Piyar - 5 books and stories free download online pdf in Gujarati

પિયર - 5

બાપનું ધબકતું હૃદય એટલે દિકરી,
દિકરીનો જીવ એટલે એનું પિયર.

ચંદ્રની સુંદરતા જેમ જેમ વધતી જાય તેમજ અવનીની સુંદરતા પણ વધતી જતી હતી.કૉલેજમાં એડમિશન એકદમ આસાનીથી મળી ગયુ. ભણવામાં હોશિયાર અવની આખી કૉલેજમાં બધાની ચહિતી ને લાડલી બની ગયી હતી. પણ કેવાય છે ને કે જેમ ફુલવાડીમાં હજારો ફુલ હોવા છતાં સૌથી સુંદર ફુલ પર જ ભમરાની નજર હોય છે, ને માળી એ ફુલને બચાવવાની લાખ કોશિશ કરે છે, પણ બચાવી નથી શકતો, ને ભમરો એનું રસ શોષી લે છે, એમજ એક જુવાન દિકરી સાચવવાનું હોય છે. અવની એમતો ખુબજ સમજદાર ને હોંશિયાર હોય છે, એનાં ફ્રેન્ડસ પણ ખુબ ઓછા હતા, ને જે હતા એમાં પણ વધુ છોકરીઓ જ હતી. ઘરથી કૉલેજ ને કૉલેજથી ઘર, બસ આજ અવનીનું રૂટિન. ન ક્યાંય બારે રખડવાનું, ન કોઈ અણછજ્યા મોજ શોખ. જ્યારે બીજી છોકરીઓ અવનીને એમની સાથે લેક્ચર બંક કરીને બારે ફરવા માટે કહે ત્યારે અવની એકદમ સરળ ભાવે ના પાડી દેતી.

અવની, ઓ અવની, અવની મેડમ જો તમારુ આરામ થય ગયુ હોય તો હવે ઘરકામમાં ધ્યાન આપો. ચાર દિવસથી મમ્મી બિચારી કરે છે, એ પણ માણસ છે, થાકી જાય છે. ને તું છેલ્લા ચાર દિવસથી આરામ કરે છે, ઠિક છે કે હોસ્પિટલમાં હતી, પણ હવે.. હવેતો ઘરે આવ્યાને પણ છ કલાક થયા. તમને આરામની જરૂર હતી એ તમને મળ્યું, હવે રસોડામાં આગમન કરો એટલે બધા જમી લે. સુરજના આવા વચનો સાંભળીને અવની બિચારી એક જ પળમાં રસોડે પોહચી ગયી. આંખે આંસુડાની ધાર ને મોઢા પર સ્મિત. સ્મિત નહિ પણ હું કહું તો એક દર્દ ભર્યું સ્મિત. એણે જટ પટ રસોઈ કરી, બધાનું મનગમતું ભોજન બનાવ્યું. બધાએ સરસ ગરમ ગરમ ખાઈને પોત પોતાના રૂમમાં જતા રહ્યા, કોઈએ અવનિને એમ પણ ન કીધુ કે પેહલા જમી લે. એને પણ ભુખ લાગી હોય, હમણાં જ હોસ્પિટલ થી આવી છે, એ પણ માણસ છે. બધું ઘરકામ પતાવીને અવની જ્યારે જમવા બેસી ત્યારે ઘડિયાળ. બારનાં ટકોરે ઈશારા કરી રહ્યા હતા.

સાંભળો છો!!! અવની આજ હજુ ઘરે નથી આવી, મને ચિંતા થાય છે, તમે જરા એની સહેલીઓને ત્યાં જઈને તપાસ કરો ને કે ક્યાંક એમના ઘરે તો નથી ને. સવિતા એકદમ ચિંતા ને ગભરાહટ સાથે વિરેનને કહે છે. છેલ્લા ચાર પાંચ દિવસથી કઈક ઉદાસ અને ડરેલી ડરેલી પણ હતી. મારું મન ખુબ ગભરાય છે વિરેન તમે જાઓ ને જોઈ આવો ને. ના ના એક કામ કરીએ હું પણ તમારી સાથે આવુ છું, મને ખૂબ ચિંતા થાય છે. આટલું કહેતા સવિતા એકદમ રડી પડી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ નું રટણ કરતા બંને પતિ પત્ની અવનીની સહેલી મેઘનાના ઘરે જાય છે. ત્યાં મેઘના જ દરવાજો ખોલે છે. મેઘના ઘણી વખત અવનીના ઘરે આવતી એટલે સવિતા ને મેઘના એકબીજાને સારી રીતે ઓળખતી હતી. સવિતાને જોતા જ મેઘના કહે છે, સવિતા આંટી તમે ને અંકલ આટલી મોડી રાતે અહીં?? આંટી અવની ઠીક છે ને?? કોઈ પ્રોબ્લેમ હોય એવુ લાગે છે, તમે બન્ને આમ આટલા ટેન્શનમાં કેમ છો???

વિરેન મેઘનાને અવની વિષે પુછે છે, તો મેઘના કહે છે કે અંકલ હું છેલ્લા એક અઠવાડિયાથી ઘરેજ છું. મને ડેન્ગ્યુ થયો છે એટલે તાવ અને શક્તિના લીધે હું તો આઠ દિવસ થી કૉલેજ ગયી જ નથી. હું પોતે સવારે અવની પાસે આવવાની હતી, કે કાલે રવિવાર છે એટલે બધાજ નોટ્સ પુરા કરીએ ને સોમવારથી રેગ્યુલર કૉલેજ જઈ શકું. મેઘનાની વાત હજુ હરી થાય ત્યાંજ સવિતા ધમ કરતી જમીનપર ફસડાઈ પડી. પોતાના જીવનો ટુકડો આમ ક્યાં ગયી હસે, એ વિચારે સવિતા બેહોશ થય ગયી. વિરેન સવિતાને ખભેથી પકડીને મેઘનાનાં ઘરમાં લઈ જાય છે, ને એના પર પાણી છાંટીને એને હોશમાં લાવે છે. સવિતા અવની મારી અવની બસ એકજ વાતનું જપ કરતી હોય છે.

મિત્રો, શું તમને ખબર છે કે અવની ક્યાં ગયી હશે? શુ થયુ હશે? હવે અવની સવિતા વિરેનને મળસે કે નહિ? જાણવા માટે મળો આવતા ભાગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏