Piyar - 3 books and stories free download online pdf in Gujarati

પિયર - 3

મમ્મી તને ખબર છે," ગઈકાલે મેં કાના સાથે કેટલા બધા ગપ્પા માર્યા, પરીક્ષા ને ઉપરથી રીઝલ્ટનું ટેન્શન, હું કેટલાય સમયથી એને મળી જ નોતી શકતી, તે છેક કાલે મળાયુ". મમ્મી માખણ મીશ્રી જોઈને એ એટલો ખુશ થઈ ગયો કે, કે એણે પોતાના હાથે મને પણ ખવડાવ્યા.


મમ5 પપ્પા કયાં છે, કાલે પણ હું ઘરે આવી ત્યારે ઘરે નોતા, આજે હું જરા મોડી શું ઉઠી, મને બોલાવતા પણ નથી, જા હવે હું પણ એમને નહીં બોલાવું, કટ્ટી 😏😏😏. પણ પછી જયારે આ અવની નહીં હોય ને ત્યારે પપ્પાને મારી યાદ આવશે, ત્યારે બોલાવશે ને તોય નહી આવી શકું.


હોસ્પિટલમાં બેડ પર આંખો બંધ કરી ને અવની પોતાના મમ્મી પપ્પા વિષે વિચારતી હતી, ત્યાંજ એને સુરજનો અવાજ સંભળાય છે, જે કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો, "માં એને ૧ મહિનાનો બેડરેસ્ટ આપ્યો છે ડૉ, એ, ૩૫ હજાર બીલ આવ્યુ છે હોસ્પિટલ નો, હવે આની પાછળ આટલો બધો ખર્ચો કરવો પડશે, એકતો છેલ્લા ૧૮ વર્ષથી બેસી બેસીને ખાય છે, ઉપરથી આ માંદગી, ખબર નહી હજુ કેટલા ખર્ચા કરાવશે મહારાણી. " સુરજ બડબડાટ કરતો ફોન પુરો કરીને રુમથી બહાર જાય છે, ને એના જતા જ અવની નાં ધીરજનો બંધ તૂટે છે, અવની ની આંખો છલકાય છે, એ પોક મૂકીને રડે છે, એના કાનાને યાદ કરે છે, ને કહે છે " હે કાના તું મારી ભક્તિ ની હજુ કેટલી પરીક્ષા લઈશ, શું આજ દિવસો જોવા માટે મેં દિન- રાત તને સેવ્યો છે?? તને મારી હાલત પર જરાય દયા નથી આવતી કાના?? મારી ભુલ શું હતી એટલુ તો મને જણાવી દે, આજ દિવસ સુધી મેં તારી ભક્તિ ને તારી પુજા જ કરી છે, પણ હવે તારી પાસે ભીખ માંગું છું, મને આ સંસાર માથી મુક્તિ આપ, હવે મારામાં હિંમત નથી પરીક્ષા આપવાની. મને મુક્ત કરવામાં કાના, મને મુકત કર, મને તારા ચરણોમાં બોલાવી લે કાના, રડતા રડતા અવનીને ઘેન લાગી જાય છે.


અરે સાંભળો છો? આજ અવની તમારાથી ખુબજ રિસાયેલી છે, કહેતી હતી કે મમ્મી પપ્પા પાસે મારા માટે સમય જ નથી, બે દિવસ થી વાત જ નથી કરી, હવે જયારે એ મને બોલાવશેને ત્યારે હું પણ ટેસ કરીશ ને પપ્પા પાસે નહીં આવું.
સવિતાની વાત સાંભળીને વિરેન એકદમ ભાવુક થઈ જાય છે, ને વીચારમાં ખોવાઇ જાય છે, વિરેન ને આમ વિચાર મગ્ન જોઈ સવિતા વ્યાકુળ થતા પુછે છે, " કંઈક તો વાત જરૂર છે, તમે મનમાં ને મનમાં મુંજાઇ રહ્યા છો, જે મને જણાવશો તો બંને ભેગા મળીને કોક ઉપાય જરૂર લાવી શકશું" , વિરેન તમે સાંભળો છો ને ?? વિરેન, સવિતા વિરેન ને ઢંઢોળે છે, એટલે વિરેન જબકીને કહે છે, " હા હા સાંભળ્યું, પણ કેવી રીતે કહું તને, ! " બંને વાત કરતા હતા ત્યાંજ દરવાજો ખખડે છે, ને બંનેની વાત પાછી અધુરી રહી જાય છે.


મમ્મી, મને એક વાત સમજાવીશ? હા બેટા બોલ, શું સમજવું છે તને🤔🤔. મમ્મી જયારે આપણે દેશમાં દાદા દાદી પાસે જઈએ છીએ, ત્યારે તું એકદમ શાંત, ને ઓછા બોલી થઈ જાય છે!!!
ને જયારે આપણે નાની નાં ઘરે જઈએ, ત્યારે તું તો મારા કરતા પણ નાની બની જાય છે!!!
ને જયારે આપણે આપણા આ ઘરમાં હોઈએ ત્યારે તું એકદમ આદર્શ ગૃહિણી બની જાય છે!!!
તો મમ્મી તું તો એકજ છે, તો પછી તું દર વખતે અલગ અલગ કેમ બની જાય છે, શું એકજ વ્યક્તિ આમ અલગ અલગ રુપ, કે સ્વભાવ બદલી શકે??? પણ મમ્મી મેં તો સાંભળ્યું છે કે ભગવાન અને ભુત ફકત આ લોકો જ આવું કરી શકે છે, તો મમ્મી તું ભુત તો નથી, કેમકે ભુત તો બેડ હોય છે ને, અને તું તો વર્લ્ડ ની બેસ્ટ મમ્મી છો, તો તું ભુત તો નથી જ. પણ મમ્મી જો તું ભુત નથી તો......... તો શું ભગવાન છે!!!!! પણ મમ્મી જો તું ભગવાન છે, તો પેલો મારો કાનો...... મારો કાનો કોણ છે!!!
જો તું જ ભગવાન છે તો આજથી અવની તારી જ પુજા કરશે. બોલને મમ્મી, તું આમ શું દાંત કાઢીને હસે છે, કે ને તું કોણ છે, મમ્મી.....

૧૦ વર્ષની અવની એની મમ્મી સવિતાને પોતાની બાળસહજ ઉત્કંઠાથી કેટલાક પ્રશ્નો પુછે છે, જેના જવાબ સવિતા કેવા આપે છે, એ જાણવા માટે મારી સાથે રહેજો, પિયર ના્ં આવતા ભાગમાં.
મિત્રો, શું તમને પણ તમારી મમ્મી વિશે આવા વિચારો આવ્યા છે? શું તમને તમારા સંતાનો આવા બાળસહજ પ્રશ્નો પુછે છે? તમારા જવાબો મને કોમેન્ટ કરીને જરુર જણાવજો..
ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏