Ughdi swapna ni peti books and stories free download online pdf in Gujarati

ઉઘડી સ્વપ્નની પેટી

વિકાસ મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલો એકદમ સરળ સ્વભાવ ધરાવતો છોકરો અને ભણવામાં પણ ખુબ હોશિયાર હતો, વિકાસ આજે સવારનો ખુબ ખુશ હતો આજે એમનું ધોરણ બારમાનું પરિણામ આવ્યું અને એમની મહેનત પણ રંગ લાવી આજે એમની ઇચ્છાનું પરિણામ આવ્યું હતું, વિકાસ 84% સાથે પાસ થયો હતો.

     ઘરમાં આજે આનંદનો માહોલ છવાઈ ગયો હતો, આજે વિકાસને તો આખી રાત ઊંઘના આવી સતત વિચારોમાં ખોવાયેલ વિકાસને આજે બહુ હરખ હતો કે આગળ ભણવું છે,મારે આગળ ભણીને મારા મનના રહેલા ઈચ્છાના આકાશમાં વિસ્તરવું? છે,સરકારી નોકરી કરવી છે એવા મનમાં અનેક વિચાર કરતો વિકાસ પણ જાણતો હતો કે મારા પપ્પાની પરિસ્થિતિ એવી નથી કે મને આગળ ભણાવી શકે, આવા અનેક વિચારો મનમાં આવતા હતા અને તે રાત્રે વિકાસે એક નિર્ણય કરી લીધો કે મારે પપ્પાને મારી ઈચ્છા જણાવી નથી અને કદાચ પૂછશે તો પણ હું કહીશ કે મારે આગળ ભણવાની ઈચ્છા નથી !

    આગળ ભણવું હશે તો  પેલા હું જાતે પગભર થઈ જાવ અને પછીજ મારો આગળનો અભ્યાસ કરીશ એવો દ્રઢ સંકલ્પ મનમાં કરી અને તેમના બારમાં ધોરણના પરિણામને વિકાસ એક સ્ટીલની પેટીમાં મૂકી અને તેમાં નાનકડુ તાળું લગાવી એમની ચાવી ખિસ્સામાં મૂકી દીધી અને સવાર સુધી જાગતો રહ્યો.

    સવારે પપ્પા સાથે એમની નાનકડી કરિયાણાની દુકાને પપ્પા સાથે જતો રહે છે અને દુકાને જઈ દુકાનના થડામાં ખિસ્સામાં રહેલી એમની ઈચ્છાની ચાવીને ત્યાં મૂકી દીધી,અને પપ્પા સાથે કામે લાગી જાય છે,અને પપ્પા સાથે એ દુકાનમાં કામમાં ગળાડૂબ થઈ જાય છે,ધીમે ધીમે સમય પણ એમની ગતિ સાથે આગળ વધવા લાગે છે.

  વિકાસે ત્રણ વર્ષમાં તો પોતાની હોંશિયારી થી વેપારને  એટલો વધારી દીધો કે ભાડા પરની રાખેલી દુકાન હવે પોતાની માલિકીની કરી લીધીહવે પૈસે ટકે પણ સુખી થઈ ગયા.

  એક દિવસ રવિવારની સવારે દુકાન સાફ સફાઈ કરતા થડામાંથી આજે પપ્પાના હાથમાં વિકાસે મુકેલી ચાવી હાથમાં આવી અને વિકાસને પૂછ્યું, 'બેટા, આ નાનકડી ચાવી મારા હાથમાં ઘણીવાર આવી છે ,આ ચાવી શેની છે મેં પણ તને ઘણીવાર આ સવાલ પૂછ્યો છે? તું દર વખત વાતને ટાળી દે છે.આજે તો મારે જવાબ જોઈએ.' ત્યારે વિકાસ બોલ્યો, ' પપ્પા આપણે ઘરે જઈને નિરાંતે વાત કરીએ તો 'અને બપોરે ઘરે જાય છે.

    બપોરે જમીને પપ્પા એ સીધો સવાલ કર્યો
  બોલ, 'આજે વિકાસ જે હોય તે સાચું બોલીદે બેટા,
હવે તો મને કહે આ ચાવી શેની છે?'

   ત્યારે વિકાસ ત્રણ વર્ષથી પેક પડેલી પેટી એમના પપ્પાના હાથમાં આપીને કહે છે, તમે આ પેટી ખોલીને જોઈલો ત્યારે પપ્પા પેટી ખોલે છે,ત્યારે પેટી માંથી બરમાનું પરિણામ નીકળે છે,અને વિકાસની આંખ માંથી આંસુ સરી પડ્યા.

    ત્યારે પપ્પા બોલ્યા બેટા જે મનમાં છે આજે તું તારા પપ્પાને કહીદે,ત્યારે વિકાસ તે રાત્રે જે વિચારોનું ઘમાસાણ મનમાં થયું હતું તે બધું પપ્પાને કહે છે,

  અને પપ્પા પણ રડતી આંખે બોલ્યા ,'બેટા તારે મને વાતતો કરવી હતીને તારો બાપ ગમે તેમ કરી તને ભણાવત દીકરા'શા માટે તે તારી ઈચ્છાને વિસ્તરવુ હતું અને તે એમને એક પેટીમાં બંધ કરી છોડી દીધી,કારણકે તારા બાપની તને પરિસ્થિતિ આડી આવી બેટા તે તારા જીંદગીના અમુૂલ્ય ત્રણ વર્ષ બગાડ્યા વિકાસ આજે તારા પપ્પા તને કહે છે તું આ વર્ષે ફરી ભણવાનું ચાલુ કરી દે..'

   બસ આ શબ્દો સાંભળી વિકાસ એમના પપ્પાને ગળે વળગીને એક નાનકડું બાળક રડે એ રીતે ધ્રુસકે ધ્રુસકે તે રડવા લાગ્યો....

-સચીન સોની