પિયર

(151)
  • 59k
  • 20
  • 27.4k

સંગીત સંધ્યા માં થનારી દુલ્હન મીતા એ આ ગીત પર પરફોર્મન્સ આપ્યું ત્યારે એનાં હાવભાવ જોઈને ત્યાં હાજર દરેક મહેમાનોએ તાળીઓના ગડગડાટ સાથે મીતાને પ્રોત્સાહન આપ્યુ, પણ....આ ભીડમાં એક એવી વ્યક્તિ પણ હતી જે આ શબ્દો સાંભળીને પોતાની જાતને રોકી ન શકી, ને એનાથી રડી પડાયું. એમાં પણ જયારે મીતાની સાસુએ મીતાનાં પપ્પા ને કહ્યું કે," વેવાઈ તમે જરાય ચિંતા ન કરતાં, હવેથી તમારી દિકરી અમારી જવાબદારી, ને અમારા ઘરનું સન્માન છે. ને કયાં અમે વધુ દુર રહીએ છીએ,કે તમે એને મળી નહીં શકો, તમને જયારે મન થાય ત્યારે તમે તમારી દિકરીને મળી શકો છો,ને અમારી વહુ ને પણ પુરી છુટ છે કે જયારે એને મન થશે એ આવી જશે,દોડીને તમને મળવા".આ વાકયો એ તો એને જાણે વજ્રાઘાત માર્યો હોય એવી પીડાની ટીસ એનાં કાળજાને ચીરી નીકળી. ને એ બિચારી કોઈ જોઈ ન જાય એ હેતુથી હૉલથી બારે નીકળી જાય છે.

New Episodes : : Every Thursday

1

પિયર - 1

ઉંગલી પકડકે તુને, ચલના સિખાયા થા ના, દહેલીઝ ઊંચી હૈ યે, પાર કરા દે, બાબા મૈં મલ્લિકા, ટુકડા હું તેરે દિલ કા, ઈકબાર ફીરસે દહેલીઝ, પાર કરા દે, મુડકે ના દેખો દિલબરો, દિલબરો, મુડકે નાં દેખો દિલબરો, ફસલેં જો કાટી જાય, ઉગતી નહીં હૈ, બેટીયાં જો બ્યાહી જાય, મુડતી નહીં હૈ, ઐસી બિદાઈ હો તો, લંબી જુદાઈ હો તો, દહેલીઝ દર્દ કી ભી, પાર કરા દે, બાબા મૈં તેરી મલ્લિકા, ટુકડા હું તેરે દિલ કા, ઈકબાર ફીરસે દહેલીઝ, પાર કરા દે....... ઈકબાર ફીરસે દહેલીઝ પાર કરા દે....... સંગીત સંધ્યા માં થનારી દુલ્હન મીતા એ આ ગીત પર પરફોર્મન્સ આપ્યું ત્યારે એનાં હાવભાવ જોઈને ત્યાં હાજર દરેક મહેમાનોએ તાળીઓના ગડગડાટ સાથે મીતાને પ્રોત્સાહન ...Read More

2

પિયર - 2

"અવનીીીી ઓ અવનીીીી કયાં મરી ગઈ, કયારનો બોલાવુ છું બહેરી થઈ ગઈ છે કે, ખબર નહીં પનોતી મંદબુદ્ધિ મને જ કેમ પનારે પડી", બડબડાટ કરતો સુરજ રસોડામાં આવે છે, ને જુએ છે, કે ગેસ પર દુધ ઉભરાતું હતુ, તપેલામાં ચા બળીને તપેલી પણ આખી બળી ગઈ છે, સુરજે બંને ગેસ બંધ કર્યા, ને ફરી અવની ના નામની બુમો પાડવા લાગ્યો, એટલામાં રમીલા બેન તેમનાં ભારી ભરખમ શરીર ને ભારોભાર કરકશ અવાજ સાથે રસોડામાં આવે છે, ને સુરજને કહે છે, " અરે લાલા, તારી મહારાણી ને જોઈ છે કયાંય, છેલ્લી પચ્ચીસ મિનિટ થી બુમો પાડું છું, પણ એ મહારાણી છે ...Read More

3

પિયર - 3

મમ્મી તને ખબર છે," ગઈકાલે મેં કાના સાથે કેટલા બધા ગપ્પા માર્યા, પરીક્ષા ને ઉપરથી રીઝલ્ટનું ટેન્શન, હું સમયથી એને મળી જ નોતી શકતી, તે છેક કાલે મળાયુ". મમ્મી માખણ મીશ્રી જોઈને એ એટલો ખુશ થઈ ગયો કે, કે એણે પોતાના હાથે મને પણ ખવડાવ્યા. મમ5 પપ્પા કયાં છે, કાલે પણ હું ઘરે આવી ત્યારે ઘરે નોતા, આજે હું જરા મોડી શું ઉઠી, મને બોલાવતા પણ નથી, જા હવે હું પણ એમને નહીં બોલાવું, કટ્ટી ???. પણ પછી જયારે આ અવની નહીં હોય ને ત્યારે પપ્પાને મારી ...Read More

4

પિયર - 4

યું તો મૈં, બતલાતી નહિ, પર અંધેરેસે ડરતી હું મૈં માં, તુજસે કુછ છુપાતી નહિ, પર તેરી પરવાહ કરતી મૈં માં, તુજે સબ હૈ પતા મેરી માં, ................................ અવની, હવે તમે એકદમ ઠીક થઈ ગયા છો,ને ઘરે જઈ રહ્યા છો, પણ તમને સ્ટ્રેસ બિલકુલ નથી લેવાનો, એકદમ complite bed rest કરવાનું છે, ને પંદર દિવસ પછી ફરી ચેકઅપ માટે આવવાનું છે. જો તમે આરામ નહીં કરો તો તમને ફરી હાર્ટ એટેક આવવાનો ચાન્સ વધી જાય છે. દવા સમયસર લેતા રહેજો. ડૉક્ટર ની વાત સાંભળીને અવની માથું હલાવીને હા પાડે છે,ને ફકત એક નાનકડી સ્માઇલ આપે છે. સૂરજ અવનીને ...Read More

5

પિયર - 5

બાપનું ધબકતું હૃદય એટલે દિકરી, દિકરીનો જીવ એટલે એનું પિયર. ચંદ્રની સુંદરતા જેમ જેમ વધતી જાય તેમજ અવનીની સુંદરતા વધતી જતી હતી.કૉલેજમાં એડમિશન એકદમ આસાનીથી મળી ગયુ. ભણવામાં હોશિયાર અવની આખી કૉલેજમાં બધાની ચહિતી ને લાડલી બની ગયી હતી. પણ કેવાય છે ને કે જેમ ફુલવાડીમાં હજારો ફુલ હોવા છતાં સૌથી સુંદર ફુલ પર જ ભમરાની નજર હોય છે, ને માળી એ ફુલને બચાવવાની લાખ કોશિશ કરે છે, પણ બચાવી નથી શકતો, ને ભમરો એનું રસ શોષી લે છે, એમજ એક જુવાન દિકરી સાચવવાનું હોય છે. અવની એમતો ખુબજ સમજદાર ને હોંશિયાર હોય છે, એનાં ફ્રેન્ડસ પણ ખુબ ઓછા ...Read More

6

પિયર - 6

મચડાઈ ગયુ એક પતંગિયું નાજુક, એનાં સુંદર રંગોને કાજ, કચડાઈ ગયી એક કલી તાજી, એની મનમોહક સુગંધને કાજ, રડતી ડરતી રહી એ, કાશ કોઈ આવે મદદે આજ, ના આવ્યું કોઈ કૃષ્ણ એની લાજ બચાવવા આજ, ફફડતી રહી એ પુરી તાકાત લગાવીને, ખુદનું શીયળ બચાવવા આજ. અવની, ક્યાં ખોવાઈ ગયી?? ચલ દવા ખાઈ લે, ને સુઈ જા, સવારે જલદી ઉઠવું છે મને, કાલે મારે મારા એક દોસ્ત સાથે બારગામ જવાનુ છે, તુ મારી બેગ પેક કરી દેજે. પાંચ છ દિવસ લાગશે એટલે તારુ ને ઘરનું ધ્યાન રાખજે. અવનીના જવાબની રાહ જોયા વગર જ સુરજ સૂઈ ગયો. અવની એને સૂતો જોતી ...Read More

7

પિયર - 7

મેઘનાના મામા પ્રકાશ જાડેજા, જે ડૉક્ટર છે એ અવનીને જોવા ઘરે આવે છે, એમની સાથે એમના પત્નિ સુરેખા પણ છે, જે એક જાણીતા ગાયનેકલોજિસ્ટ છે. મેઘના એમને અવનીને જ્યાં સુવડાવી હતી તે રૂમમાં લઈ જાય છે, વિરેન અને સવિતા તો પોતાની વ્હાલસોયી દિકરીની આવી દશા જોઈને રડી રડી ગાંડા જેવા થઈ ગયા હતા. મેઘના વિરેનને કહે છે, અંકલ મામા મામી આવી ગયા છે, તમે જરા બહાર બેસો હું એમની સાથે છું અહી એમને જોવા દયો, પ્લીઝ. વિરેન બહાર આવીને બેસે છે, પણ એનો જીવ અંદર અવની પાસે હોય છે, મનમાં ને મનમાં ...Read More

8

પિયર - 8

કેવા મારા નસીબ તે લખ્યાં, કેવા નસીબના લેખા રે, રમકડું કહેતો બાપ મારો, હુ સાચે રમકડું નથી રે, અંગ તે જ બનાવ્યા, બનાવ્યા તે જ સ્ત્રી પુરૂષ રે, ભાવનાઓ લાગણીઓ ને પરવશતા, કેમ સ્ત્રીનાં ભાગ્યે જ વરણી રે, તારાં જ પાત્રો લાગણી ન સમજે તો, ધૂળ પડે તારી કરણી રે, સ્ત્રી નથી કોઈ રમકડું, એ તો છે સ્વર્ગની નિસરણી રે. B ve સવારનો સુરજ હજુ ઊગવાની તૈયારી કરતો હતો, પક્ષીઓનો કલબલાટ જ્યાં મન મગજ ને પ્રફુલ્લિત કરી નાખે, ત્યાં આજ આ બધું વિચલિત કરતું હતું. એ ઘરમાં જાગતા ત્રણે વિચારતા હતાં કે અવનીને હોશ ક્યારે આવશે, ભાનમાં આવ્યા બાદ ...Read More

9

પિયર - ૯

મેઘના અવનીને દવા આપે છે, અવની પોતાની સાથે જે બન્યું એ વિચારતી સજળ નયને, એક ધ્યાને એના કાનાને ફરિયાદ છે, દવા પોતાનું કામ કરે છે, ને અવનીને ઊંઘ આવી જાય છે. મેઘના ડૉક્ટર ને અવનીને હોશ આવી ગયાની જાણ કરે છે. અવનીના સૂતા પછી મેઘના વિરેન અને સવિતાની રજા લઈ પોતાને ઘરે જાય છે, ને થોડીવાર બાદ પોતે આવશે એવું કહી ને જાય છે. સવિતા અવનીની પસંદની રસોઈ બનાવે છે, ને બન્ને અવનીના ઉઠવાની રાહ જોઈ રહ્યા હોય છે. લગભગ ત્રણેક કલાક પછી અવની ઉઠે છે. આંખ ખુલતા પલંગ પરથી નીચે ઉતરવાની કોશિશ કરતા ખુબ દુઃખે છે, દર્દના લીધે ...Read More

10

પિયર - ૧૦

સપ્તપદીના સાત વચનો, આજથી માન્ય રાખું છું, નહી ઉલાંઘુ ઉંબર તારો, એવો સાથ માંગુ છું, રૂઠિશ તું તો મનાવિસ એવો અવકાશ માંગુ છું, ઘર તારો સંસાર મારો, હું સ્વર્ગ બનાવવા માંગુ છું. હું સ્વર્ગ બનાવવા માંગુ છું. આજ વર્ષો બાદ અવનીને સુરજની એના પ્રત્યેની લાગણી જોઈને હૈયું ભરાઈ આવ્યું. સુરજ અવનીનો હાથ પકડીને એને રૂમમાં લઈ આવે છે. એની માટે લાવેલો પંજાબી ડ્રેસ એને પહેરીને જોવા કહે છે. અવની જ્યારે એ પહેરીને બહાર આવે છે, ત્યારે સુરજ એને એકીટશે, અપલક જોતો જ રહી જાય છે. એ આછા ગુલાબી રંગના સિમ્પલ અને સોબર ડ્રેસમાં આપણી અવની પણ એકદમ તાજા ખીલેલા ...Read More