Dost sathe Dushmani - 13 books and stories free download online pdf in Gujarati

દોસ્ત સાથે દુશ્મની -૧૩

દોસ્ત સાથે દુશ્મની

ભાગ-૧૩

(MKC બ્લાસ્ટના તપાસનું આખી ફાઈલ સ્ટડી કર્યા પછી પણ બધી માહિતી ના મળતા ઇન્સ્પેકટર કુલાડી આખરે અકળાઈને અંશુ ને પૂછવા જાય છે પરંતુ વાત પૂરી થાય એ પેહલા જ પ્લાન્ટમાં પ્રોબ્લેમ આવવાને લીધે અંશુ ને જવું પડે છે અને વાત અધૂરી રહી જાય છે, હવે આગળ.....)

ઇન્સ્પેકટર કુલાડી બીજા દિવસે સવારે ૧૦ વાગતા જ અંશુ ની ઓફીસ પહોંચી જાય છે, વાત પૂરી થવાની અધીરાઈ હવે એમના નહોતી રહી. બસ અંશુ જલ્દી વાત પૂરી કરે, પોતે ગુનેગાર ને પકડે અને કેસ ક્લોઝ થાય. ઇન્સ્પેકટર કુલાડી વિચારમાં હતા ત્યારે હેલ્પર ચા મૂકી ગયો પણ આજે એમની ચા પીવાની પણ બિલકુલ ઈચ્છા નહોતી થતી, હવે તો બસ અંશુ આવે ને કોણે કર્યું એ ખબર પડે.

ત્યાં જ અંશુ પ્લાન્ટમાંથી આવ્યો. ઇન્સ્પેકટર કુલાડીને એમની કેબીનમાં જ જોતા ગુડ મોર્નિંગ વિશ કર્યું અને પોતે પણ એની આરામ ખુરશી પર બેઠો. ઇન્સ્પેકટર કુલાડી એ વાત ને તરત શરુ કરવા કહ્યું. અંશુ એ હામી ભણતા કાલની અધુરી વાત થી જ શરૂઆત કરી.

“સર, આટલી વાતથી શિફટના દરેક ઇન્ચાર્જ શંકા ના દાયરામાં આવ્યા. હવે જયારે મેઈલ મોકલવામાં આવ્યો એનો સમય અમે ધ્યાનમાં લીધો અને શિફટના ટાઇમ-ટેબલ પ્રમાણે એ દિવસે એ સમયે કોની શિફ્ટ હતી એ જોયું ત્યારે જે ઇન્ચાર્જ હતો એ જ સ્વાભાવિકપણે ગુનેગાર બનતો હતો.”

છેલ્લી વાત ફરી દહોરાવીને અંશુ મેઈન પોઈન્ટ પર આવ્યો.

સર, એ દિવસે શિફ્ટ કિશોરભાઈ ની હતી. કિશોરભાઈ ને તરત બોલાવીને પુછપરછ કરી. મેઈલ રાત્રી ની શિફ્ટ માં કરવામાં આવ્યો હતો. કિશોરભાઈ એ સાબિતી આપી કે એ કારસ્તાન એમનું નથી. એ દિવસે એવું કોઈ કામ જ નહોતું આવ્યું કે કમ્પ્યુટરની જરૂર પડે. એ વાત થી કિશોરભાઈ પર જે શંકા હતી એ દુર થઇ.

ત્યાર પછી અમે વધારે તપાસ કરવા બધાના આવવા-જાવાનો સમય જોયો, ત્યા અમને શંકા ગઈ. કારણકે જે એમાં એક વ્યક્તિનો જવાનો સમય સવારે 5:૩૦ નો બતાવતો હતો, અને શિફ્ટ તો સવારે ૭ વાગ્યે પૂરી થાય. બસ સબૂત મળતા જ અમે એને પકડી પાડ્યો.”

ઇન્સ્પેકટર કુલાડી: “ અંશુ, નામ બોલ એનું. મારે એના નામ સાથે મતલબ છે.”

અંશુ ઇન્સ્પેકટર કુલાડી સામે હળવી સ્માઈલ કરીને કહ્યું, “હાર્દિક”.

ઇન્સ્પેકટર કુલાડી નામ સાંભળતા જ માથું પકડીને બેસી ગયા અને અંશુ ફરીથી એ ઘટનાને યાદ કરતો હોય એમ ત્યાં જ ઉભો રહી ગયો.

ઇન્સ્પેકટર કુલાડી : “ફરી હાર્દિક. શું પ્રોબ્લેમ હતો હાર્દિક ને તારી સાથે???”

અંશુ એ કોઈ જવાબ ના આપ્યો. અંશુ પણ આ સવાલ નો જવાબ છેલ્લા ઘણા સમય થી શોધતો હતો. વળી એણે હાર્દિક ને પણ આ જ સવાલ પૂછ્યો પણ ત્યારે પણ હાર્દિક ના મોઢા ઉપર એક હાસ્ય સિવાય બીજો કોઈ જવાબ એ કળી ના શક્યો.

“અંશુ, હજી મને ઘણા બધા સવાલ છે. પણ હમણાં નહિ, હું ફરી સાંજે આવીશ. અત્યારે તું કે હું કોઈ એવી માનસિક હાલતમાં નથી કે આ વિષે વધારે વાત કરીએ. મને માફ કરજે, તારા ભૂતકાળને મારે વારે વારે ઉખેડવો પડે છે.” ઇન્સ્પેકટર કુલાડી આટલું બોલીને અંશુ ની કેબીનમાંથી બહાર નીકળ્યા. હજી પણ અંશુ એ જ જગ્યા એ સ્થિર ઉભો હતો.

ઇન્સ્પેકટર કુલાડી એમની કેબીનમાં આવતા જ છગન ચા વાળા પાસેથી ચા મંગાવી. છગન કાલ ની જેમ આજે પણ એક ચા ની જગ્યાએ આખું થર્મોસ મુકતો ગયો. ઇન્સ્પેકટર કુલાડી ને માથું ભમતું હોય એવું લાગ્યું. સામે MKC ની જે ફાઈલ પડી હતી એમાં જે કઈ નાની મોટી ઘટનાઓ બની હતી એમાં દરેક વખતે હાર્દિક જ વિલન બન્યો હતો. દરેક જગ્યાએ જાણે હાર્દિક જ દેખાતો હતો.

ચા ની ચૂસકી લેતા ઇન્સ્પેકટર કુલાડી એ ફાઈલ ફરી ખોલી. અંશુ અને હાર્દિક વચ્ચે થયેલી નાની મોટી તકરાર નું એક લિસ્ટ બનાવ્યું હતું.

  • મશીન ભૂલથી બંધ થઇ જવાને લીધે,
  • અંશુ એ સેફટી બાબતે પત્ર લખ્યો ત્યારે અંશુ નું નામ કહી દેવા વાતે,
  • એક નાની અમસ્તી ઇલેકટ્રીક ટેપ બાબતે,
  • હાર્દિકની સીડી પરથી પડતા પગ ફ્રેકચર થયો એ બાબતે,
  • અને હવે પ્લાન્ટ ના ડ્રોઈંગસ ની માસ્ટર કોપી બીજી કંપનીને વેચવા બાબતે.
  • આ બધી વાતે અંશુ અને હાર્દિક વચ્ચે તકરાર થઇ. અને દર વખતે અંશુ મોટા માર્જિન થી જીત્યો અને બસ આ જ કારણે હાર્દિકે “હારેલો જુગારી, બમણું રમે” એમ છેલ્લો મોટો દાવ રમ્યો.

    પરંતુ આ બધા વચ્ચે હજી એક વાત સમજ નહોતી આવતી કે હાર્દિક ગુનેગાર ઠર્યો છતા એ હજી MKC માં જ હતો જ્યારે અંશુ એ MKC છોડી. હવે આ સવાલ અંશુ ને પૂછવાનું મન તો ના થયું પણ જરૂરી હતું જ. સાંજે ફરી અંશુ ને મળવા જઈશ એમ વિચારીને ઇન્સ્પેકટર કુલાડી બીજા કામ માં પરોવાયા.

    સાંજ પડતા જ ફરી ઇન્સ્પેકટર કુલાડી અંશુની કેબીનમાં હતા અને વાત શરુ થઇ.

    “મેં MKC કેમ છોડી એ સવાલ પૂછો છો, સર???? મેં એ જ દિવસે નક્કી કરી લીધું હતું કે આ વખતે ચુપ નહિ બેસુ. પણ ફરી હાર્દિક જ માસ્ટરમાઈન્ડ નિકળ્યો અને વાત એટલી બધી ફેલાઈ ગઈ હતી કે હું ખુબ દુખી થયો હતો. જે MKC ફેમીલી માટે મેં આટલું બધું કર્યું, જે અત્યાર સુધી મને સપોર્ટ કરતા હતા એ બધા પણ મને શંકા ની નજરથી જોવા લાગ્યા. અને ખાસ તો હાર્દિક, મારો કોલેજ નો સૌથી ખાસ મિત્ર એને મારા માટે એટલું ખરાબ વિચાર્યું. બસ મેં આત્મનિરીક્ષણ કર્યું અને એક નિર્ણય પર આવ્યો કે મારે MKC છોડી દેવું જોઈએ.” અંશુ મિસ્ટર કુલાડીને એમના મન નો ભાર હળવો કરતો જવાબ આપ્યો.

    થોડો વિરામ લીધા પછી અંશુ ફરી બોલ્યો “હાર્દિક ને કમિટી એ સજા કરી, હા સજા કરી. કેવી સજા? ૧ મહિના માટે સસ્પેન્ડ અને એ પણ ચાલુ પગારે અને બીજું કે એ કોઈ દિવસ ઇન્ચાર્જ નહિ બની શકે એવી સજા. ખબર ના પડી કે આ સજા હતી કે મજા. આ કેસ ના લીધે કંપની ને પણ ઘણું સહન કરવું પડું હતું. એ દિવસો દરમિયાન હાર્દિકના સપોર્ટમાં વર્કર યુનિયન એ બે દિવસની હળતાળ કરી હતી. ખબર નહોતી પડતી કે કેસ હાર્દિક જીત્યો હતો કે હું. કંપની એ આ કેસ ને ક્લોઝ કરવા હાર્દિકને એક મહિના માટે સસ્પેન્ડ કર્યો જેથી લોકો ના મગજમાંથી પણ વાત ઉતરી જાય.

    બસ આ બધું મારાથી ના સહન થયું. જીત્યો તો હું હતો પણ કદાચ મિત્રતાની દ્રષ્ટિએ હું ખુબ ખરાબ રીતે પિટાયો. જે બે મિત્ર ની મિત્રતાની કોલેજમાં ચર્ચા થતી હતી એમના વિષે હવે દુશ્મનીના તણખા ઝરતા હતા. બસ એ જ દિવસે મેં સિંઘ સાહેબ ને મારું રાજીનામું આપી દીધું, એમણે ઘણો પ્રયત્ન કર્યા મને રોકવાનો, પણ હું માનસિક રીતે નક્કી કરી ચુક્યો હતો એટલે ના છુટકે એમણે મારું રાજીમાનું સ્વીકારવું જ પડ્યું.” અંશુ વાત પૂરી કરતા બોલ્યો.

    ઇન્સ્પેકટર કુલાડી અને અંશુ બીજી ૫ -૧૦ મિનીટ સુધી કઈ સમજ ના પડતા એમ જ બેસી રહ્યા. ઇન્સ્પેકટર કુલાડી તો હજી દ્વિધામાં હતા. આ વાતમાં તો હાર્દિક દોષી ઠર્યો પણ એનો મતલબ એમ થોડો કે બ્લાસ્ટ પણ એણે જ કરાવ્યો હોય. ઇન્સ્પેકટર કુલાડી એ અંશુ ને મદદ કરવા કહ્યું. પરંતુ કઈ રીતે?

    ત્યાં જ ઇન્સ્પેકટર કુલાડી ને પેલો સ્કેચ યાદ આવ્યો જે ગોડાઉન ના સિક્યુરીટી ગાર્ડની મદદ થી બનાવ્યો હતો. એમણે એ અંશુ ને બતાવ્યો. અંશુ એ જોતા જ એની આંખો પહોળી થઈ ગઈ. ઇન્સ્પેકટર કુલાડી ની આંખો માં તેજ આવ્યું.

    ઇન્સ્પેકટર કુલાડી : “અંશુ તું આને ઓળખે છે, કોણ છે એ?”

    અંશુ પેહલા તો કઈ ના બોલ્યો પણ બસ એ સ્કેચ જોતો રહ્યો. તરત એણે એનું કમ્પુટર ચાલુ કર્યું અને એના ફેસબુક પર લોગ ઇન થયો. અને એક ફોટો ખોલીને ઇન્સ્પેકટર કુલાડી ને બતાવ્યો. ફોટામાં ૮-૧૦ છોકરા હતા. ઇન્સ્પેકટર કુલાડી ફોટો ધ્યાન થી જોતા રહ્યા. એક ચેહરો થોડો જાણીતો લાગ્યો, ધ્યાન થી જોતા માલુમ પડ્યું કે એ બીજું કોઈ નહિ અંશુ હતો અને એની બાજુમાં જે છોકરો હતો એ જોતા તો ઇન્સ્પેકટર કુલાડી ખુરશી પરથી ઉભા જ થઇ ગયા, એ મોઢું બિલકુલ સ્કેચ માં છે તે જ હતું.

    ઇન્સ્પેકટર થોડા મુંજવણ માં હતા. ‘અંશુ અને એની બાજુમાં આ સ્કેચ વાળો કોઈ છોકરો. કોણ હોઈ શકે? હાર્દિક?? ના ના, હાર્દિક નહિ હોય.’ બસ ઇન્સ્પેકટર કુલાડી વિચારતા જ રહ્યા. અંશુ પણ શું થઇ ગયું એ વિચારતો હતો. ઇન્સ્પેકટર કુલાડી મનમાં પણ જરાક જોરથી અંશુ ની સામે જોઇને બોલ્યા , “હાર્દિક?????” અંશુ એ હા પાડી. “હાર્દિક ને કોલેજમાં આં મોઢું પહેરીને આવવાનો બહુ શોખ હતો. એણે જાતે આ મોઢું બનાવ્યુ હતું. અને એમાં એની માસ્ટરી હતી. બરાબર તમારા મોઢા ના માપનો આવું મોઢું એ બનાવી સકતો. અને આ એણે પોતાના માટે બનાવ્યું હતું અને આ પેહરીને કોલેજમાં બહુ મસ્તી પણ કરતો. છોકરીઓને પ્રપોસ કરવા પણ આ મોઢું પેહરીને જતો અને બધા સાથે મળીને ખુબ મજાક કરતો. આ ફોટો અમારા ગ્રુપના એક મિત્ર ની બર્થડે પાર્ટીનો છે અને ત્યારે એ આ મોઢું પેહરીને આવ્યો હતો એ છે.”

    ઇન્સ્પેકટર કુલાડી એ તરત એમના મોબાઈલ માં એનો ફોટો પડી લીધો અને અંશુ પાસેથી આ ફોટો એની ફેસબુક ટાઇમલાઈન પરથી ડિલીટ ના થા એની ખાતરી લઇ અંશુ ની કેબીનમાંથી બહાર નીકળ્યા.

    આજે કોર્ટમાં ચુકાદા નો દિવસ છે. અંશુની ઈચ્છા ના હોવા છતા બધા ના દબાવ વચ્ચે અંશુ એ હાર્દિક ની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો. હાર્દિક પાસે બચવાનો કોઈ ચાન્સ નહોતો. બધા સબુત એની વિરોધમાં હતા. અંશુ તો હજી હાર્દિક ને છોડી દેવાના મત માં હતો પણ હવે આ કેસ એ બંને વચ્ચે ની અંગત લડાઈ કરતા ઘણે આગળ સુધી જતો રહ્યો હતો.

    ઇન્સ્પેકટર કુલાડી ની અથાગ મહેનત છેલ્લે પરિણામ તો લાવી પણ એ ચુકાદો કદાચ બે મિત્ર ની દોસ્તી વચ્ચે એક એવી તરાર પડતો ગયો કે જે કોઈ દિવસ પૂરી શકાય એમ નહોતી. બંને હવે મિત્રો નહોતા. મિત્રતા ની જે અત્યાર સુધી મિશાલ ગણાતા હતા, જેમની જોડી એટલે જય-વીરુ ની જોડી કહેવાતી એ આજે એક બીજા સામે આંખ પણ ના મિલાવી શકે એવી ગ્લાની અનુભવી રહ્યા હતા.

    આજે પેહલી વાર હાર્દિક ખુબ રડ્યો. કદાચ આ હારની હતાશા માં જ. છેલ્લા સમયે જો કે ફરી અંશુ જ એને બચાવા વચ્ચે આવ્યો અને છેલ્લા સમયે કેસ પાછો ખેંચી લીધો, જેથી હાર્દિક કાનુનની દ્રષ્ટિ એ તો બેકસૂર હતો પણ MKC ના વર્કર અને ખાસ કરીને અંશુની નજરમાં બહુ મોટા પાપ નો દોષી. એવું પાપ કે જેને કોઈ દિવસ માફ ના કરી શકાય.

    જયારે એક માં બે નટખટ-ધમાલી છોકરા ને ના સંભાળી શકે એટલે જ ભગવાને મિત્ર બનાવ્યો હશે. અંશુ અને હાર્દિક ગણીને 4 વર્ષ મિત્ર રહ્યા હશે પણ પછી હાર્દિકની નાદાનીયતે એ દરાર પડી દીધી. હજી અંશુ મોટું દિલ રાખીને ભૂલવાનો પ્રયત્ન કરે ત્યાં ફરી હાર્દિક કંઇક કરે અને ફરી મહાભારત શરુ.

    અંશુ ની છેલ્લા સમયે કેસ પાછો ખેંચી લેવાના નિર્ણયને બહુ ખરાબ પ્રત્યાઘાત મળ્યા પણ હજી દોસ્તી ના મૂળ કઈ એટલા પણ કાચા નહોતા. હાર્દિક ને પણ મોડે મોડે આ વાત સમજ માં આવી હોય એ રડવા લાગ્યો. એણે અંશુ ને પોતાને માફ કરી દેવા કહ્યું ત્યારે અંશુ એ બોલુવુડ નો ફેવરીટ ડાઈલોગ “દોસ્તી મેં નો સોરી નો થેન્કયુ” કહ્યું અને બંને ત્યાં જ ગળે મળ્યા. માનો કે ના માનો આ દિવસ પણ દિવાળી ની એકદમ નજીક નો જ હતો. એટલે ઘણા વરસે વળી અંશુ અને હાર્દિક એકસાથે દિવાળી મનાવશે.

    જોયું ને દોસ્તો, જયારે એ મિત્ર જેની સાથે તમે તમારો “ગોલ્ડન પીરીયડ” વિતાવ્યો હોય એ જ જયારે તમારી વિરુદ્ધ માં થઇ જાય ત્યારે દુનિયા ઉલટ-સુલટ થઇ જાય પણ જ્યાં દોસ્તી ના મૂળિયાં ખુબ ઊંડે સુધી હોય ત્યાં ગમે તેટલા પ્રોબ્લેમ આવે એ વિતાવેલો સમય હમેશા સાથે હોય છે.

    હાર્દિક ને આ કેસ પછી બાઈજ્જત MKC માંથી નીકળી જવાનું ફરમાન મળ્યું અને હાર્દિકે એ જ દિવસે MKC છોડી દીધી. પરંતુ અંશુએ તરત જ એને એની ઓળખાણ કરાવીને દુબઈ એક કંપનીમાં સેટલ કરી આપ્યો. દિવાળી ના બીજા દિવસથી હાર્દિક નું ત્યાં જોઈનીંગ છે અને આ દિવાળી ફરી અંશુ ના લીધે હાર્દિક ની સુધરી ગઈ બરાબર એ જ રીતે જે રીતે આજથી ૧૨ વર્ષ પહેલા થયું હતું.....

    LONG LIVE FRIENDSHIP

    આપના અભિપ્રાય તમે મને mail પણ કરી સકો છો- jay.shah0908@gmail.com