The story of women of 21st century 2 books and stories free download online pdf in Gujarati

21મી સદી ઓ ની સ્ત્રીઓ ની કહાની - 2

     દરેક માં એ પોતે પહેલાં જાગવુ પડશે,કેમ કે વિજ્ઞાન કહે છે, જ્યારે માતાની 5પેઢી અને પિતાની 7પેઢી નાં લક્ષણો બાળક નાં અંદર ઉતરી આવે છે, માટે આપણી પેઢી સારું શીખે છે,માટે મા બાપે પહેલાં પહેલા કાઉન્સિલીંગ કરવું, આતો પોતે કંઈ ન કરે, બીજા ને કે તમે ડાહ્યા થાવો.

માં બાપ ખુદ સાબિત કરીને બતાવે છે, કે દિકરી ઓનો ઉછેર દિકરા ની જેમ કરીએ છીએ, આવું મોટા ભાગ ની મમ્મી પાસે મેં સાંભળ્યું છે, આપણે શુ કામ તેને કહીએ તું છોકરી છે,કે છોકરો બંને વાતો તો કરે છે, સમાનતા ની પણ વાસ્તવ માં આવું હોતું જ નથી,આ બધી વાતો ભાષણ પુરતી જ સીમિત રહી જાય છે, પણ આપેલા ભાષણ નું આચરણ પણ એટલું જ  કરવું પડશે.ખાલી વાતો કરવાથી કંઈ નહીં થાય.

"જ્ઞાની અને વિદ્વાન માનવી માટે એ જરૂરી છે કે પોતાની કન્યાના લગ્ન કોઈ સારા અને ભણેલા ગણેલા સંસ્કારી ઉચ્ચ કુળમાં કરે, ગુણહીન વંશમાં કન્યા આપવી તે એની હત્યા કરવા સમાન છે, કારણકે એ કન્યા જે સંતાન ને જન્મ આપશે એ પણ અભણ અને અસંસ્કારીજ બનશે."-આચાર્ય ચાણક્ય.

     બધું જ શીખવવુ જોઈએ માં બાપે,કેમ કે કરેલું કદી વ્યર્થ જતું નથી,કેટલા માં બાપ તેને સાસરી માં બાપ તેને સાસરી માં કેવી રીતે રહેવું, તે એવું શીખવે કે આખું ફિલ્મ બને આની ઉપર જો તમને બનાવતા આવડે તો,પણ જે મમ્મી ઓ ઘરે હોય ત્યાં તો ટોકે પણ પેલી ને કોઇ નિર્ણય જાતે લેવા જ નથી દેતાં, જેનાથી બાળકો કોઈ સાહસ કરી જ ન શકે,દિકરો હોય કે દિકરી તેને જાતે ઠોકર ખાઈ ને તૈયાર થાય તેવી તો તાલીમ આપવી,દીકરી ઓ આજે દરેક ક્ષેત્ર માં આગળ આવી છે,મને આ જોઈ ને બે હાથે સલામ કરવાનું મન થાય છે,મને પણ ગૌરવ થાય છે, બીજી બાજુ આવું પણ તેને નસીબ ના નામે તેને કાયર બનવાની તાલીમ અપાય છે.

     અને તેને એવું શીખવે કે જોજે તુ કોઇ જોડે તારે ન બોલવું, બધાં જ ખરાબ હોય,શું તમે  ગાંડા કરવા બેઠા છો?.તમે એવી પણ તેમના મનમાં ગ્રંથી ન બંધાવો કે તે કોઈ ની પર વિશ્વાસ ન કરે, શું કામ તમે મિડીયા અને  ટેલીવિઝન માં કેટલાક સારા 
કાર્યક્રમો પણ આવે છે, પણ બધું ખરાબ જ શીખવવા માં આવે છે. જેનાં થી છોકરા છોકરી ઓ નાં ઓને માં બાપ પર ભરોસો બેસતો નથી,આતો માં બાપ માટે કપરી પરીસ્થિતી કંઇ કહેવાય.સાલુ બાળકોની નજર માંથી આપણે પડી જઈએ તો સાલુ માં બાપ બનવું બેકાર છે.

    હજી સ્ત્રીઓની આઝાદ ભારત માં પણ કફોળી બની છે,આપણે કોઇના જર્જ બની જાય એનાં કરતાં તેનાં કરતાં આપણે,તેની જગ્યાએ થી જોવાની જરૂર છે, ત્યાર તો આપણે સમજશુ.કે તે પણ તેની રીતે સાચી જ છે, તેને ઉડવા માટે યોગ્ય જગ્યા આપવાની જરૂર છે.આપણે તેને ન શીખવવું જોઈએ તે શીખવી એ છીએ.

સમય સાથે પરિવર્તન લાવો બહેનો જ્યાં સુધી તમે સ્વનિર્ભર ન બનો ત્યાં સુધી લગ્ન કરશો નહીં, આમાં કંઇ સાર નહીં આવે.ક્યારે બહેનો કોઈ ને પ્રેમ કરવાનો મોકો મળે તો કરી લેજો,માં બાપે પણ આ છુટ આપવી જોઇએ, તેની આગળ ખુલ્લા મન થી ચર્ચાઓ કરવી,એને સમજાવુ સ્વાર્થી પ્રેમ હશે તો નહીં ટકે,કેમકે પ્રેમ અને લગ્ન ને લેવા દેવા જ નથી ,પણ ઇજ્જત નાં નામે માં બાપ છોકરીઓ પર નિયંત્રણ લાદવા લાગ્યા.અમુક વાર તો પાડોશી ભગવાન જેવા લાગે મા બાપ ને કેમકે તે તેમની છોકરી વિરુધ્ધ સંદેશા આપતા હોય દા.ત.તમારી છોકરી ને ઘર માં પુરોપોતાની  છોકરી ને ફોન એ અપાવે ને કોઈ છોકરા નું નામ સાંભળે તો તો તરત ઉભા થઈ જાય, ને કોઈ વાર મારઝુડ પણ કરે.આપણા દેશ ની એક ખરાબ બાબત એ છે કે મા બાપ પોતાના બાળકો ને જીવનના કોઈ નિર્ણય લેવા દેતા જ નથી.એમાં ખાસ કરી ને છોકરી ઓનાં કેસ માં આવું વધારે બને સાચું કે ખોટું?

    કોઈ ને એક છોકરી આવી હોય ત્યારે માં બાપ દિકરા માટે બાધા રાખે,ને પેલી નાની ગુડિયા ને શીખવે "બેટા ભૈઈલો આવે, કનૈયા જેવો તેવી",ને અને ખબર પડે કે બીજી છોકરી હોય તો અંદર જ મારી નાંખવા માં આવે, આ જોઈને મને રડું આવે કે આપણે કયાં છીએ,હજી આપણે ભલે 
પાશ્ચાત્ય સંસ્કૃતિ ની નકલ કરતાં હોઈએ પણ વિચારોથી તો સંકુચીત જ છીએ.

   પહેલાં ના જમાના માં તો થોડું સારુ હતું 
બાળકી ઓને દુધપીતી કરવામાં આવતી હતી,તેને બહાર આવવા મળતું આતો અંદર જ પુરુ કરી નાંખોને પાછી વાત કરીએ છીએ મહાન સ્ત્રીઓની.

   આપણ એક પ્રકાર નો બલી જ છે,જીવ હત્યા મા આ પણ આવી જાય છે, પહેલાં ના જમાના માં પ્રાણીઓની બલી ચડતી હતી હોમ હવન માં ને એ  પાછું, જોકે પહેલાં ના જમાનામાં બાળકી ઓ ને વિદેશી આક્રમણ કારો થી બચાવવા માટે કરતાં હતા,પણ અત્યારે પુત્ર ની લાલચ માં પછી એજ પુત્ર તમને તરછોડે છે,આ કડવી હકીકત છે.

     પણ એક સ્ત્રી જ ભુલી ગઇ છે,કે ભગવાને મારું સર્જન ચોક્કસ કારણસર  કર્યું છે, બધાં ને એકસુત્ર બાંધી રાખવા માટે થયું છે, આ વાત ભુલી ગઇ છે, માં બાપે તેને વિદાય વખતે આ ભેટરુપી  શીખામણ આપવાની જરૂર છે,કે "બેટા તું અમને નહીં સાચવીશ  તો ચાલશે પણ તુ તાર સાસુ સસરા ને સાચજે,કેમકે દિકરા તારા એજ સાચા મા બાપ છે, કેમકે અમે તને વળાવી પણ હવે તારા આ પણ મા બાપ છે તારા .પણ સાસુ સસરા પણ વહુ અને દિકરી નો ભેદ કરે છે, સાસુ વહુ ના ઝગડા બહુ હોય છે, સસરા જમાઈ કરતાં, કેમકે ત્યારે જ ઝગડો બંનેનો નથી હોતો, બંને પેઢી વચ્ચેનો હોય છે. બંને વિચાર સરણી ઓનો હોય છે, પણ બંનેને એ એકબીજાને સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ, સાસુઓને પણ પોતાની દિકરી સારી જ લાગે ને વહુ માં તો એકલી ભુલ જ શોધે,પણ એવું કોઈ તમારી દિકરી સાથે પણ કરી શકે છે. અને તેને રિવાજ ના નામે બાંધી રાખે છે, આ સાચું કે ખોટું?

  "બેટી પિતા કી જાન હોતી હૈ,
માં કી પરછાઈ હોતી હૈ,
દાદી કા દુસરા રુપ હોતી હૈ,
બચ્ચો કી પરી હોતી હૈ,
દેવી માં કા અંશ હોતી હૈ બેટીયાં,
ભગવાન કા વરદાન હોતી હૈ બેટીયાં 
જબ વો બિદા હોતી હે તો વો તો રોતી હૈ,ઉસકે સાથ, પશું ,પક્ષી, ફૂલ, પાન ભી આંસુ બહાતે હૈ,
ઉસકો મન મર્યાદા કા નામ દેકે બાંધો મત,
 
    -કન્યા વિદાય નું વર્ણન કાલીદાસ ના અભિજ્ઞાન શાંકુતલમ્ માં અદભુત આપ્યું છે.પણ દુષ્યંત માટે બહું આ સરળ હતું કહી દેવું આ ગાંધર્વ લગ્ન ને ભુલી જવું.

  કેમકે એક પવૃતિ કરે છે, ને બીજું પ્રયોગ આ બંને ભગવાન ના બે અદભુત રમકડાં છે,પુરુષ ની સફળતા માં પણ સ્ત્રીઓનો ભાગ જ હોય છે, સ્ત્રીઓને ખબર જ નથી.પણ આપણે જેને આ દુનિયા માં લાવ્યાં છીએ એનાં સમોવળા થવું,આપણે માહાન છીએ તે ભાષણ માં નહીં પણ આ કરી ને બતાવવું પડશે,ફેકોલોજી નહીં ચાલ જાગ સહિયર મોડું થઈ ગયું.

   આપણે પણ શીખવા જેવું છે એ લોકો પાસેથી દરેક માંથી કંઈક નું કંઈક શીખવા જેવું તો હોય છે, જ્ઞાન ગમે ત્યાંથી મળે તો ગ્રહણ કરી લેવું આ આચાર્ય ચાણક્ય કહે છે, તેમની નીતિ ઓમાં 

   અને હું પુરુષો માંથી જ શીખી છું.

શૈમી ઓઝા