aaghat.. books and stories free download online pdf in Gujarati

આઘાત...

આઘાત...  વાર્તા...  6-3-2019

અંજલિ આજે મહેશભાઈ બગીચામાં મળ્યા હતા એમની દીકરી સ્વાતિ માટે આપણા રવિ ની વાત કરતા હતા.  અંજલિ બેન ખુશ થઈ ગયા કે ચાલો સામે થી સારા સંસ્કારી ઘરનું માંગુ આવ્યું છે. અંજલિ બેન અને કમલ ભાઈ એ રવિ ને વાત કરવાનુ નક્કી કર્યું. નોકરી થી સાંજે રવિ આવ્યો જમીને કમલ ભાઈ એ સ્વાતિ ની વાત કરી. રવિ કહે પપ્પા હું આજે મારી વાત કરવા બેઠો છું. હું  કોલેજમાં હતો ત્યાર થી જ હીના સાથે પ્રેમ છે હવે હું સારુ કમાવ છું તો તમે હા પાડો તો હું હીના સાથે લગ્ન કરુ??? 
મા - બાપ તો આ સાંભળીને એકબીજા સામે જોઈ બોલ્યા બેટા તારી પસંદ અને તારી ખુશીમા ખુશ છીએ. 
રવિ ના લગ્ન થઈ ગયા અને કમલ ભાઈ ની તબિયત સારી ન રહેવાથી એમણે પ્રાઈવેટ જોબ હતી તે છોડી દીધી. એક દિવસ સવારે હીના બોલી પપ્પા તમને પેન્શન મળવાનું ન હતું તો તમે હજુ જોબ કરી શકો એમ હતા તો જોબ શું કામ છોડી અને રોજ તમે બે છાપા મંગાવો છો તો ખોટા ખર્ચા થાય છે.  આ સાંભળીને અંજલિ અને કમલ ભાઈ આઘાતમાં જતા રહ્યા. અંજલિ બેન હીના ને બોલ્યા કે તારા પપ્પા ને કશું કહેવાનો અધિકાર નથી અમે હજુ અમારા જ રૂપિયા થી આ ઘર ચલાવી એ છીએ અને અમારુ કામ પણ જાતે જ કરીએ છીએ તારી કે રવિ પર અમે બોજ નથી. પણ કમલ ભાઈ ને આઘાત ખૂબ જ લાગ્યો અને એમને હૃદય રોગનો હુમલો આવ્યો અને એ આ સ્વાર્થી દુનિયા છોડી જતા રહ્યા. 
અંજલિ બેન ની હાલત તો કફોડી બની ગઈ એ પોતાને નિરાધાર સમજવા લાગ્યા. એક દિવસ સવારે હીના એ કહ્યું કે માં તમે બધી સોસાયટી ની બહેનો સાથે મંદિર જાવ અને ભજન કીર્તન કરો. આમ અંજલિ બેન સવારે મંદિર જાય અને જમવા ના સમયે ઘરે આવે. હીના એ એક દિવસ કહ્યું માં મને તમારો સાડા સાત તોલા વાળો સેટ પહેરવા આપોને મારા માસી ની દીકરી ના લગ્નમાં પહેરવા જોઈએ છે. અંજલિ બેન કહે સારૂ આજે જ બેંકમા જઈ લોકરમા થી લઇ આવીયે. હીના લગ્નમાં જઈ આવી પણ સેટ પાછો ના આપ્યો.  અંજલિ બેન ને એમ કે આજે આપશે કાલે આપશે પણ એમ કરતા છ મહિના થયા અંજલિ બેનની દીકરી એ અેના કાકા સસરા ના દીકરા ના લગ્નમાં પહેરવા સેટ માગ્યો એટલે અંજલિ બેને હીના ને કહ્યું બેટા પેલો સેટ આપ હેતલ ને પહેરવા જોઈએ છે. હીના કહે ક્યો સેટ અને શું વાત કરો છો??? ખોટું રડીને એના માતા પિતા ને બોલાવ્યા અને એમણે આવીને અંજલિ બેન સાથે ઝઘડો કર્યો કે અમારી દીકરી ચોર નથી અમે જ એને આ સેટ આપ્યો છે. અંજલિ બેન ને ખૂબ જ આઘાત લાગ્યો એમણે રવિ ને ફોન કરીને બોલાવ્યો. રવિ પણ આવીને હીના નો પક્ષ લઈ અંજલિ બેન ને બોલ્યો કે તારી ઉંમર થઈ છે તને કશું યાદ રહેતુ નથી. તારો સેટ હીના શું કામ લે એની પાસે છે એના પર ખોટા આરોપ મૂકે છે. અંજલિ બેને એમના વકીલ અને સોનીને ફોન કરી બોલાવ્યા અને જે સેટ લીધો હતો એના બિલ બતાવ્યા. અને સેટ ની અંદર ની બાજુએ એક નિશાની કરાવી હતી અંજલિ બેન નો એ અને કમલ ભાઈ નો કે લખાવ્યો હતો. એ નિશાની હીના પાસેના સેટમા હતી એ ભોંઠી પડી.  વકીલે વસીયત વાંચી ભવિષ્યમાં આ સેટ રવિની વહુ ને જ મળવાનો હતો.  
અંજલિ બેન એ નિર્ણય લઈ લીધો કે હવે આ ઘરમાં મારુ કોઈ નથી આ ઘર મારા નામે છે. એ હું વેચી દવુ છું. 
રવિ તું તારી વ્યવસ્થા કરી લે બીજે રહેવાની મારા લોકર ના દાગીના અને મારા બીજા રૂપિયા લઈ હું હવે ઘરડા ઘરમાં રહેવા જવુ છુ. હવે રવિ અને હીના ને આઘાત લાગ્યો ..........

ભાવના ભટ્ટ અમદાવાદ......