Piyar - 6 books and stories free download online pdf in Gujarati

પિયર - 6

મચડાઈ ગયુ એક પતંગિયું નાજુક,


એનાં સુંદર રંગોને કાજ,


કચડાઈ ગયી એક કલી તાજી,


એની મનમોહક સુગંધને કાજ,


રડતી કકળતી ડરતી રહી એ,


કાશ કોઈ આવે મદદે આજ,


ના આવ્યું કોઈ કૃષ્ણ એની લાજ બચાવવા આજ,


ફફડતી રહી એ પુરી તાકાત લગાવીને,


ખુદનું શીયળ બચાવવા આજ.


અવની, ક્યાં ખોવાઈ ગયી?? ચલ દવા ખાઈ લે, ને સુઈ જા, સવારે જલદી ઉઠવું છે મને, કાલે મારે મારા એક દોસ્ત સાથે બારગામ જવાનુ છે, તુ મારી બેગ પેક કરી દેજે. પાંચ છ દિવસ લાગશે એટલે તારુ ને ઘરનું ધ્યાન રાખજે. અવનીના જવાબની રાહ જોયા વગર જ સુરજ સૂઈ ગયો. અવની એને સૂતો જોતી રહી બસ જોતી રહી. પણ આજ કેટલાક વર્ષો પછી અવનીની આંખમાં સંતોષની મુસ્કાન હતી. આજ વર્ષો પછી સુરજએ એનીજોડે પ્રેમથી વાત કરી. આજ સુરજ અવનીના માથે હાથ રાખીને સૂતો હતો. વર્ષો પછી આજ અવની રાજી થઈને સૂતી નથી. સુરજને જોતા જોતા એને પોતાનું પિયર યાદ આવે છે, યાદ આવે છે એ સાંજ જ્યાંથી એની જિંદગીનો ખુશીનો સુરજ હમેશાં માટે આથમી ગયો.


મેઘના, સવિતા અને વિરેન ત્રણે અવનીની શોધમાં નીકળી પડે છે, રાતના અગિયાર વાગે સુમસામ રસ્તે બધા અવની, અવની, અવનીના નામની બૂમો પાડતા પાડતા કૉલેજ સુઘી પોહચી જાય છે. કૉલેજના વોચમેનને અવની વિશે પુછે છે ત્યારે એ કહે છે કે, "હું એ છોકરીનું નામ નથી જાણતો, પણ હા આજ બધાજ વિદ્યાર્થીઓ ને ટિચિંગ સ્ટાફ નીકળી જતા હું જ્યારે ગેટ બંધ કરવા જતો તો ત્યારે એક છોકરી ડરતી ડરતી ભાગતી, હાંફતી ગેટપાસે આવી, મે એને શું થયું એ પુછવાની કોશિશ કરી, પણ એ બિચારી ખુબ ડરેલી હતી, અને મને કંઈ કહે એ પેલાજ પાછળથી કેટલાક લોકોનો દોડવાનો આવાજ આવ્યો, એટલે એ બિચારી ડરેલી છોકરી મને કઈ કહ્યા વગર જ બહારની તરફ ભાગી ગઈ. હજુ માંડ બે પાંચ સેકન્ડ થઈ હસે ત્યાં સુધી ચાર છોકરાઓ એકદમ ગાળો બોલતા મારી તરફ આવ્યા, એમણે મોઢા પર ફક્ત આંખ દેખાય એ રીતે બુકાની બાંધી હતી. જેથી હું એમનો ચેહરો ન જોઈશક્યો.મને એમણે પેલી છોકરી કઈ બાજુ ગયી છે એવુ પૂછ્યું, પણ મેં કોઈ જ છોકરી જોઈ નથી એવું કહેતા ચારે આગળ નીકળી ગયા". સાહેબ એમના ગયા પછી હું પેલી છોકરી જે બાજુ ગયી હતી એ બાજુ ભાગ્યો પણ મને એ સુમસામ રસ્તા પર આ બે વસ્તુઓ પડેલી મળી. વોચમેનએ એક બેગ અને એક આઈડી કાર્ડ વિરેનના હાથમા આપ્યું. પોતાની વ્હાલસોયી દિકરીનું બેગ અને આઈડી વિરેન અને સવિતા તરત જ ઓળખી ગયા, બન્ને અવનીના નામની બુમ પાડીને ચોધાર આંસુ એ રડવા લાગ્યા. મેઘના બન્નેને સાચવતા કહે છે અંકલ પ્લીઝ આમ રડસો તો અવની કેમ મળસે, પ્લીઝ હિંમતથી કામ લો. ચાલો આપણે આગળ જઈએ આબાજુ બીજો એક એકદમ સુમસામ રસ્તો છે, જે આગળના વળાંક પર આપણા ઘરના નાકા પર મળે છે, આપણે ત્યાં જોઈએ, કદાચ અવની એ લોકોથી બચીને ત્યાં સંતાઈ હોય. ચાલો અંકલ આન્ટી પ્લીઝ ચાલો, હવે મને ખુબ ચિંતા થાય છે.


મેઘના વિરેન અને સવિતાને લઈને આગળ જતી હોય છે ત્યાંજ એના પગમાં કઈક અથડાય છે, જેની ઠોકર લાગતા મેઘના પડી જાય છે, રસ્તો ખુબ અંધારુ હતું, મેઘનાનાં પડવાથી વિરેન અને સવિતા અવનીના બેગમાંથી ટોર્ચ ગોતીને કાઢે છે, ને નીચે પ્રકાશ નાખીને જુએ છે તો.....


વિરેનના હાથમાંથી ટોર્ચ છૂટી જાય છે, નીચે જે વસ્તુ સાથે મેઘના અથડાઈ એ અવની હતી. પોતાના જીગર ના ટુકડાને આમ અર્ધ નગ્ન હાલતમાં જોઈને સવિતાં તો પોતાના હોશ જ ખોઈ બેઠી. વિરેન પણ અવનીને આમ રસ્તા વચ્ચે આમ દિશાહીન જોતા એક ધબકાર ચુકી ગયો. પણ તરતજ ખુદને સ્વસ્થ કરીને પોતાનુ શર્ટ કાઢી અવનીના શરીરને ઢાંકે છે. મેઘના પોતાનો દુપટ્ટો કાઢીને અવનીનું નીચેનું શરીર ઢાંકે છે. ત્રણે મળીને અવનીને સાચવીને ઘરે લઈ આવે છે. ઘરે આવતા મેઘના પોતાના મામાને ફોન કરે છે જે એક ડૉક્ટર હોય છે.


જીવથી વ્હલી દિકરી મારી,


કલકલ વહેતી નદી મારી,


ઘરના મારું પતંગિયું છે,


ઊડતું રેહતું તરંગીયું છે,


જીવ માં મારો જીવ છે,


જે આજ બન્યો નિર્જીવ છે,
શુ બગાડ્યું એણે કોઈનું,
એતો પોતે જ પ્રભુની દેણ છે,

કેમ મસળી મારી નાજુક કળીને,


આ પણ કોઈની દિકરી કોઈની બેન છે.
😭😭😭😭😭😭😭😭😭😭


મિત્રો, અવની સાથે શુ થયું છે એ તમે સમજી જ ગયા હશો. એટલે આ કાળા દિવસ પછી અવનીનું જીવન સાવ કાળુ કઈ રીતે બને છે એ જાણવા મળીએ આવતા ભાગમાં. ત્યાં સુધી
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏