Trutya - paachhala janm no badlo - 7 books and stories free download online pdf in Gujarati

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૭

તૃત્યા :- પાછલા જન્મ નો બદલો - ૭

( પાછલા ભાગ માં આપણે જોયું કે આદિત્ય ને મોહિની ના અંતિમ સંસ્કાર કરે છે અને તેને મોહિની દ્વારા તેનો રસ્તો મળી જાય છે જે તેને વિલાસપુર લઈ જાય છે. આદિત્ય નો સામનો વિલાસપુર માં કટકાનંદ સાથે થાય છે અને વીર તેને બચાવે છે. અઘોરી પાસે જતા આદિત્ય ને જાણવા મળે છે કે વીર પોતે એક તૃત્યા નો અંશ છે અને તેના વગર પોતાની લડાઈ અધૂરી છે. અઘોરી કટકાનંદ ને મારવા માટે નો રસ્તો બતાવે છે અને એની ખોપડી લઈ આવવાનું કહે છે. આદિત્ય અને વીર એની ખોપડી લેવા એના ઘેર ચંદેરા જાય છે જ્યાં તેમની મુલાકાત કટકાનંદ ની માં સાથે થાય છે. ખોપડી લઈ ને આવતી વખતે એ બંને નો સામનો કટકાનંદ સાથે થાય છે જ્યાં આદિત્ય પર હુમલો થતા એ બેભાન થઈ જાય છે અને કટકાનંદ એની 21 મી બલી તરીકે આદિત્ય ને પસંદ કરી ને ચઢાવવા માટે સ્મશાને લઈ જાય છે. )

હવે આગળ.....

કટકાનંદ આદિત્ય ને સ્મશાન માં લઇ જાય છે અને ત્યાં લાકડાઓ ગોઠવીને પોતે બેસી જાય છે અને આદિત્ય ને પોતાના ખોળા માં લઇ લે છે. આદિત્ય સાવ બેભાન અવસ્થા માં હોય છે એને ખબર જ નથી હોતી કે એની સાથે શુ થઈ રહયુ છે. કટકાનંદ પોતાના મંત્રો ના જાપ ચાલુ કરી દે છે અને બંને હાથ માં એક - એક હાડકાં લઈ લે છે અને એક બીજા જોડે ઘસી ને અગ્નિ ઉતપન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ બાજુ વીર ફટાફટ ખોપડી લઈ ને જંગલ માં જાય છે અને અઘોરી પાસે પહોંચે છે. અઘોરી એ બધી તૈયારી કરેલી જ હોય છે. એ ખોપડી હાથ માં લઇ છે અને પોતાના મનમાં કાંઈક મંત્રો બોલવાનું શરૂ કરી દે છે. અને પછી એ ખોપડી લઈ ને નીચે જમીન પર કરેલા એક કુંડાળા માં મૂકે છે. આ બાજુ કટકાનંદે અગ્નિ પ્રગટાવી દીધી હોય છે અને તે લાકડા પાસે લઈ જઈ ને સળગાવા માટે જાય છે ત્યાં જ અઘોરી પોતાનો પગ જોર થી ઉપાડે છે અને ખોપડી પર મારે છે. ખોપડી પર મારતા જ ખોપડી ના ચુરે - ચૂરા થઈ જાય છે. અને એ સાથે જ કટકાનંદ બળી ને ખાખ થવા લાગે છે અને આદિત્ય ને હોશ આવવા લાગે છે. આદિત્ય ના ભાન માં આવતા જ એની નજર સામે કટકાનંદ સળગતો દેખાય છે અને એના કાન માં કટકાનંદ ના છેલ્લા શબ્દો સંભળાય છે કે કુંદેરા માં ભૂતો નો ખોફ છે.... કુંદેરા માં....અને આ સાથે જ કટકાનંદ બળી ને રાખ બની જાય છે. કટકાનંદ ના આ શબ્દો આદિત્ય સમજી જાય છે તેને એનો આગળ નો રસ્તો મળી જાય છે.

( ચાલો મિત્રો આપણે આ બાજુ કુંદેરા નો એક નજારો જોઈ લઈએ )

{ ચંદેરા થી લગભગ ૭-૮ કિ.મી. દૂર આવેલું કુંદેરા ગામ. રાત નો ૧૧ વાગ્યા ના સમયે ગામનો ગજેન્દ્રસિંહ નામ નો માણસ ઘનઘોર અને સુમસાન રસ્તા પર થી પોતાનું બાઇક લઈ ને એકલો જતો હતો. રસ્તો જંગલ માં થઈ ને નીકળતો હતો એટલે કેવો હતો એનું આલેખન કરવું હું જરૂરી નથી સમજતો. અચાનક ગજેન્દ્રસિંહ નું ચાલુ બાઇક બંધ થઈ ગયું અને ઉભું રહી ગયું. ગજેન્દ્રસિંહ ઉભો રહ્યો અને બાઇક ની કિકો મારતો રહ્યો પણ બાઇક ચાલુ ના થયું. એટલા માં એની નજર સાઇકલ લઈ ને આવતા એક માણસ પર પડી. ગજેન્દ્રસિંહ ને જોઈને તેને પોતાની સાઇકલ ઉભી રાખી અને ગજેન્દ્રસિંહ તેની પાસે મદદ માંગી. માણસે કહ્યું કે જો તમને વાંધો ન હોય તો હું ધક્કો મારી દઉં છું તમારા બાઇક ને. ગજેન્દ્રસિંહે તેની સામે જોયું કે તરત જ એ માણસ ની આંખો લાલ રંગમાં ફરી ગઈ અને તે બોલી ઉઠ્યો. ઓળખી નહિ મને ગજેન્દ્ર ? આટલું સાંભળતા જ ગજેન્દ્રસિંહ બાઇક મૂકી ને ભાગ્યો અને આગળ જતાં જ એક પોલીસ વાળા સાથે ભટકાયો. તેને ડર ના માર્યા પોલીસ ને કીધું મેં મને બચાવો સાહેબ મારી પાછળ ભૂત પડ્યું છે. આટલું બોલીને તેને પાછળ જોયું કે સામે થી પોલીસ નો અવાજ આવ્યો કે પાછળ કે આગળ ?

ગજેન્દ્રસિંહે સામે જોયું તો એ જ લાલ આંખો અને પોલીસ વાળો બરાડી ઉઠ્યો. ક્યાં સુધી ભાગીસ ગજેન્દ્રસિંહ...મને ઓળખ હું તારી મોત છું. ગજેન્દ્રસિંહ ભાગતા - ભાગતા ઘરે આવ્યો અને પોતાની પત્ની ને બધી વાત કરી. આવો જ હતો એનો અવાજ ? આટલું સાંભળતા જ ગજેન્દ્રસિંહે પાછળ ફરી ને જોયું તો એની પત્ની ની પણ એવી જ લાલ આંખો હતી. હું છું ગજેન્દ્રસિંહ હું જુમ્બા છું. આટલું બોલી ને તેને ગજેન્દ્રસિંહ નું ગળું પકડી લીધું અને તેને ત્યાં જ ખતમ કરી નાખ્યો. }

બીજો દિવસ વિલાસપુર માટે સોના નો સૂરજ ઉગે છે. અને વિલાસપુર માં આદિત્ય અને વીર નું સમ્માન થાય છે કારણ કે આ બંને હીરો ને કારણે વિલાસપુર ના લોકો ને કટકાનંદ નામના રાક્ષસ થી આઝાદી મળી હતી. અને વિધિ પણ વીર ના આ કાર્ય થી ખૂબ રાજી થાય છે. આ જોઈ ને વીર ને હજી પણ પોતાની વીરતા દેખાડવાનો જુસ્સો આવી જાય છે. આદિત્ય હવે ત્યાંથી નીકળવા માટે રજા લે છે અને રૂમ પર જઈ ને સમાન પેક કરવાની તૈયારી કરે છે એટલા માં એના ફોન ની ઘંટડી વાગે છે. આદિત્ય ફોન ઉપાડે છે અને સામે ના છેડે થઈ સમીર નો અવાજ સાંભળે છે.

સમીર :- ભાઈ, કેમ છે તું ? સારું તો છે ને તને ? કાંઈ થયું તો નથી ને ? ક્યાં છું ? કોઇ રસ્તો મળ્યો ? અહીંથી ગયા પછી તારો એક પણ ફોન નથી આવ્યો.

આદિત્ય :- બસ ભાઈ શાંતિ રાખ...એક સાથે આટલા બધા પ્રશ્ન કરીને મને મૂંઝવણ માં ના મુકીશ. હું તને બધી વાત કરું છું. અને આદિત્ય એને આખી ઘટના જણાવે છે અને પોતે હવે કુંદેરા જઇ રહ્યો છે એ પણ કહે છે.

સમીર :- તારું ધ્યાન રાખજે. કોઈ ચિંતા ના કરતો અને સાંભળ...ઉભો રે તને કોઈક સાથે વાત કરાવું છું...લે વાત કર તારા ફ્રેન્ડ સાથે.. ( અને સમીર ક્રિષ્ના ને ફોન આપે છે. )

આદિત્ય :- હેલ્લો.... કોણ ?

ક્રિષ્ના :- હમ્મ.....ઓળખાણ પડી મિસ્ટર આદિત્ય ?

આદિત્ય :- હા....પડી હો મેડમ....( અને આટલું બોલતા સુધીમાં તો આદિત્ય ના દિલ ના ધબકારા વધી ગયા..)

ક્રિષ્ના :- કેમ છો ? અને કેવી ચાલી રહી છે તમારી સફર ?

આદિત્ય :- અત્યારે તો સારું છે અને સફર પણ રોમાંચક થઈ રહી છે મારી. તમારું કહો તમે કેમ છો ?

ક્રિષ્ના :- હા હું પણ મજામાં છું. સારું ચાલો...બેસ્ટ ઓફ લક...આઈ હોપ કે તમે જલ્દી તમારી સફર પુરી કરો અને પાછા આવો......ચાલો હું પછી ફોન કરીશ તમને...Bye...

આદિત્ય :- સારું Bye.....( આટલું સાંભળતા આદિ....ખુશ ખુશ થઈ જાય છે કે એનો પહેલા પ્રેમ એ એને ફોન કરી ને વાત કરી...અને પોતાના નસીબ ને આભારી માની ને સામાન પેક કરવા લાગી જાય છે. )

આદિત્ય પોતાનો સમાન પેક કરે છે અને કુંદેરા તરફ રવાનો થઈ જાય છે. તે કુંદેરા ગામ ના રસ્તા પર પહોંચી જાય છે. ગામ ના પાટિયા પાસે પહોંચતા જ આદિત્ય રસ્તા પાસે ના ઓટલા પર બેસે છે. ત્યાં એક માણસ દોડતો દોડતો પોતાના હાથ માં કુહાડી લઈ ને આવે છે અને બોલે છે...જુમ્બા ને મેં મારી છે..જુમ્બા ને મેં મારી છે અને ત્યાં થી ચાલ્યો જાય છે. આદિત્ય ને આ વાત અજુગતું લાગે છે. તે ગામ તરફ આગળ વધે છે અને ગામ માં પહોંચે છે. ગામ માં પહોંચતા જ તે દૃશ્ય જોવે છે કે ગામ માં એક સ્ત્રી ને ઝાડવા પાસે બાંધેલી છે અને ગામ ના પૂજારી તેને ગરમ સળિયા થી ડામ આપી રહ્યા છે. આદિત્ય ત્યાં જાય છે અને એમને રોકવા લાગે છે. આ સાંભળતા જ ગામ ના સરપંચ ચૌધરી આદિત્ય ને પૂછે છે કોણ છે તું ? એટલા માં એમનો નોકર આવે છે અને ન્યૂઝપેપર દેખાડતા એમના કાન માં કહે છે કે આજ છે એ માણસ જે વિલાસપુર નો ભૂતનાશક છે. આદિત્ય પૂછે છે કે આ બધું શુ છે તો એને જાણવા મળે છે કે આ સ્ત્રી એક ભૂત છે અને એને પોતાના પતિ ને મારી નાખ્યો છે. એના શરીર પર આના નિશાન મળી આવ્યા છે. આદિત્યએ કહ્યું કે હું એક જ મિનિટ માં સાબિત કરી દઉં છું કે આ કોણ છે ?

તે પોતાના ખિસ્સા માંથી તેનું યંત્ર કાઢે છે અને તે સ્ત્રી સામે રાખે છે પણ તેની એના પર કોઈ અસર થતી નથી જેથી આદિત્ય સાબિત કરે છે કે આ સ્ત્રી ભૂત નથી. અને બધા આદિત્ય ની વાત સાચી માને છે અને એ સ્ત્રી ને છોડી દે છે. ચૌધરી આદિત્ય ને પોતાના ઘરે લઈ જાય છે અને સામે થી એને થોડા દિવસ માટે ગામ માં રહેવાનું આમંત્રણ આપે છે. આદિત્ય પોતાના ખિસ્સા માંથી એક કાગળ કાઢે છે જેમાં તૃત્યા નું નિશાન દોરેલું હોય છે અને ચૌધરી ને દેખાડે છે અને એ તરત જ આ નિશાન ઓળખી જાય છે અને જણાવે છે કે કુંદેરા જ તો તૃત્યા નો ગઢ છે. આદિત્ય ચૌધરી ને વિક્રાલ વિશે પૂછે છે તો તે ના પાડે છે કે હું નથી ઓળખતો. આટલા માં વીર પણ આદિત્ય ને શોધતો શોધતો કુંદેરા માં આવી જાય છે અને ચૌધરી ના ઘરે પહોંચી જાય છે. આદિત્ય એને જોઈ ને ચોંકી જાય છે. પણ વિક્રાલ ની કોઈ જાણકારી મળતા આદિત્ય અહીંયા નો ધક્કો વ્યર્થ ગણે છે અને વીર ને લઈ ને પાછો જવાની તૈયારી કરે છે. બંને મિત્રો ત્યાંથી નીકળે છે અને પાછા જાય છે. ગામ ના પાટિયા પાસે પહોંચતા જ આદિત્ય ને ત્યાં પેલી સ્ત્રી મળે છે જેને તેને થોડી વાર પેલા ગામ લોકો થી બચાવી હતી. તેને આદિત્ય ને રોકાઈ જવા કહ્યું અને પોતાની આપવીતી જણાવવા લાગી. તેને કહ્યું કે તેનાં પતિ ને જુમ્બા ડાયને માર્યો છે. અને મારા દીકરાને અનાથ બાપ વગર નો કરી નાખ્યો. આટલું સાંભળતા જ આદિત્ય ને અઘોરી ના શબ્દો યાદ આવ્યાં કે તારે ત્યાં સુધી પહોંચવા માટે ઘણી માં ના આશીર્વાદ લેવા પડશે. અને તે સ્ત્રી પોતાના ન્યાય માટે આદિત્ય પાસે ભીખ માંગવા લાગી.

( આ બાજુ ગામ નો એક માણસ સુવા માટે પોતાના રૂમ માં ગયો અને જેવો તે સુવા ગયો કે તરત જ તેના ફોન ની રિંગ વાગી. તેને ફોન ઉપાડ્યો મેં તરત જ સામે થી અવાજ આવ્યો કે હું તને કેવી રીતે ચેન થી સુવા દઉં ? અને તેની પત્ની કુહાડી લઈ ને એના રૂમ માં આવી અને મારવાનો પ્રયત્ન કરવા લાગી પણ એ ઘર માંથી ભાગી છૂટ્યો. બહાર જતા તેને એક માણસ મળ્યો અને એની સામે રડતા રડતા કીધું કે મારી પત્ની ડાયન છે. એ મને મારવા માંગે છે મને બચાવી લે. અચાનક પાછળ થી એની પત્ની આવી અને માણસ ને જોતા જ એને બૂમ પાડી. આ સાથે જ પેલા માણસે ધારીયું ઉપાડ્યું અને એક જ ઝાટકે ગળું કાપી નાખ્યું. આ જોતા એની પત્ની ડઘાઈ ગઈ અને બોલી ઉઠી કોણ છે તું ? અને સામે થી જવાબ આવ્યો.… કુંદેરા નો કાળ....)

આ બાજુ પેલી સ્ત્રી એ આદિત્ય ને જુમ્બા ની કહાની કહેવા લાગી.....કે આજ થી 3 વર્ષ પહેલાં કુંદેરા માં અકાલ દુકાળ પડ્યો હતો. બધા લોકો ને ખાવા ના પણ ફાંફાં હતા. લોકો ભૂખ્યા અને તરસ્યા મરતા હતા. પછી બધા ને ખબર પડી કે આ કામ જુમ્બા નું હતું. તે મનુષ્ય નું જીવન છોડી ને ડાયનો ની પ્રથા અપનાવી રહી હતી. તેનો સોદો એને દાનવ દેવતા દુર્ભય સાથે કુંદેરા ગામ ની ખુશીયાળી આપીને કર્યો હતો. ગામ માં ખબર પડતાં સરપંચ ત્યાં પહોંચી ગયા અને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ ત્યાં સુધી માં તેની શક્તિ વધી ગઈ હતી. ગામ ના એક પાગલ માણસ બજરંગી એ કુહાડી થી જુમ્બા નું ગળું કાપી નાખ્યું અને તેને મારી નાખી. અને પછી ગામ ના લોકો એ તેને ત્યાં જ દફન કરી દીધી. હવે એ પોતાનો મોત નો બદલો લેવા આવી છે. અને એણે શરૂઆત મારા સુહાગ થી કરી છે. આદિત્ય આખી વાત સાંભળે છે અને પછી ગામ માં પાછો ફરે છે અને ગામ માં જતા એ માણસ ની લાશ જોવે છે. આદિત્ય ચૌધરી પાસે પાછો જાય છે અને જુમ્બા વિશે વધુ તપાસ કરે છે. તે એના ઘરે જવા માટે કહે છે. આદિત્ય જુમ્બા ના ઘરે જાય છે તે ઘરે જતા જુએ છે કે એના ઘર માંથી કોઈ ના રડવાનો અવાજ આવે છે. આદિત્ય ત્યાં જાય છે અને પૂછતાં એને ખબર પડે છે કે એ જુમ્બા ની માં છે. આદિત્ય એમને સાંત્વના આપે છે. એની માં રડતા - રડતા કહે છે કે બધા એ માસુમ ને મારી નાખી. આ સાંભળતા આદિત્ય કહે છે કે એ તો એક ડાયન હતી એવું ગામવાળા નું કહેવું છે. આટલું સાંભળતા એક માં રુદન રડતા રડતા બોલે છે આ બધું ખોટું છે એ લોકો ની સાજીસ છે આ બધી.

આદિત્ય :- પણ તમને ખબર છે કે એની આત્મા બધા સાથે બદલો લઈ રહી છે અને એક એક કરી ને બધા ગામ વાળા ને મારી રહી છે. અને જો આ જ ઇન્સાફ હોય પણ કોઈ સાથે આમ બદલો ના લેવાય. કરુણા માં જે શક્તિ છે એ ક્રોધ માં નથી.

( અને આટલું બોલી ને આદિત્ય ઘર માંથી જતો રહે છે પણ બહાર જતા જ આદિત્ય નું યંત્ર ચમકવા લાગે છે અને આદિત્ય ને લાગે છે કે નક્કી આ ઘર માં કોઈક આત્મા છે. આદિત્ય પાછો ઘર માં જાય છે અને જઈને એની માં ને પૂછે છે કે શુ જુમ્બા ની આત્મા તમને મળવા માટે આવે છે ? )

જુમ્બા ની માં :- ના નથી આવતી. પણ તું આવું કેમ પૂછી રહ્યો છું ?

આદિત્ય :- કાઈ નહિ બસ ખાલી એમ જ પૂછું છું. ચાલો હું જાવ છું.

આદિત્ય તરત જ ચૌધરી ના ઘરે જાય છે અને એને જઇ ને પૂછે છે કે એ રાતે બજરંગી એ જુમ્બા ને મારી નાખી ત્યારે કોણ - કોણ ત્યાં હાજર હતું ?

ચૌધરી :- હું, રતનસિંહ, ગજેન્દ્ર, વિસમભર અને પંડિત ભૈરવનંદ.

આદિત્ય :- આ વિસંભર કોણ છે ?

ચૌધરી :- તમારા વિલાસપુર ના સરપંચ ભરતભાઇ ના સંબંધી જ છે. અને અહીંયા નજીક માં જ રહે છે.

આદિત્ય વિસંભર ના ઘરે જવા માટે નીકળી પડે છે પણ એને ખબર નથી હોતી કે તે વિધિ ના માસા - માસી હોય છે. આ બાજુ વીર વિધિ ને શોધતો શોધતો એ જ સમયે વિસંભર ના ઘરે પહોંચે છે અને તે વિધિ ને જુમ્બા ની પાછા આવવાની વાત કરે છે. આ વાત સાંભળતા જ વિસંભર ડરી જાય છે અને શહેર જવા માટે કહે છે અને બોલે છે કે એ મને પણ મારી નાખશે. આટલા માં એની પત્ની ની આંખો લાલ થઈ જાય છે અને એ બોલી ઉઠે છે તે ઠીક કીધું વિસંભર હું તને મારી નાખીશ. નહિ જવા દવ તને. અને એનું ગળું પકડી પાડે છે અને વિધિ જોર થી બૂમ પાડે છે અને એને છોડાવા જાય છે એટલા માં આત્મા એના શરીર માંથી જતી રહે છે અને ત્યાં સુધીમાં આદિત્ય ચૌધરી અને બીજા એક - બે લોકો સાથે ત્યાં પહોંચી જાય છે. તેમના આવતા જ આત્મા વિધિ ના શરીર માં ઘુસી જાય છે. આદિત્ય ઝડપ થી યંત્ર કાઢે છે અને વિધિ ની સામે રાખે છે. આટલું કરતા જ આત્મા ડરી ને વિધિ ના શરીર માંથી નીકળી જાય છે અને સીધી જ ચૌધરી ની અંદર ઘુસી ને વિસંભર નું ગળું મચકોડી નાખે છે અને એને મારી નાખે છે. વિસંભર ને મારી ને જુમ્બા ની આત્મા ચૌધરી ના શરીર માંથી નીકળી જાય છે. અને એને ભાન થાય છે કે એને શુ કર્યું !!)

આ બાજુ જુમ્બા ની માં એની કબર પાસે જઈને રડવા લાગે છે અને રડતા રડતા કહે છે કે તું ચિંતા ના કરીશ દીકરી. તારો બદલો લેવા માટે તારી ૧૦ વર્ષ પહેલાં મરેલી માં પાછી આવી ગઈ છે. હું બધા ને મારી નાખીશ કોઈ ને નહીં છોડું. કુંદેરા માં બધા ની ચિતા ઓ સળગશે....

To be continued.....

આદિત્ય નો પ્રેમ ક્રિષ્ના એને મળશે ખરો ?

આદિત્ય કુંદેરા ના લોકો ને બચાવી શકશે કે બધા ની ચિતા સળગશે ?

આદિત્ય નું આગળ નું લક્ષ્ય શુ હશે ?

આ વાર્તા જેમ જેમ આગળ વધી રહી છે એમ નવા વળાંકો લઇ રહી છે અને નવા રહસ્યો સામે આવી રહ્યા છે. હજી કેટલાય રહસ્યો સામે આવશે જે તમને રોમાંચક સફર કરાવશે. તમે તમારા અમૂલ્ય પ્રતિભાવો જરૂર થી આપશો જેથી કરી ને મને આગળ ના ભાગો લખવાની પ્રેરણા મળી શકે. જો તમે મને આ વાર્તા વિશે કોઈ સજેશન આપવા માંગતા હોય તો એ પણ આપી શકો છો.

Twitter :- mobile.twitter.com/anandgajjar1941

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861