Safarma madel humsafar 2 - Part - 8 books and stories free download online pdf in Gujarati

સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-8

સફરમાં મળેલ હમસફર : 2

ભાગ-8

પ્રસ્તાવના

જેમ કોઈ ફિલ્મ હિટ જાય છે અને તેનો બીજો ભાગ બને છે તેવી જ રીતે સફરમાં મળેલ હમસફરની સફળતા બાદ તેનો બીજો ભાગ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે સ્ટોરી કરતા આ સ્ટોરી અલગ છે, હા કેટલાક પાત્રોના નામ સરખા અને થોડી ઘટનાઓ પહેલા ભાગની યાદ અપાવશે.

તો ફરી એકવાર સીટબેલ્ટ બાંધી લો અને ફરી તૈયાર થઈ જાઓ એક સફર માટે, પ્રેમના સફર માટે, લાગણીના સફર માટે, સમર્પણ સાથે ત્યાગના સફર માટે, ગુસ્સા સાથે સમજણના સફર માટે. આ સફર સૌને ખૂબ હસાવી શકે છે, તો ખૂબ રડાવી પણ શકે છે, અહમ, ધિક્કાર, પ્રેમ, હૂંફ સાથે સસ્પેન્સ અને થ્રિલ બધું એક સ્ટોરીમાં. તો શરૂ કરીએ આપણી નવી સફર.

***

ભાગ-8

“હું જોકર, મારું કામ જ લોકોને હસાવવાનું છે. હું ખુશ હોઉં કે દુઃખી, કોઈ દિવસ મારી અંદર રહેલી લાગણીઓ ચહેરા પર ના આવે તેનું હું ખાસ ધ્યાન રાખું છું. મારા ચહેરા પર હંમેશા રહેલી શેતાની સ્માઈલ એ વાતની જ પૃષ્ટિ કરે છે કે મારી અંદર ઘણાબધા રહસ્યો દફન છે, નહીંતર હું પણ સામાન્ય માણસની જેમ હાવભાવ બદલતો ના ફરું!!!

એ વાતનો મને અહમ નથી પણ હું સામાન્ય માણસ નથી, એક સામાન્ય માણસ બધું જ સમજી શકે પણ જે બધું જ સમજીને નાસમજ બનતો ફરે એ જોકર. જોકરમાં સમજવાની અને સહન કરવાની અસીમ તાકાત હોય છે. આ તાકાત કોઈ જનમ જાતથી નથી હોતી. એ તો નિષ્ફળતા અને સંઘર્ષોનું પરિણામ હોય છે. હા હું નિષ્ફળ વ્યક્તિ છું, નિષ્ફળતા સાથે મારે પહેલેથી જ સંબંધ છે.

(ક્રમશઃ)

મેહુલે ક્ષણ માટે આંખો બંધ કરી અને ભૂતકાળમાં લટાર મારી, “રાધિકા અને ઋતુની તો તને ખબર જ છે. આગળ શું થયું એ વાત હું કહું છું”.

“ચલ હવે જલ્દી બોલ, ઘણાબધા સવાલ મારા મગજમાં છે. ”

જે ગુંચવણ ભર્યો સવાલ હતો, મેહુલે ત્યાંથી જ વાત રજૂ કરી“તો થાય છે એમ કે ઋતુના મૃત્યુ પછી હું પડી ભાંગ્યો હતો”

“હેહે? ઋતુ મૃત્યુ પામી છે? તો વડોદરા ઓર્ફનેઝમાં નિકિતા છે એ કોણ છે?”શ્રધ્ધાએ મોટો લહેકો મુક્યો.

“પહેલા મોં પર આંગળી રાખ અને હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી એક પણ શબ્દ ના બોલતી. ”મેહુલના કહેવાથી શ્રધ્ધાએ મો પર આંગળી રાખી અને વાતોમાં ધ્યાન આપ્યું.

“ઋતુએ જે ચિઠ્ઠી આપી તેમાં તેણે ત્રણ નામ મેન્શન કરેલા છે, રાહુલ…અનિલ અને મેહુલ.. ત્યારે જ મને અનિલ પર શંકા ગયી હતી પણ ત્યારે હું કઈ કરી ના શક્યો અને હવે મારા મહાદેવની મહેરબાની જો. અમે રાજકોટથી માઉન્ટ આબુ ટ્રીપ પર ગયા હતા અને ત્યાં મેં ઋતુ જેવી જ દેખાતી એક છોકરી જોઈ, થોડીવાર માટે હું પણ તેને ઋતુ જ સમજી બેઠો હતો પણ એ ઋતુ ન’હતી”

“તો કોણ હતી તે?” શ્રધ્ધાએ મૌન તોડતા કહ્યું.

“તેની હમશકલ, મને લાગ્યું જો એક વાર અનિલ સામે આ ચહેરો આવી જાય તો તે બધું સ્વીકારી લેશે અને તે હેતુથી મેં તેને મોટી રકમ આપી સિહોર આવવા મનાવી લીધી અને અનિલ સામે શું બોલવું તે સમજાવી દીધું. ”

“પછી શું થયું?”

“એ અનિલ સામે આવી પણ મને ખબર ન’હતી કે અનિલ તેને પણ મારવાની કોશિશ કરશે, અનિલે તેના પર વાર કર્યો પણ સદનસીબે એ બચી ગયી, વાર મગજ ઉપર હતો એટલે તેનું બ્રેઇન ડેમેજ થઇ ગયું અને નાના બાળક જેવું વર્તન કરવા લાગી. હવે તેની જવાબદારી મારી હતી એટલે મેં સાગરની મદદથી તેને વડોદરા ઓર્ફનેઝમાં દાખલ કરી, જો અહીંયા રાખું તો અનિલ તેનો પીછો ના છોડે અને હવે જ્યાં સુધી તેની યાદશક્તિ ના આવે ત્યાં સુધી હું કઈ ના કરી શકું એટલે હું બસ તેને સાજી કરવામાં મથ્યો છું. ”મેહુલે વાત પૂરી કરતા કહ્યું.

“અને પેલી રાધિકાવાળી મેટર શું છે?, કેમ તું તેને આટલી બધી ઇગ્નોર કરે છે?”શ્રધ્ધાએ બીજો સવાલ કર્યો.

“તને ખ્યાલ હશે તેને હીંચકીની પ્રૉબ્લેમ છે અને તેની પાછળનું કારણ એક છોકરો છે”

“હા તો શું થયું?”

મેહુલ બે ઘડી અટક્યો, ઊંડો શ્વાસ લીધો “છેલ્લા એક વર્ષથી તેની હીંચકી બંધ થાય તેના માટે હું અથાત પ્રયાસ કરતો હતો, સારી એવી રીકવરી પણ આવી હતી અને ત્રણ મહિના પહેલા તેણે મને આવીને કહ્યું, “મેહુલ એ છોકરો મારી પાસે માફી માંગે છે અને હવે એવું નહિ કરે તેની ખાત્રી આપે છે તો પ્લીઝ મને માફ કરી દેજે, યાર આવું તો શું હોય” મેહુલના ગાલ પર આંસુ આવી ગયા અને તે ડૂસકાં ભરવા લાગ્યો.

“હું તને હગ કરી શકું પ્લીઝ?” શ્રધ્ધાએ મેહુલની આંખોમાં જોયું.

“ઑવ યાર, મેં કોઈને આટલી ફીલિંગ્સથી હગ નહિ કર્યો”મેહુલને બાહોમાં ઝકડતા શ્રધ્ધાએ કહ્યું.

“એક વાત માનીશ મારી?”શ્રધ્ધાએ પૂછ્યું.

“બોલ”

“તું લાઈફમાં જેને પણ વધુ મહત્વ આપે છો અને એ તને ઈમ્પોર્ટન્ટ નહિ આપતું તો તેને એકવાર ઇગ્નોર કર, પછી જો તને હર્ટ પણ નહિ થાય અને જો એ વ્યક્તિ માટે તું ખાસ હશે તો એ તને ઈમ્પોર્ટન્ટ પણ આપશે. ”શ્રધ્ધાએ મેહુલને સમજાવતા કહ્યું.

“બોવ સારી વાત કહી તે અને છેલ્લા બે મહિનાથી હું એ જ કરું છું, રાધિકાને વાત કરવી હોય તો કૉલ કરે, હું સામેથી કોઈ રિએક્શન નહિ આપતો એટલે હું હર્ટ નહિ થતો. ”

“ગૂડ બૉય”શ્રધ્ધાએ ફરી એક જપ્પી આપી અને સીટ પર બેસી ગઈ.

“રાધિકાને બાજુમાં રાખ મને એમ કહે કે અનિલ આટલો બધો તને હેરાન કરે છે તો તું કેમ કઈ નહિ કરતો?”

“એ એક મહોરો છે, ચાલ તો કોઈ બીજું જ રમી રહ્યું છે. હવે જો હું તેના પર કોઈ એક્શન લઈશ તો તેને ખબર પડી જશે અને અનિલથી મને કોઈ ખતરો નહિ જે દિવસે લાગશે ત્યારે જોઈ લઈશ” મેહુલે શ્રધ્ધાને સમજાવતા કહ્યું.

“અને તું આર. જે. છો તો તારો મજકિયો સ્વભાવ કેમ ગાયબ થયી ગયો આ સિરિયસ મેહુલ કોઈને નહિ પસંદ યાર” શ્રધ્ધાએ ફરિયાદ કરતા કહ્યું.

મેહુલે શ્રધ્ધા સામે ત્રાસી નજર કરી એટલે એ સમજી ગયી કે મેહુલ હવે એ વિશે વાત કરવા નહિ માંગતો એટલે તેણે વાત બદલવાની કોશિશ કરી, થોડીવાર બંને વચ્ચે ઔપચારિક વાતો થઈ પછી શ્રધ્ધા સુઈ ગયી. મેહુલ ઉભો થઇ ડૉર પાસે આવ્યો અને સિગરેટ જલાવી.

“રાધિકા કદાચ તું ભૂલી ગયી હશે પણ હું નહિ ભુલ્યો, મેં તને પ્રોમિસ આપ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે રહીશ, તું સાચી હોય કે ના હોય પણ હું તારી બાજુમાં રહીશ” મેહુલની આંખોમાં આંસુ આવી ગયા, સિગારેટની સાથે મેહુલ પણ અંદરથી સળગી રહ્યો હતો.

“એકલા એકલા રડવાનું બકા?”પાછળ શ્રધ્ધા ઉભી હતી. મેહુલ તેને ભેટીને ડૂસકાં ભરવા લાગ્યો.

“મેહુલ પ્લીઝ રડ નહિ, મને પણ રડવું આવે છે”શ્રધ્ધાની આંખો પણ ભીની થતી જતી હતી. મેહુલ કઈ બોલી શકતો ન’હતો. માત્ર રાધિકાને યાદ કરીને રડતો જતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ અચાનક કોઈ કારણ વિના લાઈફમાંથી જાય છે ત્યારે તે પાછળ ઘણાબધા સવાલો પણ છોડીને જાય છે, મેહુલ માટે રાધિકાએ પણ આવું જ કર્યું હતું, રાધિકાના એક એક શબ્દો મેહુલ માટે દિલમાં ચુંભેલા તિર સમાન હતા.

આમ તો મેહુલ શાંત સ્વભાવનો હતો, ક્યારેય પણ પોતાની ફીલિંગ્સ બહાર આવવા ન દેતો પણ જ્યારે રાધિકાનું નામ આવતું ત્યારે મેહુલ સ્થિતપ્રજ્ઞ બની જતો. જાણે તે કઈ જાણતો જ ન હોય તેવું વર્તન કરતો પણ રાધિકાના વિચારો જ મેહુલને અંદરથી કોતરી રહ્યા હતા, જેનાથી મેહુલ વાકેફ હતો છતાં કોઈને કહી શકતો ન’હતો.

શ્રધ્ધાએ મેહુલને સાંત્વના આપી શાંત કર્યો, ફરી બંને સીટમાં સામસામે બેઠા,

“જો મેહુલ હવે તે નકારાત્મક વિચારો મગજમાં ઘુસાવ્યા તો મારાથી ખરાબ કોઈ નહિ થાય, તે દિવસે પણ તું રોતળુંની જેમ રડતો હતો, મને ખબર છે ત્યાં સુધી સ્ટોરીનો મેહુલ આવો તો ના જ હોય. ”શ્રધ્ધા મેહુલ પર ચિડાઈ ગયી. મેહુલ હજી કઇ બોલતો ન હતો, તે તો પોતાના વિચારોમાં ઊંડે સુધી ઉતરી ગયો હતો.

“મેહુલ સાંભળે છે હું શું કહું છું”મેહુલને ઢંઢોળતા શ્રધ્ધા બોલી.

“બસ આ જ લાઈફ છે બકુ, તને ખબર છે મારી લાઈફ જોકર જેવી છે, મને ખબર છે રમુજવાળો મેહુલ સૌને પસંદ છે પણ અમૂકવાર રડી લેવામાં મજા છે. ખબર પડી જાય હજુ ઘણુંબધું સહન કરવાનું છે. ”મેહુલે એક પડછંદ અવાજે કહ્યું. આ અવાજ શ્રધ્ધા પહેલીવાર સાંભળી રહી હતી કારણ કે આ અવાજમાં એક જોશ હતો, જુનુંન હતું, અનુભવોનો સારાંશ હતો.

“ઓહહ, હવે હું સમજી, તું પ્રોફેશનલ રિતે ફીલિંગ્સ હેન્ડલ કરે છે એમને. ”શ્રધ્ધાએ મેહુલને કટાક્ષમાં કહ્યું.

“અમુક રહસ્યો અકબંધ રહેવા જોઈએ નહીંતર લાઈફ ખુલી કિતાબ જેવી થઇ જાય છે, જેના પર બધા નજર ફેરવીને આગળ વધી જાય. ”મેહુલે ગંભીર થતા કહ્યું.

“રહસ્યો અકબંધ જ સારા લાગે પણ જો કોઈને કહિશ નહિ તો અંદરને અંદર સળગતો રહીશ અને તારા જોડે થયેલી વાતો પરથી એટલું તો જાણી જ શકું કે તું અંદરથી કેટલો સળગી રહ્યો છે”શ્રધ્ધાએ મેહુલની આંખોમાં આંખ પરોવી આત્મવિશ્વાસ સાથે વળતો જવાબ આપ્યો.

“મારા દિલમાં દિમાગ છે શ્રધ્ધા, તું ચહેરા પર ના જા”મેહુલે બેરુખી સાથે કહ્યું. શ્રધ્ધા મેહુલનું આ સ્વરૂપ જોઈને શૉકમાં હતી. દસ મિનિટ પહેલા જે મેહુલ રડી રહ્યો હતો તે અત્યારે એક લેવલથી ઉપરની વાતો કરી રહ્યો હતો.

“મેહુલ મેં પણ દિલ બાળીને દિપ જલાવ્યા છે તો તું એમ સમજતો હોય કે તું જે છુપાવે છે એ હું નથી જાણતી તો તારી ભૂલ થાય છે”

“આજથી આપણે ગુડ ફ્રેન્ડ છીએ, કોઈ પણ વાત હશે હું તારા જોડે શૅર કરીશ. ”મેહુલે શ્રધ્ધાના વિચારોને સરાહના આપી. પૂરી રાત બંને સુતા નહિ, જ્યાં સુધી રાજકોટ આવ્યું ત્યાં સુધી બંને વાતો જ કરતા રહ્યા.

રાજકોટ આવતા શ્રધ્ધાએ મેહુલને પછી મળવાનું પ્રોમિસ આપ્યું અને પોતાના રસ્તે નીકળી ગઈ. મેહુલ સ્ટેશનની બહાર આવ્યો તો સામે રાધિકા ‘Exit Gate' તરફ મીટ માંડીને એક્ટિવા પર બેઠી હતી. મેહુલને જોતા તે ઉભી થયી. તેના મગજમાં અસંખ્ય વિચારો ચાલતા હતા. મેહુલને ફેસ કરવાની હિંમત કાના પાસે માંગી રહી હતી. મેહુલ જેમ જેમ નજીક આવતો જતો હતો તેમ રાધિકાની હાર્ટબીટ વધતી જતી હતી. રાધિકાએ નોર્મલ રહેવાની કોશિશ કરી પણ તેના બધા જ પ્રયાસો સમુદ્રમાં પાળ કરવા જેમ નિષ્ફળતા નિવડ્યા.

સામે મેહુલ પણ એ જ માનસિકતા સાથે રાધિકા તરફ વધી રહ્યો હતો. મેહુલની આંખોમાં છુપાયેલી ફરિયાદો તે જાણી ના જાય એટલે મેહુલે સવારના છ વાગ્યે પણ આંખો પર ગોગલ્સ લગાવી રાખ્યા હતા. જેમ રણને ગુલાબની તરસ હોય તેમ બંને એકબીજા માટે તરસ્યા હતા અને હવે જ્યારે એ તરસ છીપાવવાનો સમય આવ્યો ત્યારે બંને તેને મૃગજળ સમજી બેઠા હતા. મેહુલ રાધિકા પાસે આવ્યો અને એક બનાવટી સ્મિત સાથે હાથ લંબાવ્યો.

“હાઈ, ક્યુટીપાઈ”મેહુલ જ્યારે રાધિકાને મળતો ત્યારે આ જ અદામાં વાત કરતો એટલે એ જ સિલસિલો મેહુલે જાળવી રાખ્યો હતો.

“ચલ જુઠ્ઠા, જો તો સહી તારી રાહમાં બધું વિખેરાઈ ગયું છે. ”રાધિકા પોતાની મનોસ્થિતિ છુપાવવા ઇચ્છતી હતી એટલે નજર ઝુકાવીને વાત કરી રહી હતી. અંદર ઘણીબધી લાગણીઓ છુપાયેલી હતી પણ અત્યારે પરિસ્થિતિ અનુસાર માત્ર ઔપચારિકતા જ પુરી કરી રહી હતી.

“મારી રાહમાં તો ઘણીબધી છે તો હું કેટલી જોડે વાત કરતો ફરું અને તારે હવે મારી રાહમાં રહેવાની શું જરૂર છે?” મેહુલ પણ અંદર છુપાયેલી લાગણીઓને દબાવીને રાધિકા સાથે ગેરવર્તુણક કરવાની કોશિશ કરી રહ્યો હતો.

“હા એ પણ છે, તને જોઈને હું ભૂલી જ ગયી હતી કે હવે આપણે બંને સાથે નહિ”રાધિકાએ બનાવટી સ્મિત ચહેરા પર રાખતા કહ્યું. બંને એક સાથે રહેવાના સ્વપ્ન સેવેલા અને જ્યારે રાધિકાપાસેથી આ વાક્ય સાંભળ્યું ત્યારે મેહુલને પોતાનું ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગ્યું. રાધિકાની નજર ઊંચી ન’હતી થતી અને મેહુલ નજર મેળવવા ઈચ્છતો ન’હતો. થોડીવાર બંને મૌન રહ્યા જાણે બંને હવે જે વાત થવાની નથી તે વાત મૌન રહીને કરી રહ્યા હતા.

આખરે મેહુલે મૌન તોડતા કહ્યું, “હું તને એટલું કહેવા આવ્યો છું કે જો કોઈ અજાણ્યા વ્યક્તિ પર શંકા જાય તો તેના જોડે વાત કરવાનું ટાળજે અને બની શકે તો થોડા દિવસ એકલી બહાર ન નીકળતી. હું નહિ ઈચ્છતો કે મારા કારણે તું કોઈ મુસીબતમાં ફસાઈ જાય”

“હું પણ અહીં મારી ભૂલની માફી માંગવા જ આવી છું, જો મારા લીધે તને કોઈ દુઃખ થયું હોય તો મને માફ કરી દેજે. ”રાધિકા દિલ પર પથ્થર રાખીને બોલતી જતી હતી. મેહુલે આંખો પરથી ગોગલ્સ ઉતાર્યા અને રાધિકાનો ચહેરો ઊંચો કર્યો. જે વાત શબ્દોમાં થતી ન’હતી થતી એ વાતો બંનેની આંખો મળવાથી થયી ગયી. રાધિકા મેહુલને ગળે બાજી ગયી અને રડવા લાગી.

“મેહુલ પ્લીઝ, આપણી સફર આટલે સુધી જ હતી, ખબર નહિ શું થયું પણ હવે હું સાથ નહિ નિભાવી શકું”રાધિકા ચૉધાર રડી પડી.

“હું પણ હવે નવું સફર શરૂ છું, મને દુઃખ થાય છે કે એ સફરમાં તું નહિ હોય”મેહુલે દ્રઢતા સાથે કહ્યું.

“બસ પાગલ હવે છેલ્લી મુલાકાત છે, મને છેલ્લીવાર રડી લેવા દે આ જોકર સાથે. ”રાધિકા આજે ઘણું બધું છુપાવીને આગળ વધવાની હતી. મેહુલનો સાથ કદાચ એક સ્વપ્ન બનીને જ રહી જવાનો છે તેમ વિચારી રાધિકા મેહુલની છાતીએ માથું ટેકાવીને બધું જ મહેસુસ કરી રહી હતી.

“રાધિકા મારી કાર સામે ઉભી છે. ”મેહુલે રાધિકાને પોતાનાથી દૂર કરતા કહ્યું.

“મેહુલ તું હંમેશા મારા હાર્ટના સોફ્ટ કોર્નરમાં રહીશ, હું પ્રોમિસ આપું છું કોઈ પણ આવે મારી લાઈફમાં તારી જગ્યા નહિ જ લઈ શકે”

મેહુલ પાસે પૂછવા માટે અસંખ્ય સવાલ હતા પણ એ બધા જ સવાલ ઘોળીને પી ગયો અને રાધિકાના મસ્તક પર એક ચુંબન કરી નીકળી ગયો. મેહુલને જતા જોઈ રાધિકા અફસોસ સિવાય બીજું કશું કરી શકે તેમ ન’હતી. મેહુલ જ્યાં સુધી કારમાં બેસ્યો ત્યાં સુધી એની નજર મેહુલ પર જ હતી. છેલ્લે રાધિકા એક જ વાક્ય બોલી શકી ‘મેહુલ હું પણ જોકરની લાઈફ જીવતા શીખી ગયી છું”

દિલ પર જવાબદારીનો બોજો અને આંખોમાં આંસુ સાથે રાધિકા હંમેશા માટે મેહુલથી દુર રહેવાનું વિચારી દિશાને મળે છે, દિશાને ગળે બાજીને રાધિકા ખૂબ રડે છે અને પોતાના નસીબને કૉસે છે. તે માત્ર નામની રાધિકા હતી ખરેખર તેને મેહુલની રાધા બનવાની કોઈ જ ઈચ્છા ન’હતી, તેને તો મેહુલ સાથે પોતાના બધા જ કૉડ પુરા કરવા હતા. કહેવાય ને પરિસ્થિતિ વ્યક્તિને એવી પરિસ્થિતિમાં લાવીને છોડે છે કે તે માણસ આગળ પણ વહી શકતો નથી અને પાછળ ફરીને પણ જોઈ શકતો નથી. સ્થિતિ સરોવરની જેમ એક પાળ સ્વરૂપની સરહદ વચ્ચે સ્થિર થઈ રહેવું પડે છે. રાધિકા પણ સ્થિર હતી, આગળ ક્યાં વહેવું તેને જાણ જ ન’હતી પણ નદી પર ગમે તેટલા બંધ બાંધી લો તે પોતાનો રસ્તો કરી જ લે છે અને આ રસ્તો મોકળો કરવામાં દિશા નિમિત્ત બનવાનું નક્કી કરી લે છે.

***

“હું જોકર, મારું કામ જ લોકોને હસાવવાનું છે. હું ખુશ હોઉં કે દુઃખી, કોઈ દિવસ મારી અંદર રહેલી લાગણીઓ ચહેરા પર ના આવે તેનું હું ખાસ ધ્યાન રાખું છું. મારા ચહેરા પર હંમેશા રહેલી શેતાની સ્માઈલ એ વાતની જ પૃષ્ટિ કરે છે કે મારી અંદર ઘણાબધા રહસ્યો દફન છે, નહીંતર હું પણ સામાન્ય માણસની જેમ હાવભાવ બદલતો ના ફરું!!!

એ વાતનો મને અહમ નથી પણ હું સામાન્ય માણસ નથી, એક સામાન્ય માણસ બધું જ સમજી શકે પણ જે બધું જ સમજીને નાસમજ બનતો ફરે એ જોકર. જોકરમાં સમજવાની અને સહન કરવાની અસીમ તાકાત હોય છે. આ તાકાત કોઈ જનમ જાતથી નથી હોતી. એ તો નિષ્ફળતા અને સંઘર્ષોનું પરિણામ હોય છે. હા હું નિષ્ફળ વ્યક્તિ છું, નિષ્ફળતા સાથે મારે પહેલેથી જ સંબંધ છે.

બાળપણમાં નાની નાની જીદ પુરી કરાવવામાં નિષ્ફળ નિવડ્યો તો સમજદાર બન્યો ત્યારે જિદ્દી બનીને નિષ્ફળ ગયો. પાપા પાસેથી પ્રામાણિકતા મેળવવમાં નિષ્ફળતા મળી તો મમ્મી પાસેથી સ્નેહ મેળવવમાં નિષ્ફળતાને વ્હોરી લીધી. રૂપિયા કમાવવામાં પરિવારથી દૂર થયો તો ધનવાન બની પરિવારનો સાથ મેળવવામાં નિષ્ફળ રહ્યો.

ગરીબમાંથી અમિર બન્યો પણ દિલનો અમિર બનવામાં નિષ્ફળ રહ્યો, પ્રેમની શોધમાં પાગલ બન્યો તો એ પાગલનો સાથ મેળવવમાં નિષ્ફળ રહ્યો. હા હું જોકર, હું કોઈનો ઉદાસ ચહેરો જોઈ શકતો નથી બસ પોતાના ચહેરા પર સ્માઈલ લાવવમાં નિષ્ફળ રહ્યો.

ગણિતનો એક નિયમ છે, ઓછા-ઓછા વત્તા થાય છે, બસ નિષ્ફળતા-નિષ્ફળતા સફળતા બની અને એ સફળતાના ફળ સ્વરૂપ આ જોકર અસ્તિત્વમાં આવ્યો, હું જોકર હતો અને જોકર જ રહીશ. ”મેહુલે પેનના કૅપ સાથે ડાયરી પણ બંધ કરી. ગાલ પર બંધ બાંધેલા આંસુને આંગળીઓના સહારે છાંટ બનાવીને હવામાં ઉછાળ્યા. તેણે છેલ્લી એક કલાકથી પોતાને રૂમમાં કેદ કરી રાખ્યો હતો. લાખ પ્રયાસ કરવા છતાં રાધિકાએ જે શબ્દોના બાણ માર્યા હતા તે સહન કરવામાં નિષ્ફળ જતો હતો.

આખરમાં મેહુલે દાંત કચડયા, મોબાઈલમાં રહેલા રાધિકાના નંબર સાથે ગેલેરીમાં રહેલી બંનેની યાદોને પણ ડિલેટ કરી અને હસ્યો. ‘આજે પણ બાર કલાકની ઊંઘ લેવી જરૂરી છે મેહુલ’

કામ્બખત યાદો પણ કેવી ચાલાક હોય છે, જેટલી ભૂલવાની કોશિશ કરીએ એટલી યાદ આવે છે. બધી જ વાતો અને વિચારોને બાજુમાં રાખીને બેડ પર લંબાવ્યો.

***

“આવી રીતે તો કોઈએ જીવતા શીખવ્યું જ નથી, જીવતા પણ રહેવાનું અને ઝેર પણ પીવાનું. દિલ પર રહેલા ઘાવ યાદ પણ નહિ કરવાના અને એ ઘાવ સિવવાની કોશિશ પણ નહી કરવાની. ” રાધિકા બેડ પર લાંબી થયી વિચારતી હતી, આ જ વિચારોમાં તેની આંખો મીંચાઈ ગયી. બાજુમાં દિશા બેઠી હતી તે બહાર બાલ્કનીમાં આવી અને મેહુલને કૉલ લગાવ્યો. રિંગ પુરી થયી પણ કૉલ રિસીવ ના થયો, દિશાએ બીજીવાર કોશિશ કરી,

“મેહુલ મારે તને મળવું છે, ક્યાં આવીશ”

“જો તારે રાધિકા વિશે કોઈ વાત કહેવી હોય તો હું જરા પણ ઇન્ટ્રેસ્ટેડ નહિ”

“તેના વિશે જ વાત છે અને તારે આવવું પડશે. જો રાધિકાને હજુ પ્રેમ કરતો હોય તો તું જરૂર આવીશ. ”

“એક કલાક પહેલાં જ એ પ્રેમનું બાષ્પીભવન થયી ગયું છે. ”

“મેહુલ તું આમ ગૂંથી ના બનાવ, આ વાત કહેવા માટે હું રાધિકાનો વિશ્વાસ તોડું છું અને હું તમને અલગ નહી જોઈ શક્તિ હવે. ”

“હા તો આ વાત ફોન પર બી થઈ શકે છે”

“ના, 30 મિનિટમાં ભક્તિનગર રેલવે સ્ટેશનની બાજુમાં જે કૅફે છે ત્યાં આવ, આજે હું બધુ જ સત્ય ઉજાગર કરીને જ જંપીશ. ”

મેહુલે કૉલ કટ કરી નાખ્યો, આટલા તો ઝખ્મો આપ્યા હવે શા માટે મીઠું ભભરાવીને એ ઝખ્મોને ખુરેદે છે??? જઈશ હું ચોક્કસ જઈશ. મેહુલે કાર બહાર કાઢી અને ફૂલ સ્પીડે ભક્તિનગર તરફ આગળ વધ્યો.

રાધિકાનો ચહેરો સોજી ગયો હતો, બ્લાશીંગની જગ્યા આંસુએ લઈ લીધી હતી. દિશાના ઘરે એ બેબસ અને નિરસ થયીને સૂતી હતી. સવારના નવ વાગ્યે કોઈને ઊંઘ ના આવે પણ રાધિકાને સવાર શું અને સાંજ શું તેની જરા સુધ્ધાં ભાન ન’હતી.

દિશાએ રાધિકાના ચહેરા સામે મીટ માંડી, “બકુ સૉરી, આજે તારું પ્રોમિસ તોડવા જઈ રહી છું” રાધિકાના નમણે હાથ રાખી દિશા ભક્તિનગર તરફ અગ્રેસર થયી.

(ક્રમશઃ)

એવું તો રાધિકા સાથે શું થયું હતું કે તેણે મેહુલની સાથે સંબંધ તોડવાનો નિર્ણય કરી લીધો હતો. શું મેહુલ રાધિકાને સમજી શકશે કે આ ગેરસમજ બંનેને વધુ દૂર કરશે?

આગળ જાણવા વાંચતા રહો અને પોતાના મંતવ્યો રજૂ કરતા રહો.

Thank you.

  • Mer Mehul
  • Contact info - 9624755226