Suside sha mate ? books and stories free download online pdf in Gujarati

સ્યુસાઇડ- શા માટે?

"હરીફાઈ ચાલી છે આજે ધંધામાં
ચાલ્યો આવે છે એક રંગ સમાજમાં
વિચારનુ સ્તર નીચુ જાય છે આ સમયમા
કારણ તો ધણા છે જીદગી પુરી થવાના
તો પણ રસ્તો એક જ કેમ દેખાય છે આ સમયમાં".

ઘણા સમયથી આ વિષય પર લખવાનો વિચાર આવે છે. કાલે એક કાર્યક્રમ યોજાયો તેમાં હુ ગયો.

વક્તા ની ઉમર લગભગ પચાસ વર્ષ જેટલી હશે. વક્તા ની એક વાત મને ખૂબ ગમી. તેને કહ્યું આજથી ત્રીસેક વર્ષ પહેલાં આટલી બધી હરીફાઈ નહોતી, કે આટલું શીક્ષણ નુ ઉચ્ચ સ્તર નહોતુ,
માહીતી નુ આદાનપ્રદાન કરવા માટે ટેકનોલોજી નહોતી, કોમ્પ્યુટર, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર કે મેઈલ નહોતા તે સમયમા ઈન્ફોર્મેશન મેળવવા અને આપવા પણ તેમ છતા આપઘાતના બનાવો નહોતા બનતા અથવા રેર કેસમા બનતા.

એક જ પરીવાર ના બધા વ્યક્તિ એક સાથે ભોજન કરતા, એ પ્રેમ છલકાતો એક બીજાની આખોમા
પિતાને પુછયા વગર કાઈ કામ થતુ નહિ ઘરમાં તેમ છતા પણ પ્રેમ દેખાતો હતો એ સબંધોમા.

મે મનમાંજ તેનો જવાબ આપ્યો કે આજે ખોટ છે તો વિશ્વાસ ની, ખોટ છે તો વિચાર ની, ખોટ છે તો સરખામણી ની, ખોટ છે તો ભગવાન પરની શ્રદ્ધા ની, ખોટ છે તો છળકપટની, અને ખોટ છે તો દેખાવો કરવાની. થોડી જ પળોમાં કેટકેટલા વિચાર મારા મનમાં આવ્યા. અને ચાલ્યા ગયા

વક્તા તેની રીતે કે તેની દ્રષ્ટિએ સાચુ જ કહેતા હતા. પણ એ ત્રીસ-ચાલીસ વર્ષ પહેલા ની વાત કરતા હતા જે આજથી ઘણો વિપરીત સમય હતો. વક્તા અને મારા વિચાર ની સરખામણી કરવા જઈ રહ્યો છું. હુ

આજથી ત્રીસ વર્ષ પહેલા આટલી હરીફાઈ નહોતી. પણ આજે ડગલે ને પગલે હરીફાઈ જ છે.
આજથી ત્રીસ વર્ષ પહેલાં લોકોમાં સંતોષની લાગણી હતી કે જેટલું મળશે અને જેવુ મળશે તેમા ચલાવી લઈશુ, આજે આટલા વર્ષો બાદ એ લાગણીઓ જાણે ધોવાઈ ગઈ હોય તેવુ લાગે છે.
ત્યારે હરીફાઈ નહોતી અને લોકોમાં સંતોષ હતો
આજે હરીફાઈ છે પણ લોકો મા સંતોષ નથી.
સમય પ્રમાણે ઘર ચલાવવા પૈસા કમાવા જોઈએ તેમાં ના નથી પણ માત્ર દેખાદેખી કરવી, કે સરખામણી કરવી એ કેટલુ યોગ્ય.

આપણો મીત્ર કે આપણા કોઈ સગાસંબંધી મહીને લાખ રૂપિયા કમાઈ છે તો તેની હેસિયત પ્રમાણે રહેશે, કપડાં પહેરશે, અને રહેશે જયારે આપણે પંદર હજાર કમાઈ એ છીએ તો આપણે આપણી રીતે રહીએ, થોડામાં પુરૂ કરીએ. આ વાત માત્ર સમજાય જાય પરીવારના લોકોને તો ઘણા આપઘાત આપોઆપ રોકાઈ જશે

xyz ભાઈએ પોતાની દિકરી ના લગ્ન મા પંદર લાખનો ખર્ચો કર્યો તો હુ શુ કામ પાછો પડુ આ એક હુ ના ચક્કર મા તે વ્યક્તિ વ્યાજે બહારથી પૈસા ઉપાડશે અને તે વ્યાજમા ફસાઈ છેવટે આત્મહત્યા કરશે. જો આ એક 'હુ' શબ્દ ને આપણે બહાર કરીએ તો આપોઆપ ઘણા બાળકો અનાથ થતા અટકી જશે. ઘણા કુટુંબ વેરવિખેર થતા અટકી જશે

આજથી ત્રીસ વર્ષ પહેલા ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના સાધનો નહોતા, તે સમયે જે ફિલ્મો રીલીઝ થતી, તેમાં કયાય આપઘાત ના બનાવ બતાવવામાં નહોતા આવતા. આજના સમયમાં ટેકનોલોજી ના આટલા વિકાસ બાદ અને ભણતરનુ સ્તર ઉચ્ચુ લાવીને આપણે અફવા બજાર ચાલુ કરી દીધું. જેના કોઇ પૈસા નથી મળવાના છતા જો કોઇ ખરાબ ઘટના બને, કોઇ આપઘાત કરે તો તેના મેસેજ આખા દેશમાં ફેલાઈ જાય. આજે રિલીઝ થતી ફિલ્મોમા આપઘાત ના બનાવ ચોખ્ખા બતાવવા મા આવે છે. કોઇ આપઘાત કરે એટલે તરત સમાજ મા અફવા નો દોર જામી જાય. આશ્વાસન કે દિલાસો આપવાને બદલે ખોટી વાતો ફેલાવવાનુ ચાલુ થઈ જાય. લગભગ આવુ નહોતું આજથી ત્રીસ-ચાલીસ વર્ષે પહેલા

આજથી ત્રીસ વર્ષ પહેલાં પિતા-પુત્ર વચ્ચેના સબંધ મા પ્રેમ હતો. પિતાને પુછ્યા વગર દિકરો કે દિકરી કામ ન કરે, આત્મીયતા અને વિશ્વાસ નો સેતુ હતો એ સબંધમા. આજે સમય બદલાયો અને તેની સાથે વાતાવરણ બદલાયુ. આજે સમાજમાં અમુક ઘરોતો એવા છે જયા પિતા પુત્ર ને પુછીને કામ કરે છે. દિકરો ઘરે કોલેજ જાવ છુ એમ કહીને નીકળે અને પછી કોઇ બગીચામાં પોતાની ગર્લફ્રેન્ડ જોડે સમય પસાર કરતા હોય. કોલેજમાં કલાસ બંક કરી કોલેજના ગેટની બહાર ગાડી સ્ટેન્ડ પર ચડાવી, શર્ટ ના બટન ખુલ્લા રાખી રોમીયોગીરી કરે અને તેમાં તેને પોતાની મર્દાનગીનો અનુભવ થાય છે. કેમ કે તે ઘરમાં તો આવુ નથી કરી શકવાનો. એક છોકરી બેગમાં કપડાં નાખી તેની મમ્મીને કહે છે હુ મારી સહેલીને ત્યાં વાચવા જાવ છુ અને ઘરેથી નીકળી પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે.

સચ્ચાઈ એ છે કે આજે કોઈને કોઈ વ્યક્તિને પારખતા જ નથી આવડતું. બે વ્યક્તિ વચ્ચે ના સબંધ મા વિશ્વાસ ઓછો થતો જાય છે. આજે એક બાપને એ ખબર નથી હોતી કે તેનો દિકરો કયા જાય છે. શું કરે છે સબંધો વચ્ચે નો સેતુ આજે ડગમગી ગયો છે. દિકરો પોતાના મનની વાત તેના પિતા સમક્ષ રજુ નથી કરી શકતો તેમાં તેને ડર લાગે છે. મનમાં ને મનમાં તે ગુચવાયા કરે છે અને ડિપ્રેશન નો ભોગ બને છે. અને છેવટે તે જીવન ટુકાવે છે. આજની યુવા પેઢી ની હકીકત એ છે કે તેને બધી બાબતોમાં પોતાની સાબીતી આપવી પડે છે. એટલો વિશ્વાસ પણ નથી હોતો એક મા- બાપને તેના દિકરા પર.
સંવેદના અને એક બીજા પ્રત્યેની લાગણી ઓછી થતી જાય છે. પિતા પોતાનો ગુસ્સો બાળકો પર ઠાલવે છે. એથી જ્યારે તે બાળકોને પોતાની અંગત વાત શેર કરવી ત્યારે તે ડરે છે.

આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં ટેકનોલોજી નો આટલો વિકાસ નહોતો. લોકો પોતાના આપબળે આગળ વધ્યા, ખરાબ પરીસ્થિતિનો તેમણે અનુભવ કર્યો, દિવસ-રાત ઉજાગરા કરી કામ કરતાં અને જ્યારે તે માણસ ઘરે આવે ત્યારે તે બધાની સાથે બેસીને જમતો. તે જમવામા મિઠાસ હતી પ્રેમ હતો. એક પિતા પોતાના દિકરાને મહેનત કરી આગળ વધવાનુ શીખવતા એટલે ત્યારે માણસની , વસ્તુની અને કામની કિંમત હતી
"એક ભુખ્યા માણસને જ એક રોટલી ની કિંમત હોય" . તે સમયે ટેકનોલોજી નો વિકાસ નહોતો થયો છતાં ત્યારે જે વડીલો દ્વારા આગાહી કરવામાં આવતી તે સચોટ અને સાચી સાબિત થતી.

આજે આટલા વર્ષો બાદ ટેકનોલોજી ની મદદથી જે આગાહી કરવામાં આવે છે તે પણ ખોટી હોય છે. આ છે આપણુ આજના શીક્ષણ નુ સ્તર.
આજથી ત્રીસ વર્ષ પહેલાં વિધાર્થીઓ એક ગામથી બીજે ગામ ચાલીને સ્કુલે જતા. આજના વિદ્યાર્થીઓને બધી સગવડો તૈયાર મળે છે. સ્કુલે જવા બસ તૈયાર મળે છે એટલે કદર નથી.

કયારેક શીક્ષણ વિશે તે લોકોને ને મળીને પુછવુ જેણે કદી સ્કુલ નથી જોઈ. વગર શીક્ષણે તે લોકો મહેનત કરીને પોતાના પરિવાર નુ પેટ ભરે છે
જયારે એક કોલેજ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ સારી પોઝીશન અને સારી નોકરી શોધવા ના ચક્કર મા પોતાની જીદંગી ના મહત્ત્વ ના વર્ષો ગુમાવે છે.
પાછળ ફરીને જયારે જુએ ત્યારે ખબર પડે કે હવે તો સમય જતો રહ્યો છે. આખરે કોઈ સારી નોકરી ન મળે એટલે આત્મહત્યા કરે છે. આ બધાના મુળમાં તો છેવટે તેની આજુબાજુ નુ વાતાવરણ અને પરિવાર જ જવાબદાર હોય છે.

જો એ જ છોકરો પોતાના વિદ્યાર્થી કાળમાં ટાઠ , તડકોને ગરમી સહન કરી આગળ વધ્યો હોય તો કદી આ દિવસ ની નોબત જ ના આવે. એક વિસ વર્ષનો છોકરો ભણીગણીને ગ્રેજ્યુએટ થાય , લાખો રૂપિયા તેના ભણતર મા ખર્ચ કરીએ અને પરિણામ શુ? સ્યુસાઇડ
એક મજુર નો વિસ વર્ષનો દિકરો તેના પિતાની મદદ કરશે, ભણતર મા તે ભલે પાછળ હોય પણ મહેનત મા તે એક ગ્રેજ્યુએટને ટક્કર આપશે અને કદી સ્યુસાઇડ પણ નહીં કરે.

ધર્મની વાત કરૂ તો આજથી ત્રીસ વર્ષ પહેલાંના માણસો હોય કે બાળકો ભગવાન પ્રત્યે ગાઠ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હતા. વડીલો ને માન-સન્માન આપવા, કોઇ સામે મળે તો જય શ્રી કૃષ્ણ કહેવું, મંદિરે જવુ, સત્સંગ કરવો...આ બધુ કરતા હતા.

આજના યુવાનો ને મંદિરમાં જવાનો કંટાળો આવે, કોઈને જય શ્રી કૃષ્ણ કહેતા શરમ આવે, કપાળ કંકુ નુ ટીલક કરતા શરમ આવે છે
મારા દસમા ધોરણના એક શિક્ષકે ખુબ સરસ વાત કરેલી કે "તમે કોઇ પણ સંપ્રદાયમા માનતા હોય, મંદિરે કે બેઠકજી દિવસમા એક વાર જરૂર જવુ, જેટલા તમે ધર્મથી દુર થતા જશો એટલા આ સંસાર રૂપી દરીયામાં તણાઈ જશો, અને એક દિવસ એવો આવશે જયારે તમને તમારી ભુલ સમજાશે અને બહાર નીકળવાનો પ્રયત્ન પણ કરશો તો પણ બહાર આવી નહીં શકો"

આજના માતા પિતા ને દિકરો પરિણામ શુ લાવ્યો તે જોવુ છે. મારા દિકરાને બાજુ વાળાના છોકરા કરતા વધુ ટકા આવવા જોઈએ બસ તેની જીદ પુરી કરવા દિકરા પર પ્રેશર આપે, કયાય બહાર ન જવા દે અને પછી પેલો ડરી ડરીને મહેનત કરે પછી જ્યારે તેને લાગે કે મારૂ પરિણામ સારૂ નથી આવવાનું એટલે પોતાની જાતને સમાપ્ત કરી દે.
દેખાદેખી કરવાને બદલે તે જ બાળક ને મુક્ત પણે ફરવા દેવામાં આવે, ધાર્મિકતા અને સંસ્કારનુ તેનામાં સિંચન કરવામાં આવે ત્યારે તે બાળકનુ ભણતર નુ ભલે ગમે તે પરિણામ આવે પણ જીદંગી ના પરિણામ મા તે અવ્વલ જ રહેશે

ધર્મ વિશેની સાચી સમજ અથવા ધાર્મિકતા આત્મવિશ્વાસ અને હકારાત્મક વિચાર આ આપણને આપણા આજુબાજુ ના વાતાવરણ માથી કે ઘરમાંથી જ મળતુ હોય છે. અને જેટલા લોકો સ્યુસાઇડ કરતાં હોય છે તેમાં આ ત્રણ વસ્તુની હંમેશાં અછત હોય હોય અને હોય જ છે.

ત્રણ વખત હોય કહેવાનો મારો અર્થ એ છે કે હું 100% વિશ્વાસ સાથે કહી શકુ છુ અને ચેલેન્જ પણ આપી શકુ છુ. કે જો તેનામાં આત્ ત્રણ બાબતો હશે તો તે કદી વિચાર પણ નહી કરે સ્યુસાઇડનો....

......સમાપ્ત......