Dost sathe Dushmani - 12 books and stories free download online pdf in Gujarati

દોસ્ત સાથે દુશ્મની -૧૨

દોસ્ત સાથે દુશ્મની

ભાગ-૧૨

(બેંગ્લોર થી પરત ફર્યા પછી અંશુ વાપી પ્લાન્ટ માં સેટ થઇ ગયો હતો અને ધીરે ધીરે MKC ના ઇન્ટરનેશનલ પ્લાન્ટમાં પણ કામ માટે આવતો જતો હતો. આવા જ એક સાઉદી અરેબિયા ના પ્રવાસે હતો અને અંશુ ઉપર સિંઘ સાહેબ નો તાત્કાલિક વાપી આવાનો ઓર્ડર આવે છે. હવે આગળ....)

અંશુને સિંઘ સાહેબ તાત્કાલિક સાઉદીથી વાપી પાછો બોલાવે છે. અંશુ કોઈ ગંભીર બાબત હોવાનું સમજી ગયો હતો એટલે બીજા દિવસે સવારે સીધો સિંઘ સાહેબની ઓફીસ માં પહોચ્યો. ત્યાં સિંઘ સાહેબ સાથે વાઈસ પ્રેસીડન્ટ મિસ્ટર કુમાર પણ બેઠા હતા. અંશુ મિસ્ટર કુમાર ને જોઇને થોડો હેરાન થયો પણ એમને ગુડ મોર્નિંગ વિશ કરીને વાત શું હોવાનું જણાવવા કીધું.

વાત સિંઘ સાહેબ ની જગ્યાએ મિસ્ટર કુમાર એ શરુ કરી.

મિ. કુમાર : “અંશુ, તુમ ચાઈના કી ઇસ XYZ કંપની કો જાનતે હો?”

અંશુ : “યસ, સર. હમારી કંપની કે કુછ ઇન્સટ્રુમેન્ટ ઉસી કંપની કે હૈ.”

મિ. કુમાર : “ઔર જાપાન કી ABC કંપની?”

અંશુ : “હા સર”

મિ. કુમાર અને સિંઘ સાહેબે એકબીજાને તંગ નજરોથી જોયા. અંશુથી પણ આ વાત છૂપી ના રહી. પરંતુ આ શું થઇ રહ્યું છે એનો એને કોઈ ખ્યાલ જ નહોતો આવતો.

અંશુ : “સર, પર યે સબ મુજ્હે ક્યોં પૂછ રહે હોં ઔર પ્લાન્ટ મેં ક્યાં પ્રોબ્લેમ હૈ વો આપ બતાવો?”

સિંઘ સાહેબ : “અંશુ, પ્લાન્ટ નોર્મલ હિ ચલ રહા હૈ. હમે જો કામ હૈ વો યે દો કંપનીઓ સે જુડી હુઈ હૈ, ઔર અબ તુમ બીના એક ભી સવાલ કે હમ જો પૂછેંગે ઉસકા જવાબ એકદમ સહી સહી દેના હૈ.”

સિંઘ સાહેબના મોઢા ઉપરની દ્રઢતા જોઇને અંશુ એના બીજા બધા સવાલ ગળી ગયો અને ખાલી હકારમાં માથું હલાવ્યું.

સિંઘ સાહેબ : “તુમ ઇસ દોનો કંપની કો કૈસે ઔર કબ સે જાનતે હો?”

અંશુ : “ સર, કંપની કે ઇન્સટ્રુમેન્ટ હમ ઇસ્તેમાલ કરતે હૈ તો ઉસકે વિષય પર એક દો બાર ઉસ કંપની સે બાત હુઈ હૈ ઔર દુસરી કંપની હમારી કમ્પીટીટર હૈ, વો ભી પ્લાસ્ટીક ચિપ્સ હિ બનાતી હૈ. બસ ઔર કુછ નહિ.”

મિ. કુમાર : “સ્યોર, અંશુ?”

અંશુ : “યસ સર.”

હવે અંશુ અકળાયો હતો. આ બધા સવાલ કેમ પૂછાતા હતા, એને સાઉદી થી તાત્કાલિક કેમ બોલાવ્યો એની કઈ સમજ નહોતી પડતી. આખરે અંશુએ પૂરી વાત કરવા જણાવ્યું.

સિંઘ સાહેબ : “અંશુ, હમે એક બાત મિલી હૈ કી તુમ હમારી કંપની કે ડ્રોઈંગ્સ કે કુછ માસ્ટર કોપી ઇસ ABC ઔર XYZ કંપની કો બેચ રહે હોં.”

અંશુ : “ક્યાં!?!?!?!?!?!?!? કિસને બોલા ????”

મિ. કુમાર : “વો ઇમ્પોર્ટન્ટ નહિ હૈ. તુમ યે કર રહે હો કી નહિ યે સચ બતા દો.”

અંશુ : “નહિ સર, બિલકુલ ગલત. મેં ઐસા કયું કરુંગા?”

મિ. કુમાર : “દેખો અંશુ, હંમે તુમ પે વિશ્વાસ હૈ પર હમે ઇસકી ફરિયાદ મિલી હૈ, ઔર વો ભી સબૂત કે સાથ.”

એક કમ્પુટર ઓપન કરીને સિંઘ સાહેબે અંશુ સામે ફેરવ્યું. એમાં અમુક ઇમેઈલ હતા જેમાં અંશુ એ ABC અને XYZ કંપનીને અમુક ડ્રોઈંગ ની કોપી અને પ્લાન્ટના ફોટા મોકલ્યા હતા અને જો વધારે માહિતી જોઈતી હોય તો એના પર્સનલ ઇમેઈલ આઈડી પર સંપર્ક કરવાનું કહ્યું હતું.

અંશુ : “પર સર, મેને યે સબ મેઈલ નહિ ભેજે. યે કોઈ ગલતી હૈ યા ફિર કિસીકી સાજીશ. સર, આઈ કેન પ્રૂવ, કી યે સબ મેને નહિ કિયા.”

મિ.કુમાર : “યસ, ઓકે. વૈસે ભી તુમ્હારે ઉપર એક કમિટી બેઠેગી, વો પતા કરેગી કી તુમને યે સબ કિયા હૈ કી નહિ ઔર વો એક વીક મેં મુજ્હે રીપોર્ટ કરેગી.”

અંશુ : ‘સર, પર યે કમ્પ્લેઇન કિસને કી?”

સિંઘ સાહેબ : “નહિ, યે સબ હમ તુમ્હે નહિ બતા સકતે. It is against rules. U may leave now ઔર જબ તક ઇસ કમિટી કોઈ ફૈસલા નહિ લે લેતી તબ તક તુમ કામ પે નહિ આ સકતે, U are temporarily suspend.”

આખા જ પ્લાન્ટ માં વાયુવેગે આ વાત ફેલાઈ ગઈ. બધાની વાત નો ટોપિક ફરી અંશુ જ હતો, પરંતુ આ વખતે અંશુ ની સફળતા કે એના કામ ની પ્રશંસા નહિ પણ એની બ્લ્યુપ્રિન્ટ ચોરીના કેસ પર. પ્લાન્ટમાં દરેક વ્યક્તિ પોતાના મગજ ના કદ પ્રમાણે વાત ફેલાવતો હતો. કોઈક કહેતો કે આપણી કંપની ટેકનોલોજી માં સર્વશ્રેષ્ઠ છે એટલે એના ડ્રોઈંગ વેચીને અંશુ કરોડો રૂપિયા કમાઈને બહાર શીફ્ટ થવાનો હતો. વળી અંશુ નો સપોર્ટ કરવા વાળા ફરી હાર્દિકને નિશાના પર લેતા હતા.

ઘણી બધી અફવાઓના અંત વચ્ચે કંપની એ ત્રણ સભ્યોની એક કમિટી બનાવી જે આ કેસ ની તપાસ એક અઠવાડિયામાં પૂર્ણ કરી એનો રીપોર્ટ વાઈસ પ્રેસીડન્ટ મિસ્ટર કુમારને સોંપે. આખરી નિર્ણય મિસ્ટર કુમાર નો રહેશે. અત્યાર પુરતો તો અંશુ ગુનેગાર હોવાથી એક અઠવાડિયા સુધી પ્લાન્ટમાં આવવાની સખ્ત મનાઈ હતી.પરંતુ અંશુ એ નક્કી કર્યું હતું કે આ વખતે જે હોય એ જવાબ તો આપવો જ છે,બહુ સહન કરી લીધું.

એક અઠવાડિયામાં કમિટીએ ઇન્વેસ્ટીગેશન કર્યા પછી આઠમાં દિવસે અંશુ, સિંઘ સાહેબ ની હાજરીમાં એનો રીપોર્ટ મિસ્ટર કુમાર ને સોંપ્યો. રીપોર્ટમાં ઘણી બધી ડીટેઈલ્સ હતી પરંતુ રીપોર્ટના અંત માં કેપીટલ બોલ્ડ અક્ષરો માં લખ્યું હતું,

Anshu is not guilty. ( અંશુ ગુનેગાર નથી.)

એક અઠવાડિયાની તપાસમાં કમિટી માત્ર એક જ બાજુના પુરાવા જાણી શકી હતી, આ કામ અંશુનું નહોતું એ સાબિત કરતા પૂરતા પુરાવા હતા પરંતુ અંશુ નહિ તો બીજું કોણ, આ સવાલ હજી ઉભો જ હતો. એના માટે કમિટી એ બીજા ત્રણ દિવસનો સમય મિસ્ટર કુમાર પાસે માંગ્યો. વાઈસ પ્રેસીડન્ટ મિસ્ટર કુમાર એ જલ્દી થી જલ્દી આ કેસ આટોપવા કમિટીને કીધું.

અંશુ ને રીપોર્ટ પોતાના તરફી આવતા ઘણી રાહત થઇ અને એટલે જ એણે મિસ્ટર કુમારને આ કેસ સોલ્વ કરવા પોતાનાથી બનતી મદદ કમિટીને કરવા પૂછ્યું. મિસ્ટર કુમારને અંશુ ઉપર વિશ્વાસ તો હતો જ અને હવે રીપોર્ટ પણ અંશુ તરફી જ હતો એટલે અંશુ ને કમિટી સાથે આ કેસ સોલ્વ કરવા પરમિશન અપાઈ. સાથે સાથે એનો સસ્પેન્સન ઓર્ડર પણ કેન્સલ થયો. હવે અંશુ પ્લાન્ટ માં આવી તો શકે પરંતુ હજી કેસની તપાસ ચાલુ હોવાથી હમેશા તેની સાથે કમિટીનો એક વ્યક્તિ સાથે રહે.

“આજે સર કરી શું રહ્યા છે? દરરોજ તો સાંજના સાડા પાંચ થાય એટલે ઘરે ભાગવાની વાત કરતા હોય, આજે છેલ્લા ત્રણ કલાકથી બહાર પણ નથી નીકળ્યા, બસ ખાલી ચા ના કપની આવન-જાવન ચાલુ છે.” એક હવાલદાર એ બીજા હવાલદાર ને પૂછ્યું.

“અરે, હવે તો ચા વાળો છગન પણ બગડ્યો છે, સાહેબ વારે વારે ચા મંગાવે છે એટલે આ ભાઈ તો આખું થર્મોસ જ મૂકી આવ્યા છે સાહેબ ની કેબીન માં. ગટકાવો જેટલી ગટકાવવી હોય એટલી.” બીજા હવાલદારે પેલાને તાળી આપતા મજાકમાં કહ્યું.

“પણ સાહેબ કરે છે શું અંદર?” હવાલદાર ને હજી એના સવાલ નો જવાબ નહોતો મળ્યો.

“પેલો કેસ નથી આવ્યો MKC બ્લાસ્ટ વાળો, એનો કેસ સ્ટડી કરે છે. ખબર નહિ ફાઈલ ની થોકડી કરીને બેઠા છે એ વાંચે છે.” બીજા એ જવાબ આપતા કહ્યું.

“હા, એમણે આટલી ફાઈલો વાંચી છે એટલે જ એ સાહેબ છે અને આપણે હવાલદાર.” પેલા એ ટોણો મારતા કહ્યું.

ત્યાં જ સાહેબની કેબીનમાંથી કશોક તૂટવાનો અવાજ આવ્યો, બંને ગભરાયા. ત્યાં ઇન્સ્પેકટર કુલાડી બહાર આવ્યા. છેલ્લા ઘણા દિવસોથી કરાવેલી તપાસ પરથી MKC ની ફાઈલ તૈયાર કરી હતી. અંશુ, હાર્દિક, દક્ષ નો ભૂતકાળ ફંફોળ્યો તો પણ હજી કંઈ સોલ્યુસન નહોતું મળ્યું. એમની આખરી તપાસ પ્રમાણે અંશુ હજી MKC માં જ છે જયારે હકીકતમાં અંશુ એ MKC છોડીને બે વર્ષ થઇ ગયા. અને અંશુએ કંપની કેમ છોડી અને પેલી કંપનીઓને મેઈલ કોણે કર્યા એ તો હજી ઇન્સ્પેકટર કુલાડી ને જાણવાનું બાકી જ હતું.

ઇન્સ્પેકટર કુલાડી ખરેખર ખુબ ગુસ્સામાં હતા. એમના મત પ્રમાણે નાનો કેસ બહુ લાંબો ચાલ્યો અને ગંભીર સ્વરૂપ લઇ લીધું હતું. બ્લાસ્ટ કેસના તંતુઓ છેક ૧૨ વર્ષ સુધી ભૂતકાળમાં જોડાયેલા હતા. ઇન્સ્પેકટર કુલાડી ની આટલી બધી તપાસ હજી અધુરી જ રહેતી હતી. આથી હવે એમણે બીજા કોઈને પૂછવાની જગ્યાએ સીધા અંશુ ને જ મળવાનું નક્કી કર્યું.

ઘડિયાળ સાંજ ના સાત નો સમય બતાવતી હતી. ઇન્સ્પેકટર કુલાડી ગુસ્સામાં એમની કેબીનમાંથી બહાર આવ્યા અને હવાલદારને ગાડી કાઢવા કહ્યું. અંશુ અત્યારે Shree Industries માં જ હશે એમ વિચારીને હવાલદારને ત્યાં જ ગાડી લઇ જવા જણાવું અને પોતે આ કેસ ના ઉંડા વિચારોમાં પડ્યા. એમના નશીબે અંશુ બસ કંપનીમાંથી નીકળતો જ હતો અને ઇન્સ્પેકટર કુલાડી પહોચ્યા એટલે અંશુ રોકાઈ ગયો અને પોતાની ચેમ્બરમાં લઇ ગયો. ઇન્સ્પેકટર કુલાડીની સહનશક્તિની હદ આવી ગઈ હતી. એમણે બાકીની વાત અંશુ ખુદ જ એમને જણાવે એવી ઈચ્છા વ્યક્ત કરી.

“અંશુ, બાકીની વાત જાણ્યા વગર હું તને નિર્દોષ સાબિત કરી શકું એમ નથી. તો તારે તારા ખાતર તો મને બાકીની વાત એકદમ સાચી સાચી જણાવવી જ પડશે અને એના માટે જ હું અહિયાં આવ્યો છું.”

અંશુ એ પાણી નો ગ્લાસ ઇન્સ્પેકટર કુલાડી તરફ સરકાવી એની વાત શરુ કરી.

“સર, તમે જણાવ્યા પ્રમાણે, તમને છેલ્લામાં છેલ્લી એટલી ખબર પડી કે જાપાન અને ચાઈના કંપનીને બ્લ્યુપ્રિન્ટ મોકલવાના કેસમાં હું નિર્દોષ સાબિત થયો પરંતુ મેં નહિ તો બીજું કોણે એ કામ કર્યું હતું એ હવે હું તમને જણાવ. એ પેહલા કઈ રીતે કમિટીને આ વાતની ખબર પડી એ જણાવીશ.”

“જે દિવસે મેઈલ બંને કંપનીને મોકલવામાં આવ્યા હતા એ દિવસે હું સાઉદી માં કંપનીના કામ માટે ગયો હતો અને એ દિવસે આખા દિવસમાં મારી પાસે ઈન્ટરનેટ કનેક્શન જ નહોતું. હું આખો દિવસ મીટીંગમાં વ્યસ્ત હતો. અને આ બધું મેં કમિટી સામે સાબિત કરી બતાવ્યું હતું. સાઉદી ના મેનેજર સાથે હું મીટીંગમાં હતો, એ પરથી મેં મેઈલ નહોતા મોકલ્યા એ સાબિત થઇ જતું હતું. જો વધારે માહિતી તમારે જોઈતી હોય તો તમારે વાઈસ પ્રેસીડન્ટ મિસ્ટર કુમારને મળવું પડે, એમની પાસે કેસની આખી ફાઈલ હશે જ, તમને ત્યાંથી બધું મળી જશે.”

“તો કોણે તને ફસાવવા માટે આવો પ્રયત્ન કર્યો? અને તારા મેઈલ આઈડી અને પાસવર્ડ ક્યાંથી મળ્યા?” ઇન્સ્પેકટર કુલાડી વાત ને વધારે સમજવાનો પ્રયત્ન કરતા હતા.

“ના, એ મારો પર્સનલ મેઈલ આઈડી નહોતો. એ વ્યક્તિ એ જેના પરથી મેઈલ મોકલ્યો હતો એ કંપનીના કોમન મેઈલ આઈડી થી મોકલ્યા હતા. અને આ મેઈલ આઈડી દરેક શિફ્ટ ઇન્ચાર્જ પાસે હોય જ છે. કારણકે, જયારે કોઈ નવું ઇન્સટ્રુમેન્ટ સ્ટોરમાંથી લવાનું હોય ત્યારે શિફ્ટ ઇન્ચાર્જ એ જ મેઈલ આઇડી નો ઉપયોગ કરીને ઇન્સટ્રુમેન્ટ ની ઇસ્યુ સ્લીપ કાઢે અને હેલ્પર એ ઇન્સટ્રુમેન્ટ સ્ટોરમાંથી લેતો આવે.”

“આ વાત થી દરેક શિફ્ટ ઇન્ચાર્જ ઉપર શંકા ગઈ હતી. એક અઠવાડિયામાં કમિટી આટલી તપાસ કરી ચુકી હતી, અને હું નિર્દોષ છું એ નિર્ણય પર આવી હતી. ત્યાર પછી મારી તપાસમાં સહકારની વાત ને સ્વીકારતા મિસ્ટર કુમાર એ મારો સસ્પેન્સન ઓર્ડર કેન્સલ કર્યો અને અમુક શરતો સાથે બીજા ત્રણ દિવસમાં અસલી ગુનેગાર કોણ છે એ શોધવાનું કામ અમને સોંપ્યું.”

અંશુ એની કેબીનની બારી પાસે જઈને બારીના પડદા બંધ કરતા એમણે ગુનેગારને કઈ રીતે પકડ્યો એની વાત શરુ કરી.

“સર, આટલી વાતથી શિફટના દરેક ઇન્ચાર્જ શંકા ના દાયરામાં આવ્યા. હવે જયારે મેઈલ મોકલવામાં આવ્યો એનો સમય અમે ધ્યાનમાં લીધો અને શિફટના ટાઇમ-ટેબલ પ્રમાણે એ દિવસે એ સમયે કોની શિફ્ટ હતી એ જોયું ત્યારે જે ઇન્ચાર્જ હતો એ જ સ્વાભાવિકપણે ગુનેગાર બનતો હતો.”

અંશુ આગળ કંઇક બોલવા જાય એ પેહલા એના ફોન ની રીંગ વાગી. અને પ્લાન્ટમાં કઈ ઈમરજન્સી હતી એટલે અંશુ ને તરત ત્યાં જવું પડે એમ હતું.

“સોરી, ઇન્સ્પેકટર. તમારી ઈચ્છા હજી અધુરી જ રહી. પ્લાન્ટમાં ઈમરજન્સી છે એટલે જવું જરૂરી છે અને કેટલી વાર લાગશે એ કહી શકાય એમ ના હોય કાલે સવારે જ તમે અહિયાં આવો તો બાકીની વાત પૂરી કરીએ.”

“હા, સ્યોર, અંશુ.” ઇન્સ્પેકટર કુલાડી અનિચ્છા એ અંશુની કેબીનમાંથી બહાર નીકળતા બોલ્યા.

(સસ્પેન્સ.!!! ઇન્સ્પેકટર કુલાડીની તો રાત ની ઊંઘ ખરાબ થઇ ગઈ હશે. એકદમ છેલ્લા સમયે પ્લાન્ટ ની ઈમરજન્સી ના લીધે વાત અધૂરી રહી ગઈ. કોણ હશે? આ રીતની ગંદી રમત રમનારું કોણ હશે? જે હશે એ સીધો હાથ માં આવશે કે હજી બાજી કઈ વળાંક લેશે? એના માટે વાંચવો પડશે દોસ્ત સાથે દુશ્મની નો આવનારો ભાગ.....)