garba books and stories free download online pdf in Gujarati

ગરબા ...

1. માઈ તેરી ચુનરીયાં 

ઝીણાં ઝીણાં રે  દેખા ગુલાલ માઈ તેરી ચુનરીયાં લહેરાઈ.....2

રંગ તેરે ગીત કા રંગ તેરે  રીત કા  રંગ તેરે મીત લહેરાઇ રાઈ ...રાઈ... ઝીણાં ઝીણા રે દેખા ગુલાલ માઈ તેરી ચુનરીયાં લહેરાઈ....

જબ જબ મેરે પે આયા સંકટ માઈ તેરી ચુનરીયાં લહેરાઈ .......માઇ રે......માઈ રે.....2

સારે જગ સે ન હારી ખુદ સે હારી હું એક દીન મે ચમકુગી લેકીન  તેરી રોશની હું મે.... માઈ રે માઈ રે.... જબ જબ મેરી ઇજજત પે ઉઠા સવાલ માડી તેરી ચુનરીયાં લહેરાઈ....

તેરે બીન કુછ નહીં મે અધુરી હુ માં... આજ રુઠી હૈ મેરી આત્મા માઈ રે માઈ રે....

જબ  જબ મેરી ઇજજત પે ઉઠા સવાલ માઈ તેરી ચુનરીયાં લહેરાઈ ઝીણા ઝીણા રે પડી ગુલાલ માઈ તેરી ચુનરીયાં લહેરાઈ......

2. નવદુર્ગા રમે સહિયર સંગાથ...

આવી નવરાત્રી ની રાત દુર્ગા રમે સહિયર સંગાથ 
સંગાથ.....

આવી નવરાત્રી ની રાત રમે અંબા નવદુર્ગા સંગાથ.....

ખોડલ ખમ્મકારી માં, મોગલ મચ્છરાડી માં,
બહુચરબિરદારી માં,અંબા મમતારી માં ગઢ પાવા વાળી રમે માં.... આવી નવરાત્રી ની રાત દુર્ગા રમે સહિયર સંગાથ......

માડી રમતાં ને પગલાં કંકુ ના પડતાં ,  રુમઝુમ ઝાંઝર રણકતાં  ભક્તો ઉમટી રે પડતાં...આવી નવરાત્રી ની રાત દુર્ગા રમે સહિયર સંગાથ....ય

તાળી ઓના તાલ થી ત્રણ લોક રે ગાજતાં  દેવતાઓ તેમની પૂજા રે કરતાં.....ઢોલ શરણાઈ ને ને  નોબત વાગતાં માંનુ  મુખ મલકાય  ભકતો નુ હૈયુ હરખાય મા આશિષ આપે અપાર જામી નવરાત્રી ની રાત....

આવી નવરાત્રી ની રાત, દુર્ગા રમે સહિયર સંગાથ...

3. .માં તારું તેજ અપાર..

માં તારું તેજ અપાર પરચા અપરંપાર ચાચર ચોક માં રે લોલ......

હે માડી તારો ચણીયો છે ઝાકમઝોળ ઘુમે  ઘુમે ગોળ ગોળ ચાચર ચોક માં રે લોલ.....

હે ખમ્મા ખમ્મા હા માંનો જયજયકાર ,  તો થાશે પાવન ઝણકાર......

હૈ મા તારી ઓઢણી રાતી ચોળ ચાચરચોક માં રે લોલ.....

માં તારુ તેજ અપાર તારા પરચા અપરંપાર ચાચરચોક માં રે લોલ.....

4. વિહત માં

હમીર પાડે હા કકુ પાડે ના મારા રબારી ના નેહડા ની વિહત  માં.......

રબારી હેડયાં  નેહડે વિહત  પાડે ના..... 2
કંઈ થાય તો માડી આજ તો કરી દે જો માફ મારા રબારી ના નેસડા ની વિહત માં.......

પારકર ની પાડે ના પાટણ ની  પાડે હા મારા સંઘ ના નેસડા ની વિહત માં.......મારા પાટણ પરગણાં ની સધી માં.......

હમીર બોલાવે સાદ પાડે માંબાપ થઈ કેવું તમારુ માન્યો નહીં પણ જોવા જેવી થઈ ગાંડો ઘેલો છું પણ હુ તો તારો બાળ મને થાય તો કહીં માં તમે દિલ માં લેજો માં મારાં બાબરા ભુવા ની વિહત માં .....

વિહતે પાડી ના તુ પારકર જા મારા સંઘના ના નેહડા ની વિહત માં મારા ભગુડા ગામ ની મોગલ માં......

હે મા મારા કોડા કલમ ની સધી માં.......

5.   યાદ આવી

આંખ  પલકાર થયો ને માંની યાદ આવી
પાન માં ઝાંકળ જોયુ ને માંની યાદ આવી

અે લાલ કુમકુમ જોયું ને માની યાદ આવી
એક હાંકલ પડી ને માંની યાદ આવી

એક તેજ  પથરાયું ને માંની યાદ આવી
એક તારો ટમકયો ને માની યાદ આવી

એક ઉપવાસ થયો ને માંની યાદ આવી
એક ચુંદડી લહેરાઈ ને માંની યાદ આવી...

એક વીજ ચમકી ને માંની યાદ આવી
નવરાત્રી ના એવા હરખ ના દિવસો કેવા આવ્યા.....

એક પંખી ટહુકયું ને માંની યાદ આવી
શુ આવ્યા આસો સુદ અજવાળી  ના  દાડા...

આભે  થી ટીપુ પડયું ને માંની યાદ આવી
અેક ઝાંઝર રણકયું ને માંની યાદ આવી....

6.   આવ્યા નવરાત્રી ના દિવસો જીરે......(રાગ: પડવે થી પહેલુ નોરતું)

આવ્યા નવરાત્રી ના દિવસો જીરે....2
માને પહેલો થયો ઉપવાસ હૈ  મારી અંબે આવી હરખે રમો  જીરે.......

હે માને ઢોલક ના તાલે તાળી પડે હો જી રે...

હે માને પહેલે થી પહેલું માનું નોરતુ હો જી રે
માને પહેલો થયો ઉપવાસ મારી અંબા આવી હરખે  રમો હો જીરે.......

હે માને ઢોલક ના તાલે તાળી પડે હો જી રે.....
માને  અેકમ કેરો  ઉપવાસ મારી અંબે માં આવી હર કે રમો હો જી રે......
પરછંદે  ઘુમે ઝીણા મોર હો મારી અંબા માં આવી હરખે રમો હો જી રે...

હૈ માને બીજે થી બીજુ માનું નોરતુ હો જી રે.....
માને બીજ કેરો ઉપવાસ મારી અંબા આવી હરખે રમો હો જી રે
   પરછંદે ઘુમે ઝીણા મોર મારી અંબા માં આવી હરખે   રમો  હો જીરે......
માને ઢોલક ના તાલે તાળી પડે હો જી રે... 

હે મા ને ત્રીજે થી ત્રીજું માનું નોરતુ જી રે
માને ત્રીજ કેરો ઉપવાસ મારી અંબા માં આવી હરખે રમો હો જી રે
  
પરછંદે ઘુમે ઝીણા મોર મારી અંબા માં આવી હરખે રમે હો જી રે..,..

હે માને ચોથા થી ચોથુ માનુ નોરતુ જી રે
માને ચોથ કેરો ઉપવાસ મારી અંબા માં આવી હરખે રમો હો જી રે

હે માને પાંચમા થી પાંચમુ માનુ નોરતુ જી રે
માને પાંચમ કેરો ઉપવાસ મારી અંબા માં આવી હરખે રમો  હો જી રે......હૈ આવ્યા નવરાત્રી ના દિવસો જી રે........

હે માને છઠે થી છઠું માનું નોરતુ જી રે
હે માને છઠ કેસો ઉપવાસ મારી અંબા માં આવી હરખે રમો  હો જી રે 
હે માને ઢોલક ના તાલે તાળી પડે હો જી રે

હે માને સાતમે  થી સાતમુ માંનુ નોરતુ જી રે
હે માને સાતમ કેરો ઉપવાસ મારી અંબા માં આવી હરખે રમે હો જી રે.....
હે માને ઢોલક ના તાલે તાળી પડે હો જીરે...

હે માંને આઠમે થી આઠમુ નોરતુ હો જી રે
હે માંંને આઠમ કેસો ઉપવાસ મારી અંબા માં આવી હરખે રમો હો જી રે 
ઢોલક ના તાલે તાળી પડે હો જી રે

હે માંને નવમે થી નવમુ મા નુ નોરતુ હો જી રે
હે માને નુમ કેરા ઉપવાસ મારી અંબા માં આવી હરખે રમો  હો જી રે.....

માં ને ઢોલક ના તાલે તાળી પડે હો જી રે.....
હે આવ્યા નવરાત્રી ના દિવસો જીરે.....

7.યાદ કરે ત્યાં......

યાદ કરે ત્યાં આવજે માડી યાદ કરે ત્યાં યાદ આવજે..
ભક્તો તને વિ નવે માડી હરખે વહેલી આવજે...

મુખડાં ના મરોડજે  માડી 2 તને તારા છોરુડા વિનવે  તનેે વહેલી દોડી આવજે..

વાંઝીયાં મેણુ ટાળજે અેને  ખોળા નો ખુંદનાર આપ જે તને તારી બાલીકા વિનવે  અેની  લાજ બચાવ જે....

યાદ કરે ત્યાં આવજે.....

સૌભાગ્ય વધારજેે માડી સિંદુર  બચાવજે 
તને તારા બાલિકા વીનવે  એનું સિંદુર બચાવ જે
યાદ કરે ત્યાં.....

આંધળાં ને દેખતા કર જે માડી તેજ તેમને આપ જે
અંધ ભકતો વિનવે  તેની અરજી સાંભળજે...

યાદ કરે ત્યાં.....
દુઃખ ને હર નારી માં સિંહ પર અસવાર  થઇ વહેલી દોડી આવજે માડી
યાદ કરે ત્યાં આવજે માડી.....

8 માં  લાગે જબરાં.....

મા મારા પરચા આપે તો લાગે જબરાં....
મા મારા ધુણવા આવે તો લાગે જબરાં....

માં હેત વરસાવે તો લાગે જબરાં....
માં મારા રમવા આવે તો લાગે જબરાં

મા મારા સહંહાર  કરે તો લાગે જબ રાં .....
મા મારા આશિષ આપે તો લાગે જબરાં.....

મા મારા  તથાસ્તુ બોલે તો લાગે જબરા....
મા મારા હાકલ પાડે તો લાગે જબરાં....

મા મારા ગરબા ઘુમે તો લાગે જબરાં ...
મા મારા સહિયર સંગ આવે તો લાગે જબરાં

9.ગરબો ઘુમ્યો....

ગરબો ઘુમ્યો ચાચરચોક માં નરદલભાઇ ગરબો ઘુમ્યો ચાચરચોક માં.... મન મોહ્યાં ચુંદડી માં....

હાલો ને જોવા  જઈએ ચોક માં નરદલ ભાઈ મન મોહ્યાં ચુંદડી માં 

ચાચર ચોક માં રમે નવદુર્ગા હાલો ને જોવા જઈએ...
ગરબો ઘુમ્યો ચાચરચોક માં નરદલ ભાઈ....,

માડી રમે કેવા હરખે નરદલ ભાઈ હાલો ને આશિષ લઈ એ મન મોહ્યા ડાકલા મા....

10. માનવી ઓ હાલો આરાસુર ધામ માં...

માનવી ઓ હાલો આરાસુર ધામ માં.....
ત્યાં છે મારી અંબા માના ધામ એક વાર હાલો ને આરા સુર  ધામ.....

મારી અંબા માં ના પરચા અપાર  છે.2 દિલડાં ની છે દાતાર અેક વાર હાલો આરાસુર ધામ...

માનવી ઓ હાલો એક વાર આરા સુર ધામ માં.
માત છે દુઃખ ભાગનાર , માનવી ઓ એક વાર હાલો  તમે આરાસુર ધામ માં......

11  અંબિકા આવ્યા

 આગણે કંકુડા છંટાવો મા અંબિકા આવ્યા
ફુલડાં વેરાઓ મા અંબિકા આવ્યા.....

ઢોલીડા તે ડા વો અંબા રમવા આવ્યા.....
મીઠાઈ પકવાન બનાવો સાક્ષાત અંબિકા આવ્યા

રૂડાં ઢોલીયાં  ચલાવે માં અંબિકા આવ્યા
સખી સહિયર તે ડા વો  અંબિકા આવ્યા..

        Writen by shaimee Prajapati