Bhoutik Vigyaan ane buddh books and stories free download online pdf in Gujarati

ભૌતિકવિજ્ઞાન અને બુધ્ધ

શું ખરેખર ગૌતમ બુદ્ધ વિશ્વના સૌપ્રથમ ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાની હતાં?

ઓશો રજનીશે અનેક વખત ગૌતમ બુદ્ધ પર પ્રવચન આપ્યાં છે જેમાંથી અંગ્રેજીમાં આપેલ એક વક્તવ્યની અઢી મિનિટનો સારાંશ ઉપરોક્ત ટાઇટલ સાથે બંધબેસે છે. એનું ગુજરાતી ભાષાંતર નીચે મુજબ છે. ઓશોએ પોતે આપેલું ટાઇટલ હતું, Buddha is the first Quantum Physicist.

“બુદ્ધ દુનિયાના સૌપ્રથમ ક્વોન્ટમ ભૌતિકવિજ્ઞાની હતાં. 25 સદી પછી આઇનસ્ટાઇન એમને અનુસર્યા હતા. આઇનસ્ટાઇન અને બુદ્ધ બંને એક જ ભાષા બોલતા હતા અને એ ભાષા હતી આધુનિક ભૌતિક વિજ્ઞાન એટલે કે Modern Physics ની ભાષા. બુદ્ધ એમના સમય કરતા 25 સદી પહેલા આવી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેનું શરીર નાશ પામે છે, અદ્રશ્ય થઇ જાય છે. ભૌતિક ભાગ અદ્રશ્ય થાય છે પરંતુ અધિભૌતિક ભાગ, મન (અથવા મગજ) નો ભાગ એક તરંગ છે, એક સ્પંદન છે. મૃત્યુ સાથે એ તરંગ, એ સ્પંદન મુક્ત થાય છે. કહો કે પ્રસારિત થાય છે. જ્યાં પણ આ સ્પંદન માટે યોગ્ય હોય એવો ગર્ભ તૈયાર હશે, ત્યાં તે ગર્ભમાં પ્રવેશશે. અહીં સ્વયં જવાનું નથી હોતું. અહીં કોઈ અહંકાર નથી હોતો. અહીં કોઈ જ નોંધપાત્ર વસ્તુને જવાની જરૂર નથી. ત્યાં માત્ર ઉર્જાનું એક દબાણ છે. અહીં અગત્યની વસ્તુ એ છે કે ફરીથી એજ અહંકાર નું પોટલું કૂદકા મારે છે. એક ઘર અનુપલબ્ધ થઈ ગયું. એક શરીરને, જૂનૂ ઇચ્છાઓ, જીવનની વાસનાઓ વગેરે સાથે હવે વધુ જીવવું શક્ય નથી. બુદ્ધનો શબ્દ હતો તન હા. જીવન માટેની વાસનાઓ જીવંત છે. સળગતી છે. આ ઈચ્છાઓ જ કૂદકો મરાવે છે. હવે, આધુનિક ભૌતિક વિજ્ઞાન ને સાંભળો. ભૌતિક વિજ્ઞાનીઓ કહે છે કે પદાર્થ છે જ નહિ. તમે મજબૂત દિવાલ જોઇ શકો છો. તમે એની આરપાર નીકળી શકતા નથી અને એમ કરવા જતાં ઈજાગ્રસ્ત થઈ જશો. પરંતુ આધુનિક ભૌતિક વિજ્ઞાન કહે છે કે કશું જ મજબૂત નથી. કશું જ નક્કર નથી. એ તો માત્ર શુદ્ધ ઊર્જા છે જે વહી રહી છે. શુધ્ધ ઉર્જા અત્યંત ઊર્જા પૂર્વક વહી રહી છે કે જેથી તેની હલનચલન પદાર્થ (કંઇક નક્કર) દેખાવાનું ખોટું ચિત્ર એટલે કે ભ્રમ ઊભો કરે છે.” à ઓશો રજનીશ

બૌદ્ધ ધર્મ (Buddhism) દુનિયાનો ચોથા નંબરનો સૌથી મોટો ધર્મ છે. પરંતુ વૈચારિક રીતે અને તાર્કિક રીતે એ બીજા બધા ધર્મો કરતાં અલગ પડે છે. એ ધર્મમાં કોઈ એક કેન્દ્રસ્થ ઈશ્વર નથી. બુદ્ધના તર્કમાંનુ પહેલું પીંછું ‘Sunyata’ અર્થાત શૂન્યતા છે.

(1) Sunyata (શૂન્યતા) Voidness

* બુધ્ધના point of view થી Sunyata

à સુનયાતાએ મૂળ પાલી ભાષાનો શબ્દ છે, જે સંસ્કૃત શબ્દ શૂન્યતાઉપરથી ઉતરી આવ્યો છે. ચાઇનીઝ બુધ્ધીઝમ કલ્ચરમાં એને કોંગ’, જાપાનીઝમાં કુઅને કોરિયનમાં ગોન્ગ-સિઓન્ગકહે છે. શૂન્યતાનો મૂળભૂત અર્થ છે voidness અર્થાત ખાલીપણુ. અહીં કોઈ મટીરીયલ world અસ્તિત્વ ધરાવતું નથી. Materialism એક ભ્રમ છે. આ ખાલીપણુ એક એવી જગ્યા છે, જેમાંથી દરેક વસ્તુ પેદા થાય છે. આ ખાલીપણામાં નક્કર કંઈ નથી પણ દરેક ભૌતિક વસ્તુઓ પેદા કરવાની સંભાવના એમાં સમાયેલી છે. એમ કહો કે એક અદ્રશ્ય ક્ષેત્ર ફેલાયેલું છે, જેમાંથી કંઈપણ, પેદા તો થઈ શકે છે પણ એ (પેદા કરનાર) પોતે કંઇ પણ નથી. એ પોતે માત્ર શૂન્ય છે. આ emptiness (ખાલીપણુ) ને ચાઈનીઝ કલ્ચરમાં ‘Tao’ પણ કહે છે, જેના પરથી Taoism ની થીમ વિકસી છે. (ફ્રીટજોફ કાપ્રાનું વાંચવા લાયક પુસ્તક ‘The Tao of Physics’ પણ આ થીમ પર આધારિત છે.) હિન્દુ ધર્મમાં એને બ્રહ્મન’ (બ્રાહ્મણ નહીં પણ બ્રહ્મન કે બ્રહ્મણ) નામ અપાયું છે. આ emptiness માં અદ્રશ્ય ચેતના એક જ છે, જે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. જેમ કે તમે સ્વપ્ન જોતા હો અને સ્વપ્ન માં તમારા માતા-પિતા, પત્ની કે બાળકોને જુઓ, બીજા માણસો કે પ્રાણીઓને જુઓ, પણ મૂળભૂત રીતે તો એ બધું તમારા મગજનું જ પ્રોજેક્શન છે. એમ કહી શકાય કે સ્વપ્ન (તમારી રચેલી દુનિયા) માં તમે જોયેલા તમામ કેરેક્ટર્સ તમે પોતે જ છો. એ તમારા જ મગજની ઉપજ છે. બિલકુલ એજ રીતે આ સમગ્ર બ્રહ્માંડ જે ઊર્જાનો પ્રોજેક્શન છે એ જ ઉર્જા તમારા અને મારા, તમામમાં વ્યાપ્ત છે. તે અદ્રશ્ય ઊર્જા સિવાયનું materialistic કંઈ નથી માત્ર શૂન્ય છે.

* Physics point of view થી Sunyata

à 2015નું નોબેલ પ્રાઈઝ પીટર હીગ્સ અને ફ્રાંકોઇસ એન્ગલર્ટને મળ્યું ત્યારથી એ સ્પષ્ટ થઈ ગયું કે આખા બ્રહ્માંડમાં સળંગ અને સતત ફેલાયેલું હોય એવું એક હિગ્સ ફીલ્ડ આવેલું છે. હિગ્સ એક આખું ક્ષેત્ર રચે છે. આ હિગ્સ ફીલ્ડ સાથે દરેક કણ આંતરક્રિયા (interaction) કરે છે. એ આંતરક્રિયાથી જ કણને દળપ્રાપ્ત થાય છે. (આ હિગ્સ ફિલ્ડ પાછું હિગ્ઝ બોઝોન નામનાં કણનું બનેલું હોય છે, જેને ગોડ પાર્ટિકલ નામ આપવામાં આવ્યું. વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળા એવા CERN માં એ ડિટેક્ટ થયા પછી જ એનું નોબેલ પ્રાઈઝ અપાયું છે) પ્રકાશના કણ એવા ફોટોન જેવા અમુક કણો આ ફીલ્ડ સાથે કોઈ આંતરક્રિયા કરતા નથી અને એટલે જ એમનું કોઇ દળનથી. Zero mass વાળા કણ એટલે ફોટોન અને zero mass નો સીધો અર્થ એ કે હિગ્સ ફીલ્ડ સાથે no interaction. હિગ્સ ફિલ્ડ મૂળભૂત છે. બેઝિક છે. પરંતુ એના સિવાયના પણ Gauge Field જેવા કેટલાક quantum field છે, જે અદ્રશ્ય જાળાની માફક સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે, અને છતાં બ્રહ્માંડમાં જ્યાં પદાર્થ નથી (કે દ્રશ્યમાન ઊર્જા નથી) તેને આપણે શૂન્યવકાશ, ખાલીપણું કે emptiness કહીએ છીએ. આ emptiness જ તો કણના દળ સહિત દરેક મૂળભૂત ભૌતિક ગુણધર્મનું ઉદભવ સ્થાન છે. બ્રહ્માંડની નવરચનાઓની પાયાની ઈંટો આ શૂન્યતામાંથી (કે void માંથી) પેદા થાય છે. હવે, આ બધા જ ક્ષેત્રો સાથે કોઈ એક કણની આંતરક્રિયાની સંભાવનાને આધારે શૂન્યવકાશ (emptiness) ના એક plank સ્કેલ (10^-34 m) પર જેટલી ઊર્જા (દ્રશ્ય નહિ પણ અદૃશ્ય ઊર્જા) રહેલી હોય છે એને zero point energy નામ અપાયું છે. શૂન્યતાની આ zero point energy જનક છે કણની, પરમાણુની, અણુની અને સમગ્ર સૃષ્ટિની. આ zero point energy જીવનનો ધબકાર છે. મેડિટેશનને લગતી ડોક્યુમેન્ટ્રીમાં જે કોસ્મીક એનર્જી શરીર માં આવવાનો ઉલ્લેખ થાય છે એ આ જ ઝીરો પોઈન્ટ એનર્જીનો ઉલ્લેખ હોઈ શકે.

(2) Tat Tvam Masi (તત્વમસી) Oneness.

* બુદ્ધના point of view થી Oneness

à બુદ્ધ નો બીજો તર્ક હતો oneness એટલે કે એકાત્મતા. એને તમે connectedness પણ કહી શકો. અર્થાત્ કોઈ વસ્તુ, કોઈ જીવ અલગ નથી. બધા એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજા સાથે એકાત્મ છે. બ્રહ્માંડમાં આ બધું જ intimately interconnected છે. આપણે, અન્ય લોકો, આસપાસનું વાતાવરણ અને આ સમગ્ર વાસ્તવિકતાથી અલગ છીએ એ વિચાર પોતે જ ભ્રમ છે. અહીં બધું એક જ છે.

* Physics point of view થી Oneness

à ફિઝીક્સ પોઇન્ટ ઓફ વ્યુમાં આ વસ્તુ માટે એક જ શબ્દ છે Quantum Entanglement. મૂળતઃ ક્વોન્ટમ એન્ટેન્ગલમેન્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઇનના ભેજા ની ઉપજ હતી, પરંતુ ત્યાર પછી એ ક્વોન્ટમ ફીઝીક્સનો અત્યંત મહત્વપૂર્ણ ખ્યાલ બની ગયો.

à માનો કે તમારી પાસે બે કોણ છે બંને એક જ ઉદભવ સ્થાન માંથી ઉદભવ્યા છે અને તેથી ફિઝીક્સની રીતે બંને entangled