાય તો તેનુ લડાઇમાં પાછુ ફરવુ લગભગ નામુમકીન હતુ.તેના લીધે જ રોબોટ્સ સંખ્યામાં ઓછા હોવા છતા તેમનુ પલડુ ભારે હતુ.

આ ભયંકર લડાઇ માનવ માનવ વચ્ચે ન હતી.આ લડાઇ માનવ અને રોબોટ્સ વચ્ચેની હતી એટલે જ આમાં કોઇ નિયમો ન હતા,ન તો લડાઇના મોરચે રોબોટ તરફથી સંધી થવાનો કોઇ ચાંસ હતો.એટલે જ સમગ્ર માનવ સમુદાય માટે આ આરપારની લડાઇ હતી.તેમને અગર તેમના હકો સુરક્ષીત રાખવા હોય તો તેમને આ લડાઇ જીત્યા વગર છુટકો જ ન હતો.પણ રોબોટ્સ સામે લડ્વુ સહેલુ તો નથી જ.વળી આ લડાઇમાં કોઇ નિયમો ન હતા,કે ન તો તેની કોઇ મર્યાદાઓ હતી.રોબોટ ગમે ત્યારે ગમે તે દિશાએથી હુમલો કરવા માટે સક્ષમ હતા તેથી તેમને વધારે સાવધાની રાખવાની હતી.

આખરે લડાઇનો દિવસ આવી ગયો હતો.રોબોટ્સ અને માનવની ફોજ સામસામે હતી.પ્રાચીન સમયમાં લડાયેલ મહાભારતના યુદ્ધ જેવુ જ દ્રષ્ય ઉભુ થયુ હતુ.બન્ને તરફ વિશાળ સેનાઓ ઉભી હતી.એક તરફ સમગ્ર પ્રુથ્વીની માનવસેના હતી,તો બીજી તરફ એજ માનવ નિર્મિત ક્રુત્રિમ માનવોની,એટલે કે રોબોટસની સેના હતી.ફરી એકવાર ધર્મ અને અધર્મ વચ્ચેની આ લડાઇ હતી.પણ આ યુદ્ધ એક દ્રષ્ટીએ અલગ હતુ.આ યુદ્ધ એક વખત શરુ થયા પછી તેના અંત સુધી,એટલે કે કોઇ એક પક્ષની હાર અને બીજા પક્ષની જીત સુધી રોકવાનુ ન હતુ.માનવસમુદાય તરફથી અલગ અલગ ધર્મના લોકોએ તેમના ઇષ્ટ દેવને યાદ કર્યા અને હુમલાની ઘોષણા કરી.સામે પક્ષે રોબોટ્સે પણ તેમના માલિક શાકાલની જય બોલીને યુદ્ધ પ્રારંભ કર્યુ.માનવસમુહ પાસે લડાઇ લડવા માટે અને તેની સ્ટ્રેટર્જી તૈયાર કરવા માટે અલગ અલગ દેશોના મળીને ઘણા માણસો હતા.બધાના મત લઇને આખરી વ્યુહની રચના તૈયાર કરવામાં આવી હતી.તેમની વ્યુહરચના કંઇક આ રીતની હતી.......સૌથી પહેલા માનવસમુહના કુલ જથ્થાને દસ મોટા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.પહેલા એક મોટા ભાગને નાની નાની ટુકડીઓ બનાવીને આગળની હરોળમાં લડવા માટે ઉતારવામાં આવી હતી.બાકીના બીજા એક ભાગને બેકઅપ તરીકે તેની પાછળ જ ગોઠવવામાં આવી હતી.બાકી બચેલા સૈનિકોને તેમનો વારો આવે ત્યાં સુધી આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.જે લોકો લડાઇના મોરચે ભાગ લઇ શકે તેમ ન હતા તે લોકો મેડિકલ ટીમ બનાવીને ઘાયલ સૈનિકોની સારવારમાં જોડાઇ ગયા હતા.જ્યારે પહેલા બે ભાગના સૈનિકો થાકી જાય કે ઘાયલ થઇ જાય અને તેમનુ સંખ્યાબળ ઘટી જાય અથવા અમુક નિશ્ચિત કરેલા સમય બાદ તુરત જ બીજા બે ભાગને મોરચો સંભાળવા માટે તૈયાર રાખવામાં આવ્યા હતા,અને પહેલી ટીમને આરામ પર મોકલી દેવામાં આવતી હતી.આ તો થઇ દિવસ માટેની વ્યવસ્થા હવે રાત્રી માટે પણ અલગ ટીમો અલગ પ્રકારના હથિયારો અને ઉપકરણોથી સજ્જ કરીને તૈયાર રાખવામાં આવી હતી.તેઓ માટે પણ બેકઅપ માટે બીજો સપોર્ટ રાખ્યો જ હતો.આમ યુદ્ધ ચાલુ થયા પછી તેના પરિણામ સુધી રોકાવાનુ ન હતુ અને તેના અનુસાર તેમની સ્ટ્રેટર્જી સાફ હતી.

આ તરફ રોબોટ્સની તૈયારી પણ ચોકાવી દેનારી હતી.તેમની સ્ટ્રેટર્જી એકદમ સિંપલ હતી.તેમને રોબોટ્સને ચાર ભાગમાં વિભાજિત કર્યા હતા.પહેલો ભાગ જે મોટી ટીમ હતી તે લડાઇનો મોરચો સંભાળતો હતો.બીજો ભાગ લડાઇમાં નુકસાન થયેલા રોબોટ્સને રિપેર કરવા માટે યુદ્ધ સ્થળેથી કેમ્પમાં લઇ જવામાં રોકાયેલો હતો,એ માટેની ટીમ નાની હતી.કારણ કે એ માટે તેમને વધારે રોબોટની જરુર ન હતી.અન્ય એક નાની ટીમ નુકસાન પામેલા રોબોટ્સને રિપેર કરવાના કામમાં લાગેલી હતી.જ્યારે એક બીજી મોટી રોબોટ્સની ટીમમાં રહેલા રોબોટ્સ જરુરત પ્રમાણે નુકસાન થયેલા કે ડેસ્ટ્રોય થયેલા રોબોટની જગ્યા લીધે રાખતા હતા.જ્યાં સુધી તેમને લડાઇમાં જવાનુ ના થાય ત્યાં સુધી તેમને ફુલ્લી ચાર્જ મોડમાં રખાતા હતા. આમ યુદ્ધના મોરચે તેમની સેના કમજોર થવાના કોઇ ચાંસ રહેતો ન હતો.વળી બધા જ રોબોટ્સ દિવસ કે રાત્રી દરમ્યાન લડી શકે તેમ હતા.તેથી તેમને અલગ ટીમ બનાવવાની જરુર ન હતી.આમ રોબોટ્સની સ્ટ્રેટર્જી ઘણી જ સરળ છતા અસરકારક હતી.

આખરે માનવ ઇતિહાસની સૌથી ભયંકર અને ક્રુર લડાઇની શરુઆત થઇ.લડાઇની શરુઆતમાં બંદુક, બોંબ,ટેંક જેવા હથિયારોનો ઉપયોગ થયો.જેમ જેમ લડાઇ આગળ વધતી ગઇ તેમ તેમ આગળના લેવલના હથિયારોનો ઉપયોગ થતો ગયો,ધીમે ધીમે મિશાઇલોની વર્ષા થવા લાગી અને પછી તો મેદાનમાં લાશોના ઢેર થવા લાગ્યા.માનવ તરફી નુકશાન વધારે થતુ જણાતુ હતુ.આ તો બસ શરુઆત હતી જેમ જેમ યુદ્ધ ગરમાતુ ગયુ તેમ રોબોટની તાકાત જાણે વધી રહી હતી.રોબોટ્સ તરફથી નવા નવા હથિયારો તેના ભાથામાંથી નિકળી રહ્યા હતા.ગોળીઓ ક્યારે અને કઇ દિશામાંથી આવી રહી હતી તેનો અંદાજો લગાવવો ખુબજ મુશ્કેલ હતો.માનવપક્ષમાં બધાની પાસે બુલેટપ્રુફ વસ્ત્રો હતા છતા પણ રોબોટ્સના આ ચારેબાજુના હલ્લાને ખાળવો મુશ્કેલ બની રહ્યુ હતુ.નવા જ પ્રકારની યુદ્ધ ટેંકો અને મિશાઇલો રોબોટ્સના પક્ષમાં હતી જ્યારે માનવપક્ષ પાસે તેનો જવાબ આપી શકવા માટે તેટલા સક્ષમ હથિયારો ન હતા.સાંજ ઢળવા આવી હતી અને રોબોટ્સ માનવો પર પુરી રીતે હાવી થઇ ચુક્યા હતા.સાંજ સુધીમાં પહેલો મોરચો સંભાળતા મોટાભાગના સૈનિકો યા તો મોતને શરણે ચાલ્યા ગયા હતા,યા તો ઘાયલ અવસ્થામાં હતા.જ્યારે સામે પક્ષે રોબોટ્સને ખુબ જ ઓછુ નુકશાન થયુ હતુ.કારણકે તેમની પાસે એક ખુબ જ મહત્વનુ હથિયાર હતુ.તે હતી તેમની સ્પીડ.તેમની સ્પીડના લીધે મોટા ભાગના નિશાન તેઓ ચુકાવી દેતા હતા.માનવજાતિના રક્ષક દળના નેતાઓ મુંજવણમાં હતા.તેઓને સમજમાં આવતુ ન હતુ કે,આ રોબોટ્સનો સામનો કઇ રીતે કરવો.તે જ વખતે એક વ્યક્તિએ તેમને સુઝાવ આપ્યો કે,આ રોબોટ જે અત્યારે આપણી સામે બગાવત કરી રહ્યો છે, તેને બનાવનાર જ કદાચ તેને હરાવી શકે! તરત જ તે સુજાવ પર અમલ થયો અને ડૉ.વિષ્નુને શોધીને યુદ્ધ મોરચે લઇ આવવા માટે એક ટીમને ફાસ્ટ પ્લેન દ્વારા મોકલી દેવામાં આવી.

હવે જોવાનુ એ છે કે જે ટીમને ડૉ.વિષ્નુને શોધવા માટે મોકલવામાં આવી છે તે ટીમ ડૉ.વિષ્નુને શોધી શકશે? અને જો તે તેમને શોધી પણ લે તો તે તેમને યુદ્ધ મોરચે લઇ જવા માટે મનાવવામાં સફળ થશે? કે કદાચ ડૉ.વિષ્નુ જો આવવા તૈયાર થઇ જાય તો તેમના આવવાથી શુ માનવજાતિ આ યુદ્ધ જીતવામાં સફળ થશે? એ જાણવા માટે જરુરથી વાંચજો રોબોટ્સ એટેકનો આગળનો ભાગ.