Kanyadaan books and stories free download online pdf in Gujarati

કન્યાદાન


કન્યાદાન

લતા સોની કાનુગા


latak1956@gmail.com



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

“કેમ લીરા! તું રડેલી હોય એવું કેમ લાગે છે?”

લીરા એકદમ ચમકી ગઈ, તેણે સામે જોયું તો કેશુભાઈ ઉભા હતા. તે સ્વસ્થ થતા બોલી..

“નાં રે ભાઈ હું તો એકદમ સ્વસ્થ છુ. ‘

‘જો લીરા, એમ વાત ઉડાડવાનો પ્રયત્ન ના કર. તારી આંખો જ તું રડેલી હોય એવું કહી આપે છે.’

લીરા વાત ને વળાંક આપવા માગતી હતી.

‘મને તો કઈ એવું દેખાતું નથી.’...

‘તને ક્યાંથી દેખાય તારી સામે અરીસો ક્યાં છે?’...

‘મારી સામે અરીસો નથી, પણ તમારી આંખોમાં મારૂં

પ્રતિબિંબ પડે છે ને!”...

‘તારી નજર તો ક્યાંથી ક્યાં પહોચે છે?”

“ક્ષિતિજ ની પેલી પાર તો નહિ”...

“હવે બહુ મરીમસાલા નાં નાખ, બહુ મોંઘા છે.”

કેશુભાઈ મુખ્ય વાત પર આવવા માંગતા હતા. પરંતુ લીરાએ વાત બદલવા પૂછ્‌યું,

“હ! પણ ભાઈ તમે અચાનક ક્યાંથી આવ્યા?”

‘ક્યાંથી એટલે વળી ઘરેથી,

તારા નહિ મારા હો!”

કેશુભાઈ મુખ્ય વાત પર પાછા આવતા બોલ્યા,

“લીરૂં,એક વાત પુછુ?’

‘પૂછો ને આ બંદા જવાબ આપવા તૈયાર છે!”

‘હવે તારી નાટકીય રીતે બોલવાની ઢબ છોડીશ કે?’

લીરા ગંભીર થવાનો દેખાવ કરતા બોલી,

“બસ, હવે હું ચુપ રહું છુ.”

‘લીરા હું જ્યારે આવ્યો ત્યારે તારો ચહેરો રડેલો હોય એવું લાગતું હતુ; એનું શું કારણ? મેં તો તને કોઈ દિવસ રડતા જોઈ જ નથી.

તું અને રડે એ વાત જ મારા માટે આશ્ચર્ય જનક છે. નક્કી આજે તને કોઈએ કઈ કહ્યું હોવું જોઈએ.”

“ના રે ના મને કોણ કઈ કહેવાનું?”

“જો લીરા, તું મારાથી પણ છુપું રાખે છે ને! આમ તો કહે છે તમારાથી કોઈ જ વાત છુપી નથી. જો તું મને ન કહે તો મને દુખ થાય હો.”

હવે લીરા રહી ન શકી. તેને આંસુ ચુપાવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ વ્યર્થ. તેનાથી રડી પડયું. તે કેશુભાઈ ને વળગીને ખુબ રડી. કેશુભાઈ મુંજાયા, તેમને સમજ ન પડી કે આજે લીરાને થયું છે શું? કાયમ હસતી છોકરી, આજે આટલી રડે છે કેમ? પરંતુ તેઓ ચુપ રહ્યા. તેમણે લીરાને રડવા દીધી. જેથી તેનું મન શાંત થાય. જ્યારે લીરાએ રડવાનું બંધ કર્યું, એટલે કેશુભાઈ એને સાંત્વન આપતા બોલ્યા,

“લીરા તું તો મારી દીકરી જેવી ગણાય. તું મારાથી પણ છુપાવે એ કેમ ચાલે? જો તું મને કારણ નહિ કહે તો હું તારી સાથે નહિ બોલું.’

લીરાએ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું,

“અરે, અરે, બસકે તમે પણ મારાથી રિસાઈ ગયા કે! પણ ભાઈ હું તમને શું કહું?

મારે તો તમારી મજાક કરવી હતી એટલે હું રડી. હું જોતી હતી કે હું રડું તો તમે શું કરો?”

કેશુભાઈને લીરાની આ ચોખવટ માં શંકા હતી. તેમને ખાતરી હતી કે લીરા ખોટું બોલે છે. તેમને લીરાને સમજાવતા કહ્યું,

“ના લીરા, એમ નહિ ચાલે, હું કેમ માની લઉં? તારે મને કહેવું જ પડશે.”

“પણ શું કહું? આ તો મેં કોલેજના કાર્યક્રમમાં ભાગ લીધો છે એ નાટક નો એક ભાગ હતો, તેની હું પ્રેક્ટીસ કરતી હતી, કે હું બરાબર રડી શકીશ કે નહિ”.

એ નાટકનો એક ભાગ હતો કે લીરાના જીવનના નાટકનો એક ભાગ હતો, એટલું કેશુભાઈ સમજે નહિ એવું ન હતું. તેમણે જીવનના ૪૫ વર્ષ અમથા પાણીમાં કાઢ્‌યા ન હતા. તેમને ખાતરી થઈ ગઈ કે, લીરા કહેશે નહિ. એટલે વાત પડતી મૂકી, અને બીજી વાત પર આવ્યા.

“અરે હા! લીરા! હું તને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો કે, તારી, મારી, તારી ભાભીની, અમરની અને નીરૂબેનની ‘નિલકમલ’ ફિલ્મની ટીકીટ આવી છે. આવતી કાલે ૬ થી ૯ નો શો છે. આવીશ ને.”

કેશુભાઈ એ કલ્પના પણ કરી ન હતી એવો જવાબ મળ્યો..

“નાં કેશુભાઈ મારે ફિલ્મ જોવા આવવું નથી.”

“કેમ? દર વખતે તું જ અમારી પાછળ પડે છે ને, આજે કેમ નાં પાડે છે?”

તેમને તો એમ જ કે લીરા એમ જ મજાક કરતી હશે, પણ લીરા એની વાત પર મક્કમ રહી. ત્યારે કેશુભાઈ બોલ્યા ” લીરા હું નીરૂબેન ને પૂછી જોઈશ પછી તો કઈ વાંધો નથી ને!”

“પણ કેશુભાઈ મારી તબ્યત સારી નથી એટલે નથી આવવું.”

કેશુભાઈને નવાઈ તો લાગી,

પણ વધારે તો એ વાતનું આશ્ચર્ય થયું કે આજે લીરા આમ બદલાએલી હોય એવી કેમ લાગે છે? ભલે ને કઈ ન કહે, પણ જરૂર કૈક એવી વાત છે કે, જેને પ્રગટ કરવા માગતી નથી. પરંતુ તેમને દુખ એ વાતનું હતું કે લીરા, જે પોતાનાથી કઈ જ છુપું ન રાખે, તે આમ ખોવાએલી કેમ લાગે છે? વાત ને ટાળવાનો પ્રયત્ન કેમ કરે છે? પોતાના વિચારોને મનમાં જ રાખી તેમણે કહ્યું,

“અચ્છા, લીરા નીરૂબેન ક્યાં છે?”

“અંદર રસોડામાં છે. પણ મારી ફિલ્મ જોવાની રજા માગતા નહિ.”

“કેમ તને ડર છે કે નીરૂબેન રજા નહિ આપે?”

નાં એવું તો કઈ નથી, પણ મારી તબ્યત જ સારી નથી.

તેથી મારે જ આવવું નથી.”

“ભલે તું ન આવતી, હવે કઈ છે? પણ નીરૂબેન ને તો ટીકીટ આપીશ ને.”

“ના ભાઈ તમે જ આપી આવો ને.”

કેશુભાઈ લીરાની રૂમમાંથી ઉઠી રસોડામાં નીરૂબેન પાસે ગયા. નીરૂબેન કઈ કામમાં હતા. તેમને તો ખ્યાલ જ ન હતો કે કેશુભાઈ ક્યારે આવ્યા?

“કેમ નીરૂબેન શું કરો છો? નીરૂબેન અવાજ પારખી ગયા, પાછળ ફરીને જોયું તો કેશુભાઈ ઉભા હતા.

“આવો ભાઈ કેમ છો? ઘણા દિવસે દેખાયા!”

“હા જરા કામમાં હતો, પણ અમરભાઈ ક્યા છે?”

“જરા બહાર ગયા છે. આવવા જ જોઈએ. બેસોને,

હમણાં આવશે. કેશુભાઈ! ભાભી કેમ છે? તેમને કેમ સાથે ન લાવ્યા?”

“આજે સાંજે સાથે મળશે જ,

કેમ કે હું ‘નિલકમલ’ ની ટીકીટો લાવ્યો છુ. તમારી, અમરની, મારી, તમારી ભાભીની અને લીરાનીપપણ લીરા ફિલ્મ જોવા આવવાની ના પાડે છે.” નીરૂબેન ને તો એટલું જ જોઈતું હતું. તેમણે કહ્યું તબ્યત સારી નહિ હોય, કઈ નહિ તેની ટીકીટ વેચી નાખશું.”

કેશુભાઈ ને એમ હતું કે નીરૂબેન કેશે “હું સમજાવીશ નહિ કેમ આવે” પણ

આતો ઉલટું થયું. હવે તેમને ફિલ્મ જોવાનો મુડ જ નોતો રહ્યો. જે થોડી આશા હતી તે પણ તૂટી ગઈ. પણ હવે ગયા વગર છુટકો ન હતો.

થોડી વાર આડીઅવળી વાતો કરી ઉઠ્‌યા.

“અમર તો આવ્યો નહિ. તમે બંને થીએટર પર જ આવી જજો. લો આ ટીકીટ રાખો

જેથી કોઈને મોડું થાય તો પણ વાંધો ન આવે.”

“કેશુભાઈ આભાર! પણ થોડી વાર બેઠા હોત તો એમને મળી ને જવાત.”

“બહુ મોડું થઈ ગયું છે. મારે થોડું કામ પણ છે એટલે ઉતાવળમાં છુ. સાંજે તો મળશે જ ને! ચાલો ત્યારે

મળીએ સાજે.” કહી જવા લાગ્યા. થોડી વાર તો મનમાં થયું લીરાને મળતો જાઉં પાછો. પણ પછી વિચાર માંડી વળ્યો. એક રીતે તો સારૂં જ થયું કે તેઓ નીરૂબેન ના દેખતા લીરાને મળવા ન ગયા. નહિ તો પાછા નીરૂબેનના મગજ માં શું એ વિચારો આવત..!

આ પછી તો મોટે ભાગે લીરા કોઈની પણ સાથે બહાર ફરવા કે ફિલ્મ જોવા પણ ખાસ જતી નહિ. કેશુભાઈ ને દુખ એ વાતનું હતું કે લીરા આમ દિવસે દિવસે બદલાતી કેમ જાય છે..?

***

“લીરા આજે તું એકલી જ ઘરમાં છે? અમર ને ભાભી ક્યાં ગયા છે?’

ઘણા દિવસે કેશુભાઈ આવ્યા હતા. હમણાની લીરા પણ તેમને ત્યાં આવતી ન હતી. કેશુભાઈ એ લીરાને

એકલી જ જોઈ એટલે પૂછ્‌યું.

“કેમ તમે તો છો!”

“હું તો હમણાં આવ્યો. એની પહેલા તો તું એકલી જ હતી ને!”

“ના હું એકલી ન હતી.”

“તો બીજું કોણ હતું તારી સાથે?”

“તમે કહી શકો તો ખરા કહેવાઓ.”

“મને શું ખબર પડે? હું કઈ

જ્યોતિષ નથી.”

“તો તમે હારી ગયા બરોબરને..!”

“હા ભઈ હા! હવે કઈ કહીશ?”

“હું એકલી ન હતી. મારી

સાથે મારૂં મન હતું ને..!”

“વાહ રે વાહ! તું તો કઈ

ફીલોસોફરની જેમ વાતો કરે છે ને..!”

“તો શું કહું? કઈ કહેવા જેવું રહ્યું છે જ શું?”

લીરા અનાયાસે જ બોલી ગઈ. પરંતુ કેશુભાઈનું મન આથી વિચલિત થઈ ગયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી લીરાને બદલાએલી જોતા હતા, તેની પાસેથી આજે પૂછવાનો ને કારણ જાણવાનો મોકો મળી ગયો.

“લીરા, એક વાત પુછુ? સાચો જવાબ આપીશ?”

“કેમ ભાઈ આજે આમ પૂછો છો?”

“તું દર વખતે મારી વાત હસવામાં કાઢે છે. પણ આજે તો તારે મને કહેવું જ પડશે.

હમણાં હમણાં તું કેમ કઈ ખાસ બોલતી નથી? ક્યા પહેલાની ચુલબુલી લીરા ને ક્યા અત્યારની ફિલોસોફર..!

જો તું મને આજે નહિ કહે તો સમજીશ કે તને મારા પ્રત્યે લાગણી નથી.”

“છી છી ભાઈ એવું ન બોલો.

સાચું કહું તો તમારી સાથે હું બે મિનીટ પણ વાત કરૂં છુ તો મારા મનનો ભાર ઓછો થઈ જાય છે. પણ, શું કરૂં? હું તમારી સાથે વધારે પડતું બોલું છુ તે કોઈ ને ગમતું નથીપ બધા જેમ ફાવે તેમ બોલે છે. એટલે હવે બોલવાનું કે તમારે ત્યાં આવવાનું બંધ કર્યું છે. બીજા તો ઠીક પણ નીરૂબેન પણ મારા પર શંકા કરે છે. એ પોતે સીધું નથી કહેતા, પણ બીજી રીતે મને કહ્યું કે, પાડોશીઓ મારા માટે જેવી તેવી વાતો કરે છે ને શંકા લાવે છેપ

“હું તમારી સાથે આનંદથી-હસીખુશીથી બોલું છુ ને એટલે. બધા બળે છે. મને એમ કેપકઈ નહિ, લોકો તો ભલે બોલે પણ બહેનને તો ખબર છે કે મારો સ્વભાવ કેવો છે, છતા બહેન જ એમ કહે, પછી બાકી શું રહ્યું?”

લીરાનો અવાજ આટલું કહેતા માં તો ગળગળો થઈ ગયો. એ કેશુભાઈના ધ્યાન બહાર ન હતું. તેમણે લીરાની પીઠ થાબડયા કરી. જેમ એક પિતા પોતાની પુત્રીને પ્રેમથી થાબડે તેમ.

તેઓ જાણતા હતા કે લીરા પિતાના પ્રેમની ભૂખી છે. તે નાની હતી ત્યારથી જ તેના માતા-પિતા બહુ દુર જ્યાંથી કોઈ પાછુ ન આવે ત્યાં ચાલ્યા ગયા હતા. આથી જ તે મોટીબેન ની સાથે રહેતી હતી. મોટીબેન તેને હંમેશા શંકાની નજરે જ જોતા. ને લીરા જાણે તેમને માથે પડેલ બોજો જ લાગતી. ને તેની પાસે ઘરનું બધું કામ કરાવતી. લીરાને તેનું દુખ ન હતું. તેને કામ કરવું તો ખુબ ગમતું. ઉલટું કોઈવાર કઈ કામ ન હોય તો તે કંટાળી જતી. પરંતુ તે પ્રેમ ની ભૂખી હતી. તેને હંમેશ એમ થયા કરતુ કે મને મારૂં કહી શકાય એવું કોઈ જ નથી, જેને હું મારા દિલની વાત કહી શકું. હા! જ્યારથી તેને કેશુભાઈ સાથે ગાઢ સબંધ બંધાયો ત્યારથી તે વધારે આનંદિત રહેવા લાગી.

કેશુભાઈને પણ કોઈ બાળકો

ન હતા, જેની તેમને હંમેશ ખોટ સાલતી. પણ ડોક્ટરોએ તેમને નિદાન આપી દીધું હતું કે તેમની પત્નીને બાળક થવાનો કોઈ સંભવ નથી. તેમની પત્ની ખુબ જ સરળ સ્વભાવની હતી. તેથી તે કઈ શંકા લાવતી નહિ. લોકો ભલે જેમ બોલવું હોય તેમ બોલે તેને પોતાના પતિ ઉપર પૂરો વિશ્વાસ હતો. એથી જ તો તેમનો બંનેનો પ્રેમ નવા પરણેલા હોય તેવો જ રહ્યો હતો ને..! પ્રેમ ની ગાંઠ વિશ્વાસ પર તો બંધાએલી છે.

લીરા આગળ બોલી,

“કેશુભાઈ તમને તો મારા ઉપર લાગણી છે ને! હું તમને જ્યારે પણ મળું છુ ત્યારે એમ થાય છે કે જાણે મને મારા પપ્પા મળ્યા.” પપ્પાની યાદ થી તે વધારે બોલી શકી નહિ. આજે પહેલીવાર તે પોતાના દિલની વાત કેશુભાઈ એ કહી રહી હતી. કેશુભાઈ બોલ્યા,

“લીરૂં એમાં તને કઈ શંકા છે? હું તો તને મારી દીકરી જ માનું છુ. મને એમ થાય છે કે તને મારા ઘરે જ રાખું. તને ખબર છે ને કે તારી ભાભી મને શું કહેતી હતી?”

લીરા વચ્ચે જ બોલી,

“શું તે વળી એમ કે, ‘એ સાંભળો છો કે! કાલે લીરાને

આપણા ઘરે લઈ આવજો!’”.

એવા લહેકાથી લીરા બોલી કે કેશુભાઈથી હસ્યાં વગર રહેવાયું નહિ. તેમને થતું હતું કે આટલી હસમુખી, કોઈ ને લાગે પણ નહિ કે તે મન થી દુખી હશે. તેનું ખરૂં કારણ એ જ હતું કે તે કોઈની પણ પાસે પોતાનું દુખ રડતી નહિ. તે એમ જ માનતી કે જીવનમાં બસ હસતા રહેવું બધા સામે. રડવાથી કોઈ આપણું દુખ લઈ નહિ લે. જો આપણે હસી ખુશીથી જિંદગી જીવશું તો બધા આપણી સાથે બોલશે, પણ જો આપણે બધા પાસે આપણા રોદણાં રોવા બેસશું તો આપણી બધા હાંસી ઉડાડશે.

કેશુભાઈ બોલ્યા,

“તે કેવી રીતે જાણ્‌યું કે તારી ભાભીએ આમ કીધું હશે?”

“કેમ વળી તમારા ચહેરા પરથી જ ખબર પડી ગઈ કે તમે મને આજે ઘરે લઈ જવા આવ્યા છો. પણ નીરૂબેન ને આવવા દો, તેઓ હા પાડશે તો જ હું આવીશ.”

“કેમ હવે મારા ઘરે પણ આવવાની ના પડશે?”

લીરા કશું ન બોલી. શું બોલે. પોતે બહેનનો સ્વભાવ જાણતી હતી. મનમાં આવે તો હા પાડે નહીતો નાં એ પાડે. આમે હમણાનું કઈ ને કઈ ટોક્યા કરતી.

તેને અચાનક યાદ આવ્યું હોય તેમ ઉભી થઈ ને રસોડામાં કેશુભાઈ માટે ચા બનાવવા જવા લાગી. તેને જતી જોઈ ને કેશુભાઈ બોલ્યા?

“લીરા ક્યા જાય છે?”

“હું તો તમારા માટે ચા બનાવવાનું જ ભૂલી ગઈ. તમે બેસો. હું હમણાં જ ચા બનાવી ને લાવું”.

‘લીરા રહેવા દે ને. ચા તો પીધી જ છે. આજે ઘણા દિવસે બે ઘડી વાતો કરવા આપણે બેસી શક્યા છીએ.”

થોડી આડી અવળી વાતો કરી ત્યાં નીરૂબેન ને અમર આવ્યા. કેશુભાઈ ને જોઈ ને તેમની સાથે વાતો કરવા બેસી ગયા. ને લીરાને ચા બનાવવા કહ્યું. લીરા ચા બનાવવા ગઈ એટલે નીરૂબેને વાત કાઢી,

“જુવો ને આ હજુ આમ જ અલ્લડ ની જેમ રહે છે. હવે તો તે પરણવા જેટલી થઈ.

મેં તો નક્કી કર્યું છે કે તેને જલ્દીમાં જલ્દી કોઈ મુરતિયો મળે કે પરણાવી દઉં. એક ધ્યાનમાં પણ છે પણ લીરા માનતી નથી.”

લીરા ચા બનાવીને આવતી હતી પરંતુ તેના વિષે વાતો થતી સાંભળી બારણા આગળ જ ઉભી રહી ગઈ.

કેશુભાઈ બોલ્યા,

“છોકરો કેવો છે? ઉંમર શું .છે?”

“ઉંમર તો ખાસ નહિ હશે ૩૨ ૩૫ ની આસપાસ. બીજવર છે. પરંતુ તેઓ સામેથી ખુબ આપવા તૈયાર છે.”

કેશુભાઈ સાંભળી રહ્યા. તેમને થયું, આ નીરૂબેન લીરાને વેચવા જ બેઠા છે.

પરંતુ અત્યારે તો તેઓ કઈ જ ન બોલ્યા. ચા પી ને તરત ઘેર ચાલ્યા ગયા. લીરાને લઈ જવાની વાત પણ હાલના સંજોગો પ્રમાણે ન ઉખાડી. પણ જતા જતા એક નિશ્ચય મનમાં કરતા ગયા.

***

“જો તો લીરા આપણા ફોટા કેટલા સુંદર આવ્યા છે?”

“કેશુભાઈ તમારા કરતા તો મારી ભાભીનો ફોટો સુંદર છે.”

“હા ભઈ હા! ગમે તેમ તોય હવે અમે બુઢા થઈ ગયા. તમે રહ્યા જુવાન!”

“તમને વળી બુઢા કોણ કહે?”

“તું જ તો કહે છે.”

“બસ કે ભાભીના થોડા વખાણ કર્યા એટલે ચઢી ગયું મોઢું!”

“ના રે ના, આમે તારી ભાભી વખાણ કરવા જેવી જ તો છે!”

એ ફોટા એ લોકો ફરવા ગયા હતા ત્યારના હતા. એક ફોટામાં કેશુભાઈ અને તેમની પત્ની વચ્ચે લીરા બેઠી હતી. એક ફોટામાં લીરા નાની બેબી હોય તેમ ભાભીના ખોળામાં બેઠેલી હતી. કેશુભાઈ ના પત્ની આનંદીભાભી પણ લીરાને દીકરીની જેમ જ ચાહતા હતા. બહુ પહેલા તેઓ આમ સાથે ફરવા ગયા હતા. હવે તો જાણે વાત સ્વપ્નવત થઈ ગઈ હતી.

***

એકવાર કેશુભાઈ અને એમના પત્ની આનંદીભાભી વાતો કરતા હતા. કેશુભાઈ થી બોલાઈ ગયું,

“અની, આપણને પણ જો દીકરી હોત તો અત્યારે આટલી મોટી થઈ ગઈ હોત.

ને આપણે તેને પરણાવી હોત.” કેશુભાઈ પત્નીને લાડથી અની કહેતા. તે મશ્કરી કરતા બોલ્યા, “તમે

હજુ કઈ ઘરડા નથી લાગતા. બીજીવાર પરણી જાવ. આમે હું તો ઘરડી થઈ.”

“એ અની, વધારે વટ વટ શેની કરે છે? હું કઈ આપણને બાળક નથી એટલે નિરાશ નથી થતો. આતો લીરાને ને જોઉં છુ ને મને એવા વિચાર આવે છે.”

“તો પછી તમે તેને જ તમારી દીકરી માનો ને.”

“એટલે શું તું નથી માનતી?”

“એ પણ કઈ કહેવાની વાત

છે! તમારા પુરૂષોની જેમ, અમે સ્ત્રીઓ કહેવા નથી રહેતી. મનથી સમજે.”

આમ આ દંપતી ૨૦ વરસથી સહ જીવન આનંદ ઉલ્લાસથી વીતાવતું હતું.

તેમનો પ્રેમ સદા જુવાન રહેતો. તેનું કારણ બંને ને એકબીજા પર ખુબ શ્રદ્ધા હતી. વિશ્વાસ હતો. અને આ શ્રદ્ધા અને વિશ્વાસ જ બંનેને એકબીજાની નિકટ રાખતા.

***

આજે લીરાના લગ્ન હતા.

લીરા પણ ખુબ ખુશ હતી.

તેને ગમતો જીવનસાથી

મળ્યો હતો. તેણે મનમાં

કેવા કેવા સ્વપ્નાઓ સેવ્યા હતા, જે આજે પુરા થવા જઈ રહ્યા હતા.

એક બાજુ તેને આનંદ હતો તો બીજી બાજુ આ ઘર. આ વાત્સલ્ય છોડીને જવાનું દુખ પણ હતું.

જોકે લીરાની બહેન ખુશ ન હતી. કારણ કે પોતાની પસંદગી ના પાત્ર સાથે લગ્ન કરવાની લીરાએ ધરાર ના પાડી હતી. ને

કેશુભાઈએ જે છોકરો બતાવ્યો તે તેણે પસંદ કર્યો.

એનું કારણ જુવાન હતો, કમાતો હતોપહા બહુ પૈસાદાર ન હતો પણ પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે એટલી એનામાં તાકાત ને આવડત હતી. કોઈના પર આધાર રાખે તેવો ન હતો. તેથી જ લીરાએ પોતાની પસંદગી એના પર ઉતારી હતી.

નીરૂબેનને લીરાના લગ્નનો ખર્ચ કરવો ન હતો એટલે જ એમણે પૈસાદાર પભલે તે બીજવર હતોપબાપાના પૈસે લહેર કરનારો પસંદ કર્યો.

જેથી એમને પણ લાભ થાય.

પણ અમર સમજુ હતો..એને સાળી માટે લાગણી હતી એટલે કેશુભાઈએ બતાવેલ છોકરાની હા પાડી. લગ્ન ના ખર્ચમાં અમર થોડો ઘણો ખર્ચ પણ કરવા તૈયાર થયો. બાકી ખર્ચ કેશુભાઈ કરવા તૈયાર જ હતા.

પણ કોણ જાણે કેમ નીરૂબેન ને આમે ખટકતું હતું ને એમાં કૈક વાંધો પડયો એટલે હાથ ઉચા કરી દીધા. ને અમરને પણ ખર્ચ કરવાની ઘસીને નાં પાડી દીધી.

લીરા પર તો જાણે આપત્તિ આવી ગઈ. જો આ લગ્ન માં વિઘ્‌ન આવે તો એને તો જીવનમાંથી રસ જ જતો રહે.

પરંતુ કેશુભાઈને આ વાતની ખબર પડી ત્યારે એમણે લીરાને કહી દીધું,

“તું જરાય ચિતા ન કર અમે બંને તને કન્યાદાન આપશું.

મનમાં કોઈ પણ જાતનો ઉચાટ રાખીશ નહિ..તું તારી તૈયારી ચાલુ રાખ. તારી ભાભી સાથે જઈને જે જોઈએ તે લઈ આવ. બાકી અમે સંભાળી લઈશું.”

લીરા તો ગળગળી થઈ ગઈ. ને કેશુભાઈને વળગીને ખુબ રડી. આ આંસુ હર્ષના હતા.

આજે જાણે એને પિતાનો પ્રેમ ને છત્રછાયા મળ્યા.

***

લગ્ન ધામધુમથી થઈ ગયા. કેશુભાઈ ને એમના પત્ની આનંદીભાભી એ જ કન્યાદાન આપ્યું. લોકલાજે નીરૂબેન અને અમર પણ હાજર હતા.

વિદાયની ઘડી આવી. દીકરી માટે આ ઘડી ખુબ જ નાજુક હોય છે. કારણ કે તેણે પોતાનું બધું છોડીને અજાણ્‌યા ઘરે, અજાણી વ્યક્તિઓ સાથે નવું જીવન શરૂ કરવાનું હોય છે. જે વાતાવરણ નો સેહ્‌જે ખ્યાલ ન હોયપજાણે જડમૂળ થી ઉખાડી તરૂને બીજે વાવો ને જો ખાતર પાણી બરાબર ન મળે તો જે દશા એ તરૂની થાય એવી એની થાય. દીકરીએ તો પોતાના મુળિયા નવા જીવનમાં બરાબર પ્રસ્થાપિત થાય એનો પ્રયત્ન પણ પોતે કરવો પડે.

લીરા બધાને પગે લાગી. છેવટે કેશુભાઈ ને એના ભાભીમાં જ્યાં ઉભા હતા ત્યાં આવી બંને ને પગે લાગી.

કેશુભાઈ એ અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપ્યા ને એક જવાબદાર પિતા ની જેમ શીખ આપી,

“લીરૂં હવે તારે એક જ મંત્ર યાદ રાખવાનો છે જેમ સીતાએ રામને કહ્યું હતું તેમ

સુખ દુઃખમાં જીવનની હરેક ક્ષણે બંને સાથે હશો.”

કેશુભાઈ વધારે બોલી ન શક્યા. લીરા પણ એમને વળગીને ખુબ રડી. એને છાની રાખવી મુશ્કેલ થઈ ગયું. અત્યાર સુધી કેશુભાઈ કહેતી હતી તે બોલી,

“પપ્પા મને ભૂલી તો નહિ જાવ ને..!”

દીકરી તને કેમ ભૂલીશ? તું તો મારૂં સર્વસ્વ છે. હવે હું અહી કોની સાથે મસ્તી કરીશ?”

ગાડી તૈયાર હતી આ વખતે

લીરા અને તેના પતિ બંને ને ફરી પગે લાગી ગાડીમાં બેઠા. ત્યારે છ આંખો અસ્રૂભીની હતી. એ આંસુ હર્ષના હતા કે વિયોગના દુખના હતા એ કહેવું મુશ્કેલ હતું.

લતા સોની કાનુગા.