Hum tumhare hain sanam - 8 books and stories free download online pdf in Gujarati

હમ તુમ્હારે હૈ સનમ - 8

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૮)

આયત અને સારા ગસ્ત માટે મૌલવી સાબ પાસે જાય છે. રસ્તામાં શાહીલ મળે છે.

"તેરો કઝીન હજી આવ્યો કેમ નહીં..."

"આજે આવી જશે

ભાઈજાન...."

એમ કહી ને બંને મૌલાના ને ત્યાં પહોંચે છે. મૌલાના એક હદીસ સમજાવી રહ્યા હોય છે.

"માં બાપ તમારી સાથે ગમે તેવું વર્તન કરે પણ તમારે હંમેશા એમની આજ્ઞા નું પાલન કરવું જોઈએ. એક બીજી હદીશ માં એ પણ છે કે તમારે એમની સામે ઉફ્ફ પણ ન કરવું જોઈએ."

"તો મૌલવી સાબ આ ફકત છોકરીઓ માટે જ છે ?" આયત બોલી

"ના બેટી આ બધા માટે છે. "

"તો મૌલવી સાબ એ હદીશ કહો ને જે દીકરીઓ માટે હોય..."

"બેટી હદીશ માં તો એમ છે કે જે બે કે તેથી વધુ દીકરીઓ ની પરવરીશ કરશે એને જન્નત મળશે...."

"અને મૌલવી સાબ જે જીવતા જ દીકરીઓ ની જિંદગી નર્ક બનાવશે એને? તમે આ હદીશ અમને આવતા ગસ્ત માં કહેજો... હું આજે દરગાહ પર જાઉં છું. મારુ કુરાન શરીફ અહીં જ મૂકી ને જાઉં છું જતી વખતે લેતી જઈશ..."

"હા બેટા જા..."

સારા અને આયાત દરગાહ તરફ જવા નીકળે છે. અહીં કપ્તાન અરમાન ને બસ સ્ટેશન મૂકી જાય છે.

"અરમાન તારું એકલા જવું સારું નથી... ભાઈ ના જા..."

"તું ચિંતા ના કર કપ્તાન. આજે તે મેચમાં ૧૦૦ કરવાના કહ્યા તા તો મેં કરી દીધા ને. હવે મને મારુ કામ કરવા દે."

"ભાઈ મારી પાસે ૧૦૦૦ રૂપિયા પડ્યા છે. તું લઇજા..."

"ના કપ્તાન એ સંભાળી ને રાખ બીજીવાર જઈશ ત્યારે કામ લાગશે..."

અરમાન કપ્તાન ને બાય કહી બસ માં બેસે છે. ઘરે એના અમ્મી ને ખબર પડે છે કે અરમાન એકલો જૂનાગઢ ગયો છે એ ચિંતા કરે છે.

"અક્રમ તે એને એકલો જવા કેમ દીધો. તારે એને રોકવો જોઈએ ને..."

"મેં ઘણું સમજાવ્યું એ માનવા જ તૈયાર નહોતો..."

"એને પૈસા કોને આપ્યા...?"

"મેં આપ્યા..."

"કેટલા પૈસા લઈને ગયો છે એ?"

"૫૦૦ રૂપિયા..."

"લે બેટા આ ૧૦૦૦ રૂપિયા તું જા એની પાછળ મને બહુ ચિંતા થાય છે..."

અક્રમ અરમાન ની પાછળ બીજી બસ માં લગભગ ૨ કલાક પછી નીકળે છે. આયત અને સારા દરગાહ પર પહોંચે છે. બંને દુઆ કરે છે. આયત એક મન્નત નો દોરો દરગાહ ની જાળી પર બાંધે છે. આયત સારા ને કહે છે એ જૂનાગઢ પહોંચી ગયો છે. બસ ૧૫-૨૦ મીનિટ માં આવી જશે..

"તને શું આભાસ થાય છે આયત...?"

"પ્રેમ માં જો આભાસ ન થાય તો એ પ્રેમ શું કામ નો..."

અરમાન બસ માંથી ઉતરે છે. ત્યાં પહેલીવાર આવ્યો હતો એ જ રિક્ષાવાળા કાકા એને જોઈ જાય છે.

"આવો જમાઈ રાજા... આજે સમાન વગર?"

"હા આજે કઈ સમાન નથી..."

"સારું વાંધો નહીં બેસો... "

"ના આજે હું તમારી ઓટો માં નઈ આવું..."

"પણ કેમ? શું થયું?"

"થયું કઈ નથી.. પણ તમે પૈસા નથી લેતા એટલે હું નઈ આવું..."

"તમે અમારા કસબા ના જમાઈ છો. હું પૈસા કેમ લઇ શકું. આયત મારી ઓટો માં રોજ સ્કૂલ જાય છે. એની સાથે બીજી ૩ છોકરીઓ પણ જાય છે. પણ આયત ખુબ જ પ્રેમાળ અને મારી લાડકી દીકરી છે. અને એ જેને પ્રેમ કરે છે એ આપ છો. તો તમે કેટલા પ્રેમાળ હસો... તમે બેસો હું પૈસા ના લઈ શકું..."

અરમાન બેસે છે અને રિક્ષા કસબા તરફ રવાના થાય છે.

"મેં સાંભળ્યું છે કે તમને એ લોકો એ ના કહી દીધી છે..."

"હા વાત સાચી છે પણ તમને કોને કહ્યું?"

"આખા કસબા માં ખબર છે. બધા એ જ વાતો કરે છે કે સુલેમાન એ રાજકોટ વાળા ને ના કહી દીધી..."

"હા.. કાકા એટલે જ હું આવ્યો છું..."

"બેટા એક સલાહ આપું તો લેશો?"

"શું સલાહ કાકા જી...?"

"સુલેમાન ના મોટા ભાઈ નો દીકરો શાહીલ તમારું પૂછતો હોય છે... કે તમે આવો તો રિક્ષા ચોક થી આગળ ન જવી જોઈએ..."

"હા તો તમે મને ચોક માં ઉતારી દેજો..."

"ના ના બેટા... વાત એમ નથી. વાત એમ છે કે એ ત્રણ છોકરા સાથે લઈને ફરે છે. અને પિસ્તોલ સાથે રાખે છે. એ ત્રણ માંથી એક હમણાં જ મડર ના કેસ માંથી છૂટી ને બહાર આવ્યો છે. એક ચરસ પીવે છે અને ત્રીજો દારૂ નો ધંધો કરે છે. તમે આવા ખરાબ લોકો થી દૂર રહેજો. સામે આવે તો આઘા પાછાં થઇ જજો..."

"ના ના કાકા... એમ કરીશ તો તમે એમ કહેશો કે રાજકોટ વાળા ડરપોક હોય છે..."

"ના બેટા અમે એમ નહીં કહીયે. અમે પણ સમજીએ કે એક શરીફ માણસ ચાર સામે કેમ લડી શકે..."

આટલા માં જ રિક્ષા ચોક થી થોડે દૂર પહોંચે છે. ત્યાં ચોક માં શાહીલ એના ત્રણ માણસો લઈને બેઠો હોય છે. રિક્ષા વાળા કાકા અરમાન ને કહે છે.

" એ ચાર ચોકમાં જ બેઠા છે. હું તમને પાછળ વાળા રસ્તે થી મૂકી જાઉં"

"ના ના તમે ચોકમાં જ જાવાદો નહીંતર હું અહીંયા જ ઉતરી જઈશ..."

કાકા ચોકમાં લઇ જાય છે. અરમાન રિક્ષા માંથી ઉતરે છે

"કાકા આજે પૈસા લઇલો બીજીવાર આવીશ તો નઈ આપું..."

પાછળ થી શાહીલ અને એના માણસો એને ઘૂરતા આવે છે.

"તું આવી ગયો? હું તારી જ રાહ જોતો તો..." શાહીલ બોલ્યો.

"હા ભાઈ આવી ગયો બોલો શું કામ હતું..."

"કામ તો કઈ નઈ... હવે આવી જ ગયો છે તો માર ખાઈ ને જ જઈશ...." શાહીલ બોલ્યો

"કાકા તમે જાઓ હું આજે તો અહીં જ રોકાઈશ... " અરમાન એ રિક્ષા વાળા કાકા ને કહ્યું...

"આજે નઈ ... હમણાં બે જ કલાક માં તું પાછો જઈશ... "

"હા તો વાંધો નઈ હું બીજી રિક્ષા માં જઈશ...."

"ચાલ તો અમારી સાથે આજે તને બતાવી દઉં શાહીલ છે કોણ.."

"ચાલો...."

આયત ના ઘરે સારા દોડતી આવે છે.

"આયત આયત... ક્યાં છે તું. મેં સાંભળ્યું કે અરમાન આવ્યો છે અને શાહીલ અને એના માણસો એને કબ્રસ્તાન ની પાછળ લઇ ને ગયા છે... તું કંઈક કર એ એમનો જીવ લઇ લેશે..."

"અરે કઈ નહિ કરે. એ તો ખાલી ડરાવવા લઇ ગયો હશે શાહીલ.. એ બીજીવાર ન આવે એટલે..." આયત ના અમ્મી બોલ્યા...

"ના માસી એ કોઈનો જીવ લેશે... એની પાસે પિસ્તોલ પણ હતી..."

"તું શું કામ ડરે છે સારા..." આયત બોલી.

"તને ડર નથી લાગતો?"

"ના મને જરાય ડર નથી લાગતો. આજે તો જોઈએ કે અરમાન ની લાશ આવે છે કે શાહીલ ની... એને મારી નાખશે તો ઠીક બાકી અરમાન આજે કોઈ ને નહિ છોડે... કોઈ એ માનું દૂધ પીધું હોય તો રોકી ને બતાવે..."

અરમાન ને કબ્રસ્તાન ની પાછળ વચ્ચે ઉભો કરી ચારે બાજુ શાહીલ માં માણસો એ ઘેરો કર્યો.

"અરમાન તને છેલ્લી વાર કહું છું. ચાલ્યો જા. તો તારા માટે સારું છે. તું માફી માંગીશ તો આજે પણ માફ કરી દઈશ પણ એક શરતે કે હવે પછી અહીં નઈ દેખાય...."

"હું શાહીલ અહીં થી પાછો જવા નથી આવ્યો... તમારા માંથી એ કોણ છે જે જેલ માંથી છૂટી ને આવ્યો છે?"

શાહીલ એક લાંબા વાળ વાળો વ્યક્તિ તરફ આંગળી કરે છે.

"તું તો મર્ડર ના કેશ માં અંદર હતો ને. તો આમ હીજળા ની જેમ વાતો કેમ કરો છો મારો મને...."

આટલું બોલતાજ ચારે જણ અરમાન પર તૂટી પડે છે.

"ઉભા રો ઉભા રો... જુવો હવે મને મારવાની શરૂઆત કરી જ દીધી છે તો ત્યાં સુધી મારજો જ્યાં સુધી હું મરી ન જાઉં. નઈ તો મને કસમ છે આયત ની એક પણ પોતાના પગે ઘરે પાછા નઈ જાઓ..."

એક પછી એક પ્રહારો ચાલુ થયા. અરમાન માર ખાતો ગયો અને મારતો ગયો.

"તું કઈ માટી નો બન્યો છે.... તને સમજાવું છું આટલું મારુ છું તો પણ પાછું જવાનું નામ નથી લેતો..."

"શાહીલ મેં કહ્યું તું ને કે તમે મને મારી નાખજો બાકી તમે નહિ બચો..."

અરમાન એક ઝાડ નું થડિયું લઇ ને ચારે પર પ્રહાર કરે છે. બધા લોઈ લુહાન બને છે. રિક્ષાવાળા કાકા એ ડરમાં મૌલાના ને બોલાવી ને લાવે છે કે ઓલા ચાર અરમાન ને મારી ન નાખે. મૌલાના ને રિક્ષા વાળા કાકા જયારે કબ્રસ્તાન પાસે પહોંચે ત્યારે અરમાન આ ચારે ને મારી ને જમીન પર સુવડાવી દીધા હોય છે. ચારે રહેમ ની ભીખ માંગે છે. મૌલાના કહે છે.

"રોકાઈ જા બેટા. ના માર હવે... જાવા દે એમને...."

"ના મૌલવી સાબ એની કસમ ખાધી છે.. પગે થી ઘરે ના જઇ શકવા જોઈએ...."

"બેટા એ એક પણ નહિ જઈ શકે..."

અહીં ઘરે આયત નમાજ પઢી અલ્લાહ ને દુઆ કરે છે કે અરમાન ની હિફઝત કરે. સારા એને કહે છે.

"તું કેમ નથી ડરતી..."

"સારા કાંતો એ આજે ચારેય ને મારી ને મારી પાસે આવે અને કાતો એ પાછો ચાલ્યો જાય હારી ને. હું તો કહું છું વધુ માં વધુ શું થશે...? શાહીલ એને મારી નાખશે એ જ ને..? પછી એક મિનિટ થશે મને એની પાસે પહોંચતા હું પણ ઝેર પી લઈશ..."

"આ તારા હાથ માં કઈ વાગ્યું છે આયત?"

"ના કઈ નઈ કેમ?"

"તો મુઠ્ઠી કેમ બંધ છે?"

"બસ એમન જ"

સારા એની મુઠ્ઠી ખોલાવે છે. એમાં થી ઝેર ની પડીકી નીકળે છે.

"આ શું કામ તે રાખી છે હાથ માં?"

"સારા એને કઈ થઇ જશે તો હું પી જઈશ... તને મારી કસમ છે તું કોઈ ને આ વાત નહિ કહે..."

અરમાન કબ્રસ્તાને થી લથડિયા ખાતો મેડિકલ પર આવે છે. ડ્રેસિંગ નો સમાન લે છે અને આયત ના ઘરે આવે છે. સારા ખીડકી ખોલે છે. અરમાન ને લોઈ લુહાન જોતા જ એ ચીસ પાડે છે. અરમાન લથડિયા ખાતા ખાતા અંદર આવે છે.

"ડ્રેસિંગ નો સમાન લાવ્યો છું. માલમ પટ્ટો કરી આપો..." એ આયત સામે જોઈ ને બોલે છે.

આયત ટેન્શન માં આવી જાય છે. એ સ્પિરિટ થી કોટન લઇ ને શરીર પર લોહી શાફ કરે છે.

"માર ખાઈ ને આવ્યા છો?"

"ના... મારી ને આવ્યો છું..."

"તમેં ડરતા નહિ.. આવા તો ઘણા ઘાવ આવશે... આપણાં આ સફર માં... હું હંમેશા તમારી સાથે છું..."

અરમાન હસતા હસતા આયત ને જુવે છે. આયત ને જોઈ ને એની પીડા ઓછી થાય છે. આયત એને મલમપટ્ટી કરતી હોય છે એટલામાં જ જોરથી શાહીલ નો ભાઈ જે વકીલ હોય છે એ થોડા માણસો લઇ ને આયત ની ઘરે આવી પહોંચે છે.

ક્રમશ:...