Rutu Chakra books and stories free download online pdf in Gujarati

“ઋતુ ચક્ર”

“ઋતુ ચક્ર”

--જાગૃતિ.આર.વકીલ.

શિયાળે સોરઠ ભલો,ઉનાળે ગુજરાત,

વરસાદે વગડ ભલો ને મારો કછડો બારેમાસ.....

આ બહુ જાણીતી પંક્તિઓ દ્વારા સમજાય છે કે જુદા જુદા વિસ્તર માં અલગ અલગ સમયે અલગ અલગ વાતાવરણ અનુભવાય છે...

અંગ્રેજોએ ભારતમાં આવી ૨૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું એટલે એમની પાસે થી આપણને ગ્રેગોરિયન પંચાંગ મળ્યું આ કેલેન્ડર મુજબ સૂર્યની ગતિ મુજબ વર્ષના ૧૨ મહિના છે:જાન્યુઆરીથી ડીસેમ્બર ...ઈંગ્લેન્ડમાં ૪ ઋતુઓ હોય છે:વસંત,ઉનાળો,શરદ,શિયાળો...જયારે આપના દેશમાં વર્ષની મુખ્ય ૩ ઋતુ હોય એમ આપને જાણીએ છીએ:શિયાળો,ઉનાળો,ચોમાસું..ઋતુઓ કેવી રીતે બદલાય છે તે જાણીએ અને ઋતુચક્ર વિષે જાણીએ તે પહેલા ઋતુ શબ્દ ને જાણીએ ...મૂળ અરેબીક શબ્દ ‘મોસીમ’ પરથી મોસમ શબ્દ આવ્યો.જેનો અર્થ ઋતુ થાય.હવે આપને આ ઋતુઓ કમ બદલાય છે એનુ કારણ જાણીએ....

આપણે જેના પર રહીએ છીએ એ પૃથ્વી પોતાની ધરી આસપાસ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે..એ માર્ગને ભ્રમણકક્ષ કહે છે..ઉપરાંત પૃથ્વીની ધરીને ૨ અંતિમ બિંદુ છે :ઉતર અને દક્ષિણ ધ્રુવ...પૃથ્વીના પરીક્રમણ સાથે ઋતુઓ બદલાતી રહે છે.કારણકે પૃથ્વીની ધરી સતત એકબાજુ નમેલી રહે છે ..જુનમાં પૃથ્વીનો ઉતર ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો રહે ત્યારે ત્યાં ગરમી હોય અને આપને તેને ‘ઉનાળો’ કહીએ,એ જ સમયે સૂર્યની વિરુદ્ધ દિશામાં પૃથ્વીનો દક્ષિણ ગોળાર્ધ નમેલો હોય એ વખતે ત્યાં ઠંડીના દિવસો હોય,જેને આપને ‘શિયાળો’ કહીએ..ડીસેમ્બરમાં બેય સ્થિતિ ઉલટી જાય છે..તેથી ડીસેમ્બરમાં દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉતર ગોળાર્ધમાં શિયાળો હોય છે..આમ પૃથ્વી પર ઋતુઓ બદલાય છે તેને ઋતુચક્ર કહે છે..

સામાન્ય રીતે દરેક દેશની અંદરની આબોહવાની પરિસ્થિતિમાં ઘણી પ્રાદેશિક વિભિન્નતાઓ છે.આપની આસપાસ જોવા મળતી મુખ્ય ૨ બાબતો તાપમાન અને વરસાદમાં જોવા મળતી ભિન્નતા તરફથી ધ્યાનથી જોશો તો તમને પણ મિત્રો ખ્યાલ આવશે કે સ્થળ અને સમય મુજબ ઋતુઓમાં ભિન્નતા જોવા મળે છે..

આપણે સામાન્ય ઋતુચક્ર સાથે આપણા દેશના ઋતુચક્ર ભારતીય ઋતુચક્ર વિષે પણ માહિતી મેળવીશું....ભારતમાં અનુભવાતી ઋતુગત પરિસ્થિતિને ભારતની મોસમી આબોહવા કહેવાય છે.ભારતમાં પેસિફિક મહાસાગર અને હિન્દ મહાસાગરમાં રચાતા દબાણના વિવિધ તફાવતને આધારે મોસમની તીવ્રતાની આગાહી હવામાન વિભાગ ૧૬ માપદંડોને આધારે કરે છે.

ભારતીય પંચાંગ મુજબ ૧૨ મહિનામાં ૩ ઋતુઓ શિયાળો,ઉનાળો,ચોમાસું અને એ દરેકની ૨-૨ પેટા રુતુઓ એમ કુલ ૬ પેટા ઋતુઓ આવે... વધુ વિગતે જોઈએ તો શિયાળાની ૨ પેટા ઋતુઓ હેમંત કારતક માગશરમાં અને શિશિર પોષ-માહમાં ,, ઉનાળાની ૨ પેટા ઋતુઓ વસંત ફાગણ-ચેત્રમાં અને ગ્રીષ્મ વૈશાખ-જેઠમાં ,,ચોમાસાની ૨ પેટા ઋતુઓ વર્ષા અષાઢ શ્રાવણ અને શરદ ભાદરવો આસોમાં આવે છે.આમ અંગ્રેજી પંચાંગ મુજબ ઓક્ટોબર થી ઓક્ટોબર ઋતુચક્ર ચાલે છે...

જયારે ભારતીય હવામાન વિભાગ ભારતીય આબોહવાને ૪ ભાગ માં વિભાજીત કરે છે...

૧) ડીસેમ્બર થી ફેબ્રુઆરી-શિયાળો-ઠંડા પવનની ઋતુ

૨)માર્ચ થી મે -ઉનાળો-ગરમ પવનની ઋતુ

૩)જૂન થી સપ્ટેમ્બર -આગળ વધતા ચોમાસાની ઋતુ –વર્ષાઋતુ

૪)ઓકટોબર થી નવેમ્બર –પાછા ફરતા મોસમી પવનોની ઋતુ .....

આપણો ભારત દેશ એ તહેવારો અને ઉત્સવોની ભૂમિ છે... અનેક ધર્મોના લોકો અહી વસે છે, દરેક ધર્મના પોતાના તહેવાર હોય છે...આ તહેવારો ભેગા મળી સંસ્કૃતિના વિવિધ પાસા રચે છે..ભારત ખેતીપ્રધાન દેશ હોવાથી લોકોના જીવનમાં કુદરત અગત્યનો ભાગ ભજવે છે..આથી ભારતના મોટાભાગના તહેવારો પણ ઋતુચક્ર સાથે સંકળયેલા છે...તો પોષક અને ખોરાક માં પણ ઋતુચક્ર મુજબ અનેક ફેરફાર જોવા મળે છે..આવો તેને વિસ્તૃત રીતે સમજીએ...

ઠંડા હવામાનની ઋતુ નવેમ્બરના મધ્ય ભાગ થી શરુ થાય,ડિસેમ્બરથી જાન્યુઆરી વધુ ઠંડા મહિના કહેવાય. ભારતમાં દક્ષિણથી ઉતર તરફ જતા તાપમાન ઘટે છે. ઉચા પ્રદેશોમાં ધુમ્મસ,તમિલનાડુમાં ભેજવાળા પવનોને કારણે વરસાદ,ઉતર ભાગમાં દબાણનો હળવો પટ્ટો રચાય કે જેથી ત્યાં વાતાવરણ ખુશનુમા અને આકાશ સ્વચ્છ રહે છે.તો હિમાલય પ્રદેશમાં હિમવર્ષા થાય છે...ઠંડીને કરને ગરમ કપડા અને ખોરાક લેવાય છે, શક્તિવર્ધક આહારથી આ ઋતુમાં આખા વર્ષની શક્તિ ભેગી કરવી આવું કહેવાય છે..ડીસેમ્બરમાં ખ્રિસ્તી લોકોનો તહેવાર નાતાલ તો જાન્યુઆરીમાં સૂર્યનું ઉતર તરફનું અયન ઉતરાયણના સમયે દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ખેતીની મોસમ પૂરી થતા ‘પોંગલ’નો તહેવાર ખુબ સારી ફસલ એટલે કે પાક થશે એવી ભાવના સાથે ઉજવાય છે...તો ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિનો તહેવાર –હં.....કેવા ખુશ થઇ ગયા તમે સહુ? આ દિવસે પતંગ ચગાવો છો ને?તલ,ગોળ,શેરડી સાથે અગાશીમાં આનંદપૂર્વકઆ તહેવાર આપને સહુ ઉજવીએ છીએ ને? ફેબૃઅરીમાં વસંતઋતુમાં વસંતપંચમી એટલે સરસ્વતીપૂજન દ્વારા તમને સહુને વિદ્યાનું મહત્વ સમજાવાય છે.

૨) માર્ચથી મે એટલે ઉનાળો –દેશના ઉતર ભાગમાં તાપમાન વધે છેવાતાવ્ર્નીય દબાણ ઘટે છે..મે ના અંત સુધી હલકા દબાણનો પટ્ટો ઉદભવે છે.ગરમ હવા કે જે ‘લૂ ‘તરીકે ઓળખાય છે તે આ મોસમનું વિશિષ્ટ લક્ષણ છે.સુતરાઉ કપડા, બરફ,આઈસ્ક્રીમ,પાણીવાળા ફળો નાળીયેર,તરબૂચ વગેરેનો ઉપયોગ વધી જાય છે,પચવામાં હલકા આહાર પ્રત્યે લોકો જાગૃત બને છે..મે માસના અંતમાં ક્યારેક ધૂળિયા પવનોના તોફાનો અનુભવાય છે,ઝરમર થી ઝાપટા ની સાથે વરસાદની આતુરતા થી રાહ જોવાય છે.

૩) જૂન થી સપ્ટેમ્બર-આગળ વધતા ચોમાસાની ઋતુ –ઉતર પશ્ચિમ મેદાનો માં જૂનની શરૂઆત સુધીમાં હલકા દબાણની તીવ્ર વિશુવ્વૃતીય ગરમ પ્રવાહ ઉપરથી પસાર થતા પવનો પુષ્કળ ભેજવાળા પવનોને કરને વધુ કે ઓછો વરસાદ વિવિધ વિસ્તારોમાં પડે છે....સમગ્ર જીવજગત આનાન્દથી ઝૂમી ઉઠે છે.ધરતી હરિયાળી ચાદર ઓઢે છે, દેડકા,મોર,ચાતક સહીત સમગ્ર માનવજીવનમાં પણ નવો સંચાર થાય છે..ખેડૂતો ખેતી પ્રવૃતિમાં વ્યસ્ત થઇ જાય છે..અને તમે સહુ કયું ગીત ગાવ છો? “આવ રે વરસાદ...” તહેવારો માં જૂન માસમાં હિન્દૂઓમાં ભગવાન જગ્ગનાથ્જીની રથયાત્રા તમિલનાડુ,ઓરિસ્સા અને ગુજરાતમાં અમદાવાદમાં અષાઢ બીજે ઉજવાય છે તો આપના કચ્છ નું કચ્છી નવું વર્ષ પણ ધામધુમથી ઉજવાય છે. તો આરબના ચંદ્ર પંચાંગ મુજબ મુસ્લિમ લોકોનો પવિત્ર માસ રમઝાન મહિનામાં રોઝા દ્વારા ખુદાની બંદગી કરાય છે અને તે પૂરો થતા ઈદ-ઉલ-ફિત્ર ઉજવાય છે.ઓગસ્ટ માસમાં ગુજરાતી શ્રાવણ માસ આવતા તહેવારોની મોસમ અને સાથે રાજાઓની મજા શરુ થાય છે.નાગપાંચમ થી નોમ સુધી તો મેળાઓની મજા સહુ માણીએ છીએ.આ જ સમયે કેરળમાં ‘ઓનમ’નો તહેવાર પાક તૈયાર થઇ જવાની ખુશાલીમાં ૪ દિવસો સુધી ઉજવાય છે.ત્યાનું પ્રખ્યાત કથકલી નૃત્ય, હોળી સ્પર્ધા વગેરે દ્વારા કેરળવાસીઓ આનંદ પૂર્વક ઉજવે છે.પારસીઓનું નવું વર્ષ પતેતી પણ ઉજવ્ય છે તો શ્રાવણના છેલ્લા ૪ દિવસ અને ભાદરવા માસમાં પ્રથમ ૪ દિવસ જૈન ધર્મના લોકો પર્યુષણ મનાવે છે.મિચ્છામી દુક્કડમ દ્વારા એકબીજાની માફી માંગે છે.સપ્ટેમ્બરમાં શરદઋતુમાં ગણેશચોથ ના હિન્દુઓના મુખ્ય દેવ ગણેશનો જન્મદિન મનાવાય છે. તો માતાજીનો ઉત્સવ નવરાત્રી પણ આસો માસમાં આવતા ગરબા અને દાંડિયા રમો છો ને તમે સહુ?

૪) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ –ઓક્ટોબર નવેમ્બરનો ગાળો સંક્રાંત કાલ ગણાય છે. સ્વચ્છ આકાશ અને વધતું તાપમાન પાછા ફરતા મોસમી પવનો નું પૂર્વ લક્ષણ છે.ઓક્ટોબર ઉતરાર્ધ અને નવેમ્બર પૂર્વાર્ધમાં અગાઉ રચાયેલું હળવું દબાણ હવે બંગાળની ખાડીમાં સ્થિર થાય છે.ક્યારેક વાવાઝોડું પણ આવે છે....નવેમ્બેરની શરૂઆત માં લગભગ ગુજરાતી આસો માસ પૂરો થઇ કારતક માસથી નવું વર્ષ થાય છે.ગુજરાતી એટલે કે આપને સહુ દિવાળી વેકેશનમ દિવાળી અને નવું વર્ષ સાલ મુબારક કહી ઉજવીએ છીએ.અને બાળકો સહુ તેમના પ્રિય ફટાકડા ફોડી.નવા કપડા પહેરી,મંદિરોમાં દર્શન કરી સહુ ને મળવા જાય છે. આ તહેવાર આખા વિશ્વના જ્યુસ,રોમન.કેથોલિક,ખ્રીસ્તી,હિંદુઓ,બૌદ્ધ અને જૈન સહુ લોકો દીવા પ્રગટાવી, વિશ્વ મંગળની અને પવિત્રતાની ભાવના વ્યક્ત કરે છે.આમ પાછા ફરતા મોસમી પવનો એકતાના સર્જક તરીકે ગણી શકાય.

આમ, ઋતુચક્ર સાથે બીજી અનેક બાબતો આપના જીવનમાં સંકળાયેલી છે....ભારતીય,અંગ્રેજી,અરેબી કેલેન્ડર મુજબ અલગ અલગ ધર્મના તહેવારો ઋતુચક્ર સાથે જોડાઇને આપણ ને ભૂગોળની સાથે જીવનની વિવિધતા પણ સમજાવે છે.