Balashram books and stories free download online pdf in Gujarati

Balashram

નીતા કોટેચા "નિત્યા "

9867665177

9699668394

બાળાશ્રમ

બાળાશ્રમ

ટ્રીંગ ટ્રીંગ

હલ્લો, સીમા બેન ?

હા !

તમે કોણ ?

એક ધીરો અવાજ સીમા ને સંભળાયો

' હું નિકીતા બાલાશ્રમમાંથી વાત કરું છુ '

સીમા ને રેખા યાદ આવી ગઈ. સીમા એ ફોન મૂકી દીધો. શું કામ એ પોતાને ખબર ન પડી . પણ આ બાબતે વાત કરવાની ઈચ્છા હવે રહી નહોતી. કારણ કોઈ એનું માનતું ન હતું , એને તો રેખા આશ્રમમાં જાય એ જ નહોતું ગમ્યું , આજ ની બપોર સીમા ને જરા વધારે આકરી લાગી.શું કામ હશે કે બાલાશ્રમ માં થી ફોન આવ્યો હશે ? રેખા માટે કી કહેવું હશે ? ત્યાની એક વોર્ડન સારી હતી , તેને જ સીમા અવારનવાર રેખા વિષે પૂછતી , એ વોર્ડન કહેતી કે રેખા આમ તો બહુ ડાહી છે, આશ્રમ નું ઘણું કામ કરે છે પણ રાત પડે એટલે એ સખ્ત ગાંડા વેળા કાઢે છે , પણ એ ગાંડી નથી , મને લાગે છે એ આ બધું પણ જાની જોઇને કરે છે, સીમા એ પૂછ્યું પણ હતું કે કેમ જાની જોઇને ? પણ વોર્ડને કઈ જવાબ ન આપ્યો। એક વાર વોર્ડન નો આમ જ ફોન હતો એમને કહ્યું કે સીમા બેન એ તમારી વાતો બહુ કરે છે એને તમારી માટે બહુ માં છે તો રેખા ને અહિયાથી લઇ જાવો ને। પણ સીમા એક પત્રકાર હતી અને એનું વધારે પડતું બહારગામ રહેવાનું થતું તો એ પોતાના ભરોસે રેખા ને ઘરે બોલાવી નહોતી શકતી એનો એને અફસોસ પણ હતો. રેખાની બહુ ફિકર થતી હતી એટલે એક વાર તે રેખા માટે ચોકલેટ લઈને આશ્રમમાં ગઈ હતી. પણ ત્યાનું વાતાવરણ જોઇને એ ગભરાઈ ગઈ. ત્યાંના કામ કરવાવાળા માણસો જાણે કોઈ પછાત ગામમાંથી લઈને આવેલા ગુંડા હતા , આ ફક્ત મહિલા ઓ માટેનો આશ્રમ હતો , પણ ત્યાં કામ કરવાવાળા વર્ગમાં ફક્ત બે મહિલા હતી, બાકી બધા જ પુરુષો હતા. કાળા ભદ્દા જોઇને બીક લાગે એવા! જ્યારે આ બાળકોની માનસિક સ્થિતિ બરોબર ન હોય ત્યારે એમની સામે જો આવા માણસો કામ કરતા હોય તો એમને અહિયાં હૂફ ક્યાંથી મળવાની ? આ આશ્રમ વિષે બહુ સારી વાતો સંભળાતી હતી, કારણ આ આશ્રમના માલિક પોતે સજ્જન હતા. જ્યારે આ આશ્રમ ખોલવામાં આવ્યું ત્યારે નિકીતા બેન પોતે પણ આ આશ્રમમાં બહુ ધ્યાન આપતા. ત્યાં દાખલ થયેલ બાલિકાઓના ચહેરા પર હાસ્ય રહેતું. નવનીતભાઈ એ રૂપિયા આપવામાં કદી પાછુ વળીને જોયું ન હતું. એમના કમાયેલા રૂપિયા વાપરવાવાળુ કોઈ હતું નહી !નવનીતભાઈને બીજી પત્ની નિકીતાથી બે બાળકો મંદબુદ્ધિના થયા હતા . બન્ને ૧૫ વર્ષના થઈને અવસાન પામ્યા હતા . નીકીતાબેનને આ બાળકોની યાદમાં આ રોગમાં પીડાતી બેનો અને દીકરીઓ માટે કઇક કરવું હતું. નવનીતભાઈ એટલે શહેર નાં ગર્ભશ્રીમંત વ્યક્તિ. એટલે જ એમને બીજી પત્ની પણ કુંવારી છોકરી મળી હતી . પણ નવનીતભાઈના નસીબમાં કદાચ સંતાન સુખ હતું જ નહિ . પહેલી પત્ની થી સંતાન થયું નહિ અને એ પત્નીને કેન્સરે ભરખી લીધી. બીજી પત્ની થી એમને બે સંતાન થયા એક દીકરી અને એક દીકરો પણ બંને મંદબુદ્ધિના બાળકો . પણ નીકીતાબેનના અવસાન પછી નવનીતભાઈ પણ વધારે જીવ્યા નહિ અને આશ્રમને ટ્રસ્ટ વાળાઓ એ પોતાના હાથમાં લઇ લીધો અને ત્યારથી તો આ આશ્રમમાં બાળાઓ પણ ઓછી થવા લાગી . કોઈ પોતાની બેનો દીકરીઓને આ આશ્રમ માં મોકલાવા રાજી ન હતા. ટ્રસ્ટને આ આશ્રમ ચાલુ રાખવામાં રસ હ્તો, કારણ નહિ તો બધા પૈસા સરકારમાં જમા કરાવા પડત અને એમના બીજા જે ધંધા આ આશ્રમ હેઠળ ચાલતા હતા એ બધા બંધ કરવા પડત. એનું નુકશાન ભારે પડત .

રેખા આ આશ્રમથી બચી નહોતી શકી, રેખાના બે ભાઈ , એક તો ઇન્સ્પેકટર હતો. રેખાની માતામાં બુદ્ધિનો થોડો અભાવ દેખાતો। પણ એમને દુનિયાની સમજ ખરી. તો રેખામાં ક્યા નહોતી? ચાલીમાં બધાના ઘરે વાસણ કપડા પણ કરી આવતી અને એ પૈસા થી પોતા અને મા માટે પાંઉવડા કે ગોલા લઇ આવતી . માને ખાઈને ખુશ થતા જોઇને રેખા ખૂબ ખુશ થતી. આને કેવી રીતે મંદબુદ્ધિ કહેવાય ? કેટલીયે વાર સીમા પાસે બેસવા જતી, સીમા ને પોતાની કાલી ઘેલી ભાષામાં કહેતી,' ભાઈ કહેતા હતા મને કોઈ આશ્રમમાં મોકલાવાનું , ત્યાં કોઈના કપડા વાસણ નહિ કરવા પડે. જમવાનું પણ આપશે અને આરામ કરવાનું , પણ મારે નથી જવું . ભાભી જો મા ને જમવાનું નહિ આપે તો' !

સીમા વિચારતી રેખામાં કેટલી સમજ હતી કે માતા ભૂખી રહેશે . તો એના ભાઈયો ને એ કેમ નડે છે ? હા, દેખાવે બરોબર નહોતી, બોલતી બરોબર નહિ , એનાથી કોઈ પણ વિચારે કે એ મંદબુદ્ધિ ની છોકરી છે? એનો ભાઈ ન જ માન્યો કારણ ઘર એક હોલ, કિચન નું હતું , બે ભાઈ પરણી ગયા હતા. રેખા અને એની મા ચાલીમાં સુતા અને બને ભાઇયો એક એક રૂમમાં. રેખા અને માતા ને ચાલીમાં સુવડાવાથી ચાલીવાળાઓ નો ગુસ્સો સાંભળવો પડતો, જે એમને ગમતું નહિ !

સીમા ને ઘણી વાર થતું કે કેવા નમાલા ભાઈયો છે જે પોતાની બેન ને સંભાળી નથી શકતા , પણ દુનિયા ને આપણે બદલાવી નથી શકતા અને ભાઈયો ને કઈક કહેવું એટલે રેખા ને હજી વધારે આશ્રમ તરફ ધકેલવા જેવું હતું . એટલે ચુપ રહેવામાં સાર હતો. એમ તેઓ માનતા હતા. એ રેખાને છુપી રીતે ઘણું ખવડાવી લેતા , રેખાને આદત હતી કે એને ભૂખ લાગે એટલે એક ખૂણામાં બેસીને અવાજ વગર એની આંખોમાંથી આંસુ વહેવા લાગતા.

જેવું સીમા એને પેટ ભરીને જમવાનું આપતી એટલે જમતી અને થોડું મા ને જમાડતી અને પછી ચાલીમાં બધાનાં ઘરે પૂછવા નીકળી પડતી કે કાંઈ કામ હોય તો આપો! આવતા ભાણાની ભૂખ ભાંગવાની તૈયારી કરવા લાગતી




સીમાએ પોતાની સામે રેખાને 23 વર્ષની થતા જોઈ હતી. જો કે સીમા ને રેખાના બંને ભાઈ મંદબુદ્ધિના જ લાગ્યા હતા. બધાની બોલવાની રીતમાં ખાસ ફરક જણાતો ન હતો.। બસ દીકરાઓ ભણ્યા હતા એટલે તેઓ થોડા સુધરી ગયા હોય તેવું લાગતું. વળી એમના જેવું પાત્ર મળી ગયું એટલે સંસાર માંડીને ઠરીઠામ થયા હતા।

સવારના ચાર વાગ્યાના સુમારે કોઈક જોરથી ઘરનો દરવાજો ખખડાવતું હતું. સીમા ડરથી સફાળી બેઠી થઇ ગઈ.. આમે ચાલીમાં ભૂત ફરે છે, એવી અફવા તેણે સાંભળી હતી. એ અફવાના કારણે કે હકીકત હોવાની શંકાએ જ્યારે સીમાને નીંદર ન આવતી ત્યારે આખી રાત ચાલીમાં કોઈક નાં ચાલવાના અવાજો સંભળાતા। પણ એ તરફ ધ્યાન નહોતી આપતી એટલે ડર ઓછો લાગતો! મોટેભાગે તે સમયે પોતાના વાંચન અને લખવામાં પરોવાઈ જતી .

પણ વહેલી સવારે આટલા જોરથી કોણ દરવાજો ખખડાવતું હશે, એ વિચાર કરતા દરવાજો ખોલવા ઉભી થઈ. ત્યાં બધા અવાજો બંધ થઇ ગયા હતા. દરવાજા પછાડવાના અવાજો કે કોઈના રડવાના અવાજો કંઈ જ નહોતું સંભળાતું !. છતાં એણે ધીરેથી દરવાજો ખોલ્યો. બહાર સેફટી ડોર હતો એટલે બીજી કોઈ ફિકર નહોતી. જેવો દરવાજો ખોલ્યો એણે જોયું રેખાને બે માણસો જબરદસ્તીથી બાંધી ને લઇ જતા હતા. એના મોઢા પર રૂમાલ બાંધવામાં આવ્યો હતો. . સીમાએ સેફટી ડોર ખોલ્યો અને બુમ પાડીને રોકવા ગઈ. એણે જોયું રેખાના બને ભાઈ આ તમાશો જોતા હતા. સીમા ને સમજાઈ ગયું કે બાલાશ્રમમાં રેખાને લઇ જવામાં આવે છે. રેખા એની મદદ માંગવા આવી હતી. ત્યાં એક ખૂણામાં રેખાની મમ્મીને રડતા જોઈ . બંનેની નજર મળી, કેટલી લાચારી હતી એ નજરોમાં!

આ રીતે જ્યારે કૂતરાની ગાડી આવે ત્યારે કૂતરાઓ ને લઇ જાય એ સાભળ્યું હતું!. પણ એક છોકરીને આમ લઇ જવામાં આવે એ જોઇને સીમાના આખા શરીરમાં ધ્રુજારી ફેલાઈ ગઈ. , સીમા એ પાછુ રેખાને ભાઈને કહ્યું, " ના મોકલાવો રેખાને, એ ત્યાં જીવી નહી શકે !" પણ રેખાના ભાઈને એ શબ્દોની કોઈ અસર ન થઇ . એક વાર તે રેખાને મળવા ગઈ હતી , આ વખતે રેખાનું વર્તન સાચ્ચે જ મંદબુદ્ધિનાં બાળકો જેવું થઇ ગયું હતું। સીમાને જોઇ એ એકદમ શાંત થઇ ગઈ. એક મિનીટ માટે સીમાનો હાથ ઝાલ્યો,બીજી મિનિટે હાથ છોડીને રેખા એ ગાંડાવેડા કાઢવાના શરુ કર્યા. કંટાળીને ત્યાના માણસોએ તેને પકડીને સાકળથી બાંધી એક રૂમ માં મૂકી આવ્યા! રેખાનાં રૂમ પાસે સીમા ગઈ, ત્યારે તે શાંત હતી. જાણે એણે કઈ જ કર્યું ન હોય? બસ લાચાર નજરે સીમા ને જોતી રહી।

સીમા એ એક દોટ મૂકી ઘરે જવા માટે। ઘરે આવીને એણે ઠંડા પાણીથી સ્નાન કર્યું. રેખાનો સ્પર્શ કેટલો ઠંડો હતો, હજી સીમા એ સ્પર્શને મહેસુસ કરી રહી હતી.. કેવી રીતે રેખાને બચાવવી એ સમજાતું ન હતું।

લગભગ એક મહિના પછી અચાનક બિલ્ડીંગનાં ગેટ પાસે એ જ ગાડી આવીને ઉભી રહી.. રેખાને મૂકી ને ચાલી ગઈ. આજે બપોરે સીમા ને પણ બાલાશ્રમમાંથી ફોન પણ આવ્યો હતો , એ ચુપચાપ જોતી હતી કે રેખા શું કરે છે. રેખા એ આખા બિલ્ડીંગમાં નજર ફેરવી. અંતે એની નજર પોતાના ઘર પાસે જઈને થભી ગઈ. સીમાની આંખમાંથી અશ્રુ વહેવાના શરુ થઇ ગયા .

રેખાની મમ્મીનું શરીર જરા ભારે હતું। એ ઉપરથી રેખાને જોતા હતા , રેખા બહુ જ દુબળી થઇ ગઈ હતી. આખરે સીમા , રેખા પાસે ગઈ અને એનો હાથ પકડીને મમ્મી પાસે મૂકી આવી. રેખાના શરીરમાંથી બહુ જ ખરાબ વાસ આવતી હતી. રેખા એની મમ્મી ને ભેટી ને બહુ રડી , સીમા પોતાના ઘરે રેખા ને લઇ આવી અને સ્નાન કરાવી સુઘડ બનાવી।

સીમાએ એને પેટ ભરી જમાડી. સીમાએ વાત કરવાની કોશિશ કરી પણ રેખા કઈ જ નહોતી બોલતી. બસ શૂન્યતાથી છલકતી આખો દ્વારા સીમા ને જોતી રહી.

બંને ભાઈ ઓફીસથી આવ્યા. રેખા ને જોઇ બહુ ગુસ્સે થયા , રાત પડી બે તકિયા, બે ચટાઈ અને બે ચાદર ચાલી માં ફેકી દીધા . સીમા એ કહ્યું રેખા અંહી ઘરમાં સુઈ જા. રેખા એ કોઈ જવાબ ન આપ્યો, પણ અચાનક એ પોતાના કપડા કાઢવા લાગી. સીમા એ એને રોકી. આ શું કરે છે રેખા ? રેખા એ જવાબ આપ્યો " હમણા ટોપીવાળા આવશે ને , ત્યારે અમારે કપડા કપડાં કાઢીને બધા કામ કરવાના હોય. " સીમા નાં શરીરમાંથી લખલખું પસાર થઇ ગયું। એણે રેખા ને કહ્યું " અહિયાં કોઈ ટોપીવાળા નહિ આવે, અહિયા કપડા નહિ કાઢવાના , જા મમ્મી પાસે સુઈ જા ! " રેખાએ કહ્યું " મારી એક મદદ કરશો" સીમા ને આશ્ચર્ય થયું કે રેખા શું મદદ માંગશે ? પણ સીમા એ હા પાડી। રેખા ઉભી થઈને એક કાગળ અને પેન લઇ આવી અને કહ્યું " આમાં લખો કે નિકીતા બાલાશ્રમ બંધ કરાવો અને ત્યાં રહેતી બધી સ્ત્રી ઓ ની મદદ કરો અને એ બાલાશ્રમ માં ક્યારેક રાતના જઈને જુવો " સીમા ને કઈ ન સમજાણું પણ એને આજે ને આજે રેખા ને કઈ પૂછવું બરોબર ન લાગ્યું। એને ચુપચાપ એને જે કહ્યું એ લખી આપ્યું। અને રેખા ને એ ચિઠ્ઠી આપી , રેખા એ કહ્યું " આ તમારી પાસે જ રાખો પોલીસ ને આપજો " સીમા નાં લખાણ નીચે એને પોતાનું નામ લખ્યું કે જે સીમા એ જ લખતા શીખવ્યું હતું , સીમા ને કઈ જ નહોતું સમજાતું। પણ એ ચિઠ્ઠી એને ચુપચાપ પોતાના પર્સ માં રાખી દીધી . ત્યાં રેખા એ કહ્યું મને પચાસ રૂપિયા આપશો ? સીમા ને થયું રેખા ને ભૂખ લાગી હશે। એને રેખા ને કહ્યું " અહિયાં આપને સાથે જમી લઇયે , બેસ ને " રેખા એ કઈ જવાબ ન આપ્યો ખાલી હાથ ફેલાવીને ઉભી રહી. સીમા એ કઈ પણ બોલ્યા વિના પચાસ રૂપિયા રેખાના હાથ માં મૂકી દીધા , સીમા એ વિચાર્યું કે કાલે સવારે શાંતિ થી રેખા સાથે વાત કરીશ અને એના મનમાં શું ચાલે છે એ કઢાવીશ . સીમા એ રેખા ને કહ્યું " અહિયાં જ ઘરમાં સુઈ જા ને " રેખા એ કઈ જ જવાબ ન આપ્યો એ એની મમ્મી પાસે જઈને સુઈ ગઈ . સીમા વિચારતી હતી કે રેખા ને કેવી રીતે મંદબુદ્ધિ કહી શકાય ? કે જે એના જ ભાઈ ઓ નામ આપી દીધું હતું . શું કામ નાં હતા આવા બે ભાઈ ઓ કે જે એક બહેન ને નહોતા સંભાળી શકતા , બાલાશ્રમ ની વોર્ડન પણ કહેતી કે રેખા માટે આ જગ્યા બરોબર નથી એનામાં ઘણી અક્કલ છે , એને થોડું શિક્ષણ આપો એ બહુ સારી રીતે જિંદગી જીવી શકશે . પોતાના ખર્ચે એ રેખા ને ભણાવવા તૈયાર હતી પણ એના ભાઈ ઓ ની સખત મનાઈ હતી . તો પણ સીમા એ એને એનું નામ લખતા શીખવ્યું હતું। એ કેટલું જલ્દી સીખી ગઈ હતી . પણ સીમા નો કેટલો હક્ક રેખા પર ચાલવાનો હતો. બિલ્ડીંગ માં કોઈનું બાળક વોટર બેગ ભૂલી જાય કે ટીફીન ભૂલી જાય બધા રેખા ને જ દોડાવતા અને આવા જવા માટે અઓતો ભાડું પણ આપતા પણ એ ચાલતા જતી અને ચાલતા આવતી અને એ પૈસા સીમા પાસે ભેગા કરતી એક વાર રેખા એ સીમા ને પૂછ્યું હતું કે મારા પૈસા થી એક સાળી આવશે , સીમા એ વગર ઘાને હા પાડી , રેખા એ કહ્યું મારી મમ્મી માટે લઇ આવશો એ હમેશ બધાની જૂની સાળી જ પહેરે છે , કેમ્મ કહેવાય આને મંદબુદ્ધિ ની છોકરી ?

આખી રાત સીમાને નીંદર ન આવી , એ થોડી થોડી વારે જઈને જોઈ આવતી કે રેખા એ કપડા તો કાઢ્યા નથી ને ? "

આખરે સવારે ચાર વાગે સીમા ને નીંદર આવી , સાત વાગે ચાલીમાં જોર જોરથી બધા બોલતા હોય એવા અવાજ સંભળાયા. સીમા ડરી ગઈ કે ચોક્કસ રેખા કપડા કાઢીને સુતી હશે ? બહાર આવીને જોયું તો રેખા ને એની મમ્મી ને બધા જગાડવાનો પ્રયત્ન કરતા હતા. પણ તે ઉઠતી ન હતી ! ત્યાં સીમા નું ધ્યાન રેખાની ચાદર નીચે રહેલી બેગોનની બોટલ પર પડી !.અને સીમા નો હાથ પર્સ માં મુકેલી ચિઠ્ઠી ને શોધવા લાગ્યો .