Piyar - 8 books and stories free download online pdf in Gujarati

પિયર - 8

કેવા મારા નસીબ તે લખ્યાં,
કેવા નસીબના લેખા રે,
રમકડું કહેતો બાપ મારો,
હુ સાચે રમકડું નથી રે,
અંગ ઉપાંગ તે જ બનાવ્યા,
બનાવ્યા તે જ સ્ત્રી પુરૂષ રે,
ભાવનાઓ લાગણીઓ ને પરવશતા,
કેમ સ્ત્રીનાં ભાગ્યે જ વરણી રે,
તારાં જ પાત્રો લાગણી ન સમજે તો,
ધૂળ પડે તારી કરણી રે,
સ્ત્રી નથી કોઈ રમકડું,
એ તો છે સ્વર્ગની નિસરણી રે.
B ve

સવારનો સુરજ હજુ ઊગવાની તૈયારી કરતો હતો, પક્ષીઓનો કલબલાટ જ્યાં મન મગજ ને પ્રફુલ્લિત કરી નાખે, ત્યાં આજ આ બધું વિચલિત કરતું હતું. એ ઘરમાં જાગતા ત્રણે વિચારતા હતાં કે અવનીને હોશ ક્યારે આવશે, ભાનમાં આવ્યા બાદ અવનીનાં પ્રત્યાઘાત કેવાં હશે, એને સાચવી શકાશે કે નહિ. કેટ કેટલા વિચારો વિરેન, સવિતા અને મેઘનાનાં મનને કોરી ખાતા હતા.ત્યાંજ અચાનક,
નાં, મારી નજીક ન આવતા, દુર રહો મારાથી, મેં તમારું શું બગાડ્યું છે, કેમ મને હેરાન કરો છો, પ્લીઝ મને જવા દો, પ્લીઝ 🙏🙏🙏, અવની બેહોશિમાં બડબડાટ કરતી હતી, હવે એને હોશ આવવાની તૈયારી હતી. મેઘના અવનીનો સળવળાટ ને બડબડાટ સાંભળીને એની પાસે દોડી આવી. પોતાની વ્હાલ સોયી દિકરીના શબ્દો કાને પડતાં વિરેન અને સવિતા પણ દોડતા અવની પાસે આવે છે. વિરેન બેભાન અવસ્થામાં બડબડાટ કરતી અવનીને છાતી સરસી ચાંપી લે છે. ને ડબડબાતી આંખે , ફડફડાટ કરતાં હૃદયે એને બોલાવે છે. મારા દિકરા તું ઘરે છે, તારા મમ્મી પપ્પા તારી સાથે જ છે, મારી વ્હાલી, મારી દોસ્ત, આંખ ખોલ અવની. વિરેનનો અવાજ અવનીના કાને અથડાતા એના શરીરમાં જાણે કરન્ટ લાગ્યો હોય એમ એ ઊછળી પડે છે, એ ઊઠીને ભાગવાની કોશિશ કરે છે, પણ પીડાતું શરીર એને સાથ નથી આપતું. એ ખુદને એનાં પપ્પા મમ્મીની નજરથી બચાવવાની કોશિશ કરે છે, પણ અશક્તિ નાં લિધે એના પગ નથી ઉપડતા. પોતાને એકદમ અસહાય મહેસુસ કરતા એની આંખમાંથી આંસુ ને મોઢેથી કારમી ચીસ નીકળે છે. મને કેમ બચાવી પપ્પા મે તમારું નામ બગાડ્યું, તમારી ઈજ્જત પર ડાઘ લાગી ગયો, પપ્પા હું કોઈને મોઢું બતાવવા લાયક નથી રહી, પપ્પા મને શું કામ ઘરે લઈ આવ્યા.

વિરેને અવનીને મન ભરીને રડી લેવા દીધી. પણ પોતે એકદમ તટસ્થ મને રહ્યો, વિરેન, સવિતા અને મેઘના ત્રણે એ અવની સામે ખુદની આંખો પર જાણે બંધ મુકી દિધો હોય, એમ એક પણ આંસુ આવવા ન દીધો. ધીમે ધીમે અવની શાંત થઈ, એટલે મેઘનાએ એને પાણી પીવડાવ્યું, પછી વિરેન અને સવિતાને કહ્યું કે અંકલ આન્ટી તમે બારે રૂમમાં બેસો, હું અવનીના કપડા બદલી ને એની ડ્રેસિંગ કરી આપુ. થોડી ફ્રેશ થાય પછી દવા પણ લેવાની છે ને. મેઘના ની વાત સાંભળીને બંને બારે જતા રહ્યા. પછી દરવાજો બંધ કરી એણે અવનીની ડ્રેસિંગ કરવાં જ્યાં દવા લગાવી, ત્યાં તો અવનીના મોઢે દર્દથી સીસકારા નીકળવા લાગ્યા. દરેક સીસકારા કાના નું નામ ને આંખે આંસુ. આજ મેઘના અવનીને એની સહેલી કે એની દોસ્ત નહિ પણ અવનિને સાક્ષાત એનો કાનો જ દેખાતો હતો. અવની આજ ખુદને એકદમ અસહાય મહેસુસ કરતી હતી. ડ્રેસિંગ બાદ મેઘના અવની માટે નાસ્તો અને હળદર નાખેલ દુધ લાવી, ને એને દવા આપીને આરામ કરવાં કહ્યું. અવની શૂન્ય મસ્તકે, સજળ નેત્રે પોતાની સાથે જે થયું એ વિચારી રહી હતી. દવા એનું કામ કરી રહી હતી, અવનીને ધીરે ધીરે દવાનો ઘેન ચડવા લાગ્યો ને અવનીને ઊંઘ આવી ગઈ.

કેમ કોઈ સ્ત્રીની વેદના, સ્ત્રીની ઈચ્છા, સ્ત્રીની મરજી, સમજી નહિ શકતું હોય. કેમ પુરૂષને સ્ત્રીની નાં મા પણ એની હા જ છે એવું લાગતું હોય. કેમ સ્ત્રીની ફકત ભોગવવાનું સાધન સમજવામાં આવે છે. ભલે સમય સાથે મારા આ સવાલોમાં બદલાવ આવ્યા છે, આ સવાલ દરેક પુરુષ કે દરેક ઘર માટે નથી, પણ છતાં પણ છે તો ખરા જ.
આગળના ભાગમાં જોઈએ કે દર્દ ની દાસ્તાન, ને ભક્તિનો પથ અવનીને જીવનમાં ક્યાં લઈ જાય છે.
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏