અંધારી રાતના ઓછાયા-7

પંખીઓએ કલશોર વધી ગયો હતો. મંદિરમાં ઘંટ નાદ અને આરતી સંભળાઇ રહી હતી.

ઉષાનુ આગમન સૂચવતો ઉજાસ પથરાઈ ને હવે ધરતી પર વધતો જતો હતો.

પ્રભાતીયુ થવા છતાં પટેલ જાગતી આંખે પથારીમાં ચિંતન મગ્ન દશામાં પડ્યા હતા.

રાત્રે એમણે જે દ્રશ્ય જોયું હતું.

એ આંખોમાંથી ઓજલ થતું ન હતું.

તેઅો નક્કી નહોતા કરી શક્યા એ ભયાનક ભ્રમ હતો કે સત્ય. તેઓ ડરાવના દશ્યના વિચારોમાંથી મુક્ત થયા ન હતા કે ત્યાં જ..

બહારથી કાળજુ ચીરી નાંખે એવી ચીસ સંભળાઇ. પટેલના બદનમાં ફફડાટ વ્યાપી ગયો. એ ચીસ ભેમજીની પત્નીએ પાડી હતી.

આવી અણધારી ચીસથી પટલાણી પણ જાગી ગયાં. ધમણની પેઠે ચાલતા શ્વાસોચ્છશ્વાસથી એમનું અંગ ધ્રુજતું હતું.

ડરી ગયેલા ધીમા અવાજે તેઓ બોલ્યા. "આવી ચીસ કોણે પાડી..?"

"પટલાણી આ ભેમજીની ઘરવાળીએ ચીસ પાડી છે. કંઈક થયું લાગે છે...!"

"શુ પેલુ ભૂત..?!" પટલાણી નો અવાજ કંપ્યો.

"ના ના ભૂત કાંઈ દાડે દેખા દેતા હશે..!"કહેતા પટેલ દરવાજા તરફ ભાગ્યા.

એમના મનમાં બહાદુરનો શેતાની દેખાવ છવાઈ ગયો હતો. બન્યું કંઈ આમ હતું.

રાતની ઘટનાથી અજાણ ભેમજીની ગરવાળી પશુઓનું દૂધ દોહવા બહાર નીકળી.

એની નજર પટાંગણમાં ઊંધા મસ્તકે પડેલા બહાદુરભાઇ પર પડી. એમની ગરદનની પાછળના ભાગે લોહીના ડાઘ હતા.

" શું થયું હશે..?" એ સ્વગત બબડી.

એના અંતરમાં ફડક પેસી ગઈ. બહાદુરભાઇને વસ્ત્રો પરથી ઓળખી ગયેલી એણે નજીક જઈ બહાદુરભાઇની ગરદન પર નજર પડતા એ ચમકી. ત્યાં મોતનો મોટો લોચો બહાર લટકતો હતો. જ્યાં મોટું બાકોરું પડ્યું હતું.

અને એ ઘાવ પર કીડી-મકોડા ટોળે વળ્યા હતા. મચ્છરોનો બણબણાટ પણ વધ્યો હતો.

એના તન મનમાં ભય વ્યાપી ગયો હતો.

એકાએક બહાદુરના ચહેરા પર એની નજર પડતાં એનાથી ચીસ પડાઈ ગઈ.

બહાદુરના લિબાસમાં કોઈ શેતાનને પડેલો જોઈ એ હોશો હવાસ ખોઈ બેઠી. અને ભૂમિ પર ઢળી પડી. પત્નીની ચીસથી ભેમજી બહાર દોડી આવ્યો. એને ચિંતા થઇ કે "શૈતાન હજુ સુધી તો જીવતો નહીં હોય..?"

ચિંતાગ્રસ્ત ભેમજી દોડતો બહાર આવ્યો. એને કંઈક બીજું જ દ્રશ્ય જોવા મળ્યું. એની પત્ની બેહોશ બની બહાદુરની લાશની પડખે પડી હતી.

એનું હૃદય તીવ્ર ગતિએ ધડકતું હતું. પહેલાંતો ભેમજી એ એનો હાથ પકડી આખેઆખી ઢંઢોળી નાંખી. જ્યારે એ હોશમાં ન આવી તો બાલદી લઈએ પાણીની ટાંકી તરફ દોડ્યો. ઘર બહાર નીકળી પટેલ હળવે હળવે બહાદુરની ડેડબોડી તરફ આગળ વધી રહ્યા હતા.

બહાદુરની ગરદન પાછળ બાકોરું મોંસનો બહાર નીકળેલો મોટો લોચો અને લોહીનો ડાઘ જોઈ એમનું માથું ભમી ગયું. તીવ્ર ગતિએ દુર્ગંધ ફેલાઈ હતી.

નાક અને મોં દાબતાં પટેલ બહાદુરના મસ્તક નજીક આવ્યા.

બહાદુરના ચહેરાનો દેખાવ જોઈ એમના રુંવાટા ઉભાં થઇ ગયાં.

દંતકથાઓની જેમ એમણે ભૂત-પ્રેતની વાતો સાંભળેલી, પણ આજે તેઓ જે જોતા હતા એ મન માનવા તૈયાર નહોતું.

વારંવાર એમના મનને એક જ સવાલ વિંધતો હતો. બહાદુર ની લાશ આવી ..? શુ આ બહાદુરનો ચહેરો હતો..? મુખ પરની ચામડીના લીરેલીરા લટકે છે ઉપરના હોઠને દબાવી બે મોટા કાળા દાંત બહાર ઘસી આવ્યા છે. હજાર વોલ્ટના બલ્બની જેમ ઝગતી આંખો જાણે પોતાને જ તાકી રહી હતી.

પટેલના ગાત્રો ઢીલા પડી ગયા. તેઓ પરત ઘરના દ્વાર તરફ દોડ્યા. ઘરમાં પગ મૂકતાં જ એમણે બૂમ પાડી.

" પટલાણી ઓ પટલાણી..

ધ્યાન રાખજો બાળકો ઊઠીને બહાર ન આવી જાય..!" દરવાજો ભીડી દઈ તેઓ ટેલિફોન પર લપક્યા.

એક તરફ ભેમજી એની પત્ની પર પાણીનો છંટકાવ કરી રહ્યો હતો.

તો બીજી બાજુ ટેલિફોન દ્વારા પોલીસને જાણ કર્યા પછી પટેલ એમના પત્ની ને કહેતા હતા.

"જુઓ પટલાની.. બહાદુરનુ ખૂન થયું છે એનો દેખાવ જોવા જેવો નથી. એ સ્વરૂપને જોયા પછી સપનામાં પણ એ દેખાવ આપણો પીછો ન છોડે એવું ભયાનક એનું સ્વરૂપ છે.

પોલીસ આવીને લાશને પોસ્ટમોર્ટમ માટે લઈ જાય ત્યાં સુધીતો બાળકોને બહાર આવવા દેશો નહીં..!"

જરૂરી સુચના આપી તેઓ બહાર નીકળ્યા.

એમના ભિતરને એક પ્રશ્ન ખૂંચતો રહ્યો.

આ પવન પુનઃ ચાલુ કેવી રીતે થઈ ગયો...? ભાનમાં આવી ગયેલી ભેમજીની પત્ની ખૂબ જ ગભરાયેલી લાગતી હતી.

એના શરીરની કંપારી બંધ થવાનું નામ નહોતી લેતી. એ આંખો બંધ કરી ખૂણામાં બેસી હતી.

ભેમજી પટેલને જોતા જ ત્યાંથી નજીક દોડી આવ્યો.

"માઈબાપ..! મારી જીવાદોરી લાંબી હશે નહીં તો બહાદુર ભાઈની જેમ હું પણ શેતાની શક્તિ ધ્વારા હણાઇ જાત. આ જુઓ આમ..!"

પોતાના હાથ પર બાંધેલા કપડાનાં કટકાને છોડતા એ કહેતો હતો.

બાલ-બાલ બચ્યો છું.. છોકરાં મારાં રઝળી પડતાં...!"

એ ગળગળો થઈ ગયો. પટેલે જોયું આખું કપડું લોહિયાળ હતું.

એના હાથના કાંડા ઉપર મોટો ઘા થયો હતો. મોંસનો ટુકડો છૂટો પડી સહેજ ચામડી જોડાયેલી હોવાથી લટકી રહ્યો હતો.

"પણ તેમાં આટલું બધું બન્યું તો મને જાણ તો કરવી હતી ને ..? પટેલે કહેવા ખાતર કહયું .

"જે થયું એ બધું બરાબર થયું છે ..! બાપ જો તમને હું જગાડતો તો તમે પણ મુશ્કેલીમાં મુકાઈ જાત..!"

" તારી વાત સાચી છે ભાઈ..!"

પટેલે પોતાની લાચારી દર્શાવી.

હું જાગી ગયો હતો.

શેતાન લાગતો બહાદુર તારા પર હુમલો કરી રહ્યો હતો એ દ્રશ્ય મેં બારી ખોલી ત્યારે જ નજરે જોયેલું.

તું જીવ બચાવી ભાગ્યો તો મારો જીવ અદ્ધર થઈ ગયેલો. હું ખુબજ ડરી ગયો હતો.

અને અડધી રાતે પોલીસને ફોન લગાવ્યો.

પરંતુ ફોન ડેડ હતો.

મારુ ભેજુ કામ આપતું ન હતું.

એ વધુ પહેલા ડરનું જ પરિણામ હતું.

સાંજ સુધી તો ફોન ચાલુ હતો પછી રાત્રે અચાનક શું થઇ ગયું. ..?

ત્યાં જ મારા દિમાગમાં ઝબકારો થયો.

પેલા શેતાનની આ કરામત હોવી જોઈએ...!"

"એમ જ હશે માલિક ..! રાત્રે આવીને ઊભેલી ગાડીનો અવાજ સાંભળી બહાદુર ભાઈએ મને જગાડ્યો હતો. દરવાજો ખોલી અંદર ઘૂસી આવેલા અજાણ્યા લોકોને જોઈ એમને ઓળખવાનું મને કહ્યું હતું.

મારા અસ્તવ્યસ્ત કપડાંને ઠીક કરી હું બહાર આવુ એ પહેલાં તો બહાદુરભાઇ ઘાયલ થઈ પર પડી ગયા હતા.

દૂરથી શેતાનોને જતા મેં જોયા.

ગેટ બહાર જઈ એમણે મારી તરફ નજર નાખી.

એ બંનેના ચહેરા જોવા લાયક હતા.

બસ આ બહાદુર ભાઈનો ચહેરો જોઈ લો..!"

શું એક નહીં ને બબ્બે શૈતાનો હતા..?" "હાવ હાચી કઉ છું માય બાપ..! મે બબ્બે ભૂત જોયા..!"

ઉંધા માથે પડેલા બહાદુરભાઇ ને ઉઠાડતાં મારા શા હાલ થયા છે એ તમે જાણો જ છો..!"

પોલીસવાનને મેઈન ગેટથી દાખલ થતી જોઈ બંને તે તરફ મીટ માંડી.

પટેલ આગળ આવીને ઉભા એમની નજીક વાન થોભી.

તેમાંથી ઈસ્પે. મીત માતરી ત્વરાએ નીચે ઉતર્યા.

સૌથી પહેલું કાર્ય એમણે બહાદુરની લાશનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનું કર્યું.

બહાદુરનો દેખાવ જોઈ તેઓ દંગ રહી ગયા.

એમણે જિંદગીમાં ક્યારેય આવો કેસ જોયો નહોતો. મિત માતરી પટેલના ફોન પરથી ખૂન થયાની વાત જાણી ,ખૂન કેવી રીતે થયું હશે..? અને કોણે કર્યું હશે .?

તે વિશે વિચારતાં પોલીસવાન લઈ તરત રવાના થઈ ગયેલા.

અત્યારે ભેમજીનુ સ્વરૂપ જોયા પછી ગુનેગાર ને તરત પકડવો નાનીસૂની વાત નહોતી.

આવી ઘાતકી હત્યા અને વિકૃત દેખાવ કરી દેનારી કોઈ અસાધારણ શકિતનો આમાં હાથ લાગતો હતો.

મીત માતરીએ આખી ઘટનાના પ્રેક્ષક ભેમજીની જુબાની લીધી. પટેલનું બયાન લીધું.

ભેમજીની પત્નીનું બયાન પણ લેવામાં આવ્યું. સગડી કાર્યવાહી પૂર્ણ કરી.

ત્યાર પછી પણ મીતમાતરી પરેશાનીમાં હતા.

"આ લાશને પોસ્ટમોર્ટમ કરવું કે નહીં..?" તેમણે એક પોલીસ કોન્સ્ટેબલને એમ્બ્યુલસ લેવા જરૂરી સૂચના સાથે મોકલ્યો.

આમ તો અહીંથી જ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી શકાતી હતી.

પરંતુ આ વિચિત્ર લાશ સહેતુક થોડોક વધુ સમય રોકી રાખી.

એમ્બ્યુલસના ગયા પછી મીતમાતરીએ પોતાના મોબાઈલમાં એક નંબર જોડ્યો.

"હેલો..! કુમાર એક ઈન્ટરેસ્ટિંગ છે ઝડપી પટેલ ફાર્મ પર આવી જાઓ..!" જરૂરી ફોન કરી તેઓ પટેલ નજીક આવ્યા મેઈન ગેટ પર પોલીસનાં આવ્યા.

પછી ટોળું એકઠું થઇ કુતૂહલવશ આ તરફ તાકી રહ્યું હતું.

બધી દોડધામ જોઈ બધા લોકો જાતજાતની અટકળો કરતા હતા. ખરી વાત ભાગ્યે જ કોઈ જાણતુ હશે.

" પટેલ સાહેબ તમારે રાત્રે જ ટેલિફોન પર મને જાણ કરી દેવી જોઈતી હતી..!"

ઈસ્પે. સાહેબ .., તમારી વાત સાચી પણ તમે નહીં માનો, બહાદુરનુ બિહામણું સ્વરૂપ જોઇ પહેલાં તો મેં તમને જ જાણ કરવાનું વિચારી ફોન જોડ્યો.

પરંતુ ત્યારે ફોન બંધ હતો. અને અત્યારે ચાલુ થઇ ગયો છે. મારી સમજમાં કશું આવતું નથી...!"

મીત માતરીની ધારદાર નજરે જાણી લીધું.

પટેલ સાચું બોલતા હતા.

છતાં દાળમાં કંઈક કાળું હોય એમ સતર્ક થઈ ચોક્કસાઈથી તેઓ જોવા લાગ્યા. મનમાં એક વિચાર દોડતો હતો.

જો બહાદુરનો ખૂન પહેલાં કરી એના નકાબ ચડાવી દેવામાં આવ્યો હોય તો..?" પોતાનો આ વિચાર એમને ગળે ઉતરતો નહોતો.

બહાદુરનુ વિચિત્ર રૂપ ભલભલાના હાંજા ગગડાવી નાખે એવું હતું.

એના ચહેરાની ચામડી બળી ગઈ હતી. તરડાયેલા ચહેરા પર ચામડીના લીરા લટકતા હતા. મુખમાંથી બે કાળા દાંત બહાર ઘસી આવ્યા હતા.

અને એની આંખો..? તૌબા ઉપરવાળો બચાવવે આવા જીવતા શેતાનથી..!" મીત માતરી જેટલું વધુ નિરીક્ષણ કરતા હતા એટલા વધુ મૂંઝાતા હતા.

બહાદુરના ખૂનના ઈલ્ઝામમાં મારે એરેસ્ટ કોને કરવા..? ખૂનનો ભોગ બનનાર બહાદુરનો ખૂની કોઈ માણસ નહિ પણ બે પિશાચ હતા.

જો બહાદુરનો દેખાવ આમ આદમી જેવો હોત તો શંકાસ્પદ વ્યક્તિઓને હું એરેસ્ટ કરતો.

લોક મોઢે વાતો ઘણી સાંભળી હતી કે પિશાચો ખૂન પીવે છે બહાદુરની ગરદન પાછળ મોટું બાકોરું હતું. મતલબ મરનારનું ખૂન પીવામાં આવ્યું હતું. પોસ્ટમોટમના રીપોર્ટ પરથી બધો ખ્યાલ આવી જશે. ભરાવદાર છાતી, પડછંદ કાયા અને છ ફુટ ઉંચાઇ ધરાવતા મીત માતરીની શશક્ત કાયા જોતાં ગુનેગારો ગાઉ ગણી જતા.

કુમાર પત્રકાર હતો.

બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હોવાથી જરૂર પડે અરસ-પરસને જાણ કરી દેતા.

બહાદુરનો કેસ પણ ન્યુઝપેપર માં તરખરાટ મચાવે એવો હતો.

એટલે એમણે કુમારને ફોન કરી દીધો હતો. હવે કુમારના આગમનની ઘડીઓ ગણાઈ રહી હતી.

( ક્રમશ:)

સાબીરખાન

sabirkhan@646@gmail.com

***

Rate & Review

Verified icon

Amit 3 months ago

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Dhara Patel 4 months ago

Verified icon

Dilip Bhappa 8 months ago

Verified icon

Ajaysinh Chauhan 8 months ago