Garam garam soup books and stories free download online pdf in Gujarati

ગરમ ગરમ સૂપ

ગરમ ગરમ સૂપ

મીતલ ઠક્કર

સૂપ એટલે વિવિધ શાકભાજી બાફીને, એકરસ કરીને તેમાં વિવિધ પ્રકારના મરીમસાલા નાંખીને બનાવવામાં આવતું એક ગરમ ગરમ પીણું. શિયાળાની ઠંડીમાં ગરમ સૂપની મજા માણવી ટેસ્ટ અને હેલ્થ બન્ને માટે લાભદાયક છે. સાથોસાથ શિયાળામાં લાગતી વધુ પડતી ભૂખને એ કન્ટ્રોલમાં પણ રાખે છે અને પેટ ભરાયાનો સંતોષ પણ આપે છે. ડાયટિશ્યનો શિયાળામાં ખાસ પ્રકારના પીવાલાયક સૂપની રેસિપી અને એનાથી થતા ફાયદા સૂચવે છે. શિયાળામાં અન્ય ઋતુઓ કરતાં ભૂખ વધારે લાગે છે. તેથી જરૂર કરતાં વધુ ખવાઈ જવાની શક્યતા વધી જાય છે. શિયાળામાં ભૂખ પણ સંતોષાય અને વજન ન વધે એ માટે દરરોજ સૂપ પીવાની ટેવ કેળવવી જોઈએ. જો જમવાના સમયથી અડધો કે એક કલાક પહેલાં સૂપ પીવામાં આવે તો જમતી વખતે ઓવરઈટિંગ થવાની શક્યતા રહેતી નથી. અમે શિયાળામાં આપના માટે ઇન્ટરનેટના મહાસાગરમાંથી કેટલાક જાણીતા અને ટેસડો પડી જાય એવા સરસ ગરમ ગરમ સૂપની રેસિપી લઇને આવ્યા છે. જેનો સ્વાદ તમને લાંબા સમય સુધી યાદ રહેશે.

૧. મકાઇ- કેપ્સિકમનો સૂપ

સામગ્રી: ૧- ૧/૨ કપ , ૧ , , ચોપડવા માટે, ૧/૨ કપ , ૧ ટેબલસ્પૂન , ૧/૪ કપ ઝીણા , ૧ ટીસ્પૂન , ૧/૪ કપ પાણીમાં ઓગાળેલું - સ્વાદાનુસાર.

રીત: સિમલા મરચાં પર થોડું તેલ ચોપડી તેને ફોર્ક વડે પકડીને સીધા તાપ પર મૂકીને તેની બહારની બધી બાજુએથી કાળું પડી જાય ત્યાં સુધી શેકી લો. તે પછી તેને તાપ પરથી હટાવીને ઠંડા પાણીમાં ડુબાડીને ડાળખી અને બી કાઢી લીધા પછી તેને બારીક સમારીને બાજુ પર રાખો. હવે બાફેલા મકાઇના દાણા, દૂધ અને ૩/૪ કપ પાણી મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો. એક કઢાઇમાં માખણ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં શેકીને ટુકડા કરેલા સિમલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો. હવે તેમાં તૈયાર કરેલું મકાઇના દાણાનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. તે પછી તેમાં ૧/૨ કપ પાણી અને તૈયાર કરેલું કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. તે પછી તેમાં મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. છેલ્લે તેમાં મરી પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો. અને ગરમ ગરમ પીરસો.

૨. મગ-પાલકનો લીલો સૂપ

૧ બાઉલ સૂપ બનાવવા માટે સામગ્રી: ૫૦-૬૦ ગ્રામ મગ, ૮-૧૦ પાંદડાં પાલક, ૫-૭ ટીપાં લીંબુનો રસ, ૧ ઇંચ આદું, ૧-૨ કળી લસણ, મીઠું અને મરી સ્વાદ અનુસાર

રીત : મગને ધોઈને ૧ કલાક પલાળી રાખો અને કુકરમાં બાફી લો. બ્લેન્ડરથી એક સ્મૂધ પેસ્ટ બનાવો. પાલકને ઝીણી સુધારો. આદું અને લસણની કળીઓને પણ ઝીણી સુધારી લો. એક નૉન-સ્ટિક કડાઈમાં અડધી ચમચી તેલ નાખો અને એમાં પહેલાં આદું અને લસણનો વઘાર કરો. ત્યાર બાદ મગનો વઘાર કરો. એમાં મીઠું અને મરી ઉમેરો. લીંબુનો રસ ભેળવો. એક ઊભરો આવે પછી ઝીણી સુધારેલી પાલક ઉમેરો. અડધી મિનિટમાં સૂપને ગૅસ પરથી ઉતારી ગરમાગરમ પીરસો. આ સૂપને લસણ અને આદું વગર પણ બનાવી શકાય છે. આ સૂપમાંથી પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં મળે છે. ખૂબ જ શક્તિવર્ધક અને પચવામાં નરવું છે. અઠવાડિયામાં બે વાર આ સૂપ પી શકાય.

૩. ટોમેટો- બીન સૂપ

સામગ્રી: ૧ કપ ન્સ, ૬ કપ મોટા , ૧ ટેબલસ્પૂન , ૧/૨ કપ ઝીણા , ૧ કપ ઝીણા , ૧/૨ કપ ઝીણા (સફેદ અને લીલો ભાગ), ૧/૨ કપ ઝીણા , ૧/૪ કપ , ૧ ટેબલસ્પૂન , ૧ ટીસ્પૂન , , સ્વાદાનુસાર. સજાવવા માટે
૨ ટેબલસ્પૂન .

રીત: એક વાસણમાં ટમેટા અને ૪ કપ પાણી સાથે મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી રાંધી લો. આ મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો. તે પછી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરી લીધા પછી ગરણી વડે ગાળીને બાજુ પર રાખો. એક ઊંડા પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં સિમલા મરચાં અને લીલા કાંદાનો સફેદ અને લીલો ભાગ મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં તૈયાર કરેલું ટમેટાનું મિશ્રણ મેળવી, ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો. છેલ્લે તેમાં ટમેટા, બેક્ડ બીન્સ્, સફેદ સૉસ, સાકર, ચીલી સૉસ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ખમણેલા ચીઝ વડે સજાવીને ગરમ ગરમ પીરસો. શિયાળાના દીવસોમાં માફક આવે એવું આ સૂપ તમારી આંખમાં પાણી આવી જાય એવું તીખાશવાળું નથી. કેમકે આ સૂપમાં તીખાશ અને ખટાશનું નાજુક સમતોલન છે. જે સફેદ સૉસના મિશ્રણથી સૌમ્ય બનાવવામાં આવ્યું છે.

૪. દૂધી-સરગવાનું સૂપ

સામગ્રી: એક બાઉલ સૂપ બનાવવા માટે સામગ્રી: આશરે ૧૦૦ ગ્રામ દૂધી, બે લાંબી સરગવાની સિંગ, મીઠું અને મરી સ્વાદ અનુસાર.

રીત : દૂધીને છોલીને એના મિડિયમ સાઇઝના ટુકડા કરો અને પ્રેશર-કુકરમાં નાખો. સરગવાની સિંગને છોલીને એના આંગળીની સાઇઝના ટુકડા કરીને એક સ્ટીલના બાઉલમાં પાણી ઉમેરીને એ બાઉલને એ જ કુકરમાં ગોઠવી દો. દૂધી અને સરગવાની સિંગમાં જરૂરત મુજબ મીઠું નાખી કુકરમાં બાફી લો. બફાઈ જાય પછી કુકર ઠંડું પડે એટલે ખોલી પહેલાં સરગવાની સિંગને બહાર કાઢીને મસળી નાખો. ખાસ કરીને એનો ગર એટલે કે સિંગની અંદરનો માવો અને બીજ અલગથી કાઢી લો અને છોતરાં ફેંકી દો. એ માવો અને બીજ દૂધીમાં ઉમેરીને બ્લેન્ડરથી સ્મૂધ પીસી લો. એમાં મરી છાંટીને પીઓ. પાચન માટે આ શ્રેષ્ઠ સૂપ ગણાય છે. જેમને પાચનની તકલીફ હોય, ગૅસ-ઍસિડિટીની સમસ્યા હોય, વેઇટલૉસ કરવા ઇચ્છતા હોય, મેટાબોલિઝમને મજબૂત બનાવવા માગતા હોય એવા લોકો આ સૂપ પી શકે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ આ સૂપ પી શકાય છે.

૫. ચોળાનો સૂપ

સામગ્રી: 1 વાટકી ચોળા, અડધી વાટકી દહીં, પા ચમચી જીરૂં, પા ચમચી મરીનો પાઉડર, પા ચમચી મીઠું, 1 લીંબુ, 1 ચમચી ઘી, 3-4 પાન મીઠો લીમડો, 1 ચમચો સમારેલી કોથમીર.

રીત: સૌપ્રથમ ચોળામાં મીઠું નાખીને ત્રણ વાટકી પાણી રેડી એટલા ઉકાળો કે તે એકદમ ગળી જાય. ઠંડા થાય એટલે તેમને ગાળી લો. આ ગાળેલા પાતળા મિશ્રણમાં ઘોળેલું દહીં અને મરી ભેળવી પાંચ મિનિટ સુધી ઉકાળો. ઘી ગરમ કરો. જીરાને મીઠા લીમડાનો પાનનો વઘાર કરી લીંબુ અને કોથમીર નાખી સૂપનો સ્વાદ માણો.

૬. મગફળી- નાળિયેર દૂધનો સૂપ

સામગ્રી: ૧- ૧/૨ કપ , ૧/૨ કપ , ૨ ટેબલ સ્પૂન , ૨ ટેબલસ્પૂન , ૧ ટીસ્પૂન , ૨ ટીસ્પૂન , ૧/૪ કપ ઝીણી , ૧/૪ કપ ઝીણા , સ્વાદાનુસાર, ૨ ટેબલસ્પૂન ઝીણી .

રીત: એક બાઉલમાં નાળિયેરનું દૂધ અને ચણાનો લોટ મિક્સ કરીને સારી રીતે ફીણી લો ને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહી જાય. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં નાળિયેરના દૂધ અને ચણાના લોટનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. પછી તેમાં કાકડી, ટમેટા, મગફળી, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો. તરત જ ગરમ ગરમ પીરસો. આ એક નવું લાગે એવું આ નાળિયેરના દૂધનું અને મગફળીનું સંયોજન એક સંપૂર્ણ સૂપ છે. જેમાં કાકડી અને ટમેટાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. થોડું જીરૂ, લીલા મરચાં અને તાજી કોથમીર આ નાળિયેર અને મગફળીના સૂપની સુગંધ વધારે છે.

૭. ડ્રાયફ્રૂટ- છાશ સૂપ

સામગ્રી: 4 કપ છાશ, 1 કપ ક્રીમ, 1 ચમચો માખણ, 1 ચમચો કાજુનો પાઉડર, 1 ચમચો વાટેલી બદામ, 1 ચમચો વાટેલાં પીસ્તાં, 1 ચમચો તળીને વાટેલા મખાના, 2-3 લવીંગ, 1 ચમચી મીઠું, 1 ચમચી મરીનો પાઉડર, અડધી ચમચી શેકીને વાટેલું જીરૂં, 1 લીંબુનો રસ, 5-6 બદામ, 5-6 પિસ્તાં.

રીત: સૌપ્રથમ માખણ ગરમ કરી, તેમાં લવીંગનો વઘાર કરો. તેમાં બધો વાટેલો મેવો નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. પછી આંચ પરથી ઉતારી લો. તેમાં છાશ અને ક્રીમ નાખો. લીંબુનો રસ, મીઠું અને મસાલો નાખી એકરસ કરો. મેવાથી સજાવટ કરો અને પીરસો.

૮. બ્રેડ બોલ સૂપ

સામગ્રી : ૧/૪ કપ બટર, અડધો કપ કાંદા ચૉપ્ડ, બે કળી ક્રશ્ડ લસણ, બે કપ બ્રૉકલી, ફ્લોરેટ્સ, ૧ નંગ ગાજર ચૉપ્ડ, બે કપ વેજ સ્ટૉક વૉટર, ૧ કપ ક્રીમ, બે તેજપત્તાં, અડધી ટી-સ્પૂન મીઠું, ૧/૪ ટી-સ્પૂન જાયફળ પાઉડર, ૧/૪ ટી-સ્પૂન મરી, દોઢ ટેબલ-સ્પૂન કૉર્નફ્લોર, અડધો કપ ચેડર ચીઝ, ૬-૭ નંગ બ્રેડ બન્સ.

રીત : એક પૅનમાં બટર ગરમ કરી તેજપત્તાં, કાંદા અને લસણને ૪-૫ મિનિટ માટે સાંતળવું. એમાં બ્રૉકલી, ગાજર, ક્રીમ અને સ્ટૉક વૉટર મિક્સ કરી ઉકાળવું. ૧૦-૧૫ મિનિટ માટે સ્લો ગૅસ પર કરવું. ૧/૪ કપ સ્ટૉક વૉટરમાં કૉર્નફ્લોર ઓગાળીને ઊકળતા પૅનના મિશ્રણમાં મિક્સ કરી સૂપને જાડું બનાવવું. એમાં મીઠું, મરી, જાયફળ નાખીને ઘટ્ટ કરવું. બ્રેડ લઈ એમાં ઉપરથી ગોળ રિંગ કરી એને સ્કૂપ કરી બોલ શેપ કરવો. સંભાળીને અંદરનો ભાગ કાઢી લેવો. એમાં આ ઘટ્ટ સૂપ ભરીને ગરમ સર્વ કરવું.

૮. ગાજર-બીટ સૂપ

સામગ્રી: એક બાઉલ સૂપ બનાવવા માટે ૧ ગાજર, અડધું બીટ, અડધી ચમચી જીરું, ૧ ઇંચ આદું, ૨ કળી લસણ, ૫-૭ ફુદીનાનાં પાન, ૧ ચમચી કોથમીરનાં પાન, ૧ લીલું મરચું, ૫-૭ ટીપાં લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર.

રીત : ગાજર અને બીટને છોલીને નાના-નાના ટુકડા કરો. લસણ, આદું અને લીલાં મરચાંને ઝીણાં સુધારો. એક કડાઈમાં અડધી ચમચી ઘી લઈ એમાં જીરું નાખો, જીરું કકડે એટલે લસણ અને આદુંના ઝીણા ટુકડા સાંતળો. લીલા મરચાની સાથે ગાજર અને બીટ નાંખી થોડું પાણી નાખીને ચડવા દો. ગાજર અને બીટ એકદમ બફાઈ જાય એટલે ગૅસ પરથી ઉતારી લઈ એમાં ફુદીનો, કોથમીર અને લીંબુ ભેળવી બ્લેન્ડરથી પીસી લો. ગાળવાની જરૂર લાગે તો ગાળી પણ શકાય. શોરબાને ગરમાગરમ પીરસો. વિટામિન અને આયર્નથી ભરપૂર એવો આ સૂપ શિયાળામાં ગરમાટો આપે છે અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી આંખ, ત્વચા, વાળ માટે એ ખૂબ જ ઉપયોગી છે. હીમોગ્લોબિનની માત્રા વધારે છે. અઠવાડિયામાં એક-બે વાર પી શકાય છે.

૯. બટર-ચીઝ સૂપ

સામગ્રી: ૪ ટેબલસ્પૂન બટર, ૧ મોટો કાંદો, બે ગાજરની સ્લાઇસ, ૧ ટિન સ્વીટ કૉર્ન ગ્રુપ, ૩ કપ સ્ટૉક વૉટર, ૧ ટેબલસ્પૂન પાર્સલી, મીઠું-મરી, ૧ તમાલપત્ર, અડધો કપ ક્રીમ, ૧૦૦ ગ્રામ ચીઝ સ્પ્રેડ (ખમણેલું), બે મોટા બટેટાના પીસ. ચીઝ પચાસ ગ્રામ લઈ શકાય છે. એમાં પનીરના પીસ, ઝીણી કાપેલી શાકભાજી ઉમેરી શકાય છે.

રીત : એક પૅનમાં બટર ગરમ કરી એમાં કાંદાને તમાલપત્ર સાથે સાંતળવું. સાથે બટેટાને ગાજર મિક્સ કરી સોતે કરવું. એમાં વેજ સ્ટૉક વૉટર, પાર્સલી, મીઠું-મરી ઉમેરીને ઢાંકીને ૧૦-૧૫ મિનિટ થવા દેવું. એમાં સ્વીટ કૉર્ન સૂપ ઉમેરી પાછું સરખું મિક્સ કરવું. તમાલપત્ર કાઢી નાખવું. ગૅસ સ્લો કરી બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ એને પીસી લેવું. પાછું એને પૅનમાં લઈ એમાં ક્રીમ અને ચીઝ (ખમણેલું અથવા સ્પ્રેડ) ઉમેરીને સરખું મિક્સ કરી ગરમ સર્વ કરવું.

૧૦. રાજમા વેજ સૂપ

સામગ્રી: ૬૦-૭૦ ગ્રામ રાજમા, ૧ લીલી ડુંગળી, ૨ કળી લીલું લસણ, ૧ ટમેટું, ૧ ઇંચ આદું, ૧ તેજ પત્તું, ૧ લીલું મરચું, મીઠું સ્વાદ અનુસાર.

રીત : રાજમાને લગભગ ૫-૬ કલાક પલાળીને એને કુકરમાં મીઠું નાખી થોડા વધુ પ્રમાણમાં બાફી લો જેથી એ થોડા ભાંગી જાય. બ્લેન્ડરથી એની પ્યુરી બનાવો. ટમેટું, આદું, મરચું, લીલી ડુંગળી અને લીલું લસણ બધું સુધારી લો. કડાઈમાં ૧ ચમચી તેલ મૂકીને એક તેજ પત્તાથી વઘાર કરો. આદું, લીલી ડુંગળીનો સફેદ ભાગ અને લસણને સાંતળો. એમાં લીલું મરચું અને ટમેટું ઉમેરો અને ફરી સાંતળો. એમાં રાજમાની પ્યુરી નાખો અને ચડવા દો. સ્વાદ અનુસાર જો લીંબુ કે ગરમ મસાલો નાખવાની ઇચ્છા હોય તો ઉમેરી શકાય છે. આ સૂપ આદું, ડુંગળી અને લસણ વગર ન બનાવો, કારણ કે રાજમા પચવામાં ભારે હોય છે. આ રીચ-પ્રોટીન સૂપ છે. જે શરીરને તાકાત આપવા સાથે સ્નાયુને મજબૂત બનાવે છે. સૂપ એકલો જ પીઓ તો પણ પેટ ભરાશે અને સંતોષ થશે. એના પછી જમવાની જરૂરિયાત નહીં રહે. આ સૂપ સામાન્ય રીતે અઠવાડિયામાં ૧-૨ વાર પી શકાય. શક્ય હોય ત્યાં સુધી આ સૂપ સૂર્યાસ્ત પછી લેવો નહીં. જેને પાચનસંબંધિત તકલીફ હોય તેમણે બપોરે આ સૂપ પીવો.

૧૧. ચણા-ટામેટાંનો સૂપ

સામગ્રી: 1 કપ પલાળીને ફુલાવેલા કાબૂલી ચણા, 2 મધ્યમ કદની ડુંગળી, 1 ચમચો મેંદો, 100 ગ્રામ ટામેટાંનો રસ, 1 ચમચો સમારેલી કોથમીર, 1 ચમચી મીઠું, 1 ચમચી વાટેલો ગરમ મસાલો, 2 ચમચા માખણ.

રીત: સૌપ્રથમ પલાળીને ફુલાવેલા કાબૂલી ચણામાં મીઠું અને ગરમ મસાલો નાખી 4 કપ પાણી રેડી ઉકાળો. ડુંગળીને ચોરસ ટુકડામાં બારીક સમારો. માખણ ગરમ કરી, તેમાં ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. પછી મેંદો નાખી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં ટામેટાં અને ચણાનો રસ રેડી ઉકાળો. તે પછી ઠંડુ થાય એટલે મિક્સીમાં ક્રશ કરો અને ફરી 10 મિનિટ સુધી ઉકાળો. કોથમીર અને બાફેલા ચણા નાખી તળેલી બ્રેડ સાથે ગરમ ગરમ પીરસો.

***