Evergreen Oldi - 3 books and stories free download online pdf in Gujarati

એવરગ્રીન ઓલ્ડી - 3

એવરગ્રીન ઓલ્ડી-3

બસ.. આમ જ દિવસો વિતતા ગયા. ઓફીસમાં સર એકદમ પ્રોફેશનલ પણ ઓફીસ સિવાય જ્યારે મળવાનું થાય ત્યારે અંતરંગ બની જતા. એક વર્ષ તો આમ જ પૂરું થઈ ગયું. સર સાથે ઓફીસ રીલેશન ઉપરાંત એક અલગ પ્રકારનો સબંધ થઇ ગયો હતો. હું તેમના ઘેર બેરોકટોક આવતી જતી થઇ ગઈ હતી. ખાસ તો એમાં એમનો સ્વભાવ અને એક છોકરી તરીકે તેમના વર્તનમાં મને અનુભવાઈ રહેલી સજ્જનતા, બંને વસ્તુઓ એમાં કારણભૂત હતી. કોઈ એકપણ ક્ષણે તેમના તરફથી અકળાવનારી દ્રષ્ટિનો કે અણછાજતાં વર્તનનો નાનોસૂનો પણ અણસાર નહોતો આવ્યો.

આજ શુક્રવાર હતો. કંપનીછેલ્લા ત્રણેક મહિનાથી શની-રવિ રજા રાખવાનું શરુ કરી દીધું હતું. વળી સોમવારે કંપનીમાં હોલીડે હતો. શની-રવિ-સોમનો સરસ મેળ પડી જાય એમ હતો, એટલે મને ઈચ્છા હતી કે સાંજની બસ પકડીને મારા ઘેર જઈ આવું.

કંપનીમાં કામ શરુ કર્યાને એક વર્ષ ઉપર થઈયું હતું. શરૂઆતમાં એક દિવસ ગઈ હતી, પછી જવાનો મોકો જ નથી આવ્યો. આજ સરને કહી દઉં.. કે થોડું વહેલું નીકળવું છે, સાંજે ની બસ પકડાઈ જાય તો રાત્રે આસપાસ ઘેર પહોંચી શકું.

હજી વિચાર કરું કે સરને કહી દઉં, ત્યાં સરે જ મને બોલાવી.

એક્ચ્યુલી ટુમોરો ઇઝ વિક ઓફ, બટ વી હેવ અ મીટીંગ.. નાઈનકલોક ઇન મોર્નિંગ.. યુ, મી, થ્રી ડાયરેક્ટર્સ એન્ડ ફયુ અધર ઓફીસ પર્સન્સ વિલ બી ધેર ઇન ધ મીટીંગ... મેઇક શ્યોર એવરીથિંગ અબાઉટ પ્રીપેરેશન...

લ્યો.. કરી ને.. ઘેર જવાનું કેન્સલ.. શું થાય બીજું.. હવે મારી પાસે પી.. ઉપરાંત પણ ઘણું કામ હતું.. ઘણા પોર્ટફોલીઓ સંભાળતી હતી.. એટલે જવાબદારીમાંથી છટકી પણ ન શકાય.

મને કંપનીમાં જે કાંઈ ઈમ્પોર્ટન્સ મળતું થયું હતું એ સરના કારણે જ મળતું થયું હતું. દરેક કામ ખૂબજ ઝીણવટથી.. ધીરજથી સમજાવી સમજાવીને મને તૈયાર કરતા હતા. મન મનાવીને કાલ મીટીંગની તૈયારી કરી લીધી.

સરે જતાં જતાં કહી પણ દીધું...

ગેટ રેડી બાય એઈટ... આઈ વિલ પીક યુ ઇન ધ મોર્નિંગ..

....

પોણા નવે અમે ઓફીસમાં હતાં અને રાઈટ નવ વાગે મીટીંગ શરુ પણ થઇ ગઈ.

શરૂઆતમાં પ્રાઈમરી વાતો, પછી સેલ્સના સ્ટેટેસ્ટિકલ પ્રેઝન્ટેશન માટે સરે મને આગળ કરી. ડાયરેક્ટર્સની સામે પ્રેઝન્ટેશન આપવાનો મારા માટે આ પહેલો અનુભવ હતો. પહેલેથી કોઈ ખબર નહોતી એટલે તૈયારી પણ નહોતી કરી, એટલે બે સેકન્ડ મુંઝારો થઇ આવ્યો, પણ પછી હિંમત જૂટાવીને દોર સંભાળી લીધો.

સદનસીબે પ્રેઝન્ટેશન પણ સરસ થયું. સરના એક્સેલેન્ટ સ્કીલફૂલ મેનેજમેન્ટથી આમ પણ સેલ્સ જબરદસ્ત ગ્રોથમાં હતું. એટલે મેં કાયમ અનુભવ્યું હતું કે કંપનીમાં સરનો પડ્યો બોલ ઝીલાતો હતો.

....

પ્રેઝન્ટેશનના અંતે બધાએ તાળી પાડી. મારા ઉપરાંત બીજા બે ઓફીસફેલોનું પણ પ્રેઝન્ટેશન હતું. બસ, ત્યાર પછી વિના કારણ મીટીંગ લંબાતી જતી હતી, બાકીની બધી વાતો બોરિંગ થતી જતી હતી. કંટાળો આવતો હતો પણ શું થાય ? ભૂખ પણ લાગી હતી. મીટીંગ પતે તો જમવા ભેગા થઈએ. જો લંચ પછી પણ ફ્રી થઇ શકું તો આજે બસ પકડી લઉં.. તો ભલે રવિ-સો મળે.. ઘેર તો જઈ આવું !

આવા વિચારો ચાલતા હતા અને બાર વાગે મીટીંગ પૂરી થવામાં હતી જ વખતે એક ડાયરેક્ટરે સરને ધીમેથી કાંઇક પૂછ્યું. બંને વચ્ચે ખૂબ જ ધીમા અવાજે સંતલસ ચાલી. પાંચ મિનીટ પછી ડાયરેક્ટર ખુદ ઉભા થઈને મારી ચેર પાસે આવ્યા... હું પણ ઉભી થઇ ગઈ. ગભરામણનો પાર નહી.. સર પણ કાંઈ બોલતા નથી.. શું હશે ? ડાયરેક્ટર કેમ સીધા મારા સુધી આવી ગયા.. શું કામ હશે ? હથેળીઓમાં પરસેવો થઈ ગયો હતો. મગજ સુન્ન થવા લાગ્યું હતું. ડાયરેક્ટર કાંઇક બોલી ગયા એ તો મને સમજાણું નહી. મારા હાથમાં એક એન્વલપ પકડાવ્યું... હું સાવ શૂન્યમનસ્ક થઈ ગઈ હતી.

ડાયરેક્ટર અને સર મારી નર્વસનેસ સમજી ગયા હતા.રે કહ્યું.. થેન્ક યુ વેરી મચ સર.. આઈ વિલ ટેઈકઓવર, એન્ડ નાઉ લેટ અસ હેવ લંચ.. ધેન વી શુડ ડીસ્બર્સ...

....

કંપનીમાંથી નીકળીને હું સર સાથે કારમાં જ હતી. છેલ્લી એક કલાકમાં જે બન્યું હતું એ મારા માન્યામાં આવતું જ ન હતું. વખતે ડાયરેક્ટર જે બોલ્યા હતા, હવે ધીમે-ધીમે એ શબ્દશઃ રિપ્લે થઇને મને સંભળાવા લાગ્યુંતું...

મિસ.. કંપની અને મેનેજમેન્ટ આર ઈમ્પ્રેસ્ડ વિથ યોર સ્માર્ટનેસ, ડીટરમાઇન્ડ ઇન્વોલ્વમેન્ટ એન્ડ યોર વર્ક, એન્ડ ઈટ ઇ અવર ડ્યૂટી ટુ અપલીફ્ટ ધ ડીઝર્વિંગ પર્સન એટ ધ રાઈટ ટાઈમ ટુ ધ રાઈટ પોઝીશન.. યુ આર પ્રમોટેડ એઝ આસિસ્ટન્ટ મેનેજર સેલ્સ વિથ ઓલ પર્કસ એન્ડ બેનિફિટ્સ અકોર્ડીંગ ટુ ધ નોર્મ્સ ઓફ ઓર્ગેનાઈઝેશન.. કોન્ગ્રેચ્યુલેશન્સ. કીપ ઈટ અપ

હું સર સામે જોઈ રહી હતી, મારી આંખોમાં પાણી હતાં, શું બોલવું એ જ સમજાતું ન હતું. કદાચ કાંઈ બોલવા જઈશ ને રડી પડીશ એવો ડૂમો બાઝી ગયો હતો ગળામાં. સર તો એકદમ હળવું સ્માઈલ કરતા કાર ડ્રાઈવ કરી રહ્યા હતા. એઝ યુઝવલ, કારમાં એવરગ્રીન ઓલ્ડીઝ ધીમા અવાજે ચાલુ હતાં.

....

સરનો ફ્લેટ હતો એ બિલ્ડીંગ તો ગયું ! મને મારા ઘર સુધી મુકવા આવે છે તો મારે એને આજ તો ખાસ મારી રૂમે આવવાનું કહેવું જોઈએ. પણ રૂમમાં તો બધું જેમ-તેમ પડ્યું છે... ખરાબ લાગશે ?

પણ મારી સોસાયટીથી પણ કાર આગળ નીકળી ગઈ એટલે હું ચમકી..

સર.. મારી સોસાયટી ગઈ..

હમ્મ્મ્મ... આઈ નો.. આપણે આગળ જવાનું છે. જસ્ટ વેઇટ એન્ડ વોચ..

સરે શું વિચાર્યું હશે ? આજ બધું ધારણા બહારનું જ કેમ થતું જાય છે ! કોણ જાણે.. ક્યાં લઇ જતા હશે. એટલું વિચારીને ચૂપચાપ બેઠી રહી.

જે ઘટના બની હતી એ હવે સમજમાં ઉતરતી લાગતી હતી, મન પણ હવે પ્રફુલ્લીત લાગવા લાગ્યું હતું. ગળામાં ડૂમો તો હતો જ. પણ હવે હું મારી લાગણીઓ પર કાબુ મેળવતી હોઉં એવું લાગી રહ્યું હતું. વિચારો કાર કરતાં પણ બમણી ઝડપે દોડી રહ્યા હતા.

કંપનીમાં આવી ત્યારથી, છેક પહેલા દિવસથીઆજ સુધીનું એક્શન રિપ્લે શરુ થઈ ગયું હતું મનમાં. આજ સુધીની જે કાંઈ ઘટના બની છે એમાં તમામ ઘટનાઓમાં સર કેન્દ્ર સ્થાને દેખાતા હતા.

મને ખરેખર બહુ જ સપોર્ટ કર્યો છે. હું કદાચ હોંશિયાર હોઈશ તો પણ દરેક હોંશિયાર વ્યક્તિને આટલી સફળતા મળતી નથી હોતી. એક આવો સપોર્ટ હોય તો જ આપણી હોંશિયારી કામની. અને પાછું, આટલું આટલું કર્યું તો પણ સરે કોઈ દિવસ પોતાની બડાઈ નથી દેખાડી, કે જરા સરખો પણ ડાઉટ જાય એવું બિહેવિયર એમના તરફથી જોવા મળ્યું નથી. એકલા રહેતા પુરુષ સાથે ન્ટીમસી ડેવલપ કરવામાં કોઈ પણ સ્ત્રીને જરા ઇનસિક્યોરિટી લાગે. પણ, માણસની બાબતમાં ૧૦૧% ખાતરી રાખી શકાય.

વ્યક્તિ સાથે જીવન ન ગુજારી શકનાર તેમની પત્ની વિષે પણ વિચાર આવ્યો. પણ ગજબની સ્ત્રી કહેવાય ને! કોને ન ગમે આવી વ્યક્તિ સાથે જીવન વિતાવવું... હું હોઉં તો..!!! અરે.. આવા ક્યાં વિચાર કરવા લાગી ? કોઈ ક્મ્પેરીઝનકરી શકાય ને !

પણ આજે જે કાંઈ થયું છે કે મારી જિંદગીમાં આજ સુધી જે કાંઈ થઈ રહ્યું છે એમાં સર સિવાય કોઈનું નામ લઇ શકાય એમ નથી.. સરનો ઉપકાર કેમ માનવો ?

પૂરપાટ દોડતા વિચારોને કારની બ્રેકના અવાજે રોકી લીધા.

....

એક મસ્ત મજાનું, નવું જ બંધાયેલું પાંચ માળનું બિલ્ડીંગ હતું. લાગતું હતું કે હજી એમાં એક-બે ફેમીલીથી વધુ કોઈ રહેવા આવ્યું નથી. વિશાળ પાર્કિંગમાં બે કાર પડી હતી. એક તો સાવ નવી નક્કોર આઈ-ટેન હતી.

લે.. અહીનો વોચમેન પણ સરને ઓળખતો લાગે છે, કોઈ જ પૂછપરછ વગર ગેઇટ ખોલી નાખ્યો !

સરની કાર અંદર વિશાળ કમ્પાઉન્ડમાં જઈને ઉભી રહી. અમે નીચે ઉતર્યાં ત્યાં કોઈ એક ડ્રાઈવર જેવો લાગતો માણસ આવીને સરની કાર લઇને પાર્ક કરવા જતો રહ્યો. ઓટોમેટીક લીફ્ટ ટોપ ફ્લોર પર જઈને અટકી.

એકદમ હવા ઉજાસવાળી કોરીડોરમાં ફક્ત એક જ ફ્લેટ હોય એવું લાગ્યું. કોનો હશે ? હું હજી વિચાર કરું ત્યાં સરે પોતે જ ચાવી કાઢીને ફ્લેટનું ડોર ઓપન કરી નાખ્યું ! ઓહ.. લે.. ફ્લેટની ચાવી સર પાસે કેમ હશે ?

આજના દિવસમાં એક પછી એક વિચિત્ર અને આશ્ચર્ય પમાડે એવા કિસ્સાઓ જ બનતા જતા હતા, એ પણ એક આશ્ચર્ય જ હતું.

એકદમ સુઘડ, મસ્ત ઈન્ટીરીયર કરેલ, ફુલ્લી ફર્નિશ્ડ ફ્લેટ હતો. ટીવી હોમથીએટર સાથે... કમ્પલીટ સુવિધાઓ સાથેનું કિચન, ઠીક ઠીક મોટો કહી શકાય એવો લીવીંગરૂમ અને બે બેડરૂમ્સ પણ બધે એસી લગાવેલાં. સીટીંગરૂમની મોટી-મોટી ગ્લાસ વિન્ડો ખોલો એટલે ફ્લેટ જેવડી જ અગાસી અને એમાં મોહી પડાય એવું ગાર્ડન, એમાં ઝૂલો... વાહ.. ક્યા બાત હૈ.. પણ આ કોનો ફ્લેટ હશે?

મારા વિચારો વાંચી લીધા હોય એમ સર બોલ્યા...

શિફ્ટ યોર લગેજ, એઝ ટુમોરો ઈઝ સન્ડે. ધીસ ઈઝ યોર હાઉસ નાઉ. એન્ડ.. સી.. કંપનીમાં આ વાત થઇ ગઈ છે.. એટલે ડોન્ટ થીંક કે હું આઉટ ઓફ ધ વે આ કરી રહ્યો છું.

પણ.. સર.. કેટલો લક્ઝુરીયસ ફ્લેટ છે.. આનું રેન્ટ જ ન પોસાય મને. કેટલું હશે ?

કંપની તને રિવાઈઝ્ડ પેકેજમાં સારું હાઉસરેન્ટ આપશે.. એટલે હવે તારે એ નાનકડી રૂમમાં રહેવાની જરૂર નથી. વ્હોટ નેક્સ્ટ ?

તો પણ સર.. આ ફ્લેટ કેટલો મોટો છે, હું અહી એકલી શું કરું ? બાપ રે.. આખા બિલ્ડીંગમાં પણ સાવ સોપો છે. એકલી રહી જ ન શકું. મને એમ તો બીક લાગે. ઓફીસથી આવતાં પણ ક્યારેક લેટ થઇ જાય, અહી સુધીની ઓટો ન મળે, સવારે અહીથી ઓટો મળે. કેમ મેનેજ કરવું ? આ તો બહુ ડીફીકલ્ટ થઈ જાય ને મારા માટે...

સરે મારી બકબક સાંભળતા સાંભળતાં ટીવી નીચેનું ડ્રોઅર ખોલીને કાંઇક કાઢ્યું, અને નજી આવી મારો હાથ પકડી એમાં કાંઇક મુક્યું.

ઓહ.. માય ગ્ગોડ.. તો કારની ચાવી ?

...... સર.. .. ... શું.. કોની.. મને.. ઓહ.. સર.. ..

એક કાર નીચે પડી છે.. ૭૮૯૦ નંબરની, રેડ આઈ-ટેન.. સોમવારથી ડ્રાઈવિંગ સ્કૂલવાળા સવારે અહીંથી અને સાંજે ઓફીસથી તને પીક-અપ કરી લેશે, બાય નેક્સ્ટ ફયુ મન્થ્સ, યુ વિલ બી એબલ ટુ ડ્રાઈવ કાર ઈન્ડીવિજ્યુઅલી. હવે કોઈ ઓટોનો પ્રોબ્લેમ તો ન રહ્યો...

મોર ઓવર, હવે રહી તારે એકલા રહેવાની વાત... તો તારો નાનો ભાઈ નેક્સ્ટ વિક અહી આવી જશે, એના એડમીશનનું ફાઈનલ થઇ ગયું છે. હી વિલ સ્ટડી હિઅર ઇન નીયરબાય બેટર સ્કૂલ. તારા પેરેન્ટ્સ સાથે પણ વાત થઇ ગઈ છે. ધે આર અગ્રીડ એન્ડ હેપ્પી ટુ.. ફ્લેટ મારો પોતાનો જ છે. ઇન્વેસ્ટમેન્ટ માટે લીધેલો.. યુ વિલ યુઝ ઈટ નાઉ.

સર.. મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે.. હું કાંઈ વિચારી નથી શકતી.. સર.. મારે શું કહેવાનું.. શું કરવાનું.. હું.. હું.. શું કહું.. સર.. એક્સાઈટમેન્ટથી કાંપતો મારો અવાજ તરડાઇ રહ્યો હતો.. સામાન્ય કરતાં અવાજ ઉંચો પણ થઇ રહ્યો હતો.

અને બસ.. એટલું બોલીને હું સોફા પર ફસડાઈને રડવા લાગી.. લાગણીઓને રોકી જ શકાય એવું ન હતું, ઈચ્છા હોવા છતાં હું કાંઈ જ બોલી શકું તેમ ન હતી. આજનો દિવસ શું નક્કી કરીને ઉગ્યો હશે ? કાંસમજાતું જ ન હતું. જેટલી કોશિશ કરું રોકવાની, રડવાનું વધતું જ જતું હતું. સ્થળ કાળનું ભાન ભુલાઈ જાય એ હદે મારા પર આનંદ અને આશ્ચર્યોના હુમલા રહ્યા હતા.

સુખદ પરિસ્થિતિનો અતિરેક પણ ડિપ્રેશન જેવી પરિસ્થિતિ લાવી દે એ આજે ખ્યાલ આવ્યો. મારી કોઈ જ એવી માનસિક સ્થિતિ હતી કે હું બે શબ્દો પણ સરને કહી શકું. જીવનભર દુઃખનાં વાદળો એટલી હદે ઘેરાયેલા રહ્યાં હતાં કે એમાંથી સુખની આવી અનરાધાર વર્ષા થઇ રહી છે એ હકીકત મારું મન સ્વીકારી જ શકતું ન હતું.

મન પણ કોઈ તર્ક ન લગાવી શકે ને એક પણ જાતનો વિચાર ન કરી શકે એવી... કદાચ એક પ્રકારની ટ્રોમા કન્ડીશન હતી મારી. રડવાનું ઓછું થવાને બદલે વધતું જતું હતું. હું ખરેખર મારા સેન્સીસ પરનો કાબુ ગુમાવી રહી હોઉં એવું લાગતું હતું. વિચારોમાં, શરીરમાં એક વિચિત્ર પ્રકારનું કંપન હતું. હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડપ્રેશરના હુમલા વારાફરતી મારા સમગ્ર અસ્તિત્વ પર થઇ રહ્યા હોય એવી ફીલિંગ આખા શરીર, મન અને હૃદય પર ફરી વળી હતી. હું કદાચ સુધબુધ ખોઈ બેઠી હતી.

....

કેટલો સમય થયો હશે તો ખ્યાલ જ નથી.. પણ જ્યારે જરાક સભાનતા આવી, ત્યારે સરના ખોળામાં મારું માથું હતું અને સર મારા ચહેરા પર પાણીનો છંટકાવ કરતા હતા. હું ભારે સંકોચ સાથે ઉભી થઇ ગઈ.

આઈ એમ એકસ્ટ્રીમ્લી સોરી સર.. પણ હું ખુદ મારા કાબુમાં ન હતી. પણ સર.. હું તમારો ઉપકાર... ફરી મારાથી એક ડૂસકું મુકાઈ ગયું...

હવે સરે હળવેથી મારો હાથ પકડીને બાજુમાં બેસાડી. જો કે હજી એ તો ખૂબજ સલામત અંતર જાળવીને બેઠા હતા. મારો હાથ એમણે બહુ હળવેથી પકડી રાખ્યો હતો અને એ બોલવા લાગ્યા...

તારું પરફોર્મન્સ તારી સફળતામાં કી ફેક્ટર સાબિત થયું છે. હું ઘણા સમયથી એક વ્યક્તિ એવી શોધતો હતો કે જેનામાં એક સ્પાર્ક હોય, કામની ધગશ હોય.. એન્થુઝીઆસ્ટીક હોય... તારા ઇન્ટરવ્યુ વખતે જ મને મારી સિકસ્થ સેન્સે કહ્યું કે ધીસ ઇસ રાઈટ કેન્ડીડેટ...

તને અપોઈન્ટ કર્યા પછીના એક જ મહિનામાં હું શ્યોર થઇ ગયો કે તું રીતે કામ કરી શકીશ જે રીતે હું કરાવવા ધારું છું. એટલે એ જ સમયથી તને એ જ રીતે તને ઘડવાનું શરુ કર્યું. કંપની મેનેજમેન્ટે જે કાંઈ ડીસીસન લીધુંએ તારા રીપોર્ટ્સ પરથી લીધું... મેં જ કર્યું એમ હું ન કહી શકું... બાકી આ ફ્લેટ, કાર.. બધું તારું અચીવમેન્ટ છે. યુ રીઅલી ડિઝર્વ ઈટ, અને તારા ભાઈને અહી શિફ્ટ કરવાનું તો મહિના પહેલાંમેં તારા પેરેન્ટ્સ સાથે વાત કરી નક્કી કરી લીધું હતું... .

....સર ખૂબ જ સાલસતાથી.. સમજાવટથી બધું મને કહેતા જતા હતા.

સર જે બોલતા હતા એ મને સમજાતું પણ હતું અને સાથે જ મારા મગજમાં વિચારોની સર્જીકલ સ્ટ્રાઈક ચાલુ હતી. મને એટલું તો સમજાઈ ગયું કે આ બધું સરપ્રાઈઝ એકદમ પ્લાન્ડ હતું.

જે હોય એ, પણ મારા માટે તો આ માણસ પ્રત્યક્ષ ભગવાન બનીને ધરતી પર આવ્યો હતો. વર્ષોથી કરજના ભારને વેંઢારતો મારો પરિવાર હળવાશ અનુભવી શકે એવા આશીર્વાદ આપનાર ફક્ત આ જ માણસ હતો.

સોળ વર્ષે ભણવા શહેરમાં આવી ત્યારથી સરના હાથ નીચે નોકરીએ લાગી ત્યાં સુધી કોઈ તરફથી મદદ તો દૂર... ઉલટું એકલી અને જરૂરિયાતવાળી છોકરી ગણીને સ્કૂલ, કોલેજના ટીચર્સ કે અલગ અલગ નોકરીઓની જગ્યાએ સાથી પુરુષ કર્મચારીઓ, કંપનીના માલિકો.. જ્યાં જ્યાં રૂમ્સ બદલીને રહી છું ત્યાંના મકાનમાલિક કે આડોશીપડોશી.. બસમાં કે ભીડમાં.. દરેકે લાભ લઇ લેવાની દ્રષ્ટિ રાખી છે.

અત્યાર સુધીના જીવન આખામાં પહેલો પુરુષ એવો નીકળ્યો કે જેણે મને મદદ કરવામાં પાછું વળીને જોયું નથી, એની સામે ક્યારે એની આંખમાં અણગમતો ચમકારો પણ જોવા નથી મળ્યો. હજી થોડીવાર પહેલાં હું સાનભાન ગુમાવીને અજાણતા તેમના ખોળામાં માથું મૂકીને રડી હતી, ત્યારે પણ એક પુરુષ તરીકે મોકળું મેદાન મળવા છતાં વ્યક્તિ મર્યાદા ચૂક્યો નથી. પોતાની મર્યાદા સાથે એણે મારી મર્યાદાનું પણ એટલું જ માન રાખ્યું છે. હુંના આ બધા ઉપકાર સામે કાંઈ કરી તો શકી નથી.. કરી શકીશ પણ નહી.. આભારના બે સારા શબ્દો પણ બોલી શકી નથી.

ઉપકારનો બદલો વાળવા.. આભાર માનવા હું શું કરી શકું..? જબરી ગડમથલ હતી મારા મગજમાં.

અચાનક સોફા પરથી ઉભી થઇને સરના પગ પાસે બેસી પડી, અને એમના પગ પકડી લીધા. સર પણ ચોંકી ઉઠ્યા..

અરે આ શું કરે છે તું ? આમ મારા પગ ન પકડાય..

ના સર.. ભગવાનના પગ પકડવામાં કાંઈ ખોટું તો નથી ને!

શું વાત કરે છે.. છોકરી.. ચાલ ઉભી થા.. આવું ન કર.. પ્લીઝ..

સર.. તમે મને જે કાંઈ આપ્યું છે, એની સામે હું પગ પકડીને આભાર વ્યક્ત કરવા સિવાય કાંઈ જ કરી શકવા સમર્થ નથી. મારું જીવન જ નથી સુધાર્યું તમે.. સર.. તમે મારા માં-બાપનું વર્તમાન પણ સુધારી દીધું છે. મારા ભાઈનું ભવિષ્ય સુધારી દીધું છે. સર, ભગવાન પાસે મેં વરદાન માગ્યાં હોત તો પણ એ આટલું તો ન જ આપી શક્યો હોત.

હું પગ છોડવા તૈયાર ન હતી.. પણ સરે મને પકડીને ઉભી કરી.

ઉપકારના ભાર હેઠળ દબાયેલું અને લાગણીથી અતિશય ભીનું થઇ ગયેલું મારું હૃદય મારા શરીરને ઢીલું પાડી ચૂક્યું હતું. સરની મદદથી ઉભા થઈને કોઈ અજાણ્યા જ ભાવાવેગમાં જ હું સરને વળગી પડી. સોફા પાસે ઉભેલા સર પણ સમતોલપણું ગુમાવીને સોફા પર બેસી ગયા.

મારું રડવાનું ફરી શરુ થઇ ગયું હતું. સર મને છોડાવવાની કોશિશ કરી રહ્યા હતા અને હું કોઈપણ ભોગે તેમણે વળગી રહેવા જોર કરી રહી હતી.

સર હવે બોલી ઉઠ્યા..

લીવ મી પ્લીઝ.. આઈ એમ નોટ ગોડ... હું સાધુ-સંત પણ નથી, એક સામાન્ય માણસ છું.. આવેશમાં મારી મર્યાદા ચૂકાઈ જાય એવું ન કર.. પ્લીઝ.. તું એક સર છોકરી છે. તારે હવે નજીકના ભવિષ્યમાં સરસ પાત્ર જોઈને લગ્ન કરી લેવાં જોઈએ. જિંદગીમાં સેટલ થઇ જા. એકલા જિંદગી કાઢવી બહુ કઠીન હોય છે.. હું મારા પોતાના અનુભવથી કહું છું. અને આટલી લાગણીશીલ ન બન.. બેટર.. ગો હોમ.. આમ પણ સન્ડે-મન્ડે રજા છે. મીટ યોર પેરેન્ટ્સ અને હવે તું જ એમને કહી દે કે એક સારું ઘર શોધવા લાગે.. રાઈટ..! પણ જોજે, એવી વ્યક્તિ હોવી જોઈએ જે આ જોબ ન છોડાવી દે.. આઈ કેન નોટ એફોર્ડ લૂઝીંગ યુ.. હમમ..

હું માંડ મારી જાતને કાબુમાં કરી શકી. વાતાવરણને નોર્મલ કરવાના હેતુથી સરે કહ્યું.. ચાલ આજ આપણે કોઈ રેસ્ટોરાંમાં જમવા જઈએ.

ના સર, આજ હું અહી કાંઇક મગાવું.. આપણે અહી જ જમીએ..

....

જમતાં જમતાં વાતો કરતાં કરતાં મને અચાનક કાંઇક ચમકારો થયો... જમતાં જમતાં હું વિચારોમાં ગરકાવ થઇ ગઈ, એટલે સરે ફરી મને જાગૃત કરી. મારા મગજમાં જાત-જાતના વિચારો ચાલી રહ્યા હતા.

જમીને બધું ઠેકાણે પાડીને બહાર લીવીંગ રૂમમાં સર બેઠા બેઠા ટીવી પર ઓલ્ડ સોન્ગ્ઝ જોઈ રહ્યા હતા, હું પણ ત્યાં જઈને બેસી ગઈ. આજ મને એવું લાગતું હતું કે ઓલ્ડ સોન્ગ્ઝ ખરેખર ગમે એવાં જ હોય છે. આટલા વિચારોમાં પણ ગીતો તો શબ્દશઃ સંભળાઈ રહ્યાં હતાં. દર એક વિચાર વચ્ચે ચમકારો થયા કરતો હતો. એ જ વખતે મેં સર સામે જોયું, સર પણ ટીવીને બદલે મારી સામે જોતા હતા, એમણે તરત નજર ફેરવી લીધી.

એક જ ક્ષણ દેખાયેલી સરની આંખો આજે મને રોજ કરતાં અલગ જ લાગી.. અલગ ખરી.. પણ અકળાવનારી નહી. પણ હા, સરની આંખો આજે ફરી જરા ભીની લાગતી હતી..!

વોલક્લોકમાં પાંચ વાગ્યાની બીપ સંભળાણી...

કોઈ ઉદ્દેશ વગર ટીવી સામે જોઈને બેઠેલાં અમારા બંનેના વિચારોમાં એકસાથે સળવળાટ થયો હોય એવું કાંઇક લાગ્યું.. કારણ હું કાંઇક બોલવા માંગતી હતી, પણ મને અટકાવી ને સર પહેલાં બોલ્યા...

તારું ગામ કેટલું દૂર થાય અહીથી ?

બસમાં બે-અઢી કલાક થાય..

રસ્તો સારો છે ને !!

હા.. એકદમ સરસ.. નેશનલ હાઈ-વે જ છે.. પછી રોડથી થોડું જ અંદર જવું પડે એવું છે.. પણ એ રસ્તો પણ સારો જ છે.

હમમમ.. ચાલ.. ઉભી થા..

શું કરવું છે સર ?

કમ.. ક્વિક..

....