Piyar - 7 in Gujarati Short Stories by Krishna books and stories PDF | પિયર - 7

The Author
Featured Books
Categories
Share

પિયર - 7

મેઘનાના મામા પ્રકાશ જાડેજા, જે ડૉક્ટર છે એ અવનીને જોવા ઘરે આવે છે, એમની સાથે એમના પત્નિ સુરેખા પણ આવે છે, જે એક જાણીતા ગાયનેકલોજિસ્ટ છે. મેઘના એમને અવનીને જ્યાં સુવડાવી હતી તે રૂમમાં લઈ જાય છે, વિરેન અને સવિતા તો પોતાની વ્હાલસોયી દિકરીની આવી દશા જોઈને રડી રડી ગાંડા જેવા થઈ ગયા હતા. મેઘના વિરેનને કહે છે, અંકલ મામા મામી આવી ગયા છે, તમે જરા બહાર બેસો હું એમની સાથે છું અહી એમને જોવા દયો, પ્લીઝ. વિરેન બહાર આવીને બેસે છે, પણ એનો જીવ અંદર અવની પાસે હોય છે, મનમાં ને મનમાં એક જ્વાળામુખી સળગતો હોય છે. જેણે મારી ફુલ જેવી દિકરીનું શીળસ લુટ્યું એને હું કદી માફ નહિ કરું. જીવતો નહિ મૂકું એને હું.

ડૉ. પ્રકાશ અને ડૉ. સુરેખા અવનીને તપાસે છે, અવનીના શરીર પર અસંખ્ય ઈજાઓ હતી. હોઠ કોઈ બટકું ભરે એરીતે ચવાઈ ગયા હતા, નીચલા હોઠમાંથી લોહી વહેતું હતું, નાક પર મુક્કો વાગ્યો હોય એ રીતે નાક સુજી ગયું હતું. બન્ને ગાલ પર આંગળીઓના નિશાન, ગરદનપર દાંતનાં નિશાન, વ્રક્ષ પાર જાણે કોઈ જાનવરે નખ માર્યા હોય એવા નખોરડા જેમાંથી લોહી વહી ને સુકાઈ ગયું હોય છે, પીઠ પર ને વાંસામાં જાણે નીચે જમીનપર ઢસડીને ખરોચ્ પડે એમ આખી પીઠ છોલાઈ ગયી હતી. માથામાં અમુક ઠેકાણેથી જોરથી જબરદસ્તી થી વાળ ખેંચ્યા હોય, એમ વાળ નીકળેલા હતા. અવનીના હાથ અને પગ ને કોઈ જાડા દોરડાથી બાંધેલા હોય એવા નિશાન હતા. એના ગુપ્તાંગ માંથી એકધારું લોહી વહેતું હતું, અવનીની હાલત તો એવી હતી કે જો વિરેન અને સવિતા ન પોચ્યા હોત તો કદાચ અવનીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોત. પણ નસીબ ક્યાં કોઈનું બદલાય છે, હજુ તો આ બિચારીને કેટ કેટલા ઘાવ જીલવના બાકી હતા. ડૉ. સુરેખા અવનીની મલમ પટ્ટી કરે છે, એની દવા અને એની સારવાર ઘરેજ ચાલુ કરે છે. બન્ને ડૉ. સવિતા અને મેઘના સાથે બહાર આવે છે.

ડૉ. સુરેખા પણ એક સ્ત્રી છે, એટલે બીજી સ્ત્રીની તકલીફ અનુભવી શકે છે, એમને પણ અવનીની હાલત જોઈને શું કેહવુ એ સમજ નોહતી આવતી. એમની આંખો એમના આંસુની ચાડી ખાતી હતી. પણ ડૉક્ટર હોવાના નાતે એમની ફરજ હતી કે એ અવનીનું નિદાન એના ઘરવાળાને કહે. પણ પત્નીનાં મનની વાત ડૉ. પ્રકાશ સમજી ગયા, અને વિરેન ને કહે છે કે, ગેંગ રેપ છે, એકદમ વહેશી પણું કર્યું છે સાલાઓએ, મે અને સુરેખાએ દવા આપી છે,પણ .........
પણ શું ડૉ. ???? બોલોને પણ શું. મારી ઢીંગલી ઠીક થઈ જશે ને, ડૉ બોલોને હું મારો જીવ આપી દઈશ, જેટલો ખર્ચો થાય એ કરો ડૉ, તમે તમારી કિંમત બોલો ડૉ, મારું પતંગિયું છે, મારો શ્વાસ છે મારી અવની, એ ઠીક થઈ જશે ને.બોલતા બોલતાં વિરેન ડૉ. જાડેજાના પગે લાગે છે, તમે મારી ઢીંગલીને સજી કરી દ્યો ડૉ. પણ ના બોલો. ડૉ. પ્રકાશ વિરેન ને ઉભા કરેછે, ને કહે છે કે એવી કોઈ વાત નથી સાહેબ, હું ને સુરેખા અમારી પૂરી કોશિશ કરીશું, ને એમને ખબર છે કે આપણી દિકરી સજી થઈ જશે, પણ એ ફકત બહારથી સજી થશે, એના ઘાવ અંદરના છે, એના દિલ ના છે, મગજના છે, જે રુઝાતા સમય લાગશે. તમને કોઈએ પણ અવની સામે આ વાતનો ઉલ્લેખ નથી કરવાનો. એની સામે તમને તમારું મન કઠણ રાખીને રેવાનું છે, હસવાનું છે, રડવાનું નથી. તમે તમને સાચવશો તો તમે અવનીને સાચવી શકશો. હાલ અમે જઈએ છીએ મેં મેઘનાએ બધી જ દવા ને ટ્રીટમેન્ટ સમજાવી દીધી છે, સવાર સુધી અવનીને હોશ આવી જશે. પછી બે દિવસ બાદ એને અમારી હોસ્પિટલ લઈ આવજો. થોડા ટેસ્ટ કરવા પડશે. મેઘનાએ એના ઘરે કહી દીધું કે એ કૉલેજનું પેન્ડિંગ વર્ક પૂરું કરવા આજ અવનીના ઘરે જ રોકશે. મેઘનાએ એમના ત્રણે માટે ચા બનાવી, માંડ માંડ સમજાવી સમજાવીને વિરેન અને સવિતાને પીવડાવી. બન્નેને થોડીવાર સુવા માટે કહ્યું. પણ માં બાપનું હૈયું કેમ ચાલે સુવા માટે, જ્યાં એમનો જીવનો ટુકડો આવી દર્દનાક હાલતમાં બેશુદ્ધ પડી હોય. પણ મેઘનાએ ખુબ આગ્રહ કરીને અને અવનીના સમ આપીને બન્નેને આરામ માટે મોકલ્યા. આજ મેઘના એક સાચી હમદર્દ એક સાચી દોસ્ત સાબિત થઈ હતી. એ આખી રાત જાગીને અવનીનું ધ્યાન રાખતી હતી.


અવનીના આગળના સફરની વાત જાણવા મળીએ આવતા ભાગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏