Hum tumhare hain sanam - 21 books and stories free download online pdf in Gujarati

હમ તુમ્હારે હૈ સનમ - 21

હમ તુમ્હારે હૈ સનમ

(ભાગ-૨૧)

આયત ના અબ્બુ એને લઈને ઘરે આવે છે. આયતના અમ્મી જેમ એક દુશ્મન ને મળે એમ એની તરફ આવે છે.

"આવી ગઈ લુતા લમણે પાછી? ચાલ અંદર...."

આયત ના અમ્મી એને રૂમમાં લઇ જઈને બેડ પર પટકે છે.

"મને તો હતું તું હજી બે ચાર દિવસ ઢોંગ કરીશ, અમે કેટ કેટલી આજીજી કરીશું ત્યારે આવીશ, મને શું ખબર હતી કે તારા અબ્બુ ની ખોટી વાત કોઈ માની લેશે..."

"રુખશાના દીકરી ને આમ ન કર એ આવી ગઈ છે ને તો હવે શાંતિ રાખ..."

"શાંતિ શું રાખું, ગામમાં જવાબ શું આપીશ કે નિકાહ ના દિવસે છોકરી ભાગી ગઈ..."

"જવાબ હું આપીશ અમ્મી, એ પણ એવો કે કોઈના અમ્મી અબ્બુ ક્યારેય જબરદસ્તી નિકાહ ન કરાવે...."

"મારી સામે બોલે છે..." એમ કેહતા રુખશાના એક થપ્પડ મારે છે.

"દીકરી ને ના માર રુખશાના..." સુલેમાન રુખશાના નો હાથ પકડી ને મારતા રોકે છે.

"હું તો માનતી તી કે મારી આયત આખા ગામ માં સૌથી સારી છે , પણ જુવો આતો પોતાના પ્રેમી માટે અમ્મી ને પણ સંભળાવે છે..."

"અમ્મી હું એમ નથી કહેતી હું સારી છું. મારા જેવી ઘણી છોકરીઓ હશે પણ ખુદા કસમ તમારા જેવી એક જૂનાગઢ માં નથી, જૂનાગઢ તો શું આખી દુનિયા માં નથી..."

"હરામખોર મારી સામે જીબ ચલાવે છે... છોડો સુલેમાન તમે મને હું આને આજે માર્યા વગર નહીં મુકું..."

"એવું ન કર રુખશાના જવાન દીકરી ને ન માર..." આટલું કહી સુલેમાન એનો હાથ પકડી ને બહાર લઇ જાય છે

"જો રુખશાના શાંત થા, હું બહુ આજીજી કરી ને એને અહીં લાવ્યો છું..."

"હા એતો મેં જ તમને મોકલ્યા હતા એને લાવવા હવે જોવું છું કેવા આવે છે એ આપણી ઘરે..."

સુલેમાન ગુસસે થઇ રુખશાના ને બેડરૂમ માં લઇ જાય છે.

"જો રુખશાના તે મને કસમ આપી ને મોકલ્યો હતો અને કહ્યું હતું કે ગમે તે ખોટું બોલી ને લાવજો પણ હું સાચી દાનત થી ખુદા ને સાક્ષી માની ને કુરાન પર હાથ રાખી ને વચન આપી ને આવ્યો છું ને હું એના લગ્ન અરમાન સાથે કરાવીશ..."

"તમારું મગજ તો ઠેકાણે છે?"

"હા છે, હું પુરા હોશ હવાશ માં જીબ આપી ને આવ્યો છું..."

"એ નહિ બને સુલેમાન... હું મરીસ તો જ આ લગ્ન થશે..."

"હા તો મરી જા રુખશાના પણ હવે હું મારી જીભ તારા કારણે નહીં ફેરવું...."

સારા આયત ની ઘરે આવે છે. એ સીધી આયત પાસે છત પર જ જાય છે.

"આયત તું ફરી પાછી આવી ગઈ?"

"હા , પ્રેમ કરવા માટે મારી ઉંમર નાની પડી..."

"તને હવે ભાન પડી..."

"શું કરું જજ સાહેબે કહ્યું ત્યારે સમજી... "

"તે બહુ ભૂલ કરી એ જ દિવસે જેતપુર ની જગ્યા એ રાજકોટ જઈને લગ્ન કરી લીધા હોત તો હાલ તો તું શાદીસુદા હોત..."

"હા લગ્ન તો એ દિવસે નાની ને ત્યાં પણ થઇ જાત પણ કિસ્મત પોતાનું સમયપત્રક લઈને જ ચાલે છે. મારા કિસ્મત ને એ મઁજુર નહીં હોય..."

એટલામાં ડેલી ખખડવાનો અવાજ આવે છે. સારા છત પરથી જુવે છે. ડેલી ખુલતા આયત ના નાની અને આબિદ અલી આવે છે.

"આયત તારા માસા ને નાની આવ્યા છે..."

રુખશાના અને સુલેમાન એમને આવકારો આપે છે. આયત પણ એમને મળી ને ઉપર જાય છે. રુખશાના એને બહાર આવી ને રોકે છે.

"ઓલો હરામી પણ આવ્યો હશે નઈ?"

"ના અમ્મી મને ખબર છે એ હવે નઈ આવે..."

આટલું કહી આયત ઉપર સારા પાસે જાય છે.

"તને કેમ ખબર અરમાન નથી આવ્યો?"

"પ્રેમ માં આભાસ થાય સારા..."

"અચ્છા તો તને ફરિસતા આવી ને કહી જાય છે એમ?"

"પ્રેમ કરો એટલે દિલ ફરીસ્તો બની જાય...."

"હા તો એ કે તારા લગ્ન ક્યારે થશે?"

"ફરિસતા ફક્ત મુલાકાત ની માહિતી આપે છે..."

"નીચે આજે તારા લગ્ન ની વાત થશે જો આજે પણ તારા અમ્મી અબ્બુ ના કહી દેશે તો?"

"મને ખબર છે અમ્મી ક્યારેય હા નહીં કહે..."

"તો પછી શું થશે... મને તો દર લાગે છે આયત..."

"એમાં શું ડરવાનું, તું કેમ ડરે છે?"

"એના લગ્ન બીજે થઇ જશે તો ?"

"થઇ જવા દે..."

"તને જરાય ડર નથી લાગતો?"

"ના સારા તારી કસમ જરાય નહીં... હું તો એ છોકરી ને પણ ખુબ પ્રેમ કરીશ જેની સાથે એ પરણશે..."

"એ તો ખોટી વાત..."

"વિશ્વાસ નથી આવતો, અજમાવીને જોઇલે..."

"કેવી રીતે અજમાવું..."

"તું કરી લે અરમાન સાથે નિકાહ... ખુદા કસમ મોઢું ચૂમી લઈશ તારું..."

સારા આ સાંભળી સ્તબ્ધ થઇ જાય છે. નીચે લિવિંગ રૂમમાં વાતો ચાલે છે.

"હા તો બોલો આબિદ ભાઈજાન કેમ આવ્યા આજે અહીં?"

"જો સુલેમાન તે મને વચન આપ્યું મેં એ વિશ્વાસ કરી ને માની લીધું કે લગ્ન થશે. પણ આપણે નિકાહ વહેલા કરી લઈએ અને અમે આયત ને ત્રણ વર્ષ પછી લઇ જઇએ..."

"શેનું વચન આબિદ અલી.... હું તો હાજર નહોતી..." રુખશાના બોલી

"ઓય કાળમુખી તું ચુપ બેઠ... અમે સુલેમાન સાથે વાત કરીયે છીયે..." નાની બોલ્યા.

"અમ્મી જી એને બોલવા દો હું છું ને અહીં..."

"પણ એ ના શું કામ ને પાડે છે.."

"મારી દીકરી છે, મારી મરજી વગર હું પણ જોવું છું કેમ નિકાહ થાય છે..."

"રુખશાના તું ચુપ બેસ... હું આબિદ અલી ને વચન આપી જે આવ્યો છું ને આ નિકાહ કોઈ પણ હાલત માં હું કરાવીશ..."

"કોને પૂછી ને વચન આપ્યું તું?"

"મેં ખુદા ને સાક્ષી રાખી, કુરાન નો હલફ લઈને પુરા સાચા ઇરાદા થી વચન આપ્યું અને એમાં મારે કોઈ ને પૂછવાની જરૂર નથી... સમજી..."

"હોતો તમે જ કરી લો વાત હું તો આ ચાલી"

રુખશાના ઉઠી ને ભાર ચાલી જાય છે.

"હા તો બોલો ભાઈજાન ક્યારે કરવો છે નિકાહ..."

"પણ રુખશાના નું શું કરશું?"

"એને હું સંભાળી લઈશ તમે ચિંતા ન કરો..."

"જોજે નિકાહ ના દિવસે ફરી ન જતો..."

"હા અમ્મી જી હું કહું એ પથ્થર ની લકીર..."

"સારું તો આવતા રવિવારે નિકાહ ...."

"હા મને મંજુર છે આબિદ અલી... હું મરી જાઉં કે રુખશાના નિકાહ તો રવિવારે જ થશે..."

સારા પોતાના ઘરે જાય છે અને આયત ના નાની એને મળવા ઉપર પહોંચે છે.

"બેટા ગળે મળ ખુશી ના સમાચાર છે..."

"શું ખુશી...?"

"બસ જો હવે રવિવાર સુધી રાહ જોઈ લે પછી જે માંગીસ એ મળશે..."

"શું મળશે?"

"અરમાન મળશે બેટા... તારા અબ્બુ માની ગયા છે ને આવતા રવિવારે નિકાહ છે તમારો..."

"અમ્મી માની ગયા છે?"

"ના પણ એને તારા અબ્બુ સાંભળી લેશે..."

"તો તો નઈ થાય નિકાહ નાનીમાં..."

"બેટા એવું ન વિચાર આજે મેં તારા અબ્બુ ની હિંમત જોઈ છે..."

"અમ્મી તમારા બધા થી તાકાતવર અમ્મી છે. એ આ નઈ થવા દે..."

"હા તો લગાવી લે શરત.. જો નિકાહ થાય તો તારે મને પચાસ રૂપિયા આપવાના અને ના થાય તો હુ તને પાંચ હજાર આપીશ..."

"હા લાગી ગઈ શરત નાનીમાં... બસ જો હું શરત હારી જાઉં એ દુઆ કરજો..."

આબિદ અલી અને નાનીમાં ત્યાંથી નીકળે છે. ચોકમાં રાત્રે રિક્ષાવાળા કાકા હોય છે.

"આવો ભાઈજાન... બેસો ક્યાં જશો.."

"બસ સ્ટેશન જવું છે, દસ વાગ્યા વાળી બસ મળી જશે ને?"

"ના સાળા દસ વાળી મળશે... "

"કેટલા પૈસા લેશો?"

"પૈસા તો હું ના લઈ શકું... બસ એમ કહો ખુશી ના શું સમાચાર છે?"

"ખુશી ના સમાચાર એટલે?"

"સુલેમાન ભાઈ એ હા કરી કે નહીં?"

"શેની હા?"

"ભાઈજાન તમારો અરમાન મારી જ રિક્ષામાં અવારનવાર આવે છે અને આયત પણ મારી જ રિક્ષામાં સ્કુલ જાય છે.."

"હા હા આ રવિવારે નિકાહ છે..." નાની બોલ્યા

"અલ્લાહ નો કરમ છે ચાલો..."

"પણ તમે આટલા ખુશ કેમ છો ભાઈ?"

"જેની રિક્ષામાં સારા મુસાફરો આવતા જતા હોય એની સાથે એક સંબંધ બંધાઈ જાય સુખ , દુઃખ નો મારો પણ એ બંને બાળકો પ્રત્યે એ જ સંબંધ છે..."

"અચ્છા તો તમે પણ રવિવારે નિકાહ માં આવી જજો અમે દાવાત આપીએ છીયે..."

"જી જરૂર ભાઈજાન હું પહોંચી જઈશ..."

આબિદ અલી અને નાની ના ગયા પછી રુખશાના સુલેમાન પાસે આવે છે.

"તમે મને અત્યારે ને અત્યારે જ તલાક આપો..."

"રુખશાના શાંત થા..."

"મારે કઈ નથી સાંભળવું...."

"આપણાં પાંચ સંતાનો છે તને કઈ ભાન પડે છે..."

"મારે એ કઈ નથી સાંભળવું...."

"રુખશાના એમના પર દયા કર... એ બંને આપણ ને દુવા દેશે...એમને એક થઇ જવા દે..."

"હું મરી જઈશ પણ એક નહીં થવા દઉં..."

"મેં વાત કરી લીધી છે, આ રવિવારે નિકાહ છે.. એ બંને ખુબ પ્રેમ કરે છે હવે હું એમને વધુ નહીં તળપાવું..."

"અચ્છા એવું છે? પ્રેમ કરવા વાળા ને મળાવવાનો ઠેકો લીધો છે એમ? તો મને પણ મળાવો..."

"તને કેમ?"

"મારો પણ પ્રેમ હતો ચૌદ વર્ષ નો... મારી બેન ભરખી ગઈ મારા પ્રેમ ને..."

"શું બોલે છે તું?"

"ઉડી ગયા ને હોશ? મારા પણ એમ જ ઉડે છે. હું એ અકબર અને અનિશા ના દીકરા જોડે મારી દીકરી નહીં જ આપું... એ બંને એ મારો પ્રેમ મારાથી દૂર કર્યો.. તમારી દીકરી ની તમને પડી છે ને તો મારો તો પ્રેમ તમારી દીકરી થી વિસ વર્ષ જૂનો છે. એ સુલેમાન ના છોકરાઓ પેદા કરવાથી પૂરો નથી થઇ જતો..."

સુલેમાન આ સાંભળી કાળજું ચિરાઈ ગયું હોય એમ ચુપ થઇ જાય છે.

"આપો તમે મને તલાક અને આબિદ અલી ને કહો તલાક લે અને જાન લઈને આવે તો બે ડોલી લઈને આવે... પછી હું ના આયત ને રોકીશ ના અરમાન ને..."

સુલેમાન કઈ જ બોલ્યા વગર ચુપચાપ મનમાં જાણે કોઈ એ હથોડો માર્યો હોય એમ બેસી રહે છે.

સારા પોતાના ઘરે જાય છે.આયત ની એ વાત એના કાનમાં ગુંજતી જ રહે છે. રાત્રે એ સુવે છે.

અરમાન બાઇક લઈને સારા ના ઘરની બહાર આવે છે બાઇક મૂકી ને એ સારા ની ડેલી ખોલી અંદર આવે છે. સારા સુતી હોય છે. અરમાન એના ખાટલે આવી ને બેસે છે.

"સારા ... એ ... સારા... ઉઠ ને..."

સારા આંખો ખોલે છે.

"તમે અહીં?"

"હા કેમ ન આવી શકું?"

"આવી જ શકો ને કેવી રીતે આવ્યા દીવાલ કૂદી ને ?"

"ના ડેલીએથી આવ્યો. શું કીધું આયત એ તને..."

"એ કહેતી હતી કે હું તમારી સાથે લગ્ન કરી લઉં..."

"અને તે શું જવાબ આપ્યો?"

"હું તો શરમ થી લાલ થઇ ગઈ ને ઘરે આવી ગઈ..."

"ચાલ તો આપણે આજે જ નિકાહ કરી લઈએ..."

"આજે અત્યારે?"

"કેમ કઈ વાંધો છે?"

"ના ના ચાલો..."

અરમાન સારનો હાથ પકડી ને એને લઇ જાય છે.

"તમે મને હંમેશા સાથે રાખશો ને?"

"હા હમેશા..."

"તું મને ક્યારથી પ્રેમ કરવા લાગી?"

"એતો ખબર નથી.... પણ કરવા લાગી..."

અરમાન અને સારા બાઇક પર નિકાહ કરવા નીકળે છે.

(ક્રમશ:...)