સંબંધોના વમળ

(131)
  • 46.9k
  • 10
  • 18.1k

મમ્મી! મારે ઘણું મોડું થઈ ગયું છે હું જાઉં છું." એમ ઝડપથી હું કોલેજ જવા નીકળી. વિકી રાહ જોઇ રહ્યો હતો. એની સાથે હું કોલેજ પહોંચી. "જો મારે આજે ઘણું મોડું થયું છે તો હું જાઉં છું આપણે પછી મળીએ." એમ કેહતા હું ઝડપભેર ચાલવા માંડી. એટલે વિકી ઝડપથી આગળ વધીને મારો હાથ પકડી બોલ્યો; "અરે સાંભળ તો ખરી!!! સાંજે મળીશુંને? હું રાહ જોઇશ." હું તો શરમથી લજામણી બનીને હાથ ઝાટકીને હસતાં ચેહરે ઝડપથી ચાલી ગઈ. કોલેજથી જયારે હું ઘરે પહોંચી તો મમ્મી કાગડોળે મારી રાહ જોતી હતી. "તું આવી ગઈ! હું તારી જ રાહ જોતી હતી." એમ કહેતાં ઉત્સાહભેર મારી પાસે આવી ગઈ. "અરે! રૂપાલી તને ખબર છે આજે તારા...."

New Episodes : : Every Tuesday & Friday

1

સંબંધોના વમળ -1

"મમ્મી! મારે ઘણું મોડું થઈ ગયું છે હું જાઉં છું." એમ ઝડપથી હું કોલેજ જવા નીકળી. વિકી રાહ જોઇ હતો. એની સાથે હું કોલેજ પહોંચી. "જો મારે આજે ઘણું મોડું થયું છે તો હું જાઉં છું આપણે પછી મળીએ." એમ કેહતા હું ઝડપભેર ચાલવા માંડી. એટલે વિકી ઝડપથી આગળ વધીને મારો હાથ પકડી બોલ્યો; "અરે સાંભળ તો ખરી!!! સાંજે મળીશુંને? હું રાહ જોઇશ." હું તો શરમથી લજામણી બનીને હાથ ઝાટકીને હસતાં ચેહરે ઝડપથી ચાલી ગઈ. કોલેજથી જયારે હું ઘરે પહોંચી તો મમ્મી કાગડોળે મારી રાહ જોતી હતી. "તું ...Read More

2

સંબંધોના વમળ - 2

ગતાંકમાં જોયું કે, રૂપાલીની મમ્મી એને લગ્નની વાત કરે છે. ત્યારબાદ તરત જ રૂપાલી પોતાના પ્રેમી વિકીને મળવા જાય * * * અમે બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા અમેં બંને હાથમાં હાથ પરોવીને વિશ્વાસભર્યું સ્મિત આપતા મૌન રહીને દરિયાકિનારે કંઈક દૂર સુધી ચાલતા રહ્યાં. મેં એને કહ્યું, "હું જાઉં છું હવે એમ કહી હું એની સામે જોઈ રહી. " તું કંઈ વધુ ન વિચાર આપણે હમેંશા સાથે જ રહીશું. " આમ કહીને એ મને જોઈ રહયો. અમે બંને એકબીજની આંખોમાં જોતાં જાણે પ્રિય એકાંતમાં શૂન્યમનસ્ક થઈને ડૂબી ગયા. અલગ દુનિયામાં વિહાર કરવા લાગ્યા કે એટલામાં જ વિકીનો ફોન ...Read More

3

સંબંધોના વમળ - 3

એ ડાયરી અને સુકાયેલાં ગુલાબના ફૂલો જોઈને એ ગુલાબના ફૂલોની જેમ વિકીનો ચહેરો પણ મુરઝાઈ ગયો. જાણે અચાનક કોઈ ખોવાઈ ગયો હોય એમ અનિમેષ નયનથી જોઈ રહ્યો. પેલી બ્યુટીફૂલ ગર્લ થોડીવાર એની સામે જોઈ રહી પછી એના હાથ પર હાથ મુક્યો જાણે એને એમ જ કેહતી હોય કે," તું ચિંતા ન કર હું છું ને!!!" આ જોયા પછી તો મારાથી ન રહેવાયું હું ઉભી થઈ ગઈ મને થયું હું વિકીને પૂછી જ લવ કે "આ કોણ છે???" એટલામાં જ નિશાએ મને રોકી લીધી. "તું ઉતાવળ ન કર."અને હું પાછી ચેરમાં બેસી ગઈ. ત્રીસ મિનિટ ...Read More

4

સંબંધોના વમળ - 4

મમ્મી - પપ્પા એ લોકોની આગતા - સ્વાગતામાં લાગી ગયા. હું રસોડામાં હતી પણ મારા હૃદયની ધડકનો તેજ થઈ હતી. અચાનક યાદ આવતા હું ચા અને નાસ્તાની તૈયારીમાં લાગી પણ મારું ધ્યાન એ લોકોની વાતોમાં જ હતું. "તેં બધી તૈયારી બરાબર કરી લીધી ને???" આ પ્રશ્ન સાથે મમ્મી મારી સામેં જોઈ રહી. "હા બધું બરાબર છે." મેં કહ્યું એટલે મમ્મી ચાના કપ ટ્રે માં ગોઠવવા માંડી. અમે ચા અને નાસ્તો આપ્યા. હું પપ્પાની બાજુમાં બેઠી. મારી નજર નીચી જ હતી. મેં કોઈના પણ ચહેરા સામે જોયું નહોતું. એ લોકો એ અમને ...Read More

5

સંબંધોના વમળ - 5

ગતાંકમાં આપણે જોયું કે...... રૂપાલી કોલેજથી ઘરે જતી વખતે વિકીને ફોન કરે છે પણ એની સાથે વાત થતી નથી. એ ઘરે જવા ઑટો તરફ જઈ રહી હોય છે ત્યાં જ દિવ્યેશ સામેથી આવીને ગાડી સ્ટોપ કરે છે. ************** દિવ્યેશને જોઈને હું અચરજ પામી ગઈ અને અનિમેષ નયનોથી એને જોઈ રહી. "અરે ક્યાં ખોવાઈ ગઈ ? શું વિચારે છે ?" દિવ્યેશ કારમાંથી નીચે ઉતરીને મારા ખભે હાથ રાખીને બોલ્યો એટલે મારુ ધ્યાનભંગ થયું એ હસતાં ચહેરે મારી ...Read More

6

સંબંધોના વમળ - 6

ગતાંકમાં આપણે જોયું કે, વિકીનો ફોન આવે છે એટલે રૂપાલી જરાય રાહ જોયા વગર દિવ્યેશને ગાડી સ્ટોપ કરવા કહે અને તરત અધવચ્ચે જ ઉતરી જાય છે. એ વિકીને મળવા પહોંચે છે પણ વિકીનું વધુ ધ્યાન ફોનમાં હોય છે માટે રૂપાલી ગુસ્સે થઈને એના હાથમાંથી ફોન લઈ લે છે. હવે આગળ............... એ ઝડપથી મારી સામે આવીને ઊભો થઈ જાય છે અને ફોન મેડળવા આજીજી કરે છે જાણે કે આ ફોનમાં જ એની દુનિયા સમાયેલી છે, ...Read More

7

સંબંધોના વમળ - 7

ગતાંકમાં આપણે જોયું કે રૂપાલી વિકીને મળવા જાય છે. વિકી ફોનમાં વ્યસ્ત હોય છે એટલે રૂપાલી એનો ફોન લઈ છે. વિકી ફોન પાછો મેળવવા માટે આજીજી કરતો હોય છે ત્યારે જ સ્વીટી નામની છોકરીનો ફોન આવે છે. રૂપાલી ફોન રિસીવ કરે છે અને બધી વાત સાંભળી જાય છે, તો બીજી તરફ રૂપાલીની હાજરીમાં એના કાકા વિજયભાઈનો ફોન આવે છે કે છોકરાવાળા પક્ષની સગપણ માટે હા છે. હવે આગળ............. મને ચારેતરફથી અનેક વિચારો ઘેરી વળ્યાં. મને કંઈ સમજાતું નહોતું. હું બંને હાથ વડે માથું પકડીને બેસી ગઈ. એકતરફ સગપણ માટે બધા જ તૈયાર ...Read More

8

સંબંધોના વમળ - 8

ગતાંકમાં આપણે જોયું કે રૂપાલી એની ફ્રેંડ રીંકી અને નિશા સાથે કેફે તરફ જઈ રહી હોય છે ત્યારે જ ફોન આવે છે અને એને તરત જ મળવા કહે છે અને રૂપાલી એને મળવાની હા પાડે છે. હવે આગળ............ ઠંડો પવનનો સ્પર્શ હતો, દરિયામાં પાણી હિલોળા લેતું હતું, દૂર સુધી નજર નાખતાં વિશાળ આકાશ અને પાણી જ નજરે પડતું હતું કેટલાક યુગલો હાથમાં હાથ રાખી મુક્તતાથી વાતો કરતા હતાં તો કેટલાંક પ્રેમીઓ એકબીજાના ખભા પર માથું ઢાળી શાંતિથી એકબીજાનો સુખદ સાથ માણી રહ્યા હતા. મારી આંખો ...Read More

9

સંબંધોના વમળ - 9

ગતાંકમાં આપણે જોયું કે વિકી જે છોકરીનો ચહેરો જોવા ઉત્સુક હતો એ છોકરીની સ્કૂટી સ્લીપ થાય છે અને એ અવસ્થામાં પડી હોય છે વિકી ગાડી સ્ટોપ કરીને એની પાસે જાય છે એને જોઈને દુઃખ અનુભવે છે ત્યાં જ બે રાહદારીઓ આવીને એને મદદ કરે છે અને વિકી એ છોકરીને હોસ્પિટલ લઈ જાય છે. હવે આગળ..................... હું ચિંતામાં હતો ડોક્ટરે આવીને કહ્યું બધું ઠીક છે ચિંતા કરવા જેવી નથી થોડી ટ્રીટમેન્ટ બાદ તમે એમને ઘરે લઈ જઈ શકો છો. આ સાંભળીને જાણે મારામાં ચેતનાનો સંચાર થયો. "હું એમને મળી શકું?" મેં પૂછ્યું. ...Read More

10

સંબંધોના વમળ - 10

ગતાંકમાં આપણે જોયું કે વિકી હોસ્પિટલમાંથી ઘરે પહોંચે છે પણ એનું મન તો ત્યાં સ્વીટી પાસે જ રહી જાય એ સતત એનાં વિચારો કરતો રહે છે, ને એના ફોનની કે મેસેજની રાહ જોતો હોય છે. ત્યારે જ સ્વીટીનો ફોન આવે છે અને એ ખુશ થઈ જાય છે. હવે આગળ ................... એનો અવાજ સાંભળીને હું ખુશ થઈ ગયો. અને એક આનંદની લહેરખી જાણે મારામાંથી પસાર થઈ ગઈ, મારા હૃદયના તાર ઝંકૃત થઈ ઉઠયા. "હવે કેમ છો તમે???" મેં પૂછ્યું. "સારું છે, થેન્ક્સ!!! તમે ઘણી મદદ કરી." ...Read More

11

સંબંધોના વમળ - 11

ગતાંકમાં આપણે જોયું કે સ્વીટીના મમ્મી - પપ્પાની ગાડીનો અકસ્માત થાય છે. આ વાતની જાણ વિકીને થાય છે ત્યારે હોસ્પિટલમાં સ્વીટી પાસે પહોંચી જાય છે. ત્યાં એ સ્વીટીને દુઃખી અને હતાશ જોઈએને ખૂબ તકલીફ અનુભવે છે, તો સ્વીટી એને ગળે વળગીને ખૂબ રડવા લાગે છે અને વિકી એને સાંત્વના આપતા સ્વપ્ન વિહારમાં ખોવાઈ ગયો. હવે આગળ.............. " એનું મન અને હૈયું બંને મારા તરફ ઢળી રહ્યા હોય એમ મને લાગી રહ્યું હતું. મને સમજાતું નહોતું આ શું થઈ રહ્યું હતું! એ ઘણી દુઃખી હતી એ હું જોઈ શકતો નહોતો. મને એટલું ...Read More

12

સંબંધોના વમળ - 12

ગતાંકમાં આપણે જોયું કે સ્વીટીનો ફોન આવે છે અને એ વિકીને મિલી અને સાહિલ વિશે જણાવે છે અને પાર્ટીમાં સાથે જવાનું નક્કી થાય છે. હવે આગળ................... ઢળતા સૂર્યને નિહાળતો પાર્ટીમાં જવા માટે રેડી થઈને હું હીંચકા પર બેઠો હતો. થોડી થોડીવારે મારી નજર ફોનમાં સમય જોવામાં લાગેલી હતી "ક્યારે સમય થાય અને હું સ્વીટીને મળું!" એની તાલાવેલી લાગેલી હતી. જેવો સાતનો ટકોરો થયો કેે હાથમાં ગાડીની ચાવી ઉછાળતો હું ઝડપથી ઉભો થઈને ગાડી તરફ ચાલવા લાગ્યો. સ્વીટી મારી રાહ જોઈ રહી હશે એ વિચારમાં ...Read More

13

સંબંધોના વમળ - 13

ગતાંકમાં આપણે જોયું કે, સ્વીટી અને વિકી બંને સાથે મિલીના ઘરે પાર્ટીમાં પહોંચે છે. ત્યાં વિકી ગુલાબ આપીને પોતાના હૃદયની વાત કેમ કરીને કહેવી એની મથામણ અનુભવતો હોય છે. ત્યાં જ મિલી અને સાહિલના પૂછવાથી એ પોતાના મનની વાત જણાવે છે. મિલી તરત જ સ્વીટીને ત્યાં વિકી સામે લાવીને ઊભી કરી દે છે. વિકી મુંઝવણ અનુભવે છે અને કાંઈ બોલી શકતો નથી. હવે આગળ................. "અરે!!! તું આ રીતે ગુસ્સામાં અને ઉતાવળી થઈને પૂછીશ તો એ ક્યાંથી બોલી શકવાનો??? ગભરાઈ ગયો બિચારો જો!!!" મિલીએ થોડા કઠોર અવાજે સ્વીટીને કહ્યું. "અરે !!! ...Read More

14

સંબંધોના વમળ - 14

ગતાંકમાં આપણે જોયું કે, વિકી પોતાના દિલની વાત, સ્વીટી માટેનો પોતાનો ભાવ અને પ્રેમ એના મિત્રોની હાજરીમાં એની સમક્ષ કરે છે, વિકીની વાતો અને પ્રેમના પ્રસ્તાવને સાંભળીને સ્વીટીને જાણે અચાનક કોઈ અજાણી, ઊંડી ઠેસ પહોંચી હોય એમ આંખોમાં આંસુ સાથે દોટ મૂકી ને ત્યાંથી બહાર દોડી જાય છે. હવે આગળ ................... હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે, મારી વાતોથી, મારા પ્રેમના પ્રસ્તાવથી એ ખુશ નહોતી. જે રીતે આંખોમાં આંસુ સાથે ડ્રોઈંગરૂમની બહાર દોડી ગઈ એ જોઈને હું વિચલિત થઈ ગયો. થોડી ક્ષણો માટે તો હું સ્તબ્ધ થઈ ગયો. મિલી ...Read More

15

સંબંધોના વમળ - 15

ગતાંકમા આપણે જોયું કે, વિકીના પ્રેમ પ્રસ્તાવથી ઠેસ પામીને સ્વીટી મૌન રહીને ખુલ્લાં આકાશમાં તારાઓ જોતી આંસુ સારી રહી છે ત્યારે મિલી અને ત્યાર બાદ વિકી એની તકલીફ, દુઃખ જાણવાનો ખૂબ પ્રયાસ કરે છે પણ કાઈ બોલતી નથી અને કંઈપણ બોલ્યાં વગર મિલી સાથે ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી જાય છે. હવે આગળ ............. મને સમજાતું નહોતું કે, એવી મેં કંઈ ભૂલ કરી જેના કારણે એને આટલી ઠેસ કે દુઃખ પહોંચ્યું. એના ત્યાંથી ગયા પછી મને ત્યાં રોકાવું યોગ્ય ન લાગ્યું. હું વિચારોના વમળમાં ઘેરાય ગયો અનેક પ્રશ્નોએ મારા મનને વિચલિત કરી નાખ્યું. ...Read More

16

સંબંધોના વમળ - 16

ગતાંકમાં આપણે જોયું કે, વિકી સ્વીટી સાથેના એના ભુતાકાળની વાત કરી રહ્યો હોય છે. એ સાંભળીને રૂપાલી તૂટી જાય એ આગળ જાણવા ઉત્સુક બને છે. હવે આગળ........ " વિકી ! તારી આ ચૂપ્પી મને અંદરથી કોરી ખાતી હોય એમ લાગી રહ્યું છે." વિકી સામે જોતા એ બોલી. જો રૂપાલી ! એની સાથે એવી કંઈ ઘટના ઘટી હતી એ તો એણે હજી મને નથી કહ્યું, અને મેં એને હજી એ બાબતમાં કંઈ પૂછ્યું પણ નથી. હા, એ હવે જ્યારે મળશે ત્યારે હું એને એ બાબતમા જરૂર પૂછીશ. મારે પણ જાણવું છે કે, એવી ...Read More

17

સંબંધોના વમળ - 17

ગતાંકમાં આપણે જોયું કે રૂપાલી જેવી ઘરે પહોંચે છે તો જુવે છે કે, એના ઘરે એના લગ્ન માટેની વાત રહી હોય છે. જ્યારે એ પોતાના રૂમમાં જાય છે ત્યારે દિવ્યેશનો ફોન આવે છે. બંને મળવાનું નક્કી કરે છે. બીજી તરફ વિકી સ્વીટીના ઘરે પહોંચે છે. હવે આગળ............. સ્વીટી કોફી લઈને આવે છે. લિવિંગ રૂમની વિન્ડો પાસે સામસામે ચેરમાં બેસીને કોફીના ઘૂંટ ભરી રહ્યાં છે. બહાર ગુલમહોરનું ઝાડ ફૂલોથી ખીલી ઉઠ્યું છે. એ જોતાં "સ્વીટી આ ઝાડ કેટલું સુંદર લાગે છે !! ફૂલો તો જો કેટલો સરસ રંગ છે એનો!!" વિકી બોલ્યો. ...Read More

18

સંબંધોના વમળ - 18

ગતાંકમાં આપણે જોયું કે સ્વીટી પોતાનો જય સાથેનો ભૂતકાળ વિકીને જણાવે છે. સ્વીટીની આપવીતી સાંભળીને વિકી આશ્ચર્ય પામે છે. હવે આગળ……… "એને તો કોઈ ફરક નહોતો પડ્યો પણ મારું મન નહોતું માનતું. મેં સતત ફોન કર્યા પણ મારો નંબર બ્લોક હતો. આમ જ દિવસો પસાર થવા લાગ્યા જેમ સમય વહી રહ્યો હતો, હું વધુ ને વધુ તણાવ અને તકલીફ અનુભવવા લાગી. એક રાત્રે………" આંખોમાં આંસુ સાથે એ સ્થિર નજરે જોઈ રહી. જાણે કોઈ ઊંડા 'ઘા' એને હજી દર્દ આપી રહયાં હોય. "સ્વીટી……!! એમ કહેતા એના આંસુ લૂછવા સાહજિક રીતે જ લાગણીથી મારો હાથ લાંબો થયો ...Read More