zindgi express books and stories free download online pdf in Gujarati

જિંદગી એક્સપ્રેસ

૧. કાગળની હોડી

આવરે વરસાદ ઢેબરીયો વરસાદ ,

ઉની ઉની રોટલીને કારેલાનું શાક..

નાનપણમાં હું આ ગીત બહુ ગાતી. હજુ તો વાદળ જ ઘેરાયા હોય પણ આ કડીનું રટણ ચાલુ થઇ જાય. ગીત ગાતા જોઇને મમ્મી પૂછે પણ ખરા કે ચાલો તો આજે કારેલાનું શાક બનાવીએ ને !! ના રે ના , મમ્મી... એ તો ખાલી કહેવાનું હોય બાકી કારેલાનું શાક તો કઈ થોડું ખવાય ! કેટલું કડવું લાગે ! (પરંતુ આજે આ વાતને કી અવકાશનું સ્થાન નથી.) મસ્ત મજાની પછી નોટબુકમાંથી ચોરસ કાગળનો ટુકડો ફાડતા અને ધાબા ઉપર જતા. પછી જ્યાં ખાબોચિયું ભરેલું દેખાય એમાં હાથથી ધક્કો મારીને હોડીને ચલાવવાની...એમાં પણ પાછુ એક હોડીથી કઈ ના થાય....કેમ કે આપણી હોડી તો કાગળની.. જો પ્લાસ્ટિકની હોત તો વળી અલગ વાત છે (તો કદાચ આજની તારીખમાં પ્લાસ્ટીકના ઝબલા સાથે પ્લાસ્ટીકની હોડી પર પણ કદાચ પ્રતિબંધ હોત !!). વરસતા વરસાદમાં ધાબાના ખાબોચિયામાં હોડી ચલાવવાની અને એને ટગર ટગર જોયા કરવાની કે જ્યાં સુધી એ ડૂબી ના જાય. પછી શું ! પછી પાછી બીજી હોડીનો વારો..આજે એટલે આ વાત યાદ આવી કેમ કે આજે પણ વરસાદ પડી રહ્યો છે પણ ખબર નહી કાગળની હોડી ક્યાંક ખોવાઈ ગઈ છે, એ આનંદ ખોવાઈ ગયો છે , એ સ્વાર્થ વગરની મસ્તી ખોવાઈ ગઈ છે. જે ઝડપ પર ટેકનોલોજી ભાગી રહી એ જોઇને આવાની પેઢી ઘણી બધી મોજમસ્તી ગુમાવી રહી છે. આજના સમયના બાળકથી લઈને વૃધ્ધ દરેક એક નાની નિર્જીવ વસ્તુ એટલે કે સ્માર્ટ ફોન પાછળ બધો સમય ફાળવી રહ્યો છે.આ સ્માર્ટફોન આપણા મોટા ભાગનો સમય વેડફી રહ્યો છે. જો આમને આમ ચાલતા રહશે તો આવનારી પેઢી માટે તો કાગળની હોડી એક જમાનામાં હતી તેમ બની રહેશે. આ તો સારું છે કે નિર્જીવ વસ્તુને ભગવાને વાચા નથી આપી બાકી જો આપી હોત તો એ ચોક્કસથી બોલત કે તમને બધાને આ રીતે જોઇને મારું આત્મહત્યા કરવું જ યોગ્ય રહેશે.

હજુ પણ સમય તમારા હાથમાંથી વીતી નથી ગયો, ચાલો આજે ફરી એક વાર કાગળની હોડી બનાવીને વરસતા વરસાદમાં ક્યાંક ખાબોચિયું શોધીને નિ:સ્વાર્થ અને અમુલ્ય આનંદને થોડા સમય માટે આપણી વ્યસ્ત જિંદગીથી જડપી લઈએ.

હકીકતમાં બોન્ડની જરૂર ક્યાં છે !

હમણાં થોડા દિવસ પહેલા જ એક ઇન્ટરવ્યુંમાં જવાનું થયુ . કોલેજ પૂરી થયા પછી આપણને મનમાં એમ થાય કે હઈશ હવે શાંતિ હવે ભણવાનું તો નહિ પરંતુ ભણતી સમયે ક્યાં આવી ખબર હતી કે નોકરી ગોતવા માટેનો સમય એનાથી પણ વધારે કપરો હશે ! ભણ્યા પછી ઘણા બધા પ્રશ્નો આખો દિવસ નજર સામે આવ્યા કરે છે, શું મારે આ જ ભણવું હતું અને જો આ નહતું ભણવું તો પછી મને આ ભણવા માટે કોનો આગ્રહ કર્યો ! અને જો હ્વે ફરીથી ભણવાનું પણ કહી ના શકાય. દુનિયાદરીના પ્રશ્નો ક્યારેય ખૂટતા નથી. હજુ ભણ્યા એને માંડ મહિનો પણ નથી થયો પણ આપણને ઘરે બેઠેલા તેઓ જોઈ ના શકે. કંપનીના ઇન્ટરવ્યુંમાં હું કોલેજના કેમ્પસમાંથી સિલેક્ટ થઇ. ત્યારબાદ લેખિત પરીક્ષા આપવા માટે બીજી કોલેજમાં જવાનું હતું. અને જો એ લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ આવે તો તેઓ પર્સનલ ઈન્ટરવ્યું માટે બોલાવશે. આમ આ રીતની આખી પ્રોસેસ હતી. કોઈ પણ સારી કંપનીના પોતાના આ નિયમો હોય જ છે પણ તમારા આ નિયમોમાં મધ્યમ કે નબળા વિદ્યાર્થીઓનું શું ! દરેક કંપનીને પોતાની કંપનીમાં હોશિયાર લોકોને જ લેવા હ્પ્ય છે પણ યાર બધાને થોડી કઈ ભગવાને એક સરખા અને તેજ મગજ આપ્યા હોય ! આ કંપનીમાં જો તમે તેની બધી પરીક્ષામાં પાસ થઇ જાઓ તો તેઓ પાંચ વર્ષનો બોન્ડ કરાવશે જેમાં એક વર્ષ તેઓ ટ્રેનીંગ આપશે અને બાકીના ચાર વર્ષ ત્યાં નોકરી કરવાની. જયારે આ બોન્ડની વાત મગજમાં ચાલી રહી હતી ત્યારે જ મારા મમ્મી એક દિવસ આવીને મને કીધું કે અમારા બાજુના ફ્લેટમાં એક છોકરાના છુટાછેડાની વાત ચાલી રહી છે પણ સામેવાળા પૈસા માંગે છે. આખી ઘટના મમ્મી પાસેથી સાંભળ્યા બાદ મનમાં વિચારોનું વાવાઝોડું ચાલુ થઇ ગયું. આજની તારીખમાં હકીકતમાં જો જોવા જઈએ તો બોન્ડની જરૂર સંબંધોમાં છે. આજે લગ્નજીવનનું ભવિષ્ય ખુબ નાનું થતું જાય છે. જે બે વ્યક્તિએ સાત જન્મ સાથે જીવવા મરવાની કસમ ખાધી તેઓ એકબીજા સાથે છ મહિના પણ નથી રહી શકતા . એક સામાન્ય વાત સમજવા જેવી બંને વ્યક્તિની પરવરીશ બે અલગ અલગ કુટુંબમાં થઇ હોય તો સ્વાભાવિક વાત છે કે તેમના વિચારો પણ અલગ જ હોવાના. એટલે જો કદાચ લગ્નજીવન કરતા પહેલા બોન્ડ સાઇન કરાવીએ તો કેવું રહે ! બોન્ડના કારણે કોઈ ઓછા સમયમાં તો છૂટાછેડા લેવાની વાત ના કરે ! અને જો તેવી પરિસ્થિતિ આવી જાય તો ઝગડામાં એવું બોલાય કે ઝગડો ના કર તને છૂટાછેડા નથી મળવાના આપણે બોન્ડ સાઇન કર્યો છે એટલે તારે મને સહન કરવો જ પડશે કે તે મને સહન કરવી જ પડશે. સમયની સાથે સહન કરવાની શકિત ખુબ ઓછી થતી જાય છે પછી એ કોઈ સારી કંપનની નોકરી હોય કે લગ્નજીવન !!!!