Sambandhona Vamad - 10 books and stories free download online pdf in Gujarati

સંબંધોના વમળ - 10

ગતાંકમાં આપણે જોયું કે વિકી હોસ્પિટલમાંથી ઘરે પહોંચે છે પણ એનું મન તો ત્યાં સ્વીટી પાસે જ રહી જાય છે એ સતત એનાં વિચારો કરતો રહે છે, ને એના ફોનની કે મેસેજની રાહ જોતો હોય છે. ત્યારે જ સ્વીટીનો ફોન આવે છે અને એ ખુશ થઈ જાય છે.


હવે આગળ ...................


એનો અવાજ સાંભળીને હું ખુશ થઈ ગયો. અને એક આનંદની લહેરખી જાણે મારામાંથી પસાર થઈ ગઈ, મારા હૃદયના તાર ઝંકૃત થઈ ઉઠયા. "હવે કેમ છો તમે???" મેં પૂછ્યું.

"સારું છે, થેન્ક્સ!!! તમે ઘણી મદદ કરી." ધીમા અવાજે એ બોલી.

"થેન્ક્સ ન કહો. તમારી મદદ કરીને મને ઘણું સારું લાગ્યું. હવે ફરી ન કહેતાં થેન્ક્સ કેમ કે મને નહીં ગમે......." હું બોલ્યો.

"હા! તમે મને 'સ્વીટી તું' એમ જ કહો 'તમેં' ન કહો." એ મોટેથી હસતાં બોલી.

"હા સ્વીટી!" સામે જવાબમાં હસતાં હું બોલ્યો.
એટલે એ વધુ હસવા લાગી. એની એ હસીથી મને અનેકગણી ખુશી મળી હોય એમ લાગતું હતું.

"તમે નહીં સોરી 'તું' ધ્યાન રાખજે અને આરામ કરજે, આપણે પછી વાત કરીએ, મારે કામથી બહાર જવાનું છે." મારું મન તો કહેતું હતું કે એની વાતો સાંભળતો રહું, પણ, મારે કામથી બહાર જવું પડે એમ જ હતું.

"બાય ધ વે! તમેં મને જે રેડ રોઝ આપ્યાં એ બહુ જ ગમ્યું." જાણે શરમાતી હોય એવા અવાજે એ બોલી.

હું સામે શું કહું મને સમજાયું નહીં હું ચૂપ રહ્યો. એણે 'બાય' કહીને વાત પૂરી કરી.

"બાય! ટેક કેર!" એમ કહીને હું ચૂપ રહ્યો એણે ફોન કટ કર્યો. હું એ દિવસે સાંજ સુધી કામમાં હતો પણ મારા મનમાં એના જ વિચારો ચાલતાં રહ્યાં અને એનો અવાજ સંભળાતો રહ્યો, એની વાતો યાદ આવતી રહી, આજે બધું બદલાયેલું લાગી રહ્યું હતું,પહેલાંની જેમ મારું મન કામમાં નહોતું જોડાતું.
હું રાત્રે ઘરે પહોંચ્યો તો પણ મારા મનમાં એના જ વિચારો ચાલતાં રહ્યા.

રાત્રે જમીને હું બહાર હીંચકા પર બેઠો હતો, હું સ્થિર નજરે એના વિચારોમાં ખોવાઈ ગયો હતો અને ફોનને હાથમાં આમતેમ ફેરવી રહ્યો હતો.

"શું વાત છે? ગઈ કાલથી ક્યાં ખોવાયેલો છે તું? ક્યારની બોલુ છું તું સાંભળતો જ નથી!" મારા ખભે હાથ રાખી મને ઢંઢોળીને મમ્મી બોલી.

"હમ.... હમ..... કાંઈપણ નહીં એ તો....." આગળ હું કંઈ બોલું એ પેહલાં જ મારી બેન આવી ગઈ અને હું બચી ગયો હોય એમ લાગ્યું, એમ પણ મમ્મીને શું કહું એ મને સમજાતું નહોતું. અમે બીજી વાતોમાં લાગી ગયા. એ રાત્રે મને ઊંઘ આવી જ નહીં હું એના જ વિચારો કરતો રહ્યો. મને થતું કે હું એને ફોન કરીને વાત કરું પણ હજી બે દિવસની ઓળખાણમાં આમ અચાનક ફોન ન કરી દેવાય એ વિચારીને મેં એને મેસેજ કર્યો. "કેમ છો તમે?" આગળ શું કહું સમજાતું નહોતું.

એ રાત્રે હું એના વિચારો કરતાં - કરતાં ક્યારે સુઈ ગયો ખબર ન પડી. સવારે મેં ઉઠીને પેહલાં ફોન ચેક કર્યો જોયું તો એનો 'ગુડ મોર્નિંગ' નો મૅસેજ હતો.

આ મૅસેજની આપલે ચાલતી રહી અને હવે હું એની વધુ નજીક આવી ગયો હતો. પછી અમે ફોન પર વાતો કરવા લાગ્યા અને આ વાતો કરતાં- કરતાં ક્યારે લાંબો સમય પસાર થઇ જતો સમજાતું જ નહીં, ત્યારબાદ અમે મળવા લાગ્યાં ક્યારેક ગાર્ડનમાં ક્યારેક કેફેમાં અને જ્યારે પણ હું એને મળવા જતો હું એના માટે રેડ રોઝ અવશ્ય લઈ જતો એ ભુલાય પણ કેમ? એ તો અમારી પેહલી મુલાકાતની યાદ હતી અને મને તો ખબર પણ નહોતી કે મેં એને જેટલાં ગુલાબ આપ્યાં એ બધા એણે સાચવી રાખ્યાં હતા. એ પણ મનોમન મને પસન્દ કરવા લાગી હતી. અમે એકબીજને કાંઈ કહી શકતાં નહોતાં. આ રીતે પાંચ મહીનાનો સમય પસાર થઈ ગયો.

ત્યાં જ એકદિવસ એવું બન્યું કે એનો આગલી રાતથી એનો ના કોઈ મેસેજ ન ફોન બપોર થવા આવ્યો હતો હું એનાં ફોન કે મેસેજની રાહ જોઈ રહ્યો હતો. અમને મળ્યા પછી આવું ક્યારેય નહોતું બન્યું ભલે કંઈપણ કામ હોય એ છેલ્લે મેસેજ તો કરતી જ માટે મારા મગજમાં અનેક જાતના વિચારો આવવા લાગ્યાં, ચિંતા થવા લાગી.

હવે મારી ધીરજ ખૂંટી મેં એને ફોન કર્યો એણે ફોન રિસીવ કર્યો પણ એનાથી કંઈ બોલાયું નહીં એ ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી મેં એને સમજાવીને શાંત કરી અને "શું થયુ?" એમ પૂછ્યું.

"મમ્મી - પપ્પા બંને હોસ્પિટલમાં એડમિટ છે એમની કારનો ગઈ કાલે રાત્રે અકસ્માત થયો" એ રડતાં - રડતાં બોલી.

"તું રડ નહિ, ચિંતા ન કર હું આવું છું." હોસ્પિટલની માહિતી લઈને હું ત્યાં પહોંચ્યો. મેં જોયું તો એ શૂન્યમનસ્ક થઈને પાછળ દીવાલનો ટેકો લઈને અકેદમ નિરાશ થઈને ચેરમાં બેઠી હતી, એની સાથે કોઈ દેખાતું નહોતું એને એકલી જોઈ હું ઝડપથી એની પાસે ગયો ત્યાં સુધી એને ખબર જ નહીં કે હું ત્યાં એની પાસે છું એ ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી, રડીને એની આંખો લાલ થઈ ગઈ. હતી.

"સ્વીટી!!! સ્વીટી!!!" મેં કહ્યું. એ મારી સામે જોઇને એક ક્ષણની પણ રાહ જોયાં વગર ઊભી થઈને મને વળગીને ધ્રુસકે - ધ્રુસકે રડી પડી.

એને આમ રડતી જોઈને મને અસહ્ય પીડા થવા લાગી, હું એને કોઈપણ રીતે દુઃખી નહોતો જોઈ શકતો એ મને ત્યારે સમજાયું પણ અત્યારે મારે એને સાચવવાની હતી, મેં એનાં આંસુ લૂછયા એને સાંત્વના આપી. "બધું ઠીક થઈ જશે તું ચિંતા ન કર, ને રડવાનું બંધ કર."

એક હાથનો ટેકો આપતાં એને મેં સાવ નજીક લીધી અને બીજા હાથે પાણી પીવડાવ્યું. મારા હાથરૂમાલથી મોઢું અને આંખો લૂછી. થોડીવાર એ મારી છાતી પર માથું ઢાળી રહી. એને ખૂબ સારું લાગ્યું હોય એવો અહેસાસ થયો. જોકે મને પણ એનો સ્પર્શ ગમતો હતો. એને સાંત્વના આપતાં આપતાં હું પણ સ્વપ્ન વિહારમાં ખોવાઈ ગયો.


આગળની સ્ટોરી આવતા ભાગમાં........ 🙏🙂