Zindagi - ek safar books and stories free download online pdf in Gujarati

ઝીંદગી- એક સફર

ભાગ - ૧

અમીનાહ તણાવની પરિસ્થિતિ માં ખુરશી પર બેસેલી હતી.તેને જોઈને તેની મમ્મી એ તેને પૂછ્યું “શુ થયું બેટા? કેમ ચૂપચાપ બેઠી છું?" અમીનાહ એ તેના મમ્મી ને જવાબ આપતા કહયુ કે “કાલે મારી પરીક્ષા નું પરીણામ આવવાનું છે એટલે મને ચિંતા થાય છે કે સારું પરીણામ નહીં આવે તો!”
તેની મમ્મી એ કહ્યું કે“ ચીંતા ના કર બેટા અલ્લાહ બધું સારું કરશે.ચલ હવે જમી લે.”
“હા જમી લવ છું. તમે લોકો જમવાનું ચાલુ કરો હું આવું હાથ-પગ ધોઈને”અમીનાહ એ તેની મમ્મી ને જવાબ આપ્યો.

અમીનાહ એક મુસલમાન મધ્યમ પરીવાર માંથી આવતી હતી.તેના કુટુંબ માં તે તેની મમ્મી રાઝિયા અને તેની બે બહેનો શબાના અને મરિયમ હતા.અમીનાહ ના પિતા શાબીરભાઈ એ તેની મમ્મી રાઝિયા સાથે છૂટાછેડા લીધે 10 વર્ષ થયાં હતાં.અમીનાહ ના પિતા શાબીરભાઈ ને છૂટાછેડા લેવાનું કારણ એટલું જ હતું કે રાઝિયા તેમને એક છોકરો ના આપી શકી અને બદલામાં ત્રણ છોકરી આપી.10 વર્ષ ના સમયગાળા માં શાબીરભાઈ એ બીજા નિકાહ કરી લીધા અને તેમની બીજી પત્ની થી તેમને એક છોકરો થયો જેનું નામ તેમને વસીમ રાખ્યું હતું.પણ રાઝિયા એ બીજા નિકાહ કરવાને બદલે ત્રણ છોકરી ના ભવિષ્યની ચિંતા કરી ને તેમને ભણાવવા પર ધ્યાન આપ્યું અને પોતે પોતાની ઝીંદગી નું વિચાર્યા વગર જ એક શાળા માં ભણાવવાનું શરૂ કયું અને શાળા એ થી આવીને ટયૂશન શરૂ કર્યા.આ બધા માંથી જે મળતું તેના થી તે પોતાનો અને ત્રણ છોકરીઓનો ખર્ચો ઉપાડતી હતી.
આખરે અમીનાહ ની પરીક્ષા નું પરીણામ આવી ગયું
તે સારા નંબરે પરીક્ષા માં પાસ થઈ હતી.આ વાત ની જાણ રાઝિયા ને થતા તેની ખુશી નો પાર ના રહ્યો.
“જો બેટા મેં કીધું હતું ને કે અલ્લાહ બધું સારું જ કરશે”
“હા મમ્મી પણ હવે કૉલેજ માં એડમિશન માટે ની ચિંતા!”
“બેટા ચિંતા ના કર અત્યાર સુધી બધું સારું જ થયું છે તો હવે આગળ પણ બધું સારું જ થશે"રાઝિયા એ અમીનાહ ને કહ્યું
અમીનાહ એ કૉલેજમાં એડમિશન માટે ની તૈયારી શરૂ કરી.અમીનાહ ના સારા નંબર હોવા થી તેને શહેર ની સારી કૉલેજ માં એપ્લાય કર્યું.અને અમીનાહ ના સારા નંબર હોવા થી તેને શિષ્યવૃત્તિ પણ મળી ગયી અને કૉલેજમાં એડમિશન પણ મળી ગયું.
આખરે કૉલેજ નો પહેલો દિવસ આવી ગયો.
“ચલ બેટા ઉભી થા કૉલેજ જવાનું મોડુ થશે તો સમયસર બસ પણ નહીં મળે અને પેહલા જ દિવસે મોડુ થઈ જશે"રાઝિયા એ અમીનાહ ને જગાડતા કહ્યું.
રાઝિયા અને અમીનાહ તૈયાર થઈને બસ સ્ટેન્ડ તરફ નીકળ્યા રસ્તામાં જતા રાઝિયા નું એક ચપ્પલ તૂટી ગયું.
“યા અલ્લાહ મારે મોડું થઈ જશે હવે પાછી ઘરે જઈશ તો વધારે મોડું થશે એના કરતાં શાળા ની બહાર થી મોચી પાસે થી સંધાવી લઇસ."મન માં ને મન માં રાઝિયા બોલી.
“શું થયું અમ્મી કેમ આવી રીતે ચાલે છે?"અમીનાહ એ પૂછ્યું
“કઈ નહીં બેટા બસ આ ચપ્પલ તૂટી ગયું છે”રાઝિયા એ જવાબ આપતા કહ્યું
“લાવ અમ્મી હું ઘરે જઈને બદલી આવું ત્યાં સુધી તમે મારા ચપ્પલ પહેરી ને શાળા એ જતા રહો હું ઘરે જઈને બદલીને જતી રહીશ"અમીનાહ એ રાઝિયા ને કીધું.
“ના બેટા હું શાળા એ જઈને સંધાવી લઈશ અને તું ઘરે જઈશ પાછી બસ સ્ટેન્ડએ આવીશ એટલા માં બસ જતી રહેશે અને તારે મોડું થશે એના કરતાં તું ચાલ મારી સાથે અને ચપ્પલ જ તૂટ્યું છે બીજું કશું નથી"રાઝિયા એ કહ્યું
“અમારા જીવન માં કેટલી બધી તકલીફો છે.હું ના હોત તો અમ્મી ને આટલી બધી તકલીફો સહન ના કરવું પડેત અને શાંતી થી નોર્મલ લોકોની જેમ જીવન ગુજારતી હોત કઈ નહીં હવે હું નોકરી કરી ને બધી તકલીફો દૂર કરી દઈશ”મન માં ને મન માં અમીનાહ બોલી.
બસ સ્ટેન્ડ એ બંને માં દીકરી પહોંચી પોત પોતાની બસ પકડીને રવાના થયા.
અમીનાહ નો કોલેજ માં પહેલો દિવસ હોવા થી ચોખ્ખું નજર આવતું હતું કે તે સંકોચ અનુભવી રહી છે. તેના મન માં ચાલતું હતું કે મેં ખોટી જગ્યા એ એડમિશન લીધું અહીંયા બધા મોટા અને અમીર ખાનદાન વાળા જ ભણવા આવે છે મારા જેવા મિડલ ક્લાસ વાળા નું શુ કામ.એ લોકો કેવા તૈયાર થઈને આવ્યા છે અને હું ચુડેલ જેવી લાગુ છુ.
એવા માં એક છોકરાનો પ્રવેશ થયો.તે દેખાવ માં સ્માર્ટ હતો.એની સાથે એના બે મિત્રો પણ હતા.એ છોકરો જેવો જ વર્ગખંડમાં પ્રવેશ્યો તેવો જ તે બધી છોકરીઓ નું આકર્ષણ નું કેન્દ્ર બની ગયો કારણ કે તે દેખાવ માં સારો અને એનું વર્તન પણ સારું અને મળતાવડા સ્વભાવ વાળો હતો.અને એનું નામ હતું ઈશાન.ઈશાન એ અમીનાહ ની સામે જોયું.ઈશાન ને અમીનાહ એક જ નજર માં ગમી ગયી.ઈશાન ઘરે ગયો તો પણ તેની સામે વારંવાર અમીનાહ નો ચેહરો દેખાતો હતો.
ઈશાન એક અમીર અને ભણેલા ગણેલા હિંદુ પરીવાર માંથી આવતો હતો.તેના પપ્પા નિખિલભાઈ નો અમદાવાદમાં એક રાજકારણી પાર્ટી માં નેતા હતા અને અમદાવાદમાં તેમનું નામ હતું અને ઈશાન ની મમ્મી દિવ્યા એક N.G.O. ચલાવતા હતા અને સાથે સાથે સામાજીક કાર્યો કરતા હતા.ઈશાન તેના માતા -પિતા નો એક નો એક નો પુત્ર હતો એટલે તે લાડ માં ઉછરેલો હતો.તેને મોટો કરવામાં તેના માતા પિતા એ કોઈ ખામી રાખી નોહતી.
અમીનાહ કૉલેજ થી ઘરે આવી ગયી.
“કેવો ગયો આજનો કૉલેજ નો પહેલો દિવસ?"શબાના એ અમીનાહ ને પૂછ્યું.
“કેવો જવાનો હતો જેવો રોજ દિવસ જાય છે એવો જ આજે શુ નવું થવાનું હતું?”અમીનાહ એ જવાબ આપતા કહ્યું
“મારા સવાલ નો સીધો જવાબ આપતા કઇ થાય છે તને જ્યારે પણ કોઈ સવાલ પૂછું તો એનો ઉંધો જ જવાબ આપે આપે છે"શબાના એ હસતા હસતા કીધું.
“આમાં વળી શુ હસવાનું હતું!સારું ચાલ હું જમી ને ભણવા બેસું છું"અમીનાહ એ શબાના ને કીધું
શું ઈશાન ને તેનો પ્રેમ મળી શકશે?આ માટે જાણવા વાંચતા રહો ઝીંદગી-એક સફર