Priydarshini books and stories free download online pdf in Gujarati

પ્રિયદર્શીની

પ્રિયદર્શીની

શહેરમાં અફવાઓનું બજાર જોરમાં છે. સી. એમ. સામે બળવો.. સી. એમ. વિદેશમાં છે. ટી. વી. ચેનલો જો અને તો ની રમત દર્શકોને રમાડી રહ્યાં છે. છતાં આ અફવામાં સામાન્ય જનતાને રસ નથી. કારણ જેનું નામ બોલાય છે તે છે શરદભાઈ. પત્રકારો શરદભાઈનો ઈન્ટરવ્યૂ લેવા મથી રહ્યાં છે પણ ચાલાક શરદભાઈ પત્રકારોની જિજ્ઞાસા પર ઠંડુ પાણી રેડતા કહે છે કે તેઓ સામેથી ન્યુઝ આપશે જો ન્યૂઝ હશે તો... આ શરદભાઈ એટલે સી. એમ. ના વિશ્વાસુ. જનતા પાર્ટીનાં શ્વાસોચ્છવાસ, પાંત્રીસ વર્ષના થનગનતા ધારાસભ્ય, સી. એમ. એ પ્રધાનપદની ઓફર કરી પણ ના પાડી. કારણ પાર્ટીને મજબૂત બનાવવી છે. બે વર્ષમાં તો સી. એમ. એ શરદભાઈનો સાથ લઈ રાજ્યમાં વિકાસશીલ કામો કરી જનતાનો વિશ્વાસ એવો જીતી લીધો કે પી . એમ. અંદરખાનેથી ધ્રૂજી ઊઠ્યાં છે. અને વર્તારો એવો છે કે દેશભરમાં લોકસભાની ચૂંટણીમાં જનતા પાર્ટી સપાટો બોલાવી જાય તો નવાઈ નહીં! એટલે જ પી. એમ. એ શરદભાઈને સી. એમ. બનાવવાની ઓફર મોકલી છે. પૈસાપાણીનો બંદોબસ્ત થઈ જશેની ખાતરી સાથે.

આ તો રાજકારણ. ઘણુંબધું થઈ શકે. અસંભવ સંભવ બની જાય. અહીં સંબંધો સત્તાનાં છે. સત્તા માટે મા બાપ શું પતિ પત્નીનાં સંબંધો દાવ પર લાગી જાય છે. શરદભાઈ પાક્કા રાજકારણી છે. અહીં એટલે કે રાજકારણમાં સેવા કરવા નહીં પણ મેવા માટે સૌ આવે છે. તક મળતાં સંબંધો બદલાઈ જાય છે . ધૂમાડો હોય તો અગ્નિ તો હોવાનો.. આ બધા વિશ્લેષણ ટી. વી. પર થઈ રહ્યાં છે.

તો આ શરદભાઈ કોણ છે? નાનપણથી શરદ મહત્વાકાંક્શી. શાળાથી લઈ કોલેજ ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતો. કોઈ પીઠ થાબડે,ાહ વાહ કરે કે ફોટો છપાય આ બધું જોવું, સાંભળવું શરદને બહુ ગમે.

પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ ધ્વજવંદનના દિવસે નગર સેવક, એમ. એલ. એ કે કોઈ પ્રધાનમંત્રી ન આવેત્યાં સુધી શરદ જેવા વિદ્યાર્થીઓ રાગડા તાણી દેશભક્તિના ગીતો ગાતા. ક્યારેક પીઠ થાબડનારા મીઠાં બોલ બોલી શરદ પાસેથી કામ પણ કઢાવી લેતાં.

છતાં મજા આવતી આવા કામો કરવામાં. શર્ટના કોલરો ઊંચા રાખીને ફરવાની લિજ્જત કંઈક અનોખી હોય છે. શરદની લ્લીમા શરદનુ નામ તરુણભાઈને ખૂંચવા લાગ્યું. શરદના લીધે તરુણભાઈનો ભાવ ઘટવા લાગ્યો. તરુણ એટલે વાઈટ કોલર બદમાશ. કાળાં કામો સિફતપૂર્વક કરે પણ એની રાજકીય પહોંચ ના લીધે એનો વાળ પણ વાંકો થાય. શરદે રાજકીય દાવ રમી તરુણનુ સામ્રાજ્ય ખતમ કરી નાખ્યું. રાજકીય નેતાઓ શરદનો ઉપયોગ કરવા લાગ્યા. અને શરદના સ્વપ્નોની પાંખ ફૂટવા લાગી. શરદને અનુભવે સમજાયું કે રાજકારણમાં આગળ આવવું હોય તો ફુલ ટાઈમ કામ કરવું જોઈએ. રાજકારણમાં પૈસો, પ્રતિષ્ઠા, પ્રજાની આંખોમાં વસી જાય એવાં કામો કરવા જરુરી છે. અને નસીબ તો ખરું . શરદ પાસે તો પૈસા હતાં તો પ્રતિષ્ઠા. એટલે શરદે પોતાનું સમગ્ર ધ્યાન પ્રજાલક્ષી કામો કરવામાં પરોવ્યું. આને કારણે પાર્ટી હાઈકમાન્ડનું ધ્યાન તેનાં તરફ ખેંચાયું. અને રાજ્યની ચૂંટણીમાં શરદે પોતાની વાક્ છટાથી પ્રજા પર એવો જાદુ પાથર્યો કે એને સાંભળવા સૌ આતુર થયા. એટલું નહીં મીડિયાવાળાઓએ જનતાપાર્ટીનાં વિજયમાં શરદભાઈનું નામ આગળ કર્યું.

તારે મુખ્યમંત્રી બનવું છે. એવો ભૂતિયો સંદેશો શરદભાઈને મળ્યો. આ મજાક નથી હકીકત છે. આ રાજકારણમાં સેવા કરવા કોઈ નથી આવતું વી શિખામણ મળી. શરદ વિકલ્પો વિચારવા લાગ્યો. મારે રાહ જોવાની. અથવા આવેલી તક ઝડપી લઉં. ગુમાવવાનું કશું નથી. બેંક બેલેન્સ બે હાથે વધવાની છે. બદલામાં જેને મારા પર આંધળો વિશ્વાસ છે એ મુખ્યમંત્રીને દગો આપવાનો. એમની કાળી બાજુનો ઉપયોગ કરવાનો. કારણ પી. એમ. ને ડર લાગે છે મુખ્યમંત્રીનો.

શરદનું મન લપસી પડ્યું. તક વારંવાર નથી આવતી. કાલની કોને ખબર છે. અહીં તો પળેપળે ક્ષણેક્ષણે મતલબ છે.. તું નહીં તો કોઈ ઓર સહી. કદાચ મને જ બદનામ કરી મારી દશા તેઓ કટી પતંગ જેવી કરી પણ નાખે. જે મુખ્યમંત્રીએ પોતાના મુખ્યમંત્રી સામે બળવ કર્યો અને જનતા પક્ષમાં જોડાઈ મુખ્યમંત્રી બન્યા તેમનો વિશ્વાસ કેટલો કરી શકાય? તે તો મને પણ ભવિષ્યમાં મારી લોકપ્રિયતા જોઈ મચ્છરની જેમ મસળી પણ નાખ.. બાજી મારા હાથમાંથી લસરી પડે એ પહેલાં મારે મારી બાજી રમી નાખવી જોઈએ એવો વિચાર શરદભાઈ પાર્ટી ઓફિસમાં પોતાના અંગત મિત્રો સાથે બેસીને કરી રહ્યાં હતાં.

સર, તમને એક મેડમ અત્યારે મળવા માગે છે.. સમજાવ્યાં પણ માનતાં નથી. કહે છે કે તે તમારા ગામનાં છે... અને ..

અને શું?” ઉત્તેજના સાથે શરદભાઈએ પૂછયું.

સર, મેડમ કહે છે કે માને તો યાદ અપાવજે વર્ષો પહેલાં ગુલાબનું ફૂલ અને બેંડેજ આપેલાં ...

શરદભાઈ વિચારમાં પડી ગયા. વર્ષો પહેલા કોણ.. શું...

ઠીક છે. બેસાડ.. મિત્રો આપણે કાલે પાકો પ્લાન બનાવીએ અને મળીએ. સૌ છૂટાં પડ્યાં અને શરદભાઈ ભૂતકાળને ઉલેચવા લાગ્યા અને હસી પડ્યા.. અને શરદની આંખો પારેવા જેમ તળાવમાં પાંખો ફફડાવી સમાધિ અવસ્થામાં સરી પડે તેમ સરી પડ્યા.... .

મને હતું કે તે મને કહેશે, તમારો આભાર. તમે મને ગમતું ફૂલ ચૂંટીને આપ્યું એ બદલ. શું તમે રોજ સવારે ગાર્ડનમાં આવો છો? આવું એ ધણું પૂછી શકત. આવા વિચારો આવવાનું કારણ હતું..

હું રોજ સવારે જ્યાં જાઉં છું તે બાગનું નામ મયુરવન. રોજ સવારે આઠ વાગે ત્યાં જવાનો નિયમ. તે દિવસે મારું ધ્યાન ગયું તેનાં તરફ. તે ગુલાબનાં છોડવા પાસે ઊભી હતી. લાલ રંગનું ફૂલ ચૂંટવા પ્રયત્ન કર્યો અને ઓહ કરતાં તીણી ચીસ પાડી,જમણા હાથની પહેલી આંગળી મોંમાં નાખી મારી બાજુમાં બેસી ગઈ. મારથી બોલી જવાયું કે તમને શું થયું. તેને મને તેની આંગળી બતાવી. આંગળીના ટેરવે લોહી નીકળી રહ્યું હતું. મારા ખિસ્સામાંથી બેન્ડેજ કાઢી મેં તેને આપતાં કહ્યું કે તમે આ લગાવો. પણ તેણે મારી સામે આંગળી ધરી. ઓહ તમને હું બેન્ડેજ લગાવી આપું એમ કહેવા માંગો છો. તે હસી પડી. અને માથું હલાવ્યું. હું પણ હસી પડ્યો. મેં બેન્ડેજ બાંધી. તે આંગળી પકડી બેસી રહી. લાલ રંગનું ગુલાબનું ફૂલ ચૂંટીને આપ્યું. તે ફૂલને જોઈ રહી. ઊભી થઈ . ચાલવા લાગી. તમારો આભાર એવા શબ્દોની અપેક્ષા હતી. પણ તે કશું બોલી નહીં. તે તો ચાલી ગઈ પણ મને એનામાં વીંટાળતી ગઈ. તમારો ખૂબ ખૂબ આભાર આ શબ્દો મારો પીછો છોડતા ન હતા.

દૂરથી તેને જોતાં હું ચમક્યો. મારી જગ્યાએ બેઠી હતી. કુદરતી સૌંદર્ય તેનાંથી વધુ શોભી રહ્યું હતું. પણ મારો અહમ્ આ સૌંદર્યને કલુષિત કરી રહ્યું હતું. તે ઊભી થઈ. અને જાણે કહેતી ના હોય , બેસો તમારી જગ્યા પર! હું કાંઈ બોલું એ પહેલા કોયલના ટહુકે બોલી, “ તમને તે દિવસે થેંક્સ કહેવાનું ભૂલી ગઇ. ઉતાવળ હતી. તમને ખબર છે… અરે તમને ખબર હોવી જોઈએ. ગામ આખું જાણે છે. તમે પણ જાણતા હશો. રાધા કૃષ્ણ નું મંદિર. ત્યાં ફૂલ ચઢાવવા જવાનું હતું. પાછી પરીક્ષા. એમાં પાછું આંગળીએ કાંટો વાગ્યો….. ભૂલી ગઈ તમારો આભાર માનવાનો. તમે જરુર મારા વિશે ખરાબ વિચાર્યું હશે. તમે ભલેને ના કહો. ઓહ હું વધુ પડતી બોલી ગઈ.. કહી મને જોઈ રહી.

હું હસી પડ્યો. તમે તો રાજધાની રેલ્વેગાડીની જેમ દોડી રહ્યાં છો…

શું તમે પણ યાર મને માથે ચડાવો છો?

ના ના તમે ફટાફટ એવું બોલ્યાં કે તમને માફ કર્યાં.

વાહ..

તમે તો જીનિયસ છો. તમે તમારી ભૂલ પણ કબૂલી નાખી.

તમને ગમ્યું ને?

તમારી નિખાલસતા ને ધન્યવાદ .

આ તમારા હાથમાં મિઠાઈનું બોક્સ લાગે છે.

લાગે છે નહીં છે જ. તમને શંકા છે?

તમે તો મઝાની વ્યક્તિ છો!

ઓહ એટલે હું તમને ગમું છું કેમ ખરુંને!

મેડમ, આ તમારું માનવું છે.

એટલે હું તમને નથી ગમતી!

તમે તો બાંધે ન બંધાવ એવા છો

સમજ ન પડી

એટલે તમે ચાલાક છો..

આ નો અર્થ

તમે તમારી રીતે કાઢી શકો છો.

તમે ઘડિયાળમાં જોયું એટલે તમારો સમય પૂરો થયો લાગે છે. તમને મૂળ વાત કહેવાની તો ભૂલી ગઈ.

શું?

હું પાસ થઈ.

અભિનંદન..

અરે તમે હલી જશો સાંભળીને

કેમ?

તમે પહેલાં પ્રસાદ લો. ઉત્સાહમાં ક્યાંક આપવાનું ભૂલી ન જાઉં..

લો પેંડા… અરે તમે હાથ તો ધરો..

અને સાંભળી લો તમે

શું?

પ્રથમ નંબરે જિલ્લામાંથી આવી છું..

કહી દોડતી ભાગી.

તમને અભિનંદન કહેવાના શબ્દો જડે એ પહેલાં એ તો ઊડી ગઈ કોયલ ની જેમ!

ઓહ તો આજ મેડમ લાગે છે એમ બબડતા શરદભાઈ ઊભા થયા. દરવાજો ખોલી હસતાં હસતાં મેડમ તરફ જોઈ કહ્યુંઆવો... ધણાં વર્ષો પછી મને યાદ કર્યોકહી મેડમને આવકાર આપ્યો.

આભાર શરદભાઈ તમારો, મુલાકાત આપવા બદલ.

મને કાં શરમમાં નાખો છો.

તમે મોટા માણસ બની ગયા છો. અભિનંદન તમને.

શરદભાઈ મંદ મંદ હસતાં રહ્યાં અને ચા કે કોફી માટે પૂછયું. શરદભાઈએ ચા લાવવા હુકમ કર્યો. અને કહ્યું ,

મેં સ્વપ્ને પણ આશા રાખી હતી કે તમે મળશો! તો તમારું નામ ખબર, ના તમારું ઠામ.. તમને ગોતવા પણ કેવી રીતે.

રાત રાત મારા ખ્યાલમાં આળોટતા હશો.. ખરું ને.

હા.

ત્યાં ચા આવી અને સૂચના આપી કોઈને મોકલતો નહીં.

તમારું નામ તો કહો.

તમે જાણો છો.

હું જાણું છું?”

ગામમાં જે બગીચો હતો તેનું નામ કેમ બદલ્યું?”

ઓહ ! વાત છે! તમારી યાદમાં. તમારું નામ તો જાણતો નહીં. તમે મને પ્રિય છો. એટલે નામ રાખ્યું પ્રિયદર્શીની. સૌના સહકારથી. કેવો લાગ્યો બાગ? “

સરસ. તમારી દસ મિનિટ લઈશ. જો તમને વાંધો હોય તો.

જરુર જરુર..

અફવાનું બજાર ગરમ છે. તમે સી. એમ થવા જઈ રહ્યાં છો સાચી વાત છે?”

તમે ક્યારથી રાજકારણમાં છો? અને તમે તમારું નામ ના કહ્યું ?”

ઓહ! મારું નામ પ્રિયદર્શીની છે.

ખરેખર!” ઓહ ભગવાન.. ગજબ તારી માયા છે!”

જેને આપણે ચાહતા હોઈએ ત્યારે આવો ચમત્કાર થાય સમજ્યો કે?”

તને ચાહવામાં તો..

તો શું?”

કશું નહીં... બોલ બીજા શા નવીન સમાચાર.. અને આમ અચાનક આવી રીતે તારું મળવું અજીબ લાગે છે. તું જીવનમાં શેટલ થઈ ગઈ હશે.

કેમ? તને એમ લાગે છે કે હું પણ તારી જેમ કોઈની રાહ જોતી બેસી છું?”

ખરેખર તને પહોંચી ના વળાય..

નસીબમાં લગ્ન સુખ હોય તો ને! નાનપણમાં માબાપ કોમી રમખાણોમાં ખોયાં. હું માસીને ત્યાં અને નાનો ભાઈ કાકાને ત્યાં ઉછળી મોટા થયા. મારા માસાનું નામ જીવણલાલ જોષી હતું અને..

તારી માસીનું નામ સરોજબેન કેમ ખરું ને?”

વાહ! ગામમાં સૌને જાણતો હશે?”

રાજકારણમાં પડ્યાં પછી ગામ આખાને જાણતો યો. પહેલાં હું ભલો ને મારું ઘર ભલું. શાંત સરોવર જેવો. અને તને જોયા પછી તો ...

મને જોયા પછી શું થયું?”

સાંભળવા માગે છે તો સાંભળી લે... તોફાન ઉમટ્યું.. જાણે વાવાઝોડું!” કહી શરદ છતને તાકી રહ્યો.

એક વાત પૂછું ?”

એક નહીં હજાર વાત પૂછ.. તને કોણ અટકાવવાનું છે?” કહી હસવા લાગ્યો.

પણ સમય છે?”

તારા માટે તો સમય સમય છે. વર્ષોથી કરી રહ્યો છું તારી પ્રતીક્ષા અને..

તું ખરેખર મને ચાહે છે

પૂછવાની વાત છે?”

તો તું મારી સાથે લગ્ન કરીશ

લગ્ન? તારી સાથે? તું શું બોલે છે તે તને ખબર છે?”

હા. સો ટકા. હું ભાનમાં છું

તે તો લગ્ન કર્યા છે ને?”

કર્યાં હતાં. પણ ના ફાવ્યું. છૂટાછેડા લઈ લીધા વરસમાં. તે તેના રસ્તે છે અને હું મારા રસ્તે.

એવું તે ક્યું આભ ફાટ્યું કે નોબત આવી. ?”

આપણાં સમાજમાં છોકરીની ઈચ્છાને ક્યાં પાંખો ફૂટે છે. તમારા જેવા જુવાનિયાઓ આવે છોકરીને જોવા મૂછે તાવ દેતા. છોકરો હા પાડે એટલે પાક્કું. મારાં રુપમાં મોહ્યો અને વાગી શરણાઈ. એકાદ મહિના પછી ખબર પડી કે તેને તો તેની રાજકીય રંગ લાગ્યો છે. મહિનાઓ સુધી ઘર કે પરણેતર યાદ આવે. એકવાર નશામાં આવ્યો અને બોલાચાલીમાં મારા પર હાથ ઉપાડવા ગ્યો. કોણ જાણે મારામાં એવું જોર આવ્યું કે એક ઝાટકે એનો હાથ ેંચ્યો અને ખરી પડ્યો ખભેથી. તડફતો રહ્યો. અને મેં નક્કી કરી લીધું કે આની જોડે ના રહેવાય.

ઓહ

વાત વધુ વણસે પહેલાં હું ત્યાંથી નીકળી ગઈ. અને આદિવાસી ગામમાં શૈક્ષણિક પ્રવૃત્તિમાં લાગી ગઈ.

વાહ. સરસ મઝાની સામાજિક પ્રવૃત્તિ. ધન્યવાદ.

પણ બાજુ આજે મળવાનું તારું પ્રયોજન મને નવાઈ લગાડે છે

ટી. વી. પરનાં સમાચાર મને તારા સુધી ખેંચી લાવ્યાં છે.

એટલે?”

તું જે રસ્તે જઈ રહ્યો છે તે શોભાસ્પદ નથી.

સમજાય એમ બોલ

દગાથી મેળવેલી સત્તા પચતી નથી.

ઓહ એટલે તું કોઈના વતી આવી છે મને સમજાવા.

બિલકુલ નહીં. પણ મારે આવવું પડ્યું.

કોના કહેવાથી?”

મારાં અંતરાત્માના કહેવાથી. અને એક વાત સાંભળી લે તું જે સી. એમ. ને ઉથલાવી રહ્યો છે તે મારા પતિ હતાં. ભલે અમે લગ્ન જીવન માણ્યું હોય..

શું કહ્યું?”

તે જે સાંભળ્યું છે તે બરાબર છે. અને તું જેને નાયબ મુખ્યમંત્રી બનાવા જઈ રહ્યો છે અંબાલાલ મારો સગ્ગો મા જણ્યો ભાઈ છે. તે આવીને તમારા પ્લાનની વાત કરી ગયો હતો. મારો ભાઈ ડંખીલો છે અને મારા પરનો બદલો લેવા થનગની રહ્યો છે. અને હું મારા લીધે આવું થાય એમ ઈચ્છતી નથી. રમત રમવી જોઇએ પણ નફરત કે દગાથી નહીં.

એકબાજુ સી. એમની ખુરસી છે. બીજી બાજુ તું!”

એક મૃગજળ જેવી છેતરામણી ચીજ છે. બીજી બાજુ મારો શાશ્વત પ્રેમ. સી. એમ. ની ખુરશી તને જંપીને નહીં બેસવા દે. આજે છે તો કાલે નથી. ચાલ તારી રજા લઉં.

પ્રિયદર્શીની ઊભી થઈ. શરદ તેને જોઈ રહ્યો. આંખના પલકારામાં સી. એમની ખુરશી ડોલતી દેખાઈ. બીજી બાજુ વર્ષોથી જેને ઝંખી રહ્યો હતો તે આંખો સામે છે. પણ ના બરાબર.

હજી તો રાત આખી બાકી છે. વિચારી જોઈશ.

કાલે તારી રાહ જોઈશ પ્રિયદર્શીની બાગમાં. ાલે નહીં તો ફરી ક્યારે નહીં. અને તે પણ રાજકારણ છોડી ને આવે તો. સમાજ સુધારવાની ઈચ્છા હોય તો બીજા ધણાં રસ્તા છે. વિચાર કરી લે જે બેમાંથી કઈ ચીજ તારે પામવી છે. મારા ભાઈને વાતની જાણ થાય તેની કાળજી રાખજે. ફરેલ મગજનો છેકહી બહાર નીકળી ગઈ અને શરદ તેને જતી જોઈ રહ્યો.

જો અને તો વચ્ચે આખી રાત પ્રિયદર્શીની પથારીમાં પડખાં ફેરવતી રહી. વર્ષો પહેલાં લાગતો નિર્દોષ, માસુમ ચહેરો જડમૂળથી બદલાયેલો લાગ્યો. ચહેરા પરનાં ભાવ પણ જાણવા દે તેવો મીંઢો. કદાચ મારી વાત પર રાજી હોત તો જરુર આશ્વાસનનાં બે શબ્દો કહ્યાં હોત. કદાચ મને કોણે મોકલી છે વિચારે ખોવાયો હશે. બનવાજોગ છે કે મારાં પર શંકા કરતો હોય. બારીમાંથી દેખાતા ચાંદને જોતાં જોતાં એની આંખો ક્યારે મીંચાઈ ગઈ તેની તેને ખબર ના રહી.

ડોરબેલ વાગતાં તેની આંખો ખૂલી. સવારના નવ થયા હતાં. દરવાજો ખોલીને રીક્ષા ડ્રાયવરને કહ્યું કે તે તૈયાર થઈને આવે છે.

દુલ્હને શરમાવે એવો શણગાર કરી રીક્ષામાં બેઠી.

સાણસ લઈ લે. પ્રિયદર્શીની બાગ.

જી. મેડમ.

તે આવશે કે નહીં ખ્યાલોમાં માતાજીને મનોમન વંદન કરી શું બોલવું, વિચારે ચડી ગઈ. અને જો આવ્યો તો? જેવાં મારા નસીબ કહી ઘડિયાળ જોઈ.

કેટલી વાર લાગશે

બસ. પહોંચ્યા સમજો.

ઠીક છેકહી ઊડતા વાળને સરખાં કરી બક્કલમાં બાંધી દીધાં.

આંચકા સાથે રીક્ષા ઊભી રહી. આવું છું. રાહ જોજે. કહી બાગની સુંદરતા નીરખી રહી. વર્ષો પહેલાં જ્યાં બેઠી હતી ત્યાં આજે સરસ મજાની લાવણ્યમય ઊડતી પરીની મૂર્તિ હતી. જાણે હમણાં બોલી ઊઠશે! આજુબાજુ રંગબેરંગી ગુલાબનાં ફૂલો હતાં. હળવેથી ગુલાબી રંગનાં બે ગુલાબ ચૂટ્યા. અને જોઈ રહી એકીટશે.

બહેનજી, બાર થયાં છે. દરવાજો બંધ કરવાનો સમય થયો છે.

ઓહ. કહી વોચમેન તરફ જોયું. જાણે વિનંતિ કરતી હોય જરા થોભી જાવ.. ચહેરા પરનાં ભાવ સમજતો હોય તે રીતે વોચમેન પૂછયું ,” કોઈ આવવાનું છે કે. હું રાઉન્ડ મારીને આવું છું. કહી આગળ ગયો. ખેલ ખતમ. હવે નહીં આવે. સત્તા પાસે શાણપણ નકામું. અને સી. એમ . થયા પછી તો મારાથી અનેક ગણી ચઢિયાતી છોકરીઓ એની આસપાસ ભ્રમરની જેમ ગૂંજન કરતી હશે. એક ઉદાસી ચહેરા પર લઈ રીક્ષામાં બેઠી.

પાછાં ફરવું છે ને મેડમ?

એક કામ કર, રાધા કૃષ્ણ મંદિરે ચાલ. દર્શન કરી પાછા જઈએ.

ઠીક છે. મેડમ કેમ ઉદાસ છો? શું થયું? કોઈએ દગો આપ્યો કે? આવું બધું પૂછવું હતું પણ પૂછી શક્યો. મંદિર આવતાં ધીમેથી ઊતરી. ગુલાબનાં બે ફૂલો ચઢાવી આંખો બંધ કરી પ્રભુ સ્મરણ કરવા લાગી. આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. એક ક્ષણ ઝબકી. હાથમાં રુમાલ પકડી આંસુઓ લૂછવા લાગી. સ્વસ્થ થઈ. માથું નમાવી મંદિરનાં પગથિયાં ઊતરી રીક્ષા તરફ ગઈ. રીક્ષામાં ધીમેથી . જેવી રીક્ષા સ્ટાર્ટ થઈ કે તે ચોંકી ઊઠી. સામે શરદ ઊભો હતો હું આવું કે ? મુદ્રામાં....

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ