Moje fakiri books and stories free download online pdf in Gujarati

મોજે ફકીરી

મોજે ફકીરી

સંત (સાચ્ચો ભક્ત) / ફકીર કોને કહેવાય?

સાચ્ચા ભક્ત મા આ ત્રણ ગુણ આવશ્ય જોવા મળશે, એમની આદત મા સુર્ય નો સ્ર્વવ્યાપી તેજ, ભુમિ એટ્લે કે જમીન જેવી વિનમ્રતા અને દરિયા જેવી સખાવત (દાની હોવાનો ગુણ).

સુર્ય નો સ્ર્વવ્યાપી તેજ: સુર્ય જ્યારે પ્રકાશ આપે છે ત્યારે તે કોઇ ધર્મ, જાત કે ચામડી ના કલર નો ભેદભાવ કરતો નથી. એજ રીતે, સાચ્ચો ભક્ત ભગવાને સર્જેલા બધાજ માનવી અને પ્રાણિઓ માટે સરખા મન થી મદદરુપ થાય છે. કોઇ એમને આવકારે કે ના આવકારે તે પોતાનો જ્ઞાન નો પ્રકાશ બધા પર નાખે છે.

ભુમી જેવી વિનમ્રતા: તમે ક્યારેય જોયુ, જમીન બોલે, એ ભાઇ તુ મારા પર ના ચાલ, દુનિયા ના સારા અને ખરાબ ભધા જ માંનવી જમીન પર ચાલે છે, અને જમીન નો સ્વ્ભાવ જ છે કે કોઇ હુ તો બનીજ છુ તમારા પગ નીચે રેહવા. આમ, સાચ્ચો સંત પણ ખુબજ વિનમ્ર સ્વભાવ ધરાવતો હોય છે.

દરિયા જેવી સખાવત (દાની હોવાનો ગુણ): પાણી નો ગુંણધર્મ છે કે તે ભધા ની આતસ શાન્ત જ કરે છે, તે પણ ક્યારેય કોઇ જાત નો ભેદભાવ કરતી નથી. એમ, સંત પણ ભધાજ સજીવો ને મદદરુપ થાય છે. ખરેખર, સંત નો પુરો જીવન બીજા માટે હોય છે, તે કદી પણ પોતાના માટે જીવતા નથી.

સાચા હ્રદય ની ભક્તિ

કહેવાય છે, આ સંસાર મા ભક્તો ઓછા નથી, બસ સાચા હ્રદય ની ભક્તિ હવે જોવા મળતી નથી. ભગવાને જયારે સંસાર બનાવ્યુ ત્યારે તેમા ‘અશરફુલ મખ્લુકાત’ એટલે કે, મનુષ્ય ને બીજા બધા પ્રાણીઓ કરતા સ્રર્વશ્રેષ્ઠ બનાવ્યુ. કેમ કે, બીજા પ્રાણીઓ ની સરખામણી મા મનુષ્ય વધારે લાગણીશીલ તથા બુધ્ધિ ધરાવે છે.

આ વાર્તા પ્રાચિન યુગ મા આવેલ એક ઋષિમુનિ તથા તેમને કરેલ ભક્તિ પર કેંદ્રિત છે, પ્રાચિન કાળ મા ઋષિમુનિઓ ખુબજ લાબુ આયુશ્ય જીવતા, અને ભક્તિ મા તલ્લિન થઇ ભગવાન ને મનાવવાનો પ્રયત્ન કરતા હતા. આવા જ એક ઋષિવર હતા, જેમણે પોતાના આયુશ્ય ના ૪૦૦ વર્ષ ભગવાન ને રાજી કરવામા લગાડી દીધા. ૪૦૦ વર્ષ ની ભક્તિ ને અંતે ભગવાન દ્વારા તેમની ભક્તિ ની કસોટી લેવામા આવી.

ભગવાને દર્શન આપીને કહ્યુ, “ હે ઋષિવર ! મે તમારી ૪૦૦ વર્ષ ની ભક્તિ નો અસ્વિકાર કર્યો.” આવુ સાઁભળી ઋષિવર ગદગદ થઈ નાચવા માંડ્યા.

(જો કદાચ તેમની જગ્યાયે આપણા જેવો હિસાબ કરવા વારો કોઇ મનુષ્ય હોત તો કદાચ ભગવાન ની સામે થઈ કરેલ ભક્તિ નો પણ હિસાબ લેતો.)

ભગવાને ઋષિવર ને પુછ્યુ કે, “ મે તમારા ૪૦૦ વર્ષ ની ભક્તિ નો અસ્વિકાર કર્યો પણ તમે ગુસ્સે કે અફ્સોસ કરવાને બદલે ખુશ થઈ નાચવા માંડ્યા, કેમ?”

ઋષિવરે ખુબજ સાચ્ચા હ્રદય થી જવાબ આપ્યો કે, “ હે મારા પ્રિય, મારુ કામ હતુ તમારી ભક્તિ કરવાનુ, અને તમારુ કામ હતુ એનો સ્વિકાર કે અસ્વિકાર કરવાનો. જો હુ એવી શર્ત રાખુ કે મારી ભક્તિ સ્વિકાર થવીજ જોઇએ. તો એ ભક્તિ નહિ પણ તમારી સાથે ભક્તિ ના નામે સોદો કરી રહ્યો છુ. મારો હ્રદય તો એટલે ખુશ છે કે હુ તમારા ભક્તિ નો સ્વિકાર થયેલ ભક્તો મા ના આવ્યો, પણ મારુ નામ અસ્વિકાર થયેલ ભક્તો મા તો આવી ગયુ, એજ મારા માટે ખુબજ મોટી વાત છે.”

તારણ : કોઇ પણ કામ સાચ્ચા હ્રદય થી કરો. જે પણ કામ સાચ્ચા હ્રદય થી કરવામા આવે છે તેનો ફળ અવશ્ય મળે છે. તમે સાચ્ચા માર્ગ પર હશો તો તમારી કસોટી થશે પણ ડર્યા વગર આ કસોટી નો સામનો કરવો એનુ જ નામ જીવન.

માલીક તથા નોકર

જુના જમાના મા ગુલામી પ્રથા હતી, તે સમયે એક ધનવાને એક ગુલામ ની ખરીદી કરી. માલીક નો સ્વ્ભાવ સારો હોવાથી તેને પ્રેમ સાથે નોકર ને તેના વિશે પુછ્પરછ કરવાની ઇચ્છા થઇ.

તેણે નોકર ને બોલવી પુછ્યુ કે, “ તારો નામ શુ છે.?”

નોકર એ સ્મિથ સાથે કહ્યુ, “ તમે મારા માલીક છો. તમે જે નામ સાથે બોલાવશો, તેજ મારુ નામ.”

નોકર નો આવો સરસ જવાબ સાઁભળી માલીક ખુબજ ખુશ થઇ ગયા. તેણે હજુ ઇચ્છા થઇ કે આ કઇક અલગ માણસ લાગે છે, જરા હજુ વાત વધાવીયે.

માલીકે ફરી પુછ્યુ કે, “ ભાઇ, તુ શુ પહેરીશ, શુ ખાવાંનુ પસંદ કરીશ, જરાક માહિતી તો આપ.”

નોકરે ફરી હસ્તા મુખે જવાબ આપ્યો, કે, “ તમે જ મારા માલીક છો, જે આપશો એ ખુશ થઇ ખાઇ લઇશ, જે આપશો એ પહેરી લઇશ., મારા શેઠ, નોકર ની જાત મા નખરા ના હોય, જે માલીક બોલે તે ખુશી ખુશી કરવાનુ હોય.”

હવે, આ કહાની ના પાત્ર મા માલીક એટલે પરમ ક્રુપાળુ પરમેશ્વર અંને નોકર એટલે એક સાચ્ચો ભક્ત દર્શાવવામા આવ્યો છે.

ભગવાન ભધાજ જીવો ને એના જીવન નુ આપીજ દે છે, તકલીફ તો જીવન કરતા વધારે ભેગુ કરવામા થાય છે. તે કીડી થી માંડીને દરિયા ની વ્હેલ ને દરરોજ ખોરાક પુરુ પાડે છે. એક ચકલી જ્યારે સવારે માળા માથી જાય છે ત્યારે તે ખાલીપેટે ભુખી હોય છે પણ, સાંજે તે આવે છે ત્યારે તે ભરપેટ હોય છે. તેણે બીજા દિવસ નુ ભેગુ કરતી નથી. પણ, ભરોસો છે કે ભગવાન આપી દેશે. મારો કેહવાનુ એમ નથી કે કઇ પણ ભેગુ ના કરો, પણ ભરોશો પણ રાખો.

તારણ: ઇશ્વર પર શ્ર્ર્ધા પુરા મક્કમ મન થી રાખો, જો એણે માલિક માનતા હોય તો એના કરેલા નિર્ણય ને પણ માનો. જૉ આપણા મન નુ થાય તો સારુ, જો ના થાય તો વધારે સારુ. ન થવામા પણ ઇશ્વર ની કઇક ઇચ્છા હશે.

સાચ્ચો જ્ઞાન

સાચ્ચો જ્ઞાન એટ્લે શુ? આપણે દોકતર થઇ ગયા, કોઇક મોટા બિજ્નેસ મેન થઇ ગયા એટ્લે થાય કે આપણે તો જ્ઞાન ના દરિયા ને દરિયા પી ગયા હોય એવો ઘમંડ કરીએ છીએ. પણ, સાચ્ચો જ્ઞાન એ કોઇ પણ હ્રદય નો જ્ઞાન છે. એ દર્શાવવા આ એક વાત રજુ કરવામા આવી છે.

એક ખુબજ મોટુ વિધ્યાસંકુલ હતુ જેનુ નામ ચારો તરફ બોલાતુ હતુ. આ સંકુલ ના પિતામહ તેમના શિષ્યો ની સાથે એક નદી ના કિનારે પાઠ સમજાવતા હતા. ત્યા દૂર થી એક સંત ચુપચાપ પિતામહ નો પાઠ સાઁભળી રહીયા હતા. પિતામહ ચોપડી ઓના ભંડાર ખોલી ખોલીને સમજાવતા જાય. પાઠ સમાપ્ત થયો એટ્લે સંત પિતામહ પાસે ગયા અને તેમને આદર સાથે પુછ્યુ કે, “ પિતામહ, આ શુ છે જરા આ જ્ઞાન મને પણ સમજાવો ને.”

પિતામહ ને તેમના જ્ઞાન નો ઘમંડ હતો એટ્લે તેમને સંત ને ગુસ્સા થી કહ્યુ કે, “ એ સંત, આ એવો જ્ઞાન છે જે તમારા મગજ ની બહાર છે, જાવ અહિ થી.”

સંતે આટ્લુ સાઁભળી ને પિતામહ ની બધા જ પુસ્તકો નદી મા નાખી દીધા. હવે, પહેલા ના જમાના મા તો સ્યાહી થી લખેલ જ્ઞાન હતુ જે કાગળ પર લખાતુ એટ્લે પિતામહ ગુસ્સે થઇને બોલ્યા કે, “ સંત, તે આ શુ કર્યુ? આમા મારા આખા જીવન નો જ્ઞાન હતો જે પાણી મા ધોવાય ગયુ.”

આ જોય સંતે પિતામહ ને કહ્યુ કે તમે થોડી ઘડી થોભો.

આટ્લુ કહી સંત નદી મા ઉતરી ગયા અને એક પછી એક ચોપડી કાઢીને પિતામહ ને આપતા ગયા. સંત ચોપડીઓ પર હાથ રાખતા અને ચોપડી માથી ફક્ત પાણી દુર થતુ અને લખાયેલા શબ્દ પેહલે ની જેમ થઇ જતા. આ જોય પિતામહ આશ્ચર્ય થઇ ગયા.

સંતે બહાર આવિને પિતામહ ને પુછ્યુ કે, “ પિતામહ, જરાક જોઇ લો, શબ્દ બરાબર તો છે ને..”

આ બધુ જોઇ ને પિતામહ એ સંત ને પુછ્યુ કે, “ આ કયુ જ્ઞાન છે.?”

તો સંતે હસ્તા મોઢે જવાબ આપ્યુ કે, “ આ એવુ જ્ઞાન છે જે તમારા મગજ ની બહાર છે.”

તારણ: સામાન્ય દેખાતી વ્યક્તિ પણ પોતાની કળા મા માહિર હોય છે, એટ્લે ક્યારેય પણ પોતાની આવડત પર ઘમંડ કરવો નહિ. બધા સાથે વિનમ્રતા તથા આવકાર સાથે વાત કરવી.