Asmanjas no abhyas books and stories free download online pdf in Gujarati

અસમંજસ નો અભ્યાસ

''અસમંજસ નો અભ્યાસ'' - ઢોંગી ઝાંઝવા !!

સપનાની ટોકરી માનું એક ધૂંધળું ...થોડું,વાદળ છાયું પણ સ્પષ્ટ હાસ્ય વાળું એક નાનું સપનું ......જોયું તું ... જોયું છે ...અહ ... જોયું તું ....!!! એટલે માનવસહજ એને અડી પાસે પામવાનો ઉત્પાત ....એ સ્વપ્ન ને સંઘર્યા લગભગ દસકો તો ગણી જ લેવાનો ...હો!!, ને હજુ પણ આમ તો ડાયરીની બેવનના મહેકતા ગુલાબના ફૂલ જેવું જ ...., ડોકિયું કરી બહાર આવતા લગીરે વાર ના લાગે ...પણ તમને જાણી ને નવાઈ લાગે એવી વાત કે એ હતું એક ઢોંગી અલ્લડ, હા ... ઢોંગી ઝાંઝવું બીજું શું ઉપનામ આપું હું એને ...?, ઝાંઝવા તો મેં ઘણાંય જોઈ પારખ્યા છે,પણ આવા ઢોંગી ઝાંઝવા ??? પહેલીવાર મારા માં જીવસટોસટ નીકળતા જોયા ...ને નવાઈ ની વાત તો એ છે મેં એ ઝાંઝવા ને રોક્યા વગર મુજ માં પેસવા દીધા, એના ઢોંગી હોવાનો વિચાર સુધા મન મગજ માં હતો નહિ .

સુંદર, મનોહર, નયનરમ્ય, અને પછી તો જાણે મારા જ આંગણાનો રાતરાણી પારિજાત જેવો મહેકતો કેવડો ..#@ મારી આંખોની ગરમીમાં આવેલું એક શાંત પણ ખટમધૂરું જળ .., '' listen yar ..... they use to trouble you like anything mind my words '' my friends told me thousand times ... પણ હું .... આ હાઆઆ હા ....એ જુના ડાયરીના પાનાની મહેક પાછળ એવી તો ખેંચાયેલી .,..પાગલ બનેલી કે જાણે, એ મારો મીઠો દરિયો અને હું એનું ખારું ઝરણું ... હવે તમે જ કહો ઝરણાં કદી તમે ખારા જોયા છે ? ને આ બહોળા ખારવા ક્યારેય મોરસના ક્યાં થયા છે ? પણ એ ઢોંગી ઝાંઝવા જેવું મારુ પણ ગણિત ચાલવુ..… સમજણ હોવા છતાં .....,,, આ બુદ્ધુવેડામાં કોણ જાણે કેમ મારુ મન લાગી ગયું હતું.

રાત ની સવાર પાડવા મથતું મારુ મન એકી ટસે ઓલા ખારા જળ માં વિહર્યા કરતુ . સુગંધ જાણે લળી લળી ને મને પેરાવે એનો હૈયા હાર, કુંમ કુંમ લઇ અડીખમ એના સ્વાગત માં ઉભો રહેલો મારા મન નો પ્રચાર, મન બહોળું થઇ કહી રહ્યું હતું હવે કર વ્યહવાર, સઘળું જાણે ખુશી જેવું જ મારી ચોમેર, આ શમણું, આ ભ્રમ, આ ખુશી, આ ગૂંચવણ, આ અટકચાળું બનેલું પેલું સુષુપ્ત મનડું, એક ઝણઝણાટી ની લહેર આ બધું જ હું પચાવી ગઈ એવું લાગવા માંડ્યું હતું . પણ આ ખુશી જેવા માહોલ માં હું એ તો વિસરી જ ગઈ કે અંતે તો એ પેલું ઢોંગી ઝાંઝવું જ છે ..., એણે એના મેઘધનુષી રંગો વિખેરવામાં કોઈ કસર છોડી ના હતી .... સાથે સાથે મને પણ એ રંગતો ગયો ...!!! અમને જાણે એકબીજા ની what u called ....આદત..... હા આદત કહી શકાય... એ જ પડી ગયેલી ...કાચા દોરાના ઓલા પાક્કા રંગ ઠેઠ સુધી રંગી જ વળ્યાં હતા, એમાં કોઈ શંકા નોતી . બસ કોશિશ ની પીછેહઠ ના થાય એવી મારા મન ની ખુબ ઈચ્છા હતી.

સમય વિસરતાં જોત જોતા માં જ ઝટકા સાથે ઓલા દરિયાનું જળ ખારું થએ ગયું ...આમ તો કહી શકાય કે ખોરું થઇ ગયું,અને એ વાત નો વિશ્વાસ આવતા જ આ દસકો વીતી ગયો ... અને પ્રશ્ન હજુ ત્યાં અડીખમ ઉભો મને સામો જ વળગી રહ્યો હતો.

સુજકા જેવું તત્વ તો જાણે નાબૂદ થઇ ગયું આ ઝટકા થી, જાત સંભાળી સ્વેત રંગ માં લાવાવની કોશિશ કરવા મથતી મારી દલડી, મનડી, બિચારી લોથપોથ થઇ ચુકી .

અંગુઠાછાપ હોવાનો મારો ડોલ હવે પૂરો કરવાનો સમય હતો . દસકા દામિયાન ઘણી એવી કોશિશ કરેલી કે આ દિવાસ્વપ્ન મારાથી લગરીક જાજુ નહિ પણ લગરીક દૂર થઇ જાય ... !! પણ કોણ જાણે શું પ્રસરેલું મારા મહી કે હું ધક્કો એને બાર મારુ અને એ મારુ બેટુ અંદરથી હરખાતું જાય,,, :), મલકાતું જાય :) ને જાણે એવું અટ્ટહાસ્ય હસે ... કે આપણી આંખ આપોઆપ રડી પડે .

હવે તો આની હદ થઇ ગઈ હતી ...ઘણે અંશે હું પણ જાણી ગઈ હતી કે, આ લોટાનું જળ મારા કોઈ કામ નું નથી . પણ પેલી કેહવત છે ને .. '' તરસ્યા ની તરસ નો તાગ ના મળે '' અને'' કીધે કુંભાર ગધેડે ના ચડે '', એમ હું પણ છલકાતી રહી ... અધૂરા ઘડાની માફક ....એને શોધવામાં, એને એક નજર જોવામાં, એને આંખો ભરીને પીલેવામાં, અને મોકા મળે એનામાં થોડું જીવી લેવા માં હું અને મારો જીવ વચવચતા રહ્યા.

આંખે અંધારા આવ્યા, આંગળના વેઢ ભુસાયા,ચાંદ સિતારા ખુબ જાણીતા હતા એ સઘળા અજનબી બની ગયા ...ઓલા ઢોંગી ઝાંઝવા જેવા; !! રાહ જોયી તો પણ શેની ? કે ક્યારેક ભૂલથી પણ એ ભરેલો ઘડો છલકાય ....!!##** આમ તો રાહ જોયા જ કરું છું ....

પથ્થર તો કશું ના કેહવાઈ એના થી પણ વધુ કઠોર થઇ ઘણી વાર એ ઘડાના એ, કળશના જળને ઠોકર મારી ..જાત શોધવાની જુરરત કરી ચુકી હતી.

ઘણા ડખોળા અને મેહનત છતાં '' ચાર દિન કી ચાંદની ને બાકી અંધેરી રાત '' જેવો માહોલ હતો અને છે ....પણ હવે મન મક્કમ કરી આગળ વધવું તો રહ્યું જ ...મારી આસપાસના ઘણા નજીકના સબંધીઓ એ ઘણાંય મીઠા અને શીતળ સરોવરો ની ઓળખ કરાવાની કોશિશ કરી ..સાથે હું પણ મને ક મને એના નનૈંયા ની દરકાર કર્યા વગર ...જોડાઈ ને થોડું થોડું છલકાવાની કોશિશ કરવા લાગી.

પણ ''દળી દળી ઠાલાવ્યું બધું ઢાંકણી માં'' ને, એમને એમ કે કૈક નવો પ્રવાહ મારા જીવ મહી વહે અને ઓલું સંઘરેલું હવે બસ ટબૂડી જેટલું બચેલું (એ લોકો ના મતે) જળ નવા શીતળ જળને મળી એની અક્કડ, એનો દંભ, અને જીદ છોડી દે અને નવા જળમાં ભળી મને વહેતી કરે.

યાત્રા હતી ત્યાં ને ત્યાં ને અમે મુસાફરી કરી કોણ જાણે ક્યાં પહોંચેલા ? પણ છતાં યાદો નું એક ..વાયુસ્તર ભળે ને હું...... ધડ ..ધડ.. ખડ.. ખડ... કરતી સીધી વર્ષ ૨૦૦૬, ૦૭, ૧૦, ૧૨, માં સારી પડું ને બાકી ની સઘળીયે શાહુકારી મિથ્યા લાગવા માંડે . ટબુડીના જળની એટલી જીદ છે કે મને બહોળા સાગરમાં નહિ જ ભળવા દે ...પણ આ વખતે મારી પાસે વિકલ્પ નથી અને વિક્લપ આમ તો મારે લેવા જેવો પણ નથી . મેં ખુબ ચિંતન કરી વિચાર્યું છે કે હું મારી જાત ને યોગ્ય જળ માં સમર્પિત કરી ને જ રહીશ ...આ વાક્ય ના અનુસ્વાર માં પણ સત્ય છે .... હું જોવ છું કોણ રોકે છે ..?

મારી અધૂરપ ને પુરી કરવાનો ખુબ નેક ઈરાદો છે ને પાક મન થી કરેલો નિર્ણય છે ..જોઈએ આ ઉભરાયેલું દૂધ મને ક્યાં સુધી લઇ જશે ..? આ ઉભરો એક ઉમળકા ની આશ લઈને આવે એવી મારા મન ને આશા, ઈચ્છા અને મનોકામના છે ...!! ( મારા અંતર ની ઈચ્છા છે કે મારી અંદરનું ટબૂડી, કળશ, અને ઘડામાં રહેલું જળ ભળવાની ભૂલ કરે તો સારું !!)