Mind reading books and stories free download online pdf in Gujarati

માઈન્ડ રિડીંગ

                      

              આખો'ય ઓડિટોરિયમ હોલ ખચોખચ ભરેલો હતો, કાર્યક્રમ શરુ થવાને હજુ એક કલાકની વાર હતી. આખાય રાજ્યના અગ્રણી બિઝનેસમેનો,નવોદિત બિઝનેસમેનો,સેલ્સએક્ઝીક્યુટીવ્ઝ અને સેલ્સ્પર્સન  આવેલા હતા, અહીંયા એક બિઝનેસ સેમિનાર થવા જઈ રહ્યો હતો, બિઝનેસ સેમિનાર ના સ્પીકર હતા પ્રિતેશ અગ્રવાલ.કોર્પોરેટ વર્લ્ડમાં પ્રીતેશ અગ્રવાલ એક ચર્ચાતું નામ છે. તેની એક નાનકડી સેલ્સમેન તરીકે ની નોકરીથી કરેલી શરૂવાતી કારકિર્દી ને તે મલ્ટીપલ સક્સેસફુલ બિઝનેસ ની સાથે મોટીવેશન ની દુનિયા સુધી લઇ જઇ પ્રિતેશ અગ્રવાલ એક બ્રાન્ડ બની ગયા હતા.તેની મુફલિસી,ગર્દીશી અને સંઘર્ષી શરૂવાતી કારકિર્દીથી માંડી ને રાજ્યમાં અલગ અલગ શહેરોમાં બાર જેટલી થ્રીસ્ટાર હોટેલો, સાત ઇન્ટરનેશનલ સ્કૂલો, કાપડ ના શોરૂમો, ફૂડ મેનુફેક્ચરની અલગ મિલો અને બીજા ઘણા બધા બિઝનેસો દરમિયાનની તેની પ્રોફાઇલ બિઝનેસમાં સફળતા ઇચ્છુકોમાં એક પ્રેરણા નો સ્ત્રોત બની રહ્યા છે. તેના દ્વારા બોલાતા શબ્દો તેના વ્યક્તિત્વ સાથે ભળીને એક અનોખી છાપ ઉપસાવતા હતા. બિઝનેસની દુનિયામાં એવું ચર્ચાવા લાગ્યું હતું કે તે જે બિઝનેસમાં હાથ નાંખે તે બિઝનેસમા તેઓ ટોપ ફાઈવમાં જલ્દી પહોંચી જતા હતા. જે વિષય પર પ્રિતેશ અગ્રવાલ બોલવાના હતા તે વિષય નું નામ હતું "ડિકોર્ડિંગ માઈન્ડ ઓફ પીપલ" આમ તો આ વિષયનું ટાઇટલ જ તેમની સફળતા નું રહસ્ય હતું. તેની સાથે રહેનારા અને તેના જીવન નો ઊંડો અભ્યાસ કરનારાઓ કહેતા કે જે વ્યક્તિ તેની સાથે પાંચ મિનિટ વાત કરે તેના વિચારો તે જાણી લેતા હતા, આ બાબત માં તેની માસ્ટરી હતી.

          બધા જ શ્રોતાઓ એકદમ ઈસ્ત્રી ટાઈટ ફોર્મલ શર્ટ અને ડાર્કીશ પેન્ટ માં આવેલા હતા. બધા ના હાથ માં પેન અને કાગળ અને નોટબુક અને ચહેરા પર ઉત્સાહ હતો . તેમનું મગજ તેની સર્વશ્રેષ્ઠ રિસેપ્ટિવ મોડ પર હતું. અને કેમ ના હોય! વાત અંતે બિઝનેસ ની હતી. માણસ પૈસા કમાવામાં સૌથી વધારે મગજ નો અને સૌથી ઓછો મન નો ઉપયોગ કરે છે, અને એ જ પૈસા વાપરવા માં સૌથી વધારે મન નો અને સૌથી ઓછો મગજ નો ઉપયોગ કરે છે. આ વિસંગતતા જ સૌથી વધારે માણસ ને પરેશાન કરતી હોય છે. 

        દસેક વર્ષ પહેલા ગામડે થી આવી પ્રીતેશ  એક સામાન્ય સેલ્સમેનની નોકરીમાં રહી ગયો.એના ગરીબ માબાપ ગામડે રહીને ખેતમજૂરી કરતા હતા. તેના પિતા નાનજીભાઈએ કાળી મજૂરી કરીને પ્રીતેશ ને ગ્રેજ્યુએટ સુધી પહોંચાડયો.તેનું મન ભણવામાં લાગતું નહોતું, તેને મોટા બિઝનેસમેન થવું હતું. તેની અંદર કંઇક અલગ જ ઝનૂન હતું. તે પરિસ્થિતિ ને ઝડપ થી બદલાવ માંગતો હતો. તે ગરીબી ને ભૂંસી નાખવા માંગતો હતો.
        થોડીવાર માં હોલ માં કઈક ગુસપુસ થવા માંડી, ઓડિટોરિયમ હોલ ના વિશાળ ગ્રાઉન્ડ માં ચમકતી કાળા રંગ ની વૈભવી ફોર્ચ્યુનર500 ગાડી આવી ને ઉભી રહી,  તેમાંથી પ્રીતેશ અગ્રવાલ નીકળ્યા, મીડિયાકર્મીઓએ ફ્લેશલાઈટ ની હારમાળા સર્જી દીધી, તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ ડાર્કગ્રીન રેમન્ડ ના બ્લેઝર માં ચમકી ઉઠ્યું, હોલ માં બે-ત્રણ સેકન્ડ માટે પિનડ્રોપ સાયલન્સ સર્જાયા બાદ બધાએ ઉભા થઈ ને અભિવાદન કર્યું. બંને બાજુ ગોઠવાયેલી શ્રોતાગણો ની ખુરશીઓ વચ્ચે મંચ સુધી પહોંચવા ની જગ્યા પર ચાલતા ચાલતા પ્રીતેશ અગ્રવાલ લોકો તરફ સ્મિત કરી ને લોકો નું  અભિવાદન કર્યું. પ્રીતેશ અગ્રવાલનું આયોજક ટીમે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. બધા જ શ્રોતાગણ નું અભિવાદન કર્યું.

     ‛ "ડિકોર્ડિંગ માઈન્ડ ઓફ પીપલ" ઇટ ઇઝ માય ફેવરિટ ટોપિક" પ્રીતેશ એ સ્ટેજ પર સ્થાન લઇ ને પોતાની રસાળ અને આગવી શૈલી માં વક્તવ્ય શરૂ કર્યું.
           "મને વિશ્વ ની કોઈ વસ્તુ પર સૌથી વધારે વિશ્વાસ હોય તો માણસ ના મન ને વાંચવું, મન ના ઊંડાણો માં પડેલા વિચારો અને તેની મૂળભૂત જરૂરિયાતો ને જાણવી, કોઈ ગ્રાહક આપણને પોતાની જરૂરી વસ્તુ વિશે કહી શકે પણ તે વસ્તુ સાથે તેની કેવા પ્રકાર ની જરૂરિયાતો પૂરી થાય છે અને એ જરૂરિયાતો ને કેટલે સુધી અને કેવી રીતે વધારે તીવ્ર બનાવવી તે કામ આપણું છે. હું જયારે સેલ્સમેન હતો ત્યારે ઘણીબધી માણસ ની વાતો પર થી અને આજુબાજુ ના ચિન્હો પર થી જાણી લેતો હતો કે કેવા પ્રકાર ની જરૂરિયાત ધરાવતો હશે તેવી રીતે હું તે પ્રકાર ની વસ્તુ બતાવતો હતો, કોઈ ઘર માં ઉંબરામાં કરેલા કંકુ ના સાથિયા દ્વારા,કપાળ પર ના ચંદન કંકુ નો ચાંદલો,કંકુ વાળી આંગળી જોતા જ હું તેમને અગરબત્તી બતાવતો હતો, ઘર ની ચોખ્ખાઈ જોઈને હું પ્લાસ્ટિક ના ઝાડુ હું વેંચી દેતો હતો..........” પ્રીતેશ થોડા અટકીને પાણી પીધું.
         "..........  ગ્રાહકના ચહેરાના ભાવ જોઈને તેને સસ્તી વસ્તુ ગમે છે કે મોંઘી,તેને ગુણવત્તા વાળી વસ્તુ જોઈએ છે કે દેખાવવાળી તે જાણી લેતો હતો અને તે પ્રમાણે તેને વસ્તુઓ બતાવતો હતો. જેથી તે ખરીદવામાં તેઓ રસ બતાવતા હતા.ગ્રાહકના કપડાં,ઘરેણાં,મોબાઈલ,ઘડિયાળ,બુટ,વાહનો હમેશા એક પ્રકારની વાર્તા કહેતા,એ વાર્તામાંથી ઉપસી આવતા તેના વ્યક્તિત્વ ને અનુરૂપ હું વસ્તુ બતાવતો અને સેલ વધારતો. જેમ જેમ હું સફળ થતો ગયો તેમ તેમ ગ્રાહકોથી વધી ને મોટા બિઝનેસમેનો સાથે અને ડિલરો સાથે દરેક જગ્યાએ મને માઈન્ડ રીડીંગ ખૂબ જ કામ આવ્યું છે. ....
........સોમેની અ ટાઈમ આઇ ટોક ટુ કસ્ટમર અબાઉટ હિસ લાઈફ, પ્રોફેશન, ધેયર પર્સનલ લાઈફ એન્ડ ગોટ સમ કલુ અબાઉટ ધ થિંગ વિચ ઘેય નીડ. 
થોડા દિવસ પછી હું કોલ કરીને તેને હું કહેતો કે આવી કોઈ વસ્તુ આવી છે જે તમારે કદાચ જોઈતી હોય તો..."
"...ગ્રાહકની,ડીલરની, બિઝનેસમેનની આંખ માં એક ઝનૂન.એક બિઝનેસની ફોરવર્ડ મુવમેન્ટ હોય છે, આ મુવમેન્ટ સાથે કેટલીક સાયલન્ટ  શરતો હોય છે,આ શરતો ને તમે મૌન રીતે સમજી ગયા તો તમારું કામ ચોક્કસપણે બોલી ઉઠશે. અને પરિણામો ગુંજી ઉઠશે......." પ્રીતેશ .
અગ્રવાલ પોતાની લાક્ષણિક હાથ હલાવવાની અદા સાથે વાત ને ખૂબ સાહજિક રીતે કરતા ગયા.
"અલગ સમયે અલગ જગ્યા એ બદલાતી જીવનશૈલી પ્રમાણે લોકો ની જરૂરિયાત બદલાય છે.બદલાતી જીવન શૈલી ની જરૂરિયાતો બદલાય છે અને બઝાર પણ બદલાય છે. મોસ્ટ ડીમાંન્ડીંગ થિંગ્સ કયારેક તમારા શોરૂમ માં ક્યારેક ધૂળ ખાતી પડી રહે છે….” તેની દરેક વાત માં પ્રગટ થતું સત્ય એ જ હતું કે જે ગ્રાહક સાથે તમે ડીલ કરો છો તેના વિચારો ને ઊંડાણપૂર્વક જાણો અને તેને અનુરૂપ તેને વસ્તુ બતાવો....
          વક્તવ્ય પૂરું થયું અને આખોય હોલ મંત્રમુગ્ધ થઈ ગયો. તાળીઓના ગડગડાટ થી આખો’ય હોલ ગુંજી રહ્યો પણ મન શાંત હતા.પ્રીતેશનો ગૌર ચહેરો આત્મવિશ્વાસ થી વધુ તેજસ્વી બની ગયો, 
       કાર્યક્રમ માં આગળ બીજા અભિવાદનો અને બીજી ફોર્મેલિટી પુરી થઈ એટલે પ્રીતેશ બેક ડોર થી નીકળી પોતાની ગાડી તરફ જવા નીકળી ગયા. ફોર્ચ્યુનર 500 માં બેસતા ની સાથે બીજી એપોઇનમેન્ટ ના લિસ્ટ માટે પોતાનો આઈફોન7 માં લિસ્ટ માં જોયું.
"હવે પછી ની એપોઇનમેન્ટ રાહુલ ને મળવાનું છે. ઘરે જ બોલાવ્યો છે, ઘર તરફ લઈ લે" પ્રીતેશે ડ્રાઇવર ને આદેશ આપતા કહ્યું. રાહુલ એક યુવા આશાસ્પદ બિઝનેસમેન છે, બિઝનેસના કોઈ નવા આઈડિયા પર પ્રીતેશ ની સલાહ અને અભિપ્રાય લેવા આવવાનો હતો.
            પ્રીતેશ ની કાર તેના આલીશાન વિશાળ બંગલા ના કમ્પાઉન્ડ માં આવી ને ઉભી રહી. મેઇનગેટ થી બંગલા સુધી ના રસ્તા ની બંનેબાજુ ના ગાર્ડનમાં ફેલાયેલા વૃક્ષો ની હારમાળા અને વિવિધ રંગો અને સુગંધથી તસોતસ ફૂલો ના છોડ અને વેલાઓ બંગલા ની શાન માં વધારો કરતા હતા.કારમાંથી ઉતરી ને પ્રીતેશ જેવા બહાર આવ્યા કે ડ્રાઇવર કાર ને પાર્કિંગ તરફ દોરી ગયો. પ્રીતેશ ડ્રોઈંગ રૂમ માં પ્રવેશ્યા ત્યારે રાહુલ તેની આતુરતાથી રાહ જોતો બેઠો હતો. સુંદર કલાત્મક રાચરચીલું અને ઇન્ટરીયર ડિઝાઇન ડેકોરેશન થી આભો બનેલો રાહુલ આમતેમ નજર ફેરવતો હતો. તેની નજર પ્રીતેશ પર પડી તરત તેણે ઉભા થઇ ને અભિવાદન કર્યું.
બંને વચ્ચે થોડી ફોર્મલિટી પછી મૂળ મુદ્દા તરફ વળ્યા. રાહુલ ના ફેન્ટાસ્ટિક બિઝનેસ આઈડિયા વિશે ઊંડી ચર્ચાઓ ચાલી. બંને માટે પાણી અને પછી ચા-કોફી આવ્યા. થોડીવાર પછી પ્રીતેશ ના પિતાજી નાનજીભાઈએ પ્રવેશ કર્યો. તેમણે ખુબ જ ગરીબીમાં વીતાવેલું જીવન પછી દોમદોમ સાહ્યબી છતાં જીવન ને સાદું જ રાખ્યું હતું. ચહેરા પર પ્રૌઢતા પરિપક્વતા ભારોભાર હતી. નાનજીભાઈ ને પ્રીતેશે પોતાના બંગલાની બાજુમાં નાનકડા મકાન માં અલગ નાનકડું મકાન ફાળવ્યું હતું, ત્યાં પ્રીતેશના મમ્મી વીણાબેન અને પિતા નાનજીભાઈ સાથે રહેતા. નોકર-ચાકરો જરૂરી સગવડો ત્યાં પહોંચાડતા રહેતા. ઘણીવાર દુનિયાભર ના રચરચીલા,માર્બલ,ગાલિચો અને બીજી કલાત્મક વસ્તુઓ ધરાવતા ઘરોમાં ઘરના જ માબાપ ને વસાવવાનું ચુકી જવાતું હોય છે.
નાનજીભાઈ ઘણીવાર પ્રીતેશ ઘરે હોય ત્યારે આમ જ મળવા માટે આવી જતા. નાનજીભાઈ ના આવવાથી પ્રીતેશ ના ચહેરા પર અણગમો આવ્યો પણ વ્યક્ત કર્યા વગર તેણે નાનજીભાઈના ખબર અંતર પૂછ્યા.નાનજીભાઈ નો ચહેરો મુંજાયેલો હતો, 

"કેમ છે તમને?" પ્રીતેશે પોતાના સહજ સ્મિત સાથે પૂછ્યું.
"મજામાં હો!" નાનજીભાઈ એ ચહેરા ના ભાવ માં જરાસરખો પણ ફેરફાર વગર જવાબ આપ્યો.
" કઈ બાજુ જઇ આવ્યા?" પ્રીતેશે ઔપચારિકતા થી પૂછ્યું
"બસ અહીં નજીક માં ગાર્ડન બાજુ ગયા હતા."
પ્રીતેશ અને નાનજીભાઈ વચ્ચે થતા આ સંવાદ થી રાહુલ પ્રભાવિત થઈ ગયો. પ્રીતેશ તેના પિતાની કેવી કાળજી રાખે છે તે જોઈ રાહુલ ના મનમાં પ્રીતેશ ની એક અલગ છબી ઉભી થઇ ગઈ.
નાનજીભાઈ કઈક અસહજ મહેસુસ કરતા હતા. થોડીવાર બેસી તે જવા માટે ઉભા થયા.ઘર ના મુખ્ય દરવાજા પરથી બહાર નીકળતા હતા ત્યારે દરવાજાથી થોડે દુર પ્રીતેશ નો ડ્રાઇવર ઉભો મળ્યો, તેને કોઈ કામ ન હોવાથી આમ જ ઉભો હતો.તેણે નાનજીભાઈ ને જોયા એટલે પૂછ્યું
"કેમ છે શેઠજી?" 
"મજામાં હો મગનભાઈ." નાનજીભાઈ એ જવાબ આપ્યો.
" પ્રીતેશભાઈ એ તમને પૈસા આપ્યા?"
"ના હજુ નથી આપ્યા."
"શેઠજી! તમે વારંવાર પ્રીતેશ ને મળો છો તો કહી કેમ નથી દેતા કે તમારે રોજિંદા વપરાશ માટે પૈસા ની જરૂર છે?. છેલ્લા છ મહિનાથી તેમણે તમને એકપણ રૂપિયો નથી આપ્યો.એને તમારે પૈસા ની જરૂર હશે તે ખબર નહિ હોય અને તમને પૈસા આપવાની વાત તેના ધ્યાન બહાર રહી ગઈ હોય એ સંભવ છે."
         "એ જ્યારે સ્કૂલ માં ભણતો ત્યારે તેને શું ખાવું છે તે હું એ કહે તે પહેલાં જ જાણી જતો હતો, એના ઉદાસ ચહેરા પર થી ખબર પડી જતી હતી કે એને કોઈક વસ્તુ ની જરૂર છે. એ કોલેજ માં હતો ત્યારે રાત્રે હું થોડા દિવસે તેનું વોલેટ તપાસતો અને પૈસા ન હોય તો થોડા પૈસા તેમાં રાખી દેતો, તેની દરેક જરૂરિયાત હું એના ચહેરા ના ભાવ પર થી સમજી જતો.
એ જયારે સાતેક વર્ષનો હતો ત્યારે એકવાર સાંજે હું મજુરી પરથી ઘરે આવ્યો ત્યારે તેના મમ્મી એ કહ્યું કે પ્રીતેશ શાળાએથી ઘરે આવ્યો ત્યારથી કંઈપણ બોલતો નથી.પ્રીતેશ અમારી ઓરડી માં સુનમુન બેઠો હતો. તેની મમ્મી એ તેને મનાવવાના ઘણા પ્રયત્નો અને પ્રલોભનો કર્યા પણ પ્રીતેશ ટસનોમસ ના થયો. તેણે સાંજનું ભોજન પણ નહોતું કર્યું. 
“ આ વખતે પ્રીતેશ ને પ્રવાસે મોકલવાનો છે.”  મને અચાનક કંઈ યાદ આવતા મેં કીધું. મેં વાક્ય પૂરું કર્યું અને એના ચહેરા પર સ્મિત આવી ગયું એ દોડી ને મને આવી ને ભેટી પડ્યો. આજે સાથે ખેતમજુરી કરતો જીવો કહેતો હતો કે એના છોકરો જય ને પ્રવાસે જવાનું છે. મને ખબર જ હોય કે પ્રીતેશને પ્રવાસ જવું ગમે છે પણ ગરીબી ને કારણે હમેશા હું ના જ પડું એટલે એણે પૂછવાનું જ છોડી દીધું પણ આ વખતે એને જવું જ હતું પણ પૂછે તો હું ના પાડુ એટલે એ હઠે ભરાયો હતો પણ હું તેની વાત સમજી ગયો.” નાનજીભાઈ ભૂતકાળ માં સરી પડ્યા.  “હુયે જોઉં છું કોણ જીતે છે મારી જરૂર છે છતાં પૈસા ન માંગવાની ખુમારી કે એની ફરજ છે તેને સમજી જવાની તાકાત." નાનજીભાઈ બોલતા બોલતા થોડા હાંફતા હતા.