Bewafa books and stories free download online pdf in Gujarati

બેવફા


બેવફા

અજય પંચાલ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સંકલ્પે ઉતાવળથી ટેક્સી પકડી. ટ્રેન અડધા કલાકમાં જ ઉપડતી હતી. એની પાસે ઝાઝો સમય નહોતો. એને સૌમ્યાનો તાર મળ્યો “ર્ષ્ઠદ્બી ર્જર્હ, ેખ્તિીહં” એને ખબર નહોતી પડતી કે અચાનક જ આટલા સમય પછી સૌમ્યાએ એને તાર કરીને કેમ બોલાવવો પડયો હશે? સ્ટેશન પર આવીને સંકલ્પે ઝડપથી ટીકીટ લીધી. એ પ્લેટફોર્મ પર પ્રવેશ્યો અને ટ્રેન આવી. એણે બારી પાસે જગ્યા લીધી. બારીમાંથી આવતા પવનના ઝપાટાએ એની ચિત્તભુમીને ભૂતકાળમાં પહોચાડી દીધી.

સૌપ્રથમ સૌમ્યા સાથેની મુલાકાત હતી કોલેજની એડમીશન વિન્ડો પાસે. સંકલ્પ લાઈનમાં ઉભો હતો અને એની આગળની યુવતીએ પાછા ફરીને કહ્યું, “એક્સક્યુઝ મી, હું તમારી પેન યુઝ કરી શકું?” ગૌર વદન, કાળી, મોટી પણ ખુબ જ સુંદર આંખો, સહેજ ભૂખરા, વ્યવસ્થિત રીતે કાપેલા અને કર્લ કરેલા વાળ. સંકલ્પ એની સામે જોતો જ રહી ગયો. એણે સંકલ્પને તંદ્રા માંથી જગાડતાં ખોંખારો ખાઈ ફરી કહયું. “મેં આઈ?” સંકલ્પ સહેજ ઝંખવાયો અને કહ્યું, “ઓફકોર્સ.” કોલેજના પહેલા જ ક્લાસમાં સંકલ્પે એને એના કલાસરૂમમાં જોઈ. એ ખુશ થયો હતો કેમ કે એ બંનેએ એક જ સરખા મેજર સબ્જેક્ટ પસંદ કર્યા હતા એટલે ઘણા બધા કલાસીસ કોમન હતા. સંકલ્પ ભણવામાં હોશિયાર હતો. કદાચ અવ્વલ નંબરે તો નહી પણ એવરેજ સ્ટુડન્સ કરતા તે હોશિયાર હતો. એને પોતાની મધ્યમવર્ગીય હાલતનો પુરેપુરો ખ્યાલ હતો એટલે એ ભણવામાં પુરતું ધ્યાન આપતો. સૌમ્યા ખુબસુરત હોવાની સાથે સાથે ધનાઢ્‌ય કુટુંબમાંથી આવતી યુવતી હતી. એનો અધ્યતન ફેશનનો પહેરવેશ, એની વર્તણુંક, એની બોલવા ચાલવાની ઢબ એની શ્રીમંતાઈની સાબિતી આપતા હતા. કલાસીસની નોટ્‌સના બહાને બંનેની ફરી મુલાકાત થઈ. એ એના નામ પ્રમાણે ખુબ જ સૌમ્ય વ્યક્તિત્વની માલકણ હતી. સ્મિત હમેશા એના મુખ પર છવાયેલું જ રહેતું. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધવા લાગી. પહેલી મુલાકાતથી જ સંકલ્પના મનમાં પ્રેમના અંકુર ફૂટવા જ લાગ્યા હતા અને વધતી જતી દોસ્તીએ ધીમે ધીમે એની પ્રણયભાવના ને ઘટ્ટ કરવા માંડી.

કોલેજના બીજા સેમિસ્ટરમાં કોલેજમાં સંયમનું આગમન થયું. એ શહેરની બીજી કોલેજ માં હતો પણ ત્યાં એને પ્રોફેસર સાથે કોઈ બાબતમાં ગરબડ થઈ અને પહેલા સેમિસ્ટર પછી એણે કોલેજ બદલી. સંયમ ગોરો, ઉંચો, સદાય હસમુખો હેન્ડસમ નવયુવાન હતો. માલેતુજાર કુટુંબનો નબીરો હતો. એનું વ્યક્તિત્વ જ એવું હતું કે કોઈપણ એનું મિત્ર બની જાય. એ પણ સંકલ્પ અને સૌમ્યાની સાથે હળીમળી ગયો. થોડાક જ દિવસોમાં આ ત્રિપુટીની દોસ્તી કોલેજમાં મશહુર થવા માંડી. સામાન્ય રીતે માલેતુજાર કુટુંબના નબીરાઓ ભણવામાં ધ્યાન નથી આપતા હોતા અને બાપના પૈસે કોલેજમાં તાગડધીન્ના કરવા જ આવતાં હોય છે. પણ સંયમ આમાં અપવાદ હતો. એ ભણવામાં ખુબ જ હોશિયાર હતો. એ ત્રણેય ની ત્રિપુટીમાં સૌમ્યા ભણવામાં કાચી હતી. એનું મન ભણવામાં બહુ લાગતું નહી, પણ બંને મિત્રોની મદદથી એ પણ પાસ તો થઈ જ જતી હતી. કોલેજના વાષ્ર્િાકોત્સવમાં સૌમ્યા અને સંયમે નાટકમાં ભાગ લીધો. નાટક ઉપરાંત સૌમ્યાએ ગીત-સંગીત સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. સંકલ્પ માટે આ શક્ય નહોતું. આમ સૌમ્યા-સંયમની મુલાકાતો નાટકના રીહર્સલને કારણે કોલેજ પછીના સમયમાં પણ અલગ રીતે વધવા લાગી. વધતી જતી મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિવર્ત્િાત થવા લાગી. મ્યુઝીકલ ઈવનિંગના અંતે સંયમે એના પ્રેમનો પ્રસ્તાવ મુક્યો અને સૌમ્યાના ગૌર વદને શરમાતા શરમાતા પ્રેમ પ્રસ્તાવ સ્વીકારી લીધો.

સૌમ્યા સાતમાં અસમાનમાં ઉડતી હતી. સંયમના પ્રેમને પામીને એ ખુબ જ ખુશ હતી. સૌપ્રથમ એ બંનેએ સંકલ્પને આ ખુશખબર આપી. સંકલ્પ પર તો જાણે વીજળી પડી હોય એવો અહેસાસ થયો. એના મનની વાત મનમાં જ રહી ગઈ. ખુબ જ માવજતથી માળીએ ફૂલનો છોડ વાવ્યો હોય અને છોડમાંથી વૃક્ષ થતાં એણે દિશા બદલીને પડોશીની લીલીછમ લોન પર પોતાના ગરતા ફૂલ ન્યોછવર કર્યા હોય એવી અનુભૂતિ સંકલ્પને થઈ.એક તટસ્થ માળીની જેમ સંકલ્પે મનની લાગણી પર કાબુ કરી લીધો. બંને મિત્રોની ખુશીમાં એણે ખુશી બતાવી. આમેય સંયમ અને સૌમ્યા એક સરખા ધનિક પરિવારમાંથી આવતા હતા એટલે એ બંનેની જોડી વધારે જામે એવી હતી. સંકલ્પે પણ અત્યાર સુધી પોતાની મધ્યમવર્ગીય આર્થ્િાક હાલતને ધ્યાનમાં રાખીને જ પ્રેમની લાગણીઓને કુંઠિત કરીને રાખી હતી. છતાંપણ સંકલ્પનું મન ખુબ જ ઉદાસ હતું. મન આર્થ્િાક પરિસ્થિતિને અનુરૂપ ક્યારેય સ્વપના જોતું નથી. પણ એને મનને મનાવવા સિવાય બીજો કોઈ પણ આરો ય નહોતો. સંયમ અને સૌમ્યાએ નક્કી કર્યું હતું કે કોલેજ પૂરી થયા પછી જ પોતાના પરિવારોને જણાવવું. હવે એમની મુલાકાતો દરમ્યાન સંયમ-સૌમ્યાના પ્રણયનો સાક્ષી સંકલ્પ બનતો જતો હતો. સંકલ્પની પરિસ્થિતિ અત્યંત આકરી હતી. એને લાગતું કે જો સંયમ એમની દોસ્તીમાં વચ્ચે ના આવ્યો હોત તો જરૂર સૌમ્યા એની બની શકી હોત. સૌમ્યાએ ક્યારેય પ્રેમનો એકરાર નહોતો કર્યો છતાંપણ એને લાગતું કે સૌમ્યાએ બેવફાઈ કરી હતી. કોલેજના ત્રીજા વરસની શરૂઆતમાં સંકલ્પે કોલેજ બદલવાનો નિર્ણય કરી લીધો. સંયમ અને સૌમ્યા એના મિત્ર હતા છતાંપણ સંકલ્પનું મન એ સ્વીકારી જ નહોતું શકતું. બંને મિત્રોએ પણ ખુબ જ સમજાવ્યો, પણ એ બંનેના લગ્નમાં જરૂર હાજર રહેશે એ વચન સાથે સંકલ્પે કોલેજ છોડી.

કોલેજ બદલ્યા પછી પણ સંકલ્પના મનમાંથી સૌમ્યા તો ના જ ખસી. પણ રોજે રોજનું હદયનું બળવું ઓછું થતું ચાલ્યું.ધીમે ધીમે એનું અભ્યાસમાં મન લાગવા લાગ્યુ. કોલેજનું અંતિમ વર્ષ હતું એટલે એની કારકિર્દી માટે ખુબ જ અગત્યનું હતું. એણે મન લગાવીને અભ્યાસ કરવા માંડયો અને એ ખરેખર સારા માર્કે પાસ પણ થઈ ગયો. કોલેજ પૂરી થતાં જ પિતાજીના એક દોસ્તની ભલામણથી એને એક સારી કંપનીમાં સારા પગારે નોકરી મળી ગઈ. નોકરી મળતા જ એ શહેર છોડીને પાસેના શહેરમાં જ્યાં એની નોકરી હતી ત્યાં માતા-પિતા સાથે શિફ્ટ પણ થઈ ગયો. હવે માતા પિતાની ઈચ્છા હતી કે સંકલ્પ સારી છોકરી પસંદ કરીને એનું ઘર માંડે. પણ એક યા બીજા કારણથી સંકલ્પ છોકરીઓને ના જ પાડતો રહ્યો. એ મનોમન દરેક યુવતીની સરખામણી સૌમ્યા જોડે જ કરતો અને એનાથી નકાર માં જ જવાબ અપાતો. આમ બીજું એક વરસ નીકળી ગયું.

એક દિવસ નોકરીના ભાગ રૂપે સંકલ્પ એક કંપનીની મુકાલાતે ગયો. કંપનીના મેનેજિંગ ડીરેક્ટર સાથે મુલાકાત હતી એથી એ પૂરી તૈયારી કરીને જ ગયો હતો. ઓફીસમાં પ્રવેશતાં જ મેનેજીંગ ડીરેક્ટરની ખુરશી પણ એણે સંયમને જોયો. પોતાના મિત્રને જ ત્યાં જોઈને સંકલ્પના ચહેરા પર ખુશી ઉભરાઈ આવી. બંને મિત્રો આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કરતાં એકબીજાને ભેટ્‌યાં. સંયમ બોલ્યો “દોસ્ત, ઘણા વરસે તને જોઈને ખરેખર મન ખુબ જ ખુશ થઈ ગયું.” સંયમના મ્હો પર ખુશી છલકાતી હતી.

“કામકાજની વાતો તો થતી જ રહેશે, પણ એ કહે તારી લાઈફ કેવી છે? ઘરે પરિવારજનો મજામાં છે ને? અરે હા.. તે તો યાર અમને તારા લગ્નમાં ય બોલાવ્યા નહિ?”

સંકલ્પ સહેજ છોભીલું હસતા બોલ્યો, ” અરે યાર, લગ્ન કર્યા હોય તો બોલાવુંને? પણ તું તો મને ભૂલી જ ગયો. તે તો મારી પાસે વચન લીધું હતુંને લગ્નમાં બોલાવવાનું? તું અને સૌમ્યા બંને મને ભૂલી જ ગયા?” આમ બોલતા તો બોલાઈ ગયું પણ સંકલ્પને થયું કે હવે પછીનો સંયમનો જવાબ એના મનને કારી ઘા આપવાનો જ છે. પણ એ પ્રશ્ન આમેય ઉઠવાનો તો હતો જ. સંયમને મળ્યો કે તરત જ સંકલ્પ જાણતો જ હતો કે હવે સૌમ્યા વિષે વાતચીત થશે જ અને એના હદય પર થીજી ગયેલો ઘા ફરી તાજો થશે.

સંકલ્પના પ્રશ્નનો થોડીક વાર સુધી કોઈ જ જવાબ સંયમે આપ્યો નહિ. થોડીવાર સુધી અકળાવતું મૌન પથરાયેલું રહ્યું. સંકલ્પ પણ એના ફરીથી દુજ્તા થયેલા ઘાની આળપંપાળમાં હતો. થોડીવાર પછી મૌનને ભંગ કરતા સંયમે કહ્યું, “દોસ્ત, મેં સૌમ્યા સાથે લગ્ન કર્યા જ નથી.”

ટેબલ મુકેલો પતિ પત્નીનો ફોટો સંકલ્પને દેખાય એ રીતે ફેરવતા સંયમે કહ્યું. “મારા લગ્ન તો સ્નેહા સાથે થયા છે. જો આ છે મારી વાઈફ, સ્નેહા.” પછી ઉમેરતા કહ્યું કે “માબાપ ની પસંદ છે એટલે તું તો નહિ ઓળખે.”

આ સાંભળી સંકલ્પ ચોંક્યો. એને ઘડીભર એના પોતાના કાન પર વિશ્વાસ જ ના થયો કે એણે શું સાંભળ્યું છે.

“કેમ? શું થયું તારી અને સૌમ્યા વચ્ચે? તમારા વચ્ચે નો પ્રેમ તો જગજાહેર હતો?”

“શું કહું તને સંકલ્પ? સૌમ્યા મારા હદય સાથે રમત રમી ગઈ. તું તો જાણે છે કે અમે બંને એકબીજાના ગાઢ પ્રેમમાં હતા. અમે નક્કી કર્યું હતું કે કોલેજ પૂરી થાય પછી જ બંને પરિવારોને વાત કરવી. અમારી પ્રણય મિલન -મુલાકાતો તો ચાલુ જ હતી. અમને બંને ને ખાતરી હતી જ કે અમારા પરિવારોને આ સંબંધ માટે કોઈ જ વાંધો નહિ હોય. બધું જ બરાબર ચાલતું હતુ. પણ છેલ્લા સેમિસ્ટરમાં સૌમ્યાનો સ્વભાવ બદલાવા માંડયો હતો. મને મળતી ત્યારે પણ બહુ મુડમાં જણાતી નહોતી. ઘણી વેળા મને કહ્યા પછી પણ મળવા આવવાનું કેન્સલ કરતી હતી. કોલેજમાં એની હાજરી પણ અનિયમિત થતી જતી હતી. હું કારણ પૂછું તો જવાબ ઉડાવી દેતી. છેલ્લા અઠવાડિયાઓમાં તો એ કોલેજ આવી જ નહિ.” સંયમનો ચહેરો હવે વ્યગ્ર થતો જતો હતો. સંકલ્પ સાંભળતો હતો પણ એના માનવામાં નહોતું આવતું કે એના કોલેજ છોડયા પછી શું શું બની ગયું.

સંયમે વાત આગળ ચલાવી.

“છેલ્લા અઠવાડિયાઓમાં હું ખુબ જ મૂંઝવણમાં હતો. એક દિવસ કોલેજ પર ગયો તો મારા એક મિત્રે મને સૌમ્યાની ચિઠ્‌ઠી આપી કહ્યું કે વહેલી સવારે સૌમ્યા આપી ગઈ છે. મેં ચિઠ્‌ઠી વાંચી અને મારા તો પગ નીચેથી જમીન સરકી ગઈ. સૌમ્યાએ ચિઠ્‌ઠીમાં માફી માંગી હતી. બની શકે તો ભૂલી જજે, પણ હું તારી સાથે લગ્ન નહિ કરી શકું. કારણ જણાવવા મજબુર ના કરતો”

“તો સૌમ્યાએ કારણ પણ ના જણાવ્યું? પછી તે કોઈ તપાસ કરી?”

” હા , મેં તપાસ કરવાનો પ્રયત્ન કર્યો પણ ખબર પડી કે એમનો પરિવાર અહિયાથી સ્થળાંતર કરી ગયો છે. મેં તપાસ કરી પણ મને કોઈ ભાળ ના મળી. હું ખુબ જ દુઃખી અને વ્યગ્ર હતો. સૌમ્યાની બેવફાઈ મને સમજાઈ નહિ. એણે મને એટલીસ્ટ મારી સાથે લગ્ન ના કરવાનું કારણ બતાવવું જોઈતું હતું. પછી તો પરિવારજનોને વાત કરવાનો પણ કોઈ અર્થ નહોતો. મેં જેમતેમ કોલેજ પૂરી કરી, માતાપિતાની પસંદની છોકરી સાથે લગ્ન કરીને પરિવારના ધંધામાં લાગી ગયો છું. પણ આજે ય હું સૌમ્યાની બેવફાઈ ભૂલ્યો નથી. એ બેવફા નીકળી. મારો પ્રેમ તો સાચો જ હતો.”

સંયમે એની કથની પૂરી કરી ત્યારે એનો ચહેરો ઉદાસ હતો અને એની આંખોમાં અશ્રૂઓ હતા. મિત્રને આશ્વાસન આપીને સંકલ્પ કામ પતાવીને નીકળી ગયો. સંયમની વાત સાંભળીને એને પણ ખુબ જ આશ્ચર્ય થયું હતું.

સ્ટેશન નજદીક આવતું હતું એટલે ટ્રેને જોરથી વ્હીસલ વગાડી. સંકલ્પ વિચારોની દુનિયામાંથી બહાર આવ્યો. આજે સૌમ્યાના તાર મળ્યાથી એને પણ સૌમ્યાની બેવફાઈનું કારણ જાણવાની ચટપટી થઈ હતી. સાથે સાથે આશ્ચર્ય એ વાતનું હતું કે સૌમ્યાએ એને તાર કરીને કેમ મળવા બોલાવ્યો હશે? સ્ટેશનેથી એણે ઓટોરીક્ષા કરી આપેલા સરનામે પહોંચ્યો. ખુબ જ આલીશાન બંગલો હતો. બંગલાની આગળનો બગીચો અને બહાર પડેલી બે-ત્રણ વૈભવી કાર ને જોતા જ લાગ્યું કે સૌમ્યા જ્યાં રહેતી હતી એ પરિવાર અત્યંત શ્રીમંત હતું. ત્યાં જઈને એણે ડોરબેલ દબાવ્યો. થોડીવાર પછી એક યુવાને દરવાજો ખોલ્યો. સંકલ્પે એની ઓળખાણ આપી અને કહ્યું કે સૌમ્યાએ એને તાર કરીને બોલાવ્યો હતો.

યુવાને ખુબ જ શાંતિથી કહ્યું “સંકલ્પભાઈ, મેં જ તાર કર્યો હતો. તમે બેસો. હું પાણી લઈ આવું”

સંકલ્પે કહ્યું, “મને પાણીની જરૂર નથી. પણ એ કહેશો કે તાર કરીને કેમ બોલાવવો પડયો? સૌમ્યા ક્યાં છે? અને આપ સૌમ્યાના શું સગા થાવ?” સંકલ્પે ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા માંડયા.

એના મનની હાલત પણ ડામાડોળ હતી. એ પણ સૌમ્યાને દિલોજાનથી પ્યાર કરતો હતો. પણ સૌમ્યાની પસંદ સંયમ હતો એટલે એ ખસી ગયો હતો પણ હજુ પણ એને સૌમ્યા માટે લાગણી ખુબ જ હતી. પણ સૌમ્યા અને સંયમનું લગ્ન નથી થયું એ જાણ્‌યા પછી તો એના મનની લાગણીઓ ફરી ઉછાળા મારતી હતી.

યુવાનનો ચહેરો પણ થોડો વ્યગ્ર હતો છતાં પણ એણે ખુબ જ શાંતિ થી કહ્યું. “થોડી જ વાર માં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. સૌમ્યાએ મને કહ્યું જ હતુ કે તમે ખુબ જ પ્રશ્નો પૂછશો. પણ એ જ તમને તમારા પ્રશ્નોના જવાબ આપશે. ચાલો હું તમને સૌમ્યા પાસે લઈ જાઉં” કહીને યુવાન ઉભો થયો અને કારની ચાવી લઈને બહાર નીકળ્યો. અત્યંત ગુંચવાયેલ સંકલ્પ પણ એની સાથે બહાર નીકળ્યો. એનું મગજ હવે ઘૂમતું હતું. એના મગજમાં પ્રશ્નોની વણઝાર ચાલી હતી. પણ યુવાનની વાત પરથી ખ્યાલ આવ્યો કે હવે બધા પ્રશ્નોનું નિરાકરણ સૌમ્યા પાસેથી જ મળશે.

અડધા કલાકની મુસાફરી પછી કાર એક રીહેબીટેશન સેન્ટર પાસે આવીને અટકી. બંને ઝડપથી અંદર જઈને સ્પેશિયલ રૂમમાં દાખલ થયા. અંદર જતા જ સંકલ્પ ધ્રૂજી ગયો. સૌમ્યા બેડ પર પડી હતી. એકદમ નિસ્તેજ ચહેરો, ઊંંડી ઉતરી ગયેલી આંખો, આંખોની આજુબાજુ કાળાં કુંડાળા પડી ગયા હતા. શરીર એકદમ કૃશ થઈ ગયું હતું. સંકલ્પને જોતા જ એના નિસ્તેજ મુખ પર સ્મિત આવ્યું. સંકલ્પ આ બધું જોઈને ખુબ ગભરાયેલ અને ચિંતિત હતો. “સૌમ્યા, સૌમ્યા. આ શું થયું છે તને? તારી આવી હાલત કઈ રીતે થઈ?” બોલતા એના ગળામાં ધ્રૂસકું અટવાઈ ગયું.

“સંકલ્પ” સૌમ્યાના ધીમા અવાજમાં ધ્રૂજારી હતી,

” હવે મારી પાસે બહુ સમય નથી, દોસ્તપ.. મને બ્લડકેન્સર છે. હું કેન્સરના છેલ્લા સ્ટેજમાં છું. મને બ્લડ કેન્સર થયું એની ખબર મને કોલેજના છેલ્લા સેમિસ્ટર દરમ્યાન થઈ. હું ધર્મસંકટમાં હતી. હું સંયમને સાચી હકીકત જણાવી ના શકી.

સંયમને હું મારી સાથે લગ્ન કરીને એની લાઈફ બગાડવા નહોતી માંગતી. એ મને ખુબ જ પ્રેમ કરતો હતો. એ મને દુઃખી જોઈ ના શકત. એના કરતા તો એજ યોગ્ય હતું કે એ મને બેવફા માનીનેમને નફરત કરે અને મને ભૂલી જાય

હું એને દુખી કરવા માંગતી નહોતી.”

સૌમ્યાના અવાજમાં કંપારી હતી. એ ખુબ જ ધીમે ધીમે ત્રુટક શબ્દોમાં બોલતી હતી.

“એટલે જ મેં એને મળ્યા વિના ચિઠ્‌ઠીથી જ જાણ કરી. એ હવે તો પરણીને ઠરીઠામ થઈ ગયો હશે. તું તો કોલેજ છોડી ગયો હતો. તારા કોલેજ બદલવાનું કારણ તો તારી આંખોએ જ મને એજ દિવસે બતાવી દીધું હતું કે જે દિવસે મેં અને સંયમે તને અમારા પ્યારની વાત કહી હતી.” બોલતા બોલતા એણે બેઠા થવાનો પ્રયત્ન કર્યો. એને ખુબ જ શ્રમ પડતો હતો. સંકલ્પે એના માથા નીચે હાથ મુકીને એને ટેકો આપ્યો.

“મને ખબર હતી કે તું પણ મને પ્રેમ કરે છે. પરંતુ મારૂં મન સંયમમાં હતું. મરતાં પહેલા મારે તને જણાવવું હતું કે હું બેવફા નહોતી. આ જીંદગી જ બેવફા નીકળી! અંતિમ સમયે મારી ઈચ્છા હતી કે તારા હાથોમાં જ દમ તોડવો.” કહેતાં સૌમ્યાના ચહેરા પર સ્મિત આવ્યું. એ બોલી “અપ.લપવિપ.દાપ. દોસ્ત!!!”

એ એનું અંતિમ સ્મિત હતું. સંકલ્પના હાથોમાં જ સૌમ્યાએ દમ તોડી બેવફા જિંદગીને અલવિદા કહીને ફાની દુનિયા છોડી દીધી.

સંકલ્પ ધ્રુસકે ધ્રુસકે રડી પડયો.

— અજય પંચાલ