No one can show ... Part - 1 books and stories free download online pdf in Gujarati

કોઈ તો બતાયે... ભાગ- ૧

કોઈ તો બતાયે....

ભાગ- ૧

મહેન્દ્ર ભટ્ટ

હાથમાં બાટલી અને કમ્મર ઉપર બાંધેલો તમંચો, જંગલની વચ્ચે કેડી ઉપર પસાર થતો જુવાન, પોતાની જાતને કેડી ઉપર સમતોલિત કરતો પસાર થઇ રહ્યો હતો, એકલો કોઈ મજબુરીથી પીતો થઇ ગયો હતો, પછી દુનિયાના એક કલંકિત નામ સાથે તેનું નામ જોડાઈ ગયું હતું, તેનો ભૂતકાળ ઘણો સારો હતો, મિત્રો હતા, પ્યાર હતો, પણ તેના સ્વભાવે, તે હવે એકલો પડી ગયો હતો, નામ ઉપર જ્યારે કલંક લાગે એટલે સારા સારા નજીકના સબંધો પણ દુર થવાનો મોકો શોધે તેમ ધીરે ધીરે બધા છુટા થઇ ગયા હતા, હવે કોઈ નહોતું જે તેને પ્યાર કરે, છેલ્લે છેલ્લે એ જેને ચાહતો હતો તે પોતાનું કહેવાતું પાત્ર પણ બીજા સાથે જોડાઈ જતા દુનિયા સાથે જીવવું તેને ભારે પડી ગયું હતું અને એટલેજ વસ્તીથી એકલો પોતાની જાતને સમતોલિત કરતો પીધેલ હાલતમાં જઈ રહ્યો હતો, જંગલની કેડી હતી, કેડી હતી માટે માટે જરૂર રોજિંદુ જીવન અહી પણ હતું, કોને ખબર જંગલની કેડી ઉપરથી રોજ કોણ જતું હશે, પણ કેડી હતી એટલે કૈક સલામતી હતી નહિ તો જંગલમાં કોઈ સલામત નહિ, ગમે ત્યાંથી ભય આવી પડે, આ જુવાન પાસે તમંચો હતો પણ તે પીધેલી હાલતમાં કેમનો બચાવ કરશે, વસ્તી છોડી જંગલના એક છુપા સ્થાનેથી આ બે વસ્તુ તેના હાથમાં આવી ગઈ હતી એક દારૂની બાટલી, અને એક તમચો, કદાચ કોઈએ છુપાવ્યો હશે પણ, ના ના કરતા તેણે તે સાથે લઇ લીધા હતા અને તે પીતો ન હતો, પણ મજબૂરી અને તૃષાના અવેજમાં ચાલુ થયેલી શરાબે તે પીધેલ બની ગયો હતો, શરાબ પીતા પહેલા તેના શુદ્ધ મનમાં એ વિચાર જરૂર આવ્યો હતો, કે આ એટલી નાની બાટલી શરાબની છે, ને માં કહેતી હતી આ બધું ઝેર કહેવાય તેની એક બુંદ પણ શરીરમાં જતા

તેની અસર શરુ કરી દેતી હોય, તો એની ટેવ તને જીવવા નહિ દે, પણ બસ એક માં હતી તે તેના બાળપણને સુધારવા સતત પ્રયત્ન કરતી હતી, તે તેને ખુબ પ્યાર કરતી હતી અને એટલે જ જુવાન તેને ખુબ પ્યાર કરતો હતો, પણ માં નો સમય પૂરો થતા, તે પણ રહી ન હતી, અહિયાં કોઈને કાયમ રહેવાનો પરવાનો નથી, એ દુનિયાનું સનાતન સત્ય છે, પણ જીંદગી બાળપણની અસમતોલ સ્થિતિને સરખી કરતી જુવાનીના ભાર હેઠળ દેખાતા સાચા ખોટા રસ્તાઓ ઉપર દોડતી, ફાની દુનિયાને પામી લેવા તરસતી દોડતી રહે છે , કોઈ કહેતું, જીંદગી પૂરી થતા કેટલીવાર, પછી સારું કર્યું હોય તો સ્વર્ગ અને પાપો કર્યા હોય તો નર્ક, નર્ક સ્વર્ગ તો કોને ખબર પણ સમય પૂરો થતા જિંદગીનો અસ્ત, જેને દુનિયા મૃત્યુ કહે તે તો નક્કી છે પણ હકીકત જાણવા છતાં એના તરફ કોઈની નજર નથી, બસ મન ફાવે તેમ દોડતું રહે છે, આખી દુનિયાનું ધન અથવા આખી દુનિયાની ખુશી તેને મળી જાય એવી આશા સાથે, ખરા ખોટા બધાજ રસ્તાઓનો ઉપયોગ કરતા તે ખચકાતું નથી, ધનનો ઉપયોગ કરી ધનિક પણ બચી શક્યો નથી કે ખુશીયો પામી સુખના સાગરને પામી શક્યો નથી, જન્મની સાથે જોડાયેલા નક્કી પણ અજાણ ભાવિને ન પામી શકતા આ પામર મનુષ્યને કોણ સમજાવે કે કહેવાતા વિધાતાનું લખાણ જ તારી જીંદગી છે, લેખમાં મેખ માણવા સત્યની સાધના કદાચ ફેર કરી શકે, પણ અઘરું છે, સામાન્ય મનુષ્ય માટે ખુબજ અઘરું છે, પણ છતાં કેમ આ સ્વાર્થી મન એકલતાના એ સત્ય ને સમજતું નથી, ભુખ્યો ભૂખો મરી જાય છે ને શેઠિયાને એક કોળ્યો આપવાનું મન થતું નથી, પણ કાલે એ મોટી ફાંદ પણ અઝામાંઅજમ પીતી પીતી ઘરચકા ખાતી ખાતી રહેવાની નથી, પણ એમને એમ જીંદગી ચાલતી

રહે છે, બધું છોડવાની હિંમત કરી હતી, એટલે જુવાન હિંમતવાન તો નહિ કહી શકાય પણ જંગલના રસ્તે મજબૂરી અને ભયનો ભાર પોતાની જાતને બચાવવા જરૂર તેને હિંમત રાખવી પડશે, હવે આમેય તે એકલો હતો, વસ્તી દુર છૂટી ગઈ હતી, જંગલની આ કેડી અત્યાર સુધી તો સલામત હતી, કુદરતી વાતાવરણમાં ઠંડો વાયરો વહેતો હતો અને એમ જાણે કુદરત તેને હજુ સુધી પોતાનો સાથ આપતી હતી, જાણીતા ઝાડ પાન ને જંગલી ફળ થી ભૂખને સંતોષતા તે ફિક્કો પડતો જતો હતો, નીરસ થઈને ચાલ્યો જતો આ જુવાન કોઈ અવાજથી રોકાયો, પહેલી વખત કોઈનો અણસાર તેને થયો અને પહેલીવાર તેને જંગલમાં ભય લાગ્યો, તેનો નશો અડધો ઉતરી ગયો, અવાજની દિશા તરફ તે જોવા માંડ્યો, દુર કોઈ લાકડા કાપી રહ્યું હતું, તેની એક નજર તમંચા બાજુ ગઈ, બચાવનું એકમાત્ર સાધન હતું, કોઈ દાડો ઉપયોગ કર્યો ન હતો, તેણે પોતાની સ્થિતિને ભયની સામે સચેત કરવાનો આંખો ચોળી પ્રયત્ન કર્યો, નશામાં વારે ઘડી ઢળી જતી આંખો કોઈ મોટા ખતરાની નિશાની હતી, પણ કોણ જાણે કેમ તે આવા નશામાં પણ પોતાની જાત માટે બચાવ શોધવા માંડ્યો, કેડી આગળ ક્યા જતી હશે….!, થોડે સુધી તે નરી આંખે દેખાતી હતી પછી ઊંચા ઘાસમાં ક્યાંક ખોવાઈ જતી હતી, કેડીની આજુબાજુ મોટા મોટા ઝાડ હતા ત્યાં થડની પાછળ તે સંતાઈને અવાજની દિશામાં જોવા માંડ્યો પણ ઘડીકવાર તે અવાજ બંધ થઇ ગયો, હવે ખરેખર તેને પરસેવો વળવા માંડ્યો, જીવનમાં પહેલી વાર યુવાને ભયનો અનુભવ કર્યો, શું જરૂર હતી, છુટા પડવાની કે જ્યાં તેનો પડાવ હતો, જ્યાં તેને પ્યાર કરવા વાળા હતા, કોઈ તો બતાવે કે તે જેને ચાહતો હતો, તે પણ તેને છોડીને જતું રહ્યું હતું, તો શું તેનામાં ખામી હતી, કોઈ પ્રમાણ નહોતું કે તે એક

સામાન્ય પ્યાર કરવા માટે કાબેલ ન હતો, સમાજ નાં જુદા જુદા સ્તર ઉપર વધતું જીવન તેને એક જુવાનીની ઉમર સુધી લઇ આવ્યું હતું, તો કેમ બધા તેને છોડીને જતા રહ્યા હતા, તેને કઈ ખબર પડતી ન હતી અને હવે અહી જંગલમાં તેને ભય લાગવા માંડ્યો હતો, વારે ઘડી તેનું શરીર ધડ્કનોને છોડી દેતું હતું, એનો અર્થ કે તે હિંમત વાળો પણ ન હતો, તો શું પ્યાર જેવો શબ્દ તેના જીવનમાંથી નીકળી જશે, ખબર નથી આ ભયભીત જંગલની કેડી તેને તારશે કે મારશે, ઘણા સવાલોની હાર લાગી ગઈ હતી, જુવાન જરૂર ભયભીત હતો, અને અચાનક એક રણસીન્ગાનો અવાજ આવવા માંડ્યો, હવે જરૂર વાતાવરણ ભયભીત હતું, અને તે પરીસ્થીને પામે તે પહેલા તે છુપાયો હતો ત્યાં એક તીર આવી થડમાં ભોકાઈ ગયું અને તેણે નજર તીરની દિશા બાજુ ફેરવી, એક પારધી તેને નીચે નમી છુપાઈ જવાનું કહેતો હતો, આ અચનાકની ઘટનાઓથી તે હેબતાઈ ગયો, પણ પેલાનો ઈશારો તેને કામ આવ્યો કેમકે રણસિંગુ વાગતું રહ્યું અને તે દિશામાંથી બે પગે ઉભું રહેતું, અને જોઇને ફરી દોડતું રીછ તેની નજરે પડ્યું, યુવાન બરાબર છુપાઈ ગયો, તેને ચેતવનાર પારધી પણ છુપાઈ ગયો, પણ બીજી દિશામાંથી એક ધોલકાનો અવાજ આવવા માંડ્યો, તેની પાછળ કેટલાકનો ગાવાનો અવાજ આવવા માંડ્યો, પેલા યુવાને સહેજ ઊંચા થઇ જોયું, ધોલક તાલમય વાગતું હતું તેના તાલમાં કેટલાક ભગ્વાધારી સાધુઓ લયબદ્ધ ગાતા, રણસિંગાના અવાજ બાજુ ચાલ્યા જતા હતા, ઘણા બધા સાધુ હતા એટલે અવાજ સ્પસ્ટ સંભળાતો હતો, "બુધ્ધમ સરનમ ગચ્છામી, થંભ્મ સરનમ ગચ્છામી, સંગમ સરનમ ગચ્છામી, " જુવાનને બુદ્ધ ભગવાન વિષે ખબર હતી, ભારતના એક રાજકુમાર સીધાર્થનો વેદનાના દ્રશ્યો જોયા પછી થયેલો હૃદયપલટો, સંસાર છોડી તપના પ્રભાવથી બનેલા બુદ્ધ ભગવાન, બોંદ્ધ ધર્મની સ્થાપના અને દુનિયાના ઘણા દેશોએ અપનાવેલો બોંદ્ધ ધર્મ, ઇતિહાસની એક અજબ ઘટના,

આ બધા સતત અવાજથી રીછ હુમલો કરવાને બદલે જંગલના ઊંડાણમાં અદ્રશ્ય થઇ ગયું, પેલો પારધી છુપા સ્થાનમાંથી બહાર આવી ગયો, અને યુવાન બાજુ ગયો, પહેલા તેણે તેનું તીર થડમાંથી ખેચી પોતાના ભાથામાં મૂકી દીધું, જુવાન આ જંગલની કેડી ઉપર ફસાય પડ્યો હતો, ભય તો હાલ પુરતો જતો રહ્યો, પણ સામે ઉભેલો પારધી કઈ કહે તે સાંભળવા તે સાવધ હતો અને પારધી બોલ્યો,

"બેટા, કઈ મજબૂરી તને આ જંગલમાં ખેચી લાવી..." અને એમ કહેતા તે થોડો ખચકાયો અને બોલ્યો

"તે દારુ પીધો છે...." અને યુવાન સાવધ થયો કેમકે અહી જંગલમાં પણ કોઈ તેની ભૂલનો પીછો કરી રહ્યું હતું, તે ભાનમાં હતો પણ વાતાવરણ દારૂની ચાડી ખાતું હતું,

"હા પીધો હતો પણ...."

"પણ હવે નશો ઉતરી ગયો છે એમજને..." અને પારધી હસ્યો, જુવાન નવાઈ પામ્યો, પારધી આટલી ઉમરમાં પણ મુક્ત રીતે હસી રહ્યો હતો, સામે સાધુઓના જુથમાં કેટલાક નવા સાધુઓ લાકડાની ભાળી માથે મૂકી તાલબધ્ધ પાછળ જોડાઈ ગયા અને એ સાધુઓનું જૂથ ત્યાંથી પાછું વળ્યું, કેટલું શાંતિમય ગીત એક ધારા તાલમાં વહ્યે જતું હતું, ત્યાં પણ કોઈ ભય ન હતો, પારધી પણ મુક્ત રીતે હસી રહ્યો હતો, કોણ જાણે કયું જોડાણ આ યુવાનને પરેશાન કરતુ હતું કે તે ભયભીત હતો,. અને તેની આજુબાજુનું વાતાવરણ ભયભીત ન હતું, પુછાયેલા પ્રશ્નમાં દારુ કે જેને તેણે પહેલા ક્યારેય પીધો ન હતો તેની આ એક પારધી પણ હસીને મજાક ઉડાવી રહ્યો હતો, તેને તેની આ ભૂલનું ભાન થયું, પણ શું કરે ભૂખ તરસ કોઈને પણ ભાન ભુલાવે, પણ હસતા પારધીને તેણે સાચું કહી દીધું, અને તેનો

તે એક્રરાર તેને પહેલી વખત મુક્ત કરતો ગયો પારધી ખુશ થયો, તેનો હાથ યુવાનના ખભા ઉપર આવી ગયો,

"બેટા, તું એક ઉચા સમાજનો જુવાન છે, અહી જંગલમાં તારું કામ નહિ, હું તને તારી વસ્તીમાં પાછો લઇ જવામાં જરૂર મદદ કરીશ..." અને યુવાન ખચકાયો

"એ સમાજ ઉંચો જરૂર છે પણ એમાંથી પ્યાર વિસરાઈને વસ્તીની દોડભાગમાં ક્યાંક ખોવાઈ ગયો છે, ત્યાં હવે મારું કહેવાઈ એવું કોઈ નથી બાબા, તમે કેટલા મુક્ત અને ખુશ લાગો છો, અને અહીનું વાતાવરણ પણ કેટલું ખુશ છે, હવે મારે ત્યાં પાછું જવું નથી, હું તમને કોઈ પરેશાની નહિ પહોચાડું બાબા, "અને પારધી જુવાનના આ જવાબથી વિચારતો થઇ ગયો

"કોઈ વાંધો નહિ બેટા, પણ અહી જીવન જેટલું તું સમજે છે એટલું સહેલું નથી, જંગલ છે, અમારી વસ્તી જંગલમાં ખુબજ કપરું જીવન જીવે છે, ઘણી વખત લાંબા સમય સુધી ભૂખનો સામનો કરવો પડે છે, હું તને ડરાવવા નથી માગતો પણ સત્ય સમજાવવાનો પ્રયત્ન કરું છું, જો..., આ કેડી અમારી વસ્તી સુધી જાય છે ને પછી અટકી જાય છે, અહી બીજી કોઈ રોકટોક નથી પણ જીવવું તો પડેને, એટલે, વિચારી જો , હું તને મુક્ત થઇ મદદ કરીશ કેમકે તું એક સાચો જુવાન દખાય છે, અને જુવાન છે માટે કહું છું પછી તો હરી ઈચ્છા..કદાચ તારી તારી પરેશાની નો અહી નિકાલ આવી જાય, અહી જીવન થોડું કઠણ છે, પણ કુદરતી વાતાવરણમાં બધુજ વ્યવસ્થિત છે, દરેક મુસીબતોનો અહી નિકાલ આવી જાય છે, કદાચ તારું ભાવી તને અહી ખેચી લાવ્યું હશે, અહિ સાવચેતીની ખુબ જરૂર છે, " અને કોણ જાણે કેમ પણ જુવાનને અજાણ્યા પારધીમાં કોઈ વિશ્વાસ લાગ્યો અને તે તેને ભેટી પડ્યો, આંખના ખૂણા ભીંજાયા અને તેને તેનું

કહેવાઈ તેવું કોક મળ્યું, તે ખુશ થતો પર્ભુનો પાડ માનવા લાગ્યો, અને પારધીએ પણ તેના નિર્ણયને વધાવી પેલા સાધુઓ જે બાજુ જતા હતા તે બાજુ કેડી એકબાજુ મૂકી ચાલવા માંડ્યું, અને ફરી પાછો જુવાન વિસ્મય પામ્યો પણ તેણે કોઈ પ્રશ્ન ન કર્યો, બદલાતી જીવનની આ કેડી ખરેખર બદલાઈ રહી છે કે તે કોઈ એક સ્વપ્ન છે, પણ વધુ પર્શ્નોનો બોઝો વધાર્યા વગર તે પારધીની પાછળ ચાલવા માંડ્યો, તેને કૈક હરવાશનો અનુભવ થતો હતો કેમકે હવે તે એકલો ન હતો, તેની સાથે કોઈક હતું, કે જેને તે બાબા કહીને પ્યારનો એક ઘુતડો ગળે ઉતારતો હતો, કદાચ તેની દરેક સમશ્યાનો ભાળ હાલ પુરતો આ બાબાએ તેમના માથે લઇ લીધો હતો, પણ લાંબા સમય સુધી મૌન ચાલ્યા કરવાનું તેને હેરાન કરવા માંડ્યું એટલે તેણે બાબાને સહજ પ્રશ્ન કર્યો,

" બાબા આ સાધુઓ ક્યા જતા રહ્યા અને આ રણશિંગું કેમ વગાડતા હતા?"

"થોડીવાર રાહ જો આપણે ત્યાજ જૈયે છીએ, અને રણશિંગું તો ભય સામે બીજાને સચેત કરવા વગાડવામાં આવે છે, તે નાં જોયું પેલું જંગલી રીછ કેવું ભાગી ગયું, નહિ તો જંગલમાં તે કેટલું ભયાનક, તેના મન તો માણસ પણ તેનો ખોરાક, અહી ખોરાક મેળવવો ખુબજ અઘરો છે, એટલે ગમે તે ભોગે તે હુમલો કરે, તમે ગમે તેટલા સતેજ હો પણ ખોરાકની સુગંધ તેને માઈલ દુરથી આવે એટલે તમારેજ સાવચેત રહેવું પડે, અને સાધુઓ તો અહીસક એટલે આ એક સહેલો રસ્તો તે અપનાવે જેમાં હિંસા પણ ન થાય અને ભગવાનનું નામ લેતા લેતા ભય દુર થાય, તું જાતે અનુભવ કરીશ, " અને જુવાનને બાબાની વાતથી ખુબજ રાહત થઇ, તેને હવે નિરાશા છોડી જીવન જીવવા જેવું લાગવા માંડ્યું, કોઈક અજાણ્યા સંતોષનો તેણે અનુભવ કર્યો, તેમની સાધુના સ્થાન તરફ ગતિ હતી, તે હવે બહુ દુર ન હતું,

જ્યારે તે સ્થાન નજીક પહોચ્યા ત્યારે સ્થાનના કેત્લાક બાળ સાધુઓ પત્થરની રમત રમી રહ્યા હતા, જુવાન અચરજ પામ્યો, બાલસાધુઓ વિષે તે કઈ પુછવા જતો હતો ત્યાં કોઈકે અવાજ કર્યો અને સર્વે બાળ બંનેની આજુબાજુ ગોળાકારમાં આવી નીચે નમી કૈક બોલ્યા,

અને એવીજ રીતે બાબા નમ્યા, બાબા જાણતા હતા, પણ જુવાન એવોને એવો ઉભો રહ્યો, એટલે તે ફરી યુવાન બાજુ મોઢું કરી કઈ બોલ્યા, અને ફરી નમ્યા બાબાની નજર તે તરફ ગઈ અને જુવાન પણ નમ્યો, પણ તેમાં ઝડપ નહોતી એટલે બધા હસતા હસતા કઈ બોલતા જતા રહ્યા, દરવાજા ઉપર એક મોટા સાધુ આવ્યા, અને હસતી મુધ્રામાં તે પણ નમ્યા અને બંને જણા નમ્યા, જુવાનને ખબર પડી કે અહી બધું માન ની સાથે જોડાયેલું છે, સાધુ હિન્દી ભાષા જાણતાં હતા, બાબાએ તીરકામઠું ત્યાં એક ઊંચા સ્થાન ઉપર મૂકી દીધું, યુવાને પણ તમંચો મૂકી દીધો, જંગલમાં આ સ્થાન હતું, તેને બાબા મઠ કહેતા હતા બાજુમાં એક મંદિર હતું, મઠમાં સાધુઓની રોજની નિત્ય પ્રવુત્તિ હતી, જે મળતા તે સર્વે નીચે નમતા, અને બંનેને નમવું પડતું, પણ બધા લગભગ હસતી મુધ્રામાં દેખાતા, બંને પેલા સાધું સાથે એક રૂમમાં ગયા, દરેક જગ્યાએ બુદ્ધ ભગવાનની નાની મોટી પ્રતિમા હતી, જુવાનને ઘણા બધા પ્રશ્નો જાગ્યા પણ બાબાની હાજરીમાં તે શાંત રહ્યો, સાધુ બોલ્યા,

"કયું બાબા, બહોત દિનોકે બાદ આયે, ઔર સાથમે યે જુવાન ભી હૈ, ક્યા બાત હૈ "

"બસ યુ હી આપકા દર્શનકે લિયે ચલે આયે, જુવાન ભી શહેરકી બસ્તી સે આયા હૈ તો ઉનકા ભી આપકો પરિચય કરા દુ, ભગવાનકા દર્શન ભી હો જાયેગા, ઔર આપકા આશીર્વાદ ભી મિલ જાયેગા"બાબાએ પોતાની વાત રજુ કરી અને સાધુએ યુવાન બાજુ જોયું, હસતી મુધ્રામાં તે બોલ્યા

"કુછ અચ્છી સુગંધ નહિ આરહી, આપકે પાસ કુછ દારૂ કી બોટલ હૈ, અગર હૈ તો યહાં નહિ લાની ચાહિયે, ભગવાનકે પાસ યે શોભા નહિ દેતા, "

"માફ કરના મૈ ભૂલ ગયા, મૈ નહિ પીતાં મહારાજ મગર યે જંગલસે મિલી તો જંગલમે અકેલા થા, નયા થા તો સાથમે રખલી, અબ બાબાકા સાથ મિલા હૈ તો છોડ દુંગા, "

"જાતે સમય દુર કહી જંગલમે ખાલી કરકે ફેક દેના, શરાબ પીના અચ્છા નહિ હૈ, બેટે, ક્યા ઈરાદા હૈ, યહા રહેના હૈ, કી બાબાકે સાથ ચલે જાના હૈ, "

"નહિ, સાધુ બનના મેરે લિયે, આસાન નહિ હૈ, બાબાકે સાથ કુછ સોચેગા"અને જુવાનની નજર નીચે થઇ

"કોઈ તકલીફ હુઈ થી, તો ઇસ જંગલમેં ચલે આયે?"

"હા, ઇસ બસ્તીમે અબ પ્યાર નહિ દિખતા, તો છોડ દિયા, જંગલમે આનેકા ઈરાદા નહિ થા મગર, જો રાહપે ચલ પડા વો રાહ મુઝે યહા ખીચ લાયી, દારુ મિલા તો બૈચેનીમે પી લિયા, ઔર જંગલમે ભય સતાને લગા તો, બાબા મિલ ગયે, અબ યહાં કુછ અચ્છા લગતા હૈ, આપકા આશિર્વાદ મિલે તો મેરે ખ્યાલ સે અબ સબ કુછ અચ્છા હી હોગા."અને જુવાને ટુકમાં તેનો ઈતિહાસ બતાવી પુર્ણવીરામ મુક્યું, "સાધુકા સબકે લિયે સદા આશીર્વાદ હૈ, બસ સદા ભજન કરો ઔર અચ્છે રહો, બાબાકે સાથ આતે રહેના એ ભૂમિ તપોભૂમિ હૈ, યહા સદા ભગવાનકા ભજન હોતા હૈ, આકે ભજન કરના ઔર ભોજન કરકે આશીર્વાદ લેતે રહેના, સદા ખુશ રહેના બેટે, પ્યાર સબ જગહ હોતા હૈ, હમારી પ્રવુત્તિ ઉનકો દુર કરતી હૈ, બસ ખુશ રહેના."અને સદા હસતા ચહેરા સાથે સાધુએ આશીર્વાદ આપ્યા, બંને ભગવાનના દર્શન કરી, ભોજન કરી, સાધુ મહારાજને નમન કરી ત્યાંથી વિદાય થયા, જુવાન

ખુબ નવાઈ પામ્યો, બાબાએ શરૂઆતમાં જુવાનને ઘણો સુખી કરી નાખ્યો, પણ એજ બાબાનું વલણ હવે થોડું બદલાયું જ્યારે તેઓ બાબાની વસ્તી તરફ જઈ રહ્યા હતા,

"જો જુવાન હવે આપણે અમારી વસ્તી તરફ જઈ રહ્યા છે, દસ પંદર ઝુપડીયોમાં વહેચાયેલી અમારી વસ્તી, જુદા જુદા પરિવારો સાથે આપસ આપસમાં સમજીને જીવન ચલાવે છે, જીવન થોડું કપરું છે અહી, પણ વસ્તીમાં સંપ હોવાથી ઝાઝી કોઈ તકલીફ નથી એવી આ વસ્તીનો હું ઉપરી છું, બધા મને માન આપે છે, તાત્કાલિક તો તું મારી સાથેજ રહીશ પછીની વાત પછી, પણ મારી સાથે તારી ઉમરની મારી દીકરી પણ રહે છે, તેનું નામ સુંદરી છે, માં નાની હતી ત્યારેજ એક બીમારીમાં તેને છોડીને પરલોક સિધાવી હતી પણ, વસ્તીએ તેને સંભાળી લીધી હતી, ખુબ હોશિયાર અને સુંદર હોવાથી તે પણ અહીના છોકરાઓમાં ખુબ આગળ છે, પણ અમારી વસ્તીની ભાષા જુદી છે એટલે તારે હિન્દીનો સથવારો લેવો પડશે, સુંદરી મારા હિસાબે થોડું ગુજરાતી જાણે છે, પણ બીજા કોઈ જાણતા નથી, "અને બાબા થોડુક રોકાયા ખિસ્સામાંથી બીડી કાઢી સળગાવીને તેનો કસ લીધો, જુવાને નોધ લીધી હતી કે બાબાએ જ્યારે સુંદરીનો પરિચય આપ્યો ત્યારે તેના ચહેરા સામે વધારે ઝાકીને જોયું હતું, શું બાબાને પોતા વિષે કઈ સવાલ હશે કે દરેક બાપની આ એક ચેતન કરાવતી કોઈ રીત હશે, જે હોઈ તે પણ બાબા સજાગ જરૂર હતા, કેમકે જુવાન એક અજાણ હતો અને બાબાએ ટુકા પરિચયમાં તેને આશરો આપી દીધો હતો, સુંદરી થોડી તેજ મગજની હતી અને તે જોતા જુવાન હાલ પુરતો તો શાંત અને સરળ સ્વભાવનો હતો, પણ સ્થિતિ બદલાતા સ્વભાવ પણ તે રીતે બદલાશે કે કેમ એની કોને ખબર, હાલ પુરતો તે એક ખોવાયેલો અને બાબાની હેઠળ નવા રાહને પામવા કોશિશ કરતો જુવાન હતો,

"બીડી પીવી છે?" અને બાબાના સવાલનો જવાબ દેતો તે બોલ્યો,

"હું બીડી નથી પીતો, બીડી પીવી સારી નથી બાબા"

"સારું છે, પણ અહી તો કેટલીક સ્ત્રીઓ પણ ક્યારેક કસ મારી લેતી હોય છે, વસ્તી એવી છે, માને પીતી જોઇને દીકરી પીતી થઇ જાય છે, ભાઈ

પણ સુંદરી તેનો બહુ વિરોધ કરે છે તેને નથી ગમતું , ઘણીવખત મને પણ ઝાટકી કાઢે છે, તેની માં પીતી હતી, ખબર નહિ પણ આદત પડી ગઈ છે, આમતો મને તેનાથી કોઈ તકલીફ નથી પણ ન પીવી જોઈએ, હવે હું વસ્તીનો વડો એટલે ટેવ છૂટતી નથી ને કોઈને છોડવા કહેવાતું નથી, "જુવાન ઘડીક માટે વિચારતો થઇ ગયો કે તેજ મગજની છોકરી સાથે કેમનું રહેવાશે, બાબા કઈ કાયમના થોડા હશે પણ ગમે એમ તેણે આ વિચાર ઉપર બહુ નાં વિચાર્યું અને પૂર્ણવિરામ મૂકી દીધું, પડશે તેવી દેવાશે જેવી તેની મનની સ્થિતિ બનાવી હતી એટલે આટલું બધું છૂટી ગયું તો એ શું એને હેરાન કરવાની હતી, પણ તેને ખબર પડતી ન હતી કે, બાબા સાથે સતત ખુશી પછી આ સુંદરીની વાત તેને કેમ હેરાન કરતી હતી અને તે વિચારોમાં અટવાતો જતો હતો, હજુ તો એ પાત્ર સામે આવ્યું પણ નથી પછી તેના માટે આ મન કેમ ચકડોળે ચઢતું હતું, આમને આમ તો બાબાને તે ભુલાવી દેશે, તે વિચારોમાં એટલો ઊંડો ઉતરી ગયો કે બાબાને ખબો પકડી હલાવવો પડ્યો"ક્યા ખોવાઈ ગયો ભાઈ, આટલી બધી ચર્ચા કરી પણ મેં તારું નામ નાં પૂછ્યું""મોહન, મારી ફોઈએ નામ પાડ્યું હતું, પણ ફોઈ વિષે પણ હવે ખબર નથી" મોહન નામ સંભળાતા બાબા હસ્યા, મોહન જરૂર મોહિત કરે એવોજ યુવાન દેખાતો હતો, વસ્તીમાં બાબા એક નજરાણું લઈને જઈ રહ્યા હતા, બાબા એક ઉપરી હોવાથી જ્યારે જ્યારે કૈક નવી સ્થતિ ઉદ્ભવતી ત્યારે તેમનું મન ચાળી ચાળીને તેના અનુસંધાનમાં ઊંડું ઉતરી

જતું, મોહન ઉંચી વસ્તીમાંથી આવ્યો હતો પણ આ વસ્તી પણ તેને માફક આવી જશે એવી તેમને ખાતરી હતી, સબંધો બંધાવા માટે અહી પણ ઘણા પાત્રો છે જે તેને નિરાશ નહિ થવા દે અને સબંધ બાંધવા માટે દિલ સિવાય કોનો સહારો લઇ શકાય, વસ્તી કે વસ્તુની ઉચ નીચ થી જે સબંધો બંધાય તે ઊંચાઈ આવતા આસમાને હિલોળે અને નીચે જતા કદડ ભૂષ થઇ એવા પછડાઈ કે તેનું નામો નિશાન ન રહે, જ્યા રે દિલથી જોડાતા સબંધોનો ઈતિહાસ જ કૈક જુદો હોય છે, એ સબંધો કાયમ માટે સ્થાપિત થાય છે, એટલે મોહનનું દિલ જ્યારે બાબાની સાથે જોડાઈ ગયું ત્યારે તે જરૂર વસ્તીમાં ભળી જશે, જંગલની કેડી ઝાડીમાંથી પસાર થઇ ખુલ્લા મેદાન તરફ જઈ રહી હતી, દુર કઈ પાણીના ધોધ જેવો અવાજ સંભળાઈ રહ્યો હતો, હજુ વસ્તી દેખાતી ન હતી પણ મોહનને કુદરતી વાતાવરણ હવે વધારે ગમવા લાગ્યું હતું, દારૂની અસર તો ક્યારની વિસરાઈ ગઈ હતી બાટલી પણ ફેકી દીધી હતી, પણ પાણીનો અવાઝ સંભળાતા હવે તરસ લાગવા માંડી હતી, એકાદ વખત તો બાબાને કહીને એ તરફ જવાનું તેણે મન બનાવ્યું, પણ બાબા કાયમના જાણકાર હતા એટલે હવે વસ્તી નજીકમાંજ હશે એવું વિચારી તે કઈ બોલ્યો નહિ અને બાબાની પાછળ ચાલતો રહ્યો, જુવાન હતો એટલે લાંબુ લાંબુ ચાલવાનું તેને એટલું બધું હેરાન નહોતું કરતુ પણ પાણીનો અવાજ સંભળાતા હવે તરસ પરેશાન કરતી હતી ગળું જાણે સુકાતું જતું હતું, જંગલથી જુદો પડતો આ ખુલ્લો વિસ્તાર ઘણો મોટો હતો, કેડી હવે વચ્ચે જવા માંડી હતી, હજુ વસ્તી દેખાતી ન હતી, બાબા ક્યારેક પાછું વાળીને , જોઈ લેતા હતા, પણ કઈ પૂછતા ન હતા, આજુબાજુ હવે કોઈ પશુ પક્ષી પણ દેખાતા ન હતા, હરિયાળી ધરતી વચ્ચે કેડી ક્યારેક ઉંચી નીચી જમીન ઉપરથી પસાર થતી, થોડુક વધુ ચાલ્યા અને પાણીનું એક મોટું ઝરણું થોડી

ઉચાઇ ઉપરથી વહેતું હતું એનો અવાઝ થતો હતો હવે તે દેખાવા લાગ્યું હતું, તરસ એટલી બધી વધી ગઈ હતી કે તેણે બાબાને ફરજીયાત કવું પડ્યું

"બાબા ખુબ તરસ લાગી છે"અને બાબા હસ્યા,

(ક્રમશ: ભાગ-૨ માં)

Share

NEW REALESED