Maari dairymathi books and stories free download online pdf in Gujarati

મારી ડાયરીમાંથી...

મારી ડાયરીમાંથી

Feelings from my diary


Afjal Vasaya ( Pagal )


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


(૧) દુઃખદાયક રવિવાર.....!!!

લેખક : અફજલ વસાયા (ટ્ઠખ્તટ્ઠઙ્મ)

રવિવાર હોવા છતાં એકસ્ટ્રા લેકચરને બહાને શાળા માં રજા નહોતી. કદાચ ઈતિહાસમાં પહેલીવાર વિધાર્થીને નહિ પણ ભણાવનારને કંટાળો આવતો હતો.

વાયુ ખુબ જ નાના કણોનો બનેલો હોય છે જેને અણુ કહે છે. આ અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. વાયુમાં ખુબ મોટી સંખ્યામાં અણુઓ હોય છે. વાયુનાં અણુઓ.... અણુઓ.... પરમાણુ..... અણુ... વાયુ........

આ બધા શબ્દો પ્રોફેસર અર્જુનને મન ઘોંઘાટ સમાન ભાસી રહ્યા હતા. ભલે ને વર્ગનો સૌથી હોંશિયાર વિધાર્થી આવા અઘરા શબ્દોનુ રટણ કરતો, પરંતુ ખુબ જ પ્રશીક્ષિત થઈને આવેલા પ્રોફેસરનુ તો એમાં ધ્યાન જ કયાં હતુ. એ તો બસ બહાર વરસતા વરસાદમાં કયાંક ખોવાઈ ગયો હતો. અચાનક બારીમાંથી આવેલી પવનની ઠંડી લહેરખીથી અર્જુનનું રોમેરોમ જાણે રોમાંચીત થઈ ઉઠયુ.બારીમાંથી દેખાતા વૃક્ષો કેવા ગેલમાં આવી ગયા હતા.

અર્જુન હવે પ્રોફેસર મટીને એક નાનો બાળક બની ગયો હતો. તેને વરસાદમાં ન્હાવાનું મન થઈ ગયુ... હા નાના બાળકથી યાદ આવ્યુ...... એક ખુબ જ સુંદર નામ... "અનામીકા"

એ પણ નાના બાળક જેવી.જ હતી ને... કંઈ જ ટેન્શન નહીં.... હંમેશા હસતુ રહેવાનુ... રોજ અર્જુન પાસે ચોકલેટની જીદ કરવાની... ડાઈટીંગના બહાને રીસેસમાં ભુખ્યા રહેવાનું અને સાંજ પડતા સુધીમાં તો ભુખ સહન ન થતાં અર્જુનને લઈને પાણીપુરી પર તુટી પડવાનું..... અને ટેસ્ટ હોય તો પણ કંઈ જ ચિંતા વગર રખડયા કરવાનું.... અને બીજુ ઘણું બધુ......

હા, એક ખાસ વાત છેલ્લીવાર અનામીકા મળી ત્યારે પણ વરસાદ આવતો હતો..... આજે પણ અર્જુનને એ દિવસ યાદ છે.. એક એક ક્ષણ યાદ છે..... એ દિવસનુ દ્રશ્ય જાણે એક ફિલ્મની માફક અર્જુનની નજર સમક્ષ પસાર થઈ રહ્યા હતા....

પીળા કલરના ડોટ્‌સની ડીઝાઈનવાળા બ્લેક ડરેસમાં અનામીકા મોહક લાગતી હતી. ઉપરથી આ વરસાદ તેને ભીંજવી રહ્યો હતો અને કામુકતામાં વધારો કરી રહ્યો હતો.પણ ત્યારે એ બંનેમાંથી કોઈ રોમાન્સના મુડમાં નહોતુ.

અર્જુન તો બસ તેની પ્રિયતમાને અનિમેષ નજરે તાકી રહ્યો હતો. અનામિકા થોડી થોડી વારે નીચે નજર રાખીને ધરા ખોતરી રહી હતી. બંનેમાંથી કોઈ જ કંઈ બોલતુ નહોતુ, છતા પણ ઘણો બધો સંવાદ થઈ રહ્યો હતો. અનામીકા સાથે જોયેલા અર્જુનનાં સપનાઓ ચુરચુર થઈ રહ્યા હતા.

આખરે અનામીકાએ જ ચુપકીદી તોડવાની શરૂઆત કરી.....

Arjun, we have to finish this... We have to stop... Arjun i love you but you know what i also love my family... My parents... My father treated me like a doll... Like a princess... How can i oppose him...so.... We have to………………

બસ અનામીકાથી રડી પડાયુ... મોતી સમાન આંસુઓ તેનાં ગાલ પર દડદડ વહી રહ્યા હતા.

'You to know me na ? Arjun.'

Yaaaa I TO KNOW YOU annu.…

આટલું જ બોલી શક્યો અર્જુન. અર્જુનની બધી જ ઈચ્છાઓ એક અંધારા કૂપમાં જઈને ડુબી મરી... અને છેલ્લીવાર અર્જુને અનામીકાને ગળે લગાડી... બંનેના હાથ એકબીજાની પીઠ પર વીંટળાયા અને ધીમે ધીમે ભીંસ વધતી ગઈ...... જાણે કે બંન્ને એકબીજામાં સમાઈ જવા માંગતા હોય... આ બે શરીરને જાણે એક કરવા માંગતા હોય તેમ... બંનેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી... સાથોસાથ અનરાધાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. વરસાદ પણ આ પ્રેમી પંખીડાનાં દુઃખમાં સહભાગી થઈ રહ્યો હતો. એ પણ ધરતીમાં સમાઈ જવાની મથામણ કરી રહ્યો હતો.

આજે પણ જયારે જયારે વરસાદ આવે છે તો અનામિકા અચુક યાદ આવી જાય છે....... આટલા વરસો વીત્યા હોવા છતાં....

"આડબીડ ઘાસ ઉગે એમ ઉગી જાય છે તારા સ્મરણ,

અસર તારી ગજબની ચોતરફ લહેરાઈ જાય છે....."

પપઆ અણુની અથડામણનો સમય બે ક્રમિક અથડામણ વચ્ચેનાં સમયગાળાની સરખામણીએ ખુબ જ ઓછો કે નજીવો હોય છે...

અને અર્જુન યાદોનાં એ વંટોળમાંથી પાછો ફર્યો. ભૌતિકશાસ્ત્રનાં વર્ગમાં....

અને મનમાં જ બબડયો હા સાચી વાત છે... એ મુલાકાતનો સમય બે ક્રમિક મુલાકાત વચ્ચેનાં સમય કરતાં ખુબ ઓછો હતો... કેટલાય વરસો થઈ ગયા હતા છુટા પડયા એને... પરંતુ આજે પણ એ બધુ તાજેતરનું જ લાગે છે... વરસાદ આવે ત્યારે તો ખાસ........

ત્યાં જ તાસ પુરો થવાનો બેલ પડયો. અને અર્જુન ગુણવંત ઉપાધ્યાયની બે પંકિતઓ ગણગણતો વર્ગની બહાર નીકળી ગયો....

"વંધ્ય ઈચ્છાઓનાં વાદળ રોજ ઘેરાયા કરે...,

એક પણ વરસે નહી ને આંખ ભીંજાયા કરે..."

સ્ટાફરૂમમાં જઈને પ્રોફેસર અર્જુને ઈયરફોન લગાવીને સોંગ શરૂ કર્યુ...

’ર્ય્ઙ્મર્દ્બઅ જેહઙ્ઘટ્ઠઅપ’

અનેપ

અનેપ

અનેપ

બરાબર સાડા ત્રણ મિનિટ પછી શાળા સંકુલમાં હાહાકાર મચી ગયો......

નોંધ : ર્ય્ઙ્મર્દ્બઅ જેહઙ્ઘટ્ઠઅ સોંગ સુસાઈડ સોંગ તરીકે પ્રખ્યાત છે.

--------------સમાપ્ત--------------

(૨) હું એક વૃદ્ઘ છુ.

લેખક : અફજલ વસાયા (’પાગલ’)

મારૂ નામપપપ નામ રહેવા દો ને સાહેબ. હું બસ એક વૃદ્ઘ છુ. આ સમાજે ઘણાં કટુ અનુભવો આપી આપીને મારી ઓળખાણ વૃદ્ઘથી વિશેષ કશી જ રહેવા નથી દીધી.

હજુ ગઈકાલની જ તો વાત છે, મેં ઘરમાં પ્રવેશ કર્યો પરંતુ કોઈએ નોંધ સુદ્ઘા ના લીધી.

એક સમય હતો જયારે મારી ગાડીનો અવાજ સાંભળતા જ મારા પરિવારનાં સભ્યો મને સત્કારવા માટે દરવાજા સુધી આવી જતાં. "પપ્પા આવ્યા, પપ્પા આવ્યા" ની બુમો સાંભળવા મળતી અને પપ્પા તરફથી ચોકલેટ મળવાથી ખુશ થઈ જતા પગનાં ઝાંઝરનો અવાજ તો જાણે શર્કરાથી પણ વિશેષ મીઠો લાગતો.હજુ તો હું બુટ ઉતારીને અંદર જાવ ત્યાં તો ઠંડા પાણીનો ગ્લાસ હાજર થઈ જતો. નાનકડો દીકરો ખોળામાં બેસી જતો. પત્ની પણ બધાં જ કામ મુકીને મારી પાસે બેસતી અને આવુ વાતાવરણ મળવાથી જાણે આખા દિવસનો થાક ઉતરી જતો.

આ બધું જ હતુ પણ ત્યારે હું વૃદ્ઘ નહોતો ને !!!!

હા, તો હું ગઈકાલની વાત કરતો ’તો. થાક્યો પાક્યો ઘરે આવ્યો પણ કોઈએ મારી નોંધ સુદ્ઘા ન લીધી. મોટો દિકરો તેનાં એન્ડરોઈડ મોબાઈલમાં મોટા-મોટા વહીવટ પતાવતો હતો. તો નાનો દિકરો વળી ક્રિકેટર બનવાનાં શમણાં સેવતો બેટ-બોલ લઈને બાજુમાંથી પસાર થઈ ગયો, મારી સામું પણ જોયા વગર...... મેં મારી જાતે ગોળામાંથી પાણી લઈને પીધું. કારણ કે હવે કોઈ પાણીનું પણ પુછતુ નહોતુ. હવે તો પેલો ઝાંઝરનો અવાજ પણ સાસરે ચાલ્યો ગયો છે. મારા પ્રપૌત્રશ્રી ટી.વી. પર કાર્ટુન જોવામાં વ્યસ્ત હતા. રમાડવાનુ મન થઈ ગયુ એને... કારણ કે મુડી કરતાં વ્યાજ તો સૌને વ્હાલુ હોય ને ! પરંતુ જેવો મેં મારા પ્રપૌત્રને હાથમાં ઉંચકયો કે,

"પપ્પા, કેટલી વાર કીધુ છે કે તમારે હાથ ધોયા વગર મારા દિકરાને રમાડવાનો નહી. તમારા હાથ કેટલાં ગંદા હોય છે, મારો દિકરો બીમાર પડી જશે..."

પણ મનીયા તને પણ હુ આ જ રીતે.....

’મનીયો નહી મનોજ બોલો મનોજ હવે હું તમારો નાનો મનીયો નથી....’ વચ્ચેથી વાત કાપતા મોટો દિકરો બોલ્યો.

’હા, હવે તુ મનીયો મટીને મનોજ બની ગયો છો અને એટલે જ મને વાત-વાતમાં ટોકવા માંડયો છે... ’ હું મનમાં જ બબડયો.

મનમાં ઉઠેલા પ્રપૌત્ર પ્રત્યેનાં પ્રેમનાં ઉભરાને શમાવીને હું બેસી ગયો. ત્યાં જ મારા દિકરાની વહુનો અવાજ આવ્યો...

એ એ એ જો બેસી ગયા. કેટલીવાર કીધુ કે આજુબાજુમાં જોઈને બેસો, પણ માને એ બીજા...

’જોયુ પણ નહી કે બાજુમાં મારો ડરેસ પડયો છે. હવે ફરીવાર ડરાયકલીનીંગમાં આપવો પડશે.’

માફ કરજો બેટા, મારૂ ધ્યાન ન હતુ. પરંતુ એમાં ડરાયકલીનીંગની શુ જરૂર છે ઈસ્ત્રી કરી લેવાયને.

તે પપ્પા તમારા કપડા બવ સારા હોય ને એટલે....

કયારેય કપડા સારા જ ન હોય...

આ તમારા કપડાનો મેલ લાગ્યોને એ કાઢવા માટે ડરાયકલીનીંગ કરાવવુ જ પડે.... સમજાયું ?????

હકીકતમાં તો ડરેસની ઓઢણી જ મારી નીચે આવી ગઈ તી. તો પુરા ડરેસને ફરીવાર સાફ કરાવાની શું જરૂર છે - મેં વિચાર્યુ.

અને આ કામ તો મારા દિકરાની ઘરવાળી પણ કરી શકતી હતી ને.. તો બહાર ખોટો ખર્ચો કરવાની શી જરૂર....

પણ પછી થયુ કે એ લોકો કહે છે તેમ ’મને આમાં કાંઈ ખબર જ ન પડે’ કારણ કે ’હું વૃદ્ઘ છુ’ એમ વિચારીને હું મારા સ્ટોર રૂમમાં.... ઓહ સોરી સોરી સ્ટોર રૂમ નહી, મારા દિકરાએ મારા માટે ફાળવેલો એક અલાયદો રૂમ કે જયાં "વધારાની વસ્તુઓ" પડી રહેતી હોય છે, એ રૂમમાં ચાલ્યો ગયો.

અંદર દિવાલ પર મારી પત્નીનો ફોટો ટીંગાડેલો હતો. કે જે કદાચ વધારાનો જ તો થઈ ગયો હતો.... તેની સામે જઈને ઉભો રહી ગયો.

અને એટલું જ પુછી શકયો કે, હેં મનીયાની ર્માં ઓહહ ના ના મનોજની ર્માં માણસની ઉંમર વધતાની સાથે આવુ કેમ સહન કરવુ પડતુ હશે ?

પરંતુ એ તો નિરૂત્તર બનીને મારી સામે હસતી ’તી. કદાચ એ મને મુકભાવે કહી રહી હતી કે....

"કારણ કે તમે હવે વૃદ્ઘ થઈ ગયા છો... મનીયાનાં બાપા."

હું પણ મારી જાત સાથે બબડયો.... હા સાચી વાત છે તારી મનોજની ર્માં, ’હું એક વૃદ્ઘ છુ.’

અને પલંગમાં આડો પડયો, મારી એ યાદોને વાગોળવા માટે કે જયારે મારૂ પણ કંઈક માન સમ્માન હતું, મારે કોઈનાં મેણાં-ટોણાં નહોતા સાંભળવા પડતા...

બીજુ તો કરી પણ શું શકુ..... કારણ કે.....

હું એક વૃદ્ઘ છુ.

--------------સમાપ્ત--------------

(૩) કટાક્ષકથા

લેખક :- અફજલ વસાયા (’પાગલ’)

ભારત ના એક નાનકડા ગામમાં એક નાના એવા શિયાળ ના બચ્ચાએ તેના પિતા પાસે માણસનું માંસ ખાવાની ઈચ્છા વ્યકત કરી.

હવે એક શિયાળ માણસનું માંસ કયાથી લાવે ? એટલે તે પિતૃ શિયાળે બીજા દિવસે તેનાં બચ્ચા માટે ભુંડના માંસની વ્યવસ્થા કરી દીધી પરંતુ નાનકડા શિયાળે એ ખાવાની ના પાડી દીધી.

પછીના દિવસે તેના પિતાએ તેના માટે ગાયનુ માંસ લાવી આપ્યુ તો તેણે એ પણ ખાવાની ના પાડી દીધી.

અને એ નાનકડુ શિયાળ તો જાણે માણસનું જ માંસ ખાવાની હઠ પકડીને બેઠુ હતુ.

તો હવે તેના પિતાએ મગજ દોડાવ્યો અને એ રાત્રે પેલુ ભુંડનું માંસ હતુ એ એક મસ્જીદ પાસે મુકી દીધું અને ગાયનાં માંસને એક મંદિર પાસે મુકી દીધું.

અને......

અને......

અને

બીજે દિવસે સવારે આખુ ગામ માણસોના મડદા (ડ્ઢીટ્ઠઙ્ઘ ર્હ્વઙ્ઘઅ) થી ભરાઈ ગયુ હતુ.

પેલા નાનકડા શિયાળે પછી તો એક અઠવાડીયા સુધી માણસનું માંસ ખાધુ અને તે ખુબ જ ખુશ હતુ કે તેનાં પિતા કેટલા સારા છે કે તેનાં માટે માણસના માંસની કેટલી સરસ વ્યવસ્થા કરી આપી.............

આ વાર્તા ભલે કાલ્પનીક છે પરંતુ આવા શિયાળ તો કયાંક ને કયાંક રખડે જ છે આપણી વચ્ચે...

ર્જી ર્દ્બટ્ઠિઙ્મર્ ક ંરી જર્િંઅ

એક બનો નેક બનો

--------------સમાપ્ત--------------

(૪) હોસ્ટેલનાં સંસ્મરણો

લેખક :- અફજલ વસાયા (પાગલ)

૧) કોઈને નામથી તો બોલાવવાનાં જ નહિ.

૨) કપડા તો જાણે રવિવારીમાં વેચવા મુકયા હોય એમ ઢગલો કરીને રાખવાના

૩) જેને બહાર જવુ હોય ત્યારે જે કપડા હાથમા આવે એ પહેરી લેવાના (આપણા છે કે બીજાના એ નય જોવાનુ)

૪) કોલેજ પહોચ્યા પછી જેના કપડાની ઉઠામણી કરી હોય તેના મોં ની સાંભળવાની

૫) રૂમની સફાઈ કરવા માટે વારા રાખવાનાં અને જે દિવસે આપણો વારો હોય ત્યારે જ ’જરૂરી વહીવટ’ પતાવવાનાં બહાને છટકબારી કરવાની

૬) દર બે દિવસે નવા સ્લીપર કે ચપ્પલ લાવીને રૂમમા ઢગલો કરવાનો જાણે કે ચપ્પલની રંગોળી બનાવી હોય

૭) જે મિત્ર સિગારેટ ના પીતો હોય એને જ સિગારેટ ઓફર કરવાની

૮) એમા પણ જો માચીસ ન મળે તો ધમાલ કરી નાખવાની, ગાદલા ઉથલાવી નાખવાના

૯) કોઈ ફ્રેન્ડ મોબાઈલમા વાગતા ગીત સાથે પોતે પણ ગાતો હોય તો અચાનક મોબાઈલ બંધ કરીને એ મિત્ર ગાયક નો અવાજ ખરેખર કેવો છે તેનું ભાન કરાવવાનુ

૧૦) ભુલથી પણ કોઈ વાંચવા બેસે તો ત્યારે જ મુવી જોવાનો પ્રોગ્રામ બનાવવાનો

૧૧) મુવી જોવાનુ થાય ત્યારે કોઈ સારા મુવીની શોધમાં પેનડરાઈવ લઈને એક રૂમથી બીજી રૂમે ભટકવાનુ

૧૨) એક લેપટોપમાં એકસાથે ૧૦-૧૫ જણાએ મુવી જોવાનુ અને થિયેટર જેવી ફીલીંગ્સ લાવવાની

૧૩) મુવી જોતી વખતે કોઈ અવાજ કરે તો ફરજીયાત બધાનાં મોં ની એક એક તો સાંભળવાની જ

૧૪) કોઈ એક ને ફોન આવે તો બધાને આગળ મુવી જોવા રાહ જોવડાવવાની

૧૫) કોઈની પાસે મોબાઈલમા સારી ’ક્લીપ’ આવી હોય તો સમુહમા જ જોવાની

૧૬) રાત્રે મોડેથી ચા પીવા જવાનુ

૧૭) ભાઈબંધ પૈસા માંગે તો ચોખ્ખી ના પાડી દેવાની પણ જો ગર્લફ્રેન્ડ ને બહાર લઈ જવાની હોય તો છુટટા હાથે પૈસા વાપરવાના

૧૮) જો કોઈ સુઈ ગયુ હોય અને કોઈ મિત્રનો ફોન આવે તો શા માટે ફોન કર્યો એ પછી પુછવાનુ અને પેલા તો ૧૦-૧૨ સંભળાવી જ દેવાની

૧૯) પણ એ જગ્યાએ જો ગર્લફ્રેન્ડનો ફોન આવે તો કાપીને સામો કરવાનો અને ’બોલોને મેડમ’ કે ’દિકકુ’ જેવા વ્હાલભર્યા સંબોધનથી વાત કરવાની

૨૦) હંમેશા તોફાન જ કરવાના (એકઝામ સિવાયના સમયે) અને આવા સમયે જો ઘરેથી ફોન આવે તો સંસ્કારી બની જવાનુ અને વાત કરીને આવીને પાછુ એ શેતાની ટોળકીમાં સામેલ થઈ જવાનુ

૨૧) અસાઈમેન્ટ તો કોઈ એકને જ બનાવવાનુ બાકી બધાએ કોપી-પેસ્ટ જ કરવાની

૨૨) એક્ઝામ નજીક આવે તેમ ગંભીર થવાનુ નાટક કરવાનુ પણ વાંચવાનુ તો નઇ જ

૨૩) એક્ઝામને થોડા દિવસોની વાર હોય ત્યારે ટાઈમ ટેબલ બનાવવાનુ પણ તેનુ પાલન નય કરવાનુ

૨૪) દરેક સબ્જેકટને પહેલા ત્રણ દિવસ ફાળવવાનાં પણ પછી એ મુજબ વંચાય નહિ એટલે દરેક માટે બે દિવસ અને છેલ્લે એક એક દિવસ આપવાનો

૨૫) પેપરની આગલી રાત્રે હોંશીયાર ભાઈબંધને ત્યાં પહોંચી જવાનુ અને બે કલાક માં આખો સિલેબસ રિવાઈઝ કરી લેવાનો (ૈં ંરૈહા ંરૈજ કિૈીહઙ્ઘ ૈજ ટ્ઠ હ્વીજં ીંટ્ઠષ્ઠરીિ ીદૃીિ)

અને પાસીંગનો મેળ કરી લેવાનો

૨૬) એક્ઝામ સમયે સ્મશાનથી પણ વધારે શાંતિ વાળુ વાતાવરણ બનાવી દેવાનુ

૨૭) કોઈ ગાદલા પર ઉંધે કાંધ પડીને વાંચતુ હોય તો કોઈ બારીમાં બેસીને વાંચતુ હોય તો કોઈ ટેબલ પર ખુરશી મુકીને એના પર ચઢીને ઉચ્ચ અભ્યાસ કરવાનાં ભ્રમમાં વાંચતુ હોય

૨૮) છેલ્લી ઘડીએ આઇ એમ પી સવાલ વાંચવાનાં

૨૯) એક્ઝામ હોલમાં છેલ્લી ઘડીએ જ એન્ટર થવાનું

૩૦) સીટનંબર શોધવાના બદલે પેલા એ તપાસ કરવાની કે કલાસમાં કઈ છોકરી સારી છે

૩૧) માંગેલી પેનથી જ પેપર લખવાનુ કારણ કે છોકરીઓ આપણાં માટે જ તો એકસ્ટ્રા પેન લઈને આવતી હોય છે

૩૨) પેપર પુરૂ કરીને કોની બાજુમાં કોણ છોકરી આવી એની ચર્ચા કરવાની, પેપરની નય

૩૩) છેલ્લા પેપરનાં દિવસે રખડવા જવાનું, મુવી જવાનુ, મોજ કરવાની

૩૪) ભાઈબંધોને બસ સ્ટેશને ઉતારવા જવાનુ

૩૫) અને છેલ્લે ફયુચરમાં મળતા રહીશું તેવા પ્રોમીસ કરીને છુટા પડવાનુ...

આ છે હોસ્ટેલ લાઈફ કે રૂમ ભાડે રાખીને વિતાવેલા સમય...ની યાદો

-------------સમાપ્ત--------------