Kon Sachu books and stories free download online pdf in Gujarati

કોણ સાચુ

“કોણ સાચુ?” - વિજય શાહ

જયારથી ધારીણી લગ્ન કરીને આવી ત્યારથી ઘર કેમ ચલાવવુ બાબતે પ્રફુલભાઇનાં સુચનો વધી ગયા હતા,,

“અરે ત્યાં સુધી કે બ્રાંડેડ જ ખરીદાય અને સેલનાં કપડા તો ના ખરીદાય વાળી વાતોથી અપૂર્વનું ભેજુ ભરમાવવાનું શરુ કરેલ..આમ કરીને નિવૃત્તીનાં આરે આવી ઉભેલા અપૂર્વનાં પપ્પાની વાતો કાપવા મથતા.”

બાપાને ઉવેખતો અને સસરા પ્રફુલને સદા સાચા માનતો. અપૂર્વ ને ઝંઝટ નહોતી જોઇતી.ખાસ તો ધારીણી ને સમજાવવુ સહેલુ પડતું. બાપા તો હજાર ભયો બતાવે અને થવા પાત્ર કામ થવા ના દે. અપૂર્વ જ્યાં કામ કરતો ત્યાં પણ બાપાનો ફોન આવતો અને કાયમ કંઇકને કંઇક સલાહો દેતા તેથી એક વખત ગુસ્સામાં ક્શી દીધુ “બાપા તમને જ્યાં સમજ ના પડે ત્યાં ડહાપણ ડહોળ્યા કરો છો ને તેથી તમારું માનવાનું મે બંધ કર્યુ છે સમજ્યાને.”

“ભલે માનીશ ના, પણ સાંભળજે”

“જે વાત માનવાની ના હોય તે સાંભળીને ફાયદો શું?”

“સારુ તને જ્યારે જરૂર લાગે ત્યારે ફોન કરજે,,મારો ૪૦ વરસ્નો અનુભવ કહે છે દેવુ કરીને ઘી ન પીવું અને સૉડ હોય તેટલી જ ચાદર તાણવી.અને ભઈલા છેલ્લી વાત ત્રેવડ ત્રીજો ભાઇ તેથી દેખા દેખી ન કરવી.”

“સારુ પપ્પા એ બધી વાતો ભારતની છે. અત્યારે અમેરિકામાં તો જેટલું ક્રેડીટ કાર્ડ વધુ વાપરો તેટલું વધુ સારું.” ફોન મુકાઇ ગયો.

“પ્રફુલ જેમ કહે તેમ જ કરે છે આ છોકરો પણ ક્રેડીટ કાર્ડ પર હપ્તે ચઢી ગયોને તો વ્યાજ ૨૪% લાગશે.”

બાપાનો બડ્બડાટ સાંભળતી બા બોલી ”હવે તમે જીવ શું કામ બાળો છો? તમારી ફરજ સમજીને તમે કહ્યું. ઘોડાને વાવ સુધી લવાય પણ પાણી તો તેણે જ જાતે પીવુ પડેને? વાર્યા ના વળે તે હાર્યા વળે”

“હા. તે તો છે જ..પણ આપણી ફરજ તો ભુલ ના કરે તેથી ટકોર કરવાની ફ્રરજને?.. “

ધારિણી કહે તેમ અને કહે તેટલું જ ઘરમાં આવે અને બાપાનો જીવ બળે. વધેલું પાછું નહીં આપવાનુ પણ ટ્રેશ કરવાનું. અરે ભાઈ જરુર હોય તેટલું જ લાવોને… બાપાની આ ફરજોને કચ કચ માનતી ધારીણી અને પ્રફુલભાઇએ આખરે બાપા અને બા ને ઘરડાઘર બતાવ્યું ત્યારે બોલ્યા” હાશ! હવે આપણું રાજ...”

અપૂર્વ માનતો કે નાના હતા ત્યારે અમને ડે કેરમાં તમે મુકતા ત્યારે તમારી દ્લિલ હતીને કે સરખી ઉંમરનાં સાથે રહે તો તેમને પણ ગમે. બસ તેમ જ તમે સરખી ઉંમરના સાથે રહો,

ચારેક મહીના ગયા હશે અને નાની નાના નાં ધામા અપૂર્વનાં ઘરમાં પર્મેનંટ થઈ ગયા. અમને તો નાનકડી શ્વેતામાં ધારીણી જ દેખાય છે . તેના સિવાય ગમતું નથી.તેના ફોટાનું કોલાજ બનાવવુ છે.

“ અમેરિકામાં અમેરિકાની જિંદગી જીવો..આશું અહીં પણ ભારતની જેમ ઘરમાં ખાવાનું બનાવાનું ?

લંચમાં પીઝા, પસ્તા કે ટાકોબેલ ખાઈ આવવાનાં. નહીં વાસણની ઝંઝટ કે નહી તેને સાફ કરવાના. સાંજે ડીનર વ્યવસ્થીત કરવાનું..વેરાઈટી ખાવા મળે અને શ્વેતા સાથે રમવાનો બંને ને સમય મળે..આ શું ચુલો અને કચરા પોતુ,અઠવાડીયે મેઈડ બોલાવી લેવાની એટલે પત્યુ...

“પૈસા કોને માટે બચાવવાના? ઘડપણે સોસિયલ સિક્યોરીટી અને મેડી કેર મળવાનાં જ છેને?”

પાંચ વર્ષમાં ફાધર ડે અને મ્ધર ડે નાં દિવસે અપૂર્વને યાદ આવતું મારા ઘરડા મા બાપ રીટાયર હોમ માં છે ત્યારે શ્વેતાને લઇને તે મળવા જતો. બાકી ટાઇમ જ ક્યાં છે?

જોકે બાપાએ તો હવે બોલવાનું છોડી દીધુ છે.છોકરા અમેરિકન થઇ ગયા છે.શ્વેતા પણ બ્રાઉન પડીકાની આદિ થઇ ગઈ છે. તેનું શરીર પણ ફુલી રહ્યું છે.એજ હાલત અપૂર્વની છે..ક્યારેક તેનું મન મમ્મીનાં હાથની રસોઈ ખાવા તરસી જાય.. ખાસ તો ભીંડાનું ભરેલુ રવૈયાનું શાક. હોટેલમાં બધું જ મળતું હોય.. પણ મમ્મી કોઇ જુદીજ રીતે બનાવતી.

દસેક વર્ષે પરિસ્થિતિ બદલાઈ અમેરિકાની નોકરીઓ હાયર અને ફાયર બહુજ સામાન્ય. તેથી નોકરી છુટી ગયા છતા ધારીણી નો હાથ સાંકડો ન થયો. બધી નોકરીઓ અમેરિકામાંથી બહાર જવા માંડી અને હવે એકલું ફાયર જ થતું અને હાયર નહોંતું થતું ખર્ચા ચાલુ અને આવકો આછી

છ મહીના થયા અને કૉલ સેંટરમાંથી કૉલ આવવાનાં શરુ થયા ત્યારે આંખ ખુલી. અપૂર્વ જોઇ રહ્યો હતો. પ્રફુલભાઇની બાંસુરી પણ બદલાઇ હતી. બીલોમાં આવતુ વ્યાજ નો દર જોઇ ને છક્કા ચુટી ગયા. પ્રફુલભાઇ કહેતા હતા ક્રેડીટ કાર્ડ ઘસતા પહેલા ખબર નહોતી કે મહીના પછી પૈસા ભરવાના થશે?

પહેલી વખત સખત ઝટ્કો વાગ્યો..એક તો ક્રેડિટ કાર્ડ વાળા પાછળ પડ્યાછે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવાને બદલે મનેજ ડામ? આવા કપરા વખતે તેઓ ધારી શક્યા હોત તો કહી શક્યા હોત અપૂર્વ મારી પાસે સગવડ છે હું તમને જોબ મલે ત્યાં સુધી મદદ કરીશ. પણ આવી અપેક્ષા બાપા પાસે કરાય..સસરા પાસે ઓછી થાય? પ્રફુલભાઇ અને સાસુમાનો કોલાજ પ્રોજેક્ટ પુરો થતો જ નહોતો. તેમને હવે થોડો ચમત્કાર બતાવવાની જરુર હતી.

એક દિવસ વાત વાતમાં ધારીણી ને કહ્યું “પપ્પા અને મમ્મી હવે ચાર ધામ પ્રવાસે જાય તો કેવું? શ્વેતા મોટી થઈ ગઈ છે અને...”

“એટલે?”

“એટલે એમ કે હવે તેમણે દેશનાં ઘર સાચવવા અને પાછલી ઉંમરનું પણ કરવું જોઇએ ને?”

“ એમને ત્યાં ના ફાવે હની!”

“. ભલે ના ફાવે ત્યારે જોઇશું પણ મેં તો તેમને માટે ચાર ધામની યાત્રાની ટીકીટ કઢાવી છે. આ સોમવારે કાંતીકાકાનો સંગાથ છે..અને વડોદરા નું ઘર પણ મરમ્મત માંગે છે તો ભલે એકાદ વર્ષ તે બધું કરી લે. અને હા ટિકીટ્નાં પૈસા ભારત જઈને આપવાના છે તેથી તેમને જમાઈએ જાત્રા કરાવી તેવું ના લાગે. બરોબર.”

ધારીણી “અપૂર્વ આ તુ સારુ નથી કરતો.”

જો ધારીણી તારુ ધાર્યુ બધું દસ વર્ષ કરી લીધું અમેરિકન બની ને જોઇ લીધુ. હવે કેટલાક કામો મારે ભારતિય બની ને કરવા રહ્યા.” પહેલી વખત ધારીણી અપૂર્વની દ્રઢતા જોઇ ડગી ગઈ.

એક તો નોકરી છુટી ગઈ હતી અને જેટલું વ્યાજ ભરે તેટલું જ વ્યાજ બીજે મહીને ક્રેડીટ કાર્ડમાં બોલે.પ્રિન્સીપલ તો ઘટવાનું નામ જ ન લે. ઘરનો હપ્તો ભરવાનો..કાર નો હપ્તો ભરવાનો અને બચતો જેવું તો ક્યાં હતુ? અને આ મારું અને શ્વેતાનું વજન કુદકે અને ભુસકે વધે છે તેથી બ્રાઉન પડીકા બંધ અને રસોડુ ચાલુ કરો

બાપાનાં શબ્દો મનમાં ગુજવા માંડ્યા ત્રેવડ તો ત્રીજો ભાઈ છે.

અપૂર્વે ધારીણીનું કાર્ડ લઈ કાતર થી કાપી નાખ્યુ ત્યારે ધારીણી બોલી

“તમે પણ તમારા બાપાનાં જ દીકરાને/”

“ જો સાંભળ..એમનું સાંભળ્યુ હોત ને તો આ કોલ સેંટર નાં કૉલ ના આવ્યા હોત.”

“તારા બાપાને સાંભળ્યા ત્યાર પછી કાર્ડ ઘસવાની લત પડી..તેઓ જ કહેતા હતા ને કે અમેરિકન ઇકોનોમી સ્પેંડીંગ ઇકોનોમી છે. પણ બાપા કહેતા હતા ને સૉડ હોય તેટલું તાણવું...નહીં કે બેકે ધીરેલા પૈસા મફતનાં છે તેમ સમજ્વું. કહે કોણ સાચુ?”

ઝાપટુ તો જોર બસ અમથું બતાડે છે,જે ધીમી ધારે પડે છે એ ઉગાડે છે.– પંકજ મકવાણા

રવીવારે સાંજે વેવાઇ ચાર ધામની જાત્રાએ જવાનાં છે તો તેમને વળાવવા બા અને બાપાને ઘરડાઘરમાંથી તે તેડી આવ્યો. ધારીણીનું મો જાણે કે ચઢી ગયું પણ મૌન રહી કારણ કે તે સમજી ગઈ હતી કે કોણ સાચું હતું.