Kedi no. 420 - Antim bhag books and stories free download online pdf in Gujarati

કેદી નં. ૪૨૦ - અંતિમ ભાગ

        આગળ આપણે જોયું કે અાદિત્ય  કલ્પના ના ઘરે જઇને કલ્પના ને પ્રપોઝ કરે છે પણ કલ્પના એ વાત નો અસ્વીકાર કરે છે કે એ અાદિત્ય ને પ્રેમ કરે છે અને એ સાથે જ અાદિત્યને મેરેજમાં અાવવાની ના પાડે છે .અાદિત્ય સ્વયંને  મળીને લગ્ન ના કરવા માટે સમજાવે છે ત્યારે સ્વયં અાદિત્ય ની સામે શરત રાખે છે લગ્ન ના થોડા સમય પહેલા પણ જો કલ્પના બધાની સામે કબુલ કરશે કે એ અાદિત્ય ને પ્રેમ કરે છે તો જ એ કલ્પના સાથે લગ્ન નહિ કરે. નહિ તો લગન ને કોઇ નહિ અટકાવી શકે.સાનિયા ઓફિસ સ્ટાફમાં બધાને અાખી વાત જણાવે છે અને સ્ટાફ ના બધા ભેગા મળીને કલ્પના બધાની સામે  અાદિત્ય માટે ના પોતાના પ્રેમ નો એકરાર કરે માટે પ્લાન બનાવે છે .
                    એકપછી એક દિવસો અાગળ વધવા લાગ્યા.કલ્પના અને સ્વયં ના લગ્ન  ના  ઇન્વીટેશન કાર્ડ વહેંચાઇ જવા ની કામગીરી ક્યાર ની પતી ગઇ હતી .અમોલભાઇ એ સ્ટાફમાં બધાને ખાસ કરીને અાદિત્ય ને ખાસ લગ્ન માં અામંત્રણ અાપ્યું હતુ.કલ્પના બહાર થી ખુશ હોવાનું નાટક કરતી હતી પણ એના મન ની વ્યથા એ જ જાણતી હતી .બહાર બધાની સામે હસતા રહી ને એકાંતમાં પોતાના આંસુ વહાવી દેતી .અાદિત્ય એ  આશાએ ઘરે અાવીને લગ્ન ની તૈયારીઓ કરાવતો કે કલ્પના ને એકાંતમાં મળીને સમજાવી શકાય પણ કલ્પના અાદિત્ય ને એવો ચાન્સ જ નહોતી અાપતી.કલ્પના ને એકલી જોઇ ને અાદિત્ય જેવો વાત કરવા જતો કે કલ્પના તરત દુર થઈ જતી.
                        એકવાર અાદિત્યએ કલ્પના સાથે લાગ જોઇને વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ કલ્પના ઉઠી ને તરતજ ટોળામાં જઇ બેઠી.આદિત્ય મનમાં જ કલ્પના સાથે વાત કરતો હોય એમ એની સામે જોઇ રહ્યો એની અાંખો પુછતી હતી કે કેમ તું અાવું કરી રહી છે?
            સામે કલ્પના ની અાંખો જવાબ અાપતી કે અાપણે બંન્ને અાપણી ભુલ ની જ સજા ભોગવી એ છીએ તારી ભુલ હતી કે તું સમયસર તારી અને મારી લાગણી સમજ્યો નહિ જ્યારે મારી એ ભુલ કે તારા પર અવિશ્વાસ કરીને સાનિયાની વાતમાં અાવી જઇ મારા પ્રેમ ને છુપાવ્યો.પણ હવે શું થઈ શકે જો હું મારા પ્રેમ ને તારી સામે જાહેર કરું તો મારા મમ્મી પપ્પા જે મારા પર ગર્વ કરતા હોય છે એમનું માથું શરમ થી ઝુકી જાય.અને સ્વયં ની શું ભુલ મે જ બધા ની સામે એને મેરેજ માટે હા પાડી હતી .જો એ પુછશે કે તું એને જ પ્રેમ કરતી હતી તો મને હા કેમ પાડી ?તો હું શું જવાબ દઉં.એના કરતા જે થાય છે એ થવા જ દેવું પડશે."એમ વિચારતા અાંખમાં પાણી અાવી જતા એક્સક્યુઝ  મી કહીને બીજે જતી રહી.
                   ગણેશ પુજા અને મહેંદી ની વિધિ પતી ગયા પછી સંગીત ની રાત પછી સવારે હલ્દી અને લગ્ન એમ ત્રણ દિવસ માં લગ્ન સમારોહ રાખ્યો  હતો. સંગીત ની રાતે બધા બધા પોતાના અાઇટમ સોન્ગ પર ડાન્સ કરીને પોતાનો પ્રભાવ પાડી દેવા દેવા અાતુર હતા.જેમાં સ્વયં અને કલ્પના ને પણ રોમેન્ટિક સોન્ગ પર ડાન્સ કરવા નો હતો.ઘણાં દિવસો ની પ્રેક્ટિસ પછી પણ કલ્પના ડાન્સ પર ધ્યાન કેન્દ્રિત નહોતી કરી  શકતી .સ્વયં એ એને વારે વારે ટોકી કે ધ્યાન ક્યાં છે તારું કલ્પના .એ વારે વારે કોઇ ને કોઇ ભુલ કરી દેતી .એ જોઇને સ્વયં અપસેટ થઈ ગયો એને મનમાં થયુ કે ક્યાંક અાદિત્ય ની વાત સાચી તો નથી ને?પછી બીજી પળે થયું ના ના એવું હોય તો એણે મેરેજ પ્રપોઝલ વખતે જ ના પાડી દીધી હોત અને કદાચ સ્પષ્ટ ના પાડી ના શકે તો ય કંઇક ખચકાટ તો બતાવત.પણ એવું ય નહોતુ લાગતું.થોડા દિવસો પહેલા તો એ ખુશ જ લાગતી હતી તો હવે શું થઈ ગયું?.ક્યાંક એવું તો નથી કે એ કંઇક છુપાવી રહી છે .ક્યાંક હું કંઇ ખોટું તો નથી કરતો ને ?"
                         "એણે કલ્પના ને બાજુમાં લઇ જઇ પુછ્યું ,"તું મને પ્રેમ તો કરે છે ને?"એના સવાલ થી કલ્પના ગભરાઇ ગઇ તો ય સ્વસ્થ દેખાતા કહ્યું કેમ અાવા પ્રશ્ન કરે છે ?અાપણે ડાન્સ કરવા પર ધ્યાન અાપવું જોઇએ .અાપણી પાસે સમય નથી . "
                  "એ જ તો હું પણ કહેવા માગું છું કે અાપણી પાસે સમય નથી.પણ તારું ધ્યાન ડાન્સ કરવામાં નથી ક્યાંક બીજે જ છે ?શું વાત છે કલ્પના તું મારાથી કંઇ છુપાવતી તો નથી ને?"
                      "ના ના એવું કંઇ જ નથી .અા તો બસ ડાન્સ કરતી વખતે હાથમાં થોડું દુખે છે એટલે સારી  રીતે કરી શકાતો નથી ."
                    "એવું જ હોય તો અાપણો ડાન્સ કેન્સલ કરી દઇએ."
                "ના એવું કરવા ની કોઈ જરુર નથી .હું મેનેજ કરી લઇશ.હું હવે સારી રીતે ધ્યાન અાપીને કરીશ  બસ."
                 એમ કહીને કલ્પના સ્વયં ને ડાન્સ કરવા લઇ ગઇ.અને અા વખતે સારો ડાન્સ કર્યો જેને કોરિઓ ગ્રાફરે  પણ ઓકે કર્યો અને બંન્ને ને બેસ્ટ ઓફ લક કહીને જતા રહ્યાં .
                     સંગીત શરુ થયા પહેલા અજય સરે આદિત્ય ને એક ખુણામાં બોલાવ્યો અને એને બધો પ્લાન સમજાવ્યો .અાદિત્ય એ કહ્યું ,આ પ્લાન કામ તો કરશે ને?"
            "૯૫% તો કરશે જ."
            "અને બાકીના ૫%?"
             "તારા નસીબ.અાદિત્ય એ ચોંકીને જોયું એટલે અજયસરે  હસીને કહ્યું ,"૧૦૦% કરશે .તું બસ જે  કરે એ દિલથી કરજે.પછી જોજે ને નસીબ ય તને કેવો સાથ અાપે છે. બેસ્ટ ઓફ લક."
                 રાત ના નવ વાગ્યે GREEN YMCA હોલમાં સંગીત નો કાર્યક્રમ શરુ થયો.અમોલભાઇ ના સગા સંબંધીઓ થી તેમજ સુરજ ભાઇ ના અને સ્વયં ના વિદેશી મહેમાનો થી હોલ ભરાઇ ગયો . બ્લેક સુટ માં સજ્જ સ્વયં અને ગોલ્ડન એમ્બ્રોઇડરી કરેલ રેડ અાઉટફીટમાં સજ્જ કલ્પના એ જ્યારે હોલમાં એન્ટ્રી કરી બધા એમને જોઇ ને દંગ થઈ ગયા.બધાએ તાળી ઓ ના ગડગડાટ થી એમને વધાવી લીધા.સંદીપે અાદિત્ય ની એકદમ પાસે જઇ ધીમેથી કહ્યું ,"કેટલો મોટો બેવકુફ છે તુ અાને તો પહેલી જ નજરે પ્રેમ થઇ જાય અને તું ફ્રેન્ડશિપ થી ક્યારેય અાગળ જ ના  વધ્યો એ જોઇ અાદિત્ય એ ગુસ્સે થી સંદીપ સામે જોયુ પણ  અાદિત્ય ની નજર જ્યારે કલ્પના પર પડી તો એ પણ જોતો જ રહી ગયો.એને થયું કે  અત્યાર સુધી   કેવી રીતે કલ્પના સાથે  પ્રેમ  ના થયો? કદાચ પ્રેમ  તો હતો જ એ તો  હું પ્રેમ ને ફ્રેન્ડશિપ સમજીને પોતાની જાત ને છેતરતો હતો .જો પહેલા જ સમજી ગયો હોત તો  અાટલી હદ સુધી વાત જ ના અાવત."
                  બધા ના ડાન્સ અાઇટમ પત્યા પછી છેલ્લે સ્વયં અને કલ્પના ને ડાન્સ કરવાનો હતો.અાદિત્ય ને ઉતાવળ હતી કે ક્યારે  એમનો પ્લાન શરુ થાય.અાખરે એ સમય પણ અાવ્યો અને કલ્પના અને સ્વયં નો ડાન્સ શરુ થયો.હળવુ રોમેન્ટિક ગીત શરુ થયુ.એ બંન્ને એ 'જાને તુ યા જાને ના' ના રોમેન્ટિક સોન્ગ 'કહીં તો હોગી વો દુનિયા જહાં તુ મેરે પાસ  હૈ." પર ડાન્સ કરવાનું શરુ કર્યુ.જેમાં કલ્પના ને વધારે તકલીફ નહોતી પડવાની.શરુ માં તો કલ્પના એ સારી રીતે ડાન્સ કર્યો પણ જેવી એની નજર અાદિત્ય પર પડી કલ્પના સ્ટેપ્સ ભુલવા લાગી તો ય સ્વયમે સંભાળી લીધું.અાખરે એ બંન્ને નો ડાન્સ પણ પત્યો ને તાળી ઓ ના ગડગડાટ પછી જેવા સ્ટેજ પર થી નીચે ઉતરવા ગયા કે લાઇટ જતી રહી .ત્યાં ના લોકોમાં ખળભળાટ મચી ગયો.એટલે અમોલભાઇ લાઇટ જવાનું કારણ તપાસવા હોલમાં થી બહાર ગયા.સ્વયં અને કલ્પના સ્ટેજ પર જ ઉભા રહી ગયા કેમ કે અંધારા માં કોઇ ને કંઇ જ દેખાતુ નહોતુ.ત્યાં જ સ્વયં ના ફોન વાગતા સ્વયં એ ફોન રિસિવ કર્યો પણ કંઈ જ ના સંભળાતા સરખી રીતે વાતચીત કરવા એ પણ  સ્માર્ટફોન ની ફ્લેશ લાઇટ ઓન ના અજવાળુ કરીને બહાર   જતો રહ્યો.અચાનક કલ્પના ને લાગ્યું કે અાદિત્ય એની અાસપાસ છે ત્યાં જ સ્ટેજ પર ફ્લેશ પડ્યો એ સાથે જ કલ્પના એ અાદિત્ય ને સામે ઉભેલો જોયો. સ્કાય     બ્લુ રંગ ની શેરવાનીમાં એ મનમોહક લાગતો હતો.કલ્પના ને થયું કે બસ એને જોતી જ રહી  અાદિત્ય એ એની અાગળ ચપટી વગાડી એટલે એને યાદ અાવ્યું   ને એ  ગુસ્સો બતાવીને નીચે ઉતરવા જ જતી હતી ત્યાં અાદિત્ય એ એનો હાથ પકડીને રોકી લીધી .એ સાથે જ એક ગીત પ્લે થયું .જે કલ્પના નું ફેવરિટ હતુ.
                 "કચ્ચી ડોરિયાં ડોરિયાં ડોરિયાં સે 
                   મેનુ તુ બાંધ લે ..........
                    પક્કી યારિયાં યારિયાં યારિયાં મે
                    હોંદે ના ફાસલે ...............
                    એ નારાજગી કાગજી સારી તેરી 
                    મેરે સોણેયા સુનલે મેરી ........
                    દિલ દિયાં ગલ્લાં ...............
                    કરાંગે નાલ નાલ બેહકે .........
                    અંખ નાલ અંખનુ મિલાકે .............
                    દિલ દિયાં ગલ્લાં .............
                     કરાંગે રોજ રોજ બેહકે 
                      સચ્ચિયાં મહોબ્બતાં નિભાકે
                      સતાયે મેનુ ક્યું દિખાયે મેનુ ક્યું એંવે                           ઝુટીમુટી રુસકે રુસાકે............
                      દિલ દિયાં ગલ્લાં ...............
                    કરાંગે નાલ નાલ બેહકે .........
                    અંખ નાલ અંખનુ મિલાકે .............
                    દિલ દિયાં ગલ્લાં .............
              .
                  ગીત પ્લે થતાની સાથે જ અાદિત્ય કલ્પના નો હાથ પકડીને ઘુંટણ પર બેઠો અને પ્રપોઝ કરતો હોય એ જ રીતે એ પણ ગીત ગાવા લાગ્યો.અને એ સાથે જ એણે કલ્પના ની અાસપાસ ફરી ને કલ્પનાની અાંખોમાં અાંખો નાખીને  મનમોહક અદા માં ડાન્સ કરવાનું શરુ કરી દિધું .એની અા રીતે પ્રપોઝ કરવાની અદા જોઇ કલ્પના ય ભાન ભુલી ગઇ.એને એમ જ લાગ્યું કે એ અને અાદિત્ય બે એકલા જ છે અને અાદિત્ય એને પ્રપોઝ કરે છે એ ભુલી ગઇ કે એ અત્યારે લોકોની વચ્ચે સ્ટેજ પર ઉભી છે.જ્યારે અાદિત્ય એની એકદમ પાસે અાવ્યો એ બધુ  ભુલીને અાદિત્ય ના ડાન્સ ના સ્ટેપ્સ સાથે તાલ મિલાવી ને ડાન્સ કરવા લાગી.હોલ માં ઉભેલા બધા જ અાભા બનીને એમનો ડાન્સ જોઇ રહ્યાં.જેવું ગીત પુરુ થયું કે તરત જ કલ્પના અાદિત્ય ને ભેટી પડી બંન્ને સ્થળ  અને સમય નું ભાન ભુલી ને એકમેક ના બાહુપાશ માં ખોવાઇ ગયા.ત્યાં જ સ્વયં  ફોન કટ કરીને હોલમાં   અાવ્યો ને એણે એ દ્રશ્ય જોયું તો શરુઆતમાં તો એ એટલો ગુસ્સે થયો કે એના હાથમાં રહેલો કોલ્ડડ્રીંક નો ગ્લાસ એના હાથની પકડ થી એના હાથમાં જ ટુટી ગયોને એ કાચ માં ના કોલ્ડ ડ્રીંક ની સાથે લોહી નો લાલ રંગ પણ ભળી ગયો.જ્યારે અમોલભાઇ એ હોલમાં પાછા ફરીને એમણે એ દ્રશ્ય જોયુ તો ક્રોધ માં રાતા પીળા થઈ ને કલ્પના પર ચિલ્લાઇ ઉઠ્યા.એ સાથે જ લાઇટ પણ અાવી ગઇ. એમના અવાજ થી કલ્પના  ભડકી ગઇ ને પાછળ જોયું તો સ્વયં એના મમ્મી પપ્પા ,અમોલભાઇ ની અાગઝરતી નજરો એમને જોતી હતી .કલ્પના ને હવે ભાન થયુ કે પોતે ક્યાં છે અને  એણે શું કરી દિધું છે.ભય અને શરમ થી એ દોડતી પોતાના મેકઅપ રુમ માં જતી રહી.અમોલભાઇ ને થયું જે કંઇ પણ થયું છે એ બાબતે સુરજ, વિશાખા અને સ્વયં ને સમજાવવા પડશે નહિ તો એ લોકો કદાચ લગન કરવાની ના પાડી દેશે.એટલે એ સ્વયં અને એના માતાપિતા ને મળી ને પરિસ્થિતિ સંભાળવા લાગ્યા.
               આ બાજુ અાદિત્ય કલ્પના સાથે વાત કરવા માટે કલ્પના ની પાછળ એના રુમ માં ગયો .કલ્પના ત્યારે મો પર પાણી છાંટીને પોતાના અાંસુ છુપાવતી હતી.ત્યાં જ પાછળ થી અવાજ અાવ્યો ,"મો પર પાણી છાંટીને તું કદાચ તારા અાંસુ છુપાવી શકીશ પણ લાલ થઇ ગયેલી અાંખો ને કેમ છુપાવીશ જે ચાડી ખાય છેકે તું ખુશ નથી અા લગ્ન થી ."
             "તને મે ના નહોતી પાડી મેરેજ માં અાવવાની તો કેમ અાવ્યો?હવે મારી  વાત નું એટલું માન રાખવાની ય તને જરુર નથી લાગતીને?મારી ફીલીંગ્સ માં વહી જઇ ને એક ભુલ તો મે કરી દીધી  છે હવે  બીજી નથી કરવી.તું પ્લીઝ જા અહિંથી ."
               "મેરેજમાં અાવવાની ના પાડી હતી સંગીતમાં નહિ?શું  અાપણી ફ્રેન્ડશિપ છેલ્લી વાર મળીને અલવિદા કહેવાનું પણ  ડિઝર્વ નથી કરતી?.પછી પાસે અાવીને બોલ્યો ,"બસ છેલ્લી વાર તને મનભરીને જોવા માટે તને સ્પર્શ કરવા જ અાવ્યો હતો.અને અજાણતા માં તે મારી ઇચ્છા પુરી કરી દીધી .થેંક્સ મને અા યાદ રુપે મારા જીવન ની શ્રેષ્ઠ ભેટ અાપવા. અા ભેટ જીવનભર સાચવીને રાખીશ.કાલે સવારે મુંબઇ જવાનો છુ હંમેશા માટે .થઈ શકે તો મને ભુલી જજે.ને સ્વયં સાથે સુખી જીવન ગાળવા પ્રયત્ન કરજે.ક્યારેય પણ જો ખબર પડે કે અાદિત્ય અા દુનિયામાં નથી તો દુખી ના થતી.તારા મેરેજ માટે બેસ્ટ ઓફ લક .મારી શુભેચ્છા હંમેશા માટે તારી સાથે જ રહેશે."એમ કહી ને અાદિત્ય કલ્પના થી દુર થયો ને રુમ ની બહાર જવા  પગ ઉપાડ્યા.
                અાદિત્ય ને દુર જતા જોઇ ને કલ્પના ને હ્રદય બેસી જતું હોય એવું લાગ્યુ.અાદિત્ય સાથે વીતાવેલી પળો એની સાથે કરેલી મસ્તી,એના તોફાન એની જીદ બધું જ યાદ અાવવા લાગ્યું.સાથે પેલું સ્વપ્ન પણ યાદ અાવ્યુ જેમાં એણે જોયું હતુ કે પોતે અાદિત્ય ના પ્રેમ નો અસ્વીકાર કરતા એ ખીણ માં કુદી પડે છે.એ ડરી ગઇ કે ક્યાંક એનું સ્વપ્ન સાચું ના પડી જાય ક્યાંક સાચે જ એ કંઇક કરી દેશે  તો એ કેમ કરીને જીવશે ?એ વિચારી ને એણે  અાદિ ના નામ ની બુમ પાડી .એ સાંભળીને અાદિત્ય એ જેવું પાછળ ફરીને જોયુ કે કલ્પના દોડીને એને ભેટી પડી અને બોલી,"કેમ અાવું કરે છે?શું જોઇએ છે  તારે ?એ જ ને કે હું મારા પ્રેમ નો સ્વીકાર કરું .હા હું પ્રેમ કરું છું.I LOVE YOU TOO.અને હમણાં થી નહિ જ્યારે તું હોસ્પિટલમાં હતો ત્યારથી .પણ પ્લીઝ તું મારી પરિસ્થિતી સમજ.અત્યારે જે કંઇ પણ પરિસ્થિતિ ઉભી થઇ છે એમાં મારા મમ્મી પપ્પા ની કે સ્વયં ની શી ભુલ?કેમ કરીને કહું એમને  કે હું સ્વયં ને નહિ તને પ્રેમ કરું છું .મારી જ ભુલ હતી કે મે તારા પર વિશ્વાસ ના કરીને સાનિયા ની વાત પર વિશ્વાસ કર્યો .ને મારા મન ની વાત તારા થી છુપાવી.હવે એ જ ભુલ ની સજા આપણે બે યે ભોગવીએ છીએ.હું મારા સ્વાર્થ માટે એમને જીવનભર ના અપમાન નું દુખ અાપવા માગતી નથી .પણ  જો  તું કોઇ ખોટું પગલુ ભરીશ તો હું ય નહિ જીવી શકું.એટલે તું મને પ્રોમિસ કર કે  તું કોઇ ખોટું પગલુ નહિ ભરે અને  મને ભુલી ને નવેસર થી તારું જીવન શરુ કરીશ ."
                        અાદિત્ય એ કલ્પના નો હાથ પકડીને કહ્યું , "હું સમજું છું તને કે તારા માટે અા પરિસ્થિતિમાં થી પસાર થવું કેટલું કઠિન છે. તું ચિંતા ના કર હું એવું કંઈ જ નહિ કરું જે વિચારી ને તું ગભરાય છે.તારો અાદિ એટલો કમજોર નથી .પણ એક વાત તને કહી દઉં છું કે હું તને ભુલી ને અાગળ નહિ વધું પણ જિવન ની દરેક પરિસ્થિતિમાં તું યાદ રુપે ,મારા ધબકાર માં ,મારા શ્વાસમાં તું મારી  સાથે જ રહીશ .અને મારા જીવન માં તારા સિવાય ક્યારેય બીજા કોઇનું સ્થાન નહિ હોય.હું હંમેશા તને જ ચાહતો રહીશ."
            એ બંન્ને અામ વાત કરીને અલગ જ થવા જતા હતા અમોલભાઇ નો અવાજ અાવ્યો .એ બોલ્યા ,"અાદિત્ય,"પછી અાદિત્ય ની પાસે અાવી ગુસ્સે થઇ ને બોલ્યા ,"તારી હિંમત કેવી રીતે થઇ અા રીતે  બધા ની સામે કલ્પના સાથે ડાન્સ કરવાની કે અા રીતે એના રુમ માં ઘુસી  આવવાની?તે જે કર્યું છે એની અસર હું અા લગ્ન પર પડવા દેવા માગતો નથી .મહેરબાની કરીને અત્યારે ને અત્યારે જ અહિંયા થી જતો રહે."
                 આદિત્ય એ કલ્પના સામે જોયુ એની અાંખમાં અાંસુ હતા એ એને જતો ના જોઇ શકી એટલે પાછળ  મો ફેરવી લીધું.અાદિત્ય પણ હવે રુમની બહાર ની તરફ જવા પગ ઉપાડ્યા .ત્યાં સ્વયં એના રસ્તામાં અાવી ગયો એણે કહ્યું ,"તું ભુલી ગયો મે શું વચન અાપેલુ હતુ તને કે જો કલ્પના બધા ની વચ્ચે પોતા ના પ્રેમ નો સ્વીકાર કરશે તો હું લગ્ન નહિ કરું .અને તારી સાથે ડાન્સ કરીને એણે જાહેર કરી દીધું છે કે એ મને નહિ તને પ્રેમ કરે છે .હવે મારો એના પર કોઇ હક નથી .એ તારી છે તો હવે એને છોડીને કેમ જાય છે?જો એને એની અાંખો માં જે પ્રેમ છે એ તારા માટે જ છે.હું ક્યાંય નથી .હવે હું તો અા લગ્ન નહિ કરી શકુ અને જો તું ય છોડી ને જતો રહીશ તો  શું થશે એનું ?એને કેટલું દુખ થશે કે ના તો એનું પોતાનું સ્વપ્ન પુરુ થયુ ના એના માતાપિતા નું .અને બદનામી થશે એ અલગ ."
              "આ તું શું બોલે છે સ્વયં ?કાલે લગ્ન છે અને તું લગ્ન કરવા ની ના પાડે છે ?તુ કલ્પના સાથે લગ્ન નહિ  કરે તો શું થશે એનું એ તો વિચાર."અમોલ ભાઇ ગભરાઇ ને બોલ્યા.
                 "તો તમે શું ચાહો છો લોકો તમારા વિશે ખરાબ ના બોલે એટલે હું અને કલ્પના એકબીજા સાથે લગન કરી લઇએ .?પણ લગ્ન પછી ય કલ્પના ના હ્રદયમાં ઉંડે ઉંડે ય અાદિત્ય ક્યાંય નહિ હોય એની તમે ખાતરી આપો છો? અને એ વાત ની ખબર હોવા છતાં ય કે મને નહિ અાદિત્ય ને પ્રેમ કરે છે અમારું લગ્નજીવન સુખી જ હશે એ વાત ની ખાતરી અાપતા હોય તો લગ્ન કરી લઉં."
                   "તમને કદાચ ખબર નહિ હોય તો કહી દઉં કે પ્રેમ બીજા સાથે હોય અને લગ્ન બીજા સાથે કરવા પડે જીવ અાપવા બરાબર જ છે. હવે તમારે નક્કી  કરવાનું છે કે તમારા માટે કઇ વાત નું મહત્વ વધારે છે તમારી પુત્રી ની ખુશી કે સમાજ ના બે ચાર લોકો એ કરેલી વાતો? .સમાજ ના લોકો તમારા વિશે વાતો ના કરે એ માટે થઈ ને તમારી કલ્પના ની બલિ ચડાવા  તૈયાર છો તમે ?"
                               અમોલભાઇ નીચું જોઇ ને બોલ્યા,"એકદમ અાવો નિર્ણય લેવો અાસાન નથી .મારે વિચારવા માટે સમય જોશે.હું જે કંઇ પણ નિર્ણય લઇશ એ કાલ સવારે કદાચ તમને બધાને જણાવીશ.અમોલભાઇએ અાદિત્ય પાસે જઇ ને કહ્યું ,"કાલ સવાર નો નિર્ણય જ્યાં સુધી ના થઈ જાય ત્યાં સુધી ક્યાંય જવાનું નથી . તારે ઘરે જ રોકાઇ જવાનું છે."એમ કહીને જતા રહ્યાં .અને બધા એમને જોતા રહ્યાં .બધા સંગીત નો કાર્યક્રમ પુરો થયો એટલે વાતો કરતા ઘરે જતા રહ્યાં .
                    એ રાત કલ્પના ,અાદિત્ય અને સ્વયં અને ગીતા બેન બધા ના જીવન ની સહુ થી લાંબી રાત હશે .એમને એ જ થતું હતું કે કાલે સવારે ખબર નહિ અમોલભાઇ કયો નિર્ણય લેશે.
                  અા બાજુ અમોલભાઇ અાખી રાત અામ થી  તેમ અાંટા મારતા રહ્યાં .એમને સમજમાં નહોતુ અાવતુ કે એ શું કરે ?ક્યારેક  સમાજ ના લોકો નું અટહાસ્ય સંભળાતું તો  ક્યારેક કલ્પના ના ડુસકાં .એમ વિચાર કરી કરીને એ થાક્યા.ત્યાં જ એમને અચાનક કંઇક યાદ અાવ્યુ.ને એ પુજા ઘરમાં ગયા .ત્યાં શ્રીકૃષ્ણ ની મુર્તિ મંદ મંદ મુસ્કુરાતી ઉભી હતી .એમણે મનમાં મુર્તિ ની સામે હાથ જોડીને કહ્યું ,"મારા વ્હાલા હું તો વિચારી વિચારી ને થાક્યો હવે તું જ કંઇક નિર્ણય કર.મ્રૃણાલમા ના ઇન્ટરવ્યુ સમયે જેમ તે રસ્તો બતાવ્યો હતો એમ રસ્તો બતાવ.કાલે સવારે જો પુજામાં લાલ ફુલ વધારે હશે તો કલ્પના ના લગ્ન સ્વયં સાથે કરાવીશ અને જો સફેદ ફુલ વધારે હશે તો અાદિત્ય સાથે.તારો જે કોઇ નિર્ણય હશે હું સ્વીકાર કરીશ." એમ પ્રાર્થના કરીને એમના રુમ માં જતા રહ્યાં ..
                સવાર ના છ વાગ્યા એટલે બધા ઉઠી ને નાહવા ધોવા ગયા.અમોલભાઇ એ બધા ને હુકમ કર્યો હતો કે બધા સાડા સાત વાગ્યે નહાઇ ધોઇ ને પુજામાં  હાજર થઈ જાય. જે કોઇ પણ નિર્ણય થવાનો હતો એ કલ્પના અાદિત્ય અને સ્વયં ત્રણેય ના માટે મહત્વ નો હતો એટલે અમોલભાઇ એ અાદિત્ય ને ઘરેજ રોકાઇ જવા કહ્યું હતુ એટલે એ અને એની   સાથે સંદીપ ,સુહાની , સાનિયા અને બીજા સ્ટાફ કર્મચારીઓ કલ્પના ના ઘરે જ રોકાઇ ગયા.
                     સવાર ના સાડા સાતે બધા નહાઇ ધોઇ ને પુજામાં હાજર થઇ ગયા.બધા  ને એ જાણવાની ઉતાવળ હતી કે અમોલભાઇ શું નિર્ણય કરવા ના છે.અમોલભાઇએ બધાને સંબોધીને કહ્યું "મે કાલ અાખી રાત વિચાર કર્યો પણ કોઇ નિર્ણય કરી ના શક્યો.પછી મને વિચાર અાવ્યો કે અા નિર્ણય ઇશ્વર પર જ છોડી દઉં.હવે તમને થશે કે ઇશ્વર કેવી રીતે નિર્ણય કરશે.કલ્પનાની  નોકરી ના પહેલા જ દિવસે મ્રૃણાલમા ના ઇન્ટરવ્યુ લેવાનું કામ સોંપ્યુ હતુ.ત્યારે એ ઇન્ટરવ્યુ માટે કલ્પના ને ના મોકલવા માટે ગીતાએ જીદ કરી એટલે એ બાબતે કલ્પના અને ગીતા વચ્ચે ઝગડો થયો હતો . ત્યારે પણ મે બંન્ને ને નિર્ણય ઇશ્વર પર છોડી દેવા કહ્યું .એટલે કે સવાર ની પુજામાં જો લાલ ફુલ વધારે હોય તો ગીતા ની વાત માનવી અને જો સફેદ ફુલ વધારે નીકળે તો કલ્પના ને ઇન્ટરવ્યુ માટે જવા દેવી.અને બીજીસવારે સફેદ ફુલ વધારે હતા એટલે કલ્પના  ઇન્ટરવ્યુ લઇ શકી.અને જેનું પરિણામ તમે જોયુ જ છે કે સારુ હતુ.તો ઇશ્વર જે કંઈ પણ નિર્ણય કરે છે એ જ શ્રેષ્ઠ હોય છે .અત્યારે પણ અા જ રીત વડે નિર્ણય લેવા માગુ છુ.તમે જેવી રીતે અા પુજા ની થાળી જુઓ છો એમાં લાલ પીળા ,સફેદ ,ગુલાબી રંગ ના ફુલો છે.અને ઘર ની સજાવટ કરનાર એક વ્યક્તિ ને મે કહ્યું હતું કે બધા જ રંગ ના ફુલ તોડીને થાળી ભરીને અાપી જાય.એટલે કે જેણે થાળીમાં ફુલો ભર્યા છે એને આ બાબતે કંઇ જ ખબર નથી .હવે પુજા કરતા પહેલા હું  એની જ જોડે લાલ ફુલ અને સફેદ ફુલ ની ગણતરી કરાવીશ.જો લાલ રંગ ના ફુલ વધારે હશે તો કલ્પના અને સ્વયં ના લગ્ન થશે અને જો સફેદ ફુલ વધારે હશે તો કલ્પના અને અાદિત્ય ના લગ્ન થશે." પછી કલ્પના ,અાદિત્ય અને સ્વયં ને કહ્યું તમે ત્રણેય સહમત છો ને અા નિર્ણય સાથે?"
                 ત્રણેય સહમત થયા એટલે એક અજાણ્યા વ્યક્તિ ને રુમ માંથી પુજા ઘરમાં બોલાવવામાં  આવ્યો.અને એને થાળી માંથી માત્ર સફેદ અને લાલ ફુલ ગણવા કહ્યું .થાળી જાસુદ , કરેણ ,વ્હાઇટ ડેઝી,લાલ ગુલાબ સફેદ ,ગુલાબી ગુલાબ ,પીળા ગુલાબ મોગરા ના ફુલો થી મઘમઘતી હતી.પહેલા તો એણે શ્રીકૃષ્ણ ના ચરણો માંથી જુના સુકાયેલા ફુલ દુર કર્યા .પછી એક પછી એક ફુલ ને શ્રીકૃષ્ણ ના ચરણમાં મુકીને ગણવાનું ચાલુ કર્યું .બધા ધડકતા  હૈયે અા દ્રશ્ય જોઇ રહ્યાં હતા.બધાને અને ખાસ કરીને કલ્પના અાદિત્ય અને સ્વયંનો  ઉચાટ સ્પષ્ટ દેખાઇ આવતો હતો.અને જ્યારે ગણતરી પુરી થઇ ત્યારે બધા વિચાર માં પડી ગયા કે હવે શું થશે  .કેમ કે થાળી માંથી એકબાજુ વ્હાઇટ ડેઝી, મોગરાનું ફુલ, સફેદ ગુલાબ , અને સફેદ કરેણ નું ફુલ એમ ચાર સફેદ ફુલ અને બે લાલ ગુલાબ અને બે જાસુદ એમ ચાર લાલ ફુલ નીકળ્યા.બધા જ ઘડીકમાં પુજાની થાળી તરફ તો ઘડીકમાં ફુલ તરફ જોઇ રહ્યાં .
               એવામાં જ એક  મોગરાનું ફુલ થાળી માં પડ્યુ.થોડું બધા અાશ્ચર્ય ચક્તિ થઇ ને એકબીજા ના મોઢા તાકવા લાગ્યા.અમોલભાઇ એ ગીતાબેન ને પુછ્યું ,"અા ક્યાંથી પડ્યુ? એટલે ગીતા બેને  કહ્યું  ,"કાલે સવારે જ્યારે પુજા કરી હતી ત્યારે એકાદ ફુલ કદાચ વાંસળી અને હાથના ખાંચા માં જ રહીગયું હશે .બંન્ને નો રંગ સફેદ હોવા ના લીધે  કદાચ બધાની નજર બહાર રહી ગયુ."
                     "અને જે ખરા સમયે થાળી માં પડ્યુ.અમોલભાઇ અભિભુત થઇ ને બોલ્યા ,"અા માત્ર એક નાનું  ફુલ નથી અા તો કલ્પના અને અાદિત્ય બંન્ને ને મારા વ્હાલા દ્વારકાધીશે અાપેલો અાશિર્વાદ છે.અને  સાચો પ્રેમ કરનાર ને એ ક્યારેય અલગ થવા દેતો નથી .હવે મને કોઇ નો ડર નથી જ્યારે ઇશ્વર ખુદ જ એમને એક કરવા માગતો હોય ત્યાં હું કે સમાજ કોઇ નીય કેવી રીતે હિંમત થાય કે એમને જુદા કરી શકે."
              પછી કલ્પના અને અાદિત્ય ને પાસે બોલાવ્યા અને કહ્યું ," હું ખુશી  ખુશી  કલ્પના નો હાથ તારા હાથમાં સોંપુ છું .અાજ ના લગ્ન ના શુભ મુહુર્ત માં કલ્પના અને અાદિત્ય ના જ લગ્ન થશે."એ સાથે જ ત્યાં ઉભેલા બધા ના મોં પર  અાનંદ અાનંદ છવાઇ ગયો .અને બધા એ એમને સુખી લગ્નજીવન ના હજાર હજાર અાશિષ દીધા.
                        જય શ્રીકૃષ્ણ 
                           સમાપ્ત






              **********--******
                 અા મારી પ્રથમ નોવેલ છે .એટલે કદાચ કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો ક્ષમા કરશો.એ સાથે ઘણા વાચકો ને ફરિયાદ હતી કે એપિસોડ બહુ મોડો  અાવે છે.પણ જીવન ની ભાગદોડ  માં પ્રયત્ન કર્યા પછી ય એના માટે  સમય ના ફાળવી શકી.એટલે લેટ એપિસોડ બદલ દિલગીર છું .અને જે પણ વાચકોએ એપિસોડ માટે રાહ જોઇ છે એમનો ખુબ ખુબ અાભાર
               

                    
     

.